________________
૭૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૭ આદિમાં ખુશ થયેલા રાજાદિ પાસેથી તે પુરુષ વડે તેનાથી અધિક પોતાના નક્કી કરેલા પરિમાણથી અધિક તે પ્રાપ્ત થયું હિરણ્ય આદિ પ્રાપ્ત થયું. અને તેનેeતે હિરણ્ય આદિને વ્રતભંગના ભયથી પૂર્ણ અવધિ થયે છતે ગ્રહણ કરીશ એ ભાવનાથી અન્યને આપે છે, એથી વ્રતસાપેક્ષપણું હોવાથી અતિચાર છે. II
ધન=ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ ભેદથી ચાર પ્રકારનો છે. તેમાં=ચાર પ્રકારના ધનમાં, ગણિમ સોપારી આદિ છે. ધરિમ-ગુડાદિ છે. મેય ઘી આદિ છે. પરિચ્છેદ માણેક આદિ છે. ધાન્ય ચોખાદિ છે. આવા પ્રમાણનો=ધન-ધાત્યાદિતા પ્રમાણનો બંધનથી=મર્યાદાથી અતિક્રમ અતિચાર છે.
જે પ્રમાણે કરાયેલા ધનાદિપરિમાણવાળા પુરુષને કોઈ લભ્ય કે અન્ય ધનાદિ આપે અને તે વ્રતભંગના ભયથી ચારમાસાદિ પછી અથવા ઘરમાં રહેલા ધનાદિનો વિક્રય થયે છતે ગ્રહણ કરીશ એ ભાવનાથી બંધનથી અથવા નિયંત્રણથી અથવા રજુ આદિના સંયમથી અથવા સત્ય ચિહ્નદાતાદિરૂપથી સ્વીકાર કરીને તેના ઘરમાં જ=આપનારના ઘરમાં જ સ્થાપન કરે છે એથી અતિચાર છે. III
અને દાસ-દાસીનાં પ્રમાણનો અતિક્રમ એ સર્વ બે પગવાળાં અને ચાર પગવાળાં ઉપલક્ષણ છે. ત્યાં બે પગવાળાં પુત્ર, સ્ત્રી, દાસી, દાસ કામ કરનાર શુક=પોપટ, અને સારિકા=મના, આદિ છે. ચાર પગવાળાં ગાય, ઊંટ આદિ છે. તેઓનું જે પરિમાણ તેના ગર્ભાધાન વિદ્યાપનથી અતિક્રમ અતિચાર છે. જે પ્રમાણે કોઈના વડે પણ વરસ આદિ અવધિથી બે પગ અને ચતુષ્પદનું પરિમાણ કરાયું અને તેનો જ સંવત્સર મધ્યમાં જ પ્રસવ થયે છતે અધિક બે પગ આદિનો ભાવ થવાથી વ્રતભંગ થાય, એથી તેના ભયથી કેટલોક પણ કાળ વહે છતે ગર્ભ ગ્રહણ કરાવતા પુરુષને ગર્ભસ્થ દ્વિપદાદિના ભાવથી, અને બહિર્ગત તેના અભાવથી=દ્વિપદાદિના અભાવથી કથંચિત્ વ્રતભંગ થવાથી અતિચાર થાય છે.
અને કુષ્ય આસન, શયન આદિ ગૃહની સામગ્રી, તેનું જે માન તેનું પર્યાયઅંતરથી આરોપણ તેનાથી અતિક્રમ અતિચાર છે. જે પ્રમાણે કોઈ વડે પણ દશ કથરોટ એ પ્રમાણે કુષ્ય પરિમાણ કરાવ્યું. ત્યાર પછી કોઈક રીતે તેનું દ્વિગુણપણું થયે છતે વ્રતભંગના ભયથી તેઓના બે-બે વડે એક એક મોટી કથરોટ કરાવતા પુરુષને પર્યાયાન્તરના કરણથી સંખ્યાનું પૂરણ થવાથી સ્વાભાવિક સંખ્યાનો અબાધ થવાને કારણે અતિચાર છે.
વળી અન્ય કહે છે – તેના અર્થીપણાને કારણે=પોતાની કથરોટ આદિની સંખ્યાથી અધિક સંખ્યાના અર્થીપણાને કારણે, વિક્ષિત કાલની અવધિથી=પોતાની પ્રતિજ્ઞાની કાલની મર્યાદાથી પછી હું આ કથરોટ આદિ કુષ્ય ગ્રહણ કરીશ, આથી પરતે આપવું નહીં એ પ્રમાણે અપ્રદેયપણાથી બીજા કોઈ નહિ આપવી, અમુક સમય પછી હું લઈ જઈશ એ રીતે સ્થાપન કરે છે, એ અતિચાર છે.
IIII
યથાશ્રતપણાથી આમનું ક્ષેત્ર-વાસ્તુ અતિચારોનો સ્વીકાર કરાય છત=સૂત્રમાં જે પ્રમાણે ક્ષેત્ર