________________
૪૬.
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૩ | સૂત્ર-૧૮ સામાયિક, દેશઅવકાશ, પૌષધઉપવાસ અને અતિથિસંવિભાગ એ પ્રમાણે સમાસ છે. ચાર-ચાર સંખ્યાવાળાં શિક્ષાપદો છે=સાધુ ધર્મના અભ્યાસરૂપ શિક્ષા તેનાં સ્થાનો છે. ૧૮/૧૫૧ાા ભાવાર્થ :
સર્વવિરતિના અર્થી શ્રાવક સર્વવિરતિના શક્તિસંચય અર્થે પાંચ મહાવ્રતને અનુરૂપ કંઈક શક્તિસંચય થાય તે માટે પાંચ અણુવ્રતને ગ્રહણ કરે છે અને તે અણુવ્રતને અતિશયિત કરવા માટે ત્રણ ગુણવ્રત ગ્રહણ કરે છે અને સાધુ ધર્મના વિશિષ્ટ અભ્યાસ અર્થે ચાર શિક્ષાવ્રત ગ્રહણ કરે છે જે શિક્ષાવ્રતના બળથી તે મહાત્માઓ શીધ્ર સર્વવિરતિને અનુકૂળ સંચિત વીર્યવાળા બને છે. તે શિક્ષાવ્રત ચાર છે. (૧) સામાયિક :
સામાયિક શબ્દની ત્રણ પ્રકારે વ્યુત્પત્તિ ટીકાકારશ્રીએ કરેલ છે. (i) સામાયિકની પ્રથમ પ્રકારે વ્યુત્પત્તિ :
મોક્ષની નિષ્પત્તિ પ્રત્યે સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર સદૃશ સામર્થ્યવાળા છે, તેથી સમ છે અને તેનો લાભ તે સમાય છે. સમયમાં સ્વાર્થમાં ઇકણું પ્રત્યય લાગેલ છે, તેથી સામાયિક શબ્દ બનેલ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્મામાં જિનવચન અનુસાર પદાર્થને જોવાની નિર્મળ દૃષ્ટિરૂપ સમ્યગ્દર્શન છે, ભગવાને કહેલા શાસ્ત્રવચનથી સમ્યજ્ઞાન થયેલું છે અને તે જ્ઞાનથી નિયંત્રિત સર્વ ઉચિત આચરણાઓ જે મહાત્મા કરે છે તે ત્રણ, સમાન સામર્થ્યથી=સમાન પરિણામથી જીવને મોક્ષ પ્રત્યે ગમન કરાવે છે.
આશય એ છે કે જીવમાં સમ્યગ્દર્શન પ્રગટે છે ત્યારે સર્વકર્મરહિત એવી મુક્ત અવસ્થા જીવને સારભૂત જણાય છે અને તેના ઉપાયભૂત ત્રણ ગુપ્તિ સારભૂત જણાય છે. તેથી સમ્યગ્દષ્ટિવાળા મહાત્માને મોક્ષ અને મોક્ષના ઉપાય પ્રત્યે તીવ્ર રુચિનો પરિણામ છે જે સ્વસામર્થ્યરૂપ સદા મોક્ષને અભિમુખ યત્ન કરવા માટે જીવને ઉત્સાહિત કરે છે.
વળી, જિનવચનના શાસ્ત્રના અધ્યયનથી જે સૂક્ષ્મબોધ થાય છે તે જ્ઞાન પણ તે મહાત્માને મોક્ષ અને મોક્ષના ઉપાય પ્રત્યે તીવ્ર પ્રયત્ન કરાવવા ઉત્સાહિત કરે છે. અને સમ્યગ્વારિત્ર પણ મોક્ષ અને મોક્ષના ઉત્તર ઉત્તરના ઉપાયને પ્રાપ્ત કરાવવા માટે તીવ્ર ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરાવે છે, તેથી રત્નત્રયી મોક્ષની નિષ્પત્તિ પ્રત્યે સદશ સામર્થ્યવાળી છે, માટે સમ છે. અને તેનો લાભ જેનાથી થાય તે સામાયિક છે. અર્થાત્ સદશ સામર્થ્યવાળી રત્નત્રયીનો લાભ જે ક્રિયાથી થાય તેવી ક્રિયા જે શ્રાવક કરે છે તે સામાયિક નામનું શિક્ષાવ્રત છે, તેથી જે શ્રાવક પોતાની શક્તિ અનુસાર સામાયિક ઉચ્ચરાવીને પોતાના આત્મામાં રત્નત્રયીની વૃદ્ધિ થાય તેવા સૂક્ષ્મબોધપૂર્વક સામાયિક કાળમાં યત્ન કરે તો તે સામાયિકની ક્રિયા સંપૂર્ણ નિરવદ્ય જીવનરૂપ સાધુધર્મની પ્રાપ્તિ માટે અભ્યાસરૂપ બને છે. (ii) સામાયિકની બીજા પ્રકારે વ્યુત્પત્તિ :
સામાયિકનો બીજો અર્થ કર્યો કે રાગદ્વેષની અંતરાલવર્તીપણાથી મધ્યસ્થ છતાં, એવા સમપરિણામવાળા