________________
૭૯
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ સૂત્ર-૨૮ અંતર્ધાન એ પ્રમાણે સમાસ છે=સૂત્રમાં રહેલા સમાસનો વિગ્રહ છે. ત્યાં=દિક્પરિમાણરૂપ છઠ્ઠા વ્રતમાં, ઊર્ધ્વ, અધો અને તિર્યમ્ ક્ષેત્રના વ્યતિક્રમરૂપ ત્રણ અતિચારો છે. અને વિવક્ષિત ક્ષેત્રથી આનયન લાવવામાં, પરક્ષેત્રમાં રહેલી વસ્તુને બીજા દ્વારા સ્વક્ષેત્રમાં પ્રાપણમાં=લાવવામાં અને મોકલવામાં તે ક્ષેત્રથી પર વડે અન્ય ક્ષેત્રમાં મોકલવામાં અથવા આલયન-પ્રેષણરૂપ ઉભય કરાયે છતે આ પ્રાપ્ત થાય છે આ ત્રણ અતિચારો પ્રાપ્ત થાય છે. અને આ=પૂર્વમાં કહ્યો એ આનયનાદિમાં થયેલો અતિક્રમ, હું બીજા પાસેથી કરાવીશ નહિ' એ પ્રકારના દિવ્રતવાળા પુરુષને જ સંભવ છે. . વળી, તેનાથી અન્ય પુરુષને=જે પુરુષે માત્ર પોતે જ તે ક્ષેત્રમાં નહીં જવાનું વ્રત લીધું છે તે પુરુષને, આનયન આદિમાં અનતિક્રમ જ છે=વ્રતનું ઉલ્લંઘન નથી જ; કેમ કે તેવા પ્રકારના પચ્ચકખાણનો અભાવ છે=બીજા પાસેથી પણ નહીં મંગાવવું એવા પ્રકારના પચ્ચક્ખાણનો અભાવ છે. ll૧-૨-all
અને ક્ષેત્રનું દિગ્દતના વિષયવાળી પૂર્વાદિ દિશાનું, અલ્પપણું હોતે છતે વધારવું પશ્ચિમ આદિ ક્ષેત્રાન્તરતા પરિમાણના પ્રક્ષેપથી દીર્ઘ કરવું એ ક્ષેત્રવૃદ્ધિ. ખરેખર, કોઈના વડે પણ પૂર્વ અને પશ્ચિમ દિશાનું પ્રત્યેક સો યોજત ગમત પરિમાણ કરાયું. અને અધિક જવાના ઉત્પન્ન થયેલા પ્રયોજતવાળો એવો તે એક દિશામાં તેવું યોજન સ્થાપત કરીને અન્ય દિશામાં ૧૦ અધિક સો યોજન કરે છે. બન્ને પણ પ્રકારથી ૨૦૦ યોજનરૂપ પરિમાણનું અવ્યાહતપણું હોવાથી ભંગ થયેલ નહિ હોવાથી, એક ક્ષેત્રમાં વધારતા પુરુષને વ્રત સાપેક્ષપણું હોવાથી અતિચાર છે. Inકા
અને અતિવ્યાકુળપણાને કારણે, પ્રમાદીપણાને કારણે, મતિના અપટુપણાદિપણાના કારણે સ્મૃતિનું સો યોજન આદિ રૂપ દિક્પરિમાણના વિષયભૂત વ્રતના સ્મરણનું, અંતર્ધાત=ભ્રંશ તે સ્મૃતિ, અંતર્ધાન છે. પા.
અહીં દિક્પરિમાણ વ્રતના અતિચારોમાં, વૃદ્ધનો સંપ્રદાય આ પ્રમાણે છે – ઊર્ધ્વમાં જે પ્રમાણ ગ્રહણ કરાયું તેના ઉપરમાં પર્વતના શિખરમાં કે વૃક્ષમાં, વાંદરો કે પક્ષી, વસ્ત્ર કે આભરણને ગ્રહણ કરીને જાય ત્યાંeતે સ્થાનમાં તેને-દિક્પરિમાણવ્રતવાળા પુરુષને જવું કલ્પતું નથી. વળી, જ્યારે તે વસ્ત્ર કે આભરણ પડે અથવા અન્ય દ્વારા લઈ આપવામાં આવે ત્યારે ગ્રહણ કરવું કહ્યું છે. આ વળી, અષ્ટાપદ-ઉજ્જયનાદિમાં થાય. એ રીતે નીચે પણ ફૂપાદિમાં વિભાષા જાણવી અર્થાત્ પોતાના પ્રતિજ્ઞા કરાયેલા ક્ષેત્રની મર્યાદા જાણવી. અને જે તિર્યફ પ્રમાણ ગ્રહણ કરાયું તે ત્રિવિધકરણથી મન-વચન-કાયથી અતિક્રમિત કરાવું જોઈએ નહિ અને ક્ષેત્રવૃદ્ધિ કરવી જોઈએ નહિ=અન્ય દિશામાં સંકોચ કરીને અન્ય દિશામાં ક્ષેત્રવૃદ્ધિ કરવી જોઈએ નહિ. કેવી રીતે ક્ષેત્રવૃદ્ધિ કરવી જોઈએ નહિ ? તે સ્પષ્ટ કરે છે –
આ=વ્રતધારી શ્રાવક પૂર્વથી ભાજનને ગ્રહણ કરીને જ્યાં સુધી તેનું પરિમાણ છે=ક્ષેત્રનું પરિમાણ છે ત્યાં સુધી ગયો ત્યારપછી ભાજન અર્ધપ્રાપ્ત થયું એથી કરીને અપરદિશાથી જે યોજનો છે તેને પૂર્વ દિશાના પરિમાણમાં ક્ષેપ કરે છે=નાખે છે (એ પ્રમાણે ક્ષેત્રવૃદ્ધિ કરવી જોઈએ નહિ.) અને જો