________________
૧૦૯
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૮, ૩૯ સમાગમ કરે છે, તેમની ભક્તિ કરે છે અને તેમની પાસેથી હંમેશાં સ્વશક્તિ અનુસાર શાસ્ત્રનો અભ્યાસ કરે છે જેથી સ્વીકારાયેલાં વ્રતોનું સમ્યફ પાલન થાય અને સર્વવિરતિને અનુકૂળ બળનું પોતાનામાં આધાન થાય. (૭) ઉત્તરગુણની શ્રદ્ધા :
શ્રાવક સ્વભૂમિકા અનુસાર જે વ્રતો સ્વીકાર્યા છે તેનાથી ઉત્તર ઉત્તરની ભૂમિકાનાં વ્રતો પ્રત્યે તીવ્ર રુચિ ધારણ કરે છે અને સદા વિચારે છે કે સ્વીકારાયેલાં વ્રતો દ્વારા શક્તિ સંચય થાય તો ઉત્તર ઉત્તરનાં વ્રતોને ગ્રહણ કર્યું જેથી શીધ્ર સંસારનો અંત થાય.
આ પ્રમાણે સાત વસ્તુમાં સદા યત્ન કરવામાં આવે તો કદાચ વ્રતગ્રહણકાળમાં વીર્યનો પ્રકર્ષ ન થવાથી ભાવથી વ્રતનો પરિણામ પ્રાપ્ત થયો ન હોય, છતાં આ સાત વસ્તુમાં કરાયેલા યત્નથી ભાવથી વ્રતનો પરિણામ પ્રગટ થાય છે. વ્રતગ્રહણકાળમાં ભાવથી વ્રતનો પરિણામ થયો હોય તો પૂર્વમાં વર્ણન કરાયેલા નિત્યસ્મૃતિઆદિ સાત વસ્તુમાં કરાયેલા યત્નથી તે પરિણામ નાશ પામતો નથી, માટે સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી પુરુષે સદા નિત્યસ્મૃતિઆદિમાં અપ્રમાદથી યત્ન કરવો જોઈએ જેથી સર્વકલ્યાણની પ્રાપ્તિ થાય. l૩૮/૧૭ના અવતરણિકા :
साम्प्रतं सम्यक्त्वादिगुणेष्वलब्धलाभाय लब्धपरिपालनाय च विशेषतः शिक्षामाह - અવતરણિકાર્ય :
હવે સમજ્યાદિ ગુણોમાં અલભ્યની પ્રાપ્તિ માટે અને પ્રાપ્તના પરિપાલન માટે વિશેષથી શિક્ષાને= ઉપાયને, બતાવે છે – ભાવાર્થ :
પૂર્વસૂત્રમાં કહ્યું કે અતિચારોના નાશ માટે શાસ્ત્રમાં વિહિત એવા નિત્યસ્મૃત્યાદિમાં યત્ન કરવો જોઈએ. હવે પોતે જે સમ્યક્તાદિ વ્રતો સ્વીકાર્યો છે તેમાં જે ગુણો ભાવથી પ્રગટ થયા નથી તેની પ્રાપ્તિ માટે અને જે ગુણો પોતે સ્વીકાર્યા છે અને ભાવથી જે ગુણોની પ્રાપ્તિ થઈ છે તેના રક્ષણ માટે વિશેષથી શું કરવું જોઈએ ? તે ઉપદેશક યોગ્ય શ્રોતાને બતાવે છે – સૂત્ર -
સામાન્ય સ્ય સારૂ૨/૦૭૨ના સૂત્રાર્થ:
આને= સ્વીકારાયેલા વિશેષ ગૃહસ્થધર્મવાળા એવા શ્રાવકને, સામાન્ય ચર્યા સેવવી જોઈએ. Il૩૯/૧૭૨