________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૬, ૨૭ પુત્રોની ચિંતા કરનારા એવા અવ્યના સર્ભાવમાં છે અથવા પુત્રની સંખ્યાની પૂર્તિમાં અન્ય પુત્રોની ઉત્પત્તિના પરિહારના ઉપાયથી પોતાના જેટલા પુત્રો છે તેનાથી નવા પુત્રો હવે નહીં થાય; કેમ કે હવે પોતે બ્રહ્મચર્ય પાળે છે, તેથી સંખ્યાનો નિયમ છે.
વળી, બીજા કહે છે: પર=અન્ય, એવો જે વિવાહ પોતાને જ વિશિષ્ટ સંતોષના અભાવને કારણે અન્ય સ્ત્રીઓની પ્રત્યે વિવાહ અંતરનું કરણ તે પરવિવાહકરણ છે. અને આ=આ પ્રકારનું પર વિવાહનું કરણ સ્વદારાસંતોષી પુરુષને અતિચાર છે. વળી, સ્ત્રીઓને સ્વપુરુષસંતોષ અને પરપુરુષવર્જનનો ભેદ નથી; કેમ કે સ્વપુરુષથી વ્યતિરિક્ત અન્ય સર્વ પુરુષ તેના માટે પરપુરુષ છે, તેથી પરવિવાટકરણ, અનંગક્રીડા, તીવ્રકામઅભિલાષ, સ્વદારાસંતોષી પુરુષની જેમ સ્વપુરુષના વિષયમાં સ્ત્રીને અતિચારો થાય. વળી, બીજો અતિચાર=ઈવરપરિગૃહીતાગમતરૂપ અતિચાર. જ્યારે પોતાનો પતિ પત્નીના વારાના દિવસમાં ગ્રહણ કરાય છે ત્યારે સપત્નીના વારાને અતિક્રમીને તેને ભોગવતી સ્ત્રીને અતિચાર થાય. વળી, ત્રીજો અતિચાર=અપરિગૃહીતાગમનરૂપ ત્રીજો અતિચાર અતિક્રમાદિ દ્વારા પરપુરુષને અનુસરતી સ્ત્રીને જાણવો. વળી, બ્રહ્મચારીને અતિક્રમાદિથી અતિચાર છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ll૨૬/૧૫૯I ભાવાર્થ :
સમ્યક્તને પ્રાપ્ત કર્યા પછી સર્વવિરતિના અત્યંત અર્થી એવા શ્રાવક સર્વવિરતિની શક્તિના સંચય અર્થે બાર વ્રતો શક્તિ અનુસાર ગ્રહણ કરે છે. તેમાં બ્રહ્મચર્યની શક્તિ હોય તો અવશ્ય જાવજીવનું બ્રહ્મચર્ય ગ્રહણ કરે છે અને પૂર્ણ બ્રહ્મચર્યની શક્તિ ન હોય તો સ્વશક્તિ અનુસાર અબ્રહ્મની પ્રવૃત્તિમાં નિયંત્રણ થાય તે પ્રકારે વ્રત ગ્રહણ કરે છે. અને તે વ્રતને નિષ્ઠાથી પાળીને બ્રહ્મચર્યની શક્તિનો સંચય કરે છે. તેવા શ્રાવકે પોતાના ચોથા વ્રતમાં અતિચાર ન લાગે તે માટે પરવિવાહકરણ આદિ અતિચારોના યથાર્થ સ્વરૂપને જાણીને તેના પરિવાર માટે યત્ન કરવો જોઈએ. આમ છતાં સમ્યક્ત પામ્યા પછી બ્રહ્મચર્યની શક્તિ ન હોય અને કામ અતિશય પીડે તેવો હોય ત્યારે વેશ્યા આદિ સાથે પણ સંગમ કરનારા શ્રાવકો હોય છે છતાં વિવેકને કારણે શક્ય એટલું નિયંત્રણ કરવા યત્ન કરે છે. એવા શ્રાવકોને આશ્રયીને વેશ્યાગમન આદિ વિષયક પણ મર્યાદા હોય છે, તેથી તે મર્યાદાનો ભંગ ન કરે તો અતિચાર થાય નહિ તેને સામે રાખીને ઇત્રપરિગૃહીતાના અને અપરિગૃહીતાના વિકલ્પો પાડેલ છે. ૨૬/૧પલા અવતરણિકા :
अथ पञ्चमाणुव्रतस्य - અવતરણિકાર્ચ - હવે પાંચમા અણુવ્રતના અતિચારો કહે છે –