________________
૮૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૮, ૨૯ સ્મૃતિના ભ્રંશથી પરિમાણ અતિક્રાત થાય તો જ્ઞાન થયે છતે પાછું ફરવું જોઈએ અને આગળ જવું જોઈએ નહિ અને બીજાને પણ મોકલવું જોઈએ નહિ. હવે અજ્ઞાતપણાથી કોઈપણ શ્રાવક ગયેલો થાય તો જે તેના વડે પ્રાપ્ત થયું અને સ્વયં વિસ્મરણથી ગયેલા એવા તેના વડે ગ્રહણ કરવું જોઈએ નહિ તે સ્થાનમાં જે વસ્તુ ખરીદ કરવાની છે તેનું ગ્રહણ કરવું જોઈએ નહિ.
ત્તિ” શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૨૮/૧૬૧ ભાવાર્થ:
શ્રાવક સમ્યક્તને પામેલો હોય છે, તેથી જીવની મોક્ષઅવસ્થા સિવાય તેને અન્ય કોઈ સુંદર જણાતું નથી અને મોક્ષના ઉપાયભૂત સંપૂર્ણ નિરારંભ જીવન છે તેવી સ્થિર બુદ્ધિના કારણે શ્રાવક સંપૂર્ણ નિરારંભ જીવન જીવવાની શક્તિના સંચય અર્થે દેશવિરતિ ગ્રહણ કરે છે. દેશવિરતિમાં સ્વીકારાયેલા પાંચ અણુવ્રતના પરિણામને અતિશયિત કરવા માટે દિપરિમાણવ્રતરૂપ પ્રથમ ગુણવ્રત સ્વીકારે છે, તેથી શ્રાવક સદા વિચારે છે કે દેશવિરત પણ શ્રાવક તપાવેલા ગોળા જેવો હોવાથી સર્વક્ષેત્રમાં જઈને આરંભ કરે તેવી પરિણતિવાળો છે. તે પરિણતિને સંકોચ કરીને પરિમિત ક્ષેત્રના આરંભના પરિણામને નિષ્પન્ન કરવા અર્થે દિપરિમાણવ્રત શ્રાવક ગ્રહણ કરે છે, જેથી શ્રાવકનો દેશવિરતિકાળમાં વર્તતો આરંભનો પરિણામ પણ પરિમિત ક્ષેત્રથી નિયંત્રિત થવાને કારણે અને સર્વવિરતિના નિરારંભ જીવન પ્રત્યેના આકર્ષણને કારણે ઘણા આરંભની મર્યાદાનો સંકોચવાળો બને છે. આવા શ્રાવકો પોતાના સ્વીકારાયેલા દિપરિમાણવ્રતની મર્યાદાને સદા સ્મરણમાં રાખીને દેશવિરતિની સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે. જેથી દિપરિમાણવ્રતથી થયેલો સંવર ભાવ ક્યારેય મલિન થાય નહિ પરંતુ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સર્વવિરતિનું કારણ બને. આથી પોતે સ્વીકારેલા પરિમિત ક્ષેત્રનું કોઈ ઉલ્લંઘન ન થાય તોપણ વ્રતના સ્મરણના અભાવમાં સ્મૃતિઅંતર્ધાન નામનો અતિચાર પ્રાપ્ત થાય તો વ્રત મલિન બને છે. માટે વિવેકસંપન્ન શ્રાવકે દિક્પરિમાણવ્રતના અતિચારોનો સમ્યફ બોધ કરીને વ્રત મલિન થઈને નાશ ન પામે તે માટે સ્વીકારેલા વ્રતની મર્યાદાનું સદા સ્મરણ કરવું જોઈએ. આમ છતાં અનાદિનો પ્રમાદ સુઅભ્યસ્ત છે, તેથી સર્વવિરતિના અર્થી વિવેકી શ્રાવકને પણ કોઈક નિમિત્તને વશ થઈને, કષાયનો ઉદય થાય ત્યારે વ્રતના પરિણામને મલિન કરે તેવા પાંચ અતિચારોમાંથી કોઈક અતિચાર થાય છે અને તે પાંચ અતિચારના કથનના ઉપલક્ષણથી તેવા પ્રકારના અન્ય પણ કોઈ અતિચાર સંભવે છે તેનો બોધ કરીને શ્રાવકે તે અતિચારોના પરિહાર માટે સદા યત્ન કરવો જોઈએ. તેના માટે ઉપદેશક શ્રાવકને દિક્પરિમાણવ્રતના અતિચારોનો બોધ કરાવે છે. ૨૮/૧૧૧ાા.
અવતરણિકા :अथ द्वितीयस्य -
અવતરણિકાર્ય :હવે ઉપદેશક શ્રોતાને દેશવિરતિ આપ્યા પછી બીજા ગુણવ્રતના અતિચારો બતાવે છે –