Book Title: Agam Kathanuyoga Gujarati Part 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 379
________________ ૩૭૮ આગમ કથાનુયોગ-૪ સહિત દીક્ષા ગ્રહણ કરી, ત્યારે સિરિતા રાણીની પણ દીક્ષા થઈ. ૦ આગમ સંદર્ભ :મહાનિ ૧૧૫૧; – ૮ – ૮ – ૦ શિવા સાધ્વી કથા : | શિવા (દેવી) ચેટક રાજાની પુત્રી હતી. રાજા પ્રદ્યોતની સાથે તેના લગ્ન થયેલા. મૃગાવતીની સાથે ભ.મહાવીર પાસે દીક્ષા લીધી. તે આ પ્રમાણે– ઉજ્જૈની નગરીમાં પ્રદ્યોત નામે રાજા હતો. કોઈ વખતે તે રાજ્યસભામાં બેઠો હતો, ત્યારે એક દૂત આવ્યો. તેણે અંજલિ જોડીને રાજાને પ્રણામ કર્યા. પ્રદ્યોતે તેને પૂછયું. કે, તું કોણ છે ? શા માટે આવ્યો છે ? તેણે કહ્યું, વૈશાલી નગરીમાં ચેટક નામે રાજા છે. તેને શિવા નામે એક અતિ સ્વરૂપવાન્ કન્યા છે ઇત્યાદિ. - ત્યારપછી પ્રદ્યોત રાજા સાથે શિવાના લગ્ન થયા. તે વખતે પ્રદ્યોતરાજા પાસે ચાર રત્નો (રત્નરૂપ વિશેષ) હતા. (૧) લોહ૪ઘદૂત, (૨) અચિભીરુ રથ, (૩) અનલગિરિ હાથી અને (૪) શિવા રાણી. અન્યદા ભગવંત મહાવીર સમોસર્યા, શિવા રાણી ધર્મોપદેશ શ્રવણકરવા ગયા. તેણીએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. જ્યારે મહેશ્વર (સત્યકી વિદ્યાધરે પ્રદ્યોત રાજાની તમામ રાણીઓ વિદ્યાના બળે ભોગવી ત્યારે માત્ર શિવાદેવીને ભોગવી ન હતી. કહેવાય છે કે, તેણીને શીળથી ચલિત કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો પણ તે મહાસતી પોતાના વ્રતમાં દઢ રહ્યા હતા.) કોઈ વખતે નગરને વિશે નિરંતર અગ્રિનો ઉપદ્રવ શરૂ થયો. તે વખતે પ્રદ્યોત રાજાએ બુદ્ધિ નિધાન અભયકુમારને (કે જેને પ્રદ્યોત રાજા કપટથી ઉર્જની લાવ્યો હતો) પૂછયું કે, આ અગ્નિ શમતો નથી તેનું શું કરવું? ત્યારે અભયકુમારે જણાવેલ કે, જો કોઈ શીલવતી નારી પોતે અહીં આવીને સર્વ સ્થાને જળનો છંટકાવ કરે, તો તે અગ્નિ જલ્દીથી શાંત થાય. તે વખતે અનેક સ્ત્રીઓએ પ્રયત્ન કર્યો, પણ અગ્નિ શાંત ન થયો, ત્યારે શિવાદેવીએ આવીને સર્વ સ્થાને જળ છાંટ્યુ. ત્યારે તત્કાળ અગ્નિ શાંત થયો. ત્યારથી શિવાદેવી મહાસતીરૂપે ખ્યાતિ પામ્યા. - જ્યારે મૃગાવતીએ પ્રદ્યોતની આજ્ઞા લઈને દીક્ષા અંગીકાર કરી ત્યારે અંગારવતી આદિ પ્રદ્યોતની આઠ પટ્ટરાણીમાં શિવારાણીએ પણ દીક્ષા અંગીકાર કરી. આર્યા ચંદનાની નિશ્રામાં શિવા આર્યાએ વિવિધ પ્રકારના તપકર્મથી આત્માને વિશુદ્ધ કરી મોક્ષને પ્રાપ્ત કર્યો. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૧૩૦૩ + વૃ; આવ.નિ. ૮૭ ની વૃ; આવ.મ.પૂ. ૧૦૪; આવરૃ.૧–પૃ. ૯૧, ૨-૫ ૧૬૦, ૧૭૬;

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386