Book Title: Agam Kathanuyoga Gujarati Part 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi
Catalog link: https://jainqq.org/explore/005011/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | નમો નમો નિમ્પલદેસાણસે આગમ કથાનુયોગ -: સંકલન અને અનુવાદ કર્તા :મુનિ દીપરત્નસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહચારી શ્રી નેમિનાથાય નમ: નમો નમો નિમ્પલદંસણસ પૂ શ્રી આનંદ-સમા-લલિત–સુશીલ–સુધર્મસાગર ગુરુભ્યો નમઃ આગમકથાનુયોગ-૪ | (ભાગ-૪-શ્રમણકથા (સટીકની), શ્રમણીકથા) -: સંકલન અને અનુવાદકર્તા :મુનિ દીપાટfીસાગરા તા. ૨૩/૬/૦૪ બુધવાર ૨૦૬૦–અષાઢ સુદ-૫ આગમ કથાનુયોગ-સંપુટ મૂલ્ય રૂ. ૧૫૦૦/શ્રી શ્રુત પ્રકાશન નિધિ (સંપર્ક સ્થળો આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી, વિભાગ-૧, ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. Page #3 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૪ -: આગમ કથાનુયોગ ભાગ ૧ થી ૬ :–' (૦ કયા ભાગમાં કઈ કથા મળશે ? ( ભાગ-૧) (૧) કુલકર કથા (૨) તીર્થકર કથા ભાગ-૨ (૧) ચક્રવર્તી કથા (૨) બલદેવ કથા (૩) વાસુદેવ કથા (૪) પ્રતિવાસુદેવ કથા (૫) ગણધર કથા (૬) પ્રત્યેકબુદ્ધ કથા (૭) નિલવ કથા (૮) ગોશાલકની કથા ભાગ-૩) ૦ શ્રમણ કથા – (મૂળ આગમ આધારિત) ( ભાગ-૪ ) (૧) શ્રમણ કથા (આગમ સટીકની) (૨) શ્રમણી કથા (ભાગ-૧) (૧) શ્રાવક કથા (૨) શ્રાવિકા કથા ( ભાગ-૧ ) (૧) દેવ કથા (૨) દેવી કથા (૩) પ્રાણી કથા (૪) અચતીર્થીક કથા (૫) દુઃખવિપાકી કથા (૬) પ્રકીર્ણ કથા (૭) દૃષ્ટાંત-ઉપનય Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય સહાયકો ભાગ-૧–ની સંપૂર્ણ દ્રવ્યસહાયના પ્રેરણાદાતા (૧) વાત્સલ્યવારિધિ, પરમ ગીતાર્થ, સંયમમૂર્તિ પૂજ્ય સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગર સૂરીશ્વરજી મ.સા.ના પટ્ટપ્રભાવક ગુરુપાદચારી, ભગવતીજીમૂત્રદેશનાદ, શ્રુતાનુરાગી પૂ.આચાર્યદેવ શ્રી નરદેવસાગર સૂરીશ્વરજી મ.સા. તથા તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય રત્નો પૂ. પ્રવચનપટુ, તપસ્વીરત્ન ગણિવર્ય શ્રી ચંદ્રકીર્તિસાગરજી મ.સા. તેમજ વૈયાવચ્ચ પરાયણ પૂજ્ય મુનિરાજ શ્રી પદ્યકીર્તિસાગરજી મ.ની પ્રેરણાથી શ્રી સંઘમાં થયેલ ઐતિહાસિક ચાતુર્માસ, અનેકવિધઅભૂતપૂર્વ આરાધનાઓ, શ્રી ભગવતીજીસૂત્ર તથા શ્રી મલયસુંદરીચરિત્રના મનનીય અને સાત્વિક પ્રવચનો તેમજ શ્રી ઉપધાન તપની આરાધના નિમિત્તે – ૨ - (૧) શ્રી શાહપુરી જૈન છે.મૂ.પૂ. સંઘ – કોલાપુર (૨) શ્રી લક્ષ્મીપુરી જૈન જે.મૂ.પૂ. સંઘ – કોલાપુર (૩) શ્રી રાજસ્થાની જૈન શ્વે.મૂ.પૂ. સંઘ – સીકંદરાબાદ , ܚܚܚܚܚܥܥܥܢܢܚܝ - Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૪ 'ભાગ-૨ થી ૬ના અન્ય કવ્યસહાયકો પ.પૂજ્ય ગચ્છાધિપતિ, આગમવિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબની મૃતઅનુરાગજન્ય પ્રેરણાથી (૧) શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ઉપાશ્રય સંઘ, નવરોજી લેન, ઘાટકોપર વેસ્ટ, મુંબઈ-૮૬તરફથી – - (૨) શ્રી સુભાનપુરા જૈન સંઘ, વડોદરા તરફથી – 3 | સંયમૈકલક્ષી પૂ.દેવ શ્રી વિજય ચકચંદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી (૧) જૈન છે.મૂર્તિ. સંઘ, મંગળ પારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ, (૨) શ્રી આદિનાથ જૈન શ્વે.મૂર્તિ. સંઘ, ગિરિરાજ સોસાયટી, બોટાદ. પ.પૂ. સચ્ચારિત્ર ચૂડામણી પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી દેવેન્દ્રસાગર સૂરિશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન શાસનપ્રભાવક પૂ.પંન્યાસ શ્રી હર્ષસાગરજી મ.સા.ની પ્રેરણાથી – (૧) “આરાધક સુશ્રાવક ભાઈઓ તરફથી મલાડ (૨) શ્રી ભાદરણનગર સ્ટે.મૂ.પૂ.જૈન સંઘ, મલાડ, મુંબઈ | ૫ | પ.પૂ. વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય દેવ શ્રી મહાયશસાગર સૂરિજી મ.સા.ની પ્રેરણાથી “શ્રી ગોડીજી દેવસુર સંઘ ” મુંબઈ. પ.પૂ. શ્રુતવત્સલ આચાર્યદેવ શ્રી વિજય મુનિચંદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી – “ભરડવા જૈન સંઘના જ્ઞાન ખાતામાંથી. પ.પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરિશ્વરજી મ.સા.ના પરિવારવર્તી સરળહૃદયી – ભક્તિ પરાયણ પૂ.પં.શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી – “શ્રી હાલાર તીર્થ, આરાધના ધામ” વડાલીઆ, સિંહણના જ્ઞાન ખાતામાંથી - પ.પૂ. આગમ વિશારદ ગરદેવ પંન્યાસ શ્રી અભયસાગરજી મ.સા.ના પરિવારવર્તી તાત્વિક વ્યાખ્યાનદાતા પૂ.ગણિવર્ય શ્રી અક્ષયચંદ્રસાગરજી મ.સા.ની પ્રેરણાથી – “શ્રી કલ્યાણકારી સિદ્ધાર્થનગર .પૂ.સંઘ ” ગોરેગાંવ-વેસ્ટ, મુંબઈ. ------ Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય સહાયકો - --... . qa પ.પૂ. તપસ્વીરત્ના, શ્રમણીવર્ય શ્રી શશી પ્રભાશ્રીજી મ.ની | સમ્યકુંજ્ઞાનાનુરાગીણી પ્રેરણાથી– (૧) શ્રી સુંદરબાઈ જૈન પૌષધશાળા, શાંતિનગર કોલોની, ઇન્દૌર (૨) શ્રી કોલોની નગર શ્રી જૈન સંઘ, ઇન્દૌર. ૧૦ પૂ માલવદેશદીપિકા સાધ્વીશ્રી મનોહરશ્રીજી – ઇશ્રીજી મ.ના શિષ્યરત્ના પૂ શ્રમણીવર્યા શ્રી હેમેન્દ્રશ્રીજી તથા પૂસા શ્રી ચારુદર્શાશ્રીજી મની પાવન પ્રેરણાથી – શ્રી જૈન શ્રેમપૂસંઘ, કર્નલ તરફથી– પૂ.ગુરુવર્યા, વૈયાવચ્ચપરાયણા શ્રી મલયાશ્રીજી મ.સા.ના શિષ્યા ગુણાનુરાગી સાધ્વીશ્રી હિતજ્ઞાશ્રીજી મ.ની પ્રેરણાથી – “જૈન આરાધના મંદિર, ખાનપુરના જ્ઞાનખાતામાંથી, અમદાવાદ તરફથી| ૧૨ પૂ.વાત્સલ્યવારિધિ સાધ્વીશ્રી મલયાશ્રીજી મ.સા.ના શિષ્યા વિદુષી સાધ્વીજી પૂ.પ્રગુણાશ્રીજી મ. તથા પૂ.નરેજશ્રીજી મ.ની સ્મૃતિઅર્થે સુવિશાલ પરિવાર પરિવૃત્તા પૂ.શ્રમણીવર્યા પ્રશમશીલાશ્રીજી મ.ની પ્રેરણાથી – “ગુરુકૃપા ટ્રસ્ટ” અમદાવાદ તરફથી. પ.પૂ. વૈયાવચ્ચરતા સાધ્વીશ્રી મલયાશ્રીજીના પ્રશિષ્યા પૂ.ગુરુવર્યા સા. શ્રી ભવ્યાનંદશ્રીજી મ.ના પટ્ટપ્રભાવિકા મૃદુભાષી સા.શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી મ.ના તપસ્વીરત્ના શિષ્યા સા.શ્રી પૂર્ણદર્શિતાશ્રીજીની પ્રેરણાથી– અનિતાબેન માંગીલાલજી રાંકા, હસ્ત-અક્ષત, યથ્વી, પ્રતીક્ષાટાવર, મુંબઈ તરફથી - ૫.પૂ.શતાવધાની શ્રમણીવર્યા શ્રી શુભોદયાશ્રીજી મ. તથા | સા.સુરકુમાશ્રીજીની પ્રેરણાથી– જૈન શ્વે.મૂ.પૂ.સંઘ, દાહોદ તરફથી પ.પૂ. શતાવધાની શ્રમણીવર્ય શ્રી અમિતગુણાશ્રીજી મ. તથા પૂ. તપસ્વીરત્ના સાધ્વીશ્રી વિનીતજ્ઞાશ્રીજી મ.ની પુનિત પ્રેરણાથી– “શ્રી લુણાવાડા છે.મૂ.પૂ.જૈન સંઘ, જ્ઞાનખાતું, લુણાવાડા તરફથી. | પ.પૂ. સાધ્વીશ્રી ઘર્મજ્ઞાશ્રીજી તથા પ.પૂ. સાધ્વીશ્રી પ્રતિજ્ઞાશ્રીજીની પ્રેરણાથી “શ્રી કાલાવાડ રોડ જે.મૂ.પૂ.જૈન તપગચ્છ સંઘ", રાજકોટ તરફથી તથા - પ.પૂ. વૈયાવચ્ચપરાયણા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શ્રી નાથીશ્રી શ્રાવિકા ઉપાશ્રય, પતાસાપોળ, અમદાવાદ તરફથી. Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૪ ૧૮, પ.પૂ. સાગરાનંદ સૂરિશ્વરજી મ.સા.ના સમુદાયના સ્વ. સામવીશ્રી રત્નત્રયાશ્રીજી મ.સા.ની નવમી પુન્યતિથિ નિમિત્તે તેઓના પટ્ટપ્રભાવિકા શ્રમણીવર્યા શ્રી સૌમ્યગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી – “શ્રી જોધપુર સેટેલાઈટ થૈ.પૂ. સંઘ – જ્ઞાનખાતું, અમદાવાદ તરફથી. પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરિશ્વરજી મ.ના આજ્ઞાનુવર્તી – પૂ.સમાધિમરણઆરાધિકા સ્વ. સાધ્વીશ્રી દેવેન્દ્રશ્રીજીની સ્મૃતિ નિમિત્તે પૂવૈયાવચ્ચી સાધ્વીશ્રી અનંતગુણાશ્રીજીની પ્રેરણાથી “સમ્યગુ દર્શન આરાધના ટ્રસ્ટ" અમદાવાદ તરફથી પપૂ સંયમ અનુરાગી સા. શ્રી નિરુજાશ્રીજી મ.ના શિષ્યા જ્ઞાનરુચિવંતા સા.શ્રી વિડિતરત્નાશ્રીજીની પ્રેરણાથી – “શ્રી જૈન સંઘ, મઢી તરફથી પ.પૂ.આગમોદ્વારકશ્રીના સમુદાયવર્તી સાધવીશ્રી શીલરેખાશ્રીજી મ.સા.ના શિષ્યા પઠન-પાઠનરતા સાધ્વીશ્રી મુક્તિરેખાશ્રીજી મ. તથા સા.શ્રી અસ્મિતાશ્રીજીના વર્ષિતપ નિમિત્તે – “કૃતપ્રેમી ભક્તો” તરફથી. પ.પૂ. વર્ધમાન તપોનિધિ આ.દેવ શ્રીમદ્ વિજય ભક્તિ સૂરિશ્વરજીના સમુદાયના પૂ.ગચ્છાધિપતિ આ.દેવ શ્રી પ્રેમસૂરિશ્વરજી મસા.ના સમુદાયવર્તી પુન્યવતી શ્રમણીવર્યા શ્રી લાવણ્યશ્રીજી મ.ના પરમ વિનયા–શિખ્યા સા.શ્રી હિતજ્ઞાશ્રીજી મ.ની પ્રેરણાથી - “શ્રી ધર્મ–ભક્તિ-જૈન શ્વે.મૂ.પૂ.સંઘ, રાજગાર્ડન, અમદાવાદ તરફથી. શેઠ શ્રી રતનચંદ ગુલાબચંદ જૈન ઉપાશ્રય ટ્રસ્ટ – જ્ઞાનખાતુ, નાગજી ભઘરની પોળ, માંડવીની પોળ, અમદાવાદ. શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ, જૈન પાઠશાળા, જામનગર તરફથી સમ્યગૂ શ્રુતાનુરાગી શ્રાવિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ, ગૌતમનગર, વડોદરા – તરફથી પ્રભાબેન શાંતિલાલ વોરા, જામનગર તફથી. ૨ -: ટાઈપ સેટીંગ : “ફોરએવર ડિઝાઈન" માધવપુરા માર્કેટ, અમદાવાદ. ફોન નં. ૨૫૬૩૧૦૮૦ –: મુદ્રક :– “નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ” ઘીકાંટા રોડ, અમદાવાદ ફોન નં. ૨૫૫૦૮૬૩૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ૧૨૧ ૧૧૧ આગમ કથાનુયોગ – ભાગ-૧ થી ૬ અનુ-ક્ર–મ–ણિ—કા -: આગમ કથાનુયોગ – ભાગ-૧ :ઉત્તમપુરુષ ચરિત્ર – ભૂમિકા ૦૩૩|૩. ભ.સંભવ કથા કુલકર વક્તવ્યતા ૦૩૬/૪. ભ.અભિનંદન – કથા ૧૧૩ ભરતક્ષેત્રના વર્તમાન કુલકર ૦૩૭/પ. ભ.સુમતિ કથા ૧૧૫ – સાત કુલકર પરંપરા ૦૩૭]૬. ભ.પદ્મપ્રભ કથા. ૧૧૭ - પંદર કુલકર પરંપરા ૦૩૯૭. ભ.સુપાર્શ્વ કથા ૧૧૯ ૧. સુમતિકુલકર ૦૪૦] ૮. ભ.ચંદ્રપ્રભ કથા ૨. પ્રતિકૃતિ કુલકર ૦૪૦ ૯. ભ.સુવિધિ કથા ૧૨3 ૩. સીમંકર કુલકર ૦૪૦ ૧૦, ભ.શીતલ કથા ૧૨૫ ૪. સીમંધર કુલકર ૦૪૦ 1 ૧૧. ભ.શ્રેયાંસ કથા ૧૨૭ ૫. ક્ષેમંકર કુલકર ૦૪૦ ૧૨, ભ.વાસુપૂજ્ય કથા ૧૨૯ ૬. ક્ષેમંધર કુલકર ૦૪૧૧૩. ભ.વિમલ કથા ૭. વિમલવાહન કુલકર ૦૪૧૧૪. ભ.અનંત કથા ૧૩૨ ૮. ચક્ષુષ્માન કુલકર ૦૪૧|૧૫. ભ.ધર્મ કથા ૧૩૫ ૯. યશસ્વી કુલકર ૦૪૧૧૬. ભ.શાંતિ કથા ૧૩૭ ૧૦. અભિચંદ કુલકર ૦૪૨ ૧૭. ભાકુંથુ કથા ૧૪3 ૧૧. ચંદ્રાભ કુલકર ૦૪૨/૧૮. ભ.અર કથા ૧૪૬ ૧૨. પ્રસેનજિત કુલકર ૦૪૨ ૧૯. ભીમલિ કથા ૧૪૯ ૧૩. મરુદેવ કુલકર ૦૪૨ | ૨૦. ભ_મુનિસુવ્રત કથા ૧૮૪ ૧૪. નાભિ કુલકર ૦૪૨ ૨૧. ભ.નમિ કથા ૧૫. ઋષભ કુલકર ૦૪૩|૨૨. ભ.અરિષ્ટનેમિ કથા કુલકરોની દંડનીતિ ૦૪૩| | ૨૩. ભ.પાર્થ કથા કુલકર કાળે કલ્પવૃક્ષ ૦૪૪ ૨૪. ભ.મહાવીર કથા ૨૦૫ યુગલિક પુરુષ–સ્ત્રી વર્ણન ૦૪૭ભરતક્ષેત્રની આગામી ચોવીસી ભરતક્ષેત્રના પૂર્વ કુલકરો. ૦૪૯ ભ.મહાપદ્ય ચરિત્ર ३७४ ભરતક્ષેત્રના આગામી કુલકરો. ૦૫૦ઐરાવત ક્ષેત્રની ચોવીસીઓ ૩૮૦ ઐરવત ક્ષેત્રના કુલકરો ૦૫૦ તીર્થકર–સામાન્ય ૩૮૧ અધ્યયન–૧–તીર્થંકર ચરિત્ર ૦૫૧ તીર્થકરના ૩૪–અતિશયો ૩૮૧ ૧. ભLષભ કથા ૦૫ર તીર્થકર વસ્ત્ર અને લિંગ ૩૮૨ ૨. ભ.અજિત કથા ૧૦૯ વ્રત–ચાર કે પાંચ, રાજવીપણું [ ૩૮૨ ૨૬ ૪૬ ૪ ૪૪ 383 88 8 33985 86 ૬ ૬૬ ૩૭૧ Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૪ ૦૨૨ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૦૩ | આગમ કથાનુયોગ – ભાગ-૨ ખંડ-૧-ઉત્તમપુરષ ચરિત્ર-ચાલ ૦૩૩(૨) હિપૃષ્ઠ વાસુદેવ ૧૪૧ અઢીદ્વીપમાં અરહંતાદિ વંશ ૩](૩) સ્વયંભૂ વાસુદેવ ૧૪૨ અઢીદ્વીપમાં અરહંતાદિ ઉત્પત્તિ ૦૩૩](૪) પુરુષોત્તમ વાસુદેવ ૧૪૨ અઢીવીપમાં ઉત્તમ પુરુષો ૦૩૪(૫) પુરુષસિંહ વાસુદેવ ૧૪૩ અધ્યયન–ર–ચક્રવર્તી ચરિત્ર ૦૨૫ (૬) પુરુષપુંડરીક વાસુદેવ ૧૪૪ ૦ ચક્રવર્તી સ્વરૂપ ૦૩૫T(૭) દત્ત વાસુદેવ ૧૪૪ ૦ ભરતક્ષેત્રના વર્તમાન ચક્રવર્તી ૦૩૫ |(૮) નારાયણ વાસુદેવ ૧૪૪ ૧. ભરતચક્રી કથા ૦૩૬ ! (૯) કૃષ્ણ વાસુદેવ ૧૪૫ ૨. સગરચક્રી કથા ૦૮૭ | બલદેવ સ્વરૂપ ૧૪૫ 3. મધવચક્રી કથા ૦૯૦ (૧) અચળ બળદેવ ૪. સનસ્કુમારચક્રી કથા ૦૯૧ (૨) વિજય બળદેવ ૧૪૬ ૫. શાંતિચક્રી કથા ૧૦૧(૩) ભદ્ર બળદેવ ૧૪૬ ૬. કુંથુચક્રી કથા ૧૦૨ (૪) સુપ્રભ બળદેવ ૭. અરચક્રી કથા ૧૦૩ (૫) સુદર્શન બળદેવ ૮. સુભૂમચક્રી કથા (૬) આનંદ બળદેવ ૧૪૮ ૯. મહાપદ્મચક્રી કથા ૧૦૬ T(૭) નંદન બળદેવ ૧૪૮ ૧૦. હરિષણચક્રી કથા ૧૧૩/(૮) પદ્મ બળદેવ ૧૪૯ ૧૧. જયચક્રી કથા ૧૧૪ ! (૯) રામ બળદેવ ૧૪૯ ૧૨. બ્રહ્મદત્તચક્રી કથા ૧૧૫૦ પ્રતિવાસુદેવ સ્વરૂપ ૧૫૦ - ચક્રવર્તી સામાન્ય ૧૩૫ (૧) અશ્વગ્રીવ પ્રતિશત્રુ ૧૫૧ - અઢીદ્વીપમાં ચક્રવર્તી વિજય | ૧૩૫(૨) તારક પ્રતિશત્રુ ૧૫૧ – આગામી કાળે થનાર ચક્રવર્તી ૧૩૬ (૩) મેરક પ્રતિશત્રુ ૧૫૧ - ચક્રવર્તીની સંખ્યા ૧૩૬ (૪) મધુકૈટભ પ્રતિશત્રુ ૧૫૧ - ચક્રવર્તીની ઋદ્ધિ ૧૩૬ [(૫) નિશુંભ પ્રતિશત્રુ ૧૫૧ – ચક્રવર્તીનો સર્વ વૈભવ (૬) બલિ પ્રતિશત્રુ ૧૫૧ અધ્યયન-૩ (૭) પ્રહ્માદ પ્રતિશત્રુ ૧૫૧ | બલદેવ-વાસુદેવ-પ્રતિશત્ર | ૧૩૯ |(૮) રાવણ પ્રતિશત્ર ૧૫૧ ૦ ભૂમિકા – ત્રણે સાથે કેમ ? | ૧૩૯ (૯) જરાસંઘ પ્રતિશત્રુ ૧૫ર – દશારદિશામંડલનો અર્થ ૧૩૯ કૃષ્ણ–રામ–જરાસંઘ કથા ઉપર ૦ વાસુદેવ સ્વરૂપ ૧૪૦ | ભરતક્ષેત્રના ભાવિ–બલદેવાદિ ૧૭ર વાસુદેવ પરીચયાત્મક કથા - ઐરાવત ક્ષેત્રના બલદેવ–આદિ | ૧૭૨ (૧) ત્રિપૃષ્ઠ વાસુદેવ ૧૪૧ | અચલ અને વિભિષણ ! ૧૭૩ – ૮ – ૪ - 4 1 Page #10 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ૨૫૯ ૩૧૬ | ભાગ-૨–અંગર્ત ખંડ–ર–શ્રમણ કથાનક અધ્યયન–૧-ગણધર કથા | ૧૭૪ અધ્યયન–૩–ગોશાલક કથા – ગણનો અર્થ ૧૭૪ ગોશાળાનો પૂર્વભવ, આભવ, | ગણધરનો અર્થ ૧૭૪– ભાવિભવોથી મોક્ષ સુધી ભ.મહાવીરના ગણ–ગણધર ૧૭પ – ૮ – ૮ –૦ ગણધર કથાનક : ૧૭૫ | અધ્યયન-૪-પ્રત્યેકબુદ્ધ કથા | ૧. ઇન્દ્રભૂતિ ગૌતમ કથા ૧૭૫૦ પ્રત્યેકબુદ્ધનું સ્વરૂપ – ૩૧૪ ૨. અગ્નિભૂતિ ગણધર કથા ૧૮૮(૧) કરકંડુ પ્રત્યેકબુદ્ધ કથા 3. વાયુભૂતિ ગણધર કથા ૧૯૨ [(૨) દ્વિમુખ પ્રત્યેકબુદ્ધ કથા ૩૨૦ ૪. વ્યક્ત ગણધર કથા ૧૯૪(૩) નમિ પ્રત્યેકબુદ્ધ કથા ૩૨૨ ૫. સુધર્મા ગણધર કથા ૧૯૬(૪) નગ્નતિ પ્રત્યેકબુદ્ધ કથ ૩૩૧ ૬. મંડિતપુત્ર ગણધર કથા ૧૯૯- કરકંડુ આદિ ચારેનો મોક્ષ ૩૨૭ ૭. મૌર્યપુત્ર ગણધર કથા ૨૦૨૦ ઋષિભાષિત પયત્રા મુજબ ૮, અકંપિત ગણધર કથા ૨૦૫પીસ્તાળીશ પ્રત્યેકબુદ્ધો ૯. અચલભ્રાતા ગણધર કથા ૨૦૭૧. ભ.અરિષ્ટનેમિના શાસનના ૧૦. મેતાર્ય ગણધર કથા : ૨૦૯)- વીશ પ્રત્યેકબુદ્ધો ૧૧. પ્રભાસ ગણધર કથા ૨૧૧/૨. ભ.પાર્ષના શાસનના ૦ ચોવીસ જિનના ગણધરો ૨૧૩ - પંદર પ્રત્યેકબુદ્ધો ૨૪૨ – –– » –– | 3. ભ.મહાવીરના શાસનના અધ્યયન-૨–નિલવ કથા - |- દશ પ્રત્યેક બુદ્ધો ૩૪૨ ૦ નિભવનો અર્થ ૨૧૪ (૫) ઇન્દ્રનાગ પ્રત્યેકબુદ્ધ કથા ૩૪3 (૧) જમાલિ નિલવ કથા ૨૧૪T (૬) ધર્મરુચિ પ્રત્યેકબુદ્ધ કથા ૩૪૪ (૨) તિષ્યગુપ્ત નિલવ કથા ૨૩૧T(૭) રુદ્રક પ્રત્યેકબુદ્ધ કથા 3४६ (૩) અષાઢ નિદ્ભવ કથા ૨૩૩](૮) વલ્કલચિરિ પ્રત્યેકબુદ્ધ ૩૪૮ (૪) અમિત્ર નિલવ કથા ૨૩૭|(૯) વારત્રક પ્રત્યેકબુદ્ધ કથા | ૩૫૪ (૫) ગંગાચાર્ય નિતવ કથા ૨૪૦(૧૦) નારદ પ્રત્યેકબુદ્ધ કથા ૩૫૮ (૬) રોડગુપ્ત નિલવ કથા ૨૪૪)(૧૧) નાગદત્ત પ્રત્યેકબુદ્ધ કથા ૩૬૧ (૭) ગોષ્ઠામાહિલ નિલવ કથા | ૨૪૯ (૧૨) બાફક પ્રત્યેકબુદ્ધ કથા ૩૬૬ (૮) શિવભૂતિ નિલવ કથા ૨૫૪ (૧૩) વૈપાયન પ્રત્યેકબુદ્ધ કથા ૩૬૭ આગમ કથાનુયોગ ભાગ-૩ | ખંડ-૨ – અંતર્ગત – અધ્યયન૫–મૂળ આગમ આધારિત શ્રમણ કથાઓ ૦ શ્રમણ શબ્દ–અર્થ અને સ્વરૂપ ૦૩૩|૨. ઉદક પેઢાલ પુત્ર કથા ૦૪૫ ૧. આર્કકુમાર કથા ૦૩૪૩. મહાબલાસુદર્શન કથા | ૦૫૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૪ ભાગ-૩ (ખંડ–૨) અધ્યયન—૫ મૂળ આગમની શ્રમણ કથા—(ચાલુ) ૪. કાર્તિક શ્રેષ્ઠી કથા ૫. ગંગદત્ત કથા ૧૦ ૬. ઋષભદત્ત કથા ૭. અતિમુક્ત કથા ૮. સ્કંદક કથા ૯. ગંગેય કથા ૧૦. પુદ્દગલ પરિવ્રાજક કથા ૧૧. કુરુદત્ત પુત્ર કથા ૧૨. તિષ્યક કથા ૧૩. કાલાસ્યવેષિપુત્ર કથા ૧૪. શિવરાજર્ષિ કથા ૧૫. ઉદાયન કથા ૧૬. રોહ કથા ૧૭. કાલોદાયી કથા ૧૮. આનંદ કથા ૧૯. સર્વાનુભૂતિ કથા ૨૦. સુનક્ષત્ર-૧ કથા ૨૧. સિંહ અણગાર કથા ૨૨. સુમંગલ કથા ૨૩. કાલિકપુત્ર કથા + મેહિલ સ્થવિર + આનંદરક્ષિત સ્થવિર + કાશ્યપ સ્થવિર ૨૪. થાવય્યાપુત્ર કથા + શેલકરાજર્ષિ + શુક્રપરિવ્રાજક + પંથકમુનિ ૨૫. જિતશત્રુ–સુબુદ્ધિ કથા ૨૬. ધર્મરુચિ—૧ કથા ૨૭. ધર્મરુચિ—૨ કથા ૨૮. ધર્મચિ—૩ કથા ૨૯. મેઘકુમાર કથા ૩૦. જિનપાલિત કથા ૦૭૨ ૩૧. ધન્ય સાર્થવાહ–૧ કથા ૦૭૭ ૩૨. ધન્ય સાર્થવાહ-૨ કથા ૦૮૦ ૩૩. ચિલાતિપુત્ર કથા ૦૮૩ + ધન્ય સાર્થવાહ કથા ૦૮૬ ૩૪. પુંડરીક–કંડરીક કથા ૦૯૯ | ૩૫. પ્રતિબુદ્ધિ કથા ૦૯૯ | ૩૬. ચંદ્રચ્છાય કથા ૧૦૩|૩૭. શંખ કથા ૧૦૩ ૩૮. રુક્િમ કથા ૧૦૪ ૩૯. અદીનશત્રુ કથા ૧૦૬ ૪૦. જિતશત્રુ–ર કથા ૧૧૩ ૪૧. પાંડવોની કથા ૧૨૬ ૪૨. તેતલિપુત્ર કથા ૧૨૭ ૪૩. ગૌતમમુનિ કથા ૧૩૧|૪૪. સમુદ્ર૧ કથા ૧૩૧૧૪૫. સાગર૧ કથા ૧૩૧ ૪૬. ગંભીર કથા ૧૩૨ ૪૭. સ્તિમિત કથા ૧૩૨ |૪૮. અચલ—૧ કથા ૧૩૨ ૪૯. કાંપિલ્ય કથા ૧૩૨ ૫૦. અક્ષોભ—૧ કથા ૧૩૨ ૫૧. પ્રસેનજિત કથા ૧૩૨ ૫૨. વિષ્ણુકુમાર કથા ૧૩૩ ૫૩. અક્ષોભ—૨ કથા ૧૩૯|૫૪. સાગર ૨ કથા ૧૪૦ | ૫૫. સમુદ્ર—૨ કથા ૧૪૭ ૫૬. હૈમવંત કથા ૧૫૩૨૫૭. અચલ–ર કથા ૧૬૦ ૫૮. ધરણ કથા ૧૬૦ ૫૯. પૂરણ કથા ૧૬૧ ૬૦. અભિચંદ્ર કથા ૧૬૨ ૬૧. અનીયસ કથા ૨૦૫ ૬૨. અનંતસેન કથા ૨૧૬ ૨૨૦ ૨૩૩ ૨૩૩ ૨૪૪ ૨૫૨ ૨૫ર ૨૫૨ પર ૨૫૩ ૨૫૩ ૨૫૩ ૨૫૫ ૨૫૫ ૨૫૭ ૨૫૭ ૨૫૮ ૨૫૮ ૨૫૮ ૨૫૮ ૨૫૯ ૨૫૯ ૨૫૯ ૨૬૦ ૨૬૦ ૨૦ ૨૬૦ ૨૬૧ ૨૬૧ ૨૬૧ ર૬૧ ૨૬ ૨૬૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ–૩ (ખંડ–૨) અધ્યયન—પ મૂળ આગમની શ્રમણ કથા (ચાલુ) ૬૩. અનિહત કથા ૬૪. વિદ્વત્ કથા ૬૫. દેવયશ કથા ૬૬. શત્રુસેન કથા ૨૬૩ ૯૬. સુમનભદ્ર કથા ૨૬૩ | ૯૭. સુપ્રતિષ્ઠ કથા ૨૬૩ ૯૮. મેઘ કથા ૬૭. સારણ કથા ૬૮. ગજસુકુમાલ–૧ કથા ૬૯. ગજસુકુમાલ–ર કથા ૭૦. સુમુખ કથા ૭૧. દુર્મુખ કથા ૭૨. પદારક કથા ૭૩. દારુક કથા ૭૪. અનાષ્ટિ કથા ૭૫. જાલિ—૧ કથા ૭૬. મયાલિ–૧ કથા ૭૭. ઉવયાલિ—૧ કથા ૭૮. પુરુષસેન—૧ કથા ૭૯. વારિષણ-૧ કથા ૮૦. પ્રદ્યુમ્ન કથા ૮૧. શાંબ કથા ૮૨. અનિરુદ્ધ કથા ૮૩. સત્યનેમિ કથા ૮૪. દૃઢનેમિ કથા ૮૫. મંકાઈ કથા ૮૬. કિંકમ કથા ૮૭. અર્જુનમાળી કથા ૮૮. કાશ્યપ કથા ૮૯. ક્ષેમક કથા ૯૦. ધૃતિધર કથા ૯૧. કૈલાશ કથા ૯૨. હરિચંદન કથા ૯૩. વાત્ત કથા ૯૪. સુદર્શન કથા ૯૫. પૂર્ણભદ્ર-૧ કથા ૨૬૩ | ૯૯. અલક્ષ્ય કથા ૨૬૩ ૧૦૦. જાલિ—૨ કથા ૨૬૪ ૧૦૧. મયાલિ–૨ કથા ૨૮૩ ૧૦૨. ઉવયાલિ–૨ કથા ૨૮૪ ૧૦૩. પુરુષસેન—૨ કથા ૨૮૪ ૧૦૪. વારિષણ–૨ કથા ૨૮૪ ૧૦૫. દીર્ઘદંત કથા ૨૮૪ ૧૦૬. લષ્ટદંત કથા ૨૮૫ ૧૦૭. વેહા—૧ કથા ૨૮૫ ૧૦૮. વેહાયસ કથા ૨૮૫૧૦૯, અભય કથા ૨૮૫ ૧૧૦. દીર્ઘસેન કથા ૨૮૫૧૧૧. મહાસેન કથા ૨૮૫ ૧૧૨. ધન્ય અણગાર કથા ૨૮૫ ૧૧૩. સુનક્ષત્ર–૨ કથા ૨૮૬|૧૧૪. ઋષિદાસ કથા ૨૮૮ ૧૧૫. પેન્નક કથા ૨૮૯ ૧૧૬. રામપુત્ર કથા ૨૮૯ ૧૧૭. ચંદ્રમ કથા ૨૮૯ ૧૧૮. સૃષ્ટિમાતૃક કથા ૨૮૯ ૧૧૯. પેઢાલપુત્ર કથા ૨૯૦ ૧૨૦. પોટ્ટિલ કથા ૨૯૬ | ૧૨૧, વેહલ–૨ કથા ૨૯૬ | ૧૨૨. સુબાહુ કથા ૨૯૬ | ૧૨૩. ભદ્રનંદી–૧ કથા ૨૯૬ | ૧૨૪. સુજાત કથા ૨૯૬ | ૧૨૫. સુવાસવ કથા ૨૯૬ | ૧૨૬. જિનદાસ કથા ૨૯૬ | ૧૨૭. ધનપતિ કથા ૨૯૬ | ૧૨૮. મહાબલ કથા ૧૧ ૨૯૬ ૨૯૬ ૨૯૬ ૨૯૬ ૨૯૭ ૨૯૮ ૨૯૯ ૨૯૯ ૨૯૯ ૨૯૯ ૩૦૦ ૩૦૦ ૩૦૦ ૩૦૦ ૩૧૪ ૩૧૪ ૩૧૪ ૩૨૩ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૯ 330 330 330 ૩૩૧ ૩૩૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આગમ કથાનુયોગ-૪ | ભાગ-૩ (ખંડ-૨) અધ્યયન–પ મૂળ આગમની શ્રમણ કથા (ચાલુ) | ૩૪૮ ૩૪૮ 3४८ ૩૪૮) 3४८ 3४८ ૩૪૮ ૩૪૮ 3४९ ૩૫૯ ૩૬૩ ૩૬૪ ૩૭૨ ૩૭૫ ૩૭૭ ૧૨૯. ભદ્રનંદી–૨ કથા ૩૩૧/૧૫૭. પગત (પ્રકૃત) કથા | ૧૩૦. મડચંદ્ર કથા ૩૩૨ ૧૫૮. યુક્તિ (જુત્તિ) કથા ૧૩૧. વરદત્ત કથા ૩૩૨ ૧૫૯. દશરથ કથા ૧૩૨. દઢપ્રતિજ્ઞ–૧ કથા ૩૩૨/૧૬૦. દઢરથ કથા ૧૩૩. કેશી (કુમાર) કથા 333 |૧૬૧. મહાધન કથા ૧૩૪. દૃઢપ્રતિજ્ઞ–કથા ૩૩૫/૧૬૨. સપ્તધનું કથા ૧૩૫. પદ્મ કથા ૩૩૬/૧૬૩. દશધનુ કથા ૧૩૬. મહાપદ્મ કથા ૩૩૭/૧૬૪. શતધનું કથા ૧૩૭. ભદ્ર કથા ૩૩૭] ૧૬૫. નાગીલ કથા ૧૩૮. સુભદ્ર કથા ૩૩૭] ૧૬૬. વજ આચાર્ય કથા ૧૩૯. પદ્મભદ્ર કથા ૩૩૮૧૬૭. શ્રીપ્રભ કથા ૧૪૦. પદ્મસેન કથા ૩૩૮ ૧૬૮. સાવદ્યાચાર્ય (કુવલયપ્રભ) ૧૪૧. પદ્મગુલ્મ કથા ૩૩૮/૧૬૯. નંદીષેણ–૧ કથા ૧૪૨. નલિનગુલ્મ કથા ૩૩૮/૧૭૦. આસડ કથા ૧૪૩. આનંદ-૨ કથા ૩૩૯) ૧૭૧. અનામી (મુનિ) કથા ૧૪૪. નંદન કથા ૩૩૯૧૭૨. સુસઢ કથા ૧૪૫. અંગતિ કથા ૩૩૯ + ગોવિંદબ્રાહ્મણ, + કુમારવર ૧૪૬. સુપ્રતિષ્ઠ કથા ૩૪૧૧૭૩. ચિત્ર(મુનિ) કથા ૧૪૭. પૂર્ણભદ્ર-ર કથા (૩૪૧|૧૭૪. રથનેમિ કથા ૧૪૮. મણિભદ્ર કથા ૩૪૨/૧૭૫. હરિકેશબલ કથા ૧૪૯. દત્ત કથા ૩૪૩૧૭૬. જયઘોષ + વિજયઘોષ ૧૫૦, શિવ કથા. ૩૪૩૧૭૭. અનાથી (મુનિ) કથા ૧૫૧. બલ કથા ૩૪૩૧૭૮. સમુદ્રપાલ કથા ૧૫ર. અનાધૃત કથા ૩૪૩,૧૭૯. મૃગાપુત્ર (બલશ્રી) કથા ૧૫૩. નિષધ + વીરંગદ કથા ૩૪૪|૧૮૦. ગર્દભાલિ કથા ૧૫૪. માયની કથા ૩૪૮|+ સંજયરાજા + ક્ષત્રિયમુનિ ૧૫૫. વહ કથા ૩૪૮૧૮૧. ઇષકાર કથા ૧૫૬. વેહ (વેલ) કથા ૩૪૮ + ભૃગુ પુરોહિત કથા આગમ કથાનુયોગ ભાગ-૪ -: (ખંડ-૨ અધ્યયન-૫) આગમ સટીકની શ્રમણ કથા :૧૮૨, અતિમુક્ત મુનિ કથા | ૦૩૩] ૧૮૪. અંબર્ષિ કથા ૧૮૩. અંગષેિ કથા 033| ૧૮૫. અચલ-૩ કથા ૩૭૮ ૩૯૮ ૩૯૮ ૪૦૧ ४०७ ૪૧૦ ૪૧૪ ૪૧૬ ૪૨૨ ૪૨૨ ૪૨૫ ૪૨૫ ૦૩૪ ૦૩૫ Page #14 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ-૪ (ખંડ-૨ અધ્ય.૫) આગમ સટીકની શ્રમણ કથા (ચાલુ) o૮૮ 022 ૦૮૯ ૦૯૨ ૦૯૩ 0પ0 Gજ ૦૫૦ ૦૬ OGO ૦૯૯ Goo ૧૦૧ ૧૦૧ ૧૮૬. અચલ-૪ કથા ૧૮૭. આર્યરક્ષિત કથા ૧૮૮. અર્જુન (પાંડવ) કથા ૧૮૯ અર્ણિકાપુત્ર કથા ૧૦. અપરાજિત કથા ૧૯૧. અભિચંદ્ર કથા ૧૨. અભિચીકુમાર કથા ૧૩. અમૃતઘોષ કથા ૧૯૪. અજાપાલક વાચક કથા ૧૫. અહંન્નક કથા ૧૬. અહન મિત્ર કથા ૧૭. અવંતિસુકુમાલ કથા ૧૯૮. અશકટાતાત કથા ૧૯૯ અષાઢાભૂતિ કથા ૨૦૦. અષાઢાચાર્ય કથા ૨૦૧. અંગારમઈક કથા ૨૦૨. ઇન્દ્રદત્ત (અંતર્ગત) સાધુ ૨૦૩. ઇલાચિપુત્ર કથા ૨૦૪. ઋષભસેન ગણધર . ૨૦૫. ઋષભસેન + સિંહસેન ૨૦૬. ઉત્સાર વાચક કથા ૨૦૭. એણેયક કથા ૨૦૮. કાષ્ઠ મુનિ કથા ૨૦૯. કઠિયારાની કથા ૨૧૦. કૃષ્ણ આચાર્ય કથા ર૧૧. કૃતપુણ્ય કથા ૨૧૨. કાર્તિકાર્ય કથા ૨૧૩. કપિલમુનિ કથા ૨૧૪. કાલક-૧ કથા ૨૧૫. કાલક-૨ ફળા ૨૧૬. કાલક-૩ કથા ૨૧૭. કાલક-૪ કથા ૨૧૮. કાલવૈશિક કથા ૦૩૫] ૨૧૯. કાશીરાજ દષ્ટાંત ૦૩૬] ૨૨૦. કુણાલ કથા ૦૪૪| ૨૨૧. કુમારપુનિક કથા ૦૪પ | ૨૨૨. કુમાર મહર્ષિ કથા ૦૪૮૨૨૩. કુરુદત્ત સુત કથા ૦૪૯|૨૨૪. ફૂલવાલક કથા ૦૪૯ ૨૨૫. કૌડિન્યાદિ તાપસ કથા ૦૫૦૨૨૬. ખપુટાચાર્ય કથા ૨૨૭. સ્કંદક-ર કથા ૨૨૮.સ્કંદિલાચાર્ય કથા o૫૨| ૨૨૯ સુઘકકુમાર કથા ૦૫૩ | ૨૩૦. ગાર્ગાચાર્ય કથા ૦૫૪ ૨૩૧. ગાગલિ કથા ૦૫૬/૨૩ર. ગુસંધર કથા ૦૫૯ ૨૩૩. ગુણચંદ્ર-૧ + મુનિચંદ્ર ૦૬૩|+ સાગરચંદ્ર + ચંદ્રાવતંસક ૦૬૪ ૨૩૪. ગુણચંદ્ર-૨+સાગરચંદ્ર ૦૬૫ ૨૩૫. ગોવિંદ વાચક કથા ૬૭ ૨૩૬. ધૃતપુષ્યમિત્ર કથા ૬૮ ૨૩૭. ચંડરુદ્રાચાર્ય + સાધુ ૦૬૮ ૨૩૮. ચાણક્ય કથા ૨૩૯ ચિલાત–ર કથા ૦૭૧ ૨૪૦. જમુનરાજર્ષિ + દંડમુનિ ૨૪૧. જંઘાપરિજિત કથા ૨૪ર. જંબુસ્વામી કથા ૨૪૩. જગાણંદ કથા ૨૪૪. જવ મુનિ કથા ૦૭૭ ૨૪૫. યશોભદ્ર (જસભ૬) | ૨૪૬. જિનદેવ કથા ૦૮૩ ૨૪૭. યુધિષ્ઠિર (જુહિઠિલ) ૨૪૮. જવલન આદિ કથા * દહનમુનિ + હુતાશનમુનિ ૦૮૭, ૨૪૯ ટંટણકુમાર કથા ૧૦૫ ૧૦૬ ૧૦૮ o ૧૧૪ ૧૧૫ oછર ૧૧૬ ૧૧૬ ૦૭૩ ૧૧૮ ૧૧૮ ૧ર૦ o૮૧ ૧ર૦ ૧૨૦ ૦૮૪ ૧૨૧ ૦૮૬ Page #15 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૪ ભાગ-૪ (ખંડ-૨ અધ્ય.–૫) આગમ સટીકની શ્રમણ કથા (ચાલુ) - - ૧૬૬ ૧૬૭ ૧૬૭| ૧૬૮ ૧૬૯ 990 ૧૭૦ ૧૭૩ ૧૭૩ ૧૪૭, ૧૭૪ ૧૭૫ ૧૪૮ ૧૭૭ ૫૦. તોસલિપુત્ર કથા રપ૧. સ્થૂલભદ્ર + શ્રીયક કથા ૨૫. દઢપ્રહારી-૧ કથા ૨૫૩. સંગમસ્થવિર કથા + દત્તમુનિ કથા ર૫૪. દધિવાહન કથા રપપ. દમદંત કથા. ૨૫૬. દશાર્ણભદ્ર કથા ૨૫૭. દત્ત + સેવાલાદિ કથા ૨૫૮. દુwભ કથા ર૫૯ દુર્બલિકા પુષ્યમિત્ર કથા ૨૬૦. દેવદ્ધિગણિ કથા ૨૬૧, દેવલાસુત કથા ૨૬૨. દેવશ્રમણક કથા ૨૬૩. ધનગિરિ કથા ૨૬૪. ધનમિત્ર + ધનશમી ર૬૫, ધન્યની કથા ર૬૬. ધર્મઘોષ-૧ કથા ર૬૭. ધર્મઘોષ–૨ કથા ર૬૮. ધર્મઘોષ-૩ કથા ૨૬૯. ધર્મઘોષ-૪ + સુજાતા ૨૭. ધર્મસિંહ કથા ૨૭૧. નકુલ પાંડવ કથા ૨૭૨, નંદ (સુંદરીનંદ) ૨૭૩. નંદિષણ-ર કથા ર૭૪. નંદિષેણ-૩ કથા ૨૭૫. નંદિષેણ-૪ કથા ૨૭૬. નાગિલ-૨ કથા ૨૭૭. નાગાર્જુન કથા ર૭૮. નાગદત્ત–૧ કથા ર૭૯. નાગદત્ત-૨ કથા ૨૮૦. પંચક કથા ૨૮૧. પ્રભવ (ચોર) કથા ૧૨૩ ૨૮૨. પ્રસન્નચંદ્ર કથા ૧૨૩) ૨૮૩. પાદલિપ્તસૂરિ કથા ૧૩૩] ૨૮૪. પિટર કથા | ૨૮૫. પુષ્પચૂલ કથા ૨૮૬. પુષ્યભૂતિ + પુષ્યમિત્ર ૨૮૭. “પુષ્યમિત્ર” કથા ૧૩૬) ૨૮૮. પોતપુષ્યમિત્ર કથા ૨૮. પિંગલક કથા ૧૪૪ / ૨૯૦. શ્રક્ષિત કથા ૨૧. બલભાનુ કથા ૧૪૫૨૯૨. બાહુબલિ કથા ૧૪૬ / ૨૯૩. ભદ્ર-૧ કથા ૧૪૬ ર૯૪. ભદ્ર-૨ (જિતશત્રુપુત્ર) ૨લ્પ. ભદ્રગુણાચાર્ય કથા ૧૪૮ | ર૯૬. ભદ્રબાહુસ્વામી કથા | ૨૭. ભશકમુનિ કથા ૧૪૯ | ૨૯૮. ભીમ (પાંડવ) કથા ર૯. ધર્મઘોષ–પ કથા ૧૫o + ધર્મયશઅવંતિવર્ધન ૧૫૦ ૩૦૦. મનક કથા ૩૦૧. મહાગિરિ કથા ૧૫૩|૩૦૨. મહાશાલ + શાલ કથા ૧૫૩ | ૩૦૩, મુનિચંદ્ર કથા ૧૫૪ [ ૩૦૪. મેતાર્ય કથા ૧૫૫ ૩૦૫. રંડાપુત્ર કથા ૧૫૫/૩૦૬. રોહિણિક કથા ૧૫૬ [૩૦૭. લોહાર્ય કથા | ૩૦૮. વજસ્વામી કથા ૧૫૯૧ ૩૦૯. વજભૂતિ કથા ૧૫૯] ૩૧૦. વજસેન આચાર્ય કથા | ૩૧૧. વસ્ત્રપુષ્યમિત્ર કથા ૧૬ર ૩૧૨. વિંધ્યમુનિ કથા ૧૬ર ૩૧૩. વિષ્ણુકુમારમુનિ કથા ૧૭૮ ૧૫o ૧૫૧ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૩) ૧૮ ૧૮૮ ૧૫૮ ] ૧૮૯ ૧૬૧ | ૧૯૯ ૧૯૯ ૨૦૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ૧૫ ભાગ-૪ (ખંડ-૨, અધ્ય–૫) આગમ સટીકંની શ્રમણ કથા (ચાલુ) | ૨૧૧ ૨૧૧ ૧ ૨૧૨ ૨૧૫ ૨૧૮ ૩૧૪. સંભૂતિવિજય કથા ૨૦૧૩૨૨. સુનંદ કથા ૩૧૫. (આર્ય) સમિત કથા ૨૦૧ ૩ર૩. સુમનભદ્ર કથા ૩૧૬. શશક (મુનિ) કથા ૨૦૩] ૩૨૪. સુવ્રત કથા ૩૧૭. સહદેવ (પાંડવ) કથા ૨૦૪|૩૨૫. સુહસ્તિ કથા ૩૧૮. શાલિભદ્ર કથા ૨૦૪૩૨૬. શäભવ કથા ૩૧૯, શીતલાચાર્ય કથા ૨૦૯ ૩૨૭. સોમદેવ-૧ કથા ૩૨. સિંહગિરિ કથા ૨૧૦૩૨૮. સોમદેવ–૨ કથા | ૩૨૧. સુકોશલ કથા ૨૧૧ ૩૨૯. હસ્તિભૂતિ+હસ્તિમિત્ર ભાગ-૪ – (ચાલુ) ખંડ-૩ શ્રમણી કથાનક મૂળ આગમની – શ્રમણી કથાઓ ૨૧૮ ૨૧૯ 3o૮ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ 3૦૯ ૧. અનવધા કથા ૨. ચંદના કથા ૩. જયંતી કથા ૪. દેવાનંદા કથા પ. પ્રભાવતી કથા ૬. મૃગાવતી કથા છે. દ્રૌપદી કથા ૮. પોટ્ટિલા કથા ૯. કાલી-૧ કથા ૧૦. રાજી કથા ૧૧. રજની કથા ૧૨ વિધુત કથા ૧૩. મેધા કથા ૧૪. શુંભા કથા ૧૫. નિશુંભા કથા ૧૬. રંભા કથા ૧૭. નિરંભા કથા ૧૮. મદના કથા ૧૯, ઇલા કથા ૨૦. સતેરા કથા ૨૧. સૌદામિની કથા ૨૨૦ ૨૨. ઇન્દ્રા કથા ૨૩. ધના કથા ૨૨૫] -૨૪. વિધુતા કથા ૨૫. રૂપા કથા ૨૬. સુરપા કથા ૨૭. રૂપાંશા કથા ૨૮. રૂપકાવતી કથા ૨૮૬ ૨૯. રૂપકાંતા કથા ૨૯૯ી ૩૦ રૂપપ્રભા કથા ૩૦૫' ૩૧. કમલા કથા ૩૦૬ ૩૨. કમલપ્રભા કથા 33. ઉત્પલા કથા | ૩૪. સુદર્શના કથા | ૩૫. રૂપવતી કથા ૩૦૭ ૩૬. બહુરૂપી કથા 3g૭ | | ૩૭. સુરપા કથા ૩૮. સુભગા કથા ૩૦૭ ૩૯. પૂર્ણ કથા ૩૦૭ ૪૦. બહુપુત્રિકા કથા 3૦૮ | ૪૧. ઉત્તમ કથા ૩૦૮| ૪૨. ભારિકા કથા ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ 39 3o 309 ૩૦૯ ૩૦૯ ૩૦૯ 3૦૯ ૩૦૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૪ ભાગ-૪ (ખંડ–૩) મૂળ આગમની શ્રમણી કથા (ચાલુ) ૩૧૨ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૪ ૩૧૪. ૩૧૪ | ૩૧૫ ૩૧૫ ૪૩. પા કથા ૪૪. વસુમતી કથા ૪૫. કન્નડા કથા ૪૬. કનકપ્રભા કથા ૪૭. અવતંસા કથા ૪૮. કેતુમતી કથા ૪૯. વજર્સના કથા ૫૦. રતિપ્રિયા કથા ૫૧. રોહિણી કથા પર. નવમિફા-૧ કથા ૫૩. હી કથા ૫૪. પુષ્પવતી કથા પપ. ભુજગા કથા ૫૬. ભુજગાવતી કથા ૫૭. મહાફા કથા ૫૮. અપરાજિતા કથા ૫૯. સુઘોષા કથા ૬૦. વિમલા કથા ૬૧. સુસ્વરા કથા ૬૨. સરસ્વતી કથા ૬૩. સૂર્યપ્રભા કથા ૬૪. આતપા કથા ૬૫. અર્ચિમાલી-૧ કથા ૬૬. પ્રભંકરા–૧ કથા ૬૭. ચંદ્રપ્રભા કથા ૬૮. જ્યોત્સનાભા કથા ૬૯. અર્ચિમાલી–ર કથા ૭૦. પ્રભંકરા-૨ કથા ૭૧. પદ્માવતી કથા ૭૨. શિવા કથા ૭૩. શચિ કથા ૭૪. અંજૂ કથા ૭૫. રોહિણી કથા ૩૦૯૭૬. નવમિકા–ર કથા ૩૦૯|૭૭. અચલા કથા ૩૦૯) ૦૮. અપ્સરા કથા ૩૦૯૭૯. કૃષ્ણા કથા ૩૦૯૮૦. કૃષ્ણરાજી કથા ૩૦૯| ૮૧. રામ કથા ૩૦૯|૨. રામરણિતા કથા ૮૩. વસુ કથા ૮૪. વસુગુપ્તા કથા ૩૦૯ ૮૫. વસુમિત્રા કથા ૩૦૯|૮૬. વસુંધરા કથા ૩૦૯૮૭ ગોપાલિકા કથા ૩૦૯ ૮૮. પુષ્પચૂલા કથા ૩૦૯|૮૯. સુવતા-૧ કથા ૩૦૯ ૯૦. સુવતાર કથા ૩૦૯ ૧. પદ્માવતી કથા ૩૦૯ ૨. ગૌરી કથા ૩૦૯૯૪. ગાંધારી કથા ૩૦૯૯૪. લક્ષ્મણા કથા ૩૦૯૯૫. સુશીમા કથા ૩૧૦]૯૬. જાંબવતી કથા ૩૧૧ ૯૭. સત્યભામા કથા ૯૮. રુક્મિણી કથા ૯ મૂલશ્રી કથા ૩૧૧ ૧ ૧૦૦. મૂલદત્તા કથા ૩૧૧ ૧૦૧. નંદા કથા ૩૧૧, ૧૦૨, નંદવતી કથા | ૧૦૩. નંદોત્તરા કથા ૩૧૨ ૧૦૪. નંદશ્રેણિકા કથા ૩૧૨/૬ | ૧૦૫. મરતા કથા ૧૬. સુમરુતા કથા ૩૧૨] ૧૦૭. મહામરતા કથા ૩૧૨] ૧૦૮. મરૂદેવા કથા ૩૨૦ ૩૨ ૩૨ ૩૨૦ ૩૨૦ ૩૧૧ ૩૨૦ ૩૧૧ ૩૨૧ ૩૨૧) ૩૨૧ ૩રર ૩૧૧] ૩૨૦ ૩૧૨ ૩૨ - ૩રર 3રર Page #18 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ-૪ (ખંડ–૩) મૂળ આગમની શ્રમણી કથા (ચાલુ) 3૪૬ ૩૪૯ ૩૪૯ ૩૪૯ ૩૪૯ 3૪૯ ૩૪૯ ૩૪૯ ૩૪૯ ૩૨૭] ૩૪૯ ૩૨૯ ૩પ૦ ૩૫૧ ૩૫૩ ૩૩૧ ૩૫૩ 332 ૩૫૪ ૩૫૬ ૧૦૯, ભદ્રા કથા ૩૨૨ ૧૨૮. શ્રીદેવી (ભૂતા) કથા ૧૧૦. સુભદ્રા કથા ૩૨૨| ૧૨૯ હીદેવી કથા ૧૧૧. સુજાતા કથા ૩૨૨] ૧૩૦. ધુતિદેવી કથા ૧૧ર. સુમના કથા ૩૨૨ ૧૩૧. કીર્તિદેવી કથા ૧૧૩. ભૂતદત્તા કથા ૩૨૨] ૧૩૨. બુદ્ધિદેવી કથા ૧૧૪. કાલી-૨ કથા ૩રર ૧૩૩. લક્ષ્મીદેવી કથા ૧૧૫. સુકાલી કથા ૩૨૫| ૧૩૪. ઇલાદેવી કથા ૧૧૬. મહાકાલી કથા ૩૨૬] ૧૩૫. સુરાદેવી કથા ૧૧૭. કૃષ્ણા કથા ૩ર૭ ૧૩૬. રસદેવી કથા ૧૧૮. સુકૃષ્ણા કથા ૧૩૭. ગંધદેવી કથા ૧૧૯. મહાકૃષ્ણ કથા ૧૩૮. પાંડુઆર્યા કથા ૧૨૦. વીરકૃષ્ણા કથા ૩૩૦] ૧૩૯. કમલામેલા કથા ૧૨૧. રામકૃષ્ણા કથા ૧૪૦. ભક્િદારિકા (?) કથા ૧૨૨. પિતૃસેનકૃષ્ણા કથા ૧૪૧. મેઘમાલા કથા ૧૨૩, મહાસેનકૃષ્ણા કથા ૧૪ર. રજુઆ કથા ૧૨૪. યક્ષિણી કથા ૧૪૩. લક્ષ્મણાઆર્યા કથા ૧૨૫. બ્રાહ્મી કથા ૩૩૩ ૧૪૪. વિષ્ણુશી કથા ૧૨૬. સુંદરી કથા ( ૧૪૫. કમલાવતી કથા ૧૨૭. સુભદ્રા કથા ૩૩૭] ૧૪૬. જસા કથા + સોમા કથા | ૧૪૭. રજીમતી કથા | ભાગ-૪ (ખંડ–૩) આગમ-સટીકંની શ્રમણી કથા | ૧૪૮. અંગારવતી કથા ૩૬૪|૧૫૯. જયંતિ + સોમા કથા ૧૪૯. અર્ધસંકાશા કથા ૩૬૫ ૧૬૦. યશોભદ્રો કથા ૧૫. ઉત્તરા કથા ૩૬૬ ૧૬૧. યશોમતી કથા ૧૫૧. કીર્તિમતિ કથા ૧૬૨. ધનશ્રી (સવાંગસુંદરી) ૧૫૨. ચક્ષા કથા | ૧૬૩. ધારિણી કથા ૧૫૩. ચક્ષદિન્ના કથા | ૧૬૪. પદ્માવતી કથા ૧૫૪. ભૂતા કથા ૩૬૭] ૧૬૫. પ્રગલભા + વિજયા ૧૫૫. ભૂતદિન્ના કથા ૧૬૬. પુષ્પચૂલા + પુષ્પવતી ૧૫૬. સેણા કથા | ૧૬૭. પુષ્પમૂલા–૨ કથા ૧૫૭. વેણા કથા ૩૬૭) ૧૬૮. પુરંદયશા કથા ૧૫૮. રેણા કથા ૩૬૭] ૧૬૯. ભદ્રા કથા ૩૬૨ ૩૩૫ 3૬૨ ૩૬૩ 3 ૩૬૮ ૩૬૯ ૩૬૬ ૩૬૯ ૩૭૨ 33 ૩૭૩ 33 ૩૭૪ ૩૭૫ ૩૭૫| Page #19 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૪ - - - - - - - - - - - - - - - ----- - - - - -- - ---- - ભાગ-૪ (ખંડ–૩) આગમ સટીકની શ્રમણી કથા (ચાલુ) ૧૭. મનોહરી કથા ૩૭૬ | ૧૭૪. શિવા કથા ૧૭૧. વિગતભયા + વિનયવતી ૩૭૬ ૧૭૫. સુકુમાલિકા-૨ કથા ૧૭૨. નંદશ્રી/શ્રીદેવી કથા ૩૭૭ | ૧૭૬. સુજ્યેષ્ઠા કથા ૧૭૩. શ્રીકા કથા ૩૭૭] ૧૭૭. સુનંદા કથા આગમ કથાનુયોગ-પ - ખંડ–૪–શ્રાવક કથા / ભાગ-૫ (ખંડ–૪) મૂળ આગમની શ્રાવક કથા ૧. લેપ કથા ૦૩૪ ૨૦. સદ્દાલપુત્ર કથા ૧૨પ ૨. ઋષિભદ્રપુત્ર કથા ૦૩૫ ૨૧. મહાશતક કથા ૧૩૬ 3. શંખ + પુષ્કલી કથા ૦૩૮ ૨૨. નંદિનીપિતા કથા ૧૪૧ ૪. નાગપૌત્ર વરુણ + બાલમિત્ર ૦૪૩ ૨૩. લેતિકા/સાલિદી પિતા ૧૪૩ ૫. સોમિલ કથા ૦૪૭ ૨૪. સુદર્શન–ર કથા ૧૪૪ ૬. મક્ક કથા ૦૫૧] | ૨૫. સુમુખ કથા ૧૪૫ ૭. ઉદયન કથા ૨૬. વિજયકુમાર કથા ૮. અભીચિ કથા ૦૫૬ | ૨૭. ઋષભદત્ત કથા ૧૪૬ ૯. તુંગીયાનગરીના શ્રાવકો ૦૫૭] ૨૮. ધનપાલ કથા ૧૪૬ ૧૦, કનકધ્વજ કથા ૦૬૧ ૨૯. મેઘરથ કથા ૧૪૬ ૧૧. નંદમણિયાર કથા ૦૬૨|૩૦. નાગદેવ કથા ૧૪૬ ૧૨. સુદર્શન–૧ કથા ૬૯ ] ૩૧. ધર્મઘોષ કથા ૧૪૬ ૧૩. અન્નક કથા ૦૭૧ ૩૨. જિતશત્રુ કથા ૧૪૬ ૧૪. આનંદ કથા ૦૭૨ | | ૩૩. વિમલવાહન કથા ૧૪૬ ૧૫. કામદેવ કથા ૦૮૮ ૩૪. કોણિક કથા ૧૪૭ ૧૬. ચુલનીપિતા કથા ૧૦૧ | ૩૫. અંબઇશ્રાવક-૭૦૦ શિષ્યો ! ૧૮૨ ૧૭. સુરાદેવ કથા ૧૦૮ ૩૬. પ્રદેશીરાજા કથા ૧૮, યુદ્ધશતક કથા ૧૧૫ ૩૭. સોમિલ કથા ૨૫૪ ૧૯. કુંડકોલિક કથા ૧૨૦૩૮. શ્રેણિક કથા ૨૬૦ ભાગ-૫ (ખંડ-૪) આગમ સટીકની શ્રાવક કથા o૫૩ ૧૪૫ ૦ ૦ ૦ ૦ ૧૮૮ ૩૯. અંબઇ કથા ૪૦, આનંદ-ર કથા ૪૧. ઉદાઈ કથા ૨૭૯/૪૨. ક્ષેમશ્રાવક કથા ૨૮૦.૪૩. ગંધાર શ્રાવક કથા ૨૮૦ ૪૪. ચેટક કથા ૨૮૨ ૨૮૨ ૨૮૩ Page #20 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ૨૮૯ ૨૯૦ ૨૯૮ ભાગ-૫ (ખંડ-૪) આગમ સટીકની શ્રાવક કથા (ચાલુ) ૪૫. જનક કથા ૨૮૩|૨૭. મિત્રશ્રી કથા ૪૬. જિનદાસ—૧ કથા ૨૮૪) ૫૮. મુંડિકામક કથા ૪૭. જિનદાસ–ર કથા ૨૮૪૫૯. મુરુંડ કથા ૨૯૦ ૪૮. જિનદાસ-૩ કથા ૨૮૫ ૬૦. વલ્ગર કથા ૨૯૦ ૪૯. જિનદેવ–૧ કથા ૬૧. વસુભૂતિ કથા ૨૯૧ ૫૦. જિનદેવ–૨ કથા ૬૨. સંપ્રતિરાજાની કથા ૨૯૧ ૫૧. ઢક શ્રાવક કથા ૨૮૭૬૩. સાગરચંદ્ર કથા ૨૯૬ પ૨. ઢઢર કથા ૨૮૭) ૬૪. સુદર્શન કથા ૨૯૬ ૫૩. ધનંજય કથા ૨૮૭ | ૬૫. સુનંદ કથા ૫૪. પદ્મરથ + વૈશ્વાનર કથા ૨૮૮૬૬. સુલસ કથા ૨૯૮ પપ. પ્રસેનજિત કથા ૨૮૮ ૬૭. શ્રેયાંસ કથા ૨૯૯ ૫૬. બલભદ્રકથા ૨૮૯૬૮. ભવીરને પારણું કરાવનારા ૨૯ ભાગ-૫ (ખંડ–૫) – શ્રાવિકા કથા | ૧. સુભદ્રા–૧ કથા ૩૦૨,૧૫. ફાગુની કથા ૩૧૨ ૨. સુલસા કથા ૩૦૪) ૧૬. ફલ્ગશ્રી કથા ૩૧૩ 3. અગ્નિમિત્રા કથા ૩૦૬ ૧૭. બહુલા કથા ૩૧૩ ૪. અનુધરી કથા ૩૦૬ ૧૮. ભદ્રા–૧ કથા ૩૧૩ ૫. અશ્વિની કથા ૦૭ ૧૯, ભદ્રા–ર કથા ૬. ઉત્પલા કથા ૩૦૭ ૨૦. ભદ્રા-3 કથા ૩૧૪ ૭. ઉપકોશા કથા ૩૦૭, ૨૧. મિત્રવતી કથા ૩૧૪ ૮. કોસાગણિકા કથા ૩૦૮ ૨૨. રેવતી કથા ૩૧૫ ૯. ચેલ્લણા કથા ૩૦૮ ૨૩. કસોમાં કથા ૩૧૬ ૧૦. દેવકી કથા ૩૦૯) ૨૪. સાધુદાસી કથા ૩૧૬ ૧૧. દેવદત્તા કથા ૩૧૦] ૨૫. શ્યામા કથા ૩૧૭ ૧૨. ધન્યા કથા ૩૧૧] ૨૬. શિવાનંદા કથા ૧૩. નંદા કથા ૩૧૧) ૨૭. સુભદ્રા–૨ કથા ૩૧૮ ૧૪. પૂષા કથા ૩૧૨| ૨૮. સુભદ્રા-૩ કથા ૩૧૯ u ૩૧૪ ૩૧૭ આગમ કથાનુયોગ ભાગ-૨ ભાગ-૬ (ખંડ–૬) દેવ-દેવીની કથાઓ ૧. વિજયદેવ કથા ૦૩૪૩. ઇશાનેન્દ્ર કથા ૨. શક્રેન્દ્ર કથા ૦૪૪/૪. અમરેન્દ્ર કથા ૦૪૯ ૦૫૮ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આગમ કથાનુયોગ-૪ ૦૭ર ૦૭૫ ૦૭૫ ૦ ભાગ-૬ ખંડ–દ દેવ-દેવી કથાઓ (ચાલુ) | ૫. હરિભેગમેષી કથા ૦૬૫ | ૨૨. બલ યક્ષ કથા ૬. ત્રાયસ્વિંશક દેવ કથા ૦૬૬/૨૩. સંગમ દેવ કથા ૦૭૨ ૭. ચંદ્ર દેવ કથા ૦૬૭|૨૪. વિદ્યુમ્માલી દેવ કથા ૮. સૂર્ય દેવ કથા ૦૬૭ ૨૫. નાગીલ દેવ કથા ૯. શુક્ર દેવ કથા ૦૬૮[૨૬. પ્રભાવતી દેવ કથા ૦૭૩ ૧૦. પૂર્ણભદ્ર દેવ કથા ૦૬૮૨૭. હુંડીક દેવ કથા ૦૭૩ ૧૧. મણિભદ્ર દેવ કથા ૦૬૮ ૨૮. શૈલક યક્ષ કથા ૦૭૪ ૧૨. દત્ત આદિ દેવ કથા ૦૬૮ ૨૯. તિષ્યક દેવ કથા ૦૭૪ ૧૩. સૂર્યાભદેવ કથા ૦૬૯ | ૩૦. જ્વલન + દહન દેવ કથા ૦૭૪ ૧૪. દદ્ર દેવ કથા ૦૬૯ ૩૧. સાગરચંદ્ર દેવ કથા ૧૫. મહાશુક્ર દેવ કથા ૦૬૯ | ૩૨. મુલ્ગરપાણી યક્ષ કથા ૦૭૫ ૧૬. માગધ દેવ કથા ૦૭૦] ૩૩કમલદલ યક્ષ કથા ૦૭પ ૧૭. વરદામ દેવ કથા ૦૭૧ | ૩૪. પુષ્પવતી દેવ કથા ૧૮. પ્રભાસ દેવ કથા ૦૭૧ ૩૫. લલિતાંગ દેવ કથા ૧૯. કૃતમાલ દેવ કથા ૦૭૧૩૬. હિંદુક યક્ષ કથા ૦૭૬ ૨૦. મેઘમુખ દેવ કથા ૦૭૧ ૦ દેવકથા વિશે કંઈક ૦૭૬ ૨૧. શૂલપાણી યક્ષ કથા ૫ ૦૭૧ | ૦ ચોસઠ ઇન્દ્રોના નામ ૦૭૭ – ૪ – ૪ – ૪ –– – – ૪ – ૧. અમરેન્દ્રની અગ્રમહિષીઓ | ૦૭૮ ૧૦. ચંદ્રની અગ્રમડિષીઓ ૦૮૨ ૨. બલીન્દ્રની અગમતિષીઓ ! ૦૭૯ ૧૧. શક્રની અગમહિષીઓ ૦૮૨ 3. ધરણેન્દ્રની અગ્રમહિષીઓ | ૦૭૯ ) ૧૨. ઇશાનેન્દ્રની અગ્રમડિષીઓ ૦૮૨ | ૪. વેણુદેવ આદિની અગમહિષી ૦૭૯ | ૧૩બહુપુત્રિકા દેવી કથા ૦૮૩ | ૫. ભૂતાનંદની અગ્ર મહિષીઓ | ૦૮૦ ૧૪. શ્રી–હી આદિ દશ દેવીઓ ૦૮૩ ૬, વેણુદાલી આદિની અગમહિષીઓ ૦૮૦ ૧૫. હાસા + પ્રહાસા દેવી ૭. પિશાચેન્દ્ર આદિ આઠ { – ૧૬. કટપુતના વ્યંતરી કથા ૦૮૪ – વ્યંતરેન્દ્રોની અગમડિષીઓ ૦૮૦] ૧૭. શાલાર્યા વ્યંતરી કથા ૦૮૪ ૮. મહાકાલ આદિ આઠ - T૧૮. સ્વયંપ્રભા દેવી કથા ૦૮૫ -- વ્યંતરેન્દ્રોની અગમહિષીઓ ૦૮૧ ૧૯. શ્રી દેવી કથા ૦૮૫ ૯. સૂર્યની અગમહિષીઓ ! ૦૮૧ ૨૦. સિંધુદેવી કથા ૦૮૫ ૦૭૬ ૦ & & l&&& 3 4 8 8 8 8 8 8] 3333333 $ $ $ $ $ $ $ $ 3 ૦૮૩ | ભાગ-૬ (ખંડ–૭) પ્રાણી કથાઓ ૧. ઉદાયી હાથીની કથા ૦૮૬) ૩. સેચનક હાથીની કથા ૨. ભૂતાનંદ હાથીની કથા | ૦૮૭૪. વાંદરાની કથા o૮૭ ૦૮૯ Page #22 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ–૬ (ખંડ–૭) પ્રાણી કથાઓ (ચાલુ) ૦૯૦ ૧૦, બળદની કથા ૦૯૧ ૧૧. સર્પની કથા ૫. સુમેરુપ્રભ હાથીની કથા ૬. મેરુપ્રભ હાથીની કથા ૭. દેડકાની કથા ૮. કંબલ–સંબલ બળદોની કથા ૯. ચંડકૌશિકની કથા ભાગ–૬ (ખંડ–૮) અન્યતીર્થિક કથાઓ ૧. મરીચી કથા ૨. કાલોદાયી આદિ દશ ૩ કૈપાયન ઋષિ કથા ૪. રામગુપ્ત આદિ મિથ્યામતિ ૫. તામલિ તાપસ કથા ૬. જમદગ્નિ કથા + પરસુરામ કથા ૭. સ્કંદક પરિવ્રાજક કથા ૮. પુદ્ગલ પરિવ્રાજક કથા ૯. મુગલ પરિવ્રાજક કથા ૧૦. નારદ/કલનારદ કથા ૧૧. વૈશ્યાયન બાલતપસ્વી કથા ખંડ–૯ અન્યકથા ૧૭. બુદ્ધ/શાક્ય કથા ૧૦૧ ૧૮. નૈરિક તાપસ કથા ૧૦૨ ૧૯. ધર્મરુચિ તાપસ કથા ૧૦૨ ૨૦, શિવ તાપસ કથા ૧૦૩ ૨૧. શુક્ર પરિવ્રાજક કથા ૧૦૪ ૨૨. કપિલની કથા ભાગ–૬ (ખંડ–૯) અન્ય કથાઓ અધ્યયન—૧ દુ:ખવિપાકી કથાઓ ૧૧૧|૬. નંદિવર્ધન કથા ૧૧૮ | ૭. ઊંબરદત્ત કથા ૧૨૩|૮. શૌર્યદત્ત કથા ૧૨૮ ૯. દેવદત્તા કથા ૧૩૧ ૧૦. અંજૂની કથા ૧. મૃગાપુત્રની કથા ૨. ઉજ્જિતકની કથા 3. અભગ્રસેન કથા ૪. શકટની કથા ૫. બૃહસ્પતિદત્ત કથા ખંડ–૯ અન્યકથા ૦૯૧ ૧૨. હાથીની કથા ૦૯૨ ૧૩. પાડાની કથા ૦૯૩ ૧૪. બકરાની કથા ૧. કાલકુમાર કથા ૨. સુકાલકુમાર કથા 3. મહાકાલકુમાર કથા ૪. કૃષ્ણકુમાર કથા 4x4 ૦૯૬ ૧૨. ઇન્દ્રનાગ કથા ૦૯૭ ૧૩. પૂરણ તાપસ કથા ૦૯૮ ૧૪. કૌડિન્ય, દત્ત અને ૦૯૯ શેવાલ આદિ તાપસોની કથા ૦૯૯ ૧૫. ગોવિંદ ભિક્ષુ કથા ૧૦૦ ૧૬. પોટ્ટશાલ કથા = અધ્યયન—૨ પકીર્ણ-કથાઓ ૧૪૮ ૫. સુકૃષ્ણકુમાર કથા ૧૫૦ ૬. મહાકૃષ્ણકુમાર કથા ૧૫૦ ૭. વીરકૃષ્ણકુમાર કથા ૧૫૦ | ૮. રામકૃષ્ણકુમાર કથા ૨૧ ૦૯૩ ૦૯૪ ૦૯૪ ૦૯૪ ૦૯૫ ૧૦૪ ૧૦૫ ૧૦૫ ૧૦૬ ૧૦૬ ૧૦૭ ૧૦૭ ૧૦૮ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૩૩ ૧૩૫ ૧૩૮ ૧૪૧ ૧૪૬ ૧૫૦ ૧૫૦ ૧૫૦ ૧૫૦ Page #23 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૪ - ૧૬૬ ૧૭૧ |ભાગ-૬ (ખંડ–૯) અન્યકથા – અધ્ય.-૨ – પ્રકિર્ણ કથા (ચાલુ), ૯. પિતૃસેનકૃષ્ણ કથા ૧૫૦ ૧૯. અપ્રતિષ્ઠાન નરકે જનાર | ૧૬૧ ૧૦. મહાસેનકૃષ્ણ કથા ૧૫૦ |૨૦. કુરચંદ કથા ૧૬૦ ૧૧. મહેશ્વર–ઉત્પત્તિ કથા ૧૫૧ | ૨૧. પ્રદ્યોતની કથા ૧૬૨ ૧૨. એલાષાઢ કથા ૧૫૩] ૨૨. અસંયતિઓની પૂજા ૧૬૨ ૧૩. કંસ કથા ૧૫૩|૨૩. મંડિતચોરની કથા ૧૬૫ ૧૪. કલ્કી કથા ૧૫૫) ૨૪. પાલક કથા ૧૬૪ ૧૫. કચ્છ, મહાકચ્છ, | ૨૫. મૂલદેવ કથા ૧૬૭ – નમિ, વિનમિ કથા ૧૫૫, ૨૬. મમ્મણ કથા ૧૬. કલ્પક કથા ૧૫૬ | ૨૭. સુમતિ કથા ૧૭. કોકાસ + જિતશત્રુ કથા ૧૫૮ | ૨૮. સુજ્ઞશ્રી કથા ૧૭૧ ૧૮. કાલસૌરિય કથા ૧૫૯) ૨૯. તુલસા કથા ૧૭૧ ભાગ-૬ (ખંડ–૧૦) દષ્ટાંત–ઉપનય ૦ દષ્ટાંત ઉપનય–ભૂમિકા ૧૭૩૭. અશ્વ ૧. મયુરી અંડ ૧૭૩]૮. સંઘાટ ૨. કાચબો ૧૭૬ ૯. શૈલક 3. તુંબડું ૧૭૮] ૧૦. માકંદીપુત્ર ૪. અક્ષત–શાલી ૧૭૯ ૧૧. નંદીફળ ૫. ચંદ્રમાં ૧૮૨૧૨. સુંસુમાં ૧૮૯ ૬. દાવદ્રવ ૧૮૩/૧૩. પુંડરીક ભાગ-૬ (ખંડ-૧૦) વિવિઘ પિંડ–દોષના દષ્ટાંતો ૧૪. હાથી ૧૯૦| ૨૬. ગોવત્સ ૧૯૮ ૧૫. લાડુપ્રિયકુમાર ૧૯૦, ૨૭, મણિભદ્ર યક્ષાયતન ૧૯૯ ૧૬. ચોર ૧૯૧ ૨૮. દેવશર્મા મંખ ૧૭. રાજપુત્ર ૧૯૨| ૨૯. ભગિની ૧૮. પલ્લી ૧૯૨ | ૩૦. મોદકભોજન ૧૯, રાજદુષ્ટ ૧૯૩ ૩૧. ભિક્ષુ ૨૦. શાલી–૧ ૧૯૪ ૩૨. મોદકદાન ૨૧. બિલાડાનું માંસ ૧૯૫૩૩. ગોવાળ ૨૨. શાલી–ર ૧૯૫ ૩૪. મોદક ૨૩. સંઘભોજન ૧૯૬ | ૩૫. સ્વગ્રામદૂતિ ૨૪. ખીરભોજન ૧૯૬] ૩૬. ગ્રામનાયક ૨૦૬ ૨૫. ઉદ્યાનગમન ૧૯૭] ૩૭. બ્રાહ્મણ પુત્ર ૧૯૦ - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ર૦પ ૨૦૭ Page #24 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ-૬ (ખંડ–૧૦) વિવિધ પિંડદોષ દૃષ્ટાંત (ચાલુ) ૨૦૭ ૪૦. સિંહકેસરા લાડુ ૨૦૮ ૪૧. ભિક્ષુપાસક ૩૮. મૃત માસિક ભોજન ૩૯. ક્ષુલ્લક સાધુ ભાગ–૬ (ખંડ–૧૦) ‘ભક્તપરિજ્ઞા''માંના દૃષ્ટાંતો ૪૨. મૃગાવતી ૪૩. દત્ત ૪૪. કૃષ્ણ + શ્રેણિક ૪૫. નંદ મણિયાર ૪૬. કમલયક્ષ ૪૭. સુદર્શન ૪૮. યવરાજર્ષિ ૪૯. ચિલાતિપુત્ર ૫૦. ચંડાલ ભાગ–૬ (ખંડ–૧૦) ૬૦. અર્ણિકાપુત્ર આચાર્ય ૬૧. સ્કંદકસૂરિ—૫૦૦ શિષ્યો ૬૨. દંડ + યવરાજર્ષિ ૨૧૩ ૬૮. અમૃતઘોષ ૨૧૩ ૬૯. લલિતઘટા પુરુષો ૨૧૪ ૭૦. સિંહસેન ઉપાધ્યાય ૨૧૪ ૭૧. કુરુદત્ત શ્રેષ્ઠીપુત્ર ૨૧૪ ૭૨. ચિલાતિપુત્ર ૨૧૪| ૭૩. ગજસુકુમાલ ૨૧૪ ૭૪. સુનક્ષત્ર મુનિ ૨૧૪ + સર્વાનુભૂતિ મુનિ ભાગ–૬ (ખંડ–૧૦) ‘મરણસમાધિ'માંના દૃષ્ટાંતો ૬૩. સુકોશલ ઋષિ ૬૪. અવંતિસુકુમાલ ૬૫. કાર્તિકાર્ય ઋષિ ૬૬. ધર્મસિંહ ૬૭. ચાણક્ય ૭૫. જિનધર્મ શ્રાવક ૭૬. મેતાર્ય મુનિ ૭૭. ચિલાતિ પુત્ર ૭૮. ગજસુકુમાલ ૨૧૧ | ૫૧. વસુરાજા ૨૧૧ ૫૨. કીઢી ડોશી ૨૧૧ ૫૩. કામાસક્ત પુરુષો ૨૧૨ ૫૪. દેવરતિ ૨૧૨ ૫૫. નિયાણશલ્ય યુક્તો ૨૧૨ ૫૬. ઇન્દ્રિય રાગથી હાનિ ૨૧૨ ૫૭. કષાય પરિણામ ૨૧૨ ૫૮. અવંતિસુકુમાલ ૨૧૨૫૯: સુકોશલ + ચાણક્ય ‘સંસ્તારક પયત્રા''માંના દૃષ્ટાંતો ૭૯. સાગરચંદ્ર ૮૦. અવંતિસુકુમાલ ૮૧. ચંદ્રાવતંસક ૮૨. દમદંત ઋષિ ૮૩. સ્કંદકઋષિના – શિષ્યો ૨૧૬|૮૪, ધન્ય + શાલિભદ્ર ૨૧૬ ૮૫. હાથી ૨૧૬૦૮૬. પાંડવ ૨૧૬ ૮૭. દંડ અણગાર ૨૧૬ ૮૮. સુકોશલ ૨૧૭ ૮૯. ક્ષુલ્લક મુનિ ૨૧૭ ૯૦. વજ્રસ્વામી ૨૧૭ ૯૧. અવંતિસેન ૨૧૭ ૯૨. અર્જુન્નક ૨૩ ૨૧૦ ૨૧૧ ૨૧૨ ૨૧૨ ૨૧૨ ૨૧૨ ૨૧૨ ૨૧૩ ૨૧૩ ૨૧૩ ૨૧૩ ૨૧૫ ૨૧૫ ૨૧૫ ૨૧૫ ૨૧૫ ૨૧૫ → ૨૧૬ ૨૧૭ ૨૧૭ ૨૧૭ ૨૧૭ ૨૧૭ ૨૧૮ ૨૧૮ ૨૧૮ ૨૧૮ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આગમ કથાનુયોગ-૪ . . - - . .. . ૨૧૮ ૨૧૮ ભાગ-૬ (ખંડ–૧૦) “મરણસમાધિમાંના દષ્ટાંતો (ચાલુ) ૯૩. ચાણક્ય ૨૧૮ | ૯૮. મુનિચંદ્ર આદિ ૯૪. બત્રીશઘટા પુરુષો ૨૧૮ | ૯. ઉષ્ણાદિ પરીષહો ૫. ઇલાપુત્ર ૨૧૮ | ૧૦૦. સિંહચંદ્ર + સિંહસેન ૯૬. હસ્તિમિત્ર ૨૧૮/૧૦૧. બે સર્પો | ૯૭. ધનમિત્ર ૨૧૮ ૧૦૨. પુંડરીક-કંડરીક ભાગ-૬ (ખંડ૧૦) “આગમ–સટીકના દષ્ટાંતો ૨૧૯ ૨૧૯ ૨૧૯ - - ૨ ૩૦ قم می - ૧૧ به به به ૨33 ૨૩૩ ૧૦૩. અગદ ૧૦૪. અગsદત્ત ૧૦૫. અગારી ૧૦૬. અચંકારિયભટ્ટા ૧૦૭. અજિતસેન ૧૦૮. અર્જનચોર ૧૦૯. અર્તન ૧૧૦. અનંગ ૧૧૧. અસંઘ ૧૧૨. અર્હદત્ત ૧૧૩. સ્ત્રીજનિત સંગ્રામો ૧૧૪. ઇન્દ્ર ૧૧૫. ઇન્દ્રદત્ત ૧૧૬. સુરેન્દ્રદત્ત ૧૧૭. ઉલુરુટ ૧૧૮. ઉદિતોદય ૧૧૯. કપિલ ૧૨૦. કપિલબટુક ૧૨૧. કપિલા ૧૨૨. કાલોદાયી ૧૨૩. કુવિકર્ણ ૧૨૪. કોંકણક-૧ ૧૨૫. કોંકણકદારક ૧૨૬. કુચિત ૧૨૭. કુલપુત્ર | ૧૨૮. કેશી 88 8 8 8 88 8 88888888888888888૬૬૬ س ૨૧૯ ૧૨૯. કોંકણક–૨ ૨૩૦ ૨૨૦૩૧૩૦. કોંકણક–૩ ૨૨૧ ૧૩૧. કોંકણક સાધુ ૨૩૧ ૨૨૧ ૧૩૨. કોંકણક–૪ ૨૩૧ ૨૨૨/૧૩૩. ભારવાહી પુરુષ ૨૨૩ ૧૩૪. કોડીસર ૨૩૨ ૨૨૩/૧૩૫. કોલગિની ૨૩૨ ૨૨૩/૧૩૬. ખંડકર્ણ ૨૩૨ ૨૨૪૫૧૩૭. ગંધપ્રિય ૨૨૪ ૧૩૮. ચારુદત્તા ૨૨૪/૧૩૯. જિનદાસ + દામનગર ૨33 ૨૨૫ ૧૪૦. જિતશત્ર-૧ ૨ ૩૪ ૨૨૫ ૧૪૧. ડોડિણી ૨૨૫૧૪૨. તુંડિક ૨૩૫ ૨૨૬ ૧૪૩. તોસલિ ૨૩૬ ૨૨૬ / ૧૪૪. તોસલિક ૨૩૬ ૨૨૭/૧૪૫. દેવદત્તા ૨૩૬ ૨૨૭૧૪૬. ધર્મઘોષ-૧ ૨ ૩૭ ૨૨૮/૧૪૭. ધનસાર્થવાહ ૨૩૭ ૨૨૮ ૧૪૮. ધર્મઘોષ–૨ ૨૨૮] ૧૪૯. ધર્મરુચિ ૨૨૮૧૫૦. ધર્મિલ ૨૨૯ ૧૫૧. ધૂર્તાખ્યાન ૨૩૯ ૨૨૯ ૧૫ર. નંદિની ૨૪૧ ૨૩૦ ૧૫૩. નવકપુત્રી + ચેટી ૨૪૧ ૨૩૦૧૫૪. પદ્માવતી + વજભૂતિ | ૨૪૧ ૨ ૩૭ س س _ _ Page #26 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ૨૫ ૨૫૦ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૧૫ ૨પર ભાગ-૬ (ખંડ–૧૦) “આગમ–સટીકના દષ્ટાંતો (ચાલુ) ૧૫પ. પુષ્પશાલ + ભદ્રા ૨૪૨૧૭૩. સુકુમાલિકા ૧૫. પુષ્પશલ સુત ૨૪૨૧૭૪. સોદાસ ૧૫૭. પૃથ્વી ૨૪૨ ૧૭૫. સોમિલ ૧૫૮, ભદ્રગમડિવી ૨૪૩૧૭૬. સૌમિલિક ૧૫૯. મતિ + સુમતિ ૨૪૩૧૭૭. ૫૦૦ સુભટ ૧૬૦. મંગુ આચાર્ય ૨૪૩] માનવભવની દુર્લભતા૧૬૧. મંડુક્કલિત ૨૪૪દશ દૃષ્ટાંતો ૧૬૨. મગધશ્રી + મગધસુંદરી ર૪૫) ૧૭૮. (૧) ચોલક ૧૬૩. મગધસેના ૨૪૫ ૧૭૯. (૨) પાસગ ૧૬૪. મયુરંક ૨૪૬ /૧૮૦. (૩) ધાન્ય ૧૬૫. મુકુંડ ૨૪૬ ૧૮૧. (૪) દ્યુત ૧૬૬. મૂક ૨૪૬ / ૧૮૨. (૫) રત્ન ૧૬૭. રોગ ૨૪૭ ૧૮૩. (૬) સ્વપ્ન ૧૬૮. વિજયા ૧૮૪. (૭) ચક્ર/રાધાવેધ | ૧૬૯. વિમલ ૧૮૫. (૮) કાચબો ૧૭૦. વીરક ૨૪૯ ૧૮૬. (૯) યુગ ૧૭૧. વરઘોષ ૨૪૯ ૧૮૭. (૧૦) સ્તંભ ૧૭૨. સરજસ્ક ૨૫૦/૧૮૮. કૂવાનો દેડકો પરિશિષ્ટ-૧ અકારાદિક્રમે કથાના નામો ર૫ર ૨૫૩ ૨૫૩ ૨૫3 ૨૫૪ ૨૫૪. ૨૪૮ ૨૫૪] ૨૫૫ ૨૫૫] ૨૫૫ ૨૫૬ ગ-૧ આગમ ક ગમ કથાનુયોગ ભાગ- સંક્ષિપ્ત–વિવરણ થી ૪ ભાગ કુલ પૃષ્ઠ ૧. 3८४ ૩૬૮ સમાવિષ્ટ કથાનકો કુલકર કથાઓ, તીર્થકર કથાઓ. ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, - ગણધર, નિહવ, ગોશાલક, પ્રત્યેકબુદ્ધની કથાઓ. શ્રમણ કથાઓ – મૂળ આગમો આધારિત શ્રમણ કથાઓ – આગમ પંચાંગી આધારિત શ્રાવક કથાઓ, શ્રાવિકા કથાઓ. દેવ, દેવી, પ્રાણી, અન્યતીર્થિક, દુઃખવિપાકી અને પ્રકીર્ણ કથા વિવિધ દૃષ્ટાંતમાળા ૪૩૨ ૩૮૪ ૩૨૦ ૨૭૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૪ સમ અંત. અનુ. વિવા. રાય. ઓહ. સંક્ષેપ–સૂચિ આયા. આચારાંગ પુરૂં. પુષ્ફયૂલિયા સૂય. સૂયગડાંગ વહિ . વહિદસા ઠા. ઠાણાંગ ભત્ત. ભત્તપરિણા સમવાયાંગ સંથા. સંથારગ ભગ. ભગવતી ગચ્છા. ગચ્છાચાર નાયા. નાયાધમ્મકહા મરણ. મરણસમાધિ ઉવા. ઉવાસગદસા નિસી. નિશીથ અંતગડદસા બુહ. બુહત્યપ અનુત્તરોપપાતિક દસા વવ. વવહાર પહા. પપ્પાવાગરણ દસા. દસાસુયકબંધ વિપાકસૂત્ર જીય. જયક ઉવ. ઉવવા મહાનિ. મહાનિશીથી રાયuસેણિય આવ. આવશ્યક જીવા. જીવાજીવાભિગમ ઓહનિસ્પૃત્તિ પન્ન. પન્નવણા પિંડ. પિંડનિત્તિ સૂરપન્નત્તિ દસ. દસયાલિય ચંદપન્નત્તિ ઉત્ત. ઉત્તરાધ્યયન જંબુદ્દીવપન્નતિ નંદી. નંદીસૂત્ર નિરયાવલિયા અનુઓ. અનુગધાર કપૂવડિંસિયા તિલ્યો. તિરથોદ્ગાલિય પુષ્ફિ. | પુષ્ક્રિયા ઋષિ. ઋષિભાષિત વૃ. – વૃત્તિ ચૂ. – ચૂર્ણિ ભા. – ભાગ નિ. – નિર્યુક્તિ મૂ. – મૂલ સૂ. – સૂત્રાંક હ. – હારિભદ્રિય મિ. – મલયગિરિ અ. – અધ્યયન પૃ. – પૃષ્ઠક | ૧ – (આવ.સ્.) ભાગ-૧ ૨ – (આવ.ચૂ.) ભાગ-૨ સ્થ. – વિરાવલિ | ટી. – ટીપ્પણક અવ. – અવચૂરી કપ્પ–વૃ-કલ્પસૂત્ર—વિનયવિજય–વૃત્તિ ઉત્ત.ભાવ-ઉત્તરાધ્યયન–ભાવવિજયવૃત્તિ T સંદર્ભ સાહિત્ય (૧) અમે સંપાદન કરેલ કામસુત્તા – મૂર્ત અને સુત્તળિ–સટીવ આ| કથાસાહિત્યનો મૂળ સ્ત્રોત છે. તેનાજ ક્રમાંકો આગમસંદર્ભમાં આપેલા છે. (૨) ચૂર્ણિમાં પૂજ્ય સાગરનંદસૂરીજી સંપાદિત–પૂર્ણિના પૃષ્ઠાંક આપેલા છે. IT(૩) જીતકલ્પ, ઋષિભાષિત પૂજ્ય પુન્યવિજયજી સંપાદિત છે. જે. નિર. કપ. -- Page #28 -------------------------------------------------------------------------- ________________ આગમ સાહિત્ય પ્રકાશન | અમારું પ્રકાશિત આગમ–સાહિત્ય – એક ઝલક १-आगमसुत्ताणि-मूलं આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદ સૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ–અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫–આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. મામલદોલો, માગમનામwોનો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂ. ૧૫૦૦/- દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. – ૮ – ૮ – ૪ – ૪ – ૨. આગમ-ગુજરાતી અનુવાદ આપણા મૂળ આગમાં અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઇત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ | આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદપ" સંપુટમાં બીજા બે | વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂ. ૨૦૦૦/–ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ સન-૨૦૦૩ને અંતે તેની માત્ર બે નકલો બચેલી છે. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પુરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આગમ કથાનુયોગ–૪ ३. आगमसुत्ताणि - सटीकं જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૫૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઇત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે છે. આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની માત્ર બે નકલો સન-૨૦૦૩ને અંતે સ્ટોકમાં રહી છે. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. - * * * - * - * - ૪. આગમ—વિષય—દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫–આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્—પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો—આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમ–સટીકંમાં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂ. ૪૦૦/–ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #30 -------------------------------------------------------------------------- ________________ આગમ સાહિત્ય પ્રકાશન ५. आगमसद्दकोसो આ શબ્દકોશ – એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ–ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – ૩ થી ૪ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ – જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું કામસુત્તાિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો તેમાં મૂળ આગમ કે આગમ–સટીકંમાં મળી જ જવાના. – ૪ – ૪ – ૪ - ૪ - ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમ સટીકંમાં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તે–તે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/–ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું કામસુત્તા િસદી તો છે જ. Page #31 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૪ - - - - ७. आगमसूत्र हिन्दी अनुवाद મૂળ આગમના ૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન | પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦ થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફીની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તો પણ આગમના ગુજરાતી અનુવાદની ગેરહાજરીમાં તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂ. ૨૭૦૦/–નું મૂલ્ય ધરાવતા આ સામસૂત્ર-હિન્દી અનુવાદ્ધ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને કામ સરk અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. – ૮ – ૮ – ૮ – ૮ – ૮. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા | માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે સાથે પતિ શ્રી રૂપવિજયજી ત્ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દૂહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. – ૮ – – ૮ - ૪ - & અન્ય સાહિત્ય પ્રકાશન : આગમના ઉક્ત વિરાટ કાર્યોની ઉપરાંત વ્યાકરણ વિધિ, પૂજન, વ્યાખ્યાન, તત્ત્વાર્થ, જિનભક્તિ, પાઠશાળા અભ્યાસ, આરાધના આદિ વિવિધ વિષયોને સ્પર્શતા અમારા ભિન્ન-ભિન્ન પ્રકાશનો અને પ્રસ્તુત આગમકથાનુયોગ ભાગ–૧ થી ૬ સહિત મુનિદીપરત્નસાગરની કલમે ૨૪૭ પ્રકાશનો પ્રગટ થઈ ચૂક્યા છે. જેમાંના ઘણાં બધાં પ્રકાશનો હાલ અપ્રાપ્ય બન્યા છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય સર્જન – હું – અને કથાનુયોગ ૩૧ TI E ... આરંભે આટલું જરૂર વાંચો અભિનવ હેમ લઘુપ્રક્રિયાને સર્જનયાત્રાનું આરંભ બિંદુ ગણીએ તો મારી આ|| યાત્રા બાવીશ વરસની થઈ. આટ આટલા વરસોથી લખું છું. છતાં ગ્રંથસ્થ કૃતિઓની સંખ્યાથી કોઈને આંજી શકું તેમ નથી. વરસો કે ગણિતનો મેળ બેસાડવા પ્રયત્ન પણ કર્યો નથી. મારાથી થાય એ રીતે શબ્દની સાધના કરી રહ્યો છું. શબ્દની| આંગળી ઝાલી જ્યાં-જ્યાં હું ગયો છું એ મુકામોનો હિસાબ હવે ૨૪૭ પ્રકાશનોએ પહોંચે છે. આયુષ્ય કર્મ અને દેહનામ કર્મ આદિનો સથવારો રહે તો હજી શબ્દોના સંગાથે વધુને વધુ પંથ કાપવાની ભાવના ભાવું છું. જે કંઈ લખ્યું છે એ ફરી વાંચવાનો સમય ન મળે એવી તાણ વચ્ચે જીવવાનું થયું છે. શ્વાસ લઉં છું કે વિચરુની છું ત્યારે નહીં, પણ કંઈક લખી શકું છું ત્યારે જ જીવું છું. છતાંયે લખવામાં સમગ્ર) જીવનનો વ્યાપ આવી જાય છે, એવા ભ્રમમાં પણ નથી. હા, આ સર્જન એ પ્રાણવાયી સમ જરૂર બની રહે છે.. આગમ સાધનામાં આઠેક વર્ષ પસાર થયા છે અને આગમ સંબંધી આ નવમું વિરાટ પ્રકાશન આપ સૌના કરકમલોનો સ્પર્શ પામી રહ્યું છે. આગમ શ્રતના ચાર મુખ્ય અનુયોગમાં આ કથાનુયોગ સંબંધી સર્જન છે જેમાં મૂળ આગમોની સાથે તેની નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામ અંગોનો સમાવેશ કરી કથાઓનું સંકલન, ગોઠવણી અને પ્રાપ્ત તથા સંક્ત ભાષામાંથી) ગુજરાતી અનુવાદ કરેલ છે. જેને મુખ્ય દશ વિભાગો દ્વારા છ પુસ્તકોમાં ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં રજૂ કરું છું. વર્તમાન કાળે સ્વીકૃત પીસ્તાળીશ આગમો અને તેના નૃત્યાદિનો આધાર લઈને સંકલિત કરાયેલ આ આગમ કથાનુયોગમાં જો કથાને ધ્યાનથી વાંચવામાં આવે તો તેમાં દ્રવ્યાનુયોગ તથા ચરણકરણાનુયોગ પણ ગુંથાએલો નજરે પડે છે. જો કથાને મનન કરી તેના નિષ્કર્ષોને ચિંતવવામાં પુરુષાર્થ થાય તો અદ્ભુત સત્યો અને તત્ત્વોથી આત્મા વૈરાગ્ય વાસિત થતો રહે અને ચિત્તતંત્રને ચોંટ આપે તેવો સમર્થ છે. આગમસાહિત્યમાં જ – નાયાધમ્મકતા, ઉવાસગદસા, અંતગડદસા, અનુત્તરોપપાતિકદસા, વિપાકસૂત્ર, નિરયાવલિકા, કલ્પવતંસિકા, પુષ્ફિયા, પુષ્કયૂલિયા અને વહિદસા એટલા આગમસૂત્રો તો પ્રત્યક્ષતયા કથાનુયોગનું પ્રાધાન્ય ધરાવે જ છે. જ્યારે ઉવવાઈ અને રાયuસેણિય એ બંને આગમોમાં દ્રવ્યાનુયોગ અને ચરણાનુયોગની ગુંથણી હોવા છતાં પ્રધાનતા તો કથાનુયોગની જ છે. વળી વિશાળકાય રૂપ ધરાવતા ભગવતીજી અંગ સૂત્રોમાં અનેક કથાઓ વણી લેવામાં ' આવી છે. તો ઉત્તરાધ્યયન સૂત્ર પણ કથાથી સમૃદ્ધ બનેલ છે. સમવાય અંગસૂત્ર ઉત્તમપુરુષોના ચરિત્રોમાં અનેક પૂરક માહિતી પૂરી પાડે છે. તો આચારાંગને જોયા વિના ભગવંત મહાવીરના કથા અણસ્પર્શી જ રહે. દ્રવ્યાનુયોગ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આગમ કથાનુયોગ-૪ - - - - - --- - -- પ્રાધાન્ય છતાં આકુમાર આદિ માટે સૂયગડાંગ જોવું જ રહ્યું અને પદાર્થોની એકથી દશની ગણના છતાં ઠાણાંગ સૂત્રની વૃત્તિમાં કથા તો મળે જ છે. ગણિતાનુયોગ પ્રાધાન્ય છતાં જંબૂદીવપન્નત્તિ સૂત્ર વિના ભગવંત ઋષભનું ચરિત્ર અને ભરતચક્રવર્તી કથા અધૂરી જ રહી હોત. તો જીવ–અજીવ આદિ પદાર્થોની પ્રજ્ઞાપના કરતા જીવાજીવાભિગમની વૃત્તિ પણ ક્યાંક ક્યાંક કથાઓનું દર્શન કરાવવાનું ચૂક્યું નથી. ચાર મૂળસૂત્રોમાં આવશ્યક સૂત્રની પંચાંગી તો લખલૂટ ખજાના જેવું છે. આગમોમાં સૌથી વિપુલ સાહિત્ય જો ક્યાંય પ્રાપ્ત થતું હોય તો તે છે આવશ્યક સૂત્રના ચૂર્ણિ–વૃત્તિ–ભાષ્ય અને નિર્યુક્તિ. તેની સાથે સાથે ઓઘ અને પિંડનિયુક્તિ પણ આચારની સમજ આપતી વેળા વિવિધ દોષોનો નિર્દેશ કરતા અનેક દૃષ્ટાંતો પૂરા પાડે જ છે. પણ જો દષ્ટાંતમાળાની ગુંથણી જ કરવી હોય તો નિશીથ, બૃહત્કલ્પ, વ્યવહાર અને જીતકલ્પ સૂત્રના ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ જેટલી વિપુલ માહિતી તો અંગસૂત્ર અને ઉપાંગસૂત્રો પણ પૂરી પાડતા નથી. મહાનિશીથ સૂત્ર તો સચોટ કથાના વૈભવરૂપ છે જ. તો દસાસુયકબંધ છેદસૂત્ર એ શ્રેણિક–ચેઘણા દ્વારા ભગવંત વંદનાર્થે જતા શ્રાવકોની ઋદ્ધિનું ઉત્તમ દષ્ટાંત પૂરું પાડેલ છે. નંદી આદિ ચૂલિકા સૂત્ર પણ કથાનકથી અણસ્પર્યા નથી જ તો પન્ના સૂત્ર પણ કથાનો અંગુલિ નિર્દેશ તો કરે જ છે. આટલા બધાં આગમોમાં કથાઓના વર્ણનથી આપણે સહેજે એવો વિચાર છૂ કે, અધધ ! આટલું કથાસાહિત્ય છે આપણી પાસે ? તો તમને ભગવંતના શાસનકાળ વખતના એક માત્ર નાયાધમ્મકહા સૂત્ર સુધી અવશ્ય દોરી જવા પડશે. જ્યારે નાયાધમ્મકહા સૂત્રનું કદ ૫,૭૬,૦૦૦ શ્લોક પ્રમાણ હતું ત્યારે તેમાં નાની–મોટી થઈને સાડા ત્રણ કરોડ કથાઓ હતી. આ તો થઈ માત્ર એક જ અંગસૂત્રની વાત બીજા સૂત્રોમાં આવતી કથાઓ તો અલગ. તેની સામે અમે વર્તમાનકાલીન આગમોમાં પીસ્તાળીસે આગમ, તેની પ્રાપ્ત નિર્યુક્તિ, ભાગ, ચૂર્ણિ, વૃત્તિ આદિ બધું જ સાહિત્ય એકઠું કરીને એક–એક પાત્રની માહિતીને એક જ સ્થાને સંગ્રહિત કરી તો પણ મળ્યા માત્ર ૮૫ર કથાનક અને ૧૮૭ દૃષ્ટાંતો. ખેર ! છેદસૂત્રો અને આવશ્યક સૂત્રનું વિવેચન સાહિત્ય ફંફોસતા દૃષ્ટાંતોની સંખ્યા હજી વધી શકે છે. પણ ક્યાં સાડા ત્રણ કરોડનું કથા સાહિત્ય અને ક્યાં આજે મળતી માંડમાંડ હજાર-બારસો કથાઓ !!! તો પણ મને સંતોષ છે કે, પૂજ્યપાદુ આગમોદ્ધારક શ્રી આનંદસાગર સૂરિશ્વરજીના અધૂરા રહી ગયેલા સ્વપ્નોને પરિપૂર્ણ કરવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું અને અનેકાનેક પૂજ્ય શ્રી, શ્રમણીર્વાદ અને મૃતપ્રેમીઓના દ્રવ્યભાવયુક્ત સહકાર, પ્રેરણા, ભાવના, આશીર્વાદ અને પ્રાર્થનાઓના પ્રેરકબળોથી ગણધર કૃતુ શબ્દોને પુનઃ શબ્દદેહ અર્પી કિંચિત્ ચેતના પૂરી શક્યો છું. – મુનિ દીપરત્નસાગર Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ નમો નમો નિમ્મલદંસણસ્સ શ્રી આનંદ ક્ષમા લલિત સુશીલ સુધર્મસાગર ગુરુભ્યો નમઃ આગમકથાનુયોગ-૪ . 33 શ્રમણ કથા-ચાલુ (આગમ–સટીકં આધારિત ભ્રમણ કથા) શ્રમણ-કથા વિભાગમાં અત્યાર સુધીની કથાઓ મૂળ આગમ આધારિત હતી. હવે પછીની કથાઓ નિર્યુક્તિ-ભાષ્ય-ચૂર્ણિ-વૃત્તિ આધારે નોંધેલ છે. લેખન પદ્ધતિમાં મહત્ત્વનો ફેરફાર એ કરેલ છે કે, મૂળ આગમ આધારિત કથા આગમના ક્રમ પ્રમાણે લખેલ છે, જ્યારે નિયુક્તિ આદિના કથાનક અ-કારાદિ (પ્રાકૃત) નામોના ક્રમમાં નોંધેલ છે. અતિમુક્ત મુનિ કથા ઃ રાજા કંસના નાનાભાઈ અને મથુરાના ઉગ્રસેનના પુત્ર અતિમુક્ત હતા. તેણે સંસારનો ત્યાગ કર્યો અને ભગવંત અરિષ્ટનેમિના શાસનમાં દીક્ષા ગ્રહણ કરી હતી. તેમણે ભવિષ્યવાણી કરેલી કે, દેવકી (કૃષ્ણ વાસુદેવની માતા) નલકુબેર સમાન આઠ પુત્રોને જન્મ આપશે. કૃષ્ણ આદિની કથામાં આવા બીજા પ્રસંગોમાં પણ અતિમુક્ત મુનિનો ઉલ્લેખ આવે છે. (તે સિવાય વિશેષ કથા પ્રાપ્ત નથી) ૦ નોંધ :- આ અતિમુક્તમુનિ અને ‘અઇમુત્તો' નામે ઓળખાતા અતિમુક્ત મુનિ બંને અલગઅલગ છે. ૦ આગમ સંદર્ભ : અંત ૧૩; — X આવ યૂ ૧-૫ ૩૫૭; ૦ અંગર્ષિ કથા : ચંપા નામે નગરી હતી, ત્યાં કૌશિકાર્ય નામના ઉપાધ્યાય હતા. તેમને બે શિષ્યો હતા. અંગર્ષિ અને રુદ્ર. અંગથી ભદ્ર હોવાને કારણે તેનું નામ અંગર્ષિ પાડવામાં આવેલ હતું. જે રુદ્ર હતો. તે ગ્રંથિછેદક હતો. તે બંનેને ઉપાધ્યાયે લાકડા લાવનાર રૂપે સ્થાપિત કર્યા. ૪૨ ૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આગમ કથાનુયોગ-૪ કોઈ વખતે અંગર્ષિ અટવીમાંથી લાકડા કાપી ભારને ગ્રહણ કરી પાછો આવતો હતો. ક આખો દિવસ ભટકતો રહ્યો. સંધ્યાકાળે તેને યાદ આવ્યું કે, લાકડાનો ભારો લઈ જવાનો છે. ત્યારે તે અટવીમાં દોડ્યો. તેણે અંગર્ષિને લાકડાનો ભારે લઈને આવતા જોયો. તે વિચારવા લાગ્યા કે મને ઉપાધ્યાય કાઢી મુકશે, હવે મારે શું કરવું? એટલામાં જ્યોતિર્યશા નામની વત્સપાલિકા પુત્ર પંથકને માટે ભોજન લઈને, લાકડાનો ભારો લઈને આવતી હતી, ત્યારે રકકે તેને મારીને એક ખાડામાં નાખી દીધી અને તેના લાકડાનો ભારો લઈને અન્ય માર્ગેથી નગરમાં આવીને ઉપાધ્યાયના હાથમાં લાકડાનો ભારો મૂકી દીધો. પછી કહ્યું કે, તમારા સુંદર શિષ્ય (અંગાર્ષિએ) જ્યોતિર્યશાને મારી નાંખેલ છે. ભટકતો એવો તે આવી રહ્યો છે. અંગર્ષિ આવ્યો ત્યારે ઉપાધ્યાયે તેને કાઢી મૂકયો, ત્યારે તે વનખંડમાં જઈને ચિંતવવા લાગ્યો-શુભ અધ્યવસાયથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવને વિચારતો તે સમ્યક્ બોધ પામ્યો અને સ્વયં પ્રવ્રજિત થઈ સંયમી બન્યા. દેવોએ તેમનો કેવળજ્ઞાન મહિમા કર્યો. ત્યારપછી દેવોએ કહ્યું કે, રકકે ખોટું આળ ચડાવેલ છે. તેણે જ જ્યોતિર્યશાને મારી નાખેલ છે. ત્યારે રુદ્રક લોકો દ્વારા ઘણી જ હેલના પામ્યો. તેણે અભ્યાખ્યાન (આળ ચડાવેલ) તે વાત કબૂલ કરી. પછી તે શુભધ્યાનની ધારાએ ચડી પ્રત્યેકબુદ્ધ થયા. જે કથા પ્રત્યેકબુદ્ધ રુદ્રકમાં લખી છે – યાવત્ – બ્રાહ્મણ, બ્રાહ્મણી પણ પ્રવ્રુજિત થયા. ચારે કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. (કથા જુઓ રુદ્રક-પ્રત્યેકબુદ્ધ) ૦ આગમ સંદર્ભ :આવનિ ૮૪૪. ૧૨૯૩ + વૃક આવ યૂ.૧- ૪૬૦, ર-પૃ. ૧૯૩; ૦ અંબર્ષિ કથા – ઉર્જેનિમાં અંબર્ષિ નામે એક બ્રાહ્મણ હતો. તેની પત્નીનું નામ માલુકા હતું. તે બંને શ્રાવકધર્મ પાલન કરતા હતા. તેમને નિંબક નામે એક પુત્ર હતો. કોઈ વખતે માલુકા બ્રાહ્મણી મૃત્યુ પામી. ત્યારપછી અંબર્ષિ અને તેના પુત્ર નિંબકે પ્રવજ્યા (દીક્ષા) ગ્રહણ કરી, પણ નિંબક દુર્વિનીત હતો. તે સાધુને (કાયિકી માટે જવા-આવવાના માર્ગમાં કાંટા, નાંખી આવતો હતો અને સ્વાધ્યાયાદિ માટે જતા-આવતા સાધુના પગમાં તે કાંટા વાગતા હતા. અસ્વાધ્યાય થતો હતો. વળી તે બધી જ સામાચારી વિપરિત કરતો હતો. કાળનો વિનાશ કરતો હતો. ત્યારે બીજા સાધુઓએ આચાર્યને કહ્યું, આ નિંબક સાધુ અમને વિક્ષેપ કરે છે, સ્વાધ્યાયમાં વિદન થાય છે, તેથી કાં તો હવે તે અહીં રહેશે અથવા અમે રહીશું. બંને સાથે રહી શકીશું નહીં, તેથી આચાર્ય ભગવંતે નિંબકને કાઢી મૂક્યો. ત્યારે તેના પિતા અંબર્ષિમુનિ પણ તેની પાછળ નીકળી ગયા. પછી તે બંને કોઈ અન્ય આચાર્ય પાસે ગયા. પણ નિંબકની એ જ પ્રવૃત્તિથી, ત્યાંથી પણ તેમને કાઢી મૂક્યા. આ પ્રમાણે ઉજ્જયિનીથી ૫૦૦ વખત તેને અલગ-અલગ સ્થાનેથી કાઢી મૂક્યો. ત્યારે તે વૃદ્ધ (અંબષિમુનિ) સંજ્ઞાભૂમિમાં રડવા લાગ્યા. નિંબકે કહ્યું કે, હે વૃદ્ધ ! તમે કેમ Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૩૫ રડો છો ? ત્યારે વૃદ્ધે કહ્યું કે, તારું નામ જે નિંબક રાખ્યું તે બરાબર જ છે. તેથી જ તું આવું વર્તન કરે છે. હવે હું તો અહીં જ રહીશ, ત્યાં કશું પ્રાપ્ત થતું ન હતું, પ્રવજ્યા છોડવી યોગ્ય ન હતી. ત્યારે તેની પણ ધીરજનો અંત આવ્યો. ત્યારે તેણે કહ્યું કે, હું વૃદ્ધ ! બીજે ક્યાંક જઈને રહીએ. ત્યારે અંબર્ષિએ કહ્યું કે, તું જાતે જ શોધી કાઢ, જો તું વિનીત થઈને વર્તીશ, તો જ ક્યાંક રહી શકીશું. અન્યથા રહી શકીશું નહીં. તે પ્રવજ્યાથી સુબ્ધ થયો અને કહ્યું કે, હું વિનીત થઈ શકતો નથી. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, તું આવું ન કર. મહેમાનની માફક રહે, આવતીકાલે જજે. ત્યારે કોઈ ત્રણ ભુલકે (બાળસાધુ)એ ઉચ્ચાર–પ્રસ્ત્રવણની બાર યોજન ભૂમિમાં સર્વે સામાચારી લખી દીધી. સાધુઓ તેથી સંતુષ્ટ થયા. તે નિંબક પણ બોધ પામ્યો, આરાધના કરી, વિનયવાન્ થયો. (બત્રીશ યોગસંગ્રહના દષ્ટાંતમાં આ ‘વિનયોપગતનું દૃષ્ટાંત છે.) ૦ આગમ સંદર્ભ :-- આવનિ ૧૩૦૦ + 4 આવ યૂ.ર–પૃ. ૧૯૬; – ૪ – ૪ --- ૦ અચલ કથા : તીર્થકર મલ્લિ જ્યારે પૂર્વભવમાં મહાબલકુમાર હતા. તે વખતના તેમના એક મિત્રનું નામ અચલ હતું. મહાબલકુમારે જ્યારે તેમના બીજા મિત્રો સાથે દીક્ષા લીધી ત્યારે અચલે પણ દીક્ષા લીધી હતી. (કથા જુઓ તીર્થકર મલિ) ૦ આગમ સંદર્ભ :નાયા. ૭૬; – – » –– ૦ અચલ કથા – વિદેહ ક્ષેત્રમાં થયેલા નવ બળદેવમાંનો એક બળદેવ અચલ હતો. તે વિતશોક નગરીના રાજા જિતશત્રુ અને તેની રાણી મનોહરીનો પુત્ર હતો. તેણે સંસારનો ત્યાગ કરી, દીક્ષા ગ્રહણ કરી, તેની કથા આ પ્રમાણે છે– અવર વિદેહમાં સલિલાવતી નામે વિજય હતી. તેમાં વીતશોકા નામે નગરી હતી. ત્યાં જિતશત્રુ રાજા હતો. તેને મનોહરી અને કેકથી નામે બે રાણીઓ હતી. મનોહરીને અચલ નામે પુત્ર હતો અને કેકયીને વિભિષણ નામે પુત્ર હતો. પિતાના મૃત્યુ બાદ અર્ધવિજય ક્ષેત્રને ભોગવતા એવા તે બલદેવ અને વાસુદેવ થયા. અચલ બળદેવની માતા મનોહરીએ કેટલોક કાલ ગયા પછી પુત્રને પૂછયું કે, હે અચલ ! મેં પતિ અને પુત્ર બંનેની લક્ષ્મીને ભોગવી છે. હવે હું પ્રવજ્યા લઈને પરલોકનું હિત સાધીશ. તેથી તું મને વિસર્જિત કર. પણ અચલ નેહવશ થઈને તેને રજા આપતો નથી. બહું જ આગ્રહ કર્યો ત્યારે અચલે શરત કરી કે, જો તમે દેવલોકમાં જાઓ તો તમારે મને પ્રતિબોધ કરવા આવવું, એવું વચન આપો તો હું તમને અનુમતિ આપીશ. ત્યારપછી મનોહરી રાણીએ દીક્ષા ગ્રહણ કરી. તેણી પરમ ધૃતિ અને બળ વડે અગિયાર Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આગમ કથાનુયોગ-૪ અંગોને ભણીને, કરોડ વર્ષ તપનું અનુસરણ કરીને સમાધીપૂર્વક કાલધર્મ પામી લાંતક કલ્પ ઇન્દ્રપણે ઉત્પન્ન થઈ. ત્યાં અવધિજ્ઞાન વડે તેણે જાણ્યું કે, મારા બળદેવ-વાસુદેવે ઘણાં કાળ સુધી સારી રીતે ભોગો ભોગવ્યા. કોઈ વખતે અશ્વ પર જતાં અશ્વો મૃત્યુ પામ્યા. વિભિષણ પણ મૃત્યુ પામ્યો. પરંતુ અતિ ખેહરાગને કારણે અચલ તે વાત સ્વીકારતો નથી અને તે મૂચ્છ પામ્યો. તે વખતે લાંતક કલ્પે ઇન્દ્રરૂપે ઉત્પન્ન થયેલ તેની માતા મનોહરી તત્પણ ત્યાં આવીને વિભિષણનું રૂ૫ વિકવ્યું. રથમાં જતા કહ્યું કે, હું વિદ્યાધર સાથે યુદ્ધ કરવા ગયો. ઇત્યાદિ. ત્યારપછી તેણે માતા મનોહરીના રૂપનું દર્શન કરાવ્યું. ત્યારે સંભ્રાંત થયેલા અચલે કહ્યું કે, હે માતા ! તમે અહીં કયાંથી ? ત્યારે માતા મનોહરીએ પ્રવજ્યા કાળ, વિભિષણનું મરણ અને પોતે લાંતકકલ્પે ઇન્દ્ર થયાની વાત કરી. - પછી તે ઇન્ડે જણાવ્યું કે, હે પુત્ર ! હું તને અહીં આ પ્રતિબોધ કરવા આવી છું. મેં પરલોકના હિતને જાણ્યું. મનુષ્યદ્ધિની અનિત્યતા જાણી અને લાંતક કલ્પ ઉત્પન્ન થઈ. ત્યારે અચલ પણ પુત્રને લક્ષ્મી સોંપી, કામભોગોથી નિવર્તિત થઈ પ્રવૃજિત થયો. તપનું અનુસરણ કરીને લલિતાંગ નામે દેવ થયો. ૦ આગમ સંદર્ભ :– આવ.યૂ.૧–૧૭૭; ૦ આર્યરક્ષિત કથા : તે કાળે, તે સમયે દશપુર નામે નગર હતું. ત્યાં સોમદેવ નામે બ્રાહ્મણ હતો. તેની પત્નીનું નામ રુસોમાં હતું. તે શ્રાવિકા હતીતેના એક પુત્રનું નામ રક્ષિત હતું. તેનાથી નાના પુત્રનું નામ ફલ્યુરક્ષિત હતું. (અહીં વરચક સૂત્રમાં દશપુર ઉત્પત્તિનું વર્ણન છે. જે વાત ઉદાયન આદિ કથાનકમાં અન્યત્ર આવેલ છે.) આ દશપુરમાં આર્યરક્ષિત ઉત્પન્ન થયા. (જખ્યા) આ રક્ષિત તેના પિતાના પરિચિત્ત (મિત્ર) પાસે જઈને ભણ્યો. ત્યારપછી તેઓ ભણવાને માટે પાટલીપુત્ર ગયા. ત્યાં ચારે વેદોને સાંગોપાંગ ભણ્યો. સમસ્ત પારાયણ આદિનો પારગ (નિપુણ) બન્યો. વિશેષ કેટલું કહીએ ? ચૌદ વિદ્યાના પારગામી બન્યા. ત્યારપછી તે દશપુર નગરે પાછો ફર્યો. તે વાત રાજકુળ સેવકોએ જાણી. રાજકુળે તેમણે આ વાત રાજાને કહી. ત્યારે રાજાએ તેના સ્વાગતને માટે આખું નગર શણગાર્યું. પછી રાજા સ્વયં તેને સત્કારવા–લાવવા માટે નીકળ્યો.જોતાની સાથે જ તેનો સત્કાર કર્યો. તેને અગ્રભાગે આસન આપ્યું. એ પ્રમાણે સમગ્ર નગરમાં બધાં વડે તે અભિનંદિત થયો. પછી ઉત્તમ હસ્તિના સ્કંધ પર આરૂઢ થઈને તે પોતાને ઘેર આવ્યો. પોતાના ઘેર રક્ષિત આવ્યો ત્યારે ત્યાં પણ બાહ્ય અને અત્યંતર પર્ષદા દ્વારા (સ્વજનાદિ દ્વારા) તેનો આદર કરાયો. ત્યાં પણ ચંદનાદિ કળશો વડે તે સ્વાગત પામ્યો. પછી બાહ્ય ઉપસ્થાનશાળામાં રહ્યો. અડધા લોકો પાછા ફર્યા. ત્યારપછી સમવયસ્ક, મિત્રો આદિ સર્વેને આવતા જોયા. સ્વજન અને પરિજન દ્વારા અર્થ, પાદ્ય આદિ દ્વારા પૂજવામાં આવ્યો. તેનું ઘર દ્વિપદ, ચતુષ્પદ, હિરણ્ય, સુવર્ણ આદિથી ભરાઈ ગયું. Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૩૭ ત્યારે રક્ષિતને વિચાર આવ્યો કે, બધાં જ આવ્યા પણ મારી માતા હજી જોવામાં ન આવ્યા. ત્યારે તે પોતાના ઘરમાં ગયો અને માતાનું અભિવાદન કર્યું. ત્યારે માતાએ કહ્યું કે, હે પુત્ર ! તારું સ્વાગત છે. ફરી પણ તેણી મધ્યસ્થભાવે સ્થિત રહી. ત્યારે રક્ષિત કહ્યું કે, હે માતા ! કેમ તને હું ભણીને આવ્યો. તેથી સંતોષ નથી ? જ્યારે હું આવ્યો ત્યારે સમગ્ર નગર હર્ષ પામ્યું, હું ચૌદ વિદ્યાનો પારગામી થયો, શું તું ખુશ નથી? ત્યારે માતા રદ્ધસોમાં બોલ્યા, હે પુત્ર ! મને કઈ રીતે સંતોષ થાય ? કેમકે તું ઘણાં જીવોનો વધ કરનાર શાસ્ત્રોને ભણીને આવ્યો છે, સંસારવૃદ્ધિના શાસ્ત્રો ભણીને આવ્યો છે, તો મને કઈ રીતે આનંદ થાય? જો તું દૃષ્ટિવાદ ભણીને આવે તો મને સંતોષ થાય. ત્યારે રક્ષિતે વિચાર્યું કે, દૃષ્ટિવાદનું અધ્યયન કઈ રીતે થાય ? હું તે જઈને ભણું, જેથી માતાને હર્ષ થાય. લોકોને ખુશ કરવાથી શું ? ત્યારે તેણે માતાને પૂછયું કે, તે દૃષ્ટિવાદ ક્યાં જઈને ભણાય ? ત્યારે તેણીએ કહ્યું કે, સાધુ પાસે દૃષ્ટિવાદ ભણવા જવું પડે. ત્યારે તેણે દૃષ્ટિવાદ નામના અક્ષરાર્થ અર્થાત્ પદાર્થની વિચારણા શરૂ કરી. ત્યારે તેને વિચાર આવ્યો કે, અહો ! આ નામ કેવું સુંદર છે ? જો કોઈ મને ભણાવે તો હું જરૂર દૃષ્ટિવાદ ભણું. મારી માતાને પણ તેથી સંતોષ થશે. ત્યારે તેણે પૂછયું કે, હું દૃષ્ટિવાદ ક્યાંથી જાણી શકું ? ત્યારે માતાએ કહ્યું કે, અમારા ભિક્ષુગૃહમાં એક તોસલિપુત્ર નામના આચાર્ય છે. તેમની પાસે દૃષ્ટિવાદ જાણી શકાય. ત્યારે રક્ષિતે કહ્યું કે, કાલે હું ભણવા જઈશ. માતાએ કહ્યું, તું બહું ઉત્સુક થઈશ. નહીં. ત્યારે રાત્રે તે દૃષ્ટિવાદ નામના અર્થની ચિંતવના કરતા ઊંઘી શકયો નહીં. બીજે દિવસે સવારમાં જ તે ઘેરથી નીકળી ગયો. તેના પિતાનો મિત્ર બ્રાહ્મણ ઉપનગર ગામે વસતો હતો. પણ તેમને ત્યાં જોયા નહીં. જ્યારે જોયા ત્યારે શેરડીના સાંઠા લઈને આવતા હતા. શેરડીના સાંઠા નવ આખા હતા અને એક ભાંગેલો હતો. તેણે રક્ષિતને નીકળતો જોઈને પૂછયું કે, તું કોણ છે ? ત્યારે તેણે કહ્યું કે, હું આર્યરક્ષિત છું. તેણે પૂછયું કે, તારા આવવાનું શું પ્રયોજન છે? રક્ષિતે કહ્યું, હું તમને મળવા માટે આવ્યો છું ત્યારે તેણે કહ્યું કે, હું શરીર ચિંતાર્થે જઈ રહ્યો છું. આ શેરડીના સાંઠા માતાને આપજે. જ્યારે રક્ષિતે માતાને આ વાત કરી ત્યારે તેની માતા ઘણાં ખુશ થયા. વિચારવા લાગ્યા કે, મારા પુત્રે સુંદર મંગલ દર્શન કરેલ છે. નક્કી તે નવપૂર્વ પૂરેપૂરા અને ઉપર કંઈક અધિક પૂર્વ ભણશે. તેણે પણ વિચાર્યું કે, મેં દૃષ્ટિવાદના નવ અંગોના અધ્યયનને પૂર્ણ ગ્રહણ કરીશ, દશમું પૂરું નહીં ભણું. પછી તે ઇશુગૃહમાં જઈને વિચારવા લાગ્યો કે, હું પ્રાકૃત તો જાણતો નથી, તો આ અધ્યયન કઈ રીતે કરીશ ? અહીં જો કોઈ શ્રાવક હોય તો તેની સાથે જઉ. પછી તે એક તરફ ઊભો રહ્યો ત્યારે ઢડ્ડર નામનો શ્રાવક શરીર ચિંતા નિવારી ઉપાશ્રય તરફ જતો હતો. ત્યારે તેણે દૂર રહીને જોયું કે તેણે ત્રણ વખત ‘નિસીહી કહી. પછી તેણે મોટા સ્વરે ઇર્યાસમિતિ આલોચનાદિ કર્યા. મેઘાવી રક્ષિતે તે અવધારી લીધી. તે પણ તે જ ક્રમે ગયો. બધાં Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આગમ કથાનુયોગ-૪ સાધુને વંદન કર્યું. તે શ્રાવકને વંદન ન કર્યું. ત્યારે આચાર્યે જાયું કે આ નવ શ્રાવક છે. ત્યારપછી પૂછયું, તે ધર્મ ક્યાંથી શીખ્યો ? રક્ષિતે કહ્યું, આ શ્રાવક પાસેથી. સાધુઓએ પણ કહ્યું કે, આ કસોમા શ્રાવિકાનો પુત્ર છે, કાલે જ હતિ પર આરૂઢ થઈને નગરપ્રવેશ કરેલ છે. આચાર્ય ભગવંતે પૂછ્યું, કઈ રીતે? ત્યારે તેણે બધી જ વાત કરીને કહ્યું કે, હું દષ્ટિવાદ ભણવાને તમારી પાસે આવેલ છું. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, જો તું અમારી દીક્ષા ગ્રહણ કરે તો તને દૃષ્ટિવાદ ભણાવી શકાય. ત્યારે રક્ષિતે કહ્યું, તો આપ મને પ્રવજ્યા આપી ભણાવો. ત્યારપછી આર્યરક્ષિત દિક્ષિત થવાનું અને પરિપાટી ક્રમે અધ્યયન કરવાનું સ્વીકારીને કહ્યું કે, હું અહીં પ્રવજિત થઈ શકીશ નહીં. આપણે બીજે જઈએ. કેમકે અહીંનો રાજા મારા પ્રત્યે અનુરાગી છે. બીજા લોકો પણ મને જાણે છે. પછીથી તેઓ મને બળપૂર્વક લઈ જશે. આપણે બીજે જઈએ. ત્યારે તેને લઈને અન્યત્ર ગયા. આ પ્રથમ શિષ્યનિષ્ફટિકા જાણવી. એ પ્રમાણે દીક્ષિત થયેલા આર્યરક્ષિતે ખૂબ જ થોડા સમયમાં અગિયાર અંગો ભણી લીધા. તોસલિપુત્ર આચાર્ય પાસે દૃષ્ટિવાદનું જે કંઈ જ્ઞાન હતું, તે તેણે પ્રાપ્ત કર્યું. તે વખતે આર્ય વજ (વજસ્વામી) યુગપ્રધાન આચાર્યરૂપે વિખ્યાત હતા. તેમની પાસે દૃષ્ટિવાદનું ઘણું જ જ્ઞાન હતું. ત્યારે આર્યરક્ષિત ઉજ્જયિની મધ્યે તેમની પાસે ગયા. જતાં એવા તે ભદ્રગુપ્ત સ્થવિરની પાસે રોકાયા. તેમણે પણ આર્યરક્ષિતને ધન્ય છો, કૃતાર્થ છો, વગેરે કહીને અનુપબૃહણા કરી. પછી કહ્યું કે, હું સંલેખનાકૃત્ શરીરવાળો છું, મારે કોઈ નિર્ધામક (આરાધનાદિ કરાવનાર) નથી. તો તું નિર્યામક થા. આર્યરક્ષિતે પણ તેમની વાત સ્વીકારી. કેટલોક કાળ વ્યતિત થયા પછી કહ્યું, તું વજસ્વામીજી પાસે ભણવા જરૂર જા, પણ તેની સાથે એક ઉપાશ્રયમાં રહેતો નહીં. કોઈ બીજા સ્થાને રહીને અધ્યયન કરજે. જે તેમની સાથે એક રાત્રિ પણ વસવાટ કરશે, તે તેની સાથે (પછી તરત જ) મૃત્યુ પામશે. ત્યારે આર્યરક્ષિતે તેમનું વચન સ્વીકાર્યું. ભદ્રગુપ્તાચાર્ય કાળ પામ્યા ત્યારે ત્યાંથી નીકળીને આર્ય રક્ષિતમુનિ વજસ્વામી પાસે ગયા. બહારના સ્થાને રહ્યા. તે વખતે વજસ્વામીએ પણ સ્વપ્ન જોયું. તેમાં થોડું બાકી રહ્યું. તેમણે પણ એ જ વિચાર્યું કે, તેમનું જ્ઞાન કોઈક ગ્રહણ કરવા આવે છે પણ તે પૂરેપૂરું ગ્રહણ કરશે નહીં. તેમની પાસે આર્યરક્ષિત ગયા ત્યારે પૂછયું કે, જ્યાંથી આવો છો ? આર્યરક્ષિતે જવાબ આપ્યો કે, તોસલિપત્ર આચાર્ય પાસેથી આવું છું, વજસ્વામીએ ફરી પૂછયું, કોણ આર્યરક્ષિત ? જ્યાં રહ્યાં છો ? શું ભણવું છે ? આર્યરક્ષિતે ઉત્તર આપ્યો કે, હું બહાર રોકાયો છું ઇત્યાદિ. ત્યારે વજસ્વામીજીએ પૂછયું કે, બહાર રહીને અધ્યયન કઈ રીતે કરશો ? શું તમને એટલી ખબર નથી કે, દૂર રહીને અધ્યયન કરવું શક્ય નથી ? ત્યારે આર્યરક્ષિત કહ્યું કે, મને ક્ષમાશ્રમણ ભદ્રગુપ્ત સ્થવિરે કહ્યું છે કે, તું જુદા સ્થાને રહેજે. ત્યારે વજસ્વામીએ પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂકીને સત્ય વૃત્તાંત જાણ્યો એટલે કહ્યું, સુંદર, આચાર્યો નિષ્કારણ કંઈ કહેતા નથી. ભલે, તું બહાર રહેજે. ત્યારપછી અધ્યાપન શરૂ કર્યું. Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૩૯ થોડાં જ કાળમાં આર્યરક્ષિતમુનિ નવ પૂર્વે ભણી ગયા. દશમાં પૂર્વને ભણવાનો આરંભ કર્યો. ત્યારે વજસ્વામીએ કહ્યું, આ પ્રમાણે પરિકર્મ છે. તે ઘણું જ સૂક્ષ્મ અને ગાઢ છે. તેણે ચોવીશ યવિક (અધ્યયનનો એક ભાગ વિશેષ) ગ્રહણ કર્યા. વજસ્વામીએ પણ તેટલું અધ્યયન કરાવ્યું. આ તરફ આર્યરક્ષિતના માતાપિતા શોકમગ્ન થઈ ગયા. તેઓએ ફલ્યુરક્ષિતને કહ્યું કે, તું જા અને આર્યરક્ષિતને પાછા લઈ આવ. ફલ્યુરક્ષિત આર્યરક્ષિત પાસે ગયા. ત્યાં આર્યરક્ષિતે તેને બોધ પમાડ્યો. તેણે દીક્ષા ગ્રહણ કરી. આર્યરક્ષિતે યવિકા અધ્યયન કરતાં ઘણી જ અધૃતિથી પૂછયું, હે ભગવન્! દશમું પૂર્વ હજી કેટલું બાકી છે ? ત્યારે વજસ્વામીએ બિંદુ–સમુદ્ર, સરસવ–મેરુ પર્વતનું દૃષ્ટાંત આપી સમજાવ્યું કે, હજી તો દશમા પૂર્વનું બિંદુ માત્ર અધ્યયન તમે કરેલ છે, સમુદ્ર જેટલું અધ્યયન કરવું બાકી છે. ત્યારે તે વિષાદગ્રસ્ત થઈ ગયા. તેણે વિચાર્યું કે આ દશમાં પૂર્વને પાર પામવાની મારામાં શક્તિ જ ક્યાં છે ? ત્યારે તેમણે પૂછ્યું કે, ભગવન્! હું જાઉ છું, આ મારા ભાઈ ફગુરક્ષિત આવેલ છે, તે ભણશે. આપ તેને ભણાવો. આ પ્રમાણે તે રોજ કહેવા લાગ્યા. ત્યારે વજસ્વામીએ ઉપયોગ મૂક્યો કે, શું આ પૂર્વોનું જ્ઞાન મારી સાથે જ વિચ્છેદ પામશે ? ત્યારે તેમણે જાણ્યું કે, હવે મારું આયુષ્ય થોડું જ રહ્યું છે. આર્યરક્ષિત કરીને પાછા આવી શકશે નહીં. મારી સાથે જ આ દશમું પૂર્વ વિચ્છેદ થશે. ત્યારપછી તેમણે આર્યરક્ષિતને વિસર્જિત કર્યા. તેઓ પણ વિહાર કરતા દશપુર નગરે ગયા. ત્યાં તેના માતા–બહેન આદિ સર્વે સ્વજન વર્ગને દીક્ષા આપી. તેમના પિતા સોમદેવ પણ તેમના અનુરાગથી ત્યાં રહ્યા. પણ વેશ ગ્રહણ કર્યો નહીં. સોમદેવને થયું કે, હું કઈ રીતે શ્રમણવ્રજ્યા ગ્રહણ કરું ? અહીં મારી પુત્રી, ભત્રીજી આદિ સ્વજનો છે, તેમની પાસે હું નગ્ન કઈ રીતે રહી શકું ? આચાર્ય ભગવંતે તેને ઘણું સમજાવ્યા કે, તમે દીક્ષા ગ્રહણ કરો ત્યારે તેણે કહ્યું કે, અહીં મારા સંબંધીઓ છે તેથી મને લજ્જા આવે છે. માટે જો મને બે વસ્ત્ર, કુંડિકા આદિ આપો, આર્યરક્ષિત તેમને હા કહી, ત્યારે તેમણે દીક્ષા લીધી. ત્યારપછી તેઓ ચરણ—કરણ–સ્વાધ્યાય આદિ ગ્રહણ કરવા લાગ્યા પણ કુંડિકા-જનોઈ ઉપાનહનો ત્યાગ ન કર્યો. કોઈ દિવસે તેઓ ચૈત્યવંદન કરવા ગયા. ત્યારે આચાર્ય ભગવંતે પહેલાથી બાળકોની શીખવાડી રાખેલ. તેઓ બોલ્યા કે, ફક્ત એક છત્રીધારી સિવાય બધાને વંદન કરીએ. ત્યારે સોમદેવમુનિએ ચિંતવ્યું કે, આ બાળકો મારા પુત્ર-પૌત્ર બધાંને વંદન કરે છે, તો મને કેમ વંદન કરતા નથી. ત્યારપછી તે બોલ્યા કે, મને કેમ વંદન કરતા નથી ? શું મેં દીક્ષા લીધી નથી. બાળકો બોલ્યા કે, દીક્ષા લીધેલાને છત્ર ક્યાંથી હોય ? ત્યારે તેણે વિચાર્યું કે, આ લોકો મને પ્રતિચોદના કરી રહ્યા છે, તેનું કારણ છત્રી છે, તો હું છત્રીનો ત્યાગ કરું. ત્યારે પુત્રે કહ્યું, આ છત્રનું કોઈ પ્રયોજન નથી – છત્રી છોડી દે – તેમણે કબૂલ કર્યું પછી વિચાર્યું કે- જ્યારે ગરમી લાગશે ત્યારે કલ્પને ઉપર કરીશ. ત્યારપછી તે બાળકોએ કહ્યું કે, આ કુંડિકા મૂકી દો. માત્રક લઈને સંજ્ઞાભૂમિ જવું Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આગમ કથાનુયોગ-૪ જોઈએ. એ રીતે કંડિકા મૂકી દીધી. એક જ પ્રમાણે તેણે યજ્ઞોપવિત પણ મૂકી દીધી. આચાર્ય ભગવંતે કહ્યું, આપણને કોઈપણ ન જાણે કે આપણે બ્રાહ્મણ છીએ. એ પ્રમાણે આર્યરક્ષિતે તેમને બધું જ મૂકાવી દીધું. પછી તેમના કહેવાથી બધાંએ વંદન કર્યું. ત્યારપછી આચાર્યએ કટીપટ્ટક–ધોતી મૂકાવવા કહ્યું કે, આ મૃતકનું જે વહન કરે, તેને મહાનું ફળ પ્રાપ્ત થશે. ત્યારે પૂર્વે સંજ્ઞા કરાયેલ સાધુઓ બોલ્યા, અમે આ મૃતકને વહન કરીશું. પછી આચાર્યના સ્વજનવર્ગે કહ્યું કે, અમે આ મૃતક વહન કરીશું. તેઓ કલહ કરતા આચાર્ય પાસે આવ્યા. આચાર્યએ કહ્યું કે, મારા સ્વજન વર્ગને કઈ રીતે નિર્જરા પ્રાપ્ત થશે ? ત્યારે તે સ્થવિરે (સોમદેવમુનિએ) પૂછયું, હે પુત્ર ! શું આમાં ઘણી જ નિર્જરા થશે ? આચાર્ય ભગવંતે કહ્યું કે, હા ! થશે. ત્યારે તેણે કહ્યું કે, હું આ મૃતકનું વહન કરીશ. આચાર્યએ કહ્યું કે, અહીં ઉપસર્ગ થશે. બાળકો નગ્ન કરી દેશે. જો તે સહન કરવા સમર્થ હો તો વહન કરો. જો તે સહન કરવા સમર્થ ન હો તો અમને નહીં ગમે. ત્યારે સોમદેવમુનિએ કહ્યું કે, હું તે ઉપસર્ગ સહન કરીશ. જેવું તેણે મૃતક ઉચકર્યું, તુરંત-બાળકો તેની ધોતી ખેંચવા લાગ્યા અને બોલ્યા કે, આ ધોતીને મૂકી દો. તેમણે ધોતી મૂકી દીધી. તુરંત તેને ચોલપટ્ટક પહેરાવ્યો. ત્યારે તેમણે લજ્જાથી તેનું વહન કર્યું કેમકે પાછળ મારી પુત્રી આદિ મને જુએ છે તેમ વિચાર્યું. એ પ્રમાણે તેમણે ઉત્પનન થયેલ ઉપસર્ગ સહન કર્યો અને ચોલપટ્ટક વહન કર્યો. પછી તે જ રૂપે પાછા આવ્યા. ત્યારે આચાર્ય ભગવંતે પૂછયું કે, કેમ વૃદ્ધ ! આ બધું શું છે ? ત્યારે વૃદ્ધ (સોમદેવે કહ્યું કે, ઉપસર્ગ ઉત્પન્ન થયો. આચાર્યએ કહ્યું કે, એક શાટક (મોટું વસ્ત્ર) લાવો. તેણે કહ્યું, શાટકનું શું કામ છે ? ચોલપટ્ટક ચાલશે. ત્યારપછી તેણે ચોલપટ્ટક જ સ્વીકાર્યો. ત્યારપછી તે ભિક્ષા લેવા જતા ન હતા. ત્યારે આચાર્યએ વિચાર્યું કે, જો આ ભિલાને માટે નહીં જાય, તો કોણ જાણે ક્યારે શું થશે ? પછી તે એકાકી શું કરશે ? તેમને નિર્જરા પ્રાપ્ત થાય તે માટે પણ કંઈક એવું કરવું કે જેથી તે ભિક્ષા લેવા માટે નીકળે. એ જ પ્રમાણે તેઓ પહેલા પોતાની વૈયાવચ્ચ કરશે, પછી બીજાની વૈયાવચ્ચ પણ કરશે. ત્યારપછી તેમણે બધાં કલ્પ સાગારિક સાધુઓને કહ્યું કે, હું જાઉ છું. તમે એકલા જ પિતા (સોમદેવમુનિ) પાસે સમુદેશ કરજો. તેઓએ એ વાત સ્વીકારી. પછી આચાર્યે કહ્યું, તમે તેમની સાથે સમ્યક્ વર્તન કરજો. હું ગ્રામ જાઉં છું. પછી આચાર્ય નીકળી ગયા. ત્યારપછી બધાં શિષ્યો ભિક્ષા માટે નીકળ્યા. બધાંએ એકલા જ સમુદેશ કરીઆહાર કર્યો. સોમદેવમુનિએ વિચાર્યું કે, આ લોકો મને આહાર આપતા નથી. કોઈએ પણ તેમને આહાર ન આપ્યો. ત્યારે તેઓ કુદ્ધ થઈને કંઈ જ બોલ્યા નહીં. વિચારવા લાગ્યા કે કાલે મારો પુત્ર (આર્યરક્ષિત) આવશે. ત્યાં સુધી હું રાહ જોઉ કે કદાચ મને કંઈ પ્રાપ્ત થાય. બીજા દિવસે આવીને આચાર્યએ પૂછયું, હે પિતા ! તમે કંઈ આહાર કર્યો ? ત્યારે સોમદેવમુનિએ કહ્યું, જો તું નહીં હો તો હું એક દિવસ પણ જીવી શકીશ નહીં. જે આ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ભ્રમણ કથા મારા પુત્ર—પૌત્રાદિ છે, તેઓ મને કંઈ જ આહાર આપતા નથી, ત્યારે આર્યરક્ષિત આચાર્યએ તેમની સામે બધાંની નિર્ભર્ત્યના કરી, પછી કહ્યું કે, લાવો, મને પાત્રા આપો. હું પિતા મુનિના પારણા માટે કંઈક લાવું. ત્યારે તે વૃદ્ધે (સોમદેવમુનિએ) વિચાર્યું કે, મારો પુત્ર કેમ જાય ? લોકપ્રકાશકો પૂર્વે કદી ભિક્ષાર્થે ગયા નથી. ત્યારે સોમદેવે કહ્યું કે, હું જાતે જ ગૌચરી જઈશ. ત્યારે તે વૃદ્ધ જાતે જ ગૌચરી નીકળ્યા. પરંતુ તેઓ ગૃહસ્થ કાળમાં લાંબા સમય સુધી લબ્ધિ સંપૂર્ણ રહેલા. તેમને ગૌચરી અર્થે કેમ જવું, તેની જાણ ન હતી. તેને દ્વાર કે અપદ્વારની પણ ખબર ન હતી. ત્યારે તે એક ઘરમાં અપદ્વારેથી પ્રવેશ્યા. ત્યારે ગૃહસ્વામીએ પૂછ્યું કે, કેમ અપદ્વારેથી (પછિતથી) પ્રવેશ કર્યો ? ત્યારે સોમદેવમુનિએ કહ્યું, જ્યારે લક્ષ્મી આવે ત્યારે દ્વાર શું અને અપદ્વાર શું ? જ્યાંથી આવે તે સુંદર જ છે. ત્યારે ગૃહસ્વામીએ કહ્યું કે, આમને ભિક્ષા આપો. ત્યારે તેમને ગૌચરીમાં બત્રીશ લાડવા પ્રાપ્ત થયા. તે આહાર ગ્રહણ કરીને આવ્યા. આલોચના કરી. પછી આચાર્ય ભગવંતે કહ્યું, તમને બત્રીશ શિષ્યો થશે. પછી આચાર્યએ પૂછયું કે, જો તમને કોઈ રાજકૂળથી વિશેષ લાભ પ્રાપ્ત થાય તો, તે તમે કોને આપશો ? તેમણે કહ્યું, હું બ્રાહ્મણોને આપીશ. ત્યારે આચાર્યએ કહ્યું કે, એ જ પ્રમાણે આપણા સાધુઓ પણ પૂજનીય છે, તેથી તમને મળેલો આ પહેલો લાભ આ સાધુઓને આપવો જોઈએ. ત્યારે સોમદેવે પણ બધાં જ મોદક સાધુઓને આપી દીધા. ત્યારપછી તેઓ ફરી પોતાને માટે ભિક્ષાર્થે નીકળ્યા. પછી તેમને ઘી—ગોળ મિશ્રિત ખીર પ્રાપ્ત થઈ. તે તેમણે પોતે વાપરી. એ પ્રમાણે પછી તેઓ જાતે જ ગૌચરી જવા લાગ્યા. લબ્ધિ સંપૂર્ણ થયા અને ઘણાં જ બાળદુર્બળોના આધારભૂત બન્યા. : તે ગચ્છમાં ત્રણ પુષ્પમિત્રો હતા :– (૧) દુર્બલિકાપુષ્પમિત્ર, (૨) ધૃતપુષ્પમિત્ર, (૩) વસ્ત્રપુષ્પમિત્ર. જે દુર્બલિકાપુષ્પમિત્ર હતા, તે સ્મારક-ઘણું જ ભણનારા હતા. જે ધૃતપુષ્પમિત્ર હતા, તેમની પાસે ઘી ઉત્પન્ન કરવાની લબ્ધિ હતી. આ લબ્ધિ ચાર પ્રકારે હતી – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. દ્રવ્યથી ઘી ઉત્પન્ન કરી શકતા હતા. ક્ષેત્રથી ઉજ્જૈનીમાં, કાળથી જેઠ અને અષાઢ માસમાં, ભાવથી એક ધિજાતિયા ગુર્વિણી—પ્રસૂતાનાપતિએ, થોડું-થોડું એકઠું કરીને છ માસે એક ઘડા પ્રમાણ ઘી ઉત્પાદન કર્યું. તે પ્રસૂતા માટે ઉપયોગમાં લેવાનું હતું. તેણે તેની યાચના કરી. તો પણ તેણીએ હર્ષિત-સંતુષ્ટ થઈને આપ્યું. પરિણામથી કોઈપણ ગચ્છના ઉપયોગ માટે આવ્યું. વસ્ત્રપુષ્પમિત્રને પણ આવા જ પ્રકારની લબ્ધિ હતી. તે વસ્ત્રને ઉત્પાદન કરવાની લબ્ધિ ધરાવતા હતા. દ્રવ્યથી વસ્ત્ર, ક્ષેત્રથી વૈદેહ કે મથુરા, કાળથી વર્ષા કે શીતકાળમાં, ભાવથી—જેમ કોઈ એક વિધવા, અતિ દુ:ખથી ક્ષુધા વડે પિડાઈ મરી રહી હોય અને કાપીને એક વસ્ત્ર તૈયાર કરે કે કાલે હું તે પહેરીશ, તેટલામાં વસ્ત્ર પુષ્પમિત્ર તેની યાચના કરે ત્યારે હર્ષિત–સંતુષ્ટ થઈને આપી દે. પરિણામથી આખા ગચ્છને તે ઉપયોગમાં આવે. Page #43 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૪ જે દુર્બલિકા પુષ્પમિત્ર હતા, તે નવપૂર્વે ભણ્યા હતા. તે તેને રાત્રિ-દિવસ સ્મરણ કરતા રહેતા હતા. એ પ્રમાણે સ્મરણ કરતા તે દુબળા થઈ ગયા હતા. જો તે સ્મરણ ન કરે તો, તેને બધું જ ભૂલાઈ જાય. તે જ દશપુર નગરમાં તેમના એક સ્વજન હતા, તે રક્તપટ ઉપાસક હતા. આચાર્ય ભગવંત પાસે આવ્યા. તેણે કહ્યું કે, અમારા ભિક્ષુઓ ધ્યાન પરાયણ છે, તે પ્રત્યે તમારું ધ્યાન નથી. આચાર્ય ભગવંતે કહ્યું, અમારું ધ્યાન છે. તમારા આ જે સ્વજન દુર્બલિકાપુષ્પમિત્ર છે, તે ધ્યાનથી જ દુર્બળ થયા છે તેઓએ કહ્યું કે, આ ગૃહસ્થપણામાં ઘી વગેરે સ્નિગ્ધ આહારને કારણે બળવાન્ હતા. હવે તેને આવા પ્રકારનો આહાર મળતો નથી. તેથી દુર્બલ થયા છે. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, આ મુનિ સ્નિગ્ધ આહાર વિના ક્યારેય ભોજન કરતા નથી. તેમણે કહ્યું, તમારો સ્નિગ્ધ આહાર– ઘી' ક્યાં છે ? આચાર્ય ભગવંતે કહ્યું કે, ધૃતપુષ્પમિત્ર લાવે છે. તેઓ એ વાત માન્યા નહીં. ત્યારે આચાર્યએ કહ્યું કે, આ તમારી પાસે શું લાવ્યા ? તેઓ બોલ્યા સ્નિગ્ધ પેશીઓ લાવ્યા. તેઓને બોધ પમાડવા તેમને વિસર્જિત કર્યા. હું હમણા ઘીનું દાન કરું એમ વિચારી તેણે ઘી વહોરાવવું શરૂ કર્યું. પહેલાં તો ઘણું વહોરાવ્યું, પછી તેના પરિણામ પડવા લાગ્યા. ત્યારે કહ્યું કે, જેમ ઘડામાંથી પાણી ઝરે તેમ હવે ઝરતા નહીં. પછી ધર્મ કહ્યો, તેઓ શ્રાવકો થયા. - આર્યરક્ષિત આચાર્યવાળા આ ગચ્છમાં ચાર સાધુ ભગવંત પ્રધાન (મુખ્ય) ગણાતા હતા :- (૧) દુર્બલિકાપુષ્પમિત્ર, (૨) વિંધ્યમુનિ, (૩) ફલ્યુરક્ષિત, (૪) ગોષ્ઠામાહિલ. તેમાં જે વિંધ્યમુનિ હતા. તે અતિ મેધાવી હતા. સૂત્ર, અર્થ, તદુભય ગ્રહણ કરવામાં, ધારણ કરવામાં સમર્થ હતા. તેની સૂત્રમંડલી સીદાતી હતી. તેમને પરિપાટી આલાપકમાં ઘણો સમય જતો હતો. તેથી આચાર્ય દુર્બલિકા પુષ્પમિત્રે તેમને વાચનાચાર્ય આપ્યા. કેટલેક કાળે તેમને નવમાં પૂર્વનું સ્મરણ ન રહ્યું. ત્યારે આચાર્ય ભગવંતને વિચાર આવ્યો કે, જો આવા મેધાવીને પણ સ્મરણ કરવા છતાં જ્ઞાન નાશ પામે તો, બીજાને તો જલ્દીથી નાશ પામવાનું છે. ત્યારે આચાર્ય આર્યરક્ષિતે અતિશય જ્ઞાનના ઉપયોગથી જાણ્યું કે, હવે મતિમેધા–ધારણાથી લોકો ક્ષીણતા પામવાના છે, ત્યારે ક્ષેત્ર અને કાલાનુભાવ જાણીને, અનુગ્રહને માટે શ્રતવિભાગ દ્વારા અનુયોગોને પૃથફ કર્યા. સુખેથી જ્ઞાન ગ્રહણ થઈ શકે તે માટે નય આદિને સારી રીતે વિભાગ કરીને ગુંથ્યા. અપરિણામ કે અતિપરિણામ ન થાય ત્યારે નયો દ્વારા ગ્રહણ થઈ શકે તેવા પ્રકારે સૂત્રોની વિભાગ દ્વારા ગૂંથણી કરી ચાર અનુયોગ બનાવ્યા. (૧) ચરણ કરણાનુયોગ, (૨) ધર્મકથાનુયોગ, (૩) કાલાનુયોગ – જે ગણિતાનુયોગ પણ કહેવાય છે, (૪) દ્રવ્યાનુયોગ. તે મુખ્યવૃત્તિએ આ પ્રમાણે હતા. કાલિક શ્રત જે અગિયાર અંગરૂપ હતું, તે મુખ્યત્વે ચરણ—કરણાનુયોગ રૂપ ગણ્યું, ઋષિભાષિત, ઉત્તરાધ્યયન આદિને ધર્મકથાનુયોગ રૂપ ગણ્યા. સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ ઇત્યાદિ કાલાનુયોગરૂપ (ગણિતાનુયોગ રૂપે) નોંધ્યા. દૃષ્ટિવાદનો દ્રવ્યાનુયોગરૂપે ઉલ્લેખ કર્યો. છેદસૂત્રોને ચરણકરણાનુયોગમાં ગણેલા છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણ કથા એક વખતે દેવેન્દ્ર દ્વારા વંદિત આર્યરક્ષિતાચાર્ય વિહાર કરતા મથુરા ગયા. ત્યાં ભૂત ગુફામાં વ્યંતરગૃહે રહ્યા. આ તરફ દેવેન્દ્ર દેવરાજ શક્ર મહાવિદેહમાં સીમંધર સ્વામીન નિગોદ જીવોનું સ્વરૂપ પૂછ્યું, જે પ્રમાણે ભગવંતે નિગોદના જીવોનું સ્વરૂપ વર્ણવ્યું, તેથી હર્ષ પામી શક્રેન્દ્રએ પૂછયું કે, ભારતવર્ષમાં એવા કોઈ છે કે, જે આ પ્રમાણે નિગોદના સ્વરૂપને વર્ણવી શકે. ત્યારે સીમંધરસ્વામીએ કહ્યું કે, હા, આર્યરક્ષિત છે, જે આવું જ નિગોદનું વર્ણન કરવા સમર્થ છે. ૪૩ ત્યારે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી, ઇન્દ્ર ત્યાં આવ્યો. પછી વૃદ્ધરૂપ કરી દીક્ષિત સાધુ મધ્યે આવ્યો. આર્યરક્ષિત આચાર્યને વંદન કરીને પૂછયું, ભગવન્ ! મારા શરીરમાં મહાન્ વ્યાધિ ઉત્પન્ન થઈ છે. મારે ભક્તપ્રત્યાખ્યાન છે, તો મને જણાવો કે હવે મારું આયુષ્ય કેટલું બાકી છે ? ત્યારે આચાર્ય ભગવંતે જ્ઞાનનો ઉપયોગ મૂકીને આયુષ્ય જાણવા પ્રયત્ન કર્યો તો આયુષ્ય સો વર્ષ, બસો, ત્રણસો એમ અધિકાધિક દેખાવા લાગ્યું. ત્યારે વિચાર્યું કે ભરતક્ષેત્રમાં આવા મનુષ્યનો સંભવ નથી. આ કોઈ વિદ્યાધર કે વ્યંતર હોય તેમ લાગે છે. તેનું આયુષ્ય તો બે સાગરોપમ જણાય છે. ત્યારે હાથ વડે મુખ ઊંચુ કરીને આચાર્યએ કહ્યું કે, તમે તો શક્રેન્દ્ર છો. ત્યારે શક્રેન્દ્રએ સર્વ વૃત્તાંત કહ્યો, મેં જ્યારે મહાવિદેહમાં સીમંધર સ્વામીને પૂછયું, ત્યારે તેમણે આપનું નામ આપ્યું. માટે હું અહીં આવેલ છું. હું નિગોદના જીવનું સ્વરૂપ આપની પાસે જાણવા ઇચ્છું છું. આચાર્ય આર્યરક્ષિત પાસેથી નિગોદનું સ્વરૂપ સાંભળી, સંતુષ્ટ થયેલા ઇન્દ્રએ પૂછ્યું કે, હવે હું જઈ શકું ? આચાર્ય ભગવંતે કહ્યું કે, મુહૂર્ત માત્ર ઊભા રહો. ત્યાં સુધીમાં સાધુઓ આવી જાય. ત્યારે ઇન્દ્રે કહ્યું કે, તેમાં દુષ્કથાનો સંભવ છે, જે સ્થિર છે તે પણ ચલિત થશે. અલ્પસત્ત્વવાળા મને જોઈને નિયાણું કરશે. એટલે હું નીકળું. આચાર્ય ભગવંતે કહ્યું કે, તો કંઈક નિશાની કરીને નીકળો. ત્યારે શક્ર, તે ઉપાશ્રયનું દ્વાર અન્યત્ર કરીને નીકળી ગયા. ત્યારપછી સાધુઓએ આવીને જોયું કે ઉપાશ્રયનું દ્વાર આમ વિમુખ કઈ રીતે થઈ ગયું ? આચાર્ય ભગવંતે કહ્યું કે, અહીં શ આવીને ગયા. ત્યારે સાધુઓએ કહ્યું કે, અરે ! અમે તો જોયા જ નથી. કેમ તેમણે મુહૂર્ત માત્ર ધીરજ ન ધરી. ત્યારે આચાર્ય ભગવંતે સમજાવ્યું કે, અલ્પસત્ત્વવાળા મનુષ્યો તેમને જોઈને નિદાન કરત, તેથી પ્રાતિહાર્ય કરીને ગયા. એ પ્રમાણે આર્યરક્ષિત દેવેન્દ્ર દ્વારા વંદાયેલા હતા. કોઈ સમયે વિહાર કરતા તેઓ દશપુર ગયા. મથુરામાં કોઈ ક્રિયાવાદી ઉત્પન્ન થયો હતો. તે ‘“માતા નથી – પિતા નથી ઇત્યાદિ નાસ્તિવાદી હતો. ત્યાં કોઈ વાદી ન હતા. ત્યારે સંધે કોઈ સંઘાટકને આર્યરક્ષિત પાસે મોકલ્યા. તેઓ યુગપ્રધાન આચાર્ય હતા. સંઘાટક યુગલે આવીને તેમને વાત કરી. તેઓ વૃદ્ધ હોવાથી, તેમના મામા ગોષ્ઠામાહિલને મોકલ્યા. તે વાદ લબ્ધિધારી હતા. તે ગયા એટલે પેલો વાદી ચાલ્યો ગયો. પછી શ્રાવકોએ ગોષ્ઠામાહિલને આગ્રહ કરતા, ત્યાંજ વર્ષારાત્ર રહ્યા. આ તરફ આર્યરક્ષિત આચાર્ય વિચારવા લાગ્યા કે, હવે આ ગણના ધારક કોણ Page #45 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૪ બનશે ? ત્યારે તેમણે દુર્બલિકાપુષ્પમિત્રને તે પદે નિર્ધારિત કર્યા. પણ તેમનો સ્વજન વર્ગ હતો તે ગોષ્ઠામાહિલ કે ફલ્ગુરક્ષિત ગણના ધારક બને તેમ ઇચ્છતો હતો. ત્યારે આચાર્ય ભગવંતે બધાંને બોલાવી દૃષ્ટાંત આપતા જણાવ્યું કે, ત્રણ પ્રકારના કુટ હોય છે ઃ(૧) નિષ્પાવકૂટ, (૨) તેલકૂટ અને (૩) ઘૃતકૂટ. ત્રણે તે જો ઊંધા વાળીએ તો નિષ્પાવ બધા જ નીકળી જાય છે. તેલ નીકળે છે તો પણ તેના કંઈક અવયવ ચોંટી જાય છે. ઘીનો ઘડો ઊંધો વાળીએ તો ઘણું ઘી ઘડામાં જ રહી જાય છે. એ પ્રમાણે આચાર્ય પણ ત્રણ પ્રકારના હોય છે આ દુર્બલિકાપુષ્પમિત્ર છે તે સૂત્ર-અર્થ—તદુભયમાં નિષ્પાવ ઘડા સમાન છે. પોતાનું સર્વે જ્ઞાન બીજામાં ઠાલવી દે છે, ફલ્ગુરક્ષિત છે તે તેલના ઘડા સમાન છે, જ્યારે ગોષ્ઠામાહિલ છે તે ઘીના ઘડા સમાન છે. સૂત્ર–અર્થાદિથી ઉપગત એવા આ દુર્બલિકાપુષ્પમિત્ર છે તે તમારા આચાર્ય થવાને યોગ્ય છે, ત્યારે તે સર્વે પણ આ વાતમાં સંમત થયા. બીજાઓએ પણ કહ્યું કે, ભલે અમે ફલ્ગુરક્ષિત કે ગોષ્ઠામાહિલની આજ્ઞામાં છીએ, તો પણ આપની આજ્ઞા પ્રમાણે વર્તીશું. એ પ્રમાણે બંને વર્ગને આજ્ઞા જણાવી, પછી ભક્તપ્રત્યાખ્યાન કરી આર્યરક્ષિત આચાર્ય દેવલોકે ગયા. તેઓ હતા ત્યાં સુધી આગમ વ્યવહાર પ્રવર્તો. ગોષ્ઠામાહિલે પણ જ્યારે સાંભળ્યું કે આર્યરક્ષિત આચાર્ય કાલધર્મ પામેલ છે, ત્યારે આવીને પૂછયું કે, ગણના ધારક કોને સ્થાપ્યા છે ? ત્યારે શિષ્ય પરિવારે ઘડા અને શ્રુતનું દૃષ્ટાંત આપ્યું. ત્યારે તે જુદા ઉપાશ્રયે સ્થિત થયા. પછી ગોષ્ઠામાહિલ નિહવ થયા તે નિહવ કથાથી જાણવું. ૪૪ ૦ પાત્રક ઉપરાંત માત્રકને ચોમાસામાં રાખવાનો ઉપદેશ પણ આર્યરક્ષિત આપ્યો. પૂર્વે તીર્થંકરોએ માત્રકની અનુજ્ઞા આપી ન હતી. ૦ આગમ સંદર્ભ = આયા.ચૂ.પૃ. ૨; સૂયયૂ? ૫; નિસી.ભા. ૪૫૩૬, ૫૬૦૭; ઠા. ૩૮૨, ૬૮૮ની વૃ; આનિ. ૭૭૫ થી ૭૭૭ + વૃ; આવ.યૂ. ૧–પૃ. ૩૯૭, ૪૦૧, ૪૦૬, ૪૦૯, ૪૧૧; ઉત્ત.ચૂ.પૃ. ૬૧, ૮૪; મરણ. ૪૯૦; વવભા. ૨૩૬૧, ૨૬૬૩, ૩૬૦૦ થી ૩૬૦૫ની વૃ; આવભા. ૧૪૨; ઉત્ત.નિ. ૯૭, ૧૭૫ + ; X X ૦ અર્જુન કથા ઃ હસ્તિનાપુરના પાંડુ રાજાના પાંચ પુત્રોમાંના ત્રીજો પુત્ર અર્જુન હતો. તેના લગ્ન કૃષ્ણ વાસુદેવની બહેન રક્તસુભદ્રા સાથે થયેલા. અભિમન્યુ તેનો પુત્ર હતો. કાળક્રમે તેણે દીક્ષા લીધી. અંતે મોક્ષે ગયા. X O અર્જુનની વિશેષ કથા “પાંડવ કથા” તથા “દ્રૌપદી કથા"માં આવેલ છે. ૦ આગમ સંદર્ભ નાયા. ૧૭૦, ૧૮૨; પણ્ડા. ૨૦ની વૃ; * નિસી.ભા. ૯૩ની યૂ. Page #46 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણ કથા ૪૫ ૦ અર્ણિકાપુત્ર કથા ઃ શ્રેણિકના પુત્ર કોણિક, કોણિકના પુત્ર ઉદાયિ હતા. પિતાના મૃત્યુ બાદ શોકમગ્ન થયેલા ઉદાયિને મંત્રીએ કહ્યું કે, હે સ્વામી ! તમે કોઈ નવીન નગરી વસાવો. નવીન નગરી માટેની ભૂમિ શોધવા તેણે ચતુર નૈમિત્તિકોને મોકલ્યા. મંત્રીઓ પણ તેવા સ્થળને શોધવા માટે ગંગા નદીના તટ સુધી ગયા. ત્યાં તેમણે પુષ્પથી લાલ દેખાતું અને છાયાવાળું પાટલી (રોયડા) નામનું વૃક્ષ જોયું. તે જોઈને તેઓ આશ્ચર્ય પામ્યા. તે વૃક્ષ ઉપર બેઠેલા ચાસ પક્ષીના મુખમાં જીવડાં પોતે આવીને પડતાં. તે જોઈને તેમને વિચાર થયો કે, જો આપણે અહીં જ નગર વસાવીશું, તો જેમ આ પક્ષીના મુખમાં જીવડાં આપોઆપ આવીને પડે છે, તેમ આપણા રાજાને પણ સર્વ સંપદાઓ સ્વયમેવ પ્રાપ્ત થશે. તેઓએ આવીને રાજાને વાત કહી. ઉદાયી રાજા પણ ચિત્તમાં હર્ષ પામ્યો. તેણે પણ એક વૃદ્ધ અને વિચક્ષણ નૈમિત્તિકને તે તરુવરના માહાત્મ્ય વિશે પ્રશ્ન કર્યો. ત્યારે નૈમિત્તિકે કહ્યું કે, હે રાજન્ ! તે વૃક્ષનું સ્વરૂપ ઘણું ઉત્તમ છે. કોઈ જ્ઞાની પુરુષે કહેલું કે, તે કોઈ મહામુનિની ખોપરીમાંથી તે જન્મ પામ્યું છે વળી તે એકાવતારી છે અને મૂળનો જીવ છે, માટે સવિશેષ માનવા યોગ્ય છે. ત્યારે રાજાએ પૂછયું, તે મહામુનિ કોણ છે ? ત્યારે વૃદ્ધ નૈમિત્તિક બોલ્યો O અર્ણિકાપુત્રનો જન્મ અને દીક્ષા :– ઉત્તર મથુરામાં દેવદત્ત નામે વણિક હતો. તે એકદા દ્રવ્ય ઉપાર્જનને માટે દક્ષિણ મથુરામાં આવ્યો. ત્યાં તેને જયસિંહ નામના વણિકપુત્ર સાથે મૈત્રી થઈ. એકદા જયસિંહને ત્યાં દેવદત્ત જમવા ગયો. ત્યાં જયસિંહની બહેન અર્ણિકા પીરસવા આવી. દેવદત્ત તેણીના સૌંદર્યમાં અનુરક્ત થયો. દેવદત્તે જયસિંહ પાસે અર્ણિકાની માંગણી કરી, ત્યારે જયસિંહે શરત કરી કે જે તેણીને પરણીને મારા ઘરમાં જ રહેશે, તેને હું મારી બહેન આપીશ. દેવદત્તે તે વાતનો સ્વીકાર કર્યો. ઉત્તમ દિવસે તે બંનેના લગ્ન થયા. ત્યારપછી દેવદત્ત અને અર્ણિકા સંસાર સુખ ભોગવવા લાગ્યા. તેટલામાં તેમના માતાપિતાનો લેખ મળ્યો કે, હે પુત્ર ! હવે જો તું અહીં આવશે તો જ અમે જીવતા રહીશું. ત્યારે દેવદત્તની આંખમાં આંસુ આવી ગયા. પછી અર્ણિકાના અતિ આગ્રહથી તે બંને ઉત્તર મથુરા તરફ જવા માટે નીકળ્યા. ત્યારે અર્ણિકા ગર્ભવતી હતી. માર્ગમાં પુત્રને જન્મ આપ્યો. જન્મકાર્ય પછી તેણીએ કહ્યું કે, મારા પુત્રનું નામ સાસુ–સસરા પાડશે. પણ રસ્તામાં સર્વ પરિવાર તેને અર્ણિકાપુત્ર કહીને બોલાવવા લાગ્યા. ઇષ્ટ સ્થાને પહોંચ્યા પછી દેવદત્ત માતાપિતાને મળ્યો. અર્ણિકા પણ વિનયપૂર્વક સાસુસસરાના ચરણમાં નમી. તેમણે પુત્રનું સંધીરણ એવું નામ પાડ્યું. પ્રસિદ્ધિમાં તો તેનું નામ અર્ણિકાપુત્ર જ રહ્યું. અનુક્રમે અર્ણિકાપુત્ર યૌવનવય પામ્યો. ધર્મનું શ્રવણ કરી, તેને ભોગો તૃણ સમાન લાગવા માંડ્યા. તેથી તેણે આચાર્ય જયસિંહ પાસે દીક્ષા અંગીકાર કરી. અનુક્રમે વિનયપૂર્વક અભ્યાસ કરી તેઓ આચાર્ય પદ પામ્યા. બહુ પરિવારયુક્ત એવા તે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ. ત્યારે કોઈ વખતે વિચરણ કરતા કરતા પુષ્પભદ્ર નગરે પહોંચ્યા. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ આગમ કથાનુયોગ-૪ ૦ પુષ્પચૂલાનો પ્રબંધ : પુષ્પભદ્ર કે પુષ્પદંત નગરમાં પુષ્પકેતુ નામે એક રાજા હતો, તેને પુષ્પવતી નામે રાણી હતી. તેમણે એક યુગલને જન્મ આપ્યો. તે પુત્ર-પુત્રીનું પુષ્પચૂલ અને પુષ્પચૂલા એવું નામ રાખ્યું. તેઓ બંને પરસ્પર અતિગાઢ સ્નેહવાળા હતા. રાજાને વિચાર આવ્યો કે, આ બંનેને પરસ્પર આટલી પ્રીતિ હોવાથી તેઓ છૂટા ન પડે તે માટે બંનેના જ લગ્ન કરવા. એમ ધારીને પુષ્પચૂલના પુષ્પચૂલા સાથે વિવાહ કર્યા. માતા પુષ્પવતીને આ ઘટનાથી ઘણો જ નિર્વેદ ઉત્પન્ન થયો. તેણીએ પ્રવજ્યા અંગીકાર કરી. કાળક્રમે તે મૃત્યુ પામી દેવલોકે ઉત્પન્ન થઈ. પુષ્પકેતુ રાજા પણ મૃત્યુ પામ્યો. પુષ્પયૂલ રાજા થયો. આ તરફ દેવપણું પામેલ પુષ્પવતીના જીવે અવધિજ્ઞાન વડે પોતાના પુત્ર-પુત્રીનું અકૃત્ય જાણી, સુખે સૂતેલી પોતાની પુત્રીને નરકના ભયંકર દુઃખો દેખાડ્યા. તે ભયભીત થઈને જાગી. પોતાના પતિ પુષ્પચૂલ પાસે જઈને તેણીએ સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. પછી પુષ્પવતીદેવે રોજ પોતાની પુત્રીને નરકના દુઃખ દેખાડવા શરૂ કર્યા ત્યારે રાજાએ સર્વ ધર્મના આચાર્યોને બોલાવીને પૂછયું કે, નરકનું સ્વરૂપ કેવું હોય છે ? દરેકે પોતપોતાના મતાનુસાર નરકનો વૃતાંત જણાવ્યો. પણ પુષ્પચૂલા રાણીએ તેમાંથી એક પણ મતનો સ્વીકાર ન કર્યો. ૦ અર્ણિકાપુત્ર આચાર્ય સાથે પુષ્પચૂલાનો સંવાદ – ત્યારપછી રાજા અને રાણી અર્ણિકાપુત્ર આચાર્ય પાસે ગયા. તેઓને પૂછયું કે, નરકનું સ્વરૂપ કેવું હોય ? ત્યારે આચાર્ય ભગવંતે સાતે નરક, ત્યાની વેદના, પરમાધામી કૃત્ વેદના, અન્યોન્ય વેદના ઇત્યાદિ સર્વે વાત જણાવી. તે સાંભળીને પુષ્પચૂલા રાણીએ પૂછયું, હે ભગવન્! શું આપે પણ તે વૃત્તાંત સ્વપ્ન દ્વારા જાણ્યો છે, ત્યારે આચાર્ય મહારાજે સમજાવ્યું કે, જિનેશ્વરે કહેલા આગમથી સર્વ નરકાદિ સ્વરૂપ સમજાય છે. ફરી પુષ્પવતી દેવે તેને કોઈ રાત્રિએ સ્વપ્નમાં દેવલોકનું સ્વરૂપ દેખાડ્યું દેવ સમુદાય સ્વર્ગમાં કેવા સુખો ભોગવે છે, તેનું દર્શન કરાવ્યું. પહેલાંની જેમ ફરી પણ તેણીએ આચાર્ય ભગવંતને પૂછયું – તેમણે પણ સ્વર્ગ અને ત્યાંના સુખોનું યથાર્થ વર્ણન કર્યું. ત્યારે પુષ્પચૂલા રાણી અતિ હર્ષ પામી અને તેણીએ નરકના દુઃખો અને સ્વર્ગની સંપત્તિ પ્રાપ્તિનો ઉપાય પૂછયો. ત્યારે આચાર્ય ભગવંતના ઉત્તરથી સંતુષ્ટ થયેલી, વિષયોનો સંગ ત્યાગ કરીને પ્રવજ્યા અંગીકાર કરવા માટે તેણી તૈયાર થઈ. પછી રાજાની અનુમતિ માંગી. ત્યારે રાજાએ કહ્યું કે, જો તું અન્યત્ર કયાંય વિહાર ન કરવાનું કબૂલ કરે તો હું તને અનુમતિ આપું. ૦ પુષ્પચૂલાની દીક્ષા અને કેવળજ્ઞાન : રાજાનું વચન અંગીકાર કરીને તેણીએ દીક્ષા લીધી. પતિના ઘરમાં રહી બેતાળીશ દોષરહિત આહાર ગ્રહણ કરવા લાગ્યા. કોઈ વખતે અર્ણિકાપુત્ર આચાર્યએ જ્ઞાનના બળે જાણ્યું કે, “મોટો દુકાળ પડશે.” એમ જાણીને પોતાના શિષ્યોને દેશાંતર મોકલી દીધા. પણ પોતાનું જંઘાબળ ક્ષીણ થવાને કારણે પોતે વિહાર કરી શકતા ન હતા. પોતે એકલા જ અહીં નગરમાં રહેવા લાગ્યા. પુષ્પચૂલા સાધ્વી વિચિત્ર આકરા તપકર્મ કરી પાપને નાશ Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૪૭ કરતા, રાજાના ભવનમાંથી નિર્દોષ અશન–પાન વહોરી લાવીને અર્ણિકાપુત્ર આચાર્યને આપી, તેમની વૈયાવચ્ચ કરવા લાગ્યા. આ પ્રમાણે તેમનો કાળ નિર્ગમન થવા લાગ્યો. તે સમયે શુદ્ધતમ પરિણામની ધારા વધવાના યોગે વૈયાવચ્ચ કરતા પુષ્પચૂલા સાધ્વીજી કેવળજ્ઞાન પામ્યા. પરંતુ કેવલીઓ, જ્યાં સુધી સામેના વ્યક્તિના જાણવામાં ન આવે ત્યાં સુધી વિનયનું લંઘન કરતા નથી છવાસ્થનો વિનય જાળવે છે. તેથી પૂર્વના ક્રમ પ્રમાણે ગુરુના અશનાદિક વહોરી લાવી વૈયાવચ્ચ કર્યા કરે છે. ૦ અર્ણિકાપુત્ર આચાર્યને કેવળજ્ઞાન : કોઈ વખતે વરસાદ આવતો હતો. ત્યારે પણ તેણીએ આહાર લાવી આપ્યો. ત્યારે ગુરુએ કહ્યું, હે શ્રુતજ્ઞાની ! વરસાદ ચાલુ હતો છતાં તું આહાર કેમ લાવી ? ત્યારે પુષ્પચૂલા સાધ્વીએ કહ્યું કે, જ્યાં જ્યાં અચિંત્ત અપકાય (પાણી) હતું, ત્યાં ત્યાંથી હું યત્ન કરીને અહીં આવી છું. ગુરુએ કહ્યું કે, તેં અચિત્ત પ્રદેશ કઈ રીતે જાણ્યો ? તેણીએ કહ્યું, “આપની કૃપાથી" ગુરુએ પૂછયું કે, તે જ્ઞાન પ્રતિપાતિ (વિનાશી) છે કે અપ્રતિપાતિ (કાયમી) ? તેણીએ કહ્યું, અપ્રતિપાતિ અર્થાત્ કેવળજ્ઞાનથી. (અહીં બીજો અભિપ્રાય એ પ્રમાણે છે કે-) કોઈ વખતે ગુરને કફના વ્યાધિથી અમુક પ્રકારના ભોજનની ઇચ્છા થઈ. તે વખતે પુષ્પચૂલા સાધ્વીએ તેમના મનોગત ભાવને જાણીને, ઉચિત સમયે તેવું ભોજન હાજર કરવાથી, વિસ્મિત થયેલા આચાર્યએ પૂછ્યું કે, હે આર્યા! તે મારા મનનો અભિપ્રાય કઈ રીતે જાણ્યો ? આવું દુર્લભ ભોજન વિલંબ વિના પણ કઈ રીતે લાવી આપ્યું ? સાધ્વીજીએ કહ્યું, જ્ઞાનથી, કેવા જ્ઞાનથી ? અપ્રતિપાતિ. ત્યારે અર્ણિકાપુત્ર આચાર્યને થયું કે, અરેરે ! મને ધિક્કાર થાઓ. અનાર્ય એવા મેં મહાસત્ત્વ એવા કેવળીની આશાતના કરી. પછી ગુરુએ ઉઠીને મિથ્યાદુકૃત આપ્યું. પછી પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા. ત્યારે કેવળી સાધ્વીએ મધુર વચન કહીને તેમના શોકનું નિવારણ કર્યું. ત્યારે આચાર્ય ભગવંતે પૂછયું કે, આટલા લાંબા કાળથી સુંદર ચારિત્ર પાલન કરવા છતાં હું નિવૃત્તિ-સિદ્ધિ પામીશ કે નહીં ? ત્યારા આવા સંશયવાળા આચાર્યને તે કેવલી સાધ્વીજીએ કહ્યું કે, હે મુનીન્દ્ર તમે મુક્તિ મળવાના વિષયમાં સંદેહ કેમ કરો છો ? આપને ગંગાનદી ઉતરતાં જ તુરંત કેવળજ્ઞાન પ્રાપ્ત થશે. એ સાંભળી આચાર્ય મહારાજ ઘણાં લોકોની સાથે ગંગાનદી પાર કરવા નદીમાં બેઠા. પણ જ્યાં-જ્યાં તેઓ બેસવા ગયા, ત્યાં–ત્યાં નાવ નીચે બેસતું ગયું અને એ પ્રમાણે સર્વે લોકો ડૂબવા લાગ્યા. ત્યારે સર્વ વિનાશની શંકાથી તે નિર્ધામકોએ નાવડીમાંથી અર્ણિકાપુત્ર આચાર્યને પાણીમાં ફેંકી દીધા. તે સમયે તેમના પૂર્વના ભવની સ્ત્રી જે મૃત્યુ પામીને વ્યંતરી થઈ હતી. તેણીએ તેમને પાણીમાં જ શૂળીએ ચડાવી દીધા. શૂળીએ પરાવાયા છતાં પણ વેદનાને ન ગણકારતા અને અતિ પ્રસન્ન ચિત્તવૃત્તિવાળા તેઓએ સમગ્ર આત્રવઠારને બંધ કર્યા અને વિચારવા લાગ્યા કે, અહો ! મારા રુધિરના પડવાથી અપકાયના જીવોની વિરાધના થશે. આવા શુભચિંતન સાથે તેઓ પકશ્રેણીએ આરૂઢ થયા. સંથારો અંગીકાર કર્યો. તેમના Page #49 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૪ સર્વકર્મ ક્ષય પામ્યા અને તેમણે કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું. આયુષ્ય પૂર્ણ થતા તેઓ અંતકૃત્ કેવળી થઈને મોક્ષે ગયા. દેવતાઓએ તેમનો કેવળજ્ઞાન મહોત્સવ કર્યો. વૃદ્ધ નિમિત્તકે ઉદાયન રાજાને કહ્યું કે, તે ઉપરથી એ તીર્થ થયું છે, લોકોમાં તે પ્રયાગ નામે પ્રસિદ્ધ થયું છે. તેમના મસ્તકમાં—ખોપળીમાં ક્યાંકથી પાડલનું બીજ પડતા પાડલવૃક્ષ થયું. પારિણામિક બુદ્ધિના દૃષ્ટાંતમાં પણ આ કથા–પ્રસંગ આવે છે. આલંબનવાદના ખંડનમાં આવશ્ય માં પણ આ પ્રસંગ જુદી રીતે અપાયેલો છે. ૦ આગમ સંદર્ભ : સંથા. ૫૬, ૫૭; આ.નિ. ૯૪૯, ૧૧૮૨, ૧૧૮૩ની ; × ૪૮ × નિસી.ભા. ૧૫૫૭ની ચૂ; આવપૂ૧-૫ ૫૫૯, ૨-૫ ૩૬, ૧૧૭; ૦ અપરાજિત કથા - અચલપુર નામે નગર હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. તેમનો પુત્ર યુવરાજ હતો, યુવરાજનું નામ અપરાજિત હતું. તેણે રાધાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી. તે કોઈ વખતે વિચરતા તગરા નગરીએ ગયા. તે રાધાચાર્યના તુરંતના અંતેવાસી આર્ય રાધક્ષમણ નામે હતા. જે ઉજ્જૈનીમાં વિચરી રહ્યા હતા. તગરા નગરીએ તેઓ પધાર્યા. રાધક્ષમણ સમીપે ગયા. પૂછયું કે, નિરૂપસર્ગતા વર્તે છે ? ત્યારે તેમણે કહ્યું કે, રાજપુત્ર અને પુરોહિતપુત્ર અમોને પરેશાન કરી રહ્યા છે. પ્રવ્રુજિત થયેલા અપરાજિત યુવરાજના તે રાજપુત્ર ભાઈ કે ભત્રીજા હતા. અપરાજિતમુનિને થયું કે મારો ભાઈ ક્યાંક સંસારમાં ભટકી ન જાય, તે માટે આચાર્ય ભગવંતની અનુમતિ મેળવીને ઉજ્જૈની ગયા. જ્યારે ભિક્ષાનો કાળ થયો ત્યારે ભિક્ષાર્થે નીકળ્યા. આચાર્યએ કહ્યું, ઉભા રહો. તેણે કહ્યું કે, હું ઊભો નહીં રહું પણ તમે મને પ્રત્યનીકનું ઘર ક્યાં છે તે બતાવો ? ત્યારે બાળમુનિએ કહ્યું, ચાલો બતાવું. તે તેમના ઘેર ગયા. વિશ્વાસપૂર્વક પ્રવેશ કર્યો. ત્યાં તે બંને ઊભા રહ્યા. ત્યારે રાજપુત્ર અને પુરોહિત પુત્ર અપરાજિત મુનિને જોઈને ઊભા થયા. તેણે પણ મોટા શબ્દથી ‘ધર્મલાભ' કહ્યો. ત્યારે રાજપુત્ર–પુરોહિતપુત્ર બોલ્યો કે, અહો ! આવો લષ્ટ પુરુષ દીક્ષા લઈને અમારા માર્ગમાં આવ્યો છે. અમે તમને વંદન કરીએ છીએ. પછી તે બંને બોલ્યા કે, હે આચાર્ય ! તમને ગાતા આવડે છે ? મુનિએ કહ્યું, હા, આવડે છે. તમે વાદ્ય વગાડો, હું ગાઈશ. પણ પેલા બંનેને વગાડતા આવડતું ન હતું. તેથી રોષાયમાન થઈને તે બંનેને ઘણો માર્યો, પછી હણવા લાગ્યા ત્યારે તે બંને રાડો પાડવા લાગ્યા. રાજપુત્ર–પુરોહિત પુત્રના સ્વજનોએ માન્યું કે, આ પ્રવ્રુજિત થયેલ માર ખાતો હોવાથી રડે છે. પણ તે બંને પુત્રોની હાલત એવી થઈ ગઈ કે તે જીવી પણ શકતા ન હતા - મરી પણ શકતા ન હતા. પછી રાજા અને પુરોહિતને તે મુનિએ કહ્યું કે, જો કોઈ પણ દીક્ષા લેવા તૈયાર હોય તો આમને મુક્ત કરું. - ત્યારપછી રાજા સર્વ સૈન્ય સહિત પ્રવ્રુજિત મુનિની પાસે આવ્યો. રાજા આચાર્યના Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૪૯ પગે પડી ગયા. હે ભગવંત! અમારા પર કૃપા કરો. ત્યારે આચાર્યએ કહ્યું કે, હે રાજનું! આ વિષયમાં હું કંઈ જાણતો નથી. અહીં એક સાધુ મહેમાનરૂપે પધારેલ છે. કદાચ તે તમને મદદરૂપ થઈ શકે. રાજા તેમની પાસે આવ્યા. તેમને ઓળખ્યા. ત્યારે તે સાધુ (અપરાજિત મુનિએ) કહ્યું, તમારા રાજાપણાને ધિક્કાર થાઓ. જે તમે તમારા પોતાના ભાંડ જેવા પુત્રનો નિગ્રહ કરી શકતા નથી. ત્યારે રાજાએ કહ્યું, હે મુનિ ! મારા પર કૃપા કરો. અપરાજિત મુનિએ કહ્યું કે, જો આ બંને દીક્ષા લેવા તૈયાર હોય તો તેમની મુક્તિ થાય, અન્યથા ન થાય. ત્યારે રાજા અને પુરોહિતે કહ્યું, ભલે તેમ થાઓ. તેમને દીક્ષા આપો. પછી રાજપુત્ર અને પુરોહિત પુત્રને પૂછ્યું, ત્યારે તે બંને એ પણ કબૂલ કર્યું કે, અમને દીક્ષા આપો. ત્યારે પહેલા તે બંનેનો લોચ કર્યો, પછી બંધન મુક્ત કર્યા, એ રીતે તે બંને પ્રવ્રજિત થયા. ત્યારપછી રાજપુત્ર તો નિઃશંકિતપણે ધર્મ કરે છે, પણ પુરોહિતપુત્રને જાતિમદ ગયો નહીં. બંને કાળ કરીને દેવલોકે ઉત્પન્ન થયા. (આ કથા અરતિ પરીપ્ટ અંતર્ગતું આવે છે. કથા તો હજી પણ આગળ ચાલે છે. પરંતુ તે વાત અરતિ પરીષહ સંદર્ભમાં છે. તેથી અપરાજિત મુનિની કથામાં અહીં નોંધેલ નથી) ૦ આગમ સંદર્ભ :ઉત્ત.નિ. ૯૮, ૯૯ + વૃ; ઉત્તર્પૃ. ૬૨; ૦ અભિચંદ્ર કથા : ભગવંત મલિનો જીવ જ્યારે પૂર્વભવમાં મહાબલકુમાર હતા. તે મહાબલ કુમારના એક મિત્રનું નામ અભિચંદ્ર હતું. મહાબલે જ્યારે દીક્ષા લીધી ત્યારે તેમના બીજા મિત્રોની સાથે અભિચંદ્રએ પણ દીક્ષા લીધી. (આ કથા પૂર્વે તીર્થકર મલિના કથાનકમાં આવી ગયેલ છે. ત્યાંથી જોવી.) ૦ આગમ સંદર્ભ :નાયા. ૭૬; – ૪ – » –– ૦ અભિચીકુમાર કથા : વીતીભય નગરમાં ઉદાયન નામે રાજા હતો, તેની પાવતી/પ્રભાવતી નામે રાણી હતી. તેમને અભીચિ નામે એક પુત્ર હતો. જ્યારે ઉદાયન રાજાએ દીક્ષા અંગીકાર કરી ત્યારે પોતાના પુત્રને આ દુર્ગતિ આપનારું રાજ્ય ન આપવું એમ વિચારી, પોતાના ભાણેજ કેશીને રાજ્ય આપ્યું. તે કારણે અભીચિ દ્વેષયુક્ત થયો. તેથી તે ત્યાંથી નીકળી રાજા કોણિક પાસે ચંપાનગરી ચાલ્યો ગયો. પછીથી તેણે દીક્ષા લીધી. પણ દ્વેષનો ત્યાગ ન કર્યો હોવાથી મૃત્યુ બાદ તે અસુરકુમાર દેવ થયો. (આ સંપૂર્ણ કથા ઉદાયન કથાનકમાં જોવી) ૦ આગમ સંદર્ભ :ઠા છ૩રની વૃ; ભગ. ૫૮૭, ૫૮૮; [ ૪/૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આગમ કથાનુયોગ-૪ ૦ અમૃતઘોષ કથા - કાકંદી નામે નગરી હતી, ત્યાં અમૃતઘોષ નામે એક રાજા હતો. તેણે પોતાના પુત્રને રાજ્યની સોંપણી કરી, પોતે ધર્મ આચરણા શરૂ કરી અર્થાત્ દીક્ષા લીધી. પૃથ્વી પર વિચરણ કરતા–કરતા તેઓ સૂત્ર અને અર્થના વિશારદ બન્યા. શ્રત રહસ્યના પારગામી બન્યા. પછી ગ્રામાનુગ્રામ વિચરતા એવા તે ફરી કાકંદી નગરી પધાર્યા. ત્યારે પૂર્વેનો તેનો મંત્રી કે અન્ય કોઈ વ્યક્તિ જેનું નામ ચંડવેગ હતું તેવો આ વાત જાણી. પોતાનું પૂર્વનું વૈર સંભારી તે ત્યાં આવ્યો અને અમૃતઘોષમુનિને શસ્ત્રપ્રહારથી હણ્યા. મુનિના દેહને છેદી નાંખ્યો. એ પ્રમાણે મુનિ છેદાતા હતા તો પણ તેમણે સમાધિ જાળવી રાખી અને ઉત્તમાર્થની સાધના કરી. તેઓ મોક્ષે પામ્યા. (સંથારાની આરાધનાના વિષયમાં અપાયેલ આ દૃષ્ટાંત છે.) * ૦ આગમ સંદર્ભ :સંથા. ૭૬ થી ૭૮; – – ૪ – ૦ અજાપાલક વાચક કથા : (“કૃતિકર્મ” સંબંધે આ દૃષ્ટાંત છે. તે બૃહકલ્પમાં ભાષ્યમાં આવે છે. જો કે ભાષ્યકારે “અતિપાલકવાચક” એવું નામ જણાવેલ છે. પણ વૃત્તિકાર તથા ગ્રંથોમાં તેનું નામ અજાપાલક વાચક નિર્દેશલ છે. કથાનો અર્થ જોતા અજાપાલક વાચક નામ જ બંધબેસતું આવે છે. તેથી અમે તે જ નામ નોંધ્યું છે) અજાપાલક વાચક નામે કોઈ અગીતાર્યમુનિ હતા. કોઈ વખતે આચાર્ય ભગવંતે ગીતાર્થમુનિના અભાવે અગીતાર્થ એવા આ અજાપાલક સાધુને નજીકની પલ્લીમાં ક્ષેત્રની પ્રત્યુપ્રેક્ષણા કરવા માટે મોકલ્યા. ત્યારે તેમણે ત્યાં જઈને લોકોને પૂછયું કે, અહીં કોઈ રહે છે ? લોકોએ કહ્યું કે, અરણ્યમાં રહે છે. તેથી તે મુનિ પણ ત્યાં ગયા. જ્યારે સાધુઓએ તેમને જોયા ત્યારે તે વ્રતથી ભ્રષ્ટ થઈને બકરીના રક્ષણની (ઉછેરવાની પ્રવૃત્તિ) કરતા હતા. ત્યારે આ મુનિ જોવાલાયક પણ નથી, તેમ વિચારી ત્યાંથી સરકવા લાગ્યા. તેઓને એ રીતે ત્યાંથી સરકી જતા જોઈને અજાપાલક વાચકને શંકા થઈ કે, આ લોકો કેમ અહીંથી ચાલ્યા જાય છે ? નક્કી મને વ્રતથી ભ્રષ્ટ થયેલો જાણીને જ જતા લાગે છે. ત્યારપછી પોતાની શંકાને છેદવા તે વાચકે કોપાયમાન થઈને પલ્લી પતિને કહ્યું, તેઓને ગુપ્ત રીતે ક્યાંક સંતાડી દો. ત્યારપછી તેમને શોધવા ગુરુ પોતે ત્યાં આવ્યા. ત્યારે તેમણે તે વાચકને વંદન કરીને કહ્યું કે, મારા આ શિષ્યો અગીતાર્થ છે, માટે તેમને છોડી મૂકો. આ પ્રમાણે શ્રેણિબાહ્ય હોવા છતાં વંદન કર્યું. ૦ આગમ સંદર્ભ :બુ.ભા. ૪૫૩૫; બુદ.ભા. ૪૫૩૫ થી ૪૫૩૮ની વૃક - - - ૦ અહંન્નક કથા – (ઉત્તરાધ્યયન સૂત્રમાં ઉષ્ણ પરીષહના સંદર્ભમાં આ કથા નિયુક્તિકાર મહર્ષિએ નોધેલી છે. અત્રકનું Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૫૧ નામ વ્યવહારમાં “અરણી–મુનિ'ના નામે પ્રસિદ્ધિ પામેલ છે.) તગરા નામે એક નગરી હતી. ત્યાં દત્ત નામનો શ્રાવક હતો. તેને ભદ્રા નામની પત્ની હતી. તેઓને એક પુત્ર થયો. જેનું અર્હત્રક નામ પાડ્યું. કોઈ વખતે અર્જુન મિત્ર નામના આચાર્ય પાસે આતુ ધર્મ શ્રવણ કરીને વૈરાગ્ય પામેલા દત્તે પોતાના પુત્ર અને પત્ની સહિત દીક્ષા ગ્રહણ કરી. અર્હત્રક બાળસાધુ હોવાથી ક્યારેય ભિક્ષા માટે જતા ન હતા. દત્ત મુનિ સારી રીતે ક્રિયાયુક્ત હતા, તો પણ આગળ જતાં મારો પુત્ર સંયમનું પાલન કરશે, એમ ધારીને તથા પુત્ર ઉપરના વાત્સલ્યને લીધે ઉત્તમ ભોજન લાવીને પ્રથમાલિકાદિમાં પુત્રનું પોષણ–કરતા હતા. તે સુકુમાલ હતા. સાધુઓને તેમના પરત્વે અપ્રીતિ હતી. કંઈપણ ભણી શકતો પણ ન હતો. કેટલાંક કાળ પછી તે વૃદ્ધ (દત્તમુનિ) કાળધર્મ પામ્યા. તેમના વિરહથી દુઃખી અર્હત્રકને સાધુઓએ બે–ત્રણ દિવસ તો આહાર લાવીને આપ્યો. પછી તેઓએ અર્હત્રક મુનિને કહ્યું, હવે તું જાતે જ ભિક્ષા માટે અટન કર, ત્યારે અર્હત્રક ખેદયુક્ત થઈને ભિક્ષા માટે ચાલ્યા. પૂર્વે કદી શ્રમ કર્યો ન હતો. શરીર સુકુમાલ હતું. ગ્રીષ્મઋતુના સૂર્યના કિરણોથી તાપમાં ઉપર–નીચે—પડખામાં તે દાઝવા લાગ્યા, પગ દાઝવા લાગ્યા, માથું પણ તપી ગયું. તૃષા પણ પીડવા લાગી, ત્યારે કોઈ મહેલની છાયામાં વિશ્રામ લેવા ઊભા રહી ગયા. એ સમયે કોઈ ‘“પ્રોષિતપતિકા’’ જેનો પતિ પરદેશ ગયો છે તેવી કોઈ વણિક્ સ્ત્રીએ તેમને મહેલના ઝરૂખામાંથી જોયા. ઉદાર—સુકુમાલ શરીર, કામદેવ સમાન આકૃતિવાળા મુનિને જોઈને તેણી તેમની ઇચ્છા કરવા લાગી. તેણીને થયું કે, જોવા માત્રથી મારા મનનું આકર્ષણ કરે છે. માટે આ યુવાનની સાથે વિલાસ કરું. તેથી પોતાની દાસીને બોલાવી. મુનિને બોલાવીને પૂછયું કે, આપને શું જોઈએ છે ? ત્યારે મુનિએ કહ્યું, મારે ભિક્ષાનો ખપ છે. તેણે દાસીને કહ્યું કે, લાડવા લાવીને આપ. પછી મુનિને પૂછ્યું કે, તમે ધર્મ શા માટે કરો છો મુનિએ કહ્યું, સુખની પ્રાપ્તિને માટે હું ધર્મ કરું છું. ત્યારે તેણીએ કહ્યું કે, મારી સાથે ભોગ ભોગવ. અર્જુન્નક પણ ઉષ્ણ પરીષહથી પીડા પામેલ હતા. ઉપસર્ગ સહન ન થવાથી મનથી ભગ્ન થયેલ અર્જુન્નક તેની સાથે ભોગ ભોગવવા લાગ્યો. સાધુઓએ તેની સર્વત્ર શોધ કરી, પણ ક્યાંય તેની ભાળ ન મળી. પછી તેઓએ આ વૃત્તાંત તેમના માતા સાધ્વીને કહ્યો. પછી ભદ્રામાતા પુત્રના શોકથી ઉન્મત્ત-પાગલ જેવા થઈ ગયા. તેણી અર્હમક–અર્હત્રક એ પ્રમાણે ઊંચે સ્વરે, ગદ્ગદ્ કંઠે બોલતા, વિલાપ કરતા આખા નગરમાં ભટકવા લાગ્યા. તેણી જેને—જેને જોતા, તે–તે બધાંને પૂછવા લાગ્યા કે, તમે કોઈએ મારા અર્હન્નકને જોયો છે ? આ પ્રમાણે વિલાપ કરતા ભમ્યા કરે છે. કોઈ વખતે મહેલની અટારીમાં બેઠેલા અહંકે તેમને જોયા. તુરંત તે પોતાના માતા સાધ્વીને ઓળખી ગયો. અહો ! કેવું મારું આ દુષ્કર્મ ? એવું વિચારતા તે ક્ષોભ પામીને તુરંત અટારીએથી ઉતરી માતાના પગે પડી ગયો. તેને જોતાં જ માતા સાધ્વી તુરંત જ Page #53 -------------------------------------------------------------------------- ________________ પર આગમ કથાનુયોગ-૪ સ્વસ્થ ચિત્તવાળા થયા. ત્યારે માતાએ મધુર વચનથી તેને સમજાવી કહ્યું કે, હે પુત્ર ! તું દુર્ગતિના રસ્તે જવાનું છોડી, પ્રવજ્યા પંથનો સ્વીકાર કર, ત્યારે અન્નકે કહ્યું કે, હું સંયમ પાલન કરવા માટે સમર્થ નથી. છતાં હું પરમ અનશન કરીશ. ત્યારે માતાએ કહ્યું કે, ભલે તું અનશન સ્વીકાર, પણ અસંયત થતો નહીં. સંસારમાં ભ્રમણ કરતો નહીં ત્યારપછી તેણે ગુરુ સમીપે જઈને પુનઃ ચારિત્ર અંગીકાર કર્યું. પછી તેણે ધગધગતી શીલા પર પાદપોપગમન અનશન અંગીકાર કર્યું. મુહુર્ત માત્રમાં તેનું સુકમાલ શરીર ઉષ્ણ વેદનાને લીધે માખણના પિંડની જેમ ઓગળી ગયું. તેણે પહેલાં ઉષ્ણ પરીષહ સહન કર્યો ન હતો, પછી સહન કર્યો. એ પ્રમાણે ઉષ્ણપરીષહ સહન કરવો. મરણસમાધિમાં પણ તેમનું દૃષ્ટાંત આવે છે. જીતકલ્પ ભાષ્યમાં ઇર્યાસમિતિના દૃષ્ટાંતમાં અન્નકનો ઉલ્લેખ છે. ૦ આગમ સંદર્ભ :મરણ. ૪૭૮, ૪૯૦; વિવ.ભા. ૧૭૦ર; જીત.ભા. ૮૧૮; આવ..ર–પૃ. ૯૩; ઉત્ત.નિ. ૯૨ + + ઉત્ત..૫ ૫૮; - X - X – ૦ અહેમિત્ર : ક્ષિતિપ્રતિષ્ઠિત નામે કોઈ નગર હતું. ત્યાં બે ભાઈઓ રહેતા હતા, તેમના નામ અર્વત્રક અને અન્મિત્ર હતા. તેમાં અભિંત્ર ધર્મમાં પ્રીતિવાળો હતો. તેણે ગુરુમુખે ધર્મદેશના સાંભળી સ્વદારા સંતોષરૂપ નિયમ ગ્રહણ કર્યો. અન્નકની પત્ની અન્મિત્રમાં રાગવતી થઈ હતી. પણ અર્ણમિત્ર તેણીની ઇચ્છા કરતો ન હતો. ત્યારે તેણી હાવભાવ, કટાક્ષ અને મધુર વાણીથી નિરંતર અનુકૂળ ઉપસર્ગ કરવા લાગી. તો પણ અન્મિત્ર તેણીમાં કિંચિત્માત્ર આસક્ત ન થયો ત્યારે તેણીએ વિચાર્યું કે, આ મારો દિયર મારામાં કેમ આસક્ત થતો નથી ? તેથી તેણીએ પોતાના પતિ અત્રકને મારી નાંખ્યો. પછી પણ તેણીએ અઈન્મિત્રની ઇચ્છા કરી, તો પણ અન્મિત્ર સંમત ન થયો. ત્યારે અઈન્મિત્ર વૈરાગ્ય પામ્યો, તેણે પ્રવજ્યા અંગીકાર કરી, સાધુ બન્યો. તેની ભાભી પણ આર્તધ્યાનને વશ થઈને મૃત્યુ પામી કૂતરી થઈ. કોઈ વખતે અઈન્મિત્રમુનિ વિહાર કરતા-કરતા તે ગામમાં ગયા. કૂતરીએ તેમને જોયા. ત્યારે તે તેમની પાછળપાછળ ફરવા લાગી, આલિંગન કરવા લાગી. રાત્રિના કોઈ ઉપસર્ગ થવાથી કૂતરી મૃત્યુ પામી. પછી તે વાંદરીરૂપે જન્મી. કોઈ વનમાં ફરવા લાગી. કોઈ વખતે અઈન્મિત્રમુનિ પણ કર્મસંયોગે તે અટવી મધ્યેથી વિચરતા નીકળ્યા. તેણે મુનિને જોયા, તુરંત જ તેમના ગળે વળગી પડી. ત્યાં પણ ક્લેશ થવાથી પલાયન થઈ ગઈ. ત્યાં મૃત્યુ પામી યક્ષિણી થઈ. યક્ષિણી-વ્યંતરીના ભવે અવધિજ્ઞાનના બળે તે મુનિને જોવા લાગી. પછી તે મુનિના છિદ્રો શોધવા લાગી. પરંતુ મુનિ અપ્રમત્ત ભાવે જીવતા હતા, તેથી તેણીને કોઈ છિદ્ધ પ્રાપ્ત થતા ન હતા. એક વખતે તેણી મુનિ પાસે આવીને તેમને આશ્લેષ કરીને મુહર્તભર તેને ભર્તા માની વ્યવહાર કરવા લાગી. એ પ્રમાણે કાળ વ્યતીત થવા લાગ્યો. ત્યારે તેના Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૫૩. સમવયસ્ક શ્રમણો તેને કહેવા લાગ્યા–મજાક કરવા લાગ્યા. તેમને વાનરીપતિ ઇત્યાદિ શબ્દોથી બોલાવવા લાગ્યા. કોઈ વખતે તે મુનિ નદી ઉતરતા હતા. ત્યારે પાણીમાં તેમનો પગ ફસાયો, ત્યારે તેમણે પોતાનો પગ પ્રસાર્યો. ત્યારે ત્યાં છિદ્ર જાણી તે યક્ષિણીએ મુનિનો એક પગ છેદી નાખ્યો. તે જોઈને શાસનદેવીએ તે યક્ષિણીને તાડના કરી કહ્યું કે, હે પાપિણી ! તું આ મુનિનો પરાભવ કરે છે તે યોગ્ય નથી. તારો પૂર્વભવ સંભાર. ત્યારે તે યક્ષિણીએ મુનિને મિથ્યાદુકૃત્ આપીને ખમાવ્યા. પછી શાસનદેવીએ પોતાના દિવ્ય પ્રભાવથી મુનિનો છેદાયેલો પગ સાજો કર્યો. ત્યારપછી અન્મિત્રમુનિ પણ સંયમનું યથાયોગ્ય પાલન કરી સ્વર્ગે ગયા. (આ પ્રમાણે અપ્રશસ્ત રાગનું દૃષ્ટાંત જાણવું) ૦ આગમ સંદર્ભ – ગચ્છા ૮રની આવ.ચૂ–પૃ. ૫૧૪; આવ.નિ. ૯૧૮ની વૃક ૦ અવંતિસુકમાલ કથા : કોઈ વખતે આર્ય સુહસ્તિ વિહાર કરતા હતા. જીવિત સ્વામીની પ્રતિમાને વંદન કરવાને ઉજ્જયિની નગરી પધાર્યા. ત્યાં ભદ્ર નામે શ્રેષ્ઠી વસતો હતો. તેને ભદ્રા (સુભદ્રા). નામની પત્ની હતી. ધર્મકર્મમાં તત્પર એવા તે દંપતીને શુભ સ્વપ્ન સૂચિત એવો પુત્ર થયો. પિતાએ તેનો જન્મોત્સવ કરીને તેનું અવંતીસુકુમાલ નામ પાડ્યું. કુમારાવસ્થામાં અભ્યાસ કરી, યૌવનાવસ્થા પ્રાપ્ત થઈ ત્યારે ભદ્રા માતાએ બત્રીશ રૂપવતી શ્રેષ્ઠી કન્યા સાથે તેના વિવાહ કરાવ્યા. આર્ય સુહસ્તી જીવિત પ્રતિમાને વંદના કરીને ઉદ્યાનમાં રહ્યા, પછી સાધુઓને વસતિની માર્ગણા કરવા જવાનું કહ્યું. ત્યારે એક સંઘાટક યુગલ ભદ્ર શ્રેષ્ઠીની પત્ની સુભદ્રાના ઘેર ભિક્ષાને માટે પ્રવેશ કર્યો. ત્યારે તેણીએ પૂછયું કે, જ્યાંથી પધારો છો ? તે સાધુ યુગલે કહ્યું કે, અમે આચાર્ય સુસ્તીના શિષ્યો છીએ, ઉદ્યાનમાં રહ્યા છીએ. વસતિની માર્ગણા માટે નીકળેલા છીએ. ત્યારે સુભદ્રા (ભદ્રા)એ યાનશાળા દેખાડીને કહ્યું કે, જો આપને આ વસતિ અનુકુળ લાગે તો આપ અહીં રહી શકો છો. ત્યારે સાધુસંઘાટકે આચાર્ય ભગવંતને તે વાત જણાવી, સમુદાય સહિત ત્યાં આવીને રહ્યા. કોઈ વખત પ્રદોષકાળે (સાંજ પછી) આચાર્ય ભગવંત નલિનીગુલ્મ અધ્યયનની પરાવર્તન કરી રહ્યા હતા. ભદ્રાશેઠાણીના પુત્ર અવંતિ સુકુમાલ પોતાના મહેલના સાતમાં માળે, પોતાની બત્રીશ પત્નીઓ સહિત ભોગ વિલાસ કરતો હતો, તેણે આ અધ્યયન સાંભળ્યું. સુતા–સુતા આખું અધ્યયન અજાગૃતપણે સાંભળ્યા કર્યું. તેને વિચાર આવ્યો કે, ના, આ નાટક નથી. શીઘ્રતયા તે પ્રાસાદના સાતમે માળેથી નીચે ઉતર્યો. પછી મહેલ– ભવનમાંથી બહાર નીકળ્યો. તેના મનમાં થયું કે, આ નલિનીગુલ્મ વિમાન મેં પોતે ક્યાંક નજરે જોયેલું છે. ઇહાપોહ કરતાં તેને જાતિસ્મરણજ્ઞાન થયું. ત્યારપછી તે યાનશાળામાં પ્રવેશ્યો. આર્ય સુસ્તીને કહ્યું કે, હું અવંતિસુકુમાલ છું. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આગમ કથાનુયોગ-૪ મારા પૂર્વના ભવે હું નલિની ગુલ્મ વિમાને દેવના ભવમાં હતો. ત્યાંના અને અહીંના સુખ વચ્ચે મેરુ-સરસવનું અંતર છે. હવે હું આ સ્થાનમાં રહી શકું તેમ નથી. તેથી હું પ્રવજ્યા લેવાને ઉત્સુક થયો છું. પરંતુ હું શ્રામાણ્ય પરિપાલન કરવા માટે અસમર્થ છું. હવે હું ઇંગિની મરણ સ્વીકારીશ. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું, તમે માતાની અનુમતિ મેળવો પછી જ પ્રવજ્યા અંગીકાર કરો – અવંતિસકમાલે માતા અને સ્ત્રીઓની સંમતિ માંગી, પણ તેઓ સંમતિ આપવા તૈયાર ન હતા. તેથી તેણે સ્વયં જ લોચ કરી, સંયમ ગ્રહણ કર્યો. આપમેળે જ વેશને ગ્રહણ કરનાર – અર્થાત્ – સાધુ ન બને તેમ માનીને ગુરુ ભગવંતે તેને વેશ અર્પિત કર્યો. પછી તે મશાન ભૂમિમાં જઈને કાયોત્સર્ગ સ્થિત થયા, ત્યાં તેમણે ભક્તપ્રત્યાખ્યાન કર્યું. પરંતુ તે ઘણો જ સુકુમાલ હોવાથી તેના પગે લોહી ભરાવા લાગ્યું. તે વખતે લોહીની ગંધથી કોઈ શિયાણી પોતાના બચ્ચા સાથે ત્યાં આવી. (બીજા કહે છે કે, કોઈ પાછલા ભવની સ્ત્રી જે મૃત્યુ પામીને અનુક્રમે શિયાણી થઈ હતી, તેણીએ અવંતિસુકુમાલને જોયા, ત્યારે તેણી ક્રોધાયમાન થઈને ત્યાં આવી.) ત્યારે એક પગ શિયાલણી ખાવા લાગી, બીજો પગ તેના બચ્ચા ખાવા લાગ્યા. એ રીતે પહેલા પ્રહરે જાનુ સુધી, બીજા પ્રહરે સાથળ સુધી, ત્રીજા પ્રહરે ઉદર સુધી એ પ્રમાણે શિયાણી દ્વારા અવંતિસુકુમાલ ખવાવા લાગ્યા. આ રીતે શિયાણી દ્વારા ખવાતા હોવા છતાં, તે ઘોર વેદનાને તેણે સમભાવે સહન કરી, મેરગિરિ માફક નિષ્કપ રહ્યા. પોતાની સંથારાની આરાધના જાળવી રાખી, અંતે સમાધિમરણ સાધી તેઓ કાલધર્મ પામ્યા. ત્યારે દેવતાએ સુગંધી જળ અને પુષ્પોની વૃષ્ટિ કરી, આચાર્ય ભગવંતને નિવેદન કર્યું. પરંપરાએ માતા તથા પત્નીઓને પણ એ વાત જાણવામાં આવી ત્યારે તેઓએ આચાર્ય ભગવંતને વૃત્તાંત પૂછયો, આચાર્ય ભગવંતે તેમને સર્વ વૃત્તાંત જણાવ્યો. ત્યારપછી બધી જ પુત્રવધૂઓ સાથે સર્વ પરિવાર ઋદ્ધિપૂર્વક તે સ્થાને ગયો. શ્મશાનમાં જ્યાં અવંતિકુમાલને શિયાલણી ખાઈ ગઈ હતી. ત્યાં સાથે જ ગયા. ત્યારપછી એક ગર્ભિણી સ્ત્રીને છોડીને બાકીની એકત્રીશ પત્નીએ સાથે જ દીક્ષા અંગીકાર કરી. તે સ્ત્રીનો જે પુત્ર થયો, તેણે અવંતિસુકુમાલના કાળધર્મ સ્થાને એક દેવકુલ કરાવ્યું. (કોઈ કહે છે માતાપિતાએ મહાકાલ નામક મોટો પ્રાસાદ બનાવ્યો. તેમાં પાર્શ્વનાથની પ્રતિમાની સ્થાપના કરી.). ૦ આગમ સંદર્ભ :આયા. ૨૪૮ ની વૃક ભરૂ. ૧૬૦; સંથા. ૬૫, ૬૬; મરણ. ૪૩૬ થી ૪૪૦; નિસી.ભા. ૯૩૨ ની ચૂત વવ.ભા. ૪૪રર + વૃ જિયભાઇ ૫૩૬; આવ..ર–પૃ. ૧૫૭, ૨૯૦; આવ.નિ. ૧૨૮૩ + + – ૪ – ૪ – ૦ અશકરાતાત કથા : ગંગાકૂલે બે ભાઈઓ હતો, તે બંને પ્રવૃજિત થઈને સાધુ બન્યા. તેમાં એક ભાઈ Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૫૫ બહુશ્રુત હતા, બીજા અલ્પ શ્રત હતા. તેમાં જે બહુશ્રત હતા, તે સતત વાચના આપવામાં રત રહેતા. શિષ્યો દ્વારા સૂત્ર-અર્થ નિમિત્તે આખો દિવસ તેઓ પૂછ–પૂછ કરાયા કરાતા હતા. એક ક્ષણ પણ વિશ્રામ ન મળતો હતો. રાત્રે પણ પ્રતિપૃચ્છના આદિ સ્વાધ્યાય ચાલુ રહેતો હતો. એક ક્ષણ પણ તેઓ નિદ્રા લઈ શકતા ન હતા. જ્યારે તેના અલ્પકૃત ભાઈસાધુ હતા. તેઓ આખી રાત્રિ શાંતિથી સૂતા રહેતા હતા. કોઈ વખતે તે આચાર્ય નિદ્રાથી પરિકલેશ પામીને ચિંતવવા લાગ્યા કે, અહો ! મારો ભાઈ કેવો પુણ્યવાનું છે. જે નિરાંતે ઊંઘે છે, હું મંદપુણ્ય છું, જેથી મને સુવા મળતું નથી. આ ચિંતવનાથી તેમણે જ્ઞાનાવરણીય કર્મનો બંધ કર્યો. તેઓ આ સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાલમાસે કાળ કરીને દેવલોકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને આ જ ભરતક્ષેત્રમાં આભીરના ઘરે પુત્રપણે ઉત્પન્ન થયા. કાળક્રમે તે વૃદ્ધિ પામતા યુવાન થયા. તેમના વિવાહ કરાયા. ત્યારપછી તેમને એક પત્રી થઈ તે ઘણી જ રૂપવતી અને ભદ્રકન્યા હતી. કોઈ વખત તે પિતાપુત્રી બંને, બીજા આભીરો સાથે ગાડામાં ઘી ભરીને નગરમાં ઘી વેચવા જવા માટે નીકળ્યા. તે વખતે તે કન્યા તે ગાડાંને ચલાવતી હતી. તે વખતે ગોપાલપુત્રો તેના રૂપથી મોહિત થઈને– આકર્ષાઈને તેણીના ગાડાની સમીપ પોત-પોતાના ગાડાને લઈ જઈને તેણીને નિરખતા રહેવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરિણામે તે બધાંના ગાડા માર્ગથી ભ્રષ્ટ થઈ–થઈને ભાંગવા લાગ્યા.. ત્યારે આ આભીર કન્યાને કારણે બધાં ગાડા વગરના (શકટરહિત) થવા લાગ્યા, તેથી તેણીનું નામ “અશકટા' એવું કરી દીધું. પેલા આભીર આ કન્યાના પિતા હોવાથી તે પણ “અશકટાતાત” નામે ઓળખાવા લાગ્યા, આ બધું જોઈને તેમને સંસારથી નિર્વેદ ઉત્પન્ન થયો. વૈરાગ્યભાવ જાગ્યો. તેથી તેણે પોતાની પુત્રીને પરણાવી, ઘરમાં સારરૂપ જે કઈ હતું તે બધું જ તે કન્યાને આપી દઈને પોતે પ્રવૃજિત થયા. દીક્ષા અંગીકાર કર્યા પછી તેઓ ઉત્તરાધ્યયનના ત્રણ અધ્યયન ભણ્યા. પણ જેવો ચોથા અધ્યયનનો આરંભ થયો કે તેમને પૂર્વના ભવે બાંધેલ જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવ્યું. બે દિવસ આયંબિલ યુગલનો તપ થયો, પણ એક શ્લોકનું પણ તે સ્મરણ કરી શક્યા નહીં. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, આ ‘અસંખય' નામક અધ્યયનની અનુજ્ઞા ન થાય ત્યાં સુધી આયંબિલ કરવું. ત્યારે તે ખંભગનિધિ સાધુએ કહ્યું કે, મારે અનુજ્ઞાનું કંઈ કામ નથી. હું આપની આજ્ઞાનુસાર આયંબિલ કર્યા કરીશ. એ પ્રમાણે બાર વર્ષ સુધી અદીનમનથી આયંબિલ તપ પૂર્વકનો આહાર કર્યો અને ‘અસંખય' નામક ચતુર્થ અધ્યયનને ભણ્યા કર્યું. ત્યારે તેનું જ્ઞાનવરણ કર્મ ખપ્યું. (આ પ્રમાણે અજ્ઞાન પરીષહને સહન કરવો જોઈએ.) (આગાઢ-અનાગાઢ જોગનું પાલન કરવું જોઈએ.). ૦ આગમ સંદર્ભ :મરણ. ૫૦૩; નિસી.ભા. ૧૫ + ચૂ વવ.ભા. ૬૩ની વ: દસ... ૧૦૦; ઉત્ત.નિ ૧૨૧ + 9 – ૮ – – Page #57 -------------------------------------------------------------------------- ________________ પદ આગમ કથાનુયોગ-૪ ૦ અષાઢાભૂતિ કથા - - રાજગૃહી નગરે સિંહરથ નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં વિશ્વકર્મા નામે નટ હતો. તે નટને બે પુત્રીઓ હતી. (ભુવનસુંદરી અને જયસુંદરી) આ બંને પુત્રીઓ અતિ સુંદર અને શ્રેષ્ઠ રૂપવાળી હતી. તેમની મુખની કાંતિ સૂર્યના કિરણો કરતા પણ અધિક હતી. નેત્રયુગ્મ કમળ કરતા પણ સુંદર હતા. પુષ્ટ, ઊંચા અને આંતર રહિત એવા સ્તનો, સુંદરબાહુ, સુંદર ત્રિવલિ યુક્ત કમર, વિશાળ–કોમળ જઘન, હાથીના બચ્ચાની સૂંઢ સમાન સાથળ, કુરૂવિંદાકાર ગોળ જંઘા, કાચબા સમાન ઉન્નત ચરણ, શિરિષપુષ્પ સમાન કોમળ, મધુર વચનથી યુક્ત એવી તે બે કન્યાઓ હતી. ૦ અષાઢાભૂતિનું ભિક્ષાર્થે ગમન અને માયાપિંડ : કોઈ વખતે ધર્મચિ નામના આચાર્ય વિહાર કરતા ત્યાં પધાર્યા. તેમને બુદ્ધિના નિધાનરૂપ અષાઢાભૂતિ નામે એક શિષ્ય હતા. તે ગુરુ આજ્ઞાપૂર્વક ભિક્ષાર્થે અટન કરતા કોઈ વખતે વિશ્વકર્મા નટના ઘરમાં પ્રવેશ્યા. ત્યારે વિશ્વકર્માની કન્યાઓએ તેમને સુગંધી દ્રવ્યયુક્ત એક લાડવો વહોરાવ્યો. બહાર નીકળીને અષાઢાભૂતિએ વિચાર્યું કે, આ લાડુ તો આચાર્ય મહારાજ ગ્રહણ કરશે. તેથી હું રૂપ પરિવર્તન કરી મારે માટે બીજો એક લાડુ માંગુ. એમ વિચારી કાણાંનું રૂપ કરી ફરીથી તે ઘરમાં ગયા. બીજો મોદક પ્રાપ્ત થયો. ફરી વિચાર્યું કે આ લાડવો ઉપાધ્યાયનો થશે, એમ વિચારી કુન્જનું રૂપ બનાવી ફરીથી તે જ ઘરમાં પ્રવેશ્યા. ત્રીજો લાડવો પ્રાપ્ત થયો. વળી વિચાર્યું કે આ લાડવો તો બીજા સંઘાટક સાધનો થશે. એમ વિચારી કુષ્ટીનું રૂપ કરી ચોથી વખત ગયા. ચોથો લાડવો પ્રાપ્ત કર્યો. એ રીતે રૂપ પરાવત્તન કરી એક–એક લાડું પ્રાપ્ત કરવા લાગ્યા. ઉપરના માળે બેઠેલા વિશ્વકર્મા નટે અષાઢાભૂતિનું આ સર્વ ચરિત્ર નિહાળ્યું. ત્યારે તે નટને વિચાર આવ્યો કે અમારા મધ્યે આ સાધુ ઉત્તમ નટ થઈ શકે તેમ છે, પણ તેને કુયા ઉપાયથી ગ્રહણ કરવા. એમ વિચારતા તેને એવી બુદ્ધિ ઉત્પન્ન થઈ કે, મારી પુત્રીઓથી લોભ પમાડીને મારે આને ગ્રહણ કરવો જોઈએ. એમ વિચારી માળ ઉપરથી નીચે આવ્યા. આદરપૂર્વક અષાઢાભૂતિને બોલાવી તેમનું પાત્ર ભરાઈ જાય તેટલા લાડવા વહોરાવ્યા. પછી વિનંતી કરી કે, હે પૂજ્ય ! આપે હંમેશાં અહીંથી ભક્તપાન ગ્રહણ કરીને અમારા પર અનુગ્રહ કરવો. ત્યારપછી અષાઢાભૂતિ પોતાના ઉપાશ્રયે ગયા. ૦ અષાઢાભૂતિનું પતન : ત્યારપછી વિશ્વકર્માએ પોતાના કુટુંબને તે સાધુનો અન્યાન્ય રૂપપરાવર્તનો વૃત્તાંત કહ્યો. બંને પુત્રીઓને કહ્યું કે, તમારે આદરસહિત દાન અને પ્રીતિ દેખાડવાપૂર્વક એવી રીતે વર્તવું કે જેથી તે તમને વશ થાય. અષાઢાભૂતિમુનિ પણ રોજ તેમના ઘેર આવીને નિત્યપિંડ ગ્રહણ કરવા લાગ્યા. પેલી બે નટકન્યા પણ હાવભાવ, વિલાસાદિ કરવા પૂર્વક, મર્મ વચન બોલતી તે જ પ્રમાણે ઉપચાર કરવા લાગી. જ્યારે તેણીએ જાણ્યું કે, હવે આ સાધુ ખરેખર તેણીઓ પરત્વે રાગી થયેલા છે ત્યારે એકાંત જાણીને તે બંને નટકન્યાઓએ કહ્યું કે, અમે તમારા પર અત્યંત રાગવતી છીએ, તેથી તમે અમને પરણીને ભોગ ભોગવો. Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા પ૭ આ અવસરે અષાઢાભૂતિ મુનિનું પણ ચારિત્રાવરણ કર્મ ઉદયમાં આવ્યું. ગુરુનો ઉપદેશ ગળી ગયો, વિવેક જતો રહ્યો, કુળ અને જાતિનું ગૌરવ પણ ન રહ્યું. તેથી તેણે નટકન્યાઓની વાતનો સ્વીકાર કર્યો. પછી કહ્યું કે, હું ગુરુના ચરણમાં મારો વેશ સમર્પિત કરીને આવું. એમ કહીને તે ગુરુની સમીપે પહોંચ્યા. ગુરુના ચરણમાં નખ્યા અને પોતાનો અભિપ્રાય–ઇચ્છા જણાવી. ત્યારે ગુરુએ ઉપદેશ આપતા કહ્યું કે, હે વત્સ ! વિવેકના સાગરરૂપ અને સમગ્ર શાસ્ત્રનો અવગાહ કરનારા તમારા જેવાને બંને લોકમાં જુગુપ્સા કરવા લાયક આવું આચરણ યોગ્ય નથી. વળી દીર્ઘકાળ પર્યત શીલ પાળી આ રીતે વિષયમાં રમણ કરવું તે સમુદ્રને તરીને ખાબોચીયામાં ડૂબવા સમાન છે. ત્યારે અષાઢાભૂતિ મુનિએ કહ્યું કે, હે ભગવન્! આપ જે કહો છો તે સત્ય જ છે. પણ મને પ્રતિકૂળ કર્મનો ઉદય થવાથી તેમજ પ્રતિપક્ષની ભાવનાથી હું દુર્બલ બન્યો છું. મેં પંચેન્દ્રિયના વિષય સુખો જોયા નથી. હાલમાં દેવાંગના જેવી બે કન્યાઓ મને ચાહે છે, માટે મને જવાની આજ્ઞા આપો અને આ રજોહરણાદિ વેશને ગ્રહણ કરો. એમ કરીને તેણે ગુરુના ચરણમાં રજોહરણ મૂક્યું. પછી આવા ઉપકારી ગુરુને મારી પીઠ કેમ દેખાડું તેમ વિચારી પાછા પગે ચાલતો અને આવા ગુરુ ભગવંતના ચરણોને હું ક્યારે પામીશ તેમ વિચારતો તે વસતિની બહાર જવા લાગ્યો. (કોઈ કહે છે કે, અષાઢાભૂતિએ ગુર પાસે આજ્ઞા માંગી, તેમજ વિનય છોડયો નહીં તે જાણીને ઉપકારબુદ્ધિથી ગુરુ ભગવંતે કહ્યું કે, ઇંદ્રાદિ સુખને દેનારા આ સંયમને છોડીને પણ તું જ્યારે નટપુત્રીના સંગમાં આસક્ત બન્યો છે ત્યારે તું વિપરિત માર્ગે તો જઈ જ રહ્યો છે, તો પણ તું મારા વચનથી બે પ્રત્યાખ્યાન અંગીકાર કર – તારે મદ્યમાંસનું સેવન ન કરવું અને તે સેવન કરનારાનો કદાપિ સંગ ન કરવો. ત્યારે અષાઢાભૂતિ પણ વિનમ્ર થઈને ગુરુના વચનને જીવનપર્યત અંગીકાર કરે છે.). ત્યારપછી અષાઢાભૂતિ પ્રવ્રજ્યા ત્યાગ કરીને વિશ્વકર્મા નટને ઘેર પહોંચ્યો. ત્યારે નટપુત્રીઓએ આદર સહિત અનિમેષદૃષ્ટિએ તેનું શરીર જોયું. સમગ્ર જગને આશ્ચર્ય પમાડે તેવું તેમનું રૂપ લાગ્યું. સર્વાગ સુંદર પુરષદેહ જોઈને તે બંને કન્યાઓ અત્યંત મોહિત થઈ. વિશ્વકર્મા નટે પણ કહ્યું કે, હે મહાભાગ્યશાળી ! આ મારી બંને કન્યાઓ તમારે આધીન છે, તેથી તમે તેનો સ્વીકાર કરો. ત્યારે બંને કન્યાને પરણ્યો. વિશ્વકર્માએ પણ પોતાની પુત્રીને સલાહ આપી કે, જે આવી અવસ્થા પામવા છતાં પણ ગુરુપાદનું સ્મરણ કરે છે, તે અવશ્ય ઉત્તમ પ્રકૃત્તિવાળો જણાય છે, તેથી આના ચિત્તને વશ રાખવા માટે તમારે કદી પણ મદિરાપાન કરવું નહીં. અન્યથા તે વિરક્ત થઈને ચાલ્યો જશે. ૦ અષાઢાભૂતિનું નટપણું અને પુન: વૈરાગ્ય : તે અષાઢાભૂતિ સમગ્ર કળાઓનો સમૂહ જાણવામાં કુશળ હોવાથી વિવિધ પ્રકારના વિજ્ઞાનના અતિશય વડે સર્વ નટોનો અગ્રણી થયો અને સર્વ સ્થાને ઘણું દ્રવ્ય, વસ્ત્ર, એભરણો મેળવવા લાગ્યો. સમગ્ર નટકૂળમાં અત્યંત પ્રશંસા પામવા લાગ્યો. હવે કોઈ દિવસે રાજાએ સર્વ નટોને આજ્ઞા આપી કે, આજે સ્ત્રીરહિત નાટક ભજવવું. તેથી સર્વે નટો પોતપોતાની સ્ત્રીઓને ઘેર મૂકીને રાજકૂળમાં ગયા. તે વખતે Page #59 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૪ અષાઢાભૂતિની બંને ભાર્યાઓએ વિચાર્યું કે, આજે આપણા ભર્તા રાજકૂળમાં ગયા છે. તે સમગ્ર રાત્રિ ત્યાં વ્યતિત કરશે. તેથી આપણે ઇચ્છા પ્રમાણે મદ્યપાન કરીએ. પછી મદના વશથી ચેતનારહિત અને વસ્રરહિત થઈને માળ ઉપર સૂતેલી હતી. ત્યાં રાજકૂળમાં બીજા રાજ્યનો દૂત આવેલ હતો. તેથી રાજાનું ચિત્ત વ્યાકૂળ હતું. તેથી યોગ્ય અવસર ન હોવાથી પ્રતિહારે રજા આપતા સર્વે નટો પોતપોતાના ઘેર ગયા. અષાઢાભૂતિ પણ પોતાના ઘેર આવ્યા. ૫૮ અષાઢાભૂતિએ પોતાના ઘેર આવીને માળે ચડીને જોયું ત્યારે પોતાની બંને ભાર્યાન બીભત્સરૂપે જોઈને વિચાર્યું કે, અહો ! મારી મૂઢતા, અહો મારી નિર્વિવકતા ! અહો મારું દુષ્ટાચરણ ! કે જે મેં આવા અશુચિના કરંડિયારૂપ અને અર્ધગતિના કારણરૂપ વિષયસ્થાનોને માટે અત્યંત શૂચિ આલોક અને પરલોકના કલ્યાણની પરંપરારૂપ તથા શીઘ્રપણે મોક્ષપદના કારણભૂત સંયમનો ત્યાગ કર્યો. પણ હજી મારું કંઈપણ નાશ પામ્યું નથી. હજી પણ ફરી ગુરુ મહારાજની પાસે જઉં, ચારિત્ર ગ્રહણ કરું, મારા પાપકર્મને ધોઈ નાંખુ. એમ વિચારીને તે ઘરમાંથી નીકળ્યો. ત્યારે તેના ઇંગિત આકાર અને ચેષ્ટાથી વિશ્વકર્માએ જાણ્યું કે, આ વિરક્ત થઈને જાય છે. પછી તુરંત જ પોતાની પુત્રીઓને ઉઠાડી. તેનો તિરસ્કાર કરતાં કહ્યું, હે દુષ્ટ આત્માવાળી, હીનપુણ્ય ચૌદશીયણ ! તમારા આવા પ્રકારનું દુદ્યેષ્ટિત જોઈને સમગ્ર નિધાનરૂપ તમારો ભર્તા વિરક્ત થઈને જાય છે. તેથી જો તેને પાછો વાળવાની શક્તિ હોય તો, પાછો વાળો. જો પાછો ન વાળી શકો તૉ તેમની પાસે આજીવિકા માંગો. તે સાંભળી તે બંને નટકન્યા સંભ્રમ સહિત વસ્ત્રો પહેરી તેમની પાછળ દોડી, તેના પગે વળગીને કહેવા લાગી – હે સ્વામી ! અમારો આ એક અપરાધ ક્ષમા કરો. પાછા વળો, રાગવાળી એવી અમારો ત્યાગ ન કરો. તો પણ અષાઢાભૂતિ જરાપણ રાગી ન થયા. ત્યારે તેણીએ વિનવણી કરી – તો જતા–જતા અમને આજીવિકા આપો. ૦ અષાઢાભૂતિની પુનઃપ્રવ્રજ્યા (કેવળજ્ઞાન) : દાક્ષિણ્યતાથી અષાઢાભૂતિએ બંને કન્યાને અનુમતિ આપી. પછી તેણે ભરત ચક્રવર્તીના ચરિત્રને પ્રગટ કરનાર રાષ્ટ્રપાળ નામનું નાટક તૈયાર કર્યું. પછી વિશ્વકર્માએ સિંહરથરાજાને વિનંતી કરી કે, હે દેવ ! અષાઢાભૂતિએ રાષ્ટ્રપાળ નામક નાટક રચ્યું છે તે ભજવવું છે, પણ તે માટે આભરણસહિત ૫૦૦ રાજપુત્રોની જરૂર છે તે સાંભળી રાજાએ ૫૦૦ રાજપુત્રો આપ્યા. અષાઢાભૂતિએ તેને યથાયોગ્ય શિક્ષા આપી. પછી નાટક ભજવવાનું શરૂ કર્યું. તેમાં અષાઢાભૂતિ પોતે ઇક્ષ્વાકુ વંશજ ભરતચક્રવર્તીરૂપે રહ્યા. રાજપુત્રોને યથાયોગ્ય સામંતાદિક કર્યાં. તે નાટકમાં જે પ્રકારે ભરત ચક્રવર્તીએ છ ખંડવાળુ ભરતક્ષેત્ર સાધ્યુ. જે પ્રકારે ચૌદરત્નો અને નવ મહાનિધિઓ પ્રાપ્ત કરી, જે પ્રકારે અરિસાભવનમાં રહેલા ભરતચક્રવર્તીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, જે રીતે ૫૦૦ના પરિવાર સહિત પ્રવ્રજ્યા અંગીકાર કરી, તે સર્વે ભજવી બતાવ્યું. તે વખતે સંતુષ્ટ થયેલા રાજા તથા સમગ્ર લોકોએ પોતપોતાની શક્તિ પ્રમાણે હાર, કુંડલ વગેરે આભરણો તથા સુવર્ણ અને વસ્ત્રો ઘણાં જ Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૫૯ પ્રમાણમાં આપ્યા. ત્યારપછી સર્વજનોને ધર્મલાભ આપીને ૫૦૦ના પરિવાર સહિત અષાઢાભૂતિ જવા લાગ્યા. ત્યારે આ શું? એમ કહીને રાજાએ તેને નિવાર્યા. ત્યારે તેમણે કહ્યું કે, શું ભારત ચક્રવર્તી પ્રવજ્યા લઈને પાછા વળ્યા હતા કે, જેથી હું પાછો ફરું ? એમ કહી પરિવાર સહિત ગુરુની પાસે ગયા. વસ્ત્ર આભરણ આદિ પોતાની ભાર્યાને આપી દીધા. અષાઢાભૂતિએ ૫૦૦ રાજપુત્રો સહિત પ્રવજ્યા અંગીકાર કરી. (બીજો મત એવો છે કે, અષાઢાભૂતિના બાર વર્ષ તે નટકન્યા સાથે ભોગમાં પસાર થયા. તેણીએ મઘ-માંસનું સેવન કર્યું છે, તેમ જાણીને અષાઢાભૂતિ વિરક્ત બન્યા.. ભરત ચક્રવર્તીનું નાટક આબેહુબ ભજવ્યું... છેલ્લે અરિસાભુવનમાં ખરેખર જ ભરતની જેમ અનિત્યાદિક ભાવના ભાવતા કેવળજ્ઞાન થયું. ત્યાં જ પંચમુષ્ટિક લોચ કર્યો. દેવતાદત્ત મુનિવેશ ધારણ કરીને નીકળ્યા. પ૦૦ રાજપુત્રોએ પણ દીક્ષા ગ્રહણ કરી) ૦ દર્શન પરીષહ સંબંધે પણ આ દૃષ્ટાંત નોંધાયેલ છે. ૦ માયાપિંડ ગ્રહણ કરવું નહીં તે વિષયમાં પણ આષાઢાભૂતિનું દૃષ્ટાંત છે. ૦ આગમ સંદર્ભ :સૂય... 363; સુય. ૧૪૮ની મરણ. પ૦૩; વિવ.ભા. ૧૧૪૫ની : જિ.ભા. ૧૩૯૮ થી ૧૪૧૧, પિંડ.નિ ૫૧૨ થી ૫૧૮ + વૃ; – ૪ – ૪ – ૦ આષાઢાચાર્ય કથા : વત્સભૂમિમાં આર્ય અષાઢ નામે એક આચાર્ય હતા. (બીજા મતે તે ઉર્જનીમાં હતા) તે બહુશ્રુત હતા. તેમને ઘણો શિષ્ય પરીવાર હતો. તે ગચ્છમાં જે-જે સાધુ કાળ કરે, તેને તે નિર્ધામણા કરાવતા હતા, ભક્તપ્રત્યાખ્યાનાદિ કરાવતા હતા. ત્યારપછી ઘણાં સાધુની નિર્ધામણા કરાવી. કોઈ વખતે એક આત્મીય શિષ્યને અતિ આદરથી કહ્યું કે, જો તું દેવલોકમાં જાય તો ત્યાંથી આવીને મને દર્શન આપજે. પણ તે મુનિ દેવ થયા પછી વ્યાક્ષિત ચિત્તત્વને કારણે દેવલોકથી દર્શન દેવા ન આવ્યા. (જે જે શિષ્યો નિર્ધામણા કરાવી, તે કોઈ દર્શન આપવા ન આવ્યા) ત્યારપછી તે – અષાઢાચાર્ય વિચારવા લાગ્યા કે, ઘણાં દીર્ધકાળથી હું કલેશ પામ્યો છું. સ્વલિંગ વડે જ ચાલી રહ્યો છું. એ રીતે પ્રવ્રજ્યાથી વિમુખ થયા. ત્યારપછી દેવલોક ગયેલ શિષ્ય ત્યાં આવ્યો. આષાઢાચાર્યે તેનું દર્શન કર્યું. તુરંત તેની પાછળ ચાલ્યા. તે દેવે માર્ગમાં એક ગામની વિફર્વણા કરી, નાટક–પ્રેક્ષણ વિકુળં. એ રીતે છ માસપર્યત નાટક–પ્રેક્ષણ ચાલુ રાખ્યા. આષાઢાચાર્ય ત્યાં નાટક જોતા છ માસપર્યત ત્યાં સ્થિત રહ્યા. તેમને ભૂખ ન લાગી, તરસ પણ ન લાગી. દિવ્ય પ્રભાવથી આટલો કાલ પસાર થઈ ગયો. ત્યારપછી તે નાટક–પ્રેક્ષણને સંતરીને ઉદ્યાનમાં સર્વ અલંકારથી વિભૂષિત એવા છે Page #61 -------------------------------------------------------------------------- ________________ ૬૦ આગમ કથાનુયોગ-૪ બાળકોને સંયમ પરીક્ષાર્થે વિફર્ચા. આચાર્યએ તેમને જોયા. તેમને થયું કે, જો હું આ આભરણોને ગ્રહણ કરી લઉ તો વધુ સુખી જીવન જીવી શકીશ. તેમણે એક પૃથ્વીબાળકને કહ્યું, તું ઘરેણા લાવ. ત્યારે તે બાળકે કહ્યું, ભગવન્! તમે મારું એક આખ્યાનક સાંભળો, ત્યારપછી આભરણો ગ્રહણ કરજો. આચાર્ય ભગવંતે કહ્યું, હું સાંભળું છું ત્યારે તે પૃથ્વી–બાળક બોલ્યો કે, એક કુંભકાર હતો. તે માટી ખોદતા હતા ત્યારે કિનારો તુટી પયો – તે બોલ્યો કે, જેને ભિક્ષા–બલિ આપી, જેની જાતિને મેં પોષી, મારી જ પૃથ્વી આક્રાંત થઈ મને તો શરણથી જ ભય ઉત્પન્ન થયો. આ દૃષ્ટાંતનો ઉપનય આપતા વૃત્તિકાર કહે છે કે, ચોરના ભયથી હું આપના શરણે આવ્યો. તમે પણ મને વિડંબના કરી રહ્યા છો. તેથી મને તે શરણદાતા જ ભયરૂપ બન્યા (એમ પૃથ્વી બાળકે કહ્યું). ત્યારે આષાઢાચાર્યએ કહ્યું કે, આ કોઈ અતિપંડિતવાદિક છે. તેના ઘરેણાં લઈ અને પાત્રામાં મૂકી દીધા. પૃથ્વીકાયિક બાળક ગયો. પછી બીજો અપ્લાય નામે બાળક આવ્યો. તેણે પણ આખ્યાનક કહ્યું, એક પાટલ નામનો કથાકથક તાલાચર હતો. તે કોઈ વખતે ગંગા નદી ઉતરતો હતો. ત્યારે ઉપરના વરસાદથી હરાયો. તે જોઈને લોકો કહેવા લાગ્યા – જે જળ વડે બીજ ઉગે છે, જેના વડે ખેડૂતોનું જીવન છે, તેની મધ્યે જ હું વિનાશ પામી રહ્યો છુંમારે તો શરણદાતા તરફથી જ ભય ઉત્પન્ન થયો છે. ત્યારે અષાઢાચાર્યએ પૂર્વવત્ (પૃથ્વીકાયિકકુમારની માફક) તેના ઘરેણા પણ લઈ લીધા. પછી અગ્નિકાયકુમાર આવ્યો. તેણે પણ એ જ પ્રમાણે આખ્યાનક કહ્યું, કોઈ તાપસ હતો, અગ્નિ વડે તેની ઝૂંપડી બળી ગઈ. ત્યારે તાપસ બોલ્યો કે, જેને હું રાતદિવસ તર્પણ કરું છું, મધુ અને ઘી વડે સિંચન કરું છું તે જ અગ્નિએ મારો આશ્રમ બાળી નાંખ્યો. મને તો શરણદાતા જ ભયદાતા બન્યો. અથવા વાઘના ભયથી મેં અગ્રિનું શરણું લીધું. તેના વડે જ મારું શરીર બળી ગયું. મને તો શરણદાતા તરફથી જ ભય ઉત્પન્ન થયો. ત્યારે પૃથ્વીકાયિકવત્ તેના ઘરેણાં પણ આચાર્યએ લઈ લીધા. પછી વાયકાયિકકુમાર આવ્યો. તેણે પણ તે જ પ્રમાણે આખ્યાનક કહ્યું, કોઈ યુવાન હતો, તે ઘન–નિચિત–શરીરી હતો. તે વાયુ દ્વારા ગ્રહણ કરાયો. ત્યારે કોઈએ કહ્યું કે, જેઠ–અષાઢ માસમાં જે શોભન વાયુ વાઈ રહ્યો હતો. તેણે જ મારા અંગ ભાંગી નાખ્યા. કેમકે તે વાયુ મેઘની ઉન્નતિના સંભવ વાળો હતો, તેનાથી વાયુનો પ્રકોપ થતા મારું શરીર તુટી ગયું. એ રીતે મને જેનું શરણ હતું તેનાથી જ ભય ઉત્પન્ન થયો. એ રીતે જે વાયુ વડે પ્રાણીઓ જીવે છે, તે જ મારા અંગનો ભંજક બન્યો. ત્યારે અષાઢાચાર્યે પૃથ્વીકાયિકની જેમ વાયુકાયિકકુમારના પણ ઘરેણાં લઈને પોતાના પાત્રમાં ભરી દીધા. - ત્યારપછી પાંચમો વનસ્પતિકાયિકકુમાર આવ્યો. તેણે પણ આખ્યાન કહ્યું, જેમ કે કોઈ એક વૃક્ષ પર પક્ષીઓ માળો બાંધ્યો હતો. તે પક્ષીને બચ્ચા જમ્યા. પછી વૃક્ષને આશરે વેલ ઉત્પન્ન થઈ. તે વેલ વૃક્ષને વીંટળાઈને તેના ઉપર ચોંટતી ગઈ. તે વેલડીને આધારે સાપ વીંટળાયો. સાપ તે પક્ષીના બચ્ચા ખાઈ ગયો. ત્યારે બીજા કહેવા લાગ્યા. જે વૃક્ષ નિરુપદ્રવ એવું સુખ આપ્યું, તે વૃક્ષના મૂળમાંથી ઉત્પન્ન થયેલી વેલડીથી Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા એટલે કે તત્ત્વથી તો વૃક્ષથી જ ભય ઉત્પન્ન થયો. એટલે કે જેનું શરણ લીધું, તેનાથી જ ભય થયો. તે પ્રમાણે – પૃથ્વીકાયિક કુમારવત્ વનસ્પતિકાયિકના પણ ઘરેણાં તેણે લઈ લીધા. ત્યારપછી છઠો ત્રસકાયિકકુમાર આવ્યો. તેણે પણ એક આખ્યાન કહ્યું – જેમકે - કોઈ એક નગર પર ચક્ર-શત્રુ– વડે રૂંધવામાં આવ્યું. ત્યાં અત્યંતર લોકો દ્વારા બહાર આશ્રય આપેલા માતંગો હતા. તે બહાર શત્રુ સૈન્ય વડે પકડાઈ ગયા. ત્યારે કોઈ અન્ય લોકોએ કહ્યું કે, જે નગરના મધ્યમાં રહેતા હતા તેઓ શત્રુસૈન્ય વડે ત્રસ્ત થઈને બહાર કાઢી મૂકાયા. બહાર રહેલા માતંગોએ પણ ઉપદ્રવ કર્યો. એ રીતે જેમના શરણે ગયા, તેમના તરફથી જ ભય ઉત્પન્ન થયો – અથવા – એક નગરમાં રાજા પોતે જ ચોર અને પુરોહિત ભંડક હતો. તે બંને વિચરતા હતા. ત્યારે લોકોએ કહ્યું કે, જ્યાં રાજા પોતે ચોર હોય અને પુરોહિત જ ભંડક હોય ત્યાં નગરના લોકો કોના શરણે જાય ? – અથવા – એક ધિગજાતિયને પુત્રી હતી. તે યૌવનવયને પામી. તે અપ્રતિમ રૂપવતી હતી. તે ધિજાતીયને તેણીને જોઈને દુઃખી થવા લાગ્યો. તેણીને કારણે ઘણી જ દુબળો થઈ ગયો, બ્રાહ્મણીએ તેને કારણ પૂછ્યું. તેણે બ્રાહ્મણીના અતિ આગ્રહથી કારણ જણાવ્યું. ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે, અતિ ન કરો. હું એવું કંઈક કરીશ કે જેથી કોઈ પ્રયોજનથી સારું થશે. પછી પુત્રીને કહ્યું કે, પહેલાં એક પુત્રીને યક્ષે ભોગવેલી, તે મેં સારા માણસને પરણાવી હતી. વદ-ચૌદશે યશ આવશે. તું વિમનસ્થ ન થતી. તું ત્યાં પ્રકાશ કરતી નહીં તો પણ તેણીએ યક્ષના કુતૂહલથી કોડીયામાં દીવો પ્રગટાવ્યો. યક્ષ આવ્યો. તે તેણીને ભોગવીને રાત્રે થાકીને સૂઈ ગયો. આ પુત્રીએ કૌતૂકથી કોડીયું પાડી દીધું. પોતાના પિતાને તેણીએ જોયા. ત્યારે તેણીએ જાણ્યું કે – જે થવાનું હતું તે થયું. ઇચ્છા મુજબ હવે ભોગ ભોગવું. પછી તેઓ કામભોગથી થાકીને સવારે સૂર્ય ઉગ્યો તો પણ જાગ્યા નહીં. પછી બ્રાહ્મણીએ “માગધિકા' ભણી. ત્યારપછી તેની પુત્રીએ પણ તે સાંભળીને સામે “માગધિકા' ભણી. ત્યારપછી તે ધિજાતીયા બોલી – નવ મહિના કુક્ષિમાં ધારણ કરી. જેના મળ– મૂત્ર પણ સાફ કર્યા. મારી પુત્રીનું હરણ થયું. મારે તો જેનું શરણ હતું તે જ અશરણ થયું. કેમકે આ જાતે દુઃખી થઈ અને હું પતિના વિરહથી રાત્રે નિદ્રા ન પામી. હું તેને માટે અપકારિતા થઈ. (કથામાં કંઈક વાત ખૂટતી જણાય છે કેમકે અર્થ સ્પષ્ટ થતો નથી.) અથવા એક ધિજાતિય-બ્રાહ્મણે તળાવ ખોદાવ્યું. તે જ પાલી વડે દેશમાં દેવકુલ અને બગીચો બનાવ્યો. ત્યાં તેણે યજ્ઞ કરાવ્યો. તેમાં બકરીનો વધ કરાતો હતો. કોઈ વખતે તે બ્રાહ્મણ મરીને ત્યાં બકરારૂપે જમ્યો. તે પોતાના જ પુત્રો દ્વારા ગ્રહણ કરાઈને તે જ તળાવે યજ્ઞમાં હોમવા માટે લઈ જવાતો હતો. ત્યારે તે જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. પોતાના સ્વજન દ્વારા પ્રવર્તાવાયેલ યજ્ઞમાં જ મારો હોમ થવાનો છે. તે વખતે કોઈ અતિશયજ્ઞાની સાધુએ તેને જોયો. ત્યારે તે સાધુ બોલ્યા – જાતે જ તે વૃક્ષો વાવ્યું. પોતે જ તળાવને ખોદ્યુ. દેવ પાસેથી તે જ ફળ માંગ્યું. તો પછી હવે તું જ શા માટે “બે-બે" કરી રહ્યો છે ? ત્યારે Page #63 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૪ તે બકરો આ વાત સાંભળી મૌનપણે ઊભો રહ્યો. ત્યારે બ્રાહ્મણ વિચારમાં પડ્યો કે આ સાધુ એવું શું બોલ્યા કે આ બકરો “બે—બે કરતો બંધ થઈ ગયો. તેણે તે તપસ્વી સાધુને પૂછયું કે, તમે એવું શું બોલ્યા કે આ બકરો મૌન થઈ ગયો. ત્યારે સાધુએ કહ્યું કે, આ તારો પિતા જ છે, જે બકરો થયો છે. ત્યારે તે બ્રાહ્મણે પૂછ્યું કે, હું આ વાત કેમ માનું ? ત્યારે તે બકરાએ પૂર્વભવમાં બ્રાહ્મણ હતો ત્યારે તે પુત્રની સાથે નિધાન દાટેલ હતું. ત્યાં જઈને પગ પછાડ઼યો. ત્યારે તેના પુત્રને ખાતરી થઈ. પછી તે બકરાને છોડી દીધો. સાધુ પાસે ધર્મ સાંભળી બકરાએ ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. બકરો દેવલોકે ગયો. આ પ્રમાણે તે બ્રાહ્મણે શરણ સમજીને તળાવ, બગીચો અને યજ્ઞ આરંભ્યો. તે જ તેને અશરણ બન્યો. તેમ હે ભગવંત્ અમે તમારા શરણે આવ્યા છીએ. તમે જ અમારા માટે અશરણ બન્યા છો. ત્યારે તે (અષાઢાચાર્ય) તે જ પ્રમાણે (પૃથ્વીકાયિકકુમારની માફક તેના આભરણો લઈને જલ્દીથી જવાને માટે પ્રવૃત્ત થયા. તે વખતે કોઈ સાધ્વીજીને જોઈને તે બોલ્યા, હે અંજિતાલિ ! તમે કટક-કુંડલ અને તિલક બધું તમારું કરી દીધું. હે પ્રવચનની ઉઠ્ઠાણા કરનારા ! દુષ્ટ શિક્ષિતા ! હવે અહીં શું આવ્યા છો ? દર્શન પરીક્ષાર્થે વિકુર્વેલી સાધ્વીને ઉપર પ્રમાણે કહ્યું, ત્યારે તે સાધ્વીજીએ સા જવાબ આપ્યો કે, હે ભગવન્! નાના સર્ષપ સમાન પારકાના છિદ્રોને તમે જુઓ છો, પરંતુ બિલ જેવા મોટા તમારા દોષ છે. તમે તે બિલને જોઈ શકતા નથી. તમે શ્રમણ છો, સંયત છો, બાહ્યવૃત્તિથી બ્રહ્મચારી છો, માટીના ઢેફા અને સુવર્ણમાં સમાન દૃષ્ટિવાળા છો. તમે વૈહારિક–વિહાર કરનારા છો તેવું તમે માનો છો. તો હે જયેષ્ઠાર્ય ! પહેલા એ કહો કે તમારા પાત્રમાં શું છે ? એ પ્રમાણે તેણીએ નિર્ભર્સના કરી, તો પણ તે આચાર્ય જવા લાગ્યા, ત્યારે લશ્કરને આવતું જોયું. ત્યારે તેને જોઈને ત્યાંથી નિવર્તતા એવા તેને દંડિકે હાથીના સ્કંધ પરથી ઉતરીને વંદન કર્યું. પછી કહ્યું, તે ભગવન્! અહો પરમ મંગલ નિમિત્ત થયું કે જે મેં અત્યારે સાધુને જોયા. ત્યારપછી તેણે કહ્યું, હે ભગવન્! મારા અનુગ્રહને માટે પ્રાસુક અને એષણીય એવા આ મોદક આદિ શંબલને ગ્રહણ કરો. અષાઢાચાર્યએ તેની ઇચ્છા ન કરી. પાત્રમાં આભરણ છુપાવેલા હોવાથી તે ન દેખાડ્યા. ત્યારે તે દંડિકે બળપૂર્વક ખેંચીને તે પાત્રો ગ્રહણ કર્યા. જેવા તે મોદક અંદર મૂકવા ગયા કે તેણે આભરણો જોયા. ત્યારે તેણે આચાર્યનો તિરસ્કાર કર્યો. પછી તેમને સંબોધતા કહ્યું કે, તમને આ રીતે વિપરિણામિત થવું યોગ્ય નથી. હવે મારા (દેવલોકથી) ન આવવાનું કારણ સાંભળો. હું દિવ્ય પ્રેમમાં ડૂબેલો, વિષયમાં આસક્ત હતો. તેથી (આપે મને નિર્ધામણા કરાવતા સોંપેલું) કર્તવ્ય પૂર્ણ ન કરી શક્યો. મનુષ્ય ક્ષેત્રની અશુભતાને કારણે દેવો જલ્દી અહીં આવતા નથી, પછી દિવ્ય દેવરૂપ કરીને ગયો. આચાર્ય પણ પૂર્વે દર્શન પરીષહ સહ્યો ન હતો. પછીથી સહન કર્યો. ૦ આ કથા સ્થિરીકરણના દૃષ્ટાંતમાં પણ આવે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૦ આગમ સંદર્ભ :સમ. ૨૨રની વૃ દસ..પૂ. ૯૬; નિસી.ભા. ૩રની ચૂ ઉત્તનિ ૧૨૩ની વ ૦ અંગાર મઈક : ગર્જનક નામના નગરમાં ઘણા ઉત્તમ સાધુઓના ગણથી પરિવરેલા વિજયસેન આચાર્ય સુંદર ધર્મ કરવામાં તત્પર હતા, તેઓ ત્યાં માસકલ્પ કરીને રહેતા હતા. તે આચાર્યના શિષ્યોને પાછલી રાત્રિના સમયે એવું સ્વપ્ન જોવામાં આવ્યું કે ૫૦૦ નાના હાથીના ટોળાથી પરિવરેલો એક ભુંડ વસતિમાં પ્રવેશ કરતો હતો. વિસ્મય પામેલા તેઓએ આ સ્વપ્નનો ફલાદેશ પૂછયો. એટલે ગુરુએ તેમને કહ્યું કે, સાધુ સરખા હાથીઓ અને મુંs સરખા ગુરુ અહીં આવશે. કલ્પવૃક્ષના વનથી શોભાયમાન એરંડાના વૃક્ષ સરખા ૫૦૦ ઉત્તમ મુનિવરોથી પરિવરેલ એવા અંગારમર્દક આચાર્ય આવ્યા. સાધુઓએ તેમની ઉચિત એવી પરોણાગત કરી, હવે અહીંના સ્થાનિક મુનિઓએ મુંડની પરીક્ષા માટે ગુરુના વચનથી માત્રુ પરઠવવાની ભૂમિમાં ગુપ્તપણે કોલસી નંખાવી. સાધુઓ તેમને જોવા માટે કોઈક પ્રદેશમાં સંતાઈને રહેલા. ત્યારે પરોણા તરીકે આવેલા સાધુઓ જ્યારે કાયિકીભૂમિમાં ચાલતા હતા, ત્યારે કોલસી ઉપર પગના ચાલવાથી ઉત્પન્ન થતા ક્રશ ક્રશ શબ્દના શ્રવણથી તેઓ આ શું ? આ શું ? એમ બોલતા મિચ્છામિદુક્કડં આપતા હતા. અંગારાના ક્રશ ક્રશ શબ્દોના સ્થાનમાં જલ્દી નિશાની કરતા હતા કે, સવારે તપાસીશું કે આ શું હશે ? આમ બુદ્ધિ કરીને જલ્દી પાછા ફરી જાય છે. તે સમયે તેમના ગુરુ તો આ શબ્દોથી તુષ્ટ થયા કે અહો ! જિનેશ્વરે આવાઓને પણ જીવ તરીકે ગણાવ્યા છે. એમ બોલતા હતા. પોતે અંગારાને ખરેખર પગથી ચાંપતા કાયિકભૂમિએ ગયા. આ હકીકત તે સાધુઓએ પોતાના આચાર્યને જાણવી. તેણે પણ પેલા સાધુઓને કહ્યું કે, હે તપસ્વી મુનિવરો ! આ તમારો ગુરુ ભુંડ છે. આ તેના ઉત્તમ શિષ્યો હાથીના બચ્ચા સમાન મુનિવરો છે. ત્યારપછી યોગ્ય સમયે પરોણા સાધુઓને વિજયસેન આચાર્યએ યથાયોગ્ય દૃષ્ટાંત, હેતુ, યુક્તિથી સમજાવ્યા અને કહ્યું કે, હે મહાનુભવો ! આ તમારો ગુરુ અભવ્ય છે. જો તમોને મોક્ષની અભિલાષા હોય તો જલ્દી તેનો ત્યાગ કરો. આ પ્રમાણે સાંભળીને તે શિષ્યોએ અભવ્ય એવા અંગાર મઈકાચાર્યનો ત્યાગ કર્યો. ઉગ્રત૫ વિશેષ કરીને તેઓએ દેવ–સંપત્તિ મેળવી. પણ અંગારમર્દિક આચાર્ય સમ્યકત્વથી વિવર્જિત હોવાથી લાંબા કાળ સુધી કષ્ટાનુષ્ઠાન કરતો હોવા છતાં ભાવોમાં દુઃખ ભોગવનારા થયા. પેલા ૫૦૦ શિષ્યો દેવલોકમાંથી ઍવીને ભરતક્ષેત્રમાં વસંતપુર નામના ઉત્તમ નગરમાં જિતશત્રુ રાજાના પુત્રપણે ઉત્પન્ન થયા. રૂપ–ગુણથી શોભાયમાન સમગ્ર કળાસમૂહના જાણકાર તેઓ મનોહર તરુણપણું પામ્યા. દેવકુમારની આકૃતિ સરખા, અસાધારણ પરાક્રમ અને પ્રતાપના વિસ્તારવાળા એવા તેઓ પૃથ્વીના રાજાઓની પર્ષદામાં Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૪ આગમ કથાનુયોગ-૪ પ્રસિદ્ધિ પામ્યા. કોઈ વખતે હસ્તિનાપુરના કનકધ્વજ રાજાએ પોતાની અદ્ભુત રૂપવાળી પુત્રીના સ્વયંવરમાં આમંત્રણ આપ્યું. ત્યાં આવી પહોંચ્યા એટલે તેઓએ આખા શરીરે પ્રચંડ ખરજવું વૃદ્ધિ પામેલ, પુષ્કળ ભાર લાદેલો, મહારોગવાળો એક ઊંટ જોયો. વળી પીઠ ઉપર ન સમાવાથી ગળે ભાર લટકાવ્યો હતો. બીજો પણ ઘણો સામાન લાદેલો હતો. પીડાથી અતિ વિરસ શબ્દ કરતો, લગાર પણ ચાલવાને અસમર્થ હતો. યમદૂત સરખા ક્રૂર પામર લોકોથી વારંવાર આગળ-પાછળથી ચાબુકના ફટકાથી મરાતો હતો. અતિશય કરુણાથી ફરીફરી તેને જોતાં જોતાં રાજકુમારોને જાતિસ્મરણ થયું. સર્વેને પૂર્વનો સાધુભવ યાદ આવ્યો. આ તે જ છે કે જે આપણાં ગુરુ આચાર્ય હતા, તે અત્યારે ઊંટ થયા છે. દેવભવમાં સર્વેએ આ નક્કી જાણેલું હતું કે, તેવા પ્રકારનો જ્ઞાનનો ભંડાર હતા. તેવા પ્રકારની તલવારની તીક્ષ્ણ ધાર સરખી ક્રિયા કરતા હતા, તેવા પ્રકારનું આચાર્ય પદ વિશેષ પામેલા હતા. આવા આ ગુણીજન હતા. તો પણ સમ્યક્ત્વ કે તત્વનો લેશમાત્ર અંશ ન પામેલા હોવાથી કલેશ ઉપાર્જન કરીને ભવાટવીમાં અથડાતા એવા તે આવી દુ:ખી અવસ્થા પામેલા છે. અરેરે ! જિનેશ્વર ભગવંતના વચનની શ્રદ્ધા ન કરનાર એવા દ્રોહનો કેવો પ્રભાવ છે ? આચાર્ય પદવી પામ્યા છતાં આવી સ્થિતિ પામ્યા. વળી શરીર તદ્દન સુકાઈને કૃશ બની જાય, તેવી સુંદર તપસ્યા કરો. સાચી મતિ વહન કરો. સુંદર બ્રહ્મચર્ય પાલન કરો. લોકોને સાચી પ્રરૂપણા દ્વારા ઉપકૃત્ કરો. જીવોને અભયદાન આપો તો જ આ સર્વે અનુષ્ઠાનો અને ક્રિયા સફળ છે. અતિ કરુણાથી તેમના માલિકને ઉચિત દ્રવ્ય અપાવીને તે ઊંટને છોડાવ્યો. તીવ્ર વૈરાગ્યથી તે ૫૦૦ રાજકુમારોએ આર્યસમુદ્ર નામના આચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી. ૦ આગમ સંદર્ભ : ઠા. ૬૧ની વૃ; મહાનિસીહ. × = X ૦ ઇંદ્રદત્ત પુરોહિત અંતર્ગત્) સાધુ કથા ઃ લાંબાકાળથી પ્રતિષ્ઠિત એવી મથુરા નગરીમાં ઇન્દ્રદત્ત પુરોહિતના પ્રાસાદની નીચેથી જતા સાધુની ઉપર પગ લટકાવ્યા હતા. આ દૃશ્ય કોઈ શ્રાવક શ્રેષ્ઠીએ જોયું. તેને ગુસ્સો આવ્યો. અરે ! જુઓ આ પાપીએ સાધુની ઉપર પગ લટકાવ્યા. ત્યારે તે શ્રેષ્ઠીએ પ્રતિજ્ઞા કરી કે અવશ્ય મારે આનો આ પગ છેદી નાંખવો. ત્યારપછી તે શ્રેષ્ઠી તે ઇન્દ્રદત્તના દોષ શોધવા લાગ્યો. પણ તે તેના છિદ્ર શોધી ન શક્યો. કોઈ વખતે તે આચાર્ય ભગવંતની પાસે ગયો અને વંદન કરીને કહ્યું કે, મેં આવી પ્રતિજ્ઞા કરી છે. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, સાધુએ સત્કાર પુરસ્કાર પરીષહ સહન કરવો જોઈએ. ત્યારે શ્રેષ્ઠી બોલ્યો કે, મેં પ્રતિજ્ઞા કરી છે તેનું શું ? ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, આ પુરોહિતનું ઘર ક્યાં છે ? શ્રેષ્ઠીએ કહ્યું કે, આ પુરોહિતે પ્રાસાદ બનાવેલ છે. આચાર્ય ભગવંતે કહ્યું કે, જ્યારે રાજા તે પ્રાસાદમાં પ્રવેશ કરશે ત્યારે તું રાજાને Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૬૫ હાથ વડે પકડીને લઈ જજે. ત્યારે હું પ્રાસાદ વિદ્યા ભણીને પ્રાસાદને પાડી દઈશ. ત્યારે શ્રેષ્ઠીએ તે પ્રમાણે કર્યું. પછી શ્રેષ્ઠીએ રાજાને કહ્યું કે, આ પુરોહિતે તમને મારી નાંખ્યા હોત. ત્યારે રોષાયમાન થયેલા રાજાએ તે પુરોહિતને શ્રાવકને હવાલે કરી દીધો. ત્યારે શ્રેષ્ઠીએ ઇન્દ્રદત્તના પગ ઇન્દ્રકીલે રાખી પછી તેનો પગ છેદી નાંખ્યો. એ પ્રમાણે કરીને બીજાને વિસર્જિત કર્યો. તેણે સત્કારપુરસ્કાર પરીષહ સહન કર્યો નહીં. અહીં શ્રાવકે જે કર્યું તેમ ન કરવું જોઈએ. પણ સાધુની માફક સત્કાર પુરસ્કાર પરીષહ સહન કરવો જોઈએ. જેમ ઇન્દ્રદત્તે સાધુનું મસ્તક નીચે અને પગ ઉપર કર્યા તો પણ તે સાધુ મહારાજે આ અસત્કાર પરીષહ સહન કર્યો. તેમ સાધુઓએ સહન કરવો. આ કથા બાવીશ પરીષહમાં સત્કા–પુરસ્કાર પરીષદ્ધની કથામાં નોંધાયેલ છે. પણ ત્યાં સાધુ કે આચાર્યનું નામ આપેલ નથી. ૦ આગમ સંદર્ભ :મરણ. પર; ઉત્ત.નિ. ૧૧૮ની વૃક – x — — ૦ ઇલાચિપુત્ર કથા : (વસંતપુર નગરમાં અગ્નિશર્મા નામે એક બ્રાહ્મણ હતો. તેને પ્રીતિમતિ નામે સ્ત્રી હતી.) એક બ્રાહ્મણ હતો. તેણે તથારૂપ સ્થવિરોની પાસે ધર્મ સાંભળીને પોતાની સ્ત્રી સહિત પ્રવ્રયા અંગીકાર કરી. ઉગ્રમાં ઉગ્ર પ્રવજ્યાનું પાલન કરતા હતા. પણ પરસ્પર પ્રીતિને ઘટાડી શકતા ન હતા. પણ તે વિજાતિય મહિલા અર્થાત્ બ્રાહ્મણી થોડા જાતિમદને ધારણ કરતી હતી. તે દુષ્ટ્રની આલોચના કર્યા વિના અનશન કરીને મૃત્યુ પામી તે વૈમાનિકમાં – દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંનું યથાયુષુ ભોગવ્યું. આ તરફ ઇલાવર્ધન નગરમાં ઇલા નામક દેવી હતી. ત્યાં એક સાર્થવાહી પુત્રની ઇચ્છાથી તેની આરાધના કરતી હતી. તે આ પ્રમાણે ઇલાવર્ધન નામે એક નગર હતું. ત્યાં ઇભ્ય નામે શ્રેષ્ઠી હતો, તેને ધારિણી નામે સ્ત્રી હતી. તેણીએ ઇલાદેવીની આરાધના કરી, પુત્રની કામના કરી હતી. તેના ઉદરમાં (અગ્નિશમ) બ્રાહ્મણનો જીવ પુત્રપણે ઉત્પન્ન થયો. ઇલાદેવીના વરદાનથી તે પુત્ર થયો હોવાથી તેનું ઇલાપુત્ર નામ રાખવામાં આવ્યું. જે ઇલાચીપુત્ર નામે પણ ઓળખાય છે. - તે (અગ્નિશમ) બ્રાહ્મણની પુત્રી ગર્વદોષથી (જાતિમદથી) સ્વર્ગથી ચ્યવીને કોઈ નટકુળમાં ઉત્પન્ન થઈ. બંને (ઇલાપુત્ર–નટપુત્રી) યુવાન થયા. તે નટપુત્રી વિલાસ હાસ્યયુક્ત એવી સારી નર્તકી થઈ. કોઈ વખતે ઇલાપુત્રે તે નટકન્યાને જોઈ. પૂર્વભવના રાગથી તે તેણીના પ્રત્યે આકર્ષિત થયો. ઇલાપુત્રે નટ લોકોને ઘણું દ્રવ્ય આપી તે નટડીની માંગણી કરી. તે નટકન્યાના વજન જેટલું સુવર્ણ આપવા છતાં તેણી પ્રાપ્ત ન થઈ, તે નટકૂળવાળા લોકોએ કહ્યું કે, આ તો અમારી અક્ષયનિધિ છે. તો પણ જો તું અમારી નટકળાને શીખે, અમારી સાથે જ રહેવા અને ભ્રમણ કરવા તૈયાર હો તો અમે આ કન્યા તને આપવા તૈયાર છીએ. ત્યારે ઇલાપુત્ર તેની સાથે ચાલી નીકળ્યો. નટની કળા પણ શીખ્યો. ત્યારપછી | ૪/૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૪ નટે કહ્યું, હે પુરુષ ! હવે નૃત્ય કરીને ધન ઉપાર્જન કરો, તો અમે અમારી કન્યાનો તમારી સાથે વિવાહ કરીએ. ઇલાપુત્રે તેમની વાત કબૂલ રાખી તેઓની સાથે ધન મેળવવા નીકળ્યો. નટે કહ્યું કે, રાજાની સામે નૃત્ય કરી તેને પ્રસન્ન કરીને વિપુલ ધન પ્રાપ્ત કરો. ત્યારપછી તેઓ બેન્નાતટ નગરીએ ગયા. ત્યારે રાજા પોતાના અંતઃપુર સહિત ઇલાપુત્રને નૃત્યક્રીડા કરતો જોવા આવ્યો. રાજાની દૃષ્ટિ પણ તે નટકન્યા પર પડી, તે તેના પરત્વે આકર્ષિત થયો. પરિણામે ઇલાપુત્રની કુશળ નૃત્યકળા જોવા છતાં રાજા તેને ઇનામ આપતો ન હતો. પરિણામે રાણી કે અન્ય લોકો પણ તેને કશું જ ધન આપતા નથી. તેની નૃત્યકળા જોઈને લોકોમાંથી “સારુ કર્યું – સારું કર્યું' એવો અવાજ ઉઠવા લાગ્યો. ઇલાપુત્રે આકાશ જેવો ઊંચો એક વાત ખોડ્યો, તેની ઉપર એક મોટું કાષ્ઠ મૂક્યું. તેમાં બે મજબૂત ખીલા રોપ્યા. પછી ઇલાપુત્ર પગમાં પાદુકા પહેરીને તે વાંસ પર ચઢયો. એક હાથમાં તીર્ણ ખગ અને બીજા હાથમાં ત્રિશૂળ લઈ તે વાંસ ઉપર ક્રિડા કરવા, લાગ્યો. તેના અદ્ભુત નૃત્યને જોઈને સર્વ લોકો બહુ ખુશી થયા. પણ રાજાએ દાન ન આપ્યું. રાજા ચિંતવવા લાગ્યો કે આ નટ વાંસના અગ્ર ભાગ પરથી પડે તો હું નટીને હાંસલ કરું. આવી બુદ્ધિથી નૃત્ય કરીને નીચે આવેલા ઇલાપુત્રને તેણે કહ્યું, હે નટ ! તું ફરીથી નૃત્ય કર કે જેથી હું સારી રીતે જોઉં. તેણે પણ વિશેષ ધન પ્રાપ્ત કરવાની ઇચ્છાથી ફરી ખેલ શરૂ કર્યો. તેણે રાજાના કહેવાથી વાંસ પર સૂઈ જઈને શરીરને બાંધીને નૃત્ય કર્યું, પછી આકાશમાં નિરાધાર રહીને નૃત્ય કર્યું. પછી આકાશમાં અદ્ધર રહી નૃત્ય કરવાનું કહ્યું, તેણે તે રીતે પણ નૃત્ય કર્યું. એ રીતે રાજાના કહેવા મુજબ તેણે ચાર-ચાર વખત નૃત્ય કર્યું. જ્યારે તેણે આકાશમાં અદ્ધર નૃત્ય કર્યું ત્યારે પાદુકાને નલિકામાં પ્રવેશ કરાવી સાત વખત આગળ અને સાત વખત પાછળ કિલિકા વડે વિંધ કર્યા. જો આ નૃત્ય કરતા તે પડે તો તેના સેંકડો ટુકડા થઈ ગયા હોત. પણ રાજા તે નટકન્યાના લોભે દાન આપતો નથી. લોકોમાં કકળાટ શરૂ થયો. તો પણ રાજા દાન આપતો નથી. રાજા તો ફક્ત એમજ વિચારે છે કે, જો આ નટ વાંસ પરથી પડીને મૃત્યુ પામે તો હું આ નાટકન્યા સાથે લગ્ન કરું. તેથી ઇલાપુત્રનું નૃત્ય જોવા છતાં – “મેં નૃત્ય જોયું નથી.” તેમ કહી, હજી ફરીથી નૃત્ય કર – ફરીથી નૃત્ય કર તેમ કહ્યા કર્યું. એ પ્રમાણે ઉપર જણાવ્યા મુજબ ત્રણ-ત્રણ વખત નૃત્ય કરાવ્યું. - ત્યારપછી રાજાએ તેને ચોથી વખત નૃત્ય કરવા કહ્યું. જો તું ચોથી વખત નૃત્ય દ્વારા મને ખુશ કરે તો હું તારું સંપૂર્ણ દારિદ્ર દૂર કરી દઈશ. ત્યારે વાંસડાના અગ્રભાગે રહેલા ઇલાપુત્રે વિચાર્યું કે, આ ભોગને ધિક્કાર છે. રાજા આટલી રાણીથી પણ તૃપ્ત થતો નથી. આ રાજાનું મન નક્કી આ નટડીમાં કામાર્ત થયું છે. રાજા કોઈપણ રીતે મારું મૃત્યુ નિપજાવીને આ સ્ત્રીને પ્રાપ્ત કરવા ઇચ્છે છે. અહો ! આ કામાવસ્થાને, મને અને આ રાજાને ધિક્કાર છે. મેં મારા ઉત્તમ કુળને મલીન કર્યું. તે વખતે વાંસ પર રહેલા ઇલાપુત્રે કોઈ શ્રેષ્ઠીગૃહમાં સાધુને જોયા. ત્યાં Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૨૭ સર્વાલંકારથી વિભૂષિત કોઈ સુંદર સ્ત્રી, તે સાધુને વહોરાવવાને માટે તેમજ વંદના દ્વારા સત્કારપૂર્વક પ્રતિલાભિત કરવા વિનંતી કરી રહી હતી. પરંતુ સાધુ તે સર્વેથી વિરક્ત થઈ માત્ર અવલોકન કરતા ઊભા હતા. તે જોઈને ઇલાપુત્રે વિચાર્યું કે અહો ! તત્વના જ્ઞાતા, સ્ત્રીથી પરાગમુખ રહેનારા, પોતાના દેહની પણ દરકાર નહીં કરનારા અને કેવલ મોક્ષાભિલાષી એવા આ મુનિઓને ધન્ય છે. – આ મુનિ કે જેઓ આવી સુંદર શરીરવાળી, મારી નટકન્યાથી પણ અત્યધિક રૂપવાળી સ્ત્રી મોદકાદિ આપવાને વિનંતી કરે છે, તો પણ તે મુનિ તેની સામું પણ જોતા નથી. હું કેવો રાગાંધ છું કે જે આ નીચ કન્યા પર આસક્ત થયો છું. મારા આવા કૃત્યને ધિક્કાર છે. આ સંસારના સ્વરૂપને પણ ધિક્કાર છે, આ પ્રમાણે ઇલાપુત્ર વિષયથી વિરક્ત થયા. તેને વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો. શુભધ્યાને આરૂઢ થયેલા ઇલાપુત્રને સામાયિક ચારિત્ર પર્યત સર્વભાવ સ્પર્શી ગયા. ત્યાંજ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે તે નટકન્યાને પણ વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો. તે વખતે રાણી પણ વૈરાગ્યવાનું બન્યા. રાજાને પણ પુનરાવૃત્તિથી વૈરાગ્યભાવ પ્રગટ થયો. એ પ્રમાણે ઇલાપુત્ર, નટકન્યા, રાણી, રાજા ચારેને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ચારે સિદ્ધ થયા – મોક્ષે ગયા. એ પ્રમાણે સત્કાર વડે સામાયિક પ્રાપ્ત થાય છે. (અન્યત્ર આ કથાનો વિસ્તાર કરતા જણાવે છે કે, ઇલાપુત્ર કેવલીને દેવતાએ સાધુવેશ અર્પણ કર્યો. તે ધારણ કરી ઇલાપુત્રે ધર્મદેશના આપી. તે સાંભળી રાજા આદિએ તેમને નટી ઉપર થયેલા રાગનું કારણ પૂછયું. ત્યારે ઇલાપુત્ર કેવલીએ પોતાનો પૂર્વભવ કહ્યો – વિશેષમાં જણાવ્યું કે – પૂર્વભવમાં મારે તેની ઉપરનો ગાઢ કામરાગ હતો. તેથી આ ભવમાં પણ અતિરાગ થયો. કેમકે પ્રાણીના વેર અને સ્નેહ ભવાંતરગામી હોય છે. આ કથન સાંભળીને નટીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેણીએ વિચાર્યું કે, મારા રૂપને ધિક્કાર છે કે જેને કારણે આવા શ્રેષ્ઠીપુત્ર તથા રાજાદિ લોકો પણ દુર્વ્યસનમાં પડ્યા. હવે મારે વિષયસુખથી સર્યું. આવી ભાવનાથી નટીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે નૃત્યકલા જોવા બેઠેલી રાણીએ ચિંતવ્યું કે, અહો આ રાજા થઈને પણ આવા અધમકુળમાં ઉત્પન્ન થયેલી નટી ઉપર મોહ પામ્યા. માટે આવા વિષય વિલાસને ધિક્કાર છે. આવી ભાવના ભાવતા તેણીને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ જ પ્રમાણે રાજાને પણ કેવળજ્ઞાન થયું. બધાં મોક્ષે ગયા.) ૦ આગમ સંદર્ભઃસૂય. ૪૨૪ની દ્ર સૂય યૂ.પૃ. ૨૧૧; મરણ. ૪૮૪; આવ.નિ ૮૪૬, ૮૬૫, ૮૭૮ + વૃ આવ રૃ૧–પૃ. ૪૮૪, ૪૯૮; — — — — — ૦ ગણધર ઋષભસેન કથા : ભરત ચક્રવર્તી રાજાના પ્રથમ પુત્રનું નામ ઋષભસેન હતું. જ્યારે તીર્થકર ઋષભને કેવળજ્ઞાન થયું ત્યારે પ્રથમ સમવસરણ રચાયું. ભગવંત ઋષભે શક્ર આદિ તે પર્ષદાને ધર્મકથા કહી, ત્યારે ઋષભસેન તે ધર્મ સાંભળીને વૈરાગ્યવાનું થયા. તેણે પ્રવજ્યા Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૮ આગમ કથાનુયોગ-૪ અંગીકાર કરી. ત્યારપછી તેણે ભગવંત ઋષભને ત્રણ પ્રદક્ષિણા આપવા પૂર્વક ત્રણ વખત “તત્વ શું છે ?' તેમ પૂછતા ભગવંતે તેને ત્રણ ઉત્તર આપ્યા. ઉત્પન્ન - વિગત – ધ્રુવ. ગણધરનામ કર્મના ઉદયથી તેણે દ્વાદશાંગીની રચના કરી, ચૌદ પૂર્વી ગ્રહણ કર્યા. ૮૪,૦૦૦ સાધુઓમાં મુખ્ય એવા પ્રથમ ગણધર બન્યા. અનુક્રમે મોક્ષે ગયા. ૦ (આ કથા ખરેખર ગણધર વિભાગની કથા છે. પણ ગણધર વિભાગમાં ફક્ત ભગવંત મહાવીરના ગણધરોની જ કથા નોંધી છે. તેથી ઋષભસેન ગણધરની લઘુકથા અહીં શ્રમણ વિભાગમાં આપી છે.) ૦ આગમ સંઘર્ભ :જંબૂ. ૪૪; આવનિ ૩૪૪; આવ.પૂ.૧–પૃ. ૧૫૮, ૧૮૨; કલ્પ ૨૧૪ + 9 તિલ્યો. ૪૪૪; x –– ૪ ૦ ઋષભસેન અને સિંહસેન - કુણાલનગરમાં વૈશ્રમણદાસ નામે એક રાજા હતો. તે રાજાને રિષ્ઠ નામે એક મંત્રી હતો, જે મિથ્યાદૃષ્ટિ અને દુરાગ્રહ વૃત્તિવાળો હતો. તે નગરમાં કોઈ અવસરે મુનિવરોમાં વૃષભસમાન, ગણિપિટકરૂપ શ્રી દ્વાદશાંગીના ધારક અને સમસ્ત મૃતસાગરનો પાર પામનારા અને ધીર એવા શ્રી ઋષભસેન આચાર્ય પોતાના પરિવાર સાથે પધાર્યા. તે આચાર્ય ભગવંતના શિષ્ય શ્રી સિંહસેન ઉપાધ્યાય હતા. જે કેટલાયે પ્રકારના શાસ્ત્રાર્થના રહસ્યના જ્ઞાતા અને ગણની તૃપ્તિ કરનારા હતા. રાજમંત્રી રિષ્ઠની સાથે તેનો વાદ થયો. વાદમાં રિષ્ઠ મંત્રી પરાજિત થયો. તેથી રોષથી ધમધમતા, નિર્દય એવા તેણે પ્રશાંત અને સુવિડિત શ્રી સિંહસેન ઋષિને અગ્નિ વડે સળગાવી દીધા. તેમનું શરીર અગ્નિ વડે બળી રહ્યું હતું. તે અવસ્થામાં પણ તે ઋષિવરે સમાધિપૂર્વક મરણને પ્રાપ્ત કર્યું. સંથારાની આરાધના કરી. ૦ આગમ સંદર્ભ :સંથા. ૮૧ થી ૮૩; – ૪ – ૪ – ૦ ઉત્સારવાચક કથા : આજથી પૂર્વે કેટલાક આચાર્યો પૂર્વ અન્તર્ગત્ સૂત્ર–અર્થ ધારકપણાને લીધે વાચક નામ પ્રાપ્ત કરેલ. સર્વજ્ઞ શાસનરસી રૂપ મૂળને વિકસાવવામાં અનેક હજાર કિરણો અને વરસાદની ધારા સમાન સુંદર દેશનાની ધારાને વહાવતા પૃથ્વીમંડલને ભિંજવતા, ગંધહસ્તી જેમ હાથીના બચ્ચાના યૂથ વડે શોભે એ રીતે તે આચાર્ય સાતિશય ગુણવાનું એવા પોતાના શિષ્ય વર્ગ વડે પરિવરીને કોઈ એક ગામમાં પહોંચ્યા. તે ગામમાં જીવાજીવના જ્ઞાતાદિ વિશેષણથી વિશેષિત ઘણાં શ્રમણોપાસકો ત્યાં વસતા હતા. તેઓ ગુરનું આગમન સાંભળીને હર્ષસભર માનસવાળા થઈ સ્વસ્વ પરિવારથી પરિવરીને બધાં જ ત્યાં આવ્યા. આવીને ગુરના ચરણકમળમાં વંદના કરીને, બંને હાથ જોડીને તેમની સન્મુખ ઉપસ્થિત થયા. Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ત્યારે આચાર્ય ભગવંતે યથોચિત ધર્મદેશના આપી. તે દેશનાને સાંભળીને ઉત્પન્ન થયેલા સંવેગસુધા રૂપ સમુદ્ર વડે તેઓના અંતરમલ ધોવાવા લાગ્યા. સકલ એવો શ્રાવકલોક (ગણ) ગયો, તેઓ પરમ સંતોષને પામ્યા. આચાર્ય ભગવંતના ગુણોગાન વર્ણવતા સર્વે પોતપોતાને સ્થાને ગયા. તે વાચક નભોમણિના ત્યાં આવવાથી પ્રતિહત થયેલા પતંગીયા જેવા અન્યતીર્થિકોમાં આ વાત પ્રસરી ગઈ. ત્યારપછી તે અન્યતીર્થિક આચાર્ય ભગવંતના વ્યાખ્યાનાદિ ગુણો વડે ઉત્પન્ન થયેલ અને નિરૂપિત થવા એવા મહિમાને જોઈને બધાં ભેગા મળીને વિચારવા લાગ્યા કે, આ આચાર્યને વાદમાં પરાજિત કરીને તેને તૃણ કરતા પણ હલકા કરી દઈએ. આ પ્રમાણે તેઓ એક વાકયતાને અંતરમાં સારી રીતે સ્થાપીને આચાર્યની પાસે એકઠાં થયા. આચાર્ય વડે પણ અપ્રતિમ પ્રતિભાની ગુરતાથી ઉત્પન્ન એવી વાદલબ્ધિ સંપન્નતા વડે નિપુણ હેતુ અને દૃષ્ટાંત ઉપન્યાસથી યુક્ત એવી વાણીથી વિદ્વર્જનોની સભા મધ્યે તેઓને અનુત્તર કરી દીધા. ત્યારપછી પારમેશ્વર પ્રવચન ગોચર અને સમુલ્લસિત એવો તેમની કીર્તિનો કોલાહલ ઉત્પન્ન થયો. પરતીર્થિકોનો પરમ પરાભવ થયો. શ્રમણોપાસક વર્ગ પ્રમોદરૂપી અમૃતના મેઘમાં નિમગ્ન થયો. તેમના કારણે વિશેષ પ્રકારે મહાન એવી તીર્થ પ્રભાવના સંપાદિત થઈ. ત્યારપછી તે વાચક કેટલોક કાળ સુધી તે ગામને પ્રકૃષ્ટ બોધ આપીને મિથ્યાત્વરૂપી નિદ્રાનું વિદારણ કરીને ભવ્ય પ્રાણીઓના ચિત્ત સ્વસ્થ કરીને અન્ય સ્થાને વિહાર કર્યો. સૂર્યની જેમ તેમનો અન્યત્ર પણ પ્રભાવ જોઈને તે પરતીર્થિકો ઘવળની જેમ અંધવત્ બનીને ઘોર ધૂત્કાર કરતા (જિન) પ્રવચનનો અવર્ણવાદ કરવા લાગ્યા. શ્રાવકોને પણ કહેવા લાગ્યા કે, ઓ ! શ્વેતાંબર–ઉપસકો ! હજી જો તમારે કોઈ કંડૂલમૂખવાદી હોય તો તેને અમારી સાથે વાદ કરવાને મોકલો. ત્યારે શ્રાવકે પણ જવાબ આપ્યો – શું તમે તેં ભૂલી ગયા કે હમણાં જ તમારો પરાભવ કરાયો હતો તે બધી વાત ભૂલી ગયા છો કે, આ પ્રમાણે અનાત્મજ્ઞ થઈને અસમંજસ પ્રલાપ કરો છો ? તો પણ તમે કહો છો તેમ કરીએ. કોઈ વાચક કે ગણિને અમે મોકલીએ છીએ પછી તમારું જે થવાનું હોય તે થાઓ. હવે એક વખત પોતાના પાંડિત્યના અભિમાનથી ત્રણ ભુવનને પણ તૃણ સમાન માનતા તું–તાંડવ આડંબરથી વાચસ્પતિ પણ મૂકપણાનું આકલન કરતા ત્યાં આવ્યા. તે કેટલાંક શિષ્યોથી પરિવરેલા ઉત્સારકલ્પિક વાચક નામે હતા. ત્યારે પ્રમુદિત થયેલા શ્રાવકો અન્યતીર્થિકોની પાસે ગયા. તેમની પાસે નિવેદન કર્યું કે, તમે અમારી સાથે વાદ કરવાની પ્રાર્થના કરી હતી. અમે પણ કહેલું કે, ભલે તેમ થાઓ. જ્યારે વાચકવર અત્રે પધારશે ત્યારે તમને અભિપ્રેત એવું બધું જ કરીશું. તો હવે આ વાચક પધાર્યા છે. હવે તેમની સાથે તમે વાદ ગોષ્ઠી કરો. એ પ્રમાણે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરીને તે શ્રાવકો પોતાના સ્થાને ગયા. તે અન્યતીથિંકાએ પ્રાચીન પરાભવના ભયથી ભ્રાંત થઈને એક પ્રચ્છન્ન વેશધારી Page #71 -------------------------------------------------------------------------- ________________ ૭૦. આગમ કથાનુયોગ-૪ પ્રત્યપ્રેક્ષકને – “વાચકની સહદય શાસ્ત્રપરિકર્ષિત મતિ અને વાણી છે કે નહીં તે જાણવાને માટે મોકલ્યો. તેણે આવીને તે ઉત્સારકલ્પિક વાચકને પ્રશ્ન કર્યો – પરમાણુ પુદગલને કેટલી ઇન્દ્રિયો હોય છે ? તેણે જ્યારે આ પ્રમાણે પૂછ્યું ત્યારે પલ્લવગ્રાહી પાંડિત્યની જેમ કંઈક શીઘ્રતયા ગ્રહણ કરેલ હોય તેમ યથોક્ત અવ્યભિચારિ વિચાર બહિર્મુખતા વડે તેમણે ચિંતવ્યું કે આ પરમાણુ યુગલ લોકના એક ચરમાંતથી બીજા ચરમાંત સુધી એક જ સમયમાં જાય છે, તેથી નિશ્ચિતપણે તે પંચેન્દ્રિય છે. તે સિવાય તેને આવી ગમનવીર્યલબ્ધિ કઈ રીતે સંભવે ? આ પ્રમાણે (ઉતાવળે) મનોમન નિર્ણય કરી, તુરંત ઉત્તર આપી દીધો કે, હે ભદ્ર ! પરમાણુ પુલને પાંચ ઇન્દ્રિયો હોય છે. ત્યારે વાચકવરના આવા પ્રકારના નિર્વચનને અવધારીને તે પુરુષ પાછો ફરીને અન્યતીર્થિકોની પાસે ગયો. તેઓની પાસે સમગ્ર સ્વરૂપ જણાવી દીધું. ત્યારે તેઓએ પોતાના મનમાં વિચાર કર્યો કે, નક્કી આ શરઋતુના વાદળોની જેમ કેવલ બાહ્યરૂપે જ ગર્જે છે. અંતઃકરણથી તો તુચ્છ જ છે. આ પ્રમાણે વિમર્શ કરીને એકઠા થયા. ઘણાં બધાં લોકોને એકઠા કરીને તેઓ વાચકની પાસે ગયા. પોતાની તુચ્છતાથી સુભિત થયેલા તેમણે આવેલ સમુદાયને નીહાળ્યો. પોતે પરસેવાથી રેબઝેબ થઈ ગયા. કેમકે અન્યતીર્થિકોનો આવો આડંબર તે સહન કરી શક્યા નહીં. ત્યારે અભિમત પક્ષવિશેષને ગ્રહણ કરતા અન્યતીર્થિકોનો દસ્તર પ્રશ્નોને વહન કરવા સમર્થ ન બન્યા, પ્રશ્નોના ઉત્તર પણ આપી ન શક્યા. કિંચિત્ માત્ર પણ પ્રતિવચન કહેવા અસમર્થ રહ્યા. ત્યારે તે મિથ્યાષ્ટિ વડે – “અમે જીતી ગયા – જીતી ગયા” એવો કલકલ શરૂ થઈ ગયો. એ રીતે પ્રવચનની મલિનતા ઉત્પન્ન થઈ. શ્રમણોપાસકોના વદનકમળ પ્લાન થઈ ગયા. યથાભદ્રક લોકો વિપ્રતિપન્ન થયા. આ રીતે પૂર્વે કોઈ વાચકે અન્યતીર્થિકોના માનનું મર્દન કરેલ. ત્યારપછી ઉત્સાર વાચક આવ્યા ત્યારે પ્રતિમાન મર્દન થયું. કેમકે બહુજન મધ્યે ઉત્સાર વાચકવાદમાં નિરુત્તર કરાયા – પરાજય પામ્યા. તીર્થની પણ અપભ્રાજના થઈ. અભિનવધર્મીઓ (અન્યધર્મીઓ) મનમાં વિચારવા લાગ્યા કે, જ્યારે વાચક પણ બીજાને નિર્વચન કરવા માટે – પ્રત્યુત્તર આપવા માટે સમર્થ નથી, તો નક્કી તેઓના તીર્થંકરને પણ સખ્ય વસ્તુતત્વનું પરિજ્ઞાન હશે નહીં. અન્યથા કેમ આવા પ્રકારે વ્યામોહ પામ્યા ? આ પ્રમાણે વિપરિણામથી મિથ્યાત્વગમન થાય. (આ મિથ્યાત્વ દર્શનનું દષ્ટાંત છે.) ૦ આગમ સંદર્ભ :ઉ.ભા. ૭૧૭ + ; – – ૪ – ૦ એણેયક કથા : ભગવંત મહાવીરની પાસે આઠ રાજાઓ મુંડિત થઈને, ગૃહવાસનો ત્યાગ કરીને અણગાર પ્રવ્રજ્યા અંગીકાર કરી, તે આઠમાંના એક રાજાનું નામ એણેયક હતું. (જો કે વૃત્તિકાર મહર્ષિ અભયદેવસૂરિ જણાવે છે કે તેઓ એણેયક ગોત્રવાળા હતા, તેઓ કેતકાદ્ધ જનપદની શ્વેતાંબી નગરીના રાજા પ્રદેશી નામના શ્રમણોપાસકના કોઈ નિજક – Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૭૧ સ્વજન એવા રાજર્ષિ હતા. તે રાજાએ સંસારનો ત્યાગ કર્યો. ભગવંત મહાવીરના શિષ્ય બન્યા હતા. (તેનાથી વિશેષ માહિતી મળતી નથી.) ૦ આગમ સંદર્ભ :ઠા. ૭૩૨ + વૃક – ૪ – ૪ – ૦ કાષ્ઠમુનિ કથા : કાષ્ઠ નામનો કોઈ શ્રેષ્ઠી એક નગરમાં રહેતો હતો. તેને વજ નામે પત્ની હતી. તેની નજીકમાં દેવશર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. કોઈ વખતે તે કાષ્ઠશ્રેષ્ઠી દિગ્યાત્રાએ ગયો. ત્યારે તેની પત્ની વજા તે દેવશર્મા બ્રાહ્મણમાં આસક્ત બની. તેમના ઘરમાં ત્રણ પક્ષીઓ હતા. પોપટ, મેના અને કુકડો. કાષ્ઠ શ્રેષ્ઠી તે ત્રણેને ઘેર રાખેલા. તે દેવશર્મા બ્રાહ્મણ રાત્રિના આવતો હતો. ત્યારે મેના બોલી કે તે જ્યાં આપણો પિતા (માલિક) છે કે તેનાથી બીવું જોઈએ ? ત્યારે પોપટે તેને અટકાવીને સમજાવ્યું કે જે માતાને પ્રિય છે તે જ આપણો પિતા (માલિક) કહેવાય. પરંતુ તે મેનાએ આ વાત સ્વીકારી નહીં અને તેણી દેવશર્મા બ્રાહ્મણને આક્રોશ કરવા લાગી. ત્યારે વજાએ તે મેનાને મારી નાંખી પણ પોપટને માર્યો નહીં. કોઈ વખતે કોઈ સાધુ ભિક્ષાર્થે તે ઘરે આવ્યા. તેણે એક કુકડાને જોયો. પછી દિશાવલોક કરીને બોલ્યા – જે આ કુકડાનું મસ્તક ખાય, તે રાજા થાય. આ વાત અંદર રહેલા દેવશર્મા બ્રાહ્મણે ગમેતેમ પણ સાંભળી લીધી. તેણે વજાને કહ્યું કે, તું આ કુકડાને મારી નાખ મારે તેને ખાવો છે. ત્યારે વજાએ કહ્યું, બીજા કુકડાને લાવ. આ કુકડો મારા પુત્રને ઘણો જ પ્રિય છે. એ રીતે તે બ્રાહ્મણના અતિ આગ્રહથી તેણીએ કુકડાને મારી નાંખ્યો. એટલામાં તે નહાવા ગયો. તેટલામાં શાળાએથી વજાનો પુત્ર આવ્યો. ત્યારે તેણીએ કુકડાનું માંસ પકાવેલ હતું. હવે તે બાળક ભૂખને કારણે કંઈક ખાવા માટે રડવા લાગ્યો, ત્યારે માતાએ તે પુત્રનું કુકડાનું મસ્તક ખાવા માટે આપી દીધું. તેટલામાં પેલો બ્રાહ્મણ ત્યાં આવ્યો. વાસણમાં પકાવાયેલ કુકડાનું મસત્ય શોધવા લાગ્યો. ત્યારે વજાએ કહ્યું કે, કુકડાનું મસ્તક તો મારા પુત્રને ખાવા આપી દીધું. ત્યારે બ્રાહ્મણ રોષાયમાન થયો. કુકડાનું મસ્તક ખાવા માટે તો મેં તેને મારી નાંખવા કહ્યું હતું. કેમકે જે તેનું મસ્તક ખાય તે રાજા થવાનો છે. તે મનમાં કંઈ વિચારવા લાગ્યો. ત્યારે ઘરની દાસીએ આ વાત સાંભળી, તે બાળકને લઈને ત્યાંથી પલાયન થઈ ગઈ. તેણી અન્ય નગરમાં પહોંચી. તે નગરમાં અપુત્રીઓ રાજા મરણ પામેલો હતો. ત્યારે કોઈ અશ્વને છુટો મૂક્યો. આ અશ્વ જેના પર કળશ ઢોળે તેને રાજ્ય આપવું. તે અશ્વે તે બાળકને પરિસિંચિત કર્યો. ત્યારપછી તે બાળક રાજા થયો. આ તરફ પેલો કાષ્ઠશ્રેષ્ઠી દિગયાત્રાએથી પાછો ફર્યો. પોતાના ઘરમાં પડોશી દેવશર્મા બ્રાહ્મણને જોયો. તેણે તેની પત્નીને પૂછયું. ત્યારે તેણીએ કંઈ જવાબ ન આપ્યો. પોપટને પાંજરામાંથી મુક્ત કર્યો ત્યારે તેણે બ્રાહ્મણ આદિ સર્વ પ્રબંધ શ્રેષ્ઠીને જણાવ્યો. Page #73 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૪ તે શ્રેષ્ઠી સંસારના સ્વરૂપથી ખેદ પામ્યો. તેને થયું કે, અરેરે ! મેં આ પત્નીને માટે આટલું દુઃખ વેઠ્યું, આ આવી નીકળી ? ત્યારે કાષ્ઠ શ્રેષ્ઠીએ દીક્ષા અંગીકાર કરી. ૭૨. ત્યારપછી તે બ્રાહ્મણ અને શ્રેષ્ઠી પત્ની જ્યાં તે પુત્ર રાજા થયો હતો, તે નગરમાં ગયા, કાષ્ઠમુનિ પણ વિહાર કરતાકરતા તે જ નગરે પહોંચ્યા. તેણી તેમને ઓળખી ગઈ, તેથી ભિક્ષામાં સુવર્ણનું દાન આપી હર્ષ પામી. લઈને રાજા પાસે આવ્યા. ધાત્રી તેમને ઓળખી ગઈ. રાજાએ પિતાને ભોગ માટે નિમંત્રણ આપ્યુ. કાષ્ઠમુનિ પુનઃ ભોગની ઇચ્છા કરતા ન હતા. તેમણે પ્રતિબોધ પમાડીને રાજાને શ્રાવક બનાવ્યો. ઇત્યાદિ. e (પારિણામિકી બુદ્ધિના વિષયમાં આ દૃષ્ટાંત આપેલ છે.) ૦ આગમ સંદર્ભ = આવ.નિ. ૯૪૯ + ; ૦ કઠિયારાની કથા ઃ * = X – ૦ આગમ સંદર્ભ : ઠા. ૮૯૮ની વૃ; (૦ કઠિયારો એ ખરેખર કોઈનું નામ નથી. પણ ઓળખ છે. ૦ અભયકુમારની બુદ્ધિના સંદર્ભમાં આ દૃષ્ટાંત જોવા મળે છે.) કોઈ વખતે એક કઠિયારા પુરુષે સુધર્માસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. તે જ્યારે ભિક્ષા ગ્રહણ કરવા માટે નીકળ્યા, ત્યારે લોકો તેની નિંદા કરતા કહેવા લાગ્યા કે, આ જો તે કઠિયારો જાય, તેણે દીક્ષા લીધી છે, તેણે શિષ્યભાવથી આચાર્ય ભગવંતને વાત કરી. મને અન્યત્ર લઈ જાઓ. હું આવા આક્રોશવચન સહન કરી શકતો નથી. આચાર્ય ભગવંતે અભયકુમારને વાત કરી કે, અમે અહીંથી હવે વિહાર કરીએ છીએ. ત્યારે અભયકુમારે કહ્યું કે, કેમ, આ ક્ષેત્ર માસકલ્પ કરવાને યોગ્ય પણ નથી ? જેથી અન્યત્ર વિહાર કરો છો ? આચાર્ય ભગવંતે કહ્યું કે, આ શિષ્યના નિમિત્તે મારે વિહાર કરવો જરૂરી છે. અભયે કહ્યું કે, તમે વિશ્વસ્ત થઈને રહો. હું લોકોને કોઈ ઉપાય કરી નિવારીશ. બીજે દિવસે ત્રણ કોડી સુવર્ણ સ્થાપીને નગરમાં ઉદ્ઘોષણા કરાવી કે અભયકુમાર દાન દઈ રહ્યો છે. જે અગ્નિ–પાણી–સ્રીનો ત્યાગ કરે તેને હું આ ત્રણ કરોડ સુવર્ણ આપીશ. ત્યારે લોકો કહેવા લાગ્યા કે જો અગ્રિ—પાણી–સ્રી એ ત્રણે ન રહે તો આ સુવર્ણમુદ્રાને શું કરવાનું ? ત્યારે અભયે લોકોને કહ્યું કે, તો પછી આ કઠિયારાને કેમ કહો છો કે, ‘‘તે ગરીબ હતો માટે દીક્ષા લીધી છે.'' જે ધનહીન હોવા છતાં પ્રવ્રુજિત થયો, તેણે પણ આ ત્રણ કોડી સુવર્ણનો ત્યાગ તો કર્યો જ ને ? ત્યારે લોકોએ કહ્યું કે, તમારી વાત સાચી છે. એ રીતે તે કઠિયારા મુનિ પણ સંયમમાં સ્થિર થયા. આવ.યૂ.૧-૪ ૫૫૮; — X - X દસ.યૂ.૫ ૮૩, ૮૪; ૦ કૃષ્ણ આચાર્ય કથા ઃ રથવીરપુર નામે નગર હતું. ત્યાં દ્વીપક નામે એક ઉદ્યાન હતું. ત્યાં આર્યકૃષ્ણ નામે Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા આચાર્ય સમવસર્યા. તે નગરમાં એક શિવભૂતિ સહસ્રમલ રહેતો હતો. (શિવભૂતિની કથા નિહ્નવમાં આપેલ છે અહીં માત્ર આચાર્ય કૃષ્ણ સાથે સંકડાયેલ તે કથાના અંશ જ નોંધેલ છે.) કોઈ રીતે શિવભૂતિ ભટકતો ભટકતો ઘેર આવ્યો ત્યારે તેને ઘરમાં પ્રવેશ ન મળતા આશરો શોધવા નીકળ્યો. તે વખતે જ્યાં આર્યકૃષ્ણ હતા ત્યાંના ઉપાશ્રયના દ્વાર ઉઘાડા જોઈને શિવભૂતિ ત્યાં આવ્યો. તેણે દીક્ષા આપવા માટે વિનંતી કરી, આર્ય કૃષ્ણાચાર્યે તેની વાત સ્વીકારી નહીં. પણ તેણે સ્વયં લોચ કર્યો ત્યારે આચાર્યએ તેમને વેશ આપ્યો. કોઈ વખતે તે રત્નકંબલ લાવ્યો, કૃષ્ણાચાર્યે “આ યતિને ન કલ્પ' એમ કહીને ફાળીને તેની નિષદ્યા કરી દીધી. વળી કોઈ વખતે કૃષ્ણાચાર્યે વાંચના આપતા જિનકલ્પીનું વર્ણન કર્યું. ત્યારે શિવભૂતિએ પૂછ્યું કે, તો આપણે કેમ જિનકલ્પીપણાનું પાલન કરતા નથી ? ત્યારે આર્ય કૃષ્ણાચાર્યે કહ્યું કે, હાલ જિનકલ્પીપણાનો વિચ્છેદ છે તો પણ શિવભૂતિ તે ન માન્યા ત્યારે આચાર્ય ભગવંતે સમજાવ્યું કે, પરિગ્રહના સદ્ભાવમાં નહીં પણ તેની મૂર્છાને કારણે, કષાય, ભયાદિને કારણે ઘણાં દોષનો સંભવ છે ઇત્યાદિ. જિનેશ્વરો પણ બધાં એક વસ્ત્રસહિત નીકળેલા પણ શિવભૂતિ ન માન્યોને નિહવ થયો. ૦ આગમ સંદર્ભ : નિસી.ભા. ૫૬૦૯; આવ.ચુ.૧-પૃ. ૪૨૭; --- ૭૩ × આ.નિ. ૭૮૩માં ભા. ૧૪૬; ઉત્તનિ ૧૭૮ + ; • કૃતપુણ્ય કથા ઃ સામાયિકની પ્રાપ્તિ જે ભિન્ન ભિન્ન નિમિત્તોથી થાય છે, તેમાં એક નિમિત્ત સુપાત્રદાન પણ છે. આ સુપાત્ર દાનના પ્રભાવથી પ્રવ્રજ્યા—સ્વર્ગ અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થવાના વિષયમાં આ કથા છે. ૦ કૃતપુણ્યનો પૂર્વભવ - (શ્રીપુર નામના નગરમાં) એક ગોવાલણ રહેતી હતી. તેને એક પુત્ર હતો. તે નગરના લોકોએ ઉત્સવ નિમિત્તે ખીર રાંધી હતી. ત્યારે નજીકના ઘરોમાં તે ગોવાળપુત્ર બીજા બાળકોને ખીરનું ભોજન કરતા જોયા ત્યારે તે બાળકે માતાને કહ્યું કે, હે માતા ! મને પણ ખીર બનાવી આપ. ગોવાલણ પાસે તેવી કોઈ સામગ્રી ન હોવાથી દુઃખી થઈને રડવા લાગી. ત્યારે તેની સખીઓએ પૂછયું કે તું કેમ રડે છે ? ઘણાં જ આગ્રહથી પૂછતા તેણીએ કહ્યું કે, મારા પુત્રને ખીર ખાવી છે, પણ હું ક્યાંથી લાવીને આપું ? તે સખીઓએ તેણી પ્રત્યેની અનુકંપાથી બીજા—બીજા પાસેથી લાવી—લાવીને તેણીને દૂધ, શાલિ, ચોખા આદિ સામગ્રી આપી. ત્યારે તે ગોવાલણે ખીર પકાવી. ત્યારપછી સ્નાન કરીને આવેલા તેના પુત્રની પાસે તેણીએ ઘી–મધ આદિથી યુક્ત એવા ખીરનો થાળ ભરીને સ્થાપ્યો. અર્થાત્ ખીર આપી. તે જ વખતે માસક્ષમણના પારણે આહારાર્થે નીકળેલા કોઈ સાધુ ત્યાં પધાર્યા. જેટલામાં તે ગોવાલણ બહાર ગઈ તેટલામાં તેના પુત્રે ખીરના ત્રણ ભાગ કર્યા. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૪ આગમ કથાનુયોગ-૪ પછી તે બાળકે મને પણ કંઈક ધર્મ થાય તેવી બુદ્ધિથી તે ખીરના ત્રણ ભાગમાંથી એક ભાગ સાધુને આપ્યો (વહોરાવ્યો). ફરી તેને વિચાર આવ્યો કે, આ ખીર તો ઘણી થોડી છે. આટલામાં આ કૃશકાય તપસ્વીનું શું થશે ? ત્યારે ફરી એક ભાગ ખીર પણ વહોરાવી દીધી. ફરી પણ તે બાળકને વિચાર આવ્યો કે જો આ સાધુ (આહારપૂર્તિ માટે) બીજા કોઈ ખાટા પદાર્થ કે તેવું કંઈક નાખશે તો આ ખીર નાશ પામશે. ત્યારે ત્રીજી બાકી રહેલા ભાગની ખીર પણ વહોરાવી દીધી. એ રીતે બધી જ ખીર સાધુને આપી દીધી. ત્યારે તે દ્રવ્યશુદ્ધ, દાયકશુદ્ધ, ગ્રાહકશુદ્ધ આવી ત્રણ પ્રકારની શુદ્ધિ મન, વચન, કાયા વડે થવાથી તે દાનના પ્રભાવે તેણે દેવનું આયુ બાંધ્યું. ત્યારે માતાએ આવીને જોયું તો તેણીએ માન્યું કે આ બાળકે ખીર ખાઈ લીધી છે. ફરીથી બીજી ખીર તેની થાળીમાં ભરી દીધી. અતી રંક–ભૂખ્યા માણસ માફક તેણે પેટ ભરીને ખીર ખાધી. તે રાત્રિએ તેને ખીર ન પચવાથી તે બાળક મૃત્યુ પામ્યો. મરીને દેવલોકે ગયો. ૦ કૃતપુણ્ય રૂપે જન્મ અને ગણિકાના ઘેર રહેવું : દેવલોકનું આયુ પૂર્ણ કરી, ત્યાંથી ચ્યવને તે રાજગૃહનગરમાં ઘણાં ધનાઢ્ય એવા ધનાવહ શ્રેષ્ઠીની ભદ્રા નામની ભાર્યાની કુક્ષિમાં ઉત્પન્ન થયો. પૂર્ણ સમયે તેનો જન્મ થયો. તે બાળક ગર્ભમાં હતો ત્યારે તેની માતાને થયું કે, આ કોઈ પૂર્વના કૃત–પુણ્યથી ઉત્પન્ન થયેલો છે. ત્યારે તેનો જન્મ થયા બાદ તેનું “કૃતપુણ્ય” એવું નામ રાખ્યું. કાળક્રમે તે બાળક મોટો થયો. તેણે સર્વ કળા ગ્રહણ કરી. ત્યારે (ધન્યા સાથે) પરણ્યો. (કૃતપુણ્યને સાધુસંગતમાં વિશેષ રહેતો જોઈને તથા વિષયથી વિમુખ જાણીને) ભદ્રા માતાએ તેને દુર્લલિત ગોષ્ઠીમાં મૂક્યો. પછી તે ગણિકાના ઘેર ગયો. ત્યાં રહેતારહેતા તેના બાર વર્ષ પસાર થઈ ગયા. ધીરે ધીરે તેનું બધું જ દ્રવ્ય તે ગણિકા પાછળ વપરાઈ જતા, નિર્ધનકુળયુક્ત થઈ ગયો. તો પણ તે ગણિકાનું ઘર છોડતો ન હતો. તેના માતાપિતા પણ મૃત્યુ પામ્યા. છેલ્લે દિવસે તેની પત્નીએ પોતાના ઘરેણાં પણ મોકલી આપ્યા. ત્યારે તે ગણિકાની માતાએ જાણ્યું કે, હવે આ કૃતપુણ્યમાં કંઈ સાર નથી, તેનું ધન ખલાસ થયું છે. - ત્યારપછી ગણિકા તેના પર ધૂળ વગેરે નાંખી કૃતપુણ્યનું અપમાન કરવા લાગી. ગણિકા માતાએ તે ગણિકાને કહ્યું કે, હવે આને ઘરમાંથી કાઢી મૂક. ગણિકાને તે વાત યોગ્ય ન લાગી. તો પણ તેને ઘરમાંથી બહાર કાઢ્યો. ત્યારે કૃતપુણ્ય ત્યાંથી નીકળી બહાર ઊભો હતા. ત્યારે દાસીએ તેને કહ્યું. તને અહીંથી બહાર કાઢી મૂક્યો છતાં તું અહીં ઊભો છે ત્યારે તે પોતાના તદ્દન પડી ગયેલા એવા ઘેર ગયો. ત્યારે તેની પત્ની ઉતાવળી ઊભી થઈ. ત્યારે તેણે પોતાની પત્નીએ કહ્યું (પૂછ્યું, આ બધું શું બની ગયું ? તેણીએ સર્વ વૃત્તાંત જણાવ્યો. શોક વ્યાપ્ત કૃતપુણ્યએ પૂછયું કે, ઘરમાં હવે કંઈ રહ્યું છે ખરું? તો હું બીજે કયાંક જઈને વ્યાપાર કરી ધન કમાઉં. ત્યારેં જે આભરણના ગણિકાની માતાએ હજાર મૂલ્ય આપેલા, તે તેને દેખાડ઼યા. તે દિવસે કોઈ સાથે કોઈ બીજા દેશમાં જવાને તૈયાર થયો હતો. ત્યારે કૃતપુણ્ય કંઈક Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૭૫ અલ્પ કરિયાણું લઈ તે સાર્થની સાથે નીકળ્યો. પછી દેવકુલિકાની બહાર ખાટલો પાથરીને સૂતો હતો. આ સમયે કોઈ અન્ય વણિકની માતાને સમાચાર મળ્યા કે તેના પુત્રનું વહાણ ભાંગી ગયું છે અને તેનો પુત્ર મરણ પામ્યો છે, ત્યારે તે વણિકમાતાએ તેને દ્રવ્ય આપીને કહ્યું કે, હવે આ વાત તું બીજા કોઈને કરતો નહીં. ત્યારપછી તે વણિકમાતા વિચારવા લાગી કે, મારે કંઈક ઉપાય કરવો જોઈએ, અન્યથા મારું બધું જ દ્રવ્ય રાજકૂળે લઈ જવાશે. મને અપુત્રીક જાણી રાજા બધુ જ ધન હરણ કરી લેશે. તે જ રાત્રે તે સાથે ત્યાં આવ્યો. ૦ કૃતપુણ્યનું વણિક ખાતા દ્વારા અપહરણ : તેણીએ વિચાર્યું કે, જો આમાં કોઈ અનાથ મને જોવા મળે તો તપાસ કરું. ત્યારે તેણીએ આ કૃતપુણ્યને જોયો. તેને સમજાવી-પટાવી પોતાને ઘેર લાવી. પોતાના મૃતપુત્રની ચારે પત્નીઓને સમજાવી દીધું કે તમારે આની તમારો પતિ હોય તે જ રીતે ભક્તિ કરવી. જ્યાં સુધી તમને ચારેને પુત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ જ તમારો પતિ થાઓ. ત્યારે ચારે પુત્રવધૂએ તે વાત સ્વીકારી. પછી – “હે સ્વામી ! આપ ચિરકાળ પર્યત જયવંતા વર્તા “ઇત્યાદિ વચનો કહેવા લાગી. ત્યારે તે વણિકમાતા પણ, પુત્રને ગળે લગાડી રડવા લાગી. આ રીતે તે ચારે પુત્રવધૂઓ સાથે ભોગ ભોગવતા તેના બાર વર્ષો વીતી ગયા. અનુક્રમે પેલી ચારે સ્ત્રીઓને ગર્ભ રહ્યો તે ચારેએ પુત્રને જન્મ આપ્યા. ત્યારપછી તે વણિક માતાએ કહ્યું કે, હવે તમોને ચારેને પુત્ર થયા છે, હવે રાજા આપણું ધન હરણ કરી શકશે નહીં. માટે આ યુવાનને તમે જ્યાંથી લાવ્યા હતા ત્યાં મૂકી આવો. તે ચારે સ્ત્રી આ વાત સ્વીકારવા તૈયાર ન હતી, તો પણ પરાણે તેમને ઉત્સાહ વાળી કરી. પછી તે કૃતપુણ્યને માર્ગમાં ભાતાને માટે ચાર મોદક બનાવી દીધા. દરેક મોદકમાં એકેક રત્ન મૂકી દીધું. (ચારે મોદક તેના એક વસ્ત્રના છેડે બાંધી દીધા.) કૃતપુણ્યને કંઈક પીવડાવી, નિદ્રાધીન કરી, તે જ દેવકૂલિકાની બહાર મૂકી આવ્યા, તેના મસ્તક પાસે મોદકનું ભાતુ મૂકી દીધું. ૦ કૃતપુણ્યનું નિજગૃહે આગમન : કૃતપુણ્ય ઠંડા પવનના સ્પર્શથી જાગ્યો, સવાર પણ થઈ ગઈ. તે જે સાથે સાથે નીકળેલો તે સાર્થ પણ બરાબર બાર વર્ષ પછી, તે જ દિવસે ત્યાં આવ્યો. સંઘનું આગમને જાણીને કૃતપુણ્યની પત્નીએ તેને લેવા માટે કોઈને મોકલ્યા. તેઓ કૃતપુણ્યને લઈને ઘેર આવ્યા. તેની પત્ની ઉતાવળે ઉઠી ત્યાં આવી. તેના પાસેનું ભાતું લઈને કૃતપશ્યને ઘરમાં લઈ ગઈ. તેને અમ્પંગનસ્તાન આદિ કરાવ્યા. કૃતપૂણ્ય ગયો ત્યારે તેની પત્ની ગર્ભિણી થયેલી હતી. તેણીએ પણ પુત્રને જન્મ આપેલ. તે પુત્ર પણ અગિયાર વર્ષ પૂરા કરેલા. તે પુત્ર શાળાએથી રડતા-રડતો ઘેર આવેલો. તે કહેવા લાગ્યો – હે માતા ! મને કંઈક ભોજન આપ. મારા ઉપાધ્યાયે મારું ભોજન લઈ લીધું. ત્યારે તેણીએ ભાતામાં રહેલા એક મોદકને તે પુત્રને ખાવા માટે આપ્યો. તે બાળક તે મોદક ખાઈ રહ્યો હતો ત્યારે Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૬ આગમ કથાનુયોગ-૪ તેમાંથી એક રત્ન નીકળ્યું. તે રત્નને એક કંદોઈએ જોયું. તે રત્ન પાણીમાં પડતા પાણીના બે ભાગ થઈ ગયા. કંદોઈએ તેને ઉત્તમ રત્ન જાણીને બે લાડુ આપી બદલામાં લઈ લીધું. કૃતપુણ્ય પણ જમીને મોદક ભાંગ્યો, તેણે પણ મોદકમાં રહેલ રત્નને જોયું. રાજ્યના કરના ભયથી મૂકી રાખ્યા. કોઈ વખતે શ્રેણિક રાજાનો સેચનક નામનો હસ્તિ ગંગાનદીમાં પાણી પીવા તથા સ્નાન કરવાને ગયો હતો. તેને કોઈ મગરમચ્છ પકડી રાખીને રૂંધ્યો, તેથી તે નીકળી શક્યો નહીં. તે જાણીને રાજા ઘણો ખેદ પામ્યો. ત્યારે અભયકુમારે કહ્યું કે, જો જલકાંતમણી હોય તો, તેને પાણીમાં મૂકવાથી પાણીના બે ભાગ પડી જશે અને મગરમચ્છ હાથીને છોડી દેશે. તે રાજકૂળમાં તો ઘણાં બધાં મણી હતા. તેમાં જલકાંત મણિ શોધવા જાય તો ઘણો બધાં સમયે તે મણિ પ્રાપ્ત થઈ શકે. તેથી તેણે આ પ્રમાણે પટડ વગડાવ્યો કે જો કોઈ જલકાંત મણિ આપશે, તો રાજા તેને અડધુ રાજ્ય તથા તેમની કુંવરી પણ આપશે ત્યારે પેલો કંદોઈ કે જેણે બાળક પાસેથી મણિ પડાવી લીધેલ હતો, તેણે તે મણિ આપ્યો. તે મણિ નદીમાં ફેંકતાની સાથે પાણીના બે ભાગ પડી ગયા. મગરમચ્છે તુરંત હાથીને છોડી દીધો. હાથીને મુક્ત કરી તે જળચર ત્યાંથી નાસી ગયો. ત્યારપછી રાજા વિચારવા લાગ્યો કે, આ મણિ કોનો હશે ? કંદોઈને પૂછયું કે, આ મણિ કોનો છે? તારી પાસે આ મણિ ક્યાંથી આવ્યો ? ખૂબ જ દબાણ પૂર્વક આજ્ઞા કરી ત્યારે તે કંદોઈએ સાચો જવાબ આપતા કહ્યું કે, કૃતપુણ્યના પુત્રે મને આપ્યું. રાજા આ વાત જાણી સંતુષ્ટ થયો. જો આ રત્ન કૃતપુણ્યનું હોય તો પછી બીજાને ઇનામ કઈ રીતે અપાય ? રાજાએ કૃતપુણ્યને બોલાવીને અર્ધરાજ્ય તથા પોતાની કન્યા આપી. કૃતપુણ્ય તેની સાથે ભોગ ભોગવવા લાગ્યો. ત્યારપછી પેલી ગણિકા પણ તેની પાસે આવી ગઈ. ગણિકાએ કહ્યું કે, આટલા લાંબા કાળ સુધી હું વેણીબંધન વડે જ રહી અર્થાત્ કોઈની સાથે મેં ભોગ ભોગવ્યા નહીં. તમારા માટે બધાં જ વૈતાલિકોની ગવેષણા કરી, ત્યારે મેં તમને અહીં જોયા. ત્યારપછી અભયકુમાર સાથે જેને ગાઢ મૈત્રી થઈ ચૂકી છે, તેવા કૃતપુણ્ય કહ્યું કે, અહીં મારી ચાર સ્ત્રીઓ બીજી પણ છે, પરંતુ મને તેના ઘરની કોઈ માહિતી નથી. ત્યારે અભયકુમારે એક ચૈત્યગૃહ બનાવ્યું. ત્યાં કૃતપુણ્યની સદશ આકૃતિવાળા એક લેપ્યયક્ષની સ્થાપના કરી. નગરમાં ઉદ્ઘોષણા કરાવી કે સર્વે નગરજનોએ આ યક્ષની પૂજા કરવા આવવું. તે ચૈત્યગૃહમાં તેમણે બે વાર કરાવ્યા. એક પ્રવેશ માટે, બીજું નિર્ગમન માટે. ત્યાં અભય અને કૃતપુણ્ય બંને એક કારની નીકટ ઉત્તમ આસને બેસી જોવા લાગ્યા. કૌમુદીભરી વગાડી ફરી આજ્ઞા પ્રવર્તાવી કે પ્રવેશ કર્યા પછી બધાંએ પૂજા કરવી. સર્વે સ્ત્રીઓએ બાળક સહિત આવવું. ત્યારપછી નગરજનો આવવા લાગ્યા. ત્યારે પેલી વણિક માતા પણ પોતાની પુત્રવધૂ અને બાળકો સહિત આવી ત્યારે કૃતપુણ્ય અભયકુમારને જણાવ્યું કે, આ જ તે વૃદ્ધ સ્ત્રી છે, પછી પેલી ચારે સ્ત્રીઓને પણ બતાવી. તેટલામાં કૃતપુણ્ય સદેશ આકૃતિથી Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા – આ પોતાનો પિતા છે તેમ જાણીને તે બાળકો યક્ષપ્રતિમાના ખોળામાં બેસી ગયા. તેના પરથી નિર્ણય થતાં, અભયકુમારે પેલી વણિક માતાને ધમકાવીને બધો વૃત્તાંત પૂછયો. પછી સાચી વાત જાણી તે ચારે સ્ત્રીઓ પણ કૃતપુણ્યને આપી. એ રીતે કૃતપુણ્યને કુલ સાત સ્ત્રીઓ થઈ. પોતાની પત્ની, રાજાની પુત્રી, ગણિકા અને આ ચાર પુત્રવધૂઓ. એ સાતે સાથે ભોગ ભોગવતો તે કાળ નિર્ગમન કરવા લાગ્યો. તેટલામાં ત્યાં વર્ધમાન સ્વામી પધાર્યા. તે વખતે કૃતપુણ્ય પણ ભગવંતના વંદનને માટે નીકળ્યો. ભગવંતની દેશના બાદ તેણે ભગવંતને વંદના કરીને પોતાને પ્રાપ્ત થયેલ સંપત્તિ અને વિપત્તિ વિશે પ્રશ્ન કર્યો. ત્યારે ભગવંતે તેને તેનો પૂર્વભવ કહ્યો. પછી જણાવ્યું કે, તે ખીરનું દાન ત્રણ કટકે કર્યું, એટલે તને ત્રણ ટુકડે આ સંપત્તિની પ્રાપ્તિ થઈ. ભગવંત મહાવીર પાસેથી પોતાનો વૃત્તાંત સાંભળી કૃતપુણ્યને સંવેગ ઉત્પન્ન થયો. પોતાના મોટા પુત્રને ઘરનો ભાર સોંપીને તેણે શ્રી વીર પરમાત્મા પાસે દીક્ષા ગ્રહણ કરી. કાળ કરી સ્વર્ગે ગયો. આ પ્રમાણે દાનના નિમિત્તથી પણ સામાયિકની પ્રાપ્તિ થાય છે. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૮૪૬, ૮૪૭ + , આવ રૃ.૧–પૃ. ૪૬૭ થી ૪૬૯; ૦ કાર્તિક શ્રમણ કથા : સુરવણગ્રામના શ્રીકાર્તિકાર્ય ઋષિ હતા. તેઓનું શરીર મલિન હતું. રસ્તાની ધૂળ અને પરસેવા આદિથી તેમનું શરીર કાદવમય બન્યું હતું. તેઓ બાહ્ય સ્વરૂપે મલિન હોવા છતાં શરીરના સહજ અશુચિ સ્વભાવના જ્ઞાતા હતા. શીલ અને સંયમગુણના આધાર સમાન હતા. ગીતાર્થ એવા તે મહર્ષિનો દેહ અજીર્ણ બિમારીથી પીડિત હોવા છતાં પણ તેઓ સદાકાળ સમાધિ ભાવમાં રમણ કરતા હતા. કોઈ વખતે કાર્તિકાર્ય રોહિતક નગરમાં પ્રાક આહારની ગવેષણા કરતા હતા. ત્યારે તે ઋષિના પૂર્વના વૈરી એવા કોઈ ક્ષત્રિયે – કુંચ રાજાએ – શક્તિ પ્રહાર વડે વિંધી નાખ્યા. તે વખતે તેમના શરીરનું ભેદન થવા છતાં પણ તે મહર્ષિ એકાંત-વિજ્ઞાન અને તાપરહિત એવી વિશાળ ભૂમિ પર પોતાના દેહનો ત્યાગ કરીને સમાધિ મરણ પામ્યા. (- તે વેદનાને સહન કરતા ઉત્તમાર્થને પામ્યા.) ૦ આગમ સંદર્ભ :ભા. ૧૬૩; સંથા. ૬૭ થી ૧૯; ૪ – – ૦ કપિલમુનિ કથા - તે કાળે, તે સમયે કૌશાંબી નગરીમાં જિતશત્રુ રાજા હતો. ત્યાં કાશ્યપ નામે બ્રાહ્મણ હતો, તે ચૌદ વિદ્યાનો પારગામી હતો. તે રાજા દ્વારા બહુમાન્ય એવો બ્રાહ્મણ હતો. તેને પુરોહિતની વૃત્તિ–આજીવિકા હતી. તે કાશ્યપ બ્રાહ્મણને યશા નામની પત્ની હતી. તે કાશ્યપ અને યશાનો એક પુત્ર હતો, તેનું નામ કપિલ હતું. આ કપિલ બાળક હતો Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૮ આગમ કથાનુયોગ-૪ ત્યારે જ તેના પિતા કાશ્યપ મૃત્યુ પામ્યા હતા. જ્યારે કાશ્યપ પુરોહિતનું મૃત્યુ થયું ત્યારે તેનું પુરોહિત પદ રાજાએ અન્ય કોઈ બ્રાહ્મણને આપી દીધું. તે અશ્વ ઉપર બેસીને મસ્તકે છત્ર ધારણ કરીને નીકળ્યો. તે જોઈને યશા રડવા લાગી, ત્યારે કપિલે તેની માતાને પૂછયું કે, હે માતા ! તું શા માટે રડે છે ? ત્યારે યશાએ જણાવ્યું કે, તારા પિતા પણ આવા પ્રકારની ઋદ્ધિથી નીકળતા હતા. ત્યારે કપિલે પૂછયું કે, હે માતા ! તે કઈ રીતે ? ત્યારે યશાએ કહ્યું કે, કેમકે તેઓ ઘણાં ભણેલા હતા. તેથી તેમને આવી ઋદ્ધિ પ્રાપ્ત થઈ હતી. ત્યારે કપિલે કહ્યું કે, હું પણ ભણીશ, યશાએ જણાવ્યું કે, હે પુત્ર! અહીં ઇર્ષ્યા માત્સર્યને લીધે તને કોઈ ભણાવશે નહીં. તું શ્રાવસ્તી નગરી જા. ત્યાં તારા પિતાના મિત્ર ઇન્દ્રદત્ત નામના બ્રાહ્મણ છે, તે તને શિક્ષણ આપશે. ત્યારે કપિલ તેમની પાસે ગયો. ઇન્દ્રદત્તે પૂછયું કે, તું કોણ છે ? શા માટે આવ્યો છે ? તેણે જે કંઈ ઘટના બની હતી, તે જણાવી. ત્યારપછી તે તેમની પાસે ભણવા પ્રવૃત્ત થઈ ગયો. તે નગરમાં શાલિભદ્ર નામે શ્રેષ્ઠિ હતો. ઉપાધ્યાય ઇન્દ્રદત્ત એ પ્રમાણે વ્યવસ્થા કરેલી કે, પોતે ભણાવશે અને શાલિભદ્ર શેઠને ત્યાં તેને રોજ જમવા મળી રહેશે. કપિલ પણ ત્યાં ભોજન લેતો-લેતો અધ્યયન કરતો હતો. ત્યાં એક દાસી રોજ તેને ભોજન પીરસતી હતી. તે ઘણી હસમુખી હતી. તેણીની સાથે કપિલને પ્રીતિ બંધાણી, તે તે દાસીમાં આસક્ત થયો. તેણીએ કહ્યું, તું મને ખૂબ પ્રિય છે. તારું કોઈ નથી, મારું પણ કોઈ નથી, પેટને માટે આપણે બીજા–બીજાની પાસે રહ્યા છીએ. હવે હું તારી આજ્ઞા પાળીશ. કોઈ વખતે મહોત્સવ આવ્યો. તે દાસી તેની સાથે વિરક્ત થઈ. તેણીને નિદ્રા આવતી ન હતી. કપિલે તેણીને પૂછયું કે, તને કેમ અરતિ–અસુખ થાય છે? દાસીએ કહ્યું કે, દાસી મહોત્સવ આવ્યો છે. પણ મારી પાસે પત્ર-પુષ્પ આદિને માટે નાણાં નથી. સખીજનોની વચ્ચે મારો તિરસ્કાર થાય છે. તે આ સાંભળી દુઃખી થયો. ત્યારે દાસીએ કહ્યું કે, તું વ્યથિત ન થા. અહીં ધન નામનો શ્રેષ્ઠી છે. વહેલી સવારમાં જઈને જે તેને પહેલા આશીર્વચન કહે છે, તેને તે બે માસા (પ્રમાણ) સુવર્ણનું દાન આપે છે. તું ત્યાં જા અને તેને આશીર્વચન કહેજે. ત્યારે કપિલે તે વાત કબૂલ રાખી. ત્યારે લોભથી કપિલે વિચાર્યું કે, મારી બદલે કોઈ વહેલો ત્યાં ન પહોંચી જાય. તે માટે હું ખૂબ જ વહેલી સવારે પહોંચી જાઉ. તે મોડી રાત્રે જ નીકળી ગયો. ત્યારે તેને કોઈ ચોર છે તેમ સમજી કોટવાળ પરષોએ તેને પકડી લીધો અને બાંધીને લઈ ગયા. ત્યારપછી વહેલી સવારે તેને પ્રસેનજિત રાજા પાસે હાજર કર્યો. રાજાએ તેને પૂછયું કે, તું કોણ છે ? આટલો વહેલો કેમ ભટકી રહ્યો હતો ? તેણે જે હતો તે સત્ય વૃત્તાંત જણાવી દીધો. ત્યારે રાજાએ તેના પર દયા ધારણ કરી કહ્યું કે, તારે જે જોઈએ તે હું તને આપીશ, તો બોલ, તારે શું જોઈએ છે ? કપિલે ત્યારે રાજાને જવાબ આપ્યો કે, હું વિચારીને કંઈક માંગીશ. રાજાએ તેને અનુમતિ આપી. તે અશોકવાટિકામાં જઈને વિચારવા લાગ્યો – બે માસા સુવર્ણમાં તે Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા દાસી જ્યાં આભરણ–શાળી વગેરે લઈને મહોત્સવમાં જશે ? આટલા ઓછા ધનથી તેણીનું શું થશે ? તેના કરતા હું કંઈક વિશેષ મૂલ્ય માંગુ. આ પ્રમાણે તે જેમ-જેમ વિચારતો ગયો. તેમ-તેમ તેનો લોભ વધતો ગયો. એ પ્રમાણે એક કરોડ સુવર્ણ મુદ્રા પણ તેની ઓછી જ લાગવા માંડી. તેના કરતા પણ વધારે ધન માંગવાની તેને ઇચ્છા થઈ. આ રીતે વિચારણા કરતા-કરતા તે શુભ અધ્યવસાયમાં લીન બન્યો. તેને થયું કે ખરેખર ! આ લોભ પણ કેવો વિચિત્ર છે? હું ફક્ત બે માસા સુવર્ણ માટે નીકળેલો હતો, હવે મને કદાચ આખું રાજ્ય મળી જાય તો પણ મારો આ લોભ ઘટતો નથી. હું એ પણ ભૂલી ગયો કે, હું તો માત્ર અહીં ભણવા આવેલો હતો. એ પ્રમાણે તે સંવેગ પામ્યો. પછી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે સ્વયંબદ્ધ થયો અર્થાત્ સ્વયં બોધ પામ્યો. પોતાની મેળે જ લોચ કર્યો. દેવતાએ વેશ–ઉપકરણ આદિ આપ્યા. તે લઈને રાજા પાસે આવ્યો. ત્યારે રાજાએ પૂછયું, તે શું વિચાર્યું ? ત્યારે કપિલે કહ્યું કે, જેમ લાભ મળે તેમ લોભ વધે છે. લાભથી લોભવૃદ્ધિ પામે છે. બે માસા સુવર્ણની જરૂર કરોડ સુવર્ણમૂલ્યથી પણ પૂરાતી નથી. ત્યારે રાજાએ હર્ષિત મુખ કરીને કહ્યું કે, હે આર્ય ! તને જોઈએ તો હું કરોડ સુવર્ણમુદ્રા પણ આપવા તૈયાર છું. ત્યારે કપિલ તે કરોડ સુવર્ણમુદ્રાનો ત્યાગ કરીને શમિતપાપ-જેના પાપ શમી ગયા છે તેવો શ્રમણ થયો. છ માસપર્યત છદ્મસ્થરૂપે રહીને કપિલમુનિએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ તરફ રાજગૃહ નગરના માર્ગમાં અઢાર યોજનની અટવીમાં બલભદ્ર આદિ ઇક્કડદાસ નામના ૫૦૦ ચોરો રહેતા હતા. કપિલ કેવલીએ પોતાના જ્ઞાન વડે જાણ્યું કે, આ બધાં સમ્યક્ બોધ પ્રાપ્ત કરે તેમ છે. કપિલ કેવલી ત્યાં ગયા. તે પ્રદેશ પહોંચ્યા. તે વખતે ચોરોના શોધકે તેમને આવતા જોયા. આ કોણ અહીં નજીક આવી રહ્યું છે ? તેમ વિચારતા તેને ખબર પડી કે આ તો કોઈ શ્રમણ આવી રહ્યા છે. આ તો આપણો પરાભવ કરવા આવી રહ્યા છે. એમ માની રોષ વડે તેમને પકડી લીધા. સેનાપતિની નજીક લઈ ગયા. ત્યારે સેનાપતિએ કહ્યું કે, તમે આમને મુક્ત કરો. તેઓ બોલ્યા કે, ચાલો આપણે તેમની સાથે ક્રીડા કરીએ. પછી કપિલ કેવલીને તેઓએ કહ્યું, હે શ્રમણ ! તમે નૃત્ય કરો. ત્યારે મુનિએ કહ્યું કે, વાદ્ય વગાડનારા કોઈ નથી, જો તમે વાદ્ય વગાડો તો હું નૃત્ય કરું. ત્યારે તે ૫૦૦ ચોરોએ તાળીઓ વગાડવાનું શરૂ કર્યું. ત્યારે કપિલ કેવલીએ પણ ગાવાનું શરૂ કર્યું. તે આ પ્રમાણે ગાવા લાગ્યા – તેમાં આ પ્રમાણે બોધ વચનો બોલ્યા અધુવ, અશાશ્વત અને દુઃખબહુલ સંસારમાં એવું કયું કર્મ છે ? કે – જેના કારણે હું દુર્ગતિમાં ન જઉ ? એ પ્રમાણે બધાં જ શ્લોક ગાતા ગયા અને તેને અંતે ફરી–ફરીને કડી વાળતા આ જ પંક્તિ ગાવા લાગ્યા કે, અધુવ–અશાશ્વત. ઇત્યાદિ. જ્યારે કપિલ કેવલીએ આ પ્રમાણે શ્લોકો ગાવાનું શરૂ કર્યું ત્યારે કેટલાંક પહેલો શ્લોક સાંભળતા સખ્યકુબોધ પામ્યા, કેટલાંક બીજો શ્લોક સાંભળી સંબુદ્ધ થયા. એ પ્રમાણે ૫૦૦ ચોરો સમ્યક્ બોધ પામ્યા. કપિલ કેવલીએ કહેલા આ શ્લોકો ઉત્તરાધ્યયન સૂત્રમાં આઠમાં અધ્યયનમાં Page #81 -------------------------------------------------------------------------- ________________ ૮૦ આગમ કથાનુયોગ-૪ ગુંથાયા છે, તેને કાપિલીય અધ્યયન કહેવાય છે. તે આ પ્રમાણે - અધુવ અને અશાશ્વત તથા દુઃખ બહુલ સંસારમાં એવું કયું કર્મ છે, જેને કારણે હું દુર્ગતિમાં ન જાઉં. – પૂર્વ સંબંધોને એક વખત છોડીને પછી કોઈના પર પણ સ્નેહ ન કરવો. સ્નેહ કરનારાની સાથે પણ નેહ ન કરનારા ભિક્ષુ સર્વ પ્રકારે દોષો અને પ્રદોષોથી મુક્ત થઈ જાય છે. - કેવળજ્ઞાન અને કેવળદર્શનથી સંપન્ન તથા મોહમુક્ત કપિલમુનિએ સર્વ જીવોના હિત અને કલ્યાણને માટે તથા મુક્તિને માટે કહ્યું કે મુનિ કર્મબંધનના હેતુસ્વરૂપ બધાં પ્રકારના ગ્રંથ તથા કલહનો ત્યાગ કરે. કામભોગોમાં સર્વ પ્રકારે દોષને જોતાં એવા આત્મરક્ષક મુનિ કામભોગોમાં લિપ્ત ન થાય. આસકિતજનક અભિલાષરૂપ ભોગોમાં નિમગ્ર, ડિત અને નિશ્રેયસમાં વિપરિત બુદ્ધિવાળા, અજ્ઞ, મંદ અને મૂઢ જીવ કર્મોથી એવી રીતે બંધાઈ જાય છે જેવી રીતે શ્લેષ્મમાં માખી ચોંટી જાય છે. કામભોગોનો ત્યાગ દુષ્કર છે, અધીર પુરુષો દ્વારા કામભોગને સહેલાઈથી છોડી શકાતા નથી. પણ જે સુવતી સાધુ છે, તેઓ સમુદ્રને તરી જતા વણિકની માફક દસ્તર કામભોગોને તરી જાય છે. – અમે શ્રમણ છીએ એમ કહેવા છતાં પણ કેટલાંક પશુ સમાન અજ્ઞાની જીવ. પ્રાણવધને સમજતા નથી. તે મંદ અને અજ્ઞાની પાપદૃષ્ટિઓને કારણે નરકમાં જાય છે. – જેમણે સાધુધર્મની પ્રરૂપણા કરી છે, તે આર્ય પુરુષોએ કહ્યું છે કે, જે પ્રાણવધનું અનુમોદન કરે છે, તે ક્યારેય પણ સર્વદુઃખોથી મુક્ત થતા નથી. – જે જીવોની હિંસા કરતા નથી, તે સાધક સમિત કહેવાય છે તેમના જીવનમાંથી પાપકર્મ એ રીતે નીકળી જાય છે, જે રીતે ઊંચે સ્થાનેથી પાણી વહી જાય છે. – સંસારમાં જે કોઈ ત્રસ અને સ્થાવર પ્રાણી છે. તેમના પ્રત્યે મન, વચન, કાયારૂપ કોઈપણ પ્રકારના દંડનો પ્રયોગ ન કરે. – શુદ્ધ એષણાઓને જાણીને ભિક્ષુ તેમાં સ્વયં પોતાને સ્થાપિત કરે– ભિક્ષાજીવી મુનિ સંયમ યાત્રાને માટે આહારની એષણા કરે, પણ રસમાં મૂર્શિત ન બને, (પણ) ભિક્ષુ જીવનયાપનને માટે પ્રાયઃ નિરસ, શીત, જૂના કુભાષ, સારહીન, રુક્ષ અને મંથુબેર આદિનું ચૂર્ણ ભિક્ષામાં ગ્રહણ કરે છે. -- જે સાધુ લક્ષણશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર અને અંગવિદ્યાનો પ્રયોગ કરે છે, તેમને સાધુ કહેવાતા નથી – આ પ્રમાણે આચાર્યોએ કહ્યું છે. – જે વર્તમાન જીવનને નિયંત્રિત ન રાખી શકવાને કારણે સમાધિયોગથી ભ્રષ્ટ થઈ જાય છે, તે કામભોગ અને રસોમાં આસક્ત અસુરકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી નીકળીને પણ તેઓ સંસારમાં ઘણાં કાળ સુધી પરિભ્રમણ કરે છે. ઘણાં અધિક કર્મોથી લિપ્ત હોવાના કારણે તેને બોધિની પ્રાપ્તિ ઘણી દુર્લભ થાય છે. – ધન ધાન્ય આદિથી પ્રતિપૂર્ણ આ સમગ્ર વિશ્વ પણ જો કોઈ એકને આપી Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા દેવામાં આવે, તો પણ તે તેનાથી સંતુષ્ટ નહીં થાય, આ લોભાભિભૂત આત્મા એટલો દુષ્પર છે. - જેમ લાભ થાય છે, તેમ લોભ થાય છે, લાભથી લોભવૃદ્ધિ પામે છે. બે માસા સુવર્ણથી નિષ્પન્ન થનાર કાર્ય કરોડો સુવર્ણમુદ્રાથી પણ પૂર્ણ ન થયું. - જેના હૃદયમાં કપટ છે અથવા જે છાતીમાં ફોડલા રૂપ સ્તનોવાળી છે, જે અનેક કામનાઓ વાળી છે, જે પુરુષને પ્રલોભનમાં ફસાવીને તેને દાસની માફક નચાવે છે, એવા રાક્ષસી સ્વરૂપ સાધના વિદ્યા સુધી સ્ત્રીઓમાં આસક્તિ ન રાખવી જોઈએ. સ્ત્રીઓનો ત્યાગ કરનાર અણગાર તેનામાં આસક્ત ન થાય. ભિક્ષુ ધર્મને ઉત્તમ જાણીને તેમાં પોતાના આત્માને સ્થાપિત કરે. - વિશુદ્ધ પ્રજ્ઞાવાળા કપિલમુનિએ આ પ્રકારે ધર્મ કહ્યો છે. જે તેની સમ્યક આરાધના કરશે, તે સંસારમુકને પાર કરશે. તેમના દ્વારા જ બંને લોક આરાધિત થશે. ૦ આગમ સંદર્ભ :ઉત્ત ૨૦૯ થી ૨૨૮; ઉત્ત.નિ. ૨૫૨ થી ૨૫૯ + 9 ઉત્ત.ચૂપૃ ૧૬૮ થી ૧૭૭, ૦ કાલક (૧) – કથા : | (મગધ દેશમાં ધારાવાસ નગરમાં વજસિંહ નામે રાજા રાજ્ય કરતો હતો, તેને સુરસુંદરી નામે પ્રિયા હતી. તેમને કાલકકુમાર નામે પુત્ર અને સરસ્વતી નામે પુત્રી હતી, કોઈ વખતે કાલકકુમાર કેટલાંક રાજપુરુષો સહિત ક્રીડા કરવા માટે વનમાં ગયેલ, ત્યાં આચાર્ય ભગવંતને જોયા, ધર્મોપદેશ સાંભળ્યો. સાંભળીને કાલકકુમારે માતાપિતાની આજ્ઞા લઈ સરસ્વતી સહિત ચારિત્ર અંગીકાર કર્યું. પછી કાલક મુનિએ અધ્યયન કરી નિપુણતા પ્રાપ્ત કરી. ગુરુએ તેમને યોગ્ય જાણીને સૂરી પદ આપ્યું.) ૦ ગદભિલ દ્વારા ઉપદ્રવ અને તેનું નિવારણ : ઉજ્જૈની નામની નગરી હતી. ત્યાં ગઈભિન્ન નામે રાજા હતો. ત્યાં આ કાલક આચાર્ય કે જે જ્યોતિનિમિત્તમાં પ્રવીણ હતા. તેઓ નગરીની બહાર ઉદ્યાનમાં સમવસર્યા. તે વખતે તેમના બહેન સાધ્વી પ્રવર્તિની સરસ્વતી સાધ્વી આચાર્યને વંદન કરીને નગર દરવાજામાં આવતા હતા. એ સમયે ત્યાંનો ગર્દભિલ્લ રાજા તે જ અવસરે નગરની બહાર જતો હતો. તેણે કાલકાચાર્યના બહેન સાધ્વી સરસ્વતી કે જે રૂપવતી અને યૌવનની પ્રથમ વયમાં હતા, તેમને ગર્દભિલે ગ્રહણ કર્યા અને બળપૂર્વક પોતાના અંતઃપુરમાં મોકલાવી દીધા. ત્યારે કાલકાચાર્યએ વિનવણી કરી, સંઘે પણ વિનંતી કરી, તો પણ ગર્દભિન્ન રાજાએ તે સાધ્વીને છોડ્યા નહીં. ત્યારે રોષાયમાન થયેલા આર્ય કાલકે પ્રતિજ્ઞા કરી – જો હું ગર્દભિલ્લ રાજાને હું તેના રાજ્યથી ભ્રષ્ટ ન કરું, તો પ્રવચન–સંયમના ઉપઘાતક અને તેની ઉપેક્ષા કરનારી ગતિ પ્રાપ્ત કરી. ત્યારે કાલક આર્ય ઉન્મત્તરૂપ થઈ ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાજનસ્થોમાં આ પ્રમાણે પ્રલાપ કરતા ચાલવા લાગ્યા Page #83 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૪ જો ગર્દભિન્ન રાજા હોય તો તેથી શું? જો અંત:પુર રમ્ય હોય તો શું? અથવા વિષયો રમ્ય હોય તો પણ શું ? સુનિવેષ્ટ નગરી હોય તો પણ શું ? કદાચ લોકો સુવેશયુક્ત તો પણ શું? અને જો હું ભિક્ષાને માટે જતો હોઉં તો પણ શું ? કદાચ શૂન્ય દેવકુલે હું વસું તો પણ તેથી શું ? આ પ્રમાણે ભાવના કરતા તે કાલકાચાર્ય (નિશીથચૂર્ણિકારના મતે) પારસકુલે ગયા. જ્યારે (બૃહતુકલ્પ, વ્યવહાર, કલ્પસૂત્રના મતે તેઓ) શકકુલે ગયા. એકદા શકકૂળ રાજા સભામાં બેઠો હતો, એવામાં તેને સાધનસિંહરાજાએ એક દૂતની સાથે છરી સહિત એક કચોળું મોકલ્યું. તે જોઈને શકકુળ રાજા શ્યામ મુખવાળો થઈ ગયો. પછી તે કચોળાને મસ્તક પર ચડાવીને શકૂિળ રાજાએ સાધનસિંહ ભૂપતિના દૂતને ઉતારો આપ્યો. પછી કાલિકાચાર્ય શકકૂળ રાજાને એકાંતમાં બોલાવીને કચોળાની પ્રાપ્તિ સંબંધિ સર્વ વાત પૂછી એટલે તેણે કહ્યું કે, અમારા ૯૬ રાજાઓમાં એક સાધનસિંહ નામે મુખ્ય રાજા છે, તે જ્યારે અમારે રાજ્યયોગ્ય પુત્ર થાય, ત્યારે છરી સહિત એક કચોળુ મોકલે છે ત્યારે અમારે પોતાનું મસ્તક છેદીને તેને મોકલવું પડે છે. ત્યારે કાલકાચાર્યએ કહ્યું કે, એવો કોણ મૂર્ખ હોય છે, જેનાથી સુખ પામી શકાય એવું પોતાનું મસ્તક આપી દે ? રાજાએ કહ્યું કે, શું કરીએ ? અમે પરવશ છીએ. કાલકાચાર્યે કહ્યું, જો તમે મારું કહ્યું માનો તો તમે દીર્ધકાળ સુધી જીવી શકો. રાજાએ કહ્યું, આપ જ્ઞાની છો માટે અમારા જીવનનો ઉપાય કહો. કાલકાચાર્યે કહ્યું કે, ઉર્જાની નામે ઉત્તમ નગરી છે, તેને છન્નુ ગામ છે. માટે જો તમે સર્વે રાજાઓ એકઠા થઈને મારી સાથે આવો. તો હું તમને ત્યાંનું રાજ્ય અપાવી દઉં. પછી બધાં જ – છત્રુ રાજાઓએ એકઠા થઈ વિચાર કરી પોતપોતાની ચતુરંગિણી સેના લઈ પરિવારસહિત ચાલ્યા. પરંતુ રસ્તામાં વર્ષાકાળ પ્રાપ્ત થવાથી તેઓએ સોરઠ દેશમાં આવેલા ઉંદૂક પર્વતની પાસે પડાવ કર્યો. વિલંબ થવાને લીધે ભાતું થઈ રહેવાથી સર્વે રાજાઓએ કાલકાચાર્યને કહ્યું, ભાતા વિના આપણે ઉજ્જૈની કઈ રીતે પહોંચીશું? તે વખતે લાડ દેશનો રાજા જે ગર્દભિલ્લ રાજા દ્વારા અપમાનિત થયો હતો તે પણ તેમની સાથે ચાલ્યો. કાલકાચાર્યએ ચૂર્ણ વડે સોનાની ઇંટ બનાવી સર્વે રાજાને વહેંચી આપી, પછી બધાં સ્વસ્થ થઈ, ઉજ્જૈની પર ચઢાઈ કરવા ચાલ્યા. ત્યારે તે ગર્દભિલ્લ રાજા તેઓની સાથે યુદ્ધ કરવા આવ્યો, પણ શત્રુના મોટા સૈન્યને જોઈને તે પાછો નગરમાં નાસી ગયો. પછી કાલિકાચાર્યની આજ્ઞાથી સર્વે રાજાએ ઉજ્જૈનીને ઘેરો ઘાલ્યો. ત્યારે ગર્દભિલે વિચાર્યું કે આટલું મોટું સૈન્ય છે, તો હવે શું કરવું? એટલામાં કાલિકાચાર્યે તેમને સમાચાર મોકલ્યા કે સરસ્વતી સાધ્વીને છોડી દે, નહીં તો મારું મૃત્યુ નક્કી જ છે. ત્યારે કાલકાચાર્યને આવેલા જાણીને તથા મોટું સૈન્ય જોઈને ગદ્દભિન્ન રાજા ગર્દભી વિદ્યાની સાધના કરવા બેઠો. તે વિદ્યાને કોઈ અટ્ટાલકે સ્થાપિત કરેલી હતી. ત્યારપછી અઠમભક્તના ઉપવાસી એવા ગર્દભિન્ન રાજાએ પરમ અધિકલ્પથી તેને અવતારિત કરવાનો હતો. જ્યારે તે વિદ્યાનું અવતરણ થાય ત્યારે ગર્દભી મોટા અવાજથી નાદ કરશે, તિર્યંચ Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૮૩ કે મનુષ્યમાંથી પરસૈન્યમાં જે કોઈ તેનો અવાજ સાંભળશે તે સર્વે લોહી વમતા, ભયથી વિહળ, નષ્ટ સંજ્ઞા થઈને ધરણિતલે પટકાઈ જશે. આર્યકાલકે ગર્દભિલને અષ્ટમભક્ત ઉપવાસી જાણીને એકસો આઠ શબ્દવેધી યોદ્ધાને બોલાવ્યા. તેમને કહ્યું કે, જ્યારે હું બાણ છોડું ત્યારે તમારે દરેકે બાણ છોડવા, જેથી શબ્દ કરતી એવી ગર્લભી વિદ્યાનું મુખ બાણો વડે ભરાઈ જશે. ત્યારે તે સર્વે પરષોએ તે પ્રમાણે કર્યું. ત્યારે વાણવ્યંતરીએ તે ગર્દભિલને પગના પ્રહારથી હણી, તેના મુખમાં મૂત્ર કરી ચાલી ગઈ. તે ગર્દભિલ્લ બળરહિત થઈ ભ્રષ્ટ થયો. ઉર્જની કન્જ કરી. સરસ્વતી સાધ્વીને છોડાવીને પુનઃ સંયમમાં સ્થાપિત કર્યા. સર્વે રાજાઓને જુદાજુદા દેશ વહેંચી આપ્યા. કાલકાચાર્યએ પણ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કર્યું. ૦ કથા ઉપસંહાર : – આ રીતે કાલકાચાર્ય દ્વારા શકને ઉજ્જૈની લાવવામાં આવ્યો અને તે ઉજ્જૈની નગરીનો રાજા થયો. – કાલકાચાર્ય પણ અનેક જીવોને પ્રતિબોધ પમાડી સ્વર્ગે ગયા. – સરસ્વતી સાધ્વી પણ નિર્મળ સંયમ પાળી સ્વર્ગે ગયા. (કાલક આચાર્ય–રની કથા હવે પછી આપેલ છે કે, જેમણે પંચમીને સ્થાને ચતુર્થીની સંવત્સરી પ્રવતવી. (બારસ) કલ્પસૂત્રમાં પરિશિષ્ટ રૂપે અપાયેલ તપાગચ્છવૃદ્ધ શાળામાં લખાયેલ કથા પ્રમાણે બંને કાલિકાચાર્ય એકજ વ્યક્તિ છે તેવું સ્પષ્ટ થાય છે. ખરતરગચ્છીય શ્રી જિનદેવસૂરિ રચિત કાલભાચાર્ય કથા પ્રમાણે પણ બંને કાલકાચાર્ય એક જ જણાય છે. જ્યારે ભરફેસર બાહુબલિ વૃત્તિમાં તે બંને કાલકાચાર્ય અલગ–અલગ જ દર્શાવ્યા છે. નિશીથ સૂત્ર તથા દશાશ્રુતસ્કંધ નિર્યુક્તિ ને આધારે બંને એક જ છે કે જુદા છે તે સ્પષ્ટ થતું નથી. સત્ય બહુશ્રુતો જાણે) ૦ આગમ સંદર્ભ :નિસી.ભા. ૨૮૬૦ની ચું, બુભા પપ૮૪ની વૃ; વવભા. ૪૫૫૪થી ૪૫૫ની વૃ; – – – » – ૦ કાલક (૨) કથા : કારણે આર્યકાલકાચાર્યએ સંવત્સરીને ચતુર્થીએ પ્રવર્તાવીતે કથા આ પ્રમાણે છે – કોઈ વખતે વિહાર કરતા એવા કાલકાચાર્ય ઉજૈની પધાર્યા. ત્યાં તેઓ વર્ષાવાસ-ચાતુર્માસ રહ્યા. તે નગરીએ બલમિત્ર નામે રાજા હતો. તેનો નાનો ભાઈ ભાનુમિત્ર યુવરાજ હતો. આ બંને કાલકાચાર્યના ભાણેજ હતા. તેઓને ભાનુશ્રી નામે બહેન હતી. તેણીને બલભાનુ નામે એક પુત્ર હતો. તે પ્રકૃત્તિથી ભદ્ર અને વિનીત હતો, સાધુની પર્યુપાસના કરતો હતો. આર્યકાલકે તેમને ધર્મ કહ્યો, તે સાંભળી તે પ્રતિબોધ પામ્યો, ત્યારપછી બલભાનુએ દીક્ષા ગ્રહણ કરી. ત્યારે બલમિત્ર અને ભાનુમિત્ર રોષાયમાન થતાં કાલભાચાર્ય ત્યાંથી નીકળી ગયા. કોઈ કહે છે કે, બલમિત્ર અને ભાનુમિત્ર કાલકાચાર્યના ભાણેજ હતા. “મામા” સમજીને તેનો ઘણો જ આદર કરતા હતા, અભ્યત્થાનાદિ સત્કાર કરતા હતા. ત્યાંજ Page #85 -------------------------------------------------------------------------- ________________ ८४ આગમ કથાનુયોગ-૪ ગામમાં ગુરુના એક બાળશિષ્ય ત્યાંના પુરોહિતને વાદમાં જીત્યો. ત્યારપછી ત્યાંથી વિહાર કરી ગયા અને વિચરતા–વિચરતા ફરી ત્યાંજ આવ્યા. બળમિત્ર રાજાના આગ્રહથી ત્યાં ચોમાસુ રહ્યા. ત્યારે પેલા પુરોહિતે પૂર્વના વૈરને લીધે વિચાર્યું કે, આ આચાર્યને ગામમાંથી કઢાવી મૂકવા. - તે પુરોહિતે ગુપ્ત રીતે રાજાને જણાવ્યું કે, હે દેવ! જ્યાં આ સાધુઓ વિચરે છે, ત્યાં માણસો જાય ત્યારે ગુરુના ચરણનું ઉલ્લંઘન થવાથી પાપના કારણરૂપ અવજ્ઞા થાય છે. તે પાપ રાજાને લાગે છે. ઇત્યાદિ કહીને રાજાને વિપરિણામિત કર્યા. કોઈ પ્રકારે યુક્તિ કરીને આચાર્ય ભગવંતને ત્યાંથી વિહાર કરાવ્યો. સર્વત્ર નગરમાં તેમણે અનેષણા કરાવી દીધેલી, તેથી આચાર્યને ક્યાંય એષણીય આહાર પ્રાપ્ત ન થતા વિહાર કર્યો. ત્યારપછી આચાર્ય કાલક પ્રતિષ્ઠાનપુરે ગયા. ત્યાં સાતવાહન નામે રાજા હતો, તે શ્રાવક હતો. આર્ય કાલકે ત્યાંના શ્રમણ સંઘને સંદેશો મોકલ્યો કે જ્યાં સુધી હું આવું નહીં. ત્યાં સુધી તમે પર્યુષણા કરતા નહીં. સાતવાહન રાજાએ પણ શ્રમણસંઘ સહિત મહાવિભૂતિપૂર્વક કાલકાચાર્યનો પ્રવેશ મહોત્સવ કર્યો. પછી પર્યુષણાનો દિવસ નજીક આવ્યો ત્યારે કાલકાચાર્યે સાતવાહન રાજાને કહ્યું કે, ભાદરવા સુદી પંચમીએ પર્યુષણા કરીશું શ્રમણસંઘે તે વાતનો સ્વીકાર કર્યો. ત્યારે સાતવાહન રાજાએ કહ્યું કે, તે દિવસે મારે લોકાનુવૃત્તિથી ઇન્દ્ર મહોત્સવ હોય છે. તેથી ચૈત્ય-સાધુઓએ તે દિવસે પર્યુષણા કરવી નહીં. તો તમે છઠના દિવસે પર્યુષણા કરો. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, એક પણ દિવસ માટે પુર્યષણાનું અતિક્રમણ થઈ શકે નહીં. ત્યારે રાજાએ કહ્યું, તો ચતુર્થીના દિવસે પર્યુષણા થાઓ. ત્યારે કાલભાચાર્યએ કહ્યું કે, ભલે ચતુર્થીએ પર્યુષણા કરો. એ પ્રમાણે કારણથી ભાદરવા સુદ૪ના પર્યુષણા–સંવત્સરીનો આરંભ થયો. આ પ્રમાણે યુગપ્રધાન આચાર્યએ કારણ હોવાથી ચોથના પર્યુષણ પર્વતાવી. ત્યારપછી સર્વે આચાર્યોએ સર્વ સ્થાને કાલિકાચાર્યની માફક ચોથના દિવસે જ સંવત્સરી પર્વ કર્યું. ૦ આગમ સંદર્ભઃકિસી.ભા. ૩૧૫૩ની ચૂ દસા.નિ ૭૦ની ચૂ કલ્પસૂત્ર-વ્યા.૯, સૂત્ર-૨ની . ૦ કાલક-૩-કથા : ઉજૈની નગરીમાં આર્યકાલક નામે આચાર્ય હતા. તેઓ સુત્ર અને અર્થના જ્ઞાતા એવા બહુશ્રુત આચાર્ય હતા. વિશાળ શિષ્ય પરિવાર સાથે તે વિચારતા હતા. પણ તેમના શિષ્યોમાં કોઈ ભણવાને ઇચ્છતા ન હતા. તે આચાર્યકાલકના શિષ્યના શિષ્ય સાગર નામે ક્ષપક (સાધુ) હતા. તેઓ પણ સૂત્ર અને અર્થના ઉપયોગવાનું એવા બહુશ્રુત હતા. તેઓ સુવર્ણભૂમિમાં વિચરતા હતા. ત્યારે આર્યકાલકે વિચાર્યું કે, આ મારા શિષ્યો અનુયોગ શ્રવણ કરતા નથી. તો Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૮૫ પછી તેમની મધ્યે રહેવાનો શો અર્થ છે ? તો હું ત્યાં જઉં, જ્યાં અનુયોગને પ્રવર્તાવી શકું. કદાચ પછી આ શિષ્યોને લજ્જાથી કંઈ સમજ આવે. આ પ્રમાણે વિચારીને પછી શય્યાતરને પૂછયું કે, હું અન્યત્ર કયા જઉ ? તો મારા શિષ્યો કંઈક સાંભળે. પરંતુ તું મારા શિષ્યોને કંઈ કહેતો નહીં. પછી કદાચ જો તે બહુ જ આગ્રહ કરે તો તેમને કહેજે કે, હું સુવર્ણભૂમિએ સાગર(મુનિ) પાસે ગયો છું. આ પ્રમાણે પોતાના આત્મહિતને માટે રાત્રિના જ વિહાર કરીને તેઓ સુવર્ણભૂમિ ગયા. ત્યાં જઈને વૃદ્ધપણે સાગર મુનિના ગચ્છમાં ગયા. ત્યારે સાગરાચાર્યએ તેમને અંત (વૃદ્ધ) જાણીને તેમનો આદર ન કર્યો કે, અભ્યત્થાનાદિ સત્કાર ન કર્યો. ત્યારપછી અર્થપોરિસિ વેળાએ સાગરાચાર્યે કહ્યું, હે ખંત ! આજે મેં કેવું વ્યાખ્યાન કર્યું ? ગુરુએ કહ્યું, શ્રેષ્ઠ. શિષ્યોએ સવારે સંભાત થઈને જોયું તો આચાર્ય નજરે ન ચડ્યા. પછી બધે જ માર્ગણા કરીને સજ્જાતરને પૂછયું, આચાર્ય ભગવંત ક્યાં ગયા ? ત્યારે સર્જાતરે જવાબ ન આપ્યો. પછી કહ્યું કે, જો તમને તમારા આચાર્યએ ન કહ્યું, તો મને કેમ કહે ? ત્યારપછી આકુળ-વ્યાકુળ થઈને અતિ આગ્રહપૂર્વક પૂછયું ત્યારે કહ્યું કે, તમારો ત્યાગ કરી, કંટાળીને તેઓ સુવર્ણભૂમિ ગયા છે. તેઓ ત્યાં સાગરાચાર્ય પાસે ગયા છે. ત્યારે આર્યકાલકના શિષ્યો પણ સુવર્ણભૂમિ જવાને માટે પ્રવૃત્ત થયા. માર્ગમાં લોકો પૂછવા લાગ્યા કે, આ કયા આચાર્ય જાય છે ? ત્યારે તેઓ કહેતા કે આર્યકાલક જઈ રહ્યા છે. ત્યારે સુવર્ણભૂમિએ સાગરાચાર્યને લોકોએ કહ્યું કે, આર્યકાલક નામના આચાર્ય જે બહુશ્રત અને બહુપરિવારવાળા છે તેઓ આ તરફ આવવા માટે માર્ગે આવી રહયા છે. એ રીતે લોક પરંપરાએ સાગરાચાર્યએ જાણ્યું કે કાલકાચાર્ય આવી રહ્યા છે. ત્યારે સાગરાચાર્યે પૂછયું, હે વૃદ્ધ ! શું મારા પિતામહ–ગુરુના ગુરુ આવી રહ્યા છે ? તેણે કહ્યું, ખબર નથી, મેં પણ સાંભળ્યું છે તેટલામાં સાધુઓ આવ્યા. તે ઊભા થયા. તેણે તે સાધુઓને પૂછયું કે, ક્ષમાશ્રમણ ! અહીં આવ્યા છે ? ત્યારે સાગરાચાર્યે શંકિત થઈને કહ્યું, એક વૃદ્ધ સાધુ અહીં આવેલ છે, હું તે ક્ષમાશ્રમણને જાણતો નથી. પછી ખ્યાલ આવતા તેમણે કાલકાચાર્યને ખમાવ્યા અને કહ્યું, મારું દુષ્કૃત મિથ્યા થાઓ, જે મેં તમારી આશાતના કરી, તે બહુ જ લજ્જિત થયા. પછી તેમને વંદના કરી. ત્યારપછી કાલકાચાર્યએ કહ્યું કે, તમે સુંદર વ્યાખ્યાન કરો છો, પણ તેનો ગર્વ કરશો નહીં. કોણ જાણે છે ? કોને કેટલું જ્ઞાન છે ? ત્યારપછી ઘેલિજ્ઞાન અને કર્દમપિંડનું દૃષ્ટાંત કહ્યું. પછી બોધ આપતા કહ્યું કે, આ અર્થજ્ઞાન તિર્થંકર પાસેથી ગણધરને, ગણધર પાસેથી – યાવત્ – આપણે આચાર્ય–ઉપાધ્યાયાદિ પાસે પરંપરાએ આવેલ છે. ત્યારે સાગરાચાર્યે “મિચ્છાદુક્કડં' કર્યું. પછી આચાર્ય કાલકે શિષ્ય-પ્રશિષ્યોને અનુયોગ કહ્યો. તે આર્યકાલકની પાસે શક્રે આવીને નિગોદનું સ્વરૂપ પૂછ્યું, આ વૃત્તાંત આર્યરક્ષિતની કથા અનુસાર સમજી લેવો – યાવતું – ઇન્દ્ર ઉપાશ્રયનું દ્વાર મૂળ સ્થાનકેથી ફેરવી બીજી તરફ કરીને ચાલ્યો ગયો. ૦ આ કથા પ્રજ્ઞા પરીષડમાં પણ આવે છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૬ આગમ કથાનુયોગ-૪ ૦ આગમ સંદર્ભ :ઠા. ૪૭૭ની , મરણ. ૫૦૨; બુહ.ભા. ૨૩૯ + વૃ; આવ.યૂ.ર-પૂ. ૨૫; ઉત્તનિ ૧૨૦ + ; ઉત્ત.ચૂપ ૮૩; x - ૪ - ૦ કાલક-૪-કથા : તામિણી નામે નગરી હતી. ત્યાં જિતશત્રુ નામે રાજા હતો. તેની ભદ્રા નામે પત્ની હતી, જે બ્રાહ્મણ જાતિની હતી. તેમને દત્ત નામનો પુત્ર હતો. તે દત્તના મામા, આર્યકાલક નામે હતા. તેઓ પ્રવ્રજિત થઈ આચાર્ય થયા હતા. તે દત્ત ક્રમશઃ જુગાર આદિનો વ્યસની તથા ઇચ્છાચારી થયો. પછી કોઈ વખતે તે જિતશત્રુ રાજાનો પ્રધાનદંડક થયો. કુલપુત્ર આદિએ ભેગા થઈને રાજાને પણ કાઢી મૂક્યા, પછી તે રાજા થઈ ગયો. તેણે યજ્ઞ કરાવ્યો, તેમાં ઘણા જીવોને નિરંતર હસવા લાગ્યો. અન્ય કોઈ દિવસે તે તેમના મામા કાલકાચાર્યને જોઈને રોષપૂર્વક પૂછયું, મને ધર્મ સંભળાવો, યજ્ઞનું ફળ શું છે? તે મને જણાવો. ત્યારે ધર્મ કહ્યો, ધર્મકાર્યથી સ્વર્ગ અને અપવર્ગની પ્રાપ્તિ થાય છે અને પાપકાર્યથી નરકની પ્રાપ્તિ થાય છે. ફરીફરીને દત્તે કાલકાચાર્યને ધર્મ વિશે, નરકના પંથ વિશે, અધર્મ ફળ વિશે, અશુભકર્મના ઉદય વિશે પ્રશ્નો કર્યા. આ પ્રમાણે પુનઃ પુનઃ પ્રશ્નો પૂછતા રોષાયમાન થઈને આર્ય કાલકે કહ્યું કે, યજ્ઞનું ફળ નરક છે. ત્યારે દત્ત પણ ગુસ્સે થઈને કહ્યું કે, તમે કહો છો તે વાતનું પ્રમાણ શું છે ? આર્યકાલકે કહ્યું કે, આજથી સાતમે દિવસે તું સુણગકુંભીપાકમાં પકાવાઈશ ત્યારે પ્રમાણ મળી જશે. ફરી દત્તે પૂછયું કે, તમારી આ વાતનું શું પ્રમાણ છે? આજથી સાતમે દિવસે તારા મુખમાં વિષ્ટા આવીને પડશે, તે પડે ત્યારે સમજજે કે તું નરકમાં જવાનો છે. ત્યારે ક્રોધે ભરાયેલ દત્તે પૂછયું કે, તમારું મૃત્યુ કયારે થવાનું છે ? ત્યારે આર્ય કાલકે કહ્યું કે, હું સુદીર્ધકાળપર્યત પ્રવ્રજ્યાનું પાલન કરીને દેવલોક જઈશ. ત્યારે દત્ત પોતાના સેવક પાસે ખગ્ન વડે પ્રહાર કરાવવો શરૂ કર્યો. ત્યારપછી તેમણે આચાર્યને બંધનમાં મૂકીને પ્રતિજ્ઞા કરી કે, જો હું સાત દિવસ પછી જીવતો હોઈશ તો આચાર્યને હણી નાખી. પોતે પણ પ્રચ્છન્નપણે અંતઃપુરમાં જઈને રહ્યો. સાતમે દિવસે રાજમાર્ગની રક્ષા કરાતી હતી. અશુચિ વસ્તુઓ રસ્તા પરથી સાફ કરાતી હતી, તે દિવસે દત્ત રાજાએ ભ્રાંતિથી આઠમો દિવસ ગણ્યો. હર્ષ પામી અશ્વ પર આરૂઢ થઈ છત્રચામર ધરાવતો તે રાજમાર્ગે ફરવા નીકળ્યો. એવામાં કોઈ માળી પુષ્પનો કરંડીયો લઈને રાજમાર્ગ આવતો હતો. તેણે રાજાની સવારીના વાજિંત્રના નાદ સાંભળ્યા. ત્યારે અચાનક તેને સ્પંડિલની ચિંતા થઈ. ત્યારે ઘણાં લોકોની ભીડ વટાવીને નીકળી શકાય તેમ ન હોવાથી ત્યાંજ શંકાનો ત્યાગ કર્યો. પછી ધંડિલ પર પુષ્પોનો ઢગલો મૂકીને ઢાંકી દીધું. એટલામાં રાજાની સવારી ત્યાં આવી. તે વખતે ઘોડાનો પગ ત્યાં પડતા, પુષ્પના ઢગલા નીચે જીંડિલ પર ઘોડાના પગની ખરી દબાતા વિષ્ઠા ઉડી અને સીધી જ દત્તના Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા મુખમાં જઈને પડી. ત્યારે તેણે જાણ્યું કે, હવે હું સાચે જ મૃત્યુ પામીશ. ત્યારે દંડધરને પૂછયા વિના જ તે મહેલ તરફ પાછો ફર્યો. ત્યારે જિતશત્રુ રાજાના એક સેવકે આવી રસ્તામાં જ દત્તનો ઘાત કરી દીધો. જિતશત્રુ ફરી રાજા થઈ ગયો. ત્યારે દત્ત મૃત્યુ પામીને નરકે ગયો. ત્યાં તેને બાંધીને કુંભમાં નાખવામાં આવ્યો. નીચે અગ્રિ સળગાવાયો. તેને તપાવીને પકાવવામાં આવ્યો. તેના ટુકડે ટુકડા કરાયા. આ કાલિકાચાર્યનું સમ્યકૂવાદ–સામાયિકનું દૃષ્ટાંત છે. ૦ આગમ સંદર્ભ :આવનિ. ૮૭૧ + 9 આવરૃ.૧– ૪૯૫; ૦ કાલવૈશિકાકાલાદવૈશિક કથા : મથુરામાં જિતશત્રુ નામે રાજા હતો. તેણે કોઈ વખતે કાલા નામની એક વેશ્યા અપ્રતિરૂપ કરીને પોતાના અંતઃપુરમાં નાંખી. તે કાલા વેશ્યાથી જિતશત્રુ રાજાને એક પુત્ર થયો, કાલા વેશ્યાનો પુત્ર હોવાથી તેનું નામ કાલવેશિક રાખવામાં આવ્યું. તેને કાલાદવૈશિક કે કાલાસ્યવૈશિક પુત્ર પણ કહે છે. ત્યારપછી કાલવેશિકકુમારે તથારૂપ એવા સ્થવિરની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી કાલવેશિ અણગારે એકાકીવિહાર પ્રતિમા અંગીકાર કરી. - ત્યારપછી વિહાર કરી તે મુદ્દગલશૈલપુર ગયા. ત્યાં તેની બહેન હતી. કાલવેશિક સાધુને અર્થનો રોગ થયેલો. ત્યાં તેણીએ ભિક્ષા સાથે ઔષધ પણ આપ્યું. સાધુએ પાપ અધિકરણ સમજી ભક્તપ્રત્યાખ્યાન કર્યું. ત્યારે કાલવેશિક અણગારે શીયાળનો અવાજ સાંભળી સહાયકોને પૂછયું, આ કોનો શબ્દ સંભળાયો ? તેઓએ ઉત્તર આપ્યો કે, આ જંગલમાં રહેતો શીયાળનો અવાજ છે. પછી શીયાળને બાંધીને પાસે લાવ્યા. તેણે તેને મારી નાખ્યો. હણાતા એવા શીયાળે “ખિ–બિં” એવો અવાજ કર્યો. ત્યારે તેને એ અવાજ સાંભળીને આનંદ થયો. શિયાળ મરીને અકામનિર્જરાના કારણે વ્યંતર થયો. તે વ્યંતરે કાલવેશિકને ભક્તપ્રત્યાખ્યાન કરેલ જોયા. ત્યારે અવધિજ્ઞાન વડે તેને ઓળખી ગયો. અરે ! આ તો એ જ છે કે જેને લીધે હું શિયાળના ભાવમાં હણાયો હતો. ત્યારે તે ભક્તપ્રત્યાખ્યાત મુનિ પાસે આવીને તેણે બચ્ચા સહિત એવી શિયાણી વિકુવ. પછી 'ખિ–ખ્રિ' અવાજ કરતા તેણે કાલનેશિક અણગારને ખાવાનું શરૂ કર્યું. ત્યાંના રાજાએ આ સાધુને ભક્તપ્રત્યાખ્યાત જાણીને રક્ષણ કરનાર પુરુષોને ત્યાં મોકલ્યા. જેથી તે મુનિને કોઈ ઉપસર્ગ ન થાય. હજી તો તે પુરુષો તે સ્થાને આવે તેટલામાં તો તે શિયાણી દ્વારા ખવાઈ ગયા. જ્યારે તે પુરુષો નીકળ્યા ત્યારે શબ્દ કરતી એવી તે શિયાલણી ખાતી હતી. પણ જેવા તેઓ ત્યાં પહોંચ્યા, ત્યાં તેમણે તે મુનિને ન જોયા. મુનિએ પણ આ ઉપસર્ગને સમ્યક્ પ્રકારે સહન કર્યો અને ખમ્યા. – આ રીતે ઉપસર્ગ સહન કરવો જોઈએ. સાધુએ ચિકિત્સાની અનુમતિ આપવી ન જોઈએ, પણ તેને પોતાના કર્મનું ફળ છે, તેમ સમજીને સહન કરતા સમાધિપૂર્વક રહીને ચારિત્ર આત્માની ગવેષણા કરવી જોઈએ – તે સંબંધમાં આ દૃષ્ટાંત છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૮ આગમ કથાનુયોગ-૪ ૦ આગમ સંદર્ભ :આયા.ચૂપૃ. ૧૧૨; મરણ. ૪૯૯; વવ.ભા. ૪૪૨૦ની વૃ; ઉત્તનિ ૧૧૫ + ; – – – ૦ કાશીરાજ-દષ્ટાંત - શ્રેય અને સત્યમાં પરાક્રમી એવા એક રાજા હતા. તેમણે કામભોગોનો પરિત્યાગ કરી દીક્ષા લીધી. પછી કર્મરૂપી મહાવનનો નાશ કર્યો. આ દૃષ્ટાંત સંજયમુનિ અને ક્ષત્રિયમુનિના દૃષ્ટાંતમાં આવે છે. તેમાં આથી વિશેષ કશું જ નોંધાયેલ નથી. ૦ આગમ સંદર્ભ :ઉત્ત૬૦૮; – ૪ – ૪ – ૦ કુણાલ કથા : ભૃગુકચ્છ નગરમાં જિનદેવ નામે આચાર્ય હતા. ભદંતમિત્ર અને કુણાલ બંને ભાઈઓ બૌદ્ધ મતાવલંબી હતા. (બૌદ્ધ સાધુ હતા.) તે બંને ભાઈઓ વાદમાં નિપુણ હતા. તેઓએ પડહ વગડાવ્યો કે અમારી સાથે વાદ કરનારા કોઈ હોય તો આવી જાય. આ વખતે જિનદેવ આચાર્ય ચૈત્યવંદનને માટે જતા હતા. તેણે આ પટહ (ઉદૂઘોષણા) સાંભળી. તેણે પહને અટકાવ્યો અને કહ્યું કે, હું વાદ કરવા માટે તૈયાર છું. રાજકુળમાં વાદ થયો ત્યારે ભદૂતમિત્ર અને કુણાલ બંને વાદમાં હારી ગયા. ત્યારપછી બંને ભાઈઓએ વિચાર્યું કે, આ (જૈન) આચાર્ય સિદ્ધાંતમાં નિપુણ છે. તેમને પ્રત્યુત્તર આપવો શક્ય નથી. ત્યારપછી માતૃભૂમિમાં તે બંને તેમની પાસે પ્રવૃજિત થયા. વિભાસા ગોવિંદ વાચક મુજબ જાણવી. (કથા જુઓ ગોવિંદ વાચક) ત્યારપછી તે બંને ભાઈ મુનિ ભણીને જ્ઞાની બન્યા. ત્યારે તેમણે ભાવથી (જૈન) ધર્મ અંગીકાર કર્યો. આ ભાવ પ્રસિધિનું દષ્ટાંત છે. પ્રસિધિનો અર્થ માયા–કપટ કરેલ છે. તેમણે પ્રથમ તો કપટ દીક્ષા ગ્રહણ કરેલ હતી પણ સિદ્ધાંતના જ્ઞાનથી તેઓ સાચા સંયમી બન્યા. ૦ આગમ સંદર્ભ:આવનિ ૧૩૦૪ + વૃક આવ.યૂ.ર-૫. ૨૦૧; – ૪ – ૪ – • કુમારપુત્રિક – ભગવંત મહાવીરના એક શિષ્યનું નામ કુમારપુત્રિક હતુ. અથવા તો ભગવંત મહાવીરની નિશ્રામાં કુમારપુત્ર નામે એક શ્રમણ નિર્ગથ હતા. તેઓ ભગવંત મહાવીરના પ્રવચનનો ઉપદેશ કરતા હતા. જ્યારે કોઈ ગૃહસ્થ શ્રમણોપાસક તેમની પાસે પ્રત્યાખ્યાન ગ્રહણ કરવાને માટે જતા ત્યારે તેઓ તેમને આ પ્રકારે પ્રત્યાખ્યાન કરાવતા હતા – રાજા આદિના અભિયોગ સિવાય તે ગાથાપતિએ ત્રસ જીવોને દંડ આપવો નહીં – ઇત્યાદિ. Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા (આ વાતનો ઉલ્લેખ ઉદક પેઢાલપુત્રના કથાનકમાં આવે છે.) ૦ આગમ સંદર્ભ :સૂય. ૭૯૭ + + – ૪ – ૪ – ૦ કુમાર મહર્ષિ કથા : કુમાર મહર્ષિનો ઉલ્લેખ કુમારવર નામથી પણ આવે છે. (તેમની કથા સુસઢ કથા અંતર્ગત્ ગોવિંદ બ્રાહ્મણની પત્ની બ્રાહ્મણી (ભથ્રિદારિકા)ની કથામાં આવે છે. જુઓ સુસઢ કથા ૦ આગમ સંદર્ભ :મહાનિ ૧૪૯૮ થી, ૦ કુરુદતસુત કથા : હસ્તિનાપુર નગરમાં કુરુદત્તસુત નામનો એક શ્રેષ્ઠીપુત્ર હતો. તેણે તથારૂપ એવા વિરોની પાસે દીક્ષા ગ્રહણ કરી. બહુશ્રુત થયા. તે કોઈ દિવસે એકાકી વિહારપ્રતિમા અંગીકાર કરી નીકળ્યા. સાકેતનગરની નીકટ પહોંચ્યા ત્યારે છેલ્લી પૌરૂષી થઈ ગઈ. તેથી (રાત્રિના વિહાર ન થાય તે માટે) કોઈ ચત્વર પાસે તેઓ પ્રતિમા ધ્યાને સ્થિત થયા. આ સમયે એક એવો બનાવ બન્યો કે, કોઈ એક ગામથી ગાયોનું હરણ થયેલું. તે ગાયો આ મુનિના માર્ગથી લઈ જવાઈ હતી. તેટલામાં આ ગાયોને શોધતા માર્ગગવેષકો ત્યાં આવ્યા. તેમણે કુરુદત્તસુત અણગારને જોવા. હવે ત્યાંથી બે માર્ગો પસાર થતા હતા. ગાયોના માર્ગ ગવેષકો જાણતા ન હતા કે આ ગાયો કયા માર્ગેથી હરણ કરીને લઈ જવાઈ હતી. તેથી તેમણે તે સાધુને પૂછયું કે, ગાયોને કઈ માર્ગેથી હરણ કરીને લઈ જવાઈ છે ? ત્યારે તે પૂજ્ય (કરદત્તસુતે) માર્ગગવેષકોને કોઈ જ ઉત્તર આપ્યો નહીં. ત્યારે તે માર્ગ ગવેષકો મુનિ પરત્વે અત્યંત રોપાયમાન થયા કે જાણવા છતાં – આ ઉત્તર આપતા નથી. ત્યારે તે મુનિના મસ્તકે માટીની પાળ બાંધી, પછી ચિતામાંથી સળગતા અંગારા. લઈ, તેમના માથામાં નાંખ્યા અને ચાલ્યા ગયા. ત્યારે કરદત્તસુત અણગારે તે વેદનાને સમ્યક્ પ્રકારે સહન કરીને કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. આ રીતે જે પ્રમાણે (ગજસુકુમાલની માફક) કુરુદત્તસુત અણગારે નૈષિધિકી પરીષહ સહન કર્યો તેમ અન્ય સાધુએ પણ સહન કરવો જોઈએ. ૦ આગમ સંદર્ભ :સંથા. ૮૫ + ; મરણ. ૪૯૩; ઉત્તનિ ૧૦૭ + ; ઉત્ત.યૂ.૫. ૬૮; – ૪ – ૪ – ૦ ફૂલવાલક કથા : (રાજા કોણિક અને રાજા ચેટકના યુદ્ધની કથાની અંતર્ગત્ આ કથા છે.) Page #91 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૪ ૦ મુનિનું અવિનીતપણું – ચરણાદિ ગુણરૂપી રત્નો આપનાર, ઉત્તમ સંઘયણવાળા, મોડમલને જિતનાર, મહાપ્રભાવશાળી અને કોઈથી પરાભવ ન પામનારા, ઘણા શિષ્યોના પરિવારવાળા (સંગમસિંહ નામના) આચાર્ય હતા. તેમના શિષ્યો પૈકી એક લગાર ઉશૃંખલ સ્વભાવના શિષ્ય હતા. તેઓ દુષ્કર તપસ્વી હતા. છતાં સ્વચ્છંદમતિ અને ઇચ્છાનુસાર વર્તન કરતા હોવાથી આજ્ઞાનુસારી ચારિત્રપાલન કરતા ન હતા. આચાર્ય ભગવંતે તેને બોધ આપતા કહેલું કે, હે દુર્વિનીત શિષ્ય ! આ પ્રમાણે સૂત્ર વિરુદ્ધ નિષ્ફળ, કષ્ટકારી, દુષ્ટા કરી અમને ખોટો સંતાપ પમાડે છે. ભગવંતની આજ્ઞાનુસાર જે હોય, તે જ ચારિત્ર છે. આજ્ઞાભંગ થયા પછી શું ભાંગવાનું બાકી રહે છે. ગુરુના આવા સબોધ વચનો સાંભળી તે ગુરુ પરત્વે વૈરભાવ વહન કરવા લાગ્યા. કોઈ સમયે ગુરુ મહારાજ તે શિષ્યની સાથે એક મોટા પર્વત પર આરૂઢ થયા. ત્યાંથી ક્રમશઃ ઉતરવાનું શરૂ કર્યું. ત્યારે દુર્વિનીત એવા તે શિષ્ય વિચાર્યું કે, આ યોગ્ય સમય પ્રાપ્ત થયો છે. તો દુર્વચનના ભંડાર એવા આ આચાર્યને આજે હું હણી નાખું. અત્યારે તેઓ સહાય વગરના એકલા છે. જો હું આ તક ગુમાવીશ તો તેઓ જીવનપર્યત કુવચનો સંભળાવીને મારો તિરસ્કાર કરશે. એમ વિચારી, પાછળથી એક મોટી શીલા ગબડાવી, ગુરુ એ શીલા ગબડતી જોઈ ખસી ગયા અને કહ્યું કે, ઓ મહાદુરાચારી ! ગુનો દ્રોહ કરવા જેવું બીજું કોઈ પાપ નથી. તું આવું અકાર્ય કેમ આચરે છે ? ૦ ગુરુ દ્વારા ભાવિ કથન, ફૂલવાલક દ્વારા પ્રતિકાર : આચાર્ય ભગવંતે કહ્યું, ઓ દુર્વિનીત ! તું આ લોક સ્થિતિને જાણતો નથી. તું ઉપકાર કરનાર પર વધ બુદ્ધિ ધારણ કરે છે ? લાંબા-કાળ સુધી તને શિક્ષા આપી, સાચવ્યો, તો પણ તું કૃતન બનીને વધ કરવા તૈયાર થયો છે ? આજ પર્યત તે જે કંઈ સુકૃત કર્યું છે, તેને તું મૂળમાંથી ઉખેડી નાંખવા તૈયાર થયો છે. તું ધર્મપાલન માટે તદ્દન અયોગ્ય છે. હે પાપી ! સ્ત્રી દ્વારા તારું પતન થશે. તું સાધુપણાનો પણ ત્યાગ કરીશ. એમ કહી આચાર્ય ભગવંત સ્વસ્થાને ગયા. ત્યારે તે અવિનીત પાપી શિષ્ય વિચારવા લાગ્યો કે, હું તે પ્રકારે કરીશ કે જેથી આ સૂરિનું વચન મિથ્યા થાય. એમ વિચારી તે કુશિષ્ય અરણ્યભૂમિમાં ગયા. જ્યાં લોકોની અવરજવર ન હોય તેવા એક તાપસ આશ્રમમાં રહ્યો. તેમણે નદી કાંઠે ઉગ્રતા કરવાનો આરંભ કર્યો. વર્ષાકાળ આવી પહોંચ્યો. એટલે તેના તપથી તુષ્ટ થયેલા ત્યાંના કોઈ વનદેવતાએ “આ તપસ્વી નદીના પૂરના જળથી તણાઈ ન જાય' તેમ વિચારી નદીનો પ્રવાહ બદલાવી નાંખ્યો અને બે કાંઠા એકઠા થયેલી નદીને જોઈને તે દેશના લોકોએ ગુણનિષ્પન્ન એવું. “કૂલવાલક" નામ પાડ્યું. તેઓ ત્યારપછી માર્ગથી જતા-આવતા સાથે અને મુસાફરો પાસેથી મળતી ભિક્ષા દ્વારા જીવન નિર્વાહ ચલાવતા હતા. ૦ ફૂલવાલક મુનિ દ્વારા વેશ ત્યાગ : (સેચનક હાથી પ્રાપ્ત કરવા માટે રાજા કોણિકને ચેટકરાજા સાથે મહાયુદ્ધ થયું. Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા આ સમગ્ર વૃત્તાંત કોણિકની કથામાં આવશે તેથી વ્હીં નોંધેલ નથી. ત્યારે ચટક રાજાની વૈશાલી નગરીને ઘેરો ઘાલીને લાંબા સમય સુધી રાજા કોણિક ત્યાં રોકાયો. પણ ઊંચા કિલ્લાવાળી તે નગરી કોઈ પ્રકારે માંગતી નથી. ત્યારે કોણિક રાજાને ચિંતા થઈ. પોતાના પડાવમાં પાછો આવ્યો. તે કાળે કૂલવાલક મુનિથી કોઈ પ્રકારે રષ્ટ થયેલા દેવતાએ આકાશ વાણી કરી, જો કોઈ પ્રકારે કૂલવાલક મુનિ માગધિકા વેશ્યામાં આસક્ત બને તો કૂણિક (અશોકચંદ્ર) રાજા વૈશાલી નગરીને ગ્રહણ કરી શકશે. આ વાત સાંભળી હર્ષિત વદનવાળો થયેલો કોણિક રાજા ચંપાનગરી પહોંચ્યો, પછી લોકોને પૂછવા લાગ્યો કે, આ ફૂલવાલક મુનિ કોણ છે ? ત્યારે નદીના કાંઠે રહેલા ફૂલવાલક મુનિનો વૃત્તાંત જાણ્યો. ત્યારપછી માગધિકા ગણિકાને બોલાવી. તેણીને કહ્યું કે, હે ભદ્રે ! તું કોઈ પ્રકારે કૂલાવાલક મુનિને અહીં લાવ. ત્યારે તેણી કપટ શ્રાવિકા બની, કેટલોક સાથે ભેગો કરી તેણીએ પ્રસ્થાન કર્યું. જ્યાં ફૂલવાલક મુનિ હતા, ત્યાં આવી, ફૂલવાલક મુનિને વિનયપૂર્વક વંદના કરી. પછી કહેવા લાગી કે, હે ભગવંત ! મારા પતિ સ્વર્ગે સીધાવ્યા પછી હું જિનેન્દ્રોના ભવનની યાત્રા કરવા માટે નીકળી છું. તમે અહીં છો, તે વાત સાંભળીને આપને વંદન કરવા માટે આપેલી છું. મારે આજે સુવર્ણ દિવસ છે કે આપ જેવા તીર્થસ્વરૂપ મુનિના દર્શન થયા. હે મુનિપ્રવર ! આપ ભિક્ષા ગ્રહણ કરવાની અમારા પર કૃપા કરો. આવા વચનો દ્વારા કૂલવાલક મુનિને ભિક્ષાર્થે નિમંત્રણા કરી. ત્યારપછી માગધિકા વેશ્યાએ તેને એવા પદાર્થની ભેળસેળ કરી લાડવા વહોરાવ્યા કે જે લાડવાનો આહાર કરવાથી મુનિને અતિસારનો રોગ ઉત્પન્ન થયો. અતિસારના રોગથી તે નિર્બળ બની ગયા. પડખું ફેરવવા માટે પણ અસમર્થ થઈ ગયા. ત્યારે ગણિકાએ કહ્યું કે, હે ભગવંત! હું આપની કૃપાથી શાસ્ત્રમાં જણાવેલા ઉત્સર્ગ અપવાદને જાણું છું. તો આપ રોગનો પ્રતિકાર થઈ શકે તેવા પ્રાસુક – અચિત દ્રવ્યો વડે આપની ચિકિત્સા કરવાની મને અનુજ્ઞા આપો. પછી આપનું શરીર નીરોગી થાય ત્યારે આ વિષયમાં લાગેલા દોષોનું આપ પ્રાયશ્ચિત્ત કરી લેજો. ત્યારપછી તે માગધિકા ગણિકા મુનિની વૈયાવચ્ચ કરવા લાગ્યા. શરીર સાફ કરવું, માલીશ કરવો, બેસાડવા, સુવડાવવા આદિ ક્રિયાઓ કરવા લાગી, તેમ કરતા–કરતા અને ઔષધના પ્રભાવથી ધીમેધીમે તે મુનિ નિરોગી થઈ ગયા. પછી ધીમે ધીમે તે માગધિકા ગણિકા શૃંગારરૂપ વેશ, મનોહર વચનો, કામની પ્રાર્થના આદિ દ્વારા મુનિને વિવિધ રીતે મોહિત કરવા લાગી. તેણીના આવા વિકાર વચનોથી મુનિ ક્ષોભ પામ્યા. ધીમે ધીમે તે માગધિકા ગણિકામાં આસક્ત બન્યા. પછી ધર્મની નિશ્ચલતાનો ત્યાગ કરીને, પ્રવજ્યા છોડીને માગધિકા સાથે ચાલી નીકળ્યા. ત્યારે અત્યંત હર્ષિતું થયેલી તે ગણિકા, કુલવાલકને લઈને રાજા કોણિક (અશોકચંદ્ર) પાસે આવીને કહ્યું કે, આ કુલવાલક મુનિને લાવી છું. ૦ વૈશાલી નગરીના વિનાશમાં નિમિત્ત : કોણિક (અશોકચંદ્ર) રાજાએ કહ્યું કે, હે ભદ્રક ! તેવા પ્રકારનો કોઈ ઉપાય કરો Page #93 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૪ કે જેથી આ નગરી ભગ્ન થાય. તે વચન અંગીકાર કરીને તેણે ત્રિદંડીનો વેષ ગ્રહણ કરીને નગરીમાં પ્રવેશ કર્યો. નગરીની મધ્યમાં મુનિસુવ્રત ભગવંતનો સ્તૂપ જોઈને વિચાર્યું કે, નક્કી આ સ્તૂપના પ્રભાવથી નગરી ભગ્ન થતી નથી, હવે તેવો ઉપાય કરું કે, આ નગરના જ રહેવાસી લોકો તે સ્તૂપને ઉખેડી દૂર કરે. એમ વિચારીને અરે લોકો ! જો આ સ્તૂપ તમે જલ્દી ખસેડી નાખશો, તો જ શત્રુસૈન્ય સ્વદેશમાં પાછું જશે, અન્યથા તમારા જીવતા સુધી આ સૈન્યનો ઘેરો ખસશે નહીં. તે સમયે રાજાને પ્રથમથી સંકેત કરી રાખેલો કે, જ્યારે સ્તૂપ ખોદીને દૂર કરાય, ત્યારે તમારે પોતાનું સર્વ સૈન્ય સાથે લઈ દૂર પાછા હઠી જવું. તે સમયે વૈશાલીના લોકોએ પૂછ્યું કે, તમે કહો છો તે વાતની ખાતરી શું ? ત્યારે કૂલવાલકે કહ્યું કે, તમે જેવો સ્તૂપ દૂર કરશો ત્યારે શત્રુસૈન્ય સ્વદેશ તરફ ચાલવા માંડશે. એટલે નગરલોકોએ સ્તૂપના શિખરના અગ્રભાગને દૂર કરવાનું કાર્ય શરૂ કર્યું. જ્યારે શિખરને દૂર કરવામાં આવ્યું ત્યારે શત્રુસૈન્યને પાછળ ખસતું જોઈને લોકોને વિશ્વાસ ઉત્પન્ન થયો. એટલે આખો સ્તૂપ દૂર કરી દીધો. ત્યારપછી રાજા પાછો આવ્યો અને નગરી કબ્જે કરી. ૦ આ દૃષ્ટાંત પારિણામિકી બુદ્ધિમાં પણ આવે છે. ૦ બ્રહ્મચર્યની વાતના અનુસંધાને પણ આ દૃષ્ટાંત આવે છે. ૦ આગમ સંદર્ભ : સૂય.નિ. ૫૯; આવ.યૂ.૨-૫ ૧૭૪; ૯૨ ઠL ૨૫૪ની વૃ; આવ.નિ. ૧૨૮૪ની ; - X = X ૦ કૌંડિન્ય આદિ ૫૦૦ તાપસ કથા ઃ બુહ.ભા. ૨૧૬૪ + ; નંદી. ૧૦૯ની વૃ; કૌડિન્ય પોતાના ૫૦૦ તાપસના પરિવાર સાથે વિચરતો હતો. તે અષ્ટાપદ તીર્થની પ્રથમ મેખલા (પગથીયે) પોતાના પરિવાર સાથે જઈને અટકી ગયેલો. તે બધાં તાપસો એકાંતર ઉપવાસ (ચોથ ભક્ત) તપ કરીને રહ્યા હતા. પારણે સચિત્ત એવા મૂલ અને કંદનો આહાર કરતા હતા. એ પ્રમાણે કૌડિન્ય આદિ કલેશને ધારણ કરીને ત્યાં અષ્ટાપદે રહેલા હતા. ત્યારે ગૌતમસ્વામી ભગવંત મહાવીરના વચને સ્વલબ્ધિથી અષ્ટાપદ તીર્થે જઈ રહ્યા હતા. ઇત્યાદિ (કથા ગણધર ગૌતમસ્વામીથી જાણવી) તેમને આવતા જોઈને તે કૌડિન્ય આદિ બોલ્યા આવા સ્થૂળ શરીરવાળા શ્રમણ કઈ રીતે અષ્ટાપદ તીર્થે જશે ? આપણે આવા મહાન્ તપસ્વી છીએ, શુષ્ક અને ભૂખ્યા છીએ, દુર્બળ શરીરવાળા છીએ, તો પણ આપણે અષ્ટાપદ તીર્થનું આરોહણ કરવા સમર્થ થયા નથી. પણ જ્યારે ગૌતમસ્વામી જંઘાચારણલબ્ધિ વડે સૂર્યના કિરણોને અવલંબીને ઉપર ચઢી ગયા ત્યારે તેઓ વિસ્મિત થયા. તેમની પ્રશંસા કરવા લાગ્યા અને બોલ્યા કે જ્યારે આ શ્રમણ નીચે ઉતરશે ત્યારે આપણે તેના શિષ્યો થઈશું. એ પ્રમાણે તેઓ પ્રતિક્ષા કરતા ત્યાં રહ્યા. યાવત્ ત્યારપછી ગૌતમસ્વામી પણ અષ્ટાપદ તીર્થે ચૈત્યોની વંદના કરી ઉતરતા હતા ત્યારે કૌડિન્ય આદિ તાપસો તેમને કહેવા લાગ્યા કે, આપ અમારા આચાર્ય Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૯૩ છો અને અમે આપના શિષ્યો છીએ. ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે, તમારા અને મારા સૌના આચાર્ય ત્રિલોકગુર છે. ત્યારે કૌડિન્ય આદિ ૫૦૦ તાપસોએ કહ્યું કે, તમારા પણ કોઈ અન્ય આચાર્ય છે ? ત્યારે ગૌતમસ્વામીએ ભગવંતના ગુણોની સ્તવના કરી. બધાં તાપસોએ દીક્ષા ગ્રહણ કરી. એ વખતે દેવતાઓએ આવીને વેશ સમર્પણ કર્યો. ત્યારપછી તેઓ ગૌતમસ્વામી સાથે ચાલ્યા. જ્યારે ભિક્ષાની વેળા થઈ ત્યારે ગૌતમસ્વામીએ પૂછયું કે, તમારા માટે શું લાવું ? તેઓએ કહ્યું, તમે ખીર લાવજો. ગૌતમસ્વામી તો સર્વ લબ્ધિ સંપન્ન હતા, તેઓ ખાંડ-ઘી સંયુક્ત એવી ખીરનું પાત્ર ભરીને લાવ્યા. પછી કહ્યું કે, ક્રમાનુસાર બેસી જાઓ. તેઓ પણ પારણું કરવા એ રીતે બેઠા. ગૌતમસ્વામી અલીણમહાનસિક એવી લબ્ધિના ધારક હતા. તેમણે બધાંને પારણું કરાવ્યું. બધાં જ્યારે સારી રીતે પારણું કરીને બેઠા, ત્યારપછી પોતે આહાર કર્યો. પછી તે બધાને લઈને ભગવંત મહાવીર પાસે ચાલ્યા. ત્યારે કૌડિન્ય આદિ ૫૦૦ તાપસીને ભગવંત મહાવીરને જોતાની સાથે જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી ગૌતમસ્વામીએ આગળ જઈને ભગવંતને પ્રદક્ષિણા કરી. કૌડિન્ય આદિ શ્રમણો કેવલિની પર્ષદા તરફ ચાલ્યા. ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે, તમે સૌ ભગવંતને વંદના કરો. ત્યારે ભગવંત બોલ્યા કે, હે ગૌતમ! કેવલિની આશાતના ન કરો. ત્યારે ગૌતમસ્વામીએ પોતાના તે દોષનું મિથ્યાદુષ્કતું આપ્યું. (કૌડિન્ય આદિ સર્વે કાળક્રમે મોક્ષે પધાર્યા). ૦ આગમ સંદર્ભ :આવ.પૂ.૧–પૃ. ૩૮૩; આવ નિ ૭૬૪ + ઉત્ત.નિ. ૨૯૬ની વૃ; – ૪ - ૪ - ૦ ખપુટાચાર્ય કથા - (ચૌદ પ્રકાના સિદ્ધોમાં નામ–સ્થાપના અને દ્રવ્ય સિદ્ધ સિવાય બીજા અગિયાર સિદ્ધોના ભેદ આવશ્યક નિર્યુક્તિ આદિમાં જણાવેલા છે. જેમાં એક ભેદ વિદ્યાસિદ્ધનો છે, તેના સંબંધમાં આ કથા છે...) આર્ય ખપૂટ નામે એક આચાર્ય હતા. તેને એક બાળક એવો ભાણેજ હતો. તેણે તેની પાસેથી કાનેથી વિદ્યાહરણ કરેલ. તે વિદ્યાચક્રવર્તી તે ભાણેજને ભૃગુકચ્છ નગરે કોઈ સાધુ પાસે મૂકીને ગુડશસ્ત્ર નગરે ગયા. હવે તે નગરમાં કોઈ પરિવ્રાજક સાધુ સાથે વાદમાં પરાજિત થઈ દુઃખી થઈને કાળધર્મ-મૃત્યુ પામ્યો. મૃત્યુ પામીને તે જ ગુરુશસ્ત્ર નગરમાં વ્યંતર થયો અને તેણે ત્યાં રહેલા સાધુઓને ઉપસર્ગ પહોંચાડવાનું શરૂ કર્યું. આ નિમિત્તે આર્ય ખપૂટ ત્યાં ગયા. ત્યાં જઈને તે વ્યંતરના કાનોમાં ઉપાહ લટકાવી દીધા. પછી લોકોને લઈને ત્યાં આવ્યા, ત્યારે તે વ્યંતર બધાં લોકોને લાકડી વડે મારતો પાછળ દોડવા લાગ્યો. લોકો પગે પડીને પોતાને મુક્ત કરવા વિનંતી કરવા લાગ્યા. ત્યારે આર્યખપુટે તે વ્યંતરને પોતાના પ્રભાવથી અંકુશમાં રાખ્યો. એ જ રીતે કેટલાંક સમય બાદ તેમનો ભાણેજ આહાર લાલસાને કારણે ભૃગુકચ્છ નગરમાં બૌદ્ધ સાધુ થઈ ગયો. તે પોતાની વિદ્યાના પ્રભાવથી પાત્રોને આકાશમાં તરતા મૂકતો. ઉપાસકોના ઘરમાંથી આહારના પાત્રો ભરીને પાછા લઈ લેતો હતો. લોકો તેનાથી Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૪ આગમ કથાનુયોગ-૪ ઘણાં પરેશાન થવા લાગ્યા. ત્યારે શ્રી સંઘે આર્યખપુટ પાસે જઈને બધી વાત કરી કે, આ રીતે અક્રિયાવાદી બુદ્ધ ઉત્પન્ન થયેલા છે. જેને કારણે બધા સાધુઓ પરેશાન થાય છે. કોઈ વખતે તે બુદ્ધ દ્વારા ભરેલા પાત્રા આકાશમાંથી આવી રહ્યા હતા. ત્યારે ખપુટાચાર્યએ આકાશમાં પાષાણની સ્થાપના કરી, તેના લીધે બધાં જ પાત્રા ભાંગી ગયા. ત્યારે તે બાળ સાધુ ભયભીત થઈને નાસી ગયો. ત્યારપછી ખપૂટાચાર્ય ત્યાં આવ્યા. ત્યારે બોદ્ધોએ કહ્યું કે, આવો અને બુદ્ધને પાયવંદન કરો. ત્યારે આચાર્યએ કહ્યું કે, તે તો નાસી ગયા. ત્યારે તે બુદ્ધો આચાર્યના પગે પડી ગયા. આવા-આવા પ્રકારે આર્યખપુટાચાર્યે વિદ્યાસિદ્ધિ દ્વારા શાસનનો મહિમા વધાર્યો. આ વિદ્યાસિદ્ધનું દૃષ્ટાંત થયું. ૦ આગમ સંદર્ભ:નિસી.ભા. ૩૩, ૨૮૬૦ની ચૂ દશ.નિ ૧૮૪ની વ આવ.નિ ૯૩ર + વૃક આવ.યૂ.૧–પૃ. ૫૪૧, ૫૪૨; – –– – ૦ સ્કંદક (૨) કથા : શ્રાવસ્તી નામે નગરી હતી. ત્યાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ધારિણી નામે રાણી હતી. તેમને સ્કંદક નામે કુમાર (પુત્ર) હતો અને પુરંદરયશા નામે પુત્રી હતી. સ્કંદક કુમારની બહેન પુરંદરયશાને કુંભકારકટ નામના નગરમાં દંડકી નામના રાજા સાથે પરણાવેલ હતી. તે દંડકરાજાને પાલક નામનો બ્રાહ્મણ પુરોહિત હતો. અન્ય કોઈ સમયે શ્રાવસ્તી નગરીમાં મુનિસુવ્રતસ્વામી તીર્થંકર પધાર્યા. પર્ષદા નીકળી, સ્કંદક પણ નીકળ્યો. ભગવંત પાસે ધર્મ શ્રવણ કરી, શ્રાવક થયો. કોઈ સમયે તે પાલક બ્રાહ્મણ દૂતકાર્ય માટે શ્રાવસ્તી નગરી આવ્યો. સભામાં તે પાલક સાધુનો અવર્ણવાદ કરતો હતો, ત્યારે તેની સાથે વાદ-ધર્મચર્ચા કરવા દ્વારા તેણે પાલકને વાદમાં પરાજિત કરી દીધો. ત્યારથી તે પાલક પુરોહિત સ્કંદક પરત્વે દ્વેષ કરવા લાગ્યો. સ્કંદકની ભૂલો શોધવા માટે જાસુસ પુરુષો દ્વારા તપાસ રાખવા લાગ્યો. ત્યારપછી સ્કંદકે બીજા ૫૦૦ કુમારો સાથે ભગવંત મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી, કાળક્રમે સ્કંદમુનિ બહુશ્રુત થયા. તે જ ૫૦૦ મુનિઓને તેમના શિષ્યરૂપે અનુજ્ઞા આપવામાં આવી અને સ્કંદક ઋષિ એ ૫૦૦ મુનિઓના ગણના ધારક બન્યા. - કોઈ સમયે સ્કંદક આચાર્યએ ભગવંતને પૂછયું કે, હે ભગવંતની જો આપની અનુજ્ઞા હોય તો હું બહેન પુરંદરયશાના ગામે જવા ઇચ્છું છું. ત્યારે ભગવંતે કહ્યું કે, તને મારણાંતિક ઉપસર્ગ થશે. ત્યારે સ્કંદક ઋષિએ પૂછયું કે, આ ઉપસર્ગમાં અમે આરાધક થઈશું કે વિરાધક ? ત્યારે ભગવંતે જવાબ આપ્યો કે, તારા સિવાયના બધાં જ આરાધક થશે. ત્યારે સ્કંદક ઋષિએ કહ્યું કે, જો આ બધાં આરાધક થતા હોય તો તેનાથી વધુ સારું શું ? - ત્યારપછી સ્કંદક ઋષિ બધાં શિષ્યો સાથે કુંભકારકટ નગરે ગયા. ત્યાં તેઓ બહારના ઉદ્યાનમાં રહ્યા. ત્યારે પેલા પાલકબ્રાહ્મણે ગુપ્ત રીતે તે ઉદ્યાનમાં ૫૦૦ Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા શસ્ત્રોને ગોપવી દીધા. પછી જઈને રાજાને વ્યુગ્રાહિત કર્યા. રાજાને કહ્યું કે, આ કુમાર પરીષહથી પરાજિત થયા છે. કોઈ ઉપાય વડે તમને મારીને તેઓ રાજ્યને ગ્રહણ કરવા ઇચ્છે છે. જો તમને મારી વાતનો વિશ્વાસ ન આવતો હોય તો તમે જઈને ઉદ્યાનમાં તપાસ કરો. ત્યાં શસ્રો ગોપવેલા છે. રાજાએ તપાસ કરતા જોયું કે ખરેખર ત્યાં શાસ્ત્રો ગોપવેલા છે. ૯૫ ત્યારે તેણે સ્કંદક ઋષિ અને તેના ૫૦૦ અણગારોને બાંધીને તે ૫૦૦ પુરોહિતોને સોંપી દીધા. મારી નાંખવા આજ્ઞા આપી ત્યારે પાલકે તે બધાં સાધુઓને ઘાણીમાં શેરડી પીલવાના યંત્રમાં નાંખીને પીલવાનું શરૂ કર્યું. તે બધાંએ શુકલ મહાધ્યાન સંસ્કૃત મન વડે સમ્યક્ પ્રકારે આ વેદનાને સહન કરી મનથી પણ દ્વેષ ન કર્યો. તેઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, બધાં મોક્ષે ગયા. - સ્કંદક ઋષિને પણ પાસે જ ઊભા રાખેલા, બધાં શિષ્યો યંત્રમાં પીલાતા હતા, તેનું લોહી તેમના પર ઉડતું હતું. સૌથી છેલ્લે તેમને યંત્રમાં પીલવામાં આવ્યા, ત્યારે તેમણે મરતી વખતે નિયાણુ કર્યું કે, હું આ બધાંનો નાશ કરનાર થઉં. ત્યારપછી તેઓ મૃત્યુ પામીને અગ્રિકુમાર દેવપણે ઉત્પન્ન થયા. ત્યારે તેમનું લોહીથી ખરડાયેલ રજોહરણ, કોઈ પુરુષનો હાથ છે તેમ માનીને ગીધ ઉપાડી ગયું, પણ રજોહરણ હોવાથી તે ફેંકી દીધું, ત્યારે તે રજોહરણ પુરંદરયશા પાસે પડ્યું. તેણી પણ તે દિવસે મનમાં ખેદ કરી રહી હતી કે, સાધુઓ દેખાતા નથી. તેણે અકસ્માત આવી પડેલ આ રજોહરણ જોયું. ઓઘારીયા આદિથી ઓળખી ગઈ, તેણે નિષદ્યાને છેદીને જોયું તો આ તો તેણીએ જ તેના ભાઈ મુનિને આપેલ રજોહરણ હતું. ત્યારે તેણીને ખબર પડી કે, બધાં સાધુને મારી નાંખ્યા છે. ત્યારે અત્યંત રૂદન કરતી, રાજાની નિંદા કરતી, આક્રોશ વચન કહેવા લાગી, હે પાપી ! તમે જ મારા ભાઈ મુનિને મારી નાંખ્યા છે. પછી તેણી વિચારવા લાગી કે, આવા સંસારમાં રહેવાનું શું કામ છે ? આના કરતા પ્રવ્રજ્યા ગ્રહણ કરવી સારી, ત્યારે દેવતાએ તેણીને ત્યાંથી ઉપાડી મુનિસુવ્રતસ્વામી પાસે મૂકી દીધી. પછી તે (ભાઈ) દેવે સમગ્ર નગરને બાળી નાંખ્યુ, આજપર્યંત તે સ્થળ દંડકારણ્ય નામે જ ઓળખાય છે. આ પ્રમાણે સાધુઓએ વધ પરીષ્મને સહન કરવો જોઈએ. પણ સ્કંદક ઋષિની જેમ નિયાણું કરવું જોઈએ નહીં. ર સંસ્તારકસૂત્ર—પયજ્ઞામાં કિંચિત્ ફેરફાર આ કથામાં જોવા મળેલ છે તે આ પ્રમાણે છે – ત્યાં પાલકને રાજાનો મંત્રી જ બતાવેલ છે. બીજું – મમતારહિત, અહંકારથી પર અને પોતાના શરીરને વિશે પણ અપ્રતિબદ્ધ એવા તે ૪૯૯ મહર્ષિપુરુષે આ રીતે ધાણીમાં પીસાવા છતાં પણ સંથારો અપનાવીને આરાધકભાવ જાળવી રાખ્યો. નિશીથસૂત્ર ભાષ્ય ૫૭૪૧ની ચૂર્ણિમાં સ્કંદકની નગરી શ્રાવસ્તીને બદલે ચંપા કહેલી છે. ત્યાં સ્કંદક રાજા હતો એ પ્રમાણે જ જણાવેલ છે. તેમાં પાલકને મરુગપાલક એવો પુરોહિત કહ્યો છે. તે અક્રિયદૃષ્ટિ (પાપમતિ) હતો તેવું જણાવેલ છે. સ્કંદકનો વધ કરવા Page #97 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૪ માટે તે નિરંતર વિચારતો હતો તેમજ કહ્યું છે. વિશેષમાં સ્કંદકે પોતાના પુત્રને રાજ્યભાર સોંપી દીક્ષા લીધી. પછી શ્રુતજ્ઞ થતા તેને ગચ્છની અનુજ્ઞા મળી. બહેનને જોવા જવું છે તેવી ઇચ્છા વ્યકત કરી, ત્યાં પુરંદરયશાએ સ્કંદકને કંબલરત્ન વડે પ્રતિલાભિત કર્યા, તેની નિષદ્યા કરી. ૯૬ નિશિથ ચૂર્ણિમાં એક વાત એ વિશેષમાં આવે છે કે, સ્કંદકઋષિએ વિનંતી કરેલી કે પહેલા મને પીલી નાંખ, ત્યારે તેમને યંત્ર નજીક સ્તંભ સાથે બાંધી દીધા. છેલ્લે એક બાલશિષ્ય હતા, ત્યારે પણ સ્કંદકાચાર્યએ વિનવણી કરી, તો પણ પહેલાં બાળશિષ્યને જ પીલ્યો. જો કે તે બાળશિષ્ય તો આરાધક થયો પણ સ્કંદકાચાર્યે નિયાણું કર્યું. પુરંદરયશાને ચિંતા થઈ કે સાધુઓ પાણી માટે પ્રથમાલિકા (વ્યવહારથી નવકારશી) માટે કેમ આવ્યા નહીં ? આ તરફ સ્કંદક આચાર્ય કે જે કાળધર્મ પામીને અગ્નિકુમાર દેવ થયેલા તેણે જ સમળીનું રૂપ ધારણ કર્યું. લોહી વડે લિસ એવા રજોહરણને ઉપાડીને પુરંદરયશા પાસે પાળી દીધું. જોઈને એકાએક આક્રંદ કરતી ઉઠી. ...ત્યારપછી પુરંદરયશા, આદિને પરિવાર સહિત તે સ્કંદકદેવ મુનિસુવ્રતસ્વામી પાસે લઈ ગયા. તેઓએ દીક્ષા ગ્રહણ કરી, પછી સ્કંદકે સંવર્તક વાયુ વિકુર્તી રાજાના સૈન્ય, વાહન, નગર આદિ સર્વેને ક્રોધાવિષ્ટ થઈને બાર યોજન સુધી સળગાવી દીધું. ઉત્તરાધ્યયન સૂત્ર વધપરીષહ માટે આ દૃષ્ટાંત આપે છે, જ્યારે નિશીથ સૂત્ર ભાષ્ય અને ચૂર્ણિમાં આ દૃષ્ટાંત આત્મવિરાધના સંદર્ભે અપાયેલ છે. બૃહત્કલ્પ ભાષ્યમાં અનાર્યક્ષેત્રમાં ન વિહરવા માટે આ દૃષ્ટાંત છે. ૦ બૃહત્કલ્પ ભાષ્યમાં ભાષ્ય-૩૨૭૨ થી ૩૨૭૪ તથા તેની વૃત્તિમાં પણ આ દૃષ્ટાંત ઉત્તરાધ્યયન નિયુક્તિ તથા નિસીથ ભાષ્ય—ચૂર્ણિ અનુસાર છે. જે કંઈક વિશેષતા છે. તે આ પ્રમાણે છેઃકોઈ વખતે પાલક દૂત આવ્યો. સ્કંદકકુમારે રાજ્યપર્ષદામાં વાદમાં તેને પરાજિત કર્યો.....પાલકે રાજાને વ્યુગ્રાહિત કરવા કહ્યું કે, ૫૦૦ સુભટો સાથે તે તમારું રાજ્ય છિનવવા આવ્યો છે. પરીષહથી પરાજિત થયો છે. રાજાને પ્રતીતિ ન થઈ ત્યારે પાલકે અગ્રદ્યાનમાં આયુધો છુપાવ્યા. પછી રાજાને તે દેખાડીને ચુગ્રાહિત કરેલા... બહેન પુરંદરયશાએ તેને કંબલરત્ન આપેલ, તેમાંથી રજોહરણ બનાવેલ... પાલક પણ કુંભીમાં પકાવાયો અર્થાત્ નરકે ગયો. ૦ આગમ સંદર્ભ : આયા.ચૂ૫ ૨૩૫, ૨૩૬; નિસી.ભા. ૫૭૪૧ થી ૫૭૪૩ ની ચૂ; બુહ.ભા. ૪૯૯૪, ૫૫૮૩ની ઉત્તનિ ૧૧૧ થી ૧૧૩ + ; - X સંથા. ૫૮ થી ૬૦ + ; મરણ. ૪૪૪, ૪૯૬; બુહ.ભા. ૩૨૭૨ થી ૩૨૭૪ની રૃ. જિય.ભા. ૫૨૮, ૨૪૯૭, ૨૪૯૮; ઉત્ત.ચૂ.પૃ. ૭૩; X ૦ દિલાચાર્ય કથા ઃ બ્રહ્મદ્વીપ શાખાના સિંહવાચકસૂરિના શિષ્યનું નામ સ્કંદિલાચાર્ય હતું. જેમના કારણે આજ પણ અર્ધભરત વૈતાઢ્ય પૂર્વમાં આ અનુયોગ ઉપલબ્ધ છે. તેમનો યશ ઘણાં Page #98 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણ કથા જ નગરોમાં પ્રસરેલો છે અથવા આ અનુયોગ અર્જુ ભરતમાં વ્યાપેલો છે, તે સ્કંદિલાચાર્યના કારણે છે, તે આ પ્રમાણે– દુષમ—સુષમા કાળમાં બાર વર્ષનો મોટો દુકાળ પડ્યો. આવા પ્રકારના મહાન્ દુર્ભિક્ષને કારણે ભિક્ષાલાભ અસંભવ બનવા લાગ્યો. તેને કારણે સીદાતા એવા સાધુઓને પૂર્વના અર્થનું ગ્રહણ, પૂર્વના અર્થનું સ્મરણ, શ્રુતપરાવર્તના આદિ દુષ્કર થવા લાગ્યા. ઘણું બધું શ્રુત વિસરાવા લાગ્યું. અંગ, ઉપાંગ આદિ ગત શ્રુત પણ ભાવથી વિપ્રનષ્ટ થવા લાગ્યું. કેમકે તેના પરાવર્તનાનો અભાવ થવા લાગ્યો. ત્યારપછી બાર વર્ષ વ્યતીત થયા બાદ સુભિક્ષ–સુકાળ થયો. ત્યારે મથુરા નગરીમાં સ્કંદિલાચાર્ય આદિ શ્રમણસંઘે એકત્ર થઈને જેને જે શ્રુતનું સ્મરણ હતું તે તે કહેવા લાગ્યા. કાલિક શ્રુત, પૂર્વગત શ્રુત કંઈક અનુસંધાનથી ઘટિત થયા. જો કે આ વાચના મથુરાનગરીમાં સંઘટિત થયેલ હોવાથી આને માથુરી વાચના કહેવાય છે. આ વાચના તે કાળના યુગપ્રધાન આચાર્ય એવા કંદિલાચાર્યની નિશ્રામાં થઈ અને તેમને અભિમત હોવાથી કંદિલાચાર્ય સંબંધિ વાચના પણ કહેવાય છે. ૦ આગમ સંદર્ભ :નંદી. ૩૫ + ; ૦ તુલકકુમાર કથા ઃ = x = X— યોગસંગ્રહમાંના એક યોગ ‘અલોભતા સંબંધે આ દૃષ્ટાંત છે ૯૭ = - નંદી.ચૂ.પૃ. ૯; સાકેત નગરમાં પુંડરીક નામે રાજા હતો. તેનો નાનોભાઈ કંડરીક યુવરાજ હતો. યુવરાજ કંડરીકની પત્નીનું નામ યશોભદ્રા હતું. અતિશય મનોહર અંગવાળી એવી તેણીને હરતા–ફરતા જોઈને પુંડરીક રાજા તેનામાં ઘણો અનુરાગવાળો બન્યો. ત્યારપછી રાજા પુંડરીક યશોભદ્રાની ઇચ્છા કરવા લાગ્યો, પણ તેણી આ અકાર્ય માટે જરા પણ તૈયાર ન હતી. તેથી પુંડરીક રાજાએ તેના ભાઈ એવા યુવરાજ કંડરીકને મરાવી નાંખ્યો. ત્યારે યશોભદ્રા પણ કોઈ સાર્થ સાથે ભળી જઈને ત્યાંથી પલાયન થઈ ગઈ. તેણી તત્કાળ ગર્ભ ઉત્પન્ન થયો હોય એવી સગર્ભા અવસ્થામાં જ શ્રાવસ્તી પહોંચી, ત્યાં શ્રાવસ્તીનગરીમાં તે સમયે અજિતસેન નામે આચાર્ય અને કીર્તિમતિ નામે મહત્તરિકા સાધ્વીજી હતા. તેણીએ તે મહત્તરિકા સાધ્વીજી પાસે ધારિણીની માફક દીક્ષા ગ્રહણ કરી, પોતાનો સર્વ વૃત્તાંત કહ્યો, પણ ગર્ભની વાત ગુરુને ન જણાવી, ધારિણીની કથા સિવાય એક જ વાત ભિન્ન હતી તે એ કે તેણીએ બાળકનો ત્યાગ ન કર્યો. કાળક્રમે બાળકનો જન્મ થયો. ક્ષુલ્લકકુમાર એ પ્રમાણે નામ રાખ્યું. (શ્રાવકકુળમાં પાલન—પોષણ કરી મોટો કર્યો.) અનુક્રમે દીક્ષા અપાવી, સાધુને યોગ્ય સામાચારી ભણ્યા. પણ જ્યારે યૌવન વય પામ્યા ત્યારે ક્ષુલ્લકકુમાર મુનિએ કહ્યું કે, હું પ્રવ્રજ્યા પાલન કરવા માટે સમર્થ નથી. ત્યારે તેણે માતા સાધ્વીને પૂછયું કે, હું દીક્ષા છોડીને જવા માંગુ છું. ત્યારે માતા સાધ્વીએ તેને ઘણાં સમજાવ્યા, તો પણ દીક્ષામાં સ્થિર ન થયા, ત્યારે કહ્યું કે, તમે મારા વચને બાર વર્ષ રહી જાઓ. ત્યારે તે મુનિ બાર વર્ષ પ્રવ્રજ્યામાં રહ્યા. ૪૨૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આગમ કથાનુયોગ-૪ બાર વર્ષ પૂર્ણ થયા એટલે ફરી પણ દીક્ષા છોડવા તૈયાર થયા. ફરી દીક્ષા છોડવા માટે પૂછવા ગયા. ત્યારે માતા સાધ્વીએ કહ્યું કે, મહત્તરિકાને પૂછી જુઓ. જ્યારે ક્ષુલ્લકકુમારમુનિએ મહત્તરિકાને પૂછયું ત્યારે તેમના આગ્રહથી ફરી બાર વર્ષ દીક્ષામાં રહ્યા. ત્યારપછી એ જ પ્રમાણે આચાર્યના વચનથી દીક્ષામાં બાર વર્ષ રહ્યા. પછી ઉપાધ્યાયના વચનથી બાર વર્ષ રહ્યા. એ પ્રમાણે ૪૮ વર્ષ તેમને પ્રવજ્યામાં સ્થાપિત કર્યા. તો પણ તે મુનિ ત્યારપછી દીક્ષા છોડીને જવા માટે તૈયાર થયા. ત્યારે તેમને વિસર્જિત કરવાનું જરૂરી બન્યું. ત્યારે માતા સાધ્વીએ કહ્યું કે, હવે અહીં-તહીં ભટકશો નહીં. તારા કાકા (પિતૃવ્ય) પંડરીક રાજા છે, આ તારા પિતાની મુદ્રિકા અને કંબલરત્ન હું જ્યારે પલાયન થઈ ત્યારે લાવેલી, તે લઈ જા. આ લઈને જજે. ત્યાં રાજાને બતાવજે, એટલે તને રાજ્યભાગ આપશે. ત્યાં રાજા યાનશાળામાં કોઈ બીજા રાજાની પ્રતિક્ષા કરતો હતો. અત્યંતર પર્ષદામાં કોઈ નાટક ચાલતું હતું. ત્યાં નાટક કરનારી નટી આખી રાત્રિ નાટકનૃત્ય કરીને પ્રભાતકાળે નિદ્રાધીન થવા લાગી ત્યારે તેની માતા નર્તકીએ વિચાર કર્યો કે, લોકોને ખુશ કરવાથી ઘણાં જ ધનની પ્રાપ્તિ થશે, પણ જો હવે થોડા સમય માટે પ્રમાદ કરશે તો અપભ્રાજના થવાની છે. ત્યારે તે નર્વિકાએ ગીત ગાતા-ગાતા જ આ પ્રમાણે બોલીને સાવધાન કરી, હે શ્યામસુંદરી ! સુંદર ગાયું, સુંદર વાજિંત્રો વગાડ્યા, સુંદર નૃત્ય કર્યું, આખી લાંબી રાત્રિ આ રીતે પસાર કરી, તો સ્વપ્નના અંત સમયે અર્થાત્ છેલ્લી રાત્રિએ પ્રમાદ કરીશ નહીં. આ સાંભળીને કુલકકુમારે કંબલરત્ન ફેંક્યુ, યશોભદ્રરાજપુત્ર લાખ મૂલ્યવાળા કુંડલરત્ન ફેંક્યા, શ્રીકાંતા સાર્થવાહીએ લાખ મૂલ્યનો હાર ફેંક્યો. જયસંધિ અમાત્યએ લાખમૂલ્યના કટક આપ્યા, કર્ણપાલ–મહાવતે લાખમૂલ્યનું અંકુશ આપ્યું. એમ દરેકે લાખલાખ મૂલ્યના ભેંટણા આપ્યા. જે જે રીતે સંતુષ્ટ થયા. તે તે તેમણે બધાંએ આપ્યું. રાજાએ આ વૃત્તાંત સાંભળીને કહ્યું કે, આ બધાંને ભેટ આપવાનું કારણ પૂછવું જોઈશે. જો મને તેઓ જણાવશે તો હું સંતુષ્ટ થઈશ અને નહીં જણાવે તો દંડ આપીશ. પ્રભાતે બધાને બોલાવીને પૂછયું કે, હે ભુલ્લક ! તે રત્નકંબલ કેમ ભેટ આપ્યું? ત્યારે તેણે પોતાના પિતાના મરણથી માંડીને બધી વાત કહી – યાવત્ – સંયમના પાલનને માટે અસમર્થ છું તેથી તમારી પાસે આવ્યો છું. હું રાજ્યની અભિલાષા કરતો હતો. ત્યારે રાજાએ કહ્યું કે, હું તને રાજ્ય આપું છું, ત્યારે તે ક્ષુલ્લકે કહ્યું કે, હવે બસ, હવે સ્વપ્નાંત વર્તે છે, અર્થાત્ જીવનનો થોડો ભાગ બાકી છે હવે જો રાજ્યલોભમાં મરણ પામીશ, તો પૂર્વે પાળેલા સંયમનો પણ નાશ થશે. - યુવરાજે કહ્યું કે, તમને મારીને મારે રાજ્ય જોઈતું હતું. ત્યારે રાજા તેને રાજ્ય આપવા તૈયાર થયો. યુવરાજે તે લેવા માટે ના કહી. સાર્થવાહ પત્નીએ કહ્યું કે, બાર વર્ષથી મારો પતિ પરદેશ ગયો છે. હજી પાછો ફર્યો નથી, તે માટે હું વિચારતી હતી કે હવે બીજો પતિ કરું, પણ આ વાત સાંભળીને મારું મન પલટાયું એટલે મેં દાન આપ્યું. અમાત્યે કહ્યું, હું બીજા રાજા સાથે મંત્રણા કરી રહ્યો હતો કે તેમની સાથે કરાર Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા કરું, મહાવતે કહ્યું કે, સીમાડાની આજુબાજુના રાજા કહેતા હતા કે તું પટ્ટહસ્તિ લાવ અથવા તેને મારી નાંખ. ત્યારે હું એમ વિચારતો હતો કે, મારે શું કરવું? પણ આ વાત સાંભળી વિચાર પલટાયો. આ બધાંનો ઉત્તર સાંભળી રાજાએ તેઓને કહ્યું કે, તમને યોગ્ય લાગે તેમ બધાં કરો, ત્યારે કુલકકુમાર વૈરાગ્ય પામી પુનઃ દીક્ષા ગ્રહણ કરી. બધાંએ લોભનો પરિત્યાગ કર્યો. - આ કથા આવશ્યકમાં અલોભતા માટે છે, જ્યારે પારિણામિકી બુદ્ધિના દૃષ્ટાંતમાં પણ આ કથા આવે છે. ૦ આગમ સંદર્ભ :નિસી.ભા. ૧૫૫૭ની વૃ આવનિ ૧૨૮૮ થી ૧૨૯૦ + ૬ આવ.સ્. ર– ૧૯૧, ૧૯૨; ૦ ગાચાર્યા કથા : ગર્ગ ગોત્રમાં ઉત્પન્ન થયા હોવાથી ગાર્ચ નામે ઓળખાતા હતા. એવા આ આચાર્ય ધર્મમાં સ્થિર કરનારા એવા સ્થવીર હતા, ગુણસમૂહને ધારણ કરનારા – આત્મામાં સ્થાપન કરનારા એવા ગણધર હતા, સર્વ સાવદ્ય વિરતિને જાણનારા એવા મુનિ હતા, સર્વ શાસ્ત્રના સંગ્રહ અને ઉપગ્રહમાં કુશળ–વિશારદ હતા. આચાર્યના ગુણોઆચાર, શ્રુત સંપદા આદિથી વ્યાપ્ત–પરિપૂર્ણ હતા, ગણિભાવમાં સ્થિર હતા. તેમજ સમાધિભાવમાં સ્થિત અને પોતાના આત્માને જોડીને રહેતા હતા. શિષ્યને ઉપદેશ આપતા કહ્યું કે, ગાડુ, વાહનને સારી રીતે વહન કરનારા બળદ જે રીતે અટવીને સુખપૂર્વક પાર કરી જાય છે, તે જ રીતે યોગમાં સંલગ્ન મુનિ સંસારને પાર કરી જાય છે. જે ખલુંક–ગળીયા બળદને વાહનમાં જોડે છે. તે એ બળદને મારતો એવો કલેશ પામે છે, અસમાધિનો અનુભવ કરે છે અને અંતે તેનું ચાબુક ટૂટી જાય છે ત્યારે તે સુબ્ધ થયેલો વાહક કોઈની પૂંછડી કાપી નાંખે છે, તો કોઈને વારંવાર વીંધે છે. તે બળદમાંથી કોઈ બળદ રાશ તોડી નાંખે છે તો કોઈ બીજો ઉન્માર્ગે ચાલી જાય છે, કોઈ માર્ગની એક બાજુ પડી જાય છે, તો કોઈ બેસી જાય છે.. ઇત્યાદિ વચનો કહીને તેનો ઉપસંહાર કરતા કહ્યું કે અયોગ્ય બળદ જે રીતે વાહનને તોડી નાંખે છે, એ જ રીતે વૈર્યમાં શિથિલ શિષ્યો ધર્મયાનમાં જોડવાથી તેઓ તેને પણ ભાંગી નાંખે છે. કોઈ ઋદ્ધિનો ગારવ કરે છે, કોઈ રસનો ગારવ કરે છે, કોઈ સુખનો ગારવ કરે છે, કોઈ ભિક્ષાચરીમાં આળસ કરે છે, કોઈ અપમાનથી ડરે છે – યાવત – ગુરુના વચનોથી પ્રતિકૂળ આચરણ કરે છે... ઇત્યાદિ. જેમ પાંખ આવ્યા પછી હંસ વિભિન્ન દિશાઓમાં ઉડી જાય છે, તેમ શિક્ષિત અને દીક્ષિત કરાયેલ, ભોજન-પાનથી પોષિત કરાયેલ એવા કુશિષ્યો પણ અન્યત્ર ચાલ્યા જાય છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ આગમ કથાનુયોગ-૪ - - - આ બધી વાતથી ખિન્ન થઈને ધર્મરૂપી યાનના સારથી આચાર્ય વિચારે છે કે, મારે આવા દુષ્ટ શિષ્યોથી શો લાભ ? આમને કારણે તો મારો આત્મા સીદાય છે. એમ વિચારતા તે ગાર્ગાચાર્યએ ચિંતવ્યું કે આવા દુષ્ટ શિષ્યોને કારણે તેમને સન્માર્ગે પ્રેરિત કરવામાં મને ઘણો જ શ્રમ પડે છે, આવા દુષ્ટ શિષ્યોને સતત માર્ગે લાવવામાં – તેમને પ્રેરણાદિ કરવામાં મારે સતત વ્યગ્રતા અનુભવવી પડે છે. ગર્દભ સમાન મારા આ શિષ્યો છે. તેમને પ્રેરિત કરવામાં જ મારો કાળ વીતી જાય છે. આ પ્રમાણે વિચારીને તે ગર્ગાચાર્યે ગળિયાગર્દભ સમાન શિષ્યોનો ત્યાગ કર્યો અને દૃઢતાથી તપસાધનામાં લાગી ગયા અને તે મૃદુ અને માર્દવ સંપન્ન, ગંભીર, સુસમાહિત અને શીલસંપન્ન મહાન્ આત્મા એવા ગર્ગાચાર્ય પૃથ્વી પર વિચારવા લાગ્યા. ૦ આગમ સંદર્ભ :ઉત્ત. ૧૦૫૯ થી ૧૦૭૫, ઉત્ત. ૧૦૫ત્ની , ૦ ગાગલિ કથા : (આ કથાનો સંદર્ભ ગૌતમ ગણધર કથામાં તથા શાલ–મહાશાલની કથામાં પણ આવે છે) તે કાળ, તે સમયે પૃષ્ઠચંપા નામે નગરી હતી, ત્યાં શાલ નામે રાજા હતો, મહાશાલ નામે યુવરાજ હતો. તે શાલ–મહાશાલની બહેન યશોમતી નામે હતી, તેણીના લગ્ન કંપિલપુરના રાજા પિઢર સાથે થયા હતા. આ પિઢર અને યશોમતીનો ગાગલિ નામે એક પુત્ર હતો. ત્યારે વર્ધમાનસ્વામી સમોસર્યા. સુભૂમિભાગ ઉદ્યાનમાં રહ્યા. રાજાશાલ નીકળ્યો, ધર્મ સાંભળીને બોધ પામ્યો, ભગવંતને કહ્યું કે, મહાશાલને રાજ્ય પર સ્થાપીને હું દીક્ષા લેવા ઇચ્છું છું. તેણે આવીને મહાશાલને વાત કરી. ત્યારે મહાશાલે કહ્યું કે, હું પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું. મારે પણ દીક્ષા ગ્રહણ કરવી છે ત્યારે તે બંનેએ પોતાના ભાણેજ ગાગલિને કાંપિલ્મથી બોલાવ્યો અને પટ્ટબદ્ધ રાજારૂપે અભિષેક કર્યો. ગાગલિએ પણ શ્રેષ્ઠ એવી શિબિકા તૈયાર કરાવી, તેમાં બિરાજમાન થઈ શાલ અને મહાશાલ નીકળ્યા. બંને પ્રવજિત થયા. તે વખતે યશોમતી શ્રાવિકા થઈ, શ્રમણ બનેલા શાલ અને મહાશાલ બંનેએ અગિયાર અંગોનું અધ્યયન કર્યું – યાવત્ – શાલ અને મહાશાલ મુનિની વિનંતીથી ભગવંત મહાવીર જ્યારે ચંપાનગરી પધાર્યા, ત્યારે શાલ-મહાશાલ સાથે ગૌતમસ્વામીને પૃષ્ઠ ચંપાનગરી મોકલ્યા. પૃષ્ઠચંપામાં આ સમાચાર મળતા ગાગલિ, પીઢર અને યશોમતી નીકળ્યા. ભગવદ્ ગૌતમસ્વામીએ ધર્મ કહ્યો. તેઓ ધર્મનું શ્રવણ કરીને સંવેગ પામ્યા. ત્યારે ગાગલિએ પોતાના પુત્રને રાજ્યભાર સોંપ્યો અને માતાપિતાની સાથે પોતે પણ દીક્ષા લીધી. ત્યારપછી ગૌતમસ્વામી તેમને લઈને ચંપાનગરી તરફ પ્રયાણ કર્યું. તે સમયે શાલ અને મહાશાલને અતિ હર્ષ થયો. અહો ! આવા શુદ્ધ ભાવથી અમને સંસારથી ઉદ્ધર્યા. શાલને એમ વિચારતા તે બંનેને કેવળજ્ઞાન થયું. Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૦૧ આ વખતે ગાગલિ આદિને પણ એવો શુભ અધ્યવસાય થયો કે, આમને મને રાજ્ય પણ આપ્યું અને સંસારથી પણ છોડાવ્યા. ખરેખર આ મારા મહાનું ઉપકારી છે. આ પ્રમાણે વિચારતા શુભ અધ્યવસાય વડે ત્રણેને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ પ્રમાણે ઉત્પન્ન કેવળજ્ઞાન થયેલા તે સર્વે ચંપાનગરી ગયા. ભગવંત મહાવીરને પ્રદક્ષિણા કરીને તીર્થને પ્રણામ કરીને કેવલિપર્ષદા તરફ ગયા. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૭૬૪ની , આવ.૨.૧– ૩૮૧; સર્પૃ. ૫ર; ઉત્ત.નિ. ૨૮૫ + + – ૪ – ૪ – ૦ ગુસંધર કથા : ગુરંધર નામે એક સ્થવિર ભગવંત હતા. તેઓ દીનતારહિત માનસવાળા હતા, શાશ્વત સુખના અભિલાષી, અતિ નિશ્ચિત્ત દૃઢમનોબળવાળા હતા. શ્રમણપણાના સમગ્ર ગુણોને ધારણ કરતા, ચૌદ પૂર્વધર, ચરમશરીરવાળા, તદ્ભવમુક્તિગામી એવા ગણધર હતા. જેની પાસે ગોવિંદ બ્રાહ્મણે દીક્ષા અંગીકાર કરેલી. આ કથા સુસઢ કથા અંતર્ગત્ ગોવિંદ બ્રાહ્મણની કથામાં આવે છે. તેથી વિશેષ કોઈ ઉલ્લેખ મળતો નથી. ૦ આગમ સંદર્ભ :મહાનિ ૧૪૯૭ - ૪ - ૪ - ૦ ગુણચંદ્ર/મુનિચંદ્રસાગરચંદ્ર/ચંદ્રાવતંસક કથા : ( કક્કાવારી ક્રમાંક મુજબ ગુણચંદ્રની કથા આવે, પણ અહીં ઉક્ત ચારે પાત્રો પરસ્પર સંકડાયેલ હોવાથી ચારે કથા સાથે લીધી છે.) (% મુખ્યત્વે આ કથા બ્રહ્મદત્ત ચક્રવર્તીના પૂર્વભવના વર્ણનમાં આવી ગયેલ છે તો પણ અહીં તેનો સમુદિત ઉલ્લેખ કર્યો છે.) (ક્ર આવશ્યક નિર્યુક્તિ વૃત્તિ અને આવશ્યક પૂર્ણિમાં થોડો કથાભેદ જોવા મળે છે, એ જ રીતે ઉત્તરાધ્યયન વૃત્તિ કે ચૂર્ણિ અને આવશ્યક વૃજ્યાદિમાં પણ આ કથામાં કિંચિંતુ ભેદ જોવા મળેલ છે.) ( ચંદ્રાવતંસક રાજાનું આવશ્યકનું વર્ણન, ઉત્તરાધ્યયનના વર્ણન કરતાં જુદુ પડે છે. કેમકે ઉત્તરાધ્યયન નિર્યુક્તિ વૃત્તિમાં તેની પત્ની એક જ ધારિણી બતાવી છે, જ્યારે આવશ્યક ચૂર્ણિમાં ઘારિણી અને અન્ય એક કહી છે, જ્યારે આવશ્યક વૃત્તિમાં સુદર્શન અને પ્રિયદર્શના કહી છે.) ( આ ઉપરાંત એક મહત્ત્વનો ભેદ એ છે કે, ઉત્તરાધ્યયન વૃત્તિ મુજબના ચંદ્રાવતંસક રાજાએ દીક્ષા લીધી એવો ઉલ્લેખ છે. તેઓ પછી મોક્ષે ગયા છે, જ્યારે આવશ્યકમાં તે (પૌષધ) પ્રતિમાએ સ્થિત છે, તેમ જણાવી, અભિગ્રહ પ્રતિમામાં જ કાળધર્મ પામ્યાનું જણાવેલ છે. આ બંને માન્યતા એકબીજાથી તદન ભિન્ન છે. કેમકે પ્રથમ મત મુજબ તે શ્રમણ છે તેમ સાબિત થાય છે, બીજા મત મુજબ તે શ્રાવક છે તેવું જ પ્રતિપાદિત થાય છે.) (* આ મુખ્ય તફાવત સિવાય બીજી ઘણી સામ્યતા પણ જોવા મળે છે. તેથી બંને કથા એક Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આગમ કથાનુયોગ-૪ જ હોય તેવો આભાસ ઉત્પન્ન થાય છે. કેટલાંક એક જ છે તેવું માને છે, પણ આ નિર્ણય બહુશ્રુત પાસે કરાવવો. કેમકે બંને અલગ છે તેવું સ્પષ્ટ જણાય છે, વળી પ્રથમ ચંદ્રાવતુંસકની કથા તેણે દીક્ષા લીધી છે માટે શ્રમણ વિભાગમાં જ રહેશે, જ્યારે બીજા ચંદ્રાવતંસકની કથામાં અભિગ્રહ પ્રતિમાયુક્ત હોવાથી શ્રાવક વિભાગમાં જશે. તેમજ પૌષધ પારણ સૂત્રમાં જે ચંદ્રાવતંસકનો ઉલ્લેખ છે, ત્યાં તો તે સ્પષ્ટતયા શ્રાવક છે તેમજ સાબિત થાય છે. કેમકે સાધુને પૌષધ ન હોય.) (અમે અહીં બંને કથા ક્રમશઃ જ આપી છે. પહેલા ઉત્તરાધ્યયનની વૃત્તિમાં છે તે પ્રમાણે, પછી આવશ્યક વૃત્તિ અને ચૂર્ણિમાં છે તે મુજબ, કેમકે અમોને આ બંને કથા ભિન્ન ભિન્ન જ હોય તેવું સ્પષ્ટ લાગે જ છે.) ૦ ઉત્તરાધ્યયન વૃત્તિ અને શૂર્ણિ અનુસાર કથા : # આ કથાનો ઉલ્લેખ બ્રહ્મદત્ત ચક્રવર્તીના પૂર્વભવમાં છે. ૦ ચંદ્રાવતંસક – સાગરચંદ્ર ૦ મુનિચંદ્ર કથા : કોશલના અલંકારભૂત સાકેત નામે નગર હતું. ત્યાં જીવ–અજીવ આદિ તત્વના જાણકાર ચંદ્રાવતંસક નામે રાજા હતો. તેને ધારિણી દેવી નામે પત્ની (રાણી) હતી. તેઓને મુનિચંદ્ર નામે પુત્ર હતો. પછી કોઈ વખતે તે રાજાને સંવેગ ઉત્પન્ન થતા, પોતાના પુત્ર મુનિચંદ્રને રાજ્ય પર અભિષિક્ત કરીને પ્રધ્વજ્યા ગ્રહણ કરી. સારી રીતે પ્રવજ્યાનું પરિપાલન કરીને કર્મરૂપી મળનું નિવારણ કરીને તે અપવર્ગ–મોક્ષે ગયા. પછી કોઈ વખતે સાગરચંદ્ર નામના આચાર્ય કે જેઓ ઘણાં શિષ્યોથી પરિવરેલા હતા, તેઓ સાકેતનગરી પધાર્યા. ત્યારે મુનિચંદ્ર રાજા તેમના વંદનાર્થે નીકળ્યા. તેણે આચાર્ય ભગવંતને જોયા, તેમની સ્તુતિ કરીને, તેમની પાસે બેઠો, આચાર્ય ભગવંતે તેને વિશુદ્ધ એવા શ્રત અને ધર્મને કહ્યો – ત્યારે મુનિચંદ્રને આ ધર્મ કરવાનો – આચરવાનો અભિલાષ જાગ્યો, ત્યારે પોતાના પુત્રને રાજ્ય પર સ્થાપી મુનિચંદ્રએ દીક્ષા–શ્રામસ્યા ગ્રહણ કર્યું. ત્યારપછી ગ્રહણ–આસેવન શિક્ષા ગ્રહણ કરી. કોઈ વખતે સાગરચંદ્રસૂરિ પોતાના ગચ્છ સહિત કોઈ સાર્થની સાથે વિહાર કર્યો. મુનિચંદ્રમુનિ પણ તેમની સાથે ચાલતા ગુરુના નિયોગપૂર્વક ભોજનપાન નિમિત્તે નજીકના કોઈ ગામમાં એકાકી જ પ્રવેશ્યા. જ્યારે તેઓ આ રીતે પ્રવેશતા હતા, ત્યારે આચાર્ય ભગવંત સહિત આખો સાર્થ જવા લાગ્યો. તેઓ ભૂલી ગયા કે મુનિચંદ્રમુનિ ગૌચરી અર્થે ગયા છે. ભોજન પાન ગ્રહણ કરીને તુરંત જ તેઓ માર્ગે ચાલવા લાગ્યા. પછી ચારે દિશામાં સાર્થને શોધવા લાગ્યા. પણ સાથેની ભાળ ન મળતા તેઓ માર્ગથી ભ્રષ્ટ થયા. ત્યારપછી તેઓ અનેક શાર્દુલજાલ, દ્વિપ કદમ્બક શાલ શલકી વગેરે વૃક્ષોને પાર કરતા વિંધ્ય અટવી પહોંચ્યા. ગિરિ કંદરાદિમાં પરિભ્રમણ કરતા તેઓએ ઉચાં-નીચા ભૂમિભાગને જોયો. ભયાનક એવા રીંછ–સ્થાપદ આદિ પશુઓને જોયા તેમ કરતા ત્રીજા દિવસે તેઓ પાર પામ્યા. ત્યારે તેમની કૃષિ ભૂખથી પીડિત થઈ, કંઠ અને તાળવું સૂકાઈ ગયા. પછી કોઈ વૃક્ષની છાયામાં ચેષ્ટારહિત થઈને પડેલા હતા તે ચાર ગોપાલ બાળકોએ જોયા. તેઓને અનુકંપા ઉત્પન્ન થઈ. Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૦૩ ત્યારપછી તે ચારે ગોપાળોએ મુનિચંદ્રમુનિને ગોરસ મિશ્રિત જળ વડે તેમને અભિષિક્ત કર્યા. તે જ જળ તેમને પીવડાવ્યું. સારી રીતે આશ્વસ્ત કરી ગોકુળમાં લઈ ગયા. તેઓએ જાગૃત થઈને તત્કાળ આલોચના કરી. ત્યારપછી પ્રાસુક અન્નાદિ વડે પ્રતિલાભિત કર્યા. ત્યારે ગોવાળ પુત્રોને જિનપ્રણિત ધર્મ કહ્યો. તેઓએ પણ આ ભાવગર્ભને ગ્રહણ કર્યો. પછી વિવક્ષિત સ્થાને ગયા. તે મુનિના મળ આદિથી લિપ્ત દેહને જોઈને બે ગોપાળપુત્રોએ જુગુપ્સા કરી. પણ મુનિની અનુકંપાના ભાવથી સમ્યકત્વ અનુભવ વડે નિવર્તિત થયા. ચારે ગોપાળ પુત્રોએ દેવાય ઉપાર્જન કર્યું, મરીને દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવીને તેમાંના બે ગોપાળ પુત્રો કે જેમણે જુગુપ્સા કરી ન હતી તે કેટલાંક ભવ પછી ઇષકાર નગરે બ્રાહ્મણ કુળમાં પુરોહિત પુત્રો થયા જેની કથા ઇષકાર રાજાની કથામાં આવેલી છે. (જુઓ ઇષકાર કથા – ત્યાંથી તેઓ મોલે ગયા.) જેમણે જુગુપ્સા કરેલી તેવા બે ગોવાળપુત્રો દશાર્ણ જનપદે બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયા. જે કાળક્રમે બ્રહ્મદત્ત ચક્રવર્તી આદિ થયા – (કથા જુઓ બ્રહ્મદત્ત ચક્રી) ૦ આગમ સંદર્ભ :ઉત્તનિ ૩૩૩ + 4 ઉત્ત.ચૂપૃ. ૨૧૩; – ૪ –– » –– ૦ આવશ્યક વૃત્તિ અને શૂર્ણિ અનુસાર કથા – (ચંદ્રાવતંસક બીજા) - ૦ ચંદ્રાવતંસક ૦ સાગરચંદ્ર ૦ ગુણચંદ્ર : સામાયિકના આઠ ભેદોમાં સમયિક નામક સામાયિકના ભેદમાં આ કથા આપેલ છે. તે આ પ્રમાણે– સાકેત નગરે ચંદ્રાવતંસક નામે રાજા હતો. તેને બે પત્નીઓ હતી. (આવશ્યક ચૂર્ણિ મુજબ-) એકનું નામ ધારિણી હતું અને બીજી પણ એક પત્ની હતી, જેનો નામોલ્લેખ નથી. (આવશ્યક વૃત્તિ મુજબ-) એકનું નામ સુદર્શના હતું. બીજી પત્નીનું નામ પ્રિયદર્શના હતું. (આવ.યૂ.મુજબ –) ધારિણી મહાદેવીને બે પુત્રો હતા – ગુણચંદ્ર અને મુનિચંદ્ર, બીજી રાણીને પણ બે પુત્રો હતા (જેન નામ આપ્યા નથી) (આવ વૃ.મુજબ-) સુદર્શનાને બે પુત્રો હતા. સાગરચંદ્ર અને મુનિચંદ્ર અને પ્રિયદર્શનાને પણ બે પુત્રો હતા. ગુણચંદ્ર અને બાલચંદ્ર. સાગરચંદ્ર યુવરાજ બન્યો અને મુનિચંદ્રને ઉજ્જૈનીનો વહીવટ સોંપાયો હતો (આવ.ચૂમુજબ-) ગુણચંદ્ર યુવરાજ હતો. મુનિચંદ્રને ઉજ્જૈનીનો વહીવટ સોંપાયો હતો. (અહીં આવશ્યક પૂર્ણિ અને વૃત્તિમાં નામોમાં કંઈક વાચના ભેદ જણાય છે, તો પણ બંને દષ્ટાંત સમયિક-સામયિક અંગેના જ હોવાથી તેમજ એક જ નિર્યુક્તિના વિવેચનમાં લખાયા હોવાથી સાથે-સાથે આપેલ છે. બંનેમાં કથા ભિન્નતાને બદલે નામોમાં કોઈ વાંચનાભેદ હોય તેવી સંભાવના વધારે છે) (અહીંથી તે કથા આવશ્યક વૃત્તિ મુજબ જ આપી છે. માત્ર તફાવતની નોંધ અમે આવશ્યક ચૂર્ણિ મુજબ કરેલ છે. બંનેમાં સામાન્ય હોય તેવી વાત સીધી જ નોંધી છે.) આ તરફ મહામાસમાં ચંદ્રાવતંસક રાજા પ્રતિમા ધ્યાને (પૌષધ કે કાયોત્સર્ગ પ્રતિમાએ પોતાના વાસગૃહમાં રહેલા હતા. તેઓએ એવો અભિગ્રહ કરેલો હતો કે જ્યાં સુધી વાસગૃહમાં દીપ જલતો રહે ત્યાં સુધી હું આ પ્રતિમા પારીશ નહીં. તે વખતે ત્યાંની શધ્યાપાલિકા–દાસીએ વિચાર્યું કે, સ્વામી દુઃખમાં અંધકારમાં રહી શકશે નહીં, તેઓ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪. આગમ કથાનુયોગ-૪ પ્રતિમાએ રહ્યા છે, અંધકારમાં કંઈ પ્રવેશે નહીં માટે તેણીએ ફરીથી દીવામાં તેલ પૂર્યું. એ જ રીતે બીજા પ્રહરે પણ દાસીએ દીવામાં તેલ પૂર્યું. એ દિવો અર્ધ રાત્રમધ્યરાત્રિ સુધી પ્રજ્વલિત રહ્યો, ફરીથી તેણીએ તેલ પૂર્યું. એ રીતે ત્રીજા પ્રહરના અંત સુધી દીવો જલતો રહ્યો, પછી છેલો પ્રહર આવ્યો ત્યારે પણ ફરીથી દીવામાં તેલ પૂરી દીધું. એ રીતે આખી રાત્રિ દીવો જલતો રહ્યો. રાજાને અભિગ્રહ હોવાથી તેણે પ્રતિમા પારી નહીં. રાજા શરીરેથી સુકુમાલ હોવાને કારણે આખી રાત્રિ આ રીતે પસાર કરતા, વેદનાથી અભિભૂત થઈને તે કાળધર્મ પામ્યા – મૃત્યુ પામ્યા. (નોંધ – આ કથા શ્રાવક વિભાગની કથા છે કેમકે તેમણે શ્રાવકપણામાં પૌષધ્ધતિમા અંગીકાર કરેલી. પરંતુ માત્ર સળંગ કથા હોવાને કારણે અહીં આપેલ છે. આ કથા શ્રમણ વિભાગની કથા નથી) ત્યારપછી સાગરચંદ્ર રાજા થયો, કોઈ દિવસે માતાની શોક્ય (સપત્ની) એ કહ્યું કે, આ રાજ્યને તારા પુત્રએ ગ્રહણ કરેલ છે. હું પ્રવજ્યા લેવા ઇચ્છું છું. પણ, સાગરચંદ્રની માતા તેમ ઇચ્છતી ન હતી. તેણી યાનમાં નીકળી ત્યારે રાજ્યલક્ષ્મીને દીપ્યમાન જોઈને વિચારવા લાગી કે, મારા પુત્રને રાજ્ય મળે તે ઇષ્ટ નથી, આ તરફ શોક્યપત્ની તેને મારી નાંખવા માટે છિદ્રો શોધવા લાગી. કોઈ વખતે સાગરચંદ્ર ભૂખથી પીડાતો હતો. તેણે રસોઈયાને સંદેશો આપ્યો. પૂર્વે જે કંઈ બનાવીને રાખ્યું હોય તે હું ખાઈ લઈશ, રસોઈયાએ સિંહુકેશરિક લાડુ દાસીના હાથમાં આપી, તેને રવાના કરી, ત્યારે તેની સાવકી માતા પ્રિયદર્શનાએ તે જોયું. ત્યારે દાસીને કહ્યું કે, મને જોવા દે, ભોજનમાં શું છે ય દાસીએ તે મોદક (લાડ) તેણીને આપ્યા. પ્રિયદર્શનાએ પૂર્વેથી તેણીના હાથ વિષ વડે લીંપી રાખ્યા હતા. તેના વડે તેણીએ મોદકને વિષથી લિંપિત કરી દીધા. ત્યારપછી બોલી કે, અહો ! ઘણાં સુગંધી મોદક છે, એમ કહીને તે મોદક દાસીને પાછા આપ્યા. ત્યારપછી દાસીએ જઈને તે મોદક રાજા સાગરચંદ્રને આપ્યા. તે વખતે તે બંને કુમારે ત્યાં સાથે જ ઊભા હતા. રાજાએ વિચાર્યું કે, આ બંને સુધારૂં હોય ત્યારે હું કેમ આ મોદક ખાઈ શકું ? રાજાએ મોદકના બે ભાગ કરી તે બંનેને આપી દીધા. તે બંનેએ ખાવાનો આરંભ કર્યો. તે બંનેના શરીરમાં વિષ-ઝેર ચડવાનું શરૂ થયું. રાજાએ સંભ્રાન્ત થઈને વૈદ્યોને બોલાવ્યા. વૈદ્ય તેઓને સુવર્ણનું પાન કરાવ્યું. ત્યારે તે બંને સાજા થયા (વિષરહિત થયા.) ત્યારપછી રાજાએ દાસીને બોલાવી. તેણીને પૂછયું કે, તું મોદક લાવી ત્યારે કોઈને તેની જાણ હતી કે કેમ ? દાસી બોલી કે ફક્ત આ બે કુમારોની માતા પ્રિયદર્શના તે વાત જાણતા હતા. પછી સાવકી માતાને બોલાવીને પૂછયું, હે પાપી ! જ્યારે રાજ્ય અપાતું. હતું ત્યારે ઇડ્યું નહીં, હવે પરલોકના ભાતારૂપ સંસારમાં નાંખવા ઇચ્છે છે. ત્યારે તેમને બંનેને રાજ્ય આપી સાગરચંદ્રએ દીક્ષા લીધી. (આવશ્યક પૂર્ણિમાં આ કથા આ પ્રમાણે જ છે – મહત્ત્વનો ફર્ક એ છે કે તેમાં સાગચંદ્રના સ્થાને ગુણચંદ્રનું નામ છે અર્થાતું ચંદ્રાવતંસક રાજાના મૃત્યુ બાદ ગુણચંદ્ર રાજા થયો. શેષકથા ઉપર મુજબ જ છે. છેલ્લે ગુણચંદ્રરાજાએ દીક્ષા લીધી તેમના ગુરુનું નામ સાગરચંદ્ર હતું. (આ સાગરચંદ્ર Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૦૫ 0 ગ્રામ કોઈક બીજા જ આચાર્ય હતા, ચંદ્રાવતંસક રાજાના પુત્ર હતા તે સાગરચંદ્ર નહીં તે ખ્યાલમાં રાખવું). અન્ય કોઈ દિવસે સંઘાટક સાધુ (બે સાધુ) ઉજ્જૈની પધાર્યા. ત્યારે સાગરચંદ્ર (બીજા મતે ગુણચંદ્ર) પૂછયું કે, ઉજ્જૈની ઉપસર્ગ રહિત છે ? ત્યારે તે સાધુ યુગલે કહ્યું કે, ના, ત્યાં રાજપુત્ર અને પુરોહિતપુત્ર સાધુને પીડા આપે છે. ત્યારે તે અમર્ષથી ત્યાં ગયા, ત્યાં સાધુ દ્વારા તેમને વિશ્રમિત કરાયા. પછી ભિક્ષાવેળા થતાં સાંભોગિક સાધુઓએ કહ્યું, ભિક્ષા લાવશો ? ત્યારે તેણે કહ્યું કે, હું આત્મલબ્ધિવાન્ છું. મને સ્થાપના કુળો જણાવો. તેઓએ તેમને એક બાળસાધુ આપ્યા. તે બાળ સાધુ પુરોહિતનું ઘર બતાવીને ચાલ્યો ગયો. ત્યારે આ પણ ત્યાં પ્રવેશ કરીને મોટા-મોટા અવાજ “ધર્મલાભ' કહેવાનું શરૂ કર્યું. ત્યારે અંતઃપુર હાહાકાર કરતું નીકળ્યું. તેટલામાં રાજપુત્ર અને પુરોહિત પુત્ર બહાર નીકળ્યા. પછી મુનિને કહ્યું કે, તમે નૃત્ય કરો. ત્યારે મુનિએ પાત્રો સ્થાપન કરીને નૃત્ય શરૂ કર્યું. પણ તે બંને વાજિંત્ર વગાડવાનું જાણતા ન હતા. તેથી મુનિએ કહ્યું કે, ચાલો આપણે યુદ્ધ કરીએ. ત્યારે તે રાજપુત્ર અને પુરોહિતપુત્ર બંને સાથે જ લડવા આવ્યા. ત્યારે તે મુનિએ તેના મર્મસ્થળમાં ઘા કર્યો અને યંત્રની માફક તેમના સાંધાને અસ્થિર કરી દીધા. પછી ત્યાંથી નીકળી ગયા. પછી ત્યાંથી નીકળી કોઈ ઉદ્યાનમાં રહ્યા. જ્યારે મુનિચંદ્ર રાજાને આ વાતની ખબર પડી. ત્યારે તેણે મુનિની શોધ કરી. સાધુઓએ કહ્યું કે, કોઈ મહેમાન સાધુ આવેલા હતા તે સિવાય અમે કંઈ જાણતા નથી. વધારે તપાસ કરતા તે સાધુ અગ્નિ ઉદ્યાનમાં જોવા મળ્યા. મુનિચંદ્ર રાજાએ ત્યાં જઈ ખમાવ્યા. ત્યારે તે મુનિએ રાજાને કોઈ પ્રતિભાવ ન આપ્યો કે ન કોઈ વાત કરી. પછી કહ્યું કે, જો તે રાજપુત્ર અને પુરોહિતપુત્ર દીક્ષા ગ્રહણ કરે તો તેમને મુક્ત કરું. ત્યારે રાજાએ તે બંનેને પૂછયું – તે બંને સંમત થયા. ત્યારે તે બંનેને સાથે લઈને ચાલ્યા અને તેમના સાંધા સ્થિર કર્યા પછી તે બંનેનો લોચ કરીને તેમને દીક્ષિત કર્યા. ત્યારે રાજપુત્રે તો મુનિને પોતાના કાકા જાણીને સમ્યક્તયા સંયમને સ્વીકાર્યો. પણ પુરોહિતપુત્રએ જુગુપ્સા ભાવ ધારી રાખ્યો કે, આમને અમને બંનેને કપટથી દીક્ષા આપી છે. તે બંને મૃત્યુ પામી દેવલોકે ગયા. (પછીની કથા મેતાર્યમુનિમાં આવશે, માટે અહીં આપેલ નથી.) (ઉક્ત કથામાં આવશ્યક ચૂર્ણિ અનુસાર સર્વત્ર ગુણચંદ્રમુનિ સમજવું, જ્યારે આવશ્યક વૃત્તિમાં સર્વત્ર સાગરચંદ્રમુનિ સમજવું) ૦ આગમ સંદર્ભ :આવ.યૂ.૧–. ૪૯ર, ૪૯૩; આવ.નિ. ૮૬૮ની વૃ; ૦ ગોવિંદવાચક કથા : ગોવિંદ નામે એક ભિક્ષુ હતો – બુદ્ધ સાધુ હતો. તેને કોઈ આચાર્યએ વાદમાં અઢાર વખત હરાવ્યો. ત્યારે તેણે વિચાર્યું કે, જ્યાં સુધી આમની પાસેથી સિદ્ધાંતનું સ્વરૂપ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ આગમ કથાનુયોગ-૪ હું જાણીશ નહીં ત્યાં સુધી આમને જિતવા શક્ય નથી. ત્યારે તે જ્ઞાનના આવરણને દૂર કરવા માટે, તે જ આચાર્ય પાસે દીક્ષિત થયા. તેમની પાસે સામાયિકાદિનું અધ્યયન કર્યા બાદ શુદ્ધ સમ્યક્ત્વને પ્રાપ્ત કર્યું. ત્યારપછી ગુરુ ભગવંતને વંદન કરીને કહ્યું કે, મને વ્રત ઉચ્ચરાવો. ગુરુ ભગવંતે પૂછયું કે, કેમ મેં તને વ્રત ઉચ્ચરાવ્યા નથી ? ત્યારે તેણે સદ્ભાવ કહ્યો અર્થાત્ જે વાત જે સ્વરૂપે હતી તે કહી. ત્યારે ગુરુ ભગવંતે તેને વ્રત ઉચ્ચરાવ્યા. ત્યારબાદ ગોવિંદ આર્યએ એકેન્દ્રિય જીવ આશ્રિને ગોવિંદનિર્યુક્તિની રચના કરી. ૦ નિશીથ સૂત્રમાં આ દૃષ્ટાંત જ્ઞાનનાચોર (નાણસ્તન) માટે આપેલ છે. ૦ વ્યવહાર સૂત્રમાં તે મિથ્યાત્વ-સમ્યકત્વની ચતુર્ભગીમાં નોંધેલ છે. ૦ દશવૈકાલિકમાં આ દૃષ્ટાંત પ્રતિલોમ દ્વારમાં આપેલ છે. ૦ ઠાણાંગમાં આ દૃષ્ટાંત છંદા નામક પ્રવજ્યાના ભેદમાં અને સૂત્રરૂચિ સમ્યકત્વમાં આપેલ છે. ૦ આ રીતે ભિન્ન ભિન્ન સ્થાને વિભિન્ન હેતુથી આ દૃષ્ટાંત અપાયેલ છે. ૦ આગમ સંદર્ભ :આયા. ચૂ. ૨૭, ૬૦, ૨૨૮; ઠા. ૮૯૮, ૯૬૩ની વૃ, નિસી.ભા. ૩૬૫૬, ૫૫૭૩ + ચૂક વવ.ભા. ર૭૦૯, ૨૭૧૦ + વૃ; આવ.ચૂર-પૃ. ૨૦૧, ૩૦૬, ૩રર; દસ.નિ૮૨ + 9: દસ ચૂપૃ. ૫3; – – – ૦ ધૃતપુષ્પમિત્ર કથા : આર્યરક્ષિતના એક શિષ્ય હતા, જે પોતાની વિશિષ્ટ લબ્ધિ વડે ઘી ઉત્પન્ન કરી શકતા હતા. (આ કથા આર્યરક્ષિત કથામાં આવી ગયેલ છે.) ૦ આગમ સંદર્ભ :આવનિ ૭૮૩માં ભા. ૧૪ર; આવ. ૨.૧–૫. ૪૦૯, ૦ ચંડપિંગલ કથા : વસંતપુર નગરમાં જિતશત્રુ નામે રાજા હતો. તે રાજાની ગણિકા શ્રાવિકા હતી. તે ચંડપિંગલ નામના ચોર સાથે રહેતી હતી. કોઈ વખતે તેણે રાજાને ત્યાંજ ખાતર પાડી એક હાર ચોરી લાવ્યો. ભીતમાં ગોપવી દીધો. પછી કોઈ વખતે ઉદ્યાનમાં જવાનું થયું ત્યારે ગણિકા સર્વાલંકારથી વિભૂષિત થઈને જતી હતી. તે સર્વે અતિશયોપૂર્વક જતી હતી ત્યારે તેણીએ તે હાર પણ ધારણ કરેલો. જે રાણીનો તે હાર હતો, તે રાણીની દાસીને આ વાત જાણવામાં આવી. ત્યારે તે દાસીએ આ વાત રાણીને કરી. રાજાએ તે જાણીને પૂછયું કે તે ગણિકા કોની સાથે રહે છે ? ત્યારે ખબર પડી કે તે ચંડપિંગલ સાથે રહે છે ત્યારે ચંડપિંગલને પકડી લીધો. પછી તે ચોરને શૂળીએ ચડાવવામાં આવ્યો. ત્યારે તેણીએ વિચાર્યું કે, મારી ભૂખથી આ ચોરને આજ મરવું પડ્યું. ત્યારે તેણીએ એ ચોરને નમસ્કાર મંત્ર આપ્યો. ચોરે પણ Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા નવકાર મંત્ર ગણ્યો. ત્યારે ચોરે મોહગર્ભિત એવું નિયાણું કર્યું કે, હું આ રાણીનો પુત્ર થાઉં. ત્યારપછી તે ચોર તે અગ્રમહિષીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. પુત્રરૂપે પે'લી શ્રાવિકા પણ તે રમાડનારી એવી ધાત્રી થઈ. ૧૦૭ અન્યદા કોઈ વખતે તેણીએ ચિંતવ્યુ કે ચોરનો મરણકાળ અને આ ગર્ભકાળ બંનેનો કાળ સમાન છે. કદાચ તે એક જ હોય. પછી રાજા મૃત્યુ પામ્યો. ત્યારે ચંડપિંગલનો જીવ રાજા થયો. દીર્ઘકાળ પછી તે પ્રવ્રુજિત થયો – દીક્ષા લીધી. ૦ નમસ્કાર મંત્રના માહાત્મ્યમાં આ કથા છે. ૦ આગમ સંદર્ભ : ભત્ત ૧૩૭; આવ.નિ. ૧૦૨૨ + ; - * — X — આવ.યૂ.૧૫ ૫૯૦; ચંડરુદ્રાચાર્ય કથા :— અવંતીજનપદમાં ઉજ્જૈની નગરીમાં સ્નપ્નઉદ્યાનમાં રથયાત્રા ઉત્સવમાં ઘણાં સાધુઓ સમવસર્યા. તેઓ મધ્યે ચંડરુદ્ર નામના આચાર્ય હતા. તેઓ સ્વભાવે અત્યંત રુદ્ર– ક્રોધી હતા. બીજા મતે ચંદરુદ્ર નામના આચાર્ય ઉજ્જૈની નગરીની બહાર પધાર્યા. તેઓનો સ્વભાવ અતિ રોષ—કોપવાળો હતો. તેમની પાસે ઉદાત્ત વેષધારી એવો એક યુવાન પોતાના મિત્રો સાથે આવ્યો. જે જાતિકુલાદિ સંપન્ન હતો, કોઈ શ્રેષ્ઠીનો યુવાનપુત્ર હતો. તે ગણિકા ગૃહેથી નીકળીને આવેલો હતો. (આગમેતર સાહિત્યમાં જણાવે છે કે, તે તાજો જ પરણેલો હતો). બીજા સાધુઓએ અશ્રદ્ધાથી તેને ચંડરુદ્રાચાર્ય પાસે મોકલેલો કે જેથી કાંટાથી કાંટો નીકળે. તેણે વંદન કરીને કહ્યું, હે ભગવંત ! તમે મને સંસારથી પાર ઉતારો. મને પ્રવ્રજ્યા—દીક્ષા આપો. ત્યારે ચંદ્રાચાર્યે પાસે આ આજ રીતે છેતરી શકાશે એમ માનીને જ ત્યાં મોકલાયેલ યુવાનને એવું જ શીખવાડેલ કે, જા આ મહાત્મા તારો નિસ્તાર કરશે. તે યુવાન પણ સ્વભાવથી જ કઠોર હતો. તેથી તેણે વંદના કરી, દીક્ષા આપવા પ્રાર્થના કરી, ત્યારે ચંડરુદ્રાચાર્યે કહ્યું, જા ભમ્મરાખ લઈ આવ. યુવાન ભસ્મ લાવ્યો, એટલે તુરંત જ આચાર્ય ભગવંતે તેનો લોચ કરીને દીક્ષા આપી દીધી. તેને લીધે સાથે આવેલા મિત્રો રોતારોતા ખેદ પામી ત્યાંથી સ્વસ્થાને ચાલ્યા ગયા. તેઓ પણ પોતાના ઉપાશ્રયમાં ગયા. ત્યારપછી કિંચિંતુ શેષ સૂર્ય બાકી રહ્યો ત્યારે માર્ગની પ્રતિલેખના કરી, પછી વહેલી સવારે આપણે વિહાર કરીશું. એમ કહી વિસર્જિત કર્યો. તે શિષ્ય પણ માર્ગ પ્રતિલેખના કરી આવી ગયો. વહેલી પ્રભાતે તેમણે વિહાર કર્યો. ત્યારે આપણે નગર તરફ જઈએ એમ કહ્યું. ચાલતી વખતે માર્ગ ખાડા-ખબડાવાળો હોવાથી ચંડરુદ્રાચાર્યને થાણું— કંટક લાગ્યો. તે વખતે આગળ શિષ્ય અને પાછળ ચંદ્રાચાર્ય ચાલતા હતા. પણ ચંડરુદ્રાચાર્યએ પડવાથી કોપાયમાન થઈને અરે દુષ્ટ શિષ્ય ! એમ કહીને શિષ્યના મસ્તક પર દંડ વડે પ્રહાર કર્યો. શિષ્યનું માથુ ફૂટી ગયું. ત્યારે આચાર્ય ભગવંત બોલ્યા કે, કેમ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ આગમ કથાનુયોગ-૪ માર્ગ બરાબર દેખાતો નથી ? આડો-અવળો ચાલે છે. ત્યારે પણ તે શિષ્યએ આ પ્રહારની વેદના સમ્યકતયા સહન કરી પછી કહ્યું કે, મિચ્છામિ દુક્કડમ્ હવે સમ્યક્ રીતે ચાલીશ. જ્યારે નિર્મળ પ્રભાત થયું, આવશ્યકની વેળા આવી ત્યારે ચંડરદ્રચાર્યએ તે શિષ્યના મસ્તક પરથી પડતું લોહી જોયું. તે વખતે અરેરે! મેં આ ઘણું અકાર્ય કર્યું. આ આજનો દીક્ષિત છે, છતાં કેવો ઉપશમભાવ છે, હું મંદભાગ્ય છું કે, લાંબાકાળના સંયમ પછી પણ મને ક્રોધ રહે છે. એમ વિચારી સંવેગ ભાવથી શિષ્યને ખમાવ્યો. ત્યારે વૈરાગ્યભાવને પ્રાપ્ત કરેલા એવા તે ચંડરુદ્રાચાર્યને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેમના શિષ્યને પણ તે કાળે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેના સકલ સમીહિત પૂર્ણ થયા. આ રીતે મન, વચન, કાયગતિ વડે ગુરુના ચિત્તને અનુરૂપ પ્રવૃત્તિ કરવી જોઈએ. ૦ આવશ્યકમાં આ દૃષ્ટાંત કાયદંડના સંદર્ભમાં આપેલું છે. જ્યારે આ દૃષ્ટાંત ઉત્તરાધ્યયનમાં ઔપચારિક વિનય માટે આપેલું છે. બૃહત્કલ્પમાં આ દૃષ્ટાંત લોકોત્તર પુરુષ (કઠોર) વચનના સંદર્ભમાં નોંધાયેલ છે. (અલબત્ત આગમેતર ગ્રંથમાં આ કથા થોડી જુદી રીતે વર્ણવાયેલ છે, તેમાં તો શિષ્યને પહેલા કેવળજ્ઞાન થયું – પછી તેના નિમિત્તે ચંડરુદ્રાચાર્ય કેવળી થયા તેમ જણાવે છે.) ૦ આગમ સંદર્ભઃબુહ.ભા. ૬૧૦૨ થી ૬૧૦૪; આવ..ર-પૃ. ૭૭; આવા મૂ. ૨૦ની વૃ; ઉત્તમૂ ૧૩ની વ. ઉત્ત.ચૂ. ૩૧; ૦ ચાણક્ય કથા : ગોલ ક્ષેત્રમાં ચણક નામે ગામ હતું, ત્યાં ચણક નામનો બ્રાહ્મણ હતો. તે શ્રાવક હતો. તેના ઘેર સાધુઓ રહ્યા હતા. તેને ત્યાં એક પુત્રનો જન્મ થયો. ત્યારે તેને જન્મતાની સાથે જ દાંત હતા. ત્યારે ચણકે સાધુઓના પગે પડીને કહ્યું કે, આને જન્મતાં જ દાંત છે તો તેનું ભાવિ શું ? તે કહો. ત્યારે સાધુઓએ તેના અતિ આગ્રહને વશ થઈને કહ્યું કે, આ બાળક રાજા થશે. ત્યારે ચણકે વિચાર્યું કે, જો આ રાજા થશે તો દુર્ગતિમાં જશે, તેથી તેણે તે બાળકના દાંત ઘસી નાંખ્યા. ત્યારે ફરી પણ આચાર્યએ કહ્યું કે, તું આ શું કરે છે ? તે દાંત ઘસી નાંખ્યા તો પણ તે રાજા જેવો થશે અર્થાત્ રાજા ન હોવા છતાં તે રાજાની જેમ જ રહેશે. બાલ્યભાવનો ત્યાગ કરી ચાણક્ય ચૌદ વિદ્યાનો પારગામી બન્યો, ત્યારે ચણકશ્રાવક ઘણો જ સંતોષ પામ્યો. તેના માટે એક બ્રાહ્મણ કુળની કન્યા લાવીને તેને પરણાવી. કોઈ વખતે કોઈ કૌતુકને કારણે અથવા બીજા મતે ભાઈના લગ્નપ્રસંગે તેની પત્ની માતૃગૃહે– પિયર ગઈ. તેણીની બહેનના વિવાહ કોઈ અતિ ધનાઢ્ય વ્યક્તિ સાથે થયા. તે બહેન અલંકૃત–વિભૂષિત થઈને આવી. ત્યારે સર્વે પરિજન વર્ગ તે બહેનની સાથે જ આલાપ–સંલાપ કરતો હતો. ત્યારે ચાણક્યની પત્ની એકાંતમાં એકલી બેઠી હતી. ત્યારે તે ઘણો જ કલેશ પામી, ઘેર પાછી Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૦૯ આવી ગઈ. તેણી શોકમગ્ન થઈ ગઈ. ઘણો જ આગ્રહ કર્યો ત્યારે તેણીએ બધી વાત કરી, ત્યારે ચાણક્ય વિચાર્યું કે, પાટલીપુત્રે નંદ રાજા છે, તો ત્યાં જાઉં, તે કંઈક આજીવિકા આપશે. ત્યાં કાર્તિક પૂર્ણિમાએ પૂર્વે રખાયેલ આસન પર જઈને બેઠો. ત્યાં હંમેશા નંદની સદા સ્થાપના થતી. ત્યારે કોઈ સિદ્ધપુત્રે નિંદની પાસે જઈને કહ્યું કે, આ બ્રાહ્મણ નંદવંશની છાયાને આક્રમીને રહેલો છે. ત્યારે કોઈ દાસીએ આવીને કહ્યું કે, હે ભગવન્! આપ બીજા આસને બિરાજો. ત્યારે ચાણક્ય સારું ! તેમ કહીને બીજા આસને પોતાની કુંડિક્કની સ્થાપના કરી. એ જ પ્રમાણે ત્રીજા આસને દંડક, ચોથા આસને માળા, પાંચમાં આસને યજ્ઞોપવીતની સ્થાપના કરી. ત્યારે આ કોઈ ધૃષ્ટ-ધિષ્ઠો માણસ છે તેમ કહીને ત્યાંથી કાઢી મૂક્યો. ત્યારે તેણે મનોમન પ્રતિજ્ઞા કરી કે, હું આ નંદ વંશનો નાશ કરી દઈશ. ચાણક્ય માટે કોઈ જતા એવા પુરુષે કહેલું કે, સાંભળ્યું છે કે આ કોઈ બિંબાંતરિત–છૂપો રાજા થશે. તે વખતે નંદના મોરને પોષણ કરતો – પાલન કરતો કોઈ પુરુષ હતો. પરિવ્રાજક વેશે તે તેના ગામે ગયો. ત્યાં તેના મહત્તરની મુખીયાની પુત્રીને ચંદ્રપાનની ઇચ્છા થઈ. ચાણક્ય ભિક્ષાર્થે ગયેલ, ત્યારે તેને આ દોહદ વિશે પૂછયું. ત્યારે તેણે કહ્યું કે, જો આ બાળક મને આપો, તો હું આમને ચંદ્રનું પાન કરાવું. ત્યારે તેણીએ આ વાત કબૂલ રાખી. તે દિવસે પૂર્ણિમા હતી. તેણે વસ્ત્રનો મંડપ બનાવડાવ્યો. તેની મધ્યમાં એક છિદ્ર બનાવ્યું. ત્યાંથી ચંદ્ર પ્રકાશ જ્યાં પડતો હતો, ત્યાં સાક્ષાત્ ચંદ્ર જ હોય કેવું લાગતું હતું. તે સ્થાને સર્વરસથી પ્રચૂર એવા દ્રવ્ય વડે સંયોજન કરીને દૂધનો થાળ ભરાવ્યો. ત્યારપછી પેલી સ્ત્રીને બોલાવીને કહ્યું કે, જો આ થાળીમાં ચંદ્રને મેં લાવી દીધો છે. હવે તું તેનું પાન કરી લે. તે વખતે કોઈ પુરુષને પૂર્વથી સંકેત કરી રાખેલો હતો. તેથી જેવું તેણી દુગ્ધપાન કરતી ગઈ તેમ તેમ તે વસ્ત્રના મંડપના છિદ્રને કોઈ પુરુષ આચ્છાદિત કરતો ગયો. તેણીના દોહદ પૂર્ણ થયા, યોગ્ય સમયે એક પુત્રને જન્મ આપ્યો. તેનું ચંદ્રગુપ્ત એવું નામ રાખ્યું. ત્યારપછી ચંદ્રગુપ્ત મોટો થવા લાગ્યો. ત્યાં સુધી ચાણકયએ પણ સુવર્ણરસ શોધન કર્યા કર્યું. હંમેશાં ચંદ્રગુપ્ત બાળકોની સાથે રાજનીતિની રમત રમતો હતો. તે કહેતો કે, હું રાજા છું, તમે માંગો તે હું આપુ – તે બાળક હોવા છતાં ઉપકાર કરવામાં તત્પર હતો. આ સમયે ચાણક્ય ત્યાં આવી ચડ્યો. તેણે એ બાળકને રમતા જોયો અને કહ્યું કે, અમને કંઈ દક્ષિણા આપો, ત્યારે બાળકે માર્ગમાં જતી ગાયોને અનુલક્ષીને કહ્યું કે, આ ગાયો લઈ જાઓ. ચાણક્ય કહ્યું, કેમ, મને કોઈ મારશે નહીં? ચંદ્રગણે કહ્યું, આ પૃથ્વી વીર લોકોએ ભોગવવા યોગ્ય છે, પરંપરાથી વારસામાં મળેલી નથી. તે સાંભળી ચાણક્ય જાણ્યું કે, આની બોલવાની પદ્ધતિ કાલાનુસાર યથાર્થ છે. પછી પૂછ્યું કે, આ કોનો પુત્ર છે ? તે કહે કે, આ કોઈ પરિવ્રાજકનો પુત્ર છે, ત્યારે ચાણક્ય કહ્યું, એ પરિવ્રાજક હું પોતે જ છું. ચાલો આપણે જઈએ. હું તને રાજા બનાવીશ, ત્યારપછી બંને ત્યાંથી પલાયન થઈ ગયા. ત્યારપછી કેટલાંક તાલીમ ન પામેલા લોકોને એકઠા કરી કુસુમપુરને ઘેરી લીધું, Page #111 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૪ પણ ઘણાં સૈન્ય પરિવારવાળા નંદરાજાએ અલ્પ સૈન્યપરિવારવાળા ચાણક્યને ત્યાંથી નસાડી મૂક્યો. નંદરાજાએ તેનો વધ કરવા માટે તેની પાછળ ઘોડેસ્વારો મોકલ્યા. અવસરને જાણનાર ચાણક્ય ચંદ્રગુપ્તને મસ્તક ઢાંકવા માટે એક કમલપત્ર આપ્યું અને પદ્મ સરોવરમાં મોકલ્યો. તેને એવી રીતે સરોવરમાં સંતાડ્યો કે જેથી તેને અંદર કોઈ જાણી કે દેખી ન શકે. પોતે ફરતા–ફરતા સરોવર પર વસ્ત્ર ધોતા ધોબીને કહ્યું કે, ‘ભાગી છૂટ’ સૈન્ય આવે છે, એ રીતે દૂરથી સૈન્ય બતાવી તેને ભગાડીને પોતે શિલા પર વસ્ત્ર ધોવા લાગ્યો. ન ૧૧૦ પ્રધાન અશ્વારૂઢ થયેલા એક ઘોડેશ્વારે માર્ગમાંથી નજીક આવીને ધોબીને પૂછયું કે, ચંદ્રગુપ્ત ક્યાં છે ? ત્યારે શકુન જાણીને ચાણક્ય કહ્યું કે, સરોવરની અંદર આ ચંદ્રગુપ્ત રહેલો છે. ચાણક્ય તો ક્યારનો પલાયન થઈ ગયો. તે ઘોડેસ્વારે તેને ઘોડો સોંપ્યો, તલવાર ભૂમિ પર મૂકી જેવો પાણીમાં પ્રવેશ કરવા કપડાં ઉતારે છે, તેટલામાં ચાણક્યે તલવારનો તેના મર્મ પ્રદેશે ઘા કરીને તેને મારી નાંખ્યો. પછી ચંદ્રગુપ્તને બહાર બોલાવી, તે જ ઘોડા પર આરૂઢ થઈને બંને નાસી છૂટ્યા. કેટલોક માર્ગ કાપ્યા પછી ચાણક્ય ચંદ્રગુપ્તને પૂછ્યું કે, જે વખતે વૈરી પુરુષને મેં તને બતાવ્યો, તે સમયે મારા માટે તને શો વિચાર આવ્યો. ત્યારે ચંદ્રગુપ્તે જવાબ આપ્યો કે, હે તાત ! ત્યારે મેં એમ વિચાર્યું કે, આર્ય પુરુષો જે કાર્ય કરે તે હિતનું જ કાર્ય કરે છે. તેથી ચાણક્યે જાણ્યું કે, આ મારા કરેલા કાર્યમાં વિશ્વાસ વાળો છે. કોઈ વખતે ચંદ્રગુપ્ત ક્ષુધાતુર થયો. ત્યારે તેને ગામ બહાર બેસાડીને ચાણકય કોઈ ગામમાં તેના માટે ભોજન લેવા ગયો. તેને પોતાને ડર હતો કે, જો નંદના કોઈ માણસો મને ઓળખી જશે તો ? તેથી ગામમાં પ્રવેશ કરતા કોઈ બ્રાહ્મણને જોયેલ, તેનું બહાર નીકળી ગયેલ પેટ ફાડીને તેના પેટમાંથી તુરંતના ખવાયેલા દહીં—ભાતને કાઢી લઈને ચંદ્રગુપ્તને જમાડ્યો. ત્યારપછી તે બંને બીજા ગામમાં ગયા. પછી કોઈ વખતે ચાણક્ય રાત્રે ભિક્ષા માટે ભ્રમણ કરતાં કોઈ વૃદ્ધાને ઘેર પહોંચ્યો. ત્યાં તે વૃદ્ધાએ પોતાના પુત્રોને રાબ પીરસી હતી. તેમાંના એક પુત્ર થાળના મધ્ય ભાગમાં હાથ નાંખ્યો. તે દાઝયો અને રૂદન કરવા લાગ્યો. ત્યારે તે વૃદ્ધાએ તેને ઠપકો આપતા કહ્યું કે, તું ચાણક્યની જેમ મૂર્ખ છે. ચાણક્યે તેને પૂછયું કે, ચાણક્યને મૂર્ખ કેમ કહો છો ? ત્યારે વૃદ્ધાએ કહ્યું કે, ચારે તરફની ઠરી ગયેલી રાબ પહેલાં ખાવાની હોય, વચલી રાબ તો ગરમ જ હોય તે આ બાળક જાણતો નથી. તે જ રીતે ચાણક્ય નંદ રાજાના રાજ્યના સીમાડાને જીતવાને બદલે સીધો રાજધાની પર ઘેરો ઘાલ્યો તો ક્યાંથી ફાવે ? ત્યારપછી ચાણક્ય હિમવંત પર્વતની તળેટી પાસે ગયો. ત્યાં પર્વતક નામનો રાજા હતો. તેની સાથે મૈત્રી બાંધી, સમયે વાત કરી કે, પાટલી પુત્રમાં નંદરાજાને જિતીને સરખે ભાગે રાજ્ય વહેંચી લઈશું. ત્યારપછી પ્રયાણ શરૂ કર્યું. વચલા ગામો, નગરોને પોતાની આજ્ઞામાં લેતા ગયા. પણ એક સ્થળે એક નગર સ્વાધીન થઈ શકતું ન હતું. કોઈ ત્રિદંડીને પ્રવેશ કરાવી તપાસ આદરી. ત્યાં કેટલીક વસ્તુ જોવામાં આવી. ઇન્દ્રકુમારીની મૂર્તિઓ Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૧૧ જોવા મળી, તેના પ્રભાવથી નગરનું પતન થતું ન હતું. ત્યારે માયા વડે તેનું ઉત્થાપન કરીને નગરને સ્વાધીન કર્યું. પછી પાટલીપુત્રને ઘેરો ઘાલ્યો. સંગ્રામ ચાલવા લાગ્યો. આ રીતે કેટલાંક સમયે નંદરાજાનું સૈન્ય ભંગ થયું. પછી નંદરાજાએ ધર્મકાર શોધ્યું. એક રથમાં જેટલું સમાઈ શકે તેટલું ધનઝવેરાત આદિ લીધું. બે પત્ની, એક કન્યા અને કેટલુંક દ્રવ્ય લઈ નીકળ્યો. તે કન્યાએ ચંદ્રગુપ્તને જોયો. ત્યારે પિતાએ તેની સાથે જવા માટે અનુમતિ આપી. કન્યા જેવી રથ પર ચડવા ગઈ કે તેટલામાં જ ચંદ્રગુપ્તના રથના નવ આરા ક્ષણવારમાં ભાંગી ગયા. ત્યારે ત્રિદંડીએ તેને કહ્યું કે તું તેને રોકીશ નહીં. નવ પુરૂષયુગ સુધી તારો વંશ ચાલુ રહેશે. ત્યારપછી રાજ્યના બે વિભાગ કર્યા અને વહેંચી લીધા. ત્યાં આગળ મહેલમાં વિષભાવિત દેહવાળી નંદરાજાની પુત્રી હતી. પર્વતક રાજાએ તેની ઇચ્છા કરી, એટલે તેણી તેને આપી દીધી. વિવાહ વિધિ શરૂ કરી. મધ્યમાં અગ્નિ પ્રગટાવ્યો. પ્રદક્ષિણા કરતા રાજાના શરીરમાં ઝેર વ્યાપવા લાગ્યું. તેને મરણવેદના થવા લાગી. તેણે કહ્યું, હે મિત્ર! હું મરી રહ્યો છું, તો તેનો પ્રતિકાર કર. ચાણક્યે પોતાની ભ્રકુટી ચઢાવી, કપટથી ઇશારો કરી તેને રોક્યો. પર્વતક રાજા મૃત્યુ પામ્યો. ચંદ્રગુપ્ત બંને રાજ્યનો રાજા થયો. ત્યારપછી નંદરાજાના પુરુષો ચોરી વડે પોતાની આજીવિકા ચલાવવા લાગ્યા. તે ત્રિદંડીએ (ચાણક્ય) શાખાપુરે નલદામ નામના એક કોલિકને જોયો. તે કીડીઓનું દર શોધી, ખોદી, અગ્નિદાહથી સર્વથા બાળતો હતો. ત્યારે તેને યોગ્ય માણસ જાણી ચાણક્ય રાજા પાસે તેને બોલાવ્યો. નગરના રક્ષણનું કાર્ય તેને સોંપ્યું. તેણે વિશ્વાસ પમાડીને ચોરી કરનારા કુટુંબોને ઝેર મિશ્રિત ભોજન આપી મારી નાંખ્યા. પછી ચાણક્ય આજ્ઞા આપી કે વાંસના ઝૂંડને ફરતી આંબાના વૃક્ષની વાડ કરવી. પણ લોકોએ આજ્ઞા ન સ્વીકારી, તેથી વિપરીત આજ્ઞાનો દોષ ઊભો કરીને તે બધાં ગામોને પાપબુદ્ધિ ચાણક્યે બાળી નાંખ્યા. કેમકે આ ગામોએ જ્યારે ચાણકય ભિક્ષુકપણે વર્તતો હતો ત્યારે ભિક્ષા આપી ન હતી. ત્યારપછી રાજ્યનો ભંડાર ભરવા તે ચાણક્ય જુગાર રમવાના યૌગિક પાસાઓથી દરેકને જીતીને ઘણું ધન એકઠું કર્યું. પછી સોનાનો થાળ દીનાર વડે ભરીને ધનપતિ આગળ ગોઠવીને ચાણક્ય કહ્યું કે, જો કોઈ મને જીતી જાય તો, હું તેને આ આખો થાળ આપી દઉં. જો હું જીતી જાઉં તો તમારે મને એક દીનાર આપવી. આ રીતે તેણે ઘણું બધું ધન એકઠું કર્યું. પછી બીજો ઉપાય વિચારવા લાગ્યો. ચાણક્યએ પછી નગરજનોને એકઠાં કરીને તેમને ભોજન આપ્યું. પછી મદ્યપાન કરાવ્યું. તેઓ મદિરા પીને ઉન્મત્ત થઈ ગયા. ત્યારપછી ચાણક્ય નૃત્ય કરવા લાગ્યો અને ગાવા લાગ્યો કે, મારી પાસે બે ભગવા વસ્ત્રો છે, સુવર્ણ કમંડળ છે અને ત્રિદંડ છે, રાજા પણ મને વશવર્તી છે. તેથી મારી આ ઝઘરી વગાડો. ત્યારે બીજા નગરનો ધનપતિ તેની આ સમૃદ્ધિ સહન કરી શક્યો નહીં ત્યારે તે નાચવા અને ગાવા લાગ્યો કે, મદોન્મત્ત હાથીના તરતના જન્મેલ બાળ હાથી ૧૦૦૦ યોજન સુધી ચાલે, તેને દરેક પગલે લાખ લાખ મુદ્રા મૂકું, તેટલું નાણું મારી પાસે Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ આગમ કથાનુયોગ-૪ છે, એ વાત પર ઝલ્લરી વગાડો. ત્યારે વળી બીજો કોઈ ધનપતિ બોલ્યો કે, એક આઢક પ્રમાણ વાવેલા તલમાંથી નવા ઉત્પન્ન થયેલા અનેક સેંકડો પ્રમાણ તલના દરેકે દરેક તલ ઉપર લાખ લાખ પ્રમાણ મુદ્રા મૂકો – તેટલું ધન મારી પાસે છે, તો મારી ઝલ્લરી વગાડો. આ પ્રમાણે સર્વે ધનપતિ મદ્યપાનથી ઉન્મત્ત થઈ, પોતપોતાની પાસે જે કંઈ ધન ધાન્યાદિક હતા, તે સર્વેનું વર્ણન કરી દીધું. આ પ્રમાણે ચાણક્ય તે સર્વેની સમૃદ્ધિ જાણીને જેની પાસેથી જેટલું યોગ્ય લાગે તેટલું ધન મેળવી રાજ્યકોષને ખૂબ જ વૃદ્ધિ પમાયો. આ હતી ચાણક્યની પારિણામિકી બુદ્ધિ. કોઈ સમયે તેમના રાજ્યમાં દુષ્કાળ પડ્યો. ત્યારે સુસ્થિત નામે આચાર્ય ભગવંત વૃદ્ધાવસ્થાને કારણે જંઘાબળથી રહિત હોવાથી ત્યાં રોકાયેલા હતા. પોતાના શિષ્યોને તેમણે વિહાર કરાવ્યો. ત્યારે સમૃદ્ધ નામના શિષ્યને સૂરિપદે સ્થાપ્યા, તેમને એકાંતમાં યોનિપ્રાભૃત શીખવવાનું શરૂ કર્યું. તે સમયે બે નાના સાધુ હતા, તેઓ અધ્યયન વેળા કંઈ મંત્રાદિને જાણી ગયેલા. અંજનવિધિથી અદૃશ્ય થવાનું શીખી ગયા. વિહાર કર્યા બાદ તેઓ ગુરુનો વિરહ સહન ન થવાથી પાછા ફર્યા. તે સમયે આચાર્ય ભગવંત ભિક્ષા લેવા જવા લાગ્યા. પછી તે ભિક્ષામાંથી પહેલાં શિષ્યોને આપી જે કંઈ પરિમિત વધે તે પોતે વાપરતા હતા. તેમ કરતા દુર્બળ થયા. શિષ્યોથી ગરમહારાજની પરેશાની સહન થઈ ત્યારે અદશ્ય અંજન આંજી રોજ ચંદ્રગુપ્તના મહેલમાં જવા લાગ્યા. રાજા ભોજન કરે ત્યારે ગુપ્તપણે પોતે ભોજન કરવા લાગ્યા. રાજાના ભાજનમાં પૂરતું ભોજન આવવા છતાં તે ભૂખ્યો રહેવા લાગ્યો. ચાણક્ય તેને પૂછયું કે, શું કારણ છે ? રાજાએ કહ્યું, મારો આહાર કોઈ હરી જાય છે. ત્યારે ચાણક્ય તેની બુદ્ધિથી નિર્ણય કર્યો કે નક્કી કોઈ અદશ્ય અંજન આંજીને રાજા સાથે ભોજન કરતું લાગે છે. તેથી તેણે ઇંટનું ચૂર્ણ પાથર્યું, તેમાં મનુષ્યના પગલાં પડેલા જોયા. તેથી નિશ્ચય કર્યો કે કોઈ અંજનસિદ્ધ અહીં આવે છે. ધૂમાડો ઉત્પન્ન કર્યો. અંજન અશ્રુ વાટે વહી જવાથી બે નાના સાધુ પ્રગટ થયા. રાજા ચંદ્રગુપ્ત તેમને જોઈને જુગુપ્સા કરવા લાગ્યો. ત્યારે ચાણક્ય પ્રવચન ઉડ્ડાહ રોકવા રાજાને કહ્યું, તું કૃતાર્થ થયો કે, બાલ્યકાળથી પાલન કરેલા વ્રતવાળા સાથે તે ભોજન કર્યું. ત્યારપછી આચાર્ય ભગવંત પાસે જઈને શિષ્યોને ઉપાલંભ આપ્યો. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, તમારા સમાન રાજ્યપાલક હોવા છતાં આ સાધુઓ સુધાથી પીડાઈને નિર્ધર્મ બને તો તમારો પણ અપરાધ છે ત્યારે ચાણક્યે પગે પડીને ક્ષમા માંગી, કહ્યું કે, હવેથી પ્રવચનની સર્વ ચિંતા હું કરીશ. ત્યારપછી ઘણાં લોકોનો વિરોધ પામેલા રાજાને કોઈ ઝેર ખવડાવી ન દે તે માટે, રાજાને ખબર ન પડે તેમ તેના શરીરમાં ચાણક્ય ઝેરને ભાવિત કરવા લાગ્યો. જેથી દુર્જનો તેના પર ઝેરનો પ્રયોગ કરે તો પણ તે ઝેર રાજાનો પરાભવ ન કરી શકે. દરરોજ ચાણક્ય પાસે હોય ત્યારે જ રાજા ભોજન કરે. કોઈ વખતે ચાણક્યની હાજરી ન હતી અને ચંદ્રગુપ્ત ઇચ્છા કરી કે, હું ગર્ભવતી રાણી સાથે ભોજન કર્યું. આ Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૧૩ ભોજનમાં ઝેર છે, તેનો પરમાર્થ ન જાણનાર રાજાએ રાણીને અતિ પ્રેમથી એક કોળિયો આપ્યો. જેવો રાણીએ કોળિયો ખાધો કે તેણીએ ભાન ગુમાવ્યું. આ વાતની ચાણક્યને ખબર પડી. ત્યારે ચાણક્ય ઉતાવળે પગલે ત્યાં આવી પહોંચ્યો. તેણે વિચાર્યું કે આને વમન કરાવવું યોગ્ય નથી. કારણ કે તેણી ગર્ભવતી છે. તેથી સાવધાન બની, યોગ્ય રીતે પોતે જ શસ્ત્ર ગ્રહણ કરીને તેણીનું પેટ ચીરીને ગર્ભને પોતાના હાથેથી સાચવીને બહાર કાઢી લીધો. પછી જૂના ઘીથી પૂર્ણ રૂવાળા ભાજનમાં સ્થાપન કર્યો. તે બાળકના મસ્તક પર ખોરાકના ઝેરનું ટપકું લાગી ગયેલ હોવાથી તેનું બિંદુસાર એવું નામ પાડ્યું. કાળે કરીને ચંદ્રગુપ્ત મૃત્યુ પામ્યો. ત્યારપછી બિંદુસાર રાજા થયો. પૂર્વે ઉત્થાપન કરાયેલ રાજા નંદના મંત્રી સુબંધુએ બિંદુસાર રાજાના કાન ભંભેર્યા કે, હે દેવ! આપને એક સત્ય હકીકત જણાવું છું કે, આ ચાણક્ય મંત્રીએ આપની માતાનું ઉદર ચીરીને તેને મરણ પમાડી છે, તો આનાથી મોટો બીજો કયો વૈરી હોઈ શકે? ત્યારે કોપાયમાન થયેલા રાજાએ ધાવમાતાને પૂછયું, ત્યારે તેણીએ પણ તેમજ કહ્યું, પરંતુ સત્ય હકીકત જણાવી નહીં. તેથી જ્યારે ચાણક્ય મંત્રી સભામાં આવ્યો ત્યારે રાજાએ તેને દેખતાં જ ભ્રકુટી ચઢાવી, ક્રોધિત બની મુખ ફેરવી લીધું. તેને કારણે બાકી બધાં પણ ચાણક્ય પ્રત્યે વિપરીત મુખવાળા થયા. - ત્યારપછી ચાણકયએ પોતાના ઘેર આવીને સર્વ સારભૂત સંપત્તિ પોતાના સ્વજનાદિકને આપીને વિચાર્યું કે, નક્કી કોઈ દુર્જને રાજાના કાન ભંભેર્યા લાગે છે. માટે હવે કંઈક એવો ઉપાય કરું કે, આ વૈરી સંદા દુઃખમાં જ પોતાનું જીવન પસાર કરે. ત્યારપછી પ્રવર ગંધવાળા મનોહર પદાર્થોની મેળવણીથી ખૂબ જ સુગંધી એવું ચૂર્ણ તૈયાર કર્યું. એક સુશોભિત ડાબલામાં ભર્યું. તેમાં એક ભોજપત્ર લખીને મૂક્યું – “ આ ઉત્તમ સુગંધ સૂંઘીને જેઓ ઇન્દ્રિયોને અનુકૂળ વિષયોનું સેવન કરશે તે યમરાજાને ત્યાં પ્રયાણ કરશે.” ત્યારપછી તે ભોજપત્ર અને ચૂર્ણવાળા દાબળાને એક મોટા પટારામાં મૂકીને ઘણાં ખીલાથી મજબૂત કરી એક ઓરડામાં મૂકી, દ્વાર બંધ કરી ઉપર મજબૂત તાળું લગાવ્યું. ત્યારપછી સમગ્ર સ્વજનોને ખમાવીને, તેમને જિનોક્ત ધર્મમાં જોડીને ગામ બહાર જઈ, અરણ્યમાં કોઈ ગોકુળ સ્થાનમાં પાદપોપગમ અનશન સહ ઇંગિની મરણ અંગીકાર કર્યું. કાયોત્સર્ગે રહ્યા. ધાવમાતાને જ્યારે સુબંધુ મંત્રીનું કપટ જાણવામાં આવ્યું ત્યારે તેણે બિંદુસાર રાજાને સમગ્ર વૃત્તાંત પહેલેથી જણાવીને કહ્યું કે, તેનો પરાભવ કેમ કર્યો? ચાણક્ય મંત્રીને લીધે તો તું જીવિત છે. તે સાંભળીને મહા સંતાપ પામેલો બિંદુસાર રાજા સર્વવિભૂતિ સહિત એકદમ ચાણક્ય પાસે પહોંચ્યો. ત્યારે બકરીની સૂકાયેલી લીડીઓ પર બેઠેલા સંગ વગરના મહાત્માને સરંભનો ત્યાગ કરીને ઇંગિનીમરણ સ્વીકારીને બેઠેલા જોયા. ત્યારે સદરથી વારંવાર ખમાવીને કહ્યું કે, નગરમાં પાછા ચાલો. રાજ્યની ચિંતા કરો. ત્યારે ચાણક્ય મહાત્માએ કહ્યું કે, મેં તો જીવનપર્યત માટે ભોજન-પાનનો ત્યાગ કર્યો છે. સંસારના સમગ્ર સંગનો મેં ત્યાગ કર્યો છે પણ સબંધના કાવત્રા સંબંધી કોઈ જ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આગમ કથાનુયોગ-૪ વાત ન કરી. ત્યારપછી સુબંધુ મંત્રીએ બે હાથ જોડી રાજાને વિનંતી કરી કે, હે દેવ ! જો આપ મને આજ્ઞા કરો તો અનશન વ્રતવાળા મંત્રીની હું ભક્તિ કરું. જેવા રાજા પોતાને સ્થાને ગયા કે તુરંત સુબંધુએ અનુકૂળ પૂજાના બહાને ત્યાં છાણા સળગાવી બીજા મતે અંગારો ચાંપી બકરીની લીંડીઓ ઉપર જાણી જોઈને નાંખ્યો. મનમાં શુદ્ધ લેગ્યામાં વર્તતા એવા ચાણક્યષિની નજીક સળગતો કરિષાગ્નિ પહોંચ્યો. શરીર બળવા લાગ્યું. આવા ઉપસર્ગના સમયે ચાણક્ય ધર્મધ્યાનમાં સજ્જડ એકાગ્ર ચિત્તવાળા બન્યા. પોતાના ધ્યાનથી લગાર પણ ચલાયમાન ન થયા. સમાધિપૂર્ણ ચિત્તવાળા રહીને તે મૃત્યભાવને પામ્યા. મહર્તિક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ભક્ત પરિજ્ઞા મુજબ- પાદપોપગત અનશન સ્વીકારેલા શ્રી ચાણક્યને સુબંધુ મંત્રી વડે છાણાઓ સાથે સળગાવી દીધા ત્યારે બળતા એવા તેમણે ઉત્તમાર્થની સાધના કરી. ત્યારે તેના મરણથી આનંદિત થયેલો સુબંધુ મંત્રી રાજાને પ્રાર્થના કરીને ચાણક્યના મહેલે ગયો. ત્યાં ગંધની મહેંક આવી. દ્વારા તોડાવ્યું, ત્યાં મજબૂત ખીલા જડેલી પેટી જોઈ. પેટી બહાર કઢાવી – ખોલી, સુગંધી ચૂર્ણ જોઈને તે વાસવ્ય સુંધ્યું. તેમાં ભોજપત્ર નીકળ્યું. તે વાંચીને તેનો અર્થ સારી રીતે જાણ્યો. ખાતરી કરવા બીજા પુરુષને સુંઘાડી તેને વિષયનો ભોગવટો કરાવ્યો. તે મનુષ્ય તુરંત મૃત્યુ પામ્યો. વિશેષ ખાતરી કરી. પછી તે અતિશય દુઃખમાં ગર્વ થઈને ગમે તેટલી ઇચ્છા છતાં ઉત્તમ મુનિની માફક પોતાનું જીવન પસાર કરવા લાગ્યો. ૦ આગમ સંદર્ભ :આયા.ચૂ.. ૪૯; આયામૂ ૬૩ની વૃ ભત ૧૬૨; સંથા. ૭૦, ૭૩ થી ૭૫ + , મર. ૪૭૯; નિસી.ભા. ૬૧૬, ૨૧૫૪, ૪૪૬૮ થી ૪૪૭૦, ૫૧૩૮, ૫૧૩૯, ૫૭૪૫ની ચૂં બુહ.ભા૨૯૨ થી ૨૯૪ + : વવભા. ૪૪૧૭ + આવનિ ૫૦ + 4 આવ રૃ.૧–પૃ. ૬૦, ૭૮, ૫૬૩ થી પ૬૬; ૨–૨૮૧; પિંડ.નિ. ૫૩૮ થી ૫૪૧ + ; દસ યૂ૫ ૮૧, ૧૦૩; ૦ ચિલાત-૨–કથા : મૂલગુણ પ્રત્યાખ્યાનના વિષયમાં આવશ્યક નિર્યુક્તિકારે આપેલ આ દૃષ્ટાંત છે– સાકેત નગરે શત્રુંજય નામનો રાજા હતો. ત્યાં જિનદેવ નામે શ્રાવક હતો. તે દિગ્યાત્રાએ નીકળ્યો. કોટવર્ષ—ચિલાત નગરે પહોંચ્યો. ત્યાંના લોકો મ્લેચ્છ હતા. ત્યાં ચિલાત નામનો રાજા હતો. તે રાજાને તેણે ચિત્ર-વિચિત્ર રત્નો, વસ્ત્રો, મણીઓ આદિ ભેટમાં આપ્યા કે જે તે પ્લેચ્છ રાજ્યમાં ન હતા. ત્યારે ચિલાત રાજાએ તેને પૂછયું – અહો આ સુરૂપ એવા રત્નો છે, તે ક્યાંના છે ? ત્યારે તેણે કહ્યું કે, તે અમારા રાજ્યના છે. ત્યારે તે ચિલાત રાજાએ કહ્યું કે, હું પણ તમારા રાજ્યમાં આ રત્નોને જોવા આવું છું. પણ પછી તેણે કહ્યું કે, હું ત્યાંના રાજાથી ડરું છું. ત્યારે જિનદેવ શ્રાવકે કહ્યું કે, તમે લેશમાત્ર ડરશો નહીં. ત્યારપછી તેને જિતશત્રુ Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૧૫ રાજાનો નિમંત્રણ લેખ આપ્યો. ત્યારપછી જિનદાસ શ્રાવકને ચિલાત રાજાને લઈને સાકેત નગરે આવ્યો. સ્વામી – ભગવંત મહાવીર ત્યાં પધાર્યા. રાજા શત્રુંજય પરિવાર અને ઋદ્ધિસહિત નીકળ્યો, સ્વજન સમૂહ પણ નીકળ્યો. ત્યારે ચિલાતે પૂછયું કે, હે જિનદેવ આ બધાં લોકો ક્યાં જાય છે ? ત્યારે જિનદેવ શ્રાવકે કહ્યું કે, આ તે રત્નના વ્યાપારી છે. ત્યારે ચિલાત રાજાએ કહ્યું, ચાલો, આપણે ત્યાં જોવા જઈએ. ત્યારે તે બંને પણ નીકળ્યા. ત્યાં પહોંચતા તેમણે ભગવંત મહાવીર સ્વામીના છત્રાતિ છત્ર, સિંહાસન ઇત્યાદિ અતિશયો જોયા. ત્યારે પૂછયું કે, હે જિનદેવ ! રત્નો જ્યાં છે ? તે વખતે ભગવંત મહાવીરસ્વામીએ ભાવરનો અને દ્રવ્યરત્નોની પ્રજ્ઞાપના–વ્યાખ્યા કરી. તે સાંભળીને ચિલાતે કહ્યું કે, મને ભાવરનો અર્પણ કરો. તેણે આ પ્રમાણે કહ્યું, ત્યારે તેને રજોહરણગુચ્છા આદિ દેખાડવામાં આવ્યા. ચિલાત રાજાએ પણ તે ભાવરત્નોનો સ્વીકાર કર્યો અને દીક્ષા ગ્રહણ કરી. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૧૨૧૦ + ; આવપૂર–પૃ. ૨૦૩; ૦ દંડમુનિ અને યમુન રાજાની કથા : મથુરા નામની નગરીમાં યમુના નામે રાજા હતો. યમુનાવક્ર ઉદ્યાનની પશ્ચિમે કોઈ વખતે તેણે પડાવ નાખેલો હતો. તે વખતે દંડ નામના અણગાર ત્યાં આતાપના લેતા હતા. કોઈ વખતે યમુન રાજા બહાર નીકળ્યા. ત્યારે તેણે તે સાધુને જોયા. ત્યારે વિના કારણે રાજા રોષાયમાન થયો અને તેણે તલવાર વડે સાધુના મસ્તકને છેદી નાંખ્યું. બીજા કોઈ એમ કહે છે કે બીજોરાના ફળ વડે તે રાજાએ દંડમુનિને હણ્યા. તે વખતે રાજસેવક આદિ સર્વે મનુષ્યોએ પણ ઢેફાંઢેખાળા વગેરે ફેંકીને ત્યાં મોટો ઢગલો કર્યો. રાજાના કોપોદયને ભાવ આપત્તિ ગણી, સમભાવથી સહન કર્યું. અંતકૃત કેવલી થઈ, સિદ્ધિપદને પામ્યા. ત્યારે દેવોએ ત્યાં આવીને મહિમા કર્યો. ત્યારપછી પાલક વિમાનમાં શક્રેન્દ્ર આવ્યા. તેને જોઈને રાજા અતિ ખેદ પામ્યો. વજ વડે તેને ભયભીત કરી કહ્યું કે, હવે જો તું દીક્ષા અંગીકાર કરવા તૈયાર થાય તો જ તને મુક્ત કરીશ. ત્યારે યમુન રાજાએ દીક્ષા અંગીકાર કરી, ત્યારપછી સ્થવિરોની પાસે અભિગ્રહ ગ્રહણ કર્યો કે જો મને ભિક્ષા જતી વખતે આ અપરાધ યાદ આવે – (કોઈ પણ મારા અપરાધને યાદ અપાવે) તો હું ભોજન કરીશ નહીં. જો અડધુ ભોજન કર્યું હશે અને અપરાધ યાદ આવશે (કોઈ યાદ અપાવશે) તો બાકીના ભોજનનો ત્યાગ કરી દઈશ. આ પ્રમાણે અભિગ્રહ ધારણ કરીને તે યમુનમુનિએ એક પણ દિવસ આહાર કર્યો નહીં. કેમકે પ્રતિદિન તેને અપરાધનું સ્મરણ થતું હતું. અહીં આહાર ન કર્યો તે દ્રવ્ય આપત્તિ અને પોતાને દંડ દેવો તે ભાવ આપત્તિ. છેલ્લે પુનઃ વ્રતોચ્ચારણ કરી, પંડિતમરણની આરાધના કરી, કાળ કરી વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થયા. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ૦ આગમ સંદર્ભ :ભગ. ૪૭૧ની વૃ; ૦ જંઘાપરિજિત સાધુ કથા ઃ ૦ જંબૂ (સ્વામી) કથા ઃ આ.નિ. ૧૨૮૨ + - X — * — 101 ચંદ્રાનના નામની નગરી હતી. તેમાં ધનદત્ત નામે સાર્થવાહ હતો, તેને ચંદ્રમુખી નામે પત્ની હતી. કોઈ વખતે તે બંનેને પરસ્પર કલહ થયો. તેથી તે નગરીમાં વસનાર કોઈ શ્રેષ્ઠીની પુત્રી ધનદત્તને પરણવા માટે માંગણી કરી, આ વૃત્તાંત ચંદ્રમુખીએ જાણ્યો. તેથી તેણીને ઘણો જ કલેશ થયો. આ વખતે જંઘાપરિજિત નામના સાધુ આહારાર્થે પધાર્યા. તેણે કલેશ પામતી ચંદ્રમુખીને જોઈ. તે જોઈને પૂછયું કે, હે ભદ્રે ! તું કલેશ પામેલી કેમ દેખાય છે ? ત્યારે તેણીએ સપત્નીનો વૃત્તાંત કહ્યો. તે સાંભળી સાધુએ તેણીને ઔષધ આપ્યું અને કહ્યું કે, આ ઔષધ કોઈપણ પ્રકારે તેણીને ભોજન કે પાણીમાં આપવું. જેનાથી તે ભિન્ન યોનિવાળી થશે. પછી તે વાત તું તારા પતિને જણાવજે, તેથી તે તેણીને પરણશે નહીં. ચંદ્રમુખીએ જંઘાપરિજિતમુનિના કહેવા પ્રમાણે કર્યું, તેથી ધનદત્ત તેણીને પરણ્યો નહીં. અહીં જંઘાપરિજિત મુનિએ યોગથી (ઔષધી) જે યોનિ ઉદ્ઘાટન કર્યું. આ વાત જો પેલી સ્ત્રીએ જાણી હોત તો તેણીને સાધુ પર ઘણો જ દ્વેષ થાત અને પ્રવચનનો ઉડ્ડાણ્ડ થાત માટે સાધુએ આવી પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. ૦ આગમ સંદર્ભ : પિંડ.નિ. ૫૪૯ + ; - આગમ કથાનુયોગ–૪ - X = x = આવ.ચૂ.૨૫ ૧૫૫; - સર્વ પ્રથમ કલ્પસૂત્ર–વૃત્તિ મુજબની કથા અહીં રજૂ કરેલ છે. રાજગૃહ નગરમાં ઋષભદત્ત શેઠની ધારિણી નામે સ્ત્રીની કુક્ષિમાં પાંચમાં દેવલોકથી ચ્યવીને જંબૂકુમારનો જન્મ થયો. (આગમેતર ગ્રંથોમાં જંબૂકુમારના પૂર્વભવો આવે છે. તે મુજબ ભવદેવ નામે ભવ ત્યાંથી સૌધર્મ દેવલોક – ત્યાંથી શીવકુમારનો ભવ ત્યાંથી પાંચમો દેવલોક ત્યાંથી જંબૂકુમાર રૂપે જન્મ આ કથા આગમશાસ્ત્ર સિવાયના ગ્રંથોથી જાણી શકાય.) કોઈ વખતે સુધર્માસ્વામી વિચરતા તે નગરમાં પધાર્યા. તેમની દેશનાથી પ્રતિબોધ પામેલા જંબૂકુમારે શીલવ્રત અને સમ્યક્ત્વ અંગીકાર કર્યું. જંબૂકુમારે આ હકીકત માતા–પિતાને જણાવી. છતાં તેમણે દૃઢ આગ્રહ કરી જંબુકુમારને એકી સાથે આઠ કન્યાઓ સાથે પરણાવ્યા. રાત્રિએ શયનગૃહમાં તે આઠે સ્ત્રીઓએ સ્નેહ વિલાસયુક્ત વાણીથી જંબૂકુમારને મોહિત કરવા ઘણાં પ્રયત્ન કર્યા. છતાં વૈરાગ્યમય જંબુકુમાર મોહિત ન થયા. જંબુકુમારે રાત્રિમાં તે આઠે સ્ત્રીઓને સંસારની અસારતા જણાવી, વૈરાગ્યમય કરી પ્રતિબોધ પમાડી. (આ વિષયમાં આગમેતર ગ્રંથમાં અહીં જંબૂકુમાર અને આઠે પત્નીઓ વચ્ચે પરસ્પર સંવાદ છે, જેમાં જંબૂકુમારે તેની પત્નીઓને પ્રતિબોધ કરવા એકએક દૃષ્ટાંતકથા કહી ઉપનય જણાવ્યો. Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૧૦ પ્રત્યુત્તરમાં તેમની પત્નીઓએ પણ એક–એક દષ્ટાંત-કથા કહી એ રીતે છેલ્લે જંબુકમારે છેલ્લે બધી પત્નીઓને બોધ પમાડી, વૈરાગ્ય વાસિત કરી) રાત્રિએ જ્યારે જંબૂકુમારે પોતાની સ્ત્રીઓને પ્રતિબોધ કરી, ત્યારે ૪૯ ચોરોથી પરિવરેલો પ્રભવ નામનો ચોર ચોરી કરવા આવેલો હતો. તે પણ જંબૂકુમારની વૈરાગ્યમય વાણીથી પ્રતિબોધ પામ્યો. બધાં ચોરો પણ બોધ પામ્યા. સવારે આ ૫૦૦ ચોર, પોતાની આઠ સ્ત્રીઓ, આઠે સ્ત્રીઓના માતા-પિતા અને પોતાના માતાપિતા સહિત પોતે, એમ પર૭ વ્યક્તિએ નવ્વાણું કરોડ સોનૈયા ત્યજી દઈને સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી. પછી અનુક્રમે જંબૂસ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. જંબૂસ્વામી ૧૬ વર્ષ ગૃહસ્થપણામાં, ૨૦ વર્ષ છદ્મસ્થપણામાં, ૪૪ વર્ષ કેવલિપણામાં રહ્યા. એ રીતે કુલ ૮૦ વર્ષનું આયુ ભોગવી, પ્રભવસ્વામીને પોતાની પાટે સ્થાપી મોક્ષે ગયા. ભગવંત મહાવીરના નિર્વાણ પછી ૬૪ વર્ષે જંબુસ્વામી મોક્ષે ગયા. તેમના મોક્ષે ગયા પછી દશ વસ્તુઓ વિચ્છેદ પામી– (૧) પરમાવધિ, (૨) પુલાક લબ્ધિ, (૩) મન:પર્યવજ્ઞાન, (૪) આહારકશરીરલબ્ધિ, (પ) ક્ષપકશ્રેણિ, (૬) ઉપશમશ્રેણિ, (૭) જિનકલ્પ, (૮) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મ સંપરાય ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર એ ત્રણ પ્રકારના ચારિત્ર, (૯) કેવળજ્ઞાન અને (૧૦) મોક્ષ માર્ગ જંબૂસ્વામીના મોક્ષે ગયા પછી જંબૂદ્વીપના આ ભરતક્ષેત્રમાં આ ચોવીશીનો મોક્ષ માર્ગ બંધ થયો – કલ્પસૂત્ર વિનયવિજયજી કૃત્ વૃત્તિ ૦ જંબુસ્વામીનો સંક્ષિપ્ત પરિચય – આગમ સંદર્ભે : ભગવંત મહાવીરના પાંચમાં ગણધર શ્રી સુધર્માસ્વામીના પટ્ટધર જંબૂસ્વામી થયા. તેઓ કાશ્યપ ગોત્રના હતા. આ અવસર્પિણીમાં આ ભરતક્ષેત્રમાં મોક્ષે જનારા છેલ્લા શ્રમણ હતા. તેમના પટ્ટધર શિષ્ય આર્ય પ્રભવ નામે હતા. તેમનો નામોલ્લેખ અનેક સ્થાને થયેલો છે. (અહીં તો માત્ર તેમના અમુક સંદર્ભો જ ઉલ્લેખિત કર્યા છે.) ઘણાં સ્થાને જંબુસ્વામીનો ઉલ્લેખ પ્રશ્નકર્તારૂપે છે, તેઓ સુધર્માસ્વામીને પ્રશ્નો કરે છે, સુધર્માસ્વામી તેમનો પ્રત્યુત્તર આપે છે. ઘણે સ્થાને મૂળ આગમમાં કોઈ ઉલ્લેખ નથી પણ વૃત્તિકાર આદિ મહર્ષિએ “સુધર્માસ્વામીએ જંબુસ્વામીને આમ કહ્યું, હે જંબૂ !” એમ કહીને તેમની ઓળખ રજૂ કરી છે. ૦ આગમ સંદર્ભ :આયામ્ ૧ની વૃ સૂયમૂ. ૨૭ની છે ઠા.મૂળની વૃક સમ મૂ. ૩૮૩ની વૃ, ભગમૂ.પ-ની છે નાયા ૫,૨૨૦; ઉવા.૨; પા . ૧; વિવા. ૧; નિર. ૩; નિસી.ભા. ૨૧૫૪ની ચૂ વવ.ભા. ૪૫૨૪ + બૂક દસ.પૂ. ૬; દસમૂલ–વૃક ઉત્તમૂ. ૧૧૧રની વૃ; નંદી. ૨૩; કલ્પ. (સ્થવિરાવલિ) તિલ્યો. ૬૯૮; –– » –– ૪ – Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આગમ કથાનુયોગ-૪ ૦ જગાણંદ કથા - એક અણગાર (મુનિ) હતા, ઘણાં શુભગુણોના ધારક હતા. મતિ આદિ ચાર જ્ઞાનથી યુક્ત હતા. ઘણાં શિષ્યગણોથી પરિવરેલા હતા. દેવેન્દ્ર અને નરેન્દ્ર જેના ચરણરૂપી કમળમાં નમન કરતા હતા. સુગૃહિત નામવાળા હતા. મહાયશવાળા હતા. તેમને જોઈને સુજ્ઞશીવ અને સુજ્ઞશ્રીને વિશુદ્ધિ કરવાની ભાવના પ્રગટેલી. (આ કથા સુષઢ કથા અંતર્ગતું સુજ્ઞશીવ અને સુજ્ઞશ્રીની કથામાં આવે છે.) ૦ આગમ સંદર્ભ :મહાનિ ૧૫૧૬; – x – ૪ –– ૦ જવમુનિ કથા : ઉજૈની નામે એક નગરી હતી. ત્યાં અનિલ રાજાનો પુત્ર જવ (યવ) નામે રાજા હતો, તેને ગર્દભ નામે યુવરાજ હતો. જવરાજાની પુત્રી અને યુવરાજ ગર્દભની બહેન અડોલિકા હતી. તે ઘણી જ રૂપવતી હતી, તે ગર્દભયુવરાજને દીર્ધપૃષ્ઠ નામે અમાત્ય (મંત્રી) હતો. તે યુવરાજ બહેન અડોલિકાના સ્વરૂપવાનુપણાને જોઈ–જોઈને તેની અભિલાષા કરતો દૂબળો થતો જતો હતો. ત્યારે દીર્ઘપૃષ્ઠ મંત્રીએ તેને પૂછયું કે, દુબળા કેમ થતા જાય છે ? તો પણ યુવરાજે જવાબ ન આપ્યો ત્યારે મંત્રીએ અતિ આગ્રહપૂર્વક પૂછગ્યા કર્યું. ત્યારે યુવરાજે સાચું કારણ જણાવ્યું. ત્યારે દીર્ઘપૃષ્ઠ મંત્રીએ તેને સલાહ આપી કે, જો સાગારિક બનાવીશ – ઘરમાં સ્થાપન કરીશ, તો જ તારું કાર્ય સિદ્ધ થશે. તું તેણીને ભોંયરામાં ગોપવીને રાખ, ત્યારપછી તું સુખેથી તેની સાથે ભોગ ભોગવ. લોકો તો માનશે કે તેણી ક્યાંક વિનષ્ટ થઈ છે (ખોવાઈ ગયેલી છે). ત્યારે ગર્દભે પણ તે વાત સ્વીકારી. કોઈ વખતે જવ રાજાને આ હકીકતની ખબર પડી ગઈ, તે આ ભાઈ–બહેનનું (પોતાના પુત્ર-પુત્રીનું) આવું અકાર્ય જાણીને નિર્વેદ પામ્યા, સંસારમાંથી તેનું મન ઉઠી ગયું. તેઓ પ્રવ્રજિત થયા. ત્યારપછી ગર્દભ રાજા થયો. તે જવમુનિને ભણવું ગમતું ન હતું. તે પુત્રના સ્નેહથી વારંવાર ઉજૈની જતા હતા. કોઈ વખતે ઉજ્જૈનીની નજીક જવના ખેતરમાં તે જવમુનિ વિશ્રામ લઈ રહ્યા હતા. તે જવના ખેતરનું એક ક્ષેત્રપાલક રક્ષણ કરતા હતા. આ તરફ કોઈ ગધેડો (ગર્દભ) તે જવાના ખેતરમાં ચરવા ઇચ્છતો હતો, ત્યારે તે ક્ષેત્રપાલકે તે ગધેડાને ઉદ્દેશીને આ પ્રમાણે (શ્લોકમાં) કહ્યું– હે ગર્દભ (ગધેડા) તું આગળ આવે છે, તું પાછળ જાય છે, તું મને પણ જુએ છે અર્થાત્ મારા અભિપ્રાયને પણ જાણે છે, પણ મને તારું લક્ષ્ય શું છે? તે ખબર છે, હે ગર્દભ ! તું જવની ઇચ્છા કરે છે અર્થાત્ ગધેડો જવને ખાવા ઇચ્છે છે. (પછી જવમુનિની અપેક્ષાએ રાજા ગર્દભ જવને મારવાને ઇચ્છે છે.) જવના ખેતરના રક્ષકે બોલેલ આ શ્લોક તે જવમુનિએ યાદ રાખી લીધો. ત્યારપછી કેટલાક બાળકો અડોલિકા (રમવાનું એક સાધન) વડે રમી રહ્યા હતા. રમતા– Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા રમતા તે બાળકની અડોલિકા ખોવાઈ ગઈ અને તે એક બિલ–ગુફામાં જઈને પડી. પછી તે બાળકો અહીંતહીં તે અડોલિકાને શોધવા લાગ્યા, પણ તેને તે અડોલિકા ક્યાંય દેખાતી ન હતી. ત્યારપછી કોઈ એક બાળકે તે બિલ–ખાઈને જોઈ, ત્યારે તેને વિચાર આવ્યો કે, આ અડોલિકા ક્યાંય જડતી નથી. નક્કી તે આ બિલ-ખાડામાં પડી હોવી જોઈએ. ત્યારે તે બાળક બોલ્યો કે– અહીં ગયોતહીં ગયો, શોધવા છતાંયે ક્યાંય દેખાતી નથી, પણ હું જાણું છું કે - તે “અગડ' અર્થાત્ ભૂમિગૃહમાં – બિલમાં પડેલી છે. તેણે આ શ્લોક પણ યાદ રાખી લીધો. ત્યારપછી તે જવ સાધુએ ઉજૈનીમાં પ્રવેશ કર્યો. ત્યાં કોઈ કુંભકાર શાળામાં તેણે પ્રવેશ કર્યો. તે દીર્ઘપૃષ્ઠ અમાત્ય જવ સાધુ વડે રાજાપણે હતા ત્યારે વિરાધિત કરાયેલો હતો. તેથી અમાત્ય વિચારવા લાગ્યો કે – હું કઈ રીતે આનું વેર વાળું ? એમ વિચારીને ગભરાજાને કહ્યું કે, આ જવમુનિ સાધુપણાના પરીષહ વડે પરાજિત થઈને પાછા આવેલ છે તે રાજ્યને પાછું મેળવવા માંગે છે. જો તમને પ્રતિતી ન થતી હોય તો જાતે જઈને તેમના ઉપાશ્રયે જઈને આયુધો જોઈ આવો, તે અમાત્યે પૂર્વે જ ત્યાં જઈને તે આયુધોને તે ઉપાશ્રયે રખાવી દીધા હતા. ત્યારપછી ગર્દભ રાજાએ જઈને જોયું તો તેને આયુધો-શાસ્ત્રો જોવા મળ્યા. તેને પ્રતિતી થઈ કે દીર્ધપૃષ્ઠ મંત્રી સાચું કહે છે તે સમયે તે ઉપાશ્રયમાં એક ઉંદર ભયથી થોડો-થોડો સરકતો જતો હતો. ત્યારે તે કુંભાર બોલ્યો –- હે સુકુમાર ! હે ભદ્રાકૃત ! રાત્રિના ભટકવાના સ્વભાવવાળા ! તને મારા નિમિત્તે કોઈ ભય નથી પણ તને દીર્ઘપૃષ્ઠ અર્થાત્ સર્પથી ભય છે તે જવરાજર્ષિએ આ શ્લોક પણ યાદ રાખી લીધો. ત્યારપછી તે ગર્દભ રાજાએ તેના પિતા–જવરાજર્ષિને મારવા માટે એક રથ તૈયાર કરાવ્યો. જો પ્રકાશમાં – દિવસમાં જઈશ તો નકામી ઉઠ્ઠાણા થશે, તેમ વિચારીને તે રાજા અમાત્ય સાથે રાત્રિના કઠોર શાલ લઈને એકલો ત્યાં જઈને રહ્યો. ત્યારે જવરાજર્ષિએ પહેલો શ્લોક ભણ્યો. (હે રાજા !) હે સુકુમાલ ! હે ભદ્રાકૃત્! રાત્રિના પર્યટનના સ્વભાવવાળા ! તને મારા તરફથી કોઈ ભય નથી, તને દીર્ધપૃષ્ઠ (અમાત્ય) તરફથી ભય છે. ત્યારે ગર્દભરાજાએ વિચાર્યું કે, આ અમાત્ય મને મારવાની ઇચ્છા રાખે છે. (ખરેખર !) મારા પિતા તો રાજા જ હતા, તે રાજ્ય ભોગવી તૃણવત્ ગણી લીલા માત્રમાં રાજ્યનો પરિત્યાગ કરી સાધુ થયા છે, તો પછી તે રાજ્યની ઇચ્છા કઈ રીતે કરે ? આ અમાત્ય જ મને મારી નાંખવા માટે કપટ રચના પ્રપંચસહ પ્રયત્ન કરી રહેલ છે ત્યારે ગર્દભરાજાએ દીર્ધપૃષ્ઠ અમાત્યનું મસ્તક છેદી નાંખ્ય, તેનો ઘાત કરીને પછી જ્યરાજર્ષિ પાસે જઈને બધી જ વાત કરીને સાધુની ક્ષમાયાચના કરી. ત્યારે તે રાજર્ષિ વિચારવા લાગ્યા કે, જે મનુષ્ય આવા જેમ-તેમ બોલાયેલા શ્લોકને ભણીને પણ તેના જ્ઞાન વડે જીવિતની પરિરક્ષા કરી શકે છે. (તો વ્યવસ્થિત શિક્ષા–અધ્યયન થકી કેટલું કલ્યાણ થઈ શકે ?) ખરેખર ! તે સ્થવિર ભગવંતે મને Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ આગમ કથાનુયોગ-૪ અનેકવાર કહેલું કે, હે આર્ય ! તું ભણ, કંઈક ભણ. પણ હું આત્મવૈરીની માફક ભણતો ન હતો. જો આવા મુગ્ધજનો વડે ભણેલા શ્લોકનું પણ આવું મહાનું ફળ પ્રાપ્ત થાય, તો પછી સર્વજ્ઞ ઉપદિષ્ટ શ્રત કેટલું મહાફળદાયી બને ? એમ વિચારી જવરાજર્ષિ ગુરુ સમીપે ગયા. પછી મિથ્યાદુકૃત્ આપી સમ્યક્તયા ભણવા લાગ્યા. ૦ આગમ સંદર્ભ :ભરૂ. ૮૭; બુહ.ભા. ૧૧પપ થી ૧૧૬૧ + – ૪ – ૪ – ૦ યશોભદ્ર કથા - આચાર્ય શäભવસૂરિના મુખ્ય શિષ્ય યશોભદ્ર થયા. શય્યભવસૂરિજી પોતાની પાટે તેમને સ્થાપીને સ્વર્ગ સંચર્યા. આ યશોભદ્રસૂરિ તુંગિકાયન ગોત્રના હતા. તેમને બે વિર શિષ્યો થયા. (૧) આર્ય સંભૂતિવિજય નામે સ્થવિર, જેઓ માઢરગોત્રના હતા. (૨) પ્રાચીન ગોત્રવાળા આર્ય ભદ્રબાહુ નામે સ્થવિર. (યશોભદ્રસૂરિની વિશેષ કથા તો પ્રાપ્ત થઈ નથી, પણ તેનો એક પ્રસંગ દશવૈકાલિક નિર્યુક્તિની હારિભદ્રીય વૃત્તિમાં નોંધાયેલ છે.) જ્યારે પુત્ર–મુનિ મનક માત્ર છ માસનું સાધુપણું પાલન કરી કાળધર્મ પામ્યા, ત્યારે શય્યભવસૂરિની આંખમાં આનંદના અશુપાત થયો – અહો ! ખરેખર ! આ આરાધના પામી ગયો – આ વખતે તેમના પ્રધાન શિષ્ય એવા યશોભદ્રએ ગુરુ ભગવંતના અશ્રુપાત દર્શનથી – અરે આ શું? એવું આશ્ચર્ય અનુભવ્યું. વિસ્મિત થયેલા એવા તેમણે પૂછયું કે, હે ભગવન્! આ શું ? પૂર્વે તો ક્યારેય આવું બન્યું નથી. ત્યારે શય્યભવસૂરિએ તેમને જણાવ્યું કે, સંસારનો સ્નેહ આવા પ્રકારનો છે. આ મનક મારો પુત્ર હતો. ત્યારે યશોભદ્ર આદિ શ્રમણને થયું કે, અહો ! ગુરુ સમાન ગુરપુત્ર હોવા છતાં પણ અમોને જણાવ્યું નહીં. ઇત્યાદિ. ૦ આગમ સંદર્ભ :દસ.નિ ૩૭૨ + વૃક નંદી. ૨૪+ વૃ; તિલ્યો. ૭૧૩; કલ્પ. સ્થવિરાવલિ + વૃત્તિ. --- - ૪ - ૦ જિનદેવ કથા : ભરૂચ નગરમાં જેમણે બૌદ્ધ મતાવલંબી ભદંતમિત્ર અને કુણાલને વાદમાં હરાવેલા એવા એક આચાર્ય. જે બંને પછીથી જિનદેવના શિષ્ય બન્યા. (કથા જુઓ-કુણાલ) ૦ આગમ સંદર્ભઃઆવનિ ૧૩૦૪ + 9 આવ.પૂ.ર-પૂ. ર૦૧; – ૪ – ૪ – ૦ યુધિષ્ઠિર કથા : હસ્તિનાપુરના પાંડુ રાજાના મોટા પુત્રનું નામ યુધિષ્ઠિર હતું. તે દીક્ષા લઈ મોલે ગયા. (આ કથા “પ્રૌપદી"ની અને “પાંડવ"ની કથામાં આવી ગયેલ છે, ત્યાંથી જોઈ લેવી.) ૦ આગમ સંદર્ભ : Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૨૧ પપ્પા. ૨૦ની , નાયા. ૧૭૦, ૧૭૫, ૧૭૬, ૧૮૨; આવ.પૂ.૧–. ૪૯૨; અંત ૨૦; આવનિ ૮૬૪ની જ ૦ જવલન આદિ કથા - વલન–દહન હુતાસન–જ્વલનશિખા કથા : પાટલીપુત્રમાં હુતાશન નામે બ્રાહ્મણ હતો. તેની પત્નીનું નામ જ્વલનશિખા હતું. તે બંને શ્રાવકધર્મની પરિપાલના કરતા હતા. તે દંપતિને બે પુત્રો થયા – જ્વલન અને દહન. કાળક્રમે આ ચારેએ પ્રવજ્યા અંગીકાર કરી. તેમાં જ્વલનમુનિ ઋજુતા સંપન્ન હતા. જ્યારે દહન માયાની બહુલતાવાળા હતા. તેઓ આવતા-જતા, જતા-આવતા, પણ દહન તે સ્થાનની આલોચના પ્રતિક્રમણ કરતા ન હતા. બંને મુનિઓ કાળધર્મ પામીને સૌધર્મ દેવલોકમાં શક્રની અત્યંતર પર્ષદામાં પાંચ પલ્યોપમની સ્થિતિવાળા દેવરૂપે ઉત્પન્ન થયા. ભગવંત મહાવીર આમલકલ્પામાં આપ્રશાલવન ચૈત્યમાં સમવસર્યા. ત્યારે જ્વલન અને દહન બંને દેવો ત્યાં આવ્યા. આવીને નૃત્યવિધિ દેખાડી – અર્થાત્ નાટકનૃત્યાદિ કર્યા. પરંતુ જ્વલન દેવે જ્યારે વિકુર્વણા કરી ત્યારે સરળ અને સુંદર વિકુવણા થઈ, જ્યારે દહનદેવે વિકુવણા કરી ત્યારે વિપરિતપણે પરિણમી. આ રીતે બંનેની વિકુવણામાં ભેદ જોઈને ગૌતમસ્વામીએ ભગવંત મહાવીરને પૂછયું – આ બંને દેવોની વિદુર્વણામાં ભેદ કેમ જણાય છે ? ત્યારે ભગવંત મહાવીરે તે બંને દેવોના પૂર્વભવનું કથન કર્યું અને પછી જણાવ્યું કે, હે ગૌતમ આ માયાદોષનું પરિણામ છે, જે દેવે સરળતાપૂર્વક સંયમ જીવન વ્યતીત કર્યું. તેની નૃત્યવિધિની વિફર્વણા બરાબર થઈ અને જે દેવે માયાપૂર્વક સંયમ જીવન વ્યતીત કરેલું તેની નૃત્યવિધિ વિપરીત પરિણમી કેમકે જવલનદેવે આચારના ઉપયોગપૂર્વક યોગ સંગ્રહ કર્યો હતો. (નોંધ :- આ પ્રકારનો પ્રશ્નોત્તર ભગવતી સૂત્રમાં પણ આવે છે. જુઓ સૂત્ર–૧૯૧માં માયિ મિથ્યાષ્ટિ અણગાર સંબંધિ પ્રશ્નોત્તર. અલબત્ત ત્યાં આ કથા આપેલ નથી. અમે તો માત્ર દ્રવ્યાનુયોગનો સંબંધ નિદર્શિત કર્યો છે.) આ દૃષ્ટાંત આચારના ઉપયોગપૂર્વક યોગસંગ્રહ માટે અપાયેલ છે. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૧૨૯૯ + વૃક આવ.ચૂં.- ૧૯૫, ૧૯૬; – – ૪ – ૦ ઢઢણકુમાર કથા : (અલાભ પરીષહના સંદર્ભમાં કૃષિપારાસર – ઢંઢ એ પ્રમાણે ઉદાહરણ અપાયેલ છે. જેમાં કૃષિ પારાસર એ પૂર્વભવનું નામ છે જે મૃત્યુ પામીને આ ભવે ઢઢણકુમાર થયો. તેનો નિર્યુક્તિકારે “ઢેઢ” એવા નામે પણ ઉલ્લેખ કર્યો છે.) ૦ ઢઢણકુમારનો પૂર્વભવ : એક ગામમાં એક પારાશર હતો. (ધાન્યપૂરણ નામના ગામમાં એક બ્રાહ્મણ હતો, Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ આગમ કથાનુયોગ-૪ તેનું નામ પારાસર હતું, ત્યાં બીજા પણ પારાશર વસતા હતા. તે ઘણો જ કૃષ – શરીરે દુર્બલ હોવાથી અથવા કૃષિ–ખેતીમાં જોડાયેલો હોવાથી કે કુશલ હોવાથી તેને કૃષિપારાશર અથવા કૃષ પારાશર તરીકે બધાં ઓળખતા હતા. તે કૃષિ પારાશર તે ગામમાં રાજકુળ દ્વારા નિયુક્ત થયેલ ચારિવાહક રૂપે કામ કરતો હતો. તે દિવસના ગાયો વગેરે તથા ખેડૂતોને ભોજન વેળા લઈ જતો હતો. ત્યારપછી જ્યારે ભોજન-પાન આવે અને ભોજનની ઇચ્છાવાળા અથવા સુધાતુર ખેડૂતોને કહેતો કે, તમે બધાં પહેલા એક–એક ચાસ ખેડી લો ત્યારપછી ભોજન કરજો. તે વખતે તેઓ પ૦૦ (ઉત્તરાધ્યયનવૃત્તિ મુજબ ૬૦૦) હળ અને બળદ વડે ખેતી કરતા. તે કૃષિ પારાશરે આ પ્રમાણે કરીને તેમના ભોજનમાં અંતરાય કર્યો, તે રીતે અંતરાય કરવા દ્વારા ગાઢ અંતરાયકર્મ ઉપાર્જિત કર્યું. ત્યાંથી મરણ પામી, સંસારમાં ભટકીને અન્ય કોઈ સુકત આરાધનાને બળે તે વાસુદેવનો પુત્ર ઢંઢ થયો. (કૃષ્ણ વાસુદેવની ઢઢણા નામની રાણીથી તે ઉત્પન્ન થયો હોવાથી તેનું ઢઢણકુમાર એવું નામકરણ થયું.) એક વખતે અરિષ્ટનેમિ ભગવંત સમવસર્યા. તેમની વાણીથી બોધ પામીને ઢંઢણકુમાર વૈરાગ્ય પામ્યા. તેણે ભગવંત અરિષ્ટનેમિ પાસે દીક્ષા ગ્રહણ કરી. અંતરાયકર્મ ઉદીર્ણ થયું. તેને ફેડવા—ખપાવવા માટે દ્વારિકામાં ગૌચરી અર્થે ગમન કરતા હતા, છતાં ઢંઢણમુનિને ગૌચરી પ્રાપ્ત થતી ન હતી. જો કોઈ વખત કંઈ પ્રાપ્ત થાય તો પણ તે લખું– સુકું મળતું હતું. ત્યારે તેમણે ભગવંત અરિષ્ટનેમિને પૂછયું કે, મને આહાર કેમ ઉપલબ્ધ થતો નથી ? ભગવંતે તેમને પૂર્વભવ સંબંધી બાંધેલ અંતરાયકર્મની વાત કરી. ત્યારપછી ઢઢણમુનિએ અભિગ્રહ ગ્રહણ કર્યો. હવે સ્વલિબ્ધિએ કરીને જો કંઈ ભિક્ષા પ્રાપ્ત થશે, તો હું આહાર કરીશ, પરલબ્ધિ વડે જો કોઈ લાભ થશે તો તે આહાર વાપરીશ નહીં. એ રીતે કર્મો ખપાવવા પ્રવૃત્ત થયા. કોઈ દિવસે કૃષ્ણ વાસુદેવે તીર્થકર અરિષ્ટનેમિને પૂછયું કે, આપના આ અઢાર હજાર શ્રમણોમાં દુષ્કરકારક અણગાર કોણ છે ? ત્યારે ભગવંત અરિષ્ટનેમિએ ઉત્તર આપ્યો – ઢંઢણ અણગાર આ અઢાર હજાર મુનિઓમાં સૌથી દુષ્કરકારક છે. ત્યારપછી ઢઢણમુનિના અલાભ પરીષહ અને તેમણે ગ્રહણ કરેલા અભિગ્રહનો વૃત્તાંત કહ્યો. ત્યારે કૃષ્ણ વાસુદેવે પૂછયું – તે ક્યાં છે ? ત્યારે ભગવંત અરિષ્ટનેમિએ કહ્યું, તમે જ્યારે નગરીમાં પ્રવેશ કરશો ત્યારે તમે તેને જોશો. કૃષ્ણ વાસુદેવે નગરીમાં પ્રવેશતી વેળાએ તેમને જોયા. ત્યારે કૃષ્ણ વાસુદેવે હાથીના સ્કંધ પરથી ઉતરીને તેમને વંદન કર્યું. આ દશ્ય કોઈ શ્રેષ્ઠીએ જોયું. શ્રેષ્ઠીને થયું કે નક્કી આ કોઈ મહાત્મા લાગે છે – જેથી વાસુદેવ એવા કૃષ્ણ મહારાજાએ તેમને વંદના કરી. તે વખતે ઢઢણ અણગાર પણ ભિક્ષાર્થે તે શ્રેષ્ઠીના ઘરમાં જ પ્રવેશ્યા. તે શ્રેષ્ઠીએ પરમશ્રદ્ધાથી મોદક (લા) વડે ઢઢણમુનિને પ્રતિલાભિત કર્યા, ગૌચરી ભ્રમણા કરીને ઢઢણમુનિ આવ્યા. ભગવંતને ગૌચરી બતાવીને પૂછયું હે ભગવંત ! શું મારો અલાભ પરીષહ ક્ષીણ થઈ ગયો ? અર્થાત્ શું મારું લાભાંતરાય કર્મ નાશ પામ્યું ? ત્યારે ભગવંત અરિષ્ટનેમિએ ઉત્તર આપ્યો કે, તારો Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૨૩ અલાભ પરીષહ હજી ક્ષય પામ્યો નથી. તેને આ લાભ મળ્યો છે તે કૃષ્ણ વાસુદેવના નિમિત્તે મળેલ છે. ત્યારે પરલાભથકી (બીજાના નિમિત્તે પ્રાપ્ત થયેલ ભિક્ષાથી) મારે જીવન પસાર કરવું નથી, તેમ વિચારી ઢંઢણ અણગાર છરહિતપણે તે મોદકની પારિષ્ઠાપના કરવા કુંભારની શાળામાં ગયા. ત્યાં જઈને મોદકના ચૂરેચૂરા કરી પરઠવી દીધા. આ સમયે શુક્લધ્યાનની ધારાએ ચઢેલા ઢંઢણ અણગારને કેવળજ્ઞાન સમુત્પન્ન થયું - આમ – જે રીતે ઢંઢણ અણગારે અલાભ પરીષહને સહન કર્યો તે રીતે અલાભપરીષહ સહન કરવો જોઈએ. ૦ આગમ સંદર્ભ :આયા યૂ.કૃ. ૭૫, ૩૭૪; મરણ. ૪૯૮; ઉત્ત.ચૂ૫ ૭૬; ઉત્તનિ ૧૧૪ + વૃ; ૦ તોસલિપુત્ર કથા : એક આચાર્ય ભગવંત. તોસલિપત્ર દૃષ્ટિવાદના ધારક હતા. તેમની પાસે રક્ષિત (આર્યરક્ષિત) ભાણવા આવેલા. પછી તેમના શિષ્ય બન્યા. (આ સર્વ કથા “આર્યરક્ષિત” કથાનકથી જાણી લેવી) ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૦૭૬ + , આવ.૧–પૃ. ૪૦૨, ઉત્ત.નિ. ૯૭ + ; – ૮ –– » –– ૦ સ્થૂલભદ્ર કથા : – – (સ્થૂલભદ્ર, શ્રીયક, યક્ષા–ચક્ષદિાદિ સાત બહેનોની કથા) (ગુજરાતી કક્કાવારી મુજબ આ કથા “સ” વિભાગમાં જ આવે, પણ પ્રાકૃત-અર્ધ માગધીમાં “ભૂલભ” શબ્દ હોવાથી તે અહીં “થ"માં નોંધેલ છે.) માઢરગોત્રાળા સ્થવિર આર્ય સંભૂતિવિજયને ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય સ્થૂલભદ્ર નામે શિષ્ય થયા. તેમનો સંબંધ આ પ્રમાણે – ૦ સ્થૂલભદ્રનો કૌટુંબિક પરીચય : પાટલિપુત્ર નગરમાં નવમો નંદરાજા રાજ્ય કરતો હતો. તેને કલ્પક વંશનો શકટાલ નામે મંત્રી હતો. શકટાલ મંત્રીને બે પુત્રો હતા – સ્થૂલભદ્ર અને શ્રેયક. (સ્થૂલભદ્રને વ્યવહારમાં લોકો સ્થૂલિભદ્ર નામે ઓળખે છે. પણ ફક્ત ઉત્તરાધ્યયન ચૂર્ણિમાં જ “યૂનિમઃ” શબ્દ છે. બાકી સર્વત્ર “ધૂનમ' જ લખાયેલ છે.) શકટાલ મંત્રીને સાત પુત્રીઓ હતી – (૧) યક્ષા, (૨) યક્ષત્રિા , (૩) ભૂતા. (૪) ભૂતદિત્રા, (૫) સેણા, (૬) વેણા, (૭) રેણા. જે સ્થૂલભદ્રની બહેનો તરીકે પ્રસિદ્ધ છે. ૦ વરરુચિ અને શકટાલ વચ્ચે વૈરનું બીજ : આ તરફ વરરુચિ નામનો એક બ્રાહ્મણ રોજ નંદરાજાની ૧૦૮ શ્લોક વડે સ્તુતિ કરતો હતો. તે રાજા તેનાથી સંતુષ્ટ થઈ તે બ્રાહ્મણને દાન આપવાની ઇચ્છા કરતો હતો. તે રાજા આ શ્લોક સાંભળીને શકટાલમંત્રીના મુખ સામે જોતો. પણ શકટાલમંત્રીને Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આગમ કથાનુયોગ-૪ મિથ્યાત્વ (મિથ્યાદૃષ્ટિ) સમજી પ્રશંસા કરતો ન હતો. બ્રાહ્મણે તેની પત્નીને દાનાદિ વડે સાધી અને જ્યારે તેણીએ પૂછયું કે, તમારે શું કામ છે ? ત્યારે વરરચિએ કહ્યું કે, તારો પતિ મારા શ્લોકની પ્રશંસા કરતો નથી. ત્યારે તેણીએ કહ્યું કે, હું તેની પાસે પ્રશંસા કરાવડાવીશ, શકટાલમંત્રીએ તેને કહ્યું કે, હું મિથ્યાત્વની પ્રશંસા કઈ રીતે કરું ? ત્યારપછી શકટાલ મંત્રીની પત્ની વારંવાર તેને પ્રેરણા કરવા લાગી. ત્યારે તેણીની વાત સ્વીકારીને શકટાલે એક વખત કહ્યું કે, આ સારા શ્લોક બોલ્યો. એટલે રાજાએ તેને ૧૦૮ સોનામહોર આપી. ત્યારપછી રોજેરોજ તેને રાજા ૧૦૮ સોનામહોરનું દાન આપવા લાગ્યો. ત્યારે શકટાલ મંત્રીને થયું કે, આ રીતે રાજભંડારના અર્થનો (દ્રવ્યનો) ક્ષય થતો જશે. તેથી તેણે નંદરાજાને કહ્યું, હે ભટ્ટારક ! તમે રોજ આને આટલું બધું દાન કેમ આપ્યા કરો છો ? ત્યારે રાજાએ તેને કહ્યું કે, તેં પ્રશંસા કરી એટલે હું આવું છું. શકટાલે કહ્યું કે, નવા શ્લોકોની રચના કરે તેને લોકો કાવ્ય કહે છે, તેથી મેં પ્રશંસા કરી હતી. રાજાએ કહ્યું તો શું આ શ્લોક નવા નથી ? મંત્રીએ કહ્યું કે, આ શ્લોકો તો મારી સર્વ પુત્રીઓ પણ બોલી જાણે છે, તો પછી અન્ય લોકો વિશે તો શું કહેવાનું? હવે શકટાલ મંત્રીની સાત પુત્રીઓની એ વિશેષતા હતી કે, યક્ષા ફક્ત એક જ વખત સાંભળતા શ્રતને ગ્રહણ કરતી હતી, બીજી પુત્રી બે વખત સાંભળતા જ તે શ્રતને યાદ રાખી લેતી હતી, ત્રીજી પુત્રી ત્રણ વખત સાંભળતા યાદ રાખી લેતી, એ રીતે સાતમી પુત્રી સાત વખત સાંભળતા સર્વે શ્રત ગ્રહણ કરી લેતી હતી. શકટાલ મંત્રીએ કહ્યું કે, મારી સાતે પુત્રી આ શ્લોક જાણે છે, આપ પરીક્ષા કરી શકો છો. ત્યારે રાજાએ તે વાત સ્વીકારી. ત્યારપછી ઉચિત સમયે જ્યારે વરરુચિ શ્લોક બોલવા માટે આવ્યો ત્યારે શકટાલે સાતે પુત્રીઓને પડદાની પાછળ બેસાડી રાખી. જ્યારે વરરુચિ શ્લોક બોલ્યો, ત્યારે શકટાલે રાજાને દાન આપતો અટકાવી દીધો. તે વખતે શકટાલ મંત્રીની પ્રથમ પુત્રી યક્ષા અખ્ખલિત ઉચ્ચારથી તે જ પ્રમાણે એ ૧૦૮ શ્લોક બોલી ગઈ, પછી યદિન્ના પણ એ જ પ્રમાણે બોલી ગઈ – યાવત્ – સાત પુત્રીઓ એ જ ૧૦૮ શ્લોક અખ્ખલિતપણે બોલી ગઈ. એટલે નંદ રાજાએ કોપાયમાન થઈ વરરુચિને ત્યાંથી કાઢી મૂકયો. ત્યારપછી વરરચિએ ૧૦૮ સોના મહોરોને યંત્રપ્રયોગથી ગંગામાં સ્થાપિત કરી દીધી. પ્રભાતકાળે તે ગંગા કાંઠે જઈને સ્તુતિ કરવા લાગ્યો. પછી ગંગા પાસે સોનામહોરની માંગણી કરી, પગ વડે યંત્ર દબાવ્યું એટલે સોનામહોરની પોટલી બહાર આવી. લોકો આગળ ચમત્કારની વાત ફેલાવી કે, મેં ગંગાની સુંદર સ્તુતિ કરી એટલે તુષ્ટ થયેલી માતા અને સોનામહોરો આપે છે. કાલાન્તરે આ વાત નંદરાજાની જાણમાં આવી. તેણે શકટાલ મંત્રીને આ વાત કરી કે, ગંગા (નદી) વરરુચિને સોનામહોરો આપે છે. ત્યારે શકટાલ મંત્રીએ કહ્યું કે, જો હું ત્યાં જઉં ત્યારે જો ગંગા સોનામહોરો આપે તો હું માનું કે, ગંગા દાન આપે છે. આપણે કાલે સવારે ગંગાકિનારે જઈએ. રાજાએ તે વાત કબૂલ રાખી. ત્યારપછી શકટાલ મંત્રીએ પોતાના વિશ્વાસુ પુરુષને સંધ્યાકાળે ગંગાનદીના કાંઠે Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૨૫ જવા માટેની આજ્ઞા કરીને કહ્યું કે, તું એક સ્થાને છૂપાઈ રહેજો અને વરરુચિ જળમાં જે કંઈ સ્થાપન કરે, તે લઈને હે ભદ્ર! તું મને આપી દેજે. પેલા પરણે ત્યાં જઈને વરરચિએ સ્થાપેલી સોના–મહોરની પોટલી લઈને શકટાલ મંત્રીને આપી દીધી. પ્રભાતકાલે નંદ રાજા અને શકટાલ મંત્રી બંને ગયા. ત્યારે વરરચિ ગંગાકાંઠે દેવીની સ્તુતિ કરતો દેખાયો. સ્તુતિ કરીને તેણે ગંગાજળમાં ડૂબકી મારી. પછી યંત્રને હાથ અને પગ વડે વારંવાર ઠોકવા લાગ્યો. પણ સોના–મહોર મળી નહીં એટલે વિલખો થયો, શરમાઈ ગયો. ત્યારે વરરચિની કપટ કળાને પ્રગટ કરીને શકટાલમંત્રીએ હાથમાં રહેલી સોનામહોરોની પોટલી રાજાને બતાવી. ત્યારે વરરુચિ અપભ્રાજના પામીને ત્યાંથી ચાલ્યો ગયો. પછી તે શકટાલ મંત્રીના છિદ્રો શોધવા લાગ્યો. કેમકે શકટાલમંત્રીએ તેનું સર્વ વિનાશિત કર્યું હતું. કોઈ દિવસે શકટાલમંત્રીના પુત્ર શ્રીયકના વિવાહનો પ્રસંગ આવ્યો. ત્યારે આ પ્રસંગ નિમિત્તે રાજાને ભેટ આપવાના હેતુથી વિવિધ પ્રકારના શસ્ત્રો ગુપ્ત રીતે તૈયાર કરાવવા શરૂ કર્યા. વરરચિએ શકટાલની દાસીને લાલચ આપી, એટલે તેણે મંત્રીના ઘરના રહસ્યો વરરુચિને પહોંચાડ્યા. વરરુચિને છિદ્ર મળી ગયું. ત્યારે વરરુચિએ બાળકોને લાડુ આપી એવા પ્રકારે શીખવ્યું કે, નંદરાજા એ જાણતા નથી કે આ શકટાલ શું કરી રહ્યો છે ? તે નંદરાજાને મારીને પોતાના પુત્ર શ્રીયકને રાજગાદીએ બેસાડવા માંગે છે. ત્યારે તે બાળકો ચોરે અને ચૌટે આ વાત બોલવા લાગ્યા. આ વાત ધીરે ધીરે રાજા સુધી પહોંચી. રાજાએ પોતાના ગુપ્તચરો દ્વારા મંત્રીના ઘેર તપાસ કરાવી. ગુપ્તપણે હથિયારો ઘડાતાં જોઈને ગુપ્તચરોએ આ વાત રાજાને જણાવી. રાજા મંત્રી પર કોપાયમાન થયો. જ્યારે શકટાલમંત્રી રાજકાર્ય માટે આવ્યા અને રાજાને પગે પડ્યા ત્યારે રાજાએ મોં ફેરવી લીધું. ત્યારે શકટાલમંત્રી ઘેર ગયો. કાવતરું થયું જાણીને તેણે ઘેર શ્રીયકને કહ્યું કે, હે પુત્ર ! જો હું મૃત્યુ નહીં પામીશ, તો રાજા આખા કુટુંબને મારી નાંખશે. માટે હે વત્સ ! જ્યારે હું રાજાના પગે પડવા જાઉં ત્યારે નિઃશંકપણે તારે મને મારી નાંખવો. તે સાંભળી શ્રીયકે પોતાના કાનમાં આંગળી નાંખી દીધી. ત્યારે શકટાલે કહ્યું કે, તારે પિતૃહત્યાનો ભય ન રાખવો કેમકે હું પહેલાં જ મારા મુખમાં તાલપુટ વિષ મૂકી રાખીશ. માટે હું પગે પડીશ ત્યારે મરેલ જ હોઈશ, પછી તું નિઃશંકપણે મારા મસ્તકને છેદી નાંખજે. ૦ શકટાલનું મૃત્યુ અને સ્થૂલભદ્રની દીક્ષા : સર્વ કુટુંબના વિનાશથી બચવા માટે શ્રીયકે અનિચ્છાએ પિતાનું વચન સ્વીકાર્યું. તે જ પ્રમાણે રાજાના પગમાં પડતાં શકટાલ મંત્રીનું મસ્તક તલવારથી છેદી નાંખ્યું. એ જોઈ નંદરાજા ચિત્કારી ઉઠ્યો - અહોહો! આ શું અકાર્ય કર્યું ? ત્યારે શ્રીયકે કહ્યું કે, હે દેવ! આપ વ્યાકુળ ન થાઓ. હંમેશાં ઉત્તમ સેવકો સ્વજનો અને સ્વાર્થ કાર્યો છોડીને સ્વામીના જ કાર્યો કરનારા હોય છે, તેથી જે આપને પ્રતિકૂળ હોય તે માટે પણ પ્રતિકૂળ છે. માટે મારે આવા પિતાની જરૂર નથી. ત્યારે રાજાએ કહ્યું કે, હે શ્રીયક ! આ તેં સારું કર્યું, તું હવે આ મંત્રીપદનો સ્વીકાર કર. ત્યારે શ્રીયકે કહ્યું, મારે સ્થૂલભદ્ર નામે મોટાભાઈ છે. તે બાર વર્ષથી ગણિકાને ત્યાં રહેલા છે. આ મંત્રીપદ તેમને સોંપવું જોઈએ. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧ર૬. આગમ કથાનુયોગ-૪ તે સમયે સ્થૂલભદ્ર બાર વર્ષથી કોશા નામની ગણિકા સાથે ભોગ ભોગવતા તેણીના ઘેર રહેલા હતા. શ્રીયક નંદરાજાનો અંગરક્ષક થઈને રહેલો હતો. ત્યારપછી નંદરાજાએ કોશાના ઘેરથી સ્થૂલભદ્રને બોલાવી મંત્રીપદ સ્વીકારવા કહ્યું. ત્યારે સ્થૂલભદ્ર ઉત્તર આપ્યો કે, હું વિચારીને કહ્યું. ત્યારે રાજાએ નજીકના અશોકવનમાં વિચાર કરવા મોકલ્યા. ત્યાં તે વિચારવા લાગ્યા કે, રાજાના કાર્યમાં મશગુલ બનેલા માણસને કયા ભોગો કે સુખ ભોગવવાનું હોય છે? કદાચ સુખપ્રાપ્તિ થાય, તો પણ અંતે તો નરકગમન કરવું પડે છે, તો આવા મંત્રીપદનું મારે શું કામ છે ? આ ભોગો આવા જ છે. વૈરાગ્ય માર્ગે ચડેલા સ્થૂલભદ્રે વિચાર્યું કે, જે મંત્રીપદ પિતાના મૃત્યુનું કારણ બન્યો તે સંસાર દુઃખદાયી જ છે. સ્વયંમેવ પંચમુખિલોચ કર્યો, કંબલરત્ન છેદીને રજોહરણ બનાવી, મુનિલિંગ ધારણ કર્યું. રાજા પાસે આવીને કહ્યું કે, હે રાજન ! ધર્મથી જ કલ્યાણ છે એમ મેં ચિંતવ્યું છે. રાજાએ પણ કહ્યું કે, તે સારું ચિંતવ્યું છે, તેને અભિનંદન આપ્યા. ત્યારપછી સ્થૂલભદ્ર ત્યાંથી નીકળી ગયા. ત્યારે રાજાએ કહ્યું, (આવ.નિ. ૧૨૮૪ મુજબ) હું જોઉ છું કે કપટપૂર્વક તે ગણિકાના ઘેર જ જાય છે કે નથી જતો. તેને જતા એવા સ્થૂલભદ્રને અગાસીએ જઈને જોયા કર્યો. આવશ્યકમાં જ પૂર્વ નિ ૫૦માં એમ લખ્યું છે કે રાજાએ કોઈ પુરુષને નિયુક્ત કર્યો કે સ્થૂલભદ્ર ક્યાં જાય છે તે જોવું. પરંતુ મરેલા કલેવરની દુર્ગધવાળા માર્ગેથી જેવી રીતે ન જવાય તેમ તે ભગવત્ (સ્થૂલભદ્ર) ગણિકાના ઘર તરફ અરુચિ બતાવતા આગળ ચાલવા લાગ્યો. તે જોઈને રાજાએ જાણ્યું કે, આ મહાભાગ્યવાનું ખરેખર જ કામભોગોથી કંટાળેલા છે અને વૈરાગ્ય પામેલા છે. આવ.નિ. ૫૦ મુજબ રાજપુરુષોએ આ સમાચાર આપ્યા. ત્યારપછી મંત્રીપદે શ્રીયકની સ્થાપના કરી. સ્થૂલભદ્રએ સંભૂતિવિજય ગુરુના સમીપે જઈને વિધિપૂર્વક પ્રવ્રજ્યા અંગીકાર કરી. ૦ શ્રીયકની યુક્તિથી વરરુચિનું મોત : શ્રીયક પોતાના પિતાના વૈરને સંભારતો રહ્યો. પછી તેણે ભાઈના નેહવાળી કોશાના ઘરનો આશ્રય કર્યો. તેણી પણ સ્થૂલભદ્રમાં એટલી અનુરક્ત હતી કે તે બીજા કોઈ મનુષ્યની ઇચ્છા કરતી ન હતી. તે કોશાની નાનીબેન ઉપકોશા હતી. તેની સાથે વરરુચિ રહ્યો હતો. તે શ્રીયક વરરુચિના છિદ્રો શોધતો હતો. ભાઈની પ્રિયાની પાસે જઈને શ્રીયકે કહ્યું કે, આ વરરુચિના નિમિત્તે અમારા પિતા મૃત્યુ પામ્યા. આનાથી જ મને ભાઈનો વિયોગ થયો અને તને પણ (તારા પ્રિયનો) વિયોગ પ્રાપ્ત થયો, માટે તું આને મદિરા પીવડાવ. ત્યારે કોશાએ તેની બહેનને કહ્યું, શ્રીયકના સંકેત પ્રમાણે તે ગણિકાએ વરરુચિને મદિરાપાન કરાવ્યું. તે વાત કોશાએ શ્રીયકને કહી પછી જ્યારે વરરચિ રાજસભામાં બેઠો એટલે શ્રીયકના સંકેત પ્રમાણે કોઈ પુરુષે જઈને વરરુચિને તેવા કોઈક ઔષધથી વાસિત કરેલ પદ્મકમળ રાજસભામાં જઈને વરરુચિને આપ્યું. તે સુંઘતાની સાથે જ વરરચિને મદિરાવાળી ઉલટી થઈ. એ રીતે રાજાને તેણે સત્ય વાતની પ્રતીતિ કરાવી પોતાના પિતા શકટાલનું મૃત્યુ વરરુચિના કેવા કાવતરાથી થયેલું તે જણાવ્યું, ત્યારે રાજાએ કહ્યું કે, આ Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૨૭ પાપનું જે કોઈ પ્રાયશ્ચિત્ત હોય તે તું કરાવ એટલે શ્રીયકે વરરુચિને તપેલા શીશાનો રસ પાયો. જેનાથી તે બ્રાહ્મણ મૃત્યુ પામ્યો. ૦ સ્થૂલભદ્રાદિ ચાર મુનિઓનો ઘોર અભિગ્રહ : સ્થૂલભદ્રસ્વામી પણ સંભૂતિ વિજય પાસે ઘોર તપ કરવા લાગ્યા. વિચરતા એવા તે સર્વે પાટલિપુત્ર આવ્યા. ચાતુર્માસનો સમય આવ્યો ત્યારે ત્રણ અણગારોએ અભિગ્રહ ગ્રહણ કર્યા. એક મુનિએ સંભૂતિવિજય ગુરુને વંદન કરીને એવો અભિગ્રહ લીધો કે, હું સિંહગુફાના દ્વાર પાસે ચાતુર્માસ કરીશ. તેને જોઈને સિંહ ઉપશાંત થઈ ગયો. બીજા મુનિએ એવો અભિગ્રહ કર્યો કે, હું સર્પની વસતિમાં (તેના બિલ પાસે) ચાતુર્માસ કરીશ. તેને જોઈને દૃષ્ટિવિષ સર્પ ઉપશાંત થઈ ગયો. ત્રીજા મુનિએ એવો અભિગ્રહ કર્યો કે, હું કુવાના ભારવઠા (મધ્યના કાષ્ઠ) પર રહીને ચાતુર્માસ કરીશ. ત્યારે તે ત્રણે મુનિઓને યોગ્ય જાણીને ગુરએ તેમને તે–તે સ્થાને ચાતુર્માસ કરવાની આજ્ઞા આપી. ત્યારે સ્થૂલભદ્ર વંદન કરીને બોલ્યા કે, હે ભગવન્! હું કોશાગણિકાની ચિત્રશાળામાં ચાતુર્માસ કરીશ. પેલા ત્રણે મુનિઓએ ચારમાસના ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા કરેલી. જ્યારે સ્થૂલભદ્રએ કહ્યું કે, મારે તપ ન કરવો પણ નિત્ય ષસ ભોજનનો આહાર કરવો. ગુરુએ ઉપયોગ મૂકી, તેને યોગ્ય જાણી અનુમતિ આપી. ત્યારપછી સ્થૂલભદ્રમુનિ કોશાના ગૃહદ્વારે આવી પહોંચ્યા. ત્યારે સંતુષ્ટ થયેલી કોશાએ ઊભી થઈને તેમનો સત્કાર કર્યો. તેણીએ માન્યું કે, સાધુપણામાં પરીષહો સહન ન થવાથી પરાજિત થઈને આવ્યા લાગે છે. ત્યારે તેણીએ સ્થૂલભદ્રમુનિને કહ્યું, આજ્ઞા. કરો કે મારે શું કરવું? મુનિએ કહ્યું, પહેલાં જે ઉદ્યાનગૃહના જે ચિત્રશાળા સ્થાનમાં ભોગો ભોગવ્યા હતા, તે સ્થાનમાં (રતિમંદિરમાં) મને સ્થાન આપ. પછી રાત્રિના સર્વાલંકારથી વિભૂષિત થઈને આવી. મીઠી મધુરી વૃંગારિક વાતો કરવા લાગી. પણ મેરુ સમાન નિષ્પકંપ એવા મુનિને સહેજ પણ શોભાયમાન કરી શકી નહીં , મુનિને દિવસ દરમ્યાન ષસ આહારનું ભોજન કરાવ્યું છતાં અને કોશાએ ઘણાં હાવભાવ કરવા છતાં મુનિ જરા પણ ચલાયમાન ન થયા. ઉલટો સત્ત્વશાળી તે મહામુનિનો ધ્યાનરૂપ અગ્નિ વધારે પ્રદીપ્ત થયો. તેમણે કોશાને સંસારની અનિત્યતા સમજાવી. પ્રતિબોધ પમાડી. ત્યારે કોશા પણ ધર્મ સાંભળીને શ્રાવિકા બની ગઈ. તેણીએ અભિગ્રહ કર્યો કે, રાજાની આજ્ઞા સિવાયના બાકીના કોઈ પુરુષ સાથે મારે ક્રીડા ન કરવી – એ પ્રમાણે વિકારરહિત બનેલી તેણએ આ આગાર સિવાય બ્રહ્મચારિણી વ્રત સ્વીકાર્યું. વર્ષાકાલ પૂર્ણ થયા બાદ સિંહગુફાવાસમુનિ ચાર માસના ઉપવાસ કરી અભિગ્રહ પરિપૂર્ણ કરી સિંહને ઉપશાંત કરી આવ્યા. આચાર્ય ભગવંતે કિંચિત્ ઊભા થઈને તેમને આવકાર્યા અને કહ્યું, હે દુષ્કરકારક ! તમારું સ્વાગત છે. સર્પના બિલ પાસે રહેલ મુનિ પણ ચાતુર્માસ પૂર્ણ કરી દૃષ્ટિવિષ સર્પને શાંત કરીને આવ્યા, તેમને પણ ગુરુ ભગવંતે એ જ પ્રમાણે સ્વાગત કરી, પ્રશંસા કરી. કૂવાના ભારવઠ પર ચોમાસું કરીને આવેલા મુનિને પણ તેમજ કહ્યું. ત્રણે મુનિને ગુરુ મહારાજે કહ્યું, અહો ! દુષ્કરકારક તમને કુશલ છે ? પછી સ્થૂલભદ્રમુનિ કે જે તે જ ગણિકાગૂડે ભિક્ષા ગ્રહણ કરતા હતા, તે પણ Page #129 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૪ ચાતુર્માસ પૂર્ણ કરીને આવ્યા. આચાર્ય ભગવંત સંભ્રમથી ઊભા થઈ ગયા અને બોલ્યા, સ્વાગત છે. હે દુષ્કર—દુષ્કરકારક તમને કુશલ તો છે ને ? આ પ્રમાણે ગુરુભગવંતના મુખેથી સ્થૂલભદ્રની પોતાનાથી અધિક પ્રશંસા સાંભળી તે ત્રણે મુનિ દુભાયા. તેઓએ વિચાર્યું કે, જુઓ, આચાર્ય ભગવંતને મંત્રી પુત્ર પર કેવો રાગ છે ? ૦ સિંહગુફાવાસીમુનિનો ઇર્ષ્યાભાવ :– ૧૨૮ ત્યારપછી બીજું ચાતુર્માસ આવ્યુ. સિંહગુફામાં વર્ષાવાસ રહી ચૂકેલા મુનિના મનમાં ઇર્ષ્યાભાવ જાગ્યો. તેણે ગણિકાના ઘેર જવાનો અભિગ્રહ કરી, ગુરુ મહારાજ પાસે આજ્ઞા માંગી. આચાર્યએ ઉપયોગ મૂકર્યા. તેમને લાગ્યું કે, આ મુનિ પોતાની પ્રતિજ્ઞાનો પાર પામી શકશે નહીં. તેમણે તે મુનિને રોકવા પ્રયત્ન કર્યો. તો પણ તે મુનિએ ગુરુભગવંતની વાત સ્વીકારી નહીં, તે ગણિકાના ઘેર ગયા. જો કે ગુરુ ભગવંતને તે મને કહેલું જ હતું કે, હે ભદ્ર ! એ કામદેવની રાજધાની સમાન વેશ્યાના ઘરમાં ચાતુર્માસ કરવું અતિ દુષ્કર છે. એ અભિગ્રહ નિભાવવાને તો મેરુ જેવા અચલ સ્થૂલભદ્ર જ સમર્થ છે. માટે તું એ અભિગ્રહ ન કર. તો પણ તે ગણિકાના ઘેર ચોમાસું કરવા ગયા. ત્યાં જઈને તેમણે વસતિ માંગી, ગણિકાએ વસતિ આપી. તેણી વિભુષિત કે અવિભૂષિત બંને સ્થિતિમાં સ્વાભાવિક ઉદાર—સુંદર શરીરવાળી હતી. તેણીએ ધર્મ શ્રવણ કર્યો. પણ મુનિ તેનામાં આસક્ત બની ગયા. મુનિએ ભોગ માટે પ્રાર્થના કરી. તે ગણિકા ભોગની ઇચ્છા કરતી ન હતી. તેથી (મુનિને પ્રતિબોધ કરવા) તેણીએ કહ્યું કે, જો તમે કંઈ આપો તો હું કામભોગ માટે તૈયાર થઉં. ત્યારે તે મુનિએ પૂછ્યું કે, હું તને શું આપું ? મારી પાસે તો કશું નથી. તેણીએ કહ્યું કે, કાં તો મને લાખ સોનૈયા આપો, નહીં તો પાછા ચાલ્યા જાઓ. મુનિએ સાંભળેલું કે, નેપાળ દેશમાં શ્રાવક રાજા છે, તે જે પહેલા સાધુ જાય, તેને લક્ષ મૂલ્યવાળું રત્નકંબલ આપે છે. તે આ રત્નકંબલ પ્રાપ્ત કરવા નીકળ્યા. ત્યાં પહોંચ્યા. રાજાએ તેમને રત્નકંબલ આપ્યું. તે રત્નકંબલ લઈ મુનિ પાછા ફરતા હતા. માર્ગમાં કોઈ સ્થાને ચોરો રહેતા હતા. ત્યાં પક્ષી બોલવા લાગ્યું કે, લક્ષમૂલ્ય (વાળું રત્નકંબલ) આવે છે. તે ચોર સેનાપતિએ આ વાત જાણી, પરંતુ તેમણે તો સંયતસાધુને આવતા જોયા તે મુનિનો આગળ ચાલ્યા ગયા. ત્યારે તે પક્ષી ફરીથી બોલ્યું કે, લક્ષમૂલ્ય જઈ રહ્યું છે. ત્યારે તે ચોર સેનાપતિએ તેની પાછળ જઈને જોયું. ત્યારે તે મુનિએ કહ્યું, મારી પાસે લક્ષમૂલ્યવાળું રત્નકંબલ છે, તે ગણિકા માટે લઈને જઈ રહ્યો છું. ત્યારે ચોર સેનાપતિએ તેમને છોડી દીધા. મુનિ ત્યાંથી આગળ ચાલ્યા, મહાકષ્ટે લાવેલ રત્નકંબલ તેણે ગણિકાને આપ્યું. તેણીએ પગ લુંછીને કંબલને ખાળમાં (કચરાના ઢગલામાં) ફેંકી દીધુ. ત્યારે તે મુનિએ તેણીને અટકાવતા કહ્યું, અરે સુંદરી ! મહામૂલ્યવાન રત્નકંબલને કાદવમાં ફેંકી તેનો કેમ વિનાશ કરે છે ? ત્યારે ગણિકાએ કહ્યું, તમે આને માટે દુઃખી થાઓ છો, પણ આત્મા માટે કેમ દુ:ખી થતા નથી. આ રત્નકંબલથી અધિક મૂલ્યવાન્ તથા આલોક-પરલોકમાં સુખ Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા આપનારું આ દુર્લભ ચારિત્રરત્નને તમે ગુમાવવા તૈયાર થયા છો, છતાં તેને માટે તમે શોક કરતાં નથી, અને રત્નકંબલ માટે કેમ શોક કરો છો ? તમે પણ (સંયમભ્રષ્ટ થઈને) આ રીતે ફેંકાઈ જશો. ત્યારે તે મુનિ ઉપશાંત થયા, પ્રતિબોધ પામ્યા. તેમને મુનિપણાની બુદ્ધિ પ્રાપ્ત થઈ. પોતાના અપરાધનું મિથ્યા દુષ્કૃત માંગ્યુ, ગુરુ પાસે જઈને ફરીથી આલોચના કરી, વિચરવા લાગ્યા. ૧૨૯ આચાર્ય ભગવંતે કહ્યું, સ્થૂલભદ્ર આ રીતે દુષ્કર–દુષ્કરકારક છે. તેમણે પૂર્વપરિચિતા અને અશ્રાવિકા એવી ગણિકાનો પરી સહન કર્યો અને તેને શ્રાવિકા બનાવી. ૦ કોશા દ્વારા રથિકને પ્રતિબોધ : એક વખત રાજા કોઈ રથકાર–પુરુષ પર સંતુષ્ટ થયો. ત્યારે રથકારે રાજા પાસે કોશા ગણિકાની માંગણી કરી. સંતુષ્ટ થયેલા રાજાએ તેને કોશા સુપ્રત કરી તેની પાસે કોશા હંમેશા સ્થૂલભદ્ર સ્વામીના જ ગુણગાન કર્યા કરતી હતી, પણ રથકારને પોતાનું હૃદય અર્પણ કરતી ન હતી. ત્યારે તે રથકાર કોશાને પોતાની કળા—શક્તિ દેખાડવા માટે અશોકવાટિકામાં લઈ ગયો. જે જોઈને કદાચ કોશા પોતાના પર રાગવતી થાય. તેણે પ્રથમ બાણ ફેંકી એક આંબાની લંબને વીંધી, તે બાણને બીજા બાણથી વીંધ્યું, બીજા બાણને ત્રીજા બાણથી વીંધ્યું. એ રીતે અન્યોન્ય બાણ વીંધીને બાણોની પંક્તિ બનાવી દીધી. પછી અર્ધચંદ્રાકાર બાણથી લૂમને છેદી, બાણપંક્તિના અગ્રભાગ ઉપર રહેલી લંબને પોતાના હાથ વડે ખેંચી ત્યાં બેઠાં જ કોશાને અર્પણ કરી. તો પણ કોશાને ખુશ કરી શક્યો નહીં. ત્યારપછી કોશાએ રથકારને કહ્યું, જેણે આ કળા શીખેલી હોય તેને કશું દુષ્કર નથી. પછી તેણીએ કહ્યું, હવે તમે મારી કળા જુઓ. એમ કહીને કોશાએ સરસવનો ઢગલો કરાવ્યો. તેના ઉપર સોય રાખી. તે સોય પર પુષ્પ રાખ્યું. તે પુષ્પ પર અપૂર્વ નૃત્ય કરી બતાવ્યું. નૃત્ય કરતા તેણી બોલી કે, આંબાની લંબ તોડવી એ કાંઈ દુષ્કર નથી, તેમ સરસવ પર નાચવું એ પણ કાંઈ દુષ્કર નથી. પરંતુ તે મહાત્મા મુનિશ્રી સ્થૂલભદ્ર સ્વામી જે પ્રમદારૂપી વનમાં રહ્યા, છતાં મુગ્ધ ન થયા તે જ દુષ્કર છે. પર્વતમાં, ગુફામાં, એકાંતમાં અને વનમાં નિવાસ કરતા હજારો મનુષ્ય ઇન્દ્રિયોને વશ રાખનારા થયા છે, પણ અતિ રમણીય મહેલમાં યુવતિ પાસે રહીને ઇન્દ્રિયોને વશ કરનાર તો એક શકટાલપુત્ર—સ્થૂલભદ્ર જ થયા છે. વેશ્યા રાગવાળી હતી, હંમેશાં તેને અનુસરનારી હતી, ષડ્રસ ભોજન મળતું હતું, ચિત્રશાળામાં નિવાસ હતો. મનોહર શરીર હતું, યૌવનવય હતી. વર્ષાઋતુનો સમય હતો. તો પણ જેણે આદરથી કામદેવને જીત્યો અને મને પ્રતિબોધ કરી, માટે તે સ્થૂલભદ્રને હું વંદન કરું છું. આ રીતે પ્રતિબોધ પમાડીને કોશાએ તે રથિકને શ્રાવક બનાવ્યો. ૦ સ્થૂલભદ્રને વાચના અને પૂર્વ શ્રુતનો અભ્યાસ : તે કાળે (કોઈ વખતે) બાર વર્ષનો દુષ્કાળ પડ્યો. સંયતો (સાધુ સાધ્વી) સમુદ્રકિનારે રહીને ફરી પાછા દુષ્કાળ પૂરો થયો ત્યારે પાટલીપુત્ર નગરે ભેગા થયા. તે ૪/૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આગમ કથાનુયોગ-૪ સમયે શ્રમણસંઘે એકઠા મળી શ્રતવિષયક વિચારણા કરી કે, કોને કેટલું અને શું-શું યાદ રહેલું છે ? જે સાધુની પાસે જેટલું કૃત–ઉદેશા–અધ્યયન આદિ યાદ હતા તે બધાંને એકઠાં કર્યા, અગિયાર અંગો એકઠા થયા. પણ દષ્ટિવાદ તેમાંના કોઈ પાસે ન હતો. તે સમયે નેપાળ દેશમાં ભદ્રબાહુસ્વામી કે જેઓ ચૌદ પૂર્વધર હતા તે વિચારતા હતા. તેમની પાસે શ્રમણસંઘે સંઘાટક (સાધુ યુગલ) મોકલ્યા અને દૃષ્ટિવાદની વાચના આપવા માટે વિનંતી કરી. તેઓએ નિવેદન કર્યું કે, આ સંઘનું કાર્ય છે માટે આપને વિનંતી કરવા અમને શ્રમણસંઘે મોકલ્યા છે. ત્યારે ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે, દુષ્કાળના કારણે હું મહાપ્રાણ ધ્યાનનો આરંભ કરી શક્યો ન હતો. પણ હવે (દુષ્કાળ પૂરો થવાથી) મેં મહાપ્રાણ ધ્યાનમાં પ્રવેશ કર્યો છે, તેથી હું વાંચના આપવા માટે સમર્થ નથી. એ પ્રમાણે કહીને તેણે સંઘાટકો (બંને સાધુને) ત્યાંથી નિવૃત્ત કર્યા. (પાછા મોકલ્યા). ત્યારે શ્રમણ સંઘે બીજા સંઘાટકને રવાના કર્યા અને જણાવ્યું કે, જે શ્રમણ સંઘની આજ્ઞાનું અતિક્રમણ કરે તેનો શો દંડ થાય ? જ્યારે સાધુઓએ ત્યાં જઈને આ વાત કરી ત્યારે જણાવ્યું કે, તેમને ઉદ્ઘાટિત પ્રાયશ્ચિત્ત આવે અર્થાત્ તેમને સંઘ બહાર કરવાનું પ્રાયશ્ચિત્ત આવે. ત્યારે હે ભગવંત ! આપને પણ આ પ્રાયશ્ચિત્ત આવે. ત્યારે ભદ્રબાહુસ્વામીએ વિનંતી કરી કે, મને સંઘ બહાર ન કરતાં, પણ જે મેધાવી સાધુ હોય તેમને અહીં ભણવા મોકલો. હું તેઓને સાત વાંચના આ પ્રમાણે આપીશ – એક વાચના ભિક્ષાચર્યાથી પાછા ફરશે ત્યારે આપીશ, બીજી વાચના (મધ્ય) કાળ વેળાએ, ત્રીજી વારના સ્પંડિલભૂમિ થકી પાછા ફરશે ત્યારે, ચોથી વાચના વિકા–દિવસના અંત સમયવેળાએ, આવશ્યક કર્યા પછી ત્રણ વાચના આપીશ, એ રીતે સાત વાંચના આપીશ અને મહાપ્રાણધ્યાન જો અતિગત થશે, તો જેટલો સમય બચશે તેમાં ચૌદ પૂર્વની અનુપ્રેક્ષા અને ઉત્ક્રમિક (આનુપૂર્વી) થશે. ત્યારે સ્થૂલભદ્ર પ્રમુખ ૫૦૦ મેધાવી સાધુઓને ત્યાં મોકલ્યા. તેઓ વાચના લેવાના સમયકાળે વાચના ગ્રહણ કરવા લાગ્યા, પરંતુ એક—બે–ત્રણ આદિ વાચના અવધારણ કરવા તેઓ પ્રતિપૃચ્છા કર્યા વિના સમર્થ બની શક્યા નહીં. ત્યારે એક સ્થૂલભદ્ર સિવાય બાકીના બધાં સાધુ ત્યાંથી ખસી ગયા. (આવશ્યક સૂત્રનો તો આ અભિપ્રાય જ છે. પણ કલ્પસૂત્ર વૃત્તિકાર અહીં એવું નોંધે છે કે, તેઓ મહાપ્રાણ નામક ધ્યાનની સાધના કરતા હોવાથી વાચના આપવામાં ભદ્રબાહુસ્વામીને સમય થોડો મળતો હતો, તેથી વિશેષ વાચના ન મળતી હોવાથી બીજા સાધુ ઉદ્વેગ પામી ચાલ્યા ગયા અને એક સ્થૂલભદ્ર જ રહ્યા – અમોને આવશ્યકનો અભિપ્રાય જ યોગ્ય લાગે છે.) હવે જ્યારે થોડું જ ધ્યાન બાકી રહ્યું ત્યારે ભદ્રબાહુસ્વામીએ સ્થૂલભદ્રને પૂછયું કે, તું થાક્યો તો નથી ને ? સ્થૂલભદ્રે કહ્યું કે, ના મને કોઈ થાક-કલેશ થતો નથી. ત્યારે ભદ્રબાહસ્વામીએ કહ્યું કે, કેટલોક કાળ રાહ જો. ત્યારપછી હું આખો દિવસ વાંચના આપીશ. ત્યારે સ્થૂલભદ્રએ પૂછ્યું, મેં કેટલો કાળ અભ્યાસ કર્યો અને કેટલો બાકી છે ? ત્યારે ભદ્રબાહસ્વામીએ કહ્યું, તું ૮૮ સૂત્રો ભણ્યો છે. તે માટે સરસવ અને Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૩૧ મેરુની ઉપમા સમજવી. અર્થાત્ સરસવ જેટલું તું ભણ્યો છે અને મેરુ જેટલું ભણવાનું બાકી છે. પણ તે માટે તું વિષાદ કરીશ નહીં, કેમકે તું ભણ્યો, તેના કરતા ઓછા કાળમાં તું ભણી શકીશ. જ્યારે ભદ્રબાહુસ્વામીનું મહાપ્રાણધ્યાન પૂર્ણ થયું. ત્યારે સ્થૂલભદ્ર નવ પૂર્વ સંપૂર્ણ અને બે વસ્તુ ન્યૂન એવું દશમું પૂર્વ ભણી ગયા હતા. ત્યારપછી તેઓ વિચરણ કરતા– કરતા પાટલિપત્ર પહોંચ્યા. તે વખતે સ્થૂલભદ્રમુનિની સાત બહેનો યક્ષા, યદિન્ના આદિએ દીક્ષા અંગીકાર કરેલી હતી. તે સાતે બહેન સાધ્વી આચાર્ય ભગવંત તથા ભાઈ મુનિને વંદન કરવા નીકળ્યા. ત્યારે આચાર્ય ભગવંતે બહારના ઉદ્યાનમાં મુકામ કરેલ. યક્ષા વગેરે સાતે બહેન સાધ્વીઓએ આચાર્ય ભગવંતને વંદન કરીને પૂછયું કે, મોટા ભાઈમનિ ક્યાં છે? ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, તેઓ આ દેવકુલિકામાં અભ્યાસ કરી રહેલા છે. સ્થૂલભદ્ર મુનિએ પણ તે સર્વે શ્રમણીને આવતા જોયા. ત્યારે તેણે વિચાર્યું કે, હું મારી બહેન સાધ્વીઓને મારી દ્ધિ દેખાડું – એમ કરીને તેણે સિંહનું રૂપ વિકુવ્યું. તે જોઈને સાધ્વીઓ ત્યાંથી નાસવા લાગ્યા. પછી ગુરુ ભગવંતને જઈને કહ્યું, હે સ્વામી! સિંહ તેને ખાઈ ગયો લાગે છે. ભયભીત થયેલી. તેઓને આચાર્ય ભગવંતે કહ્યું, તે સિંહ નથી સ્થૂલભદ્ર જ છે. ફરી આવીને સાધ્વીઓએ સ્થૂલભદ્રરૂપ જ બેઠેલા એવા તેમને વંદન કર્યું. ક્ષેમ કુશળ પૂછયા. ૦ શ્રીયકની પ્રવજ્યા અને કાલધર્મનો વૃત્તાંત : સ્થૂલભદ્રને વંદનાર્થે આવેલ યક્ષા આદિ સાતે બહેન સાધ્વીઓએ સ્થૂલભદ્રને વાત કરી કે, આપણા ભાઈ શ્રીયકે પણ દીક્ષા અંગીકાર કરેલી હતી. તે ભોજન ન કરવાને કારણે કાળધર્મ પામ્યા. (અહીં ગ્રંથોમાં અધિકાર કંઈક આ પ્રમાણે છે – પર્વ દિન આવ્યો એટલે બહેન સાધ્વીએ શ્રીયકમુનિને તપ માટે પ્રેરણા કરી. પછી પોરિસી પચ્ચકખાણ કરાવ્યું, એમ કરતા પુરિમડુ પચ્ચકખાણ કરાવ્યું, પછી એકલઠાણું એમ ક્રમશઃ પ્રેરણા કરતા-કરતા છેલ્લે ઉપવાસ કરાવ્યો. તે રાત્રિએ શ્રીયકમુનિએ કાળ કર્યો) તેથી યક્ષા સાધ્વીને ઘણો જ પશ્ચાતાપ થયો. તેણીએ વિચાર્યું કે, અમને ઋષિ હત્યાનું પાપ લાગ્યું છે. તેથી તપ કર્યો. દેવતા પ્રભાવિત થયા. તેઓ મને (યક્ષા સાધ્વીને) મહાવિદેહમાં લઈ ગયા. ત્યાં તીર્થંકર ભગવંતને પૂછયું અને પ્રાયશ્ચિત્ત માંગ્યુ. ભગવંતે કહ્યું કે, તમારો આશય શુદ્ધ હતો અને શ્રીયમુનિ પણ દેવલોકે ગયા છે. માટે કોઈ પ્રાયશ્ચિત્ત નથી. પછી તીર્થકર ભગવંતે ભાવના અને વિમુક્તિ બે અધ્યયન (ચૂલિકા) આપી જે અહીં લાવી છું. આ પ્રમાણે કહી વંદન કરીને સાધ્વીઓ ગયા. ૦ સ્થૂલભદ્રની વાચના માટે અયોગ્યતા : બીજા દિવસે સ્થૂલભદ્રમુનિ સૂત્ર ઉદ્દેશકાળે નવું સૂત્ર ભણવાને માટે આવ્યા. પણ ભદ્રબાહુસ્વામી સ્થૂલભદ્રએ કરેલા અપરાધથી દુભાયેલા હતા. તેથી સૂત્ર(વાચના)નો ઉદ્દેશો ન કર્યો. કારણ પૂછતા આચાર્ય ભગવંતે કહ્યું કે, તું અયોગ્ય–અપાત્ર છે. સ્થૂલભદ્રને પોતે ગઈકાલે કરેલો પ્રમાદ (અપરાધ) યાદ આવ્યો. ત્યારે તેણે કહ્યું કે, હે ભગવન્! મને ક્ષમા Page #133 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૪ કરો, હું ફરીથી આવો અપરાધ કરીશ નહીં. ત્યારે ભદ્રબાહુ સ્વામીએ કહ્યું કે, તું નહીં કરે, પણ બીજાઓ આ અપરાધ કરશે. ત્યારપછી મહાન્ કલેશ બાદ (ઘણી વિનંતી કરી ત્યારે) આચાર્ય ભગવંત તેમને ભણાવવા સંમત થયા. પછીના ચાર પૂર્વી એ શરતે ભણાવ્યા કે, હવે તારે બીજા કોઈને આ ચાર પૂર્વનો અભ્યાસ કરાવવો નહીં. ત્યારપછી તે ચાર પૂર્વી વિચ્છેદ પામ્યા. દશમાં પૂર્વની છેલ્લી બે વસ્તુ પણ ન્યૂન રહી ગઈ, તે પણ વિચ્છેદ પામી. પછી દશ પૂર્વે વર્તતા હતા. (કથાભેદ નોંધ :– ઉપરોક્ત બે કથા વિષય – શ્રીયકની પ્રવ્રજ્યા અને સ્થૂલભદ્રની વાચના અયોગ્યતા અમે આવન્સ્લય આગમ આધારે લખ્યા છે. કલ્પસૂત્ર વૃત્તિકારે તથા આગમેતર ગ્રંથોમાં આલેખાયેલ કથામાં કિંચિંતુ ભેદ પ્રવર્તે છે. તે આ પ્રમાણે છે ૦ શ્રીયક કથા :– શ્રીયકના સ્વર્ગ ગમન બાદ યક્ષા સાધ્વી ઘણો જ ખેદ પામ્યા, તેણી સંઘ સમક્ષ ઘણો જ ખેદ કરવા લાગ્યા. સંઘે તેમને આશ્વસ્ત કર્યા. પણ યક્ષા સાધ્વીજી તીર્થંકરની વાણી સિવાય આ વાત સ્વીકારવા તૈયાર ન હતા. સંઘે કાયોત્સર્ગ કર્યો. તેથી શાસનદેવી આવ્યા. યક્ષા સાધ્વીજીને ઉપાડીને તેણીએ સીમંધર સ્વામી પાસે મૂક્યા. વંદના કરી પોતાની શંકા પૂછી - ત્યારે સીમંધરસ્વામીએ કહ્યું કે, એમાં તારો કોઈ જ દોષ નથી. શ્રીયકમુનિ બહુ કર્મોનો ક્ષય કરીને પહેલાં દેવલોકે ગયા છે. ત્યાંથી ચ્યવીને તે મુક્તિ પામશે. સીમંધરસ્વામીએ ધર્મોપદેશરૂપ ચાર ચૂલિકા આપી, જે તેણીએ એકલીએ જ ધારી લીધી. સંશય નિવારણ થતાં શાસનદેવીની સહાયથી તેઓ પાછા આવ્યા. ચાર ચૂલિકામાંથી બે ચૂલિકા આચારાંગ સૂત્રને અંતે અને બે ચૂલિકા દશવૈકાલિકને અંતે ગોઠવી. · ચૂલિકા સંખ્યા વિષયે તથા અન્ય બાબતે કથાભેદ કેમ આવે છે ? તે બહુશ્રુત જાણે, અમે તો આવશ્યક સૂત્ર - આગમને આધારે જ મૂળ કથા નોંધી છે. ૧૩૨ ૦ સ્થૂલભદ્રની વાયના સંબંધે – વિનયવિજયજી મહારાજ કલ્પસૂત્રની વૃત્તિમાં નોંધે છે તે વાત પણ આશ્ચર્યકારી અને સ્વીકારતા શ્રમ પડે તેવી છે. – ભદ્રબાહુસ્વામીએ સ્થૂલભદ્રને વાંચના આપવા ના કહી, સ્થૂલભદ્રએ આ વાત સંઘને કરી, સંઘના આગ્રહથી આચાર્ય ભગવંતે વાચના આપવાનું સ્વીકાર્યું. બાકીના ચાર પૂર્વાંની વાંચના સૂત્રથી આપી. અર્થથી ન આપી ~ અહીં પણ અમે તો મૂળ કથા આવશ્યક ચૂર્ણિ અને આવશ્યકવૃત્તિ મુજબ જ નોંધી છે. આ વાત ઉપદેશમાળા દોઘટ્ટી ટીકામાં પણ આ જ પ્રમાણે છે. ૦ સ્થૂલભદ્રસ્વામીની પાટ પરંપરા ઃ ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય સ્થૂલભદ્રને બે સ્થવિર શિષ્યો હતા. એક એલાપત્યગોત્રવાળા સ્થવિર આર્ય મહાગિરિ અને બીજા વાસિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્ય સુહસ્તી. ૦ સ્થૂલભદ્ર દ્વારા મિત્રને ખજાનો દેખાડવો : બહુશ્રુત એવા સ્થૂલભદ્ર આચાર્ય થયા. તેને એક પૂર્વનો (ગૃહસ્થપણાનો) મિત્ર હતો. તે જ્ઞાતિજન પણ હતો. સ્થૂલભદ્રાચાર્ય વિચરતા એવા તેમના ઘેર ગયા. જ્યારે તે ગૃહસ્થની પત્નીને પૂછ્યું, અમુક નામનો ગૃહસ્થ હતો, તે ક્યાં ગયો ? તેણીએ કહ્યું, વેપાર અર્થે બહાર ગયા છે. તે ઘર પહેલાં ધનધાન્યાદિથી ભરપૂર હતું. પછીથી છિન્નભિન્ન થઈ ગયું. તે ગૃહસ્થના પૂર્વજોએ કોઈ એક સ્તંભની નીચે ભૂમિમાં દ્રવ્ય—નિધાન દાટેલું હતું. આ Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૩૩ વાત સ્થૂલભદ્રાચાર્ય પોતાના જ્ઞાન વડે જાણતા હતા. પછી તેમણે તે સ્તંભ સામે હાથ કરીને આ પ્રમાણે કહ્યું, “અહીં આવું છે અને તે ત્યાં છે ?” અર્થાત્ અહીં આવા પ્રકારે દ્રવ્ય પડેલું છે અને તે અજ્ઞાનથી ભટકી રહ્યો છે. આ પ્રમાણે જ્યારે તેણે કહ્યું ત્યારે લોકો એવું સમજ્યા કે, આ ઘર પૂર્વે સમૃદ્ધ હતું, હવે છિન્ન-ભિન્ન થયેલું છે, તે જોઈને અનિત્યતાના નિરૂપણ માટે આચાર્ય ભગવંત આ પ્રમાણે કથન કર્યું. જ્યારે તે ગૃહસ્થ પાછો ઘેર આવ્યો ત્યારે તેની પત્નીએ કહ્યું કે, અહીં સ્થૂલભદ્ર આવેલ. તે ગૃહસ્થ પૂછયું કે, સ્થૂલભદ્ર કંઈ કહ્યું હતું ? પત્નીએ કહ્યું કે, ના, કંઈ બોલ્યા નથી. માત્ર આ થાંભલા સામે હાથ દેખાડીને કહેતા હતા કે, “આ અહીં છે અને તે ત્યાં ભટકે છે.” ત્યારે તે વિચક્ષણ પુરુષ સમજી ગયો કે, નક્કી અહીં કંઈક છે. તેણે થાંભલા નીચે ખોદકામ કર્યું. ત્યારે વિવિધ પ્રકારના રત્નોથી ભરેલો કળશ તેણે જોયો. (આ જ્ઞાન પરીષહ સહન ન કરવા સંબંધિ દષ્ટાંત છે.) સાધુ ભગવંતે આમ કરવું જોઈએ નહીં. ૦ આગમ સંદર્ભ :મરણ ૪૯૧, ૫૦૩, પ૦૪ નિસી.ભા. ૨૧૫૪ની ચું, બુદ.ભા. ૨૧૬૪, ૨૧૬૫ + વૃ; આવ.નિ. ૯૪૪, ૯૫૦, ૧૨૮૩, ૧૨૮૪ + . આવ.પૂ.૧–પૃ. ૫૫૬, ર– ૧૫૫, ૧૮૩ થી ૧૮૭; ઉત્ત.નિ ૧૦૦ થી ૧૦૫, ૧૨૨ + ; ઉત્ત.ચૂપૃ. ૬૬; નદી. ૨૪ + 9 તિત્વો. ૭૦૧, ૭૪ર થી; કલ્પસૂત્ર સ્થવિરાવલિ – ૮ – ૮ – ૦ દેઢપ્રહારી-(૧) કથા : કોઈ એક સંનિવેશમાં અનાચાર કરવામાં આનંદ માનનાર, કોઈ પ્રકારે કાબૂમાં ન રાખી શકાય તેવો દુર્દાન્ત બ્રાહ્મણ યુવાન હતો. તે ઘણો જ અવિનય કરનાર હતો. તેને એ સ્થાનમાંથી કાઢી મૂકવામાં આવ્યો (તેનું કથાગ્રંથમાં યજ્ઞદત્ત નામ આવે છે પણ આવશ્યક સૂત્રમાં કોઈ નામ આપેલ નથી.) તે ભ્રમણ કરતો ચોરની પલ્લીમાં પહોંચ્યો. તે પલ્લીના સ્વામીએ તેને પુત્રરૂપે રાખ્યો. પલ્લીપતિના મૃત્યુ બાદ તે સેનાપતિ બન્યો. તે બ્રાહ્મણ અતિ ક્રૂરતાવાળો હોવાથી અને તેવા ક્રૂર પ્રહાર કરનારો હોવાથી લોકોએ તેનું દૃઢપ્રહારી એવું નામ કર્યું. તે કોઈ વખતે પોતાની સેના સહિત કોઈ એક ગ્રામને (કુશસ્થળનગરમાં) ધાડ પાડવા માટે ગયો. તે ગામમાં એક દરિદ્ર હતો તેનું નામ દેવશર્મા હતું, તે બ્રાહ્મણ હતો). તેણે પુત્ર-પૌત્રાદિ અર્થ યાચના કરીને દૂધ વગેરે માંગીને લાવ્યો અને ખીર બનાવી. પછી પોતે નદીએ સ્નાન કરવા ગયો. ચોરો ત્યાં ધાડ પાડવા આવ્યા ત્યારે એક ધાડપાડુએ તેના ઘરમાં ખીરનું પાત્ર જોયું, તે ભૂખ્યો હતો, તેથી ખીરનું પાત્ર લઈને ત્યાંથી નાસી ગયો. ત્યારે તે બાળક રડતા-રડતો પિતાની પાસે ગયો. તેનું ક્ષીરનું પાત્ર કોઈ ધાડપાડુ હરણ કરી ગયો તે વાત કરી. તે દેવશર્મા બ્રાહ્મણ “હું તેને મારીશ” એમ બોલતો પાછળ દોડ્યો. ત્યારે તે બ્રાહ્મણની પત્ની તેને રોકવા માટે ઊભી રહી. તો પણ તે બ્રાહ્મણ ત્યાં Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આગમ કથાનુયોગ-૪ ગયો. જ્યાં પેલો ચોર સેનાપતિ ગામ મધ્યે ઊભો હતો. તે બ્રાહ્મણે ત્યાં જઈને તે ચોર સાથે મહાસંગ્રામ કર્યો, તે ચોરને પાડી દીધો. ચોર સેનાપતિ દૃઢપ્રહારીએ વિચાર્યું કે, આ બ્રાહ્મણે મારા એક ચોરને પાડી દીધો. ત્યારે ક્રોધે ભરાઈને તલવારનો એકદમ ઝાટકો મારી નિર્દયતાથી તે બ્રાહ્મણને મારી નાંખ્યો. ત્યારે તે બ્રાહ્મણની પત્ની કહેવા લાગી – હે દુષ્ટ ! ધીઠા ! પાપી ચેષ્ટાવાળા અધમ ! આ તેં શું કર્યું? એમ વિલાપ કરતી ગર્ભવતી બ્રાહ્મણી વચ્ચે પડી. દઢ પ્રહારીએ તેણીને પણ મારી નાંખી ગર્ભના પણ બે ટુકડા થઈ ગયા. તે ગર્ભ પૃથ્વી પર પડી તરફડવા લાગ્યો. આવા તરફડતા ગર્ભને દેખીને તેને પશ્ચાત્તાપ થયો. તેને થયું કે, અરેરે! મેં અધર્માચરણ કર્યું. તીવ્ર સંવેગ પામેલો તે એકદમ નગરમાંથી બહાર નીકળી ગયો. તેને ઢતર નિર્વેદ થયો. મેં આ શું કર્યું ? એક બ્રાહ્મણને પત્ની સહિત માર્યો. તેના ગર્ભનો પણ વિનાશ કર્યો? હવે મારે કયો ઉપાય કરવો ? એટલામાં તેણે સાધુઓ જોયા (મુનિ દર્શન થયા) તેમણે સાધુઓને પૂછયું, હે ભગવન્! મેં આવું પાપ કર્યું છે. હવે તેનો શો ઉપાય છે ? ત્યારે સાધુએ તેને ધર્મ કહ્યો. દઢ પ્રહારીએ તે વાતને સારી રીતે ધારણ કરી. ત્યારપછી તેણે ચારિત્ર અંગીકાર કર્યું. ત્યારપછી કર્મનો સમુદ્દઘાત કરવાને માટે તેણે ઘોર શાંતિ–સમા અભિગ્રહ ધારણ કર્યો. તે ધારણ કરીને વિચારવા લાગ્યા. ત્યારે લોકો તેની હેલણા કરતા હતા, પત્થરાદિ વડે મારતા હતા. ત્યારે દઢપ્રહારી મુનિએ સમ્યક્તયા તેને સહન કર્યું. ઘોરાકાર કાયકલેશને સહન કર્યો. તેને અશન આદિ પ્રાપ્ત થતા ન હતા, તે પણ તેણે સમ્યફ રીતે સહન કર્યું – થાવત્ – આ રીતે તેણે પોતાના કર્મોનું નિર્ધાતન કર્યું. ત્યારે આ રીતે ઘોર પરીષહોને સહન કરતા એવા દૃઢપ્રહારી મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી તેઓ સિદ્ધ થયા. આ તપસિદ્ધને પ્રતિપાદન કરવા માટેનું દૃષ્ટાંત છે. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૯૫ર + ; આવ.૨.૧-૫. ૨૬૮; – ૪ –– » –– ૦ દત્ત અને સંગમ સ્થવિર કથા : કોલકિર નામના નગરમાં વૃદ્ધાવસ્થાને પામેલા જંઘાબળની ક્ષીણતાવાળા સંગમસ્થવિર નામના આચાર્ય હતા, કોઈ વખતે દુકાળ પડ્યો. ત્યારે સિંહ નામના પોતાના શિષ્યને આચાર્યપદે સ્થાપન કરી સમગ્ર ગચ્છ તેને સોંપી બીજા સુકાળવાળા પ્રદેશમાં વિહાર કરાવ્યો. પોતે ત્યાં એકલા જ રહ્યા. પછી તે વસતિના નવ વિભાગ કરી ત્યાંજ જયણાપૂર્વક માસકલ્પ અને વર્ષારાત્ર કરતા હતા. જયણા ચાર પ્રકારે હોય છે. તે આ પ્રમાણે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. તેમાં પીઠફલક વગેરેને વિશે દ્રવ્યથી જયણા છે. વસતિ, પાટકને વિશે ક્ષેત્રથી જયણા છે. એક વસતિ/પાટકમાં એક સ્થાને રહીને બીજ માસે બીજે સ્થાને વસતિની Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૩૫ ગવેષણા કરવી તે કાળથી જયણા છે અને સર્વત્ર મમત્વરહિત રહેવું તે ભાવથી જયણા છે. ત્યારપછી કંઈક વર્ષ ગયા પછી સિંહાચાર્યે તે ગુરુ ભગવંતની સેવા નિમિત્તે દત્ત નામના શિષ્યને મોકલ્યા. તે અનુક્રમે વિહાર કરી ત્યાં આવ્યા. જે ક્ષેત્ર–વિભાગમાં પહેલા સંગમસ્થવિર આચાર્યને મૂકીને ગયા હતા, તે જ સ્થાને રહેલા તેમને જોયા. તે જોઈ દત્તમુનિ વિચારવા લાગ્યા કે, અહો ! આ ગુરુ ભગવંત ભાવથી પણ માસકલ્પ કરતા નથી. તેથી આવા શિથિલાચાર્ય સાથે એક સ્થાને રહેવું યોગ્ય નથી. એમ વિચારીને વસતિની બહારના મંડપમાં તે ઉતર્યા. પછી આચાર્ય ભગવંતને વંદના કરી, સુખશાતા પૂછી અને પોતાના ગુરુ ભગવંત સિંહાચાર્યનો સંદેશો કહ્યો. જયારે ભિક્ષાની વેળા થઈ, ત્યારે સંગમસ્થવિર આચાર્યની સાથે તે દત્તમુનિ ભિક્ષાર્થે ગયો. ત્યાં અંતપ્રાંત ઘરોને વિશે તેની પાસે ભિક્ષા ગ્રહણ કરાવી. તેથી દત્તમુનિ કાંતિરહિત મુખવાળા થયા. તે વખતે આચાર્ય ભગવંત તેમના મુખભાવ જાણીને કોઈ ધનાઢયને ઘેર ગયા. ત્યાં વ્યંતરીથી અધિષ્ઠિત થયેલ કોઈ બાળક નિરંતર રડતો હતો. ત્યારે આચાર્ય ભગવંતે તેમની સન્મુખ જોઈ ચપટી વગાડીને કહ્યું કે, “હે વત્સ! તું રડ નહીં.' જ્યારે સંગમસ્થવિરે આ પ્રમાણે કહ્યું ત્યારે તે પૂતના વ્યંતરી ત્યાંથી નાસી ગઈ, બાળક તુરંત જ રડતો બંધ થઈ ગયો. તેથી ગૃહસ્વામીએ હર્ષિત થઈ તેને ઘણાં મોદકો વહોરાવ્યા. આ મોદક આચાર્ય ભગવંતે દત્તમુનિને અપાવ્યા. ત્યારે તે હર્ષિત થયો. પછી તેને વસતિમાં પાછો મોકલ્યો. ત્યારપછી આચાર્ય ભગવંત પોતે પોતાના શરીર પર નિઃસ્પૃહ હોવાથી આગમોક્ત પદ્ધતિએ પ્રાંતકુળમાં ભ્રમણ કરીને વસતિમાં આવ્યા. પછી પ્રતિક્રમણ વેળાએ દત્તમુનિને કહ્યું, હે વત્સ ધાત્રીપિંડ અને ચિકિત્સાપિંડની તું આલોચના કર. ત્યારે તે બોલ્યા કે, તમારી સાથે જ મેં વિહાર કર્યો છે. તેથી મને ધાત્રીપિંડાદિકનો પરિભોગ કઈ રીતે હોય? ત્યારે સંગમ સ્થવિર બોલ્યા કે, લઘુ બાળકની ક્રીડા વડે ક્રીડન ધાત્રીપિંડ થયો અને ચપટી વગાડીને પૂતના વ્યંતરીના દોષ થકી તે બાળકને મુક્ત કરાવવાથી ચિકિત્સાપિંડદોષ થયો. તે સાંભળીને ઠેષ પામેલા દત્તમુનિ મનોમન વિચારવા લાગ્યા કે, પોતે ભાવથી પણ માસિકલ્પ કરતા નથી અને આવો પિંડ હંમેશાં ગ્રહણ કરે છે છતાં એક જ દિવસ ગ્રહણ કરેલા પિંડથી મને આલોચના આપે છે. આ પ્રમાણે વિચારીને તે દ્વેષ પામીને વસતિની બહાર જઈને રહ્યો. ત્યારપછી આચાર્ય પરના દ્વેષને જોઈને કોપ પામેલી અને સંગમ સ્થવિરાચાર્યના ગુણથી વશ થયેલી દેવીએ તેને શિક્ષા આપવા માટે વસતિમાં અંધકાર અને વાયુસહિત વૃષ્ટિને વિકુળં. ત્યારે ભયભીત થયેલ તે દત્તમુનિએ આચાર્ય ભગવંતને કહ્યું કે, હે ભગવન્! હું જ્યાં જઉ ? ત્યારે ક્ષીરસમુદ્રના જળની જેવા અતિનિર્મળ હૃદયવાળા આચાર્યએ કહ્યું કે, હે વત્સ ! અહીં આવ. વસતિમાં પ્રવેશ કર. ત્યારે દત્તમુનિએ કહ્યું કે, હે ભગવન્! અંધકારને લીધે હું દ્વારને જોઈ શકતો નથી. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ આગમ કથાનુયોગ-૪ તે વખતે શિષ્યની અનુકંપાને માટે આચાર્યએ શ્લેષ્મ વડે પોતાની અંગુલિને ખરડીને ઊંચી કરી. તે વખતે તે અંગુલિ દીપશિખાની જેમ પ્રદીપ્ત થઈ ત્યારે તે દુરાત્મા દત્તમુનિ વિચારવા લાગ્યા કે, અહો ! આમના પરિગ્રહમાં અગ્નિ પણ છે. આવો વિચાર કરતા તેને દેવતાએ નિર્ભર્ચના કરી કે– હા ! દુષ્ટ ! અધમશિષ્ય! આવા સર્વગુણના સાગરૂપ આચાર્યને માટે તું અન્યથા ચિંતવે છે ? એમ કહીને મોદકના લાભ વગેરે સર્વ વૃતાંત દેવતાએ સાચેસાચો કહ્યો. ત્યારે તેને ભાવપરાવર્તન થયું. પછી દત્તમુનિએ આચાર્ય મહારાજને ખમાવ્યા. સારી રીતે આલોચના કરી. (ઉત્તરાધ્યયન વૃત્તિમાં આચાર્યએ વસતિના નવ ભાગ કઈ રીતે કર્યા હતા. તે વાત દત્તમુનિને જણાવી તેમ કહેલું છે.) - આ દષ્ટાંત ધાત્રિપિંડ દોષના અનુસંધાને પણ છે અને ચર્યાપરિષહના વિષયમાં પણ આવે છે. ૦ આગમ સંદર્ભ :મરણ. ૪૯૨; નિસી.ભા. ૪૩૯૩ + ; આવ.નિ. ૧૧૮૬ની વૃ, આવ.પૂ.ર– ૩૫; પિંડ.નિ ૪૬૦, ૪૬૧ + બૂક | (પિંડ.નિ.ભા. ૪૦), ઉત્ત.નિ ૧૦૬ + વૃક ઉત્તપૂ9 ૬૭, – ૪ — — ૦ દધિવાહન કથા – ચંપાનગરીના રાજાનું નામ દધિવાહન હતું. તેની પત્ની (રાણી)નું નામ પદ્માવતી હતું. તેમને કરકંડુ નામે પુત્ર હતો. જ દધિવાહનને ઘારિણી નામે પણ પત્ની હતી. જેની વસુમતી નામે પુત્રી હતી. જે પછીથી ચંદના (ચંદનબાલા) નામે પ્રસિદ્ધ થઈ. દધિવાહને છેલ્લે દીક્ષા લીધી. આ કથા કરકંડુ પ્રત્યેકબુદ્ધમાં પણ આવે છે અને ચંદનાની કથામાં પણ આવે છે. (જુઓ કથાનક-કઠંડુ તથા કથા-ચંદના) ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૧ર૧ + આવ..૧–પૃ. ૩૧૮; ર–પૃ. ૨૦૪ થી ૨૦૭; ઉત્તમૂ. ૬૦પની , ઉત્તનિ. ૨૬૬ + ઉત્ત. ૫. ૧૭૮; — ૪ ૪ - ૦ દમદંત કથા : ( સામાયિક શબ્દના આઠ પર્યાયો છે. તે આઠે પર્યાયના અર્થને સ્પષ્ટ કરતી એક–એક કથા છે. જેમાં “સામાયિક” શબ્દના અર્થને સ્પષ્ટ કરતી એવી દમદંત મુનિની આ કથા છે.) હસ્તિ શીર્ષ નગરમાં દમદંત નામનો રાજા હતો. આ તરફ ગજપુર નગરમાં પાંચ પાંડવો હતા. પાંડવોને દમદંતરાજા સાથે વૈરભાવ હતો. જ્યારે દમદંત રાજા જરાસંધની સાથે રાજગૃહ ગયેલો ત્યારે પાંડવોએ તેના દેશને લૂંટીને બાળી નાંખેલ. પછી કોઈ વખતે દમદંત રાજા પાછો આવ્યો. ત્યારે તેણે હસ્તિનાપુર (ગજપુર)ને ઘેરી લીધું. તેના ભયથી પાંડવ-કૌરવ આદિ કોઈ બહાર નીકળતા ન હતા. ત્યારે દમદંતે તેમને કહ્યું, શીયાળની Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૩૭ જેમ શૂન્ય દેશમાં (રાજા વગરના દેશમાં) ઇચ્છાનુસાર શું ગયા હતા ? જ્યારે હું જરાસંધ સાથે ગયેલો તેટલામાં તમે મારો દેશ લૂંટી લીધો. હવે (સામર્થ્ય હોય તો) બહાર નીકળો. પણ પાંડવ-કૌરવ કોઈ બહાર નીકળ્યા નહીં. ત્યારપછી દમદંત રાજા પોતાના દેશમાં પાછો ફર્યો. આ દમદંત રાજાને દ્રૌપદીના સ્વયંવરમાં પધારવા માટે પણ દ્રુપદ રાજા તરફથી નિમંત્રણ મળેલું હતું. કોઈ વખતે કામભોગથી ઉદાસીન થયેલા, સંસારથી વિરક્તિભાવ ધારણ કરેલા એવા દમદંત રાજાએ પ્રવજ્યા ગ્રહણ કરી, ત્યારપછી કોઈ સમયે એકાકી વિહાર સ્વીકાર કરી વિચરતા એવા તે હસ્તિનાગપુર પહોંચ્યા. ત્યાં તેઓ નગર બહાર પ્રતિમાધ્યાને રહેલા હતા. તે વખતે યુધિષ્ઠિર યાત્રાએ નીકળેલ. તેણે દમદંતમુનિને વંદના કરી. ત્યારપછી બાકીના ચાર પાંડવો નીકળ્યા. તેમણે પણ દમદંતમુનિને વંદના કરી. ત્યારે દુર્યોધન પણ નીકળેલો હતો. તેણે તેના માણસોને કહ્યું કે, આ તે જ દમદંત છે, જેણે હસ્તિનાપુરને ઘેરી લીધું હતું. માટે તેને મારો, ત્યારે તે માણસોએ બીજોરાના ફળો માર્યા. પછી લશ્કરે આવતા તેમને પત્થરો મારવા ચાલુ કર્યા. પત્થરોનો ઢગલો થઈ ગયો. જ્યારે યુધિષ્ઠિર નિવૃત્ત થયા, ત્યારે તેમણે પૂછ્યું કે, અહીં કોઈ સાધુ આવ્યા હતા. તે ક્યાં છે ? ત્યારે લોકોએ જવાબ આપ્યો કે, અહીં દુર્યોધન આવ્યો હતો, તેના લશ્કરે દુર્યોધનના કહેવાથી પત્થરો માર્યા હતા, તે પત્થરોના ઢગલામાં આ મુનિ દબાયા છે. ત્યારે યુધિષ્ઠિરે દુર્યોધનની નિર્ભર્જના કરી, પછી બધાં જ પત્થરો ત્યાંથી હટાવી દીધા. દમદંતમુનિનું તેલ વડે અચંગન કર્યું, ક્ષમા માંગી. આ વખતે દમદંતમુનિએ દુર્યોધન અને પાંડવ બંને તરફ સદ્ભાવ રાખેલ હતો. દૂર્યોધને ઉપસર્ગ કર્યો. તેમાં તેમણે વેષ ન કર્યો અને પાંડવોએ ભક્તિ કરી, તેમાં તેમણે રાગ ન કર્યો. બંને સ્થિતિમાં તેઓ સમભાવને ધારણ કરીને રહ્યા. આ પ્રમાણે સાધુએ રાગ અને દ્વેષથી સ્થિતિમાં સમભાવ રાખવો જોઈએ. આ રીતે કામભોગનો ત્યાગ કરી હસ્તિશીર્ષ નગરથી નીકળેલા એવા દમદંત રાજાએ પોતાના રાગી જનોમાં પ્રીતિ ન કરી અને અપ્રીતિથી દ્વેષ કરનાર પ્રત્યે દ્વેષ ન કર્યો. તે પ્રકારે મુનિએ આવું સામાયિક કરવું જોઈએ. ૦ આગમ સંદર્ભ :નાયા ૧૭૦; મરણ. ૪૪૩; આવનિ ૮૫, ૮૬૬ + % આવ.ભા. ૧૫૧ + 4 આવયૂ.૪૯૨; ૦ દશાર્ણભદ્ર કથા :૦ દશાર્ણ નગર આદિનું વર્ણન : તે કાળે, તે સમયે દશાર્ણપુર નામે નગર હતું, જે ઋદ્ધિ સંપન્ન અને સમૃદ્ધ હતું. તેનું ઉદ્યાન જનપદોથી મુદિત રહેતું હતું. સેંકડો-હજારો લોકો હળ વડે જમીન ખેડતા Page #139 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૪ હતા. ત્યાં શેરડીજવ–સાલી આદિના ખેતરો હતા. ગાય-બળદ આદિ જોડાયેલા રહેતા હતા. ગ્રંથિભેદ આદિ કરનારાના સર્વે ઉપદ્રવથી આ ક્ષેત્ર મુક્ત હતા. ત્યાં હંમેશા સુકાળ વર્તતો હતો. અનેક કોટિ કુટુંબીઓ સુખ–સુખે ત્યાં રહેતા હતા. નંદનવન સદેશ ત્યાંનું વાતાવરણ હતું. પ્રાકાર–કપિશીર્ષ આદિથી શોભતી અટ્ટાલિકા, ચરિકા, દ્વાર, ગોપુર, તોરણ આદિથી યુક્ત પ્રાસાદો હતા. તેના શ્રૃંગાટક, ત્રિક, ચત્વર, ચતુષ્ક આદિ સુરમ્ય હતા. તેના ભવનો આદિ પ્રેક્ષણિય, પ્રાસાદિય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતા. ૧૩૮ તે દશાર્ણપુર નગરની બહાર ઇશાન ખૂણામાં દશાર્ણકૂટ નામે પર્વત હતો. તેના શિખરો અતિ ઊંચા અને ગગનતલને સ્પર્શતા હતા. આ પર્વત વિવિધ પ્રકારના ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લિ આદિથી પરિવરેલ હતો. હંસ, મૃગ, મયૂર, ક્રૌંચ, સારસ, ચક્રાગ, મદનશલાકા, કોકિલ આદિના ગાનથી ગુંજતો હતો. અપ્સરાગણ, દેવસંઘ, વિદ્યાધરના યુગલોથી યુક્ત હતો. દશાર્ણપુરના વીર પુરુષો ત્રિલોકના બળવાનો સદેશ, સુભગ, પ્રિયદર્શનવાળા, સુરૂપ અને પ્રાસાદીય હતા. તે પર્વતની નજીક નંદનવન નામે વનખંડ હતું. તે કૃષ્ણ, કૃષ્ણાભાસ, એમજ નીલ, હરિત, શ્વેત, સ્નિગ્ધ – યાવત્ – તીવ્ર, તીવ્રાભાસ, કૃષ્ણ, કૃષ્ણછાય, રમ્ય, મહામેઘના નિકુરંબ સમાન, સર્વઋતુના પુષ્પ અને ફળથી સમૃદ્ધ, નંદનવન સટશ પ્રાસાદીય હતું. ત્યાંના વૃક્ષો મૂળવંત અને શાલ, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ આદિથી યુક્ત હતા. અનુક્રમે વર્તુળાકાર, એક સ્કંધવાળા, અનેક શાખા, અનેક પ્રશાખા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ વિસ્તરેલ હતું, તેના પાંદડા પણ વિવિધ પ્રકારના પ્રાસાદીય, દર્શનીય, રમણીય હતા. ત્યાં વાપી, દીર્ષિકા, પોખરિણી આદિ હતા. તે વનખંડના બહુમધ્ય દેશભાગમાં એક વિશાળ અશોકવૃક્ષ હતું. તે દૂર સુધી વિસ્તરેલા મૂળ—કંદથી યુક્ત, લષ્ટ, સંસ્થિત, ઘન, સ્નિગ્ધ, સુજાત અનેક સ્કંધોથી યુક્ત, વિવિધ પક્ષીગણ યુગલોના સુમધુર, કાનને સુખ ઉપજાવતા ઉત્તમ શબ્દોથી યુક્ત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતું. તે અશોક વૃક્ષ બીજા પણ અનેક તિલક, લકુશ, છત્રોદક, સિરીષ, સપ્તવર્ણ, દધિવર્ણ, લોધ્ર, ચંદન, અર્જુન, કુડપ, કલંબ, પણસ, દાડિમ, સાલ, તાલ, તમાલ, પ્રિયક, પ્રિયંગુ, પારાપત, રાયવૃક્ષ, નંદિ વૃક્ષ આદિથી ચારે તરફથી, સારી રીતે સંપરિક્ષિત હતા. તે તિલક યાવત્ - નંદિવૃક્ષ અન્ય પણ ઘણી પદ્મલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, ચૂતલતા, વનલતા, વાસંતિકલતા, અતિમુક્તકલતા, કુંદલતા, સોમલતા આદિ વડે સર્વથા ચારે તરફથી ઘેરાયેલ હતું. આ લતાઓ પણ નિત્ય કુસુમિત રહેતી હતી. તે ઉત્તમ અશોકવૃક્ષની ઉપર આઠઆઠ મંગલકો કહ્યા છે. તે આ પ્રમાણે - સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત્ત, વર્ધમાનક, ભદ્રાશન, કળશ, મત્સ્ય અને દર્પણ. તે સર્વે રત્નમય, પ્રાસાદીય – યાવત્ – પ્રતિરૂપ હતા. તે ઉત્તમ એવા અશોકવૃક્ષની ઉપર અનેક કૃષ્ણ ચામર—ધ્વજ તેમજ નીલ, લોહિત, હારિદ્ર, શ્વેત ચામર—ધ્વજ હતા. જે સ્વચ્છ, નિર્મળ, રૌપ્ય, વૃત્ત, વજ્રમય દંડ અને સુરૂપ - - Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા હતા. તે ઉત્તમ અશોકવૃક્ષની ઉપર અનેક છત્રાતિછત્ર, પતાકા—અતિપતાકા, ઘંટાયુગલ, ચામરયુગલ, ઉત્પલ હસ્તક, પદ્મહસ્તક, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક પુંડરિક હસ્તક, શતપત્ર, સહસ્રપત્ર હસ્તક યુક્ત હતા. તે સર્વે રત્નમય, નિર્મળ – યાવત્ – ઉદ્યોત્ સહિત અને પ્રાસાદીય હતા. ૧૩૯ - તે ઉત્તમ અશોકવૃક્ષની નીચે એક મોટો પૃથ્વીશિલાપટ્ટક હતો. તે સમ, સુપ્રમાણ ઉત્સેધથી યુક્ત, કૃષ્ણ વર્ણવાળો, અંજનક સટશ, કેશકાજળ, કેતન, ઇન્દ્રનીલ, અરિષ્ઠ, અસિકુસુમ સદૃશ કૃષ્ણ હતો – યાવત્ - તે પ્રતિરૂપ અને દર્શનીય હતો. તેના પર એક સિંહાસન સંસ્થિત હતું. આ સિંહાસન સુરૂપ, મુક્તાજાલ ખચિત, આજિનક, બૂર, નવનીત તૂલ્ય કોમળ સ્પર્શવાળું, સર્વ રત્નમય, સ્વચ્છ, નિર્મળ, ધૃષ્ટ, નિર્મળ, નિષ્પક, ઉદ્યોતસહિત – યાવત્ – પ્રતિરૂપ હતું. ૦ દશાર્ણભદ્ર રાજા અને મંગલાવતી રાણીનું વર્ણન :– આવો દશાર્ણપુર નગરમાં દશાર્ણભદ્ર નામનો રાજા હતો. તે રાજા મહાહિમવંત, મહામલયમંદર–મહેન્દ્ર સમાન, અત્યંત વિશુદ્ધ રાજકુળવંશમાં ઉત્પન્ન થયેલ, નિરંતર રાજલક્ષણ ધિરાજિત અંગયુક્ત, બહુજન–બહુમાન પૂજિત, સર્વગુણ સમૃદ્ધ, ક્ષત્રિય, મુદિત, મુર્ધાભિસિક્ત, સારા માતા-પિતાથી જન્મ પામેલ, દયાવાના, સીમંકર, સીમંધર, મનુષ્યેન્દ્ર, જનપદ પિતા, જનપદ પુરોહિત, સેતુકર, કેતુકર, નરવર, પુરિસવર, પુરિસસિંહ, પુરુષવ્યાઘ્ર, પુરુષાશિવિષ, પુરુષવરપુંડરીક, પુરુષવરગંધહસ્તિ, આઠ્ય, દિપ્ત, વિત્ત, વિસ્તીર્ણ, વિપુલ, ભવન, શયન, આસન, યાન, વાહનાદિ યુક્ત, ઘણાં જ ધન, ઘણાં જાત્યરૂપરજત, આયોગ પ્રયોગ સંપ્રયુક્ત, વિચ્છતિપ્રવરભક્તપાન, ઘણાં દાસ, દાસી, ગાય, ભેંસ, ગવેલકવાળો, પ્રતિપૂર્ણ યંત્ર, કોશ, કોષ્ઠાગાર, આયુધનો ધારક, બળવાન, ઓહત કંટક, નિહત કંટક, મલિત કંટક, ઉદ્ધિત કંટક, અપ્રતિ કંટક, અકંટક તેમજ ઓહતશત્રુ, ઉદ્ધિત શત્રુ, નિર્જિત શત્રુ, પરાજિત શત્રુ, દુર્ભિક્ષ, ચોર, મારિ આદિ ભયથી વિપ્રમુક્ત, ક્ષેમ, શિવ, સુભિક્ષ, પ્રશાંત જાનપદ રાજ્યનું પ્રશાસન કરતો વિચરતો હતો. તે દશાર્ણભદ્ર રાજાને મંગલાવતી નામે રાણી હતી. તે રાણી સુકુમાલ હાથ પગવાળી, પ્રતિપૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળી, લક્ષણ, વ્યંજન, ગુણોથી યુક્ત, માન, ઉન્માન, પ્રમાણથી તુલ્ય, સુજાત, સર્વાંગ, સુંદર અંગવાળી, ચંદ્ર જેવા સૌમ્ય આકાર યુક્ત, કાંતપ્રિયદર્શનવાળી અને સુરૂપ, સુંદર હાથ-પગવાળી, પ્રશસ્ત ત્રિવલિકયુક્ત મધ્ય ભાગવાળી, કોમળ, વિમળ, પ્રતિપૂર્ણ, સૌમ્યવદનવાળી, શ્રૃંગારાકાર સુંદર વેશવાળી, હાસ્ય, વાણી, ચેષ્ટા, વિલાસ, લલિત, સંલાપ આદિથી સંગત, સુંદર સ્તન, જઘન, વદન, હાથ, પગ, નયન, લાવણ્ય, રૂપ, યૌવન, વિલાસથી યુક્ત, દશાર્ણભદ્ર રાજાની સાથે અનુરક્ત, અવિરત, ઇષ્ટ શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ, રસ એ પંચવિધ માનુષ્ય સંબંધિ કામભોગોને અનુભવતી વિચરતી હતી. તે દશાર્ણભદ્ર રાજાએ એક પુરુષને વિપુલ આજીવિકા આપીને ભગવંતની પ્રવૃત્તિ જણાવવા માટે નિયુક્ત કરેલ. તે ભગવંતના રોજેરોજના વિહારાદિનું નિવેદન કરતો હતો. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ આગમ કથાનુયોગ-૪ તે કાળે, તે સમયે દશાર્ણભદ્ર રાજા બાહ્ય ઉપસ્થાનશાળામાં અનેક ગણનાયક, દંડનાયક, રાઈસર, તલવર, માડંબિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, ગણક, લારપાલક, અમાત્ય, પીઠમર્દક, નગર, નીગમ, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલની સાથે સંપરિવૃત્ત થઈને વિચરતો હતો. ૦ ભગવંત મહાવીર તથા તેનું આગમન : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર આદિકર, તીર્થકર, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવરપુંડરીક, પુરુષવરગંધહસ્તિ લોકોત્તમ, લોકનાથ, લોકપ્રદીપ, લોકપ્રદ્યોતકર, અભયદાતા, ચક્ષુદાતા, માર્ગદાતા, જીવદાતા, શરણદાતા, બોધિદાતા, ધર્મદાતા, ધર્મદેશક, ધર્મનાયક, ધર્મસારથી, ધર્મવર ચાતુરંત ચક્રવર્તી, દીપ, ત્રાણ, શરણ, ગતિ, પ્રતિષ્ઠ, અપ્રતિહત ઉત્તમ જ્ઞાનદર્શનના ધારક, છઘપણાથી નિવૃત્ત, અહંતુ, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શ, સાત હાથ પ્રમાણ કાયાવાળા તેમજ જે પ્રમાણે “નિષ્ક્રમણ'ના વર્ણનમાં બતાવ્યું છે તેમ સર્વે જાણવું – યાવત્ – - બાલસૂર્યના કિરણ સદશ તેજવાળા, અનાશ્રવ, અમમત્વી, અકિંચન, છિન્નગ્રંથ, નિરૂપલેપ, પ્રેમ, રાગ, દ્વેષ, મોહથી રહિત, નિગ્રંથ પ્રવચનના દેશક–નાયક અને પ્રતિષ્ઠાપક, શ્રમણ-ગણપતિ, શ્રમણગણવૃદથી પરિવૃત્ત, ચોત્રીશ અતિશય પ્રાપ્ત, સત્ય વાણીના પાત્રીશ ગુણથી યુક્ત, આકાશમાં રહેલા છત્ર, પાદપીકયુક્ત સિંહાસન, ઉત્તમ શ્વેત ચામર વડે વિંઝાતા, જેમની આગળ ધર્મધ્વજ ચાલી રહ્યો છે તેવા, અનેક શ્રમણ અને હજારો આર્યાઓ સહિત સંપરિવૃત્ત, પૂર્વાનુપૂર્વી ક્રમથી વિચરતા, ગ્રામાનુગામ સુખે સુખે વિચારતા દશાર્ણપુર નગરની બહાર ઉપનગર ગામ થઈને નગરમાં સમોસર્યા ત્યારે તે પ્રવૃત્તિ (સમાચાર) પ્રવૃત્તિ નિવેદક દશાર્ણ રાજાને આપ્યા. રાજાએ તેને પ્રીતિદાન આપ્યું. પછી ઊભા થઈને સાત-આઠ પગલાં પ્રભુ સન્મુખ જઈને ભગવંતની સ્તુતિ કરી. આ પ્રમાણે સ્તુતિ કરીને દશાર્ણભદ્ર રાજા વિચારવા લાગ્યો કે, કાલે સવારે હું પ્રભુને એવા મહોત્સવપૂર્વક વંદન કરવા જઈશ કે, કોઈ આજ સુધી એ રીતે વંદન કરવા ગયું ન હોય. પછી તેણે લોકોને ભગવંત મહાવરના આગમનના સમાચાર આપવા નગરમાં પટડ વગડાવ્યો. આખા નગરને સજાવવાની આજ્ઞા આપી. ૦ ભગવંત મહાવીરના વંશનાર્થે જવાની તૈયારી : ત્યારે દશાર્ણભદ્રરાજા હસ્તિરત્ન પાસે આવ્યો, આ હસ્તિરત્ન સુવર્ણ પર્વત સદશ, તુરિય, ચપળ, મનરૂપી પવનને જીતનારી શીઘ વેગયુક્ત ગતિવાળો, વિનીત, હંસ સદશ ચાલવાળો હતો. વિવિધ પ્રકારના મણિ કનક, રત્ન, મહાર્ણ, તપનીય, ઉજ્વલ, વિચિત્ર દંડવાળા તેમજ બત્રીશ નરપતિ સદશ સમુદાય યુક્ત, મહાર્ધ, ઉત્તમ, શ્રેષ્ઠ, પટ્ટબંધ, સમૃદ્ધ રાજકુળથી સેવિત, કાલાગરુ પ્રવર કુંદરુક્ક, તુરુષ્પ, ધૂપની સુરભિ-મધમધતી ગંધથી સુગંધિત, સલલિત એવી બંને બાજુ એની ચામરોથી ઉતિક્ષહિત, સુખ–શીતળ વાયુથી વિંઝાતો, મંગલ, જય, શબ્દથી અભિનંદાતો અનેક ગણનાયકથી – યાવત્ – સંપરિવૃત્ત થયેલો ધવલ મહામેઘ સમાન નીકળ્યો. અંતરિક્ષમાં ગ્રહગણ, તારાગણ મધ્યે ચંદ્રની જેમ પ્રિયદર્શનવાળો તે નરપતિ ખાનગૃહ મધ્યેથી નીકળ્યો, નીકળીને બાહ્ય ઉપસ્થાનશાળામાં Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૪૧ જ્યાં આભિષેક્ય હસ્તિરત્ન હતો ત્યાં આવ્યો અને અંજનગિરિકૂટ સટશ ગજપતિ પર તે નરપતિ આરૂઢ થયો. જ્યારે દશાર્ણભદ્ર રાજા તે હસ્તિરત્ન પર આરૂઢ થયો ત્યારે આ આઠ મંગલો – સ્વસ્તિકાદિ તેની પૂર્વે ચાલ્યા. એ જ પ્રમાણ મહેન્દ્રધ્વજ ચાલ્યો. દેવ આદિને વર્જીનએ જે રીતે ભગવંત મહાવીર સ્વામીના નિષ્ક્રમણનું વર્ણન છે તે સર્વે જાણવું, તે જ પ્રમાણે પુરુષ વર્ગ – આરક્ષક આદિ દશાર્ણભદ્ર રાજાની આગળ, પાછળ, આસપાસ આનાપૂર્વાક્રમથી ચાલ્યા (જો કે તેમાં દેવો ન હતા) ત્યારપછી તેની આગળ મોટા અશ્વસહિત અસવારો – થાવત્ - રથ આદિ આનુપૂર્વી ક્રમે ચાલ્યા. ત્યારે તે દશાર્ણભદ્ર રાજા સુંદર હાર વડે સુશોભિત વક્ષ:સ્થળયુક્ત હતો. કુંડલ વડે તેનું મુખ ઉદ્યોતિત હતું. મસ્તક મુગટ વડે દીપતું હતું, એવો તે નરસિંહ, નરપતિ, નરેન્દ્ર, નરવૃષભ, અત્યધિક રાજતેજ લક્ષ્મી વડે દીપ્યમાન, ઉત્તમ હાથીના સ્કંધ પર શોભતો – યવત્ – કોરંટપુષ્પની માળાયુક્ત છત્ર વડે આચ્છાદિત થયેલો, ઉત્તમ શ્વેત ચામર વડે વિંઝાતો, સર્વઋદ્ધિપૂર્વક – યાવત્ – વાજિંત્રોના નિર્દોષ નાદિત, સ્વર સહિત દશાર્ણપુર નગરની મધ્યમાં થઈને નીકળ્યો – યાવત્ – દશાર્ણકૂટ પર્વતે જ્યાં ભગવંત મહાવીર સમોસર્યા હતા ત્યાં જવાને માટે ઉદ્યત થયો. તે પ્રમાણે જ્યારે તે જતો હતો ત્યારે શૃંગાટક – યાવત્ – સામાન્ય માર્ગોમાં અનેક અર્થસ્થિત, કામસ્થિત – યાવત્ – ઘંટિકગણ તેવા પ્રકારની ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનામ, મનાભિરામ, ઉદાર, કલ્યાણકર, શિવકર, ધન્ય, મંગલકારી, સશ્રીક, હૃદયને ગમે તેવી, હૃદયને પ્રહ્માદ આપનારી, અર્થસભર, અપુનરુક્ત, મિત, મધુર, ગંભીર ગાથાયુક્ત વાણી વડે તેમને અભિનંદતા અભિસ્તવતા આ પ્રમાણે બોલ્યા હે દેવ! તમારો જય થાઓ, તમારું કલ્યાણ થાઓ, ન જિતેલાને જીતો, જિતેલાનું પાલન કરો, જિતમણે તમે વસો, દેવની મધ્યે ઇન્દ્ર, તારા મધ્યે ચંદ્ર, અસુર મધ્યે ચંદ્ર, નાગકુમાર મધ્યે ધરણ, મનુષ્યો મધ્ય ભરતની જેમ સ્વજનો મધ્યે તમે વસો, હૃષ્ટતુષ્ટ રહો, પરમ આયુનું પાલન કરો, ઇષ્ટજન વડે સંપરિવૃત્ત થઈને ઘણાં વર્ષો, ઘણા શતક વર્ષો, ઘણાં સહસ્ત્ર વર્ષો દશાર્ણપુર નગરનું અને અન્ય પણ ગ્રામ–આકર – યાવતું – સન્નિવેશોનું, રાઈસર-સાર્થવાહ આદિનું આધિપત્ય – યાવત્ – આજ્ઞા, ઐશ્વર્ય, સેનાપત્ય કરતા, પાલન કરતા વિચારો. એમ કહીને જયજય શબ્દ બોલે છે. ત્યારે તે દશાર્ણભદ્ર રાજા હજારો જીભ વડે સ્તવાતા – યાવત્ – જ્યાં દશાર્ણકૂટ પર્વત હતો – યાવત્ – ત્યાં આવ્યા, આવીને તીર્થકર ભગવંતના છત્રાદિક અતિશયોને જોઈને હસ્તિરત્નને રોક્યો, રોકીને તેના પરથી નીચે ઉતર્યા, ઉતરીને ખગવીંઝણક આદિ દૂર કર્યા. એકશાટિક એવું ઉત્તરાસંગ કર્યું. કરીને પરમશુચિભૂત થઈને મસ્તકે અંજલિ કરીને સ્વામી પાસે પાંચ પ્રકારના અભિગમપૂર્વક ગયા. તે આ પ્રમાણે – હાથ જોડવા – યાવતું – એકત્વભાવકરણ, જ્યાં ભગવંત હતા, ત્યાં આવ્યો. આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી – યાવત્ – ત્રણ પ્રકારની પર્યપાસના વડે પર્યાપાસના કરી. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ આગમ કથાનુયોગ-૪ ત્યારે તે મંગલાવતી પ્રમુખ રાણીઓ અંતઃપુરમાં શતપાક-સહસ્ત્રપાક તેલ વડે અત્યંજિત થઈને સુકુમાલ હાથ–પગવાળી સ્ત્રીઓ વડે ચતુર્વિધ સુખપરિકર્મ વડે સંવાહન કરાયેલ તેમજ બાહુક, શુભક, સ્વસ્તિક, વદ્ધમાણક, પૂસમાણક, ગજક, વિજયમંગલ વડે અભિખવાતી, ચાર પ્રકારના ઉદક વડે મજ્જન કરાયેલી, સારી રીતે વસ્ત્ર વડે સ્વચ્છ કરાયેલી, મહાઈ ભદ્રાસન પર બેસાડાઈ. પછી તેઓનો મહાર્ડ ગોશીર્ષસરસ રક્તચંદન વડે લેપ કરાયો, મહાર્ણ પટશાક પહેરાવાયા. તેઓના મુખ કુંડલ વડે ઉદ્યોતિત હતા, ઉત્તમ હાર વડે વક્ષસ્થળ શોભિત હતા, આંગળી મુદ્રિકા વડે પીળી લાગતી હતી. મણિ–સુવર્ણના સૂત્રકો ધારણ કરેલા, પ્રાલંબ– પ્રલંબ – એવા ઉત્તરીય ધારણ કરાવ્યા હતા. માલ્યદામ (માળા), વિવિધ ફૂલોની સુગંધ વડે શોભતી, મહતી ગંધ વડે તેમનો દેહ સુગંધિત હતો. અનેક કુન્જા, ચિલાત, વડભિત, વામન, વકુશ, પલ્હવ, લાશિક, દેવિલ, સિંહલ, આરબી ઇત્યાદિ દાસીઓ કે જેમણે વિવિધ પ્રકારના દેશીવેશ ધારણ કરેલા, ઇચ્છિત, ચિંતિત, પ્રાર્થિત કરનારી એવી દાસીઓ સાથે તે અંતઃપુરની સ્ત્રીઓ નીકળી. નીકળીને જ્યાં તેઓના યાન આદિ હતા. ત્યાં આવી, આવીને – યાવત્ – પ્રત્યેક–પ્રત્યેક યુગ્મ (પાલખી)માં તેણીઓ આરૂઢ થઈ, થઈને નિયતપરિતાલ સાથે સંપરિવૃત્ત થઈને નગરની ઠીક મધ્યમાંથી નીકળી – યાવત – જ્યાં ભગવંત હતા ત્યાં આવી. છત્રાદિ અતિશય જોયા, જોઈને યાન આદિને થોભાવ્યા. તેમાંથી નીચે ઉતરી, પુષ્પ–તંબોલ આદિ સર્વેનું વિસર્જન કર્યું. કરીને – યાવત્ – એકત્વ ભાવકરણ. જ્યાં ભગવંત મહાવીર હતા ત્યાં જઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરી વંદન–નમસ્કાર કર્યા. કરીને દશાર્ણભદ્ર રાજાને આગળ કરીને ઊભી રહી – થાવત્ – સપરિવાર સુશ્રુષા કરતી, નમેલી એવી, અભિમુખ થઈને વિનય વડે અંજલિ કરીને ત્રિવિધ પર્યપાસના વડે પર્યપાસના કરવા લાગી. જ્યારે દશાર્ણભદ્ર રાજા ચાલ્યો ત્યારે તેણે જે સર્વઋદ્ધિ સહિત ભગવંત મહાવીરને વંદનાર્થે જવા વિચાર્યું હતું. ત્યારે તે રાજાની સાથે ૧૮,૦૦૦ હાથી, ૮૪,૦૦૦ ઘોડા, ૨૧,૦૦૦ રથ, ૯૧ કરોડ પાયદળ, ૧૬,૦૦૦ ધ્વજ, પાંચ મેઘાડંબર છત્ર, સુખપાલમાં બેઠેલી ૫૦૦ શોભાવંત રાણીઓ, આભૂષણ પ્રમુખ પહેરીને સજ્જ થઈ રહેલા સામંત સચિવાદિ ચાલ્યા. સ્થળે સ્થળે ગીત-નૃત્ય થઈ રહ્યા હતા. સર્વે લોક પોતાની ઋદ્ધિ પ્રમાણે તૈયાર થઈને આવેલ. શ્રમણ ભગવંત મહાવીર પાસે પહોંચેલ દશાર્ણભદ્ર રાજા ચિંતવવા લાગ્યો કે. આજે હું જેટલી ઋદ્ધિ સહિત પ્રભુને વાંદવા આવ્યો છું, આવી ઋદ્ધિસહિત આજ સુધી કોઈ વંદન કરવા આવ્યું નહીં હોય. ૦ દેવેન્દ્ર શુક્રનું આગમન : તે કાળે, તે સમયે દેવેન્દ્ર શક્ર જંબૂદ્વીપને પોતાના અવધિજ્ઞાન વડે જોત-જોતો વિચરતો હતો. તે વખતે દશાર્ણભદ્ર રાજાને આ આવા પ્રકારે ત્યાં રહેલો જોયો. તેને થયું કે, આ રાજાએ વંદન તો ઘણું સારું કર્યું પણ તે જે આ ગર્વને ધારણ કરીને રહેલો છે, Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૪૩ તે યોગ્ય નથી. તે રાજાનો ભક્તિ રાગ અતુલ્ય છે, પણ આ અહંકારદોષ ખોટો ધારણ કરેલો છે. માટે તેનું માન ઉતારવું અતિ આવશ્યક છે. ત્યારે દેવેન્દ્ર શુક્રએ હસ્તિરાજ ઐરાવણને બોલાવ્યો. બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિય! તું જા અને તારા જેવા ૬૪,૦૦૦ હાથીની વિક્ર્વણા કર. દરેક હાથીને ૫૧૨ મસ્તક હોય, પ્રત્યેક મસ્તકમાં આઠ-આઠ દંકૂશળ હોય, પ્રત્યેક દંકૂશળમાં આઠ-આઠ વાવડી હોય, પ્રત્યેક વાવડીમાં આઠ–આઠ કમળ હોય. તે પ્રત્યેક કમળમાં લાખ-લાખ પાંદડી હોય, પ્રત્યેક પાંદડીએ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્યદેવઘુતિ, દિવ્ય દેવાનુંભાગ યુક્ત દિવ્ય બત્રીશ બદ્ધ નાટકો થતા હોય, તે પ્રત્યેક કમળની કર્ણિકામાં એક–એક પ્રાસાદ અવતંસક હોય. તે પ્રાસાદમાં ઉત્તમ સિંહાસન પર દેવેન્દ્ર શક્ર આઠ-આઠ અગ્રમહિષી સહિત બેઠો હોય – યાવત્ - ગીત અને નાટક જોતો જોતો વિહરતો હોય. તેણે પણ આ પ્રમાણે દિવ્યઋદ્ધિની વિકુવણા કરી, ત્યારપછી તે દેવેન્દ્રશકે હરિસેગમેલી દેવને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! જલ્દીથી સુધમ સભામાં યોજન પરિમંડલનું જે પ્રમાણે ઋષભસ્વામીના અભિષેક વર્ણનમાં કહેલું - યાવત્ – આ પ્રમાણે તે ઇન્દ્ર આવી દિવ્ય દેવઋદ્ધિ સહિત શ્રમણ ભગવંત મહાવીરસ્વામી પાસે ઉપસ્થિત થયો. ત્યારપછી ઐરાવણ હસ્તિથી અલગ થઈને – થાવત્ – ભગવંતને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. ત્યારે તે હાથી પણ અગ્રવાદ વડે જમીન પર બેઠો. ત્યારે તે હાથીના પગ દશાર્ણકૂટ પર્વત પર દેવતા પ્રભાવથી ઉસ્થિત થયા. એ રીતે ઊંચા કરેલ પગ જ્યાં પર્વતની જમીનમાં પેસી ગયા હતા તે સ્થાન ગજપદ નામે ઓળખાવા લાગ્યું. ૦ દશાર્ણભદ્રની પ્રવજ્યા : તે વખતે દશાર્ણભદ્ર રાજાએ દેવેન્દ્ર શુક્રની દિવ્ય દેવદ્ધિ – યાવતું – એક એક નાટ્યવિધિ જોઈ. દેવેન્દ્ર શુક્રને ઐરાવણહતિ પર અતીવ અતીવ શ્રીયુક્ત શોભાયમાન થયેલો જોયો. જોઈને રાજા વિસ્મિત થયો. અનિમેષ દૃષ્ટિ વડે જોતો જ રહી ગયો. ત્યારે તે રાજાની રાજ્યદ્ધિ દેવેન્દ્ર શુક્રના દિવ્ય પ્રભાવ વડે હતપ્રભા – થાવત્ – લુપ્તપ્રભા જેવી થઈ ગઈ. શક્રની સમૃદ્ધિ પાસે દશાર્ણભદ્રની ઋદ્ધિ તણખલાં જેવી લાગવા માંડી. ત્યારે તે દેવેન્દ્ર શક્રે દશાર્ણભદ્ર રાજાને આ પ્રમાણે કહ્યું, અરે ઓ ! દશાર્ણભદ્ર રાજા ! શું તું એ જાણતો નથી કે, આ અરહંત ભગવંત ! દેવેન્દ્ર, અસુરેન્દ્ર, નાગેન્દ્ર આદિએ પણ વંદન કરેલ છે. તો પણ તને આવા અધ્યવસાય થયા કે, હું ભગવંત મહાવીરને એવી ઋદ્ધિથી વંદન કરવા જઉ કે, જેવી રીતે હજી સુધી કોઈ વંદન કરવા ન ગયું હોય. ત્યારે તે રાજા ઘણો જ લજ્જા પામ્યો, વિલખો થયો, મૌન ધારણ કરીને બેસી ગયો. પછી વિચારવા લાગ્યો કે, ક્યાં આની ઋદ્ધિ અને ક્યાં મારી ઋદ્ધિ ? મેં ફોગટ જ મારી ઋદ્ધિનો ગર્વ કર્યો. ત્યારે દશાર્ણભદ્રે વિચાર્યું કે, ભગવંતે જે ધર્મ કહ્યો, તેનું હું પાલન કરીશ. પણ, કઈ રીતે પાલન થાય ? તેથી તે પોતાના હાથી, ઘોડા, સ્ત્રી, પરિવાર, રાજ્યાદિ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આગમ કથાનુયોગ-૪ સર્વઋદ્ધિનો ત્યાગ કરી પ્રવૃજિત થયો. ત્યારે ઇન્દ્ર પણ ભક્તિપૂર્વક તેને નમસ્કાર કરી, મનુષ્યભવની પ્રશંસા કરી. (આ સામાયિક ઋદ્ધિનું દૃષ્ટાંત છે.). ૦ આગમ સંદર્ભ :મહાનિ પ૨૨ આવ.નિ. ૮૪૬, ૮૪૭ + વૃ આવ.પૂ.૧– ૩૫૫, ૪૭૮ થી ૮૪૮; ઉત્તમૂ. ૬૦૩ની વૃ – ૪ – ૪ – ૦ દત્ત કથા, સેવાલી કથા - (કૌડિન્ય, દત્ત અને સેવાલી ત્રણેની કથા લગભગ સમાન જ છે. જેમાં કૌડિન્ય આદિ ૫૦૦ તાપસની કથા પૂર્વે નોંધી છે. તે કથા પ્રમાણે જ દત્ત અને સેવાલીની કથા છે. તેમાં જ કિંચિત્ તફાવત છે, તેની જ અત્રે નોંધ લીધી છે – શેષકથા ભાગ કૌડિન્ય મુજબ જાણવી). ૦ કથા ભૂમિકા :- ભગવંતે ગૌતમસ્વામીને કહેલ કે, જે મનુષ્ય અષ્ટાપદ તીર્થે જઈને ત્યાંના ચૈત્યોની વંદના કરે, તે એ જ ભવે સિદ્ધ થાય છે. તે વાત દેવાએ અન્યોન્ય કહી. ત્યારે ગૌતમસ્વામી અષ્ટાપદ જવા માટે વિચારવા લાગ્યા. ભગવંત મહાવીરે તેના હૃદયગત ભાવ જાણીને અને તાપસો બોધ પામશે એમ જાણીને ભગવંતે કહ્યું, હે ગૌતમ! અષ્ટાપદે ચૈત્યવંદન કરવાને માટે તમે જાઓ. ત્યારે ભગવન ગૌતમ હર્ષિત અને સંતુષ્ટ થયા, ભગવંતને વંદન કરી અષ્ટાપદ જવા નીકળ્યા. એ વખતે જનવાદ સાંભળીને ૫૦૦-૫૦૦ તાપસના પરિવારવાળા ત્રણત્રણ તાપસ પણ અષ્ટાપદે જવા માટે પ્રયત્નશીલ હતા. તે આ પ્રમાણે – કૌડિન્ય, દત્ત અને શૈવાલ. તેમાં કૌડિન્ય સપરિવાર એકાંતર ઉપવાસ (ચોથ ભક્ત) કરી પછી સચિત્ત કંદમૂળનો આહાર કરતા હતા, તે અષ્ટાપદની પહેલી મેખલાએ (પ્રથમ પગથીયે) જઈને અટકી ગયેલા. દત્ત તાપસ – સપરિવાર છઠને પારણે છઠ કરતો હતો. પારણે પડેલ—ન્સડેલ પાંડપત્રાદિનો આહાર કરતા હતા. તેઓ અષ્ટાપદની બીજી મેખલા એ (બીજા પગથીયે) જઈને અટકી ગયેલા. - શેવાલ તાપસ–સપરિવાર અઠમને પારણે અઠમ કરતો હતો, પારણે જે શેવાળ આપમેળે પ્લાન થઈ ગયેલ હોય, તેનો આહાર કરતો હતો, તે પ૦૦ તાપસ અષ્ટાપદની ત્રીજી મેખલાએ (ત્રીજે પગથીયે) અટકી ગયેલ. તેઓએ ગૌતમસ્વામીને આવતા જોયા.. પછીની કથા કૌડિન્ય તાપસની કથામાં લખાઈ ગઈ છે, ત્યાંથી જોવી.. કૌડિન્ય, દર, શેવાલ ત્રણે તાપસો સપરિવાર દીક્ષિત થયા. આ ૧૫૦૦ તાપસોએ દેવતાએ આપેલ મુનિ વેશ ધારણ કર્યો. બધાંએ પછી ગૌતમસ્વામી સાથે વિહાર કર્યો. ભિક્ષાવેળા થઈ. ગૌતમસ્વામીએ પૂછયું, પારણામાં તમારે માટે શું લાવું ? તેઓએ કહ્યું, ખીર લાવો. Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૪૫ ભગવદ્ ગૌતમ સર્વલબ્ધિ સંપન્ન હતા. તેઓ પાત્ર લઈને ગયા. ઘી–ગોળ સંયુક્ત ખીર ભરીને આવી ગયા. તેઓ અલીણમહાનસિક લબ્ધિ સંપન્ન હતા. બધાંને બેસાડીને ખીર આપી. (એક જ પાત્ર ભરીને ખીર હોવા છતાં ૧૫૦૦ તાપસોને આપી.) પછી પોતે આહાર કર્યો. તો પણ તેઓએ બધાં તાપસોને સારી રીતે પ્રસન્ન કર્યા. તેઓમાં શેવાળનું ભક્ષણ કરનારા શેવાલ આદિ ૫૦૦ તાપસોને ગૌતમસ્વામીની લબ્ધિ જોઈને જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દત્ત આદિ પ૦૦ તાપસીને ભગવંત મહાવીરના છત્રાતિછત્ર જોઈને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. કૌડિન્ય આદિને ભગવંતને જોતાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. શેષ કથા કૌડિન્ય કથા મુજબ જાણવી. ૦ આગમ સંદર્ભ :-- આવ ચૂ.૧–૫ ૩૮૩, આવનિ ૭૬૪ + 4 ઉત્તનિ ૨૯૯ની ૦ દુપ્રભ કથા : પાંચમાં આરાના અંતિમ સમયે એકલા અને કોઈની પણ સહાય વિનાના દુષ્પભ (દુuસહ) અણગાર હશે. તેઓ સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રથી યુક્ત હશે. દુષ્પસહ અણગાર મહાયશવાળા, મહાનુભવી હશે. તેમના અતિ વિશુદ્ધ દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ હશે, તેઓએ સારી રીતે સદ્ગતિનો માર્ગ જામ્યો હશે. તેઓ આશાતના ભીરુ, અતિ પરમ શ્રદ્ધા, સંવેગ, વૈરાગ્ય યુક્ત તેમજ સમ્યગુ માર્ગમાં રહેલા હશે. વાદળારહિત નિર્મલ આકાશમાં શરદપૂનમના વિમલ ચંદ્રકિરણ સમાન ઉજ્વલ ઉત્તમ યશવાળા, વંદન લાયકમાં પણ વિશેષ વંદનીય, પૂજ્યોમાં પણ પરમપૂજ્ય હશે. ભગવંતે નિર્દેશ કર્યા મુજબ ગચ્છની વ્યવસ્થા દુuસહસૂરિ સુધી ચાલુ રહેશે. તેમનું સોળ વર્ષનું આયુષ્ય હશે. આઠ વર્ષના ચારિત્રપર્યાયનું પાલન કરીને પછી પાપની આલોચના કરીને નિઃશલ્ય થઈને નમસ્કાર સ્મરણમાં પરાયણ થઈને એક ઉપવાસભક્ત ભોજન પ્રત્યાખ્યાન કરીને સૌધર્મકલ્પમાં ઉત્પન્ન થશે. પછી તેમનું મનુષ્યલોકે આગમન થશે, પણ તેઓ ગચ્છમર્યાદા તોડશે નહીં. તેમના શાસનપર્યત દશવૈકાલિક સૂત્ર પ્રવર્તશે. ૦ આગમ સંદર્ભ :મહાનિ ૭૭, ૮૧૧; વવ.ભા૪૧૭૧ની વૃક – ૮ – ૮ – ૦ દુર્બલિકાપુષ્યમિત્ર કથા : આર્યરક્ષિત સૂરિના એક શિષ્ય દુર્બલિકાપુષ્પમિત્ર હતા. તેમને નવપૂર્વનું જ્ઞાન હતું. આર્યરક્ષિત તેમને ગચ્છ ભાર સોંપીને ગયા. (તેમની શેષ કથા આરક્ષિત કથામાં આવી ગયેલ છે. - કથા જુઓ આર્થરક્ષિત) ગોષ્ઠામાહિલ નામનો એક નિલવ તેમના કાળમાં થયેલો. ૪િ/૧૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ આગમ કથાનુયોગ-૪ ૦ આગમ સંદર્ભ :બુહ ભા. ૩૫૬; આવ..૧–પૂ૪૦૯ થી ૪૧૧; આવ.ભા. ૧૪૨, આવનિ ૭૭૬ની , ૦ દેવદ્ધિગણિ કથા - દેવર્ધ્વિગણિ નામે ક્ષમાશ્રમણ થયા. જેઓ સૂત્ર અને અર્થરૂપ રત્નથી ભરેલા હતા, ક્ષમા, દમ અને માર્દવગુણ વડે યુક્ત હતા. કાશ્યપ ગોત્રવાળા હતા. શ્રમણ ભગવંત મહાવીરના નિર્વાણથી ૯૮૦ વર્ષ ગયા બાદ, બીજા મતે ૯૯૩ વર્ષ ગયા બાદ દેવર્તિગણિ ક્ષમાશ્રમણની મુખ્યતામાં શ્રમણ સંઘે એકઠા થઈને વલ્લભીપુરમાં આગમ સાહિત્યને પુસ્તકારૂઢ કર્યું. ૦ આગમેતર ગ્રંથમાં દેવર્તિગણિ—ક્ષમાશ્રમણ – આમ તો આ આગમકથાનુયોગ છે, તેમાં શાસ્ત્રીય કથાઓ એ જ અમારું કાર્યક્ષેત્ર છે. તો પણ કથાગ્રંથ નિર્દિષ્ટ આ વાતનો સામાન્ય ઉલ્લેખ કરીએ છીએ – દેવર્તિગણિ પૂર્વના ભવે હરિભેગમેલી દેવ હતા. તે વખતે મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર ભગવંત શ્રી સીમંધર સ્વામીને પૂછેલું કે, હું સુલભબોધિ કે દુર્લભબોધિ (અર્થાત્ મને ચારિત્રની પ્રાપ્તિ સુલભ છે કે દુર્લભ છે ?) ભગવંતે કહ્યું કે, તું દુર્લભબોધિ છે. ત્યારે તેણે દેવલોકે આવીને સૌધર્માધિપતિ શકને કહ્યું કે, મને તીર્થકર ભગવંત સીમંધર સ્વામીએ કહ્યું છે કે, હું દુર્લભબોધિ છું. તો આપ મને વચન આપો કે, હું આવતે ભવે જ્યાં મનુષ્યરૂપે ઉત્પન્ન થાઉં ત્યાં મને પ્રતિબોધ પમાડવો. પછી પોતે જ્યાં હતા, ત્યાં વિમાનની દિવાલ પર લખી દીધું કે, અહીં ઉત્પન્ન થનારા નવા દેવે મને તાત્કાલિક પ્રતિબોધ કરવા આવવું. તે હરિભેગમેષી દેવનું ચ્યવન થયું. અહીં ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયા. ત્યાં પહેલા કલ્પ ઉત્પન્ન થયેલ દેવે દિવાલ પરની આજ્ઞા વાંચી, પછી સૌધર્મેન્દ્રને પૂછયું. ત્યારે સૌધર્મેન્દ્રએ પણ કહ્યું કે, હા, મેં તે દેવને વચન આપેલું છે. ત્યારે દેવે મહાકષ્ટ તેમને પ્રતિબોધ કર્યા પછી તેઓએ ચારિત્ર ગ્રહણ કર્યું અને તે થયા દેવર્તિગણિ. ૦ આગમ સંદર્ભ :કલ્પસૂત્ર સ્થવિરાવલિ–વૃત્તિ. - ૪ -- * ૦ દેવલાસુત કથા : ઉજ્જૈની નગરીમાં દેવલાસુત નામે રાજા હતો. તેને અનુરકતા લોચના નામે રાણી હતી. કોઈ વખતે તે રાજા શય્યામાં રહેલો હતો. રાણી તેના વાળ સવારતી હતી. ત્યારે તે રાણીએ વાળમાં પળિયો – પાકેલો સફેદ વાળ જોયો. તેણીએ રાજાને કહ્યું કે, હે ભટ્ટારક ! (મૃત્યુનો) દૂત આવી ગયો છે. તે રાજા સંભ્રમપૂર્વક ભયથી હર્ષિત થતો ઉડ્યો. કોણ દૂત આવ્યો છે ? ત્યારે રાણીએ તેમને કહ્યું કે, “ધર્મદૂત” પછી ધીમેથી આંગળીમાં Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૪૭ વીંટીને તે વાળ ઉખેડી નાંખ્યો. સુવર્ણની થાળીમાં લૌમયુગલ વસ્ત્રથી વીંટીને ચાલ્યા. ત્યારે રાજા અધૃતિથી કહેવા લાગ્યો કે, જ્યારે પળિયા–સફેદ વાળ આવે ત્યારે આપણા પૂર્વજો દીક્ષા ગ્રહણ કરતા હતા. મેં હજી દીક્ષા લીધી નથી. ત્યારપછી પઘરથને રાજ્યગાદીએ સ્થાપી, તે રાજાએ દીક્ષા ગ્રહણ કરી. ત્યારે રાણી અનુરક્તા, સંગત નામનો દાસ અને અનુમતિકા દાસીએ બધાંએ પણ અનુરાગથી દીક્ષા અંગીકાર કરી. બધાં જ અસિતગિરિ તાપણાશ્રમે ગયા. કેટલોક કાળ ગયા પછી સંગત અને અનુમતિકાએ તે તાપસ દીક્ષા છોડી દીધી. રાણીએ પણ દીક્ષા કાળે રાજાને તે વાત જણાવી ન હતી કે તેણી ગર્ભવતી છે. પણ ધીમેધીમે તેણીનું ઉદર વૃદ્ધિ પામવા લાગ્યું. ત્યારે રાજા અધૃતિ કરવા લાગ્યો કે, આ તો હું અપયશવાળો થયો. પછી તાપસોએ ગુપ્તપણે તેણીના ગર્ભનું સંરક્ષણ કર્યું. સુકુમાલ એવી રાણી જન્મ આપતા જ મૃત્યુ પામી. તેણીએ એક બાલિકાને જન્મ આપેલ હતો. તેણી બીજી તાપસીઓના દૂધ પીને મોટી થઈ. ત્યારપછી તે કન્યાનું અર્ધસંકાશા એવું નામ રાખ્યું. કાળક્રમે તેણી યૌવન અવસ્થાને પામી. તેણી પિતા જ્યાં હતા તે અટવીમાં આવીને વિશ્રામ કરવા લાગી. ત્યારે તે (દેવલાસુત રાજા) તેણીના યૌવનમાં આસક્ત બન્યો. આજ-કાલમાં તેણીને લાવીશ એવું વિચારવા લાગ્યો. પછી કોઈ દિવસે હું તેણીને પકડી લઉ” એમ વિચારી તે રાજા દોડ્યો. તે એક કાષ્ઠ પર પડ્યો. પડતી વખતે તે વિચારવા લાગ્યો કે, મને ધિક્કાર છે કે, હું આ કન્યા પ્રત્યે ભોગાસક્ત થયો. આ લોકમાં તેનું ફળ પ્રત્યક્ષ જ છે, પરલોકમાં તેનું શું ફળ મળશે તે હું જાણતો નથી. આ પ્રમાણે વિચારતા દેવલાસુત રાજા – તાપસ સમ્યક્ બોધ પામ્યો. તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે તે બોલ્યા, ખરેખર આ જ ભવિતવ્યતા હશે. પછી સર્વકામવિરક્ત થયેલા એવા તે રાજર્ષિએ અધ્યયન કહ્યું. તે પુત્રીને વિરક્ત થઈને સંયતીઓને આપી. દેવલાસુત રાજર્ષિ પણ પછી સિદ્ધ થયા – મોક્ષે ગયા. આ પ્રમાણે સર્વકામ વિરક્ત થઈને યોગ સંગ્રહ થાય છે. એ પ્રમાણે બત્રીશમાંના બાવીશમાં યોગ સંગ્રહની વ્યાખ્યામાં જણાવ્યું. