________________
પ૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ સૂત્ર-૨૧ પ્રશંસા છે અને અહીં=સંસ્તવમાં, સંસ્તવ સંવાસજનિત વસ્ત્રદાન, ભોજનદાન, આલાપઆદિરૂપ પરિચય ગ્રહણ કરાય છે, સ્તવનરૂપ નહિ. અને તે પ્રકારે સંસ્તવ, પરિચય છે તે પ્રકારે લોકમાં પ્રતીત જ છે; કેમ કે સમ્ પૂર્વક તુ ધાતુ પરિચયમાં છે. “અસંતુષ પ્રમં મg' ઈત્યાદિ વાક્યમાં સ્તવ' શબ્દ પરિચય અર્થમાં છે તેની જેમ અહીં પણ સંતવ શબ્દ પરિચય અર્થમાં છે.
તિ' શબ્દ શંકા આદિ પાંચે પદોના અર્થતા કથનની સમાપ્તિ માટે છે.
ત્યારપછી=શંકા આદિ પાંચે પદોનો અર્થ કર્યા પછી, શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદૃષ્ટિ પ્રશંસા સંસ્તવ એ પ્રમાણે સમાસ છે.
શંકા આદિ શું છે ? એથી કહે છે – સમ્યગ્દષ્ટિના=સમ્યફદર્શનના અતિચારો=વિરાધનાના પ્રકારો પ્રાપ્ત થાય છે, કેમ કે શુદ્ધ તત્વના શ્રદ્ધાના બાપનું વિધાયિપણું છે=શંકાદિ અતિચારોનું શુદ્ધ તત્વના શ્રદ્ધાનને મલિન કરવાપણું છે.
તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ર૧/૧૫૪ ભાવાર્થ :
ઉપદેશક યોગ્ય શ્રોતાને સમ્યક્તના અતિચાર બતાવતાં કહે છે કે ભગવાનના વચનમાં લેશ પણ શંકા થાય તો સમ્યક્ત મલિન થાય છે. જેઓને ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા છે કે જીવના એકાંત હિતનું કારણ સર્વજ્ઞનું વચન છે અને સર્વજ્ઞના વચનથી નિયંત્રિત ઉચિત પ્રવૃત્તિ છે', તેઓ ભગવાનના વચનમાં શંકારહિત હોવાથી જિનવચનના પરમાર્થને જાણવા માટે જિનવચન અનુસાર પ્રવૃત્તિ કરવામાં શક્તિના પ્રકર્ષથી ઉદ્યમ કરે છે. જેઓ જિનવચનને જાણવા માટે યત્ન કરતા નથી અથવા જિનવચનને જાણીને શક્તિના પ્રકર્ષથી સ્વશક્તિ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરતા નથી તેઓને જિનવચનમાં વ્યક્ત કે અવ્યક્ત શંકા છે અથવા જિનવચનમાં અનાભોગ છે અથવા વિપરીત બોધ છે. અર્થાત્ જિનવચન એકાંતે હિતકારી છે તેવો સ્પષ્ટ બોધ નથી તે અનાભોગ છે અથવા જિનવચન એકાંતે હિતકારી નથી તેવો વિપરીત નિર્ણય છે, તેથી સંશય અનધ્યવસાય અને અનાભોગનો પરિહાર કરીને સૂક્ષ્મ બુદ્ધિથી જિનવચન કઈ રીતે એકાંતે હિતકારી છે તેનો નિર્ણય કરવા યત્ન કરવો જોઈએ. જેથી યોગમાર્ગની પ્રવૃત્તિમાં દૃઢ યત્ન થાય.
અહીં શંકા શબ્દથી અનાભોગનું ઉપલક્ષણથી ગ્રહણ છે અને વિપર્યાસ એ અતિચારરૂપ નથી, પણ મિથ્યાત્વરૂપ જ છે.
વળી, શંકા, કાંક્ષા અને વિચિકિત્સાનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ પૂર્વમાં જ્ઞાનાદિ આચારના કથનરૂપ સૂત્ર-૨/૧૧માં કરેલ છે, તેથી ટીકાકારશ્રીએ તેનો અર્થ અહીં કરેલ નથી. વળી, અન્ય દર્શનવાળા જીવોનું પ્રશંસા અને સંસ્તવ સમ્યક્તના અતિચાર છે એમ ઉપદેશક કહે અને તેમાં પોતાના કોઈક પરિચિયવાળા હોય તેઓ ધર્મપરાયણ જીવન જીવતા હોય અને પ્રકૃતિથી દયાળુ સ્વભાવવાળા હોય તેમને જોઈને વિચાર આવે કે “આ લોકો પુણ્યશાળી છે, આ લોકોનો જન્મ સફળ છે અને આ લોકો દયાળુ છે.” જેમ તામલી