________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૫
સૂત્રઃ
ઉરિતોષવાર TI9૧/૧૪૮ાા સૂત્રાર્થ :
અને ઉચિત ઉપચાર=અણુવ્રત ગ્રહણ કર્યા પછી ઉચિત ઉપચાર વિધિ છે. I૧૫/૧૪૮ll ટીકા -
'उचितो' देवगुरुसार्मिकस्वजनदीनाऽनाथादीनामुपचारार्हाणां यो यस्य योग्य 'उपचारो' धूपपुष्पवस्त्रविलेपनाऽऽसनदानादिगौरवात्मकः, स 'च, विधि रित्यनुवर्तत इति ।।१५/१४८।। ટીકાર્ચ -
તો'. તિ | ઉચિત-ઉપચાર યોગ્ય એવા દેવ, ગુરુ, સાધર્મિક, સ્વજન, દીન, અનાથાદિનો જેનો જે યોગ્ય છે તેવો ધૂપ, પુષ્પ, વસ્ત્ર, વિલેપન, આસન આદિનો ગોરવાત્મક ઉપચાર અને તે વિધિ છે એ પ્રમાણે વિધિ શબ્દ પૂર્વસૂત્રમાંથી અનુવર્તન પામે છે.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૧૫/૧૪૮ ભાવાર્થ -
પૂર્વસૂત્રમાં કહ્યું એ વ્રતગ્રહણકાળમાં કરવાની ઉચિતિ વિધિ બતાવી. હવે વ્રતગ્રહણ કર્યા પછી વિશેષ પ્રકારનો ઉચિત વ્યવહાર કરવો જોઈએ; જેથી ગ્રહણ કરાયેલાં વ્રતો સમ્યક્ પરિણમન પામે. તે વિધિ બતાવતાં કહે છે કે શ્રાવક વ્રતગ્રહણ કર્યા પછી પોતાને તે વ્રતો અત્યંત પરિણમન પામે તે અર્થે ઉત્તમ દ્રવ્યોથી વિશેષ પ્રકારે ભગવાનની ભક્તિ કરે અને ગુણવાન એવા ગુરુની ભક્તિ કરે. જેથી તીર્થકરો અને સુસાધુના બહુમાનના કારણે ચારિત્રમોહનીય શિથિલ થાય, જેથી દેશવિરતિ શીધ્ર પરિણમન પામે અને પરિણમન પામેલ હોય તો વિશેષ પરિણમન પામે; કેમ કે તીર્થકરો અને સુસાધુની ભક્તિથી વિશેષ પ્રકારનો સર્વવિરતિને અભિમુખ પરિણામ ઉલ્લસિત થાય છે.
વળી, જે ગુણવાન એવા સાધર્મિકો છે તેઓના ગુણો પ્રત્યેના બહુમાનથી તેમની ભક્તિ કરવામાં આવે તો ગુણો પ્રત્યેના પક્ષપાતના અતિશયના કારણે પણ સ્વીકારાયેલાં વ્રતો શીધ્ર પરિણમન પામે છે અને પરિણમન પામેલાં વ્રતો નિર્મળ થાય છે.
વળી, સ્વજન, દીન-અનાથ આદિનો પણ દાનાદિ દ્વારા ઉચિત સત્કાર કરવામાં આવે તો તેઓને પણ સ્વીકારાયેલા ધર્મ પ્રત્યે આદર થવાનો સંભવ રહે છે, તેથી અન્ય જીવોના કલ્યાણના શુભ આશયપૂર્વક કરાયેલો સ્વજનાદિનો સત્કાર પણ વ્રતની નિર્મળતામાં કારણ બને છે. ll૧૫/૧૪૮૫