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૧૩૦૯ + ૬ આવપૂ.ર–પૃ. ૨૦૨, ૨૦૩; ૦ દેવભ્રમણક કથા : અચલ ગ્રામનો એક ગાથાપતિ, જેનું નામ દેવશ્રમણક હતું. તેણે સુરતિક આદિ સાથે યશોધર (સર) મુનિ પાસે દીક્ષા લીધી. દીક્ષા બાદ સ્વર્ગે જઈ પાંડુરાજાના પુત્ર પાંડવ થયા. (આ કથા પાંડવ કથામાં જોવી). ૦ આગમ સંદર્ભ :મરણ. ૪૫૦, ૪૫૧; –– –– » –– Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ આગમ કથાનુયોગ-૪ ૦ ધનગિરિ કથા - અવંતી જનપદમાં તુંબવન નામના સન્નિવેશમાં ધનગિરિ નામે એક શ્રેષ્ઠીપુત્રગાથાપતિ હતો. તે શ્રાવક હતો અને પ્રવજ્યાગ્રહણ કરવાની ઇચ્છાવાળો હતો. તેના માતાપિતા તેને દીક્ષા લેતા રોકતા હતા. ત્યારે તેના માતાપિતા જ્યાં જ્યાં ધનગિરિના વિવાહની વાત કરતા હતા, ત્યાં ત્યાં જઈને ધનગિરિ કહી દેતો કે, હું તો દીક્ષા લેવાની ઇચ્છાવાળો છું, માટે મારી સાથેના વિવાહનો વિચાર રહેવા દે. એમ કહીને જે કન્યાની વાત હોય, તે કન્યાના પરિણામ ફેરવી નાંખતો હતો. આ તરફ તેને અનુરૂપ એવા ગાથાપતિ ધનપાલશ્રેષ્ઠીને સુનંદા નામે એક પુત્રી હતી. તે કન્યાએ કહ્યું કે, મારો વિવાહ ધનગિરિ સાથે કરી દો, ત્યારે સુનંદાને ધનગિરિ સાથે પરણાવી. તે સુનંદાના ભાઈ આર્યસમિતે પૂર્વે સિંદગિરિ પાસે દીક્ષા ગ્રહણ કરી જ હતી. વજસ્વામીનો જીવ જે પૂર્વે વૈશ્રમણ સામાનિક દેવ હતો, તે ઍવીને સુનંદાની કૃષિમાં ઉત્પન્ન થયો. ત્યારે ધનગિરિએ કહ્યું, આ તારો ગર્ભ હવે તારે માટે સહાયક થશે. પછી ધનગિરિએ સિંહગિરિમુનિ પાસે જઈ પ્રવજ્યા અંગીકાર કરી. (પછીની કથા વજસ્વામીની કથાથી જાણી લેવી.) ૦ આગમ સંદર્ભ :આવપૂ.૧–પૃ. ૩૯૦; આવ નિ ૭૬૪ની , ઉત્ત.નિ. ૨૯૫ + ; કલ્પસૂત્ર – સ્થવિરાવલિ – મૂળ + વૃત્તિ – ૮ – ૮ – ૦ ધન મિત્ર અને ધનશર્મા કથા – ઉજ્જૈની નામે નગરી હતી. ત્યાં ધનમિત્ર નામે એક વણિક રહેતો હતો. તેને ધનશર્મા નામે નાનો પુત્ર હતો. તે ધનમિત્રએ તેના પુત્ર સહિત દીક્ષા લીધી. કોઈ દિવસે તે સાધુઓ મધ્યાહ્ન વેળાએ એલકાક્ષના માર્ગે વિહાર કરતા ચાલ્યા. તે બાળમુનિ ધનશમાં અતિ તૃષાતુર થયો. તેના પિતા મુનિ ધનમિત્ર પણ સ્નેહાનુરાગ વશ થઈને તેની પાછળ ચાલતા હતા. બીજા સાધુઓ આગળ ચાલતા હતા. માર્ગમાં નદી આવતી હતી. ત્યારે પિતા મુનિએ પુત્ર મુનિને કહ્યું, જા પુત્ર ! આ પાણી પી લે. તે વૃદ્ધ પણ નદી પાર કરતા વિચારવા લાગ્યા – હું થોડો દૂર નીકળી જાઉં. જ્યાં સુધીમાં આ બાળમુનિ પાણી પીવે, તેને મારી શંકા ન રહે તે માટે એકાંતમાં જઈને પ્રતીક્ષા કરવા લાગ્યા. જ્યાં સુધીમાં તે બાળમુનિ નદીએ પહોંચ્યા, તેણે જોયું, પણ તેમણે પાણી પીધું નહીં. કોઈ કહે છે તે બાળમુનિએ ખોબામાં પાણી ભર્યું. પછી તેને વિચાર આવ્યો કે, હું પાણી પીઉં કે નહીં? પછી તુરંત વિચાર આવ્યો કે, હું કેમ આ હળાહળ જીવોનું પાન કરું ? તેણે પાણી પીધું નહીં. ત્યારપછી તે ધનશર્મા બાળમુનિને પાણીની આશા રહી નહીં. તે કાળધર્મ પામ્યા. દેવલોકમાં ઉત્પન્ન થયા. દેવરૂપે તેણે અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો. જેવું તેણે બાળમુનિનું શરીર જોયું, ત્યાં જઈને તે શરીરમાં પ્રવેશ કર્યો. વૃદ્ધ (ધનમિત્રમુનિ)ની પાછળ ચાલવા લાગ્યા. ત્યારે તે વૃદ્ધ પણ ચાલવા લાગ્યા. ત્યારપછી તે દેવે તે સાધુઓને માટે ગોકુળની Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૪૯ વિદુર્વણા કરી. સાધુ પણ તે દ્રજિકા પાસેથી છાશ વગેરે વહોરવા લાગ્યા. આ પ્રમાણે વજિકા પરંપરાથી જેટલામાં તેમને જનપદ પ્રાપ્ત થયું. પાછળ તે દેવે ગોકુળને સમેટી લીધું. તે વખતે એક સાધુ નિવૃત્ત થયા, પાછળ ગોકુળ તરફ જોયું. ત્યાં કોઈ દ્રજિકા જોઈ નહીં ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે, આ બધું દેવતા વિકુર્વિત હતું. ત્યારપછી તે દેવે સાધુઓને વંદન કર્યું, પણ વૃદ્ધ (ધનમિત્રમુનિ)ને વંદન ન કર્યું. ત્યારપછી તેણે બધી વાત કહી. મેં તમને વંદન એટલા માટે ન કર્યું, કેમકે તમે મને પાણી પીવાની પ્રેરણા કરી હતી. જો મેં તે પાણી પીધું હોત તો હું સંસારમાં જ ભટક્યો હોત. (સાધુઓએ આ રીતે તૃષા પરીષહ સહન કરવો જોઈએ) ૦ આગમ સંદર્ભ :મરણ. ૪૮૭ ઉત્તનિ ૯૦ + ઉત્તરૃપ પપ; ૦ ધન્ય કથા : ( સ્થાનાંગ સૂત્રમાં દશ પ્રકારની પ્રવજ્યાના સંદર્ભમાં “પ્રતિશ્રુતા" પ્રવ્રજ્યાના સંદર્ભમાં આ કથાનું ઉદાહરણ નોંધાયેલ છે. મરણ સમાધિમાં સમાધિની આરાધના અનુસંધાને આ દૃષ્ટાંત આપવામાં આવેલ છે.) (આગમેતર ગ્રંથથી ઉદ્ધત કથા ભૂમિકા–સંક્ષેપમાં : જ્યારે શાલિભદ્રએ દીક્ષા લેવાનો નિર્ધાર કર્યો અને નિત્ય એક–એક સ્ત્રીનો ત્યાગ કરવાનું શરૂ કર્યું ત્યારે શાલિભદ્રની નાની બહેન સુભદ્રા કે જેના લગ્ન ધન્યકુમાર સાથે થયેલા હતા, તેણી ધન્યકુમારને નવડાવતી હતી/માથામાં તેલ નાંખતી હતી ત્યારે તેની આંખમાંથી આંસુના ટીપા પડ્યા, તે ધન્યકુમારના ખર્ભ પડ્યા. તે જાણીને ધન્યકુમારે સુભદ્રાને રડવાનું કારણ પૂછયું. સુભદ્રાએ વાત કરી કે, મારો ભાઈ રોજ એક–એક સ્ત્રીન ત્યાગ કરે છે, તે દીક્ષા લેવાનો છે. એ વખતે ધન્યકુમારે કહ્યું કે, તારો ભાઈ સત્વહીન છે ત્યાગ જ કરવો છે તો બધાનો એક સાથે ત્યાગ કેમ નથી કરતો ? ....ધન્યકુમારે દીક્ષા લેવાનું નક્કી કર્યુંશાલિભદ્રને બોલાવ્યો. બંનેએ સાથે દીક્ષા ગ્રહણ કરી..... કોઈ વખત માસક્ષમણનું પારણું આવ્યું.... વહોરવા ગયા. ....ભક્કામાતાનું ધ્યાન ન ગયું.. ઘેરથી પાછા ફર્યા, શાલિભદ્રની પૂર્વભવની માતાએ દહી વહોરાવ્યું. પૂર્વભવ જાણ્યો... સંસારનું સ્વરૂપ વિચારી, ભગવંત મહાવીરની આજ્ઞા લઈ બંનેએ અનશન કરવાનું નક્કી કર્યું. વૈભારગિરિની ધગધગતી શિલા પર બંનેએ અનશન કર્યું.) ધન્યકુમારે જ્યારે શાલિભદ્ર દીક્ષા લે છે તેમ સાંભળ્યું, ત્યારે આ દીક્ષા શબ્દ સાંભળતા પોતે પણ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. દશ પ્રકારની પ્રવજ્યામાં આ પ્રતિમૃતા નામની પ્રવજ્યા કહેવાય છે. આ ધન્ય અને શાલિભદ્ર બંને મહર્તિક તપસ્વી હતા. તેઓએ (ઉપરોક્ત આગમેત્તર ગ્રંથમાં જણાવ્યું તે પ્રમાણે) બંનેએ વૈભારગિરિ સમીપે, નાલંદા સમીપે બે શિલાઓને સંથારારૂપ ગણી સાથે જ પાદપપગમન નામક અનશનનો સ્વીકાર કર્યો. પોતાની કાયાને સર્વથા વોસિરાવીને અન્યૂન એક મહિના પર્યત તેઓ આ અનશનયુક્ત સંથારાની આરાધનામાં રહ્યા. Page #151 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૪ ત્યાંના શીત અને આતપ વડે ક્ષપિત અંગોથી તેમના અસ્થિ ભગ્ન થઈ ગયા. માંસ અને સ્નાયુ વિનાશ પામ્યા. બંને મહિર્ષ અનુત્તરવાસી એવા ઋદ્ધિસંપન્ન દેવ થયા. લોકમાં આશ્ચર્યભૂત સ્વરૂપ તે દેવતાના અનુભાવથી આજપર્યંત અસ્થિનિવેશ પ્રવૃત્તિ વર્તે છે. જે રીતે તેઓ દુર્બળ દેહવાળા હતા, માત્ર માંસ ચામડા જ વીંટાયેલા હોય તેવા લાગતા હતા, તો પણ (પાદપોપગમન અનશન સ્વીકાર્યા બાદ) સ્વયં લેશમાત્ર ચલિત થયા ન હતા, તે રીતે ગમનમાં થોડું પણ દુઃખ પડે તો તે મુનિઓએ સહન કરવું જોઈએ. ૦ આગમ સંદર્ભ :ઠા. ૮૯૮ની વૃ; મરણ. ૪૪૫ થી ૪૪૮; ૧૫૦ - X ૦ ધર્મઘોષ-૧-કથા - ભગવંત વિમલનાથ અર્જુના પ્રપૌત્ર શિષ્ય ધર્મઘોષ નામના અણગાર હતા. જાતિસંપન્ન ઇત્યાદિ ગુણોથી યુક્ત હતા. ૫૦૦ અણગારો સાથે એક ગામથી બીજે ગામ વિચરતા હતા ઇત્યાદિ આ કથા મહાબલની કથામાં આવી ગયેલ છે. (જુઓ ભગવતી સૂત્રગત—મહાબલ કથા) ૦ આગમ સંદર્ભ : ભગ ૧૨૩, ૬૫૭; X ૦ આગમ સંદર્ભ :~ = નાયા. ૫૩ + × ૦ ધર્મઘોષ-૨-કથા : - તે કાળે, તે સમયે જાતિસંપન્ન – યાવત્ – પૂર્વાનુપૂર્વી ક્રમે ચાલતા, ગ્રામાનુગ્રામ વિચરતા અને સુખપૂર્વક વિહાર કરતા ધર્મઘોષ નામક સ્થવિર ભગવંત રાજગૃહ નગરે પધાર્યા, ત્યાં ગુણશીલ ચૈત્યે આવ્યા. આવીને સાધુઉચિત અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા ઇત્યાદિ કથા ધન્ય સાર્થવાહ–૧ની કથામાં આવી ગયેલ છે. X - X ૦ ધર્મઘોષ–૩–કથા : ધર્મઘોષ નામે એક સ્થવિર ભગવંત હતા. તેમને ૫૦૦ શિષ્યો હતા. ભગવંત મલ્લિનો જીવ જ્યારે તેમના પૂર્વભવ મહાબલકુમારરૂપે હતો. ત્યારે તે મહાબલકુમારે તેના છ મિત્રો સાથે સ્થવિર ધર્મઘોષ પાસે દીક્ષા લીધી—ઇત્યાદિ કથા તીર્થંકર મન્નિના કથાનકમાં આવી ગયેલ છે. ૦ આગમ સંદર્ભ :નાયા. ૭૬ + X X Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૫૧ • ધર્મઘોષ-૪-કથા - (સુજીત કથા) : ચંપાનગરીમાં મિપ્રભ નામે રાજા હતો, તેને ધારિણી નામે રાણી (પત્ની) હતી. તે જ નગરીમાં ધનમિત્ર નામે સાર્થવાહ હતો, તેને ઘનશ્રી નામે પત્ની હતી. તેઓને માનતા માનતા એક પુત્ર થયો. લોકો કહેતા હતા કે, જે આ ધનસમૃદ્ધ સાર્થવાહના કૂળમાં જન્મ્યો, તેથી તે “સુજાત' કહેવાય. બાર દિવસ વ્યતીત થયા બાદ તે બાળકનું “સુજાત” એવું નામ રખાયું. તે બધાં શ્રાવકધર્મ પાળતા હતા. તે જ નગરમાં ધર્મઘોષ નામે અમાત્ય (મંત્રી) હતા. તેને પ્રિયંગુ નામે પત્ની હતી. તેણીએ સુજાતના સૌંદર્ય અને કળાકુશળતા વિશે જાણ્યું. કોઈ દિવસ પ્રિયંગૂમંત્રી પત્નીએ દાસીને કહ્યું કે, જો સુજાત આ રસ્તેથી પસાર થાય તો તું મને જણાવજે, જેથી હું તેને જોઈ શકું. કોઈ દિવસે તે મિત્રવૃંદથી પરિવરિત થઈને તે રસ્તેથી પસાર થયો. દાસીએ તુરંત આ વાત પ્રિયંગુને કહી. ત્યારે તેણી નીકળી, બીજી પણ સપત્નીઓએ તેને જોયો. ત્યારે તેણી બોલી કે, તે કન્યા ધન્ય હશે, જેના ભાગ્યમાં આ સુજાત પતિરૂપે લખાયો હશે. કોઈ દિવસે તેણી બધી પરસ્પર બોલવા લાગી, તે (સુજાત)ની લીલા જુઓ. પછી પ્રિયંગુએ સુજાતનો વેશ ધારણ કર્યો. આભારણભૂષણ આદિથી વિભૂષિત થઈ રમવા લાગ્યા. એ પ્રમાણે વિલાસ કરતા જતા હતા. એ જ પ્રમાણે હાથની શોભા, એ જ પ્રમાણે મિત્રો વડે વાતચીત કરવી, તે વખતે ધર્મઘોષ મંત્રી આવી પહોંચ્યો. તેણે પગને ધીમેથી પછાડી (આહત કરી) અંતઃપુરને વિસર્જિત કર્યું. પછી દ્વારના છિદ્રમાંથી અંદર જોવા લાગ્યો. તેણે રમતી એવી પોતાની સ્ત્રીને જોઈ, તે વિચારવા લાગ્યો કે, અંતઃપુર બગડી ગયું છે. હવે ગુપ્ત રીતે જ બધું કરવું પડશે. આ વૈરાચારનું રહસ્ય કોઈ ન જાણે તે રીતે મારે સુજાતને મારી નાંખવો પડશે. પછી સુજાતને મારવાનો ઉપાય શોધવા લાગ્યો. ધર્મઘોષ અમાત્યને ડર હતો કે, આ કાર્ય કરતા કોઈ વિપત્તિ આવે નહીં. કેમકે તેના પિતા હંમેશાં રાજાને ત્યાં હોય છે. તેથી વિનાશ ન થાય, તેમ કંઈક કરવું પડશે. ઉપાય વિચારતા, ધર્મઘોષને ઉપાય મળી ગયો. પછી કોઈ વખતે કૂટલેખ (ખોટો પત્ર) લખીને કોઈ પુરુષને તૈયાર કર્યો. મિત્રપ્રભરાજાના વિપક્ષી સાથે તે લેખ રવાના કર્યો. તેમાં સુજાતે કહ્યું હતું કે, મિwભરાજાને મારી નાંખવો. તે રાજકૂળ તરફ ચાલ્યો. તેને અડધું રાજ્ય દેવાની લાલચ આપી. તેણે જઈને તે લેખ રાજા પાસે જઈને વાંચ્યો છે, જેમાં રાજાને મારવા માટે લખેલું. તે વાંચીને રાજા કોપાયમાન થયો. તે લેખ લાવનારનો વધ કરી દેવાની આજ્ઞા આપી. આ બધું કાર્ય પ્રચ્છન્ન રીતે થયું. પછી મિત્રપ્રભ રાજાએ વિચાર્યું કે, હવે સુજાતને એવી રીતે મારું કે જેથી કોઈ જાણે નહીં કેમકે જો લોકો આ વાત જાણશે, તો નગરમાં ક્ષોભ થશે. મને પણ અપયશ મળશે. તેથી કોઈ ઉપાય વડે તેને મારવો. તે મિત્રપ્રભની નજીકમાં આરસુર નામે એક નગર હતું. ત્યાં તેનો ચંદ્રધ્વજ નામનો એક માણસ હતો. તેના પર રાજાએ એક લેખ લખીને મોકલ્યો કે, અહીંથી સુજાતને મોકલું છું. તેને તું મારી Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ આગમ કથાનુયોગ-૪ નાંખજે. સુજાતને બોલાવીને કહ્યું કે, તું આરસુર નગરી જાય ત્યાં રાજ્યનું કાર્ય છે, તે જો. તે આરસુરી નગરીએ ગયાં. ત્યાં ચંદ્રધ્વજે તેને જોયો. તેણે વિચાર્યું કે, પહેલાં આને વિશ્વાસમાં લઈ, પછી તેને મારીશ. એ પ્રમાણે રોજેરોજ સાથે રહીને ક્રીડા કરવા લાગ્યા. તેનું રૂપ, શીલ, સમુદાચાર જોઈને વિચારવા લાગ્યા – આનો કઈ રીતે હું વિનાશ કરું ? પછી તેને બધી જ સત્ય હકીકત જણાવી અને લેખ પણ વંચાવ્યો. ત્યારે સુજાતે તેને કહ્યું કે, તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. તેણે કહ્યું, હું તને મારીશ નહીં. તું કોઈ રીતે ગુપ્તપણે રહે. ત્યારપછી ચંદ્રધ્વજે પોતાની બહેન ચંદ્રયશાને પરણાવી. તેણી પણ તેની સાથે રહી. ચંદ્રયશાને સુજાત સાથે ભોગ ભોગવતા કુષ્ઠ રોગ ઉત્પન્ન થયો. ત્યારપછી સુજાતે તેને સમજાવીને શ્રાવિકા બનાવી. પરંતુ ચંદ્રયશાના કુષ્ઠરોગના સ્પર્શથી સુજાતને પણ કિંચિત્ કુષ્ઠરોગ સંક્રાન્ત થયો. ત્યારે ચંદ્રયશાના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. અરેરે ! હું કેવી અભાગી છું કે, મારા દુષ્ટ કોઢ રોગના દોષથી આને પણ કોઢ રોગ થયો. આ પ્રમાણે સંવેગ પામેલી ચંદ્રયશાએ ભક્તપ્રત્યાખ્યાન કર્યું. સુજાતે સારી રીતે તેણીને નિર્ધામણા (અંતિમ સાધના) કરાવી. ચંદ્રયશા મૃત્યુ પામી દેવ થઈ. દેવ થયેલ ચંદ્રયશાએ અવધિજ્ઞાનનો ઉપયોગ કરી પોતાનો પૂર્વભવ જોયો. ત્યારે સુજાતને મારી નાંખવા રાજાએ મોકલેલ ઇત્યાદિ આખું કપટ જાણવામાં આવ્યું. તે દેવે તુરંત નીચે આવીને સુજાતનું શરીર પુનઃ મનોહર રૂપવાળું કરી દીધું. પછી તેને વંદન કરીને કહ્યું, હે સ્વામી ! હું આપના માટે શું કરું ? સુજાત પણ સંવેગભાવયુક્ત થઈ ચિંતવવા લાગ્યો કે, પહેલા માતાપિતાને જોઉં ત્યારપછી પ્રવજ્યા અંગીકાર કરું. ત્યારે તે દેવે સુજાતને લઈ જઈને ચંપાનગરીએ મૂક્યો. પછી નગરીના નાશને માટે મોટી શિલા વિકર્વી ત્યારે નગરના લોકો અને રાજા મિત્રપ્રભ ભીના શ્વેત વસ્ત્રો પહેરી, હાથમાં ધૂપનો કડછો લઈને પગે પડીને વિનંતી કરવા લાગ્યો. દેવને કોપ કરવાનું કારણ પૂછયું. ત્યારે આકાશમાં રહેલા દેવે ધર્મઘોષ અમાત્યના કૂડ–કપટથી માંડીને સુજાતની નિર્દોષતા સુધીની બધી વાત કરી. તેથી હવે હું તારી આખી નગરીનો ચૂરો કરી નાખીશ. જો તારે બચવું હોય તો – જા, સુજાતને ખમાવ, તેને પ્રસન્ન કરીને આદર-સત્કારપૂર્વક તારા ભવનમાં લઈ આવ. ત્યારે રાજાએ પૂછયું કે, તે ક્યાં છે ? ત્યારે બહાર ઉદ્યાનમાં બેસાડેલ સુજાતનું સ્થાન બતાવ્યું. રાજા નગરજન આદિ સહિત નીકળીને ઉધાનમાં આવ્યો. ત્યાં આવીને સુજાતની ક્ષમાયાચના કરી. ત્યારપછી સુજાતે માતાપિતાને તથા રાજાને પૂછીને પ્રધ્વજ્યા ગ્રહણ કરી. તેના માતા-પિતાએ પણ ત્યારપછી દીક્ષા અંગીકાર કરી. ત્યારપછી કાળક્રમે તે બધાં સિદ્ધ થયા – મોક્ષે ગયા. રાજાએ ધર્મઘોષ મંત્રીને દેશનિકાલની આજ્ઞા ફરમાવી. તેની લોકોમાં નિંદા પ્રસરવા લાગી. ઘણો દૂર દેશાવર ગયો. પછી તેને પણ નિર્વેદ ઉત્પન્ન થયો. તેને થયું કે આ વાત સત્ય છે, મેં પણ ભોગ લાભને માટે જ તેનો વિનાશ વિચાર્યો હતો. ચાલતો –ચાલતો તે Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૫૩ રાજગૃહ નગરે પહોંચ્યો, ત્યાં જઈ સ્થવિરોની પાસે દીક્ષા અંગીકાર કઈ ઘર્મઘોષ અણગાર બન્યા. બહુશ્રુત બનેલા ધર્મઘોષમુનિ વારત્રકપુર ગયા. ત્યાં અભયસેન નામે રાજા હતો. વાત્રક નામે અમાત્ય હતો. ભિક્ષાને માટે વિચરણ કરતા એવા તે મુનિ વાત્રક અમાત્યના ઘેર પહોંચ્યા. ઘી–સાકર મિશ્રિત ખીરનું પાત્ર લઈને ગૃહિણી વહોરાવતી હતી ત્યારે તે ખીરમાંથી એક બિંદુ ભૂમિ પર પડ્યું. ધર્મઘોષ મુનિ નીચે વેરાયેલાનો દોષ જાણી ખીર વહોર્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા. બારીમાં ઉભેલા વાત્રક અમાત્યે આ દૃશ્ય જોયું. તે વિચારવા લાગ્યા કે, આ મુનિ વહોર્યા વિના કેમ નીકળી ગયા ? એટલામાં ભૂમિ પર પડેલા ખીરના બિંદુને માખીઓ ચાટવા લાગી, માખીને પકડવા માટે ઘરની ગરોળી આવી, ગરોળીને પકડવા કાચંડો આવ્યો. તેની પાછળ બિલાડો આવ્યો. બિલાડાની પાછળ ગામનો કૂતરો આવ્યો. ઘરનો કૂતરો તેની સાથે કઠોર નખ અને દાઢાના પ્રહાર કરી લડવા લાગ્યો. તે જોઈને તે કૂતરાના સ્વામીઓ પરસ્પર લડવા લાગ્યા. તેમાં મોટી તકરાર થઈ મારામારી થઈ. ત્યારે વારત્રક મંત્રીએ વિચાર્યું કે, આ જ કારણથી તે મહર્ષિએ ખીર વહોરી લાગતી નથી. ત્યારપછી વારત્રક મંત્રીને જાતિસ્મરણ જ્ઞાન થયું – યાવત્ – તે પ્રત્યેકબુદ્ધ થયા - કથા જુઓ “પ્રત્યેકબુદ્ધ વાત્રક". ૦ આગમ સંદર્ભ :આવ.નિ ૧૩૦૨, ૧૩૦૩ + વૃ; આ ચૂર–પૃ. ૧૭ થી ૧૯૯; પિંડનિ. ૩૭૦ની જ – ૪ – ૪ - ૦ ધર્મસિંહ કથા - પાડલીપુત્ર નામે નગર હતું. ત્યાં ચંદ્રગુપ્ત નામે રાજા હતો. તેને ધર્મસિંહ નામે એક મિત્ર હતો. સંવેગ પામીને તેણે ચંદ્રગુપ્તની લક્ષ્મીનો ત્યાગ કરી, પ્રવજ્યા અંગીકાર કરી. જિનકથિત ધર્મમાં સ્થિત એવા તેમણે કાળક્રમે કોલ્લયર નગરમાં અનશન સ્વીકાર્યું અને ગૃપૃષ્ઠ પ્રત્યાખ્યાનને શોકરહિતપણે અંગીકાર કર્યું. તે સમયે જંગલમાં હજારો જાનવરોએ તેમના શરીરને ચૂંથી નાંખ્યું. આ પ્રમાણે ધર્મસિંહ અણગારનું શરીર ખવાઈ રહ્યું હતું. એવા તે મહર્ષિએ શરીરને વોસિરાવીને – ત્યાગ કરીને સંથારાની આરાધના દ્વારા પંડિત મરણને પ્રાપ્ત કર્યું. ૦ આગમ સંદર્ભ :સંથા. ૭૦ થી ૭૨; ૦ નકુલ કથા : હસ્તિનાપુરના રાજા પાંડુના પાંચ પુત્રોમાંનો ચોથો પુત્ર નકુલ હતો. તેણે દીક્ષા ગ્રહણ કરેલી અને અંતે મોક્ષે ગયા. ( આ કથા “પાંડવ" કથામાં લખાઈ ગઈ છે અને દ્રૌપદી કથામાં પણ આવશે. તે ત્યાં ત્યાં જોઈ લેવી.) Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ આગમ કથાનુયોગ-૪ ૦ આગમ સંદર્ભ :નાયા. ૧૭૦, ૧૮૨; મરણ. ૪૫૮ થી ૪૬૫ મળે, – – ૪ – ૦ નંદસુંદરીનંદ કથા : નાસિક નામે નગર હતું. ત્યાં નંદ નામે એક વણિક રહેતો હતો. તેની પત્નીનું નામ સુંદરી હતું. તે નગરીમાં નંદ સરખા બીજા પણ અનેક વેપારી હતા. પણ આ નંદ તેની સર્વાંગસુંદર એવી પત્નીના મોહમાં એવો જકડાયેલો રહેતો હતો કે, લોકોએ તેનું નામ જ સુંદરીનંદ પાડી દીધું. તે પત્ની સુંદરી સાથે ભોગ ભોગવતા જીવન વ્યતિત કરતો હતો. નંદના ભાઈએ પ્રવજ્યા ગ્રહણ કરેલી. તેણે સાંભળેલું કે તેનો ભાઈ નંદ તેની પોતાની પત્ની સુંદરીમાં ઘણો આસક્ત છે. તેથી મારે જઈને તેને પ્રતિબોધ કરવો, જેથી દુર્ગતિગામી ન થાય. ગુરુની આજ્ઞા લઈને નંદના ભાઈ મુનિ નંદના પરોણા રૂપે ગામમાં પધાર્યા. ગામમાં અન્યત્ર ઉતર્યા. પછી ગૌચરી વેળાએ નંદના ઘેર પધાર્યા. ત્યારે તેણે અશનાદિ વડે પ્રતિલાભિત કર્યા. ત્યારપછી તે ભાઈ મુનિએ પાત્ર તેના હાથમાં આપ્યું. ઉદ્યાનભૂમિ સુધી તેની સાથે ચાલવા કહ્યું. ત્યાં સુધી તે સુંદરીનંદ સાથે ગયો ત્યારે લોકોએ તેના હાથમાં રહેલ પાત્ર જોયું. તેથી લોકો તેની મજાક કરવા લાગ્યા કે, “આ સુંદરીનંદે દીક્ષા અંગીકાર કરી છે.” તો પણ તે ઉદ્યાનમાં ગયો. ત્યાં સાધુએ તેને વૈરાગ્યોત્પાદક દેશના આપી. પણ નંદને સુંદરીમાં ઉત્કટ રાગ હોવાથી તેને ધર્મ માર્ગે વાળવો ઘણો જ મુશ્કેલ હતો. | મુનિઓમાં સિંહ સમાન એવા તે ભગવંતે (નંદ ના ભાઈ મુનિએ) વૈક્રિય લબ્ધિવાળા હોવાથી વિચાર્યું કે, બીજા કોઈ ઉપાયથી આને પ્રતિબોધ કરી શકાય તેમ નથી. તો તેને અધિકતર લોભ સ્થાન બતાવું. પછી તેણે મેરુ પર્વતની વિકુર્વણા કરી, ત્યારે નંદે કહ્યું કે, હું સુંદરીના વિયોગને સહન કરી શકતો નથી. માટે મારે તે મેરૂ લેવાની ઇચ્છા નથી. પછી કહ્યું કે, મુહૂર્ત માત્રમાં હું તેને લઈને અહીં આવતો રહીશ. તેની વાત સ્વીકારી. ત્યારપછી મુનિ ભગવંતે વાનરયુગલ વિકવ્યું. કોઈ કહે છે કે, મુનિએ સત્યનું દર્શન કરાવવા નંદને કહ્યું, સુંદરી અને આ વાંદરીમાં વધુ સુંદર કોણ છે ? ત્યારે નંદે કહ્યું કે, આ તુલના ઘણી જ અઘિટત છે. ક્યાં સરસવ અને ક્યાં મેરુ પર્વત ? એમ કહ્યું એટલે મુનિએ વિદ્યાધર યુગલ બતાવીને પૂછયું કે, હવે આ બેમાં કોનું રૂપ ચડિયાતું છે ? ત્યારે નંદે કહ્યું કે, સુંદરી અને આ વિદ્યાધરીનું રૂપ તુલ્ય જણાય છે. ત્યારે તે મુનિ ભગવંતે દેવયુગલ વિકુવ્યું. તેને બતાવીને પૂછયું કે, હવે આ દેવી અને સુંદરીમાં કોણ ચઢિયાતું રૂપવાનું છે ? નંદે કહ્યું, આના રૂપ પાસે સુંદરી વાંદરી સમાન લાગે છે. ત્યારે સાધુએ કહ્યું, થોડા ધર્માચરણના પ્રભાવથી આ દેવ થયા છે. ત્યારે તે બોધ પામીને શ્રાવક થયો. પછી તેણે પ્રવજ્યા અંગીકાર કરી. આ તેની પારિણામિકી બુદ્ધિ. ૦ આગમ સંદર્ભ :ઠા ૮૯૮ની વૃ આવ.નિ. ૫૦ + ૬ આવ યૂ.૧–પૃ. ૫૫૧; નદી ૧૦૮ + 9 – ૪ –– » – Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૫૫ ૦ નંદિષેણ–૨–કથા : ભગવંત પાર્શ્વના શાસનના એક આચાર્યનું નામ નંદિષેણ હતું. તેઓ વિચરણ કરતા તંબાક (તાપ્રક) ગામે પહોંચ્યા. ત્યાં તેમને એક ચોરે મારી નાંખ્યા. (આ કથા ભગવંત મહાવીરની કથામાં લખાઈ ગઈ છે.) ૦ આગમ સંદર્ભ :આવ.નિ ૪૮૫ + : આવપૂ.૧–પૃ. ૨૯૧; – ૮ – ૮ – ૦ નંદિષેણ–૩–કથા : શ્રેણિક રાજાને નંદિષેણ નામે એક પુત્ર હતો. તેણે નગરનો અને અંતઃપુરનો ત્યાગ કરી, દીક્ષા અંગીકાર કરી. તેને ઘણાં મુનિઓનો પરિવાર પણ થયો અર્થાત્ ઘણાં શિષ્યો થયા. કોઈ વખતે ગમે તે કારણે કર્મની વિચિત્રતાથી તેમના એક શિષ્યના મનમાં વિષય વાસનાનો ઉદ્ભવ થયો અને પોતાના ગુરુને પોતાના મનનો સદ્ભાવ જણાવ્યો. ત્યારે મંદિષેણ સાધુને વિચાર આવ્યો કે, હવે જો કોઈ પ્રકારે ભગવંત મહાવીર રાજગૃહ નગર પધારે તો ઘણું સારું. તો અતિશય–પ્રભાવવાળી તે ઘણી રાણીઓને જોઈને કદાચ આ શિષ્ય સ્થિર થાય. આ વાત (જ્ઞાનથી) જાણીને ભટ્ટારક (ભગવંત મહાવીર) ત્યાં પધાર્યા.. તે વખતે શ્રેણિક રાજા ભગવંતના વંદનાર્થે નીકળ્યા. તેઓ શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થયેલા. મસ્તકે છત્ર ધારણ કરેલ, શ્વેત મનોહર ચામરથી વિંઝાતા હતા, પોતાનું સૈન્ય અને અંતઃપુર પણ સાથે હતું. કુમાર વર્ગ પણ હતો, નંદિષણકુમારનું અંતઃપુર પણ સાથે હતું. બધાં જ રાજગૃહથી ભગવંત મહાવીરના વંદનાર્થે નીકળેલા હતા. સમવસરણમાં ભગવંતને વંદન કરીને બધા પોતપોતાના સ્થાનકે બેઠા. તે વખતે પોતાના ગુરુ નંદિષેણ અણગારે ત્યાગ કરેલી રાણીઓને તે શિષ્ય જોઈ. શ્વેતવર્ણના વસ્ત્રો પહેરેલી, બ્રહ્મચર્યની નિર્મળતાને લીધે ગોપવેલા સર્વ ગાત્રવાળી, પઘસરોવરમાં હંસીની જેમ શોભે, તેમ ઉજ્વલ વેષધારી નંદિષણની દરેક પત્નીઓ શોભતી હતી. “જેમણે આભૂષણોનો ત્યાગ કરેલો છે, અંતઃપુરની શોભાને દૂર કરેલી છે એવા મારા ગુરુ છે" તેમ શિષ્ય વિચાર્યું. ખરેખર ! મારા ગુરુ ધન્ય છે કે જેમણે આવી સ્ત્રીઓનો છતાં સંયોગે ત્યાગ કરેલો છે. ત્યારે અછતા વિષયોનો ત્યાગ દુર્બળ મનવાળા મારા જેવા નિર્ભાગીને દુષ્કર લાગે છે. આવા પ્રકારની ભાવના ભાવતા તે શિષ્યને કે જે દીક્ષા પૂર્વે બ્રાહ્મણ હતો. તેને તે જ ક્ષણે એકદમ તીવ્ર વૈરાગ્ય જાગ્યો. તેણે પોતાના દોષની આલોચના કરી. પ્રતિક્રમણ કરીને વ્રતમાં મેરુ સમાન અડોલ થયો. સંયમમાં સ્થિર થયો. આ રીતે નંદિષણ આચાર્યના શિષ્યને દીક્ષા ત્યાગના પરિણામ થયા ત્યારે ભગવંત શ્રી મહાવીર રાજગૃહમાં પધાર્યા. ત્યાં ગુરુએ ત્યાગ કરેલ અંતઃપુર જોવાથી શિષ્યને વૈરાગ્ય થયો અને ચારિત્રમાં સ્થિર થયો. આ તેઓની પારિણામિકી બુદ્ધિ જાણવી. ૦ આગમ સંદર્ભ : Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ આ.નિ. ૯૪૯ + ; નંદી. ૧૦૭ + ; * X આગમ કથાનુયોગ–૪ આવ...૧-પૃ. ૫૫૯, ૨-પૃ. ૧૭૧; ૦ નંદિષેણ–૪– કથા ઃ કૃષ્ણ વાસુદેવના પિતા વસુદેવ હતા. વસુદેવ તેના પૂર્વજન્મમાં નંદિષણ હતા. એષણા સમિતિના અનુસંધાને તેમનું દૃષ્ટાંત છે. વૈયાવચ્ચના ઉદાહરણ સ્વરૂપ પણ નંદિષણનો ઉલ્લેખ આવે છે. નિયાણું કરવાના વિષયે પણ નંદિષણનું દૃષ્ટાંત નોંધાયેલ છે. મગધદેશમાં નંદિ નામના ગામમાં (આવશ્યક ચૂર્ણિકાર શાલિગામમાં એવું જણાવે છે.) ગૌતમ નામનો બ્રાહ્મણ ગૃહસ્થ હતો. તે ચક્રધર અર્થાત્ ભિક્ષાચર હતો. તેને ધારિણી નામે પત્ની હતી. કેટલોક કાળ ગયા બાદ ધારિણીની કુક્ષિમાં ગમે તે કોઈ ગતિમાંથી આવેલો જીવ ગર્ભપણે ઉત્પન્ન થયો. તે ગર્ભમાં જ હતો અને ગર્ભને છ મહિના થયા તેટલામાં તે ગૌતમ બ્રાહ્મણ (નંદિષણના પિતા) મૃત્યુ પામ્યા. તેના જન્મતાની સાથે માતા મૃત્યુ પામી. ત્યારપછી તેના મામાએ તેને કોઈ પ્રકારે પાલનપોષણ કરી વૃદ્ધિ પમાડ્યો અને નંદિષણ એવું નામ પાડ્યું. નંદિષેણ પોતાના મામાને ઘેર ખેતી, પશુપાલન આદિ કર્મ કરવા લાગ્યો. ગૃહકાર્યમાં તેના મામા નચિંત બન્યા. એ પ્રમાણે કાળ પસાર થતો હતો. ત્યારે કેટલાંક ઇર્ષ્યાળુ લોકોએ ભરમાવ્યો કે, તું મામાનાં ગમે તેટલા વૈતરા કરીશ, તો પણ તેમાં તને કશો લાભ થવાનો નથી. તેથી નંદિષણ મામાના ઘરના કાર્યમાં મંદ આદરવાળો થયો. મામાને ખબર પડી ત્યારે તેણે નંદિષણને કહ્યું કે, તું લોકોના વચન સાંભળીશ નહીં, તેઓ તને નકામો ભરમાવે છે. બીજું મારે ત્રણ પુત્રીઓ છે, તેમાં સૌથી મોટી છે, તે યૌવનવય પામશે, ત્યારે તેનાં તારી સાથે લગ્ન કરીશ, આ પ્રમાણે મામા એ કહેતા તે પાછો મન દઈને કાર્ય કરવા લાગ્યો. ત્યારપછી જ્યારે વિહાર સમય પ્રાપ્ત થયો ત્યારે તે કન્યાએ નંદિષેણ સાથે વિવાહ કરવાની અનિચ્છા પ્રગટ કરી. કેમકે નંદિષણના હોઠ જાડા—પહોળા ખુલ્લા હતા, વળી તેના દાંત મુખથી બહાર નીકળેલા છે, નાસિકા બેઠેલી છે, નેત્રના છિદ્રો અતિ ઊંડા છે, બોલે તો તેનું વચન અપ્રિય લાગે છે. લાંબા પેટવાળો છે, છાતી સાંકડી છે. લાંબા પગલાં ભરનારો છે, શ્યામ કાયાવાળો છે, માટે મારે તેની સાથે લગ્ન કરવા નથી. એટલે તે ખેદ પામ્યો. વળી મામાએ તેને સમજાવ્યો કે, હું તને બીજી પુત્રી આપીશ. તે પુત્રી પણ પ્રથમ પુત્રીને જેમ તેને ઇચ્છતી ન હતી, એટલે મામાએ ત્રીજી પુત્રી આપવાનું જણાવ્યું, તે પુત્રીએ પણ વિવાહ કરવા ના પાડી, ત્યારે તે નંદિષણ વૈરાગ્ય પામ્યો. ઘેરથી નીકળીને નંદિવર્ધન નામના આચાર્યની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. પોતાના અશુભ કર્મોના નાશને માટે તેણે છટ્ઠના પારણે છટ્ઠ રૂપ તપ આદર્યું અને પછી તેણે અભિગ્રહ ગ્રહણ કર્યો કે- બાળ, ગ્લાન, વૃદ્ધ, પરોણા આદિને વૈયાવચ્ચ એ જ હવે મારું કર્તવ્ય રહેશે. મારે Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૫૭ તેમની સેવા કરવી પણ, મારું કાર્ય બીજા પાસે ન કરાવવું. તે તીવ્ર શ્રદ્ધાથી વૈયાવચ્ચ કરતા હતા. ત્યારે તે ચાતુર્વર્ણ શ્રમણ સંઘમાં વૈયાવચ્ચ કરનાર તરીકે પ્રસિદ્ધિ પામ્યો. તે વખતે શક્ર દેવેન્દ્રએ નંદિષેણ મુનિના વૈયાવચ્ચ ગુણની પ્રશંસા કરી. ત્યારે દેવેન્દ્ર શુક્રની પ્રશંસામાં અશ્રદ્ધા કરનાર એક દેવ આવ્યો. તે દેવે બે સાધુનાં રૂપો વિકુળં. તેમાંથી એક સાધુ ગ્લાન બન્યા અને જંગલમાં રહ્યા, બીજા સાધુ જ્યાં નંદિષણમુનિ હતા ત્યાં આવ્યા. નંદિષેણ તો અદીનમનથી વૈયાવચ્ચમાં અમ્યુત્થિત હતા. જે સાધુ જે દ્રવ્ય ઇચ્છતા હતા. તેને તે લાવી દેતા હતા. પેલો મિથ્યાષ્ટિ દેવ ત્યાં આવ્યો. ત્યારે હજી નંદિષણમુનિએ છટ્ઠના પારણે પહેલો કોળિયો જ હાથમાં લીધો હતો. ત્યાંજ પેલા શ્રમણરૂપ દેવે કહ્યું કે, અટવીમાં એક સાધુ બિમાર પડેલા છે, જે કોઈ વૈયાવચ્ચ કરવાની ઇચ્છાવાળા હોય તે જલ્દી ઊભા થાય, તેમાં ઢીલ ન કરે. આ વચન નંદિષણમુનિએ સાંભળ્યું. તે સમયે પોતે છઠ તપના પારણા માટે સર્વ સંપત્કરી નામક પ્રથમ ભિક્ષા વિશેષ લઈને આવ્યા હતા. પણ જેવું દેવનું વચન કાને પડ્યું કે, તુરંત જ ઉતાવળા ઊભા થઈને પૂછવા લાગ્યા કે, બોલો, ત્યાં કઈ વસ્તુનું પ્રયોજન છે? ત્યારે તે સાધુએ કહ્યું કે, ત્યાં પાણીની જરૂર છે. તેથી નંદિષણમુનિ ઉપાશ્રયેથી નીકળીને પાણીની ગવેષણા કરવા નીકળ્યાં. ત્યારે છઠ તપવાળા અને ભૂખ-તરસથી દુર્બળ કૃક્ષિવાળા નંદિષણમુનિ પાણી માટે શુદ્ધ ગવેષણા કરવા લાગ્યા. પણ દરેક સ્થાને પેલો દેવ પાણીને અષણીય અને અશુદ્ધ કરી દેતો હતો. પણ નંદિષેણ અશુદ્ધ પાણી ગ્રહણ કરતા ન હતા. આ પ્રમાણે એક વાર, બીજી વાર શાસ્ત્રાનુસારી ગવેષણા કરતા તે પાણી ગ્રહણ કરવા માટે ફર્યા. પણ તે–તે સ્થાનમાં પાણીની પ્રાપ્તિ ન થઈ. ત્રીજી વખતે તેમને પાણી મળ્યું. પછી નંદિષણમુનિ ગ્લાન સાધુની અનુકંપાથી જલ્દી–જલ્દી બીમાર સાધુ પાસે ગયા. ત્યાં જતાં જ તે ગ્લાન સાધુ અતિશય આક્રોશ કરી, કઠોર, આકરા, નિષ્ફર વચનો વડે જેમ તેમ બોલવા લાગ્યા. આક્રોશ વચનથી કહેવા લાગ્યા કે, હે મંદભાગ્યવાળા ! અલ્પ પુણ્યસ્કંધવાળા ! તું ફોગટ “વૈયાવચ્ચી છો તેવા નામ માત્રથી ખુશ થાય છે.” પણ તેવા ગુણો તો ધરાવતો નથી. તું ભોજન કરીને અહીં આવ્યો છે અને મારી આવી અવસ્થા જોયા પછી પણ તું હજી ભોજન કરવાના લોભવાળો છે. આવા પ્રકારના કઠોર વચનોને પણ તે અમૃત સમાન માનતા હતા. પછી તે નંદિષણમુનિ આદરસહિત તે ગ્લાનમુનિના પગમાં પડ્યા અને પોતાના અપરાધને ખમાવવા લાગ્યા. ફરી ભૂલ નહીં કરું – એમ કહીને મળમૂત્રથી ખરડાયેલી તે સાધુની કાયાને ધોઈ સાફ કરવા લાગ્યા. પછી કહ્યું કે, હે મુનિ ! આપ ઊભા થાવ, આપણે આ સ્થાનેથી નીકળીએ. વસતિમાં જઈને હું એવો ઉપાય કરીશ કે જેથી આપ જલદી નિરોગી થઈ જશો. ત્યારે તે ગ્લાનમુનિ બોલ્યા કે, હું આ સ્થાનેથી કયાંય પણ જવા શક્તિમાન નથી. નંદિષેણમુનિએ કહ્યું, તમે મારી પીઠ પર બેસી જાઓ. ત્યારે તે નંદિષણના ખભે ચડી ગયા. પછી તે દેવ–સાધુએ દેવીમાયાથી અતિશય અશુચિ દુર્ગધમય મૂત્ર અને વિષ્ટા એવાં Page #159 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૪. છોડ્યા કે જેથી અતિશય દુર્ગંધ ઉછળવા લાગી. તેમની પીઠને કઠોર રીતે સ્પર્શ કરાવવા લાગ્યા. વળી તિરસ્કાર કરતાં બોલવા લાગ્યા કે, હે મુંડિયા ! તને ધિક્કાર થાઓ. તેં મારા મળ–મૂત્રના વેગનો નાશ કર્યો, તેથી હું વધારે દુઃખ પામી રહ્યો છું. એ પ્રમાણે ડગલે—પગલે આક્રોશ કરવા લાગ્યા. ૧૫૮ આવા વચન સાંભળવા છતાં નંદિષણમુનિ ભગવંત સમતા રાખતા હતા. તે મુનિના કઠોર–અરુચિકર વચનોને ગણકારતા નથી કે મન પર લાવતા નથી. અતિ દુઃસહ્ય અશુભગંધ આવવા છતાં જુગુપ્સા કરતા નથી. તેમની દુર્ગંધને પણ ચંદન સમાન માનતા વારંવાર તેઓ મિથ્યાદુષ્કૃત્ આપવા લાગ્યા. વળી તે વિચારવા લાગ્યા કે, હું એવું શું કરું કે જેથી આ સાધુને સમાધિ પહોંચાડી શકું ? જ્યારે તે દેવ ઘણાં પ્રયત્નો કરવા છતાં પણ નંદિષણમુનિને જરાપણ ક્ષોભિત ન કરી શક્યા, ત્યારે તે દેવ નંદિષણમુનિની સ્તુતિ કરવા લાગ્યો. પછી પોતાના સ્થાને તે દેવ પાછો ગયો. ત્યારપછી નંદિષણમુનિ પોતાના ઉપાશ્રયે પાછા ફર્યા. પછી ગુરુ પાસે આલોચના કરી, ગુરુએ તેમને ધન્યવાદ આપીને પ્રશંસા કરી. આ રીતે જેમ નંદિષણમુનિએ એષણાશુદ્ધિનો વિનાશ ન કર્યો, તેમ સાધુએ અદ્દીનભાવથી સૂત્રાનુસાર હંમેશાં એષણા સમિતિમાં યત્ન કરવો. નંદિષણમુનિએ પોતાના અભિગ્રહને અખંડિતપણે પૂર્ણ કર્યો. પછી મૃત્યુકાળ પ્રાપ્ત થયો. મનોહર ભાવના ભાવવા લાગ્યા. પણ છેલ્લે પોતાના દુર્ભાગપણાંને વિચારતાં—તેમણે એવું નિયાણું કર્યું કે, જો મારા આ તપકર્મનું કોઈ ફળ હોય તો આવતા ભવમાં સમગ્ર સૌભાગ્યના સમૂહના શેખરરૂપ આકૃતિને ધારણ કરનાર થઉં – સ્રી વલલ્ભ થઉં. પછી આવા નિદાનની આલોચના, પ્રતિક્રમણાદિ ન કર્યા અને મૃત્યુ પામ્યા, ત્યાંથી વૈમાનિક દેવપણે ઉત્પન્ન થઈ. દેવાયુ પૂર્ણ થયે શૌરિપુર નગરીમાં અંધકવૃષ્ણિ રાજાની શ્રેષ્ઠ પત્નીના ગર્ભમાં તે ઉત્પન્ન થયો. તેનું વસુદેવ એવું નામ આપ્યું. ૦ આગમ સંદર્ભ : ઠા. ૮૯૮ની વૃ; આવ.મૂ. ૨૩ની વૃ: દસા.નિ. ૯૨ની વૃ; આવક્રૂર-૫ ૯૪; ૦ આગમ સંદર્ભ : નિસી.ભા. ૩૧૮૪ની ચૂ આવ.યૂ.૧-૫- ૩૯૭, ૩૯૮; * — × જીય.ભા. ૮૨૫ થી ૮૪૬; કલ્પ.યૂ.પૃ. ૯૬; ૦ નાગિલ-૨-કથા ઃ ચંપાનગરીનો એક શ્રાવક નાગિલ નામે હતો. તેને કુમારનંદી સોની નામે મિત્ર હતો. કુમારનંદી સ્ત્રી લોલુપતાને કારણે બળી મર્યો, ત્યારે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. કાળક્રમે નાગિલમુનિ કાળધર્મ પામીને અચ્યુત કલ્પે દેવતા થયા. (આ આખી કથા પૂર્વે ઉદાયનરાજર્ષિની કથા અંતર્ગત્ કુમારનંદિ સોનીના પ્રબંધમાં આવી ગયેલ છે. કથા જુઓ ઉદાયનરાજ.િ આવ.નિ. ૭૭૫, ૭૭૬ની વૃ; Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૫૯ ૦ નાગાર્જુન કથા : (સંક્ષિપ્ત પરીચય :-) આચાર્ય હિમવંતના એક શિષ્યનું નાગાર્જુન એવું નામ હતું. તેઓ આચાર્ય ભૂતદિન્નના ગુરુ હતા. આગમમાં અનેક સ્થાને તેમની વાચનાનો ઉલ્લેખ મળે છે. વલ્લભીપુરમાં દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણની નિશ્રામાં થયેલ આગમ વાંચનામાં તેઓ મુખ્ય આચાર્ય હતા. તેમના નામથી આ વાંચના નાગાર્જુનીય વાંચના પણ કહેવાતી હતી. તેઓ મૃદુ, માર્દવ, આર્જવ આદિ ભાવોથી સંપન્ન હતા. ક્રમથી વાચક પદ પ્રાપ્ત થયેલ હતું. તથા ઓઘડ્યુતનું સમાચરણ કરનારા હતા. આવા નાગાર્જુન વાચક તપેલા સુવર્ણ, ચંપકપુષ્પ, ખીલેલા ઉત્તમ જાતિના કમળના ગર્ભ તુલ્ય અને ગૌર વર્ણયુક્ત હતા, ભવ્યજનોના હૃદય વલ્લભ, જનમાનસમાં કરુણાભાવ ઉત્પન્ન કરવામાં નિપુણ, વૈર્યગુણ સંપન્ન દક્ષિણાદ્ધ ભરતે યુગપ્રધાન, બહુવિધ સ્વાધ્યાયના પરિજ્ઞાતા, સંયમીપુરુષોને યથાયોગ્ય સ્વાધ્યાયમાં નિયુક્તકર્તા, નાગેન્દ્રકુળની પરંપરાની અભિવૃદ્ધિ કરનારા, ઉપદેશ દેવામાં નિપુણ, ભવભિતિ વિનાશક હતા. ૦ આગમ સંદર્ભ :આયા.યૂ. ૧૧૩, ૨૦૭, ૨૧૯, ૨૩, ૨૩૭, ૨૪૪, ૩૧૩; આય.મૂર૭૨ની વ દસ ચૂપૃ. ૨૦૪; ઉત્ત.ચૂ૫ ૧૪૯; ઉત્તમૂ. ૧૦૭ની વૃ નંદી. ૩૭ થી ૪૧ + વૃ, નંદીગ્ન ૧૦ - X X ---- ૦ નાગદત્ત–૧–કથા :- એક સાધુ હતા. તેમને તપના પારણાનો દિવસ હતો. પોતાના બાળશિષ્ય સાથે ભિક્ષાર્થે ભ્રમણ કરવાનું ચાલુ કર્યું. ત્યારે ક્યાંક કોઈ દેડકી તે સાધુ વડે મરી ગઈ. ત્યારે બાળસાધુએ તેમને પ્રેરણા કરી યાદ કરાવ્યું કે, તમારાથી દેડકી મરી ગઈ. તે સાધુ કોપથી બોલ્યા કે, હે દુશૈક્ષ! તે તો ઘણાં કાળથી મૃત જ હતી. પછી બંને ઉપાશ્રયે પાછા ફર્યા. ફરી પાછા રાત્રે (વિકાલે) આવશ્યક કાળે આલોચના કરતી વેળા તે સાધુએ તે દેડકી મર્યાની આલોચના ન કરી. ત્યારે ફરી તે શિષ્ય તેમને યાદ કરાવતા કહ્યું કે, હે શપક ! તમે દેડકી માર્યાની આલોચના કેમ નથી કરતા ? ત્યારે તે સપક તે શિષ્ય પ્રત્યે રોષાયમાન થયા, તેને કોપ ઉત્પન્ન થયો. તે બાળ સાધુને મારવા માટે શ્લેષ્મ પાત્ર લઈને ઊભા થયા, વેગથી મારવા દોડ્યા. પણ માર્ગમાં થાંભલો આવતા તેની સાથે અથડાયા. મૃત્યુ પામીને તેઓ જ્યોતિષ્ક દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને દૃષ્ટિવિષકૂળમાં સર્પપણે ઉત્પન્ન થયા. ત્યાં એક રાજપુત્ર નગરમાં ચાલતો જતો હતો ત્યારે સર્પ તેને ઇસ્યો. પુત્રના મરણથી કોપ પામેલા રાજાએ ગારુડીને કહ્યું. ત્યારે ગારુડી વિદ્યાથી બધાં જ સર્પોને બોલાવ્યા. ત્યારપછી તેમનો મંડલમાં પ્રવેશ કરાવ્યો. બીજા બધાં સર્પોને તેણે જવા દીધા. માત્ર જે સર્પ રાજપુત્રને ડસ્યો હતો, તેને ત્યાં રહેવા કહ્યું, ત્યારે તે એક સર્પ ત્યાં રહ્યો. ગારુડીએ કહ્યું કે, તું આ વિષને પાછું ખેંચી લે અથવા અગ્નિમાં પ્રવેશ કર. આ અગંધન કુળનો સર્પ હતો. સર્પોમાં બે જાતિ હોય છે. એક ગંધન અને બીજી Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦. આગમ કથાનુયોગ-૪ અગંધન. તેમાં અગંધન સર્પ માનવાળા હોય છે. તેથી તે સર્પ અગ્રિમાં પ્રવેશ કર્યો. પણ વમેલું વિષ તેણે ફરી પીધું નહીં. તે રાજપુત્ર પણ મૃત્યુ પામ્યો. ત્યારે રાજાએ રોષ પામીને ઘોષણા કરી કે જે મારી પાસે (સર્પને મારીને) સર્પનું મસ્તક લઈને આવશે, તેને હું સોનામહોર આપીશ. ત્યારે લોકો સોનામહોરના લોભે સર્પોને મારવા લાગ્યા. ત્યારે જે કુળમાં તે સાધુ મૃત્યુ બાદ સર્પપણે ઉત્પન્ન થયેલા તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે રાત્રે જ બહાર નીકળતો હતો, દિવસે બહાર જતો ન હતો. જેથી તેના દ્વારા કોઈ જીવનો ઘાત ન થાય. કોઈ વખતે કોઈ ગાડીએ રાત્રિના ચરતા એવા તે સર્પને જોયો, તેથી તે આ લપકસર્પના બિલને જોઈને તેના દ્વાર પાસે ઊભો રહ્યો. ઔષધિ દ્વારા તે સર્પને બહાર કાઢવા પ્રયત્ન કર્યો. તે લપકસર્ષે વિચાર્યું કે, જો મારી દૃષ્ટિ પડશે તો નક્કી આ ગારુડી મરી જશે. તેથી તેણે પોતાની પૂછડીને બહાર કાઢે. જેવી તેણે પૂછડી બહાર કાઢી કે પેલા ગારુડીએ તેને છેદી નાંખી. ત્યારપછી તે સર્પ પોતાની પૂંછડીને થોડી-થોડી બહાર કાઢતો ગયો અને ગાડી તેને છેદતો ગયો – યાવત - તેનું મસ્તક પણ છેદાઈ ગયું. તે સપકસર્પ મૃત્યુ પામ્યો. તે સર્પ દેવતાપરિગ્રહીત હતો. તે દેવતાએ રાજાને સ્વપ્નમાં દર્શન દીધા અને કહ્યું કે, હવે તું સર્પને મારતો નહીં. તારો પુત્ર નાગકૂળથી આવવાનો છે તું તેનું નામ નાગદત્ત રાખજે. તે લપકસર્પ મરીને તે જ રાજાના પુત્રરૂપે જખ્યો. તે બાળકનું નામ નાગદત્ત રાખ્યું. બાળપણામાં જ તેણે દીક્ષા લીધી. તે પૂર્વભવના તિર્યચપણાના સંસ્કારને લીધે અતિ સુધાતુર રહેતો હતો. તે સવારથી ખાવાનું શરૂ કરતો તે છેક સાંજ સુધી ખા–ખા કરતો હતો. પરંતુ તે મુનિ ઘણા જ ઉપશાંત અને ધર્મશ્રદ્ધાળુ હતા. તે ગચ્છમાં ચાર સાધુ હતા. જેઓ અનુક્રમે ચાર માસ, ત્રણ માસ, બે માસ અને એક માસના ઉપવાસી હતા. રાત્રે દેવતા વંદન કરવાને આવ્યા. રાત્રિના સર્વ પ્રથમ ચોમાસી તપ કરનાર સાધુ હતા, તેની આગળ ત્રિમાસિક તપ કરનાર, તેની આગળ દ્વિમાસિક તપ કરનાર, તેની આગળ એકમાસી તપ કરનાર સાધુ હતા. સૌથી છેલ્લે તે બાળ સાધુ નાગદત હતા. બધાં જ સાધુઓને અતિક્રમીને તે દેવે નાગદત્ત બાળમુનિને વંદન કર્યું. ત્યારે તે તપસ્વી સાધુઓ રોષાયમાન થયા. દેવતા જ્યારે જતો હતો ત્યારે તેને ચોમાસી તપ કરનાર સાધુએ પકડ્યો અને પૂછયું, તું અમારા જેવા તપસ્વીને વંદન કરતો નથી અને આ કૂરઘટને વંદન કરે છે ? ત્યારે તે દેવે કહ્યું કે, મેં ભાવ સાધુને વંદન કર્યા છે. હું પૂજા સત્કાર માનીને વંદન કરતો નથી. ત્યારપછી તેઓને તે બાળસાધુ પરત્વે ઇષ્ય જન્મી. તેઓ બાળસાધુની અદેખાઈ કરવા લાગ્યા. ત્યારે તે દેવતાએ વિચાર્યું કે, રખે આ સાધુઓ બાળસાધુની નિર્ભર્સના કરશે, તેના કરતા હું તે સાધુની પાસે જ રહું. પછી હું બધાને પ્રતિબોધ કરીશ. - બીજે દિવસે તે બાળસાધુ ગૌચરી માટે ગયા. પાછા આવીને આલોચના કરીને ચૌમાસી તપ કર્તા સાધુને નિમંત્રણા કરી. ત્યારે તે તપસ્વી સાધુએ તેના પાત્રમાં બળખો ફેંક્યો, બાળસાધુ બોલ્યા. હું “મિચ્છામિદુકડમ્' આપું છું (ક્ષમા માંગુ છું) કે મેં તમને Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૬૧ શ્લેષ્મપાત્ર ન આપ્યું. ત્યારપછી તેણે ઉપર–ઉપરથી બળખો લઈને શ્લેષ્મ પાત્રમાં નાંખ્યો. એ જ પ્રમાણે ત્રિમાસિક તપકર્તા, દ્વિમાસિક તપકર્તા તથા એકમાસિક તપકર્તાએ પણ બળખા ફેંક્યા. ત્યારે તે બાળસાધુએ તેજ પ્રમાણે મિથ્યાદુકૃત્ આપીને બળખાને ઉપર ઉપરથી લઈ શ્લેષ્મ પાત્રમાં મૂક્યા. ત્યારે તપસ્વી સાધુએ બળપૂર્વક “લંબણ” ગ્રહણ કરું એમ કહીને તે બાળસાધુને હાથ વડે પકવ્યા. ત્યારે તે બાળસાધુ નાગદત્તને અદીનમનથી, વિશદૂધ્યમાન પરિણામથી, વિશદૂધ્યમાન લેગ્યાથી તદાવરક કર્મનો ક્ષય થવાથી તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે દેવીએ કહ્યું કે, હું તમોને (તપસ્વી સપકોને) શા માટે વંદન કરું ? જ્યારે તમે આટલા ક્રોધાભિભૂત થઈને રહ્યા છો ? ત્યારે સત્ય વૃત્તાંત જાણીને તે સાધુઓએ પણ સંવેગ ઉત્પન્ન થતાં બાળસાધુને મિથ્યા દુષ્કૃત્ આપ્યું. અહો આ સાધુ બાળ હોવા છતાં કેટલા ઉપશાંત ચિત્તવાળા છે ? અમે અશુભ કર્મના ઉદયે તેમની આશાતના કરી ! આ પ્રમાણે તે તપસ્વી સાધુઓને પણ શુભ અધ્યવસાયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. * આ ભાવ અપાયનું દૃષ્ટાંત છે. & કૂરગડુ નામથી પ્રસિદ્ધ કથા નાગદત્ત કથાનુસાર જ છે. ૦ આગમ સંદર્ભ :ઠામૂ ૩૬૦ની વૃ, દસનિ પરની વ દસ.યૂ.પૃ. ૪૧, ૪૨; ૦ નાગદત-૨-કથા : પ્રતિષ્ઠાન નગરમાં નાગવસુ નામે શ્રેષ્ઠી હતો. તેને નાગશ્રી નામે પત્ની હતી. બંને શ્રાવકધર્મ પાલન કરતા હતા. તેઓને નાગદત્ત નામે પુત્ર હતો. તે કામભોગથી વિરક્ત થઈને પ્રવ્રજિત થયો. તે નાગદમુનિએ જોયું કે જિનકલ્પિકનો પૂજા સત્કાર ઘણો જ થાય છે. જેમ વ્યવહારમાં પ્રતિમાપ્રતિપન્ન અને પ્રતિનિવૃત્તની પૂજા અને સત્કાર જોવા મળે છે, તે રીતે જિનકલ્પિકોના પણ જોવા મળે છે. તેથી તેણે કહ્યું કે, હું પણ જિનકલ્પ અંગીકાર કરીશ. ત્યારે આચાર્ય ભગવંતે તેમને અટકાવ્યા કે તમે જિનકલ્પ અંગીકાર કરવા માટે સમર્થ નથી, તો પણ નાગદત્તમુનિએ તે વાત ન સ્વીકારી. પોતાની મેળે જ જિનકલ્પ અંગીકાર કર્યો. ગુરુ પાસેથી નીકળી ગયા. કોઈ એક વ્યંતરગૃહમાં પ્રતિમા ધ્યાને રહ્યા. તે વખતે કોઈ સભ્યન્ દૃષ્ટિ દેવને વિચાર આવ્યો કે, “આ સાધુ ક્યાંક સંયમથી વિનાશ ન પામે' તે માટે સ્ત્રીરૂપે ઉપહાર ગ્રહણ કરીને આવ્યો. પછી વ્યંતરની પૂજા-અર્ચના કરીને કહ્યું, હે શપક (સાધુ) ! આ ઉપહાર ગ્રહણ કરો. ત્યારે તેમણે વિવિધ પ્રકારના સ્વરૂપવાળા મિષ્ટભાતને ગ્રહણ કર્યા. જમીને ફરી રાત્રિના પ્રતિમા ધ્યાને સ્થિત રહ્યા. પણ જિનકલ્પિકતાનો ત્યાગ ન કર્યો. ત્યારે નાગદત્તમુનિને અતિસાર-ઝાડા થઈ ગયા. તે દેવતાએ જઈને આચાર્યને વાત કરી. તેણે અમુક સાધુને મોકલ્યા. તેઓ જઈને નાગદત્તમુનિને લાવ્યા. દેવતાએ તેમને કહ્યું Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ આગમ કથાનુયોગ-૪ કે, બીજોરાનો મધ્યભાગ તેમને ઔષધરૂપે આપો. તે આપ્યા પછી તેનો અતિસાર વ્યાધિ શાંત થયો. તે નાગદત્તમુનિ સ્થિર થયા. ગુરુ ભગવંતો કહ્યું કે, આ પ્રમાણે જિનકલ્પ અંગીકાર થઈ શકે નહીં. # બત્રીશ યોગ સંગ્રહમાં નિષ્પતિકર્મતાના અનુસંધાને આ દૃષ્ટાંત છે. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૧૨૮૫, આવર-પૃ. ૧૧૮; –– » –– ૪ – ૦ પંથક કથા : શેલકપુરના રાજા શેકના ૫૦૦ મંત્રીઓમાં મુખ્યમંત્રી, તેણે શેલક રાજા સાથે દીક્ષા લીધી શેલકરાજર્ષિ જ્યારે શિથિલ બન્યા, ત્યારે તેમને સંયમમાં સ્થિર કર્યા. કાળક્રમે મોક્ષે ગયા. (આ આખી કથા શેલકરાજર્ષિની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ – શેલકરાજર્ષિ. ૦ આગમ સંદર્ભ :સમ.મૂ. ૨૨રની ; નાયા. ૬૬ થી ૭૩ + : ૦ પ્રભવ કથા : આર્યજંબૂના પટ્ટધર શિષ્યનું નામ પ્રભવ હતું. તે કચ્છાયન ગોત્રના હતા. તેમના પટ્ટધર શિષ્ય શય્યભવસૂરિ થયા. જંબૂકુમાર જ્યારે દીક્ષા લેવા ઉત્સુક બનેલા ત્યારે લગ્નની પ્રથમ રાત્રિએ પોતાની આઠ સ્ત્રીઓને બોધ આપી રહ્યા હતા. તે રાત્રિએ ૪૯૯ ચોરોથી પરિવરેલો પ્રભવ નામનો ચોર ચોરી કરવા આવ્યો. કેમકે જંબૂકુમારની આઠે પત્નીઓ ૧૧–૧૧ કરોડ સોનૈયા પ્રીતિદાનમાં લાવેલી. જંબૂકુમારને પણ ૧૧ કરોડનું પ્રીતિદાન (મોસાળુ) મળેલ હતું. કુલ ૯૯ કરોડ સોનૈયાની ચોરી કરવાની હતી. તે સમયે પ્રભાવચોરે અવસ્થાપિની અને તાલોદ્દઘાટિની બંને વિદ્યાનો પ્રયોગ કર્યો પણ તે નિષ્ફળ ગયો. તેને બદલે જંબૂકુમારની વૈરાગ્યમય વાણીથી તે ખંભિત થઈ ગયો અને બોધ પામ્યો. તે સમયે બીજા ચોરો પણ પ્રતિબોધ પામ્યા. જંબૂ કુમારની સાથે જ તેમણે પણ દીક્ષા અંગીકાર કરી. જંબૂસ્વામીના પટ્ટધર એવા પ્રભવસ્વામી કાળ કરી સ્વર્ગે ગયા. (આ કથામાં જંબૂસ્વામીની ઉમર, સંયમપર્યાય સાથે પ્રભવ સ્વામીની વય અને સંયમપર્યાયનો તાલમેલ થતો નથી. તેથી અમે ગ્રંથાન્તરની એ વાતની નોંધ લીધી નથી.) ૦ આગમ સંદર્ભ :નિસી.ભા. ૨૧૫૪ની ચું, દસ. ૨.૬; દસ.નિ. ૧૪ની વૃ નદી ૨૩ + ; નંદી.. ૨૬ તિત્વો. ૭૧૨; કલ્પસૂત્ર–સ્થવિરાવલી + વૃત્તિ -- ૪ - ૪ - Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૬૩ - - ૦ પ્રસન્નચંદ્ર કથા : (બુત્સર્ગના અનુસંધાને પ્રસન્નચંદ્રની કથા અપાયેલ છે તેમજ ધ્યાનના વિષયમાં પણ આ કથા નોંધાયેલ છે.) પોતનપુર નામે નગર હતું. ત્યાં સોમચંદ્ર રાજા રાજ્ય કરતો હતો. તેને ધારિણી નામે રાણી હતી, પ્રસન્નચંદ્ર નામે પુત્ર હતો. રાજાએ રાજ્ય પ્રસન્નચંદ્રને સોંપ્યું અને રાજારાણી બંનેએ તાપસવ્રત અંગીકાર કર્યું (આ વાત “વલ્કલગીરી" કથાનકમાં આવી ગયેલ છે.). આવશ્યક વૃત્તિમાં પ્રસન્નચંદ્રને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો રાજા કહ્યો છે. પણ આવયે ચૂર્ણિ આદિમાં તો પોતનપુરનો રાજા જ કહ્યો છે.) તે નગરમાં કોઈ વખતે ભગવનું મહાવીર સમોસર્યા. તેમની પાસે ધર્મ સાંભળીને રાજા પ્રસન્નચંદ્રને સંવેગ ઉત્પન્ન થયો, તેણે દીક્ષા લીધી. ત્યારપછી પ્રસન્નચંદ્રરાજર્ષિ ગીતાર્થ થયા. અન્યદા કોઈ વખતે જિનકલ્પ અંગીકાર કરવાની ઇચ્છાથી સત્વભાવનાથી આત્માને ભાવિત કરતા હતા. તે કાળે રાજગૃહ નગરમાં શ્મશાનમાં પ્રતિમાધ્યાને રહ્યા. (અહીં આવશ્યકવૃતિ મુજબ કથા નોંધી છે. આવશ્યક ચૂર્ણિનો કથાભેદ પછીથી અલગ નોંધે છે.) ભગવંત મહાવીર પણ ત્યાંજ નજીકમાં સમવસર્યા. લોકો પણ વંદન કરવાને માટે નીકળ્યા. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી બે વણિકો ત્યાંજ આવ્યા. પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોઈને એક વણિક બોલ્યો કે, આ આપણો સ્વામી રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરીને તારૂપી લક્ષ્મીને સ્વીકારી છે. ખરેખર ! તેમને ધન્ય છે. બીજો વણિકૂ બોલ્યો. આવાને શું ધન્યવાદ આપવાનો ? આ તો પોતાના અસમર્થ એવા નાના પુત્રને રાજ્ય સ્થાપીને પ્રવૃજિત થયેલ છે. આ તપસ્વી અહીં છે. દુશમન રાજાએ તેના નગરને ઘેરો ઘાલ્યો છે. તેનું ઉત્તમ નગર વિનાશ પામવાનું છે. આ પ્રમાણે આણે ઘણાં લોકોને દુઃખમાં સ્થાપ્યા છે આ રાજાનું તો મોટું પણ જોવાલાયક નથી. આ વાત સાંભળીને પ્રસન્નચંદ્ર રાજર્ષિને ગુસ્સો ચઢયો. તે વિચારવા લાગ્યો કે, મારા પુત્રને કોણ અપકારક બની રહ્યું છે ? નક્કી તે અમુક રાજા જ હશે. તો પણ તે શું કરી લેશે ? આવી અવસ્થા છતાં પણ હું તેનો વિનાશ કરી દઈશ. ત્યારપછી તે રાજર્ષિ મનોમન સંગ્રામ કરતા રૌદ્રધ્યાનયુક્ત બન્યા. હાથી વડે હાથીનો નાશ કર્યો ઇત્યાદિ રીતે યુદ્ધ કરવા લાગ્યા. આ અવસરે શ્રેણિક રાજા ભગવંતને વંદન કરવાને માટે નીકળ્યા. રસ્તામાં પ્રસન્નચંદ્રરાજર્ષિને જોઈને તેમને પણ વંદન કર્યા. પણ રાજર્ષિ તે વખતે માનસયુદ્ધમાં હતા, શ્રેણિકે વિચાર્યું કે, આ ભગવનું શુક્લધ્યાન ધારણ કરીને રહ્યા લાગે છે, તેના મનમાં થયું કે, હું ભગવંતને જઈને પૂછીશ કે, આવા ધ્યાનમગ્ર મહર્ષિ જો કાળ કરે તો તેમની શી ગતિ થશે ? ત્યારપછી ભગવંત પાસે જઈને શ્રેણિક રાજાએ ચંહ્ના કરીને પૂછયું – હે ભગવંત ! મેં વંદન કર્યા ત્યારે પ્રસન્નચંદ્ર રાજર્ષિ” જેવા ધ્યાનમાં સ્થિત હતા, તેવા ધ્યાનમાં કાળધર્મ પામે તો તેઓની શી ગતિ થાય ? ભગવંતે કહ્યું કે, તે અધઃસપ્તમી પૃથ્વી અર્થાત્ સાતમી નરકે જાય. શ્રેણિક તો ચિંતામાં પડી ગયો. અરેરે ! આવું કેમ ? હું ફરીથી પ્રશ્ન પૂછું. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ આગમ કથાનુયોગ-૪ તેટલામાં પ્રસન્નચંદ્રના માનસસંગ્રામમાં તેના પ્રધાનનાયક સડ તલવાર, શક્તિ, ચક્ર ઇત્યાદિ મુખ્ય શસ્ત્રો–આયુધો લય પામ્યા. ત્યારે તેમણે વિચાર્યું કે, મારા માથા પરનો જે મુગટ છે તે પણ શસ્ત્રરૂપ જ છે તેના વડે હું શત્રુનો વિનાશ કરું. તેથી તેમનો હાથ મસ્તકે ગયા. ત્યાં હાથ જતાં જ મુંડિત એવા લોચ કરેલ મસ્તકનો સ્પર્શ થયો. લોચકૃત્ મસ્તકનો સ્પર્શ થતાં જ તેને યાદ આવ્યું કે, હું તો બધો જ ત્યાગ કરીને નિગ્રંથ થયો છું. તુરંત જ તેને સંવેગ ઉત્પન્ન થયો. મહાનું એવા વિશુદ્ધ થતા જતા પરિણામ વડે તેણે પોતાની આત્મનિંદા શરૂ કરી, તેના વડે સમાહિત થયેલ ફરી શુક્લ ધ્યાનની ધારાએ ચડ્યા. ત્યાં સુધીમાં શ્રેણિકે ફરી ભગવંતને પૂછયું, હે ભગવંત! જેવા પ્રકારના ધ્યાનમાં અત્યારે પ્રસન્નચંદ્રરાજર્ષિ વર્તી રહ્યા છે, તેવા પ્રકારના ધ્યાનમાં મૃત્યુ પામે તો તેમની શી ગતિ થાય ? ભગવંતે જણાવ્યું કે, અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય. ત્યારે શ્રેણિકે કહ્યું, હે ભગવંત! પૂર્વે આપે જુદું કહ્યું હતું અને હવે આપ મને કંઈ જુદું જ જણાવી રહ્યો છો તેનું શું કારણ છે? ભગવંતે જણાવ્યું, હે શ્રેણિક ! મેં કોઈ અન્યથા પ્રરૂપણા કરી નથી. ત્યારે શ્રેણિકે ફરી પૂછ્યું કે, તો આપે જે કહ્યું તે બંને વાત કઈ રીતે સત્ય માનવી ? ત્યારે ભગવંતે (પ્રસન્નચંદ્ર રાજર્ષિના મનોપરિણામના ચઢાવઉતારનો) સર્વ વૃત્તાંત જણાવ્યો. તેટલામાં તો પ્રસન્નચંદ્ર રાજર્ષિની સમીપે દેવદુંદુભિના નાદનો કલકલ ઇવનિ સંભળાયો. ત્યારે ફરી શ્રેણિકે પૂછ્યું, હે ભગવન્! આ નાદ કેમ સંભળાય છે ? ત્યારે ભગવંતે જણાવ્યું - પ્રસન્નચંદ્રને જ વિશુદ્ધયમાન પરિણામને કારણે કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ છે તેથી દેવો તેના કેવળજ્ઞાનનો મહિમા કરી રહ્યા છે.. આ જ પ્રમાણે દ્રવ્ય-ભાવ વ્યુત્સર્ગ કરવો જોઈએ. ૦ પ્રસન્નચંદ્રનો તેના નાના ભાઈ વલ્કલચીરી સાથેનો વૃત્તાંત પણ તેની કથામાં આવે છે. આ વૃતાંત વલ્કલગીરી કથામાં આવી ગયો છે. કથા જુઓ – પ્રત્યેકબુદ્ધ વલ્કલગીરી. (ઉક્ત કથા અમે આવશ્યકવૃત્તિ મુજબ નોંધી છે. આવશ્યક ચૂર્ણિમાં આ જ કથા જુદી રીતે નોંધાઈ છે – તે આ પ્રમાણે-) ૦ આવશ્યક ચૂર્ણિ વર્ણિત પ્રસન્નચંદ્ર રાજર્ષિ કથા : તે કાળે, તે સમયે ચંપાનગરીમાં સુધર્મ ગણધર સમોસર્યા. કોણિક રાજા વંદનાર્થે નીકળ્યો. પ્રણામ કરીને જંબું (સ્વામી)ના રૂપ અને દર્શનથી વિસ્મિત થયેલ કોણિકે પંચમ ગણધરને પૂછયું – ભગવદ્ ! આ મોટી પર્ષદામાં આ સાધુ ભગવંત ઘી વડે સિંચાયેલા અગ્રિસમાન દિત એવા મનોહર શરીરવાળા છે. આમને એવા કેવા શીલનું સેવન કર્યું છે ? અથવા કેવું દાન દીધું છે ? કેવા તપનું આચરણ કર્યું છે? જેથી તેમને આવી તેજસંપત્તિ પ્રાપ્ત થઈ છે ? ત્યારે સુધર્માસ્વામીએ કહ્યું, સાંભળ, રાજન્ ! જ્યારે તારા પિતા શ્રેણિક રાજાએ ભગવંત મહાવીર સ્વામીને પૂછયું ત્યારે ભગવંતે કહેલું– તે કાળે, તે સમયે ગુણશિલક નામક ચૈત્ય હતું. ભગવંત મહાવીર સમોસર્યા. Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૬૫ શ્રેણિકરાજા તીર્થકર દર્શન માટે ઉત્સુક થઈને વંદનાર્થે નીકળ્યો. તેના સૈન્યના અગ્રણી બે પુરુષો આગળ ચાલતા હતા, તેમણે એક સાધુભગવંતને જોયા. તે સાધુ એક પગ પર ઊભા હતા. તેમણે પોતાના બંને હાથ ઊંચા રાખેલા. સૂર્યની આતાપના લેતા હતા. તે વખતે એક પુરુષે કહ્યું, અહો ! આ મહાત્મા ઋષિ સૂર્યાભિમુખ થઈને કેવી આતાપના લઈ રહ્યા છે ! આમને સ્વર્ગ કે મોક્ષ હાથવેંતમાં જણાય છે ત્યારે બીજાએ તે વાત સાંભળી કહ્યું, શું તું જાણતો નથી કે આ પ્રસન્નચંદ્ર રાજા છે. તેને વળી ધર્મ શો ? તેણે પોતાના બાળક જેવા પુત્રને રાજગાદીએ સ્થાપ્યો છે. મંત્રી વડે રાજ્ય ચલાવે છે. તે કેવો કષ્ટમાં છે ? આમને તો વંશનો વિનાશ કર્યો છે. અંતઃપુર પણ ન જાણે કેવા સંકટમાં છે. ત્યારે આ વચન સાંભળતા પ્રસન્નચંદ્રના ધ્યાનમાં સ્કૂલના થઈ. તેમણે વિચારવું શરૂ કર્યું કે, મેં જે મંત્રીનું નિત્ય સન્માન કર્યું તેણે જ મારા પુત્રનો નાશ કર્યો. જો હું હોત, તો મેં તેને બરાબર શિક્ષા કરી હોત. એ રીતે તે સંકલ્પ-વિકલ્પમાં પડ્યા. તે પ્રમાણે વર્તવા લાગ્યા. તેમની સાથે મનમાં જ યુદ્ધ કરવું શરૂ કર્યું. ત્યારપછી શ્રેણિકરાજા પણ તે જ સ્થાને આવ્યા. તેમણે વિનયપૂર્વક પ્રસન્નચંદ્રરાજર્ષિને વંદન કર્યું. તેમને ધ્યાનમાં નિશ્ચલ જોયા. અહો ! આમનું તપ સામર્થ્ય કેવું છે ? એ પ્રમાણે પ્રસન્નચંદ્રરાજર્ષિ પ્રત્યે અહોભાવથી વિચારતો તે તીર્થંકરની પાસે પહોંચ્યો. ભગવંતને વિનયપૂર્વક વંદન કરીને પૂછયું કે, જે સમયે મેં તેમને વંદના કરી તે જ સમયે જે કાળ કરે તો કઈ ગતિ થાય ? ભગવંતે કહ્યું, સાતમી નરકે ગમનને યોગ્ય થાય. શ્રેણિકે વિચાર્યું – સાધુને કઈ રીતે નરકગતિ સંભવે ? ફરી જ્યારે પૂછયું કે હવે અત્યારે જો કાળ કરે તો કઈ ગતિને પ્રાપ્ત થાય ? ભગવંતે કહ્યું, અત્યારે કાળ કરે તો તે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પત્તિ થવા યોગ્ય છે. શ્રેણિકે પૂછયું કે, આવા બે પ્રકારે ઉત્તરો કેમ આપ્યા ? આ તપસ્વીને નરક અને દેવગતિ કહી. ભગવંતે કહ્યું, “ધ્યાન વિશેષને કારણે.” તેમની આ સમયમાં આવા પ્રકારની અશાતા–શાતા કર્મની આદાનતા હતી. શ્રેણિકે પૂછ્યું, કઈ રીતે ? ભગવંતે કહ્યું, તારા અગ્રાણિય પુરુષના વચનથી. તેના મુખથી પુત્રના પરાભવનું વચન સાંભળીને પ્રશસ્તધ્યાન ચાલ્યું ગયું. તે વંદન કર્યું ત્યારે મનોમન તીવ્ર પરિણામથી શત્રુ સાથે સંગ્રામ કરી રહ્યા હતા. તેથી તે સમયે તે અધોગતિને યોગ્ય હતા. તારા ગયા પછી જ્યારે મુંડિત મસ્તકને સ્પર્શ થયો ત્યારે તે પ્રતિબોધ પામ્યા. અહો ! અકાર્ય કર્યું. તે વિચારે તેણે મને વંદના કરી પોતાની નિંદા–ગ શરૂ કરી, આલોચના–પ્રતિક્રમણ કર્યું. પ્રશસ્તધ્યાનને પ્રાપ્ત કર્યું. તેના વડે શુભ કર્મ ઉપાર્જન કર્યું. તેથી કાળ વિભાગને કારણે મેં તેની બે ભિન્ન-ભિન્ન ગતિનો નિર્દેશ કર્યો. ત્યારે ફરી કોણિકે પૂછયું, પ્રસન્નચંદ્ર રાજાએ બાળક પુત્રને રાજ્ય પર સ્થાપીને દીક્ષા કેમ લીધી ? પછીનું વર્ણન – સોમચંદ્ર રાજા.. તેનો તાપસધર્મ સ્વીકાર ઇત્યાદિ પ્રત્યેકબુદ્ધ વલ્કલગીરી કથા મુજબ જાણવું. જ્યારે વલ્કલચીરી કેવળ જ્ઞાન પામ્યા ત્યારે તેણે પોતાના પિતા એવા સોમચંદ્ર Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ આગમ કથાનુયોગ-૪ 6મ રાજા-તાપસ અને ભાઈ પ્રસન્નચંદ્રને જિનપ્રણિત ધર્મ કહ્યો. તે બંનેને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ. બોલ્યા કે, તમે અમને સારો માર્ગ દેખાડ્યો. પ્રસન્નચંદ્ર પોતાના નગરે પાછા ફર્યા. પણ તેમને વલ્કલચીરીના વચનથી જન્મેલા વૈરાગ્યભાવથી પરમ, મનહર, તીર્થકરભાષિત મત પ્રત્યે ઉત્સાહ વધવા લાગ્યો. તેથી બાળપુત્રને રાજ્ય પર સ્થાપી દીક્ષા લીધી. સૂત્રાર્થ ભણ્યા, તપ સંયમ વડે ભાવિત મતિયુક્ત થઈ મગધદેશે આવ્યા. (શેષકથા આવશ્યકવૃત્તિ મુજબ જાણવી.) * નિશીથ સૂત્રમાં બાહ્યભાવ વિશુદ્ધિ – અવ્યંતર અશુદ્ધિમાં આ દૃષ્ટાંત અપાયેલ છે. ૦ આગમ સંદર્ભ :આયા યૂ.કૃ. ૧૭૯; કિસી.ભા. ૫૪૨૪ આવનિ. ૧૧૫૧ની વૃ આવ.યૂ.૧–૫૪૫૫ થી ૪૫૭, – ૪ – ૪ – ૦ પાદલિપ્ત કથા – (આગમેતર ગ્રંથ “પ્રભાવકચરિત્ર" એવું જણાવે છે કે, આચાર્ય પાદલિપ્તસૂરિ ફૂલ ગાથાપતિ અને પ્રતિમાદેવીના પુત્ર હતા. તેઓ કોશલ દેશના રહીશ હતા. તેમનું નામ નાગેન્દ્ર હતું. આઠ વર્ષની ઉંમરે તેઓ આચાર્ય સંગમસિંહ પાસે દીક્ષા લઈ તેમના શિષ્ય બન્યા. તે આચાર્ય નાગહસ્તિના ગુરભાઈ હતા. મંડનગણી પાસે તેઓ ભણ્યા. દીક્ષાના દશ વર્ષ બાદ તેઓ આચાર્ય થયા) # તેમની મંત્રાદિ શક્તિ વૈનેયિકી બુદ્ધિના દષ્ટાંતો આગમમાં આવે છે– પ્રતિષ્ઠાનપુર નગરમાં મરંડ નામે રાજા હતો. ત્યાં પાદલિપ્તસૂરિ પધારેલા. કોઈ વખતે મુરુંડરાજાને અત્યંત શિરોવેદના થઈ. તેને કોઈ પણ ઔષધ, વિદ્યા, મંત્રાદિક વડે શમાવવા શક્તિમાન થયા નહીં. છેવટે રાજાએ પાદલિપ્ત સૂરિને બોલાવ્યા. તે આવ્યા ત્યારે તેમનો મોટો આદર સત્કાર કર્યો. બોલાવવાના કારણરૂપ શિરોવેદનાની હકીકત કહી. ત્યારે જે પ્રકારે કોઈપણ લોક ન જાણે તે રીતે મંત્રના ધ્યાનપૂર્વક પ્રાવરણ – ઓઢેલ વસ્ત્રની અંદર પોતાના જમણા જાનુની ઉપર, પડખે, ચોતરફ પોતાના જમણા હાથની અંગુલી જેમ જેમ ભમાવવા લાગ્યા, તેમ તેમ રાજાની શિરોવેદના દૂર થવા લાગી. પછી અનુક્રમે સમગ્ર શિરોવેદના દૂર થઈ. તેથી તે રાજા આચાર્યનો અતિ ઉપાસક થયો અને ઘણું ભક્તપાનાદિક તેમને આપવા લાગ્યો. (ઉક્ત કથામાં પિંડનિર્યુક્તિના વૃત્તિકાર પ્રતિષ્ઠાનપુર લખ્યું છે આજ રાજાના બીજા કથાનકમાં નંદીસૂત્ર – વૃત્તિકાર પાટલિપુત્રનો મુડ રાજા એમ જણાવે છે. જો કે બંનેના વૃત્તિકાર મલયગિરિજી મહારાજ જ છે.) પાટલિપુત્ર નગરમાં મરંડ નામે રાજા હતો. પોતાને જ્ઞાની માનતા કોઈએ તે રાજાની પર્ષદાની પરીક્ષા કરવા માટે જેનો અગ્રભાગ જાણી ન શકાય તેવું સૂતર, ઉપર નીચે સરખો ગોળદંડ, મીણથી લેપ કરેલો ગોળાકાર ડબ્બો મોકલ્યો, તેવા પ્રકારના જાણકાર નિષ્ણાતોને બતાવ્યા. ત્યારપછી અનુક્રમે વિહાર કરતાં પાદલિતાચાર્ય ત્યાં પધાર્યા. તેમને આ પદાર્થો બતાવ્યા. Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૬૭ ત્યારે પાદલિપ્તાચાર્યે ઉષ્ણ જળ મંગાવ્યું. સૂતરને તે જળમાં મૂક્યું, ત્યારે મીણ ઓગળી જતા સૂતરનો અગ્રભાગ કે છેડો મળી ગયો. ત્યારપછી ઉષ્ણ પાણીમાં જ ગોળ લાકડીને ડૂબાડી. તેમાં જે વધુ વજનવાળો ભાગ હતો તે ડૂબવા લાગ્યો. તેથી કાષ્ઠનું મૂળ તે છે એવો નિર્ણય કર્યો. એ જ રીતે ગોળ ડાભડો ઉષ્ણજળમાં ડૂબાડ્યો. મીણ ઓગળી જતાં તેનું ઢાંકણું પ્રગટ કરી ઉઘાડ્યું. પછી પોતે છિદ્ર વગરનું મોટા પ્રમાણવાળું એક તુંબડું ગ્રહણ કરીને ન દેખી શકાય તેવી અત્યંત પાતળી તીરાડ બનાવી. તેની વચ્ચે રત્નો મૂક્યા ત્યારપછી એવી સૂક્ષ્મ રીતે સીલાઈ કરી તે તીરાડ સીવી દીધી કે કોઈને ખ્યાલ ન આવે. પછી માણસોને જણાવ્યું કે, આ તુંબડુ લઈ જાઓ, તમારે તેને ફાયા કે ચીર્યા વિના અંદરથી રત્નો કાઢી લેવા, એમ કહીને તુંબડુ મોકલ્યું, પણ કોઈ રત્નો કાઢી શક્યા નહીં. કોઈ વખતે પાદલિપ્તાચાર્યએ રાજાની બહેન સદશ યંપ્રતિમા કરાવી. તે ચાલતી, આંખ ઉઘાડ બંધ કરતી. હાથમાં પંખો લઈને આચાર્ય પાસે ઊભી. રાજા પાદલિતાચાર્ય પરત્વે અતીવ આદર ધરાવતો હતો. કોઈ બ્રાહ્મણે જઈને રાજાને કહ્યું કે, તમારી બહેન તો શ્રમણોની સેવામાં છે. રાજા તે વાત સ્વીકારવા તૈયાર ન થયો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે, ચાલો – દેખાડું, રાજા ત્યાં આવ્યો. જોઈને પાદલિપ્તાચાર્ય પર રોષાયમાન થયો. ત્યારે આચાર્ય એ સાચી સ્થિતિનું ભાન કરાવ્યું. પાદલિપ્તાચાર્યએ કાળજ્ઞાન માટે એક નાલિકા કરાવેલી. જે દાડમના પુષ્પ આકારની, લોહમયી હતી, તેમાં તલ જેવું છિદ્ર હતું ઇત્યાદિ. ૦ આગમ સંદર્ભ :જીવા ૧૦પની વૃ સૂર. ૩પની : ચંદ. ૩૯ની વૃ નિસી.ભા. ૪૪૬૦ની ચૂ બુહ.ભા. ૪૯૧૫ + વવ.ભા. ૪૪૬ની વૃ; જિય.ભા. ૧૪૪૪થી ૧૪૪૬; આવયૂ.૧–. ૫૫૪; પિંડનિ પ૩૬, ૫૩૭ + ૪ નદી. ૧૦૨ની વૃ; x - ૪ - ૦ પિટર કથા : કંપિલપુરના એક રાજાનું નામ પિઢર હતું. તેની પત્નીનું નામ યશોમતી હતું, તેમને ગાગલિ નામે પુત્ર હતું. અંતે દીક્ષા લીધી. કથા જુઓ "ગાગલિ". આગમ સંદર્ભઃઆવ.યૂ.૧–પૃ. ૩૮૧; આવ નિ.૯૬૪ની વૃક ઉત્ત.નિ. ૨૮૪ની વ. ૦ પુપચૂલ કથા : પુષ્પપુર નામે નગર હતું. ત્યાં પુષ્પકેતુ નામે રાજા હતો. પુષ્પવતી રાણી હતી. કોઈ દિવસે તેણીએ એક યુગલને જન્મ આપ્યો. પુત્રનું નામ પુષ્પચૂલ રાખ્યું, પુત્રીનું નામ પુ૫ચૂલા રાખ્યું. તેઓ સાથે મોટા થયા હોવાથી તેમને પરસ્પર અનુરાગ હતો. કોઈ દિવસે પુષ્પચૂલ રાજા થયો. પુષ્પચૂલાને રાજાએ કોઈ ઘરજમાઈ સાથે Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ આગમ કથાનુયોગ-૪ પરણાવી. તેણી આખો દિવસ પોતાના ભાઈ પાસે જ રહેતી હતી. માત્ર રાત્રે જ તેના પતિ પાસે જતી. અન્ય કોઈ દિવસે પુષ્પચૂલ રાજાએ પ્રવજ્યા અંગીકાર કરી. તેના અનુરાગને કારણે પુષ્પમૂલાએ પણ પ્રવજ્યા ગ્રહણ કરી, પછી કોઈ દિવસે તે પુષ્પપૂલ અણગાર જિનકલ્પ અંગીકાર કરવાની ઇચ્છાથી એકત્વ ભાવનાથી પોતાના આત્માને ભાવિત કરવા લાગ્યા. આ તરફ કોઈ એક દેવે પરીક્ષા કરવાના હેતુથી ઉપસર્ગ કર્યો. એકત્વભાવને આદરતા એવા તેમની સમક્ષ પુષ્પચૂલા આર્યાનું રૂપ વિકુવ્યું. તેણીને ઘસીટવા લાગ્યો. ત્યારે તે પુષ્પચૂલા આર્યા – હે જ્યેષ્ઠાર્ય ! મને શરણરૂપ થાઓ – એમ આક્રંદન કરવા લાગી. તે વખતે જેમનું પ્રેમબંધન વ્યચ્છિન્ન થયું છે તેવા પુષ્પચૂલ અણગાર “હું એકલો છું, મારું કોઈ નથી, હું પણ કોઈનો નથી” એ પ્રમાણે એકત્વભાવના ભાવતા સ્વસ્થાને ગયા. આ પ્રમાણે એકત્વ ભાવના ભાવવી જોઈએ. (અણિકાપુત્ર આચાર્યની કથામાં આવતા પુષ્પચૂલ અને પુષ્પચૂલા તથા તેમના માતા-પિતાના નામ ઇત્યાદિ બધું જ સમાન છે. તો પણ આ બંને કથા એક જ છે કે અલગ તે વિચારણીય છે. કેમકે– (૧) આ કથામાં પુષ્પચૂલા ઘરજમાઈને પરણાવેલ છે, અર્ણિકાપુત્રની કથાવાળા પુષ્પચૂલાના લગ્ન ભાઈ પુષ્પચૂલ સાથે જ થયા હતા. (૨) આ કથામાં પુષ્પચૂલની દીક્ષા થઈ, તેના અનુરાગથી પુષ્પચૂલાએ દીક્ષા લીધાનું જણાવે છે. અર્ણિકાપુત્રવાળી કથામાં માતા દેવ થઈને પ્રતિબોધ કરે છે ત્યારે તેણીએ દીક્ષા અંગીકાર કર્યાનું જણાવે છે. – તેથી કાં તો ક્યાંક કોઈ વાંચના ભેદ છે, અથવા તો સમાન નામો ધરાવતી આ કોઈ બીજી કથા છે. સત્ય શું છે ? તે બહુશ્રુત જાણે.) ૦ આગમ સંદર્ભ :બુ.ભા. ૧૩૪૯ થી ૧૩૫૧ + વૃ, (જો બંને પુષ્પચૂલ એક જ હોય તો – પુષ્પચૂલના સંદર્ભો પણ અહીં લેવા.) ૦ પુષ્યભૂતિ અને પુષ્યમિત્ર કથા : શિંબવર્તન નામે એક નગર હતું. ત્યાં મુંડિકામ્રક રાજા હતો. ત્યાં પુષ્યભૂતિ નામના આચાર્ય પધાર્યા. તેઓ બહુશ્રુત હતા. તેમના દ્વારા રાજા ઉપશમિત થયો અને શ્રાવક બન્યો. આચાર્ય પુષ્યભૂતિના શિષ્ય પુષ્યમિત્ર આચાર્ય પણ બહુશ્રુત હતા, તે અન્યત્ર રહેતા હતા. પછી કોઈ દિવસે પુષ્યભૂતિ આચાર્યએ વિચાર્યું કે, હું સૂક્ષ્મ ધ્યાનમાં પ્રવેશ કરું. તે મહાપ્રાણ સમધ્યાન હતું. તેઓ જ્યારે ધ્યાનમાં પ્રવેશતા ત્યારે યોગ સંનિરોધ કરતા. જે બીજા કોઈ જાણી શકતા ન હતા. તેમની પાસે જે અણગારો હતા, તે અગીતાર્થ હતા. તેથી તેમણે પુષ્યમિત્રને બોલાવ્યા. ત્યારે પુષ્યમિત્ર આવ્યા. જે આજ્ઞા કરી તે શિષ્યાચાર્યએ સ્વીકારી. તેમણે એકત્ર અપત્રરકે નિર્ણાઘાત ધ્યાન આરંભ્ય. તે વખતે પુષ્યમિત્ર કોઈને આવવા દેતા ન હતા. પણ કહેતા કે અહીં રહીને વંદન કરો. કોઈ વખતે તેમણે પરસ્પર મંત્રણા કરી – મનમાં શું છે તે જાણવું. એક નીકળવાના Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૬૯ હારે રહ્યા. લાંબાકાળ સુધી ત્યાં રહ્યા. આચાર્ય ચલિત થતા ન હતા, બોલતા ન હતા, ઉચ્છવાસ–નિઃશ્વાસ પણ સ્પંદિત થતા ન હતા. સૂક્ષ્મ ધ્યાનમાં હતા. આ વાત કોઈએ જઈને બીજાને કહી. તેઓ રોષાયમાન થયા. હે આર્ય ! તમારા આચાર્ય કાળધર્મ પામ્યા તો પણ તમે કહેતા નથી. પુષ્યમિત્રે કહ્યું, તેઓ કાળધર્મ પામ્યા નથી પણ ધ્યાન કરી રહ્યા છે. તમે તેમને વ્યાઘાત કરશો નહીં. બીજા કહેવા લાગ્યા કે, આ પ્રવ્રજિત લિંગી વૈતાલની સાધના કરવાના લક્ષણયુક્ત આચાર્ય લાગે છે. આજે રાત્રે આપણે જોઈશું. તેઓ તેમને ભાંડવા લાગ્યા. પુષ્યમિત્રે તેમને રોક્યા. ત્યારે તેમણે આ વાત રાજાને કરી, તેમને બોલાવ્યા. આચાર્ય કાળધર્મ પામ્યા છે, પણ આ સાધુ તેમને કાઢવા દેતા નથી. રાજાએ પણ તેમને જોયા. તેને પણ લાગ્યું કે આચાર્ય કાળધર્મ પામ્યા છે. પુષ્યમિત્રની વાત ન માની. તેઓએ શિબિકા તૈયાર કરી. ત્યારે પુષ્યમિત્રએ જાણ્યું કે નિશ્ચયથી હવે તેમનો વિનાશ કરશે. પુષ્યભૂતિએ પૂર્વે જ કહી રાખેલ કે જો અગ્નિ કે અન્ય કોઈ ભય ઉત્પન્ન થાય તો તારે મારા અંગુઠાને સ્પર્શ કરવો, પુષ્યમિત્રએ સ્પર્શ કર્યો. જાગૃત થઈને પુષ્યભૂતિએ કહ્યું, હે આર્ય ! કેમ વ્યાઘાત કર્યો ? પુષ્યમિત્રએ કહ્યું, આ બધું જુઓ. તમારા શિષ્યોએ આ બધું કરેલ છે. પુષ્યભૂતિ આચાર્યએ તેમનો તિરસ્કાર કર્યો. આ પ્રમાણે જો ધ્યાનમાં પ્રવેશ થાય તો યોગ સંગૃહીત થાય. જ (ઉક્ત કથા સાવર વૃત્તિ મુજબ લખી છે, સાવશ્ય પૂર્તિ માં તેમનું નામ “વસુભૂતિ” નોંધેલ છે. ૦ આગમ સંદર્ભ :બુદ.ભા. ૬૨૯૦; વવ.ભા. ૧૧૭૨, ૧૧૮૮ + વૃ; આવનિ ૧૩૧૭ + 4 આવ.યૂ.ર–પૃ. ૨૧૦; ૦ પુષ્યમિત્ર કથા - આચાર્ય આર્યરક્ષિતના ત્રણ શિષ્યો હતા. જેમના નામના અંતે પુષ્યમિત્ર આવે છે. જેમકે દુર્બલિકા પુષ્યમિત્ર આદિ. આ ત્રણે પુષ્યમિત્રની કથા આર્યરક્ષિતસૂરિમાં આવી ગઈ છે – કથા જુઓ આર્યરક્ષિત. ૦ આગમ સંદર્ભ :આયા યૂ.પૂ. ૨; સુય.પૂ.પૂ. ૫; નિસી.ભા. ૫૬૦૭ + ચું, આવ.ભા. ૧૪ર + વૃ; આવ.ચૂં.૧–પૃ. ૪૦૯; – » –– » –– ૦ પોતપુષ્યમિત્ર કથા : આર્યરક્ષિતસૂરિના એક શિષ્ય પોતપુષ્યમિત્ર હતા. તેમના પાસે એવી (ઋદ્ધિ) વિદ્યા હતી, જેના વડે તે ઇચ્છે ત્યારે વસ્ત્રો ઉત્પન્ન કરી શકતા હતા. આ કથા આર્યરક્ષિત કથામાં આવી ગયેલ છે. ૦ આગમ સંદર્ભ : Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ આગમ કથાનુયોગ-૪ આવ.ભ. ૧૪૨; આવ.૨૫.૧–પૃ. ૪૦૯; આવ.નિ ૭૭૫, ૭૭૬ની વ ૦ પિંગલક કથા : શ્રાવતી નગરીમાં વૈશાલિક શ્રાવક પિંગલ નામે નિર્ગથ હતા. તે વૈશાલિક (ભગવંત મહાવીર)ના વચનો શ્રવણ કરવામાં રસિક હતા. તેમણે સ્કંદક તાપસને કેટલાંક પ્રશ્નો પૂછયા હતા. જે વાત સ્કંદકની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ સ્કંદક. ૦ આગમ સંદર્ભ :– ભગ ૧૧૨; ૦ ફુલ્લુરક્ષિત કથા : દશપુર નામના નગરના સોમદેવ બ્રાહ્મણ અને રુદ્ર સોમાના એક પુત્રનું નામ ફલ્ચરક્ષિત હતું. તેઓ આર્યરક્ષિતના નાના ભાઈ હતા. ફલ્યુરક્ષિતને તેમની માતાએ આર્યરક્ષિતને ઘેર પાછા લાવવા મોકલેલા હતા. પણ ફલ્યુરક્ષિતે દીક્ષા લીધી. ઇત્યાદિ. આ કથા આર્યરક્ષિતમાં આવી ગયેલ છે – કથા જુઓ આર્યરક્ષિત. ૦ આગમ સંદર્ભ :ઠા. ૧૬૫, ૧૮રની જ આવ.નિ. ૭૭૬; આવ.યૂ.૧–પૃ. ૪૦૧, ૪૦૪; ઉત્ત.નિ ૯૬ની વૃક –– – – ૦ બલભાનુ કથા : ઉજ્જૈનીના બલમિત્ર અને ભાનુમિત્રની બહેન ભાનુશ્રીનો પુત્ર હતો. આચાર્ય કાલક દ્વારા પ્રતિબોધ પામીને તેણે દીક્ષા લીધી. આ કથા કાલકાચાર્યની કથામાં આવી ગયેલ છે. જુઓ કાલકાચાર્ય કથા ૦ આગમ સંદર્ભ :નિસી.ભા. ૩૧૫૩ની ૨ ૦ બાહુબલિ કથા – (આ કથા ભરત ચક્રવર્તી અને ઋષભદેવ સાથે સંકડાયેલી હોવાથી તેમાં–તેમાં બાહુબલીની કથાના અંશો નોંધાયેલા જ છે, તેથી તે બંને કથા પણ જોવી) ૦ બાહુબલિના પૂર્વભવો : ભગવંત ઋષભદેવ જ્યારે પૂર્વભવમાં વૈદ્યપુત્ર હતા. ત્યારે તેમનો જન્મ મહાવિદેહ વર્ષક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં થયેલો. જે દિવસે તેઓ વૈદ્યપુત્રરૂપે જન્મ્યા તે જ દિવસે બીજા ચાર સમવયસ્કોનો જન્મ થયો. તે આ પ્રમાણે – રાજપુત્ર, શ્રેષ્ઠીપુત્ર, અમાત્યપુત્ર અને સાર્થવાહપુત્ર તેઓ સાથે જ મોટા થયા. કોઈ દિવસે તે વૈદ્યપુત્રના ઘેર પાંચ મિત્રો ભેગા થઈને બેઠા હતા. ત્યારે કોઈ સાધુ મહાત્મા તેમના ઘેર ભિક્ષાર્થે પધાર્યા. તેના શરીરમાં કૃમિઓ થયેલા હતા. તે કૃમિને કારણે તે સાધુ કૃશ થઈ ગયા હતા. Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૭૧ તે વખતે વૈદ્યપુત્રના મિત્રો કે જે વયમાં–રૂપમાં – ઇત્યાદિમાં સદૃગ હતા. એક જ દિવસે જન્મેલા, પરસ્પર અનુરક્ત અને અવિરક્ત હતા. તેઓએ પ્રણય અને હાસ્યપૂર્વક વૈદ્યપુત્રને કહ્યું, આમ તો તમારું ઔષધ સર્વલોક દ્વારા ખાવા યોગ્ય છે, પણ તમે કોઈ અનાથ કે તપસ્વીની ચિકિત્સા કરતા નથી. ત્યારે વૈદ્યપુત્રે કહ્યું કે, હું ચિકિત્સા કરવા તૈયાર છું. પણ હું શું કરું ? આ મુનિની ચિકિત્સા યોગ્ય ઔષધ મારી પાસે નથી. ત્યારે મિત્રોએ કહ્યું કે, અમે ઔષધનું મૂલ્ય આપવા તૈયાર છીએ. તારે ક્યા પ્રકારનું ઔષધ જોઈએ છીએ ? ઇત્યાદિ કથા તીર્થકર ઋષભ ચરિત્રમાં આવી ગયેલ છે. (જુઓ ભગવંત ઋષભ કથા) ત્યારપછી સંવેગ પામેલા તે બધાંએ તથારૂપ સ્થવિર પાસે દીક્ષા લીધી. તેમની પાસે યથાયુષ્યનું પાલન કરીને તે પાંચે અચુત કલ્પે દેવપણે ઉત્પન્ન થયા. દેવલોકથી ચ્યવને આ જ જંબૂદ્વીપમાં પૂર્વવિદેહમાં પુષ્કલાવતી વિજયે પુંડરીકિણી નગરીમાં વજસેન રાજાની ધારિણી રાણીમાં કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. વૈદ્યપુત્ર હતા તે વજનાભ થયા. શ્રેષ્ઠીપુત્ર હતા તે સુબાહુ થયા ઇત્યાદિ – પાંચે મિત્રો માટે તીર્થકર ઋષભની કથાથી જાણવું. વજસેન રાજા તીર્થકર થયા, ત્યારે આ પાંચે ભાઈઓ પાંચ પ્રકારના કામભોગોને ભોગવતા કાળ નિર્ગમન કરતા હતા. પછી વજનાભ ચક્રવર્તી થયા અને સુબાહુ આદિ ચારે માંડલિક રાજા થયા. પછી તે પાંચેએ પોતાના પિતા તીર્થકર વજસેન પાસે દીક્ષા લીધી. ત્યારે સુબાહુમુનિ અગિયાર અંગ ભણ્યા. પછી સુબાહુમુનિ સર્વે સાધુની વિશ્રામણા કરવા લાગ્યા. ત્યારે વજનાભમુનિએ તેમની પ્રશંસા કરતા કહ્યું કે, અહો ! આ સુબાહુમુનિનો જન્મ સફળ છે કે જેઓ પરિશ્રાન્ત થયેલા સાધુની આવી વિશ્રામણા કરી રહ્યા છે. તે ભવે સુબાહુમુનિએ વિશ્રામણા દ્વારા બાહુબળ (યોગ્ય કર્મ) ઉપાર્જન કર્યું. ત્યાંથી તે પાંચે સર્વાર્થસિદ્ધ વિમાને ઉત્પન્ન થયા. ૦ બાહુબલિનો ભવ : આ રીતે શ્રેષ્ઠીપુત્રનો ભવ, પછી અય્યતકલ્પ દેવ, પછી સુબાહુમુનિ ત્યાંથી સર્વાર્થ સિદ્ધ દેવ થઈ પાંચમા ભવે તેઓ બાહુબલિ થયા. તે આ પ્રમાણે વજનાભનો જીવ તીર્થકર ઋષભદેવ થયા. ઋષભદેવને બે પત્નીઓ હતી. એક તેની યુગલિની સુમંગલા અને બીજી યુગલરહિત થયેલી એવી સુનંદા (આ અધિકાર તીર્થકર ઋષભ કથામાં આવી ગયો છે.) સુમંગલાથી તેમને પ્રથમ યુગલનો જન્મ થયો તે ભરત અને બ્રાહ્મી. સુનંદાથી બીજા યુગલનો જન્મ થયો તે બાહુબલિ અને સુંદરી. - જ્યારે ભગવંત ઋષભદેવે દીક્ષા અંગીકાર કરી ત્યારે ભરતને મુખ્ય નગરી એવું વિનીતાનું રાજ્ય આપ્યું અને બાહુબલિને બહલી દેશનું તક્ષશિલાનું રાજ્ય આપ્યું. બીજા અઠાણું પુત્રોને જુદા જુદા રાજ્ય આપ્યા. કોઈ વખતે વિચરતા એવા તીર્થકર ઋષભ સંધ્યાકાળે બહલી દેશમાં તક્ષશિલા નગરીની સમીપમાં પધાર્યા. નગરીની બહારના ઉદ્યાનમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. ત્યારે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ આગમ કથાનુયોગ-૪ ઉદ્યાન પાલકે તત્કાળ આવીને બાહુબલિને વધામણી આપી. ભગવંતના આગમનની ખબર સાંભળી હર્ષિત થયેલા બાહુબલિએ વિચાર્યું કે, સવારે સર્વ સમૃદ્ધિયુક્ત થઈને ઉદ્યાનમાં જઈશે અને પિતા તીર્થંકરને વંદન કરીશ. એમ વિચારી બાહુબલિએ આખી રાત્રિ મહેલમાં જ વીતાવી. સવારે ભગવંત તો પ્રતિમા સ્થિતિ સમાપ્ત કરી વિહાર કરી ગયા. સવાર થતાં બાહુબલિ સર્વ સમૃદ્ધિ સાથે આડંબરપૂર્વક ભગવંતને વંદન કરવા આવ્યા. પણ ભગવંત તો વિહાર કરી ગયેલા, જાણી તેને ઘણો ખેદ થયો. ત્યારપછી ભગવંતના ચરણબિંબને કોઈ ઉલ્લંઘે નહીં એવી બુદ્ધિથી બાહુબલિ રાજાએ પ્રભુ જ્યાં પ્રતિમાધ્યાને રહ્યા હતા. તે સ્થળે રત્નમય ધર્મચક્રનું સ્થાપન કર્યું. તેની રક્ષા કરનારા માણસો નિયુક્ત કર્યા. પછી તે ધર્મચક્રને ભક્તિપૂર્વક વંદના કરી પોતાની નગરીમાં ગયા. ભરતે જ્યારે ચક્રવર્તીપણાંની પ્રાપ્તિ અર્થે છ ખંડની સાધના કરી, પછી આવીને પોતાના અઠાણું ભાઈઓ પર પોતાની આજ્ઞા સ્વીકારવા દૂત મોકલ્યા. ત્યારે તે બધાં ભગવંત ઋષભદેવના ઉપદેશથી પ્રવ્રુજિત થયા. પછી તેણે બાહુબલિ પાસે દૂત મોકલ્યો. બાહુબલિ અઠાણું ભાઈઓની પ્રવજ્યા સાંભળીને ક્રોધાયમાન થયા. તેણે કહ્યું કે, તેઓ તો બાળ હતા, તેથી દીક્ષા લઈ લીધી, પણ હું યુદ્ધ માટે સમર્થ છું પછી સર્વ બળથી તે બંને પોતાના દેશની સરહદે ભેગા થયા. “હવે તો હું નહીં કે તું નહીં" એવા ખ્યાલ સાથે ભેગા થયેલા ત્યારે બાહુબલીએ ભરતને આ પ્રમાણે કહ્યું આ નિરપરાધી લોકોને મારવાથી શો લાભ ? હું અને તું – આપણે બે લડીએ. ભરતે તે વાત સ્વીકારી. તેઓ વચ્ચે દૃષ્ટિયુદ્ધ, વાગ્યુદ્ધ, બાહુયુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ થયું. આ પાંચે યુદ્ધમાં ભરત હારી ગયો (આ વાત ચક્રવર્તી ભરતની કથામાં કહેવાઈ ગઈ છે – યાવત્ – બાહુબલિને વિચાર આવ્યો કે, આ તુચ્છ કામભોગોથી શું મળવાનું? તેનાથી પ્રતિજ્ઞાભ્રષ્ટ થયેલ ભરતને મારવો યુક્ત નથી. તેના કરતા મારા અઠાણું ભાઈઓ સાથે રહેવું વધારે યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને તેણે ભરતને કહ્યું – તારા પુરુષત્વને ધિક્કાર છે કે, તું અધર્મયુદ્ધમાં પ્રવૃત્ત થયો. જા ! હવે મારે આ ભોગોનો ખપ નથી. તું આ રાજ્યને ગ્રહણ કર, હું પ્રવજ્યા અંગીકાર કરું છું. પછી બાહુબલીમુનિને થયું કે, પિતા (તીર્થકર ઋષભદેવસમીપે મારા નાના ભાઈઓ છે. તેઓ જ્ઞાનાતિશયથી યુક્ત છે. તો પછી હું અતિશય વગરનો એવો તેમની પાસે કેમ જાઉં ? તેના કરતા મને કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી હું અહીં જ (કાયોત્સર્ગે) ઊભો રહું. આ પ્રમાણે તેઓ પ્રતિમા ધ્યાને સ્થિર થયા. પણ માનરૂપી પર્વતના શિખરે બેસીને રહ્યા. તીર્થકર ભગવંત જાણતા હોવા છતાં કોઈને ત્યાં મોકલ્યા નહીં. કેમકે તીર્થકર અમૂઢલક્ષ્યવાળા હોય છે. આ પ્રમાણે બાહુબલી એક વર્ષપર્યત કાયોત્સર્ગમાં સ્થિર રહ્યા. જે ઉત્કૃષ્ટ કાયોત્સર્ગ હતો. તેમના શરીરને વેલડીઓ વીંટાઈ ગઈ. પગ સાથે બાંધેલ રાફડામાં દબાઈ ગયા. એ રીતે ઉત્કૃષ્ટ પરીષહો તેમણે સહ્યા. એ રીતે એક વર્ષ પૂર્ણ થયું ત્યારે Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૭૩ ભગવંત ઋષભદેવે બ્રાહ્મી અને સુંદરી બંને સાધ્વીઓને મોકલ્યા. પૂર્વે એટલા માટે નહોતા મોકલ્યા, કેમકે તે વખતે બાહુબલિ સમ્યક્તયા તેમના વચનને અંગીકાર ન કરત. તે બંને બાહુબલિમુનિને શોધતા હતા, ત્યારે વેલ અને ઘાસ વડે વિંટાયેલ ૫૦૦ ધનુષની કાયાવાળા ભાઈ મુનિને જોયા. ઘણાં બધા કચરાના ઢેર વચ્ચે રહેલ હતા. તેમને જોઈને વંદના કરી. આ પ્રમાણે કહ્યું, પિતાજીએ (ભગવંત) કહ્યું છે કે, હાથી ઉપર ચઢીને કેવળજ્ઞાન ન થાય. એમ કહીને ગયા. ત્યારે બાહુબલિ વિચારવા લાગ્યા કે, અહીં ક્યાં કોઈ હાથી છે ? પિતાજી (તીર્થકર) કદી અસત્ય ન કહે. વધુ વિચારતા માલૂમ પડ્યું કે, માનરૂપી હાથી છે. મારે અભિમાન છોડીને ભગવંત પાસે જવું જોઈએ. સાધુઓને વંદન કરવું જોઈએ. જેવો આ વિચાર સાથે પગ ઉપાડ્યો કે તેમને કેવળજ્ઞાન થયું. પછી તેઓ કેવલિની પર્ષદામાં જઈને રહ્યા. ૮૪ લાખ પૂર્વનું સર્વા, પાળીને સિદ્ધ થયા, બુદ્ધ થયા – યાવત્ – સર્વદુઃખથી મુક્ત થયા. ૦ આગમ સંદર્ભ :આયા ૯૦ની : ઠા ૪૭3; સમ. ૧૬૩; આવનિ. ૩૪૯ + 9: આવ.ભા. ૪, ૩ર થી ૩૫ + ; આવયૂ.૧-૫ ૧૬૦, ૧૮૦, ૨૧૦, ૨- ૨૪૯, આવ.નિ. ૧૭રની વ: કલ્પસૂત્ર-ઋષભચરિત્ર અંતર્ગતુ + વૃત્તિ, ૦ ભદ્ર-૧–કથા : આ જ ભરતક્ષેત્રમાં ભદ્ર નામના આચાર્ય થયા. તેઓને મહાનુભાવ એવા ૫૦૦ શિષ્ય અને ૧૨૦૦ સાધ્વી હતા. શેષ કથા રજાઆર્યાની કથામાં જોવી. જુઓ કથા રજ્જાઆર્યા. ૦ આગમ સંદર્ભ :મહાનિ ૧૧૪૧; — — — — — ૦ ભદ્ર અથવા જિતશત્રપુત્રની કથા : શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ નામે રાજા હતો. તેને ભદ્ર નામે એક પુત્ર હતો. જેનો ઉલ્લેખ મરણસમાધિ પયત્રામાં “જિતશત્રપુત્ર” નામે જ થયો છે. તે કામભોગથી નિર્વિષ્ણ થયો – કંટાળી ગયો. પછી તથારૂપ સ્થવિરો પાસે તેણે પ્રવજ્યા લીધી. કેટલોક કાળ વ્યતિત થયા બાદ તેણે એકાકી વિહારપ્રતિમા અંગીકાર કરી. તે જ્યારે વિચારતા હતા ત્યારે કોઈ વિરુદ્ધ રાજ્યમાં તેમને જાસૂસ સમજી પકડી લીધા. તેમને પીડા આપીને – મારીને કાર વડે સિંચ્યા (ઘા ઉપર ભાર નાંખ્યા). પછી તેને તૃણ વડે વીંટી દઈને મુક્ત કર્યા. તે તૃણને કારણે લોહી નીકળવા લાગ્યું. તેનાથી તેમને ઘણી જ વેદના થઈ. તે ભદ્રમુનિએ સમ્યક્ પ્રકારે સહન કરી. આ રીતે તૃણસ્પર્શ પરીષહ સહન કરવો જોઈએ. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ આગમ કથાનુયોગ-૪ ૦ આગમ સંદર્ભ :મરણ. ૫૦૦; ઉત્ત.નિ ૧૧૬ + વૃ ઉત્ત ચૂદ ૭૯; – ૪ – ૪ – ૦ ભદ્રગુણાચાર્ય કથા : ઉજૈનીમાં ભદ્રગુપ્ત નામના આચાર્ય વિરકલ્પસ્થિત હતા. તેઓ દષ્ટિવાદ (દશપૂર્વના) જ્ઞાતા હતા. જ્યારે આર્યવજ (વજસ્વામી)ને ગુરુએ કહ્યું કે, તમે ઉજ્જૈની જાઓ, ત્યાં ભદ્રગુપ્તાચાર્ય દૃષ્ટિવાદના ધારક છે, તેમની પાસે અધ્યયન કરો. તેમને એક સંઘાટક સાધુ આપ્યા. તેઓ ઉજ્જૈની ગયા ત્યારે પૂર્વ રાત્રિએ ભદ્રગુપ્તાચાર્યને વહેલા પ્રભાતકાળે સ્વપ્ન આવ્યું. તે પ્રભાતે તેમણે તેમના શિષ્યોને કહ્યું કે, મારું પાત્ર ખીરથી ભરેલું હતું. કોઈ અહીં આવ્યું, મારા હાથમાંથી પાત્ર લઈ બધી ખીર પી ગયા. પછી તૃપ્ત થઈને અત્યંત પ્રમોદ પામ્યા. આ મારા સ્વપ્ન પરથી મને એમ લાગે છે કે, કોઈ મહાપ્રજ્ઞાવાન્ સાધુ આજે મારી પાસે આવશે અને બધું જ શ્રત ગ્રહણ કરી જશે. જ્યારે ભદ્રગુપ્તાચાર્યે શિષ્યોને કહ્યું કે, મને આવું સ્વપ્ન આવ્યું છે. ત્યારે તેઓ વિચારવા લાગેલા કે, ગુરુજીના આવા સ્વપ્નોનું ફળ શું હોઈ શકે ? પછી પરસ્પર તેના ફળની વિચારણા કરતા હતા, પણ તેઓ અજ્ઞાનતાથી સાચો નિર્ણય કરી શકતા ન હતા. ત્યારે ભદ્રગુપ્તાચાર્યએ કહેલું કે, તમે સાચો અર્થ જાણતા નથી. આજે કોઈ આગંતુક આવીને મારા સર્વ સૂત્ર–અર્થને ગ્રહણ કરી જશે. ભદ્રગુણાચાર્ય બહાર નજર કરતા હતા, ત્યાં તો આર્ય વજ ત્યાં આવ્યા. તેમણે જોયું કે આતો મૃત–પૂર્વ એવા તે વજ છે. સંતુષ્ટ થઈને તેની ઉપબૃહણા કરી. ત્યારપછી આર્યવજ બધું જ ભણ્યા. ત્યારે અનુજ્ઞા નિમિત્તે જ્યારે ઉદ્દેશ આવ્યો ત્યારે તેઓ બોલ્યા કે, જ્યાં દૃષ્ટિવાદનો ઉદ્દેશો કર્યો હોય ત્યાં જ અનુજ્ઞા કરવી. જ્યારે આર્યરક્ષિત દૃષ્ટિવાદ ભણવા માટે આર્ય વજ પાસે જઈ રહ્યા હતા. ત્યારે વિહાર કરતા માર્ગમાં ઉજ્જૈની પહોંચ્યા. ત્યારે તેઓ ભદ્રગુપ્ત સ્થવિર (આચાર્ય) પાસે આવ્યા. ત્યારે ભદ્રગુપ્તાચાર્યએ પણ તેની અનુપબૃહણા કરતા કહ્યું કે, તમે ધન્ય છો, કૃતાર્થ છો કે દૃષ્ટિવાદ ભણવા જઈ રહ્યા છો. હું સંલેખિત શરીરવાળો છું. મારે કોઈ નિર્યાપક નથી. તો તું મારો નિર્યાપક થા, મને નિર્ધામણા કરાવીને પછી જજે. આર્યરક્ષિત પણ તે વાત કબૂલ કરી. તેઓએ કાળ કરતી વેળાએ આર્યરક્ષિતને કહ્યું કે, તું વજસ્વામીની સાથે રહેતો નહીં. અલગ ઉપાશ્રયે રહેજે અને અધ્યયન કરજે. જે તેમની સાથે એક રાત્રિ પણ રહેશે, તે સાધુ તેની સાથે જ મૃત્યુ પામશે. જ્યારે વજસ્વામીએ આર્યરક્ષિતને પૂછયું કે, ભણવા આવ્યા છો, તો અલગ કેમ ઉતર્યા છો. ત્યારે તેમણે જણાવ્યું કે, ક્ષમાશ્રમણ ભદ્રગુપ્ત સ્થવિરે મને કહ્યું છે કે, સાથે રહીને ભણતો નહીં. ત્યારે વજસ્વામીએ પણ જ્ઞાનનો ઉપયોગ મૂકી સત્ય વૃત્તાંત જાણ્યું. કહ્યું કે, સુંદર, નિષ્કારણ આચાર્યો કદી કંઈ કહેતા નથી. ભદ્રગુપ્તાચાર્યે કહ્યું તે બિરોબર છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૭૫ # (આથી વિશેષ માહિતી ભદ્રગુણાચાર્ય વિશે અમને મળેલ નથી.) ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૦૭૯ + ; આવ.યૂ.૧– ૩૯૪, ૪૦૩; ઉત્ત.નિ. ૯૭ + 9. – ૪ ૪ - ૦ ભદ્રબાહુ સ્વામી કથા : (કેટલાંક લોકો ભદ્રબાહુ-૧, ભદ્રબાહુ-ર થયાનું જણાવે છે. તેને માટેના કારણો આપે છે. પૂ.આગમોદ્ધારક આચાર્ય દેવ આનંદસાગરસૂરીજી આ વાતનો ઉલ્લેખ કરતા નથી, જેઓ કરે છે તેઓ બીજા ભદ્રબાહુ થયા તો તે કોણ ? ક્યારે થયા? આદિ વાતોની કોઈ સ્પષ્ટતા કરતા નથી જે પુણ્યવિજયજીને નામે બીજા ભદ્રબાપુની વાતો વહેતી હતી. બધાં જ વર્તમાનકાલીન તજજ્ઞોને અચાનક જ બીજા ભદ્રબાહુનું જ્ઞાન થઈ ગયું. તે પોતે પણ બૂકલ્પસૂત્ર ભાગ-૬ની પ્રસ્તાવનામાં સંદિગ્ધ જ છે. તેમના પાસે પણ કોઈ સ્પષ્ટ અને સચોટ પુરાવા નથી. બંને ભદ્રબાહુની કોઈ ગુરુ પરંપરા રજૂ કરાઈ નથી. જેઓ કલ્પસૂત્ર–વૃત્તિનો પાઠ આપે છે. તે વૃત્તિકારે તો યશોભદ્રના શિષ્ય ભદ્રબાનો જ ઉલ્લેખ કર્યો છે. વળી જે તર્કો રજૂ કરાયા છે. જેમાં મુખ્યત્વે નિર્યુક્તિકારની પ્રશસ્તિમાં તેમનું નામ કારણભૂત છે પણ એવા તર્ક તો આગમમાં અનેક કથામાં પણ ઉદ્દભવી શકે છે. માટે અમે એક જ ભદ્રબાહુ માનીને કથા રજૂ કરેલ છે. તત્ત્વ બહુશ્રુત જાણે) ભગવંત મહાવીરની પાટ પરંપરાનુસાર સુધર્માસ્વામીને પાટ સોંપાઈ, પછી તેમના શિષ્ય જંબૂસ્વામી થયા. તેમના શિષ્ય પ્રભવસ્વામી પાટે આવ્યા. પ્રભવસ્વામીના પટ્ટધર શય્યભવસ્વામી થયા. તેમના પટ્ટધર યશોભદ્ર થયા. આર્ય યશોભદ્રના બે સ્થવિર શિષ્યો થયા – એક માઢર ગોત્રવાળા આર્ય સંભૂતિવિજય અને બીજા પ્રાચીન ગોત્રવાળા આર્ય ભદ્રબાહુ નામે સ્થવિર. 6 ભદ્રબાહુ અને વરાહમિહિરનો પ્રબંધ : પ્રતિષ્ઠાનપુર નગરમાં બ્રાહ્મણ જાતિના વરાહમિહિર અને ભદ્રબાહુ નામે બે ભાઈઓએ દીક્ષા લીધી. ગુરુ મહારાજે ભદ્રબાહુને યોગ્ય જાણી આચાર્ય પદવી આપી. તેથી વરાહમિહિરને ઇર્ષ્યા આવી. તેણે રોષાયમાન થઈ દીક્ષા છોડી દીધી. પાછો બ્રાહ્મણવેષ ધારણ કર્યો. તેણે વારાહીસંહિતા નામે ગ્રંથ બનાવી લોકોનાં નિમિત્ત જોવા દ્વારા આજીવિકા ચલાવવા લાગ્યો. લોકોમાં પણ પોતાની પ્રસિદ્ધિ કરી કહેવા લાગ્યો કે મેં એક વખત જંગલમાં પત્થર ઉપર સિંહલગ્ન આલેખેલ હતું અને ભૂલથી તે લગ્નને ભૂસ્યા વગર ઘેર ચાલ્યો ગયો. રાત્રે સૂતી વખતે મને યાદ આવ્યું. લગ્ન પરત્વેની ભક્તિથી ત્યાં ગયો. ત્યારે લગ્ન ઉપર ઉભેલો એક સિંહ જોયો. છતાં મેં હિંમત કરી તે સિંહની નીચે હાથ નાખી લગ્નને ભૂંસી નાંખ્યું. મારી ભક્તિ જોઈને સિંહલગ્નનો સ્વામી સૂર્ય મને સર્વે ગ્રહોનો ચાર દેખાડ્યો. તે જ્યોતિન્ના બળથી હું ત્રણે કાળની વાત જાણું છું. એક વખત વરાહમિહિરે રાજા આગળ કુંડાળું આલેખીને કહ્યું કે, આકાશમાંથી આ કુંડાળાની વચમાં બાવન પલ પ્રમાણવાળો મત્સ્ય પડશે. આ વખતે તે નગરમાં બિરાજતા ભદ્રબાહસ્વામીએ કહ્યું કે, આકાશથી પડતાં માર્ગમાં અર્ધ પલ શોષાઈ જશે, તેથી તે મત્સ્ય સાડા એકાવન પલ પ્રમાણ થઈ જશે. વળી તે કુંડાળાની મધ્યે ન પડતા કાંઠે પડશે. શ્રી ભદ્રબાહુસ્વામીના કહેવા મુજબ મત્સ્ય પડ્યો, તેથી લોકોમાં તેમના જ્ઞાનની પ્રશંસા થઈ. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ આગમ કથાનુયોગ-૪ વળી કોઈ દિવસ રાજાને ઘેર પુત્રનો જન્મ થયો. વરાહમિહિરે જન્મપત્રિકા કરી, તેનું સો વર્ષનું આયુષ્ય કહ્યું. પુત્રજન્મની ખુશાલીમાં નગરના લોકો ભેટમાં ધરવા આવ્યા. તથા અન્યદર્શની બ્રાહ્મણો, સંન્યાસીઓ વગેરે આશીર્વાદ આપવા આવ્યા. જૈનો ઉપર ઇર્ષા ધરતા વરાહમિહિરે આ વખતે તક જોઈને કહ્યું કે, હે રાજન્ ! આપને ત્યાં પુત્રનો જન્મ થયો. છતાં વ્યવહારના અજાણ જૈનમુનિઓ પુત્રનું દર્શન કરવા પણ ન આવ્યા. આ પ્રમાણે જૈનોની નિંદા કરી, તે લોકોના મુખેથી સાંભળી ભદ્રબાહુસ્વામીએ કહેવડાવ્યું કે, આ પુત્રનું મરણ સાતમે દિવસે બિલાડીથી થશે. આ વાત સાંભળી રાજાએ શહેરમાંથી બધી બિલાડીઓને કાઢી મૂકી. પણ સાતમે દિવસે દૂધ પીતા એવા તે બાળક ઉપર બિલાડીના આકારવાળા મુખવાળો ઉલાળીયો પડવાથી તે બાળક મરણ પામ્યો. આવી રીતે ભદ્રબાહુસ્વામીનું કહેવાનું બધું સાચું પડવાથી આખા શહેરમાં તેની પ્રશંસા થઈ અને વરાહમિહિરની નિંદા થઈ. ત્યારપછી વરાહમિહિર ક્રોધથી મૃત્યુ પામીને વ્યંતર થયો અને મરકી આદિ ફેલાવી સંઘને ઉપદ્રવ કરવા લાગ્યો. ભદ્રબાહુસ્વામીએ ઉપસર્ગહર સ્તોત્ર બનાવી તે ઉપદ્રવ દૂર કર્યો ૦ ભદ્રબાહુ સ્વામીનો પરિવાર : પ્રાચીન ગોત્રવાળા સ્થવિર આર્ય ભદ્રબાહુને આ ચાર સ્થવિર શિષ્યો પુત્ર સમાન પ્રસિદ્ધ હતા. તે આ પ્રમાણે કાશ્યપ ગોત્રવાળા સ્થવિર ગોદાસ, સ્થવિર અગ્નિદત્ત, સ્થવિર યજ્ઞદત્ત અને સ્થવિર સોમદત્ત કાશ્યપ ગોત્રવાળા સ્થવિર ગોદાસ થકી ગોદાસગણ નામે ગણ નીકળ્યો. તે ગોદાસગણની ચાર શાખાઓ હતી તે આ પ્રમાણે – તાપ્રલિસિકા, કોટિવર્ષિકા, પંડવર્બનિકા અને દાસીખર્બટિકા. - રાજગૃહ નગરમાં ચાર મિત્રો એવા વણિક કે જે સાથે જ મોટા થયા હતા, તેમણે ભદ્રબાહસ્વામી પાસે ધર્મ સાંભળી દીક્ષા ગ્રહણ કરેલી. તેઓ ઘણું જ મૃત ભણ્યા. અન્યદા કોઈ દિવસે તેઓ એકાકી વિહાર પ્રતિમા અંગીકાર કરીને રહેલા. ભવિતવ્યતાના યોગે તેઓ વિચરતા–વિચરતા રાજગૃહી નગરે આવ્યા. તે સમયે હેમંતઋતુ વર્તતી હતી. તેઓ ભિક્ષાચરી કરીને ત્રીજી પૌરુષીએ પ્રતિનિવૃત્ત થયા. તેઓને વૈભારગિરિના માર્ગે જવાનું હતું. ત્યાં તેઓમાં પ્રથમ શિષ્ય ગિરિગુફા દ્વારે છેલ્લી પૌરુષીએ પહોંચ્યા. તે ત્યાં જ રહ્યા. બીજા શિષ્ય ઉદ્યાનમાં રહ્યા, ત્રીજા શિષ્ય ઉદ્યાનની સમીપ રહ્યા. ચોથા નગરમાં રહ્યા. તેઓમાં જે ગિરિગુફાએ રહ્યા હતા, તેણે નિરંતર શીત પરીષહને સખ્યપણે સહન કરતા, ખમતા તેઓ પહેલા પ્રહરે જ કાળધર્મ પામ્યા. એ પ્રમાણે (બીજા શિષ્ય બીજા યા, ત્રીજા શિષ્ય ત્રીજા પામે અને) ચોથા શિષ્ય જે નગર સમીપે રહેલા હતા તે ચોથા યામે કાળધર્મ પામ્યા. તેઓમાં જે નગર સમીપે હતા તેને નગરની ઉષ્માને કારણે ઓછો શીત પરીષહ અનુભવ્યો, તેથી પછી કાળધર્મ પામ્યા. આ ચારે સમ્યકૂપણે કાળધર્મ પામ્યા. આ પ્રમાણે જેમ તે ચારેએ જે રીતે પરીષહ સહન કર્યો, તેમ સમ્યક્ રીતે સહન કરવો જોઈએ. (આ ચાર શિષ્યો એ જ સ્થવિર ગોદાસ આદિ ચાર હતા કે અન્ય તે સ્પષ્ટ થતું નથી.) Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૦ ભદ્રબાહુ અને સ્થૂલભદ્રનો પ્રબંધ :– સ્થૂલભદ્ર ભદ્રબાહુસ્વામી પાસે ચૌદ પૂર્વે ભણેલા. જેમાંના દશ પૂર્વે અર્થસહિત ભણેલા અને બીજા ચાર પૂર્વી માત્ર મૂખથી—સૂત્રરૂપે ભણ્યા. ઇત્યાદિ સર્વ વૃત્તાંત સ્થૂલભદ્રના કથાનકમાં કહેવાઈ ગયેલ છે. કથા જુઓ ‘‘સ્થૂલભદ્ર.’ ૦ ભદ્રબાહુસ્વામી દ્વારા શ્રુત સમુદ્ધાર : સકલ ચૌદ પૂર્વધર એવા ભદ્રબાહુસ્વામીએ કે જે (દશાશ્રુતસ્કંધ નિયુક્તિ-૧-ની ચૂર્ણિમાં જણાવ્યા પ્રમાણે−) છેલ્લા ચૌદ પૂર્વધર હતા. તેઓએ પ્રત્યાખ્યાન પૂર્વમાંથી દશા, કલ્પ, વ્યવહાર એ ત્રણ સૂત્ર ઉદ્ધરેલા. જેના વર્તમાન નામ દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ, વ્યવહાર નામે ઓળખાય છે. વર્તમાનમાં પ્રસિદ્ધ કલ્પસૂત્ર (કે જે દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન છે) તે ભદ્રબાહુસ્વામીનું જ ઉદ્ધૃત્ છે. ભદ્રબાહુસ્વામીએ દશ સૂત્ર પર નિર્યુક્તિઓની રચના કરી છે – આયાર, સૂત્રકૃતુ, સૂર્યપ્રજ્ઞપ્તિ, દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ, વ્યવહાર, આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન અને ઋષિભાષિત. તદુપરાંત ઓઘનિર્યુક્તિ અને પિંડનિયુક્તિ એ બંને સ્વતંત્ર નિર્યુક્તિ કે જે હાલ મૂળસૂત્રરૂપે પ્રસિદ્ધ છે, તે પણ ભદ્રબાહુ સ્વામીની જ રચના (ઉદ્ધરણ) છે. ચૌદપૂર્વી ભદ્રબાહુસ્વામીએ દ્વાદશાંગના નવનીતરૂપ પાંચ પ્રકારના વ્યવહાર ઉદ્ધરિત કર્યા હતા આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત. તેમની ઘણી ગાથાનું નિશીથ સૂત્ર આદિમાં ઉદ્ધરણ નજરે પડે છે. આ ઉપરાંત પારંચિત, અનવસ્થાપ્ય. એ બે પ્રાયશ્ચિત્ત વિશે પણ જીતકલ્પભાષ્ય૧૦૨માં એવું જણાવે છે કે, ભદ્રબાહુ સ્વામી બાદ કાળક્રમે વ્યચ્છિન્ન થયા. ૦ આગમ સંદર્ભ : આયા.નિ. ૧, ૧૬૭ની ; સૂર.વૃત્તિ ગાથા. ૫; નિસી.ભા. ૭૭, ૨૦૬, ૪૪૨, ૧૮૯૫, ૩૬૯૮, ૪૦૬૫, ૪૪૦૫, ૪૭૮૫, ૪૮૮૯, ૫૦૦૯, વવ.ભા. ૧૮૬૧, ૨૬૯૯, ૪૪૨૮ની વૃ; ૫૭૧૩ની ચૂ; દસા.નિ. ૧ની ચૂ; આવનિ. ૮૪, ૮૫; આવ.નિ. ૧૨૮૪ની વૃ; પિંડ.નિ.૧-પૂર્વેની વ્; નંદી. ૨૪ની ; જીય.ભા. ૨૫૮૬; આવ ચૂ.૨-પૃ ૧૮૭, ૨૩૩; ઓહ.નિ.૧–ની વૃ; ઉત્ત.ચૂ.૫ ૫૬; ૧૭૭ ગચ્છા. ૮૪ની વૃ; બુ.ભા. ૫૨૫૪, ૫૨૫૫ + ; X - મા X ૪/૧૨ ૦ ભશક ઃ વાણારસીના રાજા જિતશત્રુના પુત્ર અને જરાકુમારના પૌત્રનું નામ ભસક હતું. તેને શશક નામે એક ભાઈ હતો અને સુકુમાલિકા નામે બહેન હતી. તે ત્રણેએ દીક્ષા લીધી. તેમની સંપૂર્ણ કથા સુકુમાલિકાની કથામાં આપી છે. કથા જુઓ – સુકુમાલિકા. ૦ આગમ સંદર્ભ : નિસી.ભા. ૧૩૫૧ની ચૂ; ઉત્તનિ. ૯૧ + ; કલ્પસ્થવિરાવલિ. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આગમ કથાનુયોગ-૪ ૦ ભીમભીમસેન કથા : પાંડુરાજાના પાંચ પુત્રોમાંના બીજા પુત્રનું નામ ભીમ/ભીમસેન હતું. પાંચે ભાઈઓએ આચાર્ય સુસ્થિત પાસે દીક્ષા લીધી. ભીમે ઘોર અભિગ્રહ કરેલતેઓ શત્રુંજય પર્વતે મોશે ગયા. ઇત્યાદિ. તેમના પૂર્વભવ સહિતની કથા માટે જુઓ પાંડવ કથા, શેષ વર્ણન માટે જુઓ દ્રૌપદી કથા. ૦ આગમ સંદર્ભ :નાયા. ૧૭૦ થી ૧૮૨; મરણ. ૪૫૯ થી ૪૬૨; નિસી.ભા. ૯૩, ૨૯૯ની ચૂ – ૪ – ૪ - ૦ ધર્મઘોષ ધર્મયશ અવંતીવર્ધન અને ધારિણીની કથા - ઉજ્જૈની નામે નગરી હતી. ત્યાં પ્રદ્યોત રાજાના બે પુત્રો અને ભાઈઓ એવા પાલક અને ગોપાલક હતા. તેમાં ગોપાલકે દીક્ષા લીધી. પાલકને બે પુત્રો હતા. અવંતીવર્તન અને રાષ્ટવર્ધન. પાલકે અવંતીવર્ધનને રાજાપણે અને રાષ્ટ્રવર્ધનને યુવરાજપદે સ્થાપી પ્રવજ્યા અંગીકાર કરી. રાષ્ટ્રવર્ધનની પત્ની ધારિણી હતી. તેનો પુત્ર અવંતીસેન હતો. કોઈ વખતે અવંતીવર્તન રાજાએ ધારિણીની સર્વાંગસુંદર લાગતી એવી ઉદ્યાનમાં ઉભેલી જોઈ. તેના પરત્વે આસક્ત થયો. પછી રાજાએ એક દૂતી મોકલીને ધારિણી પાસે (કામભોગ માટે) માંગણી કરી. રાણીએ તેમની વાત સ્વીકારી નહીં. એ રીતે વારંવાર દૂતીને મોકલ્યા કરી. ત્યારે તિરસ્કાર બુદ્ધિથી કહ્યું કે, ભાઈની પત્ની છે તે જાણવા છતાં તમને લાજ આવતી નથી. ત્યારે રાજા અવંતીવર્ધને રાષ્ટ્રવર્ધનને મારી નાંખ્યો. તે જ સંધ્યાકાળે પોતાના બધાં આભરણો ગ્રહણ કરીને કૌશાંબી જતા એવા સાર્થની સાથે એક વૃદ્ધ વેપારી પાસે તેણીએ આશ્રય લીધો. ધારિણી તેમની સાથે કૌશાંબી પહોંચી. પછી પૂછયું કે, અહીં કોઈ સાધ્વીજીઓ છે ? ત્યારે ખબર મળી કે રાજાની યાનશાળામાં સાધ્વીઓ રહેલા છે. ઘારિણી ત્યાં ગઈ. વંદન કરીને તેણીએ પ્રવજ્યા અંગીકાર કરી, તેણીને તુરંતનો ઉત્પન્ન થયેલો ગર્ભ હતો. પણ પ્રવજ્યા લેતી વખતે તેણીએ આ વાત ન જણાવી, પછીથી તેણી ગર્ભવતી છે તેમ ખબર પડી. ત્યારે મહત્તરિકા સાધ્વીજીએ પૂછ્યું – ઘારિણીએ જે વાત બની હતી તે જણાવીને કહ્યું કે, હું રાષ્ટ્રવર્ધનની પત્ની છું. ત્યારપછી સંયતી–સાધ્વી મધ્યે તેણીને અસાગારિકરૂપે સ્થાપિત કરી, રાત્રિને તેણીની પ્રસૂતિ થઈ. સાધુપણાની ઉડ્ડાણા ન થાય તે માટે નામની મુદ્રા, આભરણો આદિ મૂકીને રાજાના આંગણામાં તે બાળકને મૂકી, પોતે ગુપ્તપણે ઊભી રહી. તે વખતે ત્યાંના રાજા અજિતસેને આકાશતલમાં જતી એવી દિવ્યમણીની પ્રભા જોઈ જોઈને તે બાળકને ગ્રહણ કર્યો. પોતાની જે અગમહિષીને પુત્ર ન હતો, તેને એ બાળક પુત્રરૂપે અર્પણ કર્યો. જ્યારે તેણીને સાધ્વીએ પૂછ્યું કે, પુત્રનું શું થયું ? ત્યારે ધારિણીએ કહ્યું કે, મૃત બાળકનો જન્મ થયો હોવાથી, મેં તેનો ત્યાગ કરી દીધો. Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૭૯ આ બાળકનું શું થશે ? તે જાણવા તેણી અંતઃપુરમાં જવાઆવવા લાગી. એ રીતે અંતઃપુરિકા સાથે તેણીને મૈત્રી થઈ. ત્યાં તે બાળકનું મણિપ્રભ એવું નામ રખાયું. અવંતિસેન રાજા મૃત્યુ પામ્યો. પછી મણિપ્રભ રાજા થયો. તે તે સાધ્વીમાં હંમેશાં અનુરકત રહેતો હતો. આ તરફ અવંતીવર્ધનને પશ્ચાતાપ થયો કે તેણે તેના ભાઈને મારી નાંખ્યો, તો પણ તેની પત્નીને પ્રાપ્ત ન કરી શક્યો. ત્યારે ભાઈના સ્નેહને યાદ કરીને તે (ભાઈના પુત્ર) અવંતતીસેનને રાજ્ય આપીને અવંતીવર્ધને દીક્ષા અંગીકાર કરી. અવંતીસેન રાજા થયો. પછી તેણે મણિપ્રભુ પાસે દંડની માંગણી કરી. મણિપ્રભે દંડ આપવાની ના પાડી. ત્યારે અવંતિસેને સર્વ સૈન્ય સાથે કૌશાંબી પર ચડાઈ કરી. તે વખતે બે અણગાર ધર્મઘોષ અને ધર્મયશ અનશન કરવાને માટે ઉદ્યત થયા. ધર્મઘોષે કહ્યું કે, જે વિનયવતિ મહત્તરિકાની ઋદ્ધિ છે તે મને થાઓ. તેણે નગરમાં ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. બીજા જે ધર્મયશ અણગાર હતા તે વિભૂષા ઇચ્છતા ન હતા. તેણે કૌશાંબી અને ઉજ્જયિનીની મધ્યમાં વત્સકાને કાંઠે પર્વતની કંદરામાં ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. તે વખતે અવંતીસેન રાજાએ કૌશાંબીને ઘેરી લીધી. ત્યારે લોકો પોતે પણ પીડાવા લાગ્યા. કોઈ ધર્મઘોષ અણગાર પાસે આવ્યા નહીં તે ચિંતિત અર્થને પ્રાપ્ત કર્યા વિના કાળધર્મ પામ્યા. નગરના દ્વારેથી તેમને કાઢવા શક્ય ન હતા. તેથી પ્રાકારની ઉપરથી બહાર ફેંકી દીધા. સાધ્વી વિચારવા લાગ્યા કે, કારણ વિના લોકોની હત્યા ન થાય તે માટે મારે રહસ્ય ઉદ્ઘાટન કરવું પડશે. તેણી અંતઃપુરમાં ગયા. મણિપ્રભ રાજાને બોલાવીને કહ્યું, કેમ ભાઈની સાથે યુદ્ધ કરે છે ? મણિપ્રભે કહ્યું, કઈ રીતે તમે આમ કહો છો ? ત્યારે તેણીએ સર્વ સંબંધ જણાવ્યો. પછી કહ્યું કે, જો મારી વાતની ખાતરી ન હોય તો તો માતાને પૂછ. તેણે માતાને પૂછ્યું. તે માતા સાધ્વીએ જાણ્યું કે, અવશ્ય રહસ્ય ખોલવું પડશે. તેણીએ રાષ્ટ્રવર્ધનથી માંડી બધી વાત કરી મુદ્રા અને આભરણ બતાવ્યા. ત્યારે મણિપ્રભને તે વાતની ખાતરી થઈ તેણે કહ્યું કે, જો હું હવે પાછો ફરીશ તો મારો અપયશ ફેલાશે. ત્યારે સાધ્વીજીએ કહ્યું કે, હું તેને પ્રતિબોધ કરીશ. સાધ્વીજીએ જઈને અવંતીસેનને બધી જ વાત જણાવી. તે માતા સાધ્વીને પગે પડ્યો. બંને ભાઈ પરસ્પર મળ્યા. એકબીજાને આલિંગન કર્યું. કેટલોક કાળ કૌશાંબી રહી બંને ઉજ્જૈની તરફ ચાલ્યા. માતાને પણ મહત્તરિકા સાધ્વી સાથે લઈ ગયા. જ્યારે વત્સકાતીર પર્વત આવ્યો ત્યારે તે જનપદમાં જે સાધુઓ હતા. તેમને પર્વત પરથી ઉતરતા–ચઢતા જોઈને પૂછયું, ત્યારે તેણી પણ વંદન કરવાને ગયા. બીજે દિવસે રાજા પણ ચાલ્યો. બંને રાજા ત્યાં રહ્યા. દિવસે દિવસે મહિમા કરવા લાગ્યા. ભક્ત પ્રત્યાખ્યાન કરેલ ધર્મયશ મુનિ કાળધર્મ પામ્યા. તે બંને રાજાઓ પણ ગયા. તે વખતે તે મુનિ ઇચ્છતા ન હોવા છતાં તેનો ઋદ્ધિ સત્કાર થયો. ધર્મઘોષમુનિ ઇચ્છતા હોવા છતાં તેમનો દ્ધિ Page #181 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૪ સત્કાર ન થયો. તેથી સાધુએ ધર્મયશમુનિની માફક ભક્તપ્રત્યાખ્યાન કરવું જોઈએ. એ પ્રમાણે અજ્ઞાતક દ્વાર જાણવું. ૦ આગમ સંદર્ભ : મરણ. ૪૭૫ થી ૪૭૮; ૧૮૦ આવનિ ૧૨૮૬, ૧૨૮૭ + * — X ૦ મનક કથા ઃ શય્યભવ ભટ્ટે દીક્ષા લીધી અને શય્યભવસ્વામી એવા ચૌદ પૂર્વધર બન્યા (તે કથા શર્ષ્યાભવ—શ્રમણ કથાનકથી જાણી લેવી.) જ્યારે તેઓએ દીક્ષા લીધી. ત્યારે તેમની પત્ની ગર્ભવતી હતી. તેમની દીક્ષા વખતે લોકો બોલતા હતા કે આ હજી તરુણ છે, તેના પતિએ દીક્ષા લીધી અને તેણી પુત્રરહિત છે. ત્યારે તેણીને પૂછ્યું કે, શું તારા પેટમાં કંઈ છે ? (ગર્ભ છે ?) ત્યારે તેણીએ કહ્યું, ઉપલક્ષણથી “મના' (કંઈક) લાગે છે. કેટલોક સમય જતા તેણીને પુત્ર જન્મ્યો. આવ.યૂ.૨૫ ૧૯૦; બાર દિવસ પૂર્ણ થયા બાદ નિજક–સ્વજનોએ જ્યારે પૂછયું, ત્યારે માતાએ કહ્યું ‘મનક' ત્યારે તેનું મનક એવું નામ કરાયું. જ્યારે તે આઠ વર્ષનો થયો ત્યારે તેણે માતાને પૂછયું કે, મારા પિતા કોણ છે ? માતાએ કહ્યું કે, તારા પિતાએ પ્રવ્રજ્યા અંગીકાર કરી છે. ત્યારે તે બાળક નાસીને પિતાની (શય્યભવસ્વામીની) પાસે જવા નીકળ્યો. શય્યભવ આચાર્ય તે કાળે ચંપાનગરીમાં વિચરતા હતા. તે બાળક (મનક) ચંપાએ પહોંચ્યો. આચાર્ય ભગવંત સંજ્ઞાભૂમિ (સ્કંડીલ ભૂમિ) ગયેલા. તેણે એ બાળકને જોયો. તે બાળકે તેમને વંદન કર્યા. આચાર્ય ભગવંતને પણ તે બાળકને જોઈને સ્નેહ ઉત્પન્ન થયો. તે બાળકને પણ આચાર્ય પ્રત્યે સ્નેહ ઉત્પન્ન થયો. શય્યભવસૂરિએ તેને પૂછ્યું, ઓ બાળક ! તું ક્યાંથી આવે છે ? તે બાળકે કહ્યું, રાજગૃહીથી, ફરી પૂછ્યું, રાજગૃહમાં તું કોનો પુત્ર કે ભત્રીજો છે ? તેણે કહ્યું, શય્યભવ નામે બ્રાહ્મણ છે. હું તેનો પુત્ર છું. મારા પિતાએ પ્રવ્રજ્યા અંગીકાર કરી છે. આચાર્યએ પૂછયું, તું કયા કાર્યથી અહીં આવેલ છે ? તેણે કહ્યું, હું પણ દીક્ષા લઈશ. --- પછી તે બાળકે પૂછયું, હે ભગવન્ ! તમે તેને જાણો છો ? શય્યભવ આચાર્યએ કહ્યું, હા, હું જાણું છું. મનકે કહ્યું, તે ક્યાં છે ? શય્યભવસૂરિએ કહ્યું, તે મારા મિત્ર છે એક શરીરરૂપ છે. તું મારી પાસે દીક્ષા લઈ લે. ત્યારે મનકે આ વાત કબૂલ કરી. શય્યભવસૂરિ ઉપાશ્રયે આવ્યા. આલોચના કરી. મનકે દીક્ષા લીધી. ત્યારપછી શય્યભવ આચાર્યએ ઉપયોગ મૂક્યો આ પુત્ર કેટલો કાળ જીવશે ? તેણે જ્ઞાનથી જાણ્યું કે, મનકનું આયુષ્ય માત્ર છ માસ છે. ત્યારે આચાર્યને એવી બુદ્ધિ સમુત્પન્ન થઈ કે, આટલા ઓછા આયુષ્યમાં તેનું કલ્યાણ કઈ રીતે કરશે ? - આવા અવસરે ચૌદ પૂર્વધર કોઈ પણ કારણ ઉત્પન્ન થયે નિર્મૂહણા કરે છે. છેલ્લે દશપૂર્વી તો અવશ્ય નિર્મૂહણા કરે જ છે. મારે પણ આવું કારણ ઉત્પન્ન થયેલ છે. હું પણ (આગમોમાંથી ઉદ્ધરણ) નિયૂહણા કરીશ. ત્યારે તે ઉદ્ધરણા કરવા પ્રવૃત્ત Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૮૧ થયા. તેણે વિકાલે નિર્મૂહણા કરી. ત્યારે થોડો જ દિવસ બાકી રહ્યો હતો. તેથી તેને દશવૈકાલિક કહે છે. તેઓએ દશવૈકાલિક નામના શ્રુતસ્કંધની જે નિર્દૂલણા કરી, તે મનકના નિમિત્તે જ કરી. એવું માનીને કે આ મનક આવા અલ્પ આયુષ્યમાં પરંપરાથી મોટા, ઘોર, દુઃખના સાગર સમાન આ ચાર ગતિ સ્વરૂપ સંસારસાગરમાંથી કઈ રીતે પાર પામે ? તે સર્વજ્ઞના ઉપદેશ વિના શક્ય નથી. અલ્પકાળમાં આ સર્વજ્ઞકથિત સર્વ શાસ્ત્રમાં અવગાહન થઈ શકે નહીં. તેથી આ ભવ્યાત્મા મનકને તત્ત્વનું પરિજ્ઞાન થાય તેવું વિચારીને પૂર્વોમાંથી દશવૈકાલિક શ્રુતસ્કંધની નિસ્પૃહણા કરી. આર્ય મનકે માત્ર છ માસના પ્રવજ્યા કાળમાં આ અધ્યયન ગ્રહણ કરીને કાળ કર્યો. તો પણ સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. તે વખતે શય્યભવ સૂરિની આંખમાંથી આનંદના અશ્રુ ખરી પડ્યા. ત્યારપછી શય્યભવસૂરિને તેમના શિષ્ય યશોભદ્રએ પૂછતાં, તેમણે જણાવ્યું કે, સંસારનો સ્નેહ આવો છે. આ મારો પુત્ર હતો. તે અલ્પ સમયમાં પણ આત્મ કલ્યાણ સાધીને ગયો. ૦ આગમ સંદર્ભ :મહાનિ ૮૧૨ થી ૮૧૪; દસ.નિ. ૧૦, દસ. પૃ. ૭, દસનિ. ૩૭૧, ૩૭૨ની વૃ — ~ – ૦ મહાગિરિ કથા : આર્ય સ્થૂલભદ્રને બે શિષ્યો થયા. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તી. આર્ય મહાગિરિ એલાપત્ય ગોત્રના હતા. તેમને આઠ શિષ્યો થયા. તે આ પ્રમાણે – સ્થવિર ઉત્તર, સ્થવિર બલિસ્સહ, સ્થવિર ધનાઢ્ય, સ્થવિર શ્રી આદ્ય, સ્થવિર કૌડિન્ય, સ્થવિર નાગ્ય સ્થવિર નાગમિત્ર અને સ્થવિર પલુક રોહગુપ્ત. - જિનકલ્પનો વિચ્છેદ થવા છતાં, આર્ય મહાગિરિએ જિનકલ્પની તુલના કરી હતી. આર્ય મહાગિરિ આર્યસુહસ્તિના ઉપાધ્યાય હતા. તેમણે આર્ય સુહસ્તિને ગણનો ભાર સોંપીને જિનકલ્પની તુલના કરેલી. ગચ્છથી અપ્રતિબદ્ધ થઈ વિચારતા હતા. કોઈ વખતે પાટલિપુત્રમાં વિચરણ કરતા એવા આર્ય મહાગિરિ વસુભૂતિ નામના શ્રાવકના ઘેર પ્રવેશ્યા. તેમને જોઈને વસુભૂતિ એકદમ ઊભો થઈ ગયો. તે વખતે આર્ય સુહસ્તિએ આર્ય મહાગિરિના ગુણોની સ્તવના કરેલી કે, જિનકલ્પ વિચ્છેદ થઈ ગયો હોવા છતાં આ મહર્ષિ તે પરિકર્મ કરી રહ્યા છે. વસુભૂતિના મનમાં થયું કે, આવા ઉત્તમ મહર્ષિને દાન આપવાથી મહાન લાભ થાય. બીજે દિવસે આર્ય મહાગિરિ ભિક્ષાને માટે પ્રવેશ્યા. તેણે અપૂર્વકરણ જોઈને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી વિચાર્યું, તે જાણી ગયા કે આને મારા વિશે જાણ થઈ ગઈ છે. તેઓ ત્યાંથી નીકળી ગયા. પછી તેઓ બીજા દેશમાં ગયા. ત્યાં જિતપ્રતિમાને વંદન કરી આર્ય મહાગિરિ એડકાસ ગયા, ત્યાં ગજાગ્રપદે વંદના કરી. ત્યાં આર્ય મહાગિરિએ ભક્ત પ્રત્યાખ્યાન કર્યું, દેવલોકે ગયા. આ રીતે આર્ય મહાગિરિની માફક Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ આગમ કથાનુયોગ-૪ અનિશ્ચિત તપ કરવો જોઈએ. આચાર્ય મહાગિરિના એક શિષ્ય ધનગુપ્ત હતા, જેના શિષ્ય ગંગય નિલવ થયા. તેણે “ોઝિરિય” બે ક્રિયા સંબંધિ મત કાઢેલો. રોહગુપ્ત પણ નિલવ થયા. તેણે સૈરાશિક મતની સ્થાપના કરેલી – (જુઓ આવ.ચૂ–૧–પૃ. ૪ર૩;) જ્યારે સ્થૂલભદ્રસ્વામીએ આર્ય સુહસ્તિને પોતાનો ગણ સોંપ્યો, ત્યારથી આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તી પ્રીતિવશ થઈને એક સાથે વિચરતા હતા. કોઈ દિવસે તે બંને વિચરતા કોસાંબીએ આહારને માટે ગયેલા. ત્યાં દુકાળ હતો. તે વખતે તેઓ વસતિ માટે જુદે જુદે સ્થાને રહેતા, કોઈ એક શ્રેષ્ઠિના કુળમાંથી મોદક–ખાજા આદિ ભોજન પ્રાપ્ત કરીને આવ્યા. ત્યારે આર્યસુહસ્તિ પાસે કોઈ રાંક–ગરીબે દીક્ષા લીધી.જે પછીથી સંપ્રતિ રાજા થયો. તેમના દ્વારા અપાતો આહાર આર્યસુહસ્તિ શિષ્યાનુરાગથી ગ્રહણ કરતા હતા ત્યારે આર્ય મહાગિરિએ પૂછેલ કે, હે આર્ય ! રાજપિંડ કેમ ગ્રહણ કરો છો ? આર્ય સુહસ્તિએ તેનો યોગ્ય ઉત્તર ન આપતા તેમને આર્ય મહાગિરિએ અસંભોગિક – (માંડલી બહાર) જાહેર કરેલા હતા. ૦ આગમ સંદર્ભ:ઠા. ૬૮૮ની વૃ; કિસી.ભા. ૧૬૦૦, ૫૭૪૪; નિસી.ભા. ૨૧૫૪ની ચૂ બુહ.ભા. ૩૨૮૧ + ; બુહ.ભા. ૩ર૮રની વૃ આવ.નિ. ૧૨૮૩; આવ.ભા. ૧૩ર થી ૧૩૪; આવ રૃ.૧–પૂ. ૪૨૩; ર–પૃ. ૧૫૫ થી ૧૫૭, ઉત્ત.નિ. ૧૭૧ + : નંદી ૨૫ + + – ૪ – ૪ – ૦ મહાશાલ અને શાલની કથા : ભગવંત વર્ધમાનસ્વામી પૃષ્ઠચંપા નગરીના સુભૂમિભાગ ઉદ્યાનમાં સમવસર્યા. ત્યાં શાલ નામે રાજા અને મહાશાલ નામે યુવરાજ હતો. તેમને યશોમતી નામની બહેન હતી. તે યશોમતીના પતિનું નામ પિઠર હતું. તેમનો ગાગલી નામે પુત્ર હતો. ત્યારપછી શાલે ભગવંતની પાસે ધર્મ સાંભળીને કહ્યું, હું મહાશાલને રાજ્ય પર અભિસિંચિત્ કરી ત્યારપછી આપના ચરણોમાં દીક્ષા લેવા ઇચ્છું છું. ત્યારપછી શાલે મહાશાલ પાસે જઈને કહ્યું, તું રાજા થા. હું હવે દીક્ષા લઈશ. મહાશાલે કહ્યું કે, હું પણ દીક્ષા લઈશ. જેમ તમે અહીં અમારા માટે મેઢી પ્રમાણ – મુખીયા છો. તે પ્રમાણે દીક્ષા લીધા પછી પણ તમે અમારા વડીલ રહો. ત્યારે તેઓએ ભાણેજ ગાંગલીને કંપીલપુરથી બોલાવી તેને રાજ્ય પર અભિષિક્ત કર્યો. ગાંગલીની માતા યશોમતી, કે જેને કંપીલપુર નગરે પિઢરરાજપુત્રને આપી હતી. તેને ત્યાંથી બોલાવી હજાર પુરુષોથી વહન કરાય એવી બે શિબિકા કરાવી. - જ્યારે તેઓએ દીક્ષા લીધી. ત્યારે તેમની બહેન યશોમતી પણ શ્રાવિકા થઈ. શાલ અને મહાશાલ બંને મુનિઓ અગિયાર અંગો ભણ્યા. કોઈ દિવસે ભગવદ્ મહાવીર રાજગૃહે સમવસર્યા. ત્યાંથી વિહાર કરતા ભગવંતે ચંપા નગરી તરફ પ્રયાણ કર્યું. ત્યારે શાલ અને મહાશાલ મુનિએ ભગવંતને પૂછયું – આપની આજ્ઞા હોય તો અમે પૃષ્ઠચંપા Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૮૩ જઈએ, કદાચ ત્યાં જવાથી તેમાંથી કોઈ દીક્ષા લે અથવા સમ્યક્ત્વ પામે. ભગવંત જાણતા હતા કે કોઈ બોધ પામશે. ત્યારે ભગવંત મહાવીરે તેમની સાથે ગૌતમસ્વામીને મોકલ્યા. પછી ભગવંત મહાવીર ચંપાનગરી ગયા, ગૌતમસ્વામી આદિ પૃષ્ઠચંપા ગયા. તેમના વંદન માટે ગાંગલી, પીઢર અને યશોમતી નીકળ્યા. તેઓ પરમ સંવેગ પામ્યા. ગાંગલી, યશોમતી અને પીઢર ત્રણેએ દીક્ષા લીધી. પછી ગૌતમસ્વામી તેમને લઈને ચંપા નગરી જતા હતા. ત્યારે શાલ–મહાશાલને ચંપા જતા હર્ષ ઉત્પન્ન થયો – અહો ! આમને સંસારથી પાર ઉતાર્યા. ત્યારે તે બંનેને શુભ અધ્યવસાયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ચંપા જઈને ભગવંતને પ્રદક્ષિણા કરી, તેઓ તીર્થને નમસ્કાર કરીને કેવલિની પર્ષદા તરફ ગયા. કાળક્રમે મોક્ષે ગયા. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૭૬૪ + જ આવે. ૨.૧–૫. 3૮૧; ઉત્ત.નિ ૨૮૪+ , – ૪ –– » –– ૦ મુનિચંદ્ર કથા : ભગવંત પાર્શના શાસનના એક આચાર્ય મુનિચંદ્ર હતા. તેઓ જ્યારે કુમારક સંનિવેશ પધારેલા, ત્યારે એક કુંભારે તેને મરણાંત કષ્ટ આપ્યું અને તેઓ મોક્ષે ગયા. ઇત્યાદિ કથા તીર્થંકર મહાવીરની કથામાં લખાઈ ગઈ છે. જુઓ તીર્થકર મહાવીર કથામાં. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૪૭૭ + 4 આવ.૨.૧–૫ ૨૮૫, ૨૮૬, ૨૯૧ ૦ મેતાર્ય કથા : ચંદ્રાવતુંસક નામે રાજા હતો. તેણે સાગરચંદ્ર નામના પુત્રને યુવરાજની પદવી આપેલી અને મુનિચંદ્ર નામના પુત્રને ઉજૈનીનો વહીવટ સોંપેલો. કાળક્રમે સાગરચંદ્ર રાજા થયો (ઇત્યાદિ કથા પૂર્વે ચંદ્રાવતંસક કથામાં આવી ગઈ છે.) કોઈ વખતે અપરમાતાના કૃત્યથી ઉદ્વેગ પામીને સાગરચંદ્રએ દીક્ષા લીધી – યાવત્ – રાજપુત્ર અને પુરોહિતપુત્રને ઉજૈનીમાં દીક્ષા આપી (ઇત્યાદિ કથા પૂર્વે ચંદ્રાવતંસક કથા અંતર્ગતું સાગચંદ્ર કથામાં અપાઈ ગયેલ છે.) ત્યારે રાજપુત્ર અને પુરોહિત પુત્ર બંને શુદ્ધ ચારિત્ર પાળવા લાગ્યા, પણ પુરોહિત પુત્ર બ્રાહ્મણ હોવાથી સાધુના મલિન વસ્ત્ર–ગાત્રોની દુશંકા કરતો હતો. ત્યાંથી કાળધર્મ પામીને બંને દેવતા થયા. દેવલોકના દિવ્ય ભોગને અનુભવતા તે બંને પૂર્વભવના સ્તંડને લીધે પરસ્પર કહેતા હતા કે, આપણા બેમાંથી જે પહેલો ચ્યવીને મનુષ્ય થાય તેણે આવીને બીજાને પ્રતિબોધ પમાડવો. પુરોહિત પુત્ર જે દેવ થયેલો તે પ્રથમ દેવલોકથી ચવ્યો. પૂર્વભવે કરેલ દુગંછાના કર્મથી તે ચ્યવીને રાજગૃહ નગરમાં ચાંડાળની સ્ત્રીની કુક્ષિમાં આવ્યો. તે ચાંડલણી કોઈ શ્રેષ્ઠીને ત્યાં કામ કરતી હતી. તે શ્રેષ્ઠી પત્નીને ગર્ભના પ્રભાવે Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ આગમ કથાનુયોગ-૪ માંસભક્ષણનો દોહદ ઉત્પન્ન થયો. આ દોહદ ચાંડાલણીએ માંસ લાવી આપીને પૂર્ણ કર્યો. તેથી શ્રેષ્ઠી પત્ની તેના તરફ પ્રીતિવાળી થઈ. કોઈની પાસે એકબીજાનું રહસ્ય ન કહેવાનું તેણીએ પરસ્પર વચન આપ્યું. શ્રેષ્ઠી પત્ની મૃતવત્સા હતી અર્થાત્ તેને જે બાળક જન્મે તે મૃત્યુ પામતા હતા. આ વાત શ્રેષ્ઠીપત્નીએ ચાંડાલણીને કરી. બંને સાથે જ ગર્ભવતી થઈ હતી, તેથી ચાંડાલણીએ તેણીને વચન આપ્યું કે આપણે બાળક જન્મશે ત્યારે પરસ્પર બદલી કરી નાંખશું. પછી જ્યારે બંનેને પ્રસવ થયો ત્યારે મેતી ચાંડાલણીને પુત્ર જન્મ્યો, શ્રેષ્ઠી પત્નીને મૃત પુત્રી જન્મી. બંનેએ પરસ્પર બાળકો બદલી દીધા. જ્યારે મેતી ચાંડાલણી શ્રેષ્ઠીના ઘેર આવીને કહેવા લાગી કે, આ તારો પુત્ર વૃદ્ધિ પામો, દીર્ઘકાળ સુધી જીવો ત્યારે શેઠ તે પુત્રનું જન્મોત્સવપૂર્વક નામ પાડ્યું. “મેતાર્ય” મેતાર્ય શેઠને ત્યાં પાલનપોષણ પામતો મોટો થવા લાગ્યો. તેણે સમગ્ર કળાઓનો અભ્યાસ કર્યો. એમ કરતા સોળ વર્ષનો થયો. ત્યારે તેનો મિત્ર એવા રાજપુત્ર દેવ સ્વર્ગથી મેતાર્યને પ્રતિબોધ કરવા આવ્યો. દીક્ષા ગ્રહણ કરવા માટે વારંવાર પ્રેરણા કરવા લાગ્યો. તો પણ મેતાર્ય બોધ પામ્યો નહીં. ત્યારપછી શ્રેષ્ઠીએ અતિ રૂપવતી, લાવણ્યયુક્ત વદનવાળી આઠ કન્યાઓ સાથે મેતાર્યનો વિવાહ કર્યો. શુભ દિવસે લગ્નના અવસરે મેતાર્ય શિબિકામાં બેસીને પરણવા નીકળ્યો. ત્યારે પેલો મિત્રદેવ ચાંડાળના શરીરમાં પ્રવેશ કરીને મોટે મોટેથી રૂદન કરવા લાગ્યો. ચાંડાલણીએ રૂદન કરવાનું કારણ પૂછયું. ત્યારે ચાંડાલે કહ્યું કે, આજે હું રાજમાર્ગથી આવતો હતો ત્યારે મેં મેતાર્યનો ઠાઠ–માઠ સહિત થતો વિવાહ મહોત્સવ જોયો. જો આપણી પુત્રી જીવતી હોત તો હું પણ તેનો આવો વિવાહ મહોત્સવ કરતા ત્યારે પોતાના પતિનું આવું દુઃખ જોઈને ચાંડાલણીએ તેને મેતાર્યનું ખરું રહસ્ય કહી દીધું. મેતાર્ય જ મારો પુત્ર છે. તે પુત્રી તો શ્રેષ્ઠીની હતી. ત્યારે તે ચાંડાળ રોષે ભરાઈને કહેવા લાગ્યો કે, તે આ ઘણું જ ખોટું કાર્ય કર્યું. એમ બોલતો તે મેતાર્ય પાસે પહોંચ્યો. રાજમાર્ગ પર જ મેતાર્યને શિબિકામાંથી ઉતારીને કહેવા લાગ્યો, હે પુત્ર! તું મારો પુત્ર છે. આ ઉત્તમ જાતિની કન્યા સાથે લગ્ન કરીને તેમને કેમ વટલાવે છે ? આ પાપિણી તારી માતાએ તને આ શ્રેષ્ઠીને ત્યાં અર્પણ કરેલો છે. ચાલ ચાંડાળના પાડામાં પાછો ફર, આપણા કુળને યોગ્ય કન્યા પરણ. એમ કહીને તે મેતાર્યને પોતાને ઘેર ઢસડી ગયા. સમગ્ર માતા–પિતાના કન્યા અતિ લોભ પામ્યા. તેઓ દિમૂઢ થઈ ગયા. ત્યારે પેલા દેવે પ્રત્યક્ષ થઈને કહ્યું, આપણે સ્વર્ગમાં હતા ત્યારે એકબીજાને પ્રતિબોધ પમાડવાની પ્રતિજ્ઞા કરેલી. મેં તને ઘણો સમજાવ્યો, પણ તું માન્યો નહીં. માટે મારે આમ કરવું પડેલા છે. માટે હવે દીક્ષા ગ્રહણ કરી મનુષ્ય જન્મ સફળ કર. જો તું પ્રવ્રજ્યા અંગીકાર કરવા તૈયાર થાય તો હું તને આ ચાંડાળના કૂબામાંથી બહાર કાઢું. ત્યારે મેતાર્યે કહ્યું કે, તેં મને પ્રતિબોધ કર્યો. તે તો ઘણું સારું કર્યું, પણ લોકોમાં મારી ઘણી હલકાઈ કરાવી છે, તેનું નિવારણ કર. તું મને બાર વર્ષ વિષયો ભોગવવા દે, પછી તું જેમ કહે તેમ હું કરીશ. Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૮૫ ત્યારે દેવે પ્રસન્ન થઈને કહ્યું કે, જા, તું ઇચ્છે છે તેમ થશે. ત્યારપછી તે દેવે મેતાર્યને ઘેર એક બકરો બાંધી દીધો. એ બકરો રોજ રત્નોના લિંડા મૂકતો હતો. આ રત્નનો થાળ ભરી મેતાર્યનો પિતા રોજ રાજાને જઈને થાળ અર્પણ કરી પોતાના પુત્ર માટે રાજાની કન્યાની માંગણી કરવા લાગ્યો. ત્યારે મંત્રીએ તેને બહાર કાઢી મૂક્યો. છતાં પણ તે હંમેશાં તે પ્રમાણે કરવા લાગ્યો. ત્યારે અભયકુમારે ચાંડાળને અભય આપીને કહ્યું કે, તું આ રત્નો ક્યાંથી લાવે છે ? ત્યારે ચાંડાળે બકરાનું સ્વરૂપ કહ્યું. અભયકુમારે આ વાત રાજાને કરી, પછી તે બકરાને રાજાની પાસે લાવીને બંધાવ્યો. ત્યારે બકરો રત્નોને બદલે દુર્ગંધયુક્ત વિષ્ટા કરવા લાગ્યો. એટલે તે બકરો ચાંડાળને પાછો આપ્યો. અભયકુમારે પરમાર્થ વિચારતા જાણ્યું કે, નક્કી આ બકરો દેવતા અધિષ્ઠિત લાગે છે. ભલે તે ચાંડાળ હોય, પણ કોઈ ઉત્તમ પુરુષ લાગે છે. માટે તેની પરીક્ષા કરવી. એમ કહીને તેણે ચાંડાળને કહ્યું કે, ભગવંત મહાવીર વૈભારગિરિ પધારેલા છે. ત્યાંથી અહીં સુધીનો માર્ગ વિષમ છે, તેને તું સમ કરાવી આપ, જેથી શ્રેણિક રાજા સુખેથી વંદન કરવા જઈ શકે. દેવની સહાયથી તેણે એ માર્ગ કરાવી દીધો. ફરી તેને કહ્યું કે, તું રાજગૃહી ફરતો સુવર્ણના કાંગરાવાળો મજબૂત કિલ્લો બનાવી આપ. તેણે દેવતાની સહાયથી કિલ્લો બનાવી આપ્યો. ફરી કહ્યું કે, જો તું આ કિલ્લા ફરતો સમુદ્ર ખેંચી લાવ, તો તેમાં ખાન કરીને તારો પુત્ર પવિત્ર થાય એટલે રાજાની કન્યા તેને પરણાવીએ. ત્યારે સમુદ્ર લાવીને સ્નાન કરાવ્યું ત્યારે શ્રેણિક રાજાની કન્યા તેને પરણાવી. રાજકન્યા સાથે શિબિકામાં આરૂઢ થઈને જતો હતો. ત્યારે પેલી આઠ કન્યાઓ પણ આવી. તેની સાથે પણ લગ્ન થયા. પછી રાજાએ અતિ ઊંચા શિખરવાળો એક મહેલ તેને આપ્યો. નવે પત્નીઓ સાથે બાર વર્ષપર્યંત ક્રીડા કરતા અખંડિત ભોગ ભોગવતો હતો. પૂર્વે નક્કી થયા પ્રમાણે બાર વર્ષે તે દેવ ત્યાં આવ્યો. પ્રવજ્યાની વાત યાદ કરાવી, ત્યારે પેલી સર્વે સ્ત્રીઓ દેવતાના પગમાં પડીને ઘણાં દીન વચનોથી કરગરવા લાગી કે અમારા ખાતર બાર વર્ષ રહેવા દો. ત્યારે તે દેવે તેમનું વચન માન્ય કર્યું. એ રીતે બીજા બાર વર્ષ પસાર થયા. ત્યારપછી દેવે આવીને સ્મરણ કરાવ્યું. એટલે મેતાર્ય એ પ્રવજ્યા અંગીકાર કરી. નવ પૂર્વાને અર્થ સહિત ગ્રહણ કર્યા. ગીતાર્થ, તીવ્ર તપસ્યા કરવામાં સ્થિર મનવાળા થયા. કોઈ વખત વિચરતા–વિચરતા એકાકી પ્રતિમાવાળા તે મેતાર્યમુનિ રાજગૃહ નગરે પધાર્યા ગોચરચર્યાએ ફરતા-ફરતા એક સોનીના ઘેર પહોંચ્યા. તે સમયે તે સોની ૧૦૮ સોનાના જવલા ઘડીને તૈયાર કરતો હતો. તે ત્યાં સ્થાપન કરીને પોતાના ભવનમાં ગયો. મેતાર્યમુનિ આંગણામાં ઊભા રહ્યા. સોની આહાર લેવા માટે ગયેલો. તે સમયે એક ક્રૌંચ પક્ષી ક્રીડા કરતું હતું. તે ત્યાં આવી બધાં જવલા ચરી ગયું. કાયોત્સર્ગમાં ઉભેલા મુનિએ જોયું કે, ક્રૌંચ પક્ષી જ્વલા ચણી ગયું છે. સોની ક્ષણવારમાં બહાર આવ્યો. જવલા ન જોયા, એટલે ભયભીત થઈને મેતાર્યમુનિને જવલા વિશે પૂછયું. કેમકે તે જવલા શ્રેણિકના રાજા કહેવાથી ઘડતો હતો. શ્રેણિક રાજા રોજ પરમાત્મા Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ આગમ કથાનુયોગ-૪ મહાવીરની ત્રિકાળ પૂજા કરતો હતો. દરરોજ સોનાના બનેલા ૧૦૮ જવ વડે અગ્રપૂજા કરતો હતો. તેથી ગભરાયેલા સોનીએ કહ્યું કે, મને જલ્દી બતાવો કે જવલા ક્યાં ગયા? નહીંતર રાજા આવીને મને કુટુંબ સહિત મારી નંખાવશે. ત્યારે મુનિએ વિચાર્યું કે, જો હું આને સાચી વાત કરીશ કે, જવલા ક્રૌંચ પક્ષી ચણી ગયું છે, તો આ સોની તેને અવશ્ય મારી નાંખશે. એમ ધારીને તે મૌન રહ્યા. ત્યારે તે સોની બોલ્યો – તમે જ ચોર લાગો છો, તમે જ જવલા ચોર્યા છે, માટે જ તમે બોલતા નથી. તેણે ચામડાની વાધરને પાણીમાં ભીની કરી, મુનિના મસ્તક ઉપર સજ્જડ બાંધી દીધી. જેમ જેમ વાધર તડકામાં સૂકાવા લાગી તેમ તેમ વાધર ખેંચાવા લાગી, તેની વેદનાથી મેતાર્યમુનિના ચક્ષુ બહાર નીકળી ગયા. મેતાર્યમુનિ તે વખતે શુભ ધ્યાનમાં જ રહ્યા. ક્રૌંચ પક્ષીના જીવનને બચાવવા માટે પોતાના જીવનના ભોગે પણ તે પક્ષીના પ્રાણની રક્ષા કરી. તેમ કરતા કરતા શુક્લધ્યાનની ધારાએ ચઢેલા મેતાર્યમુનિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યાં જ તેમનું આયુષ્ય પૂર્ણ થયું અને કાળધર્મ પામીને મોશે પહોંચ્યા, અંતકૃત્ કેવલી થયા. આ સમયે કોઈક કાષ્ઠ ભારી લાવનારે ત્યાં કાષ્ઠની ભારી નાંખી. તેમાંથી એક કાષ્ઠ ખંડ ક્રૌંચ પક્ષીના પેટમાં વાગ્યો. ભય પામેલા પક્ષીએ પેલા ગળેલા જવલા ત્યાંજ છૂટાછવાયા ઓકી નાંખ્યા. લોકોએ તે જોયું. ત્યારે લોકોએ તેનો ઘણો જ તિરસ્કાર કર્યો. લોકો કહેવા લાગ્યા કે, આ સોનીએ રાજાના જમાઈ મુનિનો વ્યર્થ ઘાત કર્યો. માટે રાજા તેનો સહકુટુંબ વધ કરશે. સોની તે સાંભળી મનમાં ઘણો જ ક્ષોભ પામ્યો. તે વિચારવા લાગ્યો કે, હવે મારી શી ગતિ થશે? હવે મારા પ્રાણની રક્ષા કરવા માટે શું કરવું ? અત્યારે તો બચવાનો માત્ર એક જ ઉપાય છે – મારે પ્રવજ્યાનો સ્વીકાર કરવો. તે પ્રમાણે વિચારીને બારણા – કમાડ બંધ કરી દીધા. આખા કુટુંબ સહિત તેણે યતિવેષ ગ્રહણ કરી લીધો. - જ્યારે રાજાના સેવકો સોનાના જવલા લેવા આવ્યા ત્યારે સોનીએ મુનિનો ઘાત કર્યાની સર્વ વાત જાણી. આ સર્વ વૃત્તાંત સેવકોએ રાજાને નિવેદન કર્યો. ત્યારે કોપાયમાન થયેલા શ્રેણિક રાજાએ તે સોનીનો કુટુંબ સહિત વધ કરવાની આજ્ઞા કરી. ત્યારે પ્રચંડ ઊંચા દંડ લઈને રાજસેવકો સોનીને ઘેર આવી પહોંચ્યા. આખા કુટુંબ સહિત સોનીને પ્રવજિત થયેલ જોઈ દંડનો અગ્ર ભાગ બતાવીને રાજસેવકો રાજા પાસે પાછા ફર્યા. રાજાને તે વાત કહી. રાજા પોતે ત્યાં આવ્યો, ત્યારે સોનીએ તેને ધર્મલાભ કહ્યો. રાજા સમજી ગયો કે, આણે બચવા માટે જ મુનિવેશ ધારણ કર્યો છે. ત્યારે તેને કહ્યું, તે મરવાના ડરથી જ મુનિવેશ ધારણ કર્યો છે. પણ જો હવે તમારામાંથી કોઈ દીક્ષા છોડી દેશો તો તમારો ઘાત કરી દઈશ. જો એક પણ વ્રતનો ત્યાગ કર્યો છે. શારીરિક-પ્રાણાંતિક દંડ કરીશ. આ પ્રમાણે જેવી રીતે મેતાર્યમુનિએ પોતાના પ્રાણના ભોગે પણ ક્રૌંચ પક્ષીને બચાવ્યું અને સમયિકરૂપ સામાયિકની સાધના કરી, તે રીતે બીજાએ પણ જીવોનું રક્ષણ કરવું જોઈએ. Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા નામક સમ્યક્ દયાપૂર્વક જીવો સાથે રહેવું તે રૂપ સામાયિકને “સમયિક’ સામાયિક કહેવાય છે. જેનું દૃષ્ટાંત આ મેતારજમુનિ છે. જે મેતાર્યમુનિએ અનુકંપા બુદ્ધિથી, જેમની આંખો મસ્તક બંધાવાથી નીકળીને જમીન પર પડી ગઈ, તો પણ સંયમથી ચલિત ન થયા તેવા મેતાર્યમુનિને નમસ્કાર થાઓ. ૦ આગમ સંદર્ભ : આ.નિ. ૮૬૫, ૮૬૮, ૮૭૦ + ; મરણ. ૪૨૫, ૪૨૬; આવ.યૂ.૧૦૫ ૪૯૪, ૪૯૫; X X ૧૮૭ ૦ રંડાપુત્ર કથા ઃ * (આ કથા ખંડોષ્ઠાની કથા અંતર્ગત્ કથા છે. જે લક્ષ્મણા આર્યાની કથામાં તેણીના ભાવિ ભવોના વર્ણનમાં આવે છે.) સંખેડ નામે એક ખેટક હતું. ત્યાં કુબેર સમાન વૈભવયુક્ત એક રંડાપુત્ર હતો. ખંડોષ્ઠા નામક એક સ્ત્રી તેની સાથે રહેવા લાગી. ત્યારે તેની પહેલાંની પત્નીને ઇર્ષ્યા જાગી. તેના રોષથી કાંપતા કાંપતા તેણીએ કેટલાંક દિવસ પસાર કર્યા. એક રાત્રિએ ખંડોષ્ઠા ભર નિદ્રામાં સુતી હતી. ત્યારે તેને જોઈને તેણી અચાનક ચૂલા પાસે દોડી, એક સળગતું લાકડું લઈને આવી. તે સળગતા લાકડાને ખંડોષ્ઠાના ગુપ્તાંગમાં ઘુસેડી દીધું ઇત્યાદિ. (ખંડોષ્ઠાની કથામાં જોવું) તેટલામાં બહાર ગયેલો રંડાપુત્ર ઘેર આવી પહોંચ્યો. તે મનમાં વિકલ્પ કરવા લાગ્યો. સંસાર પરથી તેને નિર્વેદ આવ્યો. વૈરાગ્ય પામી તેણે સાધુના ચરણ કમળમાં પહોંચીને દીક્ષા અંગીકાર કરીને મોક્ષે ગયા. ૦ આગમ સંદર્ભ : મહાનિ ૧૨૦૫ થી ૧૧૧૪; = X = ૦ રૌહિણિક (રોહિણિયા) કથા ઃ શતગૃહ નામે નગર હતું. ત્યાં રોહિણિક નામે ચોર હતો. બહારના દુર્ગમાં રહીને તે સઘળા નગરને ઘમરોળતો – લૂંટતો હતો. તેને પકડવાને માટે કોઈ સમર્થ ન હતું. કોઈ દિવસે વર્ધમાન સ્વામી સમવસર્યા. ભગવંત ધર્મ કથન કરતા હતા, તે અતિ દૂરથી પણ સંભળાતુ હતુ. તેથી ચાલતી વખતે તીર્થંકરની વાણી કાનમાં ન પડી જાય અને રખેને ‘‘ચોરી ન કરવાનો ઉપદેશ ન સંભળાય જાય'' તે માટે કાનમાં આંગળી નાંખી દીધી. પણ તેટલામાં રોહિણિયાના પગમાં કાંટો વાગ્યો. જેટલામાં તે એક હાથ વડે તે કાંટાને કાઢવા ગયા, તેટલામાં તીર્થંકર મહાવીરે આ ગાથાની પ્રરૂપણા કરી - ચારે નિકાયમાંના કોઈપણ દેવની માળા કદી કરમાતી નથી, તેના નયન કદી મટકું મારતા નથી અર્થાત્ અનિમેષ નયનવાળા હોય છે. તેઓ રજરહિત અર્થાત્ મેલરહિત શરીરવાળા હોય છે. તેના ચરણ ભૂમિથી ચાર આંગળ ઊંચા રહે છે ભૂમિને સ્પર્શતા નથી. આ પ્રમાણે સર્વજ્ઞોનું કથન છે. આ પ્રમાણે સર્વ તીર્થંકરો Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ આગમ કથાનુયોગ-૪ અવિસંવાદિ વચન જણાવે છે. આ પ્રમાણે રોહિણિયાએ સર્વજ્ઞ ભગવંતનું વચન કાંટાને ઉદ્ધરતા પૂર્વે સાંભળ્યું. પછી કાનમાં આંગળી નાંખી ચાલવા લાગ્યો. અન્ય કોઈ દિવસે તે રોહિણિયો ચોર રાજગૃહે રાત્રે ચોરી કરવાને માટે ગયો. સાથે બીજા ચોરો પણ હતા. નગરરક્ષકે બધાને પકડીને મારવાનું શરૂ કર્યું. તમારામાંથી રોહિણિયો ચોર કોણ છે તેની પૂછતાછ શરૂ કરી. પણ કોઈએ રોહિણિયા ચોરના વિશે માહિતી ન આપી. છેલ્લે કોઈકે તેના વિશે નિવેદન કર્યું. ત્યારપછી (અભયકુમારે) દેવલોકના ભવન સદશ ભવન કરાવ્યું. તેના મધ્યમાં મહાર્ડ શયન–શય્યા તૈયાર કરાવી, તેને પ્રતિબોધ વેળાએ માહિતી કઢાવવા માટે સ્ત્રીઓના નૃત્ય-નાટક આદિ આરંભ કર્યો અને રોહિણિયાને કહ્યું, હે સ્વામી! તમે દેવલોકમાં ઉત્પન્ન થયા છો. દેવલોકનો એવો વ્યવહાર છે કે, અહીં પહેલા પૂર્વભવ વિશે પૂછવામાં આવે છે. જેઓ પોતાના પૂર્વભવને સારી રીતે કહે છે તેઓ દીર્ઘકાળ સુધી દેવપણે રહે છે. જેઓ સારી રીતે પૂર્વભવને જણાવતા નથી તેઓ તત્પણ દેવલોકથી ચુત થાય છે. તો કૃપા કરી અમને અનાથ ન બનાવો અને જલ્દીથી પૂર્વભવ જણાવો. ત્યારે રોહિણિયાને તીર્થકરના વચન યાદ આવ્યા. તીર્થકર ભગવંતે દેવોનું વર્ણન કરતા કહેલું કે, તેમની માળા કદી કરમાતી નથી ઇત્યાદિ. જ્યારે અહીં તો બધું જ ઉલટું જ દેખાય છે. આમની માળા કરમાયેલી છે. તેમની આંખો મટકા મારી રહી છે, તેમના પગ પણ ભૂમિને સ્પર્શી રહ્યા છે. ત્યારે તેણે બીજી બધી જ વાત કરી, પણ હું રોહિણિયો છું, તે વાત ન કરી. ત્યારે તેને છોડી મૂકવામાં આવ્યો. ત્યારે રોહિણિયો વિચારવા લાગ્યો કે, અહો ! ભગવંતનું એક જ વચન કેવી મહત્તાવાળું છે. તેનાથી હું જીવિતના સુખનો ભાગી થયો, જો હું ફરીથી નિગ્રંથોના વચનને સાંભળું તો આલોક અને પરલોકમાં પણ સુખી થઈશ, એમ વિચારીને તેણે પ્રવજ્યા અંગીકાર કરી. (આગમેતર ગ્રંથ – ઉપદેશ પ્રાસાદમાં વ્યાખ્યાન ૮૦માં જો કે આ કથા થોડી ભિન્ન રીતે અપાઈ છે. ત્યાં રોહિણિયાને લોહખુર ચોરનો પુત્ર બતાવેલ છે. લોહખુરે રોહિણિયાને ભગવંતની વાણી સાંભળવાની ના કહેલી. વળી રોહિણિયાએ પોતાને શાલિગ્રામનો રહીશ બતાવેલો હતો. પોતે સાત ક્ષેત્રોમાં ઘન વાપર્યું છે. દાનાદિ ધર્મ કર્યો છે ઇત્યાદિ વાતો કહી. પછી રોડિણિયાએ શ્રાવકના વ્રત અંગીકાર કર્યા શ્રેણિક રાજા પાસે જઈ કબૂલાત કરી. બધું ધન સોંપી દીધું. પછી દીક્ષા લઈ સ્વર્ગ ગયો ઇત્યાદિ) ૦ આગમ સંદર્ભ :વવ.ભા. ૧૨૭૧, ૧૨૭૨ + : ૦ લોહાર્ય કથા - ' લોહાર્ય (લોહ) નામે ભગવંત મહાવીરના એક શિષ્ય હતા. તેઓ જેમના અંતરાયકર્મ ક્ષીણ થયા છે તેવા ભગવંત વર્તમાન સ્વામી (મહાવીરસ્વામી)ને માટે સંદેવ એષણીય એવા ભોજન આદિ લાવતા હતા. તેઓ પોતાને કર્મ નિર્જરા થાય એવી Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૮૯ આત્માનુગ્રહ બુદ્ધિથી ભગવંતની વૈયાવચ્ચ–ભક્તિ કરતા હતા. તેથી જ કહેવાયુ છે કે લોહ સમાન વર્ણવાળા એવા શાંતિ–લમ લોહાર્યને ધન્ય છે, જે જિનેશ્વર (ભગવંત મહાવીર)ના ઇચ્છિત ભોજન–પાનને લાવતા હતા. આ પ્રમાણે સાધુએ ભક્તિ કરવી જોઈએ. ૦ આગમ સંદર્ભ :વવ.ભા. ૨૬૬૭ + ૪ આવ યૂ.૧–પૃ૨૭૧; આવ.મ.પૃ. ૨૬૮; – ૪ –– » –– ૦ વજસ્વામી કથા : તપ, નિયમ, ગુણ વડે વજસમાન એવા વજસ્વામીને નમસ્કાર થાઓ. ૦ પૂર્વભવ અને ગૌતમસ્વામી દ્વારા બોધ : વજસ્વામી પૂર્વભવમાં શક્ર દેવરાજના વૈશ્રમણના સામાનિક દેવ હતા. ભગવંત મહાવીરે લાભનું કારણ જાણી જ્યારે ગૌતમસ્વામીને અષ્ટાપદ ચૈત્યે જવાનું કહ્યું – ચાવતું – ગૌતમસ્વામી પણ ચૈત્યોની વંદના કરીને ઇશાન ખૂણામાં પૃથ્વીશિલાપટ્ટને ઉત્તમ એવા અશોકવૃક્ષની નીચે રાત્રિ નિવાસ કરવાને આવ્યા. ત્યારે શક્રનો લોકપાલ વૈશ્રમણ અષ્ટાપદે ચૈત્યવંદનાર્થે આવ્યો. તેણે ચૈત્યોની વંદના કરી. ગૌતમસ્વામીને વંદના કરી. ત્યારપછી ધર્મકથા અવસરે ભગવદ્ ગૌતમે સાધુના ગુણોનું વર્ણન કર્યું. જેમકે ભગવંતના સાધુઓ અંત્યાહાર કરે છે, પ્રાંતાહાર કરે છે વગેરે દશાર્ણભદ્ર કથા મુજબ જાણવા. વૈશ્રમણે વિચાર કર્યો કે આ ભગવદ્ સાધુના આવા ગુણોનું વર્ણન કરે છે. પણ તેના પોતાના શરીરની જે સુકમારતા છે, તેવી દેવોના શરીરની પણ નથી. ત્યારે ભગવનું ગૌતમે તેની આતુરતા જાણીને પુંડરીક નામના અધ્યયનની પ્રરૂપણા કરી. જેમકેપંડરીકિણી નગરી હતી, ત્યાં પુંડરીક રાજા હતો, કંડરીક યુવરાજ હતો. ઇત્યાદિ નાયાધમ્મકહા' આગમમાં આવે છે તે સર્વ કથા કરી. (આવ યૂ.૧–પૃ. ૩૮૪ થી ૩૮૯માં પણ આ કથા આપી છે.) ત્યારપછી સારાંશ રૂપે કહ્યું, તું બળપણું કે દુર્બળપણે વિચાર નહીં, કેમકે કંડરીક દુર્બળ હોવા છતાં આર્તધ્યાનથી દુઃખાર્ત થઈને, મૃત્યુ પામીને સાતમી નરકે ઉત્પન્ન થયો. જ્યારે પુંડરીક પ્રતિપૂર્ણ સુંદર શરીરવાળા હોવા છતાં સર્વાર્થસિદ્ધ વિમાને ઉત્પન્ન થયા. એ પ્રમાણે હે દેવાનુપ્રિય ! દુર્બળ કે બળવાપણું એ સાધુતામાં કારણભૂત નથી. અહીં ધ્યાનનો નિગ્રહ કરવો એ મહત્ત્વનું છે. ધ્યાનનિગ્રહ એ જ પરમ પ્રમાણ છે ત્યારે તે વૈશ્રમણ દેવને થયું કે, અહો ! મારા હૃદયના ભાવો જાણીને ભગવદ્ ગૌતમે આ પ્રમાણે બોધ આપ્યો છે. ત્યારે તે સંવેગને પામીને તેમને વંદન કરીને ગયો. તે વખતે વૈશ્રમણનો એક સામાનિક દેવ જંભક હતો. તેણે તે પુંડરીક અધ્યયનને અવધારિત કર્યું. તે તુરંત સમ્યકત્વ પામ્યો. દીક્ષાના મનોરથોને દઢ કર્યા અને આગામી મનુષ્યભવે દીક્ષા લેવા કટીબદ્ધ થયો. ત્યારપછી અવંતિજનપદના તુંબવન સન્નિવેશમાં ધનગિરિ નામના શ્રેષ્ઠીને ત્યાં તે વૈશ્રમણ સામાનિક–જંભક દેવ દેવલોકથી ચવીને પુત્રપણે ઉત્પન્ન થયો. તે ધનગિરિ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ આગમ કથાનુયોગ-૪ શ્રાવક હતો અને દીક્ષા લેવાની ઇચ્છાવાળો હતો. પણ તેના માતાપિતા તેને રોકતા હતા. તેઓ તેમના વિવાહ કરવા માંગતા હતા. પણ જ્યાં જ્યાં તેના વિવાહ નક્કી કરતા, ત્યાં ત્યાં જઈને ધનગિરિ કહી દેતા કે, હું પ્રવજ્યા અંગીકાર કરવાની ઇચ્છાવાળો છું, એમ કરીને તેઓ તે કન્યાના લગ્નના પરિણામ ફેરવી નાંખતા હતા. ત્યારે ધનપાલ શ્રેષ્ઠીની પુત્રી સુનંદાએ તેને પરણવાનું નક્કી કર્યું. (જેનું આવશ્યક ચૂર્ણિમાં નામ “સુનંદાને બદલે “નંદા" નોંધાયેલ છે.) સનંદાના ભાઈ આર્યસમિતની તે પહેલાં જ આર્ય સિંગિરિ પાસે દીક્ષા થયેલી. તે સુનંદા ધનગિરિ સાથે પરણી. પેલો વૈશ્રમણ જૈભકદેવ સુનંદાની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયો. ત્યારે ધનગિરિએ કહ્યું કે, હવે તારી સંભાળ લેનાર આ ગર્ભ તારે ઉત્પન્ન થયો છે, તેથી હું હવે આર્ય સિંગિરિ પાસે જઈને દીક્ષા લઈશ. ૦ વજનો જન્મ અને દીક્ષાના પરિણામ : સુનંદાએ પણ નવ માસ ગયા બાદ પુત્રનો જન્મ થયો. તે વખતે ત્યાં આડોશપાડોશની ઘણી સ્ત્રીઓ આવી અને બોલવા લાગી કે, જો આના પિતાએ દીક્ષા ન લીધી હોત તો આ બાળકનો જન્મોત્સવ ઘણો જ સુંદર ઉજવાત. તે બાળકે સંજ્ઞીપણાથી – જાણ્યું કે, મારા પિતા પ્રવ્રજિત થયા છે ત્યારે પ્રવજ્યા-દીક્ષા શબ્દ સાંભળતા જ આ શબ્દ મેં જ્યાંક સાંભળ્યો છે. તેવું અનુભવવા લાગ્યો. તે વિશે વિચારણા કરતા–કરતા તે બાળકને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વભવે ગૌતમસ્વામીએ પ્રતિબોધ કરેલ તે વાત યાદ આવી. ત્યારે તે બાળકે (દીક્ષાના પરિણામથી) રાત્રિ-દિવસ રોવાનું શરૂ કર્યું. તેના મનમાં એક જ વિચારણા હતી કે, જો આ રીતે હું રડ્રયા જ કરીશ, તો જ મારી માતા વગેરે કંટાળી જશે, તો જ હું સુખપૂર્વક પ્રવજ્યા અંગીકાર કરી શકીશ. આ પ્રમાણે રડતારડતા છ માસ વીતી ગયા. ત્યારે કોઈ દિવસે આચાર્ય (સિંહગિરિ) ત્યાં પધાર્યા. ત્યારે આર્યસમિત અને ધનગિરિમુનિએ આચાર્ય ભગવંતને પૂછયું, આપ આજ્ઞા આપો તો અમે કુટુંબીજનોને જોવા જઈએ – મળવા જઈએ. ત્યારે આચાર્ય ભગવંતે આજ્ઞા આપીને કહ્યું, શકુન જોઈને નીકળજો, મહાનું લાભ પ્રાપ્ત થશે. તમને સચિત્ત કે અચિત્ત જે કંઈ મળે તે બધું જ ગ્રહણ કરી લેવું. પછી આર્યસમિત અને આર્યધનગિરિ બંને ગયા. લોકોએ તેમને ઉપસર્ગ કરવાના શરૂ કર્યા. પાડોશની સ્ત્રીઓ પણ કહેવા લાગી – આના બાળકને તમે સાચવો: ત્યારે પૂછયું કે, તું કેમ રાખવા ઇચ્છતી નથી ? ત્યારે સુનંદાએ કહ્યું, આટલો કાળ મેં તેનું સંગોપન—ઉછેર કર્યો. હવે તમે તેનું સંગોપન–પાલનપોષણ કરો. ત્યારે આર્ય ધનગિરિએ કહ્યું કે, જો જે પાછળથી તને પસ્તાવો ન થાય કે મેં કયા મારા પુત્રને સોંપી દીધો. પણ સુનંદા તથા પાડોશીઓ બાળકના રડવાથી કંટાળી ગયા હતા. તેથી પાડોશીની સાક્ષી રાખીને બાળકને ગ્રહણ કર્યો. જેથી પછી કોઈ એમ ન કહે કે, સાધુ બાળકને ઉઠાવી ગયા. ૦ સાધુ દ્વારા વજને લઈ જવો, સજ્જાતરને ત્યાં ઉછેર : તે બાળક ત્યારે છ માસનો હતો, તેથી ચોલપટ્ટક દ્વારા પાત્ર બાંધીને ઝોળી Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૯૧ બનાવીને તેમાં તે બાળકને ગ્રહણ કર્યો. તે બાળક પણ સંજ્ઞી-જાતિસ્મરણ જ્ઞાનવાળો હતો, તેથી જેવો સાધુએ ઝોળીમાં ગ્રહણ કર્યો કે તુરંત જ તેણે રોવાનું બંધ કરી દીધું. પછી ઉપાશ્રયે આવ્યા ત્યારે આચાર્ય ભગવંતે ભારયુક્ત ભાજન જોઈને હાથ લંબાવ્યો. ત્યારે આર્ય ધનગિરિએ તે બાળકને હાથમાં સોંપ્યો. ત્યારે આચાર્ય ભગવંતના હાથ તે બાળકના ભારથી ભૂમિને સ્પર્શી ગયા. ત્યારે તેમણે કહ્યું કે, હે આર્ય ! આનો ભાર તો વજ જેવો લાગે છે. જ્યારે જોયું ત્યારે દેવકુમાર સદશ બાળક હતો. આચાર્ય ભગવંતે કહ્યું કે, આનું સારી રીતે સંરક્ષણ કરજો. આ બાળક ભવિષ્યમાં પ્રવચનનો આધાર બનશે. ત્યારે તેનું વજ એવું નામ રાખ્યું. ત્યારપછી તે બાળક સાધ્વીઓને સોંપ્યો. તેઓએ શય્યાતર કુળની શય્યાતરા. સ્ત્રીઓને આપ્યો. તેમણે પોતાનો જ બાળક હોય તેમ તેને ઉછેરવાનો શરૂ કર્યો. તે સ્ત્રીઓ વજને નવડાવતી, તૈયાર કરતી, દૂધ પીવડાવતી હતી. પછી બાળક કાલી–ઘેલી ભાષામાં જેવું ઉચ્ચારણ કરતો હતો, તેવા આકાર તેને દેખાડતી અને સાથે ક્રીડા કરતી હતી, એ રીતે તે બાળક મોટો થવા લાગ્યો. પ્રાસુકપ્રતિચાર તેને ઇષ્ટ હતો. સાધુઓ પણ બીજે વિચરતા હતા. ત્યારપછી સનંદા પોતાના આવા હૃષ્ટ–પુષ્ટ પુત્રને પાછો લેવા આવી. પણ શધ્યાતરા તેને આપતી નથી. ત્યારે તેણી આવી બાળકને સ્તનપાન કરાવી જતી. આ પ્રમાણે તે બાળક ત્રણ વર્ષનો થયો. અન્ય કોઈ દિવસે સાધુઓ વિચરતા ત્યાંજ પાછા આવ્યા. ત્યારે બાળકને પાછો લેવા માટે સુનંદાએ માંગણી કરી. આખી વાત રાજકૂળેઅદાલતમાં પહોંચી. સુનંદા કહેવા લાગી કે, મેં આ પુત્રને આટલા સમય માટે જ આપ્યો હતો. સાધુએ સાચી વાત જણાવી પણ સાક્ષીઓ ફરી ગયા. આખું નગર સુનંદાના પક્ષમાં ભળી ગયું. તેણી અનેક રમકડાં વગેરે લઈને રાજાની પાસે ન્યાય મેળવવા પહોંચી ગઈ ત્યારે રાજા પૂર્વાભિમુખ બેઠો, દક્ષિણાભિમુખ શ્રમણાદિ સંઘ બેઠો. રાજાના ડાબે પડખે સ્વજન પરિવાર સહિત સુનંદા બેઠી. ત્યારે રાજાએ કહ્યું કે, બોલાવવાથી આ તમારો બાળક જેની પાસે જશે, તે બાળક તેનો થશે, ત્યારે બંને પક્ષોએ રાજાની વાત સ્વીકારી. પણ પહેલા બાળકને કોણ બોલાવે ? રાજાએ કહ્યું કે, પુરુષપ્રધાન ધર્મ છે, માટે પહેલા પુરુષવર્ગ (સાધુ) બાળકને બોલાવશે. ત્યારે નગરજનોએ કહ્યું કે, ના, આ બાળક તો સાધુઓનો પરિચિત છે. તેથી તે તેમને જ ઓળખશે. માટે પહેલા માતાને બોલાવવાનો અધિકાર મળવો જોઈએ. વળી માતા દુષ્કરકારિકા છે. ત્યારે કોમળ હૃદયવાળા રાજાએ તેઓની આ વાતનો સ્વીકાર કર્યો. ૦ વજ દ્વારા રજોહરણ ગ્રહણ, સુનંદાની દીક્ષા : સુનંદાને જ્યારે તેના પુત્રને બોલાવવાની મંજૂરી મળી ત્યારે તેણી ઘોડા, હાથી, રથ, બળદના મણિ, કનક, રત્નના રમકડાં વડે બાળકને લોભાવવા માટે બોલી, હે વજસ્વામી! લે, આ બધું તારે રમવા માટે આપું. તે વખતે વજસ્વામી તેને જોતો જોતો મૌન જ ઊભો રહ્યો. કેમકે તે સંજ્ઞીપણાથી જાણતો હતો કે, જો સંઘની અવમાન્યા કરીને Page #193 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ--૪ આને ગ્રહણ કરીશ, તો દીર્ઘસંસારી થઈશ. જો તેમ નહીં કરું તો મારી માતા પણ અંતે દીક્ષા અંગીકાર કરશે. સુનંદાએ ત્રણ વખત તેને બોલાવ્યો, તો પણ ન ગયો. ત્યારે તેના પિતા આર્ય ધનગિરિએ કહ્યું, હે વજ્ર ! જો તારે આનું કોઈ પ્રયોજન હોય તો અમારી પાસે ફક્ત આ ધર્મધ્વજ છે. (રજોહરણ છે) તેને તું ગ્રહણકર. હે ધીર ! આત્માના ભારને લઘુ કરનાર, કર્મરૂપી રજના પ્રમાર્જનને માટે તું આ રજોહરણ લઈ લે. ત્યારે વજ્રએ દોડી જઈને તે રજોહરણ લઈ લીધું. લોકોએ પણ જિનધર્મનો જય થયો જાણી ઉત્કૃષ્ટ સિંહનાદ કર્યો. વજ્ર પણ રજોહરણ લઈ નાચવા લાગ્યો. ત્યારે તેની માતા સુનંદાને થયું કે, મારા ભાઈ, પતિ અને પુત્રએ દીક્ષા અંગીકાર કરી, હવે મારે સંસારમાં રહીને શું કરવું છે ? ત્યારપછી સુનંદાએ પણ દીક્ષા લીધી. તે હજી દૂધ પીતો બાળક છે તો પણ પ્રવ્રુજિત થયો છે. પ્રવ્રુજિતોની પાસે જ રહેવા લાગ્યો. તે પણ તે સાધ્વીઓની પાસે રહીને સાધ્વીજીને સ્વાધ્યાય કરતા–કરતા સાંભળીને જ અગિયાર અંગ ભણી ગયા. વજ્રએ આ બધું શ્રુત ઉપગત કરી લીધું. તેઓ પદાનુસારી લબ્ધિના ધારક હતા. તે રીતે તેણે આઠ વર્ષના થયા ત્યાં સુધી સાધ્વીજીની વસતિમાં જ સમય પસાર કર્યો. પછી તે આચાર્યની પાસે રહેવા લાગ્યા. આચાર્ય ઉજ્જૈની ગયા. ત્યાં વરસાદ પડતો હતો. ક્યાંય આધાર શોધી રહ્યા. તે વખતે તેના પૂર્વભવના મિત્રો એવા જુંભકદેવો તે માર્ગે જ પસાર થઈ રહ્યા હતા. તેણે વજ્રસ્વામીની પરીક્ષા કરવા વિચાર્યું. તેઓ પરીક્ષા કરવા નીચે ઉતર્યા. ૧૯૨ તે દેવો વિણકુના જૂથમાં નીચે આવ્યા. ત્યારપછી બળદોને વિકુર્યાં. તેમણે સાધુને નિમંત્રણા કરી. ત્યારે સાધુઓ ચાલ્યા. જેવું એક બિંદુ નીચે પડ્યું કે તે તુરંત ત્યાંથી નીકળી ગયા. ત્યારપછી તે વિણકુરૂપ દેવોએ ફરી બોલાવ્યા. ત્યારે વજ્રએ ત્યાં જઈને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ઉપયોગ મૂક્યો. દ્રવ્યથી પુષ્પફળાદિ, ક્ષેત્રથી ઉજ્જૈની, કાળથી પહેલી વર્ષાઋતુ, ભાવથી ભૂમિસ્પર્શ અને નયન નિમેષાદિથી રહિત છે. હર્ષિત અને સંતુષ્ટ થયા. ત્યારે આ દેવ છે તેવો નિર્ણય કરીને વજ્રએ ભિક્ષા ગ્રહણ ન કરી, ત્યારે દેવો સંતુષ્ટ થઈને બોલ્યા તમને જોવા માટે પરીક્ષા કરવા આવ્યા હતા. પછી તેમણે વજ્રસ્વામીને વૈક્રિયલબ્ધિની વિદ્યા આપી. ૦ વજ્રસ્વામીને લબ્ધિ પ્રાપ્તિ–વાચનાચાર્ય રૂપે સ્વીકૃતિ :– ફરી વખત કોઈ સમયે જ્યેષ્ઠ માસમાં સંજ્ઞાભૂમિમાં ગયા. ત્યાં ફરી દેવો પરીક્ષા કરવા આવ્યા. ઘી વગેરેથી પૂર્ણ આહાર વડે નિમંત્રણા કરી. ત્યારે ફરી પણ વજ્રસ્વામીએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ઉપયોગ મૂક્યો. ત્યારે આ તો દેવ છે તેમ જાણીને, તેમનો આહાર ગ્રહણ ન કર્યો. ત્યારે તે દેવો વજ્રસ્વામીને નભોગામિની આકાશગામિની વિદ્યા આપી. એ પ્રમાણે તેઓ વિચરવા લાગ્યા. તેમણે જે પદાનુસારિલબ્ધિ વડે અગિયાર અંગોનું શ્રુત ગ્રહણ કરેલું. તે શ્રુત તે સાધુઓ મધ્ય વધારે સ્થિર થયું. ત્યાં જેઓ પૂર્વગત શ્રુત ભણતા હતા, તે પણ વજ્રસ્વામીએ બધું જ ગ્રહણ કર્યું. એ પ્રમાણે તેમણે ઘણું શ્રુત ગ્રહણ કર્યું. જ્યારે તેને કહેવાયું કે, હવે તું ભણ ! ત્યારે તેઓ ભણ્યા હોવા છતાં ઊભા રહ્યા. કોઈ દિવસે Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૯૩ આચાર્ય ભગવંત મધ્યાહ્ન સાધુઓ ભિક્ષાર્થે નીકળ્યા ત્યારે પોતે સંજ્ઞાભૂમિ–(ચંડીલ અર્થે) નીકળ્યા. વજસ્વામીને ઉપાશ્રય સાચવવા રાખ્યા. ત્યારે વજસ્વામીએ સાધુના વીંટીયાઓની માંડલી બનાવી. પોતે મધ્યમાં બેઠા. વાચના આપવા લાગ્યા. ત્યારે પરીપાટી ક્રમે તેઓ અગિયારે અંગની વાંચના આપી. પૂર્વગતશ્રત પણ તેઓ વાંચનારૂપે બોલી ગયા. તેટલામાં આચાર્ય ભગવંત આવ્યા. તેઓ વિચારવા લાગ્યા કે, આ કોણ બોલી રહ્યું છે. નાના સાધુઓ પણ આવ્યા. તેમણે શબ્દો સાંભળ્યા. મેઘના રસ સમાન વાણી બહાર જ ઊભા-ઊભા સાંભળવા લાગ્યા. ત્યારે ખબર પડી કે, આ તો વજનો અવાજ છે. પછી અંદર આવીને “નિસીપી” એવો અવાજ કર્યો – બોલ્યા. આચાર્ય ભગવંતને કોઈ શંકા ન જાય તે માટે તે બાળ એવા વજમુનિએ બધાંના વીંટીયા પોતપોતાના સ્થાને મૂકી દીધા. બહાર આવીને આચાર્ય ભગવંતનો દંડ લઈ યથાસ્થાને મૂક્યો. તેમના પગની પ્રમાર્જના કરી. ત્યારે આચાર્ય ભગવંતે વિચાર્યું કે, સાધુઓ આમનો પરાભવ ન કરે તેવું કંઈક કરું. રાત્રે તેમણે કહ્યું કે, મારે અમુક ગામે જવું છે. ત્યાં મને બે કે ત્રણ દિવસ રોકાવું પડશે. ત્યારે જેઓ યોગમાં હતા – વાચના ચાલતી હતી. તેવા સાધુઓએ પૂછયું કે, અમારા વાંચનાચાર્ય કોણ થશે ? આચાર્ય ભગવંતે કહ્યું કે, આ વજ તમને વાંચના આપશે. તે સાધુઓ વિનીત હોવાથી તેમણે એ વાત સ્વીકારી, આચાર્ય ભગવંત જ આ વાત જાણતા હતા, તેઓ વિહાર કરી ગયા. - સાધુઓએ પણ પ્રભાતે વસતિની પ્રતિલેખના કરી. વસતિ, કાળ, નિવેદનાદિ વજસ્વામી પાસે કર્યા. તેમની પાસે નિષદ્યા રચી. વજસ્વામી ત્યાં બેઠા. સાધુઓએ પણ જે રીતે આચાર્ય ભગવંતનો વિનય કરતા હતા, તે રીતે જ વજસ્વામીનો વિનય કર્યો. ત્યારે વજસ્વામીએ વ્યક્ત–વ્યક્ત શબ્દો વડે બધાંને અનુપરિપાટી ક્રમે સૂત્રના આલાપકો આપ્યા. જેઓ મંદ મેધાવાળા હતા. તેઓ પણ જલ્દીથી તે મૃત ગ્રહણ કરવા લાગ્યા. તે બધાં વિસ્મિત થયા. જેઓએ પૂર્વે જે આલાપકોને ભણ્યા હતા, તેના વિન્યાસ અર્થે પૂછ્યું, તે પણ વજસ્વામીએ બધાં કહ્યા. ત્યારે તેઓ સંતુષ્ટ થઈને કહેવા લાગ્યા કે, જો આચાર્ય ભગવંત થોડાં વધુ દિવસ માટે જ્યાં ગયા છે ત્યાં રોકાય તો આ શ્રુતસ્કંધ થોડા સમયમાં સમાપ્ત થઈ જશે. જે સૂત્રો આચાર્ય પાસે લાંબા કાળ પરિપાટીક્રમે ગ્રહણ થાય છે, તે વજમુનિ એક પૌરૂષીમાં શીખવી દે છે. એ રીતે તેઓ બહુમત–સંમત થયા. આચાર્ય પણ આ બધું જાણીને પાછા આવ્યા. બાકી રહેલું શ્રુત પણ સારી રીતે ભણે એમ વિચાર્યું. તેમણે પૂછયું કે, મારા ગયા પછી સ્વાધ્યાય સારો થયો? તેઓએ કહ્યું કે, હા, સારો થયો. હવે વજમુનિ જ અમારા વાચનાચાર્ય થાઓ. ત્યારે આચાર્ય ભગવંતે પણ તે વાત સ્વીકારી. તમે વજમુનિનો પરાભવ ન કરો. તે જાણવા માટે જ મેં વિહાર કર્યો હતો. જો કે તેને વાંચના આપવી કલ્પતી નથી. કેમકે તેણે આ શ્રત માત્ર કાન વડે જ ગ્રહણ કરેલ છે. તેથી પહેલા તેનો ઉત્સાર કલ્પ કરવો પડશે. પછી જલદીથી તેનો ઉત્સાર કર્યો (સૂત્ર પ્રદાન કર્યા બીજી પોરિસીમાં અર્થ પણ કહી દીધા. એ રીતે ૪િ/૧૩ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ આગમ કથાનુયોગ-૪ ઉભયકલ્પ યોગ્ય વજસ્વામીને કર્યા. જે અર્થો આચાર્યને પણ શંકિત હતા, તેનું રહસ્ય વજસ્વામીએ જણાવ્યું. જેટલા દૃષ્ટિવાદ પર્યતનું તેમને જ્ઞાન હતું, તેટલું બધું જ તેમણે ગ્રહણ કરી લીધું. ૦ વજસ્વામી દ્વારા અભ્યાસ અને પછી વિચરણ : ત્યારપછી તેઓ વિચરણ કરતા દશપુર ગયા. ઉજ્જૈનીમાં ભદ્રગુપ્તાચાર્ય હતા. તેઓ સ્થવિર કલ્પે રહેલા. તેઓ દૃષ્ટિવાદના જ્ઞાતા હતા. એક સંઘાટકસાધુ વજસ્વામીને આપીને તેમને ભણવા મોકલ્યા. તે રાત્રે–વહેલી સવારે ભદ્રગુપ્ત આચાર્યએ પણ સ્વપ્ન જોયું કે, મારા પાત્રામાં ભરેલી ખીર કોઈ આગંતુક આવીને પી ગયું અને તે સારી રીતે આશ્વાસિત થયા. સવારે તેમણે આ સ્વપ્ન પોતાના સાધુઓને કહ્યું, તેઓ આ સ્વપ્ન કંઈ જુદા–જુદો અર્થ જ કરવા લાગ્યા. