________________
૩૮
અવતરણિકા :
अथाणुव्रतादीन्येव क्रमेण दर्शयन्नाह
અવતરણિકાર્ય :
હવે અણુવ્રતાદિને જ ક્રમથી બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે
ભાવાર્થ:
ઉપદેશક યોગ્ય શ્રોતાને કઈ વિધિથી અણુવ્રતો આપે તેનું સ્વરૂપ સૂત્ર-૧૪, ૧૫માં બતાવ્યું. હવે વ્રતગ્રહણ કરતાં પૂર્વે ધર્મગ્રહણ કરવા માટે તત્પર થયેલા યોગ્ય જીવને ઉપદેશક વ્રતગ્રહણ કરતાં પૂર્વે જે અણુવ્રતાદિનું સ્વરૂપ બતાવે છે તેવું સ્વરૂપ ગ્રંથકા૨શ્રી ક્રમસર બતાવે છે
સૂત્ર :
स्थूलप्राणातिपातादिभ्यो विरतिरणुव्रतानि पञ्च ।।१६/१४९।।
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૬
સૂત્રાર્થ :
સ્થૂલપ્રાણાતિપાત આદિથી વિરતિ પાંચ અણુવ્રતો છે. II૧૬/૧૪૯।।
-
ટીકા ઃ
इह प्राणातिपातः प्रमत्तयोगात् प्राणिव्यपरोपणरूपः, स च स्थूलः सूक्ष्मश्च, तत्र सूक्ष्मः पृथिव्यादिविषयः, स्थूलश्च द्वीन्द्रियादित्रसगोचरः, स्थूलश्चासौ प्राणातिपातश्चेति स्थूलप्राणातिपातः, 'आदि' शब्दात् स्थूलमृषावादाऽदत्तादानाऽब्रह्मपरिग्रहाः परिगृह्यन्ते, ते च प्रायः प्रतीतरूपा एव, ततस्तेभ्यः 'स्थूलप्राणातिपातादिभ्यः ' पञ्चभ्यो महापातकेभ्यो 'विरतिः' विरमणम्, किमित्याहसाधुव्रतेभ्यः सकाशात् 'अणूनि' लघूनि ' व्रतानि' नियमरूपाणि अणुव्रतानि, कियन्तीत्याह- 'पञ्चे 'ति पञ्चसंख्यानि पञ्चाणुव्रतानीति, बहुवचननिर्देशेऽपि यद् 'विरति 'रित्येकवचननिर्देशः स सर्वत्र विरतिसामान्यापेक्षयेति । । १६ / १४९ ।।
ટીકાર્ચઃ
इह प्राणातिपातः
વિરતિસામાન્યપેક્ષવેતિ ।। અહીં=વિરતિમાં, પ્રાણાતિપાત પ્રમત્તયોગથી પ્રાણીવ્યપરોપણરૂપ છે=પ્રાણીની હિંસારૂપ છે અને તે સ્થૂલ અને સૂક્ષ્મ એમ બે ભેદથી છે. ત્યાં સૂક્ષ્મ પ્રાણાતિપાત પૃથ્વી આદિ વિષયવાળો છે અને સ્થૂલ પ્રાણાતિપાત બેઇન્દ્રિયાદિ ત્રસવિષયવાળો છે. આ રીતે સ્થૂલ પ્રાણાતિપાતનો અર્થ કર્યા પછી સૂત્રમાં કહેલા ‘સ્થૂલપ્રાતિપાતિમ્યો'નો સમાસ સ્પષ્ટ
કરે છે –