________________
શ્રમણી કથા
૩૮૧
પુત્રીને કોઈને આપતા ન હતા. અર્થાત્ પોતે કોઈના વિવાહ કરતા ન હતા. તે કન્યાઓ માતા વગેરે દ્વારા રાજાને પૂછીને અન્ય ઇષ્ટ એવા સદશ જન સાથે પરણાવતા હતા.
(૧) પ્રભાવતી વીતીભય નગરે ઉદાયન રાજા સાથે પરણાવવામાં આવી. (૨) પદ્માવતીના લગ્ન ચંપા નગરીના દધિવાહન રાજા સાથે કરાયા. (૩) મૃગાવતીનો કૌશાંબીના શતાનીક રાજા સાથે વિવાહ થયો. (૪) શિવાને ઉજ્જૈનીના રાજા પ્રદ્યોત સાથે સાદર અપાઈ. (૫) જ્યેષ્ઠા કુંડગ્રામમાં વર્ધમાન–મહાવીર સ્વામીના મોટાભાઈ નંદીવર્ધન સાથે
પરણાવવામાં આવેલ હતી. (૬) સુજ્યેષ્ઠા – અને – (૭) ચલણા હજી કન્યા રૂપે રહેલ હતી.
(ઉક્ત સાત કન્યાઓમાં પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી અને શિવા આ ચાર પુત્રીઓએ છેલ્લે દીક્ષા ગ્રહણ કરેલી હતી. તે તેમની તેમની કથામાં નોંધેલ છે.)
(ચેટકરાજા ત્રિશલા માતાના ભાઈ અર્થાતું મહાવીરના મામા હતા.) ૦ સુજ્યેષ્ઠા માટે શ્રેણિકની માંગણી :
કોઈ વખતે તેના અંતઃપુરમાં એક પરિવ્રાજિકા આવી. તેણીએ પોતાના સિદ્ધાંતોનું (મતનું) સ્થાપન કર્યું. ત્યારે સુયેષ્ઠાએ તેણીને અનુત્તર કરી દીધી અર્થાત્ વાદમાં પરાજિત કરી, વાંદરી જેવું મુખ કરાવી તેને મહેલમાંથી કાઢી મૂકી. તેણી ઘણો જ વેષ ધારણ કરીને ત્યાંથી નીકળી ગઈ. તે પરિવારિકાએ વિચાર્યું કે, હું આને ઘણી શોક્યો હોય તેવા સ્થાનમાં નાંખ. તેથી તેણે ઇ વડે સુજ્યેષ્ઠાનું રૂપ એક ચિત્રફલક પર બનાવ્યું, પછી શ્રેણિક પાસે આવી.
શ્રેણિક રાજાએ તે ચિત્રને ધ્યાનથી જોઈને પૂછયું કે, આ કન્યા કોણ છે, તે મને જણાવો. પરિવ્રાજિકા પાસેથી સુજ્યેષ્ઠા વિશે માહિતી મળતા જ તે વિહળ બનેલા શ્રેણિકે એક દૂતને ચેટક રાજા પાસે સુજ્યેષ્ઠાની માંગણી કરવા મોકલ્યો. ત્યારે તે દૂતને ચેટક રાજાને કહ્યું કે, અમે હૈદ્યકુળના છીએ અમે વાડિક કુળમાં કન્યા આપતા નથી. એમ કહી દૂતને પાછો રવાના કર્યો.
- જ્યારે દૂતે આવીને શ્રેણિક રાજને પૂરો વૃત્તાંત જણાવ્યો, ત્યારે તે ઘણો જ ખેદ પામ્યો. અતિ દુઃખ અનુભવવા લાગ્યો. પોતાના પિતાનું આવું દુસ્સહ દુઃખ જાણીને અભયકુમાર ત્યાં આવ્યો. શ્રેણિકરાજાને દુઃખનું કારણ પૂછયું, શ્રેણિકે સુયેષ્ઠાનો સર્વ વૃત્તાંત કહ્યો ત્યારે – અભયકુમારે પિતા શ્રેણિકને ધીરજ આપી. આશ્વાસિત કર્યા. હું તમોને સુજ્યેષ્ઠાને મેળવી આપીશ. એમ કહીને અભયકુમાર ત્યાંથી નીકળી પોતાના ભવનમાં ગયો. ૦ અભયની બુદ્ધિથી સુષ્ઠાની પ્રાપ્તિનો ઉપાય :
ત્યારપછી મનોમન કોઈ ઉપાય વિચારીને અભયે મનોહર વણિકનું રૂપ ધારણ કર્યું. તેણે પોતાના સ્વર અને વર્ણમાં ભેદ કર્યો અર્થાત્ તેણે પોતાનો સ્વર અને વર્ણ પણ બદલી નાંખ્યા. પછી તે વૈશાલી નગરી પહોંચ્યો. ત્યાં જઈને તેણે કન્યાના અંતઃપુરની નજીક એક દુકાનનું સ્થાપન કર્યું. દુકાનમાં શ્રેણિકનું અદ્ભુત રૂપ આલેખીને પાટિયુ લટકાવ્યું. ત્રણે કાળ