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું, તમે સાચો અર્થ જાણતા નથી. હવે મારી પાસે એક મહેમાન સાધુ આવશે અને તે મારા સર્વ શ્રતને ગ્રહણ કરશે. ભદ્રગુણાચાર્ય વસતિની બહાર આવી ઊભા રહ્યા. તેટલામાં આર્યવને આવતા જોયા. સાંભળ્યા પ્રમાણે આ જ આર્યવજ હતા. ખુશ થઈને તેમને આવકાર્યા. ત્યારપછી આર્યવજ તેમની પાસેથી દશ પૂર્વ ભણ્યા. (તેથી આગળનું શ્રત તો સ્થૂલભદ્રસ્વામી પછી જ વિચ્છેદ પામેલું.) તેની અનુજ્ઞાનો અવસર આવ્યો ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું, જેમની પાસે ઉદ્દેશો લીધો હોય તેમની પાસે જ અનુજ્ઞા કરવી જોઈએ. તેથી તેઓ દશપુર પાછા આવ્યા. પછી આર્યવજનો અનુજ્ઞાનો આરંભ થયો. જ્યારે અનુજ્ઞામાં ઉપસ્થાપિત કરાયા ત્યારે છુંભક દેવો દિવ્ય એવા પુષ્પ અને ચૂર્ણ લઈને આવ્યા – (તેની વર્ષા કરી). પછી કોઈ વખતે આચાર્ય સિંહગિરિ વજસ્વામીને સાધુગણ સોંપીને ભક્ત પ્રત્યાખ્યાન કરી દેવલોકે ગયા. વજસ્વામી પણ ૫૦૦ અણગાર સાથે પરિવરીને વિચારવા લાગ્યા. તેઓ જ્યાં જ્યાં વિચરણ કરતા હતા, ત્યાં ત્યાં સર્વ સ્થળે તેમની ઉદાર કીર્તિ અને ગુણોની પ્રશંસા થવા લાગી. અહો ભગવન્અહો ભગવન્! થવા લાગ્યું. એ રીતે ભગવદ્ (વજસ્વામી) ભવ્યજનને બોધ કરતા વિચારવા લાગ્યા. ૦ શ્રેષ્ઠીપુત્રીને પ્રતિબોધ : આ તરફ પાટલીપુત્ર નગરમાં ધન શ્રેષ્ઠી હતો. તેની પુત્રી ઘણી રૂપવતી હતી. તેમની યાનશાળામાં સાધ્વીઓ રહેલા હતા. તેઓ વજસ્વામીના ગુણોની વારંવાર પ્રશંસા કરતા હતા. સ્વભાવથી જ લોક કામિત કામુક છે. તે શ્રેષ્ઠીની પુત્રી વિચારવા લાગી કે, જો તે મારા પતિ થાય તો હું તેમની સાથે ભોગો ભોગવું. મારે બીજાની સાથે ભોગનું શું પ્રયોજન છે. તેણીને સાધ્વીએ નિવારી ત્યારે તેણે કોઈ પ્રવ્રતિકાત્તાપસીને સાધી. પણ વજસ્વામી તેને પરણશે નહીં તેમ કહ્યું. ત્યારે તેણીએ કહ્યું કે, જો તે નહીં પરણે તો હું દીક્ષા લઈશ. વજસ્વામી પણ વિચરતા પાટલીપુત્ર પહોંચ્યા. ત્યારે પાટલીપુત્રનો રાજા પરિજન સહિત નીકળ્યો. તે પ્રવૃતિકા સ્પર્ધક સ્પર્ધકથી આવી. ત્યાં ઘણાં ઉદાર શરીરવાળા હતા. રાજાએ પૂછયું કે, આ જ ભગવનું વજસ્વામી છે? તેઓએ કહ્યું કે, આ વજસ્વામી Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૯૫ ન હોય. આ તેમના શિષ્ય છે. તે પ્રમાણે છેલ્લા વૃંદપર્યત પૂછયું, ત્યાં પ્રવિરણ સાધુ સહિત તેમને જોયા. રાજાએ તેમને વંદન કર્યા. વજસ્વામી તે ઉદ્યાનમાં રહ્યા. તેમણે ધર્મ કહ્યો. - વજસ્વામી ક્ષીરાશ્રવલબ્ધિવાળા હતા. રાજા હતહૃદય થયો. તેણે બધો વૃત્તાંત અંતઃપુરને કહ્યો. તે સ્ત્રીઓ બોલી – અમે પણ જઈએ છીએ. આખું અંતઃપુર નીકળ્યું. ત્યારે તે શ્રેષ્ઠીપત્રી લોકોની પાસે આ બધું સાંભળી વજસ્વામી કેવા દેખાતા હશે, તે વિચારવા લાગી. બીજે દિવસે પિતાને વિનંતી કરી કે, મને વજસ્વામી સાથે પરણાવો. અન્યથા હું આત્મહત્યા કરીશ. ત્યારે સર્વાલંકારભૂષિત શરીરવાળી તેને કરાઈ. અનેક કોટિ ધન સહિત નીકળ્યા. વજસ્વામીએ ધર્મ કહ્યો. લોકો કહેવા લાગ્યા કે, અહો ! આ વજસ્વામી સુસ્વરવાળા છે. સર્વગુણ સંપન્ન છે. માત્ર તે રૂપવિહીન હતા. જો રૂપવાનું હોત તો તે સર્વગુણ સંપત્તિયુક્ત હોત. વજસ્વામીએ તેમના મનોગત ભાવ જાણીને ત્યાં લાખ પાંદડીવાળું કમળ વિકુવ્યું. તેની ઉપર બેસીને અતિ સૌમ્યરૂપ વિકુવ્યું. તે દેવતા સદશરૂપ હતું. લોકોએ કહ્યું કે, આ તેમનું સ્વાભાવિકરૂપ છે. લોકમાં કોઈ તેમની ઇચ્છા ન કરે તે માટે સાતિશયથી વિરૂપ કરીને રહે છે. રાજાએ પણ કહ્યું, અહો ! ભગવદ્ રૂપવાનું પણ છે. ત્યારે વજસ્વામીએ સાધુના ગુણોનું વર્ણન કર્યું. પછી અસંખ્યાત દ્વીપ–સમુદ્રો વિકુર્ચાત્યારપછી તે રૂપે ધર્મ કહ્યો. પછી શ્રેષ્ઠીને બોલાવ્યા. વજસ્વામીએ વિષયોની નિંદા કરી. જો મને ઇચ્છતી હો તો પ્રવ્રજિત થા. ત્યારે તેણે પ્રવજ્યા અંગીકાર કરી. તે ભગવંતે પદાનુસારિતાથી મહાપરિજ્ઞા અધ્યયન ભૂલાયું હતું, તે આકાશગામિની વિદ્યા વડે ઉદ્ધત કર્યું. તેથી તે ગગન ગમન લબ્ધિ સંપન્ન ભગવંત વજસ્વામી થયા. આ રીતે જેણે આકાશગામીની વિદ્યા વડે મહાપરિજ્ઞા અધ્યયન ઉદ્ધર્યું તે અપશ્ચિમ કૃતધર એવા વજસ્વામીને નમસ્કાર થાઓ. ૦ વજસ્વામી દ્વારા શાસન પ્રભાવના : વજસ્વામી આવા ગુણો અને વિદ્યાથી મુક્ત થઈને પૂર્વ દેશથી ઉતરાપથ ગયા. ત્યાં દુકાળ પડ્યો, માર્ગ પણ ભૂલાઈ ગયો. ત્યારે સંઘે ઉપસ્થિત થઈને કહ્યું કે, અમને આ દૂકાળથી બચાવો. ત્યારે પટ્ટવિદ્યાથી એક પટ્ટને વિફર્યો. તેના પર સંઘને બેસાડ્યો. ત્યારે એક શય્યાતર ત્યાં આવ્યો. તેણે જોયું કે, સંઘ જાય છે. તેને થયું કે નક્કી કોઈ વિનાશ થવાનો છે, તેથી જ સંઘ જઈ રહ્યો છે. તેથી તેણે દાંતરડા વડે પોતાની શિખાને છેદીને કહ્યું, હે ભગવન્! હું પણ તમારો સાધર્મિક છું. ત્યારે તેણે પણ આ સૂત્ર યાદ કર્યું – જે સાધર્મિક વાત્સલ્યમાં ઉદ્યત છે, સ્વાધ્યાયમાં ઉદ્યત છે. ચરણ કરણ અને તીર્થપ્રભાવનામાં ઉદ્યત છે. પછી તે સાધર્મિકને પણ સાથે લઈ લીધો. ત્યારપછી વજસ્વામી પુરિકા નગરી પહોંચ્યા. ત્યાં સુકાળ હતો. ત્યાં શ્રાવકો પણ ઘણાં હતા. માત્ર ત્યાં રાજા બૌદ્ધધર્મી હતો. તે તેના ધર્મને માનતા બધાં ઉપાસકોને ફૂલ અપાઈ જાય પછી વધે તો જ આપણા શ્રાવકોને આપે છે. પર્યુષણ આવ્યા ત્યારે તે રાજાએ જૈન શ્રાવકોને ફૂલ આપવાની મનાઈ ફરમાવી. શ્રાવકો ખિન્ન થઈ ગયા. તેમને પૂજા માટે એક પણ પુષ્પ ન મળ્યું. ત્યારે તેઓ બાલ–વૃદ્ધ આદિ સહિત વજસ્વામી પાસે Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ આગમ કથાનુયોગ-૪ - - - ઉપસ્થિત થયા. તેમણે કહ્યું કે, તમારા જેવા નાથ હોય તો પણ પ્રવચનની અપભ્રાજના થાય તો તમે જાણો. આ પ્રમાણે જુદી જુદી રીતે વજસ્વામીને કહ્યું, ત્યારે તે માહેશ્વરી ગયા. ત્યાં હુતાશન નામે વ્યંતરાયન હતું. ત્યાંથી પુષ્પોનો કુંભ લીધો. પછી વજસ્વામીએ પિતાના મિત્રને સાધ્યો. તે સંભ્રાન્ત થઈને બોલ્યા. તમારા આગમનનું પ્રયોજન શું છે ? ત્યારે વજસ્વામીએ કહ્યું કે, અમારે પુષ્પનું પ્રયોજન છે. તે બોલ્યો કે, આ પુષ્પ લઈને મારા ઉપર અનુગ્રહ કરો ત્યારે વજસ્વામીએ કહ્યું, તમે પુષ્પો એકઠા કરો, તેટલામાં હું આવું છું. ત્યારપછી વજસ્વામી લઘુ હિમવંત પર્વતે શ્રીદેવી પાસે ગયા. શ્રીદેવીએ પણ ચૈત્ય પૂજા નિમિત્તે પદ્મ આપ્યું. પછી શ્રીદેવીએ વંદના કરી. તે લઈને વજસ્વામી અગ્રિગૃહે આવ્યા. ત્યાં દેવે વિમાન વિકુવ્યું. ત્યાં કુંભમાં પુષ્પોને ભરીને લીધા. ત્યારપછી તે જંભક દેવગણથી પરિવરેલા દિવ્ય ગીત ગંધર્વનિનાદ સાથે આકાશ માર્ગે ચાલ્યા. તે પદ્મના વંત પર વજસ્વામી બેઠા. ત્યારે તે બૌદ્ધો કહેવા લાગ્યા. અમને પણ આવું પ્રાતિહાર્ય આપો. અડધા પુષ્પ લઈને નીકળ્યા. ત્યાંથી વિહાર કરી અહેતુના ગૃહે ગયા. ત્યાં દેવે મહિમા કર્યો. ત્યારે લોકમાં અતિ બહુમાન થયું. રાજા પણ પછી શ્રમણોપાસક થયો. આ રીતે માહેશ્વરી નગરીથી વ્યંતર દેવના કૂળથી પુષ્પનો ઢગલો લઈને પુરિકા નગરીએ આકાશ માર્ગે લઈ ગયા. તે મહાનુભાગ વજસ્વામીની અચિંત્ય શક્તિ જાણવી. આ પ્રમાણે વિચરતા તેઓ શ્રીમાલ નગરે ગયા. અપૃથક્ એવા અનુયોગના ચાર વાર – ચરણ, ધર્મ, કાળ અને દ્રવ્યને પૃથકૃત્વ અનુયોગ કર્યા. જે પછી વ્યચ્છિન્ન થયા. હાલ જે પૃથક્ અનુયોગ વર્તે છે તે આર્યરક્ષિતે કરેલ છે. ૦ આર્ય રક્ષિતને અધ્યાપન : તે વખતે આર્યરક્ષિતે જાણ્યું કે, આર્ય વજ અત્યારે યુગપ્રધાન આચાર્ય છે તેવું સંભળાય છે. તેઓ દષ્ટિવાદનું ઘણું જ જ્ઞાન ધરાવે છે. ત્યારે આર્યરક્ષિત તેમની પાસે આવવા નીકળ્યા. (ઇત્યાદિ કથા આર્યરક્ષિત તથા ભદ્રગુપ્ત આચાર્યની કથામાં આવી ગયેલ છે.) થોડા જ કાળમાં આર્યરક્ષિત નવ પૂર્વે ભણી ગયા. પછી આર્યવજે તેમને દશમું પૂર્વ ભણાવવાનો આરંભ કર્યો. ત્યારે તેમણે આર્યરક્ષિતને “યવિકા” કરવાનું કહ્યું. આ તેનું પરિકર્મ છે તેમ જણાવ્યું. પછી આર્યરક્ષિતે તેમની પાસેથી સૂક્ષ્મ અને ગાઢ એવા ચોવીશ યવિકો ગ્રહણ કર્યા. પછી તેમની પાસે ફલ્યુરક્ષિતને સ્થાપીને ગયા. જ્યારે આર્યરક્ષિત યવિકા અધ્યયનથી અતિ પૂર્ણિત થયા ત્યારે તેમણે વજસ્વામીને પૂછયું કે, દેશમાં પૂર્વમાં હજી કેટલું બાકી છે ? ત્યારે વજસ્વામીએ કહ્યું, બિંદુ માત્ર અભ્યાસ થયો છે અને સમુદ્રપર્યત બાકી છે. એમ કહીને બિંદુ અને સમુદ્રનું તથા સરસવ અને મેરનું દૃષ્ટાંત આપ્યું. ત્યારે આર્યરક્ષિત વિષાદગ્રસ્ત થયા. તેમને થયું કે, આટલું અધ્યયન કરવા મારી શક્તિ ક્યાં છે ? એ પ્રમાણે રોજ પૂછવા લાગ્યા. પછી મારો ભાઈ ફલ્યુરક્ષિત હવે ભણશે તેમ કહીને આર્યરક્ષિત ત્યાંથી નીકળી ગયા. ૦ વજસ્વામીની અંતિમ આરાઘના : ત્યારપછી વજસ્વામી પણ દક્ષિણા પથ વિચરવા લાગ્યા. તેમને શ્લેષ્મ – કફની Page #198 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણ કથા અધિક બિમારી થયેલી. ત્યારે સાધુઓને કહ્યું કે, મારે માટે સુંઠનો ગાંગડો લાવવો. તેઓ લાવ્યા, તે ગાંગડો વજ્રસ્વામીએ કાનમાં રાખ્યો. તેમણે વિચારેલું કે, ભોજન કરીને સૂંઠ લઈ લઈશ. પછી તેઓ ભૂલી ગયા. પછી સંધ્યાકાળે આવશ્યક કરતા મુહપત્તિની પ્રતિલેખના કરતા હાથ કાન પાસે ગયો. ત્યારે હાથ લાગવાથી સૂંઠનો ગાંગડો પડી ગયો. ત્યારે તેમનો ઉપયોગ ગયો તેમને થયું કે, અહો ! હું પ્રમાદી થઈ ગયો. પ્રમાદીને સંયમ ન હોય, મારે માટે હવે શ્રેયસ્કર છે કે, હું ભક્ત પ્રત્યાખ્યાન કરું. દુકાળને પણ બાર વર્ષ થઈ ગયા. ચારે તરફ રસ્તાઓ છિન્ન—ભિન્ન થઈ ગયા. નિરાધારતા જન્મી હતી. તે વખતે વજ્રસ્વામી વિદ્યા દ્વારા લાવેલ પિંડ પ્રવ્રુજિતોને આપતા હતા. તેઓને કહ્યું કે, આ પ્રમાણે બાર વર્ષ ભોજન કરવું પડશે. ભિક્ષા મળતી નથી. જો સંયમ ગુણોનો નાશ કરવો હોય તો આ ભોજન કરો અને જો તેમ ન કરવું હોય તો ભક્ત પ્રત્યાખ્યાન કરીએ. ત્યારે તેઓએ કહ્યું, કેમ આવા વિદ્યાપિંડથી ભોજન કરવું ? તેના કરતા ભક્ત પ્રત્યાખ્યાન કરીએ. ૧૯૭ આચાર્ય ભગવંત પૂર્વે જાણીને વજ્રસેન નામના શિષ્યને મોકલીને પ્રસ્થાપિત કર્યો અને કહ્યું કે, જ્યારે તને લક્ષ મૂલ્યવાળી ભિક્ષા પ્રાપ્ત થાય ત્યારે જાણજે કે, દુકાળનો નાશ થયો છે. પછી વજ્રસ્વામી શ્રમણ ગણથી પરિવૃત્ત થઈ એક પર્વત ચઢવાનું શરૂ કર્યું. અહીં આપણે ભક્ત પ્રત્યાખ્યાન કરીએ. માત્ર એક બાળ સાધુને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું. તે બાળ સાધુ ત્યાંથી જવા ઇચ્છતા ન હતા. ત્યારે કોઈ એક ગામમાં તે છૂટા પડ્યા, પછી પર્વત ચડી ગયા. તેણે કોઈને અસમાધિ ન થાય તેમ વિચારી નીચે કોઈ શિલાતલે પાદપોપગત અનશન સ્વીકાર્યું. ત્યારે તે બાળ સાધુ જેમ તાપથી માખણ ઓગળે તેમ ત્યાં ઓગળી ગયા અને અલ્પ કાળમાં કાળધર્મ પામ્યા. દેવોએ મહોત્સવ કર્યો. ત્યારે વજ્રસ્વામીએ કહ્યું, તે બાળસાધુએ પોતાનું કાર્ય સાધી લીધું. ત્યારે બીજા સાધુઓ બમણી શ્રદ્ધાથી સંવેગપૂર્વક બોલ્યા કે, જો તે બાળક હોવા છતાં આત્મકલ્યાણ સાધીને ગયા, તો પછી અમે કેમ તેથી પણ સારી આરાધના ન કરીએ ? ત્યાં પ્રત્યનીક દેવોએ તે સાધુઓને શ્રાવકરૂપે ભોજન-પાન માટે નિમંત્રણા કરી. હે ભગવન્ ! હવે પારણું કરો. ત્યારે વજ્રસ્વામીએ જાણ્યું કે, આ અપ્રીતિક અવગ્રહ છે. તેથી ત્યાંથી નીકળી બીજા પર્વત પર ગયા. ત્યાં દેવતાનો કાયોત્સર્ગ કર્યો. ત્યાંની અધિષ્ઠાત્રી દેવીએ આવીને કહ્યું, મારા પર અનુગ્રહ કરો. અહીં જ રહો. ત્યાં તેઓ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ત્યારપછી ઇન્દ્ર રથ સાથે આવ્યો અને વંદન કર્યું. પછી પ્રદક્ષિણા કરી. તરુવર– તૃણ આદિ પણ નમ્યા. ત્યારથી આજપર્યંત તે પર્વત થાવર્ત પર્વત કહેવાય છે. ત્યારપછી અર્ધનારાચ સંઘયણ અને દશમું પૂર્વ વિચ્છેદ પામ્યું. પારિણામિકી બુદ્ધિમાં વજ્રસ્વામીનું દૃષ્ટાંત અપાય છે. જેમકે સંઘની અવહેલના ન કરવી તે માટે માતાની પાસે ન જવું, દેવે ઉજ્જૈનીમાં વૈક્રિયલબ્ધિ આપી, પુરિકામાં પ્રવચનની અપભ્રાજના ન થાય તે માટે જે કંઈ કર્યું, આદિ સર્વ કથન વજ્રસ્વામીની પારિણામિકી બુદ્ધિનું જાણવું. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ આગમ કથાનુયોગ-૪ ચૈત્યભક્તિ દ્વારમાં પણ વજસ્વામીનું દૃષ્ટાંત અપાય છે. કેમકે તેઓએ શાસનની અપભ્રાજના નિવારવા અને શ્રાવકોના વાત્સલ્યને માટે પુષ્પો લાવીને આપ્યા. તેના દ્વારા દિવ્ય પૂજા કરાવી. નિશીથ ચૂર્ણિકાર આ દૃષ્ટાંત સાધર્મિક વાત્સલ્યમાં આપે છે. માનિશીથ સૂત્ર-૫૯૦માં એક વિશિષ્ટ હકીકત જણાવી છે કે, કાલની પરિહાણીના દોષથી તે નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિકા આદિનો ઘણો જ વિચ્છેદ થવા લાગ્યો હતો, ત્યારે મહાદ્ધિ, લબ્ધિસંપન્ન પદાનુસારી લબ્ધિવાળા વજસ્વામી નામે બાર અંગરૂ૫ શ્રતને ધારણ કરનારા આચાર્ય થયા. તેમણે પંચમંગલ મહાશ્રુત સ્કંધનો આ ઉદ્ધાર મૂળ સૂત્રની મધ્યે લખ્યો. ૦ આગમ સંદર્ભ :આયામૂ.૧, ૫૦૯ની વૃ; આયા.નિ. ૩૩૫ની વૃ, આયા.. ૨૪૭; મરણ ૪૬૯ થી ૪૭૪; નિસી.ભા. ૩ર + ચું, નિસી.ભા. ૪૪૭૧ની ચૂ મહાનિ ૫૯૦; આવનિ ૭૬૪ થી ૭૭૩, ૭૭૬, ૫૦, ૧૧૮૦ + ૬ આવ યૂ.૧–પૃ. ૩૮૧ થી ૪૦૩, ૪૦૬, ૪૧૧, ૫૪3; ઓનિ ૭૧૫ + વૃક દસ. યૂ.. ૯૭; ઉત્ત.નિ. ૯૭ + નંદી. ર૯ + ૬ કલ્પસૂત્ર સ્થવિરાવલી ૦ વજભૂતિ કથા : દ્રવ્યથી પરિચ્છન્ન નહીં પણ ભાવથી પરિચ્છન્નનું આ દૃષ્ટાંત છે – ભૃગુકચ્છ નગરમાં નભોવાહન નામે રાજા હતો. તેને પદ્માવતી નામે રાણી હતી. તે નગરમાં વજભૂતિ નામે આચાર્ય હતા. તેઓ મહાકવિ હતા, પરિવાર રહિત અને મંદરૂપવાળા – કદરૂપા હતા. તેમના કાવ્યોથી અંતઃપુર ગુંજતું રહેતું હતું. તે પદ્માવતી પણ તેમના કાવ્યોથી હતહદય થઈ કોઈ દિવસ વિચારવા લાગી કે, જેમના કાવ્ય આવા છે તે કવિને મારે એક વખત જોવા છે. ત્યારપછી રાજાની અનુજ્ઞા પામી દાસીઓ વડે સંપરિવૃત્ત થઈને મહાઈ એવા તે અણગારના ઔચિત્યને જાળવતી તે વજભૂતિની વસતિમાં ગયા. તેમને નજીક આવતા જોઈને વજભૂતિ અણગાર જાતે પોતે તેમની સામે ચાલ્યા, પદ્માવતીએ પૂછયું કે, વજભૂતિ આચાર્ય કયાં છે ? વજભૂતિ આચાર્યએ કહ્યું, બહાર ગયા છે. દાસીએ સંજ્ઞા દ્વારા જણાવ્યું કે, આ જ વજભૂતિ છે. ત્યારે વિરાગ પામીને પદ્માવતી વિચારવા લાગી કે, કસેરુ નદીનું પાણી પીવું સારું, પણ આનું દર્શન–મોઢું જોવું સારું નથી. અહીં કસેરુ નામે એક નદી હતી. તે નદીની પ્રસિદ્ધિ ઘણી જ હતી. પણ તેનું પાણી તેની પ્રસિદ્ધિને અનુરૂપ ન હતું. તે રીતે વજભૂતિની કાવ્યશક્તિ ઘણી હતી પણ તેનું દર્શન તેને અનુરૂપ ન હતું. (આ ફક્ત દષ્ટાંત છે, તેથી વધુ કોઈ માહિતી આ કથા સંબંધે મળતી નથી.) ૦ આગમ સંદર્ભ :વવ.ભા. ૧૪૦૭; વવ.ભા. ૧૪૦૮, ૧૪૯ત્ની –– – – Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૧૯૯ ૦ વજસેન આચાર્ય : આચાર્ય વજસ્વામીના મુખ્ય શિષ્ય વજસેન નામે હતા. જ્યારે વજસ્વામીએ ભક્ત પ્રત્યાખ્યાન સ્વીકારવાનું નક્કી કર્યું. ત્યારે તેમણે વજસેનને બીજે વિહાર કરાવ્યો. તે વિચરતા–વિચરતા સોપારક નગરે ગયા. આ વજસેન અણગારને વજસ્વામીએ કહેલું કે, જ્યારે તને લક્ષમૂલ્યવાળી ભિક્ષા પ્રાપ્ત થાય ત્યારે જાણજે કે, હવે દુકાળ પૂરો થશે. સોપારક નગરે જીવ-અજીવ આદિ તત્ત્વોની જ્ઞાતા શ્રાવિકા હતી. તેને વિચાર આવ્યો કે, આપણે કઈ રીતે જીવિશું ? જીવવા માટે હવે કોઈ આધાર નથી. તે દિવસે લક્ષમૂલ્યવાળું ભોજન તૈયાર કર્યું. તેમણે વિચાર્યું કે, આપણે સર્વ કાળ સારી રીતે જીવ્યા. પણ હવે આપણે જીવવાનો કોઈ આધાર રહ્યો નથી. તો લક્ષમૂલ્ય વડે નિષ્પાદિત આ ભોજનમાં ઝેર નાંખી ભોજન કરી, નમસ્કાર સ્મરણપૂર્વક મૃત્યુને સ્વીકારીએ ત્યારપછી ઝેર નાંખવા સજ્જ થયા. પણ હજી તેઓ વિષ ભેળવવા જાય, તેટલામાં તે સાધુ ગૌચરી માટે ભ્રમણ કરતા ત્યાં આવ્યા. ત્યારે તેઓ હર્ષિત અને સંતુષ્ટ થઈને તે સાધુને તે પરમાત્ર–ખીર વડે પ્રતિલાભિત કર્યા. પરમાર્થ સાધ્યો. ત્યારે તે સાધુએ કહ્યું, તમે આ ભોજન દ્વારા મૃત્યુને અંગીકાર ન કરો. કેમકે મને વજસ્વામીએ કહેલ હતું કે, જ્યારે તને લક્ષમૂલ્ય વડે નિષ્પન્ન ભિક્ષા પ્રાપ્ત થશે, ત્યારે બીજી સવારે જ સુભિક્ષ–સુકાળ થશે. ત્યારે પ્રવ્રજ્યા માટે તૈયાર થયા.ત્યારે તેણીએ નિવારતા રોકાયા. આ તરફ તે જ દિવસે વહાણમાં ચોખા આવ્યા. ત્યારે તેમને જીવવાનો આધાર મળ્યો. તે સાધુ ત્યાં જ રહ્યા. સુકાળ થયો. તે બધાં જ શ્રાવકોએ તેમની પાસે દીક્ષા લીધી. ત્યારે વજસ્વામીથી શરૂ થયેલ વંશ સ્થિર થયો. વજસેનથી આર્યનાગિલી નામે શાખા નીકળી. વજસેને આર્યને ચાર શિષ્યો થયા – (૧) નાગિલ, (૨) પોમિલ, (૩) જયંત, (૪) તાપસ. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૭૭૬ની વૃક્ષ આવ.ચૂલ- ૪૦૫; કલ્પસૂત્ર સ્થવિરાવલી. ૦ વસ્ત્રપુષ્યમિત્ર : આર્યરક્ષિતના એક શિષ્ય વસ્ત્રપુષ્યમિત્ર હતા. શેષ સર્વ કથન પોતપુષ્યમિત્ર અનુસાર સમજી લેવું. (આ કથા આર્યરક્ષિત કથામાં આવી ગયેલ છે.) કથા જુઓ “આર્યરક્ષિત" ૦ આગમ સંદર્ભ :આવનિ ૭૭૫ની વૃ; – ૪ – ૪ – ૦ વિંધ્યમુનિ કથા - આર્યરક્ષિતના શિષ્ય વિંધ્યમુનિ થયા. તેમના ગચ્છમાં આ ચાર સાધુ મુખ્ય હતા. તે આ પ્રમાણે – દુર્બલિકાપુષ્યમિત્ર, વિંધ્ય, ફલ્યુરક્ષિત, ગોષ્ઠામાહિલ. તેમાં વિંધ્યમુનિ ઘણાં જ મેધાવી, સૂત્ર–અર્થ અને તદુભયના જ્ઞાતા, ગ્રહણ અને ધારણામાં સમર્થ હતા. તે Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ આગમ કથાનુયોગ-૪ સૂત્ર માંડલીમાં વિષાદ પામતા હતા. જ્યાં સુધી પરિપાટી ક્રમે આલાપક આવતા, ત્યાં સુધી તે કરી શકતા હતા. તેમણે આચાર્ય ભગવંતને કહ્યું કે, હું સૂત્રમાંડલીમાં સીદાઉ છું. તેથી ચીર કાળે પરિપાટી આવે છે, તેથી મને વાચનાચાર્ય આપો. ત્યારે આચાર્ય ભગવંતે તેને દુર્બલિકાપુષ્યમિત્ર વાંચનાચાર્યરૂપે આપ્યા. ગોષ્ઠામાહિલ વિંધ્યમુનિ પાસે અર્થોને શ્રવણ કરવા આવ્યા. ત્યારે આઠમા કર્મપ્રવાદ પૂર્વમાં કર્મનું વર્ણન ચાલતું હતું. જે રીતે કર્મ બંધાય છે. ત્યારે ગોષ્ઠામાહિલે વિંધ્યમુનિને પૂછયું, જીવ અને કર્મનો બંધ કઈ રીતે થાય છે ? આ વિચારથી ગોષ્ઠામાહિલ અભિનિવેશથી અન્યથા માનવા લાગ્યા અને તે પ્રમાણે પ્રરૂપણા કરવા લાગ્યા. એ રીતે ગોષ્ઠામાહિલ નિલવ થયા. ઇત્યાદિ કથા ગોષ્ઠામાહિલ નિલવના કથાનકમાં લખાઈ ગઈ છે. ત્યાં જોવી અહીં આવશ્યક ભાષ્યકાર જણાવે છે કે વિંધ્યમુનિ આઠમા કર્મપ્રવાદ પૂર્વમાં કર્મની પ્રરૂપણા કરતા હતા. તે આ પ્રમાણે – કેટલાંક કર્મો જીવપ્રદેશથી માત્ર બદ્ધ થાય છે, કાલાંતર સ્થિતિને પામ્યા વિના જ છૂટા પડે છે, કેટલાંક કર્મો ધૃષ્ટબદ્ધ હોય છે. તે કાલાંતરે છૂટા પડે છે. કેટલાંક કર્મો ધૃષ્ટબદ્ધ નિકાચિત હોય છે, તે જીવ સાથે એકત્વ પ્રાપ્ત કરે છે, તે કાલાંતરે વેદાય છે ઇત્યાદિ. ત્યારે ગોષ્ઠામાહિલે પ્રશ્ન કર્યો કે, આ પ્રમાણે તો મોક્ષનો અભાવ થઈ જશે. કઈ રીતે ? જીવ અને કર્મનો વિયોગ જ ન થાય. (ત્યારપછીની ચર્ચા ગોષ્ઠામાહિલ નિલવના કથાનકમાં વર્ણવેલી છે.) આ પ્રમાણે ગોષ્ઠામાહિલે કહ્યું. ત્યારે વિંધ્યમુનિએ જણાવ્યું કે, આપણા ગુરુ ભગવંતે કર્મસંબંધી વ્યાખ્યાન આ પ્રમાણે જ કરેલ છે. ગોષ્ઠામાહિલે કહ્યું કે, તેઓ જાણતા નથી કે, કર્મસંબંધી વ્યાખ્યાન કઈ રીતે કરાય. ત્યારે વિંધ્યમુનિ શંકિત થઈને ગુરુ ભગવંતને પૂછવા ગયા, “કદાચ મારાથી કંઈ અન્યથા ગ્રહણ ન થઈ ગયું હોય." ત્યારે ગુરુ ભગવંતે વિંધ્યમુનિને કહ્યું કે, મેં જે રીતે પ્રરૂપણા કરી છે, તે જ પ્રમાણે તેં અવધારેલ છે. તે એ જ પ્રમાણે છે. ત્યારે વિંધ્યમુનિએ ગોષ્ઠામાલિનો વૃત્તાંત કહ્યો, ગુરુએ તેમને જણાવ્યું કે, ગોષ્ઠામાડિલ કહે છે તે મિથ્યા છે ઇત્યાદિ. ત્યારે વિંધ્યમુનિએ ગોષ્ઠામાલિને આ વાત જણાવી. તે મૌન રહીને જ ત્યાં રહ્યા. ફરી નવમાં પૂર્વમાં સાધુના પ્રત્યાખ્યાનનું વર્ણન આવ્યું. જેમકે, હું જાવજીવને માટે પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું ઇત્યાદિ. ત્યારે પણ ગોષ્ઠામાદિલ સંમત ન થયા. ઇત્યાદિ ગોષ્ઠામાહિલ નિભવની કથાનકથી જાણવું. ૦ આગમ સંદર્ભ :સૂય યૂ.પૂ. ૫; ઠા. ૬૮૮ની વૃ આવ.ભા. ૧૪ર + ; આવ.યૂ.૧–. ૪૧૦, આવ.નિ. ૦૭૬, ૭૭૭ની વૃ, આવ.ભ. ૧૪૩–વૃ; –– » –– » –– ૦ વિષ્ણુકુમાર કથા : - પ્રવચન ઉપઘાત રક્ષણના સંદર્ભમાં આ કથા છે – ભગવંત મુનિસુવ્રતસ્વામીના સમયમાં ગજપુર નગરમાં ઇક્વાકુ વંશનો પક્વોત્તર Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા રાજા રાજ્ય કરતો હતો. તેને જ્વાલા નામની રાણીથી પ્રથમ પુત્ર થયા. વિષ્ણુકુમાર, પછી બીજા પુત્ર થયા મહાપદ્મ ચક્રવર્તી... સુવ્રતાચાર્યના શિષ્ય પાસે નમુચિ નામે અવંતી નગરીના રાજાનો મિથ્યાષ્ટિ પ્રધાનવાદમાં હારી ગયો... પછી કાળક્રમે તે નમુચિ મહાપદ્મ રાજાનો પ્રધાન થયો... નમુચિએ વરદાનમાં સાત દિવસ માટે ચક્રવર્તીનું રાજ્ય માંગ્યુ... સુવ્રતઆચાર્યને નમુચિએ રાજ્ય ત્યાગ કરવા કહ્યું... લબ્ધિધારી વિષ્ણુમુનિને બોલાવ્યા... નમુચિએ તેમને ત્રણ પગલાં રહેવાની જગ્યા આપી... વિષ્ણુમુનિએ પોતાની કાયા લાખ યોજન પ્રમાણ વિક્ર્વી... નમુચિને માથે પગ મૂકીને તેને મારી નાંખ્યો. (આ આખી કથા મહાપદ્મ ચક્રવર્તીની કથામાં અપાઈ ગઈ છે.) ૦ આગમ સંદર્ભ = બુહ.ભા.૩૧૩૧, ૩૧૩૬; આયા.ચૂ.પૃ. ૩૭૪; વવ.ભા. ૭૦૮ની વૃ; . ― * — * — ૨૦૧ વભા ૩૩૭૪; ઉત્ત.ભાવવૃ.પૃ. ૩૬૮ થી ૩૭૪ મધ્યે; સંભૂતિવિજય કથા ઃભગવંત મહાવીરની પરંપરામાં સુધર્માસ્વામી પછી જંબૂસ્વામી થયા. ત્યારપછી પ્રભવસ્વામી થયા, ત્યારપછી શય્યભવસ્વામી થયા. તેમની પાટે આર્ય યશોભદ્ર આવ્યા. આર્ય યશોભદ્રને બે શિષ્યો થયા. માઢર ગોત્રના આર્ય સંભૂતિવિજય અને પ્રાચીન ગોત્રના આર્ય ભદ્રબાહુ. માઢર ગોત્રવાળા આર્ય સંભૂતિવિજયને આ બાર સ્થવિર શિષ્યો થયા. તે આ પ્રમાણે – (૧) નંદનભદ્ર, (૨) ઉપનંદ, (૩) તિષ્યભદ્ર, (૪) યશોભદ્ર, (૫) સુમનોભદ્ર, (૬) મણિભદ્ર, (૭) પૂર્ણભદ્ર, (૮) સ્થૂલભદ્ર, (૯) ઋજુમતિ, (૧૦) જંબૂ, (૧૧) દીર્ઘભદ્ર, (૧૨) પાંડુભદ્ર. જેમાં સ્થૂલભદ્રનો પ્રબંધ વિસ્તારથી મળે છે જે તેમની કથામાં અપાઈ ગયો છે. જુઓ કથા ‘‘સ્થૂલભદ્ર' તેમાં આર્ય સંભૂતિ વિજયના શિષ્ય થયા ઇત્યાદિ સર્વે આવી ગયું છે. માઢર ગોત્રવાળા આર્ય સંભૂતિવિજયને સાત શિષ્યાઓ થયા. તે આ પ્રમાણે :(૧) યક્ષા, (૨) યક્ષદિત્રા, (૩) ભૂતા, (૪) ભૂતદિન્ના, (૫) સેણા, (૬) વેણા, (૭) રેણા. આ સાથે સાધ્વીઓ સ્થૂલભદ્રના બહેનો હતા. ૦ આગમ સંદર્ભ : નિસી.ભા. ૨૧૫૪ની ચૂ; નંદી. ૨૪ + ; આવ.યૂ.૨ ૧૮૫; તિત્વો. ૭૧૩; X --- X આવ.નિ. ૧૨૮૪ની ; કલ્પસૂત્ર—સ્થવિરાવલી ૦ આર્ય સમિત કથા - આર્ય સિંહગિરિના એક શિષ્ય આર્ય સમિત નામે હતા. તે પ્રસિદ્ધ યુગપ્રધાન આચાર્ય વજ્રસ્વામીના મામા હતા. આર્ય સમિતથી બ્રહ્મદ્વિપિક નામની શાખા નીકળી હતી. ૦ વજ્રસ્વામીનો જન્મ થયા પહેલાં એટલે કે સુનંદાના લગ્ન થયા પહેલાં જ સુનંદાના ભાઈ એવા આર્ય સમિતે દીક્ષા લીધી હતી. જ્યારે આર્યસમિત અને વજ્રસ્વામીના Page #203 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૪ પિતા મુનિ (સુનંદાના પતિ) આર્ય ધનગિરિ એ બંને મુનિઓ આચાર્ય સિંહગિરિ સાથે વિચરતા પોતાની નગરીમાં આવ્યા ત્યારે તે બંનેએ પોતાના કુટુંબીજનોને જોવા જવાની ઇચ્છા વ્યક્ત કરેલી. આચાર્ય સિંહગિરિએ પણ લાભનું કારણ જાણી તેમને જવાની અનુજ્ઞા આપી અને કહ્યું કે, સચિત્ત કે અચિત્ત જે મળે તે વહોરી લાવજો. ત્યારે સુનંદાએ વજ્ર (સ્વામી)ને વહોરાવી દીધા ઇત્યાદિ કથા વજ્રસ્વામી (આર્ય વજ્ર)ની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ ‘વજ્રસ્વામી’’. ૨૦૨ - ૦ કોઈ વખતે આર્ય સમિત વિહાર કરતા હરંત ગામે આવ્યા. તે ગામમાં જિનદત્ત નામે એક શ્રાવક હતો. તે જિનાગમ અને સાધુભક્તિને વિશે તન્મય ચિત્તવાળો હતો. દાન દેવામાં નિપુણ હતો. તેણે કોઈ વખતે સાધુ નિમિત્તે આધાકર્મ દોષવાળુ ભોજન કરાવ્યું. આ સર્વ વૃત્તાંત સૂરિ મહારાજે કોઈપણ પ્રકારે જાણ્યો. તેથી તેમણે તેને ઘેર પ્રવેશ કરતા સાધુઓને નિવાર્યા કે, હે સાધુઓ ! ત્યાં સાધુ નિમિત્તે આહાર કરેલો છે, તેથી તમે ત્યાં જશો નહીં. આ પ્રમાણે આર્ય સમિતે કહેતા જેઓએ તેમનું વચન અંગીકાર કર્યું, તેઓ આધાકર્મના પરિભોગથી ઉત્પન્ન થતાં પાપ કર્મથી બંધાયા નહીં અને ગુરુની આજ્ઞાનું પાલન પણ થયું. જેઓએ આહારના લંપટપણાથી થતા દોષોની અવગણના કરી તેઓ કુગતિના કારણરૂપ આધાકર્મના ભોગી અને આજ્ઞા ભંગથી દીર્ઘ સંસારને ભજનારા ભોગવાળા થયા. ૦ વસંતપુરમાં નિલય નામે શેઠ હતા. તેને સુદર્શના નામની પત્ની હતી. તેમને બે પુત્ર હતા. ક્ષેમંકર અને દેવદત્ત. તથા લક્ષ્મી નામે પુત્રી હતી. તે જ નગરમાં તિલક નામે શેઠ હતા, તેને સુંદરી નામે પત્ની હતી. તેમને ધનદત્ત નામે પુત્ર અને બંધુમતી નામે પુત્રી હતી. તેમાં ક્ષેમંકરે આર્ય સમિત પાસે દીક્ષા લીધી. તથા દેવદત્ત બંધુમતીને પરણ્યો અને ધનદત્ત લક્ષ્મીને પરણ્યો. કોઈ કારણે ધનદત્ત દરિદ્ર થઈ ગયો. ધનદત્ત દરિદ્ર હોવાથી પ્રાયઃ કોદરા ખાતો હતો. દેવદત્ત ધનિક હોવાથી હંમેશાં શાલિ-ઓદન ખાતો હતો. કોઈ વખત ક્ષેમંકર સાધુ વિહાર કરી ત્યાં પધાર્યા. તેના મનમાં થયું કે, જો ભાઈ દેવદત્તને ત્યાં જઈશ તો બહેનને થશે કે, હું ગરીબ છું માટે આ સાધુ મારે ત્યાં આવતા નથી. તેથી અનુકંપા વડે તેણીને જ ઘેર પ્રવેશ કર્યો. ભિક્ષાવેળા લક્ષ્મીને થયું કે, એક તો મારો ભાઈ છે, બીજું તે સાધુ છે, ત્રીજુ તે પરોણો છે. તો હું તેના કોદરા ક્યાં આપું ? તેથી તેની ભાભીને ત્યાં જઈ કોદરા આપી બદલામાં શાલિઓદન લાવી. તે વખતે દેવદત્ત જમવા આવ્યો. ભોજનમાં કોદરા જોઈને તે સમજ્યો કે મારી પત્નીએ કૃપણતાને લીધે કોદરા રાંધ્યા છે. તેણીને મારવા લાગ્યો ત્યારે તેણીએ કહ્યું કે, તમારી જ બહેન ભાઈ મુનિ માટે આ પરાવર્તન કરી ગઈ છે. અહીં ધનદત્ત જમવા બેઠો. ક્ષેમંકર મુનિને વહોરાવ્યા પછી વધેલા શાલિ ઓદન તેને પીરસ્યા. તેણે પણ પત્નીને તાડન કર્યું કે, બીજાને ઘેરથી લાવીને તેં મારી મલિનતા કરી ? બંનેના ઘરનો વૃત્તાંત પરંપરાએ સાંભળી આર્ય સમિતે સાધુને પ્રતિબોધ કર્યો કે, આપણે આવું પરાવર્તિત દોષવાળું ભોજન કલ્પે નહીં. પછી સવિસ્તાર જિનપ્રણિત ધર્મ કહ્યો. તેથી સર્વેને સંવેગ પ્રાપ્ત થયો. બધાંએ દીક્ષા લીધી. ૦ કૃષ્ણા અને બેન્ના એ બે નદીઓની વચ્ચ બ્રહ્મ દ્વીપ છે. તેમાં ૫૦૦ તાપસો વસે Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૨૦૩ છે. પર્વને દિવસે કુલપતિ પાદલેપ વડે નદીને ઉતરી નગરમાં આવે છે અને સત્કાર પામે છે. તે વખતે શ્રાવકજનોની ખિસા થઈ. તેઓએ આર્ય સમિતને કહ્યું. આર્ય સમિતે કહ્યું કે, માયાકપટથી પારલેપ વડે આવે છે. ત્યારે શ્રાવકોએ તે પ્રગટ કરવા માટે તેમને નિમંત્રણ આપ્યું. તે આવ્યા, ત્યારે લોકમાં અવિનય કહેવાય એમ કહી તેમના પગ ધોયા. ભોજન કરીને તે તાપસ ચાલ્યો. નદીમાં ડૂબવા લાગ્યો. સમિતાર્થે નદીના બંને કાંઠા મેળવી દીધા. સર્વે વિસ્મય પામ્યા. પછી ૫૦૦ તાપસોએ પ્રવજ્યા લીધી. તે બ્રહ્મ શાખા. વિસ્તારથી જણાવતા કહે છે કે, ૪૯ તાપસોથી પરિવરલ દેવશર્મા નામે કુલપતિ હતો. તે કુલપતિ સંક્રાંતિ વગેરે પર્વને દિવસે પોતાની પ્રભાવના કરવા માટે સર્વ તાપસો સહિત પાદલપ વડે કૃષ્ણ નદીને ઉતરીને અચલપુરમાં આવે છે. તે વખતે લોકો તેવા પ્રકારનો તેનો અતિશય જોઈને ચિત્તમાં વિસ્મય પામી વિશેષ કરીને તેમને ભોજનાદિ સત્કાર કરે છે. તથા શ્રાવકજનોની નિંદા કરે છે કે, તમારા ગુરમાં આવી શક્તિ નથી. ત્યારે શ્રાવકોએ આર્ય સમિત નામક આચાર્યને આ વાત કરી. તેણે પોતાના જ્ઞાનથી વિચારીને કહ્યું કે, માયાકપટથી આ પાદલપ વડે નદીને ઉતરે છે. તપશક્તિના પ્રભાવથી ઉતરતા નથી. ત્યારે શ્રાવકોએ તેના માયાકપટને પ્રગટ કરવા માટે તે કુલપતિને પરિવાર સહિત ભોજન માટે નિમંત્રણ કર્યું, ત્યારે ભોજન સમયે તેઓ ઘેર આવ્યા. તેના પગ ધોવાનું શરૂ કર્યું. તેઓ પારલેપ દૂર ન થાય તે માટે પગ ધોવા દેતા નથી. ત્યારે શ્રાવકોએ કહ્યું કે, પગ ધોયા વિના તમને જમાડવાથી અમારો અવિનય કહેવાશે. એમ કહીને બળાત્કારે તેમના પગ ધોયા પછી ભોજન કર્યા બાદ તેઓ પોતાના સ્થાને જવાને ચાલ્યા. શ્રાવકો પણ બધાં લોકોને બોલાવીને વળાવવાની બુદ્ધિથી તેમની સાથે ચાલવા લાગ્યા. પછી પરિવાર સહિત કુલપતિ કૃષ્ણા નદીને ઉતરવા લાગ્યા. ત્યારે પાઘલેપ નહીં હોવાથી ડૂબવા લાગ્યા. તેથી લોકોમાં તેમની આપભ્રાજના થઈ. આ અવસરે તેમને બોધ કરવા માટે આર્ય સમિતસૂરિ ત્યાં આવ્યા, તેમણે સમગ્રજનની સમક્ષ નદી પરત્વે કહ્યું કે, હે કૃષ્ણા! અમે સામે કાંઠે જવાને ઇચ્છીએ છીએ. તે વખતે કૃણાનદીના બંને કાંઠા એક સાથે મળી ગયા. તે જોઈને લોકોને તથા પરિવાર સહિત કુલપતિને વિસ્મય થયું. પછી પરિવાર સહિત કુલપતિએ દીક્ષા ગ્રહણ કરી. ૦ આગમ સંદર્ભ :જી.ભા. ૧૪૬૧ થી ૧૪૬૬; આવ..૧–૫. 3૯૦, ૫૪3; પિંડ.નિ. ૯૭, ૩૫ર થી ૩૫૪, ૨૪૨, ૫૪૪ થી ૫૪૬; ઉત્ત.નિ. ર૯૫ની વૃ કલ્પસૂત્ર સ્થવિરાવલી–વૃત્તિ. - x - x ૦ શશક કથા : વારાણસીના રાજા જિતશત્રુના પુત્ર અને જરાકુમારના પૌત્રનું નામ શશક હતું. તેને ભસક નામનો ભાઈ હતો. તેને સુકુમાલિકા નામની બહેન પણ હતી. આ ત્રણેએ દીક્ષા લીધી. ઇત્યાદિ. (કથા જુઓ સુકુમાલિકા) તેમાં આ મુનિની કથા વિસ્તારથી આપેલ છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ આગમ કથાનુયોગ-૪ ૦ આગમ સંદર્ભ :ગચ્છા. ૮૪ ની # નિસીભા ૨૩૫૧ની ચૂત બુહ.ભા. ૫૪૫૪, ૫૫૫ + ; – ૪ – ૪ – ૦ સહદેવ કથા - હસ્તિનાપુરના પાંડુરાજાના પાંચ પુત્રોમાંના પાંચમો પુત્ર સહદેવ હતો. તેણે છેલ્લે દીક્ષા અંગીકાર કરી અને મોક્ષે ગય. (આ સમગ્ર કથા પાંડવ કથા તથા દ્રૌપદી કથામાં છે. શ્રમણ વિભાગમાં – પાંડવ કથા અને શ્રમણી વિભાગમાં દ્રૌપદી કથા જોવી.) ૦ આગમ સંદર્ભ :નાયા. ૧૭૦, ૧૮૨; ૦ શાલિભદ્ર કથા :૦ પૂર્વભવ : ધનધાન્યથી સમૃદ્ધ એવું શાલિગ્રામ નામે પ્રસિદ્ધ ગામ હતું. ત્યાં કોઈ ઋદ્ધિસંપન્ન શેઠને ઘેર દરિદ્ર એવી ધન્યા નામે દાસી હતી. તે દાસીને સંગમ નામે એક પુત્ર હતો. તે લોકોના ગાય-વાછરડાંને ચરાવતો હતો. કોઈ વખતે સંગમે માતા પાસે રૂદન કરી ખીરની માંગણી કરી. માતા ઘણી ગરીબ હોવાથી ખીર આપી શકતી નથી. ત્યારે માતા પણ રડવા લાગી. પાડોશણોએ એકઠી મળી રૂદનનું કારણ પૂછ્યું. ત્યારે તે ગોવાલણનો સત્ય વૃત્તાંત જાણી ચોખા, દૂધ, ખાંડ આદિ સર્વ સામગ્રી આપી. માતાએ પણ સ્વાદયુક્ત ખીર પકાવી. થાળમાં પુત્રને ખીર આપી. તે બહારના કામે ચાલી. ત્યારે તેના ઘેર માસક્ષમમના તપસ્વી આવી પહોંચ્યા. સંગમને થયું કે, અહો ! આવા ઉત્તમ તપસ્વી આવ્યા છે તો પહેલાં હું તેમને આ ખીર આપું. તેણે થાળમાંની બધી જ ખીર બહુમાનપૂર્વક સાધુને વહોરાવી દીધી. મુનિએ પણ તેનો ભાવ જોઈને ખીર ગ્રહણ કરી. વહોરાવ્યા બાદ સંગમ ખૂબ જ હર્ષિત અને સંતુષ્ટ થયો. જ્યારે તેની માતા પાછી ફરી ત્યારે થાળ ખાલી જોઈને બીજી ખીર આપી. તે બધી ખીર ખાઈ ગયો. પણ તેને એ ખીર પચી નહીં અને તે જ દિવસે તેને વમન – થવા લાગ્યું. તે જ રાત્રે મૃત્યુ પામ્યો. સુપાત્રના દાનથી તેણે ભોગ-સમૃદ્ધિયુક્ત એવું મનુષ્યગતિનું આયુષ્ય બાંધ્યું. (ગ્રંથાન્તરમાં આવતી કથા પ્રમાણે પૂર્વભવે તે કૃપણ ધનપાલ શ્રેષ્ઠી હતો અને તે ભવે સાધુને વહોરાવવાનો તેને છેલ્લે ભાવ થયેલો. તે ભવે આવા ઉત્તમ ભાવપૂર્વક જ સહસા મૃત્યુ પામેલો. તે ભવમાં પોતાના એક વાણોત્તરને તેણે તીર્થયાત્રા માટે કેટલાંક સોનૈયા ઉધાર આપ્યા હતા. તેનું નામ તેજપાલ હતું. તેજપાલનું તીર્થયાત્રા દરમ્યાન જ મૃત્યુ થયું. તે મૃત્યુ પામીને રાજગૃહ નગરે ગોભદ્ર નામે શ્રેષ્ઠી થયા. ધનપાલ તેની કૃપણતાને લીધે મરીને સંગમ નામે ગોવાળ થયો. પણ પૂર્વભવનો સાધુને વહોરાવવાનો ભાવ હોવાથી સંગમના ભવમાં સાધુને જોતાં જ વહોરાવવા માટેનો ભાવ પુનઃ જાગૃત થયો. અલબત્ત, આ કથા આગમેતર ગ્રંથમાં છે. આગમમાં આ પૂર્વભવ અમને કયાંય જોવા મળેલ નથી.) Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૨૦૫ ૦ શાલિભદ્રનો ભવ – રાજગૃહ નગરીમાં પ્રસિદ્ધ અને ઋદ્ધિસંપન્ન એવા ગોભદ્ર નામે શ્રેષ્ઠી હતા. તેમને સૌભાગ્ય અતિશયવાળી ભદ્રા નામે ભાર્યા હતી. કેટલેક કાળે સંગમ ગોવાળનો જીવ મુનિદાનના પ્રભાવે તેણીના ગર્ભમાં આવ્યો. સ્વપ્નમાં તેણીએ શાલિક્ષેત્ર જોયું હોવાથી તેનું શાલિભદ્ર એવું નામ રાખવામાં આવ્યું. કાળક્રમે તે વૃદ્ધિ પામ્યો. સોહામણો યુવાન થયો. ત્યારે સમાન ઋદ્ધિ, ત્વચા, વયવાળી બત્રીશ શ્રેષ્ઠી કન્યાઓ સાથે તેના વિવાહ કરવામાં આવ્યા. તેની સાથે મનુષ્ય સંબંધિ પાંચ પ્રકારના ઉદાર ભોગ ભોગવતો સમય વ્યતીત કરવા લાગ્યો. તેના પિતા ગોભદ્ર શ્રેષ્ઠી મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન થયેલા. (આગમેત્તર ગ્રંથ મુજબ ગોભદ્ર શેઠ કે તેજપાલ વાણોત્તરનો જીવ હતો. તે પૂર્વભવનું દેવું ચૂકવવા અથવા બીજા મતે પૂર્વભવના અપાર સ્નેહને કારણે) દેવલોકથી નિત્ય નવીન વસ્ત્ર, ભોજન, પુષ્પ, વિલેપન, આભુષણ આદિની પેટીઓ મોકલવા લાગ્યા. દેવલોકના દેવની પેઠે તે બત્રીશે કન્યાઓ સાથે દિવ્ય ભોગ ભોગવવા લાગ્યો. તે ઘણો જ ઋદ્ધિસંપન્ન હતો અને સંસાર સંબંધિ સર્વ સુખનો ઉપભોગ કરી રહ્યો હતો. કોઈ સમયે રાજગૃહ નગરમાં અતિ મૂલ્યવાનું રત્નકંબલ લઈને વેચવા આવ્યો. તે શ્રેણિકના મહેલમાં આ રત્નકંબલ વહેંચવા ગયો. પણ તેની કિંમત લાખો સુવર્ણમૂલ્ય હોવાથી શ્રેણિકે રત્નકંબલની ખરીદી ન કરી. નિરાશ વદને તે વેપારી પાછો ફરતો હતો. ત્યારે તે ભદ્રા શેઠાણીને ઘેર આવ્યો. તેના મનમાં થતું હતું કે જે રત્નકંબલો રાજા ખરીદી ન શક્યો તે બીજું કોણ ખરીદશે. ત્યારે ભદ્રા શેઠાણીએ બધાં રત્નકંબલનું મૂલ્ય ઠરાવી ખરીદી લીધાં. પણ તેની સંખ્યા માત્ર સોળ હતી. તેથી તેણીએ શાલિભદ્રની બત્રીશ પત્ની માટે દરેક રત્નકંબલના બે—બે ટુકડા કરી દરેક પુત્રવધૂને આપી દીધા. તે બધી સ્ત્રીઓએ પગલુછીને ખાળમાં ફગાવી દીધા. જ્યારે ચેલણા રાણીને ખબર પડી કે શ્રેણિક રાજાએ એક પણ રત્નકંબલ ખરીદ્યુ નહીં, ત્યારે તેણી શ્રેણિક રાજાથી ઘણી જ નારાજ થઈ. તેણીએ કહ્યું કે, તમને એક રત્નકંબલ ખરીદવાનું મૂલ્ય પણ ન મળ્યું ? ત્યારે શ્રેણિકે ફરી રત્નકંબલના વેપારીને બોલાવી એક રત્નકંબલ આપવા કહ્યું. વેપારીએ કહ્યું કે, બધાં રત્નકંબલ ભદ્રા શેઠાણીએ ખરીદી લીધાં. પુત્રવધૂઓને આપ્યા. જે તેમણે બે ટુકડા કરી પગ લૂંછી ફગાવી દીધા. શ્રેણિક રાજા આ સાંભળીને વિસ્મય પામ્યો. વિચારવા લાગ્યો કે, અહો તેમની કેવી ઋદ્ધિ હશે? તે બત્રીશ કન્યાનો પતિ શાલિભદ્ર કેવો સુકુમાર હશે? મારે જરૂર તેને જોવા જોઈશે. પછી તેણે ભદ્રા શેઠાણીને કહેવડાવ્યું કે, નેત્રના ઉત્સવભૂત એવા શાલિભદ્ર પુત્રને અહીં લાવો. ત્યારે ભદ્રામાતાએ જવાબ મોકલ્યો કે, અતિ સુખશાળી શાલિભદ્ર ત્યાં કેવી રીતે આવી શકે ? તે તો ઘણો જ સુકુમાર છે. માટે તે સ્વામી ! કૃપા કરીને આપ મારે ઘેર પધારો. રાજાએ ભદ્રા શેઠાણીના કર્મકારોનું સન્માન કર્યું. ત્યાં આવવાની અનુમતિ આપી. ભદ્રાએ ત્યારે આખા ઘરને વિવિધ વસ્ત્રો, રત્નો, મણી ઇત્યાદિથી સમજાવ્યું. ચિત્રામણ Page #207 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૪ કરાવ્યા, કસ્તુરીના થાપા દેવડાવ્યા. મનોહર રંગાવલિ તૈયાર કરાવી. તેના પર રત્નાવલીના સાથિયા કરાવ્યા. પુષ્પ અને માળાઓનું સુશોભન કરાવ્યું. માર્ગને શોભિત કર્યો. સુગંધિ પદાર્થો યુક્ત જળનો છંટકાવ કર્યો. ૨૦૬ ત્યારપછી રાજા શ્રેણિક શાલિભદ્રને ત્યાં જવા નીકળ્યો. જ્યારે તે શાલિભદ્રને ઘેર પહોંચ્યો ત્યારે ભદ્રા શેઠાણીએ તેમને સ્વાદયુક્ત રસવંતી જમાડી. પછી નાગરવેલના નવીન અખંડ પાનનું બનાવેલું તાંબૂલ આપ્યું. મરકત, મોતી, હીરા, માણેક, વસ્ત્રોનું ભેંટણું આપ્યું પછી શ્રેણિકે કહ્યું કે, હે માતા ! હજું શાલિભદ્ર કેમ દેખવામાં આવ્યો નહીં ? જો તે ન આવી શકે તો મને કહો હું તેની પાસે જઈને ભેટું. ત્યારે ભદ્રા માતા ઘરના ઉપરની સાતમી ભૂમિએ – સાતમે માળે પહોંચ્યા. તેને કહ્યું કે, હે પુત્ર ! આપણે ત્યાં શ્રેણિક આવેલા છે. તો વત્સ ! તું તલભૂમિ પર નીચે આવ. ત્યારે શાલિભદ્રએ કહ્યું, હે માતા ! શ્રેણિક જે કંઈ હોય તેમાં મને શી ખબર પડશે ? તેની જે કિંમત થતી હોય તે ચૂકવીને લઈ લ્યો. તેમાં મારે નીચે આવવાની શી જરૂર છે ? ત્યારે માતાએ તેને સમજાવ્યું કે, આ શ્રેણિક કોઈ ખરીદવાની વસ્તુ નથી. તે તો તારો અને મગધદેશના મહારાજા છે. માટે હે વત્સ ! નીચે ઉતરીને તેને જુહાર કર. ઘેર આવેલાનું યોગ્ય સન્માન—સત્કાર આપણે કરવું જોઈએ. આ સાંભળીને શાલિભદ્ર વિચારવા લાગ્યા કે, તો શું મારે માથે પણ કોઈ બીજો સ્વામી છે ? એવું વિચારતા તેનું મન દુભાયું. સાતમી ભૂમિથી છેક નીચે ભૂમિતલ પર આવીને ઉત્તમ ભેટણું ધરી રાજાને પગે પડ્યો. રાજાએ પણ તેને ઘણાં રત્નાભૂષણો આપ્યા. શ્રેણિકે તેને પોતાના ખોળામાં બેસાડ્યો. મીષ્ટ વચનોથી તેને બોલાવ્યો. પણ શ્રેણિક રાજાના સ્પર્શને સહન ન કરી શકતો એવો શાલિભદ્ર ઘણો વ્યથિત થવા લાગ્યો. માલતીપુષ્પોની માળા કરમાઈ ગઈ. તે ક્ષણો મહામુશ્કેલીથી તેણે પસાર કરી. શ્રેણિકના ખોળામાં તેનું સુકુમાર શરીર ચળવળવા લાગ્યું. તે જોઈને રાજાએ તેને કહ્યું કે, હે પુત્ર! હવે તું તારા સ્થાને જા. પછી શ્રેણિક રાજાને ધારાગિરિ મહેલમાં સ્નાનક્રીડા કરાવવા લઈ ગયા. ત્યાં વિલાસ કરતાં કરતાં રાજાની વીંટી (હસ્તનું મુદ્રારત્ન) જળમાં પડી ગયું. ઘણી તપાસ કરતાં હાથ ન લાગ્યું. ભદ્રાની આજ્ઞા પામેલી દાસી તે વાવડીના જળને ઠાલવવા લાગી. ત્યારે તેમાં ઘણાં રત્નો ભરેલા હતા. તેમાં રહેલી શ્રેણિકની આ મુદ્રિકા કાળા કોલસા જેવી ઓળખાઈ આવી. ત્યારે શ્રેણિકે ભદ્રા શેઠાણીને પૂછ્યું કે, આવા ઉત્તમ આભુષણો ત્યાગ કેમ કરી દો છો ? ત્યારે તેણીએ જવાબ આપ્યો કે, મારો પુત્ર અને પુત્રવધૂ હંમેશાં નવાં નવાં આભૂષણો પહેરી બીજા દિવસે નિર્માલ્યની જેમ ફેંકી દે છે. રાજા તે સાંભળી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. પછી મહેલે પાછો ફર્યો. ૦ શાલિભદ્રના વૈરાગ્ય પરિણામ : આ તરફ પોતાના પ્રાસાદના સાતમા ભૂમિતલ પર પહોંચીને શાલિભદ્ર તત્ત્વ વિચારવા લાગ્યો કે, ખરેખર ! હું નિર્ભાગી છું, અતિપ્રમાદી બની ગયો છું. તરુણ– તરુણીમાં ઘણી આસક્તિ કરીને મેં મારું મનુષ્યજીવન નિષ્ફળ બનાવ્યું છે. પૂર્વ જન્મના Page #208 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણ કથા ૨૦૭ કોઈ સુકૃતથી અત્યારે હું દેવતાઈ ભોગો ભોગવી રહ્યો છું. વળી મારા મનમાં એક વાત ખટકે છે – હજુ મારા ઉપર બીજો કોઈ સ્વામી છે. હવે હું એવું કંઈક કરું કે, મારા ઉપર કોઈ સ્વામી ન હોય. અહીં તો પૂર્વભવમાં ઉપાર્જિત પુણ્યના પ્રભાવથી મેં ઘણાં સુખ–ભોગ ભોગવ્યા. હવે આવો સુંદર ભવ પ્રાપ્ત કરીને સમગ્ર ધર્મમાં મારી મતિ કરું જેથી મોક્ષ અને સ્વર્ગનો માર્ગ સરળ થાય. હવે તે સમયે અચાનક જ રાજગૃહ નગરે ધર્મઘોષ ગુરુ પધાર્યા. સર્વ બળ—સૈન્ય અને પરિવાર સહિત શ્રેણિક રાજાએ ત્યાં જઈને તેમને વંદન કર્યું. શાલિભદ્ર પણ ત્યાં પહોંચ્યા. આચાર્ય ભગવંતે ધર્મ કહ્યો. તે સાંભળતા શાલિભદ્રનો સંવેગ વધુ દૃઢ થયો. પછી શાલિભદ્રે પૂછયું કે, મારા ઉપર હજી સ્વામી છે. જો મારે કોઈ સ્વામી માથે ન જોઈતા હોય તો મારે શું કરવું ? ધર્મઘોષ આચાર્યએ કહ્યું, તો તું સંયમ અંગીકાર કરે. ત્યારે શાલિભદ્રને વૈરાગ્યભાવ થયો. શુદ્ધમતિ થઈ. પ્રવ્રજ્યા ગ્રહણ કરવાનો દૃઢ નિશ્ચય કરી ઘેર આવ્યા. આવીને માતાને વિનંતી કરી કે, હે માતા ! મેં આજે આચાર્ય ભગવંત પાસે અત્યંત મનોહર ધર્મશ્રવણ કર્યો છે. તેથી નાશ પામવાના સ્વભાવવાળા ભોગોથી મારું મન વિરક્ત થયું છે. હવે હું આ કામભોગ સર્વેનો ત્યાગ કરી, ચારિત્ર પાલન કરીશ. આ વચન સાંભળી પ્રથમ તો માતાને મૂર્છા આવી ગઈ. પછી કહ્યું કે, તું આવા કઠોર વચન ન બોલ. મારે માટે હું નેત્ર અને જીવિત સમાન છો. તારા વિના મારા પ્રાણ પલાયન થઈ જશે. તારા ઉપરના અતિશય સ્નેહને આધીન તારી પત્નીઓને ઝૂરતી હું જોઈ નહીં શકું. વળી તું તો ઘણો જ સુકુમાલ છે. આ કઠોર ચારિત્ર પાલન કરી શકીશ નહીં. આવું કહેવા છતાં શાલિભદ્ર તેના નિશ્ચયમાં દૃઢ રહ્યા. માતાએ ઘણી યુક્તિ-પ્રયુક્તિથી સમજાવ્યું. તેટલામાં શ્રમણ ભગવંત મહાવીર ત્યાં પધાર્યા. આ વખતે અતિ સુંદર એવી શાલિભદ્રની બહેન તેના પતિ ધન્ય સાર્થવાહને અયંગન કરતી હતી. ત્યારે રૂદનથી અશ્રુજળ ધન્યના શરીર પર પડ્યું ત્યારે ધન્યએ તેણીને પૂછ્યું કે, તું કેમ રડે છે ? ત્યારે તેણીએ કહ્યું કે, મારો ભાઈ શાલિભદ્ર દીક્ષા લેવાને માટે તૈયાર થયો છે. દરરોજ તે એક—એક શય્યાનો પત્નીનો ત્યાગ કરે છે. ત્યારે ધન્ય એ તેણીને કહ્યું, તારો ભાઈ તો કાયર પુરુષ છે કે, જે રોજ એક જ પત્નીનો ત્યાગ કરે છે. સ્નેહને તોડવો હોય તો એક જ સપાટામાં તોડી નાંખવો જોઈએ. તે તો નામ પણ લેવાને લાયક નથી. ત્યારે તેણીએ ધન્યને કહ્યું કે, જો તમે ખરેખરા શૂરવીર છો તો તમે કેમ દીક્ષા લેતા નથી ? ત્યારે ધન્યએ તેણીને કહ્યું કે, હું તારા આવા વચનની જ રાહ જોતો બેઠો હતો. હવે તું હમણાં જ વ્રત ગ્રહણ કરતો જોજે. ત્યારે શાલિભદ્રની બહેનને દશગણો વજ્રઘાત થયો. તેણી ઘણી જ કરગરવા અને રૂદન કરવા લાગી. પણ કૃત્ નિશ્ચયી એવા ધન્ય એ સ્વજન—પરિવારને એકઠો કરી સહસ્રવાહિની શિબિકામાં બેસીને, નીકળીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યા. શીઘ્ર જ દીક્ષા ગ્રહણ કરી. ૦ ધન્ય અને શાલિભદ્રનું અનશન : શાલિભદ્ર અને ધન્ય એ બંને મુનિઓએ અગિયાર અંગોનો અભ્યાસ કર્યો. અસંગ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ આગમ કથાનુયોગ-૪ એવા તે બંને ભગવંતની સાથે પૃથ્વીતલ પર વિચરતા હતા. વિવિધ તપ આદિમાં રક્ત હતા. કષ્ટકારી અનુષ્ઠાનમાં લીન હતા. ધીમે ધીમે તેમના શરીર શોષાવા લાગ્યા. માત્ર શુષ્ક હાડકાં, નસો, ચામડી દેખાવા લાગ્યા. એ પ્રમાણે વિચરતા તેઓ રાજગૃહ પધાર્યા. માસક્ષમણનું પારણું આવ્યું. ત્યારે ધન્ય અને શાલિભદ્ર પારણે વહોરવા જવા માટે ભગવંત મહાવીર પાસે આજ્ઞા લેવા આવ્યા. ત્યારે ભગવંતે શાલિભદ્રને કહ્યું કે, આજે તું માતાના હાથે પારણું કરીશ અર્થાત્ તારી માતા તને પારણાનો આહાર વહોરાવશે. ગૌચરી માટે ભ્રમણ કરતા તેઓ પોતાના ઘેર (ભદ્રા શેઠાણીના ઘરે) પહોંચ્યા. તે વખતે શાલિભદ્ર અને ધન્યમુનિ પણ ભગવંત મહાવીર સાથે પધારેલા છે તે જાણી ભદ્રા માતા તથા બત્રીશે પુત્રવધૂ તેમના દર્શન માટે ઉત્કંઠિત થયેલા હોવાથી પરિવાર સાથે જવા માટે ઉતાવળા થયા હતા. તે વખતે ધન્ય અને શાલિભદ્રને કોઈએ ઓળખ્યા નહીં કે તે તરફ લક્ષ્ય આપ્યું નહીં. તેથી ત્યાં આહાર પ્રાપ્ત ન થયો. ત્યારપછી ત્યાંથી પાછા વળેલા શાલિભદ્ર (તથા ધન્ય)ને માર્ગમાં કોઈ ગોવાલણે જોયા. શાલિભદ્રને જોતાની સાથે જ તે ગોવાલણના મનમાં નેહ ઉભરાઈ આવ્યો. સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું, હર્ષાશ્રુ વહેવા લાગ્યા. તેણીએ દહીંની મટકી માથેથી ઉતારીને શાલિભદ્રને દહીં વહોરાવી દીધું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની શુદ્ધિ જોઈને તેઓએ પણ દહીં વહોરી લીધું. શ્રમણ ભગવંત મહાવીર પાસે પહોંચીને આહાર બતાવ્યો, આલોચના કરી, પછી પૂછયું કે, હે ભગવન્! આપે કહેલું કે, મારી માતાને હાથે પારણું થશે, તો આમ કેમ ? ત્યારે ભગવંતે જણાવ્યું કે, જેણે તેને દહીં વહોરાવ્યું તે તારા ગયા ભવની માતા જ હતા. ત્યારે આ સંબંધે વિચારણા કરતા અનુક્રમે તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ યાદ આવ્યો. તેને થયું કે, “આ સ્નેહને ધિક્કાર થાઓ.” મારા પૂર્વભવની જે માતા છે તે હજી સ્નેહ ધારણ કરે છે અને આ ભવની માતાએ મને ઓળખ્યો પણ નહીં. ત્યારે વિકૃષ્ટ તપ વડે ક્ષીણ દેહ થયેલા તેમણે ભગવંત પાસે જઈ અનુમતિ માંગી કે, હું ભગવન્! હું હવે અનશન અંગીકાર કરવા ઇચ્છું છું. ત્યારે ધન્યમુનિએ પણ અનશન કરવા માટે અનુમતિ માંગી. વીર ભગવંતે તે બંનેને અનુમતિ આપી. ત્યારે તે બંને મહામુનિઓ નાલંદા સમીપે વૈભારગિરિ–પર્વત ગયા. (બીજા મતે કોઈ શ્મશાનમાં ગયા, ત્યાં બંનેએ ધગધગતા શિલાયુગલ પર પાદોપગમન અનશનનો સ્વીકાર કર્યો. સમાધિપૂર્વક સંખનામાં સ્થિર થયા. આ સમયે ભદ્રામાતા બધી પુત્રવધૂ સાથે ભગવંત મહાવીર પાસે પહોંચ્યા. ભગવંતને વંદના કરી, પછી પૂછ્યું કે, હે ભગવંત! શાલિભદ્ર (અને ધન્ય)મુનિ કયાં છે ? ત્યારે ભગવંતે તેમને કહ્યું કે, તમારે ઘેર તે બંને મુનિ પધારેલા. પણ કોઈએ ઓળખ્યા નહીં અને પૂર્વભવની ગોવાલણ માતાએ દહીં વડે પારણું કરાવ્યું. તેથી સર્વ જીવોને ખમાવીને, આજ્ઞાપૂર્વક તેઓએ જઈને પાદોપગમન અનશન સ્વીકારેલ છે. મનમાં શોકવાળી માતા ભદ્રા પુત્રવધૂઓ સાથે તે સ્થાને ગયા. તેમણે જોયું કે, વૃક્ષ ભૂમિ પર પડેલું હોય તે રીતે તે બંને મુનિ પાદોપગમન અનશન્ને સ્વીકારીને ત્યાં રહેલા છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૨૦૯ આ અવસ્થા જોઈને, તેમને વંદના કરી બધાં રૂદન કરવા લાગ્યા – અમારા જેવા નિભંગી કોણ હશે ? ઘેર આવેલા પુત્રને ઓળખ્યો નહીં. ક્યાં પુષ્પ જેવી કોમળ શય્યા ? અને કયાં આ પત્થરની શય્યા ? ખરેખર ! તમને બંનેને ધન્ય છે. આ પ્રમાણે કરુણ વિલાપ કરી રહ્યા છે. ત્યારે પોતાના ધ્યાનમાં નિશ્ચલ એવા તે બંને મુનિઓના આયુષ્ય ક્ષીણ થયા. કાળધર્મ પામીને તેઓ સર્વાર્થસિદ્ધ વિમાન ઋદ્ધિસંપન્ન દેવ થયા. (મરણસમાધિ મુજબ – અન્યૂન એક માસ પછી તેઓ સવગથી વ્યુત્કૃષ્ટ થયા. ભગ્ર અસ્થિ થઈ તેમનાં માંસ અને સ્નાયુ વિનષ્ટ થયા.). ૦ આગમ સંદર્ભ :આયા. ૧૪૪ની વૃ, આયા.ચૂપૃ. ૧૩૯; ઠા ૯૭૪ની . રાય૪રૂની વૃ; મરણ. ૪૪૫ થી ૪૪૮; બુહ.ભા. ૪ર૧૯, ૪૨૨૩; આવ.પૂ.૧-પૃ. ૩૭૨; ૦ શીતલાચાર્ય કથા - એક રાજપુત્ર હતો. તેનું નામ શીતલ હતું. તે કામભોગથી ખિન્ન થઈને પ્રવજિત થયા–દીક્ષા લીધી. તેમની બહેન કોઈ અન્ય રાજાને પરણાવેલ હતી. તેણીને ચાર પુત્રો હતા. તેણી તેના ચાર પુત્રોને કથા અવસરે કથા કહેતી હતી. (કથા મધ્યે વાત કરે છે કે-) તમારા મામાએ દીક્ષા અંગીકાર કરેલી છે ઇત્યાદિ. એ પ્રમાણે સમય વહેતો હતો. ત્યારપછી તથારૂપ સ્થવિરો પાસે તે ચારેએ પણ દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લઈને બહુશ્રુત થયા. પોતાના આચાર્ય ભગવંતને પૂછીને મામાને (શીતલાચાર્યન) વંદન કરવાને નીકળ્યા. કોઈ એક નગરમાં છે તેવા સમાચાર તેઓએ સાંભળ્યા. તેથી ચારે ભાઈ મુનિ તે નગર તરફ ચાલ્યા. તેટલામાં સંધ્યાકાળ થઈ ગયો, તેથી નગરની બહાર જ રહ્યા. કોઈ શ્રાવક નગર તરફ જઈ રહ્યો હતો. ત્યારે તેની સાથે શીતલાચાર્યને સંદેશો મોકલ્યો કે તમારા ચારે ભાણેજ મુનિઓ વંદનાર્થે આવ્યા છે પણ સંધ્યાકાળ થઈ ગયો હોવાથી નગરમાં પ્રવેશ કર્યો નથી. ત્યારે તે શ્રાવકે જઈને શીતલાચાર્યને વાત કરી. સાંભળીને શીતલાચાર્ય પણ સંતોષ પામ્યા. આ તરફ ચારે ભાઈઓ રાત્રિના શુભ અધ્યવસાયમાં વર્તતા હતા, ત્યારે તે ચારે ભાઈ મુનિઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. શીતલાચાર્ય પ્રભાતે (નગર પ્રવેશ તરફની દિશામાં અવલોકન કરે છે. અર્થાતું, રાહ જુએ છે. હમણાં મુહર્ત માત્રમાં ચારે ભાણેજ મુનિ આવશે તેમ તેઓ વિચારે છે. છતાં ન આવ્યા ત્યારે શીતલાચાર્યને થયું કે અર્થપોષી કરીને આવશે. ઘણી રાહ જોવા છતાં પણ ચારે ભાણેજમુનિ ન આવ્યા ત્યારે તેઓ (નગર બહાર) દેવકૂલિકા તરફ ગયા. ચારે ભાઈ મુનિઓ તો વીતરાગ – કેવલજ્ઞાની હોવાથી સામેથી આવતા એવા શીતલાચાર્ય (મામા મહારાજ)નો આદર કરતા નથી. (કેમકે કેવલીનો તે આહાર નથી). શીતલાચાર્યએ દંડ સ્થાપીને ઇર્યાપથ પ્રતિક્રમણ કર્યું, આલોચના કરી. (તો પણ ચારે ભાઈમુનિઓ કશું જ ન બોલ્યા ત્યારે તેમણે રોષાયમાન થઈને પૂછયું-) તમને કઈ રીતે ૪/૧૪ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ આગમ કથાનુયોગ-૪ વંદન કરું ? તેઓ બોલ્યા કે, જે રીતે તમને યોગ્ય લાગે તે રીતે વંદન કરો. ત્યારે શીતલાચાર્ય વિચારવા લાગ્યા કે, અહો ! આ તો તદ્દન દુષ્ટશિક્ષિત અને લજ્જા વગરના છે. તો પણ તેમણે રોષપૂર્વક તેઓને વંદન કર્યું. ચારેને વંદન કર્યું. તો પણ ચારે ભાઈમુનિઓ મૌન જ રહ્યા. કેમકે કેવલી ભગવંતોનો એવો આચાર છે કે, જ્યાં સુધી કોઈ તેમને કેવલી ન જાણે, ત્યાં સુધી પોતાના મુખેથી તેઓ કેવલીપણાને જાહેર કરતા નથી. આ જીતકલ્પ છે. તેઓને એવો પૂર્વપ્રવૃત્ત ઉપચાર ન હોવાથી તેઓએ કહ્યું કે, આપ દ્રવ્યવંદન થકી તો વંદન કર્યું. પરંતુ ભાવવંદના થકી વંદન કર્યું નથી. હવે ભાવ વંદન કરો કેમકે વંદન કરતી વેળા આપ કષાયરૂપી કંટક વડે જ સ્થાન પતિત દેખાવો છો. શીતલાચાર્યએ કહ્યું કે, શું તમે આ પણ જાણો છો કે, મેં વંદન કઈ રીતે કર્યું? કેવલીએ કહ્યું કે, હા, અમે તે સારી રીતે જાણીએ છીએ. ત્યારે શીતલાચાર્યએ પૂછયું કે, તમને શું કોઈ અતિશય જ્ઞાન થયું છે ? કેવલીએ કહ્યું કે, હા, ફરી પૂછયું કે, તે જ્ઞાન છઘસ્થ સંબંધી છે કે કેવલીવિષયક. કેવળીએ કહ્યું, કેવલી વિષયક. તે સાંભળીને શીતલાચાર્યના રોમ-રોમ કંપી ઉઠ્યા. તેમને થયું કે, અહો ! મેં મંદભાગ્ય વડે કેવળીની આશાતના કરી. એમ વિચારતા તેમનો સંવેગભાવ અતિશય વૃદ્ધિ પામ્યો. તેઓ કષાયરૂપી કંટકથી તુરંત નિવૃત્ત થયા – યાવત્ – તેઓએ અપૂર્વકરણમાં પ્રવેશ કર્યો. શીતલાચાર્યને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રમાણે કૃતિકર્મ સંબંધિ દ્રવ્ય–ભાવ વંદનનું દષ્ટાંત જાણવું. તે જ કાયિકી ચેષ્ટા હતી. પણ પૂર્વની કાયિકી ચેષ્ટા કર્મબંધને કરનારી હતી, જ્યારે પછીની મોક્ષને માટે થઈ. પૂર્વે દ્રવ્ય વંદન કર્યું, પછી ભાવવંદન કર્યું. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૧૧૦૪ + 9, આવ.પૂ.ર–પૃ. ૧૪ – ૪ - ૪ - ૦ સિંહગિરિ કથા - - આર્ય દિન્ન (દત્ત)ના શિષ્ય સિંગિરિ હતા. સિંહગિરિના ચાર શિષ્ય થયા :(૧) આર્ય સમિત, (૨) ધનગિરિ, (૩) વજસ્વામી અને (૪) અર્હદા. તેમનો ઘણાં કથા પ્રસંગોમાં ઉલ્લેખ આવે છે. જેમકે – વજસ્વામીના કથાનકમાં તેમના ગુરરૂપે સિંહગિરિના ઉલ્લેખ ઘણાં પ્રસંગે થયો છે. કથા જુઓ “વજસ્વામી". આર્યસમિતના ગુરુ સ્વરૂપેનો ઉલ્લેખ કથા જુઓ આર્યસમિત. “ગચ્છ' કોને કહેવાય, તેના દૃષ્ટાંતમાં પણ સિંહગિરિનો ઉલ્લેખ છે. આર્ય સિંહગિરિ છેલ્લે વજસ્વામીને ગણ સોંપીને, પોતે ભક્તપ્રત્યાખ્યાન કર્યું ભક્તપ્રત્યાખ્યાન કરી, કાળધર્મ પામી દેવલોકે ગયા. ૦ આગમ સંદર્ભ :-- ઠા ૨૪પની વૃ; ગચ્છા ૫૬, ૬૦ની , આવ.નિ ૭૬૬ + 9 આવયૂ.૧–પૃ. ૩૯૦, ૩૯૪, આવ.નિ. ૭૬૭ની વૃ ઉત્ત.નિ ૯૭ + વૃ Page #212 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણ કથા કલ્પસૂત્ર સ્થવિરાવલી + વૃત્તિ. = Xx x = ૦ સુકોશલ કથા ઃ સાકેતપુરના શ્રી કીર્તિધર રાજાના પુત્ર શ્રી સુકોશલ ઋષિ ચાતુર્માસમાં માસક્ષમણના પારણાના દિવસે, પિતામુનિની સાથે ચિત્રકૂટ પર્વત પરથી ઉતરતા હતા. તે વેળાયે વાઘણ એવી પૂર્વજન્મની માતાએ તેઓને ફાડી નાંખ્યા. છતાંયે તેવે સમયે ગાઢ રીતે ધીરતાપૂર્વક પોતાના પ્રત્યાખ્યાનમાં પૂરેપૂરા ઉપયોગશીલ રહ્યા. વાઘણથી ખવાતાં તેઓએ અંતે ઉત્તમાર્થને સાધી સમાધિમરણને પ્રાપ્ત કર્યું. મોક્ષ પામ્યા. ૦ આગમ સંદર્ભ : ભત ૧૬૧; સંથા. ૬૩, ૬૪; X - X નનન = ૨૧૧ ૦ સુનંદ કથા ઃ ચંપા નગરીમાં સુનંદ નામે એક વણિક શ્રાવક હતો. સાધુ તેની પાસે જે માગે તે ઔષધ, ભેષજ, સાથવો વગેરે અવજ્ઞાપૂર્વક આપતો હતો. કોઈ વખતે ગ્રીષ્મઋતુમાં સુસાધુઓ જલ (મેલ)થી યુક્ત અંગવાળા હતા. તે તેને ત્યાં પરોણારૂપે આવ્યા. તે સાધુઓના પરસેવા–મેલ આદિની દુર્ગંધ ઉછળી રહી હતી. તેણે સુગંધદ્રવ્ય વડે પ્રતિલાભ્યા. પણ તે વખતે સુનંદને વિચાર આવ્યો કે, સાધુઓનું બધું જ સુંદર છે, પણ જો તેઓ આ પરસેવો—–મેલને સાફ કરી દેતા હોય તો ઘણું જ સુંદર લાગે. આ પ્રમાણે તે જલ્લ–પરીષહ વિષયક દુર્ગંછા કરી, તે સ્થાનની આલોચના કર્યા વિના, પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામ્યો. ત્યાંથી તે કૌશાંબી નગરીમાં કોઈ શ્રેષ્ઠીના કુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. તે કામભોગથી ઉદ્વિગ્ન થયો, ધર્મ સાંભળીને તેણે પ્રવ્રજ્યા અંગીકાર કરી. તે પૂર્વ કર્મના ઉદયથી દુરભિગંધયુક્ત થયો. તેને કારણે તે જ્યાં જ્યાં જતા હતા, ત્યાં ત્યાં તેની અપભ્રાજના થતી હતી, ત્યારપછી સાધુઓએ તે મુનિને કહ્યું કે, તમારે અપભ્રાજના સહન કરવાની જરૂર નથી. તમે ઉપાશ્રયમાં જ રહો. તે મુનિએ રાત્રિના દેવતાને આશ્રિને કાયોત્સર્ગ કર્યો. પછી દેવતાએ તેને સુગંધી કર્યો. ત્યારપછી તે મુનિ કોષ્ઠપુટ કે અન્ય વિશિષ્ટ દ્રવ્યોની ગંધ સમાન સુગંધી થઈ ગયા. ફરી પણ તેની અપભ્રાજના થવા લાગી. ત્યારે તેણે ફરી દેવતાની આરાધના કરી. સ્વાભાવિક ગંધવાળા થયા. તેણે જે રીતે જલ્લ પરીષહ સહન ન કર્યો. એ પ્રમાણે બીજા સાધુએ ન કરવું. ૦ આગમ સંદર્ભ ઉત્ત.નિ. ૧૧૭ + ; X મરણ. ૪૬૭; X ઉત્ત.ચૂ.પૃ. ૮૦; ૦ સુમનભદ્ર કથા ઃ ચંપા નગરીમાં જિતશત્રુ નામે રાજા હતો. તેનો પુત્ર સુમનભદ્ર યુવરાજ હતો. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ આગમ કથાનુયોગ-૪ ધર્મઘોષ અણગાર પાસે ધર્મ સાંભળીને તે કામભોગથી ઉદ્વિગ્ન થયો, તેથી તેણે પ્રવજ્યા અંગીકાર કરી. ત્યારપછી તેણે એકાકિ વિહારપ્રતિમા અંગીકાર કરી. ત્યારપછી અધોભૂમિમાં વિચરતા શરઋતુમાં તે કોઈ અટવી તરફ આવ્યા. રાત્રિના મશક-ડાંસ તેને ખાવા લાગ્યા. (ચટકા ભરવા લાગ્યા) તો પણ તેણે તેની પ્રમાર્જના ન કરી, સમ્યક રીતે તેણે દંશ પરીષહને સહન કર્યો. રાત્રિના લોહી-પર આદિ વહેવા લાગ્યા અને તે કાળધર્મ પામ્યા. આ પ્રમાણે સાધુએ દંશ–મશક પરીષહ સહન કરવો જોઈએ. ૦ આગમ સંદર્ભ :ઉત્ત.નિ. ૯૩ + ; મરણ. ૪૯૦ ૦ સુવત કથા : સુદર્શનપુરે સુસુનાગ ગાથાપતિ હતો. તેની પત્ની સુયશા હતી. તે બંને શ્રાવક ધર્મનું પરિપાલન કરતા હતા. તેમનો પુત્ર સુવ્રત હતો. તે ગર્ભમાં સુખપૂર્વક રહ્યો. સુખપૂર્વક વૃદ્ધિ પામ્યો. એ પ્રમાણે યૌવન વય સુધી સુખેથી રહ્યો, પછી સમ્યક્ બોધ પામ્યો. ત્યારપછી માતાપિતાની અનુજ્ઞા લઈ, પ્રવ્રજિત થયો. દીક્ષા લીધા બાદ ઘણું જ અધ્યયન કર્યું. તેણે એકાકી વિહારપ્રતિમા અંગીકાર કરી. શક્રએ તેના સંયમની ઘણી જ પ્રશંસા કરી. તે પ્રશંસા સાંભળી દેવ તેની પરીક્ષા કરવા આવ્યો. અનુકુળપણે તેણે ઉપસર્ગ કરવાનો આરંભ કર્યો. હે કુમાર ! તમે ધન્ય છો કે, તમે બ્રહ્મચર્યનું પાલન કરી રહ્યા છો, પણ આ રીતે તમે કુળ સંતાનના તંતુનો છેદ કરવાથી અધન્ય છો. પણ તે ભગવાન સમભાવે રહ્યા. એ પ્રમાણે માતા-પિતા પોતાના વિષયમાં આસક્ત થયેલા દેખાડ્યા. પછી તે બંનેને મારી નાંખ્યા. કરુણ વિલાપ કર્યો. તો પણ સુવ્રત મુનિ સમભાવે રહ્યા. ત્યારપછી સર્વ ઋતુઓ વિકર્વી દિવ્ય સ્ત્રીઓ તેમને વિભ્રમ સહિત જોવા લાગ્યા. દીર્ધ નિઃશ્વાસ મૂકવા લાગ્યા. તો પણ સુવ્રતમુનિ સંયમમાં વિશેષ સમાધિયુક્ત રહ્યા. આ રીતે સમ્યકૂતયા ઉપસર્ગો સહન કરતા-કરતા તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. થાવત્ કાળક્રમે તેઓ સિદ્ધ થયા. આ પ્રમાણે સમાધિ નામક યોગ સંગ્રહ જાણવો. ૦ આગમ સંદર્ભ :આવ.નિ ૧૨૯૮ + વૃક આવ યૂ.– ૧૯૫; – ૪ —- ૪ - ૦ (આઈ)સહસ્તિ કથા :૦ પરીચય : આર્યસ્થૂલભદ્રના મુખ્ય શિષ્ય સુહસ્તિ નામે આચાર્ય થયા. તેઓ વાશિષ્ટ ગોત્રના હતા. આર્ય મહાગિરિ તે ગણના ધારક હતા. પણ જ્યારે તેમણે જિનકલ્પની તુલના કરવાનું શરૂ કર્યું. ત્યારે તે સમગ્ર સાધુગણને તેમણે આર્ય સુહસ્તિને ભળાવેલ ત્યારપછી આર્ય સુહસ્તિ તે સમગ્ર ગુણના ધારક બન્યા. આર્ય સુહસ્તિને બાર શિષ્યો પુત્રો સમ પ્રસિદ્ધ થયા. તે બાર શિષ્યો આ પ્રમાણે (તેમ વિસ્તૃત વાંચનામાં કહે છે.) Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૨૧૩ (૧) રોહણ, (૨) ભદ્રયશ, (૩) મેઘગણિ, (૪) કામદ્ધિ, (૫) સુસ્થિત, (૬) સુપ્રતિબુદ્ધ, (૭) રક્ષિત, (૮) રોહગુપ્ત, (૯) ઋષિગુપ્ત, (૧૦) શ્રીગુપ્ત, (૧૧) બ્રહ્મ અને (૧૨) સોમ. ગણના ધારક એવા આ બારે સુહસ્તિના શિષ્યો હતા. સંક્ષિપ્ત વાચના અનુસાર વાશિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્ય સુહસ્તિને બે સ્થવિર શિષ્યો હતા. તે આ પ્રમાણે – સુસ્થિત અને સુપ્રતિબદ્ધ. વ્યાઘાપત્ય ગોત્રવાળા આવા પ્રકારના કૌટિક અને કાકંદિક નામે બે સ્થવિર શિષ્યો હતા. કેટલાક આચાર્યો કહે છે સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ એ બે તેમના નામ છે. જ્યારે કૌટિક અને કાકંદિક તેમના વિશેષણ છે. અર્થાત્ કૌટિક અને કાકંદિક એવા સુસ્થિત અને સુપ્રતિબદ્ધ બે શિષ્યો હતા. ૦ મહત્ત્વપૂર્ણ ઘટના : ૦ આર્ય સુહસ્તિ વિચરતા એવા પાટલીપુત્ર ગયા. ત્યાં વસુભૂતિ નામે એક શ્રેષ્ઠી હતો, તેણે સુહસ્તિ પાસે ધર્મ સાંભળી, શ્રાવકના વ્રતો સ્વીકાર્યા. તે વસુભૂતિએ કોઈ દિવસે આર્ય સુહસ્તિને કહ્યું, ભગવન્! આપે મને સંસારમાંથી વિસ્તાર કરવાનો ઉપાય બતાવ્યો છે. મારા સ્વજનોને પણ આ ઉપાય બતાવો. ત્યારે સુહસ્તિના કહેવાથી તેણે જ સ્વજનોને સમજાવ્યા. તેટલામાં આર્ય મહાગિરિ ત્યાં પ્રવેશ્યા. ત્યારે આર્ય સુહસ્તિઓ મહાગિરિઆર્યના ગુણોની પ્રશંસા કરી. શ્રાવકને અણુવ્રત આપીને આર્ય સુહસ્તિ ગયા. પછી તેઓ આર્ય મહાગિરિ સાથે જીવિત પ્રતિમાના વંદનાર્થે ગયા. ઉજ્જૈનીમાં જીવતુ પ્રતિમાને વંદના કરી ઉદ્યાનમાં રહ્યા. ૦ આર્ય સુહસ્તિઓ ઉજ્જૈનીમાં પોતાના સાધુઓને વસતિની માગણી કરવા મોકલ્યા. ત્યારે એક સાધુ યુગલ (સંઘાટક) શ્રેષ્ઠીપત્ની સુભદ્રાને ત્યાં ઘેર ભિક્ષા માટે ગયા. સુભદ્રાએ પૂછ્યું કે, આપના (ભગવંત) આચાર્ય કોણ છે ? તેઓએ કહ્યું, આર્ય સુહતી. પછી તે સાધુયુગલે વસતિની યાચના કરી. ત્યારે સુભદ્રાએ તેમને યાનશાળા બતાવી. ત્યાં આર્ય સુહસ્તિ રહ્યા. કોઈ વખતે પ્રદોષ કાળે આચાર્ય સુહસ્તિ નલિની ગુલ્મ અધ્યયનનું પરાવર્તન કરતા હતા. ત્યારે સુભદ્રાનો પુત્ર અવંતીસુકુમાલ પ્રાસાદના સાતમા માળે પોતાની બત્રીશ પત્નીઓ સાથે કામક્રીડાદિ કરી રહ્યો હતો. તેણે સુતા સુતા આ અધ્યયન સાંભળ્યું – યાવત્ – અવંતીસુકમાલે શ્મશાનમાં જઈ ભક્ત પ્રત્યાખ્યાન કર્યું ઇત્યાદિ કથા અવંતીસુકુમાલ કથાથી જાણવી. ત્યારપછી અવંતીસકમાલની એક ગર્ભવતી સ્ત્રી સિવાય બાકી બધી પત્નીઓએ દીક્ષા અંગીકાર કરી. તેને એક પુત્ર થયો. તેણે અવંતિસુકમાલનઆ કાળધર્મ સ્થાને એક દેવકુલ (જિનાલય) કરાવ્યું. - ભોજન નિમિત્તે દીક્ષાના એક ભેદમાં પણ ઠાણાંગ સૂત્ર–વૃત્તિમાં સુહસ્તિ આર્યનો એક પ્રસંગ આવે છે જેમાં તેમણે એક ભિક્ષુકને દીક્ષા આપેલી. જ્યારે આર્ય સુહસ્તિ કૌશાંબી પધાર્યા. ત્યારે તેમની પાસે એક ઢમકે–ભિક્ષુકે દીક્ષા લીધી. તે આ અવ્યક્ત સામાયિકથી મૃત્યુ પામીને રાજાને ઘેર જમ્યો. તે કથાનક– આર્ય સુહસ્તિ કૌશાંબી નગરી પધાર્યા. ત્યાં કેટલોક કાળ રહ્યા. તે વખતે તેમના Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ આગમ કથાનુયોગ-૪ સાધુઓ ભિક્ષાર્થે ભ્રમણ કરતા હતા. ત્યારે કોઈ એક ઢમકે તેમને જોયા. ત્યારે તેણે ભોજન માટે યાચના કરી. સાધુએ કહ્યું કે, અમારા આચાર્ય જ તને આનો જવાબ આપી શકે. ત્યારે તે ભિક્ષુક આચાર્ય સુહસ્તિ પાસે ગયો. તે વખતે આચાર્ય ભગવંતે ઉપયોગ મૂક્યો. તેમણે જાણ્યું કે, આને પ્રવજ્યા આપવાથી લાભનું કારણ થશે. તેથી ભિક્ષુકને કહ્યું કે, જો તું પ્રવજ્યા ગ્રહણ કરે તો તને ભોજન આપીએ. ત્યારે તે ભિક્ષુક દીક્ષા લેવા તૈયાર થયો. ત્યારપછી તેને દીક્ષા આપી. સામાયિકમાં સ્થિત થયો. પછી તેણે ઘણો જ આહાર કર્યો. પરિણામે તે ભિક્ષુક મૃત્યુ પામ્યો. પણ આ અવ્યક્ત સામાયિકના પ્રભાવથી તે અંધ એવા કુણાલ રાજાનો પુત્રરૂપે જન્મ્યો. ચંદ્રગુપ્ત રાજાનો પ્રપૌત્ર બિંદુસાર રાજા હતો. તેનો પૌત્ર અશોકથી હતો. તેનો પુત્ર કૃણાલ હતો. તે અંધ હતો. તેણે રાજ્યની માંગણી કરી. ત્યારે રાજાએ કહ્યું, તારે અંધને રાજ્યનું શું કરવું છે? ત્યારે કુણાલે કહ્યું, મારા પુત્રને માટે રાજ્ય જોઈએ છીએ. રાજા કહે, તારે પુત્ર ક્યાં છે ? તેણે પુત્રને લાવીને રાજાને આપ્યો કે, આ સંપ્રતિ (હમણાં જ) જમ્યો. તેથી તેનું નામ સંપ્રતિ જ પાડી દીધું. કોઈ વખતે આર્ય સહસ્તી જીવંત સ્વામીની પ્રતિમાના વંદનાર્થે ઉજ્જૈની આવ્યા. ત્યાં રથયાત્રા નીકળી. રાજ્યના પ્રાંગણમાં થઈને જતી હતી ત્યારે રથની આગળ રહેલા આર્ય સુહસ્તિને જોઈને રાજા સંપ્રતિને જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યારે ત્યાં જઈને ગુરુના ચરણકમળમાં વંદના કરી, સુખશાતા પૂછી. પછી પૂછયું કે, હે ભગવન ! અવ્યક્ત સામાયિકનું શું ફળ છે ? આચાર્ય ભગવંતે કહ્યું કે, તેથી રાજ્યાદિકની પ્રાપ્તિ થાય છે. ત્યારે સંભ્રાન્ત થયેલો સંપ્રતિ રાજા, અંજલિ જોડીને આનંદના અશ્રુના પૂરથી પૂરિત નયનતય યુક્ત તે બોલ્યો, હે ભગવન્! એ જ પ્રમાણે છે. પણ મને તમે આ પૂર્વે ક્યાંય પણ જોયેલ છે ખરો ? ત્યારે આર્ય સુહસ્તિએ ઉપયોગ મૂકીને કહ્યું કે, હે રાજન્ ! મેં તને પૂર્વે જોયેલ છે. તમે પૂર્વભવે મારા શિષ્ય હતા. ત્યારે પ્રતિ રાજાએ પરમ સંવેગ પામીને આર્ય સુહસ્તિ પાસે સમ્યગુદર્શન સહ પાંચ અણુવ્રતમય શ્રાવકધર્મ અંગીકાર કર્યો. સંપતિની પ્રવયનભક્તિ માટે કથા જુઓ “સંપતિ." ૦ સંપ્રતિ રાજા દ્વારા આર્ય સુહસ્તિના સાધુઓને આહારાદિ પ્રાપ્ત થવા લાગ્યા. કોઈ વખતે આર્ય મહાગિરિએ આર્ય સુહસ્તિને પૂછયું, આ આહાર, વસ્ત્ર આદિ જે ઇચ્છિત પ્રાપ્ત થાય છે, તો હે આર્ય ! તું જાણે છે કે, રાજાએ જ લોકોને આ રીતે આપવા માટે પ્રવૃત્ત કર્યા છે ? આર્ય સુહસ્તિ આ બધું જાણવા છતાં તે અનેષણીય વસ્તુ પોતાના શિષ્ય પરત્વેના મમત્વથી બોલ્યા, હે ક્ષમાશ્રમણ ! રાજધર્મને અનુસરતા એવા લોકો ઇચ્છિત આહારાદિને આપે છે. ત્યારે આર્ય મહાગિરિએ કહ્યું, તું આવો બહુશ્રુત થઈને આ પ્રમાણે પોતાના શિષ્યના મમત્વને કારણે જ આમ બોલી રહ્યો છે. તેથી મારે ને તારે હવે એકત્ર માંડલી – સમુદેશ આદિ વ્યવહાર બંધ છે. એમ કહીને તેને વિસંભોગી કર્યો. ત્યારે આર્ય સુહસ્તિ વિચારવા લાગ્યો કે, મારા જાણવા છતાં કે, આ આહારાદિ અષણીય છે તો પણ સાધુઓએ ગ્રહણ કર્યો. મેં પોતે પણ આ અષણીય આહારાદિ Page #216 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણ કથા ભોગવ્યા. આ મારું બાલમંદત્વ છે. અથવા તો હજી કંઈપણ વિનષ્ટ થયું નથી, તે પહેલાં જ હું આ દોષનું પ્રતિક્રમણ કરું. એમ વિચારીને તે જ ક્ષણથી આવર્તન કર્યું. પછી યથાયોગ્ય આલોચના કરીને પોતાના અપરાધની સમ્યક્ ક્ષમાયાચના કરી. અકલ્પ્યપ્રતિસેવનથી નિવૃત્ત થયા. ત્યારપછી તેમને માંડલીનું સાંભોગિકપણું શરૂ થયું. ત્યારપછી અનેક જીવોને પ્રતિબોધ પમાડી આર્યસુહસ્તિ સ્વર્ગે સંચર્યા. ૦ આગમ સંદર્ભ : ઠL ૩૮૨, ૬૦૨, ૯૭૫ની વૃ; બુહ.ભા. ૩૨૭૫ થી ૩૨૭૭, ૩૨૮૨ + આ.નિ. ૧૨૮૩ + નંદીચૂ.પૃ. ૬; ૨૧૫ આવ.ચૂર- ૧૫૫; કલ્પસૂત્ર સ્થવિરાવલી + ; — * - * નિસીભા. ૫૭૪૪ થી ૫૭૫૧ + ચૂ હ.ભા. ૧૪૪, ૩૨૮૧ની વૃ; નંદી. ૨૫ + ; ૦ શËભવ કથા ઃ ભગવંત મહાવીરની પાટે સુધર્માસ્વામી આવ્યા. તેમની પાટે જંબુસ્વામી આવ્યા. જંબૂસ્વામીના પટ્ટધર પ્રભવસ્વામી થયા. પ્રભવસ્વામીના મુખ્ય શિષ્ય અને પટ્ટધર શય્યભવસ્વામી થયા. તેમનો પ્રબંધ આ પ્રમાણે— * (કલ્પસૂત્ર સ્થવિરાવલી—વૃત્તિ –) કાત્યાયન ગોત્રવાળા સ્થવિર આર્યપ્રભવ સ્વામીને વત્સ ગોત્રવાળા અને મનકના પિતા એવા સ્થવિર આર્ય શŻભવ નામે શિષ્ય થયા. તે આ પ્રમાણે – કોઈ વખતે પ્રભવસ્વામીએ પોતાની માટે યોગ્ય પુરુષને સ્થાપવા માટે પોતાના ગણમાં તથા સંઘમાં ઉપયોગ મૂક્યો. પણ તેવો કોઈ યોગ્ય પુરુષ (સાધુ) ન જણાવાથી અન્યતીર્થમાં ઉપયોગ દીધો. ત્યારે તેમણે રાજગૃહ નગરમાં યજ્ઞ કરતા શય્યભવ નામના (બ્રાહ્મણ) ભટ્ટને પોતાને પટ્ટધર થવા યોગ્ય જાણ્યો. ત્યારપછી પ્રભવસ્વામી રાજગૃહ નગરમાં આવ્યા. બે મુનિઓને શીખવાડી યજ્ઞશાળામાં મોકલ્યા. તે બે મુનિઓએ જઈ પ્રભવસ્વામીના કહેવા મુજબ બોલ્યા કે, “અહો કષ્ટ અહો કષ્ટ, તત્ત્વ ન જ્ઞાયતે પરમ્' • અહો ! ખેદની વાત છે કે, આ કષ્ટ હોવા છતાં પણ તેમાં તત્ત્વ તો કાંઈ જણાતું નથી. આ પ્રમાણે મુનિઓનું કથન સાંભળી શંકિત થયેલા શય્યભવ ભટ્ટે (બ્રાહ્મણે) પોતાના ઉપાધ્યાયને પૂછયું કે, તત્ત્વ શું છે ? ઉપાધ્યાયે ઉત્તર આપ્યો કે, વેદોમાં જે કહ્યું છે એ જ સાચું તત્ત્વ છે. શય્યભવ ભટ્ટે કહ્યું કે, રાગદ્વેષરહિત અને નિષ્પરિગ્રહી મુનિઓ કદી અસત્ય ન બોલે. માટે યથાસ્થિત તત્ત્વ કહો. નહિતર તલવારથી તમારું આ મસ્તક છેદી નાંખીશ. એમ કહી મ્યાનમાંથી તલવાર ખેંચી. આ પ્રમાણે તલવારથી ભય પામેલો ઉપાધ્યાય બોલ્યો કે, આ યજ્ઞ સ્તંભ નીચે શાંતિનાથ ભગવંતની પ્રતિમા છે. તેના પ્રભાવથી યજ્ઞાદિક કર્મ નિર્વિઘ્ને પાર પડે છે. એમ કહી યજ્ઞસ્તંભ ઉપાડી તેની નીચેથી શાંતિનાથ પ્રભુની પ્રતિમા બતાવી. ઉપાધ્યાય બોલ્યો કે, જે ભગવંતની આ પ્રતિમા છે, તેમણે કહેલ ધર્મ એ જ સાચું તત્ત્વ છે. પ્રતિમાનું દર્શન થતાં શય્યભવ બ્રાહ્મણ પ્રતિબોધ પામ્યા. ત્યારપછી શય્યભવ બ્રાહ્મણે પ્રભવસ્વામી પાસે જઈને ધર્મોપદેશ સાંભળી દીક્ષા Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ આગમ કથાનુયોગ-૪ લીધી. પછી કાળક્રમે પ્રભવસ્વામી પોતાની પાટે શય્યભવસ્વામીને સ્થાપીને સ્વર્ગ ગયા શäભવસ્વામીને તુંગિકાયન ગોત્રવાળા સ્થવિર આર્ય યશોભદ્ર નામે શિષ્ય થયા. અનુક્રમે યશોભદ્રને પાટે સ્થાપીને શય્યભવસ્વામી ભગવંત મહાવીરના નિર્વાણ પછી અઠાણુંમે વર્ષે સ્વર્ગ ગયા. સૂર (મહાનિશીથ સૂત્ર–૮૧૨ થી ૮૧૪) હે ગૌતમ ! અહીંથી નજીકના કાળમાં મહાયશવાળા, મહાસત્ત્વવાળા, મહાનુભાગ શય્યભવ નામના મહાતપસ્વી મહામતિવાળા, દ્વાદશાંગરૂપ શ્રુતજ્ઞાનને ધારણ કરનારા એવા અણગાર થશે. તેઓ પક્ષપાત રહિતપણે અલ્પઆયુષ્યવાળા ભવ્ય સત્ત્વોને (ઉપકાર થશે એવા શુભ આશયથી) જ્ઞાનના અતિશય વડે અગિયાર અંગો અને ચૌદ પૂર્વોના પરમસાર અને નવનીત સરખા અતિ પ્રકર્ષગુણયુક્ત, સિદ્ધિના માર્ગ સમાન દશવૈકાલિક નામના શ્રુતસ્કંધની નિર્યણા કરશે. હે ભગવંત તે કોના નિમિત્તે ? હે ગૌતમ ! મનકના નિમિત્તે. એમ માનીને કે મનક પરંપરાએ અલ્પકાળમાં મોટા ઘોર દુઃખ સમુદ્ર સમાન આ ચારે ગતિ સ્વરૂપ સંસાર સાગરથી કેવી રીતે પાર પામે ? તે પણ સર્વજ્ઞના ઉપદેશ વગર તો બની જ શકે નહીં. આ સર્વજ્ઞનો ઉપદેશ પાર વગરનો છે અને દુઃખે કરીને અવગાહન કરી શકાય તેવો છે. અનંતગમ પર્યાયોથી યુક્ત છે. અલ્પકાળમાં આ સર્વશે કહેલા સર્વ શાસ્ત્રોમાં અવગાહન કરી શકાતું નથી. તેથી હે ગૌતમ ! અતિશય જ્ઞાનવાળા શäભવ એમ ચિંતવશે કે જ્ઞાન સમુદ્રનો છેડો નથી. કાળ અલ્પ છે. વિનો અનેક છે. માટે જે સારભૂત હોય તે જેમ ખારા જળમાંથી હંસ મીઠું જળ ગ્રહણ કરાવે તેમ ગ્રહણ કરી લેવું. તેમણે આ ભવ્યાત્મા મનકને તત્ત્વનું પરિજ્ઞાન થાય એમ જાણીને પૂર્વમાંથી દશવૈકાલિક શ્રુતસ્કંધની નિર્યણા કરી. તે સમયે જ્યારે બાર અંગો અને તેનો અર્થ વિચ્છેદ પામશે. ત્યારે દુષમકાળના છેડાના કાળ સુધી દુષ્પસહ અણગાર સુધી દશવૈકાલિક સૂત્ર અને અર્થથી ભણાશે. (દશવૈકાલિકસૂત્ર-નિર્યુક્તિ-૧૨, ૧૪, ૧૫, ૩૭૧, ૩૭૨ – ચૂર્ણિ અને વૃત્તિ :-) ચૌદ પૂર્વધર એવા શય્યભવસૂરિએ પૂર્વગત શ્રુતમાંથી ઉદ્ધરણ કરી દશકાલિક સૂત્રની રચના કરી. આ શäભવ આચાર્ય કે જે અનુત્તર જ્ઞાનદર્શનાદિરૂપ ધર્મગણને ધારણ કરીને રહેલા હતા, તે પૂર્વે કહ્યા મુજબ જિનપ્રતિમા દર્શનથી પ્રતિબોધ પામ્યા. તેના મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા આદિ દૂર થયા. સમ્યકત્વ પ્રાપ્ત થયું અને પ્રભવસ્વામીના શિષ્ય બન્યા. (પૂર્વવત) પ્રભવસ્વામીને ચિંતા થઈ કે, મારા આ ગણના ધારક કોણ બનશે ? તેમણે પોતાના ગણ અને સંઘમાં ઉપયોગ મૂક્યો - તેમને કોઈ પણ તે માટે સમર્થ ન જણાતા ગૃહસ્થોમાં ઉપયોગ મૂક્યો – યાવત્ – (પૂર્વે જણાવ્યા મુજબ) સર્વરત્નમયી અર્પતુ પ્રતિમા જોઈ. આ આર્હત્ ધર્મ એ જ તત્ત્વ છે. ત્યારે તે શય્યભવ તે બંને સાધુની ગવેષણા કરતો પ્રભવસ્વામી પાસે પહોંચ્યો. આચાર્યને વંદન કરીને સાધુને કહ્યું, મને ધર્મ કહો. ત્યારે આચાર્યએ ઉપયોગ મૂકતા ખબર પડી કે આ જ શàભવ છે. ત્યારે આચાર્યએ સાધુધર્મ કહ્યો. શäભવ સમ્યકુબોધ પામ્યો. તેણે પ્રવજ્યા અંગીકાર કરી, ચૌદ પૂર્વી થયા. પણ Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૨૧૭ જ્યારે તેણે પ્રવજ્યા અંગીકાર કરી, ત્યારે તેની પત્ની ગર્ભવતી હતી. શય્યભવની પ્રવજ્યા થઈ ત્યારે લોકો – સ્વજનો આકંદન કરતા હતા. આ તરુણીના પતિએ દીક્ષા લીધી, પણ આ પત્રરહિત છે. પછી લોકોએ પૂછયું કે, હું તારા ઉદરમાં કંઈ છે ? ત્યારે તેણીએ કહ્યું કે, ઉપલક્ષણથી મનાશ્રુ – કંઈક લાગે છે. ઇત્યાદિ વાત મનકની કથામાં જણાવી દીધી છે. કથા જુઓ–“મનક. તે બાળક મનક શય્યભવસ્વામીને મળ્યો. ત્યારે શય્યભવસ્વામીએ તેને પૂછયું કે, તું રાજગૃહમાં કોનો પુત્ર કે પૌત્ર છે ? ત્યારે મનકે કહ્યું કે, ત્યાં શäભવ નામક બ્રાહ્મણ હતા, હું તેનો પુત્ર છું – થાવત્ – મનકની કથામાં જણાવ્યા મુજબ મનકની દીક્ષા થઈ. પછી શય્યભવસ્વામીએ ઉપયોગ મૂક્યો કે, આ કેટલો કાળ જીવશે ? ત્યારે જાણ્યું કે, તેનું આયુષ્ય માત્ર છ માસનું છે. ત્યારે આચાર્ય ભગવંતને થયું કે, આનું આયુષ્ય ઘણું અલ્પ છે. હવે મારે શું કરવું જોઈએ ? – યાવત્ – મનકની કથામાં જણાવ્યા મુજબ – શäભવસ્વામીએ દશવૈકાલિક સૂત્રની ઉદ્ધરણા કરી. મનકને આશ્રિને શય્યભવસ્વામીએ ક્રમપુષ્પિકા અધ્યયન આદિ દશ અધ્યયનોની રચના કરી. છ માસમાં આર્ય મનકે આ અધ્યયનોનો અભ્યાસ કર્યો. ભાવ આરાધના યોગથી તેમણે આરાધના કરી. પણ તેમનો પ્રવજ્યા કાળ માત્ર છ માસ જેટલો અલ્પ રહ્યો. તો પણ તે આ દશવૈકાલિક શાસ્ત્રના અધ્યયનને ભણીને આગમ ઉક્ત વિધિથી મૃત્યુ પામ્યા. શુભલેશ્યા ધ્યાનયોગથી સમાધિ મૃત્યુ પામ્યા. તે વખતે શય્યભવસ્વામીની આંખમાંથી આનંદના અશ્રુઓ ખરી પડ્યા. તેમને થયું કે, અહો ! આટલા અલ્પકાળમાં પણ તેઓ આરાધીને ગયા. ત્યારે શય્યભવસ્વામીના શિષ્ય સ્થવિર યશોભદ્રને ગુરુના અગ્રુપાત દર્શનથી આશ્ચર્ય અને વિસ્મય પામ્યા. તેમણે પૂછયું, ભગવન્! આ પ્રમાણે ક્યારેય બન્યું નથી, તો આ વખતે આપની આંખમાં અશ્ર કેમ આવ્યા ? શય્યભવસ્વામીએ કહ્યું, સંસારનો સ્નેહ આવો છે. આ મનક મારો પુત્ર હતો. ત્યારે યશોભદ્રને થયું કે, અહો ! ગુરુને ગરપુત્ર હોવા છતાં પણ અમને કંઈ કહ્યું નહીં. ખરેખર તેમણે આ પ્રકારે પ્રતિબંધ દોષના પરિહારાર્થે જ જણાવ્યું નથી. ત્યારપછી શય્યભવસ્વામીએ સંઘ સમક્ષ વાત જણાવી કે, મનકના અલ્પ આયુષ્યને કારણે જ મેં આ શાસ્ત્રની નિર્તુહણા કરેલી. હવે તેને સંહરી લેવું કે કેમ ? જે યુક્ત હોય તે જણાવો. ત્યારે સંઘે વિચાર્યું કે, કાળના દોષથી ઘણાં બધાં જીવોને માટે આ જ ઉપકારક થવાનું છે. માટે તેને હવે રહેવા જ દેવું. ત્યારથી દશવૈકાલિકની સ્થાપના કરાઈ, જે શાસન છે ત્યાં સુધી રહેશે. ૦ આગમ સંદર્ભ :ઠા. ૨૫૪, ૬૦રની નિતી.ભા. ૨૧૫૪ની વૃ મહાનિ. ૮૧૨ થી ૮૧૪; આવ.નિ ૮૭ની વૃ પિંડનિ ૧૮રની વૃ; ક્સ. . ૬૭, ૩૭૭; દસ નિ ૧૨, ૧૪, ૧૫, ૩૭૦ થી ૩૭૨; ઉત્તમૂ.૧ની વૃ; નંદી ૨૩ + વૃ; તિલ્યો. ૭૧૨; કલ્પસૂત્ર સ્થવિરાવલી + વૃક્ષ – ૪ –– » – Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ આગમ કથાનુયોગ-૪ ૦ સોમદેવ અને સોમદત્ત કથા : કૌશાંબી નગરીમાં યજ્ઞદત્ત નામે એક બ્રાહ્મણ હતો. તેને બે પુત્રો હતા. સોમદત્ત અને સોમદેવ તે બંને કામભોગથી ઉદ્વિગ્ન થયા. બંનેએ સોમભૂત નામના અણગાર પાસે દીક્ષા અંગીકાર કરી. તે બંને બહુશ્રુત અને ઘણાં આગમના જ્ઞાતા થયા. તે બંને કોઈ દિવસે સંજ્ઞાતપલ્લીમાં આવ્યા. તેમના માતાપિતા ઉજ્જૈની ગયેલા, તે દેશમાં બ્રાહ્મણો “વિકટ' પાણી પીતા હતા. (સોમદત્ત અને સોમદેવમુનિ ત્યાં ગયા.) તેમને તેઓએ “વિકટમાં અન્ય દ્રવ્ય મેળવીને આપ્યું. કોઈ કહે છે અજાણતા જ ‘વિકટ' (મદ્યયુક્ત પ્રવાહી) તેમને આપ્યું. તે બંનેએ પણ અજાણતા જ તે પીધું. ત્યારપછી “વિકટ' મદ્યયુક્ત પ્રવાહી વડે આર્ત થયા. તે બંને વિચારવા લાગ્યા કે, આપણે અયુક્ત કર્યું. આ પ્રમાદ કહેવાય. આપણે ભક્ત પ્રત્યાખ્યાન કરવું જોઈએ. ત્યારપછી સોમદત્ત અને સોમદેવ બને ભાઈમુનિઓ એક નદીને કાંઠે ત્યાં કાષ્ઠની ઉપર પાદપોપગમ અનશન સ્વીકારીને રહ્યા. ત્યારે અકાળે વરસાદ થયો. પાણીનું પૂર આવ્યું. તેના પ્રવાહમાં તણાતા સમુદ્રમાં ખેંચાઈ ગયા. તેમણે આ પરીષહ સહન કર્યો. સમ–વિષમ શય્યામાં રહ્યા. આ પ્રમાણે શય્યા પરીષહ સહન કરવો જોઈએ. ૦ આગમ સંદર્ભ :મરણ. ૪૯૪; ઉત્ત.નિ ૧૦૮ + 4 ઉત્ત.યૂ. ૬૯, – ૪ – ૪ – ૦ સોમદેવ કથા : દશપુર નગરના એક બ્રાહ્મણનું નામ સોમદેવ હતું. તેને રુદ્રસોમા નામે પત્ની હતી. તેઓને રક્ષિત અને ફલ્ગરક્ષિત નામે બે પુત્ર હતા. આર્યરક્ષિત અને ફલ્યુરક્ષિત બંનેએ દીક્ષા લીધેલી. (કથા જુઓ ‘આર્ય રક્ષિત' તેમાં વિસ્તારથી આ વૃત્તાંત જણાવેલા છે.) આર્યરક્ષિતે સમગ્ર કુટુંબને પ્રતિબોધ કરતા રસોમા આદિએ દીક્ષા લીધી. જ્યારે પિતા સોમદેવને દીક્ષા લેવાનું કહ્યું, ત્યારે તેણે કહ્યું કે, જો મને બે વસ્ત્ર, કુંડિકા, છત્ર, ઉપાનહ અને જનોઈ એટલી વસ્તુ રાખવાની હા કહો તો હું દીક્ષા લઉં. આર્યરક્ષિતે હા કહી એટલે સોમદેવે બ્રાહ્મણ વેશ ધારણ કરી રાખી દીક્ષા લીધી. પછી આર્યરક્ષિત તેની એકએક વસ્તુ છોડાવતા ગયા તે વૃત્તાંત આર્યરક્ષિતની કથાથી જાણવો. એક કથાના કેટલાંક અંશો : ૦ બાળકોને વંદન ન કરવાનું શીખવ્યું. વંદન કરતા સોમદેવને અપમાન લાગ્યું. ત્યારે બાળકોએ કહ્યું, આ ગૃહસ્થના ઉપકરણ કેમ રાખો છો ?. એમ કરીને કુંડિકા, છત્ર, ઉપાનહ આદિ છોડાવ્યા. ૦ કાળધર્મ પામેલા સાધુને ઉપાડવાથી અનંતપુન્ય થાય તેવા બહાને સોમદેવનું ધોતીયું કઢાવી ચોલપટ્ટક પહેરાવ્યો. –૦- આહાર ન આપીને ગૌચરી લેવા જતાં કર્યા. –૦- આવી વિવિધ યુક્તિ દ્વારા શુદ્ધ સાધુ બનાવ્યા. Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથા ૦ આગમ સંદર્ભ : આવ.નિ. ૭૭૫ + ; આવ ચૂ.૧–પૃ ૩૭૭ થી ૪૦૧; → * — X — ૦ હસ્તિભૂતિ અને હસ્તિમિત્ર કથા : તે કાળે અને તે સમયે ઉજ્જૈની નગરીમાં હસ્તિમિત્ર નામે ગાથાપતિ હતો. તેની પત્ની મૃત્યુ પામેલ, તેને હસ્તિભૂતિ નામે બાળપુત્ર હતો. પછી હસ્તિમિત્રએ હસ્તિભૂતિને સાથે લઈ જઈને દીક્ષા લીધી. તે બંને કોઈ દિવસે ઉજ્જૈનીથી ભોગકટ તરફ વિહાર કરી નીકળ્યા. અટવી મધ્યે હસ્તિમિત્રનો પગ કાંટાથી વિંધાયો તે ચાલવા માટે અસમર્થ થયા. ત્યારે હસ્તિમિત્રમુનિએ સાધુઓને કહ્યું કે, તમે ચાલવા લાગો અને આ અટવીને પાર કરી જાઓ. હું ઘણાં કષ્ટમાં આવી પડેલો છું. જો તમે મને લઈને જવાનું વિચારશો તો વિનાશ પામશો. તેના કરતા હું ભક્ત પ્રત્યાખ્યાન કરીશ. ત્યારપછી તેઓ ત્યાં જ રહ્યા. ગિરિકંદરાની એક તરફ ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. સાધુઓએ ત્યાંથી વિહાર કર્યો. ૨૧૯ ત્યારે તે બાળમુનિ હસ્તિભૂતિએ કહ્યું કે, હું પિતા મુનિ સાથે રહેવા ઇચ્છું છું. પણ સાધુઓ તેને બળપૂર્વક સાથે લઈને ચાલ્યા. થોડે દૂર જઈને થાકીને તે પાછો હસ્તિમિત્રમુનિ પાસે આવી ગયો. ત્યારે હસ્તિમિત્રે કહ્યું કે, તું કેમ પાછો આવ્યો. અહીં તું મૃત્યુ પામીશ. તે સ્થવિર (હસ્તિમિત્ર) પણ વેદનાથી પીડાઈને તે જ દિવસે કાળધર્મ પામ્યા. ત્યારે બાળમુનિ હસ્તિભૂતિને ખબર ન હતી કે તેમના પિતામુનિ કાળધર્મ પામ્યા છે. ઉત્તનિ ૯૬ + ; હસ્તિમિત્રમુનિ દેવલોકે ઉત્પન્ન થયા. પછી તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. મેં શું દાન દીધું કે તપ કર્યો છે ? તેટલામાં તેણે પોતાના શરીરને અને બાળમુનિને જોયા. તેઓ તે બાળમુનિની અનુકંપાથી પોતાના શરીરમાં પ્રવેશ કર્યો. બાળમુનિની સાથે રહ્યા. પછી કહ્યું, હે પુત્ર ! ભિક્ષાર્થે ચાલ. હસ્તિભૂતિમુનિએ પૂછ્યું, ક્યાં ? તેણે કહ્યું, આ ન્યગ્રોધના વૃક્ષ છે, ત્યાંના નિવાસીએ રસોઈ કરી છે. તે તને ભિક્ષા આપશે. એમ કહેતા તે બાળમુનિ ગયા. વૃક્ષ નીચે જઈને ધર્મલાભ કહ્યો. ઉત્ત.નિ. ૮૯ + ; ત્યારે ‘સાલંકારે' હાથ કાઢી ભિક્ષા આપી. એ રીતે રોજરોજ ભિક્ષા ગ્રહણ કરો ત્યાં રહ્યો. તેટલામાં પેલા સાધુઓ તે દેશમાં દુકાળ પડતાં ઉજ્જૈની તરફ પાછા આવવા નીકળ્યા. બીજા વર્ષે ત્યાંથી નીકળ્યા, જ્યાંથી તેઓ ગયા હતા. વર્ષને અંતે બાળમુનિ હસ્તિભૂતિને ત્યાં જોયા. પૂછયું ત્યારે જણાવ્યું કે, પિતા મુનિ પણ અહીં છે. તેમણે ત્યાં શુષ્ક શરીર જોઈને જાણ્યું કે, દેવે અનુકંપાથી બધું કર્યું લાગે છે. વૃદ્ધ ક્ષુધા પરીષહ સહન કર્યો. પણ બાળમુનિએ ન કર્યો. પછી તે બાળમુનિને સાધુઓ લઈ ગયા. ૦ આગમ સંદર્ભ મરણ. ૪૮૬; ઉત્ત.ચૂ.પૃ. ૫૩; — * - * — મુનિ દીપરત્નસાગર સંપાદિત - અનુવાદિત શ્રમણ કથાનક ખંડ પૂર્ણ થયો Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ખંડ-3 શ્રમણી કથાનક શ્રમણીને નિગ્રંથી, ભિક્ષુણી – સાધ્વી ઇત્યાદિ પર્યાય નામોથી ઓળખવામાં આવે છે. તે—તે શબ્દોની ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ પણ આગમસૂત્રોમાં જોવા મળે છે. પરંતુ તે—તે વ્યાખ્યાઓને આધારે શ્રમણી શબ્દની ઓળખ કે પરિભાષામાં પડવાને બદલે સર્વસ્વીકૃત અને સર્વ વિદિત એવો શબ્દ “સાધ્વી” છે તે જ આ વિભાગનો આધાર છે, તેમ સમજવું—જાણવું અને ચતુર્વિધ સંઘના એક ઘટકરૂપ ‘સાધ્વી’'ઓની કથા અહીં આપેલ છે. તેમાંની ઘણી કથા તીર્થંકર—શ્રમણ આદિ વિભાગ સાથે સંબંધીત છે.. તેનો તેનો ઉલ્લેખ અમે તે તે કથામાં કરેલ છે. આગમ કથાનુયોગ-૪ શ્રમણી કથાનું વિભાગીકરણ કરવામાં અમે મુખ્ય બે વિભાગ કર્યા છે :(૧) મૂળ આગમ આધારિત કથા અને ત્યારપછી (૨) આગમોની નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ આધારિત કથા. = X * — w ૦ અનવધા/પ્રિયદર્શના / જ્યેષ્ઠા કથા - શ્રમણ ભગવંત મહાવીરની પુત્રીના બે નામ પ્રસિદ્ધ થયા. અનવદ્યા અને પ્રિયદર્શના તે કૌડિન્ય ગોત્રની હતી. તેના લગ્ન ભગવંત મહાવીરના ભાણેજ જમાલી સાથે કુંડપુર નગરમાં થયા હતા. તેણીને જશવતી નામે એક પુત્રી હતી. (આવશ્યક ભાષ્ય–૧૨૬ મુજબ) તેણીનું જ્યેષ્ઠા નામ પણ હતું. (આવશ્યક ભાષ્ય−૮૦ અને આવશ્યક ચૂર્ણિ−૧-પૃ. ૨૪૫ ઉપર તથા આચારાંગ સૂત્ર-૫૧૧માં તેનું નામ પ્રિયદર્શના નોંધાયેલું છે અને સુદર્શના શ્રમણ ભગવંત મહાવીરની બહેનનું નામ છે. પણ ગમે તે કારણે આવશ્યક ભાષ્ય−૧૪૬માં પ્રિયદર્શનાને બદલે તેણીનું નામ સુદર્શના લખાયેલ છે અથવા છપાયેલ છે) જ્યારે જમાલિએ ૫૦૦ના પરિવાર સાથે ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. ત્યારે તેની પત્ની કે જે શ્રમણ ભગવંત મહાવીરની પુત્રી હતી, તે અનવદ્યા, જેનું બીજું નામ પ્રિયદર્શના છે, તેણીએ પણ ૧૦૦૦ના પરિવાર સાથે દીક્ષા લીધી. જ્યારે જમાલિ નિહવ થયા (કથા જુઓ જમાલિ) ત્યારે પ્રિયદર્શના પણ (શ્રમણ ભગવંત મહાવીરને બદલે) જમાલિના મતને અનુસરીને જમાલિ સાથે જ રહી. જમાલિ જ્યારે ઢંક નામના કુંભારને ત્યાં રહ્યા, ત્યારે પ્રિયદર્શના તેમને વંદન કરવાને માટે આવ્યા. તેણીને પણ જમાલિએ પોતાના મતની પ્રરૂપણા કરી. તેણી જમાલિ પરત્વેના ગાઢ અનુરાગને કારણે મિથ્યાત્વને પામી, તેણી પણ સાધ્વીઓને જમાલિના મત અનુસાર જ પ્રરૂપણ કરવા લાગી. ત્યારે ઢંક શ્રાવકે પણ જાણ્યું કે આ પણ જ્ઞાત (ભગવંત મહાવીરના) વચનથી વિપ્રતિપત્ર–વિપરીત થયેલ છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૨૧ કોઈ દિવસે પ્રિયદર્શના સ્વાધ્યાય પૌરૂષી કરી રહેલ હતી ત્યારે શ્રાવસ્તીના ઢંક શ્રાવકે ભાજનોને ઊંધા વાળતા–વાળતા તેણી પર એક અંગારો ફેંક્યો. ત્યારે પ્રિયદર્શનાની સંઘાટી – કપડાં પર તે પડતાં તેનો એક નાનો ભાગ બળી ગયો. ત્યારે તેણીએ કહ્યું કે, હે શ્રાવક ! તમે મારી સંઘાટી-કપડો કેમ બાળ્યો ? ઢક શ્રાવકે કહ્યું, તમે જ પ્રજ્ઞાપના કરો છો કે બળતું બન્યું ન કહેવાય. તો પછી તમારી સંઘાટી – કપડો બન્યો કઈ રીતે કહેવાય ? ત્યારે પ્રિયદર્શના આ વાતનો મર્મ પામીને સમ્યક્ બોધ પામી. તેણીએ કહ્યું કે, હું સમ્યક પડિચોયણાને ઇચ્છું છું. ત્યારપછી તેણીએ જઈને જમાલિને ઘણું બધું પ્રજ્ઞાપિત કર્યું. તેમ છતાં જમાલિએ જ્યારે સમ્યક્ વાતનો સ્વીકાર ન કર્યો ત્યારે તેણી કેટલાંક સાધ્વી સાથે ભગવંત મહાવીર પાસે ઉપસ્થિત થયા. એ રીતે તેણીએ મિથ્યાત્વનો ત્યાગ કર્યો અને ફરી ભગવંત મહાવીરનો મત સ્વીકાર્યો અને પોતાના ૧૦૦૦ સાધ્વીના પરિવાર સાથે શ્રમણ ભગવંત મહાવીરની નિશ્રામાં વિચરણ કરવા લાગ્યા. આ રીતે જ્યેષ્ઠા/સુદર્શના (પ્રિયદર્શના) અનવદ્યા કે જે જમાલિની પત્ની હતી. તેણીને શ્રાવતિ નગરીમાં હિંદુક ઉદ્યાનમાં જમાલિના કહેવાથી મિથ્યાષ્ટિ ઉત્પન્ન થઈ હતી. તે આપમેળે તો બોધ ન પામી પણ ઢંકશ્રાવક દ્વારા તેને ઘેર પ્રતિબોધ પામી. બીજા કેટલાંક એમ કહે છે કે, ભગવંતની મોટી બહેન એવી સુદર્શના હતી. જમાલિ સુદર્શનાનો પુત્ર હતો. તેને શ્રમણ ભગવંત મહાવીરની પુત્રી એવી અનવદ્યા નામની પત્ની હતી. શેષ કથા પૂર્વવત્ (એ પ્રમાણે આવશ્યક વૃત્તિમાં લખ્યું છે.) ૦ આગમ સંદર્ભ :આયા. ૫૧૧; આવ.ભા. ૮૦, ૧૨૬ + આવ.૧–પૃ. ૨૪૫, ૪૧૬; કલ્પસૂત્ર-૧૦૯ + ૦ ચંદના (ચંદનબાળા) કથા : ચંદનાની દીક્ષા પૂર્વેની સમગ્ર કથા જો કે ભગવંત મહાવીરના કથાનકમાં અપાઈ જ ગયેલ છે છતાં તે કથાનો મહત્ત્વ ભાગ અહીં ફરીથી નોંધેલ છે. ૦ ચંદનાની ગૃહસ્થાવસ્થા : - જ્યારે શાનિક રાજાએ ચંપાનગરી પર ચડાઈ કરી, ત્યારે ત્યાંનો રાજા દધિવાહન નાસી છૂટ્યો. રાજાએ નગરી લૂંટવા માટે આદેશ આપ્યો. શતાનિક રાજાના એક સુભટે દધિવાહન રાજાની પત્ની ધારિણી તથા તેમની પુત્રી વસુમતિને પકડીને પોતાના કબજામાં લઈ લીધા. રાજા ત્યાંથી પાછો ફર્યો. તે સુભટે કહ્યું કે, આ મારી પત્ની છે અને આ બાલિકાને હું વેંચી દઈશ. રાણી ધારિણી આ ઘટનાથી મનોમન ખૂબ દુઃખી થઈ, તેણીને થયું કે, આ મારી પુત્રીને ન જાણે શું કરશે ? એમ વિચારતા તેણી મૃત્યુ પામી. ત્યારે સુભટને ચિંતા થવા લાગી કે હવે મારે આ પુત્રીને કશું કહેવું નહીં. જો તે પણ મરી જશે તો મને કશું જ મૂલ્ય નહીં ઉપજે. પછી તે સુભટ ફરતા-ફરતા કૌશાંબી આવ્યો. ત્યાં વસુમતીને બજારમાં વેચવા Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ આગમ કથાનુયોગ-૪ ઊભી રાખી. ધનાવહ શ્રેષ્ઠીએ તેને જોઈ. અલંકાર રહિત હોવા છતાં પણ તેનું લાવણ્ય એટલું બધું દીસીમાનું હતું કે, ધનાવડને થયું કે, નક્કી આ કોઈ રાજા આદિની પુત્રી હોવી જોઈએ. તે રાજકન્યાને કોઈ વિપત્તિ ઉત્પન્ન ન થાય તે માટે સુભટે જે મૂલ્ય માંગ્યું, તે આપી દઈને તે રાજકન્યાને ગ્રહણ કરી લીધી. પછી પોતાને ઘેર લાવી. પોતાની પુત્રીરૂપે રાખી તેને સ્નાન કરાવડાવ્યું. પોતાની પત્ની મૂલાને પણ કહ્યું. આ તારી પુત્રી છે. વસુમતી પણ પોતાને ઘેર જ રહેતી હોય તેમ સુખપૂર્વક રહેવા લાગી. તેણીએ પોતાના શીલ અને વિનયગુણ વડે દાસ-પરિજન આદિ સર્વ લોકોને પોતાના કરી લીધા. ત્યારે તે સર્વે લોકો કહેવા લાગ્યા કે, આ શીલચંદના છે, ત્યારથી તેણીનું નામ વસુમતીને બદલે ચંદના થઈ ગયું. એ પ્રમાણે કાળ વહેતો ગયો. મૂલા શેઠાણી દ્વારા તે અપમાન અને ઇર્ષ્યાનો ભોગ બનવા લાગી. મૂલાના મનમાં થયું કે, જ્યાંક શેઠ આને પત્નીરૂપે રાખી લેશે તો હું પણ આ ઘરની સ્વામિની નહીં રહું. ચંદનાના વાળ ઘણાં જ લાંબા, કાળા અને રમણીય હતા. એક વખતે મધ્યાહૅ ધનાવહ શ્રેષ્ઠી ઘેર આવ્યા. ત્યાં કોઈ નોકર-ચાકરને ન જોવાથી શેઠ પોતાની મેળે પગ ધોતા હતા. ત્યારે ચંદના ત્યાંથી પાણી લઈને નીકળી. શેઠે તેણીને રોકી, પણ તે શેઠના પગ ધોવા લાગી. તે વખતે ચંદનાના બાંધેલા વાળ છૂટી ગયા. તે વખતે ધનાવહ શેઠને થયું કે, આ પુત્રીના વાળ કાદવમાં પડીને ખરડાય નહીં, તે માટે શેઠે લાકડી વડે તેણીના વાળ ઊંચા કરીને હાથમાં લઈને બાંધી દીધા. ગોખમાં બેઠેલી મૂલા શેઠાણીએ આ દૃશ્ય જોયું. મૂલા શેઠાણીના મનમાં થઈ ગયું – પિતા-પુત્રીના સંબંધમાં આવી ચેણ હોય જ નહીં હવે જો શેઠ આને પરણી જશે તો હું નક્કામી થઈ જઈશ. જ્યારે શ્રેષ્ઠી બહાર ગયા ત્યારે હજામને બોલાવી ચંદનાનું મસ્તક મંડાવી નાંખ્યું. બેડીના બંધનમાં બાંધી, ઘણો માર માર્યો. તેમજ નોકર ચાકરને પણ ધમકી આપી કે કોઈએ બોલવું નહીં. પછી ચંદનાને દૂરના કોઈ ઘરમાં પૂરી દીધી અને મૂલા શેઠાણી પીયર ચાલી ગઈ. શ્રેષ્ઠીએ ઘેર આવ્યા, ત્યારે પૂછયું કે, ચંદના ક્યાં છે ? ત્યારે મૂલાશેઠાણીના ભયથી કોઈએ જવાબ આપ્યો નહીં. એમ કરતા બે દિવસ ચાલ્યા ગયા. ત્રીજો દિવસ થતાં તેણે ઘનિષ્ઠ પૂછતાછ કરી કહ્યું કે, હવે જો મને જવાબ નહીં આપો તો હું તમને મારી નાંખીશ. તે વખતે કોઈ વૃદ્ધદાસીએ બધો વૃત્તાંત જણાવ્યો. શેઠ ત્યાં ગયા, ઘર ઉઘાડયું. ભૂખ વડે પીડાઈને બેહાલ થયેલી ચંદનાને જોઈ. શેઠને ઘણો જ ખેદ થયો. તેણે ભોજન શોધવા પ્રયત્ન કર્યો. તે ન મળ્યું ત્યાં બાફેલા અડદ તેના જોવામાં આવ્યા. ત્યારે સૂપડાનાં ખૂણામાં પડેલા અડદ તેણીને ખાવા આપીને લુહારને ઘેર ગયા. જેથી ચંદનાની બેડી તોડી શકાય. તે વખતે ચંદના પોતાના રાજકુળને સંભારતી ઊંબરો ઓળંગી એક પગ બહાર મૂકી બેઠી. પૂર્વાવસ્થાને યાદ કરતા તેનું હૃદય ભરાઈ આવ્યું. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ખરેખર આ મારા અધર્મનું ફળ છે એમ વિચારતી હતી ત્યારે ભગવંત મહાવીર Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૨૩ ભિક્ષાર્થે પધાર્યા. તેણીએ વિચાર્યું કે, હું આ અડદ ભગવંતને વહોરાવી દઉં. ૦ ચંદનાને હાથે ભગવંતનું પારણું અને શુક્રની ભવિષ્યવાણી : ત્યારે ચંદનાએ ભગવંતને પૂછયું કે, આપને આ અડદ ખપશે ? ભગવંતે હાથ ફેલાવ્યો. કેમકે તે વખતે ભગવંત મહાવીરનો અભિગ્રહ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી પૂર્ણ થતો હતો. (ભગવંતના અભિગ્રહ અને તપ માટે કથા જુઓ તીર્થકર મહાવીર) તે વખતે પંચ દિવ્યો પ્રગટ થયા. તેણીના વાળ, કેશપાશ પૂર્વવત્ સુશોભિત થઈ ગયા. તેની બેડીઓ પણ તુટી ગઈ, તેને સ્થાને સુવર્ણના ઝાંઝર થઈ ગયા. દેવોએ ચંદનાને વસ્ત્ર–અલંકારથી સુશોભિત કરી દીધી. (આ બધો જ અધિકાર અને આવશ્યક પૂર્ણિ અને આવશ્યકવૃત્તિ – નિયુક્તિ પર૦, પર૧ના આધારે લખેલ છે. ત્રિષષ્ઠી શલાકાપુરુષ ચરિત્રમાં પણ આ પ્રમાણે જ કથા જોવા મળે છે. પરંતુ કલ્પસૂત્ર વૃત્તિકાર વિનયવિજયજી અહીં બે બાબતે જુદા પડે છે. (૧) તેઓના જણાવ્યા પ્રમાણે ચોથા દિવસે ધનાવહ શ્રેષ્ઠીને આ વાતની જાણ થઈ છે. જ્યારે આવશ્યક નિર્યુક્તિ-પ૧ની વૃત્તિમાં સ્પષ્ટ લખ્યું છે કે, તૃતીય દિવસે ધન વૃતિ... તેનોર્યાદિત ઇત્યાદિ. (૨) કલ્પસૂત્ર વૃત્તિકાર વિનયવિજયજી જણાવે છે કે, પહેલા ચંદના રડતી ન હતી, પણ ભગવંત પાછા ફર્યા, તેથી રડવા લાગી. જ્યારે આવશ્યક નિર્યુક્તિ-પર૧ની ચૂર્ણિ અને વૃત્તિમાં સ્પષ્ટ લખ્યું છે કે, તારે સ... 7 ઉંમર ઉમરેલ્ફી... હિયરમંતર રતિ, સાનિ ય તિતો... મતિ ભવં પૂછું ? सामिणा पाणि पसारिओ, चउव्विहो वि पुण्णो अभिग्गहो । તે વખતે દેવરાજ શક્ર પણ ત્યાં આવ્યા. સાડાબાર કોડી સુવર્ણની વૃષ્ટિ પણ થયેલી. કૌશાંબીમાં સર્વત્ર તેણીના પુણ્યની ચર્ચા થવા લાગી. તે વખતે શતાનીક રાજા પણ અંતઃપુર અને પરિજન સાથે ત્યાં આવ્યો. તે વખતે દધિવાહન રાજાનો કંચુકી, જેનું નામ સંપુલ હતું. રાજા તેને બંદી બનાવીને લાવ્યો હતો. તેણે ચંદનાને ઓળખી લીધી. તુરંત ચંદનાને પગે પડીને રડવા લાગ્યો. રાજાએ પૂછયું કે, આ કન્યા કોણ છે ? ત્યારે કંચુકીએ કહ્યું કે, તેણી દધિવાહન રાજાની પુત્રી છે ત્યારે મૃગાવતી રાણી બોલી કે. અરે! આ તો મારી બહેનની પુત્રી છે. તે વખતે જે સાડાબાર કોટિ સુવર્ણની વૃષ્ટિ થયેલી, તેને રાજા ગ્રહણ કરવા ગયો. શક્રએ તેને વસુધારા લેતો અટકાવ્યો અને કહ્યું, હે રાજન્ ! આ ઘન ચંદના જેને આપે તે જ લઈ શકે. પછી ચંદનાને પૂછયું, ત્યારે તેણીએ કહ્યું કે, ધનાવહ શેઠ મારા પિતા સમાન છે. માટે આ ધન તેમને આપો. ચંદનાની અનુજ્ઞાથી શકે બધું ધન ધનાવહ શ્રેષ્ઠીને આપ્યું. પછી શકેન્દ્રએ શતાનિક રાજાને કહ્યું કે, આ ચંદના ચરમશરીરી છે. તેનું સારી રીતે પાલન કરજો. જ્યારે ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થશે ત્યારે તે ભગવંતના પ્રથમ શિષ્યા થશે. ત્યારે રાજા તેણીને આદરપૂર્વક ઘેર લઈ ગયો. કન્યાના અંતઃપુરમાં તેનો ઉછેર થયો. ૦ ચંદનાની દીક્ષા અને કેવળજ્ઞાન : જ્યારે વૈશાખ સુદ અગિયારસના દિવસે પ્રથમ પોરિસિમાં દેશનાકાળે શ્રમણ ભગવંત મહાવીરે તીર્થની સ્થાપના કરી, ત્યારે ચતુર્વિધ સંઘમાં પ્રથમ શિષ્ય ઇન્દ્રભૂતિ થયા, પ્રથમ શિષ્યા ચંદના (ચંદનાબાળા) થયા. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ આગમ કથાનુયોગ-૪ કોઈ વખતે ભગવંત મહાવીર કૌશાંબીમાં સમવસર્યા. ત્યાં ચંદ્ર અને સૂર્ય ભગવંતને વંદના કરવા માટે ચોથી પોરિસિએ વિમાન સહિત સમવસર્યા ત્યારે ઉદાયનના માતા મૃગાવતી આર્યા દિવસ છે તેમ માનીને લાંબો સમય ત્યાં રહ્યા. બાકી સાધ્વીઓ તીર્થકરને વંદન કરીને નીકળી ગયા. અકાળે ચંદ્ર અને સૂર્ય પણ વંદન કરીને ત્યાંથી ગયા. તુરંત જ ત્યાં અંધકાર છવાઈ ગયો. ત્યારે મૃગાવતી સંભ્રાંત થઈને તુરંત આર્યાવંદના પાસે પહોંચ્યા. ત્યાં જઈને તેમણે પ્રતિક્રમણ કર્યું. પછી મૃગાવતી આર્યા આલોચના કરવા લાગ્યા. આર્યા ચંદનાએ તેમને ઠપકો આપતા કહ્યું, આટલો બધો સમય ક્યાં રહ્યા હતા? ઉત્તમકુલિન સાધ્વીએ આટલો કાળ એકલા રહેવું યોગ્ય નથી. ત્યારે મૃગાવતી સ્વાભાવિકપણે પરમ વિનયથી મિથ્યાદુષ્કત આપવા લાગ્યા. આર્યા ચંદનાને પગે પડ્યા. તે વખતે આર્યા ચંદનાને નિદ્રા આવી ગઈ. સૂઈ ગયા. તે વખતે મૃગાવતીએ તીવ્ર સંવેગભાવે પગે પડીને ક્ષમાયાચના કરી. તેમ કરતા મૃગાવતીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેટલામાં એક સર્પ તે તરફ આવતો હતો. આર્યા ચંદનાનો હાથ સંથારાથી લંબાયો હતો, તે વખતે મૃગાવતી સાધ્વીએ તે સર્પ આર્યા ચંદનાને ડશે નહીં, તેમ વિચારી આર્યા ચંદનાનો હાથ લઈને સંથારામાં રાખી દીધો. તેઓ અચાનક જાગી ગયા અને પૂછયું કે, આ શું કરી રહ્યા છો ? હજી તમે મિથ્યાદુષ્કૃત આપી રહ્યા છો ? મૃગાવતીએ કહ્યું કે, આ સર્પ તમને ડશે નહીં, તેથી તમારો હાથ સંથારામાં રાખ્યો. આર્યા ચંદનાએ પૂછયું કે, સર્પ જ્યાં છે ? ત્યારે મૃગાવતીએ કહ્યું, આ જઈ રહ્યો છે. આર્યા ચંદનાએ તેને જોયો નહીં. તેથી બોલ્યા કે તમને કંઈ અતિશય જ્ઞાન થયું છે ? મૃગાવતીજી બોલ્યા, હા, થયું છે. ત્યારે ચંદનાએ પૂછયું કે, તે જ્ઞાન છઘસ્થ સંબંધી છે કે, કેવળી સંબંધી ? મૃગાવતીજી બોલ્યા કે, કેવલીવિષયક. ત્યારે આર્યા ચંદના સહસા ઊભા થઈ ગયા. તુરંત બોલ્યા કે, “મિચ્છામિ દુક્કડમ્' મેં કેવલીની આશાતના કરી. એ પ્રમાણે ભાવપ્રતિક્રમણ કરતા આર્યા ચંદનાને પણ કેવળજ્ઞાન થયું. એ રીતે ભગવંત મહાવીરના ૩૬,૦૦૦ સાધ્વીઓમાં મુખ્ય અને પ્રથમ એવા આર્યા ચંદના કે જેઓ ઉન્નત કુળવાળા હતા, વિશુદ્ધ શીલવાળા હતા તેવા આર્યા ચંદનાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આર્યા ચંદનાએ દેવાનંદા બ્રાહ્મણી આદિ અનેકને સ્વયં પ્રવ્રજિત કરેલા, સ્વયમેવ મુંડિત કરેલા, સ્વયમેવ શિક્ષા આપેલી. સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કરાવેલું. કાલી, સુકાલી, મહાકાલી આદિ અનેક આર્યાઓએ આર્યા ચંદના પાસેથી આજ્ઞા પામીને રત્નાવલી, કનકાવલી, સિંનિષ્ક્રિડિત આદિ તપ કર્યાનું વર્ણન પણ આવે છે. આ સાધ્વી ભગવંતોએ આર્યા ચંદનાની અનુજ્ઞા પામીને સંલેખણા-ઝૂસણા આદિ પણ કર્યા. કાળક્રમે આર્યા ચંદના મોક્ષે ગયા. ૦ આગમ સંદર્ભ :સમ. ૩૧૧; ભગ. ૪૬૨; અંત. ૪૮, ૫૦; Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૨૫ આવ.નિ પર૧ + , દસમૂ. ૫૦; આવ.૧-૩૧૮ થી ૩૨૦, ૬૧૫; કલ્પ ૧૧૭, ૧૩૫ + 4 તિલ્લો. ૦ જયંતી કથા : તે કાળે, તે સમયે કૌશાંબી નામે નગરી હતી. ત્યાં ચંદ્રાવતરણ ચૈત્ય હતું. તે કૌશાંબી નગરીમાં સહુન્નાનીક રાજાનો પૌત્ર, શતાનિક રાજાનો પુત્ર, ચેટક રાજાની પુત્રીનો પુત્ર, મૃગાવતી દેવીનો પુત્ર અને જયંતી શ્રમણોપાસિકાનો ભત્રીજો એવો ઉદાયન નામે રાજા હતો. તે કૌશાંબી નગરીમાં સહસ્ત્રાનિક રાજાની પુત્રવધૂ, શતાનિક રાજાની પત્ની, ચેટક રાજાની પુત્રી, ઉદાયન રાજાની માતા, જયંતી શ્રમણોપાસિકાની ભાભી એવી મૃગાવતી નામની રાણી હતી. જે સુકુમાલ હાથ, પગવાળી – યાવત્ – સુરૂપ, શ્રમણોપાસિકા, જીવાજીવ આદિ તત્ત્વોની જ્ઞાતા હતી – યાવત્ – યથાવિધિ ગ્રહણ કરેલ તપ વિધાનથી આ તમને ભાવિત કરતી એવી વિચરતી હતી. તે કૌશાંબી નગરીમાં સહસ્ત્રાનિક રાજાની પુત્રી, શતાનિક રાજાની બહેન, ઉદાયન રાજાની ફોઈ, મૃગાવતી રાણીની નણંદ અને શ્રમણ ભગવાન મહાવીરના શ્રમણોની પ્રથમ શય્યાતર એવી જયંતિ નામની શ્રમણોપાસિકા હતી. જે સુકુમાલ હાથ પગવાળી – યાવત્ - સુંદર રૂપવાળી અને જીવાજીવ આદિ તત્ત્વોની જ્ઞાતા – યાવતુ – યથાવિધિ તપોકર્મથી આત્માને ભાવિત કરતી એવી વિચરી રહી હતી. ૦ ભગવંત મહાવીરના વંદનાર્થે જવું :- તે કાળે, તે સમયમાં ભગવંત મહાવીરનું પદાર્પણ થયું – યાવતું – પર્ષદા પર્યુપાસના કરવા લાગી. ત્યારપછી તે ઉદાયન રાજા આ વાતને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે લોકો જલદી કૌશાંબી નગરીની બહાર અને અંદર પાણી છંટાવો, સાફ સુથરું કરો અને કરાવો. એ પ્રમાણે કરીને – કરાવીને આજ્ઞાનુસાર કાર્ય સંપન્ન થયાની સૂચના આપો. ઇત્યાદિ કોણિક રાજાની માફક સમગ્ર કથન કરવું – યાવતું – તે પર્યાપાસના કરવા લાગ્યો. ત્યારપછી આ વૃત્તાંતને સાંભળીને તે જયંતી શ્રમણોપાસિકા હર્ષિત અને સંતુષ્ટ થઈ, થઈને જ્યાં મૃગાવતી રાણી હતી ત્યાં આવી, ત્યાં આવીને મૃગાવતી દેવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! તીર્થના આદિકર – યાવત્ – સર્વજ્ઞ, સર્વદર્શી શ્રમણ ભગવંત મહાવીર આકાશમાં રહેલા ચક્ર દ્વારા – યાવત્ – સુખપૂર્વક વિહાર કરતા-કરતા ચંદ્રાવતરણ ચૈત્યમાં યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરીને અને સંયમ તથા તપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા વિચરણ કરી રહ્યા છે. હે દેવાનુપ્રિયે ! આવા પ્રકારના અરિહંત ભગવંતોનું નામ અને ગોત્રનું શ્રવણ કરવું પણ મહાફળને દેનારું થાય છે – યાવત્ – આ ભવ અને પરભવમાં હિતકારી, સુખકારી, શાંતિકારી, નિઃશ્રેયસ અને શુભ અનુબંધને માટે શ્રેયસ્કર થશે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ આગમ કથાનુયોગ-૪ ત્યારપછી તે મૃગાવતી રાણી જયંતિ શ્રમણોપાસિકના આ સંવાદને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળી, પ્રીતિમના, પરમ સૌમનસ, હર્ષાતિરેકથી વિકાસમાન હૃદયવાળી થતી એવી બંને હાથોને જોડીને મસ્તકે આવર્ત કરી અંજલિપૂર્વક જયંતિ શ્રમણોપાસિકાના આ કથનને વિનયપૂર્વક સ્વીકારે છે. ત્યારપછી મૃગાવતીદેવીએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! અતિ શીઘ જ તમે વેગવાન અશ્વોથી યુક્ત – યાવત્ – ધાર્મિક શ્રેષ્ઠયાન જોડીને લાવો અને લાવીને તેની મને સૂચના આપો. ત્યારે તે કૌટુંબિક પુરુષ મૃગાવતી રાણીની આ આજ્ઞાને સાંભળીને ધાર્મિક શ્રેષ્ઠ માન–રથને જોડીને લાવ્યા લાવીને આજ્ઞાનુસાર રથ લાવ્યાની સૂચના આપી. ત્યારપછી તે મૃગાવતી રાણીએ જયંતિ શ્રમણોપાસિકાની સાથે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું – યાવત્ – અલ્પ પણ મહામૂલ્યવાનું વસ્ત્ર–આભૂષણોથી શરીરને અલંકૃત કરીને ઘણી જ કુન્જા દાસિઓ – યાવત્ – ચેટિકાઓ, અંતઃપુર રક્ષકો, વૃદ્ધ કંચુકીઓ, મહત્તરકોના સમૂહથી પરિવેષ્ટિત થઈને તે અંતઃપુરથી બહાર નીકળી, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી, જ્યાં ધાર્મિક યાન પ્રવર ઊભું હતું. ત્યાં આવી, ત્યાં આવીને ધાર્મિક શ્રેષ્ઠ રથ પર બેઠી. - ત્યારપછી મૃગાવતીદેવી જયંતિ શ્રમણોપાસિકાની સાથે ધાર્મિક શ્રેષ્ઠ રથ પર આરૂઢ થયા. તે મૃગાવતી રાણી પોતાના પરિવારથી યુક્ત થઈને – યાવત્ – ઋષભદત્તની માફક તે ધાર્મિક શ્રેષ્ઠ રથથી નીચે ઉતરી. ત્યારપછી જયંતિ શ્રમણોપાસિકાની સાથે તે મૃગાવતી રાણીએ ઘણી જ કુન્જા આદિ દાસીઓ સહિત દેવાનંદાની માફક – યાવતું – વંદન, નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને ત્યાંજ ઊભી રહીને જોતી જોતી, નમસ્કાર કરતી સામે વિનયપૂર્વક અંજલિપૂર્વક પર્યાપાસના કરે છે. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે ઉદાયન રાજાને, મૃગાવતી રાણીને, જયંતિ શ્રમણોપાસિકાને અને તે વિશાળ પર્ષદાને – યાવત્ – ધર્મોપદેશ આપ્યો – યાવત્ – પર્ષદા પાછી ગઈ, ઉદાયન રાજા અને મૃગાવતી રાણી પણ પાછા ગયા. ત્યારપછી જયંતિ શ્રમણોપાસિકા શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મને સાંભળી, અવધારી, હર્ષિત અને સંતુષ્ટ થઈ, શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરી, નમીને આ પ્રમાણે પૂછયું૦ જયંતિ શ્રાવિકાએ ભગવંતને કરેલ પ્રશ્નોત્તર : હે ભગવન્! જીવો શાથી ગુરુત્વ–ભારેપણું પામે ? હે જયંતિ ! જીવો પ્રાણાતિપાતથી – યાવત્ - મિથ્યાદર્શનશલ્યથી એ પ્રમાણે ખરેખર જીવો ભારે કર્મીપણું પ્રાપ્ત કરે છે. હે ભગવન્! જીવોનું ભવસિદ્ધિકપણું સ્વભાવથી છે કે પરિણામથી ? હે જયંતિ ! ભવસિદ્ધિક જીવો સ્વભાવથી છે, પરિણામથી નથી. હે ભગવન્! સર્વે ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે ? હે જયંતિ ! હા, થશે. હે ભગવન્! જો સર્વે ભવસિદ્ધિકો સિદ્ધ થશે તો આ લોક ભવસિદ્ધિક જીવોથી Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા રહિત હશે ? – આ અર્થ યથાર્થ નથી. હે ભગવન્! એ પ્રમાણે તે કયા હેતુથી કહો છો ? હે જયંતિ! જેમકે સર્વાકાશની શ્રેણી હોય, તે અનાદિ, અનંત, બંને બાજુ પરિમિત અને બીજી શ્રેણીઓથી પરિવૃત્ત હોય, તેમાંથી સમયે સમયે એક પરમાણું પુદ્ગલ માત્ર ખંડો કાઢતાં કાઢતાં અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી સુધી કાઢીએ તો પણ શ્રેણી ખાલી ન થાય, તે રીતે. હે ભગવન્! સુતેલાપણું સારું કે જાગેલાપણું સારું ? હે જયંતિ ! કેટલાંક જીવોનું સુતેલાપણું સારું, કેટલાંકનું જાગેલાપણું. હે ભગવન્! શા હેતુથી તમે આમ કહો છો ? હે જયંતિ ! જે આ જીવો અધાર્મિક, અધર્મને અનુસરનારા, જેને અધર્મ પ્રિય છે એવા, અધર્મ કહેનારા, અધર્મને જ જોનારા, અધર્મમાં આસક્ત, અધર્માચરણ કરનારા અને અધર્મથી જ આજીવિકાને કરતા વિહરે છે, એ જીવોનું સુતેલાપણું સારું છે. જો એ જીવો સૂતેલા હોય તો બહુ પ્રાણોના, ભૂતોના, જીવોના તથા સત્ત્વોના દુઃખ માટે, શોક માટે – થાવત્ – પરિતાપ માટે થતા નથી. વળી પોતાને, બીજાને કે બંનેને ઘણી અધાર્મિક સંયોજના વડે જોડનારા હોતા નથી. તેથી વિપરિત જે ધાર્મિક જીવો છે – યાવત્ – ધર્મ વડે આજીવિકા કરતાં વિચરે છે. એ જીવોનું જાગેલાપણું સારું છે – યાવત્ – તે જીવો જાગતા હોય તો ધર્મ જાગરિકા વડે પોતાને જાગૃત રાખે છે. હે ભગવન્! સબલપણું સારું કે દુર્બલપણું સારું? હે જયંતિ! કેટલાંક જીવોનું સબલપણું સારું અને કેટલાંક જીવોનું દુર્બલપણું સારું. જે જીવો અધાર્મિક છે અને યાવત્ અધર્મ વડે આજીવિકા કરતા વિહરે છે, એ જીવોનું દુર્બલપણું સારું. ઇત્યાદિ વક્તવ્યતા જાગતાની પેઠે સબલપણાની વક્તવ્યતા કહેવી. હે ભગવન્! ઉદ્યમીપણું સારું કે આળસુપણું સારું ? હે જયંતિ! કેટલાંક જીવોનું ઉદ્યમીપણું સારું અને કેટલાક જીવોનું આળસુપણું સારું. જે જીવો અધાર્મિક – યાવત્ – વિહરે છે, એ જીવોનું આળસુપણું સારું છે. ઇત્યાદિ બધું “સૂતેલાની પેઠે કહેવું તથા જાગેલાપણા મુજબ ઉદ્યમી જાણવા. વળી એ જીવો ઉદ્યમી હોય તો આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, કુલ, ગણ, સંઘ અને સાધર્મિકની ઘણી વૈયાવચ્ચ સાથે આત્માને જોડનારા થાય છે. હે ભગવન્! શ્રોત્રેન્દ્રિયને વશ થવાથી પીડિત થયેલ શું બાંધે ? હે જયંતિ ! જેમ ક્રોધને વશ થયેલા જીવ સંબંધે કહ્યું, તેમ અહીં પણ જાણવું – થાવત્ – તે સંસારમાં ભમે છે. એ પ્રમાણે ચક્ષુરિન્દ્રિયને વશ થયેલા – યાવત્ – સ્પર્શનેન્દ્રિયને વશ થયેલા જીવ સંબંધે જાણવું. ૦ જયંતિ શ્રાવિકાની દીક્ષા અને મોક્ષ : ત્યારપછી તે જયંતિ શ્રમણોપાસિકા શ્રમણ ભગવંત મહાવીર પાસેથી આ વાત સાંભળી હૃદયમાં અવધારી, હર્ષિત અને સંતુષ્ટ થઈ ઇત્યાદિ બધું દેવાનંદાની પેઠે જાણવું Page #229 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૪ યાવત્ – તેણીએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી અને સર્વદુઃખથી મુક્ત થયા. હે ભગવન્ ! તે એ પ્રમાણે જ છે, એ પ્રમાણે જ છે. ૦ આગમ સંદર્ભ : ભગ ૫૩૪ થી ૫૩૬ + ; ૨૨૮ X - ૦ દેવાનંદા કથા ઃ (દેવાનંદાની કથાની ઘણી વાત તીર્થંકર મહાવીરની કથામાં તેમજ ઋષભદત્તની કથામાં આવી ગયેલ છે. તેતે કથા ખાસ જોવી અહીં તે કથાંશો જરૂર લીધાં છે, પણ મુખ્યત્વે અહીં દેવાનંદાની દીક્ષા તથા મોક્ષની વાતને આ કથામાં પ્રાધાન્ય અપાયેલ છે.) ૦ ભગવંત મહાવીરનું ગર્ભમાં આગમન—નિગમન : * (કલ્પસૂત્ર ૧ થી ૧૨, ૧૬, ૨૧, ૨૭, ૩૧ અનુસાર) - તીર્થંકર મહાવીર બ્રાહ્મણકુંડ ગ્રામ નગરમાં કોડાલ ગોત્રના ઋષભદત્ત નામના બ્રાહ્મણની પત્ની જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં યાવત્ – ગર્ભપણે ઉત્પન્ન થયા. જે રાત્રિએ શ્રમણ ભગવંત મહાવીર જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે આવ્યા. તે રાત્રિએ દેવાનંદા બ્રાહ્મણી શય્યાને વિશે કંઈક ઊંઘતી કંઈક જાગતી એટલે કે અલ્પ નિદ્રા કરતી એવી તેણીએ ચૌદ સ્વપ્નોને જોયા. યાવત્ ઇત્યાદિ વૃત્તાંત તથા ચૌદ સ્વપ્ન સંબંધી વાત તીર્થંકર મહાવીરની કથાથી જાણવી. દેવાનંદા બ્રાહ્મણી – યાવત્ – શય્યાથકી ઉઠે છે – યાવત્ – જ્યાં ઋષભદત્ત બ્રાહ્મણ છે ત્યાં આવે છે – યાવત્ – બે હાથ જોડી, દશ નખ ભેગા કરી મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને આ પ્રમાણે બોલી, હે દેવાનુપ્રિય ! આજે શય્યાને વિશે અલ્પનિદ્રા કરતી હતી ત્યારે આવા પ્રકારના પ્રશસ્ત યાવત્ – શોભાસહિત ચૌદ મહા સ્વપ્નોને જોઈને જાગી – યાવત્ – આ ચૌદ સ્વપ્નોનું કલ્યાણકારી શું ફળ વિશેષ તથા વૃત્તિ વિશેષ થશે ? ઇત્યાદિ વર્ણન માટે જુઓ તીર્થંકર “મહાવીર કથા'. ત્યારે ઋષભદત્ત બ્રાહ્મણ તેણીને સ્વપ્નાનું ફળ વિશેષ કહે છે યાવત્ - ત્યારપછી તે દેવાનંદા બ્રાહ્મણી ઋષભદત્ત બ્રાહ્મણની પાસે આ અર્થ સાંભળીને હૃદયમાં અવધારીને હર્ષિત અને સંતુષ્ટ મનવાળી થઈ – યાવત્ – તે સ્વપ્નોને સારી રીતે અંગીકાર કરે છે. કરીને ઋષભદત્ત બ્રાહ્મણની સાથે મનુષ્ય સંબંધી ઉદાર અને ભોગવવા યોગ્ય ભોગ ભોગવતી એવી રહે છે. ઇત્યાદિ સર્વ વૃત્તાંત માટે જુઓ તીર્થંકર મહાવીર કથા" ત્યાં વિસ્તૃત વર્ણન આપેલ છે. - - બૃહ.ભા. ૩૩૮૬; - - - સૌધર્મેન્દ્રએ – યાવત્ દક્ષિણાર્ધ ભરતમાં બ્રાહ્મણકુંડ ગ્રામ નગરમાં કોડાલ ગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધર ગોત્રની દેવાનંદા નામની બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયેલા જોયા – યાવત્ – શક્રસ્તવથી વંદના કરી – યાવત્ – પછી તેને વિચાર આવ્યો કે તીર્થંકર આદિનો જન્મ – યાવત્ – બ્રાહ્મણાદિ કુળોમાં થતો નથી – યાવત્ – તેથી મારે ભગવંતને ત્રિશલા ક્ષત્રિયાણીના ગર્ભમાં મૂકવા જોઈએ અને – યાવત્ – - - - ત્રિશલા ક્ષત્રિયાણીનો પુત્રીરૂપ ગર્ભ દેવાનંદાની કુક્ષિમાં સંક્રમાવવો જોઈએ. – યાવત્ - Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૨૯ હરિસેગમેલી દેવને કહીને તેણે ગર્ભપરાવર્તન કરાવ્યું. ઇત્યાદિ વૃત્તાંત તીર્થકર મહાવીરની કથામાં વિસ્તારથી અપાઈ ગયેલ છે. * (ઉક્ત સર્વ કથન મુખ્યત્વે કલ્પસૂત્ર આધારિત તથા અવિશ્યક નિર્યુક્તિ અનુસાર છે, જે ભગવંત મહાવીરની કથામાં વિસ્તારથી અપાઈ ગયેલ છે.) & (ભગવંત મહાવીર ગભગમન-નિગમન આચારસૂત્ર—પ૧૦ મુજબ :-). શ્રમણ ભગવંત મહાવીર... ચ્યવન કરીને આ જંબુદ્વીપમાં ભારત વર્ષના દક્ષિણાર્ડ, (ભારતના દક્ષિણમાં) બ્રાહ્મણકુંડપુર સન્નિવેશમાં કોડાલગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની જાલંધરગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં સિંહની માફક ગર્ભમાં અવતરિત થયા. દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યા બાદ શ્રમણ ભગવંત મહાવીરના હિત અને અનુકંપાથી પ્રેરિત થઈને “આ જીત આચાર છે" એમ કહીને ૮૨ રાત્રિદિન વ્યતીત થયા પછી ૮૩માં દિવસની રાત્રે.. દેવાનંદાની કૃષિમાંથી તે ગર્ભને લઈને... ત્રિશલાની કુક્ષિમાં સ્થાપન કર્યો અને ત્રિશલાનો ગર્ભ લઈને દક્ષિણ બ્રાહ્મણ કુંડપુર સન્નિવેશમાં કોડાલગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની જાલંધગોત્રીયા દેવાનંદ બ્રાહ્મણીની કુક્ષિમાં રાખ્યો. ત્યારે (આવશ્યક ભાષ્ય-પ૫ મુજબ) દેવાનંદા બ્રાહ્મણીએ પોતાના મુખમાંથી ચૌદ સ્વપ્નોને પાછા નીકળતા જોયા. (ત્રિશલા ક્ષત્રિયાણી દ્વારા હરણ કરાતા જોયા). ૦ ભગવંત મહાવીરના વંદનાર્થે દેવાનંદાનું ગમન : તે કાળે અને તે સમયે બ્રાહ્મણકુંડગ્રામ નામે નગર હતું. ત્યાં બહુશાલ નામે ચૈત્ય હતું. તે બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં ઋષભદત્ત નામે બ્રાહ્મણ રહેતો હતો. તે ઇષભદત્ત બ્રાહ્મણને દેવાનંદા નામક બ્રાહ્મણી ધર્મપત્ની હતી. તેમના હાથ–પગ સુકુમાલ હતા યાવત્ તેનું દર્શન પણ પ્રિય હતું. તેનું રૂ૫ સુંદર હતું. તેણી શ્રમણોપાસિકા હતી. જીવ-અજીવ આદિ તત્ત્વોની જ્ઞાતા હતી તથા પુણ્યપાપના રહસ્યોને ઉપલબ્ધ કર્યા હતા – યાવત્ – તે વિહરતી હતી. તે કાળ, તે સમયે ભગવંત મહાવીર ત્યાં પધાર્યા. સમવસરણની રચના થઈ. પર્ષદા નીકળી – યાવત્ – પર્યપાસના કરવા લાગી. ત્યારે આ વાત સાંભળી ઋષભદત્ત બ્રાહ્મણ અત્યંત હર્ષિત અને સંતુષ્ટ થયો યાવતું જ્યાં દેવાનંદા બ્રાહ્મણી હતી ત્યાં આવ્યો અને તેની પાસે આવીને આ પ્રમાણે બોલ્યો, હે દેવાનુપ્રિયે ! ધર્મના આદિકર – યાવત્ - સર્વજ્ઞ સર્વદર્શી શ્રમણ ભગવંત મહાવીર અહીં બહુશાલ નામક ચૈત્યમાં યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને વિચરી રહ્યા છે – યાવત્ – આપણે જઈએ અને ભગવંત મહાવીરને વંદન, નમસ્કાર કરીએ – યાવત્ – તેમની પર્યાપાસના કરીએ. ત્યારપછી ઋષભદત્ત બ્રાહ્મણનું આ કથન સાંભળીને દેવાનંદા બ્રાહ્મણી હૃદયમાં અત્યંત હર્ષિત યાવત્ ઉલ્લસિત થઈ અને તેણીએ બંને હાથ જોડીને મસ્તકે અંજલિ કરીને ઋષભદત્ત બ્રાહ્મણના કથનનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. ત્યારે દેવાનંદા બ્રાહ્મણીએ પણ, સ્નાન કર્યું યાવત્ અલ્પભારવાળા પણ બહુમૂલ્ય આભુષણોથી શરીરને સુશોભિત કર્યું. પછી ઘણી જ કુન્જા દાસીઓ તથા ચિલાત દેશની દાસીઓની સાથે યાવત્ અંત:પુરથી નીકળી જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી. જ્યાં શ્રેષ્ઠ ધાર્મિક રથ ઊભો હતો, ત્યાં આવી. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ આગમ કથાનુયોગ–૪ તે શ્રેષ્ઠ ધાર્મિક રથ પર આરૂઢ થઈ. તે ઋષભદત્ત બ્રાહ્મણ દેવાનંદા બ્રાહ્મણીની સાથે શ્રેષ્ઠ ધાર્મિક રથ પર આરૂઢ થઈ પોતાના પરિવારથી પરિવૃત્ત થઈને બ્રાહ્મણકુંડ નામક નગરના મધ્ય ભાગમાં થઈને નીકળ્યા અને બહુશાલક નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં તીર્થંકર ભગવંતના છત્રાદિ અતિશયોને જોયા, જોઈને તે શ્રેષ્ઠ ધાર્મિક રથને ઊભો રાખ્યો. તે શ્રેષ્ઠ ધર્મરથથી નીચે ઉતર્યા. દેવાનંદા બ્રાહ્મણી રથમાંથી નીચે ઉતરીને પોતાની ઘણી જ દાસીઓ યાવત્ મહત્તરિકા વૃંદથી પરિવૃત્ત થઈને શ્રમણ ભગવંત મહાવીરની સામે પંચવિધ અભિગમનપૂર્વક ગમન કર્યું. તે પાંચ અભિગમ આ પ્રમાણે છે ઃ- (૧) સચિત્ત દ્રવ્યોનો ત્યાગ કરવો, (૨) અચિત દ્રવ્યોનો ત્યાગ ન કરવો, (૩) વિનય વડે શરીરને અવનત કરવું, (૪) ભગવંત દૃષ્ટિગોચર થતાં જ બંને હાથ જોડવા અને (૫) મનને એકાગ્ર કરવું. ત્યારપછી જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવી, ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી. પછી વંદન—નમસ્કાર કર્યા પછી ઋષભદત્ત બ્રાહ્મણને આગળ કરીને પોતાના પરિવાર સહિત શુશ્રુષા કરતી, નમન કરતી, સામે ઊભી રહીને વિનયપૂર્વક હાથ જોડીને ઉપાસના કરવા લાગી. ત્યારપછી દેવાનંદા બ્રાહ્મણીના સ્તનોમાંથી દૂધની ધારા થઈ, તેણીના નેત્ર હર્ષાશ્રુઓથી ભીંજાઈ ગયા. હર્ષથી પ્રફૂલ્લિત થતી એવી તેની બાહુથી તેના કડાં સ્તંભિત થયા. હર્ષાતિરેકથી તેણીની કંચુકી વિસ્તૃત થઈ. મેઘની ધારાથી વિકસિત કદંબપુષ્પની સમાન તેણીનું શરીર રોમાચિંત થઈ ગયું. પછી તેણી શ્રમણ ભગવંત મહાવીરને અનિમેષ દૃષ્ટિએ જોવા લાગી. તે વખતે ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન—નમસ્કાર કર્યા અને પૂછયું, હે ભગવંત ! આ દેવાનંદા બ્રાહ્મણીના સ્તનોમાંથી દૂધ કેમ નીકળી આવ્યું ? યાવત્ તેણીને રોમાંચ કેમ થઈ આવ્યો ? અને તેણી આપ દેવાનુપ્રિયને અનિમેષ દૃષ્ટિ વડે જોતી કેમ ઊભી છે ? - શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમ સ્વામીને કહ્યું, હે ગૌતમ ! આ દેવાનંદા બ્રાહ્મણી છે, તે મારી માતા છે. હું દેવાનંદાનો આત્મજ છું. તેથી તેણીને પૂર્વ પુત્ર સ્નેહરાગાનુવશ દૂધ ઝરી આવ્યું – યાવત્ – રોમાંચ થયો અને આ મને અનિમેષ દૃષ્ટિથી જોઈ રહી છે. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદાને તથા તે અત્યંત મોટી ઋષિ પર્ષદાને ધર્મકથા કરી યાવત્ પર્ષદા પાછી ગઈ. ૦ દેવાનંદાની દીક્ષા અને મોક્ષ :– ત્યારપછી... શ્રમણ ભગવંત મહાવીરે ધર્મ સાંભળીને અને હૃદયંગમ કરીને તે દેવાનંદા બ્રાહ્મણી અત્યંત હર્ષિત અને સંતુષ્ટ થઈ અને શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણ—પ્રદક્ષિણા કરીને યાવત્ નમસ્કાર કરીને આ પ્રમાણે બોલી. હે ભગવન્ ! આપે જેમ કહ્યું છે, તે તેમજ છે. ભગવન્ ! આપનું કથન યથાર્થ છે. આ પ્રમાણે ઋષભદત્ત બ્રાહ્મણ સમાન દેવાનંદાએ પણ નિવેદન કર્યું અને ધર્મ કહ્યો, અહીં સુધી કહેવું જોઈએ. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે દેવાનંદા બ્રાહ્મણીને સ્વયમેવ પ્રવ્રુજિત કરાવ્યા. Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા સ્વયમેવ મુંડિત કરાવ્યો અને સ્વયમેવ ચંદના આર્યન શિષ્યાના રૂપમાં સોંપી દીધી. ત્યારપછી ચંદના આર્યાએ દેવાનંદા બ્રાહ્મણીને સ્વયં પ્રવ્રુજિત કર્યા. સ્વયમેવ મુંડિત કર્યા, સ્વયમેવ તેણીને શિક્ષા આપી. દેવાનંદાએ પણ ઋષભદત્તની સમાન આ પ્રકારના ધાર્મિક ઉપદેશને સમ્યરૂપે સ્વીકાર્યો અને તેમની આજ્ઞાનુસાર ચાલવા લાગી – યાવત્ – સંયમમાં સમ્યક્ પ્રવૃત્તિ કરવા લાગી. ત્યારપછી આર્યા દેવાનંદાએ આર્યાં ચંદના પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. શેષ વર્ણન ઋષભદત્ત પ્રમાણે જાણવું. યાવત્ દેવાનંદા સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત અને સર્વદુઃખોથી મુક્ત થયા. ૦ આગમ સંદર્ભ આયા. ૫૧૦; ભગ. ૪૬૦ થી ૪૬૨; સમ. ૧૬૧; ભગ ૨૨૭ની . આવ.યૂ.૧-૫ ૨૩૬; આવ.ભા. ૪૮, ૪૯, ૫૫ + કલ્પ. ૨ થી ૧૨, ૧૬, ૨૧, ૨૭, ૩૧ + ; X X ૨૩૧ સમ. ૨૧૩ની વૃ; આવ.નિ. ૪૫૭ + ; ૦ પ્રભાવતી કથા ઃ વૈશાલી નગરીમાં ચેટક રાજા હતો. તેમને સાત પુત્રીઓ હતી :~ (૧) પ્રભાવતી, (૨) પદ્માવતી, (૩) મૃગાવતી, (૪) શિવા, (૫) જ્યેષ્ઠા, (૬) સુજ્યેષ્ઠા, (૭) ચેન્નણા. તેમાં પ્રભાવતીના લગ્ન વીતિભય નગરના રાજા દાયન સાથે થયેલા હતા. આ તરફ ચંપા નગરીમાં કુમારનંદી નામે એક સ્ત્રી લોલુપ સોની રહેતો હતો. (તેના સમગ્ર વર્ણન માટે કુમારનંદી તથા નાગીલ એ બંને કથાઓ જોવી) આ કુમારનંદીએ વ્યંતરી હાસા પ્રહાસના મોહમાં બળી મરીને આત્મહત્યા કરી. પછી પંચશૈલનો અધિપતિ એવો સામાન્ય વ્યંતર દેવ થયો. તેને નાગીલ નામે એક શ્રાવકમિત્ર હતો, તેને કુમારનંદીની આસક્તિ અને મૃત્યુ જોઈને વૈરાગ્ય થતાં તેણે દીક્ષા લીધી. કાળધર્મ પામીને તેઓ અચ્યુતકલ્પે ઉત્પન્ન થયેલા. અચ્યુતકલ્પવાસી નાગીલદેવના કહેવાથી વ્યંતર બનેલા કુમારનંદીએ ત્યારે સમ્યકત્વ બીજ પ્રાપ્તિ માટે વર્ધમાનસ્વામીની જીવિત પ્રતિમા બનાવી. આ પ્રતિમા વીતભય નગરે ઉતારી. તે વખતે પ્રભાવતી દેવીના જાણવામાં આવ્યું કે, આ રીતે દેવાધિદેવની પ્રતિમા સમુદ્રકાંઠે આવેલી છે. સ્નાન કરી, કૌતુક મંગલ કરીને અંતઃપુર સહિત ત્યાં ગઈ, શ્વેત વસ્ત્રો પહેરેલા, હાથમાં બલિ, પુષ્પ, ધૂપ ઇત્યાદિ લીધા, સ્તુતિ કરી ત્યારે પેટી ખુલી. વર્ધમાન સ્વામીની જીવિત પ્રતિમા તેમાંથી નીકળી. ત્યારે પ્રભાવતી રાણીએ અંતઃપુરમાં ચૈત્યગૃહ કરાવ્યું. (નિશીથસૂત્ર ચૂર્ણિમાં જણાવે છે કે) સર્વાલંકાર વિભૂષિત નીકળેલ પ્રતિમાને ઘર સમીપે ચૈત્ય કરાવી સ્થાપી પછી પ્રભાવતી રાણી સ્નાન કરીને ત્રિસંધ્યા તે પ્રતિમાની અર્ચના—પૂજા કરવા લાગી. તેની દેખરેખ - સફાઈ આદિ માટે કૃષ્ણગુલિકા/દેવદત્તા નામની દાસીને નિયુક્ત કરી. - કોઈ વખતે પ્રભાવતીદેવી નૃત્ય કરી રહી હતી. ઉદાયન રાજા વીણા વગાડી રહ્યા હતા. આ રીતે આઠમ ચૌદશ આદિ દિને પ્રભાવતી રાણી ભક્તિરાગથી પોતે નૃત્યાદિ કરતી, કોઈ દિવસે રાજાને અચાનક પ્રભાવતી રાણી મસ્તકવિહિન દેખાઈ. તેને ઘણો જ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ આગમ કથાનુયોગ-૪ બ ન થાય. ખેદ થયો. તેના હાથમાંથી વીણા પડી ગઈ. પ્રભાવતી રોષાયમાન થઈને બોલી કે, કેમ આવું કરો છો ? ઘણો આગ્રહ કરતા ઉદાયને પ્રભાવતીને સત્ય જણાવ્યું. ત્યારે તેણી બોલી કે, હવે શું કરું ? હવે મારે સારી રીતે શ્રાવકત્વની અનુપાલના કરવી જોઈએ. જિનશાસનનું શરણું લીધા પછી મરણનો ભય ન હોય. ફરી કોઈ વખતે સ્નાન કરીને નીકળેલી પ્રભાવતીએ દાસીને કહ્યું કે, મારા (પૂજાના) વસ્ત્રો લાવ. ત્યારે સફેદને બદલે લાલ વસ્ત્રો લાવી. (પ્રભાવતીને સફેદ વસ્ત્રો લાલ દેખાયા). પ્રભાવતીને ક્રોધ ચડ્યો. તેણીએ દાસી પર અરીસો ફેંક્યો અને બોલી કે જિનગૃહમાં જવા માટે તું મને લાલ વસ્ત્રો આપે છે. અમંગલ કરે છે – અરીસાનો પ્રહાર વાગતા તે દાસી ત્યાંને ત્યાંજ મૃત્યુ પામી. વસ્ત્રો સ્વાભાવિક શ્વેત જ લાગ્યા. ત્યારે પ્રભાવતી વિચારવા લાગી કે, મારા વડે (પહેલા) વ્રતનું ખંડન થઈ ગયું. નિષ્કારણ નિરપરાધ દાસીને મારી નાંખી. લાંબાકાળથી પડાતા (પહેલા) વ્રત મારાથી ભાગ્યા. હવે મારે જીવીને શું કરવું છે? ઉદાયન રાજાને તેણીએ પૂછયું કે, હવે હું ભક્ત પ્રત્યાખ્યાન અંગીકાર કરવા ઇચ્છું છું. (નિશીથ ચૂર્ણિકાર કહે છે દીક્ષા લઈને તેણીએ ભક્ત પ્રત્યાખ્યાન કર્યું). પ્રભાવતીના અતિ આગ્રહથી રાજાએ કહ્યું કે, જો તું દેવલોકે ઉત્પન્ન થાય તો, તારે મને બોધ પમાડવા આવવું. ત્યારે પ્રભાવતીએ તે વાત કબૂલ રાખી. પછી તેણીએ (દીક્ષા અંગીકાર કરી. છ માસ સંયમ પાળ્યો.) ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. આલોચના અને પ્રતિક્રમણ કરીને કાળધર્મ પામીને દેવલોકે દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાર જિનપ્રતિમાને દેવદત્તા નામની કુન્જા દાસી સંભાળવા લાગી. રાજા ઉદાયન તાપસભક્ત હતો. પૂર્વના અનુરાગથી પ્રભાવતી દેવે તેને બોધ પમાડવા પ્રયત્ન કર્યો. તે બોધ પામતો ન હતો. ત્યારે પ્રભાવતીદેવે તાપસનું રૂપ વિકુવ્યું. અમૃતફળોને લઈને તે આવ્યો. રાજાને તે ફળ આપતા, રાજાએ તે ચાખ્યા. ત્યારે પ્રભાવતી દેવને પૂછ્યું કે, આ ફળો ક્યાંથી આવ્યા ? તે દેવે કહ્યું કે, નગરની નજીક એક આશ્રમ છે. ત્યાં આ ફળો છે. તેની સાથે રાજા આશ્રમે ગયો. જેવો તે આશ્રમના ફળ તોડવા ગયો કે, તાપસો તેને મારવા લાગ્યા. હણો–હણો, મારો–મારો પકડો–પકડો પોકારવા લાગ્યા. ત્યારે તે રાજા આશ્રમથી ભાગ્યો. વનખંડમાં પહોંચ્યો. ત્યાં તેણે કોઈ સાધુને જોયા. જે ચંદ્ર જેવા સૌમ્ય હતા, કામદેવ જેવા રૂપવાનું નાગકુમાર જેવા સોહામણા હતા. તે સાધુ ભગવંતે ધર્મ કહ્યો. ધર્મ સાંભળી રાજા બોધ પામ્યો. ત્યારે પ્રભાવતી દેવે પોતાને પ્રગટ કર્યો. પછી ઉદાયન રાજાની આજ્ઞા લઈને તે દેવ દેવલોકે પાછો ફર્યો. એ પ્રમાણે પ્રતિબોધ પામેલ રાજા શ્રાવક થયો. આવશ્યક વૃત્તિના અભિપ્રાય મુજબ ઉદાયન રાજાએ દીક્ષા લીધા બાદ બે-ત્રણ વખત તેમને મારી નાંખવા દહીંમાં ઝેર ભેળવવામાં આવેલ. જે પ્રભાવતીદેવે સંવરી લીધું પણ છેલ્લે દેવના પ્રમાદથી ઉદાયન રાજાના શરીરમાં ઝેર વ્યાપી ગયું. તેમનું મૃત્યુ થયું, તેઓ મોક્ષે ગયા, પછી પ્રભાવતીદેવે આખું નગર ધૂળ વડે દાટી દીધું. ૦ આગમ સંદર્ભ :ભગ ૫૮૭; પહા ૨૦ની , આવ.નિ ૭૭૫ની , Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૩૩ નિસી.ભા. ૩૧૮૩ની ; ઉત્ત.નિ ૯૫ + 4 આવ યૂ.૧–પૃ. ૩૯૯ ૪૦૦; ર– ૧૬૪; ૦ મૃગાવતી કથા - વૈશાલી નગરીમાં ચેટક રાજા હતો. તેને સાત પુત્રીઓ હતી :- (૧) પ્રભાવતી, (૨) પવાવતી, (૩) મૃગાવતી, (૪) શિવા, (૫) જ્યેષ્ઠા, (૬) સુજ્યેષ્ઠા, (૭) ચેઘણા પ્રભાવતીના લગ્ન ઉદાયન સાથે થયા. (જે ઉદાયન અને પ્રભાવતીની કથામાં જોયું) પદ્માવતીના લગ્ન ચંપાના દધિવાહન સાથે થયા. મૃગાવતીના લગ્ન કૌશાંબીના શતાનીક રાજા સાથે થયા. શિવાના લગ્ન ઉજ્જૈનીના પ્રદ્યોત રાજા સાથે થયા ઇત્યાદિ. ૦ પરીચય : તે કાળે, તે સમયે કૌશાબી નામે નગરી હતી. જો ભવનાદિની અધિકતાથી યુક્ત, સ્વચક્ર–પરચક્રના ભયથી મુક્ત તથા સમૃદ્ધિ વડે સમૃદ્ધ હતી. તે નગરી બહાર ચંદ્રાવતરણ ઉદ્યાન હતું. તેમાં શ્વેતભદ્ર યક્ષનું ચૈત્ય હતું. આ કૌશાંબી નગરીમાં શતાનિક નામે રાજા હતો. જે હિમાલય પર્વત આદિની સમાન મહાનું અને પ્રતાપી હતો. તેની (પત્ની) મૃગાવતી નામે રાણી હતી. તે શતાનિક રાજા અને મૃગાવતીનો ઉદાયન નામે પુત્ર હતો. ૦ ચંદના દ્વારા ભગવંતના પારણા પ્રસંગે મૃગાવતીનું આગમન : (શ્રમણ ભગવંત મહાવીરે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અભિગ્રહ લીધો અને ચંદના–ચંદનબાળાને હાથે તે અભિગ્રહ પૂર્ણ થયો. આ આખો પ્રસંગ તીર્થકર મહાવીરની કથામાં તથા ચંદના આયની કથામાં વિસ્તારથી લખાઈ ગયો છેતેથી અહીં તે કથાનો કેટલોક અંશ જ્યાં મૃગાવતીનો સંબંધ છે. તેનો જ ઉલેખ અમે કરેલ છે. પૂર્વ કથા માટે જુઓ તીર્થકર મહાવીર કથા અને ચંદના કથા). શ્રમણ ભગવંત મહાવીર વિહાર કરતા કૌશાંબી ગયા. ત્યાં શતાનિક નામે રાજા હતો, મૃગાવતીદેવી રાણી હતા. તત્ત્વવાદી નામે ધર્મપાઠક હતા. સુગુપ્ત નામે અમાત્ય હતા. તે અમાત્યને નંદા નામે પત્ની હતી. તે શ્રમણોપાસિકા હતી. તે નંદા અને મૃગાવતી રાણી બંને સખીઓ હતી. તે વખતે ભગવંત મહાવીરે પોષ વદ એકમે એવો અભિગ્રહ ગ્રહણ કરેલો કે :(૧) દ્રવ્યથી – સૂપડાના ખૂણામાં રહેલ બાફેલા અડદ હોય, (૨) ક્ષેત્રથી ઊંબરો ઓળંગતી હોય અર્થાત્ એક પગ અંદર – એક પગ બહાર હોય, (૩) કાળથી – ભિક્ષાચરો ભિક્ષા લઈને નીકળી ગયા હોય તેવો કાળ હોય, (૪) ભાવથી -- રાજકન્યા હોય, દાસીપણું પામી હોય, બેડીમાં બંધાયેલી હોય. તેણીનું મસ્તક મુંડિત હોય, રડતી હોય, આઠ ભક્ત અન્નજળનો ત્યાગ થયેલો હોય એ ચારે બાબતે જ્યારે અભિગ્રહ પૂર્ણ થતો હોય તો પારણું કરવું કલ્પ, અન્યથા ન કલ્પ. આવો અભિગ્રહ ધારણ કરીને કૌશાંબીમાં રહેલા હતા... એ પ્રમાણે ભિક્ષાર્થે ભ્રમણ કરતા તેમને ચાર માસ કૌશાંબીમાં પસાર કર્યા, પણ અભિગ્રહ પૂર્ણ થયો નહીં. પછી નંદાના ઘેર ભિક્ષાર્થે પ્રવેશ કર્યો. આ તો ભગવંત મહાવીર છે, તેમ જાણીને નંદાએ પરમ આદરપૂર્વક ભિક્ષા લાવીને મૂકી, ભગવંત મહાવીર નીકળી ગયા. ત્યારે તે ઘણી જ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ આગમ કથાનુયોગ-૪ - ખેદ પામી. તેણે અમાત્ય આવ્યા ત્યારે તેમને પણ કહ્યું કે, આ તમારું અમાત્યપણું શું કામનું? આટલા લાંબા કાળથી ભગવંત ભિક્ષા લેતા નથી. તમારું વિજ્ઞાન પણ શું કામનું? જો તમે સ્વામીને શો અભિગ્રહ છે તે ન જાણો. વિજયા નામની પ્રાતિહારિણીએ આ સમગ્ર વૃત્તાંત મૃગાવતી રાણીને જણાવ્યો. કેમકે તેણી કોઈ કારણથી ત્યાં આવેલી હતી. મૃગાવતીએ પણ આ વાત સાંભળીને ઘણાં જ દુઃખને અનુભવ્યું. તે ચેટક રાજાની પુત્રી અતિ ખેદને પામી. (ભગવંત મહાવીરના મામા ચેટક રાજા હતા. મૃગાવતી તેની પુત્રી હતી. અર્થાત્ ભગવંત મહાવીરની મામાની દીકરી બહેન હતી.)જ્યારે શતાનિક રાજા આવ્યો, ત્યારે તેણે પૂછયું કે, કેમ આવા વિષાદમાં છો ? તેણીએ કહ્યું કે, તમારા રાજ્યથી મને શો લાભ ? જો ભગવંત આટલા કાળથી વિચરી રહ્યા છે, છતાં તેમનો અભિગ્રહ શું છે ? તે પણ જાણી ન શકાય. અહીં વિચારી રહ્યા છે, તે પણ તમે જાણતા નથી. ત્યારે શતાનિકે મૃગાવતીને આશ્વાસન આપતા કહ્યું કે, હું એવું કંઈક કરીશ કે જેથી કાલે ખબર પડશે. પછી સુગુપ્ત અમાત્યને બોલાવી આ વાત કરી ઇત્યાદિ... આ તરફ શતાનિકે ચડાઈ કરવાથી દધિવાહન રાજા નાસી છૂટેલ, ઇત્યાદિ વૃત્તાંત ચંદનાની કથામાં આવી ગયેલ છે – યાવત - તે ચંદના દ્વારા ભગવંત મહાવીરનો અભિગ્રહ પાંચ માસ – પચીશ દિવસે પૂર્ણ થયો. ત્યારે રાજા અંતઃપુર અને પરિજનસહિત ત્યાં આવ્યો. મૃગાવતીએ કહ્યું કે, આ મારી બેનની પુત્રી (ભાણેજી) છે. પછી તેણીને પોતાને ત્યાં લઈ ગયા. કન્યાઓના અંતઃપુરમાં પુત્રીની માફક ઉછેરી.. ૦ ભગવંત મહાવીરના વંદનાર્થે ગમન : શ્રમણ ભગવંત મહાવીરના કેવળજ્ઞાન પછીનો આ પ્રસંગ છે. (જો કે, હવે પછી સાવ નિ%િ ની ચૂર્ણિ અને વૃત્તિ મુજબનો જે પ્રસંગ આ કથામાં જ આપવાનો છે – તે મુજબ પ્રદ્યોતે કૌશાંબી પર ચડાઈ કરી, શતાનિકનું મૃત્યુ થયું. મૃગાવતીએ દીક્ષા લીધી, ઉદાયન રાજા થયો. તે વૃત્તાંત અને આ વૃત્તાંતમાં થોડો તાલમેલ બેસાડવો મુશ્કેલ છે. કેમકે આવશ્યના અભિપ્રાય મુજબ તો મૃગાવતીએ જ વિચારેલ કે ભગવંત અહીં આવે તો હું દીક્ષા લઉં અને મારા શીલની રક્ષા કરું, એટલે “વંદન કરવા જવું", પછી “પાછા ફરવું” આદિ ઘટના બંધ બેસે નહીં. કાવતી માં તો ઉદાયન રાજા અને મૃગાવતી રાણી પાછા ફરે છે, પછી મૃગાવતીની નણંદ જયંતી શ્રાવિકા દીક્ષા લે છે. તેટલો જ ઉલ્લેખ આવે છે. જ્યારે સાવરચક્ક મુજબ તો ભગવંત મૃગાવતીનો વિચાર જાણી આવે છે અને મૃગાવતી દીક્ષા ગ્રહણ કરી લે છે તેમ આવે છે. માત્ર એક સમાધાન વિચારી શકાય કે, વિશ્વ સૂત્રાનુસાર મૃગાવતીનો વિચાર જાણી ભગવંત પધાર્યા, તેથી જ માવતી સૂત્રાનુસાર વંદનાર્થે ગયા. પછી અનંતર દિવસોમાં જ તેણીએ દીક્ષા લીધી. તે કાળે અને તે સમયે કૌશાંબી નગરી હતી. ચંદ્રાવતરણ ઉધાન હતું. તે કૌશાંબી નગરીમાં સહસ્ત્રાનિક રાજાનો પૌત્ર, શતાનિક રાજાનો પુત્ર, ચેટક રાજાનો દોહિત્ર મૃગાવતી દેવીનો આત્મજ અને શ્રમણોપાસિકા જયંતીનો ભત્રીજો ઉદાયન નામે રાજા હતો. તે જ કૌશાંબી નગરીમાં સહસ્ત્રાનિક રાજાની પુત્રવધુ, શતાનિક રાજાની પત્ની, ચેટક રાજાની પુત્રી, ઉદાયન રાજાની માતા, શ્રમણોપાસિકા જયંતીની ભાભી મૃગાવતી Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨ ૩૫ નામની રાણી હતી. તે સુકુમાલ હાથ–પગવાળી વાવત્ સુરૂપા, શ્રમણોપાસિકા – યાવત્ - વિચરણ કરતી હતી. જયંતી શ્રાવિકા હતી. જેનું વર્ણન જયંતીની કથામાં આવી ગયું છે. તે કાળે, તે સમયે ભગવંત મહાવીર કૌશાંબી પધાર્યા. તે સમયે ઉદાયન રાજા આ વૃત્તાંત સાંભળી હર્ષિત અને સંતુષ્ટ થયા. તેમણે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને તેઓને આ પ્રમાણે કહ્યું, ઇત્યાદિ કથન જયંતી કથામાં આવી ગયેલ છે. ત્યારે જયંતી શ્રાવિકાએ... મૃગાવતીને આવીને કહ્યું... મૃગાવતી રાણીએ તેની આ વાત સ્વીકારી. ત્યારપછી તે મૃગાવતી રાણીએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને તેમને આ પ્રમાણે કહ્યું, જેમાં વેગવાન ઘોડાઓ જોડેલા હોય એવા યાવત્ શ્રેષ્ઠ ધાર્મિક રથ જોડીને જલદીથી ઉપસ્થિત કરો. કૌટુંબિક પુરુષોએ યાવત્ રથ લાવીને ઉપસ્થિત કર્યો થાવત્ મૃગાવતીની આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી તે મૃગાવતી દેવી અને જયંતી શ્રાવિકાએ સ્નાનાદિ કર્યા યાવત શરીરને અલંકૃત્ કર્યું. પછી કુન્જાદાસીઓની સાથે તે બંને અંતઃપુરથી નીકળી. પછી તે બાહ્ય ઉપસ્થાનશાળામાં આવી અને જ્યાં ધાર્મિક શ્રેષ્ઠ રથ હતો, ત્યાં આવી રથારૂઢ થઈ. મૃગાવતી દેવી પોતાના પરિવાર સહિત યાવતું ધાર્મિક શ્રેષ્ઠ રથથી નીચે ઉતરી. પછી મૃગાવતી દેવી શ્રમણ ભગવંત મહાવીરની સેવામાં દેવાનંદાની માફક પહોંચી. થાવતુ ભગવંતને વંદના નમસ્કાર કર્યા અને તેના પુત્ર ઉદાયન રાજાને આગળ કરીને સમવસરણમાં બેસી અને તેની પાછળ સ્થિત રહીને પર્યાપાસના કરવા લાગી. