Book Title: Agam Kathanuyoga Gujarati Part 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 384
________________ શ્રમણી કથા ૩૮૩ છેતર્યાનો વિષાદ હતો. ૦ સુજયેષ્ઠાની દીક્ષા અને પેઢાલ દ્વારા ઉપદ્રવ : ત્યારપછી સુજ્યેષ્ઠાને થયું કે, આ કામભોગને ધિક્કાર થાઓ. એમ વિચારી તેણીએ પ્રવજ્યા અંગીકાર કરી. એ રીતે ચેટક રાજાની સાત પુત્રીમાંની એક સુજ્યેષ્ઠા નામે પુત્રીના લગ્ન ન થયા. તેણી વૈરાગ્યથી પ્રવજિત થઈ. કોઈ વખતે સુજ્યેષ્ઠા સાધ્વી ઉપાશ્રયમાં આતાપના લઈ રહ્યા હતા. આ તરફ પેઢાલક નામે કોઈ પરિવ્રાજક વિદ્યાસિદ્ધ પુરુષ પોતાની વિદ્યાને આપવા માટે યોગ્ય પુરુષની શોધમાં હતો. તેણે વિચાર્યું કે જો કોઈ બ્રહ્મચારિણી સ્ત્રીથી પુત્ર ઉત્પન્ન થાય તો તે સમર્થ પુત્ર થશે. તે વખતે તે વિદ્યાધરે સુજ્યેષ્ઠા સાધ્વીને આતાપના લેતા જોયા. ત્યારે તેણે ધૂમાડો વિફર્વી વ્યામોહ ઉત્પન્ન કર્યો. પોતે ભ્રમરનું રૂપ લઈ સુજ્યેષ્ઠાના ગુપ્ત ભાગમાં પ્રવેશ્યો, ત્યાં પોતાનું વીર્ય સ્કૂલન કરી, ગર્ભબીજની સ્થાપના કરી. ત્યારપછી સુજ્યેષ્ઠા સાધ્વીનો ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યો. સુજયેષ્ઠાને ધ્રાસકો પડ્યો કે, આ શું આશ્ચર્ય છે? મને સમજાતું નથી કે આ કઈ રીતે બન્યું? હવે માલિત્યના નિવારણ માટે શું કરવું ? મહત્તરિયા સાધ્વીજીને તેણીએ પોતાનો સંદેહ કહ્યો. તેઓ કેવળજ્ઞાની પાસે ગયા. તે અતિશય જ્ઞાનીએ જણાવ્યું કે, આ સુજ્યેષ્ઠા આર્યાના કામવિકારનું ફળ નથી. કોઈ પાપીએ છળકપટથી ગર્ભ ઉત્પન્ન કર્યો છે. યોગ્ય સમયે બાળકનો જન્મ થયો. તે બાળક શ્રાવક કુળમાં વૃદ્ધિ પામ્યો. તેનું સત્યકી એવું નામ પાડવામાં આવ્યું. કોઈ સમયે પરિવ્રાજક પેઢાલે સત્યકીનું સાધ્વીઓ પાસેથી હરણ કર્યું અને સત્યકીને સર્વ વિદ્યાઓ ભણાવી. – ૪ – ૪ – ૪ – તેણે પોતાના પિતા પેઢાલને મારી નાંખ્યો કેમકે – સત્યકીને થયું કે આણે રાજપુત્રી અને સતિસાધ્વી એવી મારી માતાને દૂષિત કરેલી છે. સાધ્વીપણામાં તેણીના વ્રતનો ભંગ કરીને તેણીને મલિન બનાવી છે. માટે પેઢાલના દુષ્ટ વર્તનની શિક્ષા થવી જ જોઈએ. (આ તરફ મહાસતી સુજ્યેષ્ઠા શ્રી વીર પ્રભુના ઉપદેશથી વિવિધ પ્રકારે તપશ્ચર્યા કરતા કાળક્રમે કર્મક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિ પામ્યા.) ૦ આગમ સંદર્ભ :ઠા ૮૭૧ની વૃક આવપૂ.ર–પૃ ૧૬૪ થી ૧૬૬; આવ.નિ. ૧૨૮૪ની વ – – – » –– ૦ સુનંદા સાધ્વીની કથા : (આ કથા શ્રમણ વિભાગમાં વજસ્વામીની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ વજસ્વામી – શ્રમણવિભાગમાં) ૦ સુનંદા કથા પરિચય : અવંતિ જનપદના તુંબ સન્નિવેશના શ્રેષ્ઠી ધનગિરિની પત્નીનું નામ સુનંદા હતું. સુનંદા ધનપાલ શ્રેષ્ઠીની પુત્રી હતી અને તેણીના ભાઈ આર્યસમિતે સિંહગિરિ પાસે દીક્ષા ગ્રહણ કરેલ હતી.

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386