________________
૩૨૦
આગમ કથાનુયોગ-૪
ઈર્યાસમિતિ આદિ પાંચ સમિતિઓથી સમિત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારિણી થયા.
ત્યારપછી તે પદ્માવતી આર્યાએ યક્ષિણી આર્યાની પાસે સામાયિક આદિથી આરંભીને અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ઘણાં જ ઉપવાસ, છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, માસક્ષમણ અને અર્ધ માસક્ષમણરૂપ વિવિધ પ્રકારના તપોકર્મ વડે આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ૦ પદ્માવતીદેવીનો મોક્ષ :
ત્યારપછી તે પદ્માવતી આર્યાએ પૂરા વીશ વર્ષપર્યંત શ્રમણ્યપર્યાયનું પાલન કર્યું, પાલન કરીને આત્માને શુદ્ધ અને નિર્મળ બનાવ્યો. છેલ્લે એક માસની સંલેખના કરી. અનશન દ્વારા સાઇઠ ભક્તોનું છેદન કર્યું. છેદન કરીને જે અર્થ (હેતુ)ની આરાધના માટે નગ્ન ભાવ, મુંડભાવનો સ્વીકાર કર્યો હતો. – યાવત્ – તે અર્થની આરાધના કરી અને છેલ્લા શ્વાસે સિદ્ધ થયા – યાવત્ – સર્વ દુઃખોનો ક્ષય કર્યો.
૦ આગમ સંદર્ભ :ઠા ૭૩૮ + ; અંત ૧૯, ૨૦,
પહા. ૨૦ + વૃ; – ૮ – ૪ - ૦ ગૌરી આદિ (સાત પટ્ટરાણીઓની) કથા -
તે કાળ અને તે સમયે કારાવતી નામની નગરી હતી. રૈવતક નામે પર્વત હતો. નંદનવન નામે ઉદ્યાન હતું. તે દ્વારાવતી નગરીમાં કૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા. તે કૃષ્ણ વાસુદેવને ગૌરી નામે એક રાણી હતી.
અર્પતુ અરિષ્ટનેમિ સમવસર્યા. કૃષ્ણ વાસુદેવ નીકળ્યા. પદ્માવતી રાણીની માફક ગૌરી પણ દર્શનાર્થે નીકળી. અત્ અરિષ્ટનેમિએ ધર્મદેશના આપી. પર્ષદા પાછી ફરી, કૃષ્ણ વાસુદેવ પણ પાછા ફર્યા.
ત્યારપછી તે ગૌરી પણ પદ્માવતીની માફક દીક્ષિત થયા – યાવત્ – તેઓ સિદ્ધ થયા – યાવત્ – સમસ્ત દુઃખોનો ક્ષય કર્યો.
આ જ પ્રમાણે (૩) ગાંધારી, (૪) લક્ષ્મણા, (૫) સુસીમા, (૭) જાંબવતી, (૭) સત્યભામા અને (૮) રુકિમણીના વિષયમાં જાણવું. આ બધાં અધ્યયન (બધી કથાઓ) પદ્માવતી રાણી સમાન જાણવી.
આ રીતે કૃષ્ણ વાસુદેવની આઠ અગ્રમહિષી (પટ્ટરાણી)એ અર્હત્ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને આણગારિક પ્રવજ્યા ગ્રહણ કરી, સિદ્ધ થઈ બુદ્ધ થઈ, મુક્ત થઈ, અંતકૃત્ કેવલી થઈને પરિનિર્વાણ પામ્યા અને સર્વ દુઃખથી મુક્ત થયા. તે પ્રમાણે (ઉપર પ્રમાણે) – (૧) પદ્માવતી, (૨) ગૌરી, (૩) ગાંધારી, (૪) લક્ષ્મણા, (૫) સુશીમા, (૬) જાંબવતી, (૭) સત્યભામા અને (૮) રુકિમણી. ૦ પટ્ટરાણી કથા સંબંધે વિશેષ સંદર્ભ :
-સ્થાનાંગ સૂત્રમાં સ્થાન–૮, સૂત્ર–૭૩૮ આ આઠેના નિર્વાણનો ઉલ્લેખ છે.
-પાવાગરણ સૂત્ર–૨૦ની વૃત્તિમાં જેમના કારણે સંગ્રામ થયા તેવી સ્ત્રીઓમાં પદ્માવતી, સત્યભામા આદિના ઉલ્લેખ છે.