________________
ઉક
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ / સુત્ર-૨૫ છે. ૧. તેના વડે લવાયેલનું આદાન. Dરા વિરુદ્ધ રાજ્યનો અતિક્રમ કા હીન અધિક માનઉન્માન liા અને પ્રતિરૂપકવ્યવહાર પા એ પ્રમાણે સમાસ છે. ત્યાં પાંચ અતિચારમાં, ચોરોનો પ્રયોગ=વ્યાપાર તમે હરણ કરીને લાવો એ પ્રકારે અનુજ્ઞાનું પ્રદાન (તે સ્તનપ્રયોગ.) ના અને ચોરો દ્વારા લાવેલા કુમકુમ આદિ કેશર આદિ, દ્રવ્યોનું ગ્રહણ (તે તદાહતઆદાન.) રાા વિરુદ્ધ પોતાના રાજાના પ્રતિપંથી, તેનું રાજ્યકકટક અથવા દેશ, ત્યાં અતિક્રમ=પોતાના રાજ્યની ભૂમિની સીમાના અતિસંઘતથી ક્રમણ=પ્રવેશ તે વિરુદ્ધ રાજ્યાતિક્રમ છે. Iકા હીત=સ્વભાવની અપેક્ષાએ ચૂત અથવા અધિક એવા માન-ઉન્માનમાં કુડવાદિતુલારૂપ માન-ઉન્માન થાય છે તે હીન અધિક માનઉન્માન છે. જા શુદ્ધ એવા ધાત્યાદિ સાથે કે ઘી સાથે પ્રતિરૂપક=સદૃશ્ય એવાં પતંજ્યાદિ કે વસાદિ દ્રવ્યો તેનાથી વિક્રય રૂપ વ્યવહાર તે પ્રતિરૂપકવ્યવહાર છે. પા
અહીં ત્રીજા વ્રતના અતિચારમાં, ચોરનો પ્રયોગ જો કે ચોરી કરું નહિ અને ચોરી કરાવું નહિ એ પ્રકારના સ્વીકારાયેલા વ્રતનો ભંગ જ છે તોપણ હમણાં તમે તિવ્યપારવાળા બેઠા છો અથવા જો ભોજન આદિ ન હોય તો હું આપું અને તમારા વડે ચોરીને લાવેલા વસ્તુનો ખરીદનાર કોઈ ન હોય તો હું વેચી આપીશ આ પ્રકારના વચન વડે ચોરોને વ્યાપાર કરાવતા અને સ્વકલ્પનાથી ચોરીને કરાવવાના વ્યાપારનો પરિહાર કરતા વ્રત સાપેક્ષ એવા શ્રાવકને અતિચાર થાય છે. ૧II
અને ચોર વડે લાવેલું અલ્પ દ્રવ્યથી લોભના દોષને કારણે પ્રચ્છન્ન ગ્રહણ કરતો ચોર થાય છે. જે કારણથી કહેવાયું છે –
ચોર, ચોરી કરાવનાર, ચોરને સલાહ આપનાર, ભેદને જાણનાર ચોરીના જુદા જુદા ઉપાયને જાણનાર, કાણકક્રયીકચોરીનો માલ સસ્તામાં ખરીદ કરનાર, ચોરને ભોજન આપનાર અને ચોરને સ્થાન આપનાર એમ સાત પ્રકારના ચોર કહેવાયેલા છે. ll૧૧૧ાા” ().
તેથી ચોરી કરવાથી વ્રતભંગ છે અને વ્યાપાર જ મારા વડે કરાય છે, ચોરી કરાતી નથી એ પ્રકારના અધ્યવસાયથી વ્રતના અનપેક્ષપણાનો અભાવ હોવાથી ભંગ નથી એથી ભંગાભંગરૂપ અતિચાર છે. III
વિરુદ્ધ રાજ્યનો અતિક્રમ જો કે વળી પોતાના સ્વામીના અનનુજ્ઞાત પરકટકાદિ પ્રવેશનું સ્વામીજીવઅદત્ત, તીર્થંકર વડે અદત્ત અને ગુરુ વડે અદત એ પ્રકારના અદત્તાદાનના લક્ષણના યોગથી અને વિરુદ્ધ રાજ્ય અતિક્રમ કરનારાઓને ચીર્યદંડનો યોગ હોવાથી, અદત્તાદાનરૂપપણું હોવાના કારણે ભંગ જ છે, તોપણ વિરુદ્ધ રાજ્ય અતિક્રમો કરનારા મારા વડે વાણિજ્ય જ કરાયું છે, ચૌર્ય નહિ એ પ્રકારની ભાવનાથી વ્રતસાપેક્ષપણું હોવાના કારણે અને લોકમાં “આ ચોર છે" એ પ્રકારના વ્યપદેશનો અભાવ હોવાથી આ અતિચાર =વિરુદ્ધ રાજ્યાતિક્રમ ત્રીજા વ્રતનો અતિચાર છે. Imal
અને હીન-અધિક માન-ઉત્માનનો વ્યવહાર અને પ્રતિરૂપકવ્યવહાર પરને ઠગેલ હોવાથી પરધનના ગ્રહણરૂપપણું હોવાથી ભંગ જ છે. ફક્ત ખાતર કરવું આદિ જ ચોરી છે, કૂટતુલા આદિ વ્યવહાર અને