________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર–૩૪, ૩૫
૧૦૧
અને તેવી અભિલાષાવાળા શ્રાવકો સુસાધુની ભક્તિ કરવાના અત્યંત અર્થી હોય છે, તેથી સુસાધુની ભક્તિમાં અંતરાય થાય તેવા સચિત્ત નિક્ષેપ આદિ દોષોને જાણીને સદા પરિહાર કરવા યત્ન કરે છે. આમ છતાં ગૃહકાર્યમાં રત હોવાથી અનાભોગ, સહસાત્કા૨થી સાધુને આપી શકાય એવા અને પોતાના માટે કરાયેલા એવા ભોજન આદિને સચિત્ત વસ્તુમાં સ્થાપન કરે તો, કોઈક નિમિત્તે મહાત્મા પધા૨ે તો તે મહાત્માની પોતે ભક્તિ કરી શકે નહિ, તેથી અતિથિસંવિભાગવ્રતવાળા શ્રાવકે સદા સ્મૃતિ રાખીને સચિત્ત વસ્તુ ઉપ૨ ભોજન આદિના ભાજનને મૂકવા જોઈએ નહિ.
વળી, આહારાદિના ભાજન ઉપર સચિત્ત વસ્તુનું સ્થાપન કરવું જોઈએ નહિ. જે શ્રાવક આ પ્રકારનો ઉચિત વિવેક રાખતા નથી તેઓને મહાત્મા ન પધાર્યા હોય તોપણ તે પ્રકારની સાધુની ભક્તિમાં વિઘ્નભૂત સચિત્ત નિક્ષેપ કે સચિત્ત પિધાન અતિચારરૂપ બને છે.
વળી, કોઈક સારી વસ્તુ હોય અને લોભને વશ સાધુને વહોરાવવાનો ભાવ ન થાય ત્યારે સાધુ સાંભળે તે રીતે કોઈકને કહે કે આ વસ્તુ અન્યની છે માટે વહોરાવી શકાય તેમ નથી. સામાન્યથી વિવેકી શ્રાવકનો આવો પરિણામ ન થાય તોપણ સુષુપ્ત લોભના પરિણામને વશ અનાભોગાદિથી આવો વચનપ્રયોગ થાય તો અતિચારની પ્રાપ્તિ થાય.
વળી, કોઈ સાધુ કોઈક કા૨ણે કોઈક આવશ્યક વસ્તુની યાચના કરે અને અસહિષ્ણુ સ્વભાવને કારણે મત્સર ભાવ થાય તો તે પણ વ્રતમાં અતિચારરૂપ બને. અથવા કોઈ સામાન્ય માણસે સાધુને સારી વસ્તુ આપેલી હોય અને શ્રાવકને પરિણામ થાય કે હું તેનાથી હીન છું અર્થાત્ તે આપનાર વ્યક્તિ કરતાં હું અધિક છું એ પ્રકારના મત્સર ભાવથી વહોરાવે તો તે પણ વ્રતમાં અતિચારરૂપ બને. સામાન્યથી વિરતિધર શ્રાવકને આવા પરિણામ થાય નહિ. પણ અનાદિના અભ્યસ્ત ભાવો નિમિત્તને પામીને કંઈક પ્રગટ થાય છે ત્યારે શ્રાવકને પણ આવો મત્સ૨નો ભાવ થાય છે જેના કારણે સુસાધુને અપાયેલું દાન પણ ચારિત્રનાં પ્રતિબંધક કર્મોનો નાશ કરવા સમર્થ બનતું નથી.
વળી, લોભને વશ શ્રાવક સાધુ આવવાનો સમય થયો હોય તેના પૂર્વે જ ભોજન કરે અથવા સાધુ ભિક્ષાચર્યા માટે આવી ગયા હોય ત્યારપછી જ ભોજન તૈયાર કરે જેથી દાન આપવાનો પ્રસંગ ન આવે એ પ્રકારે લોભને વશ કાલાતિક્રમ કરીને ભોજન કરે તો પ્રસંગે અતિથિસંવિભાગ કરનાર શ્રાવકને પણ પોતે વહન કરાયેલા વ્રતમાં કાલાતિક્રમનો અતિચાર પ્રાપ્ત થાય છે. II૩૪/૧૬૭ના
અવતરણિકા :
एवमणुव्रतगुणव्रतशिक्षापदानि तदतिचारांश्चाभिधाय प्रस्तुते योजयन्नाह
અવતરણિકાર્ય :
આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, અણુવ્રત=પાંચ અણુવ્રત, ગુણવ્રત=ત્રણ ગુણવ્રત, અને શિક્ષાપદોને=ચાર શિક્ષાપદોને, અને તેના અતિચારોને કહીને પ્રસ્તુતમાં યોજનને કહે છે–વિશેષથી ગૃહસ્થધર્મમાં યોજનને કહે છે
-