________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૨, ૧૩ અનિરોધમાં પણ, અનુમતિનો પ્રસંગ નથી; કેમ કે પૂર્વમાં જ તેનું વ્રતગ્રહણ કરનારનું, સ્વયં જ ત્યાં=સાવધ અંશમાં, પ્રવૃત્તપણું છે.
કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૨/૧૪પા ભાવાર્થ -
જે ઉપદેશક યોગ્ય શ્રોતા સર્વવિરતિ ગ્રહણ કરવા માટે અસમર્થ છે તેવું જાણ્યા પછી તેને અણુવ્રતાદિનું સ્વરૂપ બતાવીને દેશવિરતિનું પ્રદાન કરે ત્યારે જે અંશમાં શ્રાવકે સાવદ્ય અંશનું પચ્ચખાણ કર્યું છે તેનાથી ઇતર અંશમાં ગુરુને અનુમતિનો દોષ પ્રાપ્ત થશે એ પ્રકારની કોઈને શંકા થાય તેના નિવારણ માટે કહે છે કે “ભગવાને સ્વયં આનંદાદિ શ્રાવકોને અણુવ્રતાદિ આપેલાં છે” તેમ સંભળાય છે. અને ભગવાનને ઇતર સાવદ્ય અંશમાં અનુમતિની પ્રાપ્તિ થઈ શકે નહિ; કેમ કે ભગવાન વીતરાગ છે, તેથી સર્વ ઉચિત જ પ્રવૃત્તિ કરનારા હોય છે અને ઉચિત પ્રવૃત્તિમાં સાવધની અનુમતિનો પ્રસંગ પ્રાપ્ત થઈ શકે નહિ, તેથી જેમ ભગવાને સર્વવિરતિમાં અસમર્થ એવા શ્રાવકોને દેશવિરતિનું પચ્ચખાણ આપ્યું તે વખતે જે અંશમાં આનંદાદિ શ્રાવકોએ પચ્ચકખાણ કર્યું નથી તે અંશમાં ભગવાન સાક્ષી માત્ર ભાવવાળા હતા, પરંતુ તેઓ દેશવિરતિ પાળીને સંસારનાં સુખોને ભોગવે તેવા અનુમોદનના પરિણામવાળા ન હતા, તેથી ભગવાનનાં અણુવ્રતાદિના દાનમાં અનુમતિનો દોષ નથી, તેમ વિવેકી ઉપદેશક પણ વ્રત લેનારા સર્વવિરતિ ગ્રહણ કરવા માટે અસમર્થ જણાય ત્યારે તે શ્રોતાને સર્વવિરતિની શક્તિનો સંચય થાય તદ્અર્થે દેશવિરતિ આપે છે ત્યારે ઇતર અંશમાં ગુરુ સાક્ષી માત્ર ભાવનું અવલંબન કરનારા હોય છે. તેથી ગૃહસ્થ જે દેશવિરતિની મર્યાદા પ્રમાણે ભોગાદિ કરશે તેમાં ગુરુને અનુમતિની પ્રાપ્તિ થશે નહિ. I/૧૨/૧૪પા અવતરણિકા -
कुत एतदिति चेदुच्यते - અવતરણિકાર્ચ -
કેમ આ છે ?sઉપદેશક સર્વવિરતિ ગ્રહણ કરવા માટે અસમર્થને દેશવિરતિ પ્રદાન કરે તો ઈતર અવિરતિના અંશમાં તેને સાક્ષીભાવ માત્ર છે, અનુમતિ નથી એ કેમ છે? એ પ્રમાણે કોઈ પ્રશ્ન કરે તો ઉત્તર આપે છે – સૂત્ર -
गृहपतिपुत्रमोक्षज्ञातात् ।।१३/१४६ ।। સૂત્રાર્થ -
ગૃહપતિના પુત્રના મોક્ષના=વિમોચનના, દષ્ટાંતથી ગુરુને અવિરતિ અંશમાં સાક્ષીભાવ માત્ર છે માટે અનુમતિ નથી. II૧૩/૧૪૬ll.