________________
૩૮૦
આગમ કથાનુયોગ-૪
એ પ્રમાણે ઘણો કાળ ગયો ત્યારે બંને ભાઈ સાધુની પીડા જોઈને તેણીએ અનશન કર્યું. પચ્ચખાણ વડે મારણાંતિક સમુદ્દઘાત કર્યો. ઘણાં દિવસો ગયા પછી તેણી શરીરે ક્ષીણ થવા લાગ્યા, પછી મૂછિત થઈ ગયા. ત્યારે બંને ભાઈ મુનિને થયું કે, હવે સુકમાલિકા સાધ્વી કાળધર્મ પામ્યા છે. ત્યારે એક ભાઈમુનિએ તેને ગ્રહણ કરી, બીજા ભાઈ મુનિએ તેણીના ઉપકરણો ગ્રહણ કર્યા.
માર્ગમાં ચાલતા શીતલવાયુના સ્પર્શને કારણે તેણીની મૂછ ચાલી ગઈ. તેમજ ભાઈના સ્પર્શને લીધે સદા થઈ અર્થાત્ તેને વેદોદય થયો, (પુરુષની ઝંખના જાગી) તેણી પુરુષ સ્પર્શને વેદતી – અધ્યાસિત કરતી મૌનપૂર્વક જ રહ્યા. પછી ભાઈમુનિ તેણીના શરીરને પરઠવીને પોતાના ગુરુ પાસે આવી ગયા.
સુકુમાલિકા સાધ્વી રાત્રિના શીતલવાયુથી સારી રીતે આશ્વાસિત થઈ, સચેતન થઈ. તે બંને ભાઈમુનિઓના ગયા બાદ તેણી ઊભી થઈ. પાસેથી પસાર થતા સાર્થવાતું તેણીને ગ્રહણ કરી તેને પોતાની પત્ની બનાવી (બીજા મતે-) એક સાર્થવાહ પુત્રએ તેણીને જોઈ. તેણે સુકુમાલિકાને કહ્યું, જો તું મને ભરૂપે સ્વીકાર, તો હું તારું રક્ષણ કરીશ. પછી સાર્થવાહપુત્રે તેની સારસંભાળ કરી, સુકુમાલિકા તેની પત્ની બની.
અન્યદા કોઈ દિવસે તે બંને ભાઈ – શશકમુનિ અને ભસકમુનિ ભિક્ષા માટે ભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે તેણીએ બંને ભાઈઓને જોયા. સંભ્રમપૂર્વક ઊભા થઈને તેણીને ભિક્ષા આપી. તો પણ તે મુનિઓ તેમને નિરખી રહ્યા. ત્યારે તેણીએ કહ્યું કે, હે મુનિઓ ! તમે શું નિરખી રહ્યા છો ? ત્યારે તે બંને ભાઈમુનિએ કહ્યું કે, અમારી બહેન આબેહૂબ તમારી જેવી જ હતી. પણ તેણી મૃત્યુ પામી. અન્યથા અમે આવા શંકિત થઈને ન ઊભા રહેત.
ત્યારે સુકુમાલિકાએ કહ્યું, તમે સત્ય જાણો. હું જ તમારી તે બહેન છું. પછી ભાઈમુનિઓને પગે પડી રડવા લાગી. તેણીએ સર્વ પૂર્વસ્વરૂપ અર્થાત્ વૃત્તાંત કહ્યો. ત્યારે તે ભાઈમુનિઓએ તેને સાર્થવાહ પાસેથી મુક્ત કરાવી. પછી સુકુમાલિકાને પુનઃ પ્રાવાજિત કરી – દીક્ષા અપાવી. આલોચના કરી સ્વર્ગે ગયા. એ રીતે બહેન સાધ્વીનું સંરક્ષણ કર્યું.
૦ આગમ સંદર્ભ :– ગચ્છા. ૮૪ની જ
નિસી.ભા ૨૩૫૧ થી ૨૩૫૬ + યુ. બુ.ભા. પ૨૫૪ થી પર૫૯ + વૃક
૦ સુજ્યેષ્ઠા સાધ્વીની કથા :
વૈશાલિ નગરીમાં ચેટક નામે રાજા હતો. તે ભગવંત પાર્શના શાસનના શ્રાવક હતા. તેઓ હૈહય કુળમાં ઉત્પન્ન થયેલા. તેમને જુદી જુદી દેવીઓથી (પત્ની કે રાણીઓથી) સાત પુત્રીઓ થયેલી, તે આ પ્રમાણે
(૧) પ્રભાવતી, (૨) પદ્માવતી, (૩) મૃગાવતી, (૪) શિવા, (૫) સુયેષ્ઠા અને (૬) ચેલણા.
તે ચેક શ્રાવકને પર વિવાહકરણના પચ્ચખાણ હતા. તેથી તેઓ જાતે પોતે કોઈ