________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર–૩૩ कायिकाभूमेश्चागतः पुनरपि संस्तारकं प्रत्युपेक्षतेऽन्यथाऽतिचारः स्यात्, एवं पीठादिष्वपि विभाषेति
।।૨/૧૬૬।।
૯૮
ટીકાર્થ ઃइह पदेऽपि વિમાવેતિ ।। અહીં પદમાં પણ પદના સમુદાયનો ઉપચાર હોવાથી અપ્રત્યુપેક્ષિત પદ દ્વારા અપ્રત્યુપેક્ષિત દુષ્પ્રત્યુપેક્ષિત સ્થંડિલ આદિ ભૂમિનો દેશ ગ્રહણ થાય છે. વળી, અપ્રમાર્જિત પદથી તે જ=સ્થંડિલ આદિ ભૂમિ દેશ જ અપ્રમાર્જિત દુષ્પ્રમાર્જિત ગ્રહણ થાય છે. અને ઉત્સર્ગ અને આદાન-નિક્ષેપ એ ઉત્સર્ગ આદાનનિક્ષેપ છે. ત્યારપછી=અપ્રત્યુપેક્ષિત અપ્રમાર્જિત ઉત્સર્ગ-આદાન નિક્ષેપનો સમાસ બતાવ્યા પછી, તેટલા સ્થાનનો પરસ્પર સંબંધવાળો સમાસ બતાવે છે –
અપ્રત્ચપેક્ષિત અપ્રમાર્જિત સ્થંડિલ આદિમાં ઉત્સર્ગ અને આદાનનિક્ષેપ એ અપ્રત્યુપેક્ષિત અપ્રમાર્જિત ઉત્સર્ગ આદાનનિક્ષેપ છે. ત્યારપછી=આટલાનો સમાસ બતાવ્યા પછી, તે=પૂર્વમાં બતાવેલો સમાસ, અને સંથારાનું ઉપક્રમણ, અનાદર અને સ્મૃતિનું અનુપસ્થાપન એ પ્રમાણે સમાસ છે=સૂત્રનો સમાસ છે. ત્યાં=ત્રીજા શિક્ષાવ્રતના પાંચ અતિચારોમાં, અપ્રત્યુપેક્ષિતમાં પ્રથમથી જ ચક્ષુ દ્વારા અતિરીક્ષિતમાં, વળી દુષ્પ્રત્યુપેક્ષિતમાં ભ્રાંત લોચન વ્યાપારથી સમ્યક્ નહિ જોવાયેલામાં અને અપ્રમાર્જિતમાં=મૂળથી જ વસ્ત્રના છેડા આદિથી અપ્રમાર્જિત કરાયેલામાં. વળી, દુષ્પ્રમાર્જિત કરાયેલામાં=અર્ધ પ્રમાર્જિત સ્થંડિલ આદિમાં ત્યાગ કરવા યોગ્ય એવાં મૂત્ર, મળ, આદિનો યથાયોગ્ય ઉત્સર્ગ=ત્યાગ, અને આદાન-નિક્ષેપ=પૌષધઉપવાસના ઉપયોગી એવા ધર્મ ઉપકરણનું પીઠ-ફલક આદિનું ગ્રહણ અને સ્થાપન આ બે અતિચારો થાય=એક ઉત્સર્ગ અને બીજું આદાન-નિક્ષેપ એ બે અતિચારો થાય. ।।૧-૨।। અહીં=ત્રીજા શિક્ષાવ્રતના અતિચારમાં, ‘સંથારાનું ઉપક્રમણ’ તેમાં સંથારો શબ્દ શય્યાનું ઉપલક્ષણ છે, ત્યાં=સંસ્તારક શબ્દમાં શય્યા=શયન અથવા સર્વાંગીણ વસતિ છે. અને સંથારો અઢી હાથ પ્રમાણ છે. ત્યારપછી=સંથારાનું સ્વરૂપ બતાવ્યા પછી, સંથારાનો પ્રસ્તાવ હોવાને કારણે અપ્રત્ચપેક્ષિત, અપ્રમાર્જિત એવા સંથારાનો ઉપક્રમ=ઉપભોગ, અતિચાર છે. આ ત્રીજો અતિચાર છે. II3II અનાદર, અને સ્મૃતિઅનુપસ્થાન વળી, બે ચોથો અને પાંચમો અતિચાર છે. સામાયિકના અતિચારની જેમ આ બે અતિચારોનું ભાવન કરવું. ।।૪-૫। અહીં સંથારા ઉપક્રમણના વિષયમાં=સંથારાના ઉપભોગના વિષયમાં, આ વૃદ્ધ સામાચારી છે. કરાયેલા પૌષધ ઉપવાસવાળો શ્રાવક અપ્રત્યુપેક્ષિત એવી શય્યામાં=વસતિમાં આરોહણ કરે તહિ અથવા સંથારાને કે પૌષધશાળાને સેવે નહિ. દર્ભવસ્ત્રને અથવા શુદ્ધવસ્ત્રને ભૂમિમાં પાથરે અને કાયિકભૂમિથી=માત્ર આદિની ભૂમિથી આવેલો ફરી પણ સંથારાને પ્રત્યુપેક્ષ કરે અન્યથા અતિચાર થાય. એ રીતે પીઠાદિમાં પણ વિભાષા છે=વિકલ્પ છે અર્થાત્ પીઠાદિને પણ પૂંજી-પ્રમાર્જીને તેના ઉપર બેસે અને માત્ર આદિ ભૂમિથી આવ્યા પછી ફરી પૂંજી–પ્રમાર્જીને બેસે એ વિકલ્પ છે.
‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૩૩/૧૬૬।।