________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૪
૬૩
અને અહીં મિથ્યા ઉપદેશ જો કે હું મૃષા બોલાવીશ નહિ એ પ્રકારના પચ્ચક્ખાણમાં અથવા હું મૃષા બોલીશ નહિ, બોલાવીશ નહિ એ પ્રકારના પચ્ચક્ખાણમાં ભંગ જ છે. વળી હું મૃષા બોલીશ નહિ એટલા જ પચ્ચક્ખાણમાં કોઈ રીતે ભંગ નથી તોપણ સહસાત્કાર દ્વારા, અનાભોગ દ્વારા કે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર દ્વારા મૃષાવાદમાં પરના પ્રવર્તનના વ્રતનો આ અતિચાર છે. અથવા વ્રતના સંરક્ષણની બુદ્ધિથી પરના વૃત્તાંતના કથન દ્વારા મૃષા ઉપદેશને આપતા શ્રાવકને આ અતિચાર છે; કેમ કે વ્રતનું સાપેક્ષપણું હોવાથી અને મૃષાવાદમાં પરનું પ્રવર્તન હોવાથી વ્રતનું ભગ્નઅભગ્નપણું છે.
-
‘નનુ’થી શંકા કરે છે - રહસ્યઅભ્યાખ્યાન અસદ્દોષના અભિધાનરૂપપણારૂપે પચ્ચક્ખાણ કરેલ હોવાથી ભંગ જ છે, પરંતુ અતિચાર નથી.
ગ્રંથકારશ્રી તેને કહે છે તારી વાત સાચી છે, પરંતુ જ્યારે પરના ઉપધાતક એવું રહસ્યનું અભ્યાખ્યાન અનાભોગાદિથી કહે છે ત્યારે સંક્લેશનો અભાવ હોવાને કારણે વ્રતના અનપેક્ષપણાનો અભાવ હોવાથી વ્રતનો ભંગ નથી અને પરના ઉપધાતનો હેતુ હોવાથી ભંગ છે એથી ભંગઅભંગરૂપ અતિચાર છે. વળી, જ્યારે તીવ્ર સંક્લેશથી કહે છે ત્યારે વ્રતનિરપેક્ષપણું હોવાથી ભંગ છે. અને કહે
છે
-
“સહસા અભ્યાખ્યાનને જાણતો=“મને સ્પષ્ટ નિર્ણય નથી પરંતુ હું કલ્પના કરીને આ પ્રમાણે કહું છું એ સહસા અભ્યાખ્યાન છે” એમ જાણતો જો કરે તો વ્રતનો ભંગ છે અને જો વળી, અનાભોગાદિથી કરે તો અતિચાર છે. 1199011" ()
ફૂટલેખનું કરણ જો કે કાયાથી મૃષાવાદ ન કરું એ વ્રતવાળાને અથવા ન કરવું અને ન કરાવવું એ વ્રતવાળાને ભંગ જ છે. અત્યવ્રતમાં વળી,=વાચાથી મૃષાવાદ ન બોલું એ વ્રતમાં ભંગ નથી તોપણ સહસાત્કાર આદિથી કે અતિક્રમ આદિથી અતિચાર છે. અથવા મૃષાવાદ એટલે મૃષા બોલવું એ મારા વડે પચ્ચક્ખાણ કરાયું છે. વળી, આ લેખન છે=મૃષાલેખન છે એ પ્રકારની ભાવનાથી વ્રતસાપેક્ષ મુગ્ધબુદ્ધિવાળા શ્રાવકને અતિચાર છે.
થાપણ-અપહારમાં વળી સાક્ષાત્ જ અદત્તાદાન થાય છે અને આનું=ન્યાસ-અપહારનું, ‘તારું મારી પાસે કંઈ પણ નથી' એ પ્રકારે અનાભોગાદિથી અપલાપ કરનારને મૃષાવાદનું અતિચારપણું થાય છે.
સ્વદારામંત્રભેદ વળી, અનુવાદરૂપપણું હોવાથી સત્યપણું હોવાને કારણે જો કે અતિચાર ઘટતો નથી તોપણ મંત્રણા કરાયેલા અર્થના પ્રકાશનથી જનિત લજ્જાદિથી સ્વદારા આદિને મરણાદિનો સંભવ હોવાને કારણે પરમાર્થથી તેનું અસત્યપણું હોવાને કારણે કથંચિત્ ભંગરૂપપણું હોવાથી અતિચાર જ છે.
‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૨૪/૧૫૭ના