________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૭
ત્યારપછીeભોગ ઉપભોગનો અર્થ કર્યા પછી, બાકીનો સમાસ સ્પષ્ટ કરે છે –
ભોગ અને ઉપભોગ તે ભોગોપભોગ. તેમનું માન=પરિમાણ, તે ભોગોપભોગમાન છે. અર્થ પ્રયોજ=ધર્મ સ્વજન ઇન્દ્રિયગત શુદ્ધ ઉપકારના સ્વરૂપવાળું પ્રયોજન, તેના માટે જે સાવધઅનુષ્ઠાનરૂપ દંડ તેના પ્રતિષેધથી અનર્થદંડ અને તેનઅનર્થદંડ ચાર પ્રકારનો છે. અપધ્યાતથી આચરિત, પ્રમાદથી આચરિત, હિંસાના સાધનના પ્રદાનથી અને પાપકર્મના ઉપદેશના ભેદથી ચાર પ્રકારનો છે. તેની વિરતિ તે અનર્થદંડની વિરતિ છે.
ત્યારપછી તે ત્રણેયનો સમાસ સ્પષ્ટ કરે છે – દિવ્રત, ભોગપભોગમાન અને અનર્થદંડની વિરતિ એ પ્રમાણેનો સમાસ છે. અને આ ત્રણ ગુણવ્રતો છેગુણ માટેaઉપકાર માટે, વ્રતો છે; કેમ કે ગુણવ્રતના સ્વીકાર વગર અણુવ્રતોની તેવા પ્રકારની શુદ્ધિનો અભાવ છે=વિશેષ વિશેષ પ્રકારના વિરતિનું કારણ બને તેવા પ્રકારની શુદ્ધિનો અભાવ છે.
‘તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૧૭/૧૫ના ભાવાર્થ :
ઉપદેશકના વચનથી સમ્યક્તને પામ્યા પછી ધર્મ સેવવા માટે તત્પર થયેલ યોગ્ય જીવમાં સર્વવિરતિના પાલનની શક્તિ ન જણાય ત્યારે ગીતાર્થ ગુરુ દેશવિરતિનો બોધ કરાવે છે તેમાં પાંચ અણુવ્રતોનું સ્વરૂપ ગીતાર્થ ગુરુ યોગ્ય શ્રોતાને કઈ રીતે બતાવે છે ? તેનું સ્વરૂપ સંક્ષેપથી ગ્રંથકારશ્રીએ પૂર્વના સૂત્રમાં બતાવ્યું. હવે તે સ્વીકારાયેલાં પાંચ અણુવ્રતો ઉત્તરોત્તર વૃદ્ધિને પામીને સર્વવિરતિનું કારણ બને તેના માટે ત્રણ ગુણવ્રતો બતાવે છે, જે ગુણવ્રતો અણુવ્રતોને વિશુદ્ધ બનાવીને સર્વવિરતિની પ્રાપ્તિનું કારણ બનવામાં પ્રબળ કારણ બને છે.
ત્રણ ગુણવ્રતોનાં નામ અનુક્રમે આ છે – (૧) દિવ્રત, (૨) ભોગપભોગનું પરિમાણ અને (૩) અનર્થદંડની વિરતિ. (૧) દિવ્રત:
ભગવાનના વચનથી ભાવિત વિવેકી શ્રાવક સૂક્ષ્મબોધવાળા હોય છે, તેથી સતત મોહની સામે સુભટની જેમ યત્ન કરતા સાધુના પરિણામના અત્યંત અર્થી હોય છે અને સામાયિકના પરિણામવાળા સાધુ કાંટાથી આકીર્ણ ભૂમિમાં ગમનની જેમ અત્યંત યતનાપૂર્વક દેહની ક્રિયા કરે છે જેથી સાધુને સંવરનો પરિણામ હોવાથી સાધુની સર્વ ચેષ્ટા સંપૂર્ણ નિરવદ્ય હોય છે. તેવી નિરવઘ ચેષ્ટા શ્રાવક માટે અશક્ય હોવાથી દેશવિરતિના પાલનને કરનાર શ્રાવક પણ તપાવેલા લોઢાના ગોળાની જેમ છે કાયની હિંસા કરનાર છે. છતાં અણુવ્રતો દ્વારા જે કાંઈ હિંસાની નિવૃત્તિ કરે છે તે દશ દિશાના ગમન આદિના પરિમાણ દ્વારા વિશેષ રીતે નિવર્તન કરે છે; કેમ કે દિશાના પરિમાણના અભાવને કારણે અણુવ્રતોની મર્યાદા અનુસાર શ્રાવકનો