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે ઉદાયન રાજા, તેમની માતા મૃગાવતી રાણી અને જયંતી શ્રાવિકાને ધર્મ કહ્યો. પર્ષદા પાછી ફરી, ઉદાયન રાજા અને માતા મૃગાવતી રાણી પણ પાછા ફર્યા. ૦ મૃગાવતીનું ચિત્ર અને ચંદપ્રદ્યોત દ્વારા ચડાઈ : કૌશાંબી નામે નગરી હતી, ત્યાં શતાનિક રાજા હતો. તે કોઈ દિવસે સુખાસને બેઠો હતો. આવેલા દૂતને પૂછયું, બીજા રાજાની પાસે હોય અને મારી પાસે ન હોય એવું મારા રાજ્યમાં શું છે? તે દૂતે કહ્યું, તમારા રાજમાં ચિત્રસભા નથી. તે જ ક્ષણે શતાનિક રાજાએ ચિત્રશાળા બનાવવાની આજ્ઞા આપી. ચિત્રકારો સભામાં અવકાશ અનુસાર ચિત્રો બનાવવા લાગ્યા. તે વખતે યક્ષનું વરદાન પામેલા એક ચિત્રકારને જે રાજાના અંતઃપુરનો ક્રિીડપ્રદેશ હતો. તેનું ચિત્ર બનાવવાનું સોંપાયુ. તે ચિત્રકારે તે ક્રીપ્રદેશને અનુરૂપ ચિત્રોનું નિર્માણ કરવાનું શરૂ કર્યું. તે વખતે કોઈ દિવસે જાળીના અંતરમાં રહેલ મૃગાવતીના પગનો અંગુઠો જોયો. ઉપમાન વડે તેણે જાણ્યું કે, આ મૃગાવતી રાણી છે ત્યારે તે ચિત્રકારે યક્ષના વરદાનને આધારે મૃગાવતી રાણીના પગના અંગુઠાને અનુસાર મૃગાવતી રાણીનું આબેહુબ ચિત્ર બનાવ્યું. તે વખતે તેની આંખે મટકું માર્યું અને એક મષીનું બિંદુ મૃગાવતીના ચિત્રમાં તેણીની સાથળ પર પડ્યું. ચિત્રકારે તેને સાફ કરી દીધું. ફરી વખત તે જ રીતે મસીનું બિંદુ પડ્યું. એ રીતે ત્રણ વખત થયું. પછી Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ આગમ કથાનુયોગ-૪ ચિત્રકારને ખ્યાલ આવ્યો કે, આ પ્રમાણે જ હોવું જોઈએ અર્થાત્ મૃગાવતીની સાથળમાં તલ હોવો જ જોઈએ. પછી ચિત્રસભા નિર્માણ પામી. ત્યારે શતાનિક રાજા ચિત્રસભાનું અવલોકન કરતો તે સ્થાને આવ્યો, જ્યાં તે મૃગાવતી રાણીનું ચિત્ર હતું. તેણે નિર્વસ્ત્ર એવી મૃગાવતીની સાથળ પર બિંદુ જોયું. તે રોપાયમાન થયો. આણે મારી પત્ની સાથે દુર્વ્યવહાર કર્યો. લાગે છે ત્યારે શતાનિક રાજાએ ચિત્રકારનો વધ કરવા આજ્ઞા આપી. ત્યારે ચિત્રકારોની શ્રેણી હાજર થઈ, તેઓએ રાજાને કહ્યું, હે સ્વામી ! આ ચિત્રકારને યક્ષ તરફથી વરદાન મળેલું છે ત્યારે તેને કોઈ કુન્જાનું મોઢું દેખાડાયું, તે ચિત્રકારે તેને અનુરૂપ ચિત્ર બનાવી આપ્યું. તો પણ શતાનિક રાજાએ તેના અંગુઠા અને તર્જનીનો અગ્ર ભાગ છેદી નાંખ્યા અને તેને દેશનિકાલની આજ્ઞા આપી. ત્યારે તે ચિત્રકાર ફરીથી યક્ષની આરાધના કરવા ઉપવાસ કરીને રહ્યો. યક્ષ વરદાન આપ્યું કે, તું ડાબા હાથે ચિત્ર બનાવી શકીશ. તેના મનમાં શતાનિક પ્રત્યે પ્રàષ જાગ્યો. તેણે વિચાર્યું કે, રાજા પ્રદ્યોત આની સાથે અપ્રીતિ કરવા–દુશ્મનાવટ કરવા સમર્થ છે. ત્યારે તેણે એક ફલક પર મૃગાવતીનું ચિત્ર બનાવીને પ્રદ્યોત રાજાની પાસે રજૂ કર્યું. પ્રદ્યોત રાજાએ મૃગાવતીનું આબેહૂબ ચિત્ર જોયું. ચિત્રકારને પૂછતાં. તેણે સર્વ વૃત્તાંત જણાવ્યો. ત્યારે પ્રદ્યોત રાજાએ એક દૂતને મોકલ્યો અને શતાનિકને કહેવડાવ્યું કે, તમે મૃગાવતી મને સોંપી દ્યો અથવા યુદ્ધ કરવા માટે તૈયાર થાઓ. શતાનિક રાજાએ તે દૂતનો અસત્કાર કર્યો અને પાછલા બારણેથી કાઢી મૂક્યો. પ્રદ્યોત રાજા તે દૂતના વચનથી ક્રોધિત થયો. પોતાના સર્વ સૈન્ય સાથે કૌશાંબી ચાલ્યો તેને ત્યાં આવેલ જાણીને (વિશાળ સૈન્યને જોઈને) પોતાનું અલ્પ સૈન્ય હોવાથી તે શતાનિકને અતિસાર-ઝાડા થઈ ગયા અને તે મરણ પામ્યો. શતાનિકનું મૃત્યુ અને મૃગાવતીની દીક્ષા માટે યુક્તિઃ ત્યારે મૃગાવતીએ વિચાર્યું કે, મારો આ બાળપુત્ર વિનાશ ન પામે તેવું કંઈક કરું. ત્યારે તેણીએ દૂતને મોકલ્યો. કહેવડાવ્યું કે, આ કુમાર હજી બાળક છે. આપણા ગયા પછી સામંત રાજા કોઈ અન્યને પ્રેરીને રાજ્ય પડાવી ન લે. ત્યારે પ્રદ્યોતે કહ્યું કે, મારું ગ્રહણ કરાયેલ રાજ્ય પર કોણ ચડાઈ કરવાનું છે ? ત્યારે મૃગાવતીએ કહ્યું કે, મસ્તક પર સર્પ હોય અને સેંકડો યોજન દૂર વૈદ્ય હોય તો તે વૈદ્ય શું કરી શકે? તેથી પહેલાં તમે આ નગરીને ચારે તરફ મજબૂત કિલ્લો બનાવીને દૃઢ કરો (પછી હું તો તમારે આધીન છું જ ને ?) ત્યારે (ચંs) પ્રદ્યોતરાજાએ તે વાતની હા કહી. પછી મૃગાવતીએ કહ્યું ઉજ્જૈનીથી મજબૂત પત્થરો લાવી કિલ્લો કરવો. તેની પણ પ્રદ્યોતરાજાએ હા કહી. પ્રદ્યોતને ચૌદ રાજા પોતાને આધીન હતા. તેણે તે બધાનું સૈન્ય કામે લગાડી દીધું. પુરુષ પરંપરા બનાવી. તેઓ મજબૂત (ઇંટો) પત્થરો લાવ્યા. નગરને ફરતો મજબૂત કિલ્લો બનાવી દીધો. ત્યારપછી મૃગાવતીએ કહ્યું, આ નગરીને ધાન્યથી ભરપૂર કરી દેવી. ત્યારે પ્રદ્યોતે નગરીને ધાન્યાદિથી સમૃદ્ધ કરી આપી. મૃગાવતીના કહેવાથી નગરીની ફરતી ખાઈ પણ બનાવી દીધી. એ રીતે જ્યારે કૌશાંબી નગરીને ચારે બાજુથી ઘેરીને ચડાઈ કરવાનું મુશ્કેલ Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૩૭ બની ગયું, ત્યારે મૃગાવતીએ વિચારણા કરી કે, તે ગામ, નગર, આકર – યાવત્ – સન્નિવેશો ધન્ય છે કે, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર વિચરે છે. જો ભગવંત અહીં પધારે તો હું દીક્ષા ગ્રહણ કરું (મારા શીલની રક્ષા કરું). ત્યારે શ્રમણ ભગવંત મહાવીર કેવળજ્ઞાન વડે આ વાત જાણીને કૌશાંબી નગરી પધાર્યા. ત્યાં બધાંના પરસ્પર વૈરો શાંત થઈ ગયા. મૃગાવતી રાજમહેલથી નીકળ્યા. ૦ સમવસરણ મધ્યે કોઈ પુરષ દ્વારા પ્રશ્ન : તે વખતે ભગવંત ધર્મ કહેતા હતા ત્યારે કોઈ એક પુરષ આવ્યો. તેણે ભગવંત સર્વજ્ઞ છે એમ જાણીને પ્રચ્છન્ન મનથી પ્રશ્ન પૂછવા વિચાર્યું, ત્યારે ભગવંતે તેને કહ્યું કે, હે દેવાનુપ્રિય ! તું સ્પષ્ટ વાણી વડે પ્રશ્ન પૂછ. કેમકે ભગવંત જાણતા હતા કે, તેના પ્રશ્ન દ્વારા ઘણાં જીવો બોધ પામશે. આ પ્રમાણે કહ્યું ત્યારે તે પુરુષે પૂછયું, ભગવન્! યા તા. – સી માં. (જે આ છે – તે જ તે છે ?) ત્યારે ભગવંતે તેને ઉત્તર આપ્યો કે, હા (જે આ છે તે જ તે છે.) તે વખતે ગૌતમસ્વામીએ પૂછયું કે, આ પુરુષે ય સ – સ સી એમ કેમ પૂછયું? ત્યારે ભગવંતે આ પ્રશ્ન કેમ થયો તે અંગે સર્વ વૃત્તાંત કહ્યો – તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. ત્યાં એક સોની રહેતો હતો. તે ઘણો જ સ્ત્રીલોલુપ હતો. તે પ૦૦પ૦૦ સુવર્ણમુદ્રા આપીને જે-જે પ્રધાન રૂપવાનું કન્યા હોય તેને તેને (ખરીદીને) લગ્ન કરતો હતો. એ રીતે તેણે પ૦૦ કન્યા સાથે વિવાહ કર્યા. તે એક–એક માટે તિલક વગેરે ચૌદ ઘરેણાં ઘડાવતો હતો. જે દિવસે જેની સાથે ભોગોને ભોગવે તે દિવસે તેણીને તે બધાં ઘરેણાં પહેરાવતો. પણ જેની સાથે તેને રાત્રિએ ભોગ ભોગવવાનો ન હોય તે કોઈ પણ સ્ત્રીને ઘરેણાં પહેરવા આપતો ન હતો. તે એવો ઇર્ષાળુ અને અદેખો હતો કે તે કદાપી ઘર છોડતો નહીં કે બીજા કોઈને પણ આવવા દેતો નહીં, તેમજ પોતાની કોઈ પત્નીને ક્યાંય જવા દેતો નહીં. અન્ય કોઈ દિવસે જમણવાર આદિ કારણે મિત્રને ત્યાં ગયો. અનિચ્છાએ પણ મિત્રના ઘણાં જ આગ્રહથી તેને જવું પડ્યું. જ્યારે આ સોની બહાર ગયો છે. તેમ એ બધી સ્ત્રીઓએ જાણ્યું ત્યારે તે બધીએ વિચાર કર્યો કે, આ આપણાં સોનાના ઘરેણાં જો પહેરવા ન મળે તો તેનો ફાયદો શો છે? આજે આપણે ઇચ્છા મુજબના શૃંગાર કરીએ. ત્યારે તે બધી સ્ત્રીઓએ સારી રીતે અત્યંગવિધિ કરી, સ્નાન કર્યું, તિલક આદિ ચૌદ પ્રકારના અલંકારો વડે અલંકૃત્ થઈ, શૃંગાર કર્યો. પછી બધી સ્ત્રીઓ હાથમાં અરીસો લઈને જોતી હતી. ત્યાં અચાનક પેલો સોની આવી ચડ્યો. તેણે બધી સ્ત્રીઓને એ રીતે અલંકૃત્ જોતા, તે ક્રોધિત થયો. તે એક સ્ત્રીને પકડીને મારવા લાગ્યો. એટલો માર માર્યો કે તે સ્ત્રી મરણ પામી. ત્યારે બીજા સ્ત્રી બોલી કે, આ રીતે તો આપણે પણ બધી આના દ્વારા એક–એક કરીને મારી નંખાશું. તેના કરતા આપણે જ આજે આને આ અરીસા વડે પૂજા કરી દઈએ. એ રીતે તે વખતે તે ૪૯ સ્ત્રીઓએ એક સાથે પોતપોતાનો અરીસો ફેંકયો - અર્થાત્ ૪૯૯ અરીસા તેની પર ફેંક્યા. એ રીતે ૪૯૯ અરીસાનો ઢગલો તેના પર Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ આગમ કથાનુયોગ-૪ ફેંકાયો. તે સોની ત્યાં ને ત્યાં મરણ પામ્યો. ત્યારપછી તે ૪૯૯ સ્ત્રીઓને પશ્ચાત્તાપ થયો. અરેરે ! પતિને મારનારી એવી આપણી શી ગતિ થશે ? લોકો દ્વાર પણ અવહેલના થશે. ત્યારે તે બધી સ્ત્રીઓએ બધાં જ કારોને પૂરી દીધા – છિદ્રરહિત કરી દીધા. પછી ચારે તરફ અગ્નિ સળગાવ્યો, બળી મરી. તે પશ્ચાત્તાપ વડે, પોતાને કોશવા વડે તેમજ અકામ નિર્જરા કરવાથી તે બધી સ્ત્રીઓ મનુષ્યપણે ઉત્પન્ન થઈ. તે બધી જ સ્ત્રીઓ ચોર થઈ. એક જ પર્વત વસવા લાગી. ' તે સોની મૃત્યુ પામીને તિર્યચપણે ઉત્પન્ન થયો. જે સ્ત્રીને પહેલા મારી નાંખેલી તે એક ભવ તિર્યચનો કરીને પછી એક બ્રાહ્મણ કુળમાં દાસ તરીકે ઉત્પન્ન થઈ. એ રીતે તે દાસ પાંચ વર્ષનો થયો. ત્યારે તે સોનીનો જીવ પણ તિર્યચપણામાંથી નીકળીને તે જ કુળમાં બાલિકારૂપે ઉત્પન્ન થયો. તે બાળક તે બાલિકાને સાચવવા લાગ્યો અર્થાત્ પૂર્વે જે પહેલી પત્ની મરીને દાસ થઈ, તે સોનીના બાલિકારૂપ જીવને સાચવવા લાગ્યો. તે બાલિકા હંમેશા રહ્યા કરતી હતી. તેના પેટ પર હાથ ફેરવતા કોઈ વખતે તે દાસચેટકનો હાથ તે બાલિકાના યોનિના દ્વારને સ્પર્શી ગયો. યોનિ પર હાથનો સ્પર્શ થતા તે બાલિકા રડતી બંધ થઈ ગઈ. ત્યારે તે દાસચેટકને થયું કે, મને આ બાલિકાને શાંત કરવાનો ઉપાય મળી ગયો. પછી હંમેશા તે દાસચેટક તે બાલિકા રડે ત્યારે તેની યોનિ પર હાથ ફેરવતો અને બાલિકા શાંત થઈ જતી. આવું રોજ રોજ બનતા તેના માતાપિતા આ વાત જાણી ગયા, ત્યારે તે દાસચેટકને મારીને કાઢી મૂક્યો. તે દાસચેટક ત્યાંથી નાસીને લાંબે કાળે નગરથી વિનષ્ટ થઈને દુષ્ટ શીલ અને આચારવાળો થયો. પછી તે કોઈ ચોરપલ્લીમાં પહોંચ્યો. ત્યાં ૪૯ ચોરો રહેતા હતા. પેલી બાલિકા પણ યોગ્ય વયે ઘેરથી નીકળી ગઈ અને ભટકતી ભટકતી કોઈ એક ગામમાં પહોંચી. તે ગામ પેલા ચોરોએ લૂંટ્યું. ત્યારે પેલી કન્યાને પણ ગ્રહણ કરી લઈ ગયા. ત્યારપછી તે ૫૦૦ ચોરો તેની સાથે ભોગ ભોગવવા લાગ્યા. કોઈ વખતે તે ચોરોને ચિંતા થઈ કે, અહો ! આ બિચારી એકલી આપણા ૫૦૦ સાથે ભોગ ભોગવાનું સહન કરે છે. તેથી જો કોઈ બીજી એક આપણને મળી જાય તો આ બિચારીને થોડો વિશ્રામ મળે. તેમ વિચારી કોઈ દિવસે તેઓ બીજી કોઈ સ્ત્રીને લાવ્યા. પણ જે દિવસે તે ચોરો બીજી સ્ત્રીને લાવ્યા, તે જ દિવસથી પેલી સ્ત્રી તેના છિદ્રો શોધવા લાગી કે કયો ઉપાય કરીને હું આ બીજી સ્ત્રીને મારી નાંખુ ? કોઈ વખતે તે ચોરો ક્યાંક લૂંટફાટ કરવા ગયેલા, ત્યારે પેલી સ્ત્રીએ નવી આવેલી બીજી સ્ત્રીને કહ્યું કે, જો તો આ કૂવામાં શું દેખાય છે ? તે બીજી સ્ત્રી કૂવામાં જોવા લાગી. પેલી સ્ત્રીએ તેણીને તુરંત કૂવામાં નાંખી દીધી. ચોરો જ્યારે આવ્યા ત્યારે તેઓએ પૂછયું કે, બીજી સ્ત્રી ક્યાં ગઈ? પેલી સ્ત્રી બોલી કે, તમે પોતે તમારી સ્ત્રીનું રક્ષણ કેમ કરતા નથી ? ત્યારે ચોરોને ખ્યાલ આવી ગયો કે, આણે જ બીજી સ્ત્રીને મારી નાખેલ છે. ત્યારે પે'લા ચોર બનેલા બ્રાહ્મણ ચેટકના હૃદયમાં ખાતરી થઈ ગઈ કે, આ આવું પાપકર્મ કરનારી મારી બહેન જ હોવી જોઈએ. (બચપણથી જ તેણી વિષયવાસના વડે પીડાઈ રહી છે. ૫૦૦ સાથે ભોગ ભોગવતા પણ તેણીને તૃપ્તિ થતી નથી.) Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૩૯ ત્યારે તે બ્રાહ્મણ ચેટક ચોરે વિચાર્યું કે, સાંભળવા પ્રમાણે ભગવંત મહાવીર સર્વજ્ઞ અને સર્વદર્શી છે. તેથી સમવસરણમાં આવીને પૂછયું. ત્યારે ભગવંતે તેને કહ્યું કે, તેણી તારી બહેન જ છે ત્યારે સંવેગ પ્રાપ્ત તે પુરુષે દીક્ષા અંગીકાર કરી. આ પ્રમાણે સાંભળ્યું ત્યારે તે આખી પર્ષદા મંદ રાગવાળી થઈ ગઈ. ૦ મૃગાવતીની દીક્ષા અને કેવળજ્ઞાન : ત્યારપછી મૃગાવતી રાણીએ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવી. આવીને શ્રમણ ભગવન્ મહાવીરને વંદન કરીને આ પ્રમાણે કહ્યું, જો પ્રદ્યોતરાજા મને આજ્ઞા આપે તો તેને પૂછીને હું આપની પાસે પ્રવજ્યા ગ્રહણ કરું. આ પ્રમાણે કહીને તેણીએ (સમવસરણ મધ્યે જ) પ્રદ્યોત રાજાને પૂછયું – (જો તમે મને રજા આપતા હો તો હું પ્રવજ્યા અંગીકાર કરું.) ત્યારે પ્રદ્યોત રાજા તે દેવ–મનુષ્ય અને અસુરોની વિશાળ પર્ષદામાં લજ્જાને કારણે મૃગાવતીને ના કહેવા સમર્થ ન બન્યો. તેથી તેણે મૃગાવતીને દીક્ષા લેવા માટેની અનુમતી આપી. ત્યારપછી મૃગાવતીએ ઉદયનકુમારને પ્રદ્યોતને ભળાવીને દીક્ષા ગ્રહણ કરી. તે વખતે પ્રદ્યોત રાજાની અંગારવતી આદિ આઠ રાણીઓએ પણ દીક્ષા અંગીકાર કરી. તે ૫૦૦ ચોર પણ સમ્યક્ બોધ પામ્યા. (મૃગાવતીના કેવળજ્ઞાનની વાત ચંદનાની કથામાં આવી ગયેલ છે.) ભગવંત વર્ધમાન મહાવીરસ્વામી કૌશાંબીમાં સમોસર્યા ત્યારે ચોથા પ્રહરે ચંદ્ર અને સૂર્ય પોતાના મૂળ વિમાન સાથે અવતર્યા. ત્યારે ઉદયનની માતા આર્યા મૃગાવતી હજી દિવસ છે તેમ માનીને દીર્ધકાળ ત્યાં જ રહ્યા. બાકીના સાધ્વીઓ તીર્થકર ભગવંતને વંદના કરી પોતપોતાના સ્થાનમાં ગયા. ચંદ્ર-સૂર્ય પણ વિકાલ વેળાએ તીર્થકરને વંદન કરીને ગયા. તત્કાળ ત્યાં અંધકાર છવાઈ ગયો. તે વખતે મૃગાવતી સંધ્યાત ચિત્ત થઈ ગયા. તત્કાળ ત્યાંથી નીકળી ગયા. જઈને (ઇર્યાપથ) પ્રતિક્રમણ કર્યું. મૃગાવતી સાધ્વી આલોચના માટે પ્રવૃત્ત થયા. ત્યારે ગુરુણી આર્યા ચંદનાએ કહ્યું, કેમ આર્યા? તમે ત્યાં આટલો લાંબો કાળ રહ્યા ? પછી ઉપાલંભઠપકો આપતા કહ્યું કે, તમારા જેવા ઉત્તમકુળમાં જન્મેલા કુલીને આ રીતે એકલા લાંબો કાળ માટે કયાંય રહેવું તે યોગ્ય ન કહેવાય. ત્યારે મૃગાવતી આર્યાએ જે ઘટના બની હતી, તેનું નિવેદન કરીને કહ્યું, મારું દુષ્કૃત્ મિથ્યા થાઓ. આ પ્રમાણે મિચ્છાદુક્કડમ્ કરી તેણી આર્યા ચંદનાને પગે પડ્યા. આર્યા ચંદના તે વખતે સંથારામાં રહેલા હતા. તેમને નિદ્રા આવી ગઈ. ગાઢ ઊંઘમાં સરી પડ્યા. મૃગાવતીને પણ તે ઠપકો સાંભળીને અને ક્ષમાપના વડે તીવ્ર સંવેગભાવ ઉત્પન્ન થયો. તીવ્ર સંવેગભાવથી તેણીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી મૃગાવતી કેવલીને ખમાવતા આર્યા ચંદનાને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. (આ સમગ્ર વૃત્તાંત આર્યા ચંદનાની કથામાં જુઓ). ૦ આગમ સંદર્ભ :ભગ ૫૩૪; વિવા. ર૭, ભત ૫૦; Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ આગમ કથાનુયોગ-૪ નિસી.ભા. ૬૬૦૬ + ચું, આવ.નિ. ૮૭, પર૦, પર૧, ૧૦૪૮ + વૃ આવયૂ.૧–. ૮૮, ૩૧૭, ૩૨૦, ૬૧૫, ૨- ૧૬૪; દશ.નિ. ૭૬ + : દશ.. પ; ૦ દ્રૌપદી કથા : (મુખ્ય કથા - દ્રૌપદી, અંતર્ગત કથા – નાગશ્રી, ધર્મરુચિ અણગાર, સુકુમાલિકા, કૃષ્ણ, પાંડવો, નારદ, કુંતી, પદ્મનાભ, કપિલ વાસુદેવ, પાંડુસેન, સાગરપુત્ર, ગોપાલિકા આર્યા, દેવદત્તા ગણિકા, પાંડુ રાજા. ભ.અરિષ્ટનેમિ) તે કાળે, તે સમયે ચંપા નામની નગરી હતી. તે ચંપાનગરીની બહાર ઇશાન ખૂણામાં સુભૂમિભાગ નામે ઉદ્યાન હતું. ૦ દ્રૌપદીનો પૂર્વભવ–૧ નાગશ્રી : - તે ચંપાનગરીમાં ત્રણ બ્રાહ્મણ ભાઈઓ નિવાસ કરતા હતા. તેઓના નામ આ પ્રમાણે હતા – સોમ, સોમદત્ત, સોમભૂતિ, તે બધાં ધનાઢ્ય હતા – યાવત્ – કોઈથી પણ પરાભવ ન પામનારા હતા. તેઓ સ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ – યાવત્ – બ્રાહ્મણ ધર્મ અને શાસ્ત્રોમાં અત્યંત નિપુણ હતા. આ ત્રણે બ્રાહ્મણની એક એક પત્ની હતી. તે આ પ્રમાણે – નાગશ્રી, ભૂતશ્રી અને યક્ષશ્રી. જે સુકમાલ હાથપગવાળી – યાવત્ – તે બ્રાહ્મણોને ઇષ્ટ-પ્રિય હતી. તે બ્રાહ્મણોની સાથે મનુષ્યસંબંધી વિપુલ કામભોગોને ભોગવતી એવી વિચારી રહી હતી. –૦- નાગશ્રી દ્વારા કડવી તુંબડીનું શાક બનવું – ત્યારપછી કોઈ એક દિવસે એકત્રિત થયેલ તે બ્રાહ્મણોમાં પરસ્પર એવો વાર્તાલાપ કરતી વેળાએ – યાવત્ – આ પ્રકારનો કથા સમુલ્લાપ ઉત્પન્ન થયો – હે દેવાનુપ્રિયો ! આપણી પાસે આ વિપુલ ધન, સ્વર્ણ, રત્ન, મણી, મોતી, શંખ, મુંગા, માણિક આદિ શ્રેષ્ઠ સારભૂત ધન છે. જે સાત પેઢીઓ સુધી પણ ઘણું જ દાન દેવામાં આવે, ભોગવવામાં આવે કે વહેંચવામાં આવે તો પણ તે પર્યાપ્ત છે. તેથી હે દેવાનુપ્રિયો ! આપણા લોકો માટે એ ઉચિત છે કે, આપણે પ્રતિદિન એકબીજાના ઘેર અનુક્રમે (વારા પ્રમાણે) વિપુલ પરિમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ ચતુર્વિધ આહાર બનાવડાવીને ભોજન કરીએ. ત્રણે બ્રાહ્મણોએ એકબીજાના આ વિચારનો સ્વીકાર કર્યો અને પ્રતિદિન એકબીજાના ઘેર વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન બનાવડાવવા લાગ્યા. તેમજ બનાવડાવીને ભોજન કરવા લાગ્યા. ત્યારપછી કોઈ એક દિવસે નાગશ્રી બ્રાહ્મણીને ત્યાં ભોજનનો વારો આવ્યો. ત્યારે તે દિવસે નાગશ્રીએ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન બનાવ્યું. બનાવીને એક મોટું – શરદઋતુમાં ઉત્પન્ન – રસવાળુ – કડવા તુંબડાનું શાક ઘણો જ મસાલો નાંખીને, તેલ વડે વ્યાપ્ત એવું તૈયાર કર્યું. શાક તૈયાર થયા પછી તેમાંથી એક બુંદ હથેલી પર લઈને ચાખ્યું, તો તેણીને ખારું, કડવું, અસ્વાદ્ય અને ઝેર જેવું જાણી તેણી મનોમન આ પ્રમાણે કહેવા લાગી– Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૪૧ અધન્યા, પુણ્યહીના, અભાગિની, ભાગ્યહીન, દુર્ભગ સત્ત્વવાળી, લીંબોડી સમાન અનાદરણીય એવી મને – નાગશ્રીને ધિક્કાર છે. મેં શરદઋતુ સંબંધી સરસ તુંબડાને ઘણાં જ મસાલાથી યુક્ત અને તેલ–ધીથી વ્યાપ્ત કર્યું – પકાવ્યું. આને માટે ઘણાં જ દ્રવ્યને બગાડ્યું અને ઘી-તેલનો વિનાશ કર્યો. હવે જો મારી દેરાણીઓ આ જાણશે તો તેઓ મારી ઘણી જ નિંદા કરશે. તેથી જ્યાં સુધી મારી દેરાણીઓ જાણી ન જાય. ત્યાં સુધી મારા માટે એ ઉચિત રહેશે કે શરદઋતુ સંબંધી સરસ, અતિ મસાલાયુક્ત અને ઘી–તેલ વ્યાપ્ત આ કડવા તુંબડાના શાકને કોઈ એકાંત સ્થાને છૂપાવી દઉં અને શરઋતુ સંબંધી સરસ, મધુર તુંબડાના બીજા શાકને ઘણો જ મસાલો નાંખી, ઘી-તેલથી વાત કરી પકાવું તે નાગશ્રીએ આવો વિચાર કર્યો અને વિચારીને તે શરદઋતુજન્ય સરસ, કડવા, તુંબડાના મસાલેદાર અને નિષ્પ શાકને એકાંતમાં છુપાવી દીધું. છુપાવીને એક બીજું સરસ–મધુર તુંબડાનું ઘણું જ મસાલાયુક્ત અને સ્નિગ્ધ શાક બનાવ્યું. શાક તૈયાર થઈ ગયા પછી સ્નાન કરીને ભોજનમંડપમાં ‘સુખાસન પર બેસેલા તે બ્રાહ્મણોને તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન પીરસ્યું. ત્યારપછી તે બ્રાહ્મણ ભોજન કર્યા બાદ આચમન કરીને સ્વચ્છ અને પરમ શુચિભૂત થઈને પોતપોતાના કાર્યમાં લાગી ગયા. ત્યારપછી સ્નાન કરેલી – યાવતુ – સુંદર વેશભૂષાથી વિભૂષિત તે બ્રાહ્મણીઓએ તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહારને ખાધો. ખાઈને તેણી જ્યાં પોતપોતાના ઘર હતા ત્યાં ચાલી ગઈ અને ત્યાં જઈને પોતપોતાના કામોમાં વ્યસ્ત બની. –૦- નાગશ્રી દ્વારા ઘર્મરુચિને કડવા તુંબડાનું દાન : તે કાળે અને તે સમયે ધર્મઘોષ નામના સ્થવિર – યાવત્ – ઘણાં મોટા શિષ્ય સમુદાય પરિવારની સાથે જ્યાં ચંપાનગરી હતી, જ્યાં સુભૂમિભાગ ઉદ્યાન હતું ત્યાં આવ્યા. આવીને યથા પ્રતિરૂપ, કલ્પ અનુસાર અવગ્રહને અવધારીને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. તેમના દર્શનાર્થે પર્ષદા નીકળી. સ્થવર ભગવંતે ધર્મોપદેશ આપ્યો. પર્ષદા પાછી ફરી. તેટલામાં તે ધર્મઘોષ સ્થવરના અંતેવાસી ઉદાર, પ્રધાન, ઘોર, અતિ ગુણવાનું, વિકટ તપસ્વી પ્રગાઢ રૂપે બ્રહ્મચર્યમાં લીન, શરીર મમત્વ ત્યાગી, સઘનરૂપે શરીરમાં વ્યાપ્ત તેજલેશ્યા વડે સંપન્ન ઘર્મરુચિ અણગાર મહિના–મહિનાનો તપ કરતા એવા વિચરતા હતા. ત્યારપછી તે ધર્મચિ અણગારે માસક્ષમણના પારણાના દિવસે પહેલી પોરિસિએ સ્વાધ્યાય કર્યો. બીજી પોરિસિએ ધ્યાન કર્યું – ઇત્યાદિ બધું ગૌતમસ્વામીના વર્ણન સમાન અહીં કહેવું જોઈએ. પછી પાત્રોને ગ્રહણ કર્યા. તે જ પ્રમાણે ધર્મઘોષ Wવીર પાસે આજ્ઞા પ્રાપ્ત કરી – યાવત્ – ચંપા નગરીના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાથી ભ્રમણ કરતા કરતા જ્યાં નાગશ્રી બ્રાહ્મણીનું ઘર હતું, ત્યાં પ્રવેશ કર્યો. ત્યારે તે નાગશ્રી બ્રાહ્મણીએ તે ધર્મરુચિ અણગારને આવતા જોયા, જોઈને તે [૪/૬] Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ આગમ કથાનુયોગ-૪ શરદઋતુજન્ય કડવા તુંબડાના ઘણાં જ મસાલાયુક્ત અને સ્નિગ્ધ શાકને કાઢીને દેવા માટે હર્ષિત અને સંતુષ્ટ થતી એવી તેણી આસનથી ઉઠી, ઉઠીને જ્યાં ભોજનશાળા હતી, ત્યાં આવી, આવીને તે શરદઋતુજન્ય કડવા તુંબડાના ઘણાં જ મસાલાયુક્ત, સ્નિગ્ધ શાકને બધું જ ધર્મચિ અણગારના પાત્રમાં નાંખી દીધું – વહોરાવી દીધું. ત્યારે તે ધર્મરુચિ અણગાર આ આહાર પર્યાપ્ત છે એમ જાણીને નાગશ્રી બ્રાહ્મણીના ઘરથી બહાર નીકળ્યા, નીકળીને ચંપાનગરીની ઠીક મધ્યમાંથી નીકળ્યા, નીકળીને જ્યાં સુભૂમિભાગ ઉદ્યાન હતો, જ્યાં ધર્મઘોષ સ્થવીર હતા, ત્યાં આવ્યા, આવીને ધર્મઘોષ સ્થવરની સમીપે ભોજન-પાનની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને ભોજન-પાન હાથમાં લઈ દેખાડ્યા. –૦- ધર્મરુચિ અણગારનું પારિષ્ઠાપનાર્થે ગમન : ત્યારપછી ધર્મઘોષ સ્થવરે તે શરદઋતુ સંબંધી સરસ-કડવા તુંબડાના અતિ મસાલાયુક્ત અને સ્નિગ્ધ શાકની ગંધથી પરાભૂત થઈને, તે શરદઋતુજન્ય કડવા તુંબડાના અતિ મસાલાયુક્ત અને ઘી-તેલથી વ્યાપ્ત શાકનું એક બુંદ હથેલી પર લઈને ચાખ્યું અને કડવા, ખારા, કટુક, અખાદ્ય, અભોગ્ય અને ઝેર જેવું જાણીને ધર્મરુચિ અણગારને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! જો તે આ શરદઋતુજન્ય કડવી તુંબડાનું મસાલાયુક્ત અને ઘી– તેલથી વ્યાપ્ત શાકને ખાઈશ, તો અકાળમાં જ જીવનરહિત થઈ જઈશ. તેથી હે દેવાનુપ્રિય ! તું આ શરદઋતુજન્ય, અતિ મસાલાયુક્ત, નિષ્પ તુંબડાન શાકને ખાતો (વાપરતો) નહીં એવું ન બને કે તું અકાળે જ જીવનરહિત થઈ જા. તેથી હે દેવાનુપ્રિય તું આ શાકને એકાંત – આવાગમનથી રહિત, અચિત્ત ચંડિલભૂમિમાં પરઠવીને બીજા પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહારને ગ્રહણ કરીને વાપરો. ત્યારપછી તે ધર્મરુચિ અણગાર તે ધર્મઘોષ સ્થવરની વાતને સાંભળીને ધર્મઘોષ સ્થવિર પાસેથી નીકળ્યા, નીકળીને સુભૂમિભાગ ઉદ્યાનથી બહુ દૂર નહીં, બહુ નજીક નહીં એવા સ્થાને સ્પંડિલ ભૂમિભાગની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને તે શરદઋતુજન્ય કડવા તુંબડાના પ્રચૂર મસાલાયુક્ત અને તેલથી વ્યાપ્ત શાકનું એક ટીપું લઈને તેણે અંડિલ ભૂમિભાગ પર નાંખ્યું. (વ્યવહાર પ્રસિદ્ધ વાત એવી છે કે, તેલનું એક બિંદુ પડી ગયું.) ત્યારે તે પ્રચૂર મસાલાયુક્ત અને તેલ વડે વાત શરદઋતુમાં ઉત્પન્ન કરવા તુંબડાના શાકની ગંધથી ઘણી જ હજારો કીડીઓ ત્યાં પ્રાદુર્ભત થઈ – આવીને એકઠી થઈ ગઈ. તેમાંથી જે કોઈપણ કીડીએ તે શાક ચાખ્યું, તેવી જ તે કીડીઓ અકાળે જ જીવનરહિત થઈ ગઈ. -૦- ઘર્મરુચિ દ્વારા શાકનું ભક્ષણ અને સમાધિમરણ : ત્યારપછી તે ધર્મરુચિ અણગારને આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવતું – માનસિક સંકલ્પ ઉત્પન્ન થયો – જો આ શરદકાલીન કડવા તુંબડાના પ્રચુર મસાલાયુક્ત અને તેલથી વ્યાપ્ત શાકનું એક બિંદુ નાંખ્યા પછી જો અનેક હજારો કીડીઓ મૃત્યુ પામી છે, તો જો હું આ શરદકાલિન કડવા તુંબડાના ઘણાં મસાલાવાળા અને તેલ વડે વ્યાપ્ત Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૪૩ શાક ભૂભાગ પર નાંખી દઈશ તો ઘણાં જ પ્રાણીઓ યાવત્ સત્ત્વોના વધનું કારણ થશે. તેથી મારા માટે એ જ ઉચિત રહેશે કે, આ શરદઋતુજન્ય કડવા તુંબડાના મસાલાયુક્ત અને તેલ વડે વ્યાપ્ત શાકને સ્વયં ખાઈ જઉં. આ શાક મારા આ શરીર દ્વારા જ નષ્ટ થઈ જાય. આ પ્રકારે વિચાર કર્યો. વિચાર કરીને મુખવત્રિકાનું પ્રતિલેખન કર્યું. મસ્તક સહિત ઉપરના શરીરનું પ્રમાર્જન કર્યું. પ્રમાર્જન કરીને તે બધું જ શાક જેમ સર્પ બિલમાં પ્રવેશ કરે તે રીતે પોતાના શરીરરૂપી કોઠામાં નાંખી દીધું. ત્યારપછી તે ધર્મરુચિ અણગારે તે શાક વાપર્યા પછી એક જ મુહૂર્તમાં તેમના શરીરમાં વેદના ઉત્પન્ન થઈ. એ વેદના ઉત્કટ યાવતું દુસ્સહ હતી. તે ઘકને પેટમાં નાંખ્યા પછી તે ધર્મરુચિ અણગાર ઉઠવા-બેસવાની શક્તિથી રહિત, બળહીન, વીર્યહીન, પુરુષાકાર પરાક્રમથી રહિત થઈ ગયા, તેમને માટે શરીર ધારણ કરવું અશક્ય થઈ ગયું હતું - આ પ્રમાણે જાણીને તેમણે પોતાના આચાર ભાંડ (સંયમોપયોગી વસ્ત્ર–પાત્રાદિ)ને એકાંતમાં મૂકી દીધા. ત્યારપછી તેમણે સ્પંડિલ ભૂમિભાગની પ્રતિલેખના કરી, દર્ભનો સંથારો બિછાવ્યો. તે દર્ભના સંથારા પર બેઠા અને પૂર્વ દિશા તરફ મુખ કરીને પર્યકાસને બેસીને બંને હાથ જોડી – મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે કહ્યું – અરિહંતો યાવત્ સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત ભગવંતોને મારા નમસ્કાર થાઓ. મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક ધર્મઘોષ સ્થવિરને નમસ્કાર થાઓ. પહેલાં પણ મેં ધર્મઘોષ સ્થવિરની પાસે સમસ્ત પ્રાણાતિપાત થાવત્ સમસ્ત પરિગ્રહના જીવનપર્યત માટે પ્રત્યાખ્યાન કર્યા હતા. આ સમયે પણ હું તે જ ભગવંતોની સમીપે સમસ્ત પ્રાણાતિપાત યાવત્ સમસ્ત પરિગ્રહનો જીવનપર્યતને માટે પ્રત્યાખ્યાન કરું છું. ઇત્યાદિ જે પ્રમાણે કુંદક (અંધક)મુનિનું વર્ણન છે તે પ્રમાણે જાણવું - યાવત્ – છેલ્લા શ્વાસોચ્છવાસે હું આ શરીરનો પણ પરિત્યાગ કરું છું. એ પ્રમાણે કહીને આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિ પ્રાપ્ત કરી કાળધર્મ પામ્યા. –૦- ધર્મચિની સાધુ દ્વારા ગવેષણા અને સમાધિમરણ નિવેદન : ત્યારપછી ધર્મઘોષ સ્થવિરે ધર્મરુચિ અણગારને ઘણી જ વાર સુધી ગયેલા જાણીને શ્રમણ નિગ્રંથોને બોલાવ્યા. બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! ધર્મરુચિ અણગારને આ જ માસક્ષમણને પારણે પ્રાપ્ત શરદઋતુમાં ઉત્પન્ન પ્રચૂર મસાલાયુક્ત અને તેલ વડે વ્યાપ્ત કડવા તુંબડાનું શાક પ્રાપ્ત થયું – યાવત્ – તે પરઠવવા ગયે ઘણો સમય થઈ ગયો છે, તેથી હે દેવાનુપ્રિયો ! તમે લોકો જાઓ અને ધર્મરુચિ અણગારની બધી તરફ ચારે દિશાઓમાં માર્ગણા–ગવેષણા કરો. ત્યારે તે શ્રમણ નિગ્રંથોએ ધર્મઘોષ સ્થવિરની – યાવતું – “તહત્તિ” કહીને આજ્ઞા વચનોને વિનયપૂર્વક સ્વીકાર કર્યો. તેઓ ધર્મઘોષ સ્થવિરની પાસેથી બહાર નીકળ્યા, નીકળીને ધર્મચિ અણગારની બધી તરફ ચારે દિશાઓમાં માર્ગણા ગવેષણા કરતા-કરતા જ્યાં સ્પંડિલ ભૂમિ હતી ત્યાં આવ્યા. - ત્યાં આવીને ધર્મચિ અણગારનું નિષ્માણ નિશ્રેષ્ઠ અને જીવરહિત શરીરને જોયું. જોઈને હા – હા! અહો ! આ અકાર્ય થયું, અનિષ્ટ થયું. એમ કહીને ધર્મરુચિ અણગારના Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ આગમ કથાનુયોગ-૪ પરિનિર્વાણ પ્રત્યયિક – કાળધર્મ પ્રાપ્તિ નિમિત્તનો કાયોત્સર્ગ કર્યો. ધર્મરુચિના આચાર ભાંડોને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને જ્યાં ધર્મઘોષ સ્થવિર બિરાજતા હતા, ત્યાં આવ્યા. ત્યાં આવીને ગમનાગમન સંબંધી પ્રતિક્રમણ કર્યું, પ્રતિક્રમણ કરીને આ પ્રમાણે કહ્યું હે આર્ય ! આપની આજ્ઞા પામીને અમે આપની પાસેથી નીકળ્યા, નીકળી સુભૂમિભાગ ઉદ્યાનની ચારે દિશાઓમાં ફરતા-ફરતા ધર્મરુચિ અણગારની ચારે તરફ સારી રીતે માર્ગણા ગવેષણા કરતા-કરતા જ્યાં અંડિલ ભૂમિ હતી, ત્યાં ગયા – યાવત્ – અત્યારે ત્યાંથી જ પાછા આવ્યા છીએ. તો હે ભગવન્! તે ધર્મચિ અણગાર કાળધર્મને પ્રાપ્ત થયા છે. આ તેમના આચારભાંડ છે. –૦- ઘર્મરુચિનો અનુત્તર વિમાને ઉત્પાત : ત્યારપછી ઘર્મઘોષ સ્થવિરે પૂર્વગત (જ્ઞાનનો) ઉપયોગ મૂક્યો, ઉપયોગ મૂકીને શ્રમણ નિગ્રંથો અને નિગ્રંથિઓને બોલાવ્યા. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે આર્યો! આ પ્રમાણે મારા અંતેવાસી ધર્મરુચિ નામના અણગાર સ્વભાવથી ભદ્ર – યાવત્ – વિનીત હતા. તેઓ નિરંતર માસક્ષમણની તપસ્યા દ્વારા આત્માને ભાવિત કરતા હતા – યાવત્ – નાગશ્રી બ્રાહ્મણીને ઘેર ગયેલા, ત્યારે તે નાગશ્રી બ્રાહ્મણીએ – યાવત્ – તે શરદઋતુમાં ઉત્પન્ન, ઘણાં મસાલાયુક્ત અને તેલ વડે વ્યાપ્ત કડવા તુંબડાના શાકને ધર્મરુચિ અણગારના પાત્રમાં બધું જ વહોરાવી દીધું. ત્યારપછી તે ધર્મરુચિ અણગાર સુધા નિવૃત્તિને માટે તે શાક પર્યાપ્ત છે તેમ જાણીને નાગશ્રી બ્રાહ્મણીના ઘરથી બહાર નીકળ્યા – યાવત્ – સમાધિમાં લીન થઈને કાળધર્મ પામ્યા. તે ધર્મચિ અણગાર ઘણાં વર્ષો સુધી શ્રામણ્ય પર્યાયનું પાલન કરી અને આલોચના–પ્રતિક્રમણ કરીને સમાધિમાં તલ્લીન થઈને કાળમાસમાં કાળ કરીને ઉપર – થાવત્ – સર્વાર્થસિદ્ધ મહા વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે. ત્યાં અજઘન્ય–અનુત્કૃષ્ટ ભેદરહિત એક જ સમાન તેત્રીશ સાગરોપમની આયુ સ્થિતિ હોય છે, ત્યાં ધર્મરુચિ દેવની પણ તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે, તે ધર્મરુચિદેવ આયુ ક્ષય, સ્થિતિ ક્ષય અને ભવક્ષય અનંતર તે દેવલોકથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધિને પ્રાપ્ત કરશે – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે. કૌપદી કથા અંતર્ગતું તેના એક પૂર્વ ભવમાં નાગશ્રીની કથા ચાલુ છે, તેના એક ભાગરૂપે ધર્મરુચિ અણગાર ની કથા અહીં આપી. તેનો ઉલ્લેખ શ્રમણ કથા વિભાગમાં ધર્મચિ કથામાં પણ કરેલ જ છે. ધર્મરુચિકથાનો આગમ સંદર્ભ :નાયા. ૧૫૯, ૧૬૦; જીય.ભા. ૮૫૫ થી ૮૬૦ -૦- નાગશ્રીને ઘરમાંથી કાઢી મૂકવી : (ત્યારપછી ધર્મઘોષ અણગારે શ્રમણોને સંબોધીને કહ્યુંકે–). હે આર્યો ! તે અધન્યા, પુણ્યહીના, અભાગિણી, નિગી સત્વયુક્ત લીંબોડીની સમાન અનાદરણીય નાગશ્રી બ્રાહ્મણીને ધિક્કાર છે. જેણે તથારૂપ સાધુ, સાધુરૂપ ધર્મરુચિ અણગારને માસક્ષમણના પારણે શરદઋતુજન્ય, ઘણાં મસાલાયુક્ત અને તેલ વડે વ્યાસ Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા કડવા તુંબડાનું શાક આપીને અકાળે જ જીવનથી રહિત કરી દીધા. ત્યારપછી ધર્મઘોષ સ્થવિર પાસે આ વૃત્તાંત સાંભળીને અને સમજીને તે નિગ્રંથ શ્રમણોએ ચંપાનગરીના શ્રૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચત્વરો, ચતુર્મુખો અને રાજમાર્ગોમાં જઈને ઘણાં લોકોને આ પ્રમાણે જણાવ્યું - બોલ્યા, પ્રરૂપણા કરી, પ્રતિપાદન કર્યું કે, હે દેવાનુપ્રિયો ! તે નાગશ્રીને ધિક્કાર છે - યાવત્ – લીંબોળીની સમાન અનાદરણીય છે કે જેણે તથારૂપ સાધુ, સાધુરૂપ ધર્મરુચિ અણગારને શરદઋતુજ મસાલાયુક્ત અને તેલ વડે વ્યાસ કડવા તુંબડાનું શાક આપીને અકાળે જ જીવનથી રહિત કરી દીધા. ત્યારે તે શ્રમણો પાસેથી આ વૃત્તાંતને સાંભળીને અને સમજીને ઘણાં જ લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા, વાતચીત કરવા લાગ્યા, પ્રરૂપણા કરવા લાગ્યા, પ્રતિપાદિત કરવા લાગ્યા કે નાગશ્રી બ્રાહ્મણીને ધિક્કાર છે યાવત્ – જેણે સાધુને જીવનથી વિવર્જિત કરી દીધા. - ૨૪૫ - - - ત્યારે તે બ્રાહ્મણ ચંપાનગરીમાં ઘણાં લોકો પાસેથી આ વૃત્તાંત સાંભળીને અને સમજીને કોપાયમાન થયા યાવત્ – ક્રોધથી દાંત કચકચાવતા એવા જ્યાં નાગશ્રી બ્રાહ્મણી હતી, ત્યાં આવ્યા અને ત્યાં આવીને નાગશ્રી બ્રાહ્મણીને આ પ્રમાણે કહ્યું– અરે ! નાગશ્રી ! અપ્રાર્થિત (મરણ)ની પ્રાર્થના કરનારી ! દુષ્ટ અને કુલક્ષણી ! નિકૃષ્ટ કાળી ચૌદશની જન્મેલી ! શ્રી – ી ધૃતિ, કીર્તિથી પરિવર્જિતા ! ધિક્કાર છે તારા જેવી અધન્યા, પુણ્યહીના, અભાગિણી, દુર્ભાગી—સત્વવાળી અને લીંબોડીની સમાન કડવી હોવાથી અનાદરણીયને. જે તે તથારૂપ, સાધુરૂપ, સાધુ ધર્મચિ અણગારને માસક્ષમણને પારણે શરદઋતુમાં ઉત્પન્ન કડવા તુંબડાને વહોરાવીને – યાવત્ – જીવનથી રહિત કર્યા. આ પ્રમાણે કહીને તે બ્રાહ્મણોએ ઉચ્ચનીય આક્રોશભર્યા નિંદા વચનોથી આક્રોશ કર્યો, ગાળો આપી, ભર્ન્સના કરી, તિરસ્કારયુક્ત વચનો કહીને તેની અવજ્ઞા કરી, ઉચ્ચનીચ ધમકીભર્યા વચનો દ્વારા તેણીને ધમકાવી અને હે પાપિણી તારે આ કુકર્મનું ફળ ભોગવવું પડશે ઇત્યાદિ વચનો દ્વારા તેની તર્જના કરી, ફટકારી, મારી, તાડના કરી અને આ પ્રમાણે તર્જિત અને તાડિત કરીને ઘરમાંથી બહાર કાઢી મૂકી. ત્યારપછી પોતાના ઘેરથી કાઢી મૂકાયેલતે નાગશ્રી ચંપાનગરીના શ્રૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચત્વરો, ચતુર્મુખો અને રાજમાર્ગો પર ઘણાં લોકો દ્વારા અવહેલનાનું પાત્ર બનતી, તિરસ્કાર, નિંદા, ગર્હા કરાતી, તર્જના કરાતી, વ્યથિત–પીડિત કરાતી, ધિક્કારાતી રહી. પછી તેણીને ક્યાંય પર રહેવા માટે સ્થાન ન મળ્યું, રહેવાની માટે આશ્રય પ્રાપ્ત ન થયો. ફાટેલા—તૂટેલા જીર્ણશીર્ણ ચીંથરા જેવી લપેટાયેલી, ભોજનને માટે શકોરાનો કટકો અને પાણીને માટે ઘડાનો ટુકડો હાથમાં લઈને, માથા પર જટાજૂટ જેવા અત્યંત વિખરાયેલા વાળને ધારણ કરતી એવી મેલી હોવાને કારણે જેની ચારે તરફ માંખીઓ બણબણતી હતી. એવી તે નાગશ્રી ઘેર ઘેર ભીખ માંગીને પોતાની ભૂખને તૃપ્ત કરતી અહીં—તહીં ભટકવા લાગી. ૦ નાગશ્રીનું ભવભ્રમણ (દ્રૌપદીના પૂર્વભવોનું ભ્રમણ) : ત્યારપછી તે નાગશ્રીબ્રાહ્મણીને તે જ ભવમાં સોળ રોગાતંક—ભયંકર રોગો ઉત્પન્ન Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ આગમ કથાનુયોગ-૪ થયા. તે આ પ્રમાણે – (૧) શ્વાસ, (૨) કાસ, (૩) જ્વર, (૪) દાહ, (૫) યોનિશૂળ, (૬) ભગંદર, (૭) અર્શ, (૮) અજીર્ણ, (૯) નેત્રશૂળ, (૧૦) શિરોવેદના, (૧૧) અરુચિ, (૧૨) અલિવેદન, (૧૩) કર્ણવેદના, (૧૪) કંડુ, (૧૫) જલોદર અને (૧૬) કોઢ. ત્યારપછી તે નાગશ્રી બ્રાહ્મણી આ સોળ રોગાસંકોથી અત્યંત પીડિત થતી એવી, અતીવ દુઃખથી વશીભૂત અને શારીરિક અને માનસિક વ્યથાઓથી વ્યથિત થતી એવી કાળ માસમાં કાળ કરીને અર્થાત્ મૃત્યુ પામીને ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમની સ્થિતિવાળા નારકોમાં નારકરૂપે ઉત્પન્ન થઈ. ત્યારપછી તે નરકથી નીકળીને તે મત્સ્યયોનિમાં ઉત્પન્ન થઈ. ત્યાં પણ શસ્ત્ર વડે વિદ્ધ થઈને અને દાહ વેદનાથી પીડિત થઈને કાળ માસમાં કાળ કરીને નીચે સાતમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળા નારકોમાં નારકરૂપે ઉત્પન્ન થઈ. ત્યારપછી ફરી બીજી વખત પણ તે મત્સ્ય પર્યાયમાં ઉત્પન્ન થઈ. ત્યાં પણ તે શસ્ત્ર વડે વિદ્ધ થઈને અને દાહ વેદનાથી પીડિત થઈને મૃત્યુ અવસરે મૃત્યુ પામીને ફરીથી બીજી વખત પણ નીચે સાતમી નરકમાં ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળા નારકોમાં નારકરૂપે ઉત્પન્ન થઈ. ત્યારપછી ત્યાંથી નીકળીને ફરી ત્રીજી વખત પણ તે મત્સ્ય પર્યાયમાં ઉત્પન્ન થઈ, ત્યાં પણ શસ્ત્રથી વિંધાઈને, દાવેદનાથી પીડિત થઈને કાળમાસમાં કાળા કરીને બીજી વખત છઠી નારકીમાં ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમની સ્થિતિવાળા નારકોમાં નારકરૂપે ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળીને ઉગ પર્યાયમાં ઉત્પન્ન થઈ. એ પ્રમાણે જેવું વર્ણન ગોશાળાની કથામાં ગોશાળાનું કરેલ છે, તે બધો જ વૃત્તાંત અહીં સમજી લેવો જોઈએ – યાવત્ – રપ્રભા આદિ પૃથ્વીઓમાં ઉત્પન્ન થયા પછી સંજ્ઞી જીવોમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળીને અસંજ્ઞીજીવોમાં ઉત્પન્ન થઈ. ત્યાં પણ શસ્ત્ર વડે વિંધાઈને દાહથી પીડિત થઈને મૃત્યુ સમયે મૃત્યુ પામીને ફરી બીજી વખત પણ રત્નપ્રભા પૃથ્વીમાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલી સ્થિતિવાળા નારકોમાં નારકરૂપે ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળીને ખેચર પક્ષીઓની યોનિઓમાં ઉત્પન્ન થઈ – યાવત્ - ત્યારપછી ખર–બાદર પૃથ્વીકાયના રૂપમાં અનેક લાખ વખત ઉત્પન્ન થઈ. ૦ દ્રૌપદીનો પૂર્વભવ–સુકુમાલિક રૂપે : ત્યારપછી તે પૃથ્વીકાયથી નીકળીને આ જંબૂઢીપ નામના દ્વીપમાં ભારત વર્ષમાં ચંપાનગરીમાં સાગરદત્ત સાર્થવાહની ભદ્રા નામની પત્નીની કુક્ષિમાં બાલિકારૂપે ઉત્પન્ન થઈ, ત્યારપછી તે ભદ્રા સાર્થવાહીને પરિપૂર્ણ નવ માસ થયા પછી બાલિકાનો પ્રસવ થયો. જે હાથીના તાળવા સમાન અત્યંત સુકુમાલ અને કોમળ હતી. ત્યારપછી તે બાલિકાના બાર દિવસ વ્યતીત થયા પછી માતા-પિતાએ આ પ્રમાણે ગુણયુક્ત અને ગુણનિષ્પન્ન નામ રાખ્યું – કેમકે અમારી આ બાલિકા હાથીના તાળવા સમાન અત્યંત સુકમાલ–કોમળ છે. તેથી અમારી આ બાલિકાનું નામ સુકુમાલિકા Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૪૭ થાઓ. ત્યારે તે બાલિકાના માતાપિતાએ તે બાલિકાનું સુકુમાલિકા એવું નામ રાખ્યું. ત્યારપછી પાંચ ધાવમાતાઓએ તેણીને ગ્રહણ કરી, તે આ પ્રમાણે – (૧) દૂધ પીવડાવનારી ઘાત્રિ, (૨) સ્નાન કરાવનારી ધાત્રિ, (૩) આભૂષણ પહેરાવનારી ધાત્રિ, (૪) ગોદમાં લેનારી ધાત્રિ અને (૫) ક્રીડા કરાવનારી ધાત્રિ દ્વારા એક ખોળામાંથી બીજા ખોળામાં લેવાતી એવી તે સુકુમાલિકા બાલિકા – મણિ દ્વારા ખચિત પ્રદેશવાળા રમણીય પર્વતની ગુફામાં રહેલી ચંપકલતા વાયુવિહિન પ્રદેશમાં વ્યાઘાતરહિત થઈને વૃદ્ધિ પામે છે, તે જ પ્રકારે સુખપૂર્વક મોટી થવા લાગી. –૦- સુકુમાલિકાનો સાગર સાથે વિવાહ : ત્યારપછી તે સુકુમાલિકા બાલિકા બાલ્યાવસ્થાનું અતિક્રમણ કરીને સંજ્ઞાન અવસ્થા પ્રાપ્ત થઈ ત્યારે – યૌવનાવસ્થાના કારણરૂપે રૂપથી-યૌવનથી અને લાવણ્યથી ઉત્કૃષ્ટ થઈ, ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ અને સર્વાગ સુંદરી બની ગઈ. તે જ ચંપાનગરીમાં જિનદત્ત નામનો એક સાર્થવાહ રહેતો હતો. જે ધનાઢ્ય – થાવત્ – અપરિભૂત હતો. તે જિનદત્ત ને ભદ્રા નામે પત્ની હતી. જે સુકોમળ, ઇષ્ટ અને મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતી – અનુભવતી વિચરતી હતી. તે જિનદત્તનો પુત્ર ભદ્વાભાર્યાનો આત્મજ સાગર નામનો પુત્ર હતો. જે હાથ–પગ વડે સુકોમળ – યાવતું – સુંદરરૂપ વડે સંપન્ન હતો. ત્યારપછી કોઈ એક સમયે તે જિનદત્ત સાર્થવાહ પોતાના ઘરેથી નીકળ્યો, નીકળીને સાગરદત્ત સાર્થવાહના ઘરની નજીકથી જઈ રહ્યો હતો. આ તરફ સુકમાલિકા પુત્રી સ્નાનાદિ કરીને દાસીના સમૂહથી ઘેરાયેલી પોતાના આવાસગૃહની ઉપર છત પર સોનાના દડા વડે ક્રીડા કરતી વિચરી રહી હતી. ત્યારે જિનદત્ત સાર્થવાહે સકમાલિકા કન્યાને જોઈ, જોઈને સુકમાલિકા કન્યાના રૂપ, યૌવન અને લાવણ્યથી આશ્ચર્યાવિત થઈને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેઓને આ પ્રમાણે પૂછયું, હે દેવાનુપ્રિયો ! આ કોની કન્યા છે અને તેનું નામ શું છે ? છે ત્યારે તે કૌટુંબિક પુરુષ જિનદત્ત સાર્થવાહના આ કથનને સાંભળીને હર્ષિત સંતુષ્ટ થયા, પછી બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી અંજલિપૂર્વક આ પ્રમાણે બોલ્યા, હે દેવાનુપ્રિય ! આ સાગરદત્તની પુત્રી અને ભદ્વાભાર્યાની આત્મજા સુકુમાલિકા નામની કન્યા છે. જે સુકુમાલ હાથ–પગ અવયવોવાળી – યાવત્ – રૂપ, યૌવન અને લાવણ્યથી . ઉત્કૃષ્ટ છે. ત્યારપછી જિનદત્ત સાર્થવાહ તે કૌટુંબિક પુરુષો પાસે આ વાત સાંભળીને જ્યાં પોતાનો નિવાસ હતો, ત્યાં આવ્યો. ત્યાં આવીને સ્નાન કર્યું અને મિત્રો, જ્ઞાતિજનોને સાથે લઈને ચંપાનગરીના મધ્ય ભાગમાંથી થઈને જ્યાં સાગરદનનું ઘર હતું ત્યાં આવ્યા. ત્યારે તે સાગરદત્ત સાર્થવાહે જિનદત્ત સાર્થવાહને આવતો જોયો, જોઈને પોતાના આસનેથી ઊભો થયો, ઉઠીને જિનદત્તને આસન ગ્રહણ કરવાને માટે નિમંત્રિત કર્યો. નિમંત્રીને વિશ્રાંત તેમજ વિશ્વસ્ત થયા બાદ સુખપૂર્વક આસને બેસવા કહ્યું. પછી જિનદત્તને પૂછ્યું, હે દેવાનુપ્રિય ! કહો, ક્યા પ્રયોજનથી આજે આગમન થયું છે ? Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ આગમ કથાનુયોગ-૪ ત્યારે તે જિનદત્ત સાગરદત્તને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે, આપની પુત્રી અને ભદ્રાની આત્મજા સુકુમાલિકાને સાગરપુત્રની પત્નીના રૂપે માંગણી કરું છું. હે દેવાનુપ્રિય! જો તમે આ વાત ઉચિત સમજો, મારા પુત્રને પાત્ર સમજો, પ્લાધનીય સમજો કે આ સંયોગ સ્વીકાર્ય છે. તો સુકુમાલિકાને માટે શું શુલ્ક આપું ? ત્યારપછી સાગરદત્ત સાર્થવાહે જિનદત્ત સાર્થવાહને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય! વાત એમ છે કે સુકુમાલિકા પુત્રી અમારી એક માત્ર સંતાન છે. એક જ પુત્રી છે. તેથી અમને પ્રિય છે – ચાવતુ – મનામ – ચાવત્ – ઉર્દુબર પુરુષની સમાન જેનું નામ સાંભળવું પણ દુર્લભ છે. તો પછી જોવાની તો વાત જ શું કરવી ? તેથી હે દેવાનુપ્રિય! હું પણ માત્રને માટે પણ સુકમાલિકા પત્રીનો વિયોગ ઇચ્છતો નથી. તેથી હે દેવાનુપ્રિય! જો સાગરપુત્ર અમારા ઘરજમાઈ બનીને રહે તો હું સાગરને સુકુમાલિકા પરણાવું. ત્યારપછી તે જિનદત્ત સાર્થવાહ સાગરદત્ત સાર્થવાહે આ પ્રમાણે કહ્યું, ત્યારે જ્યાં પોતાનું ઘર હતું, ત્યાં આવ્યો, આવીને પુત્રને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે પુત્ર ! વાત એમ છે કે, સાગરદત્ત સાર્થવાહે મને આ પ્રમાણે કહ્યું છે કે, હે દેવાનુપ્રિય ! સૂકમાલિકા કન્યા મને ઇષ્ટ–પ્રિય – વાવ – મણામ છે. ગૂલરના ફૂલની સમાન તેણીનું નામ સાંભળવું પણ દુર્લભ છે તો પછી દર્શનની તો વાત જ શું કરવી ? તેથી તે એક ક્ષણને માટે પણ સુકુમાલિકા પુત્રીનો વિયોગ સહન કરી શકતો નથી. તેથી જો સાગરપુત્ર ઘરજમાઈ બને તો તેની કન્યા આપવા–પરણાવવા તૈયાર છે. ત્યારે તે સાગરપુત્ર જિનદત્ત સાર્થવાહના આ પ્રમાણે કહેવા પર મૌન ભાવે બેઠો રહ્યો. ત્યારપછી જિનદત્ત સાર્થવાહે કોઈ એક દિવસે શુભ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહર્તમાં વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ ભોજન તૈયાર કરાવ્યું, તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિજન, સ્વજનસંબંધી, પરિજનો આદિને નિમંત્રિત કર્યા – યાવતુ – સત્કાર અને સન્માન કરીને સાગરપુત્રને સ્નાન કરાવ્યું – યાવત્ – સમસ્ત અલંકારોથી વિભૂષિત કર્યો, કરીને પુરુષ સહસ્ત્રવાહિની શિબિકામાં બેસાડ્યો. મિત્રો, જ્ઞાતિજન, બંધુ, સ્વજન–સંબંધી અને પરિજનને સાથે લઈને સમસ્ત દ્ધિપૂર્વક પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને ચંપાનગરીની ઠીક મધ્યમાંથી નીકળી જ્યાં સાગરદત્તનું ઘર હતું, ત્યાં આવ્યો, આવીને શિબિકાથી નીચે ઉતર્યો. ઉતરીને સાગરપુત્રને સાગરદત્ત સાર્થવાહની પાસે લઈ ગયો. ત્યારપછી સાગરદત્ત સાર્થવાહે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન બનાવડાવ્યું. બનાવીને મિત્રો, જ્ઞાતિબંધુ આદિનું સન્માન કરીને સાગરપુત્રને સુકુમાલિકા પત્રીની સાથે પાટ પર બેસાડ્યો. બેસાડીને ચાંદી અને સોનાના કળશો વડે સ્નાન કરાવ્યું, સ્નાન કરાવીને અગ્નિ હોમ કરાવ્યો. હોમ કરાવીને સાગરપુત્રનું પુત્રી સુકુમાલિકા સાથે પાણિગ્રહણ કરાવ્યું. -૦– સાગરનું પલાયન થવું : તે સમયે સાગરપુત્ર સુકુમાલિકા કન્યાના હસ્તસ્પર્શથી આ પ્રકારે એવો અનુભવ કરવા લાગ્યો કે, જાણે કોઈ તલવારનો સ્પર્શ હોય કે કરવતનો સ્પર્શ હોય કે અસ્તરાનો સ્પર્શ હોય કે કદંબવારિકા પત્રનો સ્પર્શ હોય અથવા ત્રિશૂળના અગ્રભાગનો સ્પર્શ હોય Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૪૯ અથવા બાણના અગ્રભાગનો સ્પર્શ હોય અથવા ભિંડીમાલાનો કે સૂચી કલાપનો કે વિંછીના આંકડાનો કે કપિકચ્છનો સ્પર્શ હોય. અથવા તો ધગધગતા અગ્રિનો સ્પર્શ હોય કે ગરમગરમ રાખનો સ્પર્શ હોય અથવા અગ્રિવાળાનો કે અગ્રિ શિખાનો સ્પર્શ હોય અથવા અંગારાનો સ્પર્શ હોય કે પછી ચમચમાતા ઉવલ અગ્રિનો સ્પર્શ હોય. તો શું આ સ્પર્શ આવો તીણ કે ઉષ્ણ હતો ? ના, આ પદાર્થોનો સ્પર્શ પણ તે હસ્તસ્પર્શના અનુભવનું વર્ણન કરવાને સમર્થ નથી. તેના કરતા પણ અધિક અનિષ્ટર, એકાંતરૂપે અકંતતર, અપ્રિયતર, અમનોજ્ઞતર, અમનામતર તે હસ્ત સ્પર્શનો અનુભવ સાગર કરવા લાગ્યો. જેના કારણે તે સાગર અનિચ્છાએ વિવશ થઈને તે હસ્તસ્પર્શનો અનુભવ કરતો મુહૂર્ત માત્રને માટે ત્યાં બેઠો. ત્યારપછી સાગરદત્ત સાર્થવાહે સાગરપુત્રના માતા, પિતા, મિત્રો, જ્ઞાતિજનો, નિજી સ્વજનો, સંબંધીઓ, પરિવારજનોને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારો વડે સત્કાર અને સન્માન કરીને વિદાય કર્યા. ત્યારપછી સાગર સકમાલિકાની સાથે જ્યાં વાસગૃહ હતું, ત્યાં આવ્યો, આવીને સુકમાલિકા સાથે શય્યા પર સૂતો. ત્યારપછી તે સાગરપુત્રે સુકુમાલિકાના અંગ સ્પર્શનો એવો અનુભવ કર્યો, જેમ કોઈ તલવારનો સ્પર્શ હોય અથવા – યાવત્ – તેના કરતાં પણ અમનામતર અમનોજ્ઞતર અંગસ્પર્શનો અનુભવ કરવા લાગ્યો. ત્યારે તે સાગર સુકુમાલિકાના અંગસ્પર્શને સહન ન કરતો વિવશ થઈને મુહૂર્ત માત્ર જ ત્યાં રહી શક્યો. ત્યારપછી તે સાગર સુકુમાલિકાને સુખપૂર્વક સુતેલી જાણીને સુકુમાલિકાની પાસેથી ખસ્યો, ખસીને જ્યાં પોતાની શય્યા હતી, ત્યાં આવ્યો, આવીને પોતાની શય્યા પર સૂઈ ગયો. ત્યારપછી તે પતિવ્રતા પતિમાં અનુરાગવાળી સુકુમાલિકા મુહૂર્ત માત્રમાં જાગવાથી પતિને પોતાની પાસે ન જોઈને શસ્યામાંથી ઉઠી, ઉઠીને જ્યાં તેની શય્યા હતી ત્યાં આવી, આવીને તેણી સાગરની પાસે સૂઈ ગઈ. ત્યારે તે સાગરે સુકુમાલિકાનો પુનઃ બીજી વખત પણ એ જ પ્રમાણે એવો અંગ સ્પર્શ અનુભવ્યો – યાવત્ – અનિચ્છાપૂર્વક વિવશ થઈને એક મુહર્ત માત્રને માટે ત્યાં રોકાયો. પછી તે સાગર સુકુમાલિકાને સુખપૂર્વક સુતેલી જાણીને શય્યાથી ઉદ્યો, ઉઠીને તેણે વાસગૃહનું દ્વાર ઉઘાડ્યું, ઉઘાડીને વધસ્થાનથી મુક્તિ પામેલા કાક આદિ પક્ષીઓની માફક તે જે તરફથી આવ્યો હતો, તે જ દિશામાં ભાગી નીકળ્યો. -૦- સુકુમાલિકાની ચિંતા : ત્યારપછી તે પતિવ્રતા પતિમાં અનુરક્ત સુકુમાલિકા કેટલીક ક્ષણો પછી જાગી તો પતિને પોતાની પાસે ન જોઈને શય્યા થકી ઉઠી અને ઉઠીને સાગરની બધી તરફ ચારે દિશાઓમાં માર્ગણા ગવેષણા કરતી વાસગૃહના દ્વારને ખુછું જોઈને આ પ્રમાણે બોલી – સાગર તો ચાલ્યો ગયો અને આ પ્રમાણે જાણીને અપહત મનસંકલ્પવાળી ઉદાસીન થઈને હથેલી પર મુખને રાખી આર્તધ્યાનમાં ડૂબી ગઈ. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ આગમ કથાનુયોગ-૪ ત્યારપછી તે ભદ્રા સાર્થવાહીએ બીજે દિવસે રાત્રિનું પ્રભાતરૂપ પ્રગટ થયું અને સહસ્રરશ્મિ સૂર્યનો ઉદય થયો અને જાજ્વલ્યમાન તેજ સહિત દિવસને કરતો પ્રકાશમાન થયો ત્યારે દાસચેટીને બોલાવી અને બોલાવીને તેણીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રયે ! તું જા અને વર-વધૂને માટે મુખધોવણની સામગ્રી (દાંતણ-પાણી) લઈ આવ. ત્યારે તે દાસચેટીને આ પ્રમાણે ભદ્રા સાર્થવાહીએ કહ્યું ત્યારે “ઘણું સારું” એમ કહીને તે વાત સ્વીકારી, સ્વીકારીને મુખધોવણની સામગ્રી લીધી. લઈને, જ્યાં વાસગૃહ હતું. ત્યાં આવી, આવીને સફમાલિકા દારિકાને નિરત્સાહિત થઈને હથેલી પર મુખને રાખીને આર્તધ્યાનમાં ડૂબેલી જોઈ. એ પ્રમાણે જોઈને તેણીએ આમ પૂછયું કે, હું દેવાનુપ્રિયે ! શું કારણ છે કે જેથી તું ભગ્ન મનોરથા થઈને હથેલી પર મુખ રાખીને આર્તધ્યાનમાં ડૂબેલી છે ? ત્યારે તે સુકુમાલિકા દારિકાએ દાસચેટીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે ! વાત એમ છે કે, સાગર દારક મને સુખપૂર્વક સુતેલી જાણીને મારી પાસેથી ઉદ્દયો, ઉઠીને વાસગૃહનું દ્વાર ખોલ્યું, દ્વાર ખોલીને બંધન સ્થાનથી મુક્ત કાક આદિ પક્ષીઓની માફક જે દિશાથી આવ્યો હતો તે દિશામાં ચાલ્યો ગયો. ત્યારપછી કેટલાંક સમય બાદ હું જાગી. ત્યારે પતિવ્રતા, પતિમાં અનુરક્ત એવી મેં પતિને પાસે ન જોયા. શય્યામાંથી ઊભી થઈને મેં ચારે તરફ માર્ગણા ગવેષણા કરતાં વાસગૃહનું દ્વાર ઉઘાડું જોયું, જોઈને મેં વિચાર્યું કે, સાગર ચાલ્યા ગયા છે, આ જ કારણે હું ભગ્ર મનોરથવાળી થઈને હથેલી પર મુખ રાખીને આર્તધ્યાનમાં ડૂબેલી છું. ત્યારપછી તે દાસચેટી સુકુમાલિકા દારિકાના આ વૃત્તાંતને સાંભળી–સમજીને જ્યાં સાગરદત્ત સાર્થવાહ હતા, ત્યાં આવી, તેણીએ સાગરદત્તને આ વૃત્તાંતનું નિવેદન કર્યું. –૦- સાગર દ્વારા સુકુમાલિકાના સહવાસનો સંપૂર્ણ નિષેધ : ત્યારે દાસી પાસે આ વાત સાંભળીને સાગરદત્ત સાર્થવાહ કુપિત થયો – યાવત્ – દાંતોને કચકચાવતો જ્યાં જિનદત્ત સાર્થવાહનું ઘર હતું, ત્યાં આવ્યો. ત્યાં આવીને જિનદત્ત સાર્થવાહને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! શું આ યોગ્ય છે ? ઉચિત છે ? કુળને અનુરૂપ છે ? કુળની સદશ છે ? કે સાગર દારકે, જેનો કોઈ દોષ જોયો નથી અને જે પતિવ્રતા છે, એવી સુકુમાલિકા દારિકાને છોડીને અહીં ચાલ્યો આવ્યો છે? આ પ્રમાણે અનેક ખેદપૂર્ણ વચનોથી અને રોતારોતા તેણે જિનદત્તને ઉપાલંભ–ઠપકો આપ્યો. ત્યારે જિનદત્ત સાગરદત્ત સાર્થવાહની પાસે આ વૃત્તાંત–ઠપકો સાંભળી જ્યાં સાગર હતો, ત્યાં આવ્યો, આવીને સાગર દારકને આ પ્રમાણે કહ્યું, હે પુત્ર ! તેં આ ઘણું જ ખોટું કર્યું છે કે, જે તું સાગરદત્તના ઘેરથી એકદમ અકસ્માત અહીં ચાલ્યો આવ્યો. તેથી હે પુત્ર! આવું કર્યું તો પણ તું હવે પાછો સાગરદત્તને ઘેર પાછો ચાલ્યો જા. ત્યારે સાગરદારકે જિનદત્ત સાર્થવાહને આ પ્રમાણે કહ્યું– હે તાત ! આપની આજ્ઞાથી મને પર્વત પરથી પડવાનું, વૃક્ષ પરથી કુદકો મારવાનું, મરુપ્રદેશમાં જવાનું, પાણીમાં ડૂબવાનું, અગ્રિમાં પ્રવેશ કરવાનું, શસ્ત્ર વડે શરીરનું વિદારણ કરવાનું, ફાંસી લગાડી મરી જવાનું, વૃદ્ધપૃષ્ઠ મરણ એ બધું સ્વીકાર્ય છે. આ જ પ્રમાણે દીક્ષા લેવાનું કે પરદેશમાં જવાનું સ્વીકારી લઈશ પણ હું સાગરદનના ઘેર જઈશ નહીં. Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૫૧ -૦- સુકમાલિકાના એક દરિદ્ર સાથે પુનર્વિવાહ :– ત્યારે દીવાલની ઓથમાં ઉભેલા સાગરદત્ત સાર્થવાહે સાગરના આ કથનને સાંભળ્યું. સાંભળીને લજ્જિત લોકાપવાદથી શરમ અનુભવતો તે જિનદત્ત સાર્થવાહના ઘેરથી બહાર નીકળ્યો, નીકળીને જ્યાં પોતાનું ઘર હતું, ત્યાં આવ્યો અને આવીને સુકુમાલિકા દારિકાને બોલાવી, બોલાવીને ખોળામાં બેસાડી, તેણીને આ પ્રમાણે કહ્યું હે પુત્રી ! સાગરદારકે તારો ત્યાગ કર્યો છે, તો શું થઈ ગયું? હવે હું તને તેવા પુરુષને આપીશ જેને તું ઇષ્ટ – યાવતુ – મણામ થઈશ. આ પ્રમાણે કહીને સુકુમાલિકા દારિકાને ઇષ્ટ – યાવત – પ્રિય વાણી વડે આશ્વાસન આપ્યું. આશ્વાસન આપીને તેને વિદાય કરી. ત્યારપછી કોઈ એક સમયે ભવનની છત ઉપર સુખપૂર્વક બેઠેલો તે સાગરદત્ત સાર્થવાહ વારંવાર રાજમાર્ગને જોઈ રહ્યો હતો. ત્યારે તે સાગરદત્તે એક અત્યંત નિર્ધનપુરુષને જોયો. જે જીર્ણશીર્ણ ચીંથરાને પહેરેલો હતો. જેના હાથમાં શકોરાનો ટુકડો અને ફૂટેલો ઘડો હતો. જેના માથાના વાળ જટા-જૂટ જેવા વિખરાયેલા હતા અને એટલો મેલો હતો કે તેની ચારે તરફ હજારો માખીઓ બણબણી રહી હતી. ત્યારે તે સાગરદત્ત સાર્થવાહે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે આ નિર્ધન પુરુષને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન દ્વારા પ્રલોભિત કરો, પ્રલોભિત કરીને ઘરમાં લાવો. અંદર લાવીને શકોરા અને ઘડાના ટુકડાને એકાંતમાં એક તરફ ફેંકી દો. ફેંકીને અલંકારિક કર્મ કરાવો (હજામત કરાવો) પછી તેને સ્નાન કરાવી, બલિકર્મ કરાવી, કૌતુક–મંગલ પ્રાયશ્ચિત્તાધિ કરાવી, સર્વ અલંકારો વડે વિભૂષિત કરો, વિભૂષિત કરીને મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન કરાવો, કરાવીને મારી પાસે લાવો. ત્યારે તે કૌટુંબિક પુરષોએ – યાવતુ – આજ્ઞા સ્વીકારી, સ્વીકારી જ્યાં તે ભિક્ષુક પુરુષ હતો, ત્યાં ગયા, ત્યાં જઈને તે ભિખારીને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનનું પ્રલોભન આપ્યું. પ્રલોભન આપીને તેને ઘરમાં લાવ્યા. લાવીને તે ભિખારીના શકોરાના ટુકડા અને ઘડાની ઠીકરીને એકાંત સ્થાનમાં એક તરફ ફેંકી દીધા, ત્યારે તે ભિખારી પોતાના શકોરાના ટુકડા અને ઘડાના ઠીકરાને એક તરફ ફેંકાતા જોઈને જોર-જોરથી અવાજ કરીને રોવા–ચીસો પાડવા લાગ્યો. ત્યારપછી તે સાગરદત્ત સાર્થવાહે તે ભિખારીને જોરજોરથી ઊંચા સ્વરે રડવાચીસો પાડતો સાંભળીને કૌટુંબિક પુરુષોને પૂછ્યું, હે દેવાનુપ્રિયો ! તે ભિખારી પુરુષ જોરજોરથી કેમ રડી રહ્યો છે? ત્યારે તે કૌટુંબિક પુરુષોએ આ પ્રમાણે કહ્યું, હે સ્વામી! તે પોતાના ફૂટેલા શકોરા અને ઘડાના ઠીકરાને એકાંત સ્થાનમાં એક તરફ ફેંકાતા જોઈને જોર-જોરથી રડી રહ્યો છે. ત્યારે તે સાગરદત્ત સાર્થવાહે તે કૌટુંબિક પુરુષોને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો! તમે તે ભિખારીના ફૂટેલા શકોરા અને ઘડાના ઠીકરાને એકાંતમાં ફેંકો નહીં. તેમની પાસે જ રહેવા દ્યો. જેથી કરીને તેને અવિશ્વાસ ન થાય. આ સાંભળીને તેઓએ તે Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ વસ્તુ ભિખારીને પાછી આપી. ત્યારપછી તે કૌટુંબિક પુરુષોએ તે ભિખારીને અલંકાર કર્મ કરાવ્યું. કરાવીને શતપાક સહસ્રપાક તેલ વડે અન્ચંગન—મર્દન કરાવ્યું. તેમ કર્યા બાદ સુવાસિત ગંધ દ્રવ્યો વડે તેના શરીરનું ઉબટન કર્યું, કરીને ઉષ્ણોદક, ગંધોદક અને શીતોદક વડે સ્નાન કરાવ્યું, પછી પદ્મ સમાન સુકોમલ ગંધકાષાય વસ્ર વડે તેના શરીરને લુંછ્યું. લૂંછીને હંસ લક્ષણ શ્વેત પટ્ટશાટક – વસ્ત્રો પહેરાવ્યા. પછી સર્વ અલંકારો વડે વિભૂષિત કર્યો. વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ ચાર પ્રકારનું ભોજન કરાવ્યું. પછી ભોજન કરાવીને તેઓ તે ભિખારીને સાગરદત્તની પાસે લાવ્યા. આગમ કથાનુયોગ-૪ ત્યારપછી સાગરદત્ત સાર્થવાહે સુકુમાલિકા દારિકાને સ્નાન કરાવડાવીને – યાવત્ – સર્વ અલંકારો વડે વિભૂષિત કરીને તે ભિખારી પુરુષને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આ મારી પુત્રી મને ઇષ્ટ—પ્રિય – યાવત્ – મણામ છે. તેને હું તારી પત્નીના રૂપમાં આપું છું. જેથી તું પણ કલ્યાણરૂપને કારણે ભાગ્યશાળી બની જઈશ, ત્યારે તે ભિખારી પુરુષ સાગરદત્તની વાતને સ્વીકારી, સ્વીકારીને સુકુમાલિકા દારિકાની સાથે વાસગૃહમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને સુકુમાલિકા દારિકા સાથે એક શય્યા પર સુતો. દરિદ્રનું ત્યાંથી પલાયન થવું :— ત્યારે તે દરિદ્ર પુરુષ સુકુમાલિકાના અંગ સ્પર્શનો એવા પ્રકારે અનુભવ કર્યો કે, જેમ કોઈ તલવાર હોય અથવા યાવત્ – તેનાથી પણ અમનોજ્ઞતર અંગ સ્પર્શનો અનુભવ કરવા લાગ્યો. ત્યારે તે દ્રમકપુરુષ સુકુમાલિકા દારિકાના તે અંગ સ્પર્શને સહન ન કરતો એવો વિવશ થઈને કેટલીક ક્ષણોને માટે ત્યાં પડ્યો રહ્યો. ત્યારપછી સુકુમાલિકા દારિકાને સુખપૂર્વક સુતેલી જાણી તે દ્રમકપુરુષ તેણીને પાસેથી ઉઠ્યો અને ઉઠીને જ્યાં પોતાની શય્યા હતી, ત્યાં આવ્યો, આવીને શય્યા પર સૂઈ ગયો. ત્યારપછી તે પતિવ્રતા અને પતિમાં અનુરક્તા સુકુમાલિકા દારિકા કેટલોક સમય પછી જાગી, ત્યારે તેણીએ પતિને પોતાની પાસે ન જોઈને શય્યામાંથી ઉઠી, ઉઠીને જ્યાં તેમની શય્યા હતી ત્યાં આવી અને આવીને તે દ્રમકપુરુષની પાસે સૂઈ ગઈ. ત્યારે તે દ્રમક પુરુષે બીજી વખત પણ તે સુકુમાલિકા દારિકાનો આ અને આવા પ્રકારનો અંગ સ્પર્શ અનુભવ્યો – યાવત્ – તે વિવશ થઈને એક મુહૂર્ત સુધી એમને એમ ત્યાં પડી રહ્યો. ત્યારપછી તે દ્રમક પુરુષ સુકુમાલિકા દારિકાને સુખપૂર્વક સુતેલી જાણી શય્યામાંથી ઉઠ્યો, ઉઠીને વાસગૃહમાંથી નીકળ્યો. નીકળીને ફૂટેલ શકોરું—ભિક્ષાપાત્ર અને ઘડાનું ઠીકરું લઈને વધસ્થળથી અથવા વધિકના હાથેથી છૂટેલા કાક આદિ પક્ષીઓની માફક જે તરફથી આવ્યો હતો, ત્યાં જ ભાગ્યો. - 101 101 - સુકુમાલિકાની પુનઃ ચિંતા : ત્યારપછી પતિવ્રતા અને પતિમાં અનુરક્ત તે સુકુમાલિકા કેટલોક સમય ગયા પછી જ્યારે જાગી ત્યારે પતિને પોતાની પાસે ન જોઈને શય્યામાંથી ઉઠી, ઉઠીને તે દ્રમકપુરુષની ચારે તરફ – બધી દિશાઓમાં માર્ગણા કરતા–કરતા તેણે વાસગૃહના દ્વારને ઉઘડેલું જોયું. જોઈને તે આ પ્રમાણે બોલી – તે દ્રમકપુરુષ તો ચાલ્યો ગયો અને આમ B Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૫૩ સમજીને ભગ્ર મનોરથવાળી થઈ હથેલી પર મુખ રાખી આર્તધ્યાનમાં ડૂબી ગઈ. ત્યારપછી તે ભદ્રામાતાએ બીજે દિવસે રાત્રિનું પ્રભાત થયું. ત્યારે, સહસ્રરશ્મિ સૂર્યનો ઉદય થયો ત્યારે અને જાજ્વલ્યમાન દિનકર પ્રકાશમાન થતાં દાસીને બોલાવી, બોલાવીને તેણીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! તું જા અને વર-વહુને માટે મુખપ્રક્ષાલનની સામગ્રી (દાતણ-પાણી) લઈ જા. ત્યારે તે દાસીએ ભદ્રા સાર્થવાહીએ આ પ્રમાણે કહ્યું ત્યારે – “ઘણું સારું" એમ કહીને આ વાતને અંગીકાર કરી, કરીને મુખપ્રક્ષાલનની સામગ્રી ગ્રહણ કરી. ગ્રહણ કરીને જ્યાં વાસગૃહ હતું, ત્યાં પહોંચી, ત્યાં પહોંચીને સુકુમાલિકા દારિકાને ઉદાસીન થઈને હથેલી પર મુખ રાખીને આર્તધ્યાનમાં ડૂબેલી જોઈ, જોઈને આ પ્રમાણે બોલી, હે દેવાનુપ્રિયે ! કયા કારણે ભગ્ર મનોરથા થઈને હથેલી પર મુખ રાંખીને તું આર્તધ્યાનમાં મગ્ન થઈને બેઠેલી છો ? ત્યારે તે સુકમાલિકા દારિકાએ તે દાસચેટીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! વાત એમ છે કે, તે દ્રમકપુરુષ મને સુખે સૂતેલી જોઈ મારી પાસેથી ઉયો, ઉઠીને વાસગૃહનું દ્વાર ખોલ્યું, ખોલીને મારમુક્ત કાકપક્ષીની માફક જે તરફથી આવ્યો હતો, તે તરફ ભાગી ગયો. ત્યારપછી પતિવ્રતા, પતિ અનુરક્તા એવી હું થોડીવાર પછી જાગી, તો પતિને પાસે ન જોઈને શય્યામાંથી ઉઠી અને તે દ્રમક પુરુષની ચારે તરફ બધી દિશાઓમાં માર્ગણા–ગવેષણા કરતા-કરતા વાસગૃહના દ્વારને ઉઘાડું જોયું, જોઈને મેં વિચાર્યું કે, તે ભાગી ગયો. તેથી હું ભગ્ન મનોરથા થઈને હથેળી પર મુખ રાખીને આર્તધ્યાનમાં ડૂબેલી રહી છું. ત્યારે તે દાસી સમાલિકા દારિકાની આ વાત સાંભળીને જ્યાં સાગરદત્ત સાર્થવાહ હતા, ત્યાં આવી આવીને આ વૃત્તાંતનું સાગરદત્તને નિવેદન કર્યું. –૦- સુકુમાલિકા માટે દાન શાળા નિર્માણ : ત્યારે તે સાગરદત્ત પૂર્વવત્ સંભ્રાન્ત થઈને જ્યાં વાસગૃહ હતું ત્યાં આવ્યો, આવીને સુકમાલિકાને ખોળામાં બેસાડી, બેસાડીને તેણીનો આ પ્રમાણે કહ્યું, હે પુત્રી ! તું પૂર્વકૃત્ અને ભોગવ્યા વિના નહીં છૂટનારા એવા પાપકર્મોના અશુભ ફળને ભોગવી રહેલી છો. તેથી હે પુત્રી! તું ભગ્ન મનોરથા થઈને હથેળી પર મુખ રાખીને આર્તધ્યાનમાં મગ્ર ન બન, હે પુત્રી ! તું મારી ભોજનશાળામાં વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ભોજન તૈયાર કરાવ, કરાવીને ઘણાં જ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ અને ભિખારીઓને આપતી, અપાવતી, વિતરણ કરતી વિચરણ કર. –૦- ગોપાલિકા આર્યાના સાધ્વીને વશીકરણ માટે પૃચ્છા : તે કાળ અને તે સમયમાં ગોપાલિકા નામના બહુશ્રત આર્યાનું ઘણી જ શિષ્યાઓના પરિવારની સાથે ક્રમાનુક્રમથી ગ્રામાનુગ્રામ વિચરણ કરતા જ્યાં ચંપાનગરી હતી, ત્યાં આગમન થયું. ત્યાં આવીને યથાપ્રતિરૂપ અવગ્રહને ગ્રહણ કર્યો, કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ત્યારપછી તે ગોપાલિકા આર્યાના એક સંઘાટક (સાધ્વી યુગલ) જ્યાં ગોપાલિકા Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ આગમ કથાનુયોગ-૪ આર્યા હતા ત્યાં આવ્યા, આવીને ગોપાલિકા આર્યાને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, આપની આજ્ઞા પ્રાપ્ત કરીને અમે ચંપાનગરીમાં ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યા વડે પરિભ્રમણ કરવા ઇચ્છીએ છીએ. હે દેવાનુપ્રિયો ! જેમ અનુકૂળ લાગે તેમ કરો, પણ વિલંબ ન કરો. ત્યારે તે આર્યાઓ (સાધ્વીઓ) ગોપાલિકા આર્યાની આજ્ઞા પ્રાપ્ત કરીને ભિક્ષાચર્યાને માટે પરિભ્રમણ કરતા-કરતા સાગરદત્ત સાર્થવાહના ઘરમાં પ્રવિષ્ટ થયા. ત્યારે સુકુમાલિકાએ તે આર્યાને આવતા જોયા, જોઈને તેણી હર્ષિત અને સંતુષ્ટ થતી, આસનેથી ઉઠી, વંદન–નમસ્કાર કર્યા વંદન–નમસ્કાર કરીને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર વડે પ્રતિલાભિત કર્યા, પ્રતિલાભિત કરીને આ પ્રમાણે કહ્યું હે આર્યાઓ ! વાત એમ છે કે, હું સાગરને માટે અનિષ્ટ – યાવત્ – અમણામ છું. સાગરદારક મારું નામ અને ગોત્ર પણ સાંભળવા ઇચ્છતો નથી. તો પછી દર્શન કે પરિભોગની તો વાત જ ક્યા રહી ? જેને જેને હું અપાઈ – પરણાવાઈ, તેને તેને પણ અનિષ્ટ – યાવત્ - અમણામ રહી. હે આર્યાઓ ! આપ તો ઘણાં જ્ઞાનવાળી છો, ઘણાં અનુભવી છો, ઘણાં ભણેલા છો, આપ તો અનેક સેંકડો ગામ, આકર, નગર, ખેડ, કર્બટ, દ્રોણમુખ, મડંબ, પાટણ, આશ્રમ, નિગમ, સંબાહ અને સન્નિવેશોમાં પરિભ્રમણ કરો છો. ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહના ઘરોમાં પ્રવેશો છો. હે આર્યાઓ ! આ વિષયમાં કોઈ જાણકાર છે ? ક્યાંય પણ ચૂર્ણયોગ કે મંત્રયોગ કે ઉચ્ચાટન કે સંમોહન, યોગ અથવા અનુષ્ઠાન અથવા હૃદયાકર્ષક યોગ અથવા શરીરાકર્ષણ યોગ અથવા મંત્રાદિ કે વશીકરણ યોગ કે કૌતુક કર્મ કે ભૂતિકર્મ કે મૂલકંદ, છાલ, લતા, શિલિકાણ, આદિ ગુટિકા, ઔષધિ કે ભૈષજ પૂર્વે પ્રાપ્ત કર્યા હોય, જોયા કે સાંભળ્યા હોય, જેનાથી હું સાગર દારકને ઇષ્ટ, કાંત – યાવત્ – મણામ થઈ જાઉ. -૦- આર્યા દ્વારા ધર્મોપદેશ અને ક્રમશઃ સુકુમાલિકાની દીક્ષા : ત્યારે તે આર્યાઓએ સુકુમાલિકાના આ કથનને સાંભળીને પોતાના બંને કાનોમાં આંગળી નાંખીને બંધ કરી દીધા. બંધ કરીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! અમે નિગ્રંથ શ્રમણીઓ – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારિણીઓ છીએ. અમને આવા પ્રકારના શબ્દોને કાન વડે સાંભળવા પણ કલ્પતા નથી. તો પછી ઉપદેશ દેવાની કે પ્રવૃત્તિ કરવાની તો વાત તો દૂર રહી. તેથી હે દેવાનુપ્રિયે ! અમે તને કેવલી પ્રરૂપિત વિવિધ પ્રકારના ધર્મ કહી શકીએ. ત્યારે તે સુકુમાલિકાએ આર્યાઓને આ પ્રમાણે કહ્યું, હૈ આર્યાઓ ! હું આપની પાસે કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરવા ઇચ્છું છું. ત્યારે તે આર્યાઓએ સુકુમાલિકાને કેવલી પ્રરૂપિત આશ્ચર્યકારી ધર્મ કહ્યો. ત્યારે તે સુકુમાલિકા ધર્મ શ્રવણ કરીને અને અવધારિત કરીને હર્ષિત થતી આ પ્રકારે બોલી, હે આર્યાઓ ! હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું – યાવત્ – તે એ પ્રમાણે જ છે, જે પ્રમાણે આપે પ્રરૂપિત કરેલ છે. હું આપની પાસે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવતરૂપ બાર પ્રકારના ગૃહસ્થધર્મ–શ્રાવકધર્મનો સ્વીકાર કરવા ઇચ્છું છું. Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા હે દેવાનુપ્રિયે ! જેમ ઉચિત લાગે તેમ કરો. ત્યારપછી તે સુકુમાલિકાએ તે આર્યાઓની પાસે પાંચ અણુવ્રત યાવત્ શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. ત્યારપછી તે આર્યાઓને વંદન—નમસ્કાર કર્યા. વંદન—નમસ્કાર કરી વિદાય કર્યા. ૨૫૫ ત્યારે તે સુકુમાલિકા શ્રમણોપાસિકા થઈ યાવતુ શ્રમણ નિર્પ્રન્થોને પ્રાસક, એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછનક, ઔષધ, ભેષજ, પ્રાતિહારિક એવા પીઠ, ફલક, શય્યા, સંસ્તારક વડે પ્રતિલાભિત કરતી વિચરવા લાગી. www - ત્યારપછી તે સુકુમાલિકાને કોઈ એક દિવસે મધ્યરાત્રિના સમયે પોતાના કૌટુંબિક જીવનના વિચારોમાં લીન થઈને જાગતા આવા પ્રકારનો માનસિક યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – હું પહેલા સાગરને ઇષ્ટ હતી – યાવત્ – મણામ હતી. પણ હવે અનિષ્ટ અપ્રિય – યાવત્ – અમણામ થઈ ગઈ છું. સાગર મારું નામ કે ગોત્ર પણ સાંભળવાનું પસંદ નથી કરતો. તો પછી જોવાની કે પરિભોગ કરવાની વાત જ ક્યાં રહી ? જેને જેને પણ હું અપાઈ, તેને—તેને પણ અનિષ્ટ યાવત્ અમણામ થઈ છું. તેથી ગોપાલિકા આર્યાની પાસે મારે પ્રવ્રુજિત થવું શ્રેયસ્કર છે. આવા પ્રકારનો વિચાર કર્યો. વિચાર કરીને બીજા દિવસની રાત્રિનું પ્રભાત થયું ત્યારે યાવત્ સહસ્રરશ્મિ સૂર્યના ઉદિત થયા પછી, જાજ્વલ્યમાન તેજસહિત દિનકરના પ્રકાશિત થયા પછી જ્યાં સાગરદત્ત હતો ત્યાં આવી. ત્યાં આવીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે બોલી હે દેવાનુપ્રિય ! મેં ગોપાલિકા આર્યા પાસે ધર્મશ્રવણ કરેલ છે. તે ધર્મ મને ઇચ્છિત, પ્રતિચ્છિત અને અત્યંત રુચિકર છે. તેથી આપની આજ્ઞા પ્રાપ્ત કરીને પ્રવ્રજ્યા ગ્રહણ કરવા ઇચ્છું છું – યાવત્ – ગોપાલિકા આર્યાની પાસે દીક્ષિત થઈ ગઈ. ત્યારે તે સુકુમાલિકા આર્યા સાધ્વી થયા. જે ઈર્યાસમિતિથી સમિત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારિણી થઈને ઘણાં જ ઉપવાસ, છટ્ઠ, અટ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ-છ ઉપવાસ, માસક્ષમણ, અર્ધ માસક્ષમણની તપશ્ચર્યા દ્વારા આત્માને ભાવિત કરતી વિચરવા લાગી. ૦ સુકુમાલિકા દ્વારા આતાપના અને નિયાણું ત્યારપછી તે સુકુમાલિકા આર્યા અન્ય કોઈ દિવસે જ્યાં ગોપાલિકા આર્યા બિરાજમાન હતા ત્યાં આવ્યા, આવીને વંદનનમસ્કાર કર્યા, વંદન—નમસ્કાર કરીને તેમને આ પ્રમાણે કહ્યું, હે આર્યા ! આપની અનુજ્ઞા પામી ચંપાનગરીની બહાર સુભૂમિભાગ ઉદ્યાનથી અતિ નીકટ નહીં કે અતિ દૂર નહીં એવા સ્થાને નિરંતર છટ્ઠ–છટ્ઠ તપોકર્મ દ્વારા સૂર્યની સન્મુખ આતાપના લેતી વિચરવા ઇચ્છું છું. ત્યારે તે ગોપાલિકા આર્યાએ સુકુમાલિકા આર્યન આ પ્રમાણે કહ્યું, હે આર્યા ! આપણે શ્રમણ નિગ્રંથીઓ ઇર્યાસમિતિથી સમિત – યાવત્ ગુપ્ત બ્રહ્મચારિણી છીએ. તેથી ગામની બહાર અથવા યાવત્ સન્નિવેશની બહાર નિરંતર છ–છટ્ઠ તપોકર્મ દ્વારા સૂર્યની સન્મુખ આતાપના લઈને વિચરવું કલ્પતું નથી. પરંતુ ઉપાશ્રયની અંદર જ સંઘાટી– Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ આગમ કથાનુયોગ-૪ વસ્ત્ર વડે શરીરને આચ્છાદિત કરીને અથવા સાધ્વીઓ વચ્ચે રહીને સમતલભૂમિ પર પગ રાખીને આતાપના લેવી કલ્પ છે. ત્યારે તે સુકુમાલિકા આર્યાને ગોપાલિકા આર્યાની આ વાત પર શ્રદ્ધા ન થઈ, પ્રતીતિ ન થઈ, રુચિ ન થઈ અને તેમના કથન પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ન કરતા સુભૂમિભાગ ઉદ્યાનની સમીપ તેણી નિરંતર છઠ–છઠ તપોકર્મ દ્વારા સૂર્ય સન્મુખ આતાપના લેતા વિચરવા લાગી. તે ચંપાનગરીમાં લલિતા નામક એક ગોષ્ઠી નિવાસ કરતી હતી. રાજાએ તેમને ઇચ્છાનુસાર વિચરવા માટેની છૂટ આપેલી હતી. તે ગોષ્ઠી માતાપિતા આદિ સ્વજનોની પણ ઉપેક્ષા કરતી હતી. વેશ્યાનો આવાસ જ તેમનું નિવાસ સ્થાન હતું. અનેક પ્રકારનો અનાચાર કરવો, તેમનું મુખ્ય કાર્ય હતું. તે ધનાઢ્ય હતી – યાવત્ – ઘણાં જ મનુષ્યોથી અપરાજિત હતી. તે જ ચંપાનગરીમાં દેવદત્તા નામની એક ગણિકા રહેતી હતી. જે સુકમાલ હતી. તેણીનું શેષ વર્ણન “અંડક જ્ઞાત” કથાનક સમાન જાણવું. ત્યારપછી કોઈ એક સમયે તે લલિતા ગોષ્ઠીના પાંચ ગોષ્ઠીક પુરષો દેવદત્તા ગણિકાની સાથે સુભૂમિભાગ ઉદ્યાનની ઉદ્યાનશ્રીનો અનુભવ કરતા વિચરતા હતા. ત્યારે તેમાંના એક ગોષ્ઠિક પુરુષે તે દેવદત્તા ગણિકાને પોતાના ખોળામાં બેસાડી, એકે પાછળ છત્ર ધારણ કર્યું, એકે તેણીના મસ્તક પર ફૂલોની જાળ રચી. એક તેના પગ રંગવા લાગ્યો, એક ચામર વિંઝવા લાગ્યો. ત્યારે તે સમાલિકા આર્યાએ દેવદત્તા ગણિકાને તે પાંચ ગોષ્ઠિક પરષોની સાથે ઉદાર મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતા જોયા, જોઈને તેના મનમાં આવા પ્રકારનો સંકલ્પ-વિચાર ઉત્પન્ન થયો. આ સ્ત્રી પૂર્વે સુઆચરિત, સુપરાક્રાન્ત કલ્યાણરૂપ પુરાતન શુભ કર્મોના શુભવિપાકો અનુભવી રહી છે. તેથી સારી રીતે આચરણ કરાયેલ આ તપ, નિયમ, બ્રહ્મચર્યવાસનું જો કંઈ કલ્યાણરૂપ ફળ વિશેષ હોય તો, હું પણ આગામી ભવમાં આ જ પ્રકારના ઉદાર કામભોગોનો ભોગ કરતી એવી વિચરું. આ પ્રમાણે તેણે નિયાણું કર્યું અને નિયાણું કરીને આતાપના ભૂમિથી પાછી આવી. -૦– સુકુમાલિકાનું બકુશવ અને દેવલોકે ઉત્પાદ : ત્યારપછી તે સુકુમાલિકા આર્યા શરીર બાકુશિકા પણ થઈ ગઈ. જે પ્રતિક્ષણ વારંવાર હાથ ધોતી, પગ ધોતી, મસ્તક ધોતી, સ્તનાંતર ધોતી, કક્ષાંતર ધોતી અને ગુપ્ત અંગોને ધોતી હતી. જે સ્થાને ઉભતી કે બેસતી કે સ્વાધ્યાયાદિ કરતી, ત્યાં પહેલાં જ જમીન પર પાણી છાતી અને પછી ત્યાં ઉભતી–બેસતી કે સ્વાધ્યાયાદિ કરતી હતી, ત્યારે તે ગોપાલિકા આર્યાએ સુકુમાલિકા આર્યાને આ પ્રમાણે કહ્યું હે આર્યા ! આપણે નિગ્રંથ સાધ્વીઓ છીએ. ઇર્યાસમિતિ વડે સમિત – ચાવત્ – બ્રહ્મચર્યધારિણી છીએ. આપણે શરીર બાકશિક થવું કલ્પતું નથી. પણ હે આર્યા ! તું શરીર બાકુશિક થઈ ગઈ છો, જેથી વારંવાર હાથ ધુવે છે, પગ ધુવે છે, કક્ષાંતર ધોવે છે, મુખ ધ્રુવે છે, મસ્તક ધુર્વ છે, સ્તનાંતર ધ્રુવે છે. જે સ્થાને બેસે છે, સુવે છે, ઉભે Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા છે ત્યાં પણ પહેલા પાણી છાંટે છે, ત્યારપછી ત્યાં બેસે છે, સુવે છે, ઉભે છે. તેથી હે દેવાનુપ્રિયા ! તું આ બકુશચારિત્રરૂપ સ્થાનની આલોચના કર યાવત્ – અકરણીય કાર્યને માટે યથાયોગ્ય તપોકર્મ–પ્રાયશ્ચિત્ત લે. ત્યારે તે સુકુમાલિકાએ ગોપાલિકા આર્યાના આ કથનનો આદર ન કર્યો, તેને સાંભળ્યુ નહીં, અંગીકાર ન કર્યું. પણ તેનો અનાદર કરતી, અસ્વીકાર કરતી ઉપેક્ષા ભાવથી વિચરણ કરવાને લાગી. તે વખતે બીજી આર્યાઓ સુકુમાલિકા આર્યાની વારંવાર અવજ્ઞા, નિંદા, ખિંસા, ગર્દા, તિરસ્કાર કરવા લાગી અને વારંવાર આ કાર્ય કરવાથી રોકવા લાગી. ત્યારપછી તે સુકુમાલિકાને શ્રમણનિગ્રંથીઓ દ્વારા અવશા યાવત્ – તિરસ્કાર - યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – જ્યારે હું ગૃહસ્થાવસ્થામાં રહેલી હતી. ત્યારે હું સ્વાધીન હતી. જ્યારે હું મુંડિત થઈને પ્રવ્રુજિત થઈ ત્યારથી પરાધીન થઈ ગઈ છું. પહેલાં આ શ્રમણીઓ મારો આદર કરતા હતા અને મને માનતા હતા. પણ હવે તે મારો આદર કરતા નથી અને માનતા પણ નથી. તેથી કાલે રાત્રિનું પ્રભાત થાય, સૂર્યનો ઉદય થાય અને સહસ્રરશ્મિ દિનકર જાજ્વલ્યમાન તેજસહિત પ્રકાશમાન થાય ત્યારે ગોપાલિકા આર્યા પાસેથી નીકળી અલગ ઉપાશ્રયમાં જઈને રહેવું મારે માટે શ્રેયસ્કર થશે. આ પ્રમાણે તેણીએ વિચાર કર્યો અને વિચાર કરીને બીજે દિવસે રાત્રિનું પ્રભાતરૂપમાં પરિવર્તન થયા પછી, સૂર્યોદય થયો અને સહસ્રરશ્મિ દિનકરના જાજ્વલ્યમાન તેજથી પ્રકાશમાન થયા પછી ગોપાલિકા આર્યા પાસેથી નીકળી, નીકળીને પૃથક્ ઉપાશ્રયમાં જઈને રહેવા લાગી. કરાયો ત્યારે આવા પ્રકારનો માનસિક વિચાર ૨૫૭ - -- ત્યારે તે સુકુમાલિકા આર્યાને કોઈ મનાઈ કરનાર, કોઈ રોકનાર ન હોવાથી સ્વચ્છંદમતિ થઈને વારંવાર હાથ ધોવા લાગી યાવત્ – જે સ્થાને બેસતી, સૂતી, સ્વાધ્યાયાદિ કરતી, તે સ્થાનને પહેલાની માફક પાણીથી સીંચતી અને ત્યારબાદ બેસતી, સૂતી કે સ્વાધ્યાય કરતી હતી. તે સ્થાને તે પાસસ્થા (શિથિલાચારિણી), પાસસ્થા વિહારિણી થઈ ગઈ. તેણી અવસત્ર (સંયમ સાધનામાં શિથિલ), અવસત્ર વિહારિણી થઈ ગઈ, તેણી કુશીલ અને કુશીલ વિહારિણી થઈ ગઈ, સંસક્ત અને સંસક્ત વિહારિણી થઈ ગઈ. એ પ્રમાણે ઘણાં વર્ષો સુધી શ્રામણ્ય પર્યાયનું પાલન કર્યું. પાલન કરીને અર્ધમાસિક સંલેખના દ્વારા આત્માની આરાધના કરીને, અનશન દ્વારા ત્રીશ ભક્તોનું છેદન કરીને, તે (પાપ) સ્થાનની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના કાલધર્મના સમયે કાળ કરીને ઇશાનકલ્પના કોઈ વિમાનમાં દેવગણિકરૂપે ઉત્પન્ન થઈ. ત્યાં ઉત્પન્ન થનારી કોઈ કોઈ દેવીઓની નવ પલ્યોપમની સ્થિતિ હોય છે. સુકુમાલિકા દેવીની પણ નવ પલ્યોપમની સ્થિતિ થઈ. ૦ દ્રૌપદીનો ભવ જન્મ અને વૃદ્ધિ : તે કાળ અને તે સમયમાં આ જ જંબુદ્વીપ નામના દ્વીપના ભરતવર્ષમાં પાંચાલ જનપદમાં કંપિલપુર નામનું નગર હતું. ત્યાં દ્રુપદ નામે રાજા હતો. તેની ચલણી નામે |૪|૧૭ - Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ આગમ કથાનુયોગ-૪ પટ્ટરાણી હતી અને ધૃષ્ટદ્યુમ્ન નામે યુવરાજ હતો. સુકુમાલિકા દેવી આયુનો ક્ષય થવાથી, સ્થિતિ ક્ષય થવાથી અને વિક્ષય થવાથી તે દેવલોકથી ચ્યવને આ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં પાંચાલ જનપદમાં કંપિલપુર નગરમાં દ્રુપદ રાજાની ચુલની રાણીની કૃષિમાં પુત્રીરૂપે ઉત્પન્ન થઈ. ત્યારપછી તે ચુલની રાણીએ નવ માસ અને સાડાસાત રાત્રિ-દિવસ પૂર્ણ થયા પછી સુકમાલ હાથ–પગવાળી – યાવત્ – પુત્રીને જન્મ આપ્યો. બાર દિવસ વ્યતીત થયા બાદ તે બાલિકાનું આ પ્રકારે નામકરણ કરાયું – કેમકે આ બાલિકા દ્રુપદ રાજાની પુત્રી અને ચુલની રાણીની આત્મજા છે, તેથી અમારી આ બાલિકાનું નામ દ્રૌપદી થાઓ ત્યારે તેણીના માતાપિતાએ આ પ્રકારે ગુણવાળું અને ગુણનિષ્પન્ન નામ દ્રૌપદી રાખ્યું. ત્યારપછી પાંચ ધાવમાતાઓ દ્વારા ગ્રહણ કરાયેલી તે દ્રૌપદી બાલિકા – યાવત્ – પર્વતની ગુફામાં સ્થિત ચંપકલતાની સમાન વાયુ આદિના વ્યાઘાતથી રહિત થઈને સુખપૂર્વક વૃદ્ધિ પામવા લાગી. ત્યારપછી તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીની બાલ્યાવસ્થાને પાર કરીને કિશોરવસ્થાને પ્રાપ્ત કરી યુવાવસ્થાથી સંપન્ન થઈ રૂપ, યૌવન અને લાવણ્યથી ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ. ત્યારપછી કોઈ એક દિવસે અંતઃપુરની રાણીઓએ તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીને સ્નાન કરાવ્યું – યાવતુ – સર્વ અલંકારો વડે વિભૂષિત કરી, વિભૂષિત કરીને દ્રુપદ રાજાને પગે પડવા – વંદન કરાવવા માટે મોકલી. ત્યારે તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદી જ્યાં દ્રુપદ રાજા હતા ત્યાં આવી, આવીને તેણીએ દ્રુપદ રાજાના પગને સ્પર્શ કર્યા (પગે પડી.). ૦ દ્રોપદીના સ્વયંવર માટે દૂતોને મોકલવા : ત્યારે દ્રપદ રાજાએ તે બાલિકાને પોતાના ખોળામાં બેસાડી, બેસાડીને તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીના રૂપ, યૌવન અને લાવણ્યને જોઈને તે વિસ્મિત થયો. પછી તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીને આ પ્રમાણે કહ્યું હે પુત્રી ! જો હું સ્વયં જ કોઈ રાજા કે યુવરાજની પત્ની રૂપે તને આપીશ અને ત્યાં તું સુખી કે દુઃખી થઈશ તો યાવજજીવને માટે મને હૃદયમાં દાહ રહેશે. તેથી હે પુત્રી! હું આજથી જ તારા સ્વયંવરની તૈયારી કરું છું. આજથી જ હું તને સ્વયંવરમાં આપું છું. તેથી તું તારી પોતાની ઇચ્છાથી જે કોઈ રાજા કે યુવરાજની પસંદગી કરીશ તે જ તારો પતિ થશે. આવા પ્રકારની ઇષ્ટ – યાવતુ – મનોજ્ઞ વાણી વડે તેણીને આશ્વાસન આપ્યું. આશ્વાસન આપીને વિદાય કરી. ત્યારપછી દ્રુપદરાજાએ દૂતને બોલાવ્યો અને બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું તારવતી (દ્વારિકા) નગરીએ જા. ત્યાં તું કૃષ્ણવાસુદેવને, સમુદ્રવિજય આદિ દશ દશારોને, બલદેવ આદિ પાંચ મહાવીરોને, ઉગ્રસેન આદિ ૧૬,૦૦૦ રાજાઓને, પ્રદ્યુમ્ન આદિ સાડા ત્રણ કરોડ કુમારોને, શાંબ આદિ ૬૦,૦૦૦ દર્દીન્ત વીરોને, વીરસેન આદિ ૨૧,૦૦૦ વીરપુરુષોને, મહાસેન આદિ પ૬,૦૦૦ બળવાનોને તથા બીજા પણ રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ વગેરેને બંને Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૫૯ હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને જય-વિજય શબ્દોથી વધાવજે, વધાવીને આ પ્રમાણે કહેજે હે દેવાનુપ્રિય ! કંપિલપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચુલની રાણીની આત્મજા અને ધૃષ્ટદ્યુમ્નકુમારની બહેન શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીનો સ્વયંવર થશે. તેથી હે દેવાનુપ્રિયો! આપ સૌ દ્રુપદ રાજા પર અનુગ્રહ કરીને કાળનો વિલંબ કર્યા વિના કંપિલપુર નગરે પધારો. ત્યારે દૂતે બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને દ્રુપદરાજાની આ વાતનો-કથનનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને પોતાના ઘેર આવ્યો. આવીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી ચાર ઘંટાવાળા અથરથ જોડીને લાવો. તેઓએ પણ તે પ્રમાણે જ રથને લાવીને ઉપસ્થિત કર્યો. ત્યારપછી દૂતે સ્નાન કર્યું – યાવત્ – અલ્પ પણ મહામૂલ્યવાનું આભુષણો વડે શરીરને અલંકૃત્ કર્યું, અલંકૃત્ કરીને ચાર ઘંટાવાળા અશ્વરથ પર આરૂઢ થયો. આરૂઢ થઈને તેણે શરીર પર કવચ આદિને ધારણ કર્યા. શરાસન પટ્ટિકા કસીને બાંધી, રૈવેયક પહેર્યું. પોતપોતાના પદના બોધક સંકેત પટ્ટક ધારણ કર્યા. હાથમાં પ્રહરણ લીધા. એવા ઘણાં પુરુષોથી પરિવરીને કંપિલપુર નગરની વચ્ચોવચ્ચેથી નીકળ્યો અને પાંચાલ જનપદની મધ્યમાંથી થઈને જ્યાં સરહદ પૂરી થતી હતી ત્યાં આવ્યો. - ત્યાં આવીને સૌરાષ્ટ્ર જનપદના મધ્ય ભૂભાગને પાર કરીને જ્યાં દ્વારાવતી નગરી હતી. ત્યાં આવ્યો. ત્યાં આવીને વારાવતી નગરીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જ્યાં કૃષ્ણ વાસુદેવની બાહ્ય ઉપસ્થાનશાળા હતી, ત્યાં આવ્યો, ત્યાં આવીને ચાર ઘંટાવાળા અથરથને ઊભો રાખ્યો. રાખીને રથથી નીચે ઉતર્યો. રથમાંથી નીચે ઉતરીને મનુષ્યોના સમૂહથી પરિવૃત્ત થઈને પગે ચાલીને જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં આવ્યો. આવીને કૃષ્ણવાસુદેવને, સમુદ્રવિજય આદિ દશ દશારોને – યાવત્ – પ૬,૦૦૦ બળવાન વર્ગને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, જય-વિજય શબ્દોથી વધાવ્યા. વધાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! વાત એમ છે કે, કંપિલપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચુલની રાણીની આત્મજા, ધૃષ્ટદ્યુમ્નકુમારની બહેન શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીનો સ્વયંવર છે. તેથી તમે સૌ દ્રુપદરાજા પર અનુગ્રહ કરીને સમયનો વિલંબ કર્યા સિવાય કંપિલપુર નગર પધારો. ત્યારે કૃષ્ણવાસુદેવ તે દૂતના મુખેથી આ વૃત્તાંતને સાંભળીને અને સમજીને હર્ષિત અને સંતુષ્ટ તેમજ ચિત્તમાં આનંદિત થયો – યાવત્ – તેનું હૃદય હર્ષોલ્લાસથી વ્યાપ્ત થઈ ગયું. દૂતનો સત્કાર અને સન્માન કર્યું, સત્કાર અને સન્માન કરીને પછી દૂતને વિદાય કર્યો. ૦ કૃષ્ણનું પ્રસ્થાન : ત્યારપછી કૃષ્ણવાસુદેવે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને સુધર્માસભામાં રહેલી સામુદાનિક ભેરીને વગાડો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને Page #261 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૪ કૃષ્ણવાસુદેવની આ આજ્ઞાને સ્વીકારી જ્યાં સુધર્મસભામાં સામુદાનિક ભેરી હતી, ત્યાં આવ્યા, આવીને સામુદાનિક ભેરીને જોરજોરથી – મોટા શબ્દોથી વગાડી. -- ત્યારપછી તે સામુદાનિક ભેરીને વગાડ્યા પછી સમુદ્રવિજય આદિ દશે દસાર - યાવતુ મહાસેન આદિ ૫૬,૦૦૦ બળવાને સ્નાન કર્યું – યાવત્ સર્વાલંકારોથી વિભૂષિત થઈને યથાવૈભવ, ઋદ્ધિ, સત્કાર અને સમુદાયની સાથે કોઈ અશ્વ પર, કોઈ હાથી પર એ રીતે રથ, શિબિકા, સ્પંદમાનીકા પર બેસીને અને કેટલાંક પગે ચાલતા જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં આવ્યા. આવીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને કૃષ્ણ વાસુદેવને વધાવ્યા. ત્યારપછી કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી આભિષેક્સ હસ્તિરત્નને સજાવો, અશ્વ, હાથી, હાથ, પ્રવર યૌદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેનાને તૈયાર કરો. સેના તૈયાર કરી કાર્યપૂર્તિ થયાની મને સૂચના આપો. તેઓએ પણ તે મુજબ કાર્ય કરીને આજ્ઞા પાછી આપી. ત્યારપછી કૃષ્ણવાસુદેવ જ્યાં સ્નાનગૃહ હતું, ત્યાં આવ્યા, આવીને મોતીની માળાથી શ્રૃંગારિત હોવાને કારણે મનોહર અને જેનું ભૂમિતલમણિ રત્નોથી ખચિત છે એવા રમણીય સ્નાન મંડપમાં અનેક પ્રકારના મણિ અને રત્નોથી રચિત ચિત્રોવાળી સ્નાનપીઠ પર સુખપૂર્વક બેસીને શુભોદકથી, ગંધોદકથી, પુષ્પોદકથી, શુદ્ધોદકથી પુનઃ પુનઃ મંગલરૂપ શ્રેષ્ઠ સ્નાનવિધિથી સ્નાન કર્યું – યાવત્ – અંજનગિરિ કૂટ સશ ગજપતિ પર તે નરપતિ આરૂઢ થયા. ત્યારપછી કૃષ્ણ વાસુદેવ સમુદ્રવિજય પ્રમુખ દશે દશારો – યાવત્ – અનંગસેના પ્રમુખ અનેક હજાર ગણિકાઓની સાથે પરિવૃત્ત થઈને સમસ્ત ઋદ્ધિ યાવતુ દુંદુભિઘોષ ધ્વનિપૂર્વક દ્વારાવતી નગરીના મધ્યભાગથી નીકળ્યા, નીકળીને સૌરાષ્ટ્ર જનપદના મધ્યમાંથી ચાલતા-ચાલતા જ્યાં દેશની સરહદનો પ્રદેશ હતો ત્યાં આવ્યા અને ત્યાં આવીને પાંચાલ જનપદના મધ્યમાં થઈને જ્યાં કંપીલપુર નગર હતું, તે તરફ ગમન કરવાને માટે ઉદ્યત થયા. ૨૬૦ ત્યારપછી દ્રુપદરાજાએ બીજા દૂતને બોલાવ્યો, બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે હસ્તિનાપુર નગર જાઓ. ત્યાં તમે પાંડુરાજાને તેમના પુત્રો યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, નકુલ, સહદેવસહિત તથા સો ભાઈઓ સહિત દુર્યોધનને, ગાંગેય, વિદુર, દ્રોણ, જયદ્રથ, શકુનિ, કર્ણ અને અશ્વત્થામાને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી જયવિજય શબ્દોથી વધાવજે, વધાવીને આ પ્રમાણે કહેવું, હે દેવાનુપ્રિયો ! કંપિલપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચુલની રાણીની આત્મજા, ધૃષ્ટદ્યુમ્નકુમારની બહેન શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીનો સ્વયંવર થશે. તેથી આપ દ્રુપદરાજા પર અનુગ્રહ કરી અને વિના વિલંબે કંપિલપુર નગરે પધારો. ત્યારે પાંડુરાજાએ તે પ્રમાણે જ કર્યું, જેમ કૃષ્ણ વાસુદેવે કરેલું. માત્ર તફાવત એ છે કે, પાંડુરાજા પાસે ભેરી ન હતી – યાવત્ જ્યાં કંપિલપુર નગર હતું. તે તરફ જવાને માટે ઉદ્યત થયા. Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૬૧ આ જ ક્રમથી ત્રીજા દૂતને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું ચંપાનગરીએ જા, ત્યાં તું કૃણ અંગરાજને, શેલક રાજાને અને મંદિરાજાને આ પ્રમાણે કહેજે – યાવત્ - કપિલપુર નગરે પધારે. ચોથા દૂતને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું શુક્તિમતી નગરી જ. ત્યાં તું દમઘોષના પુત્ર અને ૫૦૦ ભાઈઓથી પરિવૃત્ત એવા શિશુપાલને કહેજે કે, કંપિલપુરનગર પધારે. પાંચમાં દૂતને એમ કહ્યું કે, હે દેવાનુપ્રિય! તું હસ્તિશીર્ષ નગરે જા. ત્યાં તું દમદંત રાજાને એમ કહેજે કે – યાવત્ – કંપિલપુર નગરે પધારે. છઠા દૂતને આમ કહ્યું કે, હે દેવાનુપ્રિય ! તું મથુરા નગરી જા. ત્યાં તું ધર રાજાને આ પ્રમાણે કહેજે – યાવત્ – કંપિલપુર પધારે. સાતમા દૂતને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું રાજગૃહનગરી જા. ત્યાં તું જરાસંધના પુત્ર સહદેવને આમ કહેજે કે – યાવત્ – તે કંપીલપુર નગર પધારે. આઠમા દૂતને કહ્યું, હે દેવાનુપ્રિય ! તું કૌડિન્ય નગરી જા. ત્યાં તું ભીષ્મકના પુત્ર રુકમીને આ પ્રમાણે કહેજે – તે કંપિલપુર નગરે પધારે. નવમા દૂતને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું વિરાટ નગરે જા અને ત્યાં સો ભાઈઓ સહિત કીચક રાજાને આ પ્રમાણે કહેજે કે, તેઓ કંપિલપુર નગર પધારે. દશમાં દૂતને આ પ્રમાણે કહ્યું, તમે હવે બાકી રહેલા ગામ, આકર, નગરોમાં જાઓ. ત્યાં ત્યાં તમે અનેક હજારો રાજાઓને કહેજો કે, કંપિલપુરનગરે પધારે. ૦ હજારો રાજાઓનું પ્રસ્થાન અને દ્રુપદે કરેલ સત્કાર : ત્યારપછી આમંત્રિત કરાયેલ તે બહુસંખ્યક હજારો રાજાઓમાંના પ્રત્યેકે–પ્રત્યેકે સ્નાન કર્યું. શરીર રક્ષાને માટે કવચ આદિથી સુસજ્જિત થઈને, તેઓ શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થયા. આરૂઢ થઈને તેમજ ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેનાથી ઘેરાઈ મડાનું સુભટો, રથો, પદાતિવૃંદથી પરિવૃત્ત થઈને પોતપોતાના નગરોથી નીકળ્યા, જ્યાં પાંચાલ જનપદ હતું, તે તરફ ગમન કરવાને માટે ઉદ્યત થયા. ત્યારે દ્રુપદરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને કંપિલપુર નગરની બહાર ગંગા મહાનદીથી બહુ દૂર નહીં અને બહુ નજીક નહીં તેવા સ્થાને એક વિશાળ સ્વયંવર મંડપ બનાવો. જે અનેક સેંકડો સ્તંભોથી સત્રિવિષ્ટ હોય અને તેના પર લીલા કરતી એવી પુતળીઓ હોય – યાવતું – પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ નિર્મિત કરીને મારી આજ્ઞા અનુસાર કાર્ય થયાની સૂચના આપો. તેઓએ પણ આજ્ઞાનુસાર સ્વયંવર મંડપ રચના કરી. ત્યારપછી દ્રુપદ રાજાએ કૌટુંબિક પુરષોને બોલાવ્યા, બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી વાસુદેવ પ્રમુખ ઘણાં જ રાજાઓને માટે આવાસ સ્થાન બનાવો. બનાવીને મારી આજ્ઞા અનુસાર કાર્ય થયાની સૂચના આપો. તેઓએ પણ એ પ્રમાણે કર્યું. ત્યારપછી દ્રુપદ રાજા વાસુદેવ આદિ ઘણાં જ હજારો રાજાઓનું આગમન જાણીને Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ આગમ કથાનુયોગ-૪ પ્રત્યેકના સ્વાગત કરવાને માટે શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થયા. કોરંટપુષ્પોની માળાઓથી યુક્ત છત્રને ધારણ કર્યું. શ્વેત શ્રેષ્ઠ ચામરો તેમને વિંઝાતા હતા. ઘોડા, હાથી, રથ અને પ્રવર યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેના દ્વારા પરિવૃત્ત થઈને મહાન્ સુભટો, રથો, પદાતિ સૈન્ય દળની સાથે અર્થ અને પાદ્ય લઈને સમસ્ત ઋદ્ધિ સાથે કંપિલપુર નગરથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં તે વાસુદેવ વગેરે રાજાઓનું અર્થ અને પાદ્યથી સત્કાર અને સન્માન કર્યું, કરીને તે વાસુદેવ પ્રમુખ રાજાઓને પૃથકુ–પૃથક્ આવાસ આપ્યા. ત્યારપછી તે વાસુદેવ પ્રમુખ રાજા જ્યાં પોતપોતાના આવાસ હતા, ત્યાં આવ્યા. આવીને હાથીના સ્કંધ પરથી નીચે ઉતર્યા, ઉતરીને અલગ-અલગ પોતાના સ્કંધાવાર બનાવ્યા. બનાવીને પોતપોતાના આવાસોમાં પ્રવેશ્યા. પ્રવેશીને પોતપોતાના આવાસોમાં આસનો અને શય્યાઓ પર બેઠા-બેઠા, સુતા–સુતા ઘણાં જ ગંધર્વો પાસે ગાન કરાવતા એવા અને નાટકો કરાવતા વિચરવા લાગ્યા. - ત્યારપછી દ્રપદ રાજા કંપિલપુર નગરમાં પાછો પ્રવેશ કર્યો. કરીને વિપુલ પરિણામમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન બનાવ્યું. બનાવીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે આ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, સુર, મદ, માંસ, સીધુ અને પ્રસન્નાને તથા પ્રચુર માત્રામાં પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર આદિ લઈને વાસુદેવ પ્રમુખ હજારો રાજાઓના આવાસમાં જાઓ. તેઓ પણ આજ્ઞાનુસાર લઈ ગયા. ત્યારપછી તે વાસુદેવ આદિ રાજા તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, સુરા, મદ્ય, માંસ, સીધુ અને પ્રસન્નાનું આસ્વાદન કરતા, ખાતા, એકબીજાને પીરસતા અને સેવન કરતા વિચરવા લાગ્યા. ભોજન કર્યા પછી આચમન કરીને સ્વચ્છ, પરમ શુચિભૂત થઈને સુખાસનો પર બેસાડીને ગંધર્વો અને નટો દ્વારા સંગીત અને નાટક માણવા લાગ્યા. ૦ દ્રૌપદીનો સ્વયંવર : ત્યારપછી દ્રુપદ રાજાએ અપરાણ કાળના સમયે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે લોકો જાઓ અને શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થઈને કંપિલપુર નગરના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચતૂરો, ચતુર્મખો, રાજમાર્ગો અને માર્ગોમાં તથા પ્રતિવાસુદેવ આદિ હજારો રાજાઓના આવાસમાં જઈને ઉચ્ચાતિઉચ્ચ સ્વરથી ઉદૂઘોષણા કરતા આ પ્રમાણે કહો હે દેવાનુપ્રિયો ! આવતીકાલે રાત્રિનું પ્રભાતરૂપમાં પ્રત્યાવર્તિત થાય, સૂર્યોદય થાય અને જાજ્વલ્યમાન તેજસહિત સહસ્રરશ્મિ દિનકરના પ્રકાશિત થયા પછી દ્રુપદરાજાની પુત્રી, ચુલની રાણીની આત્મજા, ધૃષ્ટદ્યુમ્નની બહેન શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીનો સ્વયંવર થશે. તેથી હે દેવાનુપ્રિયો ! આપ સૌ દ્રુપદ રાજા પર અનુગ્રહ કરીને સ્નાન આદિ કરીને – ચાવતુ – સર્વ અલંકારોથી વિભૂષિત થઈને કોરંટ પુષ્પની માળાઓ સહિત છત્ર ધારણ કરીને, શ્રેષ્ઠ શ્વેત ચામરોથી વિંઝાતા, ઘોડા, હાથી, રથ, પ્રવર યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી એનાથી પરિવૃત્ત થઈને સુભટો, રથો, પદાતિસૈન્ય વંદને સાથે લઈને જ્યાં સ્વયંવર મંડપ છે, ત્યાં પધારે અને ત્યાં પધારીને પ્રત્યેક પોતપોતાના નામાંકિત આસન પર Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા બેસે અને બિરાજીને શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીની પ્રતીક્ષા કરતા રહે. આ પ્રમાણેની ઘોષણા કરે, ઘોષણા કરીને મારી આ આજ્ઞાનુસાર કાર્ય કરીને મને જણાવો. ત્યારે તે કૌટુંબિક પુરુષ તે પ્રમાણે ઘોષણા કરે છે — યાવત્ – આજ્ઞાનુસાર કાર્ય થયાની જાણ કરી. ત્યારપછી પુનઃ દ્રુપદ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે જાઓ અને સ્વયંવર મંડપને જળ વડે સીંચો, પ્રમાર્જિત કરો, લીંપો, પછી પાંચ વર્ણના ફૂલો વડે વ્યાપ્ત કરો. કાલા અગરુ, શ્રેષ્ઠ કુરુષ્ક, તુરુષ્ક, લોબાન ધૂપ પ્રગટાવીને સુગંધથી મહેકાવી દો. ગંધ ફૈલાવી ચિત્તાકર્ષક કરો. શ્રેષ્ઠ સુગંધથી ગંધાયમાન કરીને ગંધની વાટિકા જેવું બનાવી દો. તેને પંચાતિમંચથી યુક્ત કરો અને કરાવો, કરી—કરાવીને વાસુદેવ પ્રમુખ ઘણાં જ હજારો રાજાઓને નામથી અંકિત અલગ—અલગ આસનોને એક શ્વેત સ્વચ્છ વસ્ત્રથી આચ્છાદિત કરો. તેમ કરીને મારી આજ્ઞાનુસાર કાર્ય કરો. તેઓએ પણ તેમ કરીને આજ્ઞા પાછી સોંપી. ૨૬૩ ત્યારપછી તે વાસુદેવ પ્રભૃતિ ઘણાં જ હજારો રાજા આવતીકાલે રાત્રિનું પ્રભાતરૂપમાં પરિવર્તિત થયા બાદ, સૂર્યોદય થયા પછી અને સહસ્રરશ્મિ દિનકરના જાજ્વલ્યમાન તેજથી પ્રકાશિત થયા પછી સ્નાન કર્યા યાવત્ સમસ્ત અલંકારોથી વિભૂષિત થયા. પછી શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થયા, કોરંટ પુષ્પની માળાંઓથી યુક્ત છત્રને ધારણ કર્યા. શ્વેત ધવલ ચામરોથી વિંઝાતા એવા ઘોડા, હાથી, રથ, શ્રેષ્ઠ યોદ્ધાયુક્ત, ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને મહાન્ સુભટો, રથો અને પદાતિ સૈન્ય સમૂહને સાથે લઈને સમસ્ત ઋદ્ધિ – યાવત્ – દુંદુભિઘોષ, વાદ્ય ધ્વનિપૂર્વક જ્યાં સ્વયંવર મંડપ હતો, ત્યાં આવ્યા. આવીને મંડપમાં પ્રવેશ કર્યો, કરીને પૃથક્ પૃથક્ પોતપોતાના નામાકિંત આસને બેઠા. બેસીને શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીની પ્રતીક્ષા કરવા લાગ્યા. - ત્યારપછી દ્રુપદ રાજા રાત્રિનું પ્રભાતરૂપ થયા પછી, સૂર્યનો ઉદય અને સહસ્રરશ્મિ દિનકરના જાજ્વલ્યમાન તેજથી પ્રકાશિત થયા પછી સ્નાન કરીને થાવત્ – સર્વ અલંકારોથી વિભૂષિત થઈને, કોરંટ પુષ્પોની માળાથી યુક્ત છત્રને ધારણ કરી, શ્વેત ચામરોથી વિંઝાતા, ઘોડા, હાથી, રથ, પ્રવર યોદ્ધાઓથી સજ્જિત ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને મહાન સુભટો, રથો, પદાતિસૈન્ય વૃંદને સાથે લઈને કંપિલપુર નગરના મધ્ય ભાગમાંથી નીકળ્યા અને જ્યાં સ્વયંવર મંડપ હતો, જ્યાં વાસુદેવ પ્રમુખ હજારો રાજા હતા, ત્યાં આવ્યા. આવીને તે વાસુદેવ આદિ રાજાને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, જય—વિજય શબ્દોથી વધાવ્યા, વધાવીને કૃષ્ણ વાસુદેવ પર શ્રેષ્ઠ શ્વેત ચામર લઈને વિંઝવા લાગ્યા. - ત્યારપછી તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદી બીજે દિવસે – રાત્રિનું પ્રભાત થયું. ત્યારે, સૂર્ય ઉદય થયો અને સહસ્રરશ્મિ દિનકરના જાજ્વલ્યમાન તેજથી પ્રકાશિત થયો ત્યારે જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં આવી,આવીને સ્નાનગૃહમાં પ્રવેશી, પ્રવેશીને સ્નાન કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યું, શુદ્ધ, પ્રાવેસ્ય, માંગલિક શ્રેષ્ઠ વસ્રોને ધારણ કરીને સ્નાનગૃહથી બહાર નીકળી, નીકળીને જ્યાં જિનગૃહ હતું, ત્યાં આવી, આવીને જિનગૃહમાં પ્રવેશ કર્યો, Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ આગમ કથાનુયોગ-૪ પ્રવેશીને જિનપ્રતિમાની પૂજા કરી, પૂજા કરીને જિનગૃહમાંથી બહાર નીકળી, નીકળીને જ્યાં અંતઃપુર હતું, ત્યાં આવી. ત્યારપછી તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીને અંતઃપુરવાસિનીઓએ સર્વ અલંકારોથી વિભૂષિત કરી. તે અલંકારો કેવા હતા ? પગોમાં શ્રેષ્ઠ ઝાંઝર પહેરાવ્યા – યાવત્ – દાસીઓના સમૂહથી પરિવૃત્ત થઈને અંતઃપુરથી બહાર નીકળી, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, જ્યાં ચતુર્ઘટા અશ્વરથ હતો, ત્યાં આવી, ત્યાં આવીને ક્રીડા કરાવનારી ધાવમાતા અને લેખિકાની સાથે ચતુર્ધટાયુક્ત અશ્વરથ પર આરૂઢ થઈ. ત્યારે ધૃષ્ટદ્યુમ્નએ તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીનું સારથીત્વ કર્યું. ત્યારપછી તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદી કંપિલપુર નગરના મધ્ય ભાગમાં થઈને જ્યાં સ્વયંવર મંડપ હતો, ત્યાં આવી, આવીને રથને ઊભો રાખ્યો. રથમાંથી નીચે ઉતરી, ઉતરીને ક્રીડા કરાવનારી ધાવમાતા અને લેખિકાની સાથે સ્વયંવર મંડપમાં પ્રવેશી, પ્રવેશીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને તે વાસુદેવ આદિ ઘણાં હજારો રાજાઓને પ્રણામ કર્યા. ત્યારપછી તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીએ એક મોટા ભવ્ય શ્રી દામકાંડને ગ્રહણ કર્યું. તે દામકાંડ કેવું હતું ? પાટણ, મલ્લિકા, ચંપક – યાવત્ – સપ્તપર્ણાદિ પુષ્પોથી ગુંથેલું અને તૃષિકારક ગંધને ફેલાવનારું, પરમ સુખદ સ્પર્શવાળું તેમજ દર્શનીય હતું. ત્યારબાદ તે સુંદર રૂપવાળી ક્રીડા ધાવમાતાએ સ્વાભાવિકરૂપે ઘસેલ, યુવા તરુણજનોને ઉત્સુક બનાવનાર, પોતાને જોવાની અભિલાષાના જનક, ચિત્રવિચિત્ર મણિઓ અને રત્નોથી નિર્મિત હાથાવાળા એક ચમકતા દર્પણને પોતાના ડાબા હાથમાં લીધું. તે દર્પણમાં સીંહ સમાન શૂરવીર શ્રેષ્ઠ સુદંર જે રાજાનું પ્રતિબિંબ પડે છે. તેને જમણા હાથે દેખાડતી હતી. પ્રતિબિંબ દેખાડતી વખતે તે ધાત્રી સ્કૂટ, વિશદ, વિશુદ્ધ, રિભિત, ગંભીર, મધુર વાણી વડે ભાષણ કરતી, બોલતી, તે-તે રાજાઓના માતાપિતાના વંશ, સત્ત્વ, સામર્થ્ય, ગોત્ર, પરાક્રમ કાંતિ વિવિધ પ્રકારના જ્ઞાન માહાભ્યરૂપ કુળશીલને જાણનારી હોવાને કારણે તેઓની પ્રશંસા કરવા લાગી. સર્વ પ્રથમ તેણે વૃષ્ણિપુંગવ, ત્રણે લોકમાં બળવાનું, લાખો શત્રુઓના માનનું મર્દન કરનારા, ભવ્ય જીવોમાં શ્રેષ્ઠ પુંડરીક સમાન, તેજ વડે દેદીપ્યમાન દસારવંશના વીર પરષના બળ, વીર્ય, રૂપ, યૌવન, ગુણ, લાવણ્યની પ્રશંસા કરતા-કરતા વર્ણન કર્યું. ત્યારપછી તે ક્રીડનધાત્રીએ ઉગ્રસેન, આદિ યાદવોના બળ, વીર્ય આદિનું વર્ણન કર્યું અને કહ્યું કે, આ બધા સૌભાગ્ય અને રૂપથી સુશોભિત છે. તેમજ શ્રેષ્ઠ પુરુષોમાં ગંધહસ્તી સમાન છે આમાંથી જો કોઈ તારા હૃદયને પ્રિય લાગે તો તેની પસંદગી કર. ૦ દ્રૌપદી દ્વારા પાંડવોની પસંદગી અને પાણિગ્રહણ : ત્યારપછી તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદી ઘણાં હજારો શ્રેષ્ઠ રાજાઓના મધ્યેથી ગમન કરતી–કરતી પૂર્વકૃત્ નિદાનથી પ્રેરિત થતી–થતી જ્યાં પાંચ પાંડવ હતા ત્યાં આવી, આવીને તેણીએ તે પાંચે પાંડવોને રંગબેરંગી ફૂલોની માળા વડે ચારે તરફથી આવેખિત Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૬૫ પરિવેષ્ટિત કરી દીધા. પરિવેષ્ટિત કરીને બોલી – મેં આ પાંચે પાંડવોને પતિરૂપે પસંદ - કર્યા છે. ત્યારપછી તે વાસુદેવ આદિ ઘણાં જ હજારો રાજાઓએ ઊંચા ઊંચા શબ્દઘોષો વડે વારંવાર ઉદ્ઘોષણા કરતા–કરતા આ પ્રમાણે કહ્યું, અહો ! શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીએ ઘણી જ સારી પસંદગી કરી છે. આ પ્રમાણે કહીને સ્વયંવર મંડપની બહાર નીકળ્યા અને જ્યાં પોતપોતાના આવાસ હતા તે તરફ ચાલ્યા. ત્યારપછી ધૃષ્ટદ્યુમ્નકુમારે પાંચ પાંડવો અને શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીને ચાતુર્ઘટિક અશ્વરથ પર આરૂઢ કરાવ્યા. કરાવીને કંપિલપુર નગરના મધ્ય ભાગમાંથી નીકળ્યા, નીકળીને પોતાના ભવનમાં પ્રવેશ કર્યો. GND ત્યારપછી દ્રુપદ રાજાએ પાંચે પાંડવો અને શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીને પટ્ટ પર બેસાડી, બેસાડીને ચાંદી અને સોનાના કળશો વડે સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને અગ્રિહોમ કરાવ્યો. તેમજ પાંચે પાંડવો અને દ્રૌપદીનું પાણિગ્રહણ કરાવ્યું. ત્યારપછી તે દ્રુપદ રાજાએ શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીને આ આવા પ્રકારનું પ્રીતિદાન આપ્યું. તે આ પ્રમાણે – આઠ હિરણ્ય કોટિ – યાવત્ – પ્રેષણકારિણી, દાસચેટિકા તથા બીજું પણ વિપુલ માત્રામાં ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, મૂંગા, રત્ન, માણેક આદિ બધી સારભૂત સ્વાપતેય ધન આપ્યું. જે સાત પેઢી સુધી યથેચ્છા દાન દેવાને, ઇચ્છાનુસાર ભોગવવાને, ઇચ્છાનુસાર વહેંચવા માટે પર્યાપ્ત હતું. ત્યારપછી તે દ્રુપદ રાજાએ વાસુદેવ આદિ ઘણાં જ હજારો રાજાઓને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, પુષ્પ, વસ્ત્ર, માળા, અલંકારો વડે સત્કાર—સન્માન કર્યા, સત્કાર–સન્માન કરીને વિદાય આપી. ૦ પાંડુરાજા દ્વારા વાસુદેવ આદિનો સત્કાર અને મહોત્સવ :– ત્યારપછી તે પાંડુરાજાએ તે વાસુદેવ પ્રમુખ અનેક રાજાઓને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત્ત કરી, મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! હસ્તિનાપુર નગરમાં પાંચે પાંડવ અને દ્રૌપદી દેવીનો કલ્યાણકારી ઉત્સવ થશે. તેથી આપ દેવાનુપ્રિયો ! મારા પર અનુગ્રહ કરીને વિના વિલંબે યથા સમય અહીં પધારવાની કૃપા કરજો. ત્યારપછી તે વાસુદેવ વગેરે ઘણાં જ રાજાઓએ સ્નાન કર્યું. શરીર પર કવચ બાંધી તૈયાર થઈને શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થઈને યાવત્ – જે તરફ હસ્તિનાપુર હતું, તે તરફ ગમન કરવાને માટે ઉદ્યમ્ થયા. ત્યારપછી તે પાંડુરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે હસ્તિનાપુર નગરમાં જાઓ, ત્યાં પાંચ પાંડવોના પાંચ પ્રાસાદાવતંસકો બનાવો. જે ઘણાં જ ઊંચા - યાવત્ - પ્રતિરૂપ હોય. ત્યારપછી તે કૌટુંબિક પુરુષોએ તેમની આજ્ઞા સ્વીકારી – યાવત્ – તેવા પ્રાસાદ બનાવડાવ્યા. ત્યારપછી પાંડુરાજા પાંચે પાંડવો અને દ્રૌપદીદેવીની સાથે ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓ દ્વારા સજ્જ એવી ચતુરંગિણી સેના દ્વારા પરિવૃત્ત થઈને મહાન્ સુભટો, રથો અને પદાતિ સૈન્યવૃંદની સાથે કંપિલપુરનગરથકી નીકળ્યા, નીકળીને જ્યાં હસ્તિનાપુર Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ આગમ કથાનુયોગ-૪ નગર હતું, ત્યાં આવ્યા. ત્યારપછી તે પાંડુરાજાએ તે વાસુદેવ આદિનું આગમન થયું જાણી કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને હસ્તિનાપુર નગરની બહાર વાસુદેવ આદિ ઘણાં જ રાજાઓને માટે અનેક સેંકડો સ્તંભોથી યુક્ત આવાસ તૈયાર કરાવો, કરાવીને મારી આ આજ્ઞા પ્રમાણે કાર્ય થયાની મને સૂચના આપો. તેઓએ પણ એ જ પ્રમાણે આવાસો તૈયાર કરાવી પાંડુરાજાને તેની જાણ કરી. ત્યારે તે વાસુદેવ આદિ અનેક હજારો રાજા જ્યાં હસ્તિનાપુર નગર હતું, ત્યાં આવ્યા. ત્યારે તે પાંડુરાજાએ તે વાસુદેવ વગેરે હજારો રાજાનું આગમન જાણીને હર્ષિતસંતુષ્ટ થઈને સ્નાન કર્યું. બલિકર્મ કર્યું અને દ્રુપદ રાજાની માફક તેઓના સત્કાર–સન્માન કર્યા – યાવંત્ – યથાયોગ્ય આવાસ આપ્યા. ત્યારે તે વાસુદેવ આદિ હજારો રાજા જ્યાં પોતપોતાના આવાસ હતા, ત્યાં આવ્યા અને તે જ પ્રકારે – યાવત્ – વિચરવા લાગ્યા. ત્યારપછી પાંડુરાજાએ હસ્તિનાપુર નગરમાં પ્રવેશ કર્યો, પ્રવેશીને કૌટુંબિક પરષોને બોલાવ્યા, બોલાવીને તેઓને કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર આવાસોમાં લઈ જાઓ. તેઓ પણ એ જ પ્રમાણે લઈ ગયા. ત્યારપછી તે વાસુદેવ આદિ ઘણાં જ હજારો રાજાઓએ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક–મંગલ અને પ્રાયશ્ચિત્ત કર્યા. પછી તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું આસ્વાદન કરતા – યાવત્ – તે જ પ્રમાણે વિચરણ કરવા લાગ્યા. ત્યારપછી પાંડુરાજાએ પાંચે પાંડવો અને દ્રૌપદીદેવીને પટ્ટ પર બેસાડ્યા, બેસાડીને ચાંદી–સોનાના કળશો દ્વારા સ્નાન કરાવ્યું. કરાવીને કલ્યાણકારક ઉત્સવ કર્યો. કરીને તે વાસુદેવ આદિ હજારો રાજાઓને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલા અને અલંકારો વડે સત્કાર કર્યો, સન્માન કર્યું અને પછી વિદાય કર્યા. ત્યારે તે વાસુદેવ આદિ ઘણાં જ – હજારો રાજા પાંડુરાજા પાસેથી વિદાય લઈને જ્યાં પોતપોતાના રાજ્ય હતા, જ્યાં પોતપોતાના નગર હતા, ત્યાં પાછા ફર્યા. ત્યારપછી તે પાંચે પાંડવો દ્રૌપદીદેવી સાથે રોજેરોજ વારા પ્રમાણે ભોગોપભોગ કરતા વિચારવા લાગ્યા. ૦ નારદનું આગમન : ત્યારપછી કોઈ એક સમયે પાંડુરાજા, પાંચ પાંડવો. કુંતી રાણી, દ્રૌપદી તથા અંતઃપુરના પારિવારિક લોકોની સાથે સંપરિવૃત્ત થઈને શ્રેષ્ઠ સિંહાસન પર આસીન હતા. આ તરફ એ જ સમયે અતિભદ્ર પરંતુ અંતરંગમાં કલુષિત હૃદયવાળા, ઉપરથી માધ્યસ્થ ભાવથી સંપન્ન જેવા, દર્શકો અને આશ્રિતજનોને જેનું દર્શન અલ્લાદક અને પ્રીતિજનક પ્રતીત થતું હતું. તે સુંદર રૂપ સંપન્ન હતા. શ્વેત સ્વચ્છ વસ્ત્ર પહેરેલ હતું. તેમના વક્ષસ્થળ ઉપર મૃર્ગચર્મનું ઉત્તરાસંગ સુશોભિત હતું. તેમના હાથમાં કમંડલ અને દંડ હતો. તેમનું મસ્તક જટારૂપી મુગટથી દીપ્તમાન થઈ રહ્યું હતું. જેમણે યજ્ઞોપવીત, ગણેયિકા (રુદ્રાક્ષની માળા), મુંજની કટિમેખલા અને વલ્કલના વસ્ત્ર ધારણ કરેલા હતા. તે નારદના હાથમાં કચ્છપી નામે વીણા હતી. જે સંગીતના પ્રેમી હતા. Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૬૭ ભૂમિગોચરિઓમાં પ્રધાન હતા. સંચરણી, આવરણી, અવતરણી, ઉત્પતની, બ્લેષણી, સંક્રામણી, અભિયોગિની, પ્રજ્ઞપ્તિ. ગમની અને ખંભિની આદિ વિદ્યાધરો સંબંધી – અનેક વિદ્યાઓમાં પ્રવીણ હોવાથી જેમની કીર્તિ વિખ્યાત હતી. તેઓ અનેક વિદ્યામાં પ્રવીણ હતા. બળદેવ અને વાસુદેવના તેઓ પ્રીતિપાત્ર હતા. તેમજ પ્રદ્યુમ્ન, પ્રદીપ, શાંબ, અનિરુદ્ધ, નિષધ, ઉન્મુખ, સારણ, ગજસુકુમાલ, સુમુખ, દુર્મુખ આદિ સાડા ત્રણ કરોડ યાદવકુમારોના હૃદયે પ્રિય હતા, અત્યધિક પ્રિય હતા, તેમના દ્વારા પ્રશંસનીય હતા. તે નારદને કલ૭, યુદ્ધ અને કોલાહલ અધિક પ્રિય હતો. લંડન-ચુગલી કરવામાં ઉત્સુક, અનેક પ્રકારના સમર અને સંપાય અથવા તૂતૂ-હું--હું જોવામાં રસિક, દક્ષિણા દઈને પણ સર્વત્ર કલહ, લડાઈ–ઝઘડાની ગવેષણા કરનારા, બીજાને અસમાધિ ઉત્પન્ન કરવામાં તત્પર એવા કચ્છલ નારદ ત્રણ લોકોમાં બળવાનું શ્રેષ્ઠ દસારવંશના વીર પુરુષો સાથે વાર્તાલાપ કરીને આકાશમાં ગમન કરાવવામાં દક્ષ તે ભગવતી પ્રાકામ્ય નામની વિદ્યાનું આહ્વાન કરીને ઉડ્યા અને આકાશને ઉલ્લંઘતા હજારો ગામ, આકર, નગર, ખેડ, કબૂટ, મડળ, દ્રોણમુખ, પટ્ટન, લંબાણથી સુશોભિત અને ભરપૂર દેશોથી વ્યાપ્ત પૃથ્વીનું અવલોકન કરતાકરતા રમણીય હસ્તિનાપુરમાં આવ્યા અને ઘણાં જ વેગથી પાંડુરાજાના મહેલમાં ઉતર્યા તે સમયે પાંડુરાજાએ પોતાની તરફ આવતા કચ્છલ નારદને જોયા, જોઈને પાંચે પાંડવ અને કુંતીદેવીની સાથે આસન પરથી ઉદ્દયા, ઉઠીને સાત-આઠ પગલાં કચ્છલનારદની સામે ગયા. સામે જઈને ત્રણ વાર આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા. કરીને અર્થ અને પાદ્ય વડે સંમાનિત કરી, મહાન્ પુરુષોને યોગ્ય આસન ગ્રહણ કરવાને માટે આમંત્રિત કર્યા. ત્યારપછી તે કચ્છલ નારદે જળનો છંટકાવ કર્યો, દર્ભાસનને બિછાવ્યું અને તેના પર બેઠા. બેસીને પાંડુરાજાને રાજ્ય, રાષ્ટ્ર, કોષ, કોઠાગાર, બળ, વાહન, પુર અને અંતઃપુરના ક્ષેમકુશળના સમાચાર પૂછયા. તે સમયે પાંડુરાજાએ, કુંતીદેવીએ અને પાંચ પાંડવોએ કચ્છલ નારદનો આદરસત્કાર કર્યો. આગમનની અનુમોદના કરી અને તેમના સન્માનમાં ઊભા રહીને પÚપાસન કરવા લાગ્યા. ૦ દ્રૌપદી દ્વારા નારદનો અનાદર : તે સમયે દ્રૌપદીદેવીએ કચ્છલ નારદને અસંયમી, અવિરતી અને અપ્રતિહત અપ્રખ્યાત પાપકર્મ કરનાર જાણીને તેમનો આદર કર્યો નહીં. તેમના આગમનની અનુમોદના ન કરી, તેમના સન્માનાર્થે ઊભી ન થઈ, તેમજ તેમની ઉપાસના ભાવભક્તિ ન કરી, ત્યારે તે કચ્છa નારદને આવા પ્રકારનો અધ્યવસાય, ચિંતન, વિચાર, પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો અહો ! આ દ્રૌપદીદેવીએ પોતાના રૂપ, યૌવન, લાવણ્ય અને પાંચ પાંડવોને કારણે અભિમાની થઈને મારો આદર ન કર્યો, મારા આગમનની અનુમોદના ન કરી, મારા સન્માન માટે ઊભી ન થઈ, મારી ભક્તિ ન કરી. તેથી દ્રૌપદીદેવીનું અનિષ્ટ કરવું – વિપત્તિમાં ફસાવવી મારે માટે શ્રેયસ્કર છે. આ પ્રમાણે નારદે વિચાર્યું. વિચારીને પાંડુરાજાની પાસે જવા માટેની આજ્ઞા માંગી, આજ્ઞા લઈને પછી ઉત્પતની વિદ્યાનું આહ્વાન કર્યું, આહાન Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ આગમ કથાનુયોગ-૪ કરીને ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપળ, ચંડ, શીઘ, ઉત્કટ વેગથી વિદ્યાધર ગતિથી ઉડતા લવણસમુદ્રના મધ્યભાગમાં થઈને પૂર્વદિશા સન્મુખ ચાલવાને માટે પ્રવૃત્ત થયા. ૦ નારદનું અપરકંકા ગમન અને દ્રૌપદીની રૂપ પ્રશંસા : તે કાળે, તે સમયે ધાતકીખંડ નામના દ્વીપમાં પૂર્વ દિશામાં સ્થિત દક્ષિણાદ્ધ ભરતક્ષેત્રમાં અપરકંકા નામની રાજધાની હતી. તે અપરકંકા રાજધાનીમાં પદ્મનાભ નામનો રાજા રહેતો હતો. જે મહા હિમવાનું, મહંત મલય પર્વત અને ઇન્દ્રોમાં મહેન્દ્ર સમાન અન્ય રાજાઓની અપેક્ષાએ ગુણો અને વૈભવ તેમજ ઐશ્વર્યથી સંપન્ન હતો. તે પદ્મનાભ રાજાના અંતઃપુરમાં ૭૦૦ રાણીઓ હતી. તે પદ્મનાભ રાજાને સુનાભ નામે પુત્ર હતો. જે યુવરાજ પણ હતો. તે સમયે તે પદ્મનાભ રાજા અંતઃપુરમાં પોતાની રાણીઓ સાથે ઘેરાયેલો, શ્રેષ્ઠ સિંહાસને બેઠો હતો. ત્યારે તે કચ્છલ નારદ જ્યાં અપરકંકા રાજધાની હતી, જ્યાં પદ્મનાભ રાજાનો મહેલ હતો, ત્યાં આવ્યા, આવીને અત્યંત વેગથી પદ્મનાભ રાજાના મહેલમાં ઉતર્યા. ત્યારે પદ્મનાભ રાજાએ કચ્છલ નારદને આવતા જોયા, જોઈને આસનેથી ઉયો. ઉઠીને અર્થ અને પાદ્ય વડે સત્કાર કરીને આસન પર બેસવા માટે આમંત્રિત કર્યા. ત્યારે કચ્છલ નારદ જળથી સીંચેલ અને દર્ભની ઉપર બિછાવાયેલ અને આસને બેઠા, બેસીને પદ્મનાભ રાજાને રાજ્ય, રાષ્ટ્ર, કોષ, કોઠાગાર, બળ, વાહન, પુર અને અંતઃપુરની કુશળતા પૂછી. ત્યારે તે પદ્મનાભ રાજાએ પોતાના અંતઃપુરના વિષયમાં વિસ્મિત થઈને કચ્છલ્લ નારદને પૂછયું, હે દેવાનુપ્રિય ! આપ ઘણાં બધાં ગામ, આકર, નગર, ખેડ, કર્બટ, દ્રોણમુખ, મડંબ, પત્તન, આશ્રમ, નિગમ, સંબાડ અને સન્નિવેશોમાં ભ્રમણ કરો છો તથા ઘણાં જ રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ પ્રકૃતિના ઘરોમાં પ્રવેશ કરો છો, તો હે દેવાનુપ્રિય ! જેવું મારું અંતઃપુર છે તેવું અંતઃપુર આપે પહેલાં ક્યાંય જોયેલ છે ? ત્યારે પદ્મનાભના આ કથનને સાંભળીને કચ્છલ નારદ કિંચિત હસ્યા, હસીને આ પ્રમાણે કહ્યું, હે પદ્મનાભ ! તું તો કૂવાના તે દેડકા સમાન છો. પદ્મનાભે કહ્યું, તે કુવાનો દેડકો કોણ હતો ? હે પદ્મનાભ ! કોઈક નામ વાળો એક કૂવાનો દેડકો હતો. તે દેડકો તે જ કૂવામાં ઉત્પન્ન થયો, તેમાં જ મોટો થયો, તેણે બીજા કોઈ કૂવા, તળાવ, કહ, સરોવર કે સમુદ્રને જોયેલ ન હતો. તેથી તે સમજતો હતો કે આ જ કૂવો છે, તળાવ છે, કહ છે, સરોવર છે કે સમુદ્ર છે. ત્યારપછી તે કૂવામાં બીજો કોઈ એક સમુદ્રી દેડકો આવ્યો. ત્યારે તે કૂવાના દેડકાએ તે સમુદ્રી દેડકાને પૂછયું, હે દેવાનુપ્રિય! તું કોણ છે ? અને ક્યાંથી એકદમ અહીં આવ્યો છે ? ત્યારે તે સમુદ્રી દેડકાએ કૂવાના દેડકાને કહ્યું, હે દેવાનુપ્રિય ! હું સમુદ્રમાં રહેનાર Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૬૯ દેડકો છે. ત્યારે તે કૂવાના દેડકાએ સમઢી દેડકાને પૂછયું. હે દેવાનુપ્રિય ! તે સમુદ્ર કેટલો મોટો છે ? ત્યારે સમુદ્રી દેડકાએ કૂવાના દેડકાને કહ્યું, સમુદ્ર ઘણો જ મોટો છે. ત્યારે તે કૂવાના દેડકાએ પગ વડે એક લીટી દોરી અને પૂછયું કે, હે દેવાનુપ્રિય! તે સમુદ્ર શું આટલો મોટો છે ? સમુદ્રી દેડકાએ કહ્યું, આ અર્થ સમર્થ નથી. તે સમુદ્ર આનાથી ઘણો મોટો છે. ત્યારે તે કૂવાના દેડકાએ પૂર્વદિશાના કિનારેથી ઉછળી પશ્ચિમ કિનારે આવ્યો. આવીને આ પ્રમાણે કહ્યું, શું તે સમુદ્ર આટલો મોટો છે ? ના, આ અર્થ પણ સમર્થ નથી. હે પદ્મનાભ ! તું પણ આવો – કૂવાના દેડકા જેવો જ છે. બીજા ઘણાં રાજા, ઈશ્વર – યાવત્ – સાર્થવાહ વગેરેની પત્ની, બહેન, પુત્રી કે પુત્રવધૂને ન જોવાને કારણે તું આવું સમજે છે કે, જેવું તારું અંતઃપુર છે, એવું બીજા કોઈનું અંતઃપુર નથી. હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે, જંબુદ્વીપ નામે દ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામના નગરમાં દ્રપદ રાજાની પુત્રી, ચુલની રાણીની આત્મજા, પાંડુરાજાની પુત્રવધૂ, પાંચે પાંડવોની પત્ની દ્રૌપદીદેવી રૂપથી, યૌવનથી, લાવણ્યથી ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરવાળી છે. તારું આ અંતઃપુર તો તે દ્રૌપદીદેવીના પગના કપાયેલા અંગૂઠાની સોમી કળા (શતાંશ)ની પણ તુલના કરી શકતું નથી. આટલું કહીને પદ્મનાભ પાસેથી જવાની રજા લીધી. રજા લઈને જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ગયા. ૦ દ્રૌપદીનું પદ્મનાભ દ્વારા અપહરણ - ત્યારપછી તે પદ્મનાભ રાજા કર્ફીલ નારદના આ કથનને સાંભળીને અને મનમાં વિચાર કરી દ્રૌપદીદેવીના રૂપ, યૌવન, લાવણ્યમાં મૂર્ણિત, ગૃદ્ધ, આસક્ત, તલ્લીન થઈને જ્યાં પૌષધશાળા હતી, ત્યાં આવ્યો. આવીને પૌષધશાળામાં પ્રવેશ્યો. પ્રવેશીને પોતાના પૂર્વના સાથી દેવનું મનમાં ધ્યાન કરતો એવો ત્યાં બેસી ગયો. ત્યારપછી તે પદ્મનાભ રાજાનો અઠમભક્ત પૂર્ણ થયો. ત્યારે તે પૂર્વ પરિચિત દેવ – યાવત્ -- આવ્યો. તેણે કહ્યું કે, હે દેવાનુપ્રિય ! મારે યોગ્ય જે કાર્ય હોય તે બતાવો. ત્યારે પદ્મનાભે તે પૂર્વ સાથી દેવને કહ્યું હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે, જંબુદ્વીપ નામે દ્વીપના ભરતવર્ષક્ષેત્રમાં હસ્તિનાપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચુલની રાણીની આત્મજા, પાંડુરાજાની પુત્રવધૂ, પાંચે પાંડવોની પત્ની દ્રૌપદી રૂપથી, યૌવનથી, લાવણ્યથી ઉત્કૃષ્ટ છે અને ઉત્કૃષ્ટ શરીરવાળી છે. તો હે દેવાનુપ્રિય ! હું ઇચ્છું છું કે, જલ્દીથી તે દ્રૌપદીને અહીં લઈ આવ. ત્યારે તે પૂર્વના સાથી દેવે પદ્મનાભે આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય! આવું કદી થયું નથી, થતું નથી અને થવાનું પણ નથી કે દ્રૌપદીદેવી પાંચે પાંડવોને છોડીને બીજા કોઈ પુરુષની સાથે ઉદાર–મનુષ્ય સંબંધી ભોગઉપભોગને કરતી વિચરે, તો પણ તારા પ્રિય અર્થને માટે દ્રૌપદીદેવીને જલદીથી, હમણાં જ અહીં લઈ આવું છું. એ પ્રમાણે કહીને તે દેવે પદ્મનાભ પાસે અનુમતિ લીધી અને અનુમતિ લઈને તે ઉત્કૃષ્ટ – ચાવત્ – દેવગતિ વડે લવણસમુદ્રની વચ્ચોવચ્ચથી ગમન કરતો જ્યાં હસ્તિનાપુરનગર હતું તે તરફ ગમન Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦. આગમ કથાનુયોગ-૪ - કરવાને માટે ઉદ્ય થયો. તે કાળે, તે સમયે હસ્તિનાપુર નગરમાં યુધિષ્ઠિર રાજા દ્રૌપદી દેવીની સાથે ઉપર અગાસીએ સુખપૂર્વક સૂતેલો હતો. ત્યારે આ પૂર્વનો સાથી દેવ જ્યાં યુધિષ્ઠિર રાજા હતો, જ્યાં દ્રૌપદીદેવી હતી, ત્યાં આવ્યો. ત્યાં આવીને દ્રૌપદીદેવીને અવસ્થાપિની નિદ્રામાં સુવડાવી દઈને દ્રૌપદીદેવીને ઉપાડીને તે ઉત્કૃષ્ટ – યાવત્ – દેવગતિથી જ્યાં અપરકંકા નગરી હતી. જ્યાં પદ્મનાભનો મહેલ હતો. ત્યાં આવ્યો, ત્યાં આવીને પદ્મનાભના મહેલની અશોક વાટિકામાં દ્રૌપદીદેવીને રાખ્યા. રાખીને અવસ્થાપિની નિદ્રાનું સંકરણ કર્યું. સંકરણ કરીને જ્યાં પદ્મનાભ હતો ત્યાં આવ્યો. આવીને આ પ્રમાણે બોલ્યો હે દેવાનુપ્રિય ! હું હસ્તિનાપુરથી દ્રૌપદીદેવીને જલદીથી અહીં લાવ્યો છું. જે તમારી અશોકવાટિકામાં છે. હવે આગળ તું જાણ. એમ કહીને તે દેવ જે તરફથી આવ્યો હતો, તે જ દિશામાં ચાલ્યો ગયો. ૦ દ્રૌપદીની ચિંતા અને પદ્મનાભ દ્વારા આશ્વાસન : ત્યારપછી કેટલીક ક્ષણો બાદ જાગ્યા પછી તે ભવન અને અશોકવાટિકાને અપરિચિત જાણીને તે દ્રૌપદીદેવી મનોમન વિચારવા લાગી – આ મારું પોતાનું ભવન નથી અને આ અશોક વાટિકા પણ મારી પોતાની નથી. લાગે છે કે, કોઈ દેવ કે દાનવે અથવા કિન્નર કે કિંગુરુષ અથવા મહોરગ કે ગંધર્વ દ્વારા કોઈ બીજા રાજાની અશોક વાટિકામાં મારું સંકરણ કરાયેલ છે. આવો વિચાર કરીને તે ભગ્ન મનોરથા થઈને હથેલી પર મુખ રાખીને આર્તધ્યાનમાં ડૂબી ગઈ. ત્યારપછી પદ્મનાભ રાજાએ સ્નાન કર્યું – યાવત્ – સર્વ અલંકારો વડે વિભૂષિત થઈને, અંતઃપુરના પરિવારથી પરિવૃત્ત થઈને જ્યાં અશોક વાટિકા હતી, જ્યાં દ્રૌપદીદેવી હતી. ત્યાં આવ્યો, આવીને દ્રૌપદીદેવીને ભગ્ર મનોરથ થઈને હથેલી પર મુખ રાખીને આર્તધ્યાનમાં મગ્ન જોઈ, જોઈને તેણે કહ્યું – હે દેવાનુપ્રિયે ! તું સંકલ્પો-વિકલ્પોમાં લીન થઈને, હથેલી પર મુખ રાખી આર્તધ્યાનમાં કેમ ડૂબી છો ? દેવાનુપ્રિયો ! તું મારા પૂર્વ ભવના સાથી દેવ દ્વારા જંબુદ્વીપના ભરતક્ષેત્રથી, હસ્તિનાપુર નગરથી અને યુધિષ્ઠિર રાજાના ભવનથી સંતરિત કરાઈને અહીં લવાઈ છો. તેથી દેવાનુપ્રિયે ! તું હતમને સંકલ્પ થઈને હથેલી પર મુખ રાખીને આર્તધ્યાનમાં મગ્ન ન થા. પણ મારી સાથે વિપુલ ભોગોપભોગનો ભોગ કરતી રહે. ત્યારે તે દ્રૌપદીએ પદ્મનાભને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે, જંબૂદ્વીપના ભરતવર્ષની દ્વારાવતી નગરીમાં મારા પતિના ભાઈ કૃણ નામક વાસુદેવ રહે છે. તે જો મને છ મહિના સુધી પાછા લઈ જવાને માટે ન આવે તો પછી હે દેવાનુપ્રિય! જેમ તું કહે છે, જે તારી આજ્ઞા–ઉપાય અને વચન હશે તે પ્રમાણે હું રહીશ. ત્યારે પદ્મનાભે દ્રૌપદીદેવીના આ કથનનો સ્વીકાર કર્યો અને સ્વીકાર કરીને દ્રૌપદીદેવીને અંતઃપુરમાં મોકલી દીધી. ત્યારે તે દ્રૌપદીદેવી નિરંતર છઠભક્ત અને પારણે આયંબિલના તપકર્મ વડે આત્માને ભાવિત કરતી વિચરવા લાગી. Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૭૧ ૦ દ્રૌપદીના અપહરણની વાત, કૃષ્ણને કુંતી દ્વારા નિવેદન : ત્યારે દ્રૌપદીનું અપહરણ થઈ ગયા બાદ યુધિષ્ઠિર રાજા કેટલોક વખત પછી જાગ્યા બાદ દ્રૌપદીદેવીને પોતાની પાસે ન જોઈને શય્યામાંથી ઉડ્યા, ઉઠીને ચારે તરફ બધી દિશાઓમાં દ્રૌપદીદેવીની માર્ગણા–ગવેષણા કરી, ગવેષણા કરીને જ્યારે ક્યાંય પણ દ્રૌપદીદેવીની કૃતિ–સુતિ (છીંક આદિ) કે પ્રવૃત્તિની ખબર ન મળતા જ્યાં પાંડુરાજા હતા, ત્યાં આવ્યા, આવીને પાંડુરાજાને આ પ્રમાણે કહ્યું હે તાત ! વાત એમ છે કે મહેલની અગાસીએ સુખપૂર્વક સુતેલા મારી પાસે દ્રૌપદીદેવીને ન જાણે કોઈ દેવ કે દાનવ કે કિન્નર કે કિપરષ અથવા મહોરગ કે ગંધર્વે હરણ કરેલ છે. પકડી લીધી છે અથવા કૂવા વગેરેમાં ફેંકી દીધી છે. તેથી હે તાત ! હું ઇચ્છું છું કે, દ્રૌપદીદેવીની બધી તરફ ચારે દિશાઓમાં સર્વ પ્રકારે માર્ગણા કરવી. ત્યારે પાંડુરાજાએ કૌટુંબિક પુરષોને બોલાવ્યા અને બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો! તમે લોકો જાઓ અને હસ્તિનાપુર નગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ અને સામાન્ય માર્ગ આદિમાં ખૂબ મોટા અવાજે ઉદ્ઘોષણા કરતા-કરતા આ પ્રમાણે કહો કે– હે દેવાનુપ્રિયો ! આકાશતલ પર સુખપૂર્વક સુતેલી યુધિષ્ઠિર રાજાની પાસેથી દ્રૌપદીદેવીનું ન જાણે કોઈ દેવ, દાનવ, કિન્નર, કિંગુરુષ, મહોરગ અથવા ગંધર્વએ હરણ કરી લીધેલ છે. પકડી લીધી છે અથવા કૂવા વગેરેમાં પટકી દીધી છે. તેથી તે દેવાનુપ્રિયો! જો કોઈ પણ વ્યક્તિ દ્રૌપદીદેવીની કૃતિ કે યુતિ કે પ્રવૃત્તિ બતાવશે. તેને પાંડુરાજા વિપુલ અર્થ સંપદા પારિતોષિકના રૂપમાં આપશે. આવા પ્રકારની ઘોષણા કરો, ઘોષણા કરીને મારી આ આજ્ઞા મુજબ ઘોષણા થયાની મને સૂચના આપો. ત્યારે તે કૌટુંબિક પુરષોએ તે જ પ્રકારે ઘોષણા કરીને – કાવત્ – આજ્ઞા પાછી સોંપી અર્થાત્ કાર્ય કર્યું. ત્યારે ઘોષણા કર્યા બાદ પણ જ્યારે પાંડુરાજા ક્યાંય પણ દ્રૌપદીદેવીની કૃતિ– લુતિ કે પ્રવૃત્તિના સમાચાર જાણી ન શક્યા. ત્યારે તેમણે કુંતીદેવીને બોલાવ્યા અને બોલાવીને કુંતીદેવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયા ! તું તારાવતી નગરી જા અને કૃષ્ણ વાસુદેવને આ વૃત્તાંત જણાવ. કૃષ્ણ વાસુદેવ જ દ્રૌપદીદેવીની માર્ગણા–ગવેષણા કરી શકશે. અન્યથા દ્રૌપદીદેવીની કૃતિ–સુતિ કે પ્રવૃત્તિના ખબર મળશે નહીં ત્યારે કુંતીદેવીએ પાંડુરાજાની આ વાત સાંભળીને – યાવત્ – સ્વીકાર કર્યો, સ્વીકાર કરીને સ્નાન કર્યું અને બલિકર્મ આદિ કરીને શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર બેસીને હસ્તિનાપુર નગરના મધ્ય ભાગથી નીકળી, નીકળીને કર જનપદના મધ્ય ભાગમાંથી ચાલતા-ચાલતા જ્યાં સૌરાષ્ટ્ર જનપદ હતું, કારાવતી નગરી હતી અને જ્યાં તે નગરીનું અગ્ર ઉદ્યાન હતું, ત્યાં આવી, આવીને હાથી પરથી નીચે ઉતરી, ઉતરીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે કારાવતી નગરીમાં જાઓ. જ્યાં કૃષ્ણ વાસુદેવનો પ્રાસાદ છે, તેમાં પ્રવેશ કરો, પ્રવેશીને કૃષ્ણ વાસુદેવને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર આગમ કથાનુયોગ-૪ અંજલિ જોડીને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! આપના પિતાની બહેન – (ફોઈ) – કુંતીદેવી હસ્તિનાપુરથી નીકળી જલ્દી અહીં આવી છે, આપના દર્શનને માટે ઉત્સુક છે, ત્યારે તે કૌટુંબિક પુરુષોએ – યાવત્ – કૃષ્ણને કુંતીના સમાચાર કહ્યા. ત્યારે કૃષ્ણ વાસુદેવ કૌટુંબિક પુરુષો પાસેથી આ સંવાદ સાંભળી અને અવધારિત કરી હર્ષિત–સંતુષ્ટ થઈને શ્રેષ્ઠ હાથી પર બેસીને દ્વારિકા નગરીના મધ્ય ભાગમાં થઈને જ્યાં કુંતીદેવી હતી ત્યાં આવ્યો. આવીને હાથીના કંધથી નીચે ઉતર્યા. ઉતરીને કુંતીદેવીના ચરણસ્પર્શ કર્યા. ચરણસ્પર્શ કરીને કુંતીદેવીને સાથે લઈને હાથી પર બેઠો. બેસીને દ્વારાવતી નગરીના વચ્ચોવચ્ચેથી નીકળી જ્યાં પોતાનો મહેલ હતો. ત્યાં આવ્યા. આવીને પોતાના મહેલમાં પ્રવેશ કર્યો. ત્યારપછી કુંતીદેવી જ્યારે સ્નાન, બલિકર્મ અને ભોજન કરીને પછી અનંતર આચમન કરીને પૂર્ણરૂપે સ્વચ્છ, પરમ શૂચિભૂત થઈને શ્રેષ્ઠ સુખાસન પર બેઠી. ત્યારે કૃષ્ણ વાસુદેવે પૂછયું, હે પિતૃભગિની કહો – આપના અહીં આવવાનું પ્રયોજન શું છે ? ત્યારે કુંતીદેવીએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું, હે પુત્ર! વાત એમ છે કે, હસ્તિનાપુર નગરમાં અગાસી પર સુખપૂર્વક સુતેલા યુધિષ્ઠિર રાજાની પાસેથી દ્રૌપદીદેવીને ન જાણે કોઈએ અપહરણ કરેલ છે અથવા તેણીને પકડી લીધેલ છે અથવા કૂવા આદિમાં ફેંકી દીધી છે તેથી હે પુત્ર ! હું ઇચ્છું છું કે, તું બધી તરફ ચારે દિશાઓમાં સર્વ રીતે દ્રૌપદીદેવીની માર્ગણા–ગવેષણા કરો. ત્યારપછી કૃષ્ણ વાસુદેવે કુંતી ફોઈને કહ્યું, હે ફોઈ ! હું વધુ તો કંઈ નથી કહેતો, પણ દ્રૌપદીદેવીની જો કયાંય પણ શ્રુતિ–ભુતિ કે પ્રવૃત્તિના સમાચાર મેળવી લઈશ તો પછી તે પાતાળ હોય કે ભવન હોય અથવા અર્ધ ભરતક્ષેત્ર હોય. ક્યાંય પણ કેમ ન હોય, બધાં સ્થાનેથી દ્રૌપદીદેવીને પોતાના હાથે લઈ આવીશ – આ પ્રમાણે કહીને પોતાની ફોઈ કુંતીદેવીનો સત્કાર કર્યો, સન્માન કર્યું, કરીને વિદાય કર્યા. પછી કુંતીદેવી કૃષ્ણ વાસુદેવ પાસેથી વિદાય થઈને જે દિશામાંથી આવી હતી, તે દિશામાં પાછી ગઈ. – કૃષ્ણ દ્વારા દ્રૌપદીની ગવેષણા અને નારદ પાસેથી મળેલ ભાળ : ત્યારપછી કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે લોકો જાઓ અને કારાવતી નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને પથ આદિમાં ઊંચા-ઊંચા અવાજથી ઉદ્ઘોષણા કરતા આ પ્રમાણે કહો હે દેવાનુપ્રિયો ! અગાસી પર સુખપૂર્વક સુતેલા યુધિષ્ઠિર રાજા પાસેથી દ્રૌપદીનું ન જાણે કોઈ દેવે કે દાનવ, કિન્નરે કે ડિંપુરષ અથવા ગંધર્વે અપહરણ કરી લીધું છે તેને પકડી લીધેલ છે અથવા કૂવા આદિમાં પટકી દીધેલ છે. તેથી હે દેવાનુપ્રિયો ! જો કોઈ પણ દ્રૌપદીદેવીની કૃતિ–સુતિ કે પ્રવૃત્તિના વિષયમાં જણાવશે, તેને કૃષ્ણ વાસુદેવ વિપુલ અર્થસંપત્તિ પારિતોષિકના રૂપમાં ભેટ આપશે. આ પ્રકારની ઘોષણા કરો અને ઘોષણા કરીને મારી આ આજ્ઞા મને પાછી આપો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ તે જ પ્રકારે ઘોષણા કરીને – યાવત્ – આજ્ઞા પાછી Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૭૩ આપી. ત્યારપછી કોઈ એક સમયે કૃષ્ણ વાસુદેવ અંતઃપુરની અંદર અંતઃપુરવાસિની રાણીઓથી પરિવૃત્ત થઈને શ્રેષ્ઠ સિંહાસન પર બેસેલા હતા. આ તરફ એ જ સમયે કચ્છલ નારદ – ચાવતુ – તીવ્ર વેગથી ઉતર્યા. ત્યારે કૃષ્ણ વાસુદેવે કચ્છલનારદને આવતા જોઈને આસનેથી ઊભા થયા. ઉઠીને અધ્ય અને પાદ્યથી સત્કાર કરીને આસન ગ્રહણ કરવાને માટે આમંત્રિત કર્યા ત્યારે કચ્છલ નારદ પાણી વડે સીંચાયેલ અને દર્ભ પર બિછાવાયેલ આસન પર બેઠા. બેસીને કૃષ્ણ વાસુદેવના ક્ષેમકુશળના સમાચાર પૂછ્યા. ત્યારે કૃષ્ણ વાસુદેવે કચ્છલનારદને કહ્યું, હે દેવાનુપ્રિય ! આપ તો ઘણાં ગામ આકર – યાવત્ – ગૃહોમાં જાઓ છો. તો ત્યાં કોઈ સ્થાને દ્રૌપદીની શ્રુતિ–સુતિ કે પ્રવૃત્તિ આદિના કોઈ સમાચાર સાંભળ્યા છે ? ત્યારે કચ્છલ નારદે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! કોઈ એક સમયે હું ધાતકીખંડ દ્વીપવર્તી પૂર્વ દિશાના દક્ષિણાદ્ધ ભરતક્ષેત્રની અપરકંકા નામની રાજધાનીમાં ગયેલો હતો. ત્યાં મેં પાનાભ રાજાના ભવનમાં દ્રૌપદીદેવી જેવી પૂર્વે જોયેલી કોઈ દેવીને જોઈ હતી. ત્યારે કૃષ્ણ વાસુદેવે કચ્છલનારદને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આ બધી આપની જ કરતૂત છે. ત્યારે કૃષ્ણ વાસુદેવે આમ કહ્યું ત્યારે કચ્છલ નારદે ઉત્પાતિની વિદ્યાનું આહ્વાન કર્યું. આહ્વાન કરીને તેઓ જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ચાલ્યા ગયા. ૦ પાંડવ સહિત કૃષ્ણનું ધાતકીખડે પ્રયાણ : ત્યારે કૃષ્ણ વાસુદેવે દૂતને બોલાવ્યો, બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિય ! તું હસ્તિનાપુર નગરે જા અને ત્યાં પાંડુરાજાને આ સંદેશ આપજે કે, હે દેવાનુપ્રિય ! ધાતકીખંડદ્વીપના પૂર્વ દિશાવર્તી દક્ષિણાદ્ધ ભરતક્ષેત્રમાં અપરકંકા રાજધાનીમાં પદ્મનાભના ભવનમાં દ્રૌપદીદેવીની પ્રવૃત્તિની જાણકારી મળેલ છે. તેથી પાંચે પાંડવ ચતુરંગિણી સેનાને સાથે લઈને પૂર્વ દિશાના વેતાલિક – સમુદ્ર કિનારે મારી પ્રતિક્ષા કરે. ત્યારે દૂતે જઈને કહ્યું – યાવતુ – પ્રતીક્ષા કરે. તેઓ પણ એ જ પ્રકારે જઈને – યાવત્ – કૃષ્ણની પ્રતિક્ષા કરવા લાગ્યા. ત્યારપછી કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરષોને બોલાવ્યા. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે જાઓ અને યુદ્ધસંબંધી ભેરી વગાડો. તે કૌટુંબિક પુરુષે ભેરી વગાડી. ત્યારપછી યુદ્ધસંબંધી ભેરીના શબ્દ સાંભળીને સમદ્રવિજય આદિ દશ દશાર – થાવત્ – ૫૬,૦૦૦ બળવાનું યોદ્ધા યુદ્ધને માટે તૈયાર થઈને કવચ બાંધીને, હાથોમાં શરાસન ચર્મપટ્ટકને ધારણ કરીને, વક્ષસ્થળ આદિની રક્ષાને માટે રૈવેયક પહેરીને, વિમલવર સંકેત પટ્ટકોને લગાવીને અને હાથોમાં પ્રહરણો લઈને કોઈ ઘોડા પર બેસીને, કોઈ હાથી પર સવાર થઈને – યાવત્ – સુભટોના સમૂહની સાથે જ્યાં સુધર્માસભા હતી, જ્યાં ૪૧૮ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ આગમ કથાનુયોગ-૪ કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં આવ્યા, આવીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને જયવિજય શબ્દો વડે વધાવ્યા. ૦ કૃષ્ણવાસુદેવ દ્વારા દેવ આરાધન અને લવણસમુદ્રમાં માર્ગ : ત્યારપછી કૃષ્ણ વાસુદેવ શ્રેષ્ઠ હાથી પર આરૂઢ થઈને, મસ્તક પર કોરંટપુષ્પોની માળાઓથી યુક્ત, છત્ર ધારણ કરી, શ્વેત ધવલ ચામરોથી વિંઝાતા હાથી, ઘોડા, રથ, પ્રવર યોદ્ધાથી યુક્ત ચતુરંગિણી સેના દ્વારા પરિવૃત્ત થઈને મહાનું સુભટોના સમૂહ, રથ અને પદાતિ સૈન્યવૃંદને સાથે લઈને દ્વારાવતી નગરીના મધ્ય ભાગમાંથી નીકળ્યા. નીકળીને જ્યાં પૂર્વ દિશાનું વેતાલિક હતું ત્યાં આવ્યા, આવીને પાંચ પાંડવોની સાથે મળ્યા. મળીને છાવણી નાંખી, છાવણી નાંખીને પૌષધશાળામાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને સુસ્થિતદેવનું મનમાં ચિંતન સ્મરણ કરતાં કરતાં ત્યાં રહ્યા. ત્યારપછી કૃષ્ણ વાસુદેવના અઠમ ભક્ત પૂર્ણ થયા બાદ – યાવતુ – આવીને કહ્યું, હે દેવાનુપ્રિય ! કહો, મારે શું કરવાનું છે ? ત્યારપછી કૃષ્ણ વાસુદેવે સુસ્થિતદેવને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય! અપહરણ કરીને દ્રૌપદી દેવીને લઈ જઈને ઘાતકીખંડકીપના પૂર્વ દિશાવર્તી દક્ષિણાદ્ધ ભરતક્ષેત્રમાં અપરકંકા રાજધાનીમાં પદ્મનાભ રાજાના ભવનમાં રાખેલ છે. તેથી હે દેવાનુપ્રિય ! પાંચે પાંડવ અને છઠો મારો એ પ્રમાણે છ એ રથોને પાર થવા માટે લવણસમુદ્રમાં માર્ગ બનાવો. જેથી હું અપરકંકા રાજધાનીમાં દ્રૌપદીને પાછી લાવવા માટે જઈ શકું. ત્યારપછી તે સુસ્થિત દેવે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! જે રીતે પદ્મનાભ રાજાના પૂર્વ પરિચિત દેવ દ્વારા જંબૂલીપ નામના હીપના ભરતવર્ષક્ષેત્રમાં સ્થિત હસ્તિનાપુર નગરમાંથી રાજા યુધિષ્ઠિરના ભવનમાંથી દ્રૌપદીદેવીનું અપહરણ કરાયેલું હતું, તે જ પ્રમાણે શું હું પણ ધાતકીખંડહીપના ભરતક્ષેત્રમાં સ્થિત અપરકંકા રાજધાનીમાંથી પદ્મનાભ રાજાના ભવનમાંથી હસ્તિનાપુરમાં પાછી લઈ આવું ? અથવા પદ્મનાભ રાજાને તેના નગર, સેના, વાહન અને રથ આદિ સહિત લવણસમુદ્રમાં ફેંકી દઉં. ત્યારે કૃષ્ણ વાસુદેવે સુસ્થિત દેવે આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! જેમ પદ્મનાભ રાજાના પૂર્વ સંગતિકદેવે જંબૂદ્વીપમાં સ્થિત ભરતક્ષેત્રના હસ્તિનાપુર નગરમાંથી યુધિષ્ઠિર રાજાના ભવનમાંથી દ્રૌપદીદેવીનું અપહરણ કરેલ, તે જ પ્રમાણે ધાતકીખંડહીપના ભરતક્ષેત્રમાં સ્થિત અપરકંકા રાજધાનીના પઘરાજાના ભવનમાંથી દ્રૌપદીદેવીને હસ્તિનાપુરમાં સંહરિત ન કરો, પણ હે દેવાનુપ્રિય ! તમે તો પાંચે પાંડવ સહિત છઠા મારા રથને જવાને માટે લવણસમુદ્રમાં માર્ગ બનાવો. હું સ્વયં જ દ્રૌપદીદેવીને પાછી લાવવા જઈશ. ત્યારે સુસ્થિતદેવે કૃષ્ણ વાસુદેવને કહ્યું, “ભલે તેમ થાઓ.” અને આ પ્રમાણે કહીને તેણે પાંચે પાંડવોસહિત છઠા વાસુદેવના એ પ્રમાણે છએ રથોને જવાને માટે લવણ સમુદ્રમાં માર્ગ બનાવ્યો. ૦ પદ્મનાભ પાસે દૂતને મોકલવો અને તનું પાછું આવવું : ત્યારપછી કૃષ્ણ વાસુદેવે ચતુરંગિણી સેનાને વિદાય કરી. પાંચે પાંડવોની સાથે Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૭૫ છઠો પોતાનો રથ લઈ લવણસમુદ્રના મધ્યભાગમાંથી થઈને ચાલ્યા અને ચાલીને જ્યાં અપરકા રાજધાની હતી, જ્યાં તેનું અગ્રઉદ્યાન હતું ત્યાં આવ્યા. આવીને રથને રોક્યો, રથને રોકીને દારુક નામના સારથીને બોલાવ્યો, બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું જા અને અપરકંકા રાજધાનીમાં પ્રવેશ કર. પ્રવેશ કરીને પદ્મનાભ રાજાની પાદપીઠને તારા ડાબા પગ વડે આહત કરીને ભાલાની અણીએ ભરાવેલ આ પત્ર આપજે. - ત્યારપછી કપાળ પર ત્રણ વળ ચડાવી, ભ્રકુટી ચઢાવી, ક્રોધ વડે આંખ લાલ કરી, રષ્ટ થઈને, કુપિત થઈને, ચંડિકા જેવું રૂપ બનાવીને આ પ્રમાણે કહેજે કે, અરે ઓ પદ્મનાભ ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનારા ! દૂરંત પ્રાંત લક્ષણવાળા , પુણ્યહીન !, અભાગીયા !, ચૌદશીયા !, શ્રી-ડી-વૃતિ–કીર્તિરહિત ! હવે તું બચીશ નહીં શું તું જાણતો નથી કે તું કૃષ્ણ વાસુદેવની બહેન દ્રૌપદીદેવીને અહીં લઈ આવ્યો છે? ખેર, જે થયું તે થયું. પરંતુ હવે પણ તું દ્રૌપદીને પાછી કૃષ્ણ વાસુદેવને આપી દે. અથવા યુદ્ધના માટે તૈયાર થઈને બહાર નીકળ. તે કૃષ્ણ વાસુદેવ પાંચે પાંડવ સાથે અને છઠા પોતે દ્રૌપદીદેવીને પાછી લઈ જવા માટે અહીં આવી પહોંચ્યા છે. ત્યારપછી તે દારુક સારથીએ કૃષ્ણ વાસુદેવના આ કથનને હર્ષિત અને સંતુષ્ટ થઈને સ્વીકાર્યું, સ્વીકારીને અપરકંકા રાજધાનીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જ્યાં પદ્મનાભ હતો ત્યાં આવ્યો. આવીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી જય-વિજય શબ્દોથી વધાવ્યો. વધાવીને કહ્યું કે, હે સ્વામી! આ મારી પોતાની વિનય પ્રતિપત્તિ છે. પણ મારા સ્વામીના મુખેથી કહેવાયેલ આજ્ઞા બીજી જ છે. આ પ્રમાણે કહીને તેણે ક્રોધથી આંખો લાલ કરીને, ડાબો પગ પાદપીઠ પર ઠોક્યો. પછી ભાલાની અણી વડે લેખ આપ્યો. લેખ આપીને કપાળમાં ત્રણ સળ પાડી, ભૂકટી ખેંચી, ક્રોધિત, રષ્ટ, કુપિત, ચંડરૂપ થઈને દાંત કચકચાવીને બોલ્યો, અરે ઓ પદ્મનાભ ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનારા ! તુરંત પ્રાંત લક્ષણવાળા ! ભાગ્યહીન ! ચૌદસીયા શ્રી, હી, ધૃતિ, કીર્તિથી રહિત! હવે તું બચવાનો નથી. શું તું જાણતો નથી કે તું કૃષ્ણ વાસુદેવની બહેન દ્રૌપદીદેવીને અહીં લાવ્યો છે ? મૈર, આવું કરવા છતાં પણ જો તું કૃષ્ણવાસુદેવને દ્રૌપદીદેવી પાછી સોંપી દઈશ તો ઠીક, અન્યથા યુદ્ધને માટે તૈયાર થઈને નગરની બહાર નીકળ. તે કૃષ્ણ વાસુદેવ પાંચે પાંડવો સાથે અને છઠા પોતે દ્રૌપદી દેવીને પાછી લઈ જવા માટે અહીં જલ્દીથી આવી પહોંચ્યા છે. ત્યારે તે પદ્મનાભે દારુક સારથીના આ કથનને સાંભળીને ક્રોધથી લાલ થઈને, રુષ્ટ, કુપિત અને ચંડરૂપ થઈને, દાંતોને કચકચાવીને, કપાળ પર ત્રણ સળ પાડીને, ભ્રકુટી ખેંચીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! હું કૃષ્ણ વાસુદેવને દ્રૌપદી પાછી સોંપીશ નહીં. પણ હું પોતે જ યુદ્ધને માટે સજ્જિત થઈને નીકળીશ. એમ કહીને પુનઃ દારુક સારથીને કહ્યું, હે દૂત! રાજનીતિમાં દૂત અવધ્ય છે. આ પ્રમાણે કહીને તેનો સત્કાર અને સન્માન કર્યા વિના પાછલા દરવાજેથી બહાર કાઢી મૂક્યો. ત્યારે તે દૂત દારુકસારથી પદ્મનાભ રાજા પાસેથી અસત્કારિત અસન્માનિત થઈને Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ આગમ કથાનુયોગ-૪ પાછલા દ્વારેથી કાઢી મૂકાયો ત્યારે જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં આવ્યો. આવીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલી કરી જય-વિજય શબ્દો વડે વધાવીને કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! આપની આજ્ઞાથી હું અપરકંકા રાજધાનીમાં ગયો – યાવત્ – પાછલે તારેથી કાઢી મૂકાયો. ૦ પદ્મનાભ અને પાંડવોનું યુદ્ધ અને પાંડવોનો પરાજય : ત્યારપછી પદ્મનાભે સેના નાયકને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! જલ્દીથી આભિષેક્ય હસ્તિરત્નને સજ્જિત કરો. ત્યારબાદ કલાચાર્યના ઉપદેશથી ઉત્પન્ન બુદ્ધિની કલ્પનાથી જન્ય વિકલ્પોમાં નિપુણ પુરુષોએ આભિષેજ્ય હસ્તિત્વને ઉજ્જવલ નિર્મળ વેષભૂષાથી પરિવસ્ત્રિત – યાવત્ – સુશોભિત કર્યો. સુશોભિત કરીને પદ્મનાભ સામે ઉપસ્થિત કર્યો. ત્યારપછી પદ્મનાભ યુદ્ધને માટે તૈયાર થયો, કવચ આદિ બાંધીને – યાવત્ – આભિષેક્ય હસ્તિરત્ન પર આરૂઢ થયો. આરૂઢ થઈને ઘોડા, હાથી, રય અને પ્રવર યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેના દ્વારા પરિવૃત્ત થઈ મહાન સુભટો, રથો આદિના સમૂહને સાથે લઈને જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં જવાને માટે ઉદ્યત થયો. ત્યારપછી કૃષ્ણ વાસુદેવે પદ્મનાભ રાજાને આવતો જોયો, જોઈને તે પાંચે પાંડવોને બોલ્યા, અરે બાળકો ! તમે પદ્મનાભ સાથે યુદ્ધ કરશો કે જોશો ? ત્યારે તે પાંચ પાંડવોએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી! અમે યુદ્ધ કરીશું, આપ યુદ્ધને જુવો. ત્યારપછી તે પાંચે પાંડવો યુદ્ધને માટે તૈયાર થઈને કવચ આદિ બાંધી – યાવત્ – પ્રહરણોને હાથમાં લઈને રથોમાં આરૂઢ થયા. આરૂઢ થઈને જ્યાં પદ્મનાભ રાજા હતા, ત્યાં પહોંચ્યા, પહોંચીને “આજ કાં તો અમે છીએ અથવા પાનાભ રાજા છે" એ પ્રમાણે કહીને તેઓ પદ્મનાભ સાથે યુદ્ધ કરવાને માટે સંલગ્ન થયા અર્થાત્ પ્રવૃત્ત થયા. ત્યારપછી તે પદ્મનાભ રાજા પાંચે પાંડવોને જલ્દીથી હત–મથિત કરી દીધા. તે શ્રેષ્ઠવીરોને મારીને અર્થાત્ ઘાયલ કરી, તેમના સંકેત ધ્વજ અને પતાકાને પછાડીને, છિન્નભિન્ન કરીને કંઠગત પ્રાણ જેવા કરી દઈને દિશા–વિદિશામાં ભગાડી દઈને અહીંતહીં નસાડી મૂક્યા. ત્યારે તે પાંચ પાંડવ પદ્મનાભ રાજા દ્વારા હત–મથિત થઈને, પ્રવરવીર માફક ઘાયલ થઈને, પતિત સંકેત–ધ્વજ અને પતાકાવાળા થઈને, કંઠગત પ્રાણ જેવા થઈ અહીંતહીં દિશા–વિદિશામાં ભગાડાયેલા થઈને શત્રુસેનાનો સામનો કરવામાં અસમર્થ, બળવીર્યહીન, પુરુષાર્થ–પરાક્રમ હીન થઈને અને રોકાવાનું અસંભવ સમજીને જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા ત્યાં આવ્યા. ૦ કૃષ્ણ વાસુદેવના હાથે પદ્મનાભનો ઘોર પરાજય : ત્યારે કૃષ્ણ વાસુદેવે તે પાંચે પાંડવોને પૂછયું, હે દેવાનુપ્રિયો ! તમે લોકોએ શું કહીને પદ્મનાભ રાજા સાથે યુદ્ધ કરેલ હતું ? ત્યારે પાંચ પાંડવોએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! અમે આપની આજ્ઞા લઈને યુદ્ધને માટે તૈયાર થયા, કવચ બાંધ્યા – યાવતું – રથ પર આરૂઢ થયા. આરૂઢ થઈને જ્યાં પદ્મનાભ હતો, તેની સામે Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ગયા, સામે જઈને આ પ્રમાણે કહ્યું, આજ અમે નહીં અથવા પદ્મનાભ રાજા નહીં. એમ કહીને યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે તે પદ્મનાભ રાજાએ અમને જલ્દીથી હાથ–મથિત કરી દીધા, શ્રેષ્ઠ યોદ્ધાને ઘાયલ જેવા કરી દીધા અને પતિત સંકેત ધ્વજાવાળા કરી દીધા, કંઠગત પ્રાણવાળા બનાવીને દિશા–વિદિશામાં અહીંતહીં ભગાડી દીધા. ૨૭૭ ત્યારે કૃષ્ણ વાસુદેવે તે પાંચ પાંડવોને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જો તમે એમ બોલ્યા હોત કે, આજે અમે જ છીએ અને પદ્મનાભ નથી અને આમ બોલીને જો યુદ્ધ કર્યું હોત તો પદ્મનાભ તમને હત, મથિત, વિનાશિત શ્રેષ્ઠવીર જેવા, પતિત સંકેત ધ્વજા પતાકાવાળા અને કંઠગત પ્રાણયુક્ત બનાવી દિશા–વિદિશામાં ભગાડી શક્યો ન હોત. હે દેવાનુપ્રિયો ! હવે તમે જો જો કે, હવે માત્ર હું જ છું અને પદ્મનાભ રાજા નથી એમ કહીને પદ્મનાભ રાજાની સાથે યુદ્ધ કરું છું. આમ કહીને પછી કૃષ્ણ વાસુદેવ રથ પર આરૂઢ થયા, આરૂઢ થઈને જ્યાં પદ્મનાભ રાજા હતા તેમની સામે પહોંચ્યા, પહોંચીને શ્વેત, ગાયના દૂધના ફીણ, મોતીઓના હાર સમાન શ્વેત, મલ્લિકા પુષ્પ, નિર્ગુડ઼ીપુષ્પ, કુંદપુષ્પ, ચંદ્રમા સમાન ઉજ્વલ શ્વેત, પોતાની સેનામાં હર્ષ ઉત્પન્ન કરનારા અને શત્રુસૈન્યનો વિનાશ કરનારો પંચજન્ય શંખ હાથમાં લીધો. લઈને મુખના વાયુથી ફૂંક્યો – (શંખ વગાડ્યો). ત્યારે તે શંખના ધ્વનિથી તે પદ્મનાભની સેનાનો ત્રીજો ભાગ હત, મથિત, વિનાશિત, પ્રવરવીર ઘાતિત, પતિત સંકેત ધ્વજાવાળો અને કંઠગત પ્રાણવાળા થઈને અહીં—તહીં દિશા–વિદિશામાં ભાગી ગયા. --- ત્યારપછી કૃષ્ણ વાસુદેવે તત્કાળ ઉદિત અતિશય શોભાવાળા ચંદ્ર અને ઇન્દ્રધનુષ સદેશ આકારવાળા, અહંકારથી ગર્વિષ્ઠ શ્રેષ્ઠ ભેંસના નિબિડ પુદ્ગલોથી નિષ્પન્ન સઘન છિદ્રરહિત શીંગડા સમાન મજબૂત, શ્રેષ્ઠ નાગપ્રધાન મહિષ, શ્રેષ્ઠ કોકિલ, ભ્રમરસમૂહ અને નીલગુટિકા જેવી સ્નિગ્ધ કાળી કાંતિવાળા, તેજ વડે જાજ્વલ્યમાન અને નિર્મળ પૃષ્ઠ ભાગવાળા, નિપુણ શૈલીએ નિર્મિત દેદીપ્યમાન મણિરત્નોની ઘંટિકાથી પરિવેષ્ટિત, વીજળી જેવા રક્તવર્ણી નવીન કિરણોવાળા, તપનીય સુવર્ણથી નિર્મિત ચિન્હોવાળા, દર્દર મલયગિરિના શિખરના વાસી સિંહની કેસરા, ચમરી ગાયની પૂંછના વાળ અને અર્ધચંદ્રાકાર ચિન્હ જેના પર બનેલા છે, કૃષ્ણ, હરિત, લાલ, પીળા, શ્વેત વર્ણના સ્નાયુઓ વડે જેની પ્રત્યંચા બંધાયેલી છે તેવા અને શત્રુઓના જીવનનો અંત કરનારા ધનુષ્યને હાથમાં લીધું. હાથમાં લઈને તેના પર પ્રત્યંચા ચઢાવી, ધનુલ્ ટંકાર કર્યો. ત્યારે તે પદ્મનાભની સેનાનો બીજો ત્રિભાગ તે ધનુપ્ ટંકારથી હત, મથિત, નષ્ટ શ્રેષ્ઠવીરોવાળો, પતિત સંકેત ચિહ્ન ધ્વજાપતાકાયુક્ત અને કંઠોપગત પ્રાણવાળા થઈને અહીંતહીં દિશા–વિદિશામાં ભાગી ગયો. ત્યારપછી સેનાનો એક તૃતીયાંશ ભાગ બાકી રહેવાથી તે પદ્મનાભ રાજા સામર્થ્યહીન, બળહીન, વીર્યહીન, પુરુષાર્થ-પરાક્રમ હીન થઈને હવે પ્રાણ બચાવવા સંભવ નથી, એમ વિચારીને શીઘ્ર, ત્વરિત, ચપળ, પ્રચંડ વેગથી કાંપતો જ્યાં અપરકંકા રાજધાની હતી ત્યાં આવ્યો. રાજધાનીમાં આવીને પ્રવેશ્યો, પ્રવેશીને દ્વારોને બંધ કરાવ્યા, Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ આગમ કથાનુયોગ–૪ કરાવીને નગરરોધ માટે સજ્જ થઈને ત્યાં રહ્યો. ત્યારે કૃષ્ણ વાસુદેવ જ્યાં અપરકંકા નગરી હતી, ત્યાં પહોંચ્યા, ત્યાં પહોંચીને રથને રોક્યો, નીચે ઉતર્યા, ઉતરીને વૈક્રિય સમુદ્ઘાત કર્યો અને એક વિશાળ નરસિંહ રૂપની વિકુર્વણા કરી, કરીને ભયંકર ગર્જનાની સાથે જમીન પર પગ પટક્યા. ત્યારે કૃષ્ણ વાસુદેવની તે ભયંકર ગર્જનાની સાથે પગ પટકવાથી અપરકંકા રાજધાનીના પ્રાકાર, ગોપુર, અટ્ટાલિકા, ચારિક, તોરણો પડી ગયા અને શ્રેષ્ઠ ભવન અને શ્રીગૃહ તહસ—નહસ થઈને સડસડાટ કરતા ધરતી પર પડવા લાગ્યા. ત્યારપછી તે પદ્મનાભ રાજા અપરકંકા રાજધાનીના પ્રાકાર, ગોપુર, અટ્ટાલિકાઓ, ચારિક, તોરણ, આસન આદિને પૂર્ણરૂપે ભગ્ન અને શ્રેષ્ઠ ભવનો તથા શ્રીગૃહોને સડસડાટ કરતા જમીન પર પડતા જોઈને ભયભીત થઈને દ્રૌપદીદેવીના શરણમાં આવ્યો. ત્યારે દ્રૌપદીદેવીએ પદ્મનાભ રાજાને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! શું તમે જાણતા નથી કે પુરુષોત્તમ કૃષ્ણ વાસુદેવનું અનિષ્ટ કરી તું મને અહીં લાવ્યો છે ? ઠીક છે, જે થયું તે થયું, હવે હે દેવાનુપ્રિય ! તમે જાઓ અને સ્નાન કરીને ભીના વસ્ત્રો ધારણ કરીને અને તે પહેરેલા વસ્ત્રનો છેડો નીચે રાખીને તથા અંતઃપુરની રાણીઓ આદિ પરિવારને સાથે લઈને, ભેંટને માટે શ્રેષ્ઠ રત્નોને હાથમાં લઈને અને મને આગળ કરીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને, પગે પડીને કૃષ્ણ વાસુદેવના શરણમાં જાઓ. હે દેવાનુપ્રિય ! પુરુષોત્તમ પ્રણિપતિત વત્સલ હોય છે. ત્યારપછી પદ્મનાભે દ્રૌપદીદેવીના તે કથનને સાંભળીને સ્નાન કર્યું અને ભીના વસ્ત્રો ધારણ કર્યા. પહેરેલા વસ્ત્રનો છેડો નીચે લટકાવ્યો. અંતઃપુર પરિવારથી પરિવેષ્ટિત થઈને, ભેટને માટે શ્રેષ્ઠ રત્નોને હાથમાં લઈને, દ્રૌપદીદેવીને આગળ કરીને, બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડી, કૃષ્ણ વાસુદેવના ચરણોમાં પડીને શરણું લીધું અને શરણ લઈને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! મેં આપ દેવાનુપ્રિયની ઋદ્ધિ, દ્યુતિ, યશ, બળ, વીર્ય, પુરુષાર્થ, પરાક્રમના દર્શન કર્યા છે. હે દેવાનુપ્રિય ! હું ક્ષમા માંગુ છું. આપ દેવાનુપ્રિય મને ક્ષમા કરો. હે દેવાનુપ્રિય ! ક્ષમા ઇચ્છું છું. ફરી આવું નહીં કરું. એ પ્રમાણે કહીને નતમસ્તક થઈ અંજલિપૂર્વક ચરણોમાં પડીને કૃષ્ણ વાસુદેવના હાથમાં દ્રૌપદીદેવીને સોંપી દીધી. ૦ દ્રૌપદી સહિત બધાંનું પાછું આવવું :– ત્યારપછી કૃષ્ણ વાસુદેવે પદ્મનાભને આ પ્રમાણે કહ્યું, અરે ઓ પદ્મનાભ ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર, દુરંત પ્રાંત લક્ષણવાળા ! હીન પુણ્ય ! ચૌદશીયા, શ્રી, હ્રી, ધૃતિ, કીર્તિ રહિત ! શું તું મને જાણતો નથી કે તે મારી બહેન દ્રૌપદીદેવીને શીઘ્ર અહીં લાવ્યો ? આવું કર્યા પછી પણ હજી એવું નથી કે તને મારા તરફથી ભય હોય – એમ કહીને પદ્મનાભને વિદાય કર્યો અને દ્રૌપદીદેવીને ગ્રહણ કરી, ગ્રહણ કરીને રથ પર આરૂઢ થયા, આરૂઢ થઈને જ્યાં પાંચ પાંડવો હતા, ત્યાં આવ્યા. ત્યાં આવીને દ્રૌપદીદેવીને પાંડવોને સોંપી દીધી. ત્યારપછી પાંચે પાંડવોની સાથે છટ્ઠા સ્વયં કૃષ્ણ વાસુદેવ એ છએ રથોમાં Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૭૯ બેસીને લવણસમુદ્રની વચ્ચોવચ્ચ થઈને જ્યાં જંબૂદ્વીપનું ભરતક્ષેત્ર હતું હતું. ત્યાં જવાને માટે ઉદ્યત થયા. ૦ બે વાસુદેવોનું શંખ દ્વારા મિલન : તે કાળે, તે સમયે ઘાતકીખંડના હીપના પૂર્વાર્ધ ભાગમાં ભરતક્ષેત્રમાં ચંપા નામની નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું. તે ચંપાનગરીમાં કપિલ નામક વાસુદેવ રાજા હતો. જે રાજાઓમાં મહાહિમવાનું, મલયમંદર પર્વતની સમાન શ્રેષ્ઠ હતો. તે કાળે તે સમયે અત્ મુનિસુવ્રત ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા. કપિલ વાસુદેવે ધર્મશ્રવણ કર્યું. તે સમયે મુનિસુવ્રત અત પાસે ધર્મશ્રવણ કરતા એવા કપિલ વાસુદેવે કૃષ્ણ વાસુદેવના શંખનો ધ્વનિ સાંભળ્યો. ત્યારે તે કપિલ વાસુદેવના મનમાં આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો – શું ધાતકીખંડ હીપના ભરતક્ષેત્રમાં બીજા વાસુદેવ ઉત્પન્ન થયા છે? જેના શંખનો શબ્દ એવો માલૂમ પડે છે – જાણે કે, મારા મુખના વાયુ વડે પૂરિત થયો હોય. કપિલ વાસુદેવે આવો શબ્દ સાંભળ્યો. ત્યારે મુનિસુવ્રત અને કપિલ વાસુદેવને આ પ્રમાણે પૂછયું, હે કપિલ વાસુદેવ ! મારી પાસે ધર્મશ્રવણ કરતા-કરતા તને તે શંખ ધ્વનિ સાંભળીને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, ઘાતકીખંડકીપના ભરતક્ષેત્રમાં શું કોઈ બીજો વાસુદેવ ઉત્પન્ન થયો છે કે, જેના આ શંખનો ધ્વનિ મારા મુખના વાયુ વડે પૂરિત થઈને જાણે ફેલાઈ રહ્યો હોય તેમ લાગે છે ? તો હે કપિલ વાસુદેવ ! શુ મારુ આ કથન સત્ય છે ? હા, સત્ય છે. ત્યારે મુનિસુવ્રત અતિ પુનઃ કહ્યું, હે કપિલ વાસુદેવ ! એવું ક્યારેય થયું નથી, થતું નથી, થશે પણ નહીં કે, એક ક્ષેત્રમાં, એક યુગમાં અને એક સમયે જ બે અરિહંત, બે ચક્રવતી, બે બળદેવ કે બે વાસુદેવ ઉત્પન્ન થયા હોય, થતા હોય કે ભાવિમાં થાય. પણ વાત એમ છે કે, હે વાસુદેવ! જંબૂદ્વીપના ભરતક્ષેત્રના હસ્તિનાપુર નગરથી પાંડુરાજાની પુત્રવધૂ. પાંચ પાંડવોની પત્ની દ્રૌપદીદેવીને તારો પદ્મનાભ રાજા પોતાના પૂર્વના સાથી દેવના દ્વારા અપહત કરાવીને અપરકંકા નગરીમાં લઈ આવ્યો હતો. તેથી કૃષ્ણ વાસુદેવ પાંચ પાંડવો સહિત અને છઠા સ્વયં રથો પર આરૂઢ થઈ દ્રૌપદીદેવીને પાછી લઈ જવા માટે અપરકંકા રાજધાનીમાં આવ્યા હતા. ત્યારે પદ્મનાભ રાજા સાથે યુદ્ધ કરતી વખતે તે કૃષ્ણ વાસુદેવ દ્વારા કરાયેલ આ શંખનાદ તારા મુખના વાયુથી પૂરિત થયેલો હોય તેવો પ્રતીત થઈ રહ્યો હતો. ત્યારપછી કપિલ વાસુદેવે મુનિસુવ્રત અહંતને વંદન-નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યો, હે ભદંત ! હું જાઉં અને પુરુષોત્તમ અને સદશપુરુષ કૃષ્ણ વાસુદેવના દર્શન કરું. ત્યારે મુનિસુવ્રત અતિ તે કપિલ વાસુદેવને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આવું ક્યારેય થયું નથી થતું નથી અને થશે પણ નહીં કે જ્યારે એક તીર્થકર બીજા તીર્થકરને જુએ, ચક્રવર્તી બીજા ચક્રવર્તીને જુએ, બળદેવ બીજા બળદેવને જુએ, વાસુદેવ બીજા Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ આગમ કથાનુયોગ-૪ વાસુદેવને જુએ. તો પણ તું લવણસમુદ્રના મધ્યભાગમાંથી જતા એવા કૃષ્ણ વાસુદેવની શ્વેત અને પીતધ્વજાના અગ્રભાગને જોઈ શકીશ. ત્યારપછી તે કપિલ વાસુદેવે મુનિસુવ્રત અહંતને વંદન–નમસ્કાર કર્યા, વંદન– નમસ્કાર કરીને હાથીના સ્કંધ પર આરૂઢ થયો, આરૂઢ થઈને શીઘ, ત્વરિત, ચપળ, પ્રચંડ વેગથી ત્યાં આવ્યો. ત્યાં આવીને લવણસમુદ્રના મધ્યભાગમાંથી ગમન કરતા કૃષ્ણ વાસુદેવની ત–પીત ધ્વજાના અગ્રભાગને જોયો. જોઈને કહ્યું, આ મારા સમાન પુરુષોત્તમ કૃષ્ણ વાસુદેવ લવણસમુદ્રની વચ્ચોવચ્ચ થઈને જઈ રહ્યો છે – આ પ્રમાણે કહીને પાંચજન્ય શંખ હાથમાં લીધો અને હાથમાં લઈને વગાડ્યો. ત્યારે કૃષ્ણ વાસુદેવ કપિલ વાસુદેવના શંખનો ધ્વનિ સાંભળ્યો. સાંભળીને પાંચજન્ય શંખને હાથમાં લીધો. લઈને વગાડ્યો. ત્યારે બંને વાસુદેવોએ શંખ શબ્દની સામાચારી કરી. (બંને શંખનાદ થકી મળ્યા). ૦ કપિલ દ્વારા પદ્મનાભને દેશનિકાલ : ત્યારપછી કપિલ વાસુદેવ જ્યાં અપરકંકા રાજધાની હતી, ત્યાં આવ્યો. ત્યાં આવીને અપરકંકા રાજધાનીના પૂર્ણરૂપે ધ્વસ્ત પ્રાકાર, ગોપુર, અટ્ટાલિકા, ચારિક, તોરણ, આસન અને શ્રેષ્ઠ ભવન, શ્રીગૃહ આદિને સડસડાટ જમીન પર પડેલા જોયા. જોઈને પદ્મનાભને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આ અપરકંકા રાજધાની ભગ્ન પ્રાકાર, ગોપુર, અટ્ટાલિકા, ચારિક, તોરણ, આસન, શ્રેષ્ઠ ભવન, શ્રીગૃહ આદિ સડસડાટ કરતાં જમીન પર પડેલા છે. આવું કેમ થયું ? ત્યારે પદ્મનાભ રાજાએ કપિલ વાસુદેવને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! જંબૂદ્વીપ નામના હીપના ભરતક્ષેત્રથી કૃષ્ણ વાસુદેવ અહીં જલદી આવી આપનો પરાભવ કરવાને અપરકંકા રાજધાનીના ગોપુર, અટ્ટાલક, ચારિક, તોરણ, આસન, શ્રેષ્ઠ ભવન, શ્રીગૃહ આદિને ધ્વસ્ત કરીને સડસડાટ ધ્વનિપૂર્વક જમીન પર પાડી દીધા. ત્યારે કપિલ વાસુદેવ પદ્મનાભના આ ઉત્તરને સાંભળીને બોલ્યા, અરે ઓ પદ્મનાભ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનારા ! તપ્રાંત લક્ષણ! અભાગીયા ! ચૌદશીયા ! શ્રી, હી, ધૃતિ, કીર્તિથી પરિવર્જિત ! શું તું નથી જાણતો કે, તે મારા સમાન પુરુષ કૃષ્ણ વાસુદેવનું અનિષ્ટ કરેલ છે ? અને ક્રોધિત, રુઝ, કુપિત અને ચંડિકાવત્ થઈ દાંતોને કચકચાવી, કપાળ પર ત્રણ વળ ચઢાવી, ભ્રકુટિ ખેંચીને પદ્મનાભને દેશનિકાલની આજ્ઞા આપી અને પદ્મનાભના પુત્રનો અપરકંકા રાજધાનીમાં મહાનું રાજ્યાભિષેક વડે અભિષેક કર્યો. અભિષેક કરીને જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશામાં પાછો ચાલ્યો ગયો. ૦ પાંડવે કૃષ્ણની પરીક્ષા કરવા હોળી સંતાડી : ત્યારપછી કૃષ્ણ વાસુદેવ લવણસમુદ્રના મધ્ય ભાગમાંથી ચાલતા-ચાલતા ગંગા મહાનદીની પાસે આવ્યા, ત્યારે તેણે પાંચ પાંડવોને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે લોકો જાઓ અને જ્યારે ગંગા મહાનદી ઉતરો – પાર કરો, ત્યાં સુધીમાં હું લવણસમુદ્રના અધિપતિ સુસ્થિતદેવને મળી લઉં. ત્યારે તે પાંચે પાંડવો કૃષ્ણ વાસુદેવની આ વાતને સાંભળીને જ્યાં ગંગા મહાનદી Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૮૧ હતી, ત્યાં આવ્યા. આવીને એક હોળીની ગવેષણા કરી. ગવેષણા કરીને તે નૌકાથી ગંગા મહાનદીને પાર કરી. પાર કરીને એકબીજાને પરસ્પર આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! કૃષ્ણ વાસુદેવ પોતાની ભુજાઓ વડે ગંગા મહાનદીને પાર કરવામાં સમર્થ છે કે નહીં ? (તે પરીક્ષા કરીએ) એમ કહીને તેઓએ તે નૌકાને છૂપાવી દીધી નૌકા છૂપાવીને કૃષ્ણ વાસુદેવની પ્રતીક્ષા કરતા ત્યાં બેઠા. ત્યારપછી કૃષ્ણ વાસુદેવ લવણસમુદ્રાધિપતિ સુસ્થિતદેવને મળ્યા. મળીને જ્યાં ગંગા મહાનદી હતી, ત્યાં આવ્યા, આવીને સર્વ પ્રકારે બધી તરફ ચારે દિશાઓમાં નૌકાની માર્ગણા–ગવેષણા કરી, ગવેષણા કરવા છતાં ક્યાંય નૌકાને ન જોઈ ત્યારે એક હાથ પર ઘોડા–સારથી અને રથને લીધો અને બીજા હાથે સાડા બાસઠ યોજન વિસ્તારવાળી ગંગા મહાનદીને પાર કરવાને માટે ઉદ્યત થયા. ત્યારપછી કૃષ્ણ વાસુદેવ જ્યારે ગંગા મહાનદીના મધ્ય ભાગે પહોંચ્યા, ત્યારે શ્રાંત-થાકી ગયા, નૌકાની ઇચ્છા કરવા લાગ્યા. ખેદ વડે ખિન્ન થઈ ગયા અને તેમને પરસેવો વળી ગયો. ત્યારે તે કૃષ્ણ વાસુદેવને આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવતુ – સંકલ્પ ઉત્પન્ન થયો – અહો ! આ પાંચે પાંડવો ઘણાં બળવાનું છે કે, જેઓએ સાડા બાસઠ યોજનવાળી ગંગા મહાનદીને પોતાની ભુજા વડે પાર કરી. પાંચે પાંડવોએ જાણી બુઝીને જ પદ્મનાભને હત, મથિત, ધામિત, પતિત સંકેત ધ્વજ પતાકા અને કંઠોપગત પ્રાણવાળા કરીને અહીં– તહીં દિશાવિદિશામાં ભગાડ્યો નહીં. ત્યારે ગંગાદેવીએ કૃષ્ણ વાસુદેવના આવા પ્રકારના આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પને જાણીને નદીમાં રહેવાને માટે સ્થળ કરી દીધું. ત્યારપછી કેટલાક સમયને માટે કૃષ્ણ વાસુદેવે ત્યાં વિશ્રામ કર્યો, વિશ્રામ કરીને સાડા બાસઠ યોજન વિસ્તારવાળી ગંગા મહાનદીને પાર કરી, પાર કરીને જ્યાં પાંચ પાંડવો હતા ત્યાં આવ્યા, આવીને પાંચ પાંડવોને આ પ્રમાણે કહ્યું, અહો ! દેવાનુપ્રિયો ! તમે લોકો ઘણાં બળવાનું છો. જેથી તમે સાડાબાસઠ યોજન વિસ્તારવાળી ગંગા મહાનદીને ભૂજા વડે પાર કરી. જાણીબુઝીને જ તમે લોકોએ પદ્મનાભને હત, મથિત, ધાતિત પ્રવરવીર, પતિત સંકેત ધ્વજપતાકા, કંઠોપગત પ્રાણવાળા કરીને દિશાવિદિશામાં ભગાડ્યા નહીં. ત્યારે તે પાંચે પાંડવોએ કૃષ્ણ વાસુદેવની આ વાતને સાંભળીને કૃષ્ણ વાસુદેવને કહ્યું, હે દેવાનુપ્રિય ! આપની પાસેથી વિદાય લઈને અમે જ્યાં ગંગા મહાનદી હતી ત્યાં આવ્યા, આવીને નૌકાની માર્ગણા–ગવેષણા કરી, ગવેષણા કરીને નૌકા વડે ગંગા મહાનદી પાર કરી, પાર કરીને અમે પરસ્પર આવો વિચાર કર્યો કે, દેવાનુપ્રિય કૃણ વાસુદેવ પોતાની ભુજા વડે ગંગા મહાનદી પાર કરવામાં સમર્થ છે કે નહીં? આવો વિચાર કરીને નૌકા છુપાવી દીધી અને આપની પ્રતીક્ષા કરતા અહીં રોકાયા છીએ. – કૃષ્ણ દ્વારા પાંડવોનો દેશનિકાલ : ત્યારે કૃષ્ણ વાસુદેવ પાંચે પાંડવોનો આ ઉત્તર સાંભળીને અને સમજીને ક્રોધિત – Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ આગમ કથાનુયોગ-૪ થાવત્ – દાંતોને કચકચાવતો, લલાટ પર ત્રણ સળ પાડી અને ભ્રકુટી ખેંચીને બોલ્યા અહો ! જ્યારે મેં બે લાખ યોજન વિસ્તીર્ણ લવણસમુદ્રને પાર કરી પદ્મનાભને હત, મથિત, ધાતિતપ્રવરવીર, પતિત ચિન્હ ધ્વજાપતાકા, કંઠગત પ્રાણોવાળા કરીને અહીં–તહીં દિશા–વિદિશામાં ભગાડી અપરકંકાને ધ્વસ્ત કરી દીધી અને પોતાના હાથે મેં દ્રૌપદીને લાવીને તેમને સોંપી, ત્યારે તમને મારું માહાભ્ય માલુમ ન પડ્યું. હવે તમે મારું માહાસ્ય જાણશો. ( આ પ્રમાણે કહીને તેઓએ એક લોઢાનો દંડ હાથમાં લીધો, હાથમાં લઈને પાંચે પાંડવોના રથના ચૂરેચૂરા કરી નાંખ્યા. રથનો ચૂરો કરી દઈને પાંચ પાંડવોને દેશનિકાલની આજ્ઞા આપી. ત્યારપછી તે સ્થાને મર્દન નામના કોટની સ્થાપના કરી. ત્યારપછી કૃષ્ણ વાસુદેવ જ્યાં પોતાની છાવણી હતી, ત્યાં આવ્યા અને ત્યાં આવીને પોતાની સેનાને મળ્યા. પછી કૃષ્ણ વાસુદેવ જ્યાં દ્વારિકા નગરી હતી ત્યાં આવ્યા, આવીને નગરીમાં પ્રવેશ કર્યો. ત્યારપછી તે પાંચે પાંડવો જ્યાં હસ્તિનાપુર નગર હતું, ત્યાં આવ્યા. આવીને જ્યાં પાંડુરાજા હતા, તેમની પાસે પહોંચ્યા અને પહોંચીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને બોલ્યા, હે તાત ! વાત એમ છે કે કૃષ્ણ અમને દેશનિકાલની આજ્ઞા આપેલી છે. ત્યારે પાંડુરાજાએ તે પાંચે પાંડવોને પૂછ્યું, હે પુત્રો ! કયા કારણે કૃષ્ણ વાસુદેવે તમને દેશનિકાલની આજ્ઞા આપી છે ? ત્યારે તે પાંચ પાંડવોએ પાંડુરાજાને એમ કહ્યું, હે તાત! જ્યારે અમે લોકો અપરકંકાથી પાછા આવતા હતા અને બે લાખ યોજન વિસ્તીર્ણ લવણસમુદ્રને પાર કર્યો ત્યારે કૃષ્ણ વાસુદેવે અમને કહ્યું, હે દેવાનુપ્રયો! તમે લોકો જાઓ અને ગંગા મહાનદી ઉતરો ત્યાં સુધી હું લવણાધિપતિ સુસ્થિત દેવને મળી લઉં અને ત્યાં – થાવત્ – મારી પ્રતીક્ષા કરતા રહેજો. ત્યારપછી કૃષ્ણ વાસુદેવ લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત દેવને મળીને જ્યાં ગંગા મહાનદી હતી, ત્યાં આવ્યા. