________________
પ૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૩| સૂત્ર-૨૩ यच्चोक्तं 'व्रतेयत्ता विशीर्यते' इति, तदयुक्तम्, विशुद्धाहिंसादिविरतिसद्भावे हि बन्धादीनामभाव एवेति, तदेवं बन्धादयोऽतिचारा एवेति, बन्धादिग्रहणस्य चोपलक्षणत्वान्मन्त्रतन्त्रप्रयोगादयोऽन्येऽप्येवमत्रातिचारतया दृश्या इति ॥२३/१५६।। ટીકાર્ય :
ધૂનમાાતિપાતવિરતિ » ટુ તિ | શૂલપ્રાણાતિપાતવિરતિલક્ષણ અણુવ્રતનાં બંધ, વધ, છવિચ્છેદ, અતિભારનું આરોપણ, અન્નપાનનો વિરોધ અતિચારો છે. ત્યાં=પાંચ અતિચારોમાં, રજૂદામકાદિથી સંયમન બંધન છે=દોરડા આદિથી બાંધવાની ક્રિયા છે. ચાબકાદિથી મારવું એ વધ છે. છવિ=ચામડી, તેના યોગથી શરીર પણ છવિ કહેવાય. તેનું છેદન=કરી આદિથી છેદન, એ છવિચ્છેદ છે. અતિભારનું આરોપણ સોપારી આદિ ઘણા ભારનું બળદ આદિની પીઠ ઉપર આરોપણ. અને અન્નપાનનો વિરોધ=વ્યવચ્છેદ, એ અન્નપાતનો વિરોધ છે. અને આ પૂર્વમાં વર્ણન કર્યું એ, ક્રોધ, લોભાદિક કષાય મલથી ક્લંકિત અંતઃકરણવાળા પ્રાણીના પ્રાણનાશતા નિરપેક્ષ છતાં એવા જંતુના અતિચારો થાય છે. વળી, સાપેક્ષને પશુ આદિના હિતની અપેક્ષાવાળા શ્રાવકને, બંધાદિકરણમાં પણ સાપેક્ષપણું હોવાથી આમનું બલ્વાદિનું, અતિચારપણું નથી. અહીં અતિચારના વિષયમાં આવશ્યકચૂણિ આદિમાં કહેવાયેલી આ વિધિ છે –
“બંધ બે પગવાળા મનુષ્યને અને ચાર પગવાળા પ્રાણીને કરાય છે તે પણ પ્રયોજન માટે કે પ્રયોજન વગર કરાય છે. ત્યાં પ્રયોજન વગર બંધ કરવો યોગ્ય નથી. વળી પ્રયોજન માટે આ=બંધ, બે પ્રકારનો છે. સાપેક્ષ અને નિરપેક્ષ. ત્યાં નિરપેક્ષ બંધ જે અત્યંત નિશ્ચલ બંધાય છે. વળી જે દોરડા આદિથી બંધાય છે અને જે બંધાયો છતો અગ્નિ આદિમાં વિમોચન કરવા માટે કે છેદવા માટે શક્ય છે તે સાપેક્ષબંધ છે. આ પ્રમાણે ચાર પગવાળા પ્રાણીને બંધ છે. વળી, બે પગવાળા મનુષ્યને બંધ આ પ્રમાણે છે – દાસ, દાસી અથવા ચોર અથવા ભણવા આદિમાં પ્રમત્ત પુત્ર જો બાંધવામાં આવે તો શિથિલપણાથી જ બાંધવું જોઈએ, અને અગ્નિ આદિ ભયમાં જે પ્રમાણે વિનાશ ન થાય તે રીતે રક્ષણ કરવું જોઈએ. અને શ્રાવકે તે જ દાસ-દાસી અને પશુ સંગ્રહવાં જોઈએ, જેઓ બંધાયા વગર જ રહે છે. IIII
વધ પણ તે પ્રકારે છેઃબંધની જેમ જ સાપેક્ષ-નિરપેક્ષ છે. કેવળ નિરપેક્ષ વધ નિર્દય તાડના છે. વળી, સાપેક્ષ વધ આ પ્રમાણે છે – શ્રાવકે પ્રથમથી જ ભીત પરિવારવાળા થવું જોઈએ=તેવો દાસ, દાસી આદિનો પરિવાર રાખવો જોઈએ, જેઓને તાડન કરવાનો પ્રસંગ ન આવે; પરંતુ શ્રાવકથી ડરીને સ્વાભાવિક ઉચિત કૃત્યો કરે. વળી, જો કોઈપણ દાસ-દાસી આદિ વિનય ન કરે તો મર્મસ્થાનોને છોડીને લાતથી કે દોરડાથી એક-બે વખત તાડન કરે. જીરા.
છવિચ્છેદ પણ તે જ પ્રમાણે સાપેક્ષ-નિરપેક્ષ છે. કેવળ હસ્ત, પાદ, કર્ણ, નાસિકા જે નિર્દયરૂપે છેદે છે, તે નિરપેક્ષ છવિચ્છેદ છે. વળી, જે ગૂમડું, ઘા વગેરેને છેદે કે બાળે તે સાપેક્ષ છવિચ્છેદ છે. ImaI
વળી, અતિભારનું આરોપણ કરવું જોઈએ નહિ. અને શ્રાવકે પૂર્વમાં જ દ્વિપદાદિના વાહન દ્વારા–દાસ-દાસીઓના ભારવહન દ્વારા કે પશુઓના ભારવહન દ્વારા જે આજીવિકા છે તેને છોડવી જોઈએ. હવે અન્ય એવી આ આજીવિકા, ન થાય તો મનુષ્ય જે ભારને સ્વયં ગ્રહણ કરી શકે અને ઉતારી શકે તે ભારને વહન કરાવવો જોઈએ. વળી, પશુ