________________
૪૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૮ છે. તે દેશઅવકાશવ્રતમાં શ્રાવક પ્રતિદિન જેટલી ક્ષેત્રની મર્યાદા અલ્પ કરી શકે તે પ્રમાણે અલ્પ કરીને તેનાથી બહાર કાયાથી જવાનો નિષેધ કરે છે, વચનથી કોઈને મોકલવાનો નિષેધ કરે છે કે કોઈને બોલાવવાનો નિષેધ કરે છે અને મનથી પણ તે ક્ષેત્રમાં જઈને હું અમુક કાર્ય કરીશ ઇત્યાદિ વિચારવાનો નિષેધ કરે છે. આ રીતે દેશઅવકાશ વ્રતગ્રહણ કરે તો તેનો તપ્ત અયોગોલક તુલ્ય તપાવેલા લોખંડના ગોળા તુલ્ય જે હિંસક ભાવ છે તે હિંસકભાવ તે દિવસ માટે અતિમર્યાદિત ક્ષેત્રવાળો થવાથી સંવરભાવને પ્રાપ્ત કરે છે અને આ વ્રતગ્રહણ કરનાર શ્રાવકને સદા ઇચ્છા હોય છે કે જગતના સર્વ ભાવો પ્રત્યે સમભાવની વૃદ્ધિ થાય તે પ્રકારે ત્રણ ગુપ્તિના પરિણામવાળો હું થઈશ ત્યારે સર્વથા નિરવદ્યયોગવાળો બનીશ. ત્યાં સુધી મારામાં જે કાંઈ સાવયોગ છે તેને ક્ષેત્રથી સંકોચ કરીને હું સીમિત કરું જેથી નિરવદ્યયોગની શક્તિનો સંચય થાય.
વળી, શ્રાવક સાવદ્યયોગવાળા છે, તેથી જ ક્ષેત્રનો સંકોચ કરીને નિરવદ્યયોગની શક્તિનો સંચય કરે છે જ્યારે છઠા ગુણસ્થાનકવાળા યોગી સર્વથા નિરવદ્યયોગવાળા છે, તેથી જ તેઓ ગમન આદિ વિષયક કોઈ પણ ક્ષેત્રનો સંકોચ કરતા નથી. (૩) પૌષધોપવાસઃ
પૌષધ એટલે અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વ દિવસ અને તે પર્વદિવસરૂપ પૌષધમાં ઉપવસન=ગુણોની સાથે વસન તે પૌષધોપવાસ. આ પ્રકારનો પૌષધોપવાસ શબ્દનો સમાસ છે. પૌષધ શબ્દની વ્યુત્પત્તિ એ છે કે જે ધર્મના પોષણને આપે તે પૌષધ અને શ્રાવકને પૂર્ણધર્મ અત્યંત પ્રિય છે, તેથી પૂર્ણધર્મની શક્તિસંચય અર્થે અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વ દિવસમાં શક્તિ અનુસાર ચાર પ્રકારના ઉપવાસને કરે છે, તેથી પર્વદિવસ શ્રાવકના ધર્મને પોષણ કરનાર છે, તેથી પર્વદિવસ ધર્મના પોષણને કરે છે માટે પૌષધ છે.
વળી, ઉપવાસનો અર્થ કરે છે કે શ્રાવક આરંભ-સમારંભ દોષથી અપવૃત્ત થઈને ગુણોની સાથે સમ્યફવાસ કરે તે ઉપવાસ છે. શરીરના શોષણરૂપ બાહ્ય ઉપવાસ એ ઉપવાસ નથી. આ પૌષધોપવાસ ચાર પ્રકારના છે.
૧. શરીરસત્કારનો ત્યાગ ૨. વ્યાપારનો ત્યાગ ૩. અબ્રહ્મનો ત્યાગ ૪. આહારનો ત્યાગ. શરીરસત્કારાદિ ચાર પ્રકારના દોષને પોષક પ્રવૃત્તિના ત્યાગપૂર્વક વીતરાગતા આદિ ગુણોની વૃદ્ધિને અનુકૂળ યત્ન એ પર્વદિવસોમાં કરાતો પૌષધ ઉપવાસ છે.
આશય એ છે કે સર્વવિરતિવાળા સાધુ જેમ કર્મબંધના કારણભૂત શરીરસત્કારનો ત્યાગ કરીને દેહ પ્રત્યે નિર્મમ ભાવવાળા થાય છે, અબ્રહ્મનો ત્યાગ કરીને આત્માના બ્રહ્મભાવમાં જવાના ભાવવાળા થાય છે, વળી, સાધુ દેહને પોષક એવા આહારનો આજીવન ત્યાગ કરીને માત્ર સંયમની વૃદ્ધિનું કારણ બને તે રીતે ઉચિત આહાર ગ્રહણ કરે છે. પરમાર્થથી તો આહારગ્રહણકાળમાં કે આહારઅગ્રહણકાળમાં સાધુ પોતાના અણાહારીભાવની વૃદ્ધિમાં જ યત્ન કરે છે, તેથી ભિક્ષા માટે જાય ત્યારે વિચારે છે કે સંયમને ઉપષ્ટભક આહાર મળશે તો સ્વાધ્યાયાદિમાં ઉદ્યમ કરીને સંયમની વૃદ્ધિ કરીશ અને નહિ મળે તો બાહ્ય તપ કરીને સંયમની વૃદ્ધિ કરીશ, તેથી સાધુ સદા આહારના ત્યાગવાળા જ છે. વળી, સાધુ પાંચ ઇન્દ્રિયોના અને પાંચે