________________
૪૦
આગમ કથાનુયોગ-૪
જોઈએ. એ રીતે કંડિકા મૂકી દીધી. એક જ પ્રમાણે તેણે યજ્ઞોપવિત પણ મૂકી દીધી. આચાર્ય ભગવંતે કહ્યું, આપણને કોઈપણ ન જાણે કે આપણે બ્રાહ્મણ છીએ. એ પ્રમાણે આર્યરક્ષિતે તેમને બધું જ મૂકાવી દીધું. પછી તેમના કહેવાથી બધાંએ વંદન કર્યું. ત્યારપછી આચાર્યએ કટીપટ્ટક–ધોતી મૂકાવવા કહ્યું કે, આ મૃતકનું જે વહન કરે, તેને મહાનું ફળ પ્રાપ્ત થશે. ત્યારે પૂર્વે સંજ્ઞા કરાયેલ સાધુઓ બોલ્યા, અમે આ મૃતકને વહન કરીશું. પછી આચાર્યના સ્વજનવર્ગે કહ્યું કે, અમે આ મૃતક વહન કરીશું. તેઓ કલહ કરતા આચાર્ય પાસે આવ્યા.
આચાર્યએ કહ્યું કે, મારા સ્વજન વર્ગને કઈ રીતે નિર્જરા પ્રાપ્ત થશે ? ત્યારે તે સ્થવિરે (સોમદેવમુનિએ) પૂછયું, હે પુત્ર ! શું આમાં ઘણી જ નિર્જરા થશે ? આચાર્ય ભગવંતે કહ્યું કે, હા ! થશે. ત્યારે તેણે કહ્યું કે, હું આ મૃતકનું વહન કરીશ. આચાર્યએ કહ્યું કે, અહીં ઉપસર્ગ થશે. બાળકો નગ્ન કરી દેશે. જો તે સહન કરવા સમર્થ હો તો વહન કરો. જો તે સહન કરવા સમર્થ ન હો તો અમને નહીં ગમે. ત્યારે સોમદેવમુનિએ કહ્યું કે, હું તે ઉપસર્ગ સહન કરીશ. જેવું તેણે મૃતક ઉચકર્યું, તુરંત-બાળકો તેની ધોતી ખેંચવા લાગ્યા અને બોલ્યા કે, આ ધોતીને મૂકી દો. તેમણે ધોતી મૂકી દીધી. તુરંત તેને ચોલપટ્ટક પહેરાવ્યો.
ત્યારે તેમણે લજ્જાથી તેનું વહન કર્યું કેમકે પાછળ મારી પુત્રી આદિ મને જુએ છે તેમ વિચાર્યું. એ પ્રમાણે તેમણે ઉત્પનન થયેલ ઉપસર્ગ સહન કર્યો અને ચોલપટ્ટક વહન કર્યો. પછી તે જ રૂપે પાછા આવ્યા. ત્યારે આચાર્ય ભગવંતે પૂછયું કે, કેમ વૃદ્ધ ! આ બધું શું છે ? ત્યારે વૃદ્ધ (સોમદેવે કહ્યું કે, ઉપસર્ગ ઉત્પન્ન થયો. આચાર્યએ કહ્યું કે, એક શાટક (મોટું વસ્ત્ર) લાવો. તેણે કહ્યું, શાટકનું શું કામ છે ? ચોલપટ્ટક ચાલશે. ત્યારપછી તેણે ચોલપટ્ટક જ સ્વીકાર્યો.
ત્યારપછી તે ભિક્ષા લેવા જતા ન હતા. ત્યારે આચાર્યએ વિચાર્યું કે, જો આ ભિલાને માટે નહીં જાય, તો કોણ જાણે ક્યારે શું થશે ? પછી તે એકાકી શું કરશે ? તેમને નિર્જરા પ્રાપ્ત થાય તે માટે પણ કંઈક એવું કરવું કે જેથી તે ભિક્ષા લેવા માટે નીકળે. એ જ પ્રમાણે તેઓ પહેલા પોતાની વૈયાવચ્ચ કરશે, પછી બીજાની વૈયાવચ્ચ પણ કરશે. ત્યારપછી તેમણે બધાં કલ્પ સાગારિક સાધુઓને કહ્યું કે, હું જાઉ છું. તમે એકલા જ પિતા (સોમદેવમુનિ) પાસે સમુદેશ કરજો. તેઓએ એ વાત સ્વીકારી. પછી આચાર્યે કહ્યું, તમે તેમની સાથે સમ્યક્ વર્તન કરજો. હું ગ્રામ જાઉં છું. પછી આચાર્ય નીકળી ગયા.
ત્યારપછી બધાં શિષ્યો ભિક્ષા માટે નીકળ્યા. બધાંએ એકલા જ સમુદેશ કરીઆહાર કર્યો. સોમદેવમુનિએ વિચાર્યું કે, આ લોકો મને આહાર આપતા નથી. કોઈએ પણ તેમને આહાર ન આપ્યો. ત્યારે તેઓ કુદ્ધ થઈને કંઈ જ બોલ્યા નહીં. વિચારવા લાગ્યા કે કાલે મારો પુત્ર (આર્યરક્ષિત) આવશે. ત્યાં સુધી હું રાહ જોઉ કે કદાચ મને કંઈ પ્રાપ્ત થાય. બીજા દિવસે આવીને આચાર્યએ પૂછયું, હે પિતા ! તમે કંઈ આહાર કર્યો ? ત્યારે સોમદેવમુનિએ કહ્યું, જો તું નહીં હો તો હું એક દિવસ પણ જીવી શકીશ નહીં. જે આ