________________
૪૩
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૭ (૨) પ્રમાદથી આચરણ કરાયેલી પ્રવૃત્તિ :
જીવે અનાદિથી પ્રમાદનું સેવન કર્યું છે, તેથી અત્યંત મોક્ષના અર્થી સાધુ પણ પ્રમાદવશ થાય ત્યારે સર્વવિરતિમાં અતિચારને પ્રાપ્ત કરે છે, તેમ શ્રાવકનો પણ અનાદિ ભવઅભ્યસ્ત પ્રમાદનો સ્વભાવ છે, તેથી જો સદા પોતાનાં વ્રતોનું સ્મરણ કરીને સર્વવિરતિને અનુકૂળ શક્તિ સંચય માટે યત્ન ન કરે તો લીધેલાં વ્રતોમાં પણ પ્રમાદને વશ ખલનાઓ થાય છે અને પ્રમાદના સંસ્કારોના કારણે નિપ્રયોજન એવી પણ આરંભ-સમારંભ કરવાની વૃત્તિ ઉલ્લસિત થાય છે જે અનર્થદંડ છે. તેથી જે શ્રાવક અનર્થદંડની વિરતિનું વ્રતગ્રહણ કરે તે શ્રાવક પ્રમાદ આચરી અનર્થદંડને સ્મૃતિમાં લાવીને સદા પોતાના વ્રતોમાં અપ્રમાદથી યત્ન કરવા ઉદ્યમ કરે છે, તેથી પ્રમાદ-આચરિત અનર્થદંડની વિરતિ દેશવિરતિને અતિશયિત કરવા માટે ગુણકારી બને છે. (૩) હિંસાનાં સાધનોનું પ્રદાન :
શ્રાવક સર્વવિરતિની શક્તિના સંચય અર્થે અહિંસાદિ પાંચ અણુવ્રતો સ્વીકારે છે, તેથી વિરતિધર શ્રાવકને હિંસા પ્રત્યે સદા જુગુપ્સા રહે છે અને તે જુગુપ્સાને કારણે જ ક્રમસર પોતાના જીવનમાં સાવદ્ય પ્રવૃત્તિઓ અલ્પઅલ્પતર થાય તેવો યત્ન કરે છે. આમ છતાં અનાભોગથી કે અવિચારકતાથી અન્ય જીવોની હિંસાનું કારણ બને તેવા હિંસાનાં સાધનો અન્ય સાથેના પ્રીતિ આદિના સંબંધના કારણે આપે તો તે સાવદ્ય પ્રવૃત્તિમાં પોતાના ભોગાદિના પ્રયોજન વગર નિરર્થક કર્મબંધની પ્રાપ્તિમાં તે શ્રાવક કારણ બને છે, તેથી વિવેકી શ્રાવક તેવાં સાધનો પ્રાયઃ પોતાની પાસે રાખે નહિ અને અત્યંત આવશ્યકતા હોય તો સાધનો રાખે, છતાં તેવાં સાધનો “મારી પાસે છે માટે આવશ્યકતા જણાય તો લઈ જજો” ઇત્યાદિ વચન દ્વારા અન્યને પ્રદાન કરે નહિ. ફક્ત દાક્ષિણ્યને કારણે અને વિવેકપૂર્વક તે સાધનોનો ઉપયોગ કરે તેવા હોય તો ધર્મની મલિનતા ન થાય તે પ્રકારે આપે તો દોષની પ્રાપ્તિ થાય નહિ. (૪) પાપકર્મનો ઉપદેશ :
શ્રાવક સ્વભૂમિકા અનુસાર સાવદ્ય પ્રવૃત્તિના સંકોચ અર્થે અણુવ્રતાદિ સ્વીકારે છે અને શક્તિ અનુસાર અધિક અધિક સંકોચ કરવાનો શ્રાવકને અત્યંત અભિલાષ હોય છે, તેથી અન્ય જીવોને સાવદ્ય પ્રવૃત્તિવિષયક દિશા બતાવવા રૂપે કોઈ કથન કરે નહિ અર્થાત્ “આ કાર્ય તમે આ રૂપે કરશો તો તેનું ફળ તમને પ્રાપ્ત થશે” એ પ્રકારની સંસારની પ્રવૃત્તિવિષયક કોઈ ઉપદેશ અન્યને કહે નહિ જેથી કોઈ પ્રયોજન વગર કર્મબંધનું કારણ બને તેવા અનર્થદંડની પ્રાપ્તિ થાય નહીં.
પ્રસ્તુત સૂત્રમાં બતાવેલાં ત્રણ ગુણવ્રતોથી અણુવ્રતોની તેવી શુદ્ધિ થતી હોવાને કારણે શ્રાવકનાં ગુણવ્રતો અણુવ્રતોને અતિશય કરવામાં પ્રબળ કારણ છે જેથી તે અણુવ્રતોના પાલનથી સર્વવિરતિની શક્તિનો સંચય થાય છે. I૧૭/૧૫ના