________________
૩૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ / સૂત્ર-૧૩ पञ्च मोचयितुमारब्धाः, यदा तानपि न मुञ्चति तदा द्वयोरुपेक्षणेनैव चत्वारः, एवं तदमोचनेऽपि त्रयो द्वौ यावच्छेषोपेक्षणेन एको ज्येष्ठ इति, ततः संनिहितामात्य-पुरोहिताद्यत्यन्ताभ्यर्थनेन निर्मूलकुलोच्छेदो महते पापायेति पर्यालोचेन च मनाग् मन्दीभूतकोपोद्रेको महीपतियेष्ठं पुत्रमेकं મુનોવેતિ !
अयमत्रार्थोपनयः – यथा 'तद्वसन्तपुरं' नगरं तथा संसारः, यथा राजा तथा श्रावकः, यथा स श्रेष्ठी तथा गुरुः, यथा च षट् पुत्रास्तथाऽमी षट् जीवनिकायाः, यथा च तस्य पितुः शेषपुत्रोपेक्षणेनैकं पुत्रं मोचयतोऽपि न शेषपुत्रवधानुमतिः एवं गुरुर्निजपुत्रप्रायान् षडपि जीवनिकायांस्तैस्तैः प्रव्रज्योत्साहनोपायैर्गृहस्थतया तद्वधप्रवृत्तात् श्रावकात् मोचयति, यदा चासौ नाद्यापि तान् मोक्तुमुत्सहते तदा ज्येष्ठपुत्रप्रायं त्रसकायं शेषोपेक्षणेन मोचयतोऽपि गुरोर्न शेषकायवधानुमतिदोष इति Il૩/૪૬ાા ટીકાર્ય :
પતેઃ '.... અનીતિ ગૃહપતિનો=કહેવાશે એવા કથાનકના કહેવાતારા નામવાળા શ્રેષ્ઠીના રાજગૃહથી જે પુત્રોનું વિમોચન તે જ દષ્ટાંતથી ગુરુને અનુમતિ નથી એમ અત્રય છે. અને ભાવાર્થ કથાનકથી ગમ્ય છે અને તે કથાનક, આ છે –
શેઠના પુત્રોને છોડાવવાના દૃષ્ટાંતથી અણુવ્રતો વગેરે આપવામાં ગુરુને અનુમતિદોષનો પ્રસંગ ન આવે. પુત્રોને છોડાવવા વિષે શેઠનું દૃષ્ટાંત આ પ્રમાણે છે –
મગઘ નામનો દેશ હતો. એ દેશનો મનોહર એવો સર્વ પ્રદેશ સર્વસુંદરીઓના મનોહર વિલાસોને હસી નાખવામાં ઝાંખા પાડવામાં, તત્પર એવી સ્ત્રીઓના કટાક્ષોને ફેંકવાની પરંપરાથી ઓળખાઈ રહ્યો હતો, અર્થાત્ તે દેશની સ્ત્રીઓ સુરસુંદરીઓથી પણ અધિક સારા મનોહર વિલાસો કરતી હતી, અને વારંવાર કટાક્ષો ફેંકતી હતી. તે દેશમાં હિમાલય પર્વતનાં શિખરો જેવા સફેદ મહેલોની શ્રેણિઓ ઉપર રહેલાં નિર્મલ ક્રોડો શિખરોના=અગ્રભાગોના, કારણે અકાળે પણ શરદઋતુનાં વાદળાંઓના વિલાસને કરતું હોય તેવું વસંતપુર નામનું નગર હતું. જિતશત્રુ નામનો રાજા તે નગરનું રક્ષણ કરતો હતો. સેવાના અવસરે રાજાઓ તેમના ચરણોમાં હર્ષ સહિત તમતા હતા. તેના ચરણે તમેલા સર્વ રાજાઓના મસ્તકે પહેરેલા નિર્મલ મુકુટના અગ્રભાગે જડેલા માણિક્યરત્નનાં કિરણોથી તેના બે ચરણરૂપી કમલો રંગાયેલાં હતાં. યુદ્ધમાં તેની પ્રચંડ ભુજાઓથી ચલાવાયેલી તલવારની ધારથી શત્રુઓના ઉન્મત્ત હાથીઓના કુંભસ્થલ ખંડિત થઈ જતા હતા. ખંડિત થયેલા એ કુંભસ્થલોમાંથી મોતીઓનો સમૂહ નીચે પડી જતો હતો. યુદ્ધભૂમિનો સંપૂર્ણ ઘેરાવો નીચે પડેલાં એ મોતીઓથી વ્યાપ્ત બની જતો હતો. તે રાજાને ધારિણી નામની પત્ની હતી. એ ધારિણી સર્વ લોકોનાં નેત્ર અને મનનું આકર્ષણ કરતી હતી, પૂર્વભવોની પરંપરામાં ઉપાર્જન કરેલા પુણ્યસમૂહ વડે નિર્માણ કરેલા