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું માત્ર કૃષ્ણ મનમાં જે વિચાર આવ્યો તે કહેવો નહીં – યાવત્ – કુપિત થઈને અમે દેશનિકાલની આજ્ઞા આપી. ત્યારે પાંડુરાજાએ પાંચે પાંડવોને કહ્યું, હે પુત્રો ! તમે કૃષ્ણ વાસુદેવનું અનિષ્ટ કરીને ઘણું મોટું કાર્ય કરેલ છે ત્યારપછી પાંડુરાજાએ કુંતીદેવીને બોલાવ્યા અને કહ્યું હે દેવાનુપ્રિયા ! તું તારાવતી નગરી જા અને કૃષ્ણ વાસુદેવને નિવેદન કર કે, હે દેવાનુપ્રિય ! આપે પાંડવોને દેશનિકાલની આજ્ઞા આપી છે, પરંતુ આપ દેવાનુપ્રિય તો સમગ્ર દક્ષિણાર્ધ ભારતના સ્વામી છો. તેથી હે દેવાનુપ્રિય ! આપ જ આજ્ઞા કરો કે તે પાંચ પાંડવો કયા દેશમાં કે કઈ દિશામાં જાય ? ત્યારે પાંડુરાજાના આ કથનને સાંભળી કુંતી હાથીના સ્કંધ પર આરૂઢ થઈ, આરૂઢ થઈને દ્વારિકા પહોંચી. શેષ વર્ણન પહેલાં કહ્યા મુજબ જાણવું – યાવત્ – હે પિતૃભગિની (ફોઈ) આજ્ઞા આપો. કયા પ્રયોજનથી આપ પધાર્યા છો ? ત્યારે કુંતીદેવીએ કૃષ્ણ વાસુદેવને કહ્યું, હે પુત્ર ! વાત એમ છે કે, તમે પાંચે Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા પાંડવોને દેશનિકાલની આજ્ઞા આપી છે. પણ તમે તો સર્વ દક્ષિણાર્ધ ભરતના અધિપતિ છો. તેથી હે દેવાનુપ્રિય ! એ બતાવો કે, પાંચે પાંડવો કયા દેશમાં અથવા કઈ દિશા— વિદિશામાં જાય ? ત્યારે કૃષ્ણ વાસુદેવે કુંતીદેવીને કહ્યું, હે પિતૃભગિની ! ઉત્તમ પુરુષ અર્થાત્ વાસુદેવ, બળદેવ, ચક્રવર્તીના વચન મિથ્યા થતા નથી. તેથી તે પાંચે પાંડવ દક્ષિણ દિશાના સમુદ્રકિનારે જાય અને ત્યાં જઈને પાંડુમથુરા નામક નવી નગરીને વસાવે. મારા અદૃષ્ટ સેવક થઈને રહે. આ પ્રમાણે કહીને કુંતીદેવીના સત્કાર અને સન્માન કર્યા, સત્કાર અને સન્માન કરીને વિદાય કર્યા. ૨૮૩ ત્યારપછી કુંતીદેવી પાછા દ્વારાવતી નગરીથી નીકળી હસ્તિનાપુર નગર હતું ત્યાં આવી. ત્યાં આવીને પાંડુરાજાને સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. ત્યારપછી પાંડુરાજાએ પાંચે પાંડવોને બોલાવ્યા અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે પુત્રો ! તમે લોકો દક્ષિણ સમુદ્રકિનારે જાઓ અને ત્યાં તમે પાંડુમથુરા નગરીને વસાવો. ૦ પાંડુમથુરા નગરી સ્થાપના અને પાંડુસેનનો જન્મ :– ત્યારપછી તે પાંચે પાંડવોએ પાંડુરાજાના કથનને સ્વીકાર્યું. સ્વીકારીને બળ, વાહન, ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ વીરોથી યુક્ત ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને, મહાન્ સુભટો અને રથોના સમૂહને સાથે લઈને હસ્તિનાપુર નગરથી નીકળ્યા. નીકળીને જ્યાં દક્ષિણી સમુદ્રનો કિનારો હતો, ત્યાં આવ્યા. આવીને પાંડુમથુરા નગરી વસાવી અને ત્યાં જ તેઓ વિપુલ ભોગોના સમૂહથી યુક્ત થયા. ત્યારપછી કોઈ સમયે દ્રૌપદીદેવી ગર્ભવતી થઈ. પછી તે દ્રૌપદીદેવીને નવમાસ પૂર્ણ થયા પછી – યાવત્ – સુંદર રૂપવાળા સુકુમાર હાથીના તાળવા સમાન કોમળ બાળકને જન્મ આપ્યો. ત્યારપછી તે બાળકના માતાપિતાએ બાર દિવસ વ્યતીત થયા પછી આ આવા પ્રકારનું ગુણયુક્ત અને ગુણનિષ્પન્ન નામકરણ કર્યું કે, અમારો આ બાળક પાંચે પાંડવોનો પુત્ર અને દ્રૌપદીદેવીનો આત્મજ છે. તેથી આ બાળકનું નામ પાંડુસેન થાઓ. ત્યારે તે બાળકના માતાપિતાએ તેનું નામ પાંડુસેન રાખ્યું. ત્યારપછી પાંડુસેન બાળક જ્યારે કંઈક અધિક આઠ વર્ષનો થયો. ત્યારે માતાપિતા શુભ તિથિ, કરણ અને મુહૂર્તમાં તેને કલાચાર્ય પાસે લઈ ગયા. ત્યારે કલાચાર્યએ પાંડુસેનકુમારને લેખ આદિ, ગણિતપ્રધાન, શકુનિરુત પર્યંત બહોંતર કળાઓ સૂત્રથી, અર્થથી અને કરણથી ભણાવી - યાવત્ – જેટલામાં સમયમાં પાંડુસેન ભોગ ભોગવવામાં સમર્થ થઈ ગયો અને યુવરાજ થઈને યાવત્ – વિચરવા લાગ્યો. ૦ પાંડવો અને દ્રૌપદીની પ્રવ્રજ્યા :– તે કાળે, તે સમયે ધર્મઘોષ સ્થવિર પધાર્યા. દર્શનાર્થે પર્ષદા નીકળી. પાંડવો પણ નીકળ્યા. ધર્મશ્રવણ કરી તેઓએ સ્થવિરને કહ્યું (અમે દીક્ષા લેવા ઇચ્છીએ છીએ) હે દેવાનુપ્રિય ! માત્ર દ્રૌપદીની અનુમતિ લઈને અને પાંડુસેનકુમારને રાજ્ય પર સ્થાપિત કરી દઈ ત્યારપછી આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને, ગૃહવાસનો ત્યાગ કરીને આનગારિક દીક્ષા ગ્રહણ કરીશું. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ આગમ કથાનુયોગ-૪ હે દેવાનુપ્રિયો ! જેમ તમને સુખ થાય તેમ કરો. ત્યારપછી પાંચે પાંડવ જ્યાં પોતાનું આવાસગૃહ હતું, ત્યાં આવ્યા. આવીને દ્રૌપદીદેવીને બોલાવ્યા, બોલાવીને તેણીને કહ્યું, હે દેવાનુપ્રિયે ! અમે લોકોએ સ્થવિર ભગવંતની પાસે ધર્મશ્રવણ કરેલ છે – યાવત્ – અમે પ્રવજ્યા ગ્રહણ કરવા ઇચ્છીએ છીએ. દેવાનુપ્રિયે ! તારે શું કરવું છે? ત્યારે દ્રૌપદીએ તે પાંચે પાંડવોને કહ્યું, હે દેવાનુપ્રિયો ! જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને પ્રવજ્યા ગ્રહણ કરી રહ્યા છો, તો મારે બીજુ કોણ અવલંબન કે આધાર કે પ્રતિબંધ છે? તેથી હું પણ સંસારમયથી ઉદ્વિગ્ન થઈને આપ દેવાનુપ્રિયોની સાથે દીક્ષા અંગીકાર કરીશ. ત્યારપછી તે પાંચ પાંડવોએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી પાંડુસેનકુમારના રાજ્યાભિષેકને માટે મહાનું અર્થ–ગુણ સંપન્ન, મહાર્ણ અને શ્રેષ્ઠ પુરુષોને યોગ્ય રાજ્યાભિષેકની સામગ્રી ઉપસ્થિત કરો. પછી પાંડુસેનનો અભિષેક કર્યો – યાવત્ – પાંડુસેન રાજા થઈ ગયો – યાવતું – તે રાજ્યનું પાલન કરતો વિચરવા લાગ્યો. ત્યારપછી કોઈ એક સમયે પાંચ પાંડવો અને દ્રૌપદીદેવીએ પાંડુસેન રાજાને પૂછયું. ત્યારે પાંડુસેન રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેમને કહ્યું – હે દેવાનુપ્રિયો ! જલ્દીથી નિષ્ક્રમણાભિષેકની સામગ્રી લાવો – યાવત્ – પુરુષ સહસ્ત્રવાહિની શિબિકા ઉપસ્થિત કરો – યાવત્ – તેઓ શિબિકાથી નીચે ઉતર્યા. ઉતરીને જ્યાં સ્થવિર ભગવંત બિરાજમાન હતા, ત્યાં આવ્યા. આવીને સ્થવિર ભગવંતની ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન—નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને નિવેદન કર્યું – હે ભદત ! આ સંસાર આદીત છે, સળગી રહ્યો છે ઇત્યાદિ – થાવત્ – પાંચે પાંડવો શ્રમણ થઈ ગયા. ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું. કરીને ઘણાં વર્ષોપર્વત છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, માસક્ષમણ, અર્ધમાસ ક્ષમણ આદિ તપકર્મથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ૦ ભ.અરિષ્ટનેમિના નિર્વાણના સમાચાર : તે કાળે, તે સમયે અહંત અરિષ્ટનેમિ જ્યાં સૌરાષ્ટ્ર જનપદ હતું. ત્યાં પધાર્યા, પધારીને સુરાષ્ટ્ર જનપદમાં સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. તે સમયે ઘણાં લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા, બોલવા લાગ્યા, પ્રજ્ઞાપના કરવા લાગ્યા, પ્રરૂપણા કરવા લાગ્યા કે, હે દેવાનુપ્રિયો ! અહંતુ અરિષ્ટનેમિ સુરાષ્ટ્ર જનપદમાં વિચરી રહ્યા છે. ત્યારે યુધિષ્ઠિર આદિ તે પાંચે અણગારોએ અનેક વ્યક્તિઓ પાસે આ વ્રત્તાંતને સાંભળ્યો. સાંભળીને એકબીજાને બોલાવ્યા અને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિયો ! અતુ અરિષ્ટનેમિ પૂર્વાનુપૂર્વી ક્રમથી ગમન કરતા-કરતા અને ગ્રામાનુગ્રામ વિચરણ કરતા તેમજ સુખપૂર્વક વિહાર કરતા-કરતા સુરાષ્ટ્ર જનપદમાં સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા રહ્યા છે. તો સ્થવિર ભગવંતને પૂછીને અર્હત્ અરિષ્ટનેમિની વંદના કરવાને Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૮૫ માટે જવું. આપણા માટે શ્રેયકારી છે. પરસ્પર એકબીજાએ આ કથનને સ્વીકાર્યું, સ્વીકારીને જ્યાં સ્થવિર ભગવંત બિરાજમાન હતા ત્યાં આવ્યા. આવીને સ્થવિર ભગવંતને વંદન-નમસ્કાર કર્યા વંદન–નમસ્કાર કરીને તેમને આ પ્રમાણે કહ્યું હે ભગવન્! આપની આજ્ઞા લઈને અમે અહંતુ અરિષ્ટનેમિની વંદના કરવાને માટે જવા ઇચ્છીએ છીએ. સ્થવિર ભગવંત – “જેમ સુખ ઉપજે તેમ કરો.” ત્યારપછી યુધિષ્ઠિર પ્રમુખ તે પાંચે અણગારોએ આજ્ઞા પ્રાપ્ત થયા બાદ સ્થવિર ભગવંતોને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને પછી તે સ્થવિર ભગવંતની પાસેથી નીકળ્યા, નીકળીને નિરંતર માસક્ષમણ તપોકર્મથી આત્માને ભાવિત કરતા-કરતા ગ્રામાનુગ્રામ જતા સુખપૂર્વક વિચરણ કરતા કરતા જ્યાં હસ્તિકલ્પનગર હતું. ત્યાં પહોંચ્યા, પહોંચીને હસ્તિકલ્પ નગરની બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યારપછી યુધિષ્ઠિર સિવાય બાકીના ચાર અણગાર માસક્ષમણને પારણે પહેલી પોરિસીમાં સ્વાધ્યાય કરતા હતા, બીજી પોરિસીમાં ધ્યાન કરતા હતા. એ જ પ્રમાણે શેષ વર્ણન ગૌતમસ્વામી અનુસાર જાણવું. ફર્ક માત્ર એટલો કે તેઓ યુધિષ્ઠિર અણગારને પૂછતા હતા – યાવત્ – પરિભ્રમણ કરતા–કરતા ઘણાં લોકો પાસેથી સાંભળ્યું કે, હે દેવાનુપ્રિયો ! અહંતુ અરિષ્ટનેમિ ભગવંત ઉયંત પર્વતના શિખર પર એક માસના નિર્જલ ઉપવાસ કરીને પ૩૬ અણગારોની સાથે કાળધર્મને પ્રાપ્ત થયા છે – યાવત્ – સર્વ દુઃખોનો ક્ષય કરીને મુક્ત થયા છે. ૦ પાંડવોનું નિર્વાણ અને દ્રૌપદીની દેવગતિ : ત્યારે યુધિષ્ઠિર સિવાયના તે ચારે અણગાર ઘણાં જ વ્યક્તિઓના મુખેથી આ સમાચારને સાંભળીને અને હૃદયમાં અવધારીને હસ્તિકલ્પ નગરથી બહાર નીકળ્યા, નીકળીને જ્યાં સહસ્ત્રાપ્રવન હતું, જ્યાં યુધિષ્ઠિર અણગાર હતા, ત્યાં આવ્યા. આવીને ભક્ત–પાનની પ્રત્યુપેક્ષણા કરી, પ્રત્યુપેક્ષણા કરી ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું. પ્રતિક્રમણ કરીને એષણીય–અષણીયની આલોચના કરી. આલોચના કરીને ભોજન-પાન (યુધિષ્ઠિર અણગારને દેખાડ્યો. દેખાડીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! અહંતુ અરિષ્ટનેમિ ભગવંત ઉજ્જયંતગિરિના શિખર પર એક માસના નિર્જલ ઉપવાસ કરીને ૫૩૬ અણગારો સહિત કાળધર્મ પામ્યા છે. – તેથી હે દેવાનુપ્રિય આપણે માટે એ શ્રેયસ્કર છે કે, આ વૃત્તાંત સાંભળ્યા પહેલા ગ્રહણ કરેલા ભોજન પાણીને પાઠવીને ધીમે ધીમે શત્રુંજય પર્વત પર ચઢીને સંખનાપૂર્વક ઝોષણા કરીને અને કાળ (મરણ)ની આકાંક્ષા ન કરતા વિચરણ કરીએ. એ પ્રમાણે કહીને એકબીજા સાથે આ કથનનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને તે પૂર્વગૃહીત ભોજનપા ને એકાંત સ્થાને પરઠવી દીધા. પરઠવીને જ્યાં શત્રુંજય પર્વત હતો, ત્યાં આવ્યા. આવીને ધીમેધીમે શત્રુંજય પર્વત પર ચઢ્યા. ચઢીને સંલેખનાપૂર્વક, ઝોષણા કરીને અને મરણની આકાંક્ષા ન કરતા વિચારવા લાગ્યા. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ આગમ કથાનુયોગ-૪ ત્યારે યુધિષ્ઠિર વગેરે તે પાંચે અણગારોએ સામાયિકથી લઈને ચૌદ પૂર્વનો અભ્યાસ કરી ઘણાં વર્ષોપર્યત ગ્રામર્થ્ય પર્યાયનું પાલન કરીને બે માસની સંખના દ્વારા આત્માની ઝોષણા કરીને – જે પ્રયોજનને માટે નગ્નભાવ ધારણ કરેલ અર્થાત્ પ્રવજ્યા, ગ્રહણ કરેલ હતી, તે અર્થની આરાધના કરી, આરાધના કરીને અનંત શ્રેષ્ઠ કેવળજ્ઞાનકેવળદર્શન ઉત્પન્ન કરીને પછી સિદ્ધ થયા – યાવત્ – સર્વદુઃખોથી મુક્ત થયા. ત્યારે – દીક્ષા અંગીકાર કર્યા બાદ તે દ્રૌપદી આર્યાએ સુવ્રતા આર્યાની પાસે સામાયિકથી લઈને અગિયાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં વર્ષો સુધી શ્રામાણ્ય પર્યાયનું પાલન કર્યું. કરીને માસિક સંલેખના દ્વારા આત્માની ઝોષણા કરી, આલોચના પ્રતિક્રમણ કરીને કાળમાસમાં કાળ કરીને બ્રહ્મલોક–પાંચમાં દેવલોકે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાક દેવોની દશ સાગરોપમની સ્થિતિ કહેવાઈ છે, ત્યાં દ્રૌપદીદેવીની (દ્રુપદદેવરૂપે) દશ સાગરોપમની સ્થિતિ થઈ. હે ભગવન્! તે દ્રુપદદેવ તે દેવલોકથી આયુષય-સ્થિતિશય અને ભવક્ષય કરીને અનન્તર ઐવિત થઈને ક્યાં જન્મ લેશે ? (હે ગૌતમ !) ત્યાંથી ચ્યવને – યાવત્ – મહાવિદેહ વર્ષક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે – યાવત્ – સર્વદુઃખોનો અંત કરશે (નિર્વાણ પામશે.) ૦ આગમ સંદર્ભ :ભગ. ૩રની વૃ નાયા. ૧૬૭ થી ૧૮૩; પપ્પા. ૨૦ની ; જીય ભા. ૮૫૫ થી ૮૬૦; – –– – ૦ પોટ્ટિલા કથા : (પોઠ્ઠિલા શ્રમણીની કથામાં તેતલિપુત્ર શ્રમણની કથા પણ સમાવિષ્ટ છે જે “તેટલીપુત્ર શ્રમણ"માં જણાવ્યા મુજબ પ્રત્યેકબુદ્ધ થયા હતા.) ૦ તેતલિપુત્ર અમાત્ય : તે કાળે, તે સમયે તેતલપુર નામે નગર હતું. તે તેતલપુરની બહાર ઇશાન ખૂણામાં પ્રમભવન નામક ઉદ્યાન હતું. તે તેતલપુર નગરમાં કનકરથ નામનો રાજા હતો. તે કનકરથ રાજાને પદ્માવતી નામની રાણી હતી. તે કનકરથ રાજાને તેટલીપુત્ર નામે અમાત્ય હતો. જે શામ, દંડ, ભેદ, ઉપપ્રદાન (દાન) નીતિનો સમીચીનરૂપે પ્રયોગ કરનારો અને નીતિનો જ્ઞાતા હતો. તે તેતલપુરમાં કલાદ નામે (સોની) મૂષિકારદારક હતો. જે ધનાઢય – યાવત્ – કોઈથી પરાભૂત થાય તેવો ન હતો. તેની પત્ની ભદ્રા નામે હતી. ૦ પોઠ્ઠિલા અને તેનામાં તેટલીપુત્રની આસક્તિ : તે મૂષિકારદારક કલાદની પુત્રી અને ભદ્રાની આત્મજા પોઠ્ઠિલા નામક દારિકા હતી. જે રૂપ, યૌવન અને લાવણ્યથી ઉત્કૃષ્ટ તેમજ ઉત્કૃષ્ટ શરીરવાળી હતી. ત્યારપછી કોઈ એક સમયે તે પોફિલા દારિકા સ્નાન કરીને સર્વ અલંકારોથી વિભૂષિત થઈને દાસીઓના સમૂહથી પરિવરિતને શ્રેષ્ઠ પ્રાસાદની ઉપરની અગાસીની ભૂમિ Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૮૭ પર સોનાના દડા વડે રમતી હતી. ક્રીડા કરતા-કરતા વિચરતી હતી. આ તરફ તેટલીપુત્ર અમાત્ય સ્નાન કરીને ઉત્તમ અશ્વના સ્કંધ પર આરૂઢ થઈને ઘણાં સુભટોના સમૂહની સાથે ઘોડેસવારી માટેની નીકળેલા ત્યારે કલાદ મૂષિકારદારકના ઘરની નજીકથી જઈ રહ્યો હતો. ત્યારે તે સમયે તેટલીપુત્ર અમાત્યએ એ મૂષિકારદારકના ઘરની નજીકથી જતા જતા પ્રાસાદની ઉપરી ભૂમિ પર સોનાના દડા વડે ક્રીડા કરતી એવી પોટ્ટિલા દારિકાને જોઈ, જોઈને પોઠ્ઠિલા દારિકાના રૂપ, યૌવન અને લાવણ્યમાં આસક્ત થઈને – યાવત્ – અત્યંત આસક્ત થઈને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! આ કોની પુત્રી છે અને તેનું નામ શું છે? ત્યારે કૌટુંબિક પુરુષોએ તેતલિપુત્રને કહ્યું, હે સ્વામી ! આ સ્વર્ણકાર કલાદની પુત્રી અને ભદ્રાની આત્મજા પોટિલા નામની પુત્રી છે તે રૂ૫, લાવણ્ય અને યૌવનથી ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરવાળી છે. ૦ પોઢિલા સાથે પાણિગ્રહણ : ત્યારપછી તે તેટલીપુત્ર ઘોડેસવારીથી પાછા ફરીને તેણે અત્યંતર સ્થાનીય પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે જાઓ અને કલાદ મૂષિકારદારકની પુત્રી અને ભદ્રાની આત્મજા પોટ્ટિલાદારિકાને મારી પત્નીરૂપે માંગો. ત્યારે તે અત્યંતર સ્થાનીય પુરુષો તેટલીપુત્રની આ વાતને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયા – યાવત્ – બંને હાથ જોડી મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને કહ્યું, હે સ્વામી ! "તહત્તિ” એ પ્રમાણે વિનયપૂર્વક આજ્ઞાવચનો સ્વીકાર્યા, સ્વીકારીને તેતલીની પાસેથી નીકળ્યા, નીકળીને જ્યાં કલાદ મૂષિકારકદારકનું ઘર હતું ત્યાં આવ્યા. ત્યારે તે કલાદ મૂષિકારદારકે તે પુરુષને આવતા જોયા, જોઈને હર્ષિત–સંતુષ્ટ થતો પોતાના આસનેથી ઊભો થયો, ઊભો થઈને સાત-આઠ કદમ સામે જઈને નિમંત્રણ કર્યું, કરીને આસને બેસવા કહ્યું, કહીને તે પુરુષોના સ્વસ્થ થયા અને વિશ્રામ લઈને સુખાસને બેસ્યા પછી આ પ્રમાણે પૂછ્યું, હે દેવાનુપ્રિય ! આજ્ઞા આપો. આપ કયા હેતુથી પધાર્યા છો ? ત્યારે તે અત્યંતર સ્થાનિય પુરુષે કલાદ મૂષિકારદારકને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! હું તમારી પુત્રી અને ભદ્રાની આત્મજા પોટ્ટિલાદારિકાની તેતલિપુત્રની ભાર્યાના રૂપે માંગણી કરવાને માટે આવેલ છું. જો આપ દેવાનુપ્રિય! એમ માનતા હો કે આ સંબંધ ઉચિત છે, પાત્ર છે, પ્રશંસનીય છે, બંનેનો સંયોગ સદશ છે તો પોટ્ટિલાદારિકાને તેતલિપુત્રને માટે પ્રદાન કરો. જો પ્રદાન કરતા હો તો, હે દેવાનુપ્રિય ! બતાવો કે તેને માટે શું શુલ્ક આપીએ ત્યારે કલાદ મૂષિકારદારકે તે અત્યંતર સ્થાનીય વ્યક્તિને એમ કહ્યું. દેવાનુપ્રિય! મારે માટે એ જ શુલ્ક છે – જે તેટલીપુત્ર મારી પુત્રીના નિમિત્તે મારા પર અનુગ્રહ કરી રહેલ છે ત્યારપછી તે અત્યંતર પુરુષોને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, પુષ્પ, વસ્ત્ર, ગંધ, અલંકારો આદિથી સત્કાર કર્યો-સન્માન કર્યું. વિદાય આપી. ત્યારપછી તે અત્યંતરસ્થાનીય પુરુષ કલાદ મૂષિકારદારકના ઘેરથી નીકળ્યા અને Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ આગમ કથાનુયોગ-૪ નીકળીને જ્યાં તેટલીપુત્ર અમાત્ય હતા, ત્યાં આવ્યા. આવીને તેટલીપુત્ર અમાત્યને આ વૃતાંત નિવેદન કર્યો. - ત્યારપછી કલાદ મૂષિકારદારકે અન્યદા કોઈ એક સમયે શુભતિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તમાં પોટ્ટિલાદારિકાને સ્નાન કરાવી સર્વ અલંકારો વડે વિભૂષિત કરીને શિબિકામાં બેઠો, બેસીને મિત્રો, જ્ઞાતિજનો, નિજક સ્વજન સંબંધીઓ અને પરિજનોની સાથે પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને સર્વ ઋદ્ધિ વૈભવ સહિત તેતલપુર નગરની મધ્યમાંથી થઈને જ્યાં તેટલીપુત્રનું આવાસગૃહ હતું. ત્યાં આવ્યો. આવીને પોટિલાદારિકાને પોતે જ તેટલીપુત્રની પત્નીના રૂપમાં પ્રદાન કરી. ત્યારપછી તેટલીપુત્રે પોટિલાદારિકાને પત્નીના રૂપે આવેલી જોઈ, જોઈને પોલિાની સાથે પટ્ટ પર બેઠો, બેસીને ચાંદી–સોનાના કળશો વડે તેણે સ્વયં સ્નાન કર્યું. સ્નાન કરીને અગ્રિહોમ કર્યો, કરીને પાણિગ્રહણ કર્યું. પાણિગ્રહણ કરીને પોટ્ટિલા પત્નીના મિત્રો, જ્ઞાતિજનો, નિજક-સ્વજન સંબંધીઓ અને પરિજનોનું વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર આદિથી સત્કાર–સન્માન કર્યું. સત્કારસન્માન કરીને તેમને પ્રતિવિસર્જિત કર્યા. ત્યારપછી તે તેટલીપુત્ર પોટ્ટિલાભાર્યામાં અનુરક્ત થઈને, આસક્ત થઈને ઉદારમનુષ્ય સંબંધી ભોગોપભોગનો ભોગ કરતા વિચરવા લાગ્યા. ૦ કનકરથ દ્વારા પુત્રાંગછેદન અને તેતલપુત્ર દ્વારા સંરક્ષણ : ત્યારે તે કનકરથ રાજા રાજ્ય, રાષ્ટ્ર, સેના, વાહન, કોષ, કોઠાગાર પુર અને અંતઃપુરમાં ગાઢરૂપે મૂર્ણિત, વૃદ્ધ, અત્યંત આસક્ત થઈને જે પણ પુત્ર ઉત્પન્ન થતા હતા. તેને વિકલાંગ કરી દેતો હતો. કોઈના હાથની આંગળી કાપી નાંખતો હતો. કોઈના હાથના અંગૂઠા છેદી નાંખતો હતો. કોઈના પગની આંગળી કાપી નાખતો હતો, કોઈના પગના અંગુઠા છેદી નાંખતો હતો. કોઈની કાનની બુટ અને કોઈના નાકનું ટોચકુ કાપી નાંખતો હતો. કોઈ પુત્રના અંગોપાંગ વિકલ કરી દેતો હતો. ત્યારે તે પદ્માવતીદેવીને કોઈ એક દિવસે મધ્યરાત્રિએ આ પ્રકારે માનસિક – થાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. કનકરથ રાજા નિશ્ચયથી રાજ્ય, રાષ્ટ્ર, સેના, વાહન, કોષ, કોઠાગાર, પુર અને અંતઃપુરમાં ગાઢરૂપે મૂર્ણિત અને વૃદ્ધ તથા અત્યંત આસક્ત થઈને ઉત્પન્ન થનારા પુત્રના અંગો વિકલ કરી દે છે. કોઈના હાથની આંગળીને કાપી નાંખે છે, કોઈના હાથના અંગુઠા છેદી નાંખે છે, કોઈના પગની આંગળીને કાપી નાંખે છે, કોઈના પગના અંગુઠા છેદી નાંખે છે. કોઈના કાનની બુટ છેદી નાંખે છે, કોઈનું નાક કાપી નાંખે છે કોઈના અંગોપાંગ વિકલ કરી દે છે. તેથી હવે જો હું પુત્રનો પ્રસવ કરું તો મારે માટે એ શ્રેયસ્કર થશે કે તે દારક શિશુને કનકરથથી છુપાવીને સંરક્ષણ કરું, ગુપ્ત રાખું. એમ વિચાર કરીને તેટલીપુત્ર અમાત્યને બોલાવ્યો, બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે! વાત એમ છે કે, કનકરથ રાજા રાજ્ય, રાષ્ટ્ર, સેના, વાહન, કોષ, કોઠાગાર, પુર અને અંતઃપુરમાં પ્રગાઢરૂપે મૂર્ણિત, ગૃદ્ધ અને અતિ આસક્ત થઈને ઉત્પન્ન થયેલા બાળકોને અપંગ કરી દે છે તે કોઈના હાથની આંગળી કાપી નાંખે છે, કોઈના Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૮૯ હાથના અંગૂઠા છેદી નાંખે છે, કોઈના પગની આંગળી કાપી નાંખે છે, કોઈના પગના અંગૂઠા છેદી નાંખે છે. કોઈના કાનની બૂટ છેદી નાંખે છે, કોઈનું નાક કાપી નાંખે છે અને કોઈને વિકલાંગ કરી દે છે. તેથી જો હું પુત્રનો પ્રસવ કરું તો હે દેવાનુપ્રિય ! તમે કનકરથથી છુપાવીને જ અનુક્રમે તેનું સંરક્ષણ, સંગોપન કરતા સંવર્ધન કરજો. એમ કરીને તે બાળક બાલ્યાવસ્થા પાર કરીને યુવાન થાય ત્યારે તમારા અને મારા એમ બંનેના ભિક્ષાનું ભાજન બનશે – આધાર બનશે. ત્યારે તે તેતલિપુત્ર અમાત્યાએ પદ્માવતી દેવીના આ અર્થનો સ્વીકાર કર્યો અને સ્વીકાર કરીને પાછો ગયા. ૦ પદ્માવતી અને પોઢિલાના બાળકનું પરસ્પર પરાવર્તન : પદ્માવતી દેવીએ અને પોટ્ટિકા અમાત્યીએ એકસાથે જ ગર્ભધારણ કર્યો. એક સાથે – સમાન કાળે ગર્ભને વહન કર્યો અને સાથે સાથે જ ગર્ભની વૃદ્ધિ થઈ. ત્યારપછી તે પદ્માવતીદેવીએ પરિપૂર્ણ નવમાસ વીત્યા પછી – યાવત્ – પ્રિયદર્શનવાળા અને સુરૂપ એવા દારકપુત્રને જન્મ આપ્યો. જે રાત્રિએ પદ્માવતી દેવીને પુત્રનો જન્મ આપ્યો. તે જ રાત્રિએ પોઠ્ઠિલા અમાત્યીએ પણ નવમાસ વ્યતીત થયા પછી મૃત બાલિકાને જન્મ આપ્યો. ત્યારે તે પદ્માવતી રાણીએ પોતાની ધાવમાતાને બોલાવી અને બોલાવીને તેણીને આ પ્રમાણે કહ્યું, હે માં ! તમે જાઓ અને તેટલીપુત્રને ગુપ્તરૂપે અહીં બોલાવી લાઓ. ત્યારે તે ધાવમાતાએ “સારું" એમ કહીને પદ્માવતીની આજ્ઞાનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને અંતઃપુરના પાછલા દ્વારેથી નીકળી, નીકળીને જ્યાં તેટલીપુત્રનું ઘર હતું જ્યાં તેટલીપુત્ર હતો, ત્યાં આવી, આવીને બંને હાથ જોડી મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! આપને પદ્માવતી રાણીએ બોલાવ્યા છે. ત્યારે તેતલીપુત્ર ધાવમાતાનો આ સંવાદ સાંભળીને અને અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થતો–થતો ધાવમાતાની સાથે પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને અંતઃપુરના પાછલા દરવાજેથી ગુપ્તરૂપે પ્રવેશ કર્યો. પ્રવેશીને જ્યાં પદ્માવતીદેવી હતા, ત્યાં આવ્યો, આવીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે બોલ્યો, હે દેવાનુપ્રિયે ! મારે કરવા યોગ્ય કાર્યની મને આજ્ઞા આપો. - ત્યારે પાવતીદેવીએ તેટલીપુત્રને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! કનકરથ રાજા - થાવત્ – પુત્રને વિકલાંગ કરી દે છે. હે દેવાનુપ્રિયે ! મેં પુત્રનો પ્રસવ કર્યો છે, તો તે દેવાનુપ્રિયે ! તમે આ બાળકને ગ્રહણ કરો – સંભાળો – યાવત્ – જે તમારા અને અમારા માટે ભિક્ષાનું ભાજન બનશે. એમ કહીને નવજાતપુત્રને તેટલીપુત્રના હાથમાં સોંપી દીધો. ત્યારપછી તેટલીપુત્રએ પદ્માવતી રાણીના હાથમાંથી બાળકને લીધો અને પોતાના ઉત્તરીય વસ્ત્રથી ઢાંકી દીધો અને ગુપ્તરૂપે અંતઃપુરના પાછલા દ્વારેથી નીકળ્યો. નીકળીને જ્યાં પોતાનું ઘર હતું, જ્યાં પોટ્ટિલા ભાર્યા હતી, ત્યાં આવ્યો. આવીને પોટ્ટિલા ભાર્યાને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! વાત એમ છે કે, કનકરથ રાજા – યાવત્ – પુત્રને વિકલાંગ કરી દે છે, આ બાળક કનકરથનો પુત્ર અને પદ્માવતીદેવીનો આત્મજ છે. તેથી ૪/૧૯| Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ આગમ કથાનુયોગ-૪ હે દેવાનુપ્રિયે ! તું આ બાળકને કનકરણથી ગુપ્ત રાખીને અનુક્રમે સંરક્ષણ-સંગોપન અને સંવર્ધન કર. – ત્યારપછી જ્યારે આ બાળક બાલ્યાવસ્થાથી મુક્ત થશે ત્યારે તારે–મારે અને પદ્માવતી દેવીને માટે આધારભૂત થશે. એ પ્રમાણે કહીને પોટ્ટિલાની પાસે રાખ્યો અને રાખીને પોલિા પાસેથી મરેલી બાલિકાને ઉઠાવી, ઉઠાવીને તેને ઉત્તરીય વસ્ત્ર વડે ઢાંકી, ઢાંકીને પાછલે દ્વારેથી અંતઃપુરમાં પ્રવેશ્યો, પ્રવેશીને જ્યાં પદ્માવતી રાણી હતી, ત્યાં પહોંચ્યો, પહોંચીને પદ્માવતીદેવીની પાસે રાખીને – યાવત્ – પાછો ફરી ગયો. ૦ બાલિકાનું મૃતકૃત્ય અને પુત્રનું નામકરણ : ત્યારપછી તે પદ્માવતીદેવીની અંગપરિચારિકાઓએ પદ્માવતીદેવીને અને વિનિઘાત પ્રાપ્ત અર્થાત મૃત બાલિકાને જોઈ, જોઈને જ્યાં કનકરથ રાજા હતો, ત્યાં આવી અને આવીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડી આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! પદ્માવતીદેવીએ મૃત બાલિકાને જન્મ આપ્યો છે. ત્યારે કનકરથ રાજાએ તે મૃત બાલિકાનું નીડરણ કર્યું અર્થાત્ શ્મશાનમાં લઈ ગયો અને મૃતકસંબંધી ઘણાંજ લૌકિક કૃત્ય કર્યા, લૌકિક કૃત્યો કર્યા પછી કેટલોક સમય ગયા બાદ શોકરહિત થઈ ગયા. ત્યારપછી (આ તરફ) તેતલપુત્રએ બીજા દિવસે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેઓને કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલદીથી ચારક શોધન કરો અર્થાત્ કેદીને કારાવાસથી મુક્ત કરો – યાવત્ – દશ દિવસીય સ્થિતિપતિકા કરો – કરાવો અને આ પ્રમાણે કરીને મને મારી આજ્ઞા પાછો તેઓએ પણ આજ્ઞા અનુસાર કાર્ય કરી તે જ પ્રમાણે આજ્ઞા પાછી સોંપી. પછી તે બાળક કનકરથ રાજાના રાજ્યમાં ઉત્પન્ન થયો છે. માટે તેનું નામ કનકધ્વજ થાઓ એમ કહીને તેનું "કનકધ્વજ" નામ રાખ્યું – યાવત્ – તે બાળક ભોગ ભોગવવાને માટે સમર્થ થઈ ગયો. ૦ અમાત્યનો પોટિલા પ્રતિ વિરાગ–પોલિા દ્વારા દાનશાળા ખોલવી – ત્યારપછી તે પોઠ્ઠિલા અન્ય કોઈ દિવસે તેટલીપુત્રને અનિષ્ટ, અકાંત, અમનોજ્ઞ, અમણામ થઈ ગઈ. તેટલીપુત્ર જ્યારે પોટ્ટિલાના નામ અને ગોત્ર પણ સાંભળવાનું પસંદ કરતો ન હતો, તો પછી દર્શન અને પરિભોગની વાત જ ક્યાં રહી ? ત્યારપછી કોઈ એક સમયે તે પોટ્ટિલાને મધ્યરાત્રિએ આ પ્રકારનો માનસિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, નિશ્ચયે પૂર્વે હું તેટલીપુત્રને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ હતી. પણ આ સમયે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને અમણામ થઈ ગઈ છું. તેટલીપુત્ર જ્યારે મારું નામ અને ગોત્ર પણ સાંભળવાનું પસંદ કરતો નથી, તો પછી દર્શન અને પરિભોગની તો વાત જ ક્યાં રહી? આ પ્રમાણે વિચારી ભગ્ર મનોરથા થઈ, મુખ પર હાથ રાખીને આર્તધ્યાનમાં ડૂબી ગઈ. ત્યારે તેતલીપુત્રએ તેણીને ભગ્ર મનોરથા થઈને હાથ પર મુખ રાખેલી એવી પોટિલાને આર્તધ્યાનમાં નિમગ્ન જોઈ જોઈને તેણીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! તું ભગ્ર મનોરથા થઈને હથેલી પર મુખ રાખીને આર્તધ્યાન ન કર. તું મારી ભોજનશાળામાં Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૯૧ વિપુલ પરિમાણમાં અશન, પાન, ખાદિમ સ્વાદિમ આહારને તૈયાર કરાવી અને ઘણાં શ્રમણ, અતિથિ, કૃપણ અને ભિખારીઓને દાન દેતી–અપાવતી વિચરણ કર. ત્યારપછી તે પોટિલાએ તેટલીપુત્ર અમાત્યના આ કથનને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થઈને તેટલીપુત્રની આ વાતને સ્વીકાર કરી, સ્વીકારીને પ્રતિદિન ભોજનશાળામાં વિપુલ માત્રામાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન તૈયાર કરાવવા લાગી અને તૈયાર કરાવીને ઘણાં શ્રમણ, માખણ, અતિથિ, કૃપણ અને ભિખારીઓને આપતી–અપાવતી વિચરવા લાગી. ૦ આર્યાઓનું આગમન અને પોટિલા દ્વારા અમાત્ય પ્રીતિની પૃચ્છા : તે કાળે, તે સમયે ઇર્યા આદિ સમિતિઓથી યુક્ત – યાવત્ – ગુપ્તબ્રહ્મ, ચારિણી, બહુશ્રુત અને ઘણી જ શિષ્યાઓના પરિવારવાળી સુવ્રતાનામક આર્યા ક્રમાનુક્રમથી વિહાર કરતી એવી જ્યાં તેટલીપુત્ર નગર હતું, ત્યાં આવી, આવીને યથાપ્રતિરૂપ અવગ્રહોને ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરણ કરવા લાગ્યા. ત્યારપછી તે સુવતા આર્યાનો એક સંઘાટકે (શ્રમણી યુગલે) પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કર્યો – યાવત્ – ભ્રમણ કરતી એવી તે સાધ્વીઓ તેટલીપુત્રના ઘરમાં પ્રવેશી. ત્યારપછી તે પોટ્ટિલાએ તે આર્યાને આવતા જોયા, જોઈને હર્ષિત–સંતુષ્ટ થઈને પોતાને આસનેથી ઊભી થઈ, વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર વડે પ્રતિલાભિત કર્યા, કરીને આ પ્રમાણે કહ્યું હે આર્યાઓ! નિશ્ચયે હું પૂર્વે તેટલીપુત્ર અમાત્યને ઇષ્ટ – યાવત્ – મસામ હતી, પણ હવે અનિષ્ટ – યાવત્ – અમણામ થઈ ગઈ છું. તેટલીપુત્ર જ્યારે મારું નામ અને ગોત્ર પણ સાંભળવાનું પસંદ નથી કરતો તો પછી દર્શન અને પરિભોગની તો વાત જ ક્યાં રહી? આપ આર્યાઓ તો ઘણા જાણકાર છો, ઘણા શિક્ષિત છો, બહુ જ ભણેલ–ગણેલા છો. ઘણાં જ ગામો, આકરોમાં – યાવત્ – ભ્રમણ કરો છો. ઘણાં જ રાજાઓ, ઈશ્વરોના – યાવત્ – ઘરોમાં પ્રવેશ કરો છો. – તો, હે આર્યાઓ ! જો આપે ક્યાંય, કોઈ પાસેથી ચૂર્ણયોગ, મંત્રયોગ, કાર્પણ યોગ, હૃદયને હરણ કરનાર, શરીરનું આકર્ષણ કરનાર, આભિયોગિક, વશીકરણ, કૌતુક કર્મ, ભૂતિકર્મ, મૂળ, કંદ, છાલ, વેલ, શિલિકા, ગુલિકા, ઔષધિ કે ભેષજ પૂર્વમાં ક્યાંય જાણ્યા, જોયા કે પ્રાપ્ત કર્યા હોય તો બતાવો. જેનાથી હું પુનઃ તેટલીપુત્રને ઇષ્ટ – યાવત્ – મણામ થઈ શકું ? ૦ આર્યા દ્વારા ધર્મોપદેશ અને પોલિાનું શ્રાવિકાધર્મ ગ્રહણ : ત્યારે તે આર્યાઓએ પોટ્ટિલાની આ વાતને સાંભળીને પોતાના બંને કાનોમાં આંગળી નાખીને કાન બંધ કરી દીધા. બંધ કરીને પોટિલાને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે! અમે નિગ્રંથશ્રમણીઓ – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારિણીઓ છીએ. તેથી અમારે આવા વચનો કાનો વડે સાંભળવા પણ કલ્પતા નથી. તો પછી આ વિષયમાં ઉપદેશ દેવા કે આચરણ કરવાનું કઈ રીતે કલ્પી શકે છે. તેથી હે દેવાનુપ્રિયે ! અમે તને આશ્ચર્યકારી એવા કેવલી પ્રરૂપિત ધર્મનો ઉપદેશ આપી શકીએ છીએ. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ આગમ કથાનુયોગ-૪ ત્યારપછી તે પોટ્ટિલાએ તે આર્યાઓને એમ કહ્યું, હે આર્યાઓ ! હું આપની પાસે કેવલિપ્રરૂપિત ધર્મ સાંભળવા ઇચ્છું છું. ત્યારે તે આર્યાઓએ પોટ્ટિલાને આશ્ચર્યકારી એવા કેવલિપ્રરૂપિત ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યારપછી ધર્મશ્રવણ કરી અને હૃદયમાં ધારણ કરી તે પોટ્ટિલા હર્ષિત–સંતુષ્ટ થઈ અને બોલી, હે આર્યાઓ ! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું – યાવત્ – તે એ જ પ્રમાણે છે, જે પ્રમાણે આપે પ્રરૂપિત કરેલ છે. તેથી હું આપની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના શ્રાવકધર્મ અંગીકાર કરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તમ કરો. ત્યારપછી તે પોટ્ટિલાએ તે આર્યાઓની પાસે પાંચ અણુવ્રત – યાવત્ – શ્રાવકધર્મને અંગીકાર કર્યો અને પછી તે આર્યાઓને વંદન-નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને તેમને વિદાય કર્યા. હવે તે પોટ્ટિલા શ્રમણોપાસિકા બની ગઈ – યાવત્ – સાધુસાધ્વીઓને પ્રતિલાભિત કરતી વિચારવા લાગી. ૦ પોલિા દ્વારા પ્રવજ્યા ગ્રહણ અને દેવલોકે ઉત્પત્તિ : ત્યારપછી એક વખત કોઈ સમયે તે પોટ્ટિલાને મધ્ય રાત્રિના સમયે કુટુંબ વિષયક ચિંતા જાગરણ કરતી વેળા આવા પ્રકારનો આ આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. પહેલા હું તેટલીપુત્રને ઇષ્ટ – યાવતુ – મસામ હતી. પણ આ સમયે અનિષ્ટ – થાવત્ – અમણામ થઈ ગયેલ છું. તેટલીપુત્ર મારું નામ અને ગોત્ર પણ સાંભળવાનું પસંદ કરતો નથી, તો દર્શન અને પરિભોગની તો વાત જ કયાં રહી ? તેથી મારા માટે સુવ્રતા આર્યા પાસે દીક્ષા લેવી શ્રેયસ્કર છે. - આ પ્રમાણે તેણીએ વિચાર કર્યો. વિચાર કરીને કાલ રાત્રિનું પ્રભાતમ્પ થયા બાદ – યાવત્ – સૂર્યોદય થાય અને જાજ્વલ્યમાન તેજથી સહસ્રરશ્મિદિનકર પ્રકાશિત થતા જ જ્યાં તેટલીપુત્ર હતો, ત્યાં પહોંચી પહોંચીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને પછી આ પ્રમાણે બોલી, હે દેવાનુપ્રિયે ! વાત એમ છે કે, મેં સુવ્રતા આર્યા પાસે ધર્મશ્રવણ કરેલ છે અને હું તે ધર્મની ઇચ્છા કરું છું. તે ગ્રહણ કરવા ઇચ્છું છું. તે ધર્મ મને પસંદ છે, રચેલ છે. તેથી આપની આજ્ઞા–અનુમતી પ્રાપ્ત કરીને હું પ્રવજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. ત્યારે તેતલીપત્રએ પોટ્ટિલાને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! તું મુંડિત અને પ્રવ્રજિત થઈને કાળમાસમાં કાળ કરીને કોઈપણ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થઈશ. તો હે દેવાનુપ્રિયે ! જો તું તે દેવલોકથી આવીને મને કેવલિપ્રરૂપિત ધર્મનો બોધ કરાય તો હું તને આજ્ઞા આપી શકું છું અને જો તું મને પ્રતિબોધ ન કરે તો હું તને આજ્ઞા આપીશ નહીં ત્યારે તે પોટિલા એ તેટલીપુત્રની આ વાતનો સ્વીકાર કર્યો. ત્યારપછી તેટલીપુત્રએ વિપુલ પરિમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર બનાવ્યો, આહાર બનાવીને મિત્રો, જ્ઞાતિજનો, નિજક, સ્વજન, સંબંધીઓ અને પરિજનોને આમંત્રિત કર્યા – યાવત્ – સત્કાર સન્માન કર્યા, સત્કાર-સન્માન કરીને પોટ્ટિલાને ખાન કરાવ્યું અને સર્વ અલંકારોથી વિભૂષિત કરીને સહસ્ત્રપુરુષવાહિની શિબિકામાં બેસાડીને Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા મિત્રો, જ્ઞાતિજનો, નિજક–સ્વજન, સંબંધી અને પરિજનોથી પરિવરિને સમસ્ત ઋદ્ધિપૂર્વક – યાવત્ – દુંદુભિ નિર્દોષ અને વાદ્યોના ધ્વનિની સાથે તેતલીપુર નગરના મધ્ય ભાગમાંથી ગમન કરતા જ્યાં સુવ્રતા આર્યાનો ઉપાશ્રય હતો, ત્યાં આવ્યા. આવીને વંદન–નમસ્કાર કર્યા, વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! આ મારી પોટ્ટિલાભાર્યા મને ઇષ્ટ યાવત્ – મણામ છે. તે સંસારના ભયથી ઉદ્વિગ્ન અને ભયાક્રાન્ત થઈને જન્મ, જરા, મરણની ઇચ્છા ન કરતી આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને, ગૃહવાસનો ત્યાગ કરીને, પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છે છે. હે દેવાનુપ્રિયે ! આ શિષ્યા—ભિક્ષાને આફ અંગીકાર કરો. જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો. ત્યારપછી તે પોટ્ટિલા સુવ્રતા આર્યાના આ કથનને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થઈ, ઇશાન ખૂણામાં ગઈ, ત્યાં જઈને પોતાની મેળે જ આભરણ, માળા, અલંકારોને ઉતાર્યા, ઉતારીને પોતાના હાથોથી જ પંચમુષ્ટિક કેશલોચ કર્યો. પછી જ્યાં સુવ્રતા આર્યા બિરાજમાન હતા, ત્યાં આવી, આવીને વંદન—નમસ્કાર કર્યા, વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું– - હે આર્યા ! આ સંસાર આદીપ્ત છે, ચારે તરફથી સળગી રહ્યો છે, ઇત્યાદિ દેવાનંદાની દીક્ષા સમાન વર્ણન કરવું - યાવત્ – દીક્ષા લઈને પછી પોટ્ટિલાએ અગિયાર અંગોનું અધ્યયન કર્યું અને ઘણાં વર્ષો સુધી સંયમ પર્યાયનું પાલન કરીને એક માસની સંલેખના દ્વારા આત્માને શુદ્ધ કરીને સાઠ ભક્તોનું અનશન દ્વારા છેદન કરીને આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિપૂર્વક કાળમાસમાં કાળ કરીને કોઈ દેવલોકે દેવ થયા. ૦ કનકરથનું મૃત્યુ – કનકધ્વજનો રાજ્યાભિષેક : ૨૯૩ ત્યારપછી કોઈ સમયે કનકરથ રાજા કાળધર્મ પામ્યો – મૃત્યુ પામ્યો. ત્યારે તે રાજા, ઈશ્વર આદિએ તેનું નીહરણ કર્યું – મૃતકકૃત્ય બાદ તેઓ પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા, હે દેવાનુપ્રિયે ! કનકરથ રાજાએ રાજ્ય યાવત્ – અંતઃપુરમાં મૂર્છિત થઈને પોતાના પુત્રોને વિકલાંગ કરી દીધા છે. હે દેવાનુપ્રિયો ! આપણે લોકો તો રાજાને આધીન છીએ. રાજાથી અધિષ્ઠિત થઈને રહેનારા છીએ અને રાજાને આધીન રહીને કાર્ય કરનારા છીએ. તે તેતલીપુત્ર અમાત્ય કનકરથ રાજાના સર્વ સ્થાનોમાં અને બધી ભૂમિકાઓમાં વિશ્વાસપાત્ર રહેલ છે. વળી વિચાર—પરામર્શ કરનાર રહેલ છે. બધું કામકાજ કરનાર રહ્યા છે. F - – તેથી આપણે તેતલીપુત્ર અમાત્ય પાસે કુમારની યાચના કરવી શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચાર કરીને પરસ્પર આ વાતને સ્વીકારી, સ્વીકારીને જ્યાં તેતલીપુત્ર અમાત્ય હતા, ત્યાં આવ્યા, આવીને તેતલીપુત્રને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે, કનકરથ રાજાએ રાજ્ય યાવત્ – અંતઃપુરમાં મૂર્છિત થઈને પુત્રોને વિકલાંગ કરી દીધા છે અને હે દેવાનુપ્રિય ! અમે લોકો તો રાજાને આધીન રહીને, રાજાથી અધિષ્ઠિત રહીને કાર્ય કરનારા છીએ. હે દેવાનુપ્રિય ! આપ તો કનકરથ રાજાના સર્વ સ્થાનોમાં, બધી ભૂમિકાઓમાં વિશ્વાસપાત્ર રહ્યા છો, પરામર્શ દેનારા છો, બધાં કાર્યો કરનારા છો. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ આગમ કથાનુયોગ-૪ રાજધુરાના ચિંતક છો. તેથી હે દેવાનુપ્રિયે ! જો રાજલક્ષણોથી યુક્ત કોઈ કુમાર હોય અને અભિષેકને યોગ્ય હોય તો તે અમને આપો. જેનાથી અમે તેનો મહાનું રાજ્યાભિષેકથી અભિષેક કરીએ. ત્યારપછી તેટલીપુત્રએ તે ઈશ્વર આદિના એ કથનને સ્વીકાર્યું. સ્વીકાર કરીને કનકધ્વજકુમારને સ્નાન કરાવ્યું – યાવત્ – શોભાસહિત વિભૂષિત કર્યો, વિભૂષિત કરીને તેને ઈશ્વર આદિની પાસે લાવ્યા. પાસે લાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો! આ કનકરથ રાજાનો પુત્ર અને પદ્માવતી રાણીનો આત્મજ કનકધ્વજ નામક કુમાર અભિષેકને યોગ્ય છે તથા રાજલક્ષણોથી સંપન્ન છે કનકરથ રાજાથી છૂપાવીને મેં તેનું સંવર્ધન કરેલ છે. તમે લોકો મહાનું રાજ્યાભિષેકથી તેનો અભિષેક કરો. ત્યારપછી તેટલીપુત્રએ કુમારના જન્મ અને સંવર્ધન આદિનો સર્વ વૃત્તાંત તેમને કહી સંભળાવ્યો. ત્યારે તે ઈશ્વર આદિએ કનકધ્વજ કુમારનો મહાનું રાજ્યાભિષેક વડે અભિષેક કર્યો. ત્યારે તે કનકધ્વજકુમાર રાજા થઈ ગયો. માહિમવાન, મલયપર્વત, મંદરપર્વત શ્રેષ્ઠ ઇન્દ્રસમાન ઇત્યાદિ – યાવત્ – તે રાજ્યના પ્રશાસન, પાલનને કરતો વિચારવા લાગ્યો. ૦ તેટલીપુત્રનું સન્માન અને દેવ દ્વારા પ્રતિબોધ ઉપાય : ત્યારપછી પદ્માવતીદેવીએ કનકધ્વજ રાજાને બોલાવ્યો અને બોલાવીને તેને કહ્યું, હે પુત્ર! તારું આ રાજ્ય, સેના, વાહન, કોષ, કોઠાગાર, પુર અને અંતઃપુર તથા તું પણ તેટલીપુત્ર અમાત્યના પ્રભાવથી સુરક્ષિત રહ્યો છે. તેથી તું તેટલીપુત્ર અમાત્યનો આદર કરજે. તેમને તારા હિતૈષી જાણજે. તેમનું સત્કાર-સન્માન કરજે. તેમને આવતા જોઈ ઊભો થજે. આવીને ઊભા રહે ત્યારે તેમની ઉપાસના–સેવા કરજે અને તેઓ પાછા જાય ત્યારે પાછળ-પાછળ ચાલજે, તેમના બોલવા પર તેમના વચનોની પ્રશંસા કરજે. તેમને તારી પાસે અર્ધા આસને બેસાજે અને તેમના ભોગો (વેતનાદિ)ની વૃદ્ધિ કરજે. ત્યારે તે કનકધ્વજ રાજાએ “ઘણું સારું” કહીને પદ્માવતીદેવીના કથનનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને તેટલીપુત્ર અમાત્યનો આદર કરે છે, તેમને પોતાના હિતૈષી જાણે છે, તેમનો સત્કાર–સન્માન કરે છે. આવતા જુએ ત્યારે આસનેથી ઉઠે છે અને પાછા જાય ત્યારે તેની પાછળ-પાછળ ચાલે છે. ઊભા થાય ત્યારે તેની પર્થપાસના–સેવા કરે છે. તેમના વચનોની પ્રશંસા કરે છે. પોતાની નજીક અર્ધા આસન પર બેસે છે તેના ભોગો (વેતનાદિ)માં વૃદ્ધિ કરે છે. ત્યારપછી તે પોઠ્ઠિલદેવે તેટલીપુત્રને વારંવાર કેવલિપ્રરૂપિત ધર્મથી સંબોધિત કર્યો, પણ તેટલીપુત્ર પ્રતિબોધ પામ્યા નહીં. ત્યારે તે પોઠ્ઠિલદેવને આ પ્રકારનો આવો માનસિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, કનકધ્વજ રાજા તેટલીપુત્રનો આદર કરે છે – યાવત્ – તેમના ભોગોમાં વૃદ્ધિ કરે છે. જેના લીધે તે તેટલીપુત્ર વારંવાર સંબોધિત કરાયા છતાં પણ ધર્મમાં પ્રતિબદ્ધ થતા નથી. તેથી મારા માટે એ શ્રેયસ્કર થશે કે કનકધ્વજને તેટલીપુત્રથી વિમુખ કરી દઉં. આ વિચાર કર્યો અને કહીને કનકધ્વજને તેટલીપુત્રથી વિમુખ કરી દીધો. Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૯૫ ત્યારપછી બીજા દિવસે રાત્રિ-પ્રભાતરૂપ પામ્યા પછી – યાવત્ – સૂર્યોદય થયા પછી જાજ્વલ્યમાન તેજની સાથે સહસ્રરશ્મિ દિનકરના પ્રકાશિત થયા પછી તેટલીપુત્ર સ્નાન કરીને, બલિકર્મ–પૂજા કરીને તેમજ કૌતક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરીને શ્રેષ્ઠ ઘોડા પર સવાર થઈને અનેક પુરુષોને સાથે લઈને પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને જ્યાં કનકધ્વજ રાજા હતો તે તરફ જવા ઉદ્યત થયો. ત્યારે માર્ગમાં ચાલતા તેટલીપુત્રને જે-જે ઘણાં રાઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ વગેરે જોતા, તેમને તે જ પ્રકારે, સદેવ પૂર્વની માફક આદર કરતા, જાણતા, ઊભા થતા, અંજલિ કરતા, હાથ જોડતા અને હાથ જોડીને ઇષ્ટ, કાંત – યાવત્ – મધુર વાણીનું ઉચ્ચારણ કરતા આલાપ સંતાપની સાથે આગળપાછળ કે આસપાસમાં અનુકરણ કરતા સાથે ચાલતા હતા. ત્યારપછી તે તેટલીપુત્ર જ્યાં કનકધ્વજ રાજા હતો, ત્યાં આવ્યો. ત્યારે તે કનકધ્વજે તેટલીપુત્રને પોતાની પાસે આવતા જોયા, પણ જોઈને તેમનો આદર ન કર્યો. તેમની તરફ ધ્યાન ન આપ્યું, ઊભો ન થયો, પરંતુ આદર ન કરતો, ન જાણતો અને ઊભો ન થતો એવો પરાકૃમુખ થઈને બેસી રહ્યો. ત્યારે તે તેટલીપુત્ર અમાત્યએ કનકધ્વજ રાજાને અંજલિ કરી, નમસ્કાર કર્યો, તો પણ તે કનકધ્વજ રાજા આદર ન કરતો, ધ્યાન ન આપતો અને ઊભો ન થતો મૌન ધારણ કરીને પરાફ઼મુખ થઈને બેસી રહ્યો. ત્યારે તેતલીપુત્ર કનકધ્વજ રાજાને વિરુદ્ધ થયેલો જાણીને ભયભીત, ત્રસ્ત, દ્રષિત, ઉદ્વિગ્ન અને ભયાક્રાંત થતો થતો (મનોમન) બોલ્યો, કનકધ્વજ રાજા મારાથી રીસાયો છે. તેના મનમાં હું હીન (હલકો) થઈ ગયો છું. કનકધ્વજ રાજાએ મારું ખરાબ વિચાર્યું છે. ખબર નહીં હવે તે મને કયા કુમોતથી મારશે. એવો વિચાર કરી ભયભીત, ત્રસ્ત થઈને – યાવત્ – ધીમે ધીમે ત્યાંથી પાછો ફરી ગયો. પાછો ફરીને તે જ ઘોડા પર સવાર થઈને તેતલપુર નગરના મધ્યમાંથી જ્યાં પોતાનું આવાસગૃહ હતું, તે તરફ જવાને માટે ઉદ્યત થયો. ત્યારપછી તે ઈશ્વર – યાવત્ – સાર્થવાહ આદિએ જેવા તેટલીપુત્રને જોયા તો તેઓ પહેલાની માફક તેમનો આદર નહીં કરતા, તેમની તરફ ધ્યાન ન આપતા, સામે ઊભા નહીં થતા, અંજલિ નહીં કરતા, ઇષ્ટ – યાવત્ મધુર વચનોથી આલાપ–સંલાપ નહીં કરતા કે આગળ-પાછળ અને આસપાસમાં અનુસરણ નહીં કરતા ચાલતા હતા. ત્યારપછી તેટલીપુત્ર અમાત્ય જ્યાં પોતાનું ઘર હતું ત્યાં આવ્યા. ત્યાં પણ જે બાહ્ય પર્ષદા હતી, જેમકે – દાસ, શ્રેષ્ય બહાર આવતા-જતા નોકર, ભાઈલ–ખેતીનું કામ કરનારા, ઇત્યાદિએ પણ તેમનો આદર ન કર્યો, ધ્યાન ન આપ્યું, કે ઊભા ન થયા અને જે આભ્યન્તર પર્ષદા હતી, જેમકે – પિતા, માતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી અને પુત્રવધૂ આદિ, તેઓએ પણ આદર ન કર્યો. ધ્યાન ન આપ્યું કે ઊભા ન થયા. ૦ તેટલીપુત્રનો આત્મહત્યાનો પ્રયાસ અને આર્તધ્યાન : ત્યારપછી તે તેટલીપુત્ર જ્યાં પોતાનું વાસગૃહ હતું, જ્યાં શય્યા હતી ત્યાં આવ્યો, ત્યાં આવીને શય્યા પર બેઠો, બેસીને (મનોમન) આ પ્રમાણે કહેવા લાગ્યો – Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ આગમ કથાનુયોગ–૪ -- જ્યારે હું મારા ઘેરથી નીકળ્યો અને રાજાની પાસે ગયો ઇત્યાદિ પૂર્વવત્ વર્ણન કરવું – યાવત્ પાછા આવતી વખતે આત્યંતર પર્ષદાએ પણ આદર ન કર્યો, ધ્યાન ન આપ્યું અને ઉઠીને ઊભા ન થયા. તેથી આવી દશામાં મારે મને પોતાના જીવનથી રહિત કરી દેવો જોઈએ. તે જ શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને તાલપુટ ઝેર મોઢામાં નાંખ્યુ. પણ તે ઝેર પરિણત ન થયું. ત્યારે તે તેતલીપુત્ર અમાત્યએ નીલકમલ સમાન, ભેંસના શીંગડાની ગુટિકા અને અલસીના ફૂલના રંગ સમાન કાળા વર્ણવાળી અને તીક્ષ્ણ ધારવાળી તલવાર વડે સ્કંધ પર પ્રહાર કર્યો, પરંતુ ત્યાં પણ તે ધાર નિરર્થક ખંડિત થઈ ગઈ. ત્યારપછી તેતલીપુત્ર જ્યાં અશોકવાટિકા હતી, ત્યાં ગયો. ત્યાં જઈને તેણે પોતાના ગળામાં ફાંસો બાંધ્યો. પછી વૃક્ષ પર ચડ્યો. ચડીને તે ફાંસો વૃક્ષને બાંધ્યો. પછી પોતાના શરીરને લટકાવી દીધું – પણ રસ્સી તુટી ગઈ. ત્યારપછી તે તેતલીપુત્રએ એક ઘણી મોટી શિલા પોતાની ગર્દનમાં બાંધી, બાંધીને અથાહ, તરવા માટે અયોગ્ય અને અપૌરુષ (જેની ઊંડાઈ ઘણી બધી વધારે હોય) તેવા પાણીમાં પોતાના શરીરને પટક્યું. પરંતુ ત્યાં પણ તે પાણી થાહવાળું – છિછરું થઈ ગયું. ત્યારપછી તે તેતલિપુત્રએ સુકા ઘાસના ઢગલામાં આગ લગાડી. આગ લગાડીને પોતાના શરીરને તેમાં હોમી દીધું, પરંતુ ત્યાં પણ અગ્નિ બુઝાઈ ગયો. - ત્યારે તેતલીપુત્ર (મનોમન) આ પ્રમાણે બોલ્યો, નિશ્ચયથી શ્રમણો શ્રદ્ધા કરવા યોગ્ય જ વચનો બોલે છે, માહણો શ્રદ્ધા કરવા યોગ્ય જ વચનો બોલે છે. શ્રમણ અને માહણ શ્રદ્ધા કરવા યોગ્ય વચનો જ બોલે છે. માત્ર હું જ એક એવો છું, જે અશ્રદ્ધેય વચન કહું છું. તે આ પ્રમાણે— હું પુત્રો સહિત હોવા છતાં પણ પુત્રરહિત છું. કોણ મારા આ વચનની શ્રદ્ધા કરશે ? હું મિત્રોસહિત હોવા છતાં પણ મિત્રરહિત છું. કોણ મારા આ વચનની શ્રદ્ધા કરશે ? હું અર્થ—ધનસહિત હોવા છતાં પણ અર્થ (ધન)રહિત છું. કોણ મારા આ વચનની શ્રદ્ધા કરશે ? હું સ્ત્રીસહિત હોવા છતાં પણ સ્ત્રીરહિત છું. કોણ મારા આ વચનની શ્રદ્ધા કરશે ? હું દાસ—નોકરસહિત હોવા છતાં પણ દાસરહિત છું. કોણ મારા આ વચનની શ્રદ્ધા કરશે ? હું પ્રેષ્ય–સેવકસહિત હોવા છતાં પણ સેવકરહિત છું, કોણ મારા આ વચનની શ્રદ્ધા કરશે ? હું પરિવારસહિત હોવા છતાં પણ પરિવારરહિત છું. કોણ મારા આ વચનની શ્રદ્ધા કરશે ? આ જ પ્રમાણે કનકધ્વજ રાજા દ્વારા જેનો ખરાબ વિચાર કરાયો છે, એવા તેતલીપુત્ર અમાત્ય દ્વારા પોતાના મુખમાં તાલપુટ ઝેર મૂકવામાં આવ્યું, પરંતુ તે ઝેરે પણ Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૯૭ પોતાનો પ્રભાવ ન દેખાડ્યો. મારા આ કથનની કોણ શ્રદ્ધા કરશે ? – તેટલીપુત્રએ નીલકમલ ભેંસના શીંગડાની ગુટિકા જેવી અને અળસીના ફૂલ સદશ કાળી–ચમચમાતી પ્રભાવાળી અને તીક્ષ્ણ ઘરવાળી તલવાર વડે ગર્દન પર પ્રહાર કર્યો, પરંતુ તે ધાર પણ ખંડિત થઈ ગઈ. કોણ મારા આ કથનની શ્રદ્ધા કરશે ? તેટલીપુત્રએ ગળામાં દોરડુ બાંધી, વૃક્ષ પર ચડ્યો. દોરડાને વૃક્ષ સાથે બાંધીને લટકી ગયો, પરંતુ ત્યાં પણ દોરડું તુટી ગયું. મારા આ કથનની કોણ શ્રદ્ધા કરશે ? તેટલીપુત્રએ એક ઘણી મોટી શિલા ગર્દનમાં બાંધી, બાંધીને અથાહ, અતાર, અને અપૌરુષ પાણીમાં પટકી દીધું. પરંતુ ત્યાં પણ તે પાણી થાયુક્ત, છીછરું થઈ ગયું. મારા આ કથનની કોણ શ્રદ્ધા કરશે ? તેતલીપુત્રએ સૂકા ઘાસના ઢગલામાં આગ લગાડી મારા શરીરને અંદર પટકી દીધું. પરંતુ ત્યાં પણ તે આગ બુઝાઈ ગઈ. મારા આ કથનની કોણ શ્રદ્ધા કરશે? આ પ્રમાણે તેતલિપુત્ર ભગ્ર મનોરથ થઈને હથેલી પર મુખ રાખીને આર્તધ્યાનમાં નિમગ્ન થઈ ગયો. ૦ પોઠ્ઠિલદેવ અને તેતલિપુત્રનો સંવાદ : ત્યારપછી તે પોઠ્ઠિલ દેવે પોલિાના રૂપને વિફર્થ. વિફર્વીને તેટલીપુત્રથી અતિ દૂર નહીં કે અતિ નિકટ નહીં તેવા યથાયોગ્ય સ્થાને સ્થિત થઈને આ પ્રમાણે કહ્યું હે તેટલીપુત્ર ! આગળ ખાઈ છે અને પાછળ હાથીનો ભય છે. આસપાસ ચારે બાજુ ઘોર અંધાર છે. તેથી આંખોથી કંઈ દેખાતું નથી અને વચ્ચે બાણોની વર્ષા થઈ રહી છે. ગામમાં આગ લાગી છે અને વન પણ સળગી રહ્યું છે. વનમાં આગ લાગી છે ત્યારે ગામ સળગી રહ્યું છે. તો હે આયુષ્યમાન્ ! તેટલીપુત્ર ! અમે ક્યાં જઈએ ? ક્યાં ભાગીએ? ક્યાં શરણ લઈએ ? ત્યારે તે તેટલીપુત્રએ પોઠ્ઠિલદેવને આ પ્રમાણે કહ્યું, અહો ! જેમ ઉત્કંઠિત વ્યક્તિને માટે સ્વદેશગમન, ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, રોગીને ઔષધિ, માયાવીને ગુપ્તતા, અભિયુક્તને પ્રતીતિ કરાવવી, થાકેલા પથિકને વાહનમાં બેસાડી ગમન કરાવવું, તરવાને ઇચ્છુકને નૌકા આપવી, શત્રુના પરાભવને ઇચ્છુકને સહાયતા શરણભૂત છે. એ જ પ્રકારે સર્વત ભયગ્રસ્ત વ્યક્તિને માટે પ્રધ્વજ્યા જ શરણભૂત છે. – કેમકે ક્રોધનો નિગ્રહ કરનારા ક્ષમાશીલ, દાંત–ઇન્દ્રિયો અને મનનું દમન કરનારા તથા જિતેન્દ્રિયને કોઈપણ ભય નથી. ત્યારપછી તે પોઠ્ઠિલદેવે તેતલિપુત્ર અમાત્યને આ પ્રમાણે કહ્યું હે તેટલીપુત્ર ! તમે ઠીક કહો છો. પણ આ કથનને તમે સારી રીતે જાણો અર્થાત આ સમયે તમે જ ભયગ્રસ્ત છો, તો પ્રવજ્યાનું શરણ લો. આ પ્રમાણે કહીને તે દેવે બીજી વખત, ત્રીજી વખત પણ આમ જ કહ્યું અને કહીને જે દિશામાંથી પ્રગટ થયેલ, તે જ દિશામાં પાછો ચાલ્યો ગયો. ૦ તેતલિપુત્રનું પ્રત્યેકબુદ્ધ થવું અને કેવળજ્ઞાન પ્રાપ્તિ : ત્યારપછી તે તેટલીપુત્રને શુભ પરિણામ – અધ્યવસાયોના ઉત્પન્ન થવાથી જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યારે તેતલીપુત્રને આવા પ્રકારનો માનસિક – યાવત્ – Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ આગમ કથાનુયોગ-૪ સંકલ્પ ઉત્પન્ન થયો – નિશ્ચયથી હું આ જ જંબૂદ્વીપ નામક દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી રાજધાનીમાં મહાપા નામે રાજા હતો, ત્યાં મેં સ્થવિર મુનિરાજ પાસે મુંડિત થઈને પ્રવજ્યા અંગીકાર કરેલી હતી અને સામાયિકથી આરંભીને ચૌદ પૂર્વનું અધ્યયન કરીને ઘણાં વર્ષો સુધી શ્રમણપર્યાયનું પાલન કરીને અને અંતે એક માસની સંલેખના કરીને મહાશુક્ર કલ્પે દેવરૂપે જન્મેલ હતો. ત્યારપછી આયુલય, ભવક્ષય અને સ્થિતિશય થયા પછી અનંતર તે દેવલોકથી ચ્યવન કરીને આ તેતલપુરમાં તેતલી અમાત્યની ભદ્રા નામક ભાર્યાથી પુત્રના રૂપે ઉત્પન્ન થયો. તો મારે માટે શ્રેયસ્કર છે કે, પૂર્વે ગ્રહણ સ્વીકાર કરેલ મહાવ્રતોને સ્વયં જ અંગીકાર કરીને વિચરવું. આ પ્રમાણે તેટલીપુત્રએ વિચાર કર્યો. (અહીં આવશ્યક ચૂર્ણિ પૃષ્ઠ-૫૦૧માં જણાવ્યા પ્રમાણે તેમજ ઋષિભાષિત અધ્યયન-૧૦ (ગા.૮) મુજબ તેઓ પ્રત્યેક બુદ્ધ થયા. ઋષિભાષિતમાં જણાવ્યા મુજબ ત્યારે ભગવંત અરિષ્ટનેમિનું શાસન હતું) ત્યારપછી જાતે જ મહાવ્રતોને અંગીકાર કર્યા. અંગીકાર કરીને જ્યાં પ્રમદવન નામક ઉદ્યાન હતું, ત્યાં આવ્યો. આવીને શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટક પર સુખપૂર્વક બેઠા-બેઠા અનુચિંતન કરવા લાગ્યા. પૂર્વઅધીત ચૌદ પૂર્વનું સ્મરણ થયું. ત્યારપછી તે તેટલીપુત્ર અણગારને શુભ પરિણામ, પ્રશસ્ત અધ્યવસાય અને વિશુદ્ધયમાન લેગ્યાથી તદાવરણીય કર્મોનો ક્ષયોપશમથી કર્મરજનો નાશ કરનારા અપૂર્વકરણમાં પ્રવેશ કરવાથી અર્થાત્ ક્ષપકશ્રેણી પર આરોહણ કરવાથી ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયા. ત્યારે તેતલપુર નગરની સમીપમાં રહેલા વાણવ્યંતર દેવો અને દેવીઓએ દેવદુંદુભીઓ વગાડી, પાંચ વર્ણના પુષ્પોની વર્ષા કરી. વસ્ત્રની વૃષ્ટિ કરી અને દિવ્ય ગીતગંધર્વનો નિનાદ કરી – યાવત્ – કેવળજ્ઞાનનો મહિમા કર્યો. ૦ કનકધ્વજ દ્વારા શ્રાવક ધર્મ ગ્રહણ : ત્યારપછી કનકધ્વજ રાજાએ આ વૃત્તાંતને જાણીને (મનોમન) આ પ્રમાણે કહ્યું, નિઃસંદેહ મારા દ્વારા અપમાનિત થઈને તેટલીપુત્રએ મુંડિત થઈને દીક્ષા અંગીકાર કરી છે. તેથી હું જાઉં અને તેટલીપુત્ર અણગારને વંદન–નમસ્કાર કરું, વંદન–નમસ્કાર કરીને આ કાર્યને માટે વારંવાર વિનયપૂર્વક ક્ષમા માંગુ. આ પ્રમાણે કનકધ્વજે વિચાર કર્યો. આ પ્રમાણે વિચાર કરીને સ્નાન કર્યું, ચતુરંગિણી સેનાની સાથે તેમજ માતાને લઈને સર્વ ઋદ્ધિપૂર્વક નીકળ્યો. જ્યાં પ્રમદવન ઉદ્યાન હતું. જ્યાં તેટલીપુત્ર અણગાર હતા, ત્યાં ગયા. જઈને તેટલીપુત્ર કેવલીને વંદન–નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને પોતાના દ્વારા કરાયેલ ભૂલને માટે વિનયપૂર્વક વારંવાર ક્ષમા માંગી, ક્ષમાયાચના કરીને બહુ દૂર નહીં – બહુ નજીક નહીં તેવા યોગ્ય સ્થાને બેસીને પર્યપાસના કરવા લાગ્યો. ત્યારપછી તેતલીપત્ર અણગારે કનકધ્વજ રાજા અને તે વિશાળ પર્ષદાને ધર્મોપદેશ આપ્યો. ત્યારે તે કનકધ્વજ રાજાએ તેટલીપુત્ર કેવલી પાસેથી ધર્મશ્રવણ કરી અને હૃદયમાં Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૨૯૯ ધારણ કરી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવતરૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ અંગીકાર કર્યો, કરીને તે જીવ–અજીવ આદિ તત્ત્વોનો જ્ઞાતા શ્રમણોપાસક થઈ ગયો. ૦ તેટલીપુત્ર કેવલીનું સિદ્ધિગમન : ત્યારપછી તેટલીપુત્ર કેવલી ઘણાં વર્ષો સુધી કેવલપર્યાય પાળીને – યાવત્ – સિદ્ધ થયા. (આવશ્યકમાં આ દૃષ્ટાંત પ્રત્યાખ્યાનના સંદર્ભમાં આપેલ છે.) ૦ આગમ સંદર્ભ :સૂય. ૨૮; નાયા. ૧૪૮ થી ૧૫૪; વિવા. ૩૪ની વક આવ ચૂપ. ૪૯૯ થી ૨૦૧; આવ.નિ. ૮૭૮ની ; ઋષિભા.ગા. ૮; ૦ કાલી આદિ કથાનક - (નાયાધમ્મકહા–ના બીજા શ્રુતસ્કંધના કાલી આદિ પાંચ શ્રમણીઓના કથાનક છે. તે આ પ્રમાણે - (૧) કાલી, (૨) રાજી, (૩) રજની, (૪) વિદ્યુતક, (૫) મેલા) ૦ કાલી–૧–કથા : તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. ત્યાં ગુણશીલક ચૈત્ય હતું. શ્રેણીક રાજા હતા, ચેલણા રાણી હતી. ભગવંત મહાવીર સ્વામીનું પદાર્પણ થયું. વંદના કરવાને માટે પર્ષદા નીકળી – યાવત્ – પર્ષદા પર્યાપાસના કરવા લાગી. ૦ ચમચંચામાં કાલીદેવી : તે કાળે, તે સમયે ચમરચંયા રાજધાનીના કાલાવતંસક ભવનમાં કાળ નામના સિંહાસન પર કાલી નામક દેવી બેઠી હતી. જે ચાર હજાર સામાનિક દેવીઓ, સપરિવાર ચાર મહત્તરિકા દેવીઓ, ત્રણ પર્ષદા, સાત સેનાઓ, સાત સેનાધિપતિઓ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવોથી પરિવેષ્ટિત થઈને મોટા અવાજે વાગતા નાટ્ય, ગીત, વાદ્ય, તંત્રી, તલ, તાલ, ત્રુટિત, ધન, મૃદંગ આદિના તે સમયે થઈ રહેલા શબ્દધ્વનિની સાથે દિવ્ય ભોગોપભોગોને ભોગવતી એવી વિચરણ કરી રહી હતી અને આ સંપૂર્ણ જંબૂતીપને પોતાના વિશુદ્ધ અવધિજ્ઞાનના ઉપયોગ વડે જોઈ રહી હતી. ૦ કાલીદેવી દ્વારા ભગવંત મહાવીર સમીપ નૃત્યવિધિ : ત્યારે તે કાલી દેવીએ જંબુદ્વીપ નામના હીપના ભરતક્ષેત્રમાં, રાજગૃહ નગરના ગુણશિલક ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવંત મહાવીરને જોયા, જોઈને હર્ષિત–સંતુષ્ટ આનંદિત ચિત્તા, પ્રીતિના, પરમ સૌમનસા અને હર્ષના વશથી વિકસિત હૃદયા થઈને સિંહાસનથી ઉઠી, ઉઠીને પાદપીઠથી નીચે ઉતરી, ઉતરીને પાદુકાઓને ઉતારી, પછી તીર્થકર ભગવંતની અભિમુખ સાત-આઠ કદમ આગળ ચાલી, ચાલીને ડાબા ઘૂંટણને ઊંચો કર્યો, ઊંચો કરીને જમણો ઘૂંટણ ભૂમિ પર ટેકાવીને ત્રણ વખત મસ્તકને ભૂતલ પર નમાવ્યું અને પછી કંઈક ઊંચુ ઉઠાવ્યું, ઊંચુ કરીને કડા અને બાજુબંધથી ખંભિત ભુજાઓને એકઠી કરી, એકઠી કરીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે કહ્યું– Page #301 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૪ - - અરિહંતોને – યાવત્ – સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત ભગવંતોને મારા નમસ્કાર થાઓ. શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાને મારા નમસ્કાર થાઓ. 300 અહીં રહેલી એવી હું ત્યાં બિરાજમાન ભગવન્ને વંદન કરું છું. ત્યાં રહેલા શ્રમણ ભગવંત મહાવીર અહીં રહેલી એવી મને જુએ. એમ કહીને વંદન–નમસ્કાર કરે છે, વંદન— નમસ્કાર કરીને પૂર્વ દિશા તરફ મુખ કરીને પુનઃ તે શ્રેષ્ઠ સિંહાસન પર આસીન થઈ. ત્યારપછી તે કાલીદેવીને આવા પ્રકારનો માનસિક યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. મારા માટે કલ્યાણ, મંગલ, દેવ, ચૈત્ય રૂપ શ્રમણ ભગવંત મહાવીરને વંદન— નમસ્કાર, સત્કાર—સન્માન કરીને પર્યાપાસના કરવી શ્રેયસ્કર છે. આવા પ્રકારનો તેણીએ વિચાર કર્યો. કરીને આભિયોગિકદેવોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહમાં બિરાજે છે ઇત્યાદિ. જે પ્રમાણે સૂર્યાભદેવે પોતાના આભિયોગિક દેવોને આજ્ઞા આપી હતી, તે પ્રકારે આ કાલીદેવીએ પણ આજ્ઞા આપી ~ યાવત્ – દિવ્ય અને શ્રેષ્ઠ, દેવોના ગમનયોગ્ય વિમાન બનાવીને તૈયાર કરો અને તૈયાર કરાવો. તૈયાર કરી અને કરાવીને જલ્દીથી મારી આ આજ્ઞાને પાછી આપો. - તેઓએ પણ આજ્ઞાનુસાર કાર્ય કરીને આજ્ઞા પાછી સોંપી, પણ અહીં એટલી વિશેષતા જાણવી કે, ૧૦૦૦ યોજન વિસ્તારવાળું વિમાન બનાવ્યું. શેષ વર્ણન સૂર્યાભદેવના વર્ણન પ્રમાણે સમજવું જોઈએ. સૂર્યાભદેવની માફક પોતાનું નામ અને ગોત્ર કહ્યા. તેમની માફક જ નૃત્યવિધિ દેખાડી – યાવત્ – પાછી ફરી. ૦ ગૌતમ દ્વારા પૂર્વભવ પૃચ્છા – પૂર્વભવની ઓળખ : - હે ભગવન્ ! આ પ્રમાણે સંબોધન કરીને ભગવન્ ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વંદન—નમસ્કાર કર્યા. વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું, હે ભદંત ! કાલીદેવની તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્યદેવદ્યુતિ, દિવ્ય દેવાનુભાવ, પ્રભાવ ક્યાં ચાલ્યો ગયો ? ક્યાં પ્રવિષ્ટ થઈ ગયો ? હે ગૌતમ ! શરીરમાં ચાલ્યો ગયો, શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયો. અહીં કૂટાગાર શાળાનું દૃષ્ટાંત જાણવું. (ગૌતમે કહ્યું—) અહો ભગવન્ ! કાલીદેવી મહાન્ ઋદ્ધિ, મહાન્ બલ, મહાન્ યશ, મહાપ્રભાવવાળી છે. હે ભગવન્ ! કાલીદેવીને તે દિવ્ય દેવઋદ્ધિ, યુતિ, પ્રભાવ, દેવાનુભાવ કેવી રીતે મળ્યો ? કેવી રીતે પ્રાપ્ત થયો ? કેવી રીતે અધિગત થયો ? હે ગૌતમ ! એ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમને સંબોધિત કરીને આ પ્રમાણે કહ્યું, હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપના ભારતવર્ષમાં આમલકલ્પા નામે નગરી હતી. ત્યાં આમશાલ નામનું ચૈત્ય હતું. જિતશત્રુ રાજા હતો. - તે આમલકલ્પા નગરીમાં કાલ નામે ગાથાપતિ રહેતો હતો. જે ધનાઢ્ય હતો – યાવત્ – કોઈથી પણ પરાભવને પ્રાપ્ત કરનારો ન હતો. તે કાલગાથાપતિની કાલશ્રી નામે - પત્ની હતી. જે સુકુમાલ અંગોપાંગવાળી – યાવત્ – સુરૂપ હતી. તે કાલ ગાથાપતિની પુત્રી અને કાલશ્રી ભાર્યાની આત્મજા કાલી નામે પુત્રી હતી. Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૦૧ જે ઉંમરમાં મોટી થઈ ગઈ હતી અને મોટી થઈ હોવા છતાં પણ અવિવાહિત હતી. જીર્ણ– વૃદ્ધ જેવી હતી અને જીર્ણ હોવા છતાં પણ કુંવારી હતી. તેના સ્તનો લબડી ગયા હતા. વિરક્ત વરવાળી હોવાથી વરરહિત અર્થાત્ અવિવાહિત હતી. ૦ કાલી દ્વારા ભ.પાર્થ પાસે ઘર્મશ્રવણ : તે કાળે, તે સમયમાં ધર્મના આદિકર, તીર્થકર, સ્વયંભૂદ્ધપુરષોત્તમ, પુરુષસિંહ, પુરષોત્તમ, શ્રેષ્ઠ પુંડરીક સમાન, ગંધહસ્તિસમાન પુરુષ શ્રેષ્ઠ, અભયદાતા, જ્ઞાનરૂપી નેત્રના દાતા, મુક્તિમાર્ગના ઉપદેશક, શરણને દેનારા, (સંયમી) જીવનને દેનારા, ભવસાગરમાં દ્વિીપરૂપ, ત્રાણરૂપ, શરણરૂપ, આશ્રયરૂપ, આધારરૂપ, ચાતુરંત શ્રેષ્ઠ ધર્મ ચક્રવર્તી, અપ્રતિકત ઉત્તમ જ્ઞાન-દર્શનના ધારક, જેનું છઘસ્થપણું ચાલી ગયેલ છે તેવા, અતુ, જિન, કેવલી, રાગ-દ્વેષાદિ આત્મશત્રુઓને જિતનારા, બીજાને જિતાવનાર, સંસાર સાગરથી તરેલા, પારગામી અને બીજાને તારનારા, સ્વયં મુક્ત અને બીજાને સંસારથી મૂકાવનારા – સ્વયં બોધને પ્રાપ્ત અને બીજાને બોધ પમાડનારા, સર્વજ્ઞ, સર્વદર્શી, નવ હાથ શરીરની ઊંચાઈવાળા, સમચતુરસ્ત્ર સંસ્થાનથી સંસ્થિત, વજ ઋષભનારા સંતનનવાળા, સમચતુરસ્ત્ર સંસ્થાનથી સંસ્થિત, વજ ઋષભનારાચ સંહનનવાળા, જલ, મલ, કલંક અને પ્રસ્વેદથી વિહિન શરીરવાળા, શિવરૂપ, અચલ, અરોગ, અનંત, અક્ષય, અવ્યાબાધ અને અપુનરાવર્તક એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરનારા અને પુરુષાદાનીય પાર્થ અર્હતું ૧૬,૦૦૦ શ્રમણ નિગ્રંથો અને ૩૮,૦૦૦ આર્યાઓથી પરિવરીને ક્રમાનુક્રમથી ગમન કરતા, ગ્રામાનુગ્રામની સ્પર્શના કરતા, સુખપૂર્વક વિહાર કરતા આમલકલ્પા નગરીની બહાર આમ્રપાલ વનમાં પધાર્યા. દર્શનાર્થે પર્ષદા નીકળી – યાવત્ – તે પર્યપાસના કરવા લાગી. ત્યારે તે કાલી દારિકા આ સમાચાર સાંભળીને, હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળી, પ્રતિમા, પરમસીમનસિકા અને હર્ષના વશથી વિકસિત હૃદયા થઈને જ્યાં માતાપિતા હતા, ત્યાં આવી. આવીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે બોલી, હે માત–તાતધર્મના આદિકર, તીર્થકર, પુરષાદાનીય પાર્થ અત્ અહીં આવ્યા છે, અહીં સમાગત થયા છે, અહીં પધાર્યા છે. અહીં આમલકલ્પા નગરીના આપ્રશાલવનમાં યથાપ્રતિરૂપ અવગ્રહને ગ્રહણ કરીને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા છે. તેથી હે માતા-પિતા ! આપની આજ્ઞા લઈને હું પુરુષાદાનીય પાર્થ અર્પત્ની ચરણ–વંદનાર્થે જવા ઇચ્છું છું. ત્યારે માતાપિતાએ કહ્યું, હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો પણ વિલંબ ન કરો. ત્યારપછી તે કાલીદારિકા માતાપિતાની આજ્ઞા પ્રાપ્ત થયા પછી હર્ષિત, સંતુષ્ટ થઈ, આનંદિત ચિત્ત, પ્રીતમના, પરમ સૌમનસિકા અને હર્ષના વશથી વિકસિત હૃદયવાળી થઈ, સ્નાન કર્યું. કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યા અને શુદ્ધ, યોગ્ય, માંગલિક, શ્રેષ્ઠ વસ્ત્રો પહેર્યા. અલ્પ પણ મહામૂલ્યવાનું આભુષણો વડે શરીરને અલંકૃત્ કર્યું. કરીને દાસીઓના સમૂહથી પરિવેષ્ટિત થઈ પોતાના ઘેરથી બહાર નીકળી. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી, જ્યાં ધાર્મિક શ્રેષ્ઠ માન–રથ હતો, ત્યાં આવી, આવીને તે શ્રેષ્ઠ ધાર્મિક યાન Page #303 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ આગમ કથાનુયોગ–૪ પર આરૂઢ થઈ. ત્યારપછી તે કાલીદારિકા શ્રેષ્ઠ ધાર્મિક યાન પર આરૂઢ થઈને દ્રૌપદીની માફક યાવત્ – પર્યાપાસના કરવા લાગી. ત્યારે પુરુષાદાનીય પાર્શ્વ અર્હત કાલીદારિકા અને તે વિશાળ પર્ષદાને ધર્મોપદેશ દીધો. ૦ કાલીનો પ્રવ્રજ્યા વિચાર :~ ત્યારપછી તે કાલીદારિકા પુરુષાદાનીય પાર્શ્વઅર્હત્ની પાસે ધર્મશ્રવણ કરીને અને હૃદયમાં અવધારીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળી યાવત્ વિકસિત હૃદયા થઈને પુરુષાદાનીય પાશ્વ અર્હત્ની ત્રણ વખત આદક્ષિણ—પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદનનમસ્કાર કર્યા. વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે બોલી, હે ભગવન્ ! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું – યાવત્ – તે એ જ પ્રમાણે છે, જેવું આપ ફરમાવો છો. માત્ર અહીં વિશેષ એટલું કે, હે દેવાનુપ્રિય ! માતા–પિતાની આજ્ઞા લઈ લઉં. ત્યારપછી હું આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી અનગાર પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ. હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો. - ત્યારપછી તે કાલીદારિકા પુરુષાદાનીય પાર્શ્વ અર્હની આ વાતને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થઈ, આનંદિત ચિત્તવાળી થઈ – યાવત્ – વિકસિત હૃદયવાળી થઈને અર્હત્ પાર્શ્વપ્રભુને વંદન—નમસ્કાર કર્યો. વંદન—નમસ્કાર કરીને તે જ ધાર્મિક યાન પર આરૂઢ થઈ, આરૂઢ થઈને પુરુષાદાનીય પાર્શ્વ અર્હત્ત્ની પાસેથી અને આમ્રશાલવન ચૈત્યથી બહાર નીકળી, નીકળીને જ્યાં આમલકલ્પા નગરી હતી ત્યાં આવી. - આમલકલ્પા નગરી આવીને, નગરીના મધ્યભાગમાંથી થઈને જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી, ત્યાં પહોંચી. ત્યાં પહોંચીને ધાર્મિકયાન પ્રવરને રોક્યું, રોકીને તે ધાર્મિક શ્રેષ્ઠ યાનથી નીચે ઉતરી. નીચે ઉતરીને જ્યાં તેના માતાપિતા હતા ત્યાં આવી. ત્યાં આવીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે કહ્યું– હે માતાપિતા ! વાત એમ છે કે, મેં પાર્શ્વ અર્હત્ત્ની પાસે ધર્મશ્રવણ કર્યું છે. તે ધર્મની હું ઇચ્છા કરું છું, પુનઃપુનઃ ઇચ્છા કરું છું. તે ધર્મ મને રુચ્યો છે. તેથી હે માતાપિતા ! સંસારના ભયથી ઉદ્વિગ્ન અને જન્મ-મરણથી ભયભીત થઈને હું આપની આજ્ઞા પ્રાપ્ત કરીને અર્હત્ પાર્શ્વપ્રભુની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અણગાર પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો. ૦ કાલીની પ્રવ્રજ્યા – ત્યારપછી તે કાલ ગાથાપતિએ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન બનાવ્યું, ભોજન બનાવીને મિત્રો, જ્ઞાતિજનો, નિજક-સ્વજન સંબંધીઓ અને પરિજનોને આમંત્રિત કર્યા, આમંત્રિત કરીને પછી સ્નાન કર્યું – યાવત્ – વિપુલ અશન આદિ ભોજન, પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકારો વડે સત્કાર અને સન્માન કર્યા, સત્કાર અને સન્માન કરીને તે મિત્રો, જ્ઞાતિજનો, નિજકસ્વજન સંબંધીઓ અને પરિજનોની સમક્ષ કાલીદારિકાને ચાંદીસોનાના કળશો વડે સ્નાન કરાવ્યું, સ્નાન કરાવીને સર્વ અલંકારો વડે વિભૂષિત કરી Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૦૩ વિભૂષિત કરીને સહસ્ત્રપુરુષવાહિની શિબિકા પર આરૂઢ કરી. આરૂઢ કરીને મિત્રો, જ્ઞાતિજનો, નિજક–સ્વજન, સંબંધી અને પરિજનોને સાથે લઈને સર્વ ઋદ્ધિ – યાવત્ – દંદુભિઘોષો અને વાદ્યોના ધ્વનિપૂર્વક આમલકલ્પા નગરીના મધ્યમાંથી નીકળ્યો. નીકળીને જ્યાં આમ્રપાલવનચૈત્ય હતું, ત્યાં આવ્યા, આવીને તીર્થકરોના છત્રાદિ અતિશયોને જોયા, જોઈને શિબિકાને રોકાવી, કાલીદારિકાને શિબિકાથી નીચે ઉતારી, ત્યારપછી માતાપિતા કાલીદારિકાને આગળ કરીને જ્યાં પુરુષાદાનીય પાર્થ અત્ બિરાજમાન હતા, ત્યાં પહોંચી, પહોંચીને વંદન-નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા, હે દેવાનુપ્રિયે ! આ કાલીદારિકા અમારી પુત્રી છે, અમને ઇષ્ટ, કાંત, પ્રિય – યાવત્ – ઉર્દુબર પુષ્પની સમાન જેનું નામ શ્રવણ પણ દુર્લભ છે, તો પછી દર્શનની વાત જ શું કરવી ? હે દેવાનુપ્રિય ! તે સંસારથી ઉદ્વિગ્ન થઈને આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી અણગાર પ્રવજ્યા અંગીકાર કરવા ઇચ્છે છે. તેથી અમે આપ દેવાનુપ્રિયને આ શિષ્યાની ભિક્ષા પ્રદાન કરીએ છીએ. હે દેવાનુપ્રિય! આપ આ શિષ્યાભિક્ષાનો સ્વીકાર કરો. ત્યારે પાર્શ્વનાથ અર્હતે કહ્યું, જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારપછી કાલીકુમારીએ ભપાૐ અર્હને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને ઇશાન ખૂણામાં ગઈ. ત્યાં જઈને સ્વયં જ આભરણ, વસ્ત્ર, માળા અને અલંકારોને ઉતાર્યા, ઉતારીને સ્વયં જ લોચ કર્યો. લોચ કરીને જ્યાં પુરુષાદાનીય પાર્થ ખંત્ બિરાજમાન હતા, ત્યાં આવી, આવીને પાર્થ અને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા અને વંદનનમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું – હે ભગવંત ! આ લોક આદિત છે – જન્મ મરણાદિ વેદનાથી સળગી રહ્યો છે, વ્યાપ્ત છે – યાવત્ – હું ઇચ્છું છું કે, આપ દેવાનુપ્રિય સ્વયં મને દીક્ષા આપો – યાવત - ધર્મનો બોધ કરાવો. ત્યારે પુરુષાદાનીય પાર્થ અને સ્વયં જ કાલીકુમારીને પુષ્પચૂલા આર્યાને શિષ્યાના રૂપમાં પ્રદાન કર્યા. ત્યારે પુષ્પચૂલા આર્યાએ કાલીકુમારીને સ્વયં જ પ્રવ્રજિત કર્યા – યાવત્ – ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યારપછી તે કાલી આર્યા પુષ્પચૂલા આર્યાની પાસેથી આ પ્રકારનો ધાર્મિક ઉપદેશ સમ્યક્ પ્રકારથી સારી રીતે, પૂર્ણરૂપે અધિગત કરીને વિચરવા લાગ્યા. ત્યારપછી તે કાલી આર્યા ઇર્યાસમિતિ આદિ સમિતિઓથી યુક્ત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારિણી આર્યા થઈ ગઈ. ત્યારપછી તે કાલી આર્યાએ પુષ્પચૂલા આર્યા પાસે સામાયિકથી લઈને અગિયાર અંગોનું અધ્યયન કર્યું અને ઘણાં જ ઉપવાસ, છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, માસક્ષમણ, અર્ધમાસક્ષમણ આદિ તપોકર્મથી પોતાના આત્માને ભાવિત કરતી એવી વિચારવા લાગી. ૦ કાલીઆર્યાનું બકુશત્વ અને પૃથક્ વિહાર : ત્યારપછી અન્ય કોઈ એક સમયે તે કાલી આર્યા શરીર બાકુશિકા થઈ ગઈ. તેથી M Page #305 -------------------------------------------------------------------------- ________________ ३०४ આગમ કથાનુયોગ-૪ તે વારંવાર હાથ ધોવા લાગી, પગ ધોવા લાગી, માથું ધોવા લાગી, મુખ ધોવા લાગી, સ્તનાન્તર ધોવા લાગી, કક્ષાન્તર ધોવા લાગી, ગુહ્યાન્તર ધોવા લાગી અને જ્યાં જ્યાં પણ તેણી કાયોત્સર્ગ, શય્યા, નિષદ્યા કે સ્થિતિ કરતા હતા, ત્યાં તે સ્થાન પર પહેલા પાણી છાંટતા પછી ત્યાં બેસતા અથવા સૂતા હતા. ત્યારે પુષ્પચૂલા આર્યાએ તે કાલી આર્યાને કહ્યું, હે દેવાનુપ્રિયે ! નિગ્રંથ શ્રમણીઓને શરીર બાકુશિકા થવું કલ્પતું નથી અને હે દેવાનુપ્રિયે ! તું શરીર બાકુશિકા થઈને વારંવાર હાથ ધુએ છે, પગ ધુએ છે, મસ્તક ધુએ છે, મુખ ધુએ છે, સ્તનાન્તર ધુએ છે, કક્ષાંતર ધુએ છે, ગુહ્યાન્તર ધુએ છે. વળી જે કોઈ પણ સ્થાને બેસે છે, ઉઠે છે, સુવે છે, સ્વાધ્યાય કરે છે તે–તે સ્થાને પણ પહેલાં પાણીનો છંટકાવ કરીને પછી જ બેસે છે, સુવે છે અથવા સ્વાધ્યાય કરે છે. તેથી હે દેવાનુપ્રિયે ! તું આ પાપસ્થાનની આલોચના કર – યાવત્ - પ્રાયશ્ચિત્ત અંગીકાર કર. ત્યારે કાલી આર્યાએ પુષ્પચૂલા આર્યાની આ વાતનો આદર ન કર્યો. તેના પર ધ્યાન ન આપ્યું અને મૌન ધારણ કરીને ચુપચાપ બેસી રહ્યા. ત્યારપછી તે પુષ્પચૂલા આદિ આર્યાઓ કાલીઆર્યાની વારંવાર અવહેલના કરવા લાગ્યા, નિંદા કરવા લાગ્યા, ખિંસા કરવા લાગ્યા. ગર્તા કરવા લાગ્યા, અવજ્ઞા કરવા લાગ્યા, વારંવાર આ નિષિદ્ધ કાર્ય કરવાથી રોકવા લાગ્યા. ત્યારપછી નિર્ચથી શ્રમણીઓ દ્વારા વારંવાર અવહેલના કરાયા પછી – યાવત્ – નિષેધ કરાયા પછી તે કાલી આર્યાને આ આવા પ્રકારનો અધ્યવસાય – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, જ્યારે હું ગૃહવાસમાં હતી, ત્યારે હું સ્વતંત્ર હતી, પરંતુ જ્યારથી મેં મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી અણગાર પ્રવજ્યા અંગીકાર કરી છે, ત્યારથી પરતંત્ર થઈ ગઈ છું. તેથી કાલે રાત્રિનું પ્રભાતરૂપ થયા બાદ, સૂર્યોદય થાય અને જાજ્વલ્યમાન તેજની સાથે સહસ્રરશ્મિ દિનકર પ્રકાશિત થયા પછી અલગ ઉપાશ્રય ગ્રહણ કરીને વિચરણ કરવું મારે માટે શ્રેયસ્કર છે. આ પ્રમાણેનો તેણીએ વિચાર કર્યો અને આવો વિચાર કરીને કાલરાત્રિનું પ્રભાતરૂપમાં પરિવર્તન થઈ ગયા બાદ, સૂર્યોદય થયો અને પછી જાજ્વલ્યમાન તેજની સાથે સહસ્રરશ્મિ દિનકર પ્રકાશિત થયા પછી તેણીએ પૃથક્ ઉપાશ્રય ગ્રહણ કર્યો. (એકલા રહેવા લાગ્યા. ત્યાં કોઈપણ પ્રકારની રોકટોક વિના નિરંકુશ અને સ્વચ્છંદમતિ થઈને વારંવાર હાથ ધોવા લાગ્યા, પગ ધોવા લાગ્યા, માથું ધોવા લાગ્યા, મુખ ધોવા લાગ્યા, સ્તનાંતર ધોવા લાગ્યા, કક્ષાંતર ધોવા લાગ્યા, ગુહ્યાન્તર ધોવા લાગ્યા. જે કોઈપણ સ્થાન પર બેસતા, સુતા કે સ્વાધ્યાય કરતા, ત્યાં પહેલા પાણીનો છંટકાવ કરીને પછી બેસવા કે સુવા લાગ્યાં. • કાલી આર્યાનું મૃત્યુ અને આગામી ભવ : ત્યારપછી તે કાલી આર્યા પાસત્થા–પાસત્થ વિહારિણી, અવસન્ના, અવસત્રવિહારિણી, કુશીલા-કુશીલ વિહારિણી, સંસકૃતા–સંસક્ત વિહારિણી થઈને ઘણાં વર્ષો પર્યત શ્રમણ પર્યાયનું પાલન કરીને અર્ધમાસની સંખના દ્વારા પોતાના આત્માની Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૦૫ ઝોસણા કરીને, ત્રીસભક્ત ભોજનનું અનશન દ્વારા છેદન કરીને તે પાપ સ્થાનની આલોચના–પ્રતિક્રમણ ન કરીને કાલમાસમાં કાળ કરીને ચમરચંચા રાજધાનીમાં કાલાવતંસક ભવનમાં ઉપપાત સભામાં, દેવશય્યામાં દેવદૂષ્યમાં અવતરિત થઈને અંગુલના અસંખ્યાતમાં ભાગની અવગાહના દ્વારા કાલી દેવીરૂપે ઉત્પન્ન થયા. ત્યારપછી તે કાલીદેવી તત્કાળ ઉત્પન્ન થઈને પાંચ પ્રકારની પર્યાદ્ધિઓથી પર્યાપ્ત ભાવને પ્રાપ્ત થઈ. ત્યારપછી તે કાલીદેવી ૪૦૦૦ સામાનિક દેવો – યાવત્ – ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવા તથા બીજા પણ ઘણાં કાલાવતંસક ભવનવાસી અસુરકુમાર દેવો અને દેવીઓનું આધિપત્ય કરતી એવી – યાવત્ – વિચારવા લાગી. આ પ્રમાણે હે ગૌતમ ! તે કાલીદેવીને તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ અને દિવ્ય દેવાનુભાવ મળેલ છે. પ્રાપ્ત થયો છે. અભિસમન્વવિત થયેલ છે. હે ભગવન્! કાલીદેવીની સ્થિતિ કેટલા કાળની કહી છે ? હે ગૌતમ ! અઢી પલ્યોપમની કહી છે. હે ભગવનું ! તે કાલીદેવી તે દેવલોક ચ્યવીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધિને પ્રાપ્ત કરશે – યાવત્ – સમસ્ત દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :નાયા. ૨૨૦; – ૪ –– –– ૦ રાજી કથા : તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશિલક નામે ચૈત્ય હતું. ભગવંત મહાવીરસ્વામી પધાર્યા, પર્ષદા નીકળી – યાવત્ – પર્યાપાસના કરવા લાગી. તે કાળે, તે સમયે રાજી નામની દેવી ચમચંચા રાજધાનીથી કાલીદેવીની માફક ભગવંત મહાવીર પાસે આવી અને નૃત્યવિધિ દેખાડી પાછી ગઈ. હે ભગવન્! એ પ્રમાણે સંબોધન કરીને ભગવદ્ ગૌતમે શ્રમણ ભગવાન્ મહાવીરને વંદના–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને તેણીના પૂર્વભવ બાબત પૃચ્છા કરી. હે ગૌતમ ! આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમસ્વામીને સંબોધન કરીને કહ્યું, હે ગૌતમ ! તે કાળે, તે સમયે આમલકલ્પા નામે નગરી હતી. આમ્રશાલવન નામક ચૈત્ય હતું. ત્યાં જિતશત્રુ નામે રાજા હતો. રાજી નામે ગાથાપતિ હતો. રાજશ્રી તેની પત્ની હતી. તેને રાજી નામે પુત્રી હતી. કોઈ સમયે પાર્થ પ્રભુ ત્યાં પધાર્યા. રાજી દારિકા પણ “કાલીઓની માફક ભગવંત પાર્શ્વના દર્શનાર્થે નીકળી – યાવત્ – ત્યારપછી તે રાજી આર્યા થઈ ગયા. ત્યારે તે રાજી આર્યા પુષ્પચૂલા આર્યાની પાસે સામાયિકથી લઈને અગિયાર અંગો ભણ્યા. ત્યારપછી (કાળક્રમે) કોઈ સમયે શરીર બકુશિકા થઈ ગયા. ત્યારપછી તે પાસસ્થા રાજી આર્યા તે પાપ સ્થાનની આલોચના પ્રતિક્રમણ ન કરીને કાલમાસમાં કાળ કરીને ચમરચંચા રાજધાનીમાં રાજ અવતંસક ભવનમાં, ઉપપાત [/૪/૨૦]. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ આગમ કથાનુયોગ-૪ સભામાં દેવ શય્યામાં દેવદૂષ્યથી અંતરિત થઈને અંગુલના અસંખ્યાતમાં ભાગની અવગાહના દ્વારા રાજીદેવીના રૂપમાં ઉત્પન્ન થઈ – યાવત્ – મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થઈને સર્વ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :નાયા. ૨૨૦, ૨૨૧; - - - ૪ - ૦ રજની કથા : - રાજગૃહ નામે નગર હતું. ગુણશિલક ચૈત્ય હતું. ભગવાન મહાવીર પધાર્યા. તે કાળે, તે સમયે રજનીદેવી ચમચંચા રાજધાનીથી આવી. ઇત્યાદિ કથન “કાલી” દેવી સમાન જાણવું. હે ભગવંત! એ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદનનમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને રજનીદેવીના પૂર્વભવ સંબંધી પૃચ્છા કરી. હે ગૌતમ ! આ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમસ્વામીને સંબોધીને કહ્યું, હે ગૌતમ ! તે કાળે, તે સમયે આમલકલ્પા નગરી હતી. આ પ્રશાલ વન નામે ચૈત્ય હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. રજની નામે ગાથાપતિ હતો. તેને રયણશ્રી નામે પત્ની હતી, તેમની પુત્રીનું નામ રજની હતું. શેષ સર્વ કથન કાલી અનુસાર જાણવું – યાવત્ – તેણી સર્વ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ:નાયા. ૨૨૦, ૨૨૨; – ૪ — — — ૦ વિદ્યુત કથા : કાલીદેવી પ્રમાણે જ વિદ્યુદેવીનું પણ કથાનક જાણવું. આમલકલ્પા નગરી હતી. વિદ્યુત નામે ગાથાપતિ હતો. તેની પત્ની વિદ્યુતુશ્રી હતી. વિદ્યુત્ નામે પુત્રી હતી. શેષ કથન કાલી સમાન જાણવું. ૦ આગમ સંદર્ભ :નાયા. ૨૨૦, ૨૨૩; – x – ૪ – ૦ મેધા કથા : આ જ પ્રમાણે મેધાદેવીની કથા જાણવી. આમલકલ્પા નગરીમાં મેઘ ગાથાપતિ હતો. મેઘશ્રી ભાર્યા હતી. તેમની મેધા નામે પુત્રી હતી. શેષ સર્વ કથન “કાલીદેવી” અનુસાર જાણવું. ૦ આગમ સંદર્ભ:નાયા. રર૦, ૨૨૪; – ૪ – ૪ – Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૦૭ ૦ શંભા આદિ કથા - (નાયાધમ્મકહાના શ્રુતસ્કંધ–ર–ના વર્ગ–રમાં શુંભા આદિ પાંચ શ્રમણીઓના કથાનક છે. તે આ પ્રમાણે- (૧) શુંભા, (૨) નિશુંભા (૩) રંભા (૪) નિરંભા અને (૫) મદના. ૦ શુંભા–કથા : તે કાળે, તે સમયે રાજગૃહ નગર હતું. ગુણશિલક ચૈત્ય હતું. ભગવાનું મહાવીરસ્વામી સમવસર્યા. પર્ષદા નીકળી – યાવત્ – પર્ષદા પર્થપાસના કરવા લાગી. તે કાળે અને તે સમયે શુંબાદેવી બલિચંચા રાજધાનીમાં શુંભાવતંસક ભવનમાં શુંભ નામના સિંહાસન પર રાજમાન હતી. શેષ વર્ણન “કાલીદેવી''ના અધ્યયન અનુસાર જાણવું – યાવત્ – દેવી નૃત્યવિધિનું પ્રદર્શન કરી પાછી ગઈ. (ગૌતમસ્વામી પૂર્વભવ પૂછયો. (ભગવંત મહાવીરે જણાવ્યું) – શ્રાવસ્તી નગરી હતી. કોષ્ટક ચઢ્યું હતું. જિતશત્રુ . ત્યાં શું ગાથાપતિ હતો. તેને શુંભશ્રી નામે ભાર્યા હતી. તેમને શુંભા ન હતી. શેષ “કાલીદેવી"ના વર્ણન અનુસાર જાણવું ફર્ક માત્ર એટલો કે શુંભાદેવીની સ્થિતિ સ પલ્યોપમની હતી. ૦ આગમ સંદર્ભ :– નાયા. ૨૨૫; Sજા, (૨) નિશુંભા (૩) રંભા (૪) નિરંભા (૫) મદના – કથા : શુંભાના અધ્યયનની માફક જ નિશુંભા આદિ ચારે અધ્યયન (કથા) જાણવી. વિશેષ માત્ર એ કે આ દેવીઓના નામ સમાન તેમના પૂર્વભવના નામ અને તે–તે દેવીનું નામ સમજી લેવું. જેમકે નિશંભ ગાથાપતિ, નિશંભથી પત્ની, નિશુંભા પુત્રી. - રંભ ગાથાપતિ, રંભથી પત્ની, રંભા પુત્ર-ઇત્યાદિ. ૦ આગમ સંદર્ભ :નાયા. ૨૨૫; - ૪ - ૪ - ૦ ઇલા આદિ કથા : ધરણેન્દ્રની અગ્રમડિલીરૂપ એવી છે કથા અહીં આવે છે – નાયાધમ્મકતામાં શ્રુતસ્કંધ–રમાં વર્ગ ૩માં આ છ શ્રમણીઓની કથા છે તે આ પ્રમાણે (૧) ઇલા, (૨) સતેરા, (૩) સૌદામિની, (૪) ઇન્દ્રા, (૫) ધના, (૬) વિદ્યુતા. ૦ ઇલા કથા : તે કાળે, તે સમયમાં રાજગૃહ નગર હતું, ત્યાં ગુણશિલક ચૈત્ય હતું, ભગવાન મહાવીરસ્વામીનું આગમન થયું. પર્ષદા નીકળી યાવતુ પર્યાપાસના કરવા લાગી. તે કાળે, તે સમયે ઇલા નામની દેવી ધરણી રાજધાનીમાં ઇલાવતંસક ભવનમાં ઇલા નામક સિંહાસન પર આસીન હતી, ઇત્યાદિ શેષ વર્ણન “કાલીદેવી” અધ્યયનની સમાન જાણવી – યાવત્ – ઇલાદેવી નૃત્યવિધિ દેખાડીને પાછી ચાલી ગઈ. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ આગમ કથાનુયોગ-૪ (ગૌતમસ્વામીએ) તેનો પૂર્વભવ પૂછ્યો. (ભગવંત મહાવીરે કહ્યું-) વાણારસી નગરીમાં કામમહાવન નામે ચૈત્ય હતું. ત્યાં ઇલ નામનો ગાથાપતિ હતો. ઇલશ્રી નામે ભાર્યા હતી. તેમને ઇલા નામે પુત્રી હતી. શેષ વર્ણન “કાલીદેવી” કથા મુજબ જાણવું. – વિશેષ એટલે કે, ઇલા આર્યા કાળધર્મ પામીને ધરણેન્દ્રની અગ્રમડિષી રૂપે ઉત્પન્ન થઈ. તેણીની સ્થિતિ સાધિક અર્ધ પલ્યોપમની હતી. શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું. ૦ સતેરા, સૌદામિની, ઇન્દ્રા, ઘના અને વિદ્યુતા કથા : સતેરા, સૌદ બારી, ઇન્દ્રા, ધના અને વિદ્યુતા આ પાંચે કથા “ઇલાદેવી"ના કથાનક અનુસાર જ જાણવજલો બધી ધરણેન્દ્રની અગમહિષીઓ છે. ૦ વેણુદેવની અગ્રણી વીરૂપ ઇલા અહિતી, સ્થા : ઇલા આદિ છે શ્રમણીઓની ક આ છ ણવી. ફર્ક માત્ર એટલો છે કે આ - નાયામણી કા પામ્યા બાદ દક્ષિણના અસુરકુમાર વેણુદેવની અગમહિષીઓ થઈ. ૦ દક્ષિણ દિશાવર્તી એ ઇન્દ્રોની દેવીરૂપ છ–છ શ્રમ ની કથા :A ઇલા આદિ છે શ્રમણીઓની કથા મુજબ જ આ બ વવા જાણવી. દક્ષિણ દિશાવર્તી એવા ૧. હરિ, ૨. અગ્નિશિખ, ૩. પૂર્ણ, ૪. જલકાંત, ૫. અમિતગતિ, ૬. વેલંબ અને ૭. ઘોષ આ સાતે ઇન્દ્રોની છ–છ અગ્રમડિષીઓ વેણુદેવ કે ધરણેન્દ્રની છ–છ અગમહિષી મુજબ જાણવી. એ રીતે ધરણેન્દ્રથી ઘોષ પર્યત નવ અસુરકુમાર ઇન્દ્રોની કુલ ચોપન દેવીઓ થઈ. આ પ્રમાણે નાયાધમ્મકહા શ્રુતસ્કંધ-૨ના વર્ગ ત્રીજાના ચોપન અધ્યયનો જાણવા. આ ચોપને અધ્યયોનું વર્ણન ઇલા, સતેરા આદિ છએ શ્રમણીઓના કથાનક અનુસાર જાણવું. એ રીતે ચોપન કથા થશે. આ ચોપને કન્યાઓની પ્રવજ્યા વાણારસી નગરીના મહાકામવન નામના ચૈત્યમાં થઈ, શેષ સ વિ'ના કથાનક મુજબ જાણવું. માત્ર તેમની દેવીરૂપે સ્થિતિ સાધિક અર્ધ ૦ આગમ સંદર્ભ :ભગ. ૪૮૯; પુષ્ક. ૨; આવ.૧–૫ ૪૮૪; આવનિ. ૮૪૬ની વૃ વિી. નાયા. - ૪ - ૪ - ૦ રૂપા આદિ કથા : (નાયાધમકહાના બીજા શ્રુતસ્કંધના ચોથા વર્ગમાં ચોપન અધ્યયનો કહ્યા છે. તેમાં મુખ્ય છે કથા છે - (૧) રૂપા, (૨) સુરૂપા, (૩) રૂપાંશા, (૪) રૂપકાવતી, (૫) રૂપકતા અને (૬) રૂપપ્રભા. આ છએ શ્રમણીઓ કાળધર્મ પામીને ઉત્તર દિશાવર્તી ભૂતાનંદ અસુરકુમારેન્દ્રની અગ્રમડિષીરૂપે ઉત્પન્ન થઈ તેની આ છ કથાઓ છે.) ૦ રૂપા કથા : તે કાળે, તે સમયે રાજગૃહ નગરમાં શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. પર્ષદા Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૦૯ નીકળી – યાવતુ – પર્ષદા પર્યાપાસના કરવા લાગી. તે કાળે, તે સમયે રૂપા નામની દેવી રૂપાનંદા નામક રાજધાનીમાં રૂપકાવતંસક ભવનમાં રૂપક નામના સિંહાસન પર બેઠી હતી. ઇત્યાદિ. શેષ વર્ણન કાલીદેવીના અધ્યયનની સમાન જાણવું. – વિશેષ માત્ર એટલું કે – પૂર્વ ભવમાં ચંપા નામે નગરી હતી, ત્યાં પૂર્ણભદ્ર ચૈિત્ય હતું. ત્યાં રૂપક નામનો ગાથાપિત હતો. તેને રૂપકશ્રી નામની પત્ની હતી અને તેને રૂપા નામની પુત્રી હતી – શેષ સર્વ કથન કાલીદેવી કથા મુજબ આવશે. વિશેષ એ કે રૂપા આર્યા કાળધર્મ પામીને ભૂતાનંદ નામના ઇન્દ્રની અગ્રમહિષીરૂપે ઉત્પન્ન થયા. તેમની દેવીપણાની સ્થિતિ કિંચિત્ ન્યૂન એક પલ્યોપમની હતી. રૂપાની કથા મુજબ જ સુરૂપા, રૂપંશા, રૂપકાવતી, રૂપકાંતા અને રૂપપ્રભા એ પાંચે દેવીઓની કથા જાણવી. આ વર્ગમાં ચોપન અધ્યયન અર્થાત્ ચોપન કથાઓ છે. જેમાં ભૂતાનંદ ઇન્દ્રની રૂપા, સુરૂપ આદિ છ કથાઓ ઉપર નોંધી છે. એ જ રીતે બાકીના આઠ ઉત્તર દિશાવર્તી ઇન્દ્રો વેણુદાલી, હરિસ્સહુ, અગ્રિમાણક્ક વિશિષ્ટ, જલપ્રભ, અમિતવાહન, પ્રભંજન અને મહાઘોષની પણ છ-છ અગમહિષીઓની કથા આ પ્રમાણે જ જાણવી. ૦ આગમ સંદર્ભ :ઠા. પપ૯; ભગ. ૪૮૯; નાયા. રર૭; ૦ કમલા આદિ કથા : (નાયાધમકહામાં બીજા ગ્રુતસ્કંધના પાંચમાં વર્ગમાં કમલા આદિ બત્રીશ અધ્યયન છે. આ બધાં જ શ્રમણીઓ કાળધર્મ પામીને દક્ષિણ દિશાવત પિશાચકુમાર આદિ ઇન્દ્રોની અગ્રમહિષીઓ થયા. તે કમલા આદિ બત્રીશ દેવીઓ આ પ્રમાણે છે – આઠ વ્યંતરની ચાર-ચાર એ રીતે બત્રીશ દેવીઓ છે. (૧) કમલા, (૨) કમલપ્રભા, (૩) ઉત્પલા, (૪) સુદર્શના, (૫) રૂપવતી, (૬) બહુરૂપા, (૭) સુરૂપા, (૮) સુભગા, (૯) પૂર્ણા, (૧૦) બહુપુત્રિકા, (૧૧) ઉત્તમાં, (૧૨) ભારિકા, (૧૩) પન્ના, (૧૪) વસુમતી, (૧૫) કનકા, (૧૬) કનકપ્રભા, (૧૭) અવતંસા, (૧૮) કેતુમતી, (૧૯) વજસેના, (૨૦) રતિપ્રિયા, (૨૧) રોહિણી, (૨૨) નવમિકા કે નમિતા (૨૩) હી (૨૪) પુષ્પવતી, (૨૫) ભુજગા, (૨૬) ભુજગવતી, (૨૭) મહાકચ્છા (૨૮) અપરાજિતા કે ફૂડા (૨૯) સુઘોષા, (૩૦) વિમલા (૩૧) સુસ્વરા અને (૩૨) સરસ્વતી. આ બત્રીશ કથાઓ છે. ૦ કમલા કથા : Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦. આગમ કથાનુયોગ-૪ તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. ભગવંત મહાવીર સમોસર્યા – યાવત્ - પર્ષદા પર્યાપાસના કરવા લાગી. તે કાળે, તે સમયે કમલા નામની દેવી કમલા રાજધાનીમાં કમલાવર્તસક ભવનમાં કમલ નામક સિંહાસન પર આસીન હતી. શેષ સર્વ કથાનક “કાલીદેવી"ની સમાન જાણવું. ફર્ક માત્ર એ છે કે, પૂર્વભવમાં નાગપુર નગર હતું. સહસ્ત્રાપ્રવન નામક ઉદ્યાન હતું. કમલ નામે ગાથાપતિ હતો, તેને કમલશ્રી નામે પત્ની હતી. તેઓને કમલા નામે પુત્રી હતી. તેણીએ ભ.પાર્શ્વ પાસે પ્રવજ્યા અંગીકાર કરી, કાળ કરીને પિશાયેન્દ્ર કાલની અગમહિષી થઈ. ત્યાં તેની સ્થિતિ અર્ધ પલ્યોપમની હતી. આ જ પ્રમાણે દક્ષિણ દિશવર્તી અન્ય વાણવ્યંતરેન્દ્રની અગ્રમડિષીઓના અધ્યયન કહેવા જોઈએ (અર્થાત્ કથા જાણવી). બધી જ (કમલપ્રભાથી સરસ્વતી પર્યત) નાગપુર નગરના સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં દીક્ષા લીધી. બધી કન્યાના માતા અને પિતાના નામ કન્યાઓના નામની સમાન જાણવા. જેમકે – કમલપ્રભા, કમલપ્રભ અને કમલપ્રભશ્રીની પુત્રી હતી, ઉત્પલા એ ઉત્પલ ગાથાપતિ અને ઉત્પલશ્રીની પુત્રી હતી ઇત્યાદિ બધાં જ શ્રમણીઓ કાળધર્મ પામી વાણવ્યંતરેન્દ્રની અગ્રમહિષી બન્યા. ત્યાં તેમની સ્થિતિ અર્ધપલ્યોપમની હતી, ત્યાંથી વી તે સર્વે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પામશે. ૦ આગમ સંદર્ભ :ઠા. ૨૮૭; ભગ. ૪૮૯; નાયા. ૨૨૯ થી ૨૩૩; ૦ બત્રીશ શ્રમણીઓની કથા : (નાયાધમ્મકહાના શ્રુતસ્કન્ધ બીજાના છઠા વર્ગમાં બત્રીશ શ્રમણીઓ માટે એટલી જ સૂચના છે કે છઠો વર્ગ પણ પાંચમાં વર્ગ સમાન છે. અર્થાત્ કમલા, કમલપ્રભા – યાવત્ – સરસ્વતી એ બત્રીશ શ્રમણીઓની જ કથા છે.) વિશેષતા ફક્ત એ જ છે કે, મહાકાલ આદિ ઉત્તર દિશાવર્તી આઠ ઇન્દ્રોની આ બત્રીશ અગ્રમડિષીઓ હતી (પ્રત્યેક ઇન્દ્રની ચાર-ચાર એ રીતે આઠ ઇન્દ્રોની ચાર–ચાર થતા બત્રીશ અગ્રમહિષી જાણવી.) આ બત્રીશે કન્યા પૂર્વભવમાં સાકેત નગરમાં ઉત્પન્ન થયેલી હતી. તે સર્વે ઉત્તરકર નામના ઉદ્યાનમાં દીક્ષિત થઈ હતી. તે કન્યાઓના નામ પ્રમાણે જ તેમના માતા–પિતાના નામ જાણવા. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. ૦ આગમ સંદર્ભ :ઠ. ૨૮; ભગ ૪૮૯; નાય. ૨૩૪; ૦ સૂર્યપ્રભા આદિ કથા – (નાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કંધના વર્ગ સાતમાં સૂર્યની અગમહિષીરૂપે આ ચાર કથાઓ છે તે આ પ્રમાણે :- (૧) સૂર્યપ્રભા, (૨) આતપા, (૩) અર્ચિમાલી અને (૪) પ્રભંકરા. Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૧૧ ૦ સૂર્યપ્રભા કથા - તે કાળે, તે સમયે રાજગૃહ નગરમાં ભગવાન્ મહાવીર પધાર્યા. પર્ષદા નીકળી – યાવતુ – પર્ષદા પર્યપાસના કરવા લાગી. તે કાળે, તે સમયે સૂર્યપ્રભાદેવી સૂર્ય વિમાનમાં સૂર્યપ્રભ સિંહાસન પર આસીન હતી. શેષ સર્વકથા “કાલીદેવી"ની કથા પ્રમાણે જાણવી. – વિશેષતા ફક્ત એ છે કે, પૂર્વભવમાં અરફુરી નગરીના સૂર્યપ્રભ ગાથાપતિની સૂર્યશ્રી નામે પત્ની હતી. તેઓને સૂર્યપ્રભા નામે પુત્રી થઈ. (કાલીની માફક દીક્ષા લીધી ઇત્યાદિ) પછી સૂર્યની અગ્રમહિષી થઈ. સૂર્યપ્રભાદેવીની સ્થિતિ ૫૦૦ વર્ષ અધિક અર્ધપલ્યોપમની છે. શેષ સર્વ કથા પૂર્વવત્ કાલીદેવીની સમાન જાણવી. ૦ (૨) આતપા (૩) અર્ચિમાલી, (૪) પ્રભંકરા : આ ત્રણે પણ સૂર્યની અગ્રમહિષીઓ થઈ. ત્રણે શ્રમણીઓની કથા સૂર્યપ્રભા મુજબ જ જાણવી. આ બધી અરફુરી નગરીમાં ઉત્પન્ન થયેલી. ત્રણેના માતા-પિતાના નામ આ કન્યા મુજબ જાણવા. ઇત્યાદિ. ૦ આગમ સંદર્ભ :ઠા. ૨૮૭; ભગ ૪૮૯; નાયા. ૨૩૫; જીવા. ૩૨૧; સૂર. ૧૨૬; ચંદ. ૧૩૦ જંબૂ ૩૫૫; – ૪ – ૪ – ૦ ચંદ્રપ્રભા આદિ કથા - (નાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કંધમાં આઠમાં વર્ગમાં ચંદ્રની અગ્રમડિષીઓ એવી ચાર દેવીની કથા છે. (૧) ચંદ્રપ્રભા, (૨) જ્યોત્સનાભા, (૩) અર્ચિમાલી અને (૪) પ્રભંકરા. આ ચારે પૂર્વભવે શ્રમણીઓ હતા.) ૦ ચંદ્રપ્રભા : તે કાળે, તે સમયે રાજગૃહ નગરમાં મહાવીરસ્વામી પદાર્પણ થયું. પર્ષદા નીકળી - યાવત્ – પર્ષદા પર્યપાસના કરવા લાગી. તે કાળે, તે સમયે ચંદ્રપ્રભા નામની દેવી ચંદ્રપ્રભ વિમાનમાં ચંદ્રપ્રભ નામના સિંહાસન પર આસીન હતી શેષ કથા “કાલીદેવી'ના કથાનક મુજબ જાણવી – ફક્ત વિશેષતા એ છે કે, તે પૂર્વભવે મથુરા નગરીની નિવાસિની હતી. ત્યાં ચંદ્રાવતંસક નામક ઉદ્યાન હતું. ત્યાં ચંદ્રપ્રભ નામે ગાથાપતિ રહેતો હતો. તેને ચંદ્રશ્રી નામે પત્ની હતી. તેઓને ચંદ્રપ્રભા નામની પુત્રી હતી. (તેણીએ “કાલીદેવીની માફક દીક્ષા લીધી – યાવત્ – કાલીદેવી માફક જ કાળધર્મ પામી) ત્યાંથી તે ચંદ્રની અગ્રમહિષી રૂપે ઉત્પન્ન થઈ. ત્યાં તેણીની સ્થિતિ પ૦,૦૦૦ વર્ષ અધિક અર્ધપલ્યોપમની તેની સ્થિતિ હતી. શેષ કથાનક કાલીદેવી” મુજબ જાણવું. ૦ જ્યોત્સનાભા (દોસિનાભા), અર્ચિમાલી, પ્રભંકરા : આ ત્રણે શ્રમણીઓની કથા ચંદ્રપ્રભાની માફક જ જાણવી. તે ત્રણે પણ કાળધર્મ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ આગમ કથાનુયોગ-૪ પામીને ચંદ્રદેવની અગ્રમહિષીરૂપે ઉત્પન્ન થયેલ. આ ત્રણે પણ મથુરા નગરીમાં ઉત્પન્ન થયેલ, ત્રણેના માતાપિતાના નામ તે કન્યાઓના નામની સદશ હતા. ઇત્યાદિ ૦ આગમ સંદર્ભ :ઠા. ૨૮૭; ભગ. ૪૮૯; નાયા. ૨૩૬; જીવા. ૩૧૯; સૂર. ૧૨૬; ચંદ. ૧૩૦ જંબૂ ૩૫૧; ૦ પદ્મા/પદ્માવતી આદિ કથા : (નાયાધમ્મકહા – કુતસ્કંધ-બીજાના વર્ગ નવમાં શક્રની આઠ અગ્રમડિલીનો ઉલ્લેખ છે. આ આઠે પૂર્વભવે શ્રમણીઓ હતા. તે કથા આ પ્રમાણે-) ૦ પદ્મા(પદ્માવતી) : તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગરમાં ભગવંત મહાવીરસ્વામી પધાર્યા. પર્ષદા નીકળી – યાવત્ – પર્યુપાસના કરવા લાગી. તે કાળે, તે સમયે પદ્માવતીદેવી સૌધર્મકલ્પમાં પદ્માવતંસક વિમાનમાં સુધર્મા સભામાં પદ્મ નામના સિંહાસન પર બેઠી હતી. શેષ કથન “કાલીદેવી"ની કથા સમાન જાણવું. પૂર્વભવે આ પઘા (પદ્માવતી) શ્રાવસ્તીના પડા નામના ગાથાપતિની પુત્રી હતી. તેની માતાનું નામ વિજ્યા હતું. પછી “કાલીદેવી"ની માફક પાર્શ્વનાથ અર્વતની પાસે દીક્ષા લીધી. કાળધર્મ પામીને શક્રેન્દ્રની અગ્રમહિષી થયા. ત્યાં તેણીની સ્થિતિ સાત પલ્યોપમની હતી. ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સર્વ દુઃખોનો અંત કરશે. ૦ શિવા : શ્રાવસ્તી નગરીના પ ગાથાપતિ અને વિજ્યાની પુત્રી હતી. ભપાર્થઅર્હત્ સમીપે દીક્ષા લીધી. કાળધર્મ પામીને શક્રની અગ્રમષિી થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહે મોક્ષમાં જશે. શેષ સર્વ કથન “કાલીદેવી" મુજબ જાણવું. ૦ શચિ : હસ્તિનાપુરના પદ્મ ગાથાપતિ અને વિજ્યાની પુત્રી હતી. ભ.પાર્થાત્ પાસે દીક્ષા લીધી. કાળધર્મ પામીને શક્રની અગ્રમડિષી થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહે મોક્ષે જશે. શેષ સર્વ કથન “કાલીદેવી” મુજબ જાણવું. ૦ અંજૂ : હસ્તિનાપુરના પદ્મ ગાથાપતિ અને વિજ્યાની પુત્રી હતી. ભપાર્શઅહંતુ પાસે દીક્ષા લીધી. કાળધર્મ પામીને શક્રની અગ્રમહિષી થયા. ત્યાંથી ચવીને મહાવિદેહે મોક્ષે જશે. શેષ સર્વ કથન “કાલીદેવી" મુજબ જાણવું ૦ રોહિણી : કાંપિલ્યપુરના ગાથાપતિ પદ્મ અને તેની પત્ની વિજ્યાની પુત્રી હતી. ભ.પાર્થઅર્પતું સમીપે દીક્ષા લીધી. કાળધર્મ પામીને શક્રની અગ્રમહિષી થયા. ત્યાંથી ચ્યવને મહાવિદેહે મોક્ષે જશે. શેષ સર્વ કથન “કાલીદેવી" મુજબ જાણવું. ૦ નવમિકા : Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૧૩ કાંપિલ્યપુરના પદ્મ ગાથાપતિ અને તેની પત્ની વિજ્યાની પુત્રી હતી. ભ.પાર્થઅર્વત્ સમીપે દીક્ષા લીધી. કાળધર્મ પામીને શક્રની અગ્રમડિષી થયા. ત્યાંથી આવીને મહાવિદેહ મોક્ષે જશે. શેષ સર્વ કથન “કાલીદેવી" મુજબ જાણવું. ૦ અચલા : સાકેતનગરના ગાથાપતિ પદ્મ અને તેની પત્ની વિજ્યાની પુત્રી હતી. ભાપાર્થ અર્હત્ સમીપે દીક્ષા લીધી. કાળધર્મ પામીને શક્રની અગમહિષી થયા. ત્યાંથી વીને મહાવિદેહે મોક્ષે જશે. શેષ સર્વ કથન “કાલીદેવી” મુજબ જાણવું. ૦ અપ્સરા : સાકેતનગરના ગાથાપતિ પદ્મ અને તેની પત્ની વિજ્યાની પુત્રી હતી. ભ.પાર્થ અહંતુ સમીપે દીક્ષા લીધી. કાળધર્મ પામીને શક્રની અગ્રમહિષી થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહે મોક્ષે જશે. શેષ સર્વ કથન “કાલીદેવી” મુજબ જાણવું. ૦ આગમ સંદર્ભ :- (પઘાથી અપ્સરા સુધીના શ્રમણીના) ઠા. ૭ર૩; ભગ. ૪૮૯; નાયા. ૨૩૭; – ૮ – ૮ – ૦ કૃષ્ણા આદિ કથા : (કૃષ્ણા આદિ આઠ શ્રમણીઓની કથા નાયાધમ્મકહાના શ્રુતસ્કંધ બીજાના વર્ગ નવમાં આપેલી છે. આ આઠે શ્રમણીઓ કાળધર્મ પામી ઇશાનેન્દ્રના અગમહિષી થયા) (૧) કૃષ્ણા, (૨) કૃષ્ણરાજ, (૩) રામા, (૪) રામરણિતા, (૫) વસુ, (૬) વસુગુપ્તા, (૭) વસુમિત્રા, (૮) વસુંધરા. તે કાળે, તે સમયે રાજગૃહનગરમાં શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. – યાવત્ – પર્ષદા પર્થપાસના કરવા લાગી. તે કાળે, તે સમયે કૃષ્ણાદેવી ઈશાનકલ્પમાં કૃષ્ણાવતંસક વિમાનમાં સુધર્માસભામાં કૃષ્ણ નામના સિંહાસન પર બેઠી હતી. શેષ સર્વકથા “કાલીદેવી” અનુસાર જાણવી. આ પ્રમાણે આઠે અધ્યયનો (કૃષ્ણા, કૃષ્ણરાજિ, રામા, રામરણિતા, વસુ, વસુગુપ્તા, વસુમિત્રા અને વસુંધરાની કથા) “કાલીદેવી"ની કથા અનુસાર જાણવી. વિશેષતા માત્ર એટલી છે કે – પૂર્વભવમાં (૧) કૃષ્ણા અને કૃષ્ણરાજિ બંને વાણારસી નગરીમાં થયા. (૨) રામાં અને રામરણિતા બંને રાજગૃહ નગરીમાં થયા. (૩) વસુ અને વસુગુપ્તા બને શ્રાવતી નગરીમાં થયા. (૪) વસુમિત્રા અને વસુંધરા બંને કૌશાંબી નગરીમાં થયા. કૃષ્ણા આદિ આઠે કન્યાના પિતાનું નામ રામ અને માતાનું નામ ધર્મા હતું. આ આઠે કન્યાઓએ ભ.પાર્થ અર્પત્ની પાસે દીક્ષા લીધી હતી અને પુષ્પચૂલા આર્યાને શિષ્યાના રૂપમાં સોંપાયા હતા. – આ આઠે શ્રમણીઓ કાળધર્મ પામીને ઇશાનેન્દ્રની અગ્રમહિષીઓ થયા. – ત્યાં બધાં દેવીની સ્થિતિ નવ પલ્યોપમની હતી. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ આગમ કથાનુયોગ-૪ - આઠ દેવીઓ ઇશાનકલ્પથી ઍવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને ત્યાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને સર્વ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :-- ઠા. ૭ર.૩; ભગ. ૪૮૯; નાયા ૨૩૯, ૨૪૦; ૦ ગોપાલિકા કથા : ગોપાલિકા નામે એક બહુશ્રુત શ્રમણી હતા. તેઓ એક વખત પોતાના શિષ્યા પરિવાર સાથે ચંપાનગરી પધાર્યા. ગોપાલિકા આર્યાના ઉપદેશથી સકાલિકા (દ્રૌપદીનો પૂર્વભવ) શ્રાવિકા બની હતી, પછી સુકુમાલિકાએ તેઓની પાસે દીક્ષા ગ્રહણ કરી – થાવત્ – ગોપાલિકા આર્યાએ સુકુમાલિકાને ખુલ્લામાં આતાપના ન લેવા, બકુશત્વનો ત્યાગ કરવા આદિ સમજાવેલ. ઇત્યાદિ કથા દ્રૌપદીની કથાથી જાણી લેવી. ૦ આગમ સંદર્ભ :નાયા. ૧૬૫ થી ૧૯૭; ૦ પુષ્પચૂલા કથા : ભગવંત પાર્શ્વનાથના ૩૮,૦૦૦ શ્રમણીઓમાં મુખ્ય એવા પુષ્પચૂલા શ્રમણી હતા. તેમની પાસે “કાલી” આદિએ, “રાજી” આદિએ, “ભૂતા' વગેરેએ પ્રવજ્યા અંગીકાર કરેલી હતી. કાલી વગેરેને તેમણે ધર્મનો બોધ આપેલો. સામાયિકથી આરંભીને અગિયાર અંગો પર્યતનું જ્ઞાન (શિક્ષણ) આપેલું હતું. તેમજ “કાલી" વગેરે અસુરકુમારેન્દ્રોની, વ્યંતરેન્દ્રોની, જ્યોતિર્મેન્દ્રો આદિની જે–જે અગ્ર મહિષીઓ થયા તે સર્વેને અધ્યયન કરાવવા ઉપરાંત જ્યારે તે–તે શ્રમણીઓ શરીરનાકુશિકા થઈ ગયા ત્યારે તે–તે શ્રમણીઓને સારણા આદિ કરવા વડે પુનઃ સંયમમાં સ્થિર કરવા પ્રયત્ન કરેલ હતો. (જુઓ “કાલી” કથા.) ૦ આગમ સંદર્ભ :સમ ૩૧૧; નાયા. રર૦, ૨૪૦; આવ યૂ.૧–પૃ. ૧૫૯; તિલ્યો. ૪૬૨; ૦ સુવતા–૧ કથા : તે કાળે, તે સમયે ઇર્યા આદિ સમિતિઓથી યુક્ત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારિણી, બહુશ્રુત અને ઘણાં શિષ્યા પરિવારથી યુક્ત સુવ્રતા નામે સાધ્વી હતા. (કથાના પરસ્પર સંબંધના અનુમાનથી એમ જણાય છે કે, સુવ્રતા સાધ્વીજી ભગવંત અરિષ્ટનેમિના શાસનમાં થયા હશે. કેમકે - સુવ્રતા સાધ્વીજીએ જેમને પ્રતિબોધ કર્યો તે પોટિલા–તેતલીપુત્ર ભ.અરિષ્ટનેમિના શાસનમાં થયેલા અને દ્રૌપદી પણ ભ.અરિષ્ટનેમિના શાસનમાં થયા હતા.) સુવ્રતા આર્યાએ ધર્મનો બોધ પમાડી પોટ્ટિલાને પ્રથમ શ્રાવિકા બનાવેલા, પછીથી પોટ્ટિલાએ તેમની પાસે પ્રવજ્યા અંગીકાર કરેલી. તેઓએ પોટ્ટિલાને અગિયાર અંગોનું Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૧૫ અધ્યયન કરાવ્યું ઇત્યાદિ – કથા જુઓ પોલિા. દ્રૌપદીએ પણ સુવ્રતા આર્યા પાસે પ્રવજ્યા ગ્રહણ કરેલી. અગિયાર અંગોનું અધ્યયન કરેલું, અનેકવિધ તપ કર્યા હતા – કથા જુઓ દ્રૌપદી. વારાણસીના ભદ્ર સાર્થવાહની પત્ની સુભદ્રાને પણ સુવ્રતા આર્યાએ પ્રતિબોધ કરેલ, ત્યારપછી તેણીએ સુવ્રતા આર્યા પાસે દીક્ષા ગ્રહણ કરેલી. જ્યારે સુભદ્રા આર્યા બાળકોમાં મૂર્ણિત બન્યા ત્યારે તેણીને આ અકલ્પનીય કાર્યોથી સુવતા આર્યાએ નિવારવા પ્રયન કરેલ. કથા જુઓ સુભદ્રા/સોમાં. ૦ આગમ સંદર્ભ :નાયા. ૧૫૧, ૧૫ર, ૧૮૧, ૧૮૩; પુષ્ફિ ૮; – ૮ – – ૦ સુવ્રતા–૨ કથા - (આ કથા પુફિયા આગમની છે. આગમ ક્રમ એટલે તોડવો પડેલ છે કે સુવતા–૧, સુવતા–રની તુલના થઈ શકે.) તે કાળે, તે સમયે ઇર્યા આદિ સમિતિઓથી યુક્ત – ચાવતુ – અનેક સાધ્વીઓની સાથે સુવ્રતા નામના આર્યા તે બિભેલ સન્નિવેશમાં આવશે. અણગાર ઉચિત અવગ્રહ લઈને ત્યાં સ્થિરતા કરશે. સોમા બ્રાહ્મણી.. આવીને સુવ્રતા આર્યાને વંદન–નમસ્કાર કરશે. ત્યારપછી સુવ્રતા આર્યા તે સોમા બ્રાહ્મણીને કર્મથી જીવ બદ્ધ થાય છે. ઇત્યાદિ રૂ૫ કેવલિ પ્રરૂપિત ધર્મોપદેશ આપશે. ત્યારે તે સોમા બ્રાહ્મણી બાર પ્રકારનો શ્રાવકધર્મ અંગીકાર કરશે અને સુવ્રતા આર્યાને વંદન–નમસ્કાર કરી, પાછી જશે. ..સુવ્રતા આર્યા કોઈ સમયે ગ્રામાનુગ્રામ વિચરણ કરતા પુનઃ બિભેલ સંનિવેશમાં આવશે... સોમા બ્રાહ્મણી તેમની પાસે પ્રવૃજિત થશે... ત્યારપછી સોમાં આર્યા સુવ્રતા આર્યાની પાસે સામાયિક આદિથી લઈને અગિયાર અંગોનું અધ્યયન કરશે ઇત્યાદિ – કથા જુઓ સુભદ્રા/સોમા. (નોંધ :- સુવતા–૧ અને સુવ્રતા–ર બંને અલગ જ હોય. કેમકે સુભદ્રાને પ્રતિબોઘ કરનાર આર્યા સુવ્રતા છે. પછી સુભદ્રા આર્યા કાળધર્મ પામીને બહપુત્રિકાદેવી થયા. તેનું આયુષ્ય ચાર પલ્યોપમ છે. તે દેવી ભગવંત મહાવીરને વંદનાર્થે આવે છે. પછી ભગવંત મહાવીર તેના આગામીભવનું વર્ણન કરે છે. આગામી ભવે તે સોમા બ્રાહ્મણીરૂપે જન્મ લે છે, ત્યાં તેને સુવતા આ પ્રતિબોધ કરે છે. મનુષ્યાયુ ચાર પલ્યોપમ હોય નહીં. તેથી આ સુવતા આર્યા બીજા જ હોય માટે અલગ નોંધેલ છે. સંદર્ભ-કથા જુઓ સુભદ્રા/સોમા) ૦ આગમ સંદર્ભ :પુષ્ક્રિ. ૮; – ૪ – ૪ – ૦ પદ્માવતી આદિ કથા : (અંતકૃત્ દશા આગમના પાંચમાં વર્ગમાં આ દશ અધ્યયનો આપેલા છે જે મુખ્ય ત્રણ વિભાગમાં છે. અધ્યયન–૧માં પદ્માવતીની કથા, અધ્યયન–૨ થી ૮ એક જ સૂત્રમાં છે તેમાં ગૌરી આદિ સાતની કથા અને અધ્યયન ૯ અને ૧૦ એક જ સૂત્રમાં છે તે ત્રીજા વિભાગમાં મૂલશ્રી અને મૂલદત્તાની કથા. આ દશ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ આગમ કથાનુયોગ-૪ અધ્યયન આ પ્રમાણે છે– (૧) પદ્માવતી (૨) ગૌરી (૩) ગાંધારી (૪) લક્ષ્મણા (૫) સુશીમાં (૬) જાંબવતી (૭) સત્યભામા (૮) રુકિમણી (૯) મૂલશ્રી અને (૧૦) મૂલદત્તા. ૦ પદ્માવતી કથા - તે કાળે, તે સમયે દ્વારિકા નામની નગરી હતી. જેનું આધિપત્ય કૃષ્ણ વાસુદેવ કરી રહ્યા હતા – યાવત્ – તેઓ નગરીનું પાલન કરતા વિચારી રહ્યા હતા. તે કૃષ્ણ વાસુદેવને પદ્માવતી નામે એક રાણી હતી. ૦ અહંતુ અરિષ્ટનેમિ દ્વારા ઘર્મદેશના : તે કાળે, તે સમયે અહંતુ અરિષ્ટનેમિ સમવસર્યા – યાવત્ – સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. કૃષ્ણ વાસુદેવ નીકળ્યા – યાવત્ – પર્યુપાસના કરવા લાગ્યા. તે સમયે તે પદ્માવતીદેવી આ વૃત્તાંતને સાંભળીને હર્ષિત–સંતુષ્ટ થતી એવી જે રીતે દેવકીદેવી વંદનાર્થે નીકળ્યા હતા, તે જ પ્રમાણે પદ્માવતીદેવી પણ – યાવત્ – પર્યાપાસના કરવા લાગી. ત્યારે અર્પતુ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવ, પદ્માવતી રાણી અને તે વિશાળ એવી પર્ષદાને ચતુર્યામ ધર્મનો ઉપદેશ આપ્યો. તે આ પ્રમાણે -- સર્વથા પ્રાણાતિપાતથી વિરમણ, સર્વથા મૃષાવાદથી વિરમણ, સર્વથા અદત્તાદાનથી વિરમણ, સર્વથા પરિગ્રહથી વિરમણ. ત્યારપછી પર્ષદા પાછી ફરી. ૦ કૃષ્ણ દ્વારિકા વિનાશ વિશે કરેલ પૃચ્છા :– ત્યારપછી કૃષ્ણ વાસુદેવે અત્ અરિષ્ટનેમિને વંદન-નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું, હે ભગવન્! મારી આ બાર યોજન લાંબી અને નવ યોજન વિસ્તારવાળી – યાવત્ – દેવલોકની સમાન આ દ્વારિકા નગરીનો કયા કારણથી વિનાશ. થશે ? હે કૃષ્ણ! આ પ્રમાણે કૃષ્ણ વાસુદેવને સંબોધિત કરીને અહંતુ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું, હે કૃષ્ણ નિશ્ચયથી આ બાર યોજન લાંબી અને નવી યોજના વિસ્તારવાળી – યાવત્ – દેવલોક જેવી આ કારાવતી નગરીનો સુરા (મદિરા), અગ્નિ અને કૈપાયનના નિમિત્તે વિનાશ થશે. ૦ દ્વારિકા વિનાશના વૃતાંતથી કૃષ્ણની ચિંતા : અહંતુ અરિષ્ટનેમિના મુખેથી દ્વારિકાના વિનાશની વાત સાંભળીને કૃષ્ણ વાસુદેવને આ અધ્યવસાય – કાવત્ – સંકલ્પ સમુત્પન્ન થયો. ધન્ય છે તે જાલિ, મયાલી, ઉવયાલી, પુરુષસેન, વારિષણ, પ્રદ્યુમ્ન, શાંબ, અનિરુદ્ધ, દઢનેમિ, સત્યનેમિ વગેરે કુમારો - જેઓએ સુવર્ણ આદિ સંપત્તિનો ત્યાગ કરીને યાચકોને દાન આપીને અર્પત અરિષ્ટનેમિપ્રભુની પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરીને અનગાર પ્રવજ્યા લીધી. - હું અધન્ય છું, અકૃત્ પુણ્ય છું, જે રાજ્યમાં, રાષ્ટ્રમાં, કોશમાં, કોઠાગારમાં, Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૧૭ સેનામાં, વાહનમાં, પુરમાં, અંતઃપુરમાં, કામભોગોમાં મૂર્ણિત થઈ રહ્યો છું – યાવત્ – આસક્ત થઈને અહં અરિષ્ટનેમિ પ્રભુની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર પ્રવ્રજ્યા અંગીકાર કરવામાં સમર્થ નથી. ૦ વાસુદેવ કદી દીક્ષા ન લે તેવું જિનવચન : હે કૃષ્ણ ! આ પ્રમાણે અત્ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને સંબોધિત કરીને કહ્યું, હે કૃષ્ણ ! નિશ્ચયથી તને આ માનસિક વિચાર – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો છે કે, તે જાલિકુમાર આદિ ધન્ય છે – યાવત્ – પ્રવ્રજિત થયા છે. પરંતુ હું અધન્ય છું – થાવત્ – અત્ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અણગાર પ્રવજ્યા ધારણ કરવામાં સમર્થ નથી. હે કૃષ્ણ ! આ વાત યથાર્થ છે ? હાં, ભગવન્! આ વાત યથાર્થ છે. હે કૃષ્ણ ! એવું કદાપી થયું નથી થતું નથી અને થશે પણ નહીં કે સ્વર્ણ આદિ ધનસંપત્તિનો ત્યાગ કઈને વાસુદેવ પ્રવજ્યા અંગીકાર કરે. ૦ કૃષ્ણની અનંતર ભવે નરકગતિનું વિધાન : ત્યારપછી કૃષ્ણ વાસુદેવે અર્હત્ અરિષ્ટનેમિને આ પ્રમાણે પૂછયું, હે ભગવન્! હું અહીંથી કાળના અવસરે કાળ કરીને ક્યાં જઈશ? ક્યાં ઉત્પન્ન થઈશ ? ત્યારે અર્પતું અરિષ્ટનેમિએ આ પ્રમાણે કહ્યું, હે કૃષ્ણ ! એ પ્રમાણે નિશ્ચયથી તું દારું, અગ્નિ અને દ્વૈપાયનના ક્રોધથી દ્વારિકા નગરીના ભસ્મ થઈ ગયા પછી માતા–પિતા અને સ્વજનોથી અલગ થઈને રામબલદેવની સાથે દક્ષિણી સમુદ્ર કિનારાની તરફ પાંડુ રાજાના પુત્ર યુધિષ્ઠિર અને પાંચ પાંડવોની પાસે પાંડુમથુરાની તરફ જતી વેળાએ કોસાંબવન નામના કાનનમાં શ્રેષ્ઠ ન્યગ્રોધ વૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટક પર પીતાંબર વસ્ત્ર ઓઢીને સુતો હોઈશ ત્યારે જરાકુમાર દ્વારા ધનુષ્યથી છોડાયેલા તીક્ષ્ણ બાણ વડે ડાબા પગમાં વિંધાઈને કાળના અવસરે કાળ કરીને ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના ઉજ્વલિત નરકમાં નારકરૂપે ઉત્પન્ન થઈશ. ત્યારે તે કૃષ્ણ વાસુદેવ અર્વત્ અરિષ્ટનેમિની પાસેથી આ વાત સાંભળીને અને અવધારીને ભગ્ર મનોરથ થઈને હથેલી પર મુખ રાખીને આર્તધ્યાન કરવા લાગ્યા. ૦ આગામી ભવે કૃષ્ણનું તીર્થકરત્વ – કથન : હે કૃષ્ણ ! આ પ્રમાણે અત્ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને સંબોધિત કરીને કહ્યું, હે દેવાનુપ્રિય ! તું ભગ્ર મનોરથ થઈને – યાવત્ – આર્તધ્યાન ન કરો. કેમકે, હે દેવાનુપ્રિય! ખરેખર, તું તે ત્રીજી પૃથ્વીના ઉજ્વલિત નામક નરકથી નીકળીને અનંતર જ આ જંબૂતીપમાં ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં પૌંડ્ર જનપદના શતતાર નામના નગરમાં બારમાં અમમ નામના અરિહંત-તીર્થકર થશો. (અન્ય સ્થાને અમમ તીર્થકરનો ક્રમ તેરમો કહેલ છે. જૂઓ ભાવિ તીર્થકર વર્ણન) ત્યારે ત્યાં તમે ઘણાં વર્ષો સુધી કેવલી પર્યાયનું પાલન કરી સિદ્ધ થશો – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશો. – કૃષ્ણ દ્વારા પ્રવજ્યા ગ્રહણ માટે પ્રેરણા : ત્યારપછી તે કૃષ્ણ વાસુદેવે અહત અરિષ્ટનેમિની પાસેથી આ વાતને સાંભળીને Page #319 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૪ હર્ષિત અને સંતુષ્ટ થયા – યાવત્ - આસ્ફાટન કર્યું. (તાલ ઠોક્યો). આસ્ફાટન કરીને હુંકાર કર્યો. હુંકાર કરીને ત્રિપદીનું છેદન કર્યું. ત્રણ વખત પૃથ્વી પર પગને રાખ્યો. ત્રણ વખત પાદન્યાસ કરીને તેણે સિંહનાદ કર્યો. સિંહનાદ કરીને અર્હત્ અરિષ્ટનેમિપ્રભુને વંદન—નમસ્કાર કર્યા, વંદન—નમસ્કાર કરીને તે જ આભિષેક્સ હસ્તિરત્ન પર આરૂઢ થયા. આરૂઢ થઈને દ્વારાવતી નગરી હતી ત્યાં, જ્યાં પોતાનો આવાસ–પ્રાસાદ હતો ત્યાં આવ્યા. આભિષેક્સ હસ્તિરત્નથી નીચે ઉતર્યા. ઉતરીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, બહારનો સભામંડપ હતો, તેમાં જ્યાં પોતાનું સિંહાસન હતું ત્યાં આવ્યા અને આવીને તે શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વાભિમુખ કરીને બેઠા. બેસીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! તમે લોકો જાઓ અને દ્વારાવતી નગરીના શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ અને સામાન્ય માર્ગોમાં હાથી પર બેસીને ઊંચા—ઊંચા અવાજે ઘોષણા કરતા આ પ્રમાણે ઉદ્ઘોષણા કરો – હે દેવાનુપ્રિયો ! નિશ્ચયથી આ બાર યોજન લાંબી અને નવ યોજનના વિસ્તારવાળી – યાવત્ – દેવલોક સદૃશ આ દ્વારાવતી નગરીનો સુરા, અગ્નિ અને દ્વૈપાયનના કોપને કારણે નાશ થશે. - તેથી હે દેવાનુપ્રિયો ! આ દ્વારાવતી નગરીમાં જે કોઈપણ રાજા, યુવરાજ, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇમ્ય, શ્રેષ્ઠી, રાણી, કુમાર અથવા કુમારી અર્હત્ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી આનગારિક પ્રવ્રજ્યા અંગીકાર કરશે. તેને વાસુદેવ કૃષ્ણ વિદાઈ આપશે અને તે દીક્ષાર્થીઓના પશ્ચાવર્તી પારિવારિક લોકોની પણ યથાયોગ્ય આજીવિકાની વ્યવસ્થા કરશે. તેમજ મહાન્ ઋદ્ધિ—વૈભવ, સત્કાર—સન્માનથી સાથે તેઓનો નિષ્ક્રમણ મહોત્સવ કરશે. આ પ્રમાણે બીજી વાર, ત્રીજીવાર પણ ઘોષણા કરો અને ઘોષણા કરીને મારી આ આજ્ઞાને મને પાછી સોંપો. ત્યારપછી તે કૌટુંબિક પુરુષોએ – યાવત્ - આજ્ઞા પાછી સોંપી. - ૦ પદ્માવતી રાણીનો પ્રવ્રજ્યા સંકલ્પ :-- ૩૧૮ ત્યારપછી તે પદ્માવતી રાણીએ અર્હત્ અરિષ્ટનેમિ પાસેથી ધર્મકથા શ્રવણ કરી અને અવધારિત કરી હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત – યાવત્ – હર્ષના વશથી વિકસિત હૃદયવાળી થઈને અર્હત્ અરિષ્ટનેમિને વંદનનમસ્કાર કર્યા, વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે બોલી, હે ભગવન્ ! હું નિદ્રંથ પ્રવચન પર શ્રદ્ધા રાખું છું. તે એ પ્રમાણે જ છે. જે પ્રમાણે આપ કહો છો. વિશેષ એ કે હે દેવાનુપ્રિય ! હું કૃષ્ણ વાસુદેવને પૂછીશ. ત્યારપછી હું આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી આનગારિક પ્રવ્રજ્યા અંગીકાર કરીશ. હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારપછી તે પદ્માવતી રાણી ધાર્મિક શ્રેષ્ઠ રથ પર આરૂઢ થઈ, આરૂઢ થઈને જ્યાં દ્વારાવતી નગરી હતી અને તેમાં જ્યાં પોતાનું આવાસગૃહ હતું, ત્યાં આવી. આવીને ધાર્મિક યાન–પ્રવરથી નીચે ઉતરી, નીચે ઉતરીને જ્યા કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં આવી, ત્યાં આવીને બંને હાથ જોડી મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને કૃષ્ણ વાસુદેવને Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આપની અનુમતિ પ્રાપ્ત કરીને હું અર્હત્ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈને ગૃહવાસ ત્યાગ કરીને અનગાર પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છુ છું. હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારપછી કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દવાનુપ્રિયો ! જલ્દીથી પદ્માવતી દેવીને માટે મહામૂલ્યવાન, મહાર્દ, મહાપુરુષોને યોગ્ય અભિનિષ્ક્રમણ અભિષેકની સામગ્રી ઉપસ્થિત કરો. કરીને મારી આ આજ્ઞા પાછી સોંપો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ – યાવત્ – આજ્ઞા પાછી સોંપી. - ૦ પદ્માવતીની પ્રવ્રજ્યા : ત્યારપછી તે કૃષ્ણ વાસુદેવે પદ્માવતીરાણીને પટ્ટ પર બેસાડ્યા. બેસાડીને ૧૦૮ સુવર્ણ કળશે વડે યાવત્ – મહાનિષ્ક્રમણ અભિષેક વડે અભિષિક્ત કર્યા, અભિષિક્ત કરીને સર્વ અલંકારો વડે વિભૂષિત કર્યા, વિભૂષિત કરીને પુરુષ સહસ્રવાહિની શિબિકામાં બેસાડ્યા, બેસાડીને, દ્વારિકા નગરીના મધ્ય ભાગમાંથી નીકળ્યા, નીકળીને જ્યાં રૈવતક પર્વત હતો, જ્યાં સહસ્રામવન ઉદ્યાન હતું, ત્યાં આવ્યા. ત્યાં આવીને શિબિકા રોકી, પદ્મવતી દેવીને શિબિકાથી નીચે ઉતાર્યા. ઉતારીને જ્યાં અર્હ અરિષ્ટનેમિ બિરાજી રહ્યા હતા, ત્યાં આવ્યા. આવીને અર્હત્ અરિષ્ટનેમિની ત્રણ વખત આદક્ષિણ—પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન—નમસ્કાર કર્યા. વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભગવન્ ! આ મારી અગ્રમહિષી પદ્માવતી નામક દેવી (પટ્ટરાણી) જે મને ઇષ્ટ - યાવત્ – મનોભિરામ છે – યાવત્ – ઉદુમ્બર પુષ્પની સમાન જેનું નામ શ્રવણ કરવું પણ દુર્લભ છે, તો પછી જોવાની તો વાત જ શું કહેવી ? એવી તેણીને હું આપ દેવાનુપ્રિયને શિષ્યાભિક્ષાના રૂપમાં અર્પણ કરું છું. તેથી હે દેવાનુપ્રિય ! આપ તેને શિષ્યાભિક્ષાના રૂપમાં સ્વીકાર કરો. લાગ્યા ૩૧૯ - હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો. ત્યારપછી તે પદ્માવતી રાણી ઇશાન ખૂણામાં ગયા, ત્યાં જઈને તેણીએ સ્વયં જ પોતાના આભરણ અલંકારોને ઉતાર્યા, ઉતારીને પોતાની જ મેળે પંચમુષ્ટિક લોન્ચ કર્યો. લોચ કરીને જ્યાં અર્હત્ અરિષ્ટનેમિ બિરાજમાન હતા, ત્યાં આવી, આવીને અર્હત્ અરિષ્ટનેમિને વંદન—નમસ્કાર કર્યા. વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્ ! આ લોક દુઃખોથી આલિપ્ત છે યાવત્ – હે દેવાનુપ્રિય ! હું આપની પાસે ધર્મશ્રવણ કરવા ઇચ્છું છું. (પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું.) ત્યારપછી અર્હત્ અરિષ્ટનેમિએ સ્વયં પદ્માવતી રાણીને પ્રવ્રુજિત કર્યા. પ્રવ્રુજિત કરીને પોતાની જ મેળે યક્ષિણી આર્યાને શિખ્યારૂપે પ્રદાન કર્યા. ત્યારપછી તે યક્ષિણી આર્યાએ સ્વયં જ પદ્માવતીદેવીને પ્રવ્રુજિત કર્યા, સ્વયં જ મુંડિત કર્યા. સ્વયં જ શિક્ષા આપી, ધર્મકથન કર્યું કે, હે દેવાનુપ્રિયે ! આ પ્રમાણે ચાલવું જોઈએ – યાવત્ – સંયમમાં યત્ન કરવો જોઈએ. -- - ત્યારે તે પદ્માવતીદેવી (આર્યા) તેમની આજ્ઞાનુસાર તે જ પ્રમાણે યત્ન કરવા યાવત્ – સંયમમાં પ્રવૃત્તિ કરવા લાગ્યા. ત્યારપછી તે પદ્માવતી આર્યા થયા. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ આગમ કથાનુયોગ-૪ ઈર્યાસમિતિ આદિ પાંચ સમિતિઓથી સમિત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારિણી થયા. ત્યારપછી તે પદ્માવતી આર્યાએ યક્ષિણી આર્યાની પાસે સામાયિક આદિથી આરંભીને અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ઘણાં જ ઉપવાસ, છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, માસક્ષમણ અને અર્ધ માસક્ષમણરૂપ વિવિધ પ્રકારના તપોકર્મ વડે આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ૦ પદ્માવતીદેવીનો મોક્ષ : ત્યારપછી તે પદ્માવતી આર્યાએ પૂરા વીશ વર્ષપર્યંત શ્રમણ્યપર્યાયનું પાલન કર્યું, પાલન કરીને આત્માને શુદ્ધ અને નિર્મળ બનાવ્યો. છેલ્લે એક માસની સંલેખના કરી. અનશન દ્વારા સાઇઠ ભક્તોનું છેદન કર્યું. છેદન કરીને જે અર્થ (હેતુ)ની આરાધના માટે નગ્ન ભાવ, મુંડભાવનો સ્વીકાર કર્યો હતો. – યાવત્ – તે અર્થની આરાધના કરી અને છેલ્લા શ્વાસે સિદ્ધ થયા – યાવત્ – સર્વ દુઃખોનો ક્ષય કર્યો. ૦ આગમ સંદર્ભ :ઠા ૭૩૮ + ; અંત ૧૯, ૨૦, પહા. ૨૦ + વૃ; – ૮ – ૪ - ૦ ગૌરી આદિ (સાત પટ્ટરાણીઓની) કથા - તે કાળ અને તે સમયે કારાવતી નામની નગરી હતી. રૈવતક નામે પર્વત હતો. નંદનવન નામે ઉદ્યાન હતું. તે દ્વારાવતી નગરીમાં કૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા. તે કૃષ્ણ વાસુદેવને ગૌરી નામે એક રાણી હતી. અર્પતુ અરિષ્ટનેમિ સમવસર્યા. કૃષ્ણ વાસુદેવ નીકળ્યા. પદ્માવતી રાણીની માફક ગૌરી પણ દર્શનાર્થે નીકળી. અત્ અરિષ્ટનેમિએ ધર્મદેશના આપી. પર્ષદા પાછી ફરી, કૃષ્ણ વાસુદેવ પણ પાછા ફર્યા. ત્યારપછી તે ગૌરી પણ પદ્માવતીની માફક દીક્ષિત થયા – યાવત્ – તેઓ સિદ્ધ થયા – યાવત્ – સમસ્ત દુઃખોનો ક્ષય કર્યો. આ જ પ્રમાણે (૩) ગાંધારી, (૪) લક્ષ્મણા, (૫) સુસીમા, (૭) જાંબવતી, (૭) સત્યભામા અને (૮) રુકિમણીના વિષયમાં જાણવું. આ બધાં અધ્યયન (બધી કથાઓ) પદ્માવતી રાણી સમાન જાણવી. આ રીતે કૃષ્ણ વાસુદેવની આઠ અગ્રમહિષી (પટ્ટરાણી)એ અર્હત્ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને આણગારિક પ્રવજ્યા ગ્રહણ કરી, સિદ્ધ થઈ બુદ્ધ થઈ, મુક્ત થઈ, અંતકૃત્ કેવલી થઈને પરિનિર્વાણ પામ્યા અને સર્વ દુઃખથી મુક્ત થયા. તે પ્રમાણે (ઉપર પ્રમાણે) – (૧) પદ્માવતી, (૨) ગૌરી, (૩) ગાંધારી, (૪) લક્ષ્મણા, (૫) સુશીમા, (૬) જાંબવતી, (૭) સત્યભામા અને (૮) રુકિમણી. ૦ પટ્ટરાણી કથા સંબંધે વિશેષ સંદર્ભ : -સ્થાનાંગ સૂત્રમાં સ્થાન–૮, સૂત્ર–૭૩૮ આ આઠેના નિર્વાણનો ઉલ્લેખ છે. -પાવાગરણ સૂત્ર–૨૦ની વૃત્તિમાં જેમના કારણે સંગ્રામ થયા તેવી સ્ત્રીઓમાં પદ્માવતી, સત્યભામા આદિના ઉલ્લેખ છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૨૧ -નાયાધમકહા આદિમાં રુકિમણીનો કૃષ્ણની મુખ્ય રાણી સ્વરૂપે ઉલ્લેખ છે. -આવશ્યક ચૂર્ણિ અને વૃત્તિમાં શાંબકુમારની માતારૂપે જાંબવતી ઉલ્લેખ છે. -દસવેયાલિયમાં કામકથા વિષયમાં રુકિમણીનો ઉલ્લેખ છે. – ઇત્યાદિરૂપે અન્ય અન્ય સ્થાને પણ આ આઠ પટ્ટરાણીના ઉલ્લેખ જોવા મળેલ છે. જેનો તેતે કથા સાથે નિર્દેશ છે જ. અહીં મુખ્યતાએ તેમના અંતકૃત્ કેવલિપણાને જ મહત્ત્વ આપી કથા નોંધ કરી છે. ૦ આગમ સંદર્ભ :ઠા ૭૩૮ + 4 નાયા. ૬૩ + + અંત ૩, ૧૭, ૨૧; પપ્પા ૨૦ + ; વëિ . ૧; આવ..૧–. ૩૫૬; સસ્પૃ. ૧૦૬; દસ.નિ. ૧૯૩ની . - ૪ -– ૪ – ૦ મૂલશ્રી અને મૂલદત્તા કથા : તે કાળે, તે સમયે દ્વારાવતી નામની નગરી હતી. રૈવતક પર્વત હતો. નંદનવન નામે ઉદ્યાન હતું, કૃષ્ણ વાસુદેવ નામે રાજા હતા. તે દ્વારાવતી નગરીમાં કૃષ્ણ વાસુદેવનો પુત્ર, જાંબવતી રાણીનો આત્મજ શાંબ નામે કુમાર હતો. જે પ્રતિપૂર્ણ પંચઇન્દ્રિયયુક્ત શરીરવાળો હતો. તે રાજકુમારની મૂલશ્રી નામે એક પત્ની હતી. (વર્ણન સમજી લેવું.) - ત્યાં અર્હત્ અરિષ્ટનેમિ સમવસર્યા. કૃષ્ણ વાસુદેવ દર્શનાદિ અર્થે નીકળ્યા. પદ્માવતી રાણીની સમાન મૂલશ્રી પણ નીકળી. વિશેષ એ કે – તે આ પ્રમાણે બોલી કે, હે દેવાનુપ્રિયે ! કૃષ્ણ વાસુદેવને પૂછીને દીક્ષા અંગીકાર કરીશ – યાવત્ – તેણી દીક્ષા લઈને સિદ્ધ થઈ – યાવત્ – સર્વ દુઃખોનો અંત કર્યો. મૂલદતાનું કથાનક પણ આ જ પ્રમાણે જાણવું ૦ આગમ સંદર્ભ :અંત ૧૯, ૨૨; - -- - ૦ નંદા આદિ કથા : અંતકૃત્ દશા આગમમાં શ્રેણિક રાજાની તેર રાણીઓની કથા છે. આ તેર રાણીઓએ ભગવંત મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી. અંતકૃત કેવલી થયા અને તે સર્વે મોક્ષે સિધાવ્યા. તે આ પ્રમાણે (૧) નંદા (૨) નંદવતી (૩) નંદોત્તરા (૪) નંદશ્રેણિકા (૫) મર્તા (૬) સુમર્તા (૭) મહામર્તા (૮) મરૂદેવા (૯) ભદ્રા (૧૦) સુભદ્રા (૧૧) સુજાતા (૧૨) સુમના અને (૧૩) ભૂત્તદત્તા. આ સર્વે શ્રેણિક રાજાની પત્નીઓ હતી. ૦ નંદા કથા :- તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશિલક નામે ચૈત્ય હતું. ત્યાં ૪૨૧ Page #323 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૪ શ્રેણિક નામે રાજા હતો. (વર્ણન સમજી લેવું.) તે શ્રેણિક રાજાને નંદા નામે એક રાણી હતી. (વર્ણન કરી લેવું.) જે સુનંદા નામે પ્રસિદ્ધ હતી. તેને અભયકુમાર નામે મહાબુદ્ધિશાળી પુત્ર હતો. (નંદા/સુનંદાનું ગૃહસ્થપણા સંબંધી કથાનક અભયકુમાર અને શ્રેણિક રાજાની કથામાં નોંધાયેલ હોવાથી અહીં ફરી લખેલ નથી. જુઓ કથા અભયકુમાર તથા કથા– શ્રેણિક. અહીં તો ફક્ત તેણીની દીક્ષા અને સિદ્ધિપદની પ્રાપ્તિનો જ ઉલ્લેખ કર્યો છે.) શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહ નગરીએ પધાર્યા. પર્ષદા નીકળી. ત્યારે તે નંદાદેવી આ વૃત્તાંતને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયા. કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને યાન પર આરૂઢ થઈ. નંદા/સુનંદાએ પદ્માવતી રાણીની માફક દીક્ષા લીધી – યાવત્ – અગિયાર અંગોનું અધ્યયન કર્યું. વીસ વર્ષ પર્યંત શ્રમણ પર્યાયનું પાલન કર્યું. – યાવત્ – અંતકૃત્ કેલિ સર્વદુઃખથી મુક્ત થયા. ૩૨૨ થઈને સિદ્ધ થયા યાવતુ ૦ આગમ સંદર્ભ : — નાયા. ૧૦: નિર. પની ; ૦ આગમ સંદર્ભ અંત. ૪૨ થી ૪૫; — -- અંત. ૪૨, ૪૪; આવ.ચૂ.૨૫ ૧૭૧; - X — * — ૦ નંદવતી આદિ કથા : નંદાની કથા અનુસાર જ નંદવતી (નંદમતી), નંદોત્તરા, નંદશ્રેણિકા, મરૂતા (મહતા), સુમરૂતા, મહામસૂતા, મરૂદેવા, ભદ્રા, સુભદ્રા, સુજાતા, સુમના અને ભૂતદિત્રા એ બારે રાણીની કથા જાણવી. - અનુત્ત ર; આવ.નિ. ૧૨૮૪ની વૃ; == X - X નિર. ૯; ૦ કાલી આદિ કથા ઃ (શ્રેણિક રાજાની કાલી આદિ દશ રાણીઓ સંબંધી આ કથાનક છે. આ દર્શ રાણીઓએ ભગવંત મહાવીર સમીપે દીક્ષા ગ્રહણ કરી. રત્નાવલી આદિ વિવિધ પ્રકારના તપ કર્યા. અંતકૃત્ કેવલી થઈ, મોક્ષે પધાર્યા. તે આ પ્રમાણે (૧) કાલી (૨) સુકાલી (૫) સુકૃષ્ણા (૬) મહાકૃષ્ણા (૯) પિતૃસેનકૃષ્ણા અને – (૧૦) મહાસેનકૃષ્ણા. ૦ કાલી (રાણી) કથા : - તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું. તે ચંપાનગરીમાં (શ્રેણિકનો પુત્ર) કોણિક નામે રાજા હતો. (વર્ણન સમજી લેવું). તે ચંપાનગરીમાં શ્રેણિકરાજાની એક પત્ની અને કોણિક રાજાની લઘુમાતા કાલી નામની રાણી હતા, (વર્ણન સમજી લેવું) તેને કાલકુમાર પુત્ર હતો. કથા જુઓ “કાલ’. (શ્રેણીક રાજાની રાણી) નંદાની સમાન કાલી રાણીએ પણ દીક્ષા લીધી. – યાવત (૩) મહાકાલી (૭) વીરકૃષ્ણા (૪) કૃષ્ણા (૮) રામકૃષ્ણા Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા - સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ઘણાં જ ઉપવાસ, છઠ્ઠ, અટ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, માસક્ષમણ, અર્ધમાસક્ષમણ આદિ વિવિધ પ્રકારના તપોકર્મથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ૩૨૩ ત્યારપછી તે કાલી આર્યા અન્ય કોઈ એક દિવસે જ્યાં ચંદના આર્યા બિરાજમાન હતા, ત્યાં આવી, આવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે આર્યે ! