________________
૭)
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૬ विवाहान्तरकरणं तत् परविवाहकरणम्, अयं च स्वदारसंतोषिण इति । स्त्रियास्तु स्वपुरुषसंतोषपरपुरुषवर्जनयोर्न भेदः, स्वपुरुषव्यतिरेकेणान्येषां सर्वेषां परपुरुषत्वात्, ततः परविवाहकरणाऽनङ्गक्रीडातीव्रकामाभिलाषाः स्वदारसंतोषिण इव स्वपुरुषविषये स्युः । द्वितीयस्तु यदा स्वकीयपतिः सपत्न्या वारकदिने परिगृहीतो भवति तदा सपत्नीवारकमतिक्रम्य तं परिभुजानाया अतिचारः । तृतीयस्त्वतिक्रमादिना परपुरुषमभिसरन्त्याः समवसेयः, ब्रह्मचारिणस्त्वतिक्रमादिनाऽतिचार इति વાર૬/૧૧iા ટીકાર્થ:રૂપરિદ્દિીતા .... ગતિવીર રૂત્તિ . સૂત્રમાં રહેલો સમાસ સ્પષ્ટ કરે છે – ઈતરપરિગૃહીત સ્ત્રી અને અપરિગૃહીત સ્ત્રી તે ઈતરપરિગૃહીતા અને અપરિગૃહીતા કહેવાય. તેઓનું ગમત તે ઈત્વગૃહીતગમત અને અપરિગૃહીતગમત છે. ત્યારપછી ગમન શબ્દનો સંબંધ ઈત્રપરિગૃહીતાગમન અને અપરિગૃહીતાગમન સાથે બતાવ્યા પછી, અવશેષસમાસ સ્પષ્ટ કરે છે –
પરવિવાહકરણ, ઈત્રપરિગૃહીતા, અપરિગૃહીતા, અસંગક્રિીડા અને તીવ્રકામ અભિલાષા એ પ્રમાણે સમાસ છે. અહીં=ચોથા અણુવ્રતના પાંચ અતિચારોમાં, (૧) સ્વપુત્રથી વ્યતિરિક્ત એવા બીજા લોકોનું વિવાહનું કરણ કન્યાદાનના ફલની ઇચ્છાથી કે સ્નેહસંબંધ આદિથી લગ્ન કરાવવું, એ પરવિવાહકરણ છે. અને અહીં-ચોથા અણુવ્રતમાં, પોતાના પુત્રાદિના વિષયમાં પણ લગ્ન કરાવવા વિષયક સંખ્યાનો અભિગ્રહ વ્યાપ્ય છે. (તેથી અન્યના લગ્ન કરાવવામાં અતિચારની પ્રાપ્તિ છે.). અને (૨) ઈત્વરી ગમન સ્વભાવવાળી ભાડું આપીને થોડા સમય માટે ગ્રહણ કરાયેલી વેશ્યા, તે ઈવરપરિગૃહીતા કહેવાય. અને (૩) અપરિગૃહીતા=અન્ય વડે ભાડું આપીને નહિ ગ્રહણ કરાયેલી વેશ્યા જ અને અનાથ એવી કુલીન સ્ત્રી, તેઓનું ગમત=આસેવન, તે ઈત્રપરિગૃહીત અને અપરિગૃહીત એવી સ્ત્રીનું ગમત છે. (૪) અને અંગstહતો અવયવ, પણ ભોગની અપેક્ષાએ યોનિ કે પુરુષ ચિહ્ન અંગ છે તેનાથી વ્યતિરિક્ત અનંગો છે. કુચ, કક્ષા, ઊરુ, વદન આદિ અનંગો છે તેમાં ક્રીડા=રમણ, તે અનંગક્રીડા છે અથવા અનંગ એટલે કામ. તેની અથવા તેની સાથે ક્રીડા તે અનંગક્રીડા છે=પોતાના લિંગની સાથે નિષ્પક્ષ પ્રયોજનવાળા પુરુષની અન્ય સાધનથી ભોગની પ્રવૃત્તિ તે અતંગક્રિીડા છે. (૫) અને કામમાં–કામોદયજન્ય મૈથુનમાં, અથવા સૂચનાત્ સૂત્ર એ ન્યાયથી કામભોગમાં તીવ્ર અભિલાષ ત્યાં કામભોગમાં, કામ શબ્દ અને રૂપ સ્વરૂપ છે અને ગંધ, રસ, સ્પર્શ ભોગ સ્વરૂપ છે. તે કામભોગમાં તીવ્ર અભિલાષ=અત્યંત તદ્અધ્યવસાયપણુંકામભોગમાં અત્યંત આસકિતપણું, તે ચોથા વ્રતનો અતિચાર છે. જે કારણથી વાજીકરણ આદિ દ્વારા સતત સ્ત્રીસુખના માટે મદનનું ઉદ્દીપત કરે છે માટે કામભોગમાં તીવ્ર અભિલાષ અતિચારરૂપ છે.