________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૮
૪૯ ઇન્દ્રિયને અવલંબીને મન-વચન-કાયાના વ્યાપારનો ત્યાગ કરીને આત્માના અસંગભાવની પ્રાપ્તિનું કારણ બને તે રીતે શ્રુતવચનથી કે શ્રુતાનુસાર ઉચિત આચરણાથી, સદા આત્માને વાસિત કરીને તે પ્રકારે સંસારિક ભાવોથી અવ્યાપારવાળા થાય છે. તેમ શ્રાવક પણ સાધુની જેમ જ પૌષધકાળ દરમ્યાન આત્માના અસંગભાવમાં જવા માટે ઉદ્યમ કરીને શરીરસત્કારાદિ ક્રિયાઓનો ત્યાગ કરીને અવ્યાપારવાળા થાય છે. ફક્ત સાધુ કર્મબંધને અનુકૂળ શરીરસત્કારાદિ ચારે ક્રિયાઓનો ત્યાગ કરીને સાંસારિક ભાવોના અવ્યાપારવાળા સદા હોય છે અને શ્રાવક પૌષધ દરમ્યાન સાધુ જેવા હોય છે, તેથી સાધુની અવ્યાપારની પ્રવૃત્તિ કાળમર્યાદાવાળી નથી અને શ્રાવકની અવ્યાપારની પ્રવૃત્તિ કાળમર્યાદાવાળી છે. આથી સર્વથા સાધુ તુલ્ય શ્રાવક નથી પરંતુ સાધુ તુલ્ય થવા માટે શ્રાવક અભ્યાસ કરે છે.
અહીં ચાર પ્રકારના પૌષધમાં મુખ્ય પૌષધ અવ્યાપારરૂપ છે અને તેના અંગભૂત શરીરસત્કારાદિ ત્રણ વ્યાપારો છે. સાધુ અવ્યાપારવાળા હોવાથી જ ચારે પૌષધ સેવનાર શ્રાવકની જેમ જાવજીવ વર્તે છે અને શ્રાવકમાં તે ચારે વ્યાપાર સેવવાની શક્તિ ન હોય તો એક, બે પ્રકારે પણ પૌષધોપવાસરૂપ વ્રત સ્વીકારે છે. શક્તિ સંચિત થાય તો ચારે પ્રકારના પૌષધ સ્વીકારે જેનાથી સર્વવિરતિના અભ્યાસરૂપ શિક્ષાવ્રતનું પાલન થાય.
સંક્ષેપથી એ પ્રાપ્ત થાય કે આહારના ત્યાગથી શ્રાવક અભોજન ભાવનાથી આત્માને ભાવિત કરીને આહારસંજ્ઞાનો ઉચ્છેદ કરવા પ્રયત્ન કરે છે, શરીરસત્કારના ત્યાગથી આત્માના અશરીર સ્વભાવની ભાવનાથી આત્માને ભાવિત કરીને પરિગ્રહ સંજ્ઞાનો ઉચ્છેદ કરવા પ્રયત્ન કરે છે, અબ્રહ્મના ત્યાગથી આત્માના અવેદ સ્વભાવની ભાવનાથી આત્માને ભાવિત કરીને મૈથુન સંજ્ઞાનો ત્યાગ કરવા પ્રયત્ન કરે છે અને અવ્યાપાર દ્વારા આત્માને અક્રિય સ્વભાવની ભાવનાથી ભાવિત કરીને આત્માના શુદ્ધ સ્વભાવમાં સ્થિર થવા યત્ન કરે છે. (૪) અતિથિસંવિભાગવ્રત :
અતિથિ ભગવાનના શાસનમાં રહેલાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા છે. તેઓ ઘરે આવ્યાં હોય ત્યારે ભક્તિથી અભ્યત્યાન કરવામાં આવે, આસનપ્રદાન કરવામાં આવે, પાદપ્રમાર્જન કરવામાં આવે અને નમસ્કાર આદિથી તેમની પૂજા કરીને શક્તિ અનુસાર તેમને કહ્યું એવાં અન્ન-પાન-વસ્ત્ર-વસતિ આદિના પ્રદાન દ્વારા સંવિભાગ કરવામાં આવે તે અતિથિસંવિભાગવત છે.
સાધુ-સાધ્વી-શ્રાવક શ્રાવિકા ગુણસંપન્ન જીવો છે અને સદા મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત છે. સાધુ-સાધ્વી નિરવદ્ય જીવન જીવવાવાળાં છે જ્યારે શ્રાવક-શ્રાવિકા સંપૂર્ણ નિરવદ્ય જીવન જીવવાની ઇચ્છાવાળાં છે અને શક્તિ અનુસાર નિરવદ્ય જીવન જીવવાની શક્તિનો સંચય કરનારાં છે. આ પ્રકારના તેઓના ગુણોના સ્મરણપૂર્વક કરાયેલી ઉત્તમ ભક્તિથી સર્વવિરતિની પ્રાપ્તિ પ્રત્યેના બહુમાનના કારણે સર્વવિરતિની પ્રાપ્તિનું પ્રબળ કારણ અતિથિસંવિભાગવ્રત બને છે, તેથી સંપૂર્ણ નિરવદ્ય જીવન જીવવાના અભ્યાસરૂપ અતિથિસંવિભાગવત છે.
અહીં વિશેષ એ છે કે વીરભગવાન સંયમઅવસ્થામાં કેવળજ્ઞાન પામ્યા ન હતા ત્યારે ક્ષપકશ્રેણીને