________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૮ પુરુષને સમ્યગ્દર્શન આદિ લક્ષણ આય તે સમાય અને તેને ઇકણું પ્રત્યય લાગવાથી સામાયિક શબ્દ બને છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે શ્રાવક સામાયિકના ક્રિયાકાળમાં બાહ્ય કોઈ પદાર્થ પ્રત્યે રાગદ્વેષ ન થાય અને વિતરાગ અને વીતરાગ થવાના ઉપાયભૂત ગુણો પ્રત્યે રાગ ધારણ કરીને અને તે ગુણોની નિષ્પત્તિ પ્રત્યે થતી સ્કૂલનામાં દ્વેષ ધારણ કરીને સામાયિકની ક્રિયાઓ કરે છે ત્યારે સંસારના સર્વ ભાવો પ્રત્યે મધ્યસ્થ પરિણામવાળા હોય છે અને તેવા શ્રાવકને તે સામાયિકની ક્રિયાથી જે રત્નત્રયીની વૃદ્ધિ પ્રાપ્ત થાય છે તે સામાયિક છે. (iii) સામાયિકની ત્રીજા પ્રકારે વ્યુત્પત્તિ :
સામાયિકનો ત્રીજો અર્થ કર્યો કે સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવરૂપ સમપરિણામનો લાભ તે સમાય છે. તેથી જે શ્રાવક સામાયિકના ક્રિયાકાળ દરમ્યાન છ કાયના જીવો પ્રત્યે આ સર્વ જીવો પોતાના તુલ્ય છે એ પ્રકારનો પરિણામ ઉલ્લસિત થાય એ પ્રકારના ભાવોથી આત્માને વાસિત કરે છે તેવો સામાયિકનો પરિણામ સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવની વૃદ્ધિ દ્વારા સર્વવિરતિની પ્રાપ્તિનું કારણ બને છે.
આ ત્રણ અર્થોથી શું ફલિત થાય ? તે કહે છે – મન-વચન-કાયાના સાવદ્યયોગના પરિહારપૂર્વક પાંચ ઇન્દ્રિય અને મનના સંવરરૂપ નિરવઘયોગ સ્વરૂપ અનુષ્ઠાન કરે એવો જીવનો પરિણામ સામાયિક છે. (૨) દેશાવગાસિકવ્રત:
બીજું શિક્ષાવ્રત દેશઅવકાશ છે. તેનો અર્થ કરતાં ટીકાકારશ્રી કહે છે – દેશમા=યોજનશતાદિ પરિમાણ ૩૫ પૂર્વમાં સ્વીકારાયેલા દિવ્રતરૂપ છઠા ગુણવ્રતના વિભાગમાં પ્રતિદિન અવકાશ છે જેને=પ્રત્યાખ્યયપણાથી વિષય છે જેને તે દેશઅવકાશવંત છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે વિવેકસંપન્ન શ્રાવકને જ્ઞાન છે કે આત્મા માટે સંપૂર્ણ મન-વચન-કાયાનો રોધ કરીને વીતરાગભાવને અનુકૂળ સર્વવિરતિમાં ઉદ્યમ કરવો તે જ એકાંતે હિતાવહ છે, પરંતુ પોતે સર્વસાવદ્યની નિવૃત્તિ કરીને સદા ત્રણ ગુપ્તિમાં રહી શકે તેમ નથી, તેથી સદા સમભાવની વૃદ્ધિમાં ઉદ્યમ કરી શકતો નથી અને અસમભાવના પરિણામવાળો શ્રાવક ગમે તેટલી પાપની નિવૃત્તિ કરે તો પણ તપાવેલા ગોળા જેવો અન્ય જીવને પીડા કરનાર છે. અને પોતે પોતાના દેશમાં રહેલો હોવા છતાં પોતાના સાવદ્ય પરિણામને કારણે આખા જગતના જીવો પ્રત્યે હિંસાનું કારણ પોતે બને છે, તેથી પોતાની પ્રવૃત્તિથી જીવોની હિંસાના નિરોધ અર્થે દિક્પરિમાણવ્રત ગ્રહણ કરે છે, જે દિક્પરિમાણવ્રત જાવજીવ હોઈ શકે અને તેવી શક્તિ ન હોય તો શક્તિ અનુસાર દીર્ધકાલ અવધિવાળું પણ હોઈ શકે. અને તે વ્રત અનુસાર મન-વચનકાયાથી તે ક્ષેત્રમાં જવાની જે નિવૃત્તિ શ્રાવક કરે છે તે અતિપરિમિત ક્ષેત્ર નથી પરંતુ પોતાના જીવનકાળ દરમ્યાન કે પોતાના દીર્ધકાળના વ્રત દરમ્યાન જેટલો સંકોચ પોતે કરી શકે તેટલા પરિમાણવાનું છઠું વ્રત છે અને તે વ્રતમાં પ્રતિદિન શક્તિ અનુસાર સંકોચ કરવા અર્થે શ્રાવક દેશઅવકાશરૂપ શિક્ષાવ્રત ગ્રહણ કરે