________________
૧૧૨
અવતરણિકા :
तथा
-
અવતરણિકાર્થ : - અને - સૂત્ર :
-
*
વાત્સલ્યમેતેપુ ।।૪૧/૧૭૪||
સૂત્રાર્થ
આ બધામાં=સાધર્મિકોમાં વાત્સલ્ય કરવું જોઈએ. ।।૪૧/૧૭૪
ટીકા ઃ
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪૧
‘वात्सल्यम्' अन्नपानताम्बूलादिप्रदानग्लानावस्थाप्रतिजागरणादिना सत्करणं 'एतेषु' साधर्मिकेषु कार्यम्, तस्य प्रवचनसारत्वात्, उच्यते च
“जिनशासनस्य सारो जीवदया निग्रहः कषायाणाम् ।
સાધમિવાત્સ મહિષ તથા ખિનેન્દ્રામ્ ।।૬।।” [ ] ।।૪/૨૯૪।।
ટીકાર્ય ઃ
'વાત્સલ્યમ્' બિનેન્દ્રાળામ્ ।।” ।। આમાં=સાધર્મિકોમાં, વાત્સલ્ય કરવું જોઈએ=અન્ન, પાન, તાંબૂલ આદિનું પ્રદાન, ગ્લાન અવસ્થામાં પ્રતિજાગરણ આદિથી સત્કાર કરવો જોઈએ; કેમ કે તેનું=સાધર્મિક વાત્સલ્યનું, પ્રવચનનું સારપણું છે. અને કહેવાયું છે
“જિનશાસનનો સાર – જીવદયા, કષાયોનો નિગ્રહ, સાધર્મિકનું વાત્સલ્ય અને જિનેન્દ્રોની ભક્તિ છે. ૧૧૯।।” ()
||૪૧/૧૭૪||
ભાવાર્થ:
વ્રતપાલનના ઉપાયરૂપે સામાન્ય ચર્યા બતાવતાં કહ્યું કે સમાન ધાર્મિક કે અધિકગુણવાળા સાધર્મિકો સાથે પરિચય ક૨વો જોઈએ. હવે એવા સાધર્મિકોની ભક્તિ કરવી જોઈએ. એ પણ વ્રતના ૨ક્ષણનો ઉપાય છે; કેમ કે પોતાના તુલ્ય કે પોતાનાથી અધિક એવા ગુણવાન સાધર્મિકોને જોઈને જેઓને તેઓ પ્રત્યે ભક્તિ વર્તે છે તેઓમાં ગુણો પ્રત્યેનો પક્ષપાત દૃઢ થાય છે અને તેના કારણે સદા ઉત્સાહપૂર્વક ગુણમાં યત્ન થાય છે.
*****
વળી, ગુણવાન પુરુષોની ભક્તિકાળમાં પણ ગુણનો પક્ષપાત વૃદ્ધિ થાય છે. જેથી સ્વીકારાયેલાં વ્રતોનું ૨ક્ષણ થાય છે અને સમ્યક્ પાલન થાય છે. II૪૧/૧૭૪||