________________
૯૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૧ આશય એ છે કે સામાયિકના પ્રારંભના પૂર્વથી જ સામાયિક પ્રત્યેનો રાગ ઉલ્લસિત થાય અને શુદ્ધ સામાયિક કરવાનો દઢ અભિલાષ થાય તે રીતે અપ્રમાદપૂર્વક શ્રાવકે સામાયિક કરવું જોઈએ, પરંતુ જે શ્રાવકે સામાયિક કરવાનું વ્રત લીધેલું છે અને તે વ્રતના સ્મરણથી સામાયિક કરવા માટે પ્રયત્ન કરે છે તોપણ અતિપ્રમાદી સ્વભાવને કારણે=મનકૃત અનુત્સાહરૂ૫ અતિપ્રમાદી સ્વભાવને કારણે અને અતિઆળસુ સ્વભાવને કારણે શરીરકૃત જડતારૂપ અતિઆળસુ સ્વભાવને કારણે, જે પ્રકારે સામાયિકની ક્રિયામાં યત્ન કરવો જોઈએ તે રીતે કરે નહિ પરંતુ યથાતથી કોઈક રીતે સામાયિકની ક્રિયા કરે અને યથાતથા સ્વાધ્યાયાદિની ક્રિયા કરે, તથા જેવું સામાયિક પૂરું થાય તëણ જ પારે તો તે સામાયિક પ્રત્યે અનાદરનો પરિણામ હોવાથી અનાદરદોષના નામનો સામાયિકનો અતિચાર છે. અથવા સામાયિક ગ્રહણ કરીને સામાયિકમાં સ્વાધ્યાયાદિ કોઈ ઉચિત કાર્ય કરે નહિ અને જેવો સામાયિકનો સમય પૂરો થાય તત્પણ સામાયિક પારી લે તે સામાયિકનો અનાદર પરિણામ છે, માટે અતિચાર છે.
વસ્તુતઃ સામાયિક પ્રત્યે જે શ્રાવકોને અત્યંત રાગ છે તેઓ જેમ નવકારશી આદિ પચ્ચખાણ પણ તેનો સમય થયા પછી કંઈક વિલંબનથી પાળે છે તેથી જ પચ્ચખ્ખાણ પાળવામાં તિરિય” બોલાય છે તેમ સામાયિકનો કાળ પૂરો થયા પછી પણ સામાયિકના રાગવાળા શ્રાવકો વિશેષ કારણ ન હોય તો સામાયિકનો “અંતર્મુહૂર્ત કાળ પૂરો થયા પછી પણ કંઈક અધિક કાળ સામાયિકમાં યત્ન કરીને પછી પારે છે, જેથી સામાયિક પ્રત્યેનો પોતાના હૈયામાં વર્તતો રાગ વૃદ્ધિ પામે છે, છતાં મુગ્ધદશાવાળા જીવો વ્રત લીધા પછી સામાયિક પૂરું થાય તëણ જ પારે તો સામાયિક પ્રત્યે અનાદરનો પરિણામ હોવાથી અનાદરદોષ નામનો સામાયિકનો અતિચાર પ્રાપ્ત થાય છે. વિવેકસંપન્ન જીવ તો સામાયિક પ્રત્યેનો હૈયામાં વર્તતો આદર પરિણામ સામાયિક ગ્રહણ કરતાં પૂર્વે જ વિશેષથી ઉલ્લસિત કરીને સામાયિક કરે છે જેથી અનાદર નામનો અતિચાર પ્રાપ્ત થાય નહિ. ક્વચિત્ અનાભોગ આદિથી અનાદર થઈ શકે. વળી, પ્રમાદના કારણે સામાયિક કાળ દરમ્યાન ઉચિત કૃત્યોમાં અનાદર વર્તતો હોય અને તેની ઉપેક્ષા કરવામાં આવે તો વ્રતભંગની જ પ્રાપ્તિ થાય. ફક્ત સામાયિકના કૃત્યમાં અનાભોગ આદિથી થયેલો અનાદર જ અતિચાર છે. (૫) સ્મૃતિઅનુપસ્થાપન -
શ્રાવક ઉચિત કાળે સંયોગ અનુસાર અવશ્ય સામાયિક કરે છે, તેથી સામાયિકનો અવસર થયો છે તેનું સ્મરણ કરીને તે કાળે અવશ્ય સામાયિક કરે. જેથી પ્રતિદિન તે નિયતકાળ દરમ્યાન મારે સામાયિક કરવું છે તે પ્રકારની સ્મૃતિ રહે છે. આમ છતાં કોઈક પ્રમાદી શ્રાવક પોતાને સામાયિક કરવાનો અવસર થયો હોય, છતાં તેને યાદ કરે નહિ અને આગળપાછળ અનુકૂળતા અનુસાર સામાયિક કરે, તે સ્મૃતિઅનુપસ્થાપન રૂપ સામાયિકનો અતિચાર છે અથવા પોતે સામાયિક કરેલું હોય પણ ચિત્ત તે પ્રકારનું અન્ય પ્રવૃત્તિમાં વ્યગ્ર હોય તો પોતે સામાયિક કર્યું છે કે નહિ તેનું સ્મરણ ન થાય તે સ્મૃતિઅનુપસ્થાપન દોષ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે શ્રાવકે પ્રતિદિન નિયતકાળે સામાયિક કરવાનો સંકલ્પ કરવો જોઈએ. અને સામાયિકકાળના સ્મરણપૂર્વક નિયત કાળે સામાયિક કરવું જોઈએ અને પોતે સામાયિક કર્યું છે તેનું ઉત્તરમાં