________________
૧૦૨
આગમ કથાનુયોગ-૪
જ હોય તેવો આભાસ ઉત્પન્ન થાય છે. કેટલાંક એક જ છે તેવું માને છે, પણ આ નિર્ણય બહુશ્રુત પાસે કરાવવો. કેમકે બંને અલગ છે તેવું સ્પષ્ટ જણાય છે, વળી પ્રથમ ચંદ્રાવતુંસકની કથા તેણે દીક્ષા લીધી છે માટે શ્રમણ વિભાગમાં જ રહેશે, જ્યારે બીજા ચંદ્રાવતંસકની કથામાં અભિગ્રહ પ્રતિમાયુક્ત હોવાથી શ્રાવક વિભાગમાં જશે. તેમજ પૌષધ પારણ સૂત્રમાં જે ચંદ્રાવતંસકનો ઉલ્લેખ છે, ત્યાં તો તે સ્પષ્ટતયા શ્રાવક છે તેમજ સાબિત થાય છે. કેમકે સાધુને પૌષધ ન હોય.)
(અમે અહીં બંને કથા ક્રમશઃ જ આપી છે. પહેલા ઉત્તરાધ્યયનની વૃત્તિમાં છે તે પ્રમાણે, પછી આવશ્યક વૃત્તિ અને ચૂર્ણિમાં છે તે મુજબ, કેમકે અમોને આ બંને કથા ભિન્ન ભિન્ન જ હોય તેવું સ્પષ્ટ લાગે જ છે.) ૦ ઉત્તરાધ્યયન વૃત્તિ અને શૂર્ણિ અનુસાર કથા :
# આ કથાનો ઉલ્લેખ બ્રહ્મદત્ત ચક્રવર્તીના પૂર્વભવમાં છે. ૦ ચંદ્રાવતંસક – સાગરચંદ્ર ૦ મુનિચંદ્ર કથા :
કોશલના અલંકારભૂત સાકેત નામે નગર હતું. ત્યાં જીવ–અજીવ આદિ તત્વના જાણકાર ચંદ્રાવતંસક નામે રાજા હતો. તેને ધારિણી દેવી નામે પત્ની (રાણી) હતી. તેઓને મુનિચંદ્ર નામે પુત્ર હતો. પછી કોઈ વખતે તે રાજાને સંવેગ ઉત્પન્ન થતા, પોતાના પુત્ર મુનિચંદ્રને રાજ્ય પર અભિષિક્ત કરીને પ્રધ્વજ્યા ગ્રહણ કરી. સારી રીતે પ્રવજ્યાનું પરિપાલન કરીને કર્મરૂપી મળનું નિવારણ કરીને તે અપવર્ગ–મોક્ષે ગયા.
પછી કોઈ વખતે સાગરચંદ્ર નામના આચાર્ય કે જેઓ ઘણાં શિષ્યોથી પરિવરેલા હતા, તેઓ સાકેતનગરી પધાર્યા. ત્યારે મુનિચંદ્ર રાજા તેમના વંદનાર્થે નીકળ્યા. તેણે આચાર્ય ભગવંતને જોયા, તેમની સ્તુતિ કરીને, તેમની પાસે બેઠો, આચાર્ય ભગવંતે તેને વિશુદ્ધ એવા શ્રત અને ધર્મને કહ્યો – ત્યારે મુનિચંદ્રને આ ધર્મ કરવાનો – આચરવાનો અભિલાષ જાગ્યો, ત્યારે પોતાના પુત્રને રાજ્ય પર સ્થાપી મુનિચંદ્રએ દીક્ષા–શ્રામસ્યા ગ્રહણ કર્યું. ત્યારપછી ગ્રહણ–આસેવન શિક્ષા ગ્રહણ કરી.
કોઈ વખતે સાગરચંદ્રસૂરિ પોતાના ગચ્છ સહિત કોઈ સાર્થની સાથે વિહાર કર્યો. મુનિચંદ્રમુનિ પણ તેમની સાથે ચાલતા ગુરુના નિયોગપૂર્વક ભોજનપાન નિમિત્તે નજીકના કોઈ ગામમાં એકાકી જ પ્રવેશ્યા. જ્યારે તેઓ આ રીતે પ્રવેશતા હતા, ત્યારે આચાર્ય ભગવંત સહિત આખો સાર્થ જવા લાગ્યો. તેઓ ભૂલી ગયા કે મુનિચંદ્રમુનિ ગૌચરી અર્થે ગયા છે. ભોજન પાન ગ્રહણ કરીને તુરંત જ તેઓ માર્ગે ચાલવા લાગ્યા. પછી ચારે દિશામાં સાર્થને શોધવા લાગ્યા. પણ સાથેની ભાળ ન મળતા તેઓ માર્ગથી ભ્રષ્ટ થયા.
ત્યારપછી તેઓ અનેક શાર્દુલજાલ, દ્વિપ કદમ્બક શાલ શલકી વગેરે વૃક્ષોને પાર કરતા વિંધ્ય અટવી પહોંચ્યા. ગિરિ કંદરાદિમાં પરિભ્રમણ કરતા તેઓએ ઉચાં-નીચા ભૂમિભાગને જોયો. ભયાનક એવા રીંછ–સ્થાપદ આદિ પશુઓને જોયા તેમ કરતા ત્રીજા દિવસે તેઓ પાર પામ્યા. ત્યારે તેમની કૃષિ ભૂખથી પીડિત થઈ, કંઠ અને તાળવું સૂકાઈ ગયા. પછી કોઈ વૃક્ષની છાયામાં ચેષ્ટારહિત થઈને પડેલા હતા તે ચાર ગોપાલ બાળકોએ જોયા. તેઓને અનુકંપા ઉત્પન્ન થઈ.