________________
૩૭૪
આગમ કથાનુયોગ-૪
– આ ઘટનાથી નિર્વેદ પામીને પુષ્પવતીએ પ્રવજ્યા અંગીકાર કરી. – પુષ્પવતી શ્રમણી કાળધર્મ પામીને દેવલોકમાં ઉત્પન્ન થયા.
- દેવપણું પામેલા પુષ્પવતીના જીવે અવધિજ્ઞાન વડે પોતાના પુત્ર-પુત્રી એવા પુષ્પયૂલ અને પુષ્પચૂલાનું અઘટિત કૃત્ય જાણ્યું.
– પુષ્પચૂલાને પુષ્પવતીદેવે નરકમાં સ્વરૂપનું સ્વપ્ન દર્શન કરાવ્યું – – – ફરી ક્યારેક દેવલોકના સુખ–ભોગના દર્શન કરાવ્યા.
– પુષ્પચૂલા પુત્રીને પ્રતિબોધ પમાડી, તે પુષ્પવતીદેવ પોતાના સ્થાને પાછા ફર્યા. ૦ પુષ્પચૂલા આર્યા પરિચય :
- “વૈયાવચ્ચથી કેવળજ્ઞાન પ્રાપ્તિ" – રૂપે પુષ્પચૂલાનું નામ પ્રસિદ્ધ છે.
- પુષ્પવતીની કથામાં જણાવ્યા પ્રમાણે પુષ્પચૂલાને સ્વપ્નમાં નરકનું ભયંકર દુઃખોનું દર્શન થતા, તેણીએ પુષ્પચૂલ રાજાને બધી વાત કરી – ૪ – ૪ – ૪ – અર્ણિકાપુત્ર આચાર્યએ નરકનું સ્વરૂપ વર્ણવ્યું. પુષ્પચૂલાને સત્યનો સાક્ષાત્કાર થયો.
- પુષ્પવતીએ સ્વપ્નમાં પુષ્પચૂલાને દેવલોક-દર્શન કરાવ્યું, – ૮ – ૮ – – અર્ણિકાપુત્ર આચાર્યએ દેવલોકના સુખોનું યથાર્થ વર્ણન કર્યું.
- હર્ષિત થયેલ પુષ્પચૂલાએ પુષ્પચૂલ રાજાની અનુમતિથી પ્રવજ્યા અંગીકાર કરીને રાજાએ કરેલ શરત મુજબ સ્થિરવાસ સ્વીકાર્યો.
- અર્ણિકાપુત્ર આચાર્યની વિશુદ્ધ ભાવે વૈયાવચ્ચ કરતાં કેવળજ્ઞાન પામ્યા. - અર્ણિકાપુત્ર આચાર્યના તે જ ભવે થનારા કેવળજ્ઞાનનું કથન કર્યું. ૦ આગમ સંદર્ભ :ઠા ૮૯૮ની છે બુહ.ભા. ૧૩૪૯ થી ૧૩૫૧; આવનિ ૧૧૯૪ + 9: આવ રૃ.૧–. પ૫૯૨-5. ૩૬, ૧૭૭, ૧૭૮;
નંદી ૧૦૭ની વ – ૮ – ૮ – ૦ પુષ્પચૂલા (૨) સાધ્વીની કથા :
(શ્રમણ વિભાગમાં પુષ્પચૂલની કથા તથા તેની ફૂટનોટ ખાસ જોવી. વાંચના ભેદને કારણે અથવા કથાભેદને કારણે બધાં નામોમાં સમાનતા દેખાતી હોવા છતાં કથામાં પાયાનો તફાવત જોવા મળતા પુષ્પયૂલા-ર કથા જુદી નોંધેલ છે. આ કથા શ્રમણવિભાગમાં પુષ્પચૂલ શ્રમણની કથામાં આવી ગયેલ છે.)
પુષ્પપુર નગરમાં પુષ્પકેતુ રાજા અને પુષ્પવતી રાણી હતા. કોઈ દિવસે તેણીએ એક યુગલને જન્મ આપ્યો. તેમના નામ પુષ્પચૂલ અને પુષ્પચૂલા રાખ્યા. તેઓને પરસ્પર અત્યંત અનુરાગ હતો.
કોઈ દિવસે પુષ્પચૂલ રાજા થયો. તેણે બહેન પુષ્પચૂલાને કોઈ ઘર જમાઈ સાથે પરણાવી. પુષ્પચૂલા આખો દિવસ ભાઈ પાસે રહેતી. માત્ર રાત્રે જ પતિ પાસે જતી.
અન્ય કોઈ દિવસે પુષ્પચૂલ રાજાએ પ્રવજ્યા અંગીકાર કરી, ત્યારે તેના રાગને લીધે પુષ્પચૂલાએ પણ પ્રવ્રજ્યા અંગીકાર કરી. – ૮ – ઇત્યાદિ – ૪ – (કથા જુઓ પુષ્પચૂલ)