________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૬
૭૨
ત્રણ વિકલ્પો ઉભયને પણ પ્રાપ્ત થાય. તે આ પ્રમાણે
સ્વદારાસંતોષીને પોતાની સ્ત્રીમાં પણ અને તેનાથી ઇતર એવા પરસ્ત્રીવિરમણવાળાને વેશ્યામાં કે પોતાની સ્ત્રીમાં પણ જે અનંગક્રીડા છે તે સાક્ષાત્ પચ્ચક્ખાણ કરાયેલ નથી તોપણ અનંગક્રીડા કરવી જોઈએ નહિ. જે કારણથી શ્રાવક અત્યંત પાપભીરુપણાને કારણે, બ્રહ્મચર્યના ઇચ્છાવાળો પણ જ્યારે વેદના ઉદયના અસહિષ્ણુપણાને કારણે બ્રહ્મચર્ય કરવાને સમર્થ નથી ત્યારે વેદના શમન માત્ર માટે સ્વદારાસંતોષ આદિ વ્રતો સ્વીકારે છે અને કામ માત્રથી જ સંતોષનો સંભવ હોવાને કારણે અનંગક્રીડા અર્થથી પચ્ચક્ખાણ જ કરાયેલ છે એ રીતે પવિવાહ અને તીવ્રકામનો અભિલાષ પણ પ્રત્યાખ્યાન જ કરાયેલો છે. આથી કોઈક રીતે પ્રત્યાખ્યાન કરાયેલામાં પ્રવૃત્તિ હોવાથી તેઓની=અનંગક્રીડા આદિ ત્રણની, અતિચારતા છે.
વળી, અન્ય=અન્યઆચાર્ય, અનંગક્રીડાને આ રીતે ભાવન કરે છે – ભોગક્રિયા જ વ્રતનો વિષય છે એ રીતે સ્વકીય કલ્પનાથી તેનો પરિહાર કરતો સ્વદારાસંતોષી શ્રાવક વેશ્યાદિમાં અનંગક્રીડા કરે. વળી, પરદારાવર્જક પરદારામાં આલિંગનાદિરૂપ અનંગક્રીડા કરે તો કથંચિત્ જ વ્રતનો અતિચાર કરે છે; કેમ કે વ્રતસાપેક્ષ છે અને સ્વદારાસંતોષવાળા વડે સ્વસ્તીથી કે પરદારાવિરમણવ્રતવાળા શ્રાવક વડે પોતાની સ્ત્રીથી અને વેશ્યાથી અન્યત્ર મન-વચન-કાયા વડે મૈથુન કરવું જોઈએ નહિ અને કરાવવું જોઈએ નહિ એ પ્રમાણે જ્યારે વ્રત સ્વીકારાયું છે ત્યારે પરવિવાહ કરાવવાથી મૈથુનનું કરાવવું અર્થથી કરાયેલું થાય છે અને તેના વ્રતવાળા માને છે કે આ વિવાહ જ કરાવ્યો છે, મૈથુન કરાવ્યું નથી. એથી વ્રતસાપેક્ષપણું હોવાને કારણે અતિચાર છે.
‘નનુ’થી શંકા કરે છે – પરવિવાહ કરાવવામાં કન્યાના ફળની લિપ્સા કારણ કહેવાયું ત્યાં શું આ સમ્યગ્દષ્ટિ વ્રતવાળો છે કે મિથ્યાદૃષ્ટિ વ્રતવાળો છે ? જો સમ્યગ્દષ્ટિ વ્રતવાળો હોય તો તેને કન્યાફળની લિપ્સા સંભવે નહિ; કેમ કે સમ્યગ્દષ્ટિપણું છે. હવે જો મિથ્યાદૃષ્ટિ છે તો મિથ્યાદૃષ્ટિને અણુવ્રતો હોતાં નથી જ. એથી કેવી રીતે તે=કન્યાફળની લિપ્સા પરવિવાહકરણ લક્ષણ અતિચારનું કારણ બને ?
-
તેનો ઉત્તર આપતાં કહે છે તારી વાત સાચી છે અર્થાત્ સમ્યગ્દષ્ટિને કન્યાફળની લિપ્સા સંભવે નહિ. ફક્ત અવ્યુત્પન્નદશામાં તે પણ સંભવે છે=કન્યાળની લિપ્સા સંભવે છે. વળી, યથાભદ્રક એવા મિથ્યાર્દષ્ટિને પણ સન્માર્ગના પ્રવેશ માટે ગીતાર્થો અભિગ્રહ માત્ર આપે પણ છે. જે પ્રમાણે આર્યસુહસ્તિસૂરિએ ભિખારીને સર્વવિરતિ આપેલી (તે પ્રમાણે અવ્યુત્પન્નદશામાં ભદ્રક પ્રકૃતિવાળા મિથ્યાર્દષ્ટિ વડે ગ્રહણ કરાયેલા વ્રતમાં કન્યાફળની લિપ્સા સંભવે છે.) અને આ પરવિવાહનું વર્જન સ્વપુત્રથી વ્યતિરિક્તમાં જ ન્યાય્ય છે. અન્યથા નહિ પરણાવેલી કન્યા સ્વચ્છન્દચારી થાય, તેથી શાસનનો ઉડ્તાહ થાય. વળી, કરાયેલા વિવાહવાળી કન્યા કરાયેલા વ્રતના બંધનપણાથી તેવી ન થાય=સ્વછંદચારી ન થાય. અને જે કહેવાયું : પોતાના પુત્રોમાં પણ સંખ્યાનો અભિગ્રહ ન્યાથ્ય છે તે