________________
կկ
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૧, ૨૨ તાપસ ધર્મપરાયણ પ્રકૃતિવાળા હતા અને પોતાના મનુષ્યભવને સફળ કરવા માટે તાપસી દીક્ષા ગ્રહણ કરી તાપસધર્મવાળાની તે પ્રકારની જીવનવ્યવસ્થા જોઈને પ્રશંસા કરવામાં આવે તો ભગવાનના વચનથી નિયંત્રિત વિવેકવાળા જીવોની ઉચિત પ્રવૃત્તિથી વિપરીત એવી તેઓની પ્રવૃત્તિમાં પ્રશંસાનો પરિણામ થાય, તેથી સમ્યક્તમાં મલિનતા આવે.
વસ્તુતઃ ભગવાનનો ધર્મ જેઓએ સૂક્ષ્મ બુદ્ધિથી પ્રાપ્ત કર્યો છે અને ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાવાળા છે તેઓ જ પુણ્યશાળી છે, તેઓનો જ મનુષ્યભવ સફળ છે અને તેઓની દયા વિવેકવાળી છે માટે વિવેકના અભાવવાળા જીવોમાં કંઈક માર્ગાનુસારી ગુણ હોય તોપણ વિપર્યાસથી યુક્ત હોવાથી પ્રશંસાપાત્ર નથી. ફક્ત વિવેકસંપન્ન વ્યક્તિ તેઓના વિપર્યાસ અને માર્ગાનુસારી ભાવનો વિભાગ કરીને તેઓના માર્ગાનુસારી ભાવમાત્રમાં રુચિ ધરાવતા હોય અને ઉચિત સ્થાને વિવેકપૂર્વક પ્રશંસા કરે તો અતિચારની પ્રાપ્તિ થાય નહિ. અન્યથા સમ્યક્તમાં મલિનતા આવે; કેમ કે વિવેક વગરની તેઓની પ્રવૃત્તિમાં પણ અનુમોદનાથી મિથ્યાત્વના અનુમોદનની પ્રાપ્તિ થાય.
વળી, મિથ્યાદષ્ટિ જીવો સાથે સંવાસજનિત પરિચય કરવામાં આવે અર્થાત્ વસ્ત્રદાન, ભોજનદાન કે આલાપસંલાપ કરવામાં આવે તો સમ્યક્તમાં અતિચારની પ્રાપ્તિ થાય; કેમ કે તેઓના વિપરીત ધર્મ પ્રત્યે પણ અનુમોદનાનો પરિણામ થાય. માટે શક્તિ અનુસાર મિથ્યાદૃષ્ટિ જીવો સાથે પરિચયનો ત્યાગ કરવો જોઈએ. અને શંકા આદિ પાંચ અતિચારો ભગવાનના વચનરૂપ શુદ્ધ તત્ત્વમાં શ્રદ્ધાનરૂપ નિર્મળભાવને બાધ કરનાર હોવાથી સમ્યગ્દર્શનના વિરાધનના પ્રકારો કહેવાયા છે. ર૧/૧પ૪ll અવતરણિકા :
તથા –
અવતરણિકાW :
સમજ્યના અતિચાર કહ્યા પછી ૧૨ પ્રકારનાં વ્રતોના અતિચારોની સંખ્યાનો નિર્દેશ કરે છે – સૂત્ર:
व्रतशीलेषु पञ्च पञ्च यथाक्रमम् ।।२२/१५५।। સૂત્રાર્થ -
બતોમાં અને શીલોમાં-પાંચ અણુવ્રતો અને ત્રણ ગુણવ્રતો, અને ચાર શિક્ષાવતોરૂપ શીલોમાં યથાક્રમ પાંચ પાંચ અતિચાર થાય છે. ર૨/૧પપII ટીકા - ___ 'व्रतेषु' अणुव्रतेषु 'शीलेषु च गुणव्रतशिक्षापदलक्षणेषु 'पञ्च पञ्च यथाक्रम' यथापरिपाटि अतिचारा भवन्तीति सर्वत्रानुवर्त्तते इति ।।२२/१५५।।