________________
*
૫
રણ ભાગ-૨ | અધ્યાય-૩ / સૂત્ર-૩૨ વિષયક, પ્રયોગઃસ્વયં ગમતમાં વ્રતભંગનો ભય હોવાને કારણે સ્વયં જ નહીં જતાં અન્યને સંદેશાદિ દ્વારા વ્યાપારવાળા કરવા એ, આનયનપ્રયોગ છે. અને પ્રેષ્યનો=આદેશ આપવા યોગ્ય એવા પુરુષનો પ્રયોગ અર્થાત્ વ્યાપારવાળા કરવા=વિવક્ષિત ક્ષેત્રથી બહારના પ્રયોજન માટે સ્વયં ગમતમાં વ્રતભંગના ભયથી અવ્યને વ્યાપારવાળા કરવા, એ પ્રખ્યપ્રયોગ છે. અને શબ્દનું ખોંખારા આદિનું, અને રૂપનું=સ્વશરીરના આકારાદિનું, વિવક્ષિત ક્ષેત્રથી બહાર રહેલા બોલાવવા યોગ્ય એવા પુરુષને બોલાવવા માટે કાનમાં કે દૃષ્ટિમાં અનુપાત=બોલાવવા યોગ્ય પુરુષના કાનમાં શબ્દનો અનુપાત, અને બોલાવવા યોગ્ય પુરુષની દૃષ્ટિમાં પોતાના રૂપનો અનુપાત એ શબ્દ રૂપ અનુપાત અતિચાર છે. આ અહીં ભાવ છે. વિવક્ષિત ક્ષેત્રથી બહિર્વર્તતા કોઈક પુરુષને વ્રતભંગના ભયથી બોલાવવા માટે અસમર્થ એવો શ્રાવક ખોંખારા આદિ શબ્દ શ્રવણ દ્વારા કે પોતાના રૂપનાં દર્શન દ્વારા તેને બોલાવે છે ત્યારે વ્રતસાપેક્ષપણું હોવાથી શબ્દ અનુપાત અને રૂપ અનુપાત અતિચારો છે. અને શર્કરાદિ પુદ્ગલનો નિયમિત ક્ષેત્રથી બહિર્વતિ એવા પુરુષને બોધન માટે હું અહીં છું એ પ્રકારનો બોધ કરાવવા અર્થે તેને અભિમુખ પ્રક્ષેપ કરે તે પુદ્ગલ પ્રક્ષેપ છે. દેશાવગાસિકવ્રત ગમન-આગમનાદિ વ્યાપારજનિત પ્રાણી ઉપમદત ન થાવ એ અભિપ્રાયથી ગ્રહણ કરાય છે. અને તેeગમન આદિ વ્યાપાર સ્વયં કરાયો કે અન્ય વડે કરાવાયો તેના ફળમાં કોઈ ભેદ નથી. ઊહું સ્વયં ગમનમાં ઈર્યાપથની શુદ્ધિ હોવાથી લાભ છે. વળી પરનું અનિપુણપણું હોવાથી તેની અશુદ્ધિ છે=ઈયપથની અશુદ્ધિ છે. એથી અન્યને બોલાવવામાં અધિક દોષની પ્રાપ્તિ છે. અને અહીં=બીજા શિક્ષાવ્રતના પાંચ અતિચારોમાં, પ્રથમના બે અતિચારો અવ્યુત્પન્નબુદ્ધિના કારણે=વ્રતના મર્યાદાના વિષયમાં સૂક્ષ્મબોધતા અભાવના કારણે અને સહસાત્કાર આદિ દ્વારા અતિચારને પામે છે. અને અંતના ત્રણ અતિચારો શબ્દઅનુપાત, રૂપ અનુપાત અને પુદ્ગલપ્રક્ષેપરૂપ ત્રણ અતિચારો, આત્માને ઠગવામાં તત્પર એવા શ્રાવકની અતિચારતાને પામે છે.
અહીં વૃદ્ધો કહે છે – દિવ્રતસંક્ષેપકરણ, અણુવ્રતાદિના સંક્ષેપકરણોનું ઉપલક્ષણ જાણવું; કેમ કે તેઓના પણ અણુવ્રતાદિના પણ, સંક્ષેપનું અવશ્ય કર્તવ્યપણું છે.
અહીં દિવ્રતનું સંક્ષેપકરણ અન્ય વ્રતોનું ઉપલક્ષણ કેમ છે ? એથી કહે છે –
અને પ્રતિવ્રતને આશ્રયીને સંક્ષેપકરણનું ભિન્નવ્રતપણાથી બાર વ્રતો એ પ્રકારની સંખ્યાનો વિરોધ થાય, તેથી દેશાવગાસિક વ્રતના ઉપલક્ષણથી અન્ય વ્રતોનો સંક્ષેપ ગ્રહણ કરવો.
અહીં કેટલાક કહે છે – દિવ્રતનો સંક્ષેપ જ દેશાવગાસિક છે; કેમ કે દેશાવગાસિક વ્રતના અતિચારોનું દિવ્રતના અનુસારીપણાથી જ ઉપલંભ છે.
આ પ્રકારની શંકામાં ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે – જે પ્રમાણે ઉપલક્ષણપણાથી દિવ્રતના ઉપલક્ષણપણાથી શેષવ્રતનું સંક્ષેપકરણ પણ દેશાવગાસિક કહેવાય છે તે પ્રમાણે ઉપલક્ષણપણાથી જ=દેશાવગાસિક વ્રતના ઉપલક્ષણપણાથી જ, તેના અતિચારો પણ=શેષવ્રતના અતિચારો પણ,