________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૪ पातादिदण्डकसमुच्चारणाऽसंभ्रान्तकायोत्सर्गकरणलक्षणा, 'निमित्त'शुद्धिः तत्कालोच्छलित
शङ्खपणवादिनिनादश्रवणपूर्णकुम्भभृङ्गारच्छत्रध्वजचामराद्यवलोकनशुभगन्धाघ्राणादिस्वभावा, 'दिक् 'शुद्धिः प्राच्युदीचीजिनजिनचैत्याद्यधिष्ठिताशासमाश्रयणस्वरूपा, 'आकार' शुद्धिस्तु राजाद्यभियोगादिप्रत्याख्यानापवादमुक्तीकरणात्मिकेति ।।१४ / १४७ ।।
૩૫
ટીકાર્થ :
इह રાત્વિકૃતિ ।। અહીં=સૂત્રમાં, શુદ્ધિ શબ્દ પ્રત્યેકની સાથે સંબંધ કરાય છે, તેથી યોગશુદ્ધિ, વંદનશુદ્ધિ, નિમિત્તશુદ્ધિ, દિશુદ્ધિ અને આકારશુદ્ધિ અણુવ્રતાદિના સ્વીકારમાં વિધિ છે. ત્યાં=પાંચ શુદ્ધિમાં કાય, વાણી અને મનોવ્યાપારરૂપ યોગો તેઓની શુદ્ધિ સોપયોગ અને અત્વરાવાળું ગમન, નિરવદ્યભાષણ, શુભચિંતાદિરૂપ શુદ્ધિ છે. વંદનની શુદ્ધિ અસ્ખલિત, અમિલિત, પ્રણિપાત આદિ દંડકના સમુચ્ચારણ અને અસંભ્રાન્ત કાયોત્સર્ગના કરણરૂપ છે. નિમિત્તશુદ્ધિ : તે કાળમાં=વ્રતગ્રહણકાળમાં ઉચ્છલિત=ઊઠેલા શંખ, પણવાદિના=શંખ-નગારા આદિના, ધ્વતિનું શ્રવણ, પૂર્ણકુંભ, શૃંગાર, છત્ર, ધ્વજ, ચામર આદિના અવલોકન અને શુભગંધના આધ્રાણાદિ સ્વભાવવાળી છે. દિશુદ્ધિ ઃ પૂર્વ દિશા કે ઉત્તરદિશારૂપ જિન કે જિનચૈત્યાદિથી અધિષ્ઠિત એવી દિશાના આશ્રયણ સ્વરૂપ છે. વળી, આકારશુદ્ધિ રાજાદિ અભિયોગાદિ પ્રત્યાખ્યાનના અપવાદના મુક્તીકરણ આત્મક છે.
‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૧૪/૧૪૭।
ભાવાર્થ:
ગુરુ યોગ્ય શ્રોતાને વિધિપૂર્વક અણુવ્રતાદિનું પ્રદાન કરે તે વખતે પાંચ પ્રકારની શુદ્ધિપૂર્વક વ્રતગ્રહણ ક૨વામાં આવે તો વિધિની શુદ્ધિને કારણે વ્રતગ્રહણકાળમાં વર્તતા શુભઅધ્યવસાયથી વ્રત પ્રાયઃ ભાવથી પરિણમન પામે છે અને વ્રતને ભાવથી પરિણમન પમાડવા અર્થે પાંચ પ્રકારની શુદ્ધિ આવશ્યક છે.
(૧) યોગશુદ્ધિ :
:
મન-વચન-કાયાના વ્યાપારની શુદ્ધિ કરનાર શ્રાવક વ્રતગ્રહણ કરવા માટે જાય છે ત્યારે પોતાના મનવચન-કાયાના યોગો અત્યંત નિરવઘ થાય તે માટે અત્યંત ઉપયોગપૂર્વક અત્વરાવાળું ગમન કરે, અને વ્રતગ્રહણના સર્વ ક્રિયાકાળમાં અત્યંત ઉપયોગપૂર્વક અત્વરાપૂર્વક ગમન કરે તો કાયાની શુદ્ધિની પ્રાપ્તિ થાય છે.
વળી, વ્રતગ્રહણની પ્રવૃત્તિકાળમાં પ્રસંગે કાંઈ બોલવું પડે તો નિરવધ ભાષણપૂર્વક બોલે, પણ જે તે વચન બોલે નહિ તે વ્રતગ્રહણકાળમાં અપેક્ષિત વાશુદ્ધિ છે.
વળી, વ્રતગ્રહણ કરવા માટે તત્પર થયેલ હોય ત્યારે શુભચિંતવનાદિરૂપ મનોયોગો પ્રવર્તાવે. અર્થાત્ આ દેશવિરતિના વ્રતોને ગ્રહણ કરીને હું તે રીતે પાલન કરીશ જેથી શીઘ્ર સર્વવિરતિની શક્તિનો સંચય