________________
૩૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૪, ૧૫ થાય તે રૂ૫ શુભ ચિંતવન કરે અને વ્રતોના પરિણામથી મન અત્યંત ભાવિત થાય તે પ્રમાણે વ્રતોના સ્વરૂપને સૂક્ષ્મ બુદ્ધિથી વિચારે તે મનોવ્યાપારની શુદ્ધિ છે. (૨) વંદનશુદ્ધિ -
વળી, શ્રાવકને વ્રતગ્રહણકાળમાં તીર્થંકરો આદિને વંદનપૂર્વક વ્રતો ઉચ્ચરાવાય છે, તે વંદનની શુદ્ધિ છે જે આવશ્યક છે. અને વ્રતગ્રહણકાળમાં શ્રાવક દેશવિરતિ ગ્રહણ કરતી વખતે જે પ્રણિપાત આદિ દંડક બોલે છે તે સર્વ અસ્મલિત, અમિલિત ઉચ્ચારણપૂર્વક જિનગણના પ્રણિધાનથી બોલે જેથી ભગવાનના ગુણોથી વાસિત થયેલું ચિત્ત હોવાથી ગ્રહણ કરાતાં વ્રતો શીધ્ર પરિણમન પામે.
વળી, વ્રત ગ્રહણ કરતી વખતે કાયોત્સર્ગ કરાય છે તે પણ ચિત્તના સંભ્રમરહિત, કાયોત્સર્ગ મુદ્રામાં જે શુભચિંતવન કરાય છે તેમાં અત્યંત ઉપયુક્ત થઈને કરે તો વંદનશુદ્ધિની પ્રાપ્તિ થાય. (૩) નિમિત્તશુદ્ધિઃ
શ્રાવક વ્રત ગ્રહણ કરવા માટે તત્પર થયેલ હોય ત્યારે શુભ શુકન થાય તે નિમિત્તશુદ્ધિ છે. જેમ શંખનો ધ્વનિ સંભળાય, કોઈ વાજિંત્રો સંભળાય અથવા પાણીથી ભરેલો કુંભ લઈને કોઈ સ્ત્રી સન્મુખ આવેલી હોય કે છત્ર-ચામર આદિનું દર્શન થાય કે તે વખતે શુભ ગંધ આદિ આવે તે સર્વ નિમિત્તો સૂચન કરે છે કે દુષ્કર એવું ગુણસ્થાનકની વૃદ્ધિને અનુકૂળ આ વ્રત અવશ્ય પોતે સ્વપરાક્રમ દ્વારા પાલન કરી શકશે. (૪) દિશાશુદ્ધિ
પૂર્વદિશા અને ઉત્તરદિશા એ બે દિશામાં જિન અને જિનચૈત્યો ઘણાં છે, તેથી તેમના પ્રત્યેના ભક્તિના પરિણામપૂર્વક તે દિશાને સન્મુખ રહીને વ્રતો ગ્રહણ કરવામાં આવે તો તીર્થંકર આદિ પ્રત્યે બહુમાન ભાવની વૃદ્ધિ થવાથી શ્રાવકને વ્રતો શીધ્ર પરિણામ પામે છે. (૫) આકારશુદ્ધિઃ
શ્રાવક વ્રતગ્રહણ કરતી વખતે વ્રત જે પ્રકારે ગ્રહણ કર્યા છે તે પ્રમાણે પરિપૂર્ણ પાલન થાય, તેમાં કોઈ દોષ ન લાગે તે અર્થે રાજાદિના અભિયોગાદિનો અપવાદ રાખીને વ્રતગ્રહણ કરવામાં આવે તો તે વ્રતગ્રહણકાળમાં આકારશુદ્ધિને કારણે પોતે દઢ રીતે વ્રત પાલન કરી શકશે તેવો વિશ્વાસ ઉત્પન્ન થાય છે, તેથી વ્રતગ્રહણની વિધિથી જ ભાવથી વ્રત પરિણમન પામવાની સંભાવના રહે છે. II૧૪/૧૪૭ના
અવતરણિકા :
તથા -
અવતરણિકાર્ચ -
અને પૂર્વમાં અણુવ્રત પ્રદાનની વિધિ બતાવી. તે વિધિમાં અવશેષ વિધિનો સમુચ્ચય કરતાં કહે છે –