________________
૧૦૭
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૮ [एवमसन्नप्ययं जायते जातश्च न पतति कदाचित् ।
તત્ સત્ર વુદ્ધિમતા પ્રમાવો મત વ્ય: રો] તિ રૂ૮/૭૨ ટીકાર્ય :
‘ગત વ' ...... તિ આથી જ=વિહિત અનુષ્ઠાનરૂપ વીર્યનું અતિચારતા જયનું હેતુપણું હોવાથી જ, તેમાં=વિહિત અનુષ્ઠાનમાં, યત્વ સર્વ ઉપાધિથી શુદ્ધ ઉદ્યમ=મન-વચન અને કાયારૂપ ત્રણે યોગોરૂપ ઉપાધિથી શુદ્ધ ઉદ્યમ કરવો જોઈએ. અન્યત્ર પણપંચાશક આદિ અન્ય ગ્રંથમાં પણ. કહેવાયું છે –
તે કારણથી=ક્લિષ્ટ કર્મોના ઉદયથી અતિચારો થાય છે તે કારણથી, નિત્યસ્મૃતિથી સ્વીકારાયેલાં વ્રતોના નિત્ય સ્મરણથી, અધિકૃત ગુણમાં બહુમાનથી પોતાનાથી સ્વીકારાયેલા વ્રતોથી થતા ગુણોમાં બહુમાનથી, પ્રતિપક્ષમાં જુગુપ્સાથી=પોતાનાં સ્વીકારાયેલાં વ્રતોથી વિરુદ્ધ આચરણામાં જુગુપ્સાથી, પરિણતિના આલોચનથી=સ્વીકારાયેલાં વ્રતોને અનુરૂપ પોતાના ચિત્તની પરિણતિ વર્તે છે કે નહિ તેના સમ્યફ આલોચનથી, તીર્થકરની ભક્તિથી, સુસાધુજનની પર્યાપાસનાથી અને ઉત્તરગુણની શ્રદ્ધાથી સ્વીકારાયેલાં વ્રતોથી ઉપર ઉપરની ભૂમિકાનાં વ્રતો પ્રત્યે તીવ્ર પક્ષપાતથી, અહીં વ્રતના વિષયમાં સદા યત્ન કરવો જોઈએ. આ રીતે=પૂર્વના બે શ્લોકોમાં બતાવ્યું એ રીતે, અવિદ્યમાન પણ આ=વ્રતગ્રહણકાળમાં ભાવથી નહિ પ્રગટેલો દેશવિરતિનો પરિણામ, થાય છે=નિત્યસ્મૃતિઆદિના બળથી આવિર્ભાવ પામે છે અને પ્રગટ થયેલો=વ્રતગ્રહણકાળમાં ઉલ્લસિત થયેલા વીર્યને કારણે ભાવથી પ્રગટ થયેલો દેશવિરતિનો પરિણામ, ક્યારેય પડતો નથી, તે કારણથી=વ્રતની નિષ્પત્તિનું કારણ અને સંરક્ષણનું કારણ નિત્યસ્મૃતિ આદિ છે તે કારણથી, અહીં=નિત્ય સ્મૃતિ આદિમાં, બુદ્ધિમાન પુરુષેત્રસંસારના ઉચ્છેદના અત્યંત અર્થી પુરુષ, અપ્રમાદ કરવો જોઈએ. ll૧૧૫-૧૧-૧૧૭પા" (પંચાશક ૧/૩૬-૩૭-૩૮)
ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. In૩૮/૧૭૧ ભાવાર્થ :
ઉપદેશક વ્રત આપ્યા પછી શ્રાવકને વ્રતોનાં અતિચારો બતાવે છે અને કહે છે કે ક્લિષ્ટ કર્મના ઉદયથી અતિચારો થાય છે માટે વિહિત અનુષ્ઠાનમાં દઢ યત્ન કરીને તેનો જય કરવો જોઈએ, એમ ભગવાને કહેલ છે. કઈ રીતે દઢ યત્ન કરવો જોઈએ ? તે સ્પષ્ટ કરતાં ટીકાકારશ્રી કહે છે –
સર્વ ઉપાધિથી શુદ્ધ ઉદ્યમ કરવો જોઈએ. અર્થાત્ વિહિત અનુષ્ઠાનમાં તશ્ચિત્ત, તફ્લેશ્યા, તદ્મન, તઅર્પિત માનસ થાય તે રીતે શક્તિના પ્રકર્ષથી ઉદ્યમ કરવો જોઈએ.
તે વિહિત અનુષ્ઠાન શું છે ? તે ટીકાકારશ્રી પંચાશકની સાક્ષીથી બતાવે છે – (૧) નિત્યસ્મરણ - વ્રતગ્રહણ કર્યા પછી શ્રાવકે પોતાનાં સ્વીકારાયેલાં વ્રતોનું નિત્યસ્મરણ કરવું જોઈએ. આથી જ શ્રાવક