________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૩
પ૯ આદિને પણ જેટલો ઉચિત ભાર હોય તેનાથી કાંઈક ન્યૂન ભાર વહન કરાવવો જોઈએ. અને હળ, ગાડા આદિમાં આ=પશુ, ઉચિત વેળામાં મુક્ત કરવો જોઈએ. III
અને આહારપાણીનો વ્યવચ્છેદ કોઈને પણ કરવો જોઈએ નહિ. તીક્ષ્ણ બુભક્ષાવાળો, અન્યથા મરી પણ જાય. તે પણ=આહારપાણીનો વ્યવચ્છેદ પણ, અનર્થ આદિ ભેજવાળો બંધની જેમ જાણવો=બંધની જેમ પ્રયોજનથી કે અપ્રયોજનથી આહાર આદિ વ્યવચ્છેદ જાણવો. કેવળ રોગચિકિત્સા માટે આહાર વ્યવચ્છેદ સાપેક્ષ કરાય. અપરાધમાં વળી વાણીથી જ કહેવાય. “આજે તને ભોજન આદિ અપાશે નહિ.” અથવા શાંતિનિમિત્ત ઉપવાસ કરાવે. પા.
વધારે શું કહેવું? પ્રાણાતિપાત મૂળ વ્રતમાં અતિચાર ન થાય તે રીતે સર્વત્ર=સર્વ પ્રવૃત્તિઓમાં, યતનાથી પ્રયત્ન કરવો જોઈએ.”
તિ’ શબ્દ આવશ્યકચૂણિમાં કહેવાયેલ વિધિની સમાપ્તિ માટે છે. નનુથી શંકા કરે છે કે દેશવિરતિધર શ્રાવકે પ્રાણના અતિપાતનું જ પચ્ચકખાણ કર્યું છેeત્રસ જીવોના પ્રાણના નાશનું જ પચ્ચકખાણ કર્યું છે, તેથી બંધાદિકરણમાં પણ દોષ નથી; કેમ કે વિરતિનું અખંડિતપણું છે અને બંધાદિનું જો પચ્ચક્ખાણ કરાયું છે તો તેના કરણમાં બધાદિના કરણમાં, વ્રતભંગ જ છે; કેમ કે વિરતિનું ખંડન છે. વળી, બંધાદિનું પ્રત્યાખ્યયપણું હોતે છતે=બત્પાદિનું પચ્ચકખાણ હોતે છતે, વિવક્ષિત વ્રતની મર્યાદા નાશ પામે છે; કેમ કે પ્રતિવ્રત પાંચ અતિચારરૂપ વ્રતોનું=પાંચ પાંચ અતિચારોના પરિહારરૂપ વ્રતોનું, આધિક્ય છે. એ રીતે=પૂર્વમાં સ્પષ્ટતા કરી એ રીતે, બંધાદિની અતિચારતા નથી.
તિ' શબ્દ પૂર્વપક્ષની શંકાની સમાપ્તિ માટે છે. અહીં પૂર્વપક્ષીની શંકામાં, ઉત્તર અપાય છે. તારી વાત સાચી છે. પ્રાણાતિપાત જ પ્રત્યાખ્યાત છે. બંધાદિ પ્રત્યાખ્યાત નથી. ફક્ત પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાનમાં અર્થથી તે પણ=બલ્વાદિ પણ, પ્રત્યાખ્યાન કરાયેલાની જેવા જાણવા; કેમ કે તેઓનું બંધાદિનું પ્રત્યાખ્યાનનું ઉપાયપણું છેઃ પ્રાણાતિપાત પરિહાર વ્રતના રક્ષણનું ઉપાયપણું છે અને બંધાદિકરણમાં પણ વ્રતભંગ નથી પણ અતિચાર જ છે. કેમ વ્રતભંગ નથી અને અતિચાર છે ? એથી કહે છે – અહીં બે પ્રકારનાં વ્રત છે. અંતતિથી અને બહિર્વતિથી, ત્યાં=બે પ્રકારનાં વ્રતમાં, હું મારી નાખ્યું એ પ્રકારના વિકલ્પના અભાવથી જ્યારે કોપાદિતા આવેશથી, પરના પ્રાણના નાશને વિચાર્યા વગર, બંધાદિમાં પ્રવર્તે છે અને પ્રાણનો નાશ થતો નથી=પરના પ્રાણનો નાશ થતો નથી, ત્યારે દયાથી રહિતપણું હોવાના કારણે, વિરતિની અપેક્ષા વગર પ્રવૃત્તિ હોવાથી, અંતવૃત્તિથી વ્રતનો ભંગ છે અને પ્રાણના નાશનો અભાવ હોવાથી બહિવૃત્તિથી પાલન છે, તેથી દેશના ભંગના કારણે અને દેશના જ પાલનને કારણે અતિચારનો વ્યપદેશ છે. તે કહેવાયું છે –