________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ સૂત્ર-૨૭
काले गते गर्भग्रहणं कारयतो गर्भस्थद्विपदादिभावेन बहिर्गततदभावेन च कथञ्चिद् व्रतभङ्गादतिचारः ४ । तथा 'कुप्यम्' आसनशयनादिगृहोपस्करः, तस्य यन्मानं तस्य पर्यायान्तरारोपणेनातिक्रमोऽतिचारो भवति, यथा किल केनापि 'दश करोटकानि' इति कुप्यस्य परिमाणं कृतम्, ततस्तेषां कथञ्चिद् द्विगुणत्वे भूते सति व्रतभङ्गभयात् तेषां द्वयेन द्वयेन एकैकं महत्तरं कारयतः पर्यायान्तरकरणेन संख्यापूरणात् स्वाभाविकसंख्याबाधनाच्चातिचारः । अन्ये त्वाहुः - तदर्थित्वेन 'विवक्षितकालावधेः परतोऽहमेतत् करोटकादि कुप्यं ग्रहीष्याम्यतो नान्यस्मै देयम्' इति पराप्रदेयतया व्यवस्थापयत इति ५। यथाश्रुतत्वेन चैषामभ्युपगमे भङ्गातिचारयोर्न विशेषः स्यादिति तद्विशेषोपदर्शनार्थं मीलनवितरणादिना भावना दर्शितेति । यच्च क्षेत्रादिपरिग्रहस्य नवविधत्वेन नवसङ्ख्यातिचारप्राप्तौ पञ्चसङ्ख्यत्वमुक्तं तत् सजातीयत्वेन शेषभेदानामत्रैवान्तर्भावात्, शिष्यहितत्वेन च प्रायः सर्वत्र मध्यमगतेर्विवक्षितत्वात् पञ्चकसङ्ख्ययैवातिचारपरिगणनम्, अतः क्षेत्रवास्त्वादिसङ्ख्ययाऽतिचाराणामगणनमुपपन्नमिति ।।२७ / १६० ।।
૭૫
ટીકાર્યઃ
क्षेत्र-वास्तुनोः ૩૫પત્રમિતિ ।। ક્ષેત્ર-વાસ્તુનો, હિરણ્ય-સુવર્ણનો, ધન-ધાન્યનો, દાસી-દાસનો અને કુષ્યનો પ્રમાણનો અતિક્રમ એ પ્રમાણે સમાસ છે. ત્યાં=ક્ષેત્રાદિમાં, ક્ષેત્ર ધાન્યની ઉત્પત્તિભૂમિ અને તે સેતુ-કેતુ અને ઉભયના ભેદથી ત્રણ પ્રકારનો છે. ત્યાં-ત્રણ પ્રકારનાં ક્ષેત્રોમાં, સેતુક્ષેત્ર અરઘટ્ટાદિથી સિંચીને ખેતી કરવા યોગ્ય ક્ષેત્ર છે. કેતુક્ષેત્ર આકાશ-પાણીથી નિષ્પાદ્ય ભૂમિ છે=વર્ષાના પાણીથી ખેતી કરવા યોગ્ય ક્ષેત્ર છે. અને ઉભયક્ષેત્ર=અરધટ્ટાદિથી અને વર્ષાના પાણીથી એમ ઉભયથી ખેતી કરવા યોગ્ય ક્ષેત્ર છે.
વળી, વાસ્તુ=અગાર અર્થાત્ ગૃહ, ગ્રામ, નગરાદિ છે. ત્યાં ઘર ત્રણ પ્રકારનું છે. ખાત, ઉચ્છિત અને ખાત-ઉચ્છિત છે. ત્યાં=ત્રણ પ્રકારના ઘરમાં ખાત=ભૂમિગૃહાદિ અર્થાત્ ભૂમિમાં નીચે કરાયેલું ભોંયરું આદિ છે, ઉચ્છિત=ભૂમિ ઉપર બાંધેલું અને ખાત ઉચ્છિત=ભૂમિગૃહ અને ભૂમિ ઉપરનો પ્રાસાદ છે.
આ બન્નેનાં=ક્ષેત્ર અને વાસ્તુનાં, પ્રમાણો ક્ષેત્રાન્તરાદિના મિલન દ્વારા અતિક્રમ=અતિચાર, થાય છે. તે આ પ્રમાણે – એક જ ક્ષેત્ર અથવા વાસ્તુ માટે રાખવું એ પ્રકારના અભિગ્રહવાળાને અધિકતર તેનો અભિલાષ થયે છતે વ્રતભંગના ભયથી પૂર્વના ક્ષેત્રાદિની નજીક તેને ગ્રહણ કરીને પૂર્વની સાથે તેના એકત્વકરણ માટે વૃત્તિ આદિના અપનયનથી તે=નવું ક્ષેત્ર, ત્યાં=જૂના ક્ષેત્રમાં, યોજન કરતાં પુરુષનું વ્રતસાપેક્ષપણું હોવાથી અને કોઈક રીતે વિરતિનો બાધ થતો હોવાથી અતિચાર છે. ૧
હિરણ્ય=રૂપું, સુવર્ણ આના પરિણામનું અન્યના વિતરણ દ્વારા અતિક્રમ=અતિચાર થાય છે. જે પ્રમાણે કોઈના વડે ચાર મહિના આદિની અવધિથી હિરણ્ય આદિનું પરિમાણ કરાવ્યું અને તેમાં=હિરણ્ય