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને રત્નાવલીતપ સ્વીકાર કરી વિચરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારપછી તે કાલી આર્યા ચંદના આર્યાની આજ્ઞા પ્રાપ્ત થયા પછી રત્નાવલી તપ અંગીકાર કરી વિચરવા લાગ્યા. તે આ પ્રમાણે– સર્વ પ્રથમ એક ઉપવાસ કર્યો. કરીને સર્વકામગુણયુક્ત (વિગઈ સહિત) પારણું કર્યું, પછી છટ્ઠ કર્યો. વિગઈ યુક્ત પારણું કર્યું, પછી અઠમ કર્યો, વિગઈયુક્ત પારણું, પછી આઠ છટ્ઠ કર્યા. બધાં પારણાં વિગઈયુક્ત કર્યા. પછી ઉપવાસ કર્યો. વિગઈયુક્ત પારણું કર્યું. પછી છઠ્ઠ કર્યો. વિઈયુક્ત પારણું કર્યું. પછી અટ્કમ કર્યો. વિગઈયુક્ત પારણું કર્યું. પછી ચાર ઉપવાસ અને વિગઈયુક્ત પારણું, પછી પાંચ ઉપવાસ અને વિગઈયુક્ત પારણું, પછી છ ઉપવાસ અને વિગઈયુક્ત પારણું, પછી સાત ઉપવાસ અને વિગઈયુક્ત પારણું, પછી આઠ ઉપવાસ અને વિગઈયુક્ત પારણું, પછી નવ ઉપવાસ અને વિગઈયુક્ત પારણું, પછી દશ ઉપવાસ અને વિગઈયુક્ત પારણું, પછી અગિયાર ઉપવાસ અને વિગઈયુક્ત પારણું, પછી બાર ઉપવાસ અને વિગઈયુક્ત પારણું, પછી તેર ઉપવાસ અને વિગઈયુક્ત પારણું, પછી ચૌદ ઉપવાસ અને વિગઈયુક્ત પારણું, પછી પંદર ઉપવાસ અને વિગઈયુક્ત પારણું, પછી સોળ ઉપવાસ અને વિગઈયુક્ત પારણું કર્યું. પછી ચોત્રીશ છટ્ઠ કર્યા અને દરેક છઠ્ઠ પછી વિગઈયુક્ત પારણા કર્યા. ત્યારપછી ફરી સોળ ઉપવાસ કર્યા અને વિગઈયુક્ત પારણું કર્યું. પછી પંદર ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું, પછી ચૌદ ઉપવાસ કર્યા. વિગઈયુક્ત પારણું કર્યું, પછી તેર ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું, પછી બાર ઉપવાસ કર્યા, વિગઈયુક્ત પારણું કર્યું, પછી અગિયાર ઉપવાસ કર્યા, વિગઈયુક્ત પારણું કર્યું, પછી દશ ઉપવાસ કર્યા, વિગઈયુક્ત પારણું કર્યું, પછી નવ ઉપવાસ કર્યા, વિગઈ યુક્ત પારણું કર્યું, પછી આઠ ઉપવાસ કર્યા, વિગઈ યુક્ત પારણું કર્યું, પછી સાત ઉપવાસ કરી વિગઈયુક્ત પારણું કર્યું, પછી છ ઉપવાસ કરી વિગઈયુક્ત પારણું કર્યું, પછી પાંચ ઉપવાસ કરી વિગઈયુક્ત પારણું કર્યું, પછી ચાર ઉપવાસ કરી વિગઈયુક્ત પારણું કર્યું, પછી ત્રણ ઉપવાસ કરી વિગઈયુક્ત પારણું કર્યું, પછી છઠ કરી વિગઈયુક્ત પારણું કર્યું, પછી ઉપવાસ કરી વિગઈયુક્ત પારણું કર્યું. પછી આઠ છટ્ઠ કર્યા, બધાંના પારણા વિગઈયુક્ત કર્યા. છેલ્લે એક અઠ્ઠમ કર્યો વિગઈ યુક્ત પારણું કર્યું, પછી એક છટ્ઠ કર્યો, વિગઈયુક્ત પારણું કર્યું, પછી એક ઉપવાસ કર્યો અને વિગઈ યુક્ત પારણું કર્યું. આ પ્રમાણે રત્નાવલી તપની પ્રથમ પરિપાટીની કાલી આર્યાએ આરાધના કરી. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ આગમ કથાનુયોગ-૪ યથાસૂત્ર રત્નાવલી તપની આ પરિપાટી એક વર્ષ, ત્રણ માસ અને બાવીશ અહોરાત્રમાં આ આરાધના પૂર્ણ થાય. આ એક પરિપાટીમાં ૩૮૪ દિવસનો તપ, ૮૮ દિવસના પારણા એ રીતે કુલ ૪૭૨ દિવસે તપ પૂર્ણ થાય છે. ત્યારપછી બીજી પરિપાટીમાં કાલી આર્યાએ એ જ પ્રમાણે ઉપવાસ કર્યા અને બધાં પારણા વિગઈરહિત કર્યા. એ પ્રમાણે યથાસૂત્ર બીજી પરિપાટીની આરાધના થાય. છે. વિશેષ એ જ કે પારણા વિગઈરહિત હોય છે. પછી ત્રીજી પરિપાટીમાં કાલી આર્યા એ જ પ્રમાણે ઉપવાસ કરે છે. પણ પારણા લેપરહિત કરે છે. એ જ પ્રમાણે ચોથી પરિપાટીમાં કાલી આર્યા ઉપવાસ કરે છે. પણ પારણા આયંબિલથી કરે છે. પહેલી પરિપાટીમાં સર્વકામગુણિત, વિગઈયુક્ત પારણા, બીજી પરિપાટીમાં વિગઈરહિત પારણા, ત્રીજીમાં લેપરહિત અને ચોથીમાં આયંબિલથી પારણા કર્યા. આ રીતે ચારે પરિપાટીથી યથાસૂત્ર આ તપ પૂર્ણ કરવામાં પાંચ વર્ષ, બે માસ અને અઠાવીશ દિવસ અર્થાત્ ૧૮૮૮ કુલ દિવસ લાગે છે. એ રીતે કાલી આર્યાએ રત્નાવલી તપની આરાધના કરી. ત્યારપછી કાલી આર્યાએ પાંચ વર્ષ બે માસ અને અઠાવીશ દિવસે સૂત્રાનુસાર રત્નાવલી તપ કર્મની આરાધના કરી – યાવત્ – કરીને જ્યાં આર્યા ચંદના હતા, ત્યાં આવ્યા. આવીને કાલી આર્યાએ ચંદના આર્યાને વંદન–નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને ઘણાં જ ઉપવાસ – યાવત્ – તપકર્મ વડે આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યારપછી તે કાલી આર્યા તે ઉદાર, વિપુલ, પ્રધાન, શ્રેષ્ઠ, ગંભીર, વિધિ અનુસાર, સમ્યક્ પ્રકારે સ્વીકારેલ, કલ્યાણરૂપ શિવરૂપ, ધન્ય, મંગલ રૂ૫, શોભાસહિત, ઉગ્ર, ઉત્તમ, મહાપ્રભાવક તપોકર્મથી શુષ્ક, રુક્ષ, માંસ રહિત, ફક્ત ચામડાથી આવૃત્ત હાડકાવાળા, ચાલે ત્યારે કડકડ ધ્વનિ થતો હોય તેવા, કૃશ અને લુહારની ધમની જેવા દેખાવા લાગ્યા. તેઓ ફક્ત આત્મશક્તિને સહારે ચાલતા હતા – યાવતુ – ભસ્મ વડે આચ્છાદિત અગ્નિ સમાન તપથી, તેજથી, તપતેજથી અત્યધિક શોભી રહ્યા હતા. ત્યારપછી તે કાલી આર્યાને અન્ય કોઈ દિવસે એક વખત મધ્યરાત્રિએ આવો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. “ઝંદક''ની સમાન વિચાર આવ્યો કે, જ્યાં સુધી શરીરમાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ છે, ત્યાં સુધી મારે માટે એ જ યોગ્ય છે કે રાત્રિનું પ્રભાતરૂપ થયા પછી કાલે – યાવત્ – સૂર્યોદય થયા પછી અને સહસ્રરશ્મિ દિનકર સૂર્યના જાજ્વલ્યમાન તેજથી પ્રકાશિત થયા બાદ આર્યા ચંદનાને પૂછીને, આર્યાવંદનાની આજ્ઞા પ્રાપ્ત કરીને, સંલેખના અને ઝોસણાનું સેવન કરતી, ભોજન, પાનનો ત્યાગ કરીને, મૃત્યુની આકાંક્ષા ન કરતી વિચરણ કરું આ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને, બીજે દિવસે સૂર્યોદય થયો ત્યારે જ્યાં આર્યા ચંદના બિરાજમાન હતા, ત્યાં આવી, આવીને આર્યા ચંદનાને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે આર્યા! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને સંલેખના-ઝોષણાનું સેવન કરતા, ભોજનપાનનું પ્રત્યાખ્યાન કરીને અને કાળ–મરણની આકાંક્ષા ન રાખતા હું વિચરણ કરવાને ઇચ્છું છું. Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૨૫ – હે દેવાનુપ્રિયા ! જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યારપછી તે કાલી આર્યા ચંદના આર્યાની આજ્ઞા પ્રાપ્ત થયા પછી સંલેખના ઝોષણાનું સેવન કરતા એવા – યાવત્ – વિચરવા લાગ્યા. ત્યારે તે કાલી આર્યા ચંદના આર્યાની પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કરી પૂર્ણતયા આઠ વર્ષપર્યંત શ્રમય પર્યાયનું પાલન કરી, માસિક સંલેખના દ્વારા આત્માને નૃસિત કરીને, સાઈઠ ભક્ત–પાનનું અનશન દ્વારા છેદન કરીને જે હેતુને માટે નગ્નભાવ અંગીકાર કર્યો હતો – યાવત્ – અંતિમ શ્વાસોચ્છવાસે સિદ્ધ થયા – યાવત્ – સમસ્ત દુઃખોથી મુક્ત થયા. (કાલીદેવીને કાલ નામે પુત્ર હતો. તે કોણિક રાજા સાથે યુદ્ધમાં ગયો અને ચેટક રાજાના હાથે મરાયો, તે વખતે કાલી રાણીએ શ્રમણ ભગવંત મહાવીરને કાલકુમારની ગતિ વિષયે પ્રશ્ન કરેલ ઇત્યાદિ કાલી રાણીના ગૃહસ્થ જીવનની ઘટનાનો ઉલ્લેખ તે–તે સંબંધિત સ્થળે કરેલ છે. અહીં માત્ર તેના શ્રમણ જીવનનો જ ઉલ્લેખ કર્યો છે. ૦ આગમ સંદર્ભ :અંત ૪૭ થી ૫૦; નિર. ૫, ૬; કtu. ૧; ગચ્છા. ૧૦૦ની વૃ: આવનિ ૧૨૮૪ની : ઉત્ત.નિ ૯૦ની જ – – ૪ – ૦ સુકાલી (રાણી) કથા : તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. પૂર્ણભદ્ર નામે ચૈત્ય હતું. કોણિક રાજા હતો. ત્યાં શ્રેણિક રાજાની પત્ની (રાણી), કોણિક રાજાની લઘુમાતા સુકાલી નામક રાણી હતા. કાલી રાણીની માફક સુકાલી રાણી પણ દીક્ષિત થયા – યાવત્ – ઘણાં જ ઉપવાસ – યાવત્ – તપોકર્મ વડે આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યારપછી તે સુકાલી આર્યા અન્ય કોઈ દિવસે જ્યાં આર્યા ચંદના બિરાજમાન હતા, ત્યાં આવ્યા, ત્યાં આવીને તેણીએ આ પ્રમાણે કહ્યું, હે આર્યા! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને કનકાવલી તપોકર્મ અંગીકાર કરીને વિચરવા ઇચ્છું છું. ત્યારપછી આર્યા ચંદનાની આજ્ઞા પ્રાપ્ત કરીને સુકાલી આર્યાએ કનકાવલી તપનો આરંભ કર્યો. આ તપની વિધિ કાલી શ્રમણીની કથામાં વર્ણવેલા રત્નાવલી તપની સમાન જ છે. ફર્ક માત્ર એટલો છે કે, તેમાં પૂર્વ પશ્ચાતું આઠ-આઠ છઠ અને મધ્યમાં ચોત્રીશ છઠ કરાય છે. જ્યારે કનકાવલી તપમાં અહીં છઠને સ્થાને અઠમ કરવામાં આવે છે. અર્થાત્ પૂર્વ–પશ્ચાતું આઠ–આઠ અઠમ અને મધ્ય ચોત્રીશ અઠમ થાય છે. બાકી બધો વિધિ રત્નાવલી તપ સમાન હોય છે. આ તપની એક પરિપાટીમાં ૧૭–માસ અને ૧૨-દિવસ લાગે છે. તેમાં ૮૮ પારણા અને ૪૩૪ દિવસનો તપ થાય છે. ચારે પરિપાટીઓ પાંચ વર્ષ–નવમાસ અને અઢાર દિવસે પૂર્ણ થાય છે. પારણાની વિધિ રત્નાવલી તપ માફક જ જાણવી.) આ રીતે સુકાલીદેવીએ કનકાવલી તપ પૂર્ણ કર્યો. શેષ સર્વ કથા કાલીદેવી અનુસાર જ જાણવી – યાવત્ – નવ વર્ષપર્યંતનો સંયમપર્યાય પાલન કરી – યાવત્ – સુકાલી આર્યા સિદ્ધ થયા – યાવત્ – સર્વ દુઃખોનો ક્ષય કર્યો. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ આગમ કથાનુયોગ-૪ (સુકાલીદેવીને સુકાલ નામે પુત્ર હતો ઇત્યાદિ કથન કાલીદેવી અનુસાર જાણવું. જુઓ કથા – સુકાલ અહીં સુકાલીદેવીના ગૃહસ્થ જીવનનો ઉલ્લેખ કર્યો નથી, માત્ર શ્રમણીજીવન જ દર્શાવેલ છે.) ૦ આગમ સંદર્ભ :અંત. ૪૭, ૨૧; નિર. ૨૦; કાપ રે; ૦ મહાકાલી કથા : શ્રેણિક રાજાની એક રાણીનું નામ મહાકાલી હતું. તેને મહાકાલ નામે એક પુત્ર હતો – યાવત્ – તે ચેટક રાજાના હાથે મરાયો. કથા જુઓ – “મહાકાલ". મહાકાલીના શ્રમણીપણાની કથા કાલી રાણી અનુસાર જ જાણવી. ફર્ક માત્ર એટલો જ છે કે, મહાકાલી આર્યાએ લઘુસિંહ નિષ્ક્રીડિત તપઃ કર્મ અંગીકાર કરેલ હતો. તે આ પ્રમાણે પહેલા ઉપવાસ કર્યો. કરીને વિગઈયુક્ત–સર્વકામ ગુણિત પારણું કર્યું. પછી છઠ કર્યો. વિગઈયુક્ત પારણું કર્યું. પછી ઉપવાસ કર્યો. વિગઈયુક્ત પારણું કર્યું. પછી અઠમ કર્યો વિગઈયુક્ત પારણું કર્યું. પછી છઠ કર્યો વિગઈયુક્ત પારણું કર્યું. પછી ચાર ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી અઠમ કર્યો. વિગઈયુક્ત પારણું કર્યું. પછી પાંચ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી ચાર ઉપવાસ કર્યા. વિગઈયુક્ત પારણું કર્યું. પછી છ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી પાંચ ઉપવાસ કર્યા. વિગઈ યુક્ત પારણું કર્યું. પછી સાત ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી છ ઉપવાસ કર્યા વિગઈ યુક્ત પારણું કર્યું. પછી આઠ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી સાત ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી નવ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી આઠ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી નવ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી આઠ ઉપવાસ કર્યા પછી આઠ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું, પછી નવ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી સાત ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી આઠ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી છ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી સાત ઉપવસા કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી પાંચ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું પછી છ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી ચાર ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું પછી પાંચ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી ત્રણ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું, પછી ચાર ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી બે ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી ત્રણ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી એક ઉપવાસ કર્યો વિગઈયુક્ત પારણું કર્યું. પછી બે ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી એક ઉપવાસ કર્યો વિગઈયુક્ત પારણું કર્યું. આ પ્રમાણે ચારે પરિપાટી સમજવી. ચારે પરિપાટીની વિધિમાં પારણાની વિધિ રત્નાવલી તપ મુજબ જ જાણવી. પહેલા વિગઈયુક્ત, પછીના પારણા વિગઈરહિત, પછી લેપરહિત પારણા, પછી આયંબિલથી પારણું સમજવા. Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૨૭ એક પરિપાટીમાં છ માસ સાત દિવસલાગે છે. અર્થાત્ કુલ ૧૮૭ દિવસ લાગે છે. આ રીતે લઘુસિંહ નિષ્ક્રિડિત તપના ૧૮૭ દિવસમાં ૩૩ દિવસ પારણાના અને ૧૫૪ દિવસ તપ કર્મના થાય છે. ચારે પરિપાટીઓ પૂર્ણ કરવામાં બે વર્ષ અને ૨૮ દિવસ લાગે છે. એ રીતે મહાકાલી આર્યાએ લઘુસિંહ નિષ્ક્રીડિત તપ પૂર્ણ કર્યો. શેષ કથન કાલીદેવી (આર્યા) મુજબ જ જાણવું – યાવત્ – તેઓ સિદ્ધ થયા – યાવત્ – સર્વ દુઃખોથી મુક્ત થયા. ૦ આગમ સંદર્ભ :અંત. ૪૭, પર; નિર. ૨૧ ફL 3; – – ૪ – ૦ કૃષ્ણા (રાણી) કથા : શ્રેણિક રાજાની એક રાણીનું નામ કૃષ્ણા હતું. તેને કૃષ્ણ નામે પુત્ર હતો. – યાવતું – તે ચેટક રાજાને હાથે મૃત્યુ પામ્યો. કથા જુઓ કૃષ્ણ (કુમાર). કૃષ્ણારાણીની શ્રમણીપણાની કથા કાલીરાણી અનુસાર જ જાણવી. ફર્ક માત્ર એટલો છે કે, કૃષ્ણા આર્યા ચંદના આર્યાની અનુજ્ઞા પ્રાપ્ત કરી મહાસિંહ નિષ્ક્રીડિત તપ કર્મને સ્વીકારી વિચરતા હતા. તે આ પ્રમાણે– માસિંહ નિષ્ક્રીડિત તપની વિધિ પૂર્વે મહાકાલી આર્યામાં વર્ણવેલ લઘુસિંહ નિષ્ક્રીડિત તપ જેવી જ છે. પરંતુ લઘુસિંહ નિષ્ક્રીડિતમાં નવ ઉપવાસ સુધી ચડવાનું અને પછી ઉતરવાનું આવે છે, જ્યારે માસિંહ નિષ્ક્રીડિત તપમાં સોળ ઉપવાસ સુધીની શ્રેણીની ચડ–ઉતર હોય છે. શેષ વિધિ અને સાધના ક્રમ તો લઘુ સિંનિષ્ઠીત તપ અનુસાર જ હોય છે. તેની એક પરિપાટીમાં ૧૮ મહિના અને ૧૮ દિવસ અર્થાત કુલ ૫૫૮ દિવસ લાગે છે. તેમાં ૬૧ પારણા હોય છે. ૪૯૭ દિવસનો તપ હોય છે. ચારે પરિપાટીઓને પૂર્ણ કરવામાં ૬ વર્ષ ૨ માસ અને ૧૨ દિવસ લાગે છે. એ રીતે કૃષ્ણા આર્યાએ માસિંહ નિષ્ક્રીડિત તપ પૂર્ણ કર્યો. શેષ કથન કાલીદેવી મુજબ જ જાણવું – યાવત્ – તેઓ સિદ્ધ થયા – યાવત્ – સર્વ દુઃખોનો ક્ષય કર્યો. ૦ આગમ સંદર્ભ:અંત ૪૭, ૧૩; નિર. ૨૧; ક૫. 3; ૦ સુકૃષ્ણા (રાણી) કથા : શ્રેણિક રાજાની એક રાણીનું કામ સુકૃષ્ણા હતું. તેને સુકૃષ્ણા નામે પુત્ર હતો – થાવત્ – તે ચેટક રાજાને હાથે મૃત્યુ પામ્યો. કથા જુઓ સુકૃણ. સુકૃષ્ણા રાણીની શ્રમણીપણાની કથા કાલીરાણી મુજબ જ જાણવી. વિશેષ એ કે તે સપ્ત સમમિકા ભિક્ષુપ્રતિમા ગ્રહણ કરીને વિચારવા લાગ્યા. જે આ પ્રમાણે છે – પહેલા સપ્તકમાં એક દરિભોજનની અને એક દત્તિ પાણીની ગ્રહણ કરી. બીજા સસકમાં બે દત્તિ ભોજનની અને બે દત્તિ પાણીની, ત્રીજા સપ્તકમાં ત્રણ દત્તિ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ આરામ કથાનુયોગ-૪ ભોજનની અને ત્રણ દત્તિ પાણીની. ચોથા સપ્તકમાં ચાર દક્તિ ભોજનની અને ચાર દત્તિ પાણીની. પાંચમાં સપ્તકમાં પાંચ દત્તિ ભોજન અને પાંચ દરિપાણીની. છઠા સપ્તકમાં છ દત્તિ ભોજનની અને છ દક્તિ પાણીની સાતમાં સપ્તકમાં સાત દક્તિ ભોજનની અને સાત દત્તિ પાણીની હોય છે. આ પ્રમાણે ૪૯ રાત દિવસમાં ૧૯૬ દત્તિઓ થાય છે. સુકૃણા આર્યાએ સૂત્રોક્ત વિધિથી આ સમસમિકા ભિક્ષપ્રતિમાની સમ્યગુ આરાધના કરી, તેમાં જે ૧૯૬ દત્તિઓ થઈ તે આ રીતે પહેલા સપ્તાહમાં સાત ઉત્તિઓ, બીજા સપ્તાહમાં ચૌદ દત્તિઓ, ત્રીજા સપ્તાહમાં ૨૧ દત્તિઓ, ચોથા સપ્તાહમાં ૨૮ દત્તિ, પાંચમાં સપ્તાહમાં ૩૫ દત્તિ, છઠા સપ્તાહમાં ૪ર દત્તિ, સાતમાં સપ્તાહમાં ૪૯ દત્તિ થાય છે. આ પ્રમાણે બધી મળીને ૧૯૬ દત્તિઓ થઈ. સુત્રાનુસાર આ પ્રતિમાની આરાધના કરીને સુકૃષ્ણા આર્યા ચંદના આર્યાની પાસે આવ્યા અને વંદના–નમસ્કાર કરીને બોલ્યા, હે આર્યા! આપની આજ્ઞા હોય તો હું અષ્ટ અષ્ટમિકા ભિલુપ્રતિમા તપ અંગીકાર કરીને વિચરું. હે દેવાનુપ્રિયે ! જેમ તને સુખ ઉપજે તેમ કર, વિલંબ ન કર, આર્યા ચંદના પાસેથી આજ્ઞા પ્રાપ્ત થયા પછી આર્યા સુકૃષ્ણા એ અષ્ટઅષ્ટમિકા નામની ભિલુપ્રતિમા અંગીકાર કરી, વિચરણ કરવા લાગ્યા. પહેલા આઠ દિનોમાં આર્યા સુકૃષ્ણાએ એક દત્તિ ભોજન એક દત્તિ પાણી ગ્રહણ કરી. બીજા અષ્ટકમાં ભોજન–પાણીની બે—બે દત્તિઓ ગ્રહણ કરી. આ જ ક્રમથી ત્રીજા અષ્ટકમાં ત્રણ–ત્રણ, ચોથા અષ્ટકમાં ચાર-ચાર, પાંચમાં અષ્ટકમાં પાંચ-પાંચ, છઠા અષ્ટકમાં છ–છે, સાતમાં અષ્ટકમાં સાત-સાત, આઠમાં અષ્ટકમાં આઠ–આઠ દત્તિ ભોજન પાણીની ગ્રહણ કરી. આ અષ્ટ અષ્ટમિકા ભિક્ષપ્રતિમાની આરાધનામાં ૬૪ દિવસ થાય. ૨૮૮ દત્તિઓ થાય છે. આ ભિક્ષુ પ્રતિમાની સૂત્રોક્ત પદ્ધતિથી આરાધના કર્યા પછી અનંતર આર્યા સુકૃષ્ણાએ નવનવમિકા ભિલુપ્રતિમાની આરાધના આરંભ કરી. નવ–નવમિકા ભિક્ષપ્રતિમાની આરાધના કરતી વખતે સુકણા આર્યાએ પહેલા નવકમાં પ્રતિદિન એક–એક દત્તિ ભોજનની અને એક એક દત્તિ પાણીની ગ્રહણ કરી. આ જ ક્રમે આગળ વધતા–વધતા ક્રમશઃ એક–એક દત્તિ આગળ વધારતા નવમાં નવકમાં ભોજન-પાનની નવ-નવ દત્તિઓ ગ્રહણ કરી. એ પ્રમાણે આ નવનવમિકા ભિક્ષુપ્રતિમા ૮૧ દિવસોમાં પૂર્ણ થઈ. તેમાં ભિક્ષા–દત્તિની સંખ્યા ૪૦પની થઈ. સૂત્રોક્ત વિધિ અનુસાર નવનવમિકા ભિક્ષુપ્રતિમાની આરાધના કર્યા પછી આર્યા સુકૃષ્ણાએ દશ દશમિકા નામની ભિક્ષુપ્રતિમાની આરાધના શરૂ કરી. દશદશમિકા ભિક્ષપ્રતિમાની આરાધના કરતી વખતે આર્યા સંકષ્ણા પ્રથમ દશકમાં એક એક દરિભોજન અને એક–એક દત્તિ પાણીની ગ્રહણ કરે છે. આ જ પ્રમાણે એકએક દત્તિ વધારતા દશમાં દશકમાં દશ-દશ દત્તિ ભોજનની અને પાણીની સ્વીકારે છે. દશ–દશમિકા ભિક્ષુપ્રતિમામાં ૧૦૦ રાત્રિ દિવસ લાગે છે. તેમાં ૫૫૦ ભિક્ષા અને ૧૧૦૦ Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૨૯ દત્તિઓ ગ્રહણ કરવાની થાય છે. યથાસૂત્ર દશદશમિકા ભિક્ષુપ્રતિમાની આરાધના કર્યા બાદ આર્યા સુકૃણાએ ઉપવાસ, છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, છ, સાત, આઠથી લઈને પંદર અને માસક્ષમણ સુધીની તપશ્ચર્યાથી અતિરિક્ત, અન્ય અનેકવિધ તપો વડે પોતાની આત્માને ભાવિત કર્યો. આ કઠિન તપને કારણે આર્યા સુકૃષ્ણા અત્યધિક દુર્બળ થઈ ગયા. – યાવત્ – સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને સિદ્ધ થયા – યાવત્ – સર્વ દુઃખોનો ક્ષય કર્યો. ૦ આગમ સંદર્ભ :અંત. ૪૭, ૧૪; નિર. ૨૧; કમ્પ. 3; – ૪ – ૪ –– ૦ મહાકૃષ્ણા કથા : શ્રેણિક રાજાની એક પત્નીનું નામ મહાકૃષ્ણા હતું, તેને મહાકૃષ્ણ નામે એક પુત્ર હતો – યાવત્ – ચેટક રાજાના હાથે મૃત્યુ પામ્યો. શેષ કથન કાલી મુજબ કથા જુઓ “મહાકૃષ્ણ" મહાકૃષ્ણા રાણીની શ્રમણીપણાની કથા “કાલી રાણી મુજબ જ જાણવી. વિશેષ એ કે મહાકૃષ્ણા આર્યાએ લઘૂસર્વતોભદ્રપ્રતિમા અંગીકાર કરેલી. - પહેલા એક ઉપવાસ કર્યો પછી સર્વકામ ગુણયુક્ત (વિગઈસહિત) પારણું કર્યું. પછી છઠ, અઠમ, ચાર ઉપવાસ અને પાંચ ઉપવાસ કર્યા. તે બધામાં પારણું વિગઈયુક્ત કર્યું. – કરીને – પછી અઠમ કર્યો, વિગઈયુક્ત પારણું કર્યું, ચાર ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું, પાંચ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું, ઉપવાસ કર્યો વિગઈયુક્ત પારણું કર્યું. પછી છઠ કર્યો વિગઈયુક્ત પારણું કર્યું. પછી પાંચ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું, એ જ ક્રમે ઉપવાસ, છઠ, અઠમ, ચાર ઉપવાસ કર્યા. બધામાં વિગઈયુક્ત પારણું કર્યું - કરીને – પછી છઠ કર્યો વિગઈયુક્ત પારણું કર્યું. એ જ ક્રમે અઠમ – ચાર ઉપવાસ – પાંચ ઉપવાસ અને ઉપવાસ કર્યો, દરેકમાં પારણું વિગઈયુક્ત કર્યું. એ જ રીતે પાંચમી પંક્તિમાં ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, ઉપવાસ, છઠ અને અઠમ કર્યો. બધાં જ પારણા વિગઈયુક્ત કર્યા. આ પ્રમાણે આ લઘુ સર્વતોભદ્ર તપકર્મની પહેલી પરિપાટી ત્રણ માસ અને દશ દિવસોએ પૂર્ણ થઈ. તેની સૂત્રાનુસાર સમ્યગ્રતયા આરાધના કરીને આર્યા મહાકૃષ્ણાએ બીજી પરિપાટીમાં ઉપવાસો કર્યા પણ પારણા વિગઈરહિત કર્યા. એ રીતે રત્નાવલી તપમાં બતાવ્યા મુજબ આ તપમાં પણ ચાર પરિપાટી હોય છે અને પારણાની વિધિ પણ તે જ પ્રમાણે જાણવી. પહેલી પરિપાટીમાં પુરા ૧૦૦ દિવસ થાય. જેમાં ૭૫ ઉપવાસ અને ૨૫ પારણા હોય છે ત્યારે પરિપાટીમાં કુલ સમય ૧ વર્ષ, ૧ માસ, ૧૦ દિવસ અર્થાત્ ૪૦૦ દિવસનો હોય છે. શેષ વર્ણન કાલી આર્યા પ્રમાણે જાણવું – યાવત્ – મહાકૃષ્ણા આર્યા સિદ્ધ થયા – યાવત્ – સર્વ દુઃખોથી મુક્ત થયા. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ આગમ કથાનુયોગ-૪ ૦ આગમ સંદર્ભ :અંત ૪૭, ૫૫, નિર. ૨૧; ક૫. 3; ૦ વરકૃષ્ણા કથા : શ્રેણિક રાજાની એક પત્નીનું નામ વીરકૃષ્ણા હતું. તેને વીરકૃષ્ણ નામે એક પુત્ર હતો – યાવત્ – તે ચેટક રાજાના હાથે મૃત્યુ પામ્યો. શેષ કથા “કાલી" મુજબ. કથા જુઓ – વીરકૃષ્ણ. વીરકષ્ણાની શ્રમણીપણાની કથા “કાલીરાણી" મુજબ જ જાણવી. વિશેષ એ કે વીરકૃષ્ણા આર્યાએ મહાસર્વતોભદ્ર તપ અંગીકાર કરેલો. પહેલી લતા – એક ઉપવાસ કર્યો પછી સર્વકામગુણયુક્ત – વિગઈયુક્ત પારણું કર્યું. – યાવત્ – બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ઉપવાસ કર્યા. બધા પારણા વિગઈયુક્ત કર્યા. બીજી લતા – પહેલા ચાર ઉપવાસ કર્યા, વિગઈયુક્ત પારણું કર્યું. પછી આ જ ક્રમે પાંચ, છ, સાત, એક, બે, ત્રણ ઉપવાસ કર્યા. બધામાં વિગઈયુક્ત પારણા કર્યા. ત્રીજી લતા – પહેલા સાત ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. આ જ ક્રમે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ ઉપવાસ કર્યા. બધામાં વિગઈયુક્ત પારણા કર્યા. ચોથી લતા – પહેલા અદ્યમ કર્યો - વિગઈયુક્ત પારણું કર્યું. પછી આ જ ક્રમે ચાર, પાંચ, છ, સાત એક અને બે ઉપવાસ કર્યા. બધા પારણા વિગઈયુક્ત કર્યા. પાંચમી લતા – પહેલા છ ઉપવાસ કર્યા. વિગઈયુક્ત પારણું કર્યું. પછી આ જ ક્રમે સાત, એક, બે, ત્રણ, ચાર, પાંચ ઉપવાસ કર્યા. બધાં પારણા વિગઈ યુક્ત કર્યા. છઠી લતા – પહેલા છઠ કર્યો વિગઈયુક્ત પારણું કર્યું. પછી આ જ ક્રમે ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને એક ઉપવાસ કર્યો. બધામાં વિગઈયુક્ત પારણા કર્યા. સાતમી લતા – પહેલાં ચાર ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી આજ ક્રમે છ, સાત, એક, બે, ત્રણ અને પાંચ ઉપવાસ કર્યા. બધામાં વિગઈયુક્ત પારણા કર્યા. આ પ્રકારે સાત લતાઓની એક પરિપાટીનો કાળ આઠ માસ અને પાંચ દિવસ અર્થાત્ ૨૪૫ દિવસ થાય. જેમાં ૧૯૬ દિવસની તપસ્યા અને ૪૯ પારણા થાય. ચારે પરિપાટીઓનો કાળ બે વર્ષ–આઠ માસ અને વીસ દિવસ થાય છે. શેષ વર્ણન કાલી આર્યા અનુસાર જાણવું – યાવતું – વીરકૃષ્ણા આર્યા સિદ્ધ થયા – યાવત્ – સર્વ દુઃખોનો ક્ષય કર્યો. ૦ આગમ સંદર્ભ :અંત. ૪૭, ૫૬; નિર. ૨૧; કિ૫. 3; – ૪ –– ૪ – ૦ રામકૃણા કથા : શ્રેણિક રાજાની એક રાણીનું નામ રામકૃષ્ણા હતું. તેને રામકૃષ્ણ નામે પુત્ર હતો Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૩૧ – યાવત્ – તે ચેટક રાજાના હાથે મરાયો. શેષ કથા “કાલી" મુજબ. કથા જુઓ “રામકૃષ્ણ". રામકૃષ્ણાની શ્રમણીપણાની કથા “કાલી આર્યા મુજબ જ જાણવી. વિશેષ એ કે રામકૃષ્ણા આર્યાએ ભદ્રોત્તર પ્રતિમા અંગીકાર કરેલી. પ્રથમ લતા – તેણીએ પહેલા પાંચ ઉપવાસ કર્યા કરીને સર્વકામગુણયુક્ત – વિગઈયુક્ત પારણું કર્યું. પછી છ, સાત, આઠ, નવ ઉપવાસ કર્યા, બધા પારણા વિગઈયુક્ત કર્યા. બીજી લતા – પહેલા સાત ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી આજ ક્રમે આઠ, નવ, પાંચ અને છ ઉપવાસ કર્યા. બધા પારણા વિગઈયક્ત કર્યા. ત્રીજી લતા – પહેલા નવ ઉપવાસ કર્યા, વિગઈયુક્ત પારણું કર્યું. પછી આ જ ક્રમે પાંચ, છ, સાત અને આઠ ઉપવાસ કર્યા. બધામાં પારણા વિગઈયુક્ત કર્યા. ચોથી લતા – પહેલા છ ઉપવાસ કર્યા. વિગઈયુક્ત પારણું કર્યું. પછી આ જ ક્રમે સાત, આઠ, નવ અને પાંચ ઉપવાસ કર્યા. બધામાં પારણા વિગઈયુક્ત કર્યા. પાંચમી લતા – પહેલા આઠ ઉપવાસ કર્યા. વિગઈયુક્ત પારણું કર્યું. પછી આ જ ક્રમે નવ, પાંચ, છ અને સાત ઉપવાસ કર્યા. બધામાં પારણા વિગઈયુક્ત કર્યા. આ પ્રમાણે પાંચ લતાઓની એક પરિપાટી થઈ. આવી ચાર પરિપાટીઓ આ તપમાં હોય છે. ચારેમાં પારણાની વિધિ રત્નાવલી તપ અનુસાર જ જાણવી. એક પરિપાટીમાં છ માસ અને વીસ દિવસ અર્થાત્ કુલ ૨૦૦ દિવસ લાગે છે. જેમાં ૨૫ પારણા અને ૧૭૫ દિવસનો તપ હોય છે. ચારે પરિપાટીઓનો કાલ બે વર્ષ બે માસ અને વીસ દિવસ થાય છે. શેષ સર્વ વર્ણન પૂર્વવત્ “કાલી આર્યા" અનુસાર જાણવું. રામકૃષ્ણા આર્યા પણ કાલીઆર્યા સમાન સંલેખના કરીને – યાવત્ – સિદ્ધબુદ્ધ અને મુક્ત થયા. – યાવત્ - સર્વ દુઃખોનો ક્ષય કર્યો. ૦ આગમ સંદર્ભ :અંત. ૪૭, ૨૭ નિર. ૨૧; કપ. 3; ૦ પિતસેનકૃણા કથા : રાજા શ્રેણિકની એક રાણીનું નામ પિતૃસેનકૃણા હતું. તેને પિતૃસેનકૃષ્ણ નામે એક પુત્ર હતો – યાવત્ – તે ચેટક રાજાના હાથે મરાયો. શેષ કથા “કાલી રાણી" મુજબ જ જાણવી – કથા જુઓ “પિતૃસેનકૃષ્ણ". પિતૃસેનકૃષ્ણાની શ્રમણીપણાની કથા “કાલી આર્યા મુજબ જ જાણવી. વિશેષ એ કે પિતૃસેનકૃષ્ણાએ મુક્તાવલી તપ અંગીકાર કરેલ હતો. આ તપમાં પહેલા ઉપવાસ કર્યો પછી સર્વકામગુણિત અર્થાત્ વિગઈયુક્ત પારણું કર્યું. પછી છઠ કર્યો, પછી ઉપવાસ કર્યો, પછી અઠમ કર્યો, પછી ઉપવાસ કર્યો, પછી ચાર ઉપવાસ કરી એક ઉપવાસ કર્યો, પછી પાંચ ઉપવાસ કરી એક ઉપવાસ કર્યો. આ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ આગમ કથાનુયોગ-૪ જ ક્રમે એક એક ઉપવાસ વધતા છે, સાત, આઠ – યાવતું પંદર ઉપવાસ કર્યા. બધામાં વચ્ચે વચ્ચે એક–એક ઉપવાસ કર્યો. બધામાં પારણા વિગઈયુક્ત કર્યા આ પ્રમાણે જે ક્રમમાં ઉપવાસ વધતા ગયા, તે જ ક્રમમાં એક–એક ઉપવાસ ઘટાડતા ગયા. બધામાં વચ્ચે-વચ્ચે એક–એક ઉપવાસ કરતા ગયા – યાવતું અને છેલ્લે એક ઉપવાસ કર્યો. બધામાં પારણા વિગઈયક્ત કર્યા. આ એક પરિપાટી થઈ. એક પરિપાટીનો કાળ ૧૧ માસ અને ૧૫ દિવસ થાય છે. અર્થાત્ કુલ ૩૪૫ દિવસ થાય છે, જેમાં ૫૯ દિવસના પારણા અને ૨૮૬ દિવસની તપસ્યા હોય છે. આવી ચાર પરિપાટી આ તપમાં હોય છે. જે બધામાં પારણાનો વિધિ રત્નાવલી તપ મુજબ જ જાણવો. ચાર પરિપાટી પૂર્ણ કરવામાં ત્રણ વર્ષ અને દશ માસનો સમય લાગે છે. એ રીતે પિતૃસેનકૃષ્ણાએ મુકાતવલી તપની આરાધના કરી. શેષ સર્વ કથન “કાલી આર્યા" અનુસાર જાણવું – યાવત્ – પિતૃસેનકૃષ્ણા આર્યા સિદ્ધ બુદ્ધ અને મુક્ત થયા – યાવત્ – સર્વ દુઃખોનો ક્ષય કર્યો. ૦ આગમ સંદર્ભ :અંત ૪૭, ૨૮; નિર. ૨૧; કાપ. 3; – ૮ – ૮ – ૦ મહાસેનકૃષ્ણા કથા : શ્રેણિક રાજાની એક રાણીનું નામ મહાસેનકૃષ્ણા હતું. તેને મહાસેનકૃષ્ણ નામે એક પુત્ર હતો. કોણિક રાજાની સાથે મહાસંગ્રામમાં મર્યો. મહાસેનકૃષ્ણાએ તે પુત્રની ગતિવિષયક પ્રશ્ન ભગવંત મહાવીરને કર્યો. ભગવંતે કહ્યું. તે ચેટક રાજાના હાથે મૃત્યુ પામી નરકે ગયો. ઇત્યાદિ. કથા જુઓ “મહાસેનકૃષ્ણ". મહાસેનકૃષ્ણાની શ્રમણીપણાની કથા “કાલી આર્યા" મુજબ જ જાણવી. વિશેષ એ કે મહાસેનકૃષ્ણા આર્યાએ વર્તમાન આયંબિલ તપ કરેલ. – આ તપની વિધિ આ પ્રમાણે છે – એક આયંબિલ પછી એક ઉપવાસ, પછી બે આયંબિલ કરીને એક ઉપવાસ, પછી ત્રણ આયંબિલ કરીને એક ઉપવાસ, પછી ચાર આયંબિલ કરીને ઉપર એક ઉપવાસ, પછી પાંચ આયંબિલ કરીને ઉપર એક ઉપવાસ, આ જ ક્રમે એક–એક આયંબિલ વધતા જવાનું અને દરેક ઓળીને અંતે એક ઉપવાસ કરવાનો. એ રીતે છેલ્લે ૧૦૦ આયંબિલ અને ઉપર એક ઉપવાસ કરે, ત્યારે વર્તમાન આયંબિલ તપ પુરો થાય. આ પ્રમાણે મહાસેનકૃષ્ણા આર્યાએ “વર્તમાન આયંબિલ તપની આરાધના ૧૪ વર્ષ, ત્રણ માસ અને ૨૦ અહોરાત્રથી અર્થાત્ ૫૧૫૦ દિવસોમાં પૂર્ણ કરી. યથાસૂત્ર, યથાવિધિ આરાધના કરીને મહાકૃષ્ણા આર્યા પોતાના ગુરણીપ્રવર્તિની આર્યા ચંદના પાસે આવ્યા. આવીને આર્યા ચંદનાને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને તેમની આજ્ઞા પ્રાપ્ત કરીને ઘણાં જ ઉપવાસ, છઠ, અઠમ – યાવત્ – અર્ધ માસક્ષમણ, માસક્ષમણાદિ વિવિધ તપ કર્મ કરીને પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યારપછી તે મહાસેનકૃષ્ણા આર્યા તે પ્રધાન – શ્રેષ્ઠ – યાવત્ – તપ, તેજ અને Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૩૩ તપતેજ રૂપી શ્રી વડે અતીવ–અતીવ શોભાયમાન લાગવા માંડ્રડ્યા. ત્યારપછી તે મહાસેનકૃષ્ણા આર્યા એ અન્ય કોઈ એક દિવસે મધ્યરાત્રિએ સ્કંદક સમાન ચિંતન કર્યું – યાવત્ – આ ચંદનાને પૂછ્યું. પછી આ ચંદના પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરી તે આર્યા મહાસેનકૃષ્ણાએ સંલેખના દ્વારા આત્માને ઝોસણાથી ઝોસિત કરીને ભક્ત પાનનો ત્યાગ કરી, મરણની આકાંક્ષા ન કરતા વિચારવા લાગ્યા. ત્યારે તે મહાસેન કૃષ્ણા આર્યાએ, ચંદના આર્યા પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કરીને, પરિપૂર્ણ ૧૭ વર્ષપર્યંત ચારિત્ર પર્યાય પાલન કરીને, માસિક સંલેખના દ્વારા આત્મ સાધના કરીને અને અનશન દ્વારા સાઈઠ ભોજન–પાનનું છેદન કરીને જે પ્રયોજનથી સંયમ અંગીકાર કરેલ હતો – યાવત્ – તેની આરાધના કરી, આરાધના કરીને અંતિમ શ્વાસોચ્છવાસે અંતકૃત્ કેવલી થઈને સિદ્ધ થયા, બુદ્ધ થયા – યાવત્ – સર્વ દુઃખોથી મુક્ત થયા. ૦ આગમ સંદર્ભ :અંત ૪૭ ૫૯; નિર. ૨૧; કિt૫. 3; – ૪ – ૪ – ૦ યક્ષિણી કથા : ભગવંત અરિષ્ટનેમિના ૪૦,૦૦૦ શ્રમણીઓમાં મુખ્ય શ્રમણી આ યક્ષિણી આર્યા હતા. તેને તિર્થંગાલિય પયત્રામાં યક્ષદત્તા નામે પણ ઓળખાવેલ છે. અંતકૃત દશા આગમમાં તેનો વિશેષ ઉલ્લેખ આવે છે. વાસુદેવ કૃષ્ણની અગમહિષી-પટ્ટરાણી એવા પદ્માવતી, ગૌરી, ગાંધારી, લક્ષ્મણા, સુશીમા, જાંબવતી, સત્યભામા અને રુક્ષ્મણી એ આઠેને યક્ષિણી આર્યાએ પ્રવજિત કર્યા. યક્ષિણી આર્યાએ તેમને મુંડિત કર્યા. શિક્ષા આપી કેમ ચાલવું, કેમ બોલવું, કેમ બેસવું ઇત્યાદિ શીખવ્યું. સંયમમાં યત્ન કઈ રીતે કરવો તે શીખવ્યું, સામાયિકથી આરંભીને અગિયાર અંગપર્યતનું શિક્ષણ આપ્યું. ઇત્યાદિ – કથા જુઓ “પદ્માવતી” ૦ આગમ સંદર્ભ :સમ. ૩૧૧; અંત. ૨૦, આવ.૨.૧–૫. ૧૫૯; તિલ્યો. ૪૬૧; - ૪ - ૪ ૦ બ્રાહમી કથા : (બ્રાહ્મીની કથા મહદ્અંશે ભગવંત ઋષભદેવની કથામાં પૂર્વભવના વર્ણન સહિત આવી ગયેલ છે. ભત, બાહુબલી કથામાં પણ તેનો ઉલ્લેખ છે જ. અહીં બ્રાહ્મી કથામાં તેનો પરિચય અને વિશિષ્ટ પ્રસંગોની નોંધ કરેલી છે) ૦ પરિચય : ભાવંત ઋષભદેવને ગૃહસ્થપણામાં બે પત્નીઓ હતી. સુમંગલા અને સુનંદા. તેમાં સુમંગલાની કુક્ષિથી જે પ્રથમ યુગલનો જન્મ થયો. તે ભારત અને બ્રાહ્મી હતા. આ રીતે તેણી ઋષભદેવની પુત્રી અને ભરતની યુગલિની બહેન હતી. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ આગમ કથાનુયોગ-૪ ભગવંત ઋષભદેવને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે ચતુર્વિધ સંઘની જે સ્થાપના થઈ તેમાં પ્રથમ સાધ્વી બ્રાહ્મી બન્યા. આ રીતે બ્રાહ્મી (સુંદરી પણ) ભગવંતના ત્રણ લાખ આર્યાઓમાં મુખ્ય આર્યા (શ્રમણી) હતા. ૦ પૂર્વભવ વર્ણન : ભગવંત ઋષભદેવ જ્યારે તેમના નવમાં ભાવમાં વૈદ્યપુત્ર-(જીવાનંદ) હતા ત્યારે તેમના ચાર બાલમિત્રો હતા. તેઓનો પરસ્પર અતીવ ખેહ હતો. તેમાંના એક મિત્ર સાર્થવાહપુત્ર(પૂર્ણચંદ્ર) હતા. કૃમિકુષ્ઠની ભયંકર વ્યાધિથી પીડાતા મુનિની જ્યારે વૈદ્યપુત્ર ચિકિત્સા કરી ત્યારે બધા મિત્રોએ આવશ્યક સામગ્રી એકઠી કરેલી. મુનિની ચિકિત્સા કરી. – યાવત્ – બધાં મિત્રોએ દીક્ષા લીધી ત્યારે આ સાર્થવાહ પુત્રએ પણ દીક્ષા લીધી હતી. તપ સાધના કરી. કાળધર્મ પામ્યા. ત્યારપછી ઋષભદેવ ભગવંત પોતાના દશમાં ભવે અશ્રુત કલ્પે ઉત્પન્ન થયા ત્યારે બધાં મિત્રોની સાથે આ સાર્થવાહ પુત્ર પણ અશ્રુતકલ્પ અર્થાત્ બારમાં દેવલોકે ઉત્પન્ન થયેલા. ત્યારપછી ઋષભદેવ ભગવંતનો જીવ પોતાના અગિયારમાં ભવે અશ્રુત કલ્પથી ચવીને આ જ જંબૂદ્વીપમાં પૂર્વવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરકિણી નગરીમાં મનુષ્યરૂપે જન્મ્યા ત્યારે વજનાભ ચક્રવર્તી થયા. ત્યારે તેના ચારે મિત્રો તેના ભાઈરૂપે જ જમ્યા. તે વખતે સાર્થવાહપુત્રના જીવે પણ વજનાભ ચક્રવર્તીના ભાઈ “પીઠ” નામે જન્મ લીધો. પછી જ્યારે વજનાભ ચક્રવર્તી થયા ત્યારે પીઠ પણ માંડલિક રાજા થયા. ત્યારપછી જ્યારે તેમના પિતા વજસેન તીર્થકરને કેવળજ્ઞાન થયું ત્યારે બધાં ભાઈઓએ દીક્ષા લીધી. તે વખતે પીઠે પણ દીક્ષા લીધી. દીક્ષા લઈને પીઠમુનિ અગિયાર અંગો ભણ્યા. તેઓ નિરંતર સ્વાધ્યાય રત રહેતા હતા. કોઈ વખતે વજનાભસ્વામીએ પહેલા બે ભાઈમુનિ બાહુ–સુબાહુના વૈયાવચ્ચ ગુણની પ્રશંસા કરેલી ત્યારે સ્વાધ્યાય રત એવા પીઠમુનિને અપ્રીતિ થઈ. તેમને ઇર્ષ્યા જન્મી કે અમે સ્વાધ્યાય કરીએ છીએ તેની પ્રશંસા થતી નથી પણ આ બંને વૈયાવચ્ચ કહે છે તેમને ધન્યવાદ મળે છે. આ પ્રકારની ઇર્ષાદિ વડે પીઠમુનિએ સ્ત્રી નામકર્મ ઉપાર્જન કર્યું. ત્યાં કાળધર્મ પામ્યા. ત્યારપછી ભગવંત ઋષભદેવના બારમા ભવે તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા ત્યારે પીઠમુનિ પણ તેમની પાછળ કાળધર્મ પામીને સર્વાર્થસિદ્ધ વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. સર્વાર્થસિદ્ધથી ચ્યવીને જ્યારે ભગવંત ઋષભદેવ થયા, ત્યારે આ પીઠમુનિ પણ તેમના પછી કેટલોક કાળ વીત્યા બાદ સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવન ઋષભદેવની પુત્રીરૂપે અને ભરતની બહેન–યુગલિની રૂપે જન્મ્યા જેનું બ્રાહ્મી નામ રાખ્યું. પૂર્વભવે કરેલ ઇર્ષાદિની આલોચનાદિ ન કર્યા હોવાથી તેણે બાંધેલ સ્ત્રી નામકર્મના પ્રભાવે સ્ત્રી જખ્યા. ભગવંત ઋષભદેવે જ્યારે કળાઓનું શિક્ષણ આપ્યું ત્યારે તેમણે પોતાના જમણા હાથે લેખન અર્થાત્ હંસલિપિ વગેરે અઢાર પ્રકારની લિપિ બ્રાહ્મીને શીખવેલી હતી. તેથી Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૩૫ તે બ્રાહ્મીલીપી નામે પ્રસિદ્ધ છે. બ્રાહ્મીની કાયા ૫૦૦ ધનુની ઊંચાઈ યુક્ત હતી. - ભગવંત ઋષભદેવને જ્યારે કેવળજ્ઞાન થયું ત્યારે પ્રથમ સમવસરણમાં તીર્થ પ્રર્વર્તન થયું ત્યારે બ્રાહ્મીએ ત્યાં જ દીક્ષા લીધી. મુખ્ય શ્રમણી બન્યા. જયારે બાહુબલી એક વર્ષપર્યત કાયોત્સર્ગ પ્રતિમાએ સ્થિર રહ્યા ત્યારે ભગવંત ઋષભદેવના કહેવાથી પોતાના બેન સાધ્વી સુંદરી સાથે બ્રાહ્મી આર્યા બાહુબલીને પ્રતિબોધ પમાડવા ગયા. વંદના કરીને કહ્યું, હે ભ્રાતા ! હાથી પર ચઢીને કેવળજ્ઞાન ન થાય. બ્રાહ્મી આર્યા ચોર્યાશી લાખ પૂર્વનું સર્વાયુ પાળીને સિદ્ધ થયા – બુદ્ધ થયા – થાવત્ – સર્વદુઃખથી મુક્ત થયા. ૦ આગમ સંદર્ભ :ઠા ૪૭૩; સમ. ૧૬૩, ૩૦૯; ભગ. રની વૃ જંબૂ. ૪૪ + 9 નિસીભા. ૧૭૧૬; બુહ.ભા. ૩૭૩૮, ૬૨૦૧; આવ.નિ. ૧૯૬, ૨૪૪ + વૃક આવભા. ૪, ૧૩ + વૃ આ વ.નિ. ૩૪૩ની વૃ આવ.યૂ.૧–પૃ. ૧૫ર, ૧૫૬, ૧૫૮, ૧૮૨, ૨૧૧; કલ્પ.વ્યા.૭–ઋષભકથા–વૃ: – ૪ –– » – ૦ સુંદરી કથા : (સુંદરીની કથા મહદઅંશે ભગવંત ઋષભદેવની કથામાં તથા ચક્રવર્તી ભરતની કથામાં પૂર્વભવના વર્ણન સહિત આવી જ ગયેલ છે. બાહુબલિ શ્રમણ કથા તથા બ્રાહ્મી શ્રમણીકથામાં પણ તેનો ઉલ્લેખ થયો છે. અહીં તેનો પરિચય અને વિશિષ્ટ પ્રાસંગિક નોંધ રજૂ કરેલ છે.) ૦ પરિચય : ભગવંત ઋષભદેવને ગૃહસ્થપણામાં બે પત્નીઓ હતી. સુમંગલા અને સુનંદા. તેમાં સુનંદાએ માત્ર એક યુગલને જન્મ આપ્યો. તે યુગલના નામ બાહબલી અને સુંદરી હતા. આ રીતે સુંદરી ભગવંત ઋષભદેવ અને સુનંદા (કે જે નંદા નામે પણ ઉલ્લેખ પામેલ છે) તેની પુત્રી અને બાહુબલીની યુગલિની – બહેન સુંદરી હતી. ભગવંત ઋષભદેવને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે પહેલા સમવસરણ વખતે જ સુંદરીને દીક્ષા લેવાના ભાવ હતા. પણ તેના અનુપમ લાવણ્યને કારણે ભરત તેને સ્ત્રીરત્ન બનાવવા ઇચ્છતો હોવાથી ત્યારે તે શ્રાવિકા બની, પછીથી તેણીએ દીક્ષા ગ્રહણ કરી. જો કે ભગવંતના ત્રણ લાખ આર્યાઓના નામોમાં તો બ્રાહ્મી સાથે જ સુંદરીનો પણ પ્રમુખ આર્યા રૂપે જ શાસ્ત્રકાર મહર્ષિએ નિર્દેશ કરેલ છે. ૦ પૂર્વભવ વર્ણન : ભગવંત ઋષભદેવ જ્યારે તેમના નવમાં ભાવમાં વૈદ્યપુત્ર (જીવાનંદ) હતા. ત્યારે તેમના ચાર બાલમિત્રો થયા. તેમાં એક શ્રેષ્ઠીપુત્ર (ગુણાકર) હતો. બધાં મિત્રો વચ્ચે પરસ્પર અતીવ સ્નેહ હતો. કૃમિકૃષ્ઠની ભયંકર વ્યાધિથી પીડાતા મુનિની જ્યારે વૈદ્યપુત્ર ચિકિત્સા કરી, ત્યારે બધાં મિત્રોએ આવશ્યક સામગ્રી એકઠી કરી, મુનિની ચિકિત્સા કરાવેલ – યાવત્ – બધાં મિત્રોએ દીક્ષા લીધી, ત્યારે આ શ્રેષ્ઠીપુત્રે પણ દીક્ષા લીધી હતી. પછી તપ સાધના કરીને Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ આગમ કથાનુયોગ-૪ અંતે કાળધર્મ પામ્યા. ત્યારપછી ઋષભદેવ ભગવંતનો જીવ પોતાના દશમાં ભાવમાં અચુત કલ્પે ઉત્પન્ન થયો ત્યારે બધા મિત્રોની સાથે આ શ્રેષ્ઠીપુત્ર પણ અસ્મૃતક અર્થાત્ બારમાં દેવલોકે ઉત્પન્ન થયા. ત્યારપછી ઋષભદેવ ભગવંતનો જીવ પોતાના અગિયારમાં ભવમાં અચ્ચતકલ્પથી ચ્યવને આ જ જંબૂલીપના પૂર્વવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણીનગરીમાં મનુષ્યરૂપે જન્મ્યા ત્યારે વજનાભ ચક્રવર્તી થયા. ત્યારે તેના ચારે મિત્રો તેના નાના ભાઈઓ રૂપે જન્મ્યા. તે વખતે શ્રેષ્ઠીપુત્રનો જીવ પણ પણ વજનાભ ચક્રવર્તીના ભાઈ મહાપીઠ નામે જમ્યો. પછી જ્યારે વજનાભ ચક્રવર્તી થયા ત્યારે મહાપીઠ માંડલિક રાજા થયા. ત્યારપછી જ્યારે તેઓના પિતા વજસેન તીર્થકરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી બધાં ભાઈઓની સાથે મહાપીઠે પણ દીક્ષા લીધી. દીક્ષા લઈને મહાપીઠમુનિ અગિયાર અંગો ભણ્યા. તેઓ નિરંતર સ્વાધ્યાય રત રહેતા હતા. કોઈ વખતે વજનાભસ્વામીએ પહેલા બે ભાઈમુનિ બાહુ અને સુબાહુના વૈયાવચ્ચ ગુણની પ્રશંસા કરી ત્યારે સ્વાધ્યાયરત એવા મહાપીઠમુનિને ઇર્ષ્યા જન્મી કે અમે સ્વાધ્યાય કરીએ છીએ તેની પ્રશંસા થતી નથી, પણ આ બંને વૈયાવચ્ચ કરે છે, તેમને ધન્યવાદ મળે છે. આ પ્રકારના ઇર્ષ્યાદિ વડે તેમણે સ્ત્રી નામકર્મ ઉપાર્જન કર્યું. કાળક્રમે તેઓ કાળધર્મ પામ્યા. ત્યારપછી ભગવંત ઋષભદેવ પોતાના બારમા ભાવે સર્વાર્થસિદ્ધ વિમાન ઉત્પન્ન થયા, ત્યારે મહાપીઠ મુનિ પણ કેટલોક કાળ ગયા બાદ કાળધર્મ પામીને સર્વાર્થસિદ્ધ વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. સર્વાર્થસિદ્ધથી ચવીને જ્યારે ભગવંત ઋષભદેવ થયા ત્યારે મહાપીઠમુનિ પણ તેમના પછી કેટલોક કાળ વીત્યા બાદ સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવીને ઋષભદેવની પુત્રી અને બાહુબલીની સાથે યુગલિનીરૂપે જન્મ્યા. તેનું સુંદરી એવું નામ રાખ્યું. પૂર્વભવે કરેલ ઇર્ષાદિની આલોચનાદિ ન કર્યા હોવાથી તેણે બાંધેલ સ્ત્રી નામકર્મના પ્રભાવે તે સ્ત્રીરૂપે જમ્યા. ભગવંત ઋષભદેવે જ્યારે કળાઓનું શિક્ષણ આપ્યું. ત્યારે તેમણે પોતાના ડાબા હાથ વડે સુંદરીને એક, સો, હજાર, દશ હજાર, લાખ ઇત્યાદિ સંખ્યાવાળું ગણિત શીખવેલું. સુંદરીની કાયા ૫૦૦ ધનુષ ઊંચાઈવાળી થયેલ હતી. ભગવંત ઋષભદેવને જ્યારે કેવળજ્ઞાન થયું, તેઓનું પ્રથમ સમવસરણ રચાયુ અને તીર્થ પ્રવર્તન થયું ત્યારે બ્રાહ્મીની સાથે સુંદરીને પણ દીક્ષા લેવાનો ઉત્કટ ભાવ હતો. પરંતુ તેણીને અત્યંત સ્વરૂપવતી જાણીને સ્ત્રીરત્નરૂપે સ્થાપવાની ઇચ્છાથી ભરતે તેણીને દીક્ષા લેવાની અનુમતિ ન આપતા તેણી શ્રાવિકા થઈ. ભરતે છ ખંડને સાધવા માટે તેની દિગ્વીજય યાત્રાનો આરંભ કર્યો. ૬૦,૦૦૦ વર્ષે ભારત છ ખંડની સાધના કરી વિનીતા પાછા ફર્યા. બાર વર્ષ સુધી તેનો ચક્રવર્તી Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૩૭. મહારાજારૂપે અભિષેક મહોત્સવ પ્રવર્યો. પછી ભરત ચક્રવર્તીએ પોતાના સ્વજનવર્ગને યાદ કરવો શરૂ કર્યો. સર્વે સ્વજનોને જોતાં-જોતાં તેણે સુંદરીને પણ જોઈ. તેણીને અત્યંત કૃશકાય જોઈ, સૌદર્યરહિત એવી સુંદરીને જોઈને તેણે પૂછયું કે આ સુંદરી આવી કૃશ કેમ થઈ ગઈ છે ? શું મારા ગયા પછી તેની કોઈ સારસંભાળ પણ લેતું નથી ? ત્યારે ખબર પડી કે રાજા ભરત જે દિવસથી દિગ્વીજય યાત્રાએ નીકળ્યા, તે જ દિવસથી સુંદરીએ આયંબિલ તપનો આરંભ કર્યો હતો. ભારતે જ્યારે રોષપૂર્વક કુટુંબીજનોને પૂછયું કે શું મારે ત્યાં ભોજન ન હતું ? વૈદ્યો ન હતા ? કે તેણી આવી સૌંદર્યહીન અવસ્થાને પામી ત્યારે કુટુંબીજનોએ કહ્યું કે, તેણી (સંયમ અને વૈરાગ્યથી ઉછળતા સાગરથી પ્રવજ્યા પંથે જવા માટે) ૬૦,૦૦૦ વર્ષથી આયંબિલ કરી રહી છે. તેથી ભારતનો તેણીના પરનો રાગ ઘટી ગયો. સુંદરીએ પણ કહ્યું કે, જો તમને યોગ્ય લાગે તો મારી સાથે ભોગ ભોગવો, નહીં તો મને દીક્ષા લેવા માટે અનુમતિ આપો. ત્યારે ભરત તેણીના પગમાં પડી ગયો. દીક્ષા લેવા માટેની અનુમતિ આપી. સુંદરીએ દીક્ષા ગ્રહણ કરી – ભગવંત ઋષભદેવના ત્રણ લાખ શ્રમણીઓમાં બ્રાહ્મીની સાથે સુંદરીનું પણ નામ મુખ્ય શ્રમણીરૂપે સામેલ થયું. જ્યારે બાહુબલિ એક વર્ષપર્યંત કાયોત્સર્ગ પ્રતિમાએ સ્થિર રહ્યા ત્યારે ભગવંત ઋષભદેવના કહેવાથી પોતાના બેન સાધ્વી બ્રાહ્મી સાથે સુંદરી આર્યા પણ પોતાના ભાઈ બાહુબલિમુનિને પ્રતિબોધવા ગયા ને કહ્યું કે, હાથી પર ચઢીને કેવળજ્ઞાન ન થાય. સુંદરી આર્યા ચોર્યાશી લાખ પૂર્વનું સર્વ આયુ પાળીને સિદ્ધ થયા, બુદ્ધ થયા – થાવત્ – સર્વ દુઃખથી મુક્ત થયા. ૦ આગમ સંદર્ભ :ઠા. ૪૭૩; સમ. ૧૬૩, ૩૦૯; જંબૂ. ૪૪ + q, નિસી.ભા. ૧૭૧૬; બુહ.ભા. ૩૭૩૮, ૨૦૧; રાવ.નિ. ૧૯૬, ૩૪૪, ૩૪૮; આવ.ભા. ૧૩; આવ.યૂ.૧–. ૧૫૩, ૧૫૬, ૧૫૮, ૧૮૨, ૨૦૯; આવ.નિ. ૩૪૩ની વૃક કલ્પસૂત્ર–વ્યા.૭–ઋષભ વૃત્તિ. ૦ સુભદ્રા કથા : (આ કથા પુફિયા નામક આગમમાંથી લેવાયેલ છે. આમ તો તે એક સળંગ કથા જ છે. પણ તેમાં ત્રણ ભવોની વાત દ્વારા ત્રણ નામો જોવા મળે છે. જે અલગ–અલગ કથા સ્વરૂપનો ભાસ ઉત્પન્ન કરે છે. તે આ પ્રમાણે– (૧) સુભદ્રા શ્રમણી, (૨) બહુપુત્રિકા દેવી, (૩) સોમા શ્રમણી) ૦ બહુપુત્રિકાદેવી દ્વારા ભ.મહાવીર સન્મુખ નાટ્યવિધિ : તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું, ત્યાં ગુણશિલક ચૈત્ય હતું. શ્રેણિક નામે રાજા હતો. ભગવંત મહાવીર સ્વામી પધાર્યા. પર્ષદા નીકળી. તે કાળે, તે સમયે બહુપુત્રિકાદેવી સૌધર્મકલ્પના બહુપુત્રિક વિમાનમાં સુધમાં Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ આગમ કથાનુયોગ-૪ સભાની અંદર બહપુત્રિક નામક સિંહાસન ઉપર ૪૦૦૦ સામાનિક દેવીઓ અને ચાર મહત્તરિકાઓથી પરિવરલ રહીને સૂર્યાભદેવની સમાન – યાવત્ – વિચરણ કરી રહી હતી. તે આ સંપૂર્ણ જંબૂદીપ નામક દ્વીપને વિમળ અવધિજ્ઞાનોપયોગથી જોતી એવી ભગવંત મહાવીરને જુએ છે. જોઈને – યાવત્ – સૂર્યાભદેવની સમાન શ્રમણ ભગવંત મહાવીરને નમસ્કાર કરીને પોતાના શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વદિશા તરફ મુખ કરીને બેઠી ત્યારપછી સૂર્યાભદેવ સમાન આભિયોગિક દેવોને બોલાવ્યા. સુસ્વરા ઘંટા વગાડાવી, પુનઃ આભિયોગિક દેવોને બોલાવ્યા. તેણીનું યાન વિમાન ૧૦૦૦ યોજન વિસ્તીર્ણ હતું. યાન વિમાનનું વર્ણન કરવું – ચાવતુ – સૂર્યાભદેવની સમાન તે બહપુત્રિકાદેવી ઉત્તર દિશાવર્તી નિર્માણમાર્ગથી ૧૦૦૦ યોજનનું વૈક્રિય શરીર બનાવી ઉતરી અને ભગવંત મહાવીરની સમીપે આવી. ધર્મકથા સમાપ્ત થઈ. ત્યારે તે બહુપુત્રિકાદેવીએ પોતાની જમણી ભૂજા ફેલાવી, ફેલાવીને ૧૦૮ દેવકુમારોને અને ડાબી ભૂજા ફેલાવીને ૧૦૮ દેવકુમારીને વિકુ. ત્યારપછી ઘણાં જ કિશોકિશોરીઓને અને નાના બાળક–બાલિકાઓની વિકુર્વણા કરી. પછી સૂર્યાભદેવની સમાન નાટ્યવિધિ દેખાડીને પાછી ફરી. ૦ બહુપુત્રિકાદેવીનો પૂર્વભવ – સુભદ્રા : હે ભગવન્! આ પ્રમાણે સંબોધન કરીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા. પછી પૂછ્યું, હે ભગવન્! આ બહુપત્રિકાદેવીની દિવ્યઋદ્ધિ દિવ્યવૃતિ દિવ્ય દેવાનુભાવ ક્યાં સમાઈ ગયો. હે ગૌતમ ! તે ઋદ્ધિ ઇત્યાદિ તેણીના શરીરમાંથી નીકળી અને તેમાં જ વિલીન થઈ ગઈ. અહીં કૂટાગારશાળાનું દૃષ્ટાંત જાણવું. ગૌતમસ્વામીએ પુનઃ પૂછયું, હે ભગવન્! બહુપુત્રિકાદેવીને આ બધી ઋદ્ધિ વગેરે કઈ રીતે પ્રાપ્ત થયા ? હે ગૌતમ ! એ પ્રમાણે – તે કાળે, તે સમયે વારાણસી નામક નગરી હતી. આમ્રપાલ નામક ચૈત્ય હતું. તે વારાણસી નગરીમાં ભદ્ર નામે સાર્થવાહ હતો. જે ધન ધાન્યથી સમૃદ્ધ હતો – યાવત્ – બીજા વડે અપરિભૂત હતો. તે ભદ્રની સુભદ્રા નામે એક પત્ની હતી. જે સુકુમાલ હાથ–પગવાળી હતી. પરંતુ તે વંધ્યા હતી. જેથી તેણે એક પણ સંતાનને જન્મ આપેલ ન હતો. તેણી કેવળ જાનુકપૂરની માતા હતી. અર્થાત્ તેણીના સ્તનોને કેવળ ઘૂંટણ અને કોણીઓ સ્પર્શ કરતી હતી. સંતાન નહીં. ૦ સુભદ્રાને વંધ્યત્વની ચિંતા : ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહીને કોઈ એક સમયે મધ્યરાત્રિ સમયે કુટુંબ જાગરણમાં જાગરણા કરતી વખતે આ પ્રકારનો – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. હું ભદ્ર સાર્થવાહની સાથે વિપુલ ભોગપભોગને ભોગવતી વિચરું છું, પરંતુ આજપર્યંત મેં એક પણ બાળક કે બાલિકાનો પ્રસવ કર્યો નથી. – તે માતાઓ ધન્ય છે – યાવત્ – તે માતાઓએ પોતાનો મનુષ્ય જન્મ અને જીવનના ફળને સારી રીતે પ્રાપ્ત કરેલ છે. જે માતાઓએ પોતાની કુક્ષિથી ઉત્પન્ન, સ્તનના Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૩૯ દૂધના લોભી, મધુર કર્ણપ્રિય વાણીનું ઉચ્ચારણ કરનારી – માં! માં ! બોલનારી સ્તનમૂળ અને કક્ષની વચ્ચેના ભાગમાં અભિસરણ કરનાર સંતાન જેના સ્તનને દૂધથી પરિપૂર્ણ કરે છે, પછી તે સંતાન કોમળ કમળ સમાન હાથોથી લઈને ખોળામાં બેસાડ઼યા પછી માં! માં! જેવા મધુર શબ્દોને સંભળાવી સંભળાવી સંભળાવીને પ્રસન્ન કરે છે. પરંતુ હું હતભાગિની છું, પૂણ્યહીન છું કે જેણે એક પણ પુત્રને જન્મ આપ્યો નથી. આ પ્રમાણે તેણી ભગ્ર મનોરથા થઈને – યાવત્ – આર્તધ્યાન કરવા લાગી. ૦ સુભદ્રા દ્વારા પુત્ર–ઉપાયની પૃચ્છા : તે કાળે, તે સમયે ઇર્યાસમિતિ આદિ સમિતિઓથી સમિત – ચાવતુ – ગુપ્ત બ્રહ્મચારિણી, બહુશ્રુતા અને ઘણાં જ શિષ્યાઓના પરિવારવાળા સુવ્રતા આર્યા પૂર્વાનુપૂર્વી ક્રમથી વિચરણ કરતા એવા ગ્રામાનુગ્રામ વિહાર કરતા એવા જ્યાં વારાણસી નગરી હતી, ત્યાં આવ્યા, આવીને યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યારપછી તે સુવ્રતા આર્યાનો એક સંઘાટક (સાધ્વીયુગલ) વારાણસી નગરીમાં ઉચ્ચ, મધ્યમ અને નીચ કુળોમાં ગૃહસામુદાનિક ભિક્ષાચર્યાથી ભ્રમણ કરતા ભદ્ર સાર્થવાહના ઘરમાં પ્રવિષ્ટ થયા. ત્યારે સુભદ્રા સાર્થવાહીએ તે આર્યાને આવતા જોયા. જોઈને તે હર્ષિત અને સંતુષ્ટ થતી જલદી આસનેથી ઉઠી, ઉઠીને સાત-આઠ કદમ તેઓની સન્મુખ ગઈ. જઈને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને ઉત્તમ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન વડે પ્રતિલાભિત કરતા–કરતા સુભદ્રાએ આ પ્રમાણે કહ્યું હે આર્યાઓ ! વાત એ છે કે, હું ભદ્ર સાર્થવાહની સાથે વિપુલ ભોગોપભોગને ભોગવતી વિચારી રહી છું. પરંતુ હજી સુધી મેં એક પણ બાળક કે બાલિકાને જન્મ આપ્યો નથી. તે માતાઓ ધન્ય છે – યાવત્ – હું એક પણ સંતાનને પ્રાપ્ત કરી શકી નથી. આપ આર્યાઓ તો ઘણાં જ્ઞાની છો, ઘણાં જ જાણકાર છો અને ઘણાં જ ગામ, આકર, નગર - યાવત્ – સન્નિવેશોમાં પરિભ્રમણ કરો છો. ઘણાં જ રાજા, ઈશ્વર, તલવર – યાવત્ - સાર્થવાહ વગેરેના ઘરોમાં પ્રવેશ કરો છો. તો શું કોઈ વિદ્યાપ્રયોગ કે મંત્રપ્રયોગ કે વમન, વિરેચન, વસ્તિકર્મ, ઔષધિ કે ભૈષજય આપ જાણો છો, જેનાથી હું કોઈ બાળક કે બાલિકાને પ્રાપ્ત કરી શકું? – જન્મ આપી શકું? ૦ આર્યાના ઉપદેશથી સુભદ્રા શ્રાવિકા બની : - ત્યારપછી તે સાધ્વીઓ સુભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે બોલ્યા, હે દેવાનુપ્રિયે ! અમે ઇર્યા આદિ સમિતીઓથી સમિત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારિણી નિગ્રંથી શ્રમણીઓ છીએ. આ પ્રકારના કથનને અમારે કાન વડે શ્રવણ કરવું પણ કલ્પતું નથી. તો પછી અમે તેનો ઉપદેશ કે આચરણ કઈ રીતે કરી શકીએ ? પરંતુ હે દેવાનુપ્રિયે ! અમે તો વિશેષતા સાથે માત્ર કેવલી પ્રરૂપિત વિવિધ પ્રકારના ધર્મનું કથન કરી શકીએ. ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહીએ તે આર્યાઓની પાસે ધર્મનું શ્રવણ કરીને અને અવધારિત કરીને હર્ષિત અને સંતુષ્ટ થઈને તે આર્થીઓને ત્રણ વખત વંદન-નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલી, હે આર્યાઓ હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ આગમ કથાનુયોગ-૪ પ્રતીતિ કરું છું, રુચિ કરું છું. તથા આપે જે પ્રમાણે ઉપદેશ કર્યો છે, નિગ્રંથ પ્રવચન તે પ્રમાણે જ છે, સત્ય છે, સર્વથા સત્ય છે – યાવત્ – હું શ્રાવકધર્મનો સ્વીકાર કરું છું. હે દેવાનુપ્રિયે જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહી તે આર્યાઓની પાસેથી – યાવત્ - શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો, સ્વીકાર કરીને તે આર્યાઓને વંદન–નમસ્કાર કર્યો. વંદન–નમસ્કાર કરીને વિદાય આપી. ત્યારપછી સુભદ્રા શ્રમણોપાસિકા થઈ ગઈ – યાવતુ – વિચારવા લાગી. ૦ સુભદ્રાની પ્રવજ્યા : ત્યારપછી તે સુભદ્રા શ્રમણોપાસિકાને કોઈ એક દિવસે મધ્યરાત્રિએ કૌટુંબિક જાગરણથી જાગતી હતી ત્યારે પરિવારના વિષયમાં વિચાર કરતા-કરતા આ આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – હું ભદ્ર સાર્થવાહ સાથે વિપુલ ભોગોપભોગ ભોગવતી એવી – યાવત્ – વિચરું છું. પણ મેં એક પણ બાળક કે બાલિકાને જન્મ આપેલ નથી. તેથી મારા માટે શ્રેયસ્કર છે કે – કાલે – ચાવત્ – સૂર્ય પ્રકાશમાન થયા પછી ભદ્ર સાર્થવાહની અનુમતિ લઈને સુવ્રતા આર્યાની પાસે આર્યા (શ્રમણી) થઈને ગૃહવાસનો ત્યાગ કરી – યાવત્ – પ્રવજ્યા ગ્રહણ કરું. આ પ્રમાણે તેણીએ વિચાર કર્યો, વિચાર કરીને જ્યાં ભદ્ર સાર્થવાહ હતો, ત્યાં આવી બંને હાથ જોડી – યાવત્ – આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમારી સાથે ઘણાં વર્ષો સુધી વિપુલ ભોગોપભોગોને ભોગવતી – યાવતુ – વિચરણ કરી રહી છું. પરંતુ મેં એકપણ બાલક કે બાલિકાને જન્મ આપેલ નથી. તેથી હવે આપની આજ્ઞા પ્રાપ્ત કરી સુવ્રતા આર્યાની પાસે મુંડિત – યાવત્ – પ્રવ્રજિત થવાને ઇચ્છું છું. ત્યારે તે ભદ્ર સાર્થવાહે સુભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! તું હમણાં મુંડિત ન થા – યાવતુ – પ્રવ્રજિત ન થા. પરંતુ દેવાનુપ્રિય ભોગોપભોગને ભોગવ. મારી સાથે વિપુલ ભોગોપભોગ ભોગવ્યા પછી તું ભુક્તભોગી થઈને સુવ્રતા આર્યાની પાસે – યાવતુ – પ્રવ્રજિત થજે. ભદ્ર સાર્થવાહે આ પ્રમાણે કહ્યું ત્યારે પણ તે સુભદ્રા સાર્થવાહીએ ભદ્રસાર્થવાહના આ વચનનો આદર ન કર્યો. પણ બીજી અને ત્રીજી વખત પણ તે સુભદ્રા સાર્થવાહીએ ભદ્ર સાર્થવાહને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આપની આજ્ઞા પામીને – વાવ – પ્રવ્રયા અંગીકાર કરવા ઇચ્છું છું. ત્યારપછી તે ભદ્ર સાર્થવાહ જ્યારે ઘણાં પ્રકારે આખ્યાપના, પ્રજ્ઞાપના, સંજ્ઞાપના અને વિજ્ઞપ્તિઓ દ્વારા કહેવા પછી પણ – યાવત્ - સમજાવવામાં સમર્થ ન થયો ત્યારે તેણે અનિચ્છાએ સુભદ્રાને દીક્ષા લેવા અનુમતિ આપી. ત્યારપછી તે ભદ્ર સાર્થવાહે વિપુલ અશન – યાવત્ – સ્વાદિમરૂપ ચાર પ્રકારનું ભોજન બનાવડાવ્યું. પછી મિત્રો, જ્ઞાતિબંધુઓને આમંત્રિત કર્યા. ત્યારપછી ભોજનવેળાએ – યાવત્ – મિત્રો, જ્ઞાતિબંધુઓનો સત્કાર–સન્માન કર્યા. સુભદ્રા સાર્થવાહી સ્નાન કરીને - યાવત્ – પ્રાયશ્ચિત્ત કરીને સર્વ અલંકારોથી વિભૂષિત થઈને પુરુષ સહસ્ત્રવાહિની શિબિકા પર બેઠી. Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા - ત્યારબાદ તે સુભદ્રા સાર્થવાહી મિત્રો, જ્ઞાતિજનો નિજકયાવત્ સંબંધીજનોથી પરિવરીને સર્વઋદ્ધિ – યાવત્ – વાદ્ય નાદોની સાથે વારાણસી નગરીના મધ્યભાગમાંથી થઈને સુવ્રતા આર્યાના ઉપાશ્રયમાં આવી, આવીને પુરુષ સહસ્રવાહિની શિબિકા ઊભી રાખી, સુભદ્રા સાર્થવાહી શિબિકામાંથી નીચે ઉતરી. ત્યારપછી તે ભદ્ર સાર્થવાહ સુભદ્રા સાર્થવાહીને આગળ કરીને જ્યાં સુવ્રતા આર્યા હતા ત્યાં આવ્યો. આવીને સુવ્રતા આર્યાને વંદન—નમસ્કાર કર્યા. વંદનનમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! મારી પત્ની સુભદ્રા સાર્થવાહી મને ઇષ્ટ અને કાંત છે યાવતુ વાત પિત કફજન્ય કે સાત્રિપાતિક વિવિધ રોગ અને આતંક તેણીને સ્પર્શ ન કરી શકે તે માટે હું પ્રયત્નશીલ રહ્યો છું. હવે આ દેવાનુપ્રિયા સંસારના ભયથી ઉદ્વિગ્ન અને જન્મમરણથી ભયભીત થઈને આપ દેવાનુપ્રિયોની પાસે મુંડિત થઈને – યાવત્ – દીક્ષા લેવા ઇચ્છે છે. તેથી હું આને આપ દેવાનુપ્રિયોને શિષ્યા ભિક્ષાના રૂપમાં આપું છું, આપ દેવાનુપ્રિયો ! આ શિષ્યાભિક્ષાનો સ્વીકાર કરો. હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારપછી સુવ્રતા આર્યાના આ કથનને સાંભળીને તે સુભદ્રા સાર્થવાહી હર્ષિત થઈને સ્વયં જ આભરણ, માળા, અલંકારોને ઉતારે છે, ઉતારીને સ્વયં જ પંચમુષ્ટિક લોચ કરે છે. લોચ કરીને જ્યાં સુવ્રતા આર્યા હતા ત્યાં આવે છે. આવીને સુવ્રતા આર્યાને ત્રણ વખત આદક્ષિણ—પ્રદક્ષિણા કરી, વંદનનમસ્કાર કરે છે, વંદનનમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! આ સંસાર આદીસ છે - યાવત્ -દેવાનંદાની માફક તેણી પ્રવ્રુજિત થઈ યાવત્ – આર્યા થઈ ગઈ – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારિણી થઈ ગયા. ૦ સુભદ્રા આર્યા દ્વારા બાળકો સાથે ક્રીડા : - TOP - ---- - ૩૪૧ ત્યારપછી તે સુભદ્રા આર્યા કોઈ સમયે ગૃહસ્થોના બાળક—બાલિકામાં સમ્મોહિત - યાવત્ - આસક્ત થઈને તે બાળકોના શરીરનું અવ્યંગન, ઉબટન કરતા, પ્રાસુક જળ - લાવતા, હાથ–પગ રંગતા, કંકણ, અંજન, વર્ણક—ચુર્ણક કરતા, રમકડાં આપતા, ખાદ્ય સામગ્રી લાવતા, ખીર આપતા, પુષ્પો વગેરે શોધતા અને શોધીને ગૃહસ્થોના પુત્ર— પુત્રીઓમાં કુમાર—કુમારિકાઓમાંથી અને નાના બાળક–બાલિકાઓમાંથી— કોઈને માલિશ કરતા, કોઈને ઉબટન કરતા, કોઈને પ્રાસુકજળ વડે સ્નાન કરાવતા, કોઈના હાથ–પગ રંગતા, કોઈને કાજળ લગાવતા, કોઈને તિલક કરતા, કોઈને ટીકી લગાવતા, કોઈને ઝૂલાવતા, ક્યારેક તેમને એક પંક્તિમાં ઊભા રાખતા, ક્યારેક અલગ—અલગ ઊભા કરતા, કોઈના શરીર પર વર્ણક કે ચૂર્ણક લગાવતા, કોઈને રમકડાં આપતા, કોઈને ખાજા ખવડાવતા, કોઈને દૂધ પીવડાવતા, કોઈને પુષ્પમાળા પહેરાવતા, કોઈ કોઈને પોતાના પગ, જાંઘ, સાથળ, ખોળો, કમર, પીઠ, છાતી, ખભા કે મસ્તક પર બેસાડતા કોઈને હથેળીમાં રાખી હુલરાવતા, ઉચ્ચ સ્વરે ગાતા અને એ રીતે તેણી પુત્રની, પુત્રની, દોહિત્રની, દોહિત્રીની લાલસાને અનુભવતા વિચરતા હતા. ૦ આર્યા દ્વારા સુભદ્રાને બાલક્રીડાનો નિષેધ કરવો : ત્યારે તે સુવ્રતા આર્યાએ સુભદ્રા આર્યન (આવી પ્રવૃત્તિ કરતા જોઈને) આ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ આગમ કથાનુયોગ-૪ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! આપણે ઇર્યાસમિતિ આદિ સમિતીઓથી સમિત – યાવતું – ગુપ્તબ્રહ્મચારિણી એવા નિગ્રંથી-શ્રમણીએ છીએ. તેથી આપણે શિશુક્રીડા આદિ લૌકિક કાર્યો કરવા કલ્પતા નથી. હે દેવાનુપ્રિયે! તું ગૃહસ્થોના બાળકોમાં સંમોહિત – વાવ – અધ્યપપન્ન થઈને એન્જંગન – યાવત્ – પૌત્રાદિની લાલસાનો અનુભવ કરતી જે વિચરી રહી છો તેનું હે દેવાનુપ્રિયે ! (ત્યાગ કર) હવે તું આ સ્થાન (સાવદ્ય કાર્ય)ની આલોચના કર – યાવત્ – પ્રાયશ્ચિત્ત અંગીકાર કર. સુવ્રતા આર્યાએ આ પ્રકારે નિષેધ કર્યા પછી પણ તે સુભદ્રા આર્યાએ સુવ્રતા આર્યાના આ કથનનો આદર ન કર્યો, તે વાત પર ધ્યાન ન આપ્યું. પરંતુ અનાદર કરતા, ઉપેક્ષા કરતા વિચારવા લાગી. ત્યારે તે નિગ્રંથી–શ્રમણીઓ સુભદ્રા આર્યાની હીલના, નિંદ, હિંસા, ગઠ્ઠ કરવા લાગી અને વારંવાર આ કાર્ય કરવાથી રોકવા લાગી. ૦ સુભદ્રાનો અલગ નિવાસ : ત્યારપછી તે નિર્ચથી શ્રમણી સુવ્રતા આદિ આર્થીઓ દ્વારા આ પ્રમાણે હીલના – થાવત્ – વારંવાર આ કાર્યથી રોકતા હોવાને કારણે તે સુભદ્રા આર્યાને આ આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, જ્યારે હું ગૃહવાસમાં રહેતી હતી ત્યારે હું સ્વાધીન હતી. પરંતુ જ્યારથી હું મુંડિત થઈને ગૃહત્યાગ કરી અનગારિત્વમાં પ્રવ્રજિત થઈ છું. ત્યારથી હું પરવશ થઈ ગઈ છું. પહેલા આ શ્રમણી નિગ્રંથીઓ મારો આદર કરતી હતી, મારા તરફ ધ્યાન આપતા હતા પણ હવે તેઓ મારો આદર કરતા નથી કે મારી તરફ ધ્યાન આપતા નથી. – તેથી મારા માટે શ્રેયસ્કર થશે કે કાલે – યાવત્ – સૂર્ય પ્રકાશમાન થયા પછી – સુવ્રતા આર્યાની પાસેથી નીકળીને અલગ એકલી ઉપાશ્રયમાં જઈને રહું. આ પ્રમાણે તેણીએ વિચાર કર્યો. વિચાર કરીને કાલે – યાવત્ – સૂર્ય પ્રકાશિત થયા પછી સુવતા આર્યાની પાસેથી નીકળીને અલગ ઉપાશ્રયમાં જઈને એકલા વિચરવા લાગ્યા. ત્યારબાદ તે સુભદ્રા આર્યા અનિવારિત, નિરંકુશ, સ્વછંદ મતિ થઈને ગૃહસ્થોના બાળકોમાં સંમોહિત – યાવત્ – અવ્યંગન આદિ અને – યાવત્ – દોહિત્રી લાલસાને પૂર્ણ કરતા વિચરવા લાગ્યા. ૦ સુભદ્રાની સંલેખના અને બહુપુત્રિકાદેવીરૂપે ઉપપાત : ત્યારપછી તે સુભદ્રા પાર્શ્વસ્થા અને પાર્થસ્થવિહારિણી, અવસન્ન અને અવસન્ન વિારિણી, કુશીલ અને કુશીલ વિહારિણી, સંસક્ત અને સંસક્ત વિહારિણી, યથાવૃંદા અને યથાશૃંદા વિહારિણી થઈ ગયા. ઘણાં વર્ષો સુધી તેણીએ શ્રમણીપર્યાયનું પાલન કર્યું પાલન કરીને અંતે અર્ધમાસિક સંલેખના દ્વારા આત્માને સેવિત કરીને, ત્રીશ ભક્તોનું અનશન દ્વારા છેદન કરી, તે સ્થાનની (સાવદ્ય પ્રવૃત્તિની) આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ કાલમાસમાં કાળ કરીને સૌધર્મકલ્પમાં બહુપુત્રિકા વિમાનમાં ઉપધાનસભામાં દેવદુષ્યથી આચ્છાદિત દેવશયનીય શય્યામાં અંગુલના અસંખ્યાતમાં ભાગ માત્ર જઘન્ય અવગાહનાવાળી બહુપત્રિકા દેવીરૂપે ઉત્પન્ન થઈ. ત્યારપછી તત્કાલ ઉત્પન્ન થયેલી તે બહુપુત્રિકાદેવી શરીર પર્યાતિ – યાવત્ – Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૪૩ ભાષામનરૂપ પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્ત થઈ ગઈ. આ પ્રમાણે છે ગૌતમ ! બહુપુત્રિકાદેવીએ તે દિવ્યદ્ધિને – યાવત્ – પ્રાપ્ત કરી છે. ૦ બહુપુત્રિકા નામનું રહસ્ય – તેની સ્થિતિ : હે ભદંત ! કયા કારણથી તેણીને બહુપુત્રિકાદેવી નામથી બોલાવાય છે ? હે ગૌતમ ! આ બહુપુત્રિકાદેવી જ્યારે જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્ર ઇન્દ્રની પાસે ઉપસ્થિત થાય છે, ત્યારે ત્યારે તે ઘણાં જ બાળક-બાલિકા, કિશોર-કિશોરીઓ આદિની વિદુર્વણા કરે છે. વિક્ર્વણા કરીને જ્યાં દેવેન્દ્ર દેવરાજ શક્ર છે, ત્યાં આવે છે, આવીને દેવેન્દ્ર દેવરાજ શક્રની દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવ પ્રદર્શિત કરે છે. તેથી તે બહુપત્રિકાદેવી કહેવાય છે. હે ભગવન્! બહુપુત્રિકા દેવીની કેટલા કાળની સ્થિતિ કહી છે ? હે ગૌતમ ! બહુપુત્રિકા દેવીની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. હે ભગવન્! તે બહુપુત્રિકાદેવી આયુક્ષય, સ્થિતિ ક્ષય અને ભવય થયા પછી અનંતર તે દેવલોકથી ચવીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! તે બહુપુત્રિકા દેવી આ જ જંબૂઢીપના ભારતવર્ષમાં વિંધ્યગિરિની તળેટીમાં બેભેલ સંનિવેશમાં બ્રાહ્મણ કુળમાં કન્યારૂપે જન્મ લેશે. ૦ સોમાનો ભવ : ત્યારપછી તે બાલિકાના માતાપિતા અગિયાર દિવસ વીત્યા પછી – યાવતું – બારમાં દિવસે આ આવા પ્રકારનું નામકરણ કરશે – અમારી આ બાલિકાનું નામ “સોમા" થાઓ. ત્યારપછી તે સોમા બાલ્યભાવને છોડીને સજ્ઞાન અવસ્થા સહિત યૌવનભાવને પ્રાપ્ત થઈને રૂપ, યૌવન અને લાવણ્યથી ઉત્કૃષ્ટ – યાવત્ – ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ. ત્યારપછી માતાપિતા બાલ્યાવસ્થાને પાર કરીને યૌવનાવસ્થામાં પ્રવેશેલી અને વિષયસુખથી અભિજ્ઞા જાણીને તે સોમા દારિકાને યથાયોગ્ય શુલ્ક દહેજ અને યથાયોગ્ય પ્રિય વચનની સાથે પોતાના ભાણેજ રાષ્ટ્રકૂટને પનીરૂપે સોંપશે અર્થાત્ તેની સાથે વિવાહ કરી દેશે. તે સોમા તેની ઇષ્ટા, કાંતા, વલ્લભા – યાવત્ – આભૂષણના કરંડક સમાન, તેલની વાપિકા સમાન, સુરક્ષિત વસ્ત્રોની પેટી સમાન, સુપરિગ્રહિત, રત્નકરંડકની સમાન સુરક્ષિત અને સુસંગોપિત પત્ની થશે અને તે રાષ્ટ્રકૂટ એ ધ્યાન રાખશે કે તેણીને શીત – યાવતુ – વિવિધ રોગ અને આતંક સ્પર્શી ન શકે. ૦ બાળકોથી પરેશાન સોમા દ્વારા વંધ્યત્વ પ્રશંસા – ત્યારપછી તે સોમા બ્રાહ્મણી રાષ્ટ્રકૂટની સાથે વિપુલ ભોગપભોગ ભોગવતી પ્રત્યેક વર્ષે એક સંતાન યુગલને જન્મ આપીને સોળ વર્ષમાં બત્રીશ બાળકોને જન્મ આપશે. ત્યારે તે સોમા બ્રાહ્મણી ઘણાં પુત્રો-પુત્રીઓ, કુમાર-કુમારીઓ, બાળક–બાલિકાઓમાંથી કોઈના ઉત્તાન શયનથી, કોઈના ચીતક્રાસહ રૂદનથી, કોઈની સ્તન પાનની ઇચ્છાથી, કોઈના દૂધ માંગવાથી, કોઈના રમકડાં માંગવાથી, કોઈ દ્વારા ખાવાનું માંગવાથી, કોઈના પડવા-આખડવાથી, કોઈ દ્વારા ખાજા માંગવાથી, કોઈ દ્વારા પાણી માંગવાથી, કોઈ દ્વારા Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ આગમ કથાનુયોગ-૪ ભાત માંગવાથી– એ જ રીતે કોઈના હસવાથી, રોપાયમાન થવાથી, ક્રોધિત થવાથી, લડવાથી, મારવાથી, મારખાવાથી, જેમ-તેમ બોલવાથી પાછળ-પાછળ ભાગવાથી, રોવા કે વિલાપ કરવાથી, છીનવવાથી, ઊંઘવાથી, છેડો પકડી લટકવાથી, આગ આદિમાં બળવાથી, ઉલટી કરવાથી, ઝાડા-પેશાબ કરવાથી તે સોમા બ્રાહ્મણી બાળકોના મળ, મૂત્ર, વમન આદિથી ભરેલી, મેલા કપડાવાળી, કાંતિદીન – યાવત્ અશુચિ, બીભત્સ, અત્યંત દુર્ગધિત થતી હોવાથી રાષ્ટ્રકૂટ સાથે વિપુલ ભોગોપભોગોને ભોગવતા વિચરવા સમર્થ રહે નહીં. ત્યારે તે સોમા બ્રાહ્મણીને મધ્ય રાત્રિના સમયે કુટુંબ જાગરણામાં જાગરણ કરતા આ આવા પ્રકારનો સંકલ્પ – યાવત્ – વિચાર ઉત્પન્ન થશે કે, હું આ દુર્જાત, દુર્જન્મા, હતભાગી અને અલ્પકાળમાં ઉત્પન્ન થનારા ઘણાં જ પુત્રો અને – યાવતું – બાલિકાઓમાંથી કોઈના ઉત્તાન શયન અને – વાવ – મૂત્રને કારણે મળ, મૂત્ર અને વમનથી લિપ્ત – યાવતું – અત્યંત દુર્ગધિત થઈને રાષ્ટ્રકૂટની સાથે – યાવત્ – ભોગ ભોગવતા – વિચરણ કરવામાં સમર્થ થઈ શકતી નથી. તે માતાઓ ધન્ય છે – યાવત્ – તેઓએ જીવનનું ફળ પ્રાપ્ત કર્યું છે, જે વંધ્યા છે, જેને બાળક થતા નથી, જે જાનૂકૂપૂરની માતા છે, અને સુગંધિત ગંધદ્રવ્યોથી સુવાસિત થઈને, મનુષ્ય સંબંધી વિપુલ ભોગોપભોગને ભોગવતા વિચરણ કરી રહી છે. હું અધન્ય છું, પુણ્યહીન છું, અકૃતપુણ્યા છું. જે રાષ્ટ્રકૂટની સાથે વિપુલ – યાવત્ – ભોગોને ભોગવી શકતી નથી. ૦ સોમા દ્વારા ઘર્મશ્રવણ અને પ્રધ્વજ્યા ઇચ્છા : તે કાળે, તે સમયે ઇર્યાસમિતિ આદિથી સમિત – યાવતું – ઘણી જ શિષ્યાઓના પરિવારવાળા સુવ્રતા નામના આર્યા પૂર્વાનુપૂર્વી ક્રમથી વિચરણ કરતા બેભેલ સંનિવેશમાં પધાર્યા અને યથાપ્રતિરૂપ અવગ્રહ ધારણ કરીને વિચારવા લાગ્યા. ત્યારપછી તે સુવતા આર્યાઓનો એક સંઘાટક (સાધ્વીયુગલ) બેભેલ સન્નિવેશમાં ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં - યાવત્ – પરિભ્રમણ કરતાં રાષ્ટ્રકૂટના (સોમાના) ઘરમાં પ્રવેશ્યા. ત્યારે તે સોમા બ્રાહ્મણીએ આર્યાને આવતા જોયા, જોઈને હર્ષિત સંતુષ્ટ થયા – યાવતુ – જલ્દીથી આસનેથી ઉઠી, ઉઠીને સાત-આઠ ડગલા સન્મુખ ગઈ. જઈને વંદનનમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને વિપુલ અશન – યાવત્ – સ્વાદિમ વડે પ્રતિલાભિત કરીને આ પ્રમાણે કહ્યું, હે આર્યાઓ ! મેં રાષ્ટ્રકૂટની સાથે વિપુલ ભોગ ભોગવતા – યાવતુ – પ્રતિવર્ષ સંતાન યુગલનો જન્મ આપ્યો અને સોળ વર્ષમાં બત્રીશ બાળકો થયા. જેનાથી હું તે દુર્થાત નાની ઉમરના ઘણાં જ પુત્ર – યાવત્ – બાલિકાને કારણે – યાવત્ – રાષ્ટ્રકૂટની સાથે મનોનુકુલ વિચરણ કરી શકતી નથી. તેથી તે આર્યાઓ ! હું આપની પાસે ધર્મશ્રવણ કરવા ઇચ્છું છું. ત્યારે તે આર્યાઓએ સોમા બ્રાહ્મણીને વિવિધ પ્રકારનો – યાવત્ – કેવલિ પ્રરૂપિત ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યારપછી તે સોમા બ્રાહ્મણીએ તે આર્યાઓની પાસે ધર્મશ્રવણ કરી અને તેને Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૪૫ હૃદયમાં અવધારિત કરી હર્ષિત–સંતુષ્ટ – યાવત્ – આનંદિત હૃદયા થઈને તે આર્યાઓને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને કહ્યું કે હે આર્યાઓ ! હું નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા રાખું છું – યાવત્ - સન્માન કરું છું. હે આર્યાઓ! નિગ્રંથ પ્રવચન એ જ પ્રમાણે છે, હે આર્યાઓ! આપ જે કહો છો તે નિગ્રંથ પ્રવચન એવું જ છે. પરંતુ હે આર્યાઓ! હું રાષ્ટ્રકૂટને પૂછી લઉ, ત્યારપછી આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત – યાવત્ – પ્રવ્રજિત થઈશ. હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારપછી તે સોમા બ્રાહ્મણીએ તે આર્યાઓને વંદન-નમસ્કાર કર્યા અને વંદન નમસ્કાર કરીને વિદાય આપી. ૦ રાષ્ટ્રકૂટ પ્રવજ્યા નિષેધ કરતા સોમા શ્રાવિકા બની : ત્યારપછી તે સોમા બ્રાહ્મણી જ્યાં રાષ્ટ્રકૂટ હતો, ત્યાં આવી અને બંને હાથ જોડીને આ પ્રમાણે બોલી, હે દેવાનુપ્રિય ! મેં આર્યાઓની પાસે ધર્મશ્રવણ કર્યો છે. તે ધર્મની હું ઇચ્છા કરું છું – યાવત્ – મને રુયેલ છે. તેથી હે દેવાનુપ્રિય ! હું તમારી અનુમતિ પ્રાપ્ત કરીને સુવ્રતા આર્યાની પાસે – યાવતું – પ્રવ્રજિત થવાને ઇચ્છું છું. ત્યારપછી તે રાષ્ટ્રકૂટે સોમા બ્રાહ્મણીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! હમણાં તું મુંડિત થઈને – યાવત્ – પ્રવ્રજિત ન થા, પરંતુ હે દેવાનુપ્રિયે ! મારી સાથે વિપુલ ભોગોપભોગને ભોગવ્યા પછી ભક્તભોગી થઈને સુવ્રતા આર્યાની પાસે મુંડિત – યાવપ્રવ્રજિત થજે. ત્યારપછી તે સોમા બ્રાહ્મણીએ સ્નાન કર્યું – યાવત્ – શરીરને અલંકારો વડે અલંકૃત્ કરીને દાસીઓના સમૂહથી ઘેરાયેલી પોતાના ઘેરથી નીકળી નીકળીને બેભેલ સંનિવેશના મધ્યભાગમાંથી થઈને જ્યાં સુવ્રતા આર્યાનો ઉપાશ્રય હતો ત્યાં આવી, આવીને સુવ્રતા આર્યાને વંદન–નમસ્કાર કર્યો અને પર્યાપાસના કરવા લાગી. ત્યારપછી તે સુવ્રતા આર્યાએ સોમા બ્રાહ્મણીને આશ્ચર્યકારી, કેવલિ પ્રરૂપિત ધર્મનો ઉપદેશ આપ્યો. જે પ્રકારે જીવકર્મથી બંધાય છે. ત્યારપછી તે સોમા બ્રાહ્મણીએ સુવ્રતા આર્યાની પાસે – યાવત્ – બાર પ્રકારના શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો, સ્વીકાર કરીને સુવ્રતા આર્યાને વંદન–નમસ્કાર કર્યા. વંદન– નમસ્કાર કરીને જે દિશામાંથી આવી હતી તે જ દિશામાં પાછી ચાલી ગઈ. ત્યારપછી સોમા બ્રાહ્મણી શ્રમણોપાસિકા થઈ ગઈ અને જીવાજીવ આદિ તત્ત્વોની જ્ઞાતા થઈને આત્માને ભાવિત કરતા વિચારવા લાગી. ૦ સોમાની પ્રવજ્યા અને ભાવિ ગતિ : ત્યારપછી તે સુવ્રતા આર્યા કોઈ સમયે પૂર્વાનુપૂર્વી ક્રમથી વિહાર કરતા – યાવત્ – ફરી પાછા ત્યાં આવ્યા. ત્યારે તે સોમા બ્રાહ્મણી આ સંવાદ સાંભળીને હર્ષિત–સંતુષ્ટ થઈને સ્નાન કર્યું. પૂર્વવત્ ઘેરથી નીકળી – યાવતું – વંદન–નમસ્કાર કર્યો. વંદન–નમસ્કાર કરીને, ધર્મ શ્રવણ કરી – યાવત્ – પ્રતિબદ્ધ થઈ. વિશેષ એ કે, રાષ્ટ્રકૂટની આજ્ઞા લઈશ, ત્યારપછી દીક્ષા લેવા ઇચ્છું છું. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ આગમ કથાનુયોગ-૪ જેમ સુખ ઉપજે તેમ કરો (વિલંબ ન કરો.) ત્યારપછી સોમા બ્રાહ્મણીએ સુવતા આર્યાને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને સુવ્રતા આર્યાની સમીપથી નીકળી. નીકળીને જ્યાં પોતાનું ઘર હતું, જ્યાં રાષ્ટ્રકૂટ હતો, ત્યાં આવી, આવીને બંને હાથ જોડી રાષ્ટ્રકૂટને પૂછ્યું, મેં ધર્મ સાંભળ્યો છે – થાવત્ – પ્રવ્રજિત થવા ઇચ્છું છું. જેમ તને સુખ ઉપજે તેમ કર, વિલંબ ન કર. ત્યારપછી રાષ્ટ્રકૂટ વિપુલ પરિમાણમાં અશન આદિ ચાર પ્રકારના ભોજન બનાવડાવ્યા. મિત્રો આદિને ભોજન કરાવ્યું ઇત્યાદિ વર્ણન પૂર્વવતુ જાણવું. જે પ્રમાણે પૂર્વભવે સુભદ્રા આર્ચા થઈ હતી. (પ્રવજિત થયા.) તે પ્રમાણે સોમા આર્યા ઇર્યાસમિતિ આદિ સમિતિઓથી સમિત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારિણી આર્યા થયા. ત્યારે તે સોમા આર્યાએ સુવ્રતા આર્યાની પાસે સામાયિક આદિથી લઈને અગિયાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને અનેક ઉપવાસ, છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ આદિ તપોકર્મથી પોતાના આત્માને ભાવિત કરતા ઘણાં વર્ષો સુધી શ્રાપ્ય પર્યાયનું પાલન કર્યું. પાલન કરીને માસિક સંલેખના દ્વારા સાઠ ભક્તોનું અનશન વડે છેદન કરી, આલોચના પ્રતિક્રમણ કરી, સમાધિને પ્રાપ્ત કરી કાલમાસમાં કાળ કરીને દેવેન્દ્ર દેવરાજ શક્રના સામાનિક દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાં કેટલાંક દેવોની સ્થિતિ બે સાગરોપમની કહી છે. તે દેવલોકમાં સોમદેવની પણ બે સાગરોપમની સ્થિતિ થશે. (ગૌતમસ્વામીએ પૂછયું, હે ભગવન્) તે સોમદેવ તે દેવલોકથી આયુનો ક્ષય થાય ત્યારે – વાવત્ – ચ્યવીને ક્યાં જશે ? કયાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! મહાવિદેહ વર્ષક્ષેત્રમાં ઉત્પન્ન થશે – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :ઠા ૯૭૫ની વૃ પુફિ. ૨, ૮ ૦ શ્રી આદિ દેવી/ભૂતા આદિ શ્રમણી કથા - (પુલિયા આગમમાં ખરેખર તો અહીં દશ દેવીઓની કથા છે. જેનો સમાવેશ દેવ-દેવી કથા વિભાગમાં થાય. પણ શ્રીદેવીના પૂર્વભવમાં તે ભૂતા નાર્મ શ્રમણી હતા. તેની કથા વિસ્તારથી છે. પૂર્વે પણ આવી દેવીઓની કથા જો તેઓ પૂર્વભવમાં શ્રમણી હોય તો તેમનો સમાવેશ શ્રમણી વિભાગમાં જ કરેલ છે. તેથી શ્રીદેવી કથા અહીં લીધેલ છે. બાકીના નવ દેવીઓમાં તો માત્ર સૂચના જ છે કે, “શ્રીદેવી પ્રમાણે” તેથી બધાંનો અહીં જ સમાવેશ કર્યો છે. વળી તે દશે દેવી પૂર્વભવે શ્રમણીઓ હતા– આ દશ દેવીઓના નામ આ પ્રમાણે છે(૧) શ્રીદેવી, (૨) હીદેવી, (૩) યુતિદેવી, (૪) કીર્તિદેવી, (૫) બુદ્ધિદેવી, (૬) લક્ષ્મીદેવી, (૭) ઇલાદેવી, (૮) સુરાદેવી (૯) રસદેવી, (૧૦) ગંધદેવી ૦ શ્રીદેવી કથા : તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશિલ નામે ચૈત્ય હતું. શ્રેણિક Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૪૭ રાજા હતો. શ્રમણ ભગવંત મહાવીર સ્વામી પધાર્યા. પર્ષદા નીકળી. તે કાળે, તે સમયે શ્રીદેવી સૌધર્મકલ્પના અવતંસક વિમાનમાં, સુધર્માસભામાં, શ્રી નામના સિંહાસન પર ૪૦૦૦ સામાનિક દેવીઓ અને પરિવારસહિત બહુપત્રિકાદેવીની સમાન આવી – યાવતું – નાટ્યવિધિ દેખાડીને પાછી ચાલી ગઈ. વિશેષ એ કે – બહુપુત્રિકાદેવીની સમાન શ્રીદેવીએ બાળક–બાલિકાની વિકુવણા કરી ન હતી. (ગૌતમસ્વામીએ) પૂર્વભવસંબંધી પૃચ્છા કરી. ૦ ભૂતા શ્રમણીનો ભવ : તે કાળે, તે સમયે રાજગૃહનગર હતું. ગુણશિલક ચૈત્ય હતું. જિતશત્રુ રાજા હતો. તે રાજગૃહનગરમાં સુદર્શન ગાથાપતિ હતો. જે ધનાઢ્ય – યાવત્ – અપરિભૂત હતો. તે સુદર્શન ગાથાપતિની પત્નીનું નામ પિયા હતું. જે અત્યંત સુકુમાર હતી. સુદર્શન ગાથાપતિની પુત્રી, પ્રિયા ગાથાપત્નીની આત્મજા ભૂતા નામે દારિકા હતી, જે વૃદ્ધા, વૃદ્ધકુમારી, જીર્ણા, જીર્ણકુમારી, શિથિલ નિતંબ અને સ્તનવાળી અને અવિવાહિત હતી. ૦ ભૂતાનું ભપાર્થ સમીપે ગમન : - તે કાળે, તે સમયે પુરુષાદાનીય – યાવતું – નવ હાથની અવગાહનાવાળા અર્પતું પાર્થ ભગવંત પધાર્યા. વર્ણન પૂર્વવતુ જાણવું. પર્ષદા નીકળી. ત્યારપછી તે ભૂતાદારિકા આ વૃત્તાંતને સાંભળીને હર્ષિત–સંતુષ્ટ થઈને જ્યાં માતા-પિતા હતા, ત્યાં આવી, આવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે માત–તાત ! પુરુષાદાનીય પાર્થઅત્ પૂર્વાનુપૂર્વી ક્રમથી ચાલતા ચાલતા – યાવત્ – ગણથી પરિવૃત્ત થઈને વિચારી રહ્યા હતા. તેથી તે માત–તાત ! આપની અનુમતિ લઈને પુરુષાદાનીય પાર્થ અર્વતની પાય વંદનાને માટે જવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારપછી તે ભૂતા દારિકાએ સ્નાન કર્યું – ચાવતું – અલંકૃત્ થઈને દાસીઓના સમૂહથી પરિવરીને પોતાના ઘેરથી નીકળી, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, ત્યાં આવી, આવીને ધાર્મિક શ્રેષ્ઠ રથ પર બેઠી. ત્યારપછી તે ભૂતા દારિકા પોતાના દાસી પરિવારથી પરિવરીને રાજગૃહ નગરના મધ્ય ભાગથી નીકળી, નીકળીને જ્યાં ગુણશિલક ચૈત્ય હતું, ત્યાં આવી. આવીને છત્રાદિ તીર્થકરના અતિશયોને જોયા, જોઈને ધાર્મિક યાન પ્રવરથી નીચે ઉતરી, ઉતરીને ચેટીકા ચક્રવાલ દાસી સમૂહથી પરિવૃત્ત થઈને જ્યાં પુરુષાદાનીય પાર્થ અર્હત્ વિરાજમાન હતા. ત્યાં આવી, ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી – યાવત્ - પર્યપાસના કરવા લાગી. ત્યારપછી પુરષાદાનીય અડતુ પાર્શ્વ એ તે મોટી પાર્ષદા અને ભૂતા દારિકાને ધર્મોપદેશ આપ્યો. જેને સાંભળીને અને હૃદયમાં અવધારીને તે ભૂતા દારિકાએ હર્ષિતસંતુષ્ટ થઈને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું – યાવત્ – અબ્યુલ્થિત છું. હે ભગવન્! જે નિગ્રંથ પ્રવચનનું આપે નિરૂપણ કરેલ છે, તે એમ જ છે. પરંતુ હે ભગવન્! હું મારા માતા–પિતાને પૂછીશ, ત્યારપછી હું આપની પાસે પ્રવ્રજ્યા લેવા ઇચ્છું છું. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ આગમ કથાનુયોગ-૪ હે દેવાનુપ્રિયે ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો. ૦ ભૂતાની પ્રવજ્યા : ત્યારપછી તે ભૂતા દારિકા તે ધાર્મિક યાનપ્રવર – શ્રેષ્ઠ રથ પર બેઠી. બેસીને જ્યાં રાજગૃહ નગર હતું, ત્યાં આવી, રાજગૃહ નગરના મધ્ય ભાગમાં થઈને જ્યાં પોતાનું ઘર હતું, ત્યાં આવી. રથથી નીચે ઉતરીને જ્યાં માતાપિતા હતા, તેમની પાસે પહોંચી અને જમાલીની માફક બંને હાથ જોડીને માતાપિતાની પાસે પ્રવજ્યા માટે અનુમતિ માંગી. માતાપિતાએ કહ્યું, હે દેવાનુપ્રિયા ! જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યારપછી તે સુદર્શન ગાથાપતિએ વિપુલ પરિમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એ ચારે પ્રકારે ભોજનને તૈયાર કરાવ્યું. કરાવીને મિત્રો, જ્ઞાતિજનો આદિને આમંત્રિત કર્યા, આમંત્રિત કરીને – યાવત્ – ભોજન કર્યા બાદ શુચિભૂત થઈને પવિત્ર, સ્વચ્છ થઈને દીક્ષાની તૈયારી કરવાને માટે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેમને આમ કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે જલ્દીથી ભૂતા દારિકાને માટે પુરુષ સહસ્ત્રવાહિની શિબિકા તૈયાર કરાવીને લાવો – યાવતું – તૈયાર કર્યા પછી મારી આજ્ઞાને પાછી સોંપો. ત્યારપછી તેઓ શિબિકા લાવ્યા – યાવતું – આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી તે સુદર્શન ગાથાપતિએ નાન કરાવીને સર્વ અલંકારોથી વિભૂષિત શરીરવાળી ભૂતાદારિકાને પુરુષ સહસ્ત્રવાહિની શિબિકામાં બેસાડી, બેસાડીને મિત્રો, જ્ઞાતિજનો આદિ સહિત – યાવતુ – વાદ્યઘોષોની સાથે રાજગૃહ નગરના મધ્ય ભાગમાંથી થઈને જ્યાં ગુણશિલક ચૈત્ય હતું, ત્યાં આવ્યા, તીર્થકરોના છત્ર આદિ અતિશયોને જોયા, જોઈને શિબિકાને રોકી, રોકીને ભૂતા દારિકાને શિબિકામાંથી નીચે ઉતારી. ત્યારપછી માતા પિતાએ તે ભૂતા બાલિકાને આગળ કરીને જ્યાં પુરુષાદાનીય અર્ડ, પાર્થપ્રભુ બિરાજતા હતા, ત્યાં આવ્યા. આવીને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. વંદન-નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! આ ભૂતા બાલિકા અમારી એક માત્ર પુત્રી છે, જે અમને અત્યંત ઇષ્ટ છે. હે દેવાનુપ્રિયે ! તે સંસારના ભયથી ઉદ્વિગ્ન છે – યાવત્ – આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત – યાવત્ – પ્રવજિત થવા ઇચ્છે છે. તેથી હે દેવાનુપ્રિય! અમે આપને શિષ્યા ભિક્ષારૂપે અર્પિત કરીએ છીએ. હે દેવાનુપ્રિય ! આપ આ શિષ્યારૂપ ભિક્ષાનો સ્વીકાર કરો. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારપછી અહેતુ પાર્શ્વ એ આ પ્રકારે કહ્યું. ત્યારે તે ભૂતાદારિકા હર્ષિત–સંતુષ્ટ થતી એવી ઇશાનખૂણામાં જઈને પોતાની મેળે જ આભરણ માળા, અલંકારો આદિ ઉતાર્યા. ત્યારપછી દેવાનંદાની માફક પુષ્પચૂલા આર્યાની પાસે પ્રવ્રજિત થઈને – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારિણી થઈ ગયા. ૦ ભૂતા શ્રમણીનું બાકુશત્વ - ત્યારપછી તે ભૂતા આર્યા શરીર પ્રાષિકા–બાકૃશિકા થઈ ગઈ. જેના કારણે તે વારંવાર પોતાના હાથોને ધોતી, પગને ધોતી, એ જ પ્રમાણે માથુ, મુખ, સ્તનાંતર, Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૪૯ કક્ષાંતર, ગુહ્યાન્તરને ધોતી, જ્યાં ક્યાંય પણ બેસતી અથવા સૂતી અથવા સ્વાધ્યાય કરવાના સ્થાને તેને સ્થાને પહેલા પાણી છિડકતી અને પછી ત્યાં બેસતી, સૂતી, સ્વાધ્યાય કરતી. આ પ્રમાણે ભૂતા શ્રમણીને કરતા જોઈને પુષ્પચૂલા આર્યાએ ભૂતા આર્યાને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! આપણે ઇર્યાસમિતિથી સમિત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારિણી નિગ્રંથ શ્રમણી છે. તેથી આપણે શરીર બાકુશિક થવું કલ્પતું નથી. પરંતુ હે દેવાનુપ્રિયે ! તમે શરીર બાકશિક થઈને વારંવાર હાથ ધ્રુવે છે – યાવતુ – સ્વાધ્યાય કરે છે. તેથી હે દેવાનુપ્રિયે ! તું આ સ્થાનની (સાવદ્ય કાર્યની) આલોચના કરો. – શેષ વર્ણન સુભદ્રા આર્યા સમાન જાણવું – યાવત્ - અલગ એકલી ઉપાશ્રયમાં રહીને વિચરણ કરવા લાગી. ત્યારપછી તે ભૂતા આર્યા નિરંકુશ, અનિવારિત અને સ્વચ્છેદ થઈને વારંવાર હાથોને ધોતી – યાવતુ – પાણી છાંટીને બેસતા હતા. ૦ ભૂતાનો દેવીરૂપે ઉપપાત : ત્યારપછી તે ભૂતા આ અનેક ઉપવાસ, છઠ, અઠમ આદિ રૂપ તપોકમ વડે આત્માને ભાવિત કરતી એવી ઘણાં વર્ષોનો શ્રમણ્ય પર્યાય પાળીને અને તે પાપસ્થાનોની આલોચના કરીને સૌધર્મકલ્પના શ્રી અવતંસક નામના વિમાનમાં ઉપપાત સભામાં દેવશયનીય શય્યામાં – યાવતુ – તત્સંબંધી અવગાહનાથી શ્રી દેવીરૂપે ઉત્પન્ન થઈ અને પાંચે પર્યાપ્તિઓથી – યાવત્ – ભાષા મન પર્યાપ્તિ વડે પર્યાપ્ત થઈ આ પ્રમાણે હે ગૌતમ ! શ્રીદેવીએ આ દિવ્ય દેવદ્ધિ પ્રાપ્ત કરી છે. અહીં આ દેવલોકમાં તેની એક પલ્યોપમની સ્થિતિ (આયુષ્ય) છે. હે ભગવન્! આ શ્રીદેવી અહીંથી ચવીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધ થશે – યાવત્ - સર્વ દુઃખોનો અંત કરશે – (એ પ્રમાણે ભગવંત મહાવીરે ઉત્તર આપ્યો.) ૦ હી આદિ શ્રમણીઓની કથા : શ્રી–દેવીની માફક જ બાકીના નવે અધ્યયનનો કથન સમજી લેવા અર્થાત્ (૨) હી, (૩) ઘુતિ, (૪) કીર્તિ, (૫) બુદ્ધિ, (૬) લક્ષ્મી, (૭) ઇલા, (૮) સુરા, (૯) રસ અને (૧૦) ગંધ. આ નવે દેવીઓની કથા સમજી લેવી. આ નવે દેવીઓના વિમાનોના નામ પોતાના નામની સમાન છે. બધી દેવીનો ઉપપાત સૌધર્મકલ્પમાં જ થયો. તેમના પૂર્વભવના નગર, ચૈત્ય, પિતા આદિ તથા પોતાના નામ સંગ્રહણી ગાથામાં આપેલા નામ પ્રમાણે જાણવા. તે બધી જ પૂર્વભવે ભ.પાર્થ પાસે પ્રવજિત થયા. પુષ્પચૂલા આર્યાની શિષ્યા થયા. બધાં જ શ્રમણી શરીર બાકુશિકા થયા અને બધી જ દેવી દેવલોકથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે – યાવત – સર્વ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :પુષ્ક. ૧ થી ૩; Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ આગમ કથાનુયોગ-૪ ૦ પાંડુ આર્યા કથા : (પંકર – પાંડુરાર્યાની કથા આવશ્યકમાં “માયા”ના વિષયમાં આવે છે. ગચ્છાચાર પ્રકિર્ણકમાં અને ભક્ત પરિજ્ઞામાં “માયા”ના દૃષ્ટાંતરૂપે “પાંડુ આર્યા"નું દૃષ્ટાંત આવે છે.) માયાના વિષયમાં પંડર/પંડુ આર્યા નામના સાધ્વી થયા. તે વિદ્યાસિદ્ધ હતા. ઘણાં જ અભિઓગને જાણતા હતા. લોકો તેની પાસે મસ્તક નમાવતા આવતા. તેણીએ કોઈ દિવસે આચાર્ય ભગવંતને કહ્યું કે, મને ભક્ત પચ્ચક્ખાણ કરાવો. ત્યારે ગુરુએ બધાંને પચ્ચક્ખાણ કરાવ્યા. ત્યારપછી ભક્ત પચ્ચક્ખાણ કરીને તે પંડ્રા એકલા રહેવા લાગ્યા. તેની પાસે કોઈ આવતું ન હતું. ત્યારે તેણીએ વિદ્યાપ્રયોગથી આહ્વાન કર્યું. લોકો પુષ્પ અને ગંધાદિ લઈને ત્યાં આવવા લાગ્યા. ત્યારે આચાર્યએ પૂછયું કે, આ લોકો કેમ આવી રહ્યા છે ? લોકોએ કહ્યું, અમે જાણતા નથી. ત્યારે પંડુરજ્જાને પૂછયું ત્યારે તેણીએ કહ્યું, હા, મેં વિદ્યા દ્વાર આ લોકને આવતા કર્યા છે. આચાર્યએ તેણીને વોસિરાવવા કહ્યું. ત્યારે તેણીએ વોસિરાવ્યું. લોકો આવતા અટકી ગયા. તેણી ફરી એકાકી થઈ, ફરી વિદ્યાપ્રયોગથી આહ્વાન કર્યું. ફરી લોકો આવતા થયા. ત્યારપછી પંદરજ્જા તેના આ સાવદ્યકાર્યની આલોચના કર્યા સિવાય કાળધર્મ પામીને સૌધર્મકલ્પમાં ઐરાવણ (હાથી) દેવની અગ્રમહિષી થઈ, ત્યારે આવીને ભગવન્નની સમીપે રહીને હાથણી થઈને મોટા (ઊંચા) શબ્દોથી વાયુકર્મ કરવા લાગી જ્યારે ભગવંતને પૂછવામાં આવ્યું ત્યારે તેણીનો પૂર્વભવ કહ્યો. જેથી અન્ય કોઈપણ સાધુ સાધ્વી એ પ્રમાણે માયા ન કરે. (- દશાશ્રુતસ્કંધ-નિર્યુક્તિ) (નિશીથ સૂત્રમાં પણ જણાવે છે કે – પાર્થસ્થી અને શરીરોપકરણબકુશ નિત્ય ક્ષેત વસ્ત્ર પરિહરીને રહેતા હોવાથી તેનું “પંડરજ્જા” એવું નામ લોકોએ પાડી દીધું. તેણી પણ વિદ્યા, મંત્ર, વશીકરણ, ઉચ્ચાટન, કૌતુકમાં કુશળ હોવાથી લોકો પર તેણી આ પ્રયોગો કરતા હતા. લોકો પણ તેની પાસે નતમસ્તકે અને અંજલિપૂર્વક આવીને ઊભા રહેતા હતા. ક્યારેક વૈરાગ્યભાવને પામીને તેણીએ ગુરુને વિનવણી કરી – આપ મને આલોચના પ્રદાન કરો. આલોચના કરીને પુનઃ વિજ્ઞપ્તિ કરી – હું દીર્ધકાળ પ્રવજ્યા પાલન કરવા સમર્થ નથી. ત્યારે ગુરુની પાસે વિદ્યા મંત્રાદિ બધો જ ત્યાગ કર્યો. પરિન્ન થઈ અશન આદિના પ્રત્યાખ્યાન કર્યા. આચાર્યએ ઉભયવર્ગને કહ્યું કે, આ વાત લોકોને કરવી નહીં. ત્યારપછી તેણીએ ભક્તપ્રત્યાખ્યાન કરી જ્યાં ઘણા જનો રહેતા હોય ત્યાં રહેવાનું છોડી દીધું. અલ્પ એવા સાધુ-સાધ્વી પરિવાર મધ્યે રહેવા લાગ્યા. ત્યારે તેણીએ અરતિ પામીને મનથી લોકવશીકરણ વિદ્યાનું આહ્વાન કર્યું. ત્યારે લોકો હાથમાં પુષ્પ, ધૂપ, ગંધ લઈને અલંકૃત્—વિભૂષિત થઈને વંદન કરવા આવવા લાગ્યા. આચાર્ય ભગવંતે ઉભયવર્ગને પૂછયું, લોકો કેમ આવે છે ? તેઓએ કહ્યું અમે કંઈ જાણતા નથી. પંડરજ્જાને પૂછયું ત્યારે તેણી બોલી મેં વિદ્યા અભિયોગથી આમ કરેલ છે. ગુરુએ કહ્યું, આપણે આમ કરવું કલ્પતું નથી. ત્યારે પંડરજ્જાએ પ્રતિક્રમણ કર્યું આ રીતે ત્રણ વખત સમ્યક્ પ્રતિક્રમણ કર્યું. ચોથી વખત પૂછયું ત્યારે તેણીએ સત્ય વાત ન જણાવી. Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૫૧ પંડરજ્જા પોતાની આ સાવદ્ય પ્રવૃત્તિની આલોચના કર્યા સિવાય કાળધર્મ પામી સૌધર્મ કલ્પે ઐરાવણ (હાથી) દેવની અગ્રમહિષી થયા. ત્યારે તે ભગવનું વર્ધમાન સ્વામીના સમવસરણમાં આવ્યા. ધર્મકથા (દેશના) પૂર્ણ થઈ ત્યારે પંડરજ્જાદેવી હાથણીનું રૂપ કરીને ભગવંતની સન્મુખ રહીને મોટા અવાજથી વાત કર્મ કરવા લાગી. ત્યારે ગૌતમસ્વામીએ ભગવંતને પ્રશ્ન કર્યો. ભગવંતે તેણીનો પૂર્વભવ કહ્યો. જે જાણીને બીજા કોઈ સાધુ-સાધ્વી આ રીતે માયા ન કરે. ઇત્યાદિ. ૦ આગમ સંદર્ભ :ભા. ૧૫3; ગચ્છા ૯૮ની વૃક નિસી. ૩૧૯૮, ૩૧૯ત્ની યુ. દસા.નિ. ૧૧૧ની ચૂ આવ યૂ.૧–૫ ૫૨૨; આવ.નિ. ૯૧૮ + 4 ૦ કમલામેલા કથા - દ્વારાવતી (દ્વારિકા)માં બળદેવના પુત્ર નિષધનો પુત્ર સાગરચંદ્ર નામે રાજકુમાર હતો. ઉત્કૃષ્ટ રૂ૫વાન્ હતો. શાંબ વગેરે સર્વેને તે ઇષ્ટ હતો. ત્યાં દ્વારિકામાં વસતા અન્ય રાજાને કમલામેલા નામની પુત્રી હતી, જે ઉત્કૃષ્ટ શરીરવાળી (અતિ દેખાવડી) હતી. તેણી ઉગ્રસેન રાજાના પુત્ર નભસેનને વરાવેલી હતી અર્થાત્ તેની સાથે વિવાહ નક્કી કરાયા હતા. (આવશ્યક વૃત્તિમાં ઉગ્રસેનનો પુત્ર “નભસેન" એમ લખ્યું છે. જ્યારે આવશ્યક ચૂર્ણિ અને બૃહત્કલ્પમાં અહીં ઉગ્રસેનના પૌત્ર ધનદેવને વરાવી તેમાં લખ્યું છે.) આ તરફ નારદ (ઋષિ) સાગરચંદ્રકુમારની પાસે આવ્યા. સાગરચંદ્ર તેમને જોઈને ઊભો થયો. નારદ જ્યારે બેઠા ત્યારે સાગરચંદ્રે પૂછ્યું, હે ભગવન્! કંઈ આશ્ચર્ય જોયું? નારદે કહ્યું, હા જોયું. જ્યાં જોયું ? તે કહો. આ જ દ્વારિકામાં કમલામેલા નામની દારિકા (કન્યા) છે. શું તે કોઈને આપવામાં આવી ? (તેનો વિવાહ નક્કી થયો ?) નારદે કહ્યું, હા – સાગરચંદ્ર પૂછયું, કોને અપાઈ ? ઉગ્રસેનના પૌત્ર ધનદેવ (પુત્ર નભસેનને) આપવામાં આવી છે. સાગરચંદ્ર પૂછયું, મારે તેણીની સાથે કઈ રીતે સંયોગ થઈ શકે ? તે હું જાણતો નથી, એમ કહીને નારદ ત્યાંથી ચાલ્યા ગયા. સાગરચંદ્રને આ વાત સાંભળીને બેસતા કે સૂતા ક્યાંય ધૃતિ પ્રાપ્ત ન થઈ. ત્યારે તે કન્યાનું નામ એક પાટીયા પર લખી, પાટીયુ હાથમાં લઈને ઊભો રહ્યો. ત્યારપછી નારદ પણ કલહની ઇચ્છાથી કમલામેલાની સમીપે ગયા. ત્યારે તેણીએ પણ ક્ષેમકુશળ પૂછીને પૂછયું, કંઈ આશ્ચર્ય જોયું ? નારદે કહ્યું કે, મેં બે આશ્ચર્ય જોયા. રૂપમાં સાગરચંદ્ર જેવો કોઈ નથી અને કુરૂપમાં ધનદેવ (નભસેન) જેવો કોઈ નથી. ત્યારે કમલામેલાએ પૂછયું કે, શું તે મારો પતિ થશે ? નારદે કહ્યું કે, હું એવું કંઈક કરીશ કે, તારો તેની સાથે સંયોગ થઈ જશે. તેણી સાગરચંદ્રમાં આસક્ત બની અને નભસેન (ધનદેવ)થી વિરક્ત થઈ ગઈ. ત્યારે નારદ તેણીને સારી રીતે આશ્વાસિત કરી (જો કે આવશ્યક પૂર્ણિમાં જણાવ્યા મુજબ નારદ પહેલાં કમલામેલા પાસે ગયા. પછી તેનું રૂપ ચિત્રિત કરીને પછી Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર આગમ કથાનુયોગ-૪ સાગચંદ્ર પાસે ગયેલા) ત્યારપછી નારદે સાગરચંદ્ર પાસે જઈને કહ્યું કે, તેણી પણ તને ઇચ્છે છે. ત્યારે સાગરચંદ્રની માતા અને અન્ય કુમારો ખેદ પામ્યા. સાગરચંદ્ર પણ રડતો, વિલાપ કરતો, ન ખાતો, ન પીતો મૃત:પ્રાય થઈ ગયો. તેટલામાં શાંબકુમાર ત્યાં આવ્યો – યાવતુ – તેણે સાગરચંદ્રને વિલાપ કરતો જોયો. ત્યારે શાબે પાછળથી આવીને સાગરચંદ્રની બંને આંખો પોતાના બે હાથ વડે આચ્છાદિત કરી. સાગરચંદ્ર બોલ્યો, ઓ! કમલામેલા! ત્યારે શાંબે કહ્યું, બેટા ! હં કમલામેલા નથી, કમલોમેલો છું. ત્યારે સાગરચંદ્ર કહ્યું, હા, બરોબર છે ઉત્તમપુરુષો સત્ય–પ્રતિજ્ઞ હોય છે, હવે તું જ મને કમલામેલા સાથે મેળાપ કરાવી આપીશ. ત્યારે તે બીજા કુમારોએ શાબને કહ્યું, તું જ સાગરચંદ્ર સાથે કમલામેલાનો મેળ કરાવી આપ શાંબ માન્યો નહીં. ત્યારે તેઓએ શાંબને મદ્યપાન કરાવી અબુદ્યત કર્યો. શાંબ પણ વિગતમદ થઈ ચિંતવવા લાગ્યો. મારે આ કાર્ય કેમ કરવું ? આ કાર્ય શક્ય બનાવવા શું કરી શકાય ? તેણે પ્રદ્યુમ્ન પાસે પ્રજ્ઞપ્તિ વિદ્યા માંગી. પ્રદ્યુમ્ન વિદ્યા આપી ત્યારપછી જે દિવસે તે નભસેન (ધનદેવ)નો વિવાહ હતો, તે જ દિવસે વિદ્યા વડે તેનું રૂપ વિકુર્તી સાગરચંદ્ર શાંબ વગેરે કુમારો સાથે જઈને કલામેલાનું અપહરણ કરી, તેણીને રૈવતક ઉદ્યાનમાં લાવ્યા. શાંબ પ્રમુખ કુમારો દ્વારિકાના ઉદ્યાનમાં જઈને નારદનું રહસ્ય ભેદીને કમલામેલા અને સાગરચંદ્રને પરણાવ્યા. ત્યાં ક્રીડા કરતા રોકાયા. પણ બીજા તે દ્વારિકાને જોઈ ન શકે તે રીતે વિદ્યાનો ઉપયોગ કરીને ત્યાં રહ્યા. કમલામેલાનું કોણ હરણ કરી ગયું તે કોઈને ખ્યાલ ન આવ્યો. તેની તપાસ કરતા ઉદ્યાનમાં જોવામાં આવ્યા. ત્યાં તે કુમારો વિદ્યાધરના રૂપ લઈને ક્રીડા કરતા હતા. (બૃહત્કલ્પમાં એવું જણાવે છે કે, નારદને જ્યારે પૂછયું ત્યારે તેણે કહ્યું કે, કોઈ વિદ્યાધર અપહરણ કરીને રૈવતક ઉદ્યાનમાં લઈ ગયા છે તેમ જોયું છે.) ત્યારે નારાયણ કૃષ્ણ વાસુદેવ પોતાની સેના સાથે નીકળ્યા. ત્યાં શાંબ વિદ્યાધરનું રૂપ લઈને યુદ્ધ કરવા લાગ્યો. બધા દશારો પરાજિત થયા. ત્યારપછી નારાયણ કૃષ્ણ વાસુદેવ સાથે યુદ્ધ કરવા લાગ્યો. પછી જ્યારે તેણે આ વાત જાણી ત્યારે શાંબ પોતાના મૂળ રૂપે કૃષ્ણ વાસુદેવના પગમાં પડી ગયો. ત્યારે કમલામેલાને વિધિવત્ સાગરચંદ્રને આપી. કૃષ્ણ ઉગ્રસેન પાસે જઈને નભસેનની માફી માંગી. (આવશ્યક અને બૃહત્કલ્પ બંનેમાં આ દૃષ્ટાંત અનુયોગના વિષયમાં જ છે, પણ આવશ્યક વૃતિમાં દૃષ્ટાંત અહીં પૂરું થાય છે, જ્યારે આવશ્યક ચૂર્ણિ અને બૃહત્કલ્પમાં આ દષ્ટાંત-કથા આગળ ચાલે છે તે આ પ્રમાણે-). અન્યદા – કોઈ વખતે ભગવંત અરિષ્ટનેમિ સ્વામી ત્યાં સમોસર્યા ત્યારે સાગરચંદ્ર કમલામેલાની સાથે ભગવંત અરિષ્ટનેમિ સમીપે ધર્મશ્રવણ કરીને અણુવ્રતોને ગ્રહણ કરીને સંવૃત્ત થયા. ત્યારપછી સાગરચંદ્ર આઠમ–ચૌદશે શૂન્યગૃહોમાં કે શ્મશાનમાં એક રાત્રિક પ્રતિમા ધારણ કરીને (પૌષધ પ્રતિમા ધારણ કરીને) રહેતા હતા. Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ધનદેવે આ વાત જાણીને તાંબાની સોયો ઘડાવી. શૂન્યગૃહમાં પ્રતિમા સ્થિત એવા સાગરચંદ્રની વીશે આંગળીઓના નખોમાં તે સોયો ઘુસાડી દીધી. તેને સમ્યક્ પ્રકારે સહન કરતા વેદનાભિભૂત થઈને કાલધર્મ પામી સાગરચંદ્ર દેવલોકે ઉત્પન્ન થયા. (આ બાબત વિશેષ કથન સહ સાગરચંદ્રની કથામાં જણાવેલી છે. કથા જુઓ ‘સાગરચંદ્ર” શ્રાવક વિભાગમાં) ત્યારપછી બીજે દિવસે ગવેષણા કરતા સાગરચંદ્ર મૃતસ્થિતિમાં જોવામાં આવ્યા. આક્રંદ થઈ ગયું. પછી આંગળીના નખમાં ઘુસાડાયેલ સોયો જોવામાં આવી. વિશેષ તપાસ કરતા ધનદેવે આ સોયો તામ્રકૂટ પાસે કરાવેલી તે જાણવામાં આવ્યું. રોષાયમાન થયેલા કુમારોએ ધનદેવને શોધ્યો. બંને પોતપોતાના સૈન્ય સાથે યુદ્ધે ચડ્યા. તે વખતે સાગરચંદ્રદેવે વચ્ચે પડીને તે યુદ્ધને શાંત કરાવ્યું. ત્યારપછી કમલામેલાએ ભગવંત અરિષ્ટનેમિ સમીપે જ્યા અંગીકાર કરી (આટલી વાત પ્રસંગાનુસાર કહી.) કમલામેલા શ્રમણી થયા. ૦ આગમ સંદર્ભ : મરણ ૪૩૪; બુહ.ભા. ૧૭૨ + ; આવ...૧-૫ ૧૧૨, ૧૧૩; X - —X * ૩૫૩ ૦ ભક઼િદારિકા કથા : (વાસ્તવમાં ભટ્ટિદારિકા નામનું કોઈ કથાપાત્ર નથી, પણ સંબુક્ક ગામના ગોવિંદ નામના બ્રાહ્મણની પત્ની—બ્રાહ્મણી માટે કરાયેલ સંબોધન માત્ર છે.) - આ બ્રાહ્મણીને પુત્રનું અકૃત્ય જોઈને વૈરાગ્ય થયો. પોતાના પૂર્વભવમાં પાળેલ શ્રમણીપણું યાદ આવ્યું – જાતિસ્મરણ જ્ઞાન થયું. સંસારની અસારતા સમજાઈ. બધાંને પ્રતિબોધ કર્યા. તેણીએ પૂર્વભવોમાં કરેલ માયાને કારણે તેણી સ્રીપણું પામેલી હતી, પણ ભટ્ટિદારિકા—બ્રાહ્મણીપણે અંતઃકરણપૂર્વકના પશ્ચાત્તાપથી મોક્ષે ગયા. આ કથાનું વિસ્તારથી એવું સંપૂર્ણ વર્ણન પૂર્વે શ્રમણ વિભાગમાં સુસઢની કથામાં લખાઈ ગયેલ છે. કથા જુઓ ‘‘સુસઢ’–શ્રમણ. ૦ આગમ સંદર્ભ મહાનિ ૧૪૮૪ થી ૧૫૧૩; X આવનિ. ૧૩૪ + ; ૦ મેઘમાલા કથા – પાપની કરેલી નિવૃત્તિને જો કોઈ અલ્પ પ્રમાણમાં પણ વિરાધે, માત્ર મનથી જ વ્રતની વિરાધના કરે તો જે પ્રકારે મેઘમાલા નામની આર્યા મૃત્યુ પામીને દુર્ગતિએ ગઈ તે પ્રમાણે મનથી અલ્પ પણ વ્રતની વિરાધના કરનાર દુર્ગતિ પામે છે. હે ભુવન બાંધવ ! મનથી પણ અલ્પ પ્રત્યાખ્યાનનું ખંડન કરીને મેઘમાલાએ જે કર્મ ઉપાર્જન કર્યું અને દુર્ગતિ પામી તે હું જાણતો નથી. બારમાં વાસુપૂજ્ય તીર્થંકરના તીર્થમાં ભોળા, કાજળ સરખા કાળા વર્ણવાળા, દુર્બળ મનવાળા મેઘમાલા નામના એક સાધ્વી હતા. ૪| ૨૩ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ આગમ કથાનુયોગ-૪ (કોઈ વખતે) ભિક્ષા ગ્રહણ કરવા માટે બહાર નીકળ્યા, બીજી તરફ એક મકાન ઉપર સુંદર સ્ત્રી બેઠેલી જોઈ. તે નજીકના મકાનમાં લંઘન કરીને જવાની અભિલાષા કરતી હતી. ત્યારે આ સાધ્વીએ મનથી તેને અભિનંદી, એટલામાં તે બંને સળગી ઉઠ્ઠયા. તે સાધ્વીએ પોતાના નિયમનો સૂક્ષ્મ ભંગ થયો. તેની ત્યાં નિંદા ન કરી. તે નિયમ–ભંગના દોષથી બળીને પ્રથમ નરકે ગયા. આ વૃત્તાંત સમજીને જો તમોને અક્ષય, અનંત, અનુપમ સુખની અભિલાષા હોય તો અતિ અલ્પ નિયમ કે વ્રતની વિરાધના થવા ન દેશો. ૦ આગમ સંદર્ભ :મહાનિ ૧૦૫૦ થી ૧૦૫૮; ૦ રજુ (આર્યા) કથા : સારાસારને જાણ્યા વગર અગીતાર્થપણાના દોષથી રજુઆએ એક વચન માત્રથી જ પાપને ઉપાર્જન કર્યું. તે પાપથી તે બિચારાને નારકી–તિર્યંચ ગતિમાં તેમજ અધમ મનુષ્યપણામાં જે જે પ્રકારની નિયંત્રણાઓ અને પરેશાની ભોગવવી પડશે. તે સાંભળીને કોને ધૃતિ પ્રાપ્ત થાય ? હે ભગવંત ! તે રન્જ આર્યા કોણ હતા અને તેણે અગીતાર્થપણાના દોષથી – વચન માત્રથી કેવું પાપકર્મ ઉપાર્જન કર્યું કે જે વિપાકો સાંભળીને ધૃતિ ન મળી શકે ? હે ગૌતમ ! આ જ ભરતક્ષેત્રમાં ભદ્ર નામના આચાર્ય હતા. તેમને મહાનુભાવ એવા ૫૦૦ શિષ્યો ને ૧૨૦૦ નિગ્રંથી–સાધ્વીઓ હતા. તે ગચ્છમાં ચોથા (આમ્પ) રસયુક્ત ઓસામણ, ત્રણ ઉકાળાવાળું, અતિ ઉકાળેલ એવા ત્રણ પ્રકારના અચિત્ત જળ સિવાય ચોથા પ્રકારના જળનો વપરાશ નહોતો. કોઈ સમયે રજ્જા નામની આર્યાને પૂર્વે કરેલા અશુભ પાપકર્મના ઉદયના કારણે કુષ્ઠ વ્યાધિથી શરીર સડી ગયું અને તેમાં કૃમિઓ ઉત્પન્ન થઈને તેને ફોલી ખાવા લાગી. કોઈક સમયે આર્યાને દેખીને ગચ્છમાં રહેલા બીજા સંયતીઓ તેમને પૂછવા લાગ્યા કે, અરે અરે દુષ્કરકારિકે ! આ તને એકદમ શું થયું ? ત્યારે હે ગૌતમ ! મહાપાપકર્મી ભગ્રલક્ષણ જન્મવાળા તે રજ્જાઆર્યાએ સંયતીઓને એવો પ્રત્યુત્તર આપ્યો કે, આ અચિત્ત જળનું પાન કરવાના કારણે મારું આ શરીર વણસીને નાશ પામ્યું છે. એટલામાં આ વચન બોલ્યા તેટલામાં સર્વ તિઓના સમૂહનું હૃદય એકદમ ક્ષોભ પામ્યું કે, આપણે આ અચિત્ત જળનું પાન કરીએ તો આની જેમ મૃત્યુ પામીશું. – પરંતુ તે ગચ્છમાંથી એક સાધ્વીએ ચિંતવ્યું કે, કદાચ આ મારું શરીર એકપલકારા જેટલા અલ્પ કાળમાં જ સડી જાય અને સડીને ટુકડે ટુકડા થઈ જાય તો પણ અચિત્ત જળનું પાન આ જન્મમાં કદી પણ કરીશ નહીં. અચિત્ત જળનો ત્યાગ કરીશ નહીં. - બીજું અચિત્ત જળથી આ સાધ્વીનું શરીર વણસી ગયું છે એ હકીકત શું સત્ય છે? સર્વથા એ વાત સત્ય નથી જ. કારણ કે પૂર્વભવમાં કરેલા અશુભ પાપકર્મના ઉદયથી જ આવા પ્રકારનું બને છે. એ પ્રમાણે અતિશય સુંદર વિચારણા કરવા લાગ્યા. અરે જુઓ Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૫૫ તો ખરા કે અજ્ઞાન દોષથી અવરાએલી અતિશય મૂઢ હૃદયવાળી લજ્જારહિત બનીને આ મહાપાપકર્મણા સાધ્વીએ સંસારના ઘોર દુઃખ આપનારું આવું દુષ્ટ વચન કેમ ઉચ્ચાર્યું ? કે મારા કાનના વિવરમાં પણ પ્રવેશ કરી શકતું નથી. – ભવાંતરમાં કરેલા અશુભ પાપકર્મના ઉદયના કારણે જે કંઈ દરિદ્રતા, દુર્ભાગ્ય, અપયશ, ખોટા કલંક લાગવા, કુષ્ઠાદિક વ્યાધીના કલેશોના દુઃખો શરીરમાં થવા, આ વગેરે ઉત્પન્ન થાય છે. તેમાં ફેરફાર થતા નથી. કારણ કે આગમમાં પણ કહ્યું છે કે પોતે જાતે ઉપાર્જન કરેલા દુઃખ કે સુખ કોણ કોઈને આપી શકે છે કે લઈ શકે છે? પોતે કરેલ કર્મ કોણ કરી શકે છે અને કોનું કર્મ હરણ કરી શકાય છે ? પોતે કરેલા કર્મ અને ઉપાર્જન કરેલ સુખ કે દુઃખ પોતે જ ભોગવવા પડે છે. આ પ્રમાણે વિચારતા તે (અનામી) સાધ્વીજીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે સમયે દેવોએ કેવળજ્ઞાન મહોત્સવ કર્યો. તે કેવલી સાધ્વીજીએ મનુષ્યો દેવો અસુરોના તથા સાધ્વીઓના સંશયરૂપ અંધકારના પડલને દૂર કર્યો. ત્યારપછી ભક્તિ ભરપૂર હૃદયવાળા રજ્જા આર્યાએ પ્રણામ કરવા પૂર્વક પ્રશ્ન કર્યો કે, હે ભગવંત! કયા કારણે મને આટલો મોટો મહાવેદનાવાળો વ્યાધિ ઉત્પન્ન થયો? ત્યારે હે ગૌતમ ! જળવાળા મેઘ અને ઇંદુભિના શબ્દ સરખા મનોહર ગંભીર સ્વરવાળા કેવલીએ કહ્યું કે, હે દુષ્કરકારિકે ! તું સાંભળ કે તારા શરીરનું વિઘટન કેમ થયું? તારું શરીર રક્ત અને પિત્તના દોષથી દૂષિત થએલું હતું જ, વળી તેમાં તે સ્નિગ્ધ આહાર સાથે કરોળીયા જંતુવાળો આહાર ગળાડૂબ ખાધો. - બીજું એ પણ કારણ છે કે, આ ગચ્છમાં સેંકડો સંખ્યા પ્રમાણ સાધુ-સાધ્વી હોવા છતાં, જેટલા સચિત્ત પાણીથી માત્ર આંખો ધોઈ શકાય તેટલા અલ્પ પણ સચિત્ત જળનો ગૃહસ્થના કારણે કદાપિ પણ સાધુએ ભોગવટો કરી શકાતો નથી. તેને બદલે તે તો વળી ગૌમુત્ર ગ્રહણ કરવા માટે જતાં જતાં જેના મુખ ઉપર નાસિકામાંથી ગળતા લીંટ લપેટાયા હતા. ગળાના ભાગ પર તે લાગેલા હતા. તે કારણે બણબણતી માખીઓ ઉડતી હતી. એવા શ્રાવકપુત્રના મુખને સચિત્ત જળથી પ્રક્ષાલન કર્યું. તેવા સચિત્ત જળનો સંઘટ્ટો કરવાની વિરાધનાને કારણે દેવો અસુરોને વંદન કરવા લાયક અલંઘનીય એવી ગચ્છમર્યાદાને પણ તોડી. – પ્રવચન દેવતા આ તારું અઘટિત વર્તન સહન કરી શકી નહીં કે સાધુ કે સાધ્વીજીના પ્રાણના સંશયમાં પણ કુવા, તળાવ, વાવડી, નદી આદિના જળને હાથથી સ્પર્શ કરવાનો કલ્પે નહીં. વિતરાગ પરમાત્માઓએ સાધુ-સાધ્વી માટે સર્વથા સચિત્ત જળ હોય, તે પણ સમગ્ર દોષથી રહિત હોય, ઉકળેલું હોય તેનો જ પરિભોગ કરવો કલ્પ છે. – તેથી દેવતાએ ચિંતવ્યું કે, આ દુરાચારીને એવી રીતે શિક્ષા કરું કે જેથી તેની જેમ બીજી કોઈ આવા પ્રકારનું આચરણ કે પ્રવૃત્તિ ન કરે. એમ ધારી અમુક-અમુક ચૂર્ણનો યોગ જ્યારે તું ભોજન કરતી હતી ત્યારે તે દેવતાએ તારા ભોજનમાં નાખ્યો. તે દેવતાએ કરેલા પ્રયોગ આપણે જાણવા માટે સમર્થ થઈ શકતા નથી. આ કારણે તારું શરીર વિનાશ પામ્યું છે. પરંતુ અચિત્ત જળ પીવાથી વિનાશ પામ્યું નથી. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ આગમ કથાનુયોગ-૪ તે સમયે રજ્જા-આર્યાએ વિચાર્યું કે એ પ્રમાણે જ છે, કેવળીના વચનમાં ફેરફાર હોય નહીં. એમ વિચારીને કેવળીએ વિનંતી કરી કે, હે ભગવંત ! જો હું યથોક્ત પ્રાયશ્ચિત્તનું સેવન કરું તો મારું આ શરીર સાજું થાય. ત્યારે કેવલીએ પ્રત્યુત્તર આપ્યો કે, જો કોઈ પ્રાયશ્ચિત્ત આપે તો સુધરી જાય. રજ્જા આર્યાએ કહ્યું કે, હે ભગવંત! આપ જ મને પ્રાયશ્ચિત્ત આપો. બીજા કોણ તમારા સરખા મહાનું આત્મા છે ? ત્યારે કેવલીએ કહ્યું કે, હે દુષ્કરકારિકે ! તને પ્રાયશ્ચિત્ત તો આપી શકું પણ તારા માટે આવું કોઈ પ્રાયશ્ચિત્ત જ નથી કે જેથી તારી શુદ્ધિ થાય. રજ્જાએ પૂછયું કે, હે ભગવંત ! કયા કારણથી મારી શુદ્ધિ નથી ? કેવલી શ્રમણીએ કહ્યું કે, જે તેં સાધ્વીઓના સમુદાય આગળ બડબડાટ કર્યો કે, અચિત્ત પાણીનો ઉપયોગ કરવાથી મારું શરીર સડીને નાશ પામ્યું. આ દુષ્ટ પાપના મોટા સમુદાયના એક પિંડ સરખાં તારા વચનને સાંભળીને આ સર્વે સાધ્વીઓના હૃદય ખળભળી ઉઠયા. તે સર્વે વિચારવા લાગ્યા કે, આપણે હવે અચિત્ત જળનો ત્યાગ કરીએ, પરંતુ તે સાધ્વીઓએ તો અશુભ અધ્યવસાયની આલોચના, નિંદા, ગુરુ સાક્ષીએ ગર્પણ કરી લીધી. તેઓને તો મેં પ્રાયશ્ચિત્ત આપી દીધું છે. આ પ્રમાણે અચિત્ત જળના ત્યાગથી તથા તે વચનના દોષથી અત્યંત કષ્ટદાયક વિરસ ભયંકર બદ્ધ, પૃષ્ટ, નિકાચિત મોટો પાપનો ઢગલો તેં ઉપાર્જન કર્યો છે અને તે પાપસમુદાયથી તું કોઢ, રોગ, ભગંદર, જળોદર, વાયુ, ગુમડાં, શ્વાસ રોકાવો, હરસ, મસા, કંઠમાળ આદિ અનેક વ્યાધિઓની વેદનાથી ભરપૂર એવા શરીરવાળી થઈશ. વળી દરિદ્રનાં દુઃખો, દુર્ભાગ્ય, અપયશ, ખોટા આળ–કલંક ચડવા, સંતાપ, ઉદ્વેગ, કલેશાદિકથી, નિરંતર બળતી એવી અનંતાભવો સુધી અતિશય લાંબા કાળ સુધી જેવું દિવસે તેવું સતત – લગાતાર રાત્રે દુઃખ ભોગવવું પડશે. આ કારણે તે ગૌતમ ! આ તે રજ્જા-આર્યા અગીતાર્થપણાથી–દોષયુક્ત વચનમાત્રથી જ આવા મહાનું દુઃખદાયક કર્મને ઉપાર્જન કરનારી થઈ. ૦ આગમ સંદર્ભ :-- મહાનિ ૧૧૩૯ થી ૧૧૪૩; ૦ લક્ષ્મણા (આર્યા) કથા - (અગીતાર્થપણાના દોષથી ભાવશુદ્ધિ પ્રાપ્ત થતી નથી. ભાવવિશુદ્ધિ વિના મુનિ કલુષતાયુક્ત મનવાળો થાય છે. હૃદયમાં ઘણાં જ અલ્પ–નાના પ્રમાણમાં પણ જો કલુષતા, મલીનતા, શલ્ય, માયા રહેલા હોય તો અગીતાર્થપણાના દોષથી જેમ લક્ષ્મણાદેવી સાધ્વીએ દુઃખની પરંપરા ઊભી કરી, તેમ અગીતાર્થપણાના દોષથી ભવની અને દુઃખની પરંપરા ઊભી થાય છે. માટે ડાહ્યા પુરુષોએ સર્વ ભાવથી સર્વથા તે સમજીને ગીતાર્થ બનીને મનને કલુષતા વગરનું બનાવવું જોઈએ) ૦ લક્ષ્મણાદેવી જન્મ-ચૌવન–વૈધવ્ય : હે ભગવંત! લક્ષ્મણા આર્યા જે અગીતાર્થ અને કલષતાવાળી હતી. તેમજ જેના Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૫૭ કારણે દુઃખ પરંપરા પામી તે હું જાણતો નથી. હે ગૌતમ ! પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્ર વિશે ઉત્સર્પિણી અને અવસર્પિણીના સર્વ કાળમાં એક એક ચોવીશી શાશ્વત અને અવિચ્છિન્નપણે થઈ છે અને થશે. અનાદિ અનંત એવા આ સંસારમાં આ અતિ ધ્રુવ વસ્તુ છે. જગની આ સ્થિતિ કાયમ ટકવાની છે. હે ગૌતમ! આ ચાલ ચોવીશીની પહેલા ભૂતકાળમાં એંસીમી ચોવીશી હતી, ત્યારે ત્યાં જેવો અહીં હું છું તેવા પ્રકારના સાત હાથની કાયા પ્રમાણના, દેવો અને દાનવોથી પ્રણામ કરાતા, તેવાજ છેલ્લા તીર્થકર હતા. તે સમયે ત્યાં જંબૂદાડિમ નામનો રાજા હતો. અનેક પુત્રવાળી સરિતા નામની ભાર્યા હતી. એક પણ પુત્રી ન હોવાથી કોઈક સમયે રાજા સહિત પુત્રી મેળવવા માટે દેવોની કુલ દેવતાની, ચંદ્ર, સૂર્ય, ગ્રહોની બહુ માનતાઓ કરતી હતી. કાલક્રમે કરી કમલપત્ર સમાન નેત્રવાળી પુત્રી જન્મી. તેનું લક્ષ્મણા એવું નામ સ્થાપન કર્યું. હવે કોઈક સમયે લક્ષ્મણાદેવી પુત્રી યૌવનવય પામી, ત્યારે સ્વયંવર કર્યો. તેમાં નયનને આનંદ આપનાર, કલાઓના ઘર સમાન, ઉત્તમ વરની સાથે વિવાહ કર્યો. પરણ્યા પછી તરત જ તેનો ભર્તાર મૃત્યુ પામ્યો. એટલે તે એકદમ મૂચ્છ પામી. બેભાન બની ગઈ. કંપતી એવી તેને સ્વજન પરિવાર વીંઝણાના વાયરાથી મુશ્કેલીએ સભાન બનાવી. ત્યારે હા હા એમ આઠંદન કરીને છાતી મસ્તક કુટવા લાગી. તે પોતાને દશે દિશામાં મારતી, કુટતી, પીટાતી આબોહવા લાગી. બંધુવર્ગે તેને આશ્વાસન આપીને સમજાવી ત્યારે કેટલાંક દિવસ પછી રૂદન બંધ કરીને શાંત થઈ. ૦ લક્ષ્મણાની દીક્ષા અને વિપરિત વિચારણા : કોઈ સમયે ભવ્ય જીવોરૂપી કમલવનને વિકસિત કરતા એવા કેવળજ્ઞાનરૂપી સૂર્ય સમાન તીર્થકર ભગવંત ત્યાં આવ્યા અને ઉદ્યાનમાં સમવસર્યા. પોતાના અંતઃપુર, સેના તથા વાહનો સર્વ ઋદ્ધિ સહિત રાજા તેમને ભક્તિથી તેમને વંદન કરવા ગયો. ધર્મશ્રવણ કરીને ત્યાં અંતઃપર, પુત્રો અને પુત્રીસહિત દીક્ષા અંગીકાર કરી. (જબૂદાડિમ રાજા, સરિતા સાણી, લક્ષ્મણાદેવી આદિ સર્વેએ દીક્ષા લીધી) શુભ પરિણામવાળા મૂચ્છ વગરના ઉગ્ર કષ્ટકારી, ઘોર દુષ્કર તપ કરવા લાગ્યો. કોઈક સમયે સર્વેને યોગમાં પ્રવેશ કરાવ્યો. લક્ષ્મણા દેવીને અસ્વાધ્યાયના કારણે અનુષ્ઠાન ક્રિયા કરવા માટે ન મોકલ્યા. ઉપાશ્રયમાં એકાંતમાં બેઠેલી લક્ષ્મણાદેવી સાધ્વીએ ક્રીડા કરતા પક્ષી યુગલને જોઈને ચિંતવ્યું કે આમનું જીવન સફળ છે આ ચકલાને સ્પર્શ કરતી ચકલીને કે જે પ્રયતમને આલિંગન આપીને પરમ આનંદ સુખ આપે છે. અહીં તીર્થકર ભગવંતે પુરુષ અને સ્ત્રીઓને રતિક્રીડા કરતા હોય તેને જોવાનું અમોને શા માટે સર્વથા નિવાર્યું હશે ? તેઓ તો વેદ ના દુ:ખ રહિત હોવાથી બીજાના સુખ દુઃખો જાણી શકતા નથી. અગ્નિ બાળવાના સ્વભાવવાળો હોવા છતાં પણ આંખથી દેખે તેને – જોનારને બાળતો નથી. અથવા તો ના, ના, ના, ના ભગવંતે જે આજ્ઞા કરેલી છે, તે યથાર્થ જ છે. તેઓ વિપરિત આજ્ઞા કરે જ નહીં. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ આગમ કથાનુયોગ-૪ – ક્રીડા કરતા પલીયુગલને દેખીને મારું મન લોભાણું છે, મને પુરુષની અભિલાષા પ્રગટી છે કે હું તેની સાથે મૈથુન સેવન કરું. પરંતુ આજે મેં ચિંતવ્યું છે તે માટે સ્વપ્નમાં પણ ન કરવું ઘટે. તેમજ આ જન્મમાં મેં મનથી પણ અત્યાર સુધી પુરષને ઇચ્છુક્યો નથી. કોઈ પ્રકારે સ્વપ્નમાં પણ તેની અભિલાષા કરી નથી. તો ખરેખર હું દુરાચારી, પાપ કરવાના સ્વભાવવાળી, નિર્ભાગી છું. આવું આડું અવળું ખોટું વિચારીને મેં તીર્થકરની આશાતના કરી છે. ૦ લક્ષ્મણા આર્યાને પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત વિચાર : તીર્થકર ભગવંતોએ પણ અત્યંત કષ્ટકારી, કઠણ, અતિદુર્ધર, ઉગ્ર, ઘોર મુશ્કેલીથી પાલન કરી શકાય તેવું આકરું આ વ્રત ઉપદેશેલું છે. તો ત્રિવિધ ત્રિવિધે આ વ્રત પાલન કરવા કોણ સમથે થઈ શકે છે ? વચન અને કાયાથી સારી રીતે આચરાતું હોવા છતાં ત્રીજા મનથી રક્ષણ કરવું શક્ય નથી. અથવા તો દુઃખની ચિંતા કરવામાં આવે છે. આ તો વળી સુખપૂર્વક કરાય છે, તો જે મનથી પણ કુશીલ થયો તે સર્વ કાર્યમાં કુશીલ ગણાય. તો આ વિષયમાં શંકાના યોગે એકદમ મારી જે આ સ્કૂલના થઈ દોષ લાગ્યો, તેનું મને પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયું તો આલોચના કરીને જલદી પ્રાયશ્ચિત્તનું સેવન કરું. સમગ્ર સતીઓ, શીલવંતીઓની અંદર હું પ્રથમ મોટી સાધ્વી છું. રેખા સરખી હું સર્વમાં અગ્રેસરી છું. એ પ્રમાણે સ્વર્ગમાં પણ ઉદ્ઘોષણા થાય છે. તેમજ મારા પગની ધૂળને સર્વે લોકો વંદન કરે છે. કારણ કે તેની રજથી દરેકની શુદ્ધિ થાય છે. એ પ્રમાણે જગતમાં મારી પ્રસિદ્ધિ થયેલી છે. હવે જો હું આલોચના આપીશ. મારો આ માનસિક દોષ ભગવંત પાસે પ્રગટ કરીશ તો, મારા ભાઈઓ પિતા–માતા આ વાત જાણશે તો દુઃખી થશે. અથવા તો પ્રમાદથી કોઈ પ્રકારે મેં મનથી ચિંતવ્યું તેને મેં આલોચ્યું એટલે માત્ર જાણીને મારા સંબંધી વર્ગને કયું દુઃખ થવાનું છે? ૦ શલ્યયુક્ત આલોચના અને લક્ષ્મણા આર્યાનું મૃત્યુ - જેટલામાં આ પ્રમાણે ચિંતવીને આલોચના લેવા માટે તૈયાર થઈ, તેટલામાં ઊભી થતી હતી, ત્યારે પગના તળીયામાં ઢસ કરતાંક એક કાંટો ભાંગી ગયો. તે સમયે નિ:સત્વા નિરાશાવાળી બનીને સાધ્વી ચિંતવવા લાગી કે અરેરે ! આ જન્મમાં મારા પગમાં ક્યારેય પણ કાંટો પેઠો ન હતો, તો હવે આ વિષયમાં શું (અશુભ) થવાનું હશે ? અથવા તો મેં પરમાર્થ જાણ્યો કે ચકલા ચકલી ઘટ્ટન (મૈથુન) કરતા હતા. તેની મેં અનુમોદના કરી તે કારણે મારા શીલવતની વિરાધના થઈ. – મૂંગો, આંધળો, કુષ્ઠી, સડી ગયેલા શરીરવાળો લજ્જાવાળો હોય તો તે જ્યાં સુધી શીલનું ખંડન ન કરે ત્યાં સુધી દેવો પણ તેની સ્તુતિ કરે છે. આકાશગામી અર્થાત્ ઊભો કાંટો મારા પગમાં ખેંચી ગયો. આ નિમિત્તથી મારી જે ભૂલ થયેલી છે તેનો મને મહાલાભ થશે. જે સ્ત્રી મનથી પણ શીલનું ખંડન કરે તે પાતાળની અંદર સાત પેઢીની પરંપરા– શાખામાં અગર સાતે નારકીમાં જાય છે. આવા પ્રકારની ભૂલ મેં કેમ કરી? તો હવે જ્યાં સુધીમાં મારા પર વજની કે ધૂળની વૃષ્ટિ ન પડે, મારા હૈયાના સો ટુકડા થઈને ફૂટી ન Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૫૯ જાય તો તે પણ એક મહા આશ્ચર્ય ગણાય. - બીજું કદાચ જો હું આ માટે આલોચના કરીશ તો લોકો આ પ્રમાણે ચિંતવશે કે અમુકની પુત્રીએ મનથી આવા પ્રકારનો અશુભ અધ્યવસાય કર્યો. તે કારણથી હું તેવો પ્રયોગ કરીને બીજાએ આવો વિચાર કર્યો હોય તેને કેટલું પ્રાયશ્ચિત્ત આવે ? એમ પારકાના બહાનાથી આલોચના કરીશ. જેથી મેં આ પ્રમાણે ચિંતવ્યું છે તેમ બીજા કોઈ ન જાણે. ભગવંત આ દોષનું જે પ્રાયશ્ચિત્ત આપશે, તે ઘોર, અતિનિષ્ફર હશે, તો પણ તેમણે કહેલું સાંભળીને તેટલું તપ કરીશ. જ્યાં સુધી ત્રિવિધ–ત્રિવિધે શલ્યરહિતપણે પણ તેવા પ્રકારનું સુંદર શીલ અને ચારિત્રપાલન કરવામાં ન આવે ત્યાં સુધી પાપોનો ક્ષય થતો નથી. ત્યારપછી તે લક્ષ્મણ સાધ્વી પારકાના બહાનાથી આલોચના ગ્રહણ કરીને તપસ્યા કરવા લાગ્યા. પ્રાયશ્ચિત્ત નિમિત્તે ૫૦ વર્ષ સુધી તપ કર્યો. તેમાં છઠ–અઠમ ચાર ઉપવાસ પાંચ ઉપવાસ કરીને ૧૦ વર્ષ પસાર કર્યા. પારણામાં પોતાના માટે ન કરેલા હોય, કરાવેલા ન હોય, કોઈએ સાધુનો સંકલ્પ કરીને ભોજન તૈયાર કર્યા ન હોય, ભોજન કરતા ગૃહસ્થોને ઘરે વધેલી હોય તેવા પ્રકારનો આહાર ભિક્ષામાં મળે તેનાથી પારણું કર્યું. બે વર્ષ સુધી ઉપવાસ, પછી બે વર્ષ સુધી મુંજેલા ચણા જ આહારમાં વાપર્યો, ૧૬ વર્ષ લગાતાર તેણીએ માસક્ષમણ તપ કર્યા. ૨૦ વર્ષ સુધી આયંબિલની તપશ્ચર્યા કરી. આ રીતે તેણીએ ૫૦ વર્ષ સુધી તપ કર્યો. આ તપ દરમ્યાન કોઈ દિવસ આવશ્યક ક્રિયાઓ છોડી નથી. પ્રાયશ્ચિત્ત નિમિત્તે દીનતા વગરના મનથી આ સર્વ તપશ્ચર્યા કરતી હતી. હે ગૌતમ ! ત્યારે તેણી ચિંતવવા લાગી કે પ્રાયશ્ચિત્તમાં જે મેં તપ કર્યું, તેનાથી મારા હૃદયનું પાપશલ્ય શું ગયું નહીં હોય? કે જે મનથી તે સમયે વિચાર્યું હતું. બીજી રીતે પ્રાયશ્ચિત્ત તો મેં ગ્રહણ કર્યું છે. બીજી રીતે મેં કર્યું છે, તો શું તે આચરેલું ન ગણાય ? એમ ચિંતવતી તે મૃત્યુ પામી. ૦ લક્ષ્મણા આર્યાનો ખંડોષ્ઠાનો ભવ : ઉગ્ર કષ્ટ પમાય તેવું ઘોર દુષ્કર તપ કરીને તે લક્ષ્મણા સાધ્વી સ્વચ્છેદ પ્રાયશ્ચિત્તપણાના કારણે ક્લેશયુક્ત પરિણામના દોષથી (લક્ષ્મણા આર્યા કાળ કરીને) વેશ્યાના ઘરે કુત્સિત કાર્ય કરનારી હલકી ચાકરડીપણે ઉત્પન્ન થઈ. તેનું ખંડોષ્ઠા એવું નામ પાડ્યું. તે ઘણું મીઠું બોલનારી, મદ્ય–ઘાસની ભારીને વહન કરનારી, સર્વ વેશ્યાઓનો વિનય કરનારી અને તેઓની વૃદ્ધાનો ચાર ગણો વિનય કરનારી હતી. તેણીનું લાવણ્ય કાંતિથી યુક્ત હોવા છતાં પણ તે મસ્તકે કેશ વગરની બોડી હતી. કોઈ સમયે વૃદ્ધા ચિંતવવા લાગી કે મારી આ બોડાનું જેવું લાવણ્ય, રૂપ અને કાંતિ છે, તેવું આ ભુવનમાં કોઈનું રૂપ નથી, તો તેના નાક, કાન અને હોઠને એવા વિરૂપવાળા – કદરૂપા કરી નાંખ્યું. જ્યારે આ યૌવનવંતી થશે ત્યારે મારી પુત્રીને કોઈ નહીં ઇચ્છશે. અથવા તો પુત્રી સરખી તેને આ પ્રમાણે કરવું યુક્ત નથી. આ ઘણી જ વિનીત છે. અહીંથી બીજે ચાલી જશે. તો હું તેને તેવી કરું મૂકું કે કદાચ બીજા દેશમાં ચાલી જાય તો ક્યાંય પણ રહેવાનું સ્થાન પામી ન શકે અને પાછી આવે. તેણીને એવું વશીકરણ આપું Page #361 -------------------------------------------------------------------------- ________________ ३६० આગમ કથાનુયોગ-૪ કે જેથી તેનો ગુપ્ત ભાગ સડી જાય. હાથ–પગની બેડીઓ પહેરાવું, જેથી નિયંત્રણા કરેલી ભટક્યા કરે. વળી જુના કપડાં પહેરાવું જેથી મનમાં સંતાપ કરતી શયન કરે. ત્યારપછી ખંડોષ્ઠાએ પણ સ્વપ્નમાં સડી ગયેલો ગુપ્ત ભાગ, બેડીમાં જકડાતી, કાન-નાકને કાપેલા હોય તેવી પોતાને દેખીને સ્વપ્નનો પરમાર્થ વિચારીને કોઈ ન જાણે તેવી રીતે ત્યાંથી નાસી ગઈ. કોઈ પ્રકારે ગામ, પુર, નગર, પટ્ટણમાં પરિભ્રમણ કરતી– કરતી છ માસ પછી સંખેડ નામના ખેટકમાં પહોંચી. ત્યાં તેણી કુબેર સરખા વૈભવવાળા રંડાપુત્રની સાથે જોડાઈ પહેલાની પરણેલી તેની પત્ની ઇર્ષ્યાથી તેના ઉપર અતિશય બળતરા કરવા લાગી. તેના રોષથી ફફડતી એ પ્રમાણે તેણીએ કેટલાંક દિવસો પસાર કર્યા. એક રાત્રે ખંડોષ્ઠા ભરનિંદ્રામાં સુતેલી હતી, તે જોઈને પૂર્વની પત્ની એકદમ દોડીને ચૂલા પાસે ગઈ. સળગતું કાષ્ઠ ગ્રહણ કરીને પાછી આવી. તે સળગતાં લાકડાને તેણીના ગુપ્ત ભાગમાં એવી રીતે ઘુસાડી દીધું કે ગુપ્ત ભાગ ફાટી ગયો અને હૃદય સુધી તે સળગતું લાકડું પહોંચી ગયું. ત્યારપછી ખંડોષ્ઠા દુઃખપૂર્ણ સ્વરથી આઝંદ કરવા લાગી. ચલાયમાન પાષાણ સરખી આમ તેમ ગબડતી સરકવા લાગી. વળી પેલી પરણેલી પત્ની ચિંતવવા લાગી કે જીવનપર્યત ઊભી ન થઈ શકે એવા પ્રકારના તેને ડામો આપું કે સો ભવ સુધી મારા પ્રિયતમને ફરીને યાદ ન કરે, ત્યારે હે ગૌતમ ! કુંભારની શાળામાંથી લોઢાની કોષ લાવીને લાલચોળ રંગ થાય તેટલી તપાવીને તણખા ઉડતા હોય તેવી બનાવીને તેણીની યોનિમાં તેને જોરથી ઘુસાડી. એ પ્રમાણે તેના ભારે દુઃખથી આક્રાન્ત થયેલી ત્યાં મૃત્યુ પામી. ૦ ચક્રવર્તીની સ્ત્રી રત્નનો ભવ : હે ગૌતમ ! (તે લક્ષ્મણા આર્યાનો જીવ ખંડોષ્ઠા મૃત્યુ પામીને) ચક્રવર્તીની સ્ત્રી રત્નપણે ઉત્પન્ન થઈ. આ તરફ રંડાપુત્રની પત્નીએ ખંડોષ્ઠાના કલેવરમાં જીવન હોવા છતાં પણ રોષથી તેણીને છેદીને એવા અતિ નાના નાના ટુકડા કર્યા અને ત્યારપછી શ્વાન, કાગડાં વગેરેને ખાવા માટે દરેક દિશામાં ફેંક્યા. તેટલામાં બહાર ગયેલો રંડાપુત્ર પણ ઘરે આવી પહોંચ્યો. તેણે પણ દોષગુણની તપાસ કરી અને મનમાં ઘણાં વિકલ્પ કરવા લાગ્યો. પછી સાધુના ચરણકમળમાં પહોંચી તે રંડાપુત્ર દીક્ષા અંગીકાર કરી મોક્ષે ગયો. ૦ લક્ષ્મણાના જીવનું નારકી તિર્યંચમાં ભવ ભ્રમણ : તે લક્ષ્મણાદેવીનો જીવ ખંડોષ્ઠાના ભવમાંથી સ્ત્રીરત્ન થઈને હે ગૌતમ ! પછી તે છઠી નારકીમાં ગયો. ત્યાં નારકીનું મહાઘોર, અતિ ભયંકર દુઃખ ત્રિકોણ નરકાવાસમાં લાંબા કાળ સુધી ભોગવીને અહીં આવેલો તેનો જીવ તિર્યંચયોનિમાં શ્વાન થયો. ત્યાં કામનો ઉન્માદ થયો એટલે મૈથુન સેવન કરવા લાગી. ત્યાં વચ્ચે ભેંસોએ યોનિમાં લાત મારી અને ઘા પડ્યો. યોનિ બહાર નીકળી પડી અને તેમાં દશ વર્ષ સુધી કૃમિઓ ઉત્પન્ન થઈને તેણીને ફોલી ખાવા લાગ્યા. ત્યાં મૃત્યુ પામીને હે ગૌતમ ! નવ્વાણું વખત કાચા ગર્ભમાં ઉત્પન્ન થઈ ગર્ભની વેદનામાં શેકાઈ. Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૬૧ ૦ મનુષ્યના મહાકાલેશકારી ભવો : ત્યારપછી જન્મથી દરિદ્રતાવાળા મનુષ્યના ઘેર જમ્યો. પરંતુ બે માસ પછી માતા મૃત્યુ પામી. ત્યારે તેના પિતાએ ઘેર ઘેર ફેરવી સ્તનપાન કરાવીને મહાકાલેશથી જીવાડ્યો. પછી તેને ગોકુળમાં ગોપાળ તરીકે રાખ્યો. ત્યાં ગાયોના વાછરડાઓ પોતાની માતાના દૂધનું પાન કરતા હોય તેમને દોરડાથી ખીલે બાંધીને ગાય દોડતો હતો. તે સમયે દૂધ દોતાં દોતાં જે અંતરાય કર્મ ઉપાર્જન કર્યું તે કર્મના કારણે લક્ષ્મણાના જીવે કોડાકોડી ભવાંતર સુધી સ્તનપાન પ્રાપ્ત ન કર્યું. – તે દોરડાથી બંધાતો, શેકાતો, સાંકળોથી જડાતો, દમન કરાતો માતા આદિ સાથેનો વિયોગ પામતો ઘણાં ભવોમાં ભટક્યો. ત્યારપછી મનુષ્ય યોનિમાં ડાકણ સ્ત્રીપણે ઉત્પન્ન થયો. હે ગૌતમ ! ત્યાં શ્વાનપાલકો તેને ઘાયલ કરી છોડીને ચાલી ગયા. ત્યાંથી મૃત્યુ પામીને અહીં મનુષ્યપણું પ્રાપ્ત કરીને શરીરના દોષથી આ મહાપૃથ્વી મંડલમાં પાંચ ઘરવાળા ગામમાં, નગર–શહેર કે પટ્ટણમાં એક પ્રહર, અર્ધપ્રહર એક ઘડી માટે પણ સુખ શાંતિ પ્રાપ્ત ન કરી. હે ગૌતમ ! તે મનુષ્યમાં પણ નારકીના દુઃખ સરખા અનેક રડારોળ કરાવતા ઘોર દુઃખો અનુભવીને તે લક્ષ્મણા આર્યાનો જીવ અતિરોદ્ર ધ્યાનના દોષથી મરીને સાતમી નરક પૃથ્વીમાં ખાડડડ નામક નરકાવાસે ઉત્પન્ન થયો. ૦ ફરી નરક–તિર્યંચના ભવો : (ત્યાં સાતમી નરકમાં) તેવા પ્રકારના મહાદુઃખનો અનુભવ કરીને તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને વંધ્યા ગાયપણે ઉત્પન્ન થયો. પારકા ખેતરમાં અને પરાણે પેસીને તેનું નુકશાન કરતી, વાડો ભાંગી નાખતી, ચરતી હતી. ત્યારે ઘણાં લોકો એકઠા થઈને ન નીકળી શકાય તેવા કાદવવાળા સ્થાનમાં તગડી ગયા, એટલે તેમાં તે ખેંચી ગઈ અને પછી તે બહાર નીકળી શકતી નથી. તેમાં પેસી ગયેલી તે બિચારી ગાયને જળચર જીવો ફોલી ખાતા હતા. તથા કાગળા, ગીધ વગેરે ચાંચ મારતા હતા. ક્રોધથી વ્યાપી ગયેલ તે ગાયનો જીવ મૃત્યુ પામ્યો. ત્યાંથી મરીને જળ અને ધાન્ય વગરના મારવાડ દેશના રણમાં દૃષ્ટિવિષ સર્પપણે ઉત્પન્ન થયો. તે સર્પના ભવમાંથી મરીને પાંચમી નરકમૃથ્વીમાં ગયો. એ પ્રમાણે લક્ષ્મણા સાધ્વીનો જીવ હે ગૌતમ ! લાંબા કાળ સુધી આકરું ઘોર દુઃખ ભોગવતો ભોગવતો ચાર ગતિ સ્વરૂપ સંસારમાં નારકી, તિર્યંચ અને કુમનુષ્યપણામાં ભ્રમણ કરશે. ૦ તીર્થંકર પદ્મનાભના શાસનમાં ઉત્પત્તિ : એ પ્રમાણે લક્ષ્મણા આર્યાનો જીવ આવતી ચોવીશીમાં અહીં શ્રેણિક રાજાનો જીવ જે આવતી ચોવીશીમાં પાનાભ નામે પ્રથમ તીર્થંકર થશે તેમના તીર્થમાં કુલ્પિકાપણે ઉત્પન્ન થશે. દુર્ભાગ્યની ખાણ સમાન તે ગામમાં કે પોતાની માતાને પણ દેખવાથી આનંદ આપનારી નહીં થાય. તે સમયે સર્વે લોકોએ આ ઉદ્વેગ કરાવનારી છે, એમ વિચારીને મેશગેરુના લેપનું શરીરે વિલેપન કરી ગધેડા ઉપર સવારી કરાવીને ભ્રમણ કરાવશે. વળી તેના શરીર પર બંને પડખે પક્ષીઓના પીછા લગાડશે. ખોખરા શબ્દવાળુ કિંડિમ આગળ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ આગમ કથાનુયોગ-૪ વગાડશે. એમ ગામમાં ફેરવીને તે ગામમાંથી બીજે સ્થળે જવા માટે કાઢી મૂકશે. ફરે ગામમાં પ્રવેશ પામી નહીં શકશે. ત્યારે અરણ્યમાં વાસ કરતી તે કંદ–ફળનો આહાર કરતી રહેશે. નાભિના મધ્યમાં ઝેરી છછુંદરના ડંખથી ઘણી વેદનાથી પરેશાન થયેલી, તેના સર્વ શરીર ઉપર ગુમડા, દરાજ, ખરજવું વગેરે ચામડીના રોગો ઉત્પન્ન થશે. તેને ખણતી તે ઘોર દુસહ દુઃખ અનુભવશે. વેદના ભોગવતી હશે. ત્યારે પદ્મનાભ તીર્થકર ભગવંત ત્યાં સમોસરશે અને તે કબ્બિકા તેમના દર્શન કરશે. એટલે તરત જ તેના તથા બીજા તે દેશમાં રહેલા ભવ્યજીવો અને નારીઓ કે જેના શરીર પર વ્યાધિ અને વેદનાથી વ્યાપ્ત હશે, તે સર્વે સમુદાયોના રોગો તીર્થકર ભગવંતના દર્શનથી વિનાશ પામશે. તે સાથે લક્ષ્મણા સાધ્વીનો જીવ જે કુલ્ફિકા છે તે ઘોર તપનું સેવન કરીને દુઃખનો અંત પામશે. હે ગૌતમ ! આ તે લક્ષ્મણા આર્યા કે જેણે અગીતાર્થપણાના દોષથી અલ્પ કલુષતા યુક્ત ચિત્તથી દુ:ખની પરંપરા પામી હે ગૌતમ ! જે પ્રમાણે આ લક્ષ્મણા આર્યા દુઃખ પરંપરા પામી તે પ્રમાણે કલુષિતચિત્તવાળા અનંત અગીતાર્થો દુઃખની પરંપરા પાવા માટે આ સમજીને સર્વભાવથી સર્વથા ગીતાર્થ થવું કે ગીતાર્થની સાથે તેમની આજ્ઞામાં રહેવું તેમજ અત્યંત શુદ્ધ સુનિર્મલ, વિમલ શલ્ય વગરનું નિષ્કલુષ મનવાળા થવું. ૦ આગમ સંદર્ભ :મહાનિ ૧૧૪૪ થી ૧૨૪૪; – ૪ –– » – ૦ વિષ્ણુશ્રી : પાંચમાં આરાના અંતે થનાર એક સાધ્વીનું નામ વિષ્ણુકી હશે. તેઓ કોઈ પણ સાધ્વીની સહાય વગરના એકલા હશે. તેઓ સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રથી યુક્ત હશે. તે સાધ્વી પણ સમ્યફજ્ઞાન ચારિત્ર વિશે પતાકા સમાન, મહાયશવાળા, મહાસત્ત્વવાળા, મહાનુભાગ એવા પ્રકારના ગુણયુક્ત હોવાથી સારી રીતે જેમના નામનું સ્મરણ કરી શકાય તેવા વિષ્ણુશ્રી સાધ્વી થશે. આ સાધ્વીજીનું સોળ વર્ષનું આયુષ્ય હશે. આઠ વર્ષના ચારિત્ર પર્યાયનું પાલન કરીને, પછી પાપની આલોચના કરીને નિઃશલ્ય થઈને નમસ્કાર સ્મરણમાં પરાયણ બનીને એક ઉપવાસ ભક્ત, ભોજન પ્રત્યાખ્યાન કરવા પૂર્વક સૌધર્મકલ્પ ઉપપાત થશે. પછી નીચે મનુષ્યમાં લોકમાં આગમન થશે. ૦ આગમ સંદર્ભ :મહાનિ ૮૧૧; – – x – ૦ કમલાવતી કથા : ઇષકાર નગરીના રાજા ઇષકારની પત્ની (રાણી) કમલાવતી હતી. જ્યારે ભૃગુ Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૬૩ પુરોહિતે સપરિવાર દીક્ષા લીધી, ત્યારે તેમનો સંવાદ સાંભળીને કમલાવતી રાણી પણ વૈરાગ્ય પામ્યા. તેણીએ દીક્ષા લીધી અને મોક્ષે ગયા – આ સમગ્ર કથા ઇષકાર રાજાની કથામાં શ્રમણ વિભાગમાં આપેલ છે. કથા જુઓ – “ઇષકાર". ૦ આગમ સંદર્ભ :– ઉત્ત. ૪૪૪, ૪૭૮, ૪૯૪; ઉત્ત.નિ. ૩૬૬ + વૃક ઉત્ત.ચૂ. ૨૨૧ થી ૨૩ર મણે, ૦ થશા/જસા કથા : ઇષકાર નગરીના રાજા ઇષકારના પુરોહિત ભૃગુના પત્નીનું નામ યશા હતું. ભૃગુ પુરોહિત અને તેઓના બંને પુત્રોએ દીક્ષા લીધી. ત્યારે યશાએ પણ દીક્ષા લીધી. યશા શ્રમણી કાળક્રમે મોક્ષે ગયા. યશાની પૂરેપૂરી કથા, તેણીનો ભૃગુ પુરોહિત સાથેનો સંવાદ, તેમના બંને પુત્રોની દીક્ષા ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન (કથાનક) ઇષયાર રાજાની કથામાં શ્રમણ વિભાગમાં આવી ગયેલ છે. કથા જુઓ “ઇષકાર". ૦ આગમ સંદર્ભ :ઉત્ત. ૪૪૪, ૪૭૭, ૪૯૪; ઉત્ત.નિ. ૩૬૬ + ઉત્ત. યૂ. ૨૨૧, ૨૩૨; –– » –– –– ૦ રાજીમતી કથા : | (રાજીમતીની કથાના સંદર્ભ અને કથાનક ભગવંત અરિષ્ટનેમિની કથામાં તીર્થકર વિભાગમાં અને રથનેમિની કથામાં શ્રમણ વિભાગમાં આવી જ ગયેલ છે. અહીં શ્રમણી વિભાગમાં તો રાજીમતી શ્રમણી હોવાથી તેનો પરિચયાત્મક જ ઉલ્લેખ કરેલ છે. તેમજ તેના પૂર્વભવનો ઉલ્લેખ કરેલ છે) ૦ પરિચય : રાજીમતી ઉગ્રસેન રાજાની પુત્રી હતી. તેના વિવાહ અરિષ્ટનેમિ સાથે નક્કી થયેલા હતા. પણ અરિષ્ટનેમિએ દીક્ષા લીધી, તેથી તેણીએ પણ દીક્ષા લીધી. રાજીમતી અને અરિષ્ટનેમિના નવ પૂર્વભવોથી સંબંધ અને પરસ્પર સ્નેહ વર્તતો હતો. દીક્ષા લઈને રાજીમતી એ જ ભવે મોક્ષે સિધાવ્યા. તેમના સૌંદર્યમાં મુગ્ધ બનેલા રથનેમિને પણ તેણીએ સ્થિર કરેલ અને પ્રતિબોધ પમાડેલ, ત્યારપછી સ્થિર થયેલ રથનેમિ પણ એ જ ભવે મોક્ષે ગયા. ૦ નોંધપાત્ર મુદ્દાઓ : – રાજીમતી કન્યા સાથે અરિષ્ટનેમિના વિવાહની વાત- અરિષ્ટનેમિની લગ્ન માટે અનિચ્છા અને રાજીમતીનો વિલાપ– - અરિષ્ટનેમિની દીક્ષા બાદ, રાજીમતીને દીક્ષા લેવા વિચાર- રાજીમતી સાથેના પૂર્વના આઠ ભવોનો અરિષ્ટનેમિ સાથે સંબંધ– અરિષ્ટનેમિના કેવળજ્ઞાનના કેટલાક કાળ પછી રાજીમતીની દીક્ષા Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ આગમ કથાનુયોગ-૪ – દીક્ષા વખતની રાજીમતીની વય ૪૦૦ વર્ષની હતી. – કૃષ્ણ વાસુદેવ દ્વારા રાજીમતીને દીક્ષા વખતે આશીર્વચનો– રથનેમિ સાથે રાજીમતીનો સંવેગપૂર્ણ સંવાદ અને હિતશિક્ષા – રાજુમતીને કેવળજ્ઞાન અને પરંપરાએ મોક્ષ આ સર્વે મુદ્દાઓમાં રાજીમતીની કથા ચાલે છે. જેનું સંપૂર્ણ વર્ણન આ પૂર્વે તીર્થકર વિભાગમાં ભગવંત અરિષ્ટનેમિની કથામાં અને શ્રમણ વિભાગમાં રથનેમિ કથામાં આવી ગયેલ છે. તેથી અહીં પુનરાવર્તન કરેલ નથી. ૦ આગમ સંદર્ભ :દસ. ૫. ૮૭, ૮૮, ઉત્ત. ૮૦૨ થી ૮૪૫ + વૃક ઉત્ત.નિ. ૪૫૧; ઉત્ત.યૂ.પૂ. ૨૬૩; કલ્પ.વ્યા.૭–વૃત્તિ મળે – ૪ – ૪ – શ્રમણી કથાઓમાં આગમ ક્રમાનુસાર મૂળ આગમોમાં આવતી કથાઓ ઉપર મુજબ નોંધી છે. તેમાં ઓપનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિ અને પન્ના–આગમોમાં આવતા લઘુદષ્ટાંતનો અહીં સમાવેશ કર્યો નથી. તે-તે દૃષ્ટાંત કે અતિલઘુકથા દૃષ્ટાંત આદિ વિભાગોમાં નોંધેલ છે. – ૮ – ૮ – હવે શ્રમણી કથાઓનો બીજો વિભાગ શરૂ થશે. તેમાં આગમોની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણ, વૃત્તિની વધારાની કથા આવશે જે આગમક્રમમાં નહીં પણ | કક્કાવારી–અકારાદિ ક્રમમાં કથા નોંધેલ છે શ્રમણી કથા-આગમોની નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ આધારે ૦ અંગારવતી કથા : (આવશ્યક નિર્યુક્તિ૮૭ની ચૂર્ણિ અને વૃત્તિમાં દ્રવ્ય પરંપરાના સંબંધમાં અપાયેલ દષ્ટાંતમાં કથા અનુસંધાને છેલ્લે એક વાક્ય નોંધાયું છે કે, પ્રદ્યોત રાજાની અંગારવતી આદિ આઠ રાણીએ પણ દીક્ષા લીધી. તો આ અંગારવતી કોણ ?) વારત્તઋષિ કોઈ વખતે વિહાર કરતા સુસુમારપુર પહોંચ્યા. ત્યાં ધુંધુમાર નામે રાજા હતો. તેને અંગારવતી નામે પુત્રી હતી. તે શ્રાવિકા હતી. ત્યાં કોઈ પરિવારિકા આવી. તેણીની સાથે વાદ થતાં અંગારવતીએ તેણીને વાદમાં પરાજિત કરી. ત્યારે પરિવારજકાને તેણી પર દ્વેષ ઉત્પન્ન થયો. પરિવ્રાજિકાએ વિચાર્યું કે, હું આને કોઈની શોકય પત્ની બનાવું અર્થાત્ જેને પત્ની હોય તેવા સાથે જ પરણાવવા કંઈક કપટ કરે જેથી તેણી વિપત્તિમાં આવી જાય. ત્યારપછી તે પરિવારિકા અંગારવતીનું ચિત્ર એક પાટીયા પર ચિત્રિત કરીને રાજા પ્રદ્યોત પાસે ગઈ. પ્રદ્યોત રાજાને અંગારવતીનું ચિત્ર બતાવ્યું. ત્યારે રાજપ્રદ્યોતે પૂછયું કે, આવી સુંદર કન્યા કોણ છે ? તેણીએ અંગારવતીની વાત કરી. ત્યારે પ્રદ્યોતે ત્યાં દૂતને રવાના કર્યો. તે દૂતનો અસત્કાર કરી ધુંધુમાર રાજાએ કાઢી મૂક્યો અને કહ્યું કે, વિવાહો Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કશા વિનયથી થાય, બળ વડે ન થાય. તે દૂતે પાછા આવીને આ વાત પ્રદ્યોત રાજાને ઘણી વધારીને કહી. ત્યારે પ્રદ્યોત ઘણો ક્રુદ્ધ થયો. તે પોતાના સર્વ સૈન્ય સાથે નીકળ્યો. તેણે આવીને સુંસુમારપુરને ઘેરી લીધું. ત્યારે રાજા ધુંધુમાર અંદર ભરાઈને બેસી ગયો. તે વખતે વાત્રક ઋષિ કોઈ ચાર રસ્તાની સમીપે રહેલા હતા. તે રાજા ઘણો જ ભયભીત થયેલો હતો. તેણે કોઈ નિમિત્તયાને પૂછ્યું કે, મારું રાજ્ય પ્રદ્યોતે ઘેરી લીધું છે, તો બચવા માટે હવે કોઈ ઉપાય ખરો ? ત્યારે નિમિત્તકે કહ્યું કે, નિમિત જોઈને પછી કહું, તે વખતે ત્યાં બાળકો રમતા હતા, તેને બીવડાવ્યા એટલે તેઓ રડતા–રડતા વારત્રકઋષિની પાસે આવ્યા. ઋષિએ કહ્યું, કોઈ ભય રાખશો નહીં. આ નિમિત્તને ગ્રહણ કરીને નિમિત્તકે રાજાને કહ્યું કે, કોઈ ભય રાખશો નહીં. તારો વિજય થશે. તે દિવસે મધ્યાહ્ને એવો અકસ્માત્ બનાવ બન્યો કે ઝાકળ પડવા લાગી. તુરંત જ પ્રદ્યોતને ઘેરીને પકડી લીધો. નગરીમાં લઈ આવીને બધાં દ્વારો બંધ કરી દીધા. પછી તેણે પદ્યોતને પૂછ્યું કે, તારી સાથે શો વ્યવહાર કરીએ ? ત્યારે તેણે પણ કહ્યું કે, તમે જેમ ઇચ્છતા હો તેમ કરો. ત્યારે ધુંધુમાર રાજાએ કહ્યું કે, તારા જેવા મહાશાશકનો વિનાશ કરીને શો લાભ થવાનો ? ત્યારપછી ધુંધુમારે તેના મહાવિભૂતિપૂર્વક તેની સાથે અંગારવતીને પરણાવી. પછી દ્વાર ઉઘડાવી દીધા. કોઈ આચાર્ય કહે છે કે, તે ધંધા માટે ઉપવાસ કરવા પૂર્વક દેવતાને આરાધ્યા. તે દેવતાએ બાળકો વિકુર્વ્યા અને નિમિત્ત ગ્રહણ કર્યું. ત્યારે પ્રદ્યોત નગરમાં જતો હતો અને રાજાને અલ્પ સાધનયુક્ત જોયો. અંગારવતીને પૂછ્યું કે, હું કઈ રીતે પકડાયો. ત્યારે અંગારવતીએ સાધુના વચનો કહ્યા. પ્રદ્યોત ઋષિ પાસે ગયો. નૈમિત્તિક ક્ષપણાને વંદન કર્યા. તેમણે ઉપયોગ મૂક્યો ઇત્યાદિ. ૩૬૫ જ્યારે મૃગાવતીએ દીક્ષા લીધી. ત્યારે વૈરાગ્ય પામેલ અંગારવતી આદિએ પણ પ્રદ્યોત રાજાની અનુમતિ માંગી, પછી ભ.મહાવીર સમીપે દીક્ષા ગ્રહણ કરી. ૦ આગમ સંદર્ભ : આયા.ચૂપુ ૮૭; આવ.યૂ.૧૫, ૯૧, ૨-પૃ. ૧૬૧, ૧૯૯; ➖➖➖ આવ.નિ. ૧૩૦૩ + ; x = X આવ.નિ. ૮૭ની વૃ; આવમ.પૃ. ૧૦૪; ૦ અર્ધસંકાશા કથા ઃ ઉજ્જૈનીના રાજા દેવલાસુત અને રાણી અનુરત્તલોચનાની પુત્રી અર્ધસંકાશા હતી. તેના જન્મ પછી માતાનું તત્કાળ મૃત્યુ થયું. અન્ય તાપસી સ્ત્રીવર્ગ દ્વારે તેણીનો ઉછેર થયો. દેવલાસુત તાપસ, યુવાન થયેલી અર્ધસંકાશા પરત્વે અજાણતા જ આકર્ષાયેલ. પણ આવી યુવાન અને સુંદર કન્યા પોતાની પુત્રી જ છે, તેવી જાણ થતાં તેમણે સંસારનો ત્યાગ કર્યો. પછીથી અર્ધસંકાશાએ પણ સંસારનો ત્યાગ કર્યો. શ્રમણીપણાને અંગીકાર કર્યું. આ સંપૂર્ણ કથા શ્રમણ વિભાગમાં “દેવલાસુત'ની કથામાં આવી જ ગયેલ છે. કથા જુઓ ‘“દેવલાસુત’’. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ આગમ કથાનુયોગ-૪, ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૧૩૦૯ + : આવ..૨– ૨૦3; - ૪ - ૪ - ૦ ઉત્તરા કથા : (ઉત્તરા શ્રમણીની કથા શિવભૂતિ નિભવની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ શિવભૂતિનિહ્નવ-૮ “શ્રમણ વિભાગના નિલવ અધ્યયનમાં".). કથાસાર–અતિ સંક્ષિપ્તમાં – શિવભૂતિએ દીક્ષા અંગીકાર કરી. જિનકલ્પીપણાનું વર્ણન સાંભળી તેને પણ જિનકલ્પીત્વ અંગીકાર કરવાનો વિચાર આવ્યો. ગુરુ ભગવંતે જિનકલ્પ વિચ્છેદ થઈ ગયો હોવાનું જણાવ્યું. તેનામાં મિથ્યાત્વ પ્રવેશ્ય. કર્મના ઉદયથી વસ્ત્રોનો ત્યાગ કરી નગ્રત્વ ધારણ કર્યું. તે વખતે શિવભૂતિના બહેન જેમનું નામ ઉત્તરા હતું. તે સાધ્વી ત્યાં તેમને વંદન કરવા ઉદ્યાનમાં આવ્યા, વંદન કર્યા પછી તેણીએ શિવભૂતિને વસ્ત્રરહિત જોઈને પોતાના પણ બધાં વસ્ત્રોનો ત્યાગ કરી દીધો. નગ્નત્વ અંગીકાર કર્યું. ત્યારપછી ભિક્ષાર્થે ગામમાં પ્રવેશ કર્યો. આ વખતે કોઈ ગણિકાએ તેણીને વસ્ત્રરહિત સ્થિતિમાં નીકળેલા જોયા. ત્યારે તે ગણિકાને વિચાર આવ્યો કે, આ રીતે જો લોકો આમને વસ્ત્રરહિત જોશે તો કદાચ તેઓ અમારાથી વિરક્ત થઈ જશે. તેથી તેણીએ ઉત્તરા સાધ્વીને છાતીના ભાગથી પોતિકાસાડી બાંધી આપી. ઉત્તરા તે સાડીને ઇચ્છતી ન હતી. ત્યારે શિવભૂતિએ જ તેણીને સમજાવ્યું કે, હવે તારે આ રીતે એક સાડી બાંધીને જ રહેવું આ તો દેવતા દ્વારા અપાયેલ વસ્ત્ર ગણાય. ત્યારપછીથી ઉત્તરા સાડીને કાયમ માટે ધારણ કરવા લાગી. ૦ આગમ સંદર્ભ :ઉત્ત.નિ ૧૭૮ + 4 ઉત્ત.(નિ. ૧૭૮) ભા.૧ + 4 ૦ કીર્તિમતિ કથા : (કીર્તિમતિ મહત્તરિકાસાધ્વીની કોઈ મોટી કથા નથી, સામાન્ય ઉલ્લેખ છે. આ કથા–પાત્ર શ્રમણ વિભાગમાં સુલકકુમારની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ સુલકકુમાર – શ્રમણ વિભાગમાં) તે સમયે અજિતસેન નામક આચાર્યની નિશ્રામાં કીર્તિમતિ નામે મહત્તરિકા હતા. સાકેતનગરના યુવરાજ કંડરીકની પત્ની યશોભદ્રાએ કીર્તિમતિ શ્રમણી પાસે દીક્ષા અંગીકાર કરી હતી. યશોભદ્રા ગર્ભવતી હતી, તે વાત તેણીએ છૂપાવી રાખેલ હતી. કાળક્રમે તેણીએ ક્ષુલ્લકકુમારને જન્મ આપ્યો. જ્યારે ક્ષુલ્લકકુમાર દીક્ષા લીધા પછી, દીક્ષા છોડી જવા માંગતા હતા ત્યારે કીર્તિમતી મહત્તરિકા સાથ્વીના કહેવાથી – કીર્તિમતીના આગ્રહથી બાર વર્ષ દીક્ષામાં Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૬૭ શ્રમણપણામાં રહેલા હતા. ૦ આગમ સંદર્ભ :આવ.નિ ૧૨૮૮ + 9 આવ.ચૂર–પૃ. ૧૯૧; ૦ યક્ષા આદિ શ્રમણીઓની કથા : (અહીં એક સાથે સાત બહેનો એવા સાત શ્રમણીઓની કથાનો એક સાથે સમાવિષ્ટ થયેલ છે. તે આ પ્રમાણે (૧) યક્ષા, (૨) યદિન્ના, (૩) ભૂતા, (૪) ભૂતદિન્ના, (૫) સેણા (૬) વેણા – અને – (૭) રેણા. આ સાતે શ્રમણીઓની સંપૂર્ણ કથા શ્રમણ વિભાગમાં સ્થૂલભદ્રની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ–“સ્થૂલભદ્ર") ૦ યક્ષાચક્ષદિન્નાદિ કથાનો સાર : પાટલિપુત્રમાં નંદ રાજાને ત્યાં શકટાલ નામે મંત્રી હતા. આ મંત્રીને બે પુત્રો – સ્થૂલભદ્ર અને શ્રીયક હતા. તેમજ શકટાલ મંત્રીને સાત પુત્રીઓ હતી. તે આ પ્રમાણે :(૧) યક્ષા, (૨) યદિન્ના (૩) ભૂતા, (૪) ભૂતદિન્ના, (૫) સણા, (૬) વેણા અને (૭) રેણા. યક્ષાદિ આ સાતે બહેનોની એક વિશેષતા હતી કે, યક્ષા કોઈપણ નવા શ્લોક આદિને સાંભળે તો ફક્ત એક જ વખત શ્રવણ કરતા તે શ્રુતને ગ્રહણ કરી લેતી હતી, યદિન્ના બે વખત સાંભળતા જ શ્રતને ગ્રહણ કરી લેતી હતી, યક્ષદિન્ના બે વખત સાંભળતા જ શ્રતને ગ્રહણ કરી લેતી હતી. ભૂતા ત્રણ વખત સાંભળતા જ તે શ્રતને યાદ રાખી લેતી હતી એ રીતે સાતમી બહેન રેણા – કોઈપણ શ્રતને સાત વખત સાંભળતા જ ગ્રહણ કરી લેતી હતી. અર્થાત્ યાદ રાખી લેતી હતી. કાળક્રમે સ્થૂલભદ્રની દીક્ષા થઈ. ત્યારપછી આ યક્ષા – યાદિના–ભૂતા આદિ સાતે બહેનોએ પણ દીક્ષા લીધી હતી. તે આર્ય સંભૂતિ વિજયના શિષ્યા બનેલા. યક્ષા, ક્ષત્રિા વગેરે સાતે શ્રમણીઓ કોઈ વખતે તેમના ભાઈમુનિને વંદન કરવા ગયેલ. આચાર્ય ભગવંતને વંદન કરીને, તેમને પૂછીને સ્થૂલભદ્ર મુનિને વંદના કરવા ગયેલ, તે વખતે સ્થૂલભદ્રમુનિએ પોતાની ઋદ્ધિ દેખાડવા માટે સિંહનું રૂપ વિકુર્વેલ ત્યારપછી ફરી આવ્યા ત્યારે મૂળરૂપે દર્શન થયા. યક્ષા આદિ શ્રમણીઓએ સ્થૂલભદ્રમુનિને, પોતાના બીજા ભાઈ શ્રીયક મુનિની દીક્ષા અને કાળધર્મનો વૃત્તાંત જણાવેલ. આ શ્રમણીઓએ શ્રીયકને તપ માટે પ્રેરણા કરેલ. ઉપવાસ કરાવ્યો. તે શ્રીયક મુનિએ તે રાત્રિએ કાળ કરતા યક્ષા સાધ્વીને ઘણો પશ્ચાત્તાપ થયો હતો. દેવતાના પ્રભાવથી તેણી તીર્થકર ભગવંત પાસે ગયેલ. ત્યાં સત્ય વૃત્તાંત જાણીને પાછા આવેલ, ત્યારે ભગવંતે તેણીને ભાવના અને વિમુક્તિ એ બે અધ્યયન (ચૂલિકા) આપેલા હતા. ૦ આગમ સંદર્ભ : Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ આગમ કથાનુયોગ-૪ આવ.નિ. ૧૨૮૪ + : આવ.પૂ.ર-પૃ. ૧૮૩; – –– » – ૦ જયંતી કથા અને સોમા કથા : (આ બંને શ્રમણીઓ / પરિવારિકાઓની કથા ભામહાવીરની કથામાં ઉપસર્ગોના વર્ણનમાં આવી ગયેલ છે. કથા જુઓ “તીર્થકર મહાવીર') ઉત્પલ નામક નિમિત્તક કે જે પૂર્વે ભગવંત પાર્થની શાખાના એક સાધુ હતા. તેમને બે બહેનો હતી – જયંતી અને સોમા. જયંતી અને સોમા બંનેએ દીક્ષા અંગીકાર કરેલી. તેણી બંને ભાપાર્ષના શાસનના શ્રમણીઓ હતા. જ્યારે તે બંને શ્રમણીઓ સંયમ પરિપાલન માટે અસમર્થ બન્યા ત્યારે તેઓએ શ્રમણીપણાનો ત્યાગ કર્યો. ત્યારપછી તેણી બંનેએ પરિવ્રાજિકાપણું સ્વીકારેલ. ભગવંત મહાવીર જ્યારે વિહાર કરતા કરતા ત્રીજું ચાતુર્માસ કર્યા બાદ ચોરાક સંનિવેશ પધાર્યા. ત્યારે તેમને અને ગોશાળાને કોઈ દેશના જાસુસ માનીને કોટવાળે પકડી લીધા અને કૂવામાં ફેંકી દીધા. ફરી તેમને બહાર કાઢ્યા. પછી પહેલા ગોશાળકને પાણીમાં ઉતાર્યો. પણ સ્વામીને (શ્રમણ ભગવંત મહાવીરને) હજી ઉતાર્યા ન હતા. આ વાત જયંતી અને સોમા બંને પરિવ્રાજિકાના સાંભળવામાં આવી કે અહીં કોઈ બે જણાને આરક્ષકે–કોટવાળે પકડીને કૂવામાં ઉતાર્યા છે. પછી તેઓના જાણવામાં આવ્યું કે, છેલ્લા તીર્થકરે દીક્ષા ગ્રહણ કરેલી છે. ત્યારે બંને બહેનો ત્યાં ગયા. એવામાં ભગવંત જોવામાં આવ્યા, તેવામાં તેમને મુક્ત કરાવ્યા. પછી કોટવાળનો તિરસ્કાર કરતા કહ્યું કે, ઓ વિનાશની ઇચ્છાવાળા ! તમે આ શું કર્યું? ત્યારે તેઓએ પણ ભય પામીને પ્રભુની ક્ષમા માંગી. ૦ આગમ સંદર્ભ :આવનિ. ૪૭૭ + વૃક આવ.યૂ.૧–૫ ૨૮૬; કલ્પસૂ ૧૧૭ની 4 — — — ૦ યશોભદ્રા સાધ્વીની કથા : | (યશોભદ્રા શ્રમણીની કથા સુલકકુમારની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ – સુલકકુમાર – શ્રમણ વિભાગમાં આ કથા આપેલ છે.). સાકેતનગરમાં પુંડરીક નામે રાજા હતા. તેનો નાનો ભાઈ કંડરીક યુવરાજ હતો. કંડરીકની પત્નીનું નામ યશોભદ્રા હતું. અતિશય મનોહર અંગવાળી એવી તેણીને હરતાફરતા જોઈને પંડરીક રાજા તેનામાં ઘણો અનુરાગવાળો થયો. ત્યારપછી રાજા પુંડરીક યશોભદ્રાની ઇચ્છા કરવા લાગ્યો. પણ તેણી આ અકાર્ય માટે તૈયાર ન થઈ. તેથી પુંડરીક રાજાએ તેના ભાઈ એવા યુવરાજ કંડરીકને મરાવી નાંખ્યો. ત્યારે યશોભદ્રા કોઈ સાથે સાથે ભળી જઈને ત્યાંથી પલાયન થઈ ગઈ. યશોભદ્રા તત્કાળ ગર્ભ ઉત્પન્ન થયો હોય એવી સગર્ભા અવસ્થામાં જ શ્રાવસ્તી પહોંચી. ત્યાં શ્રાવસ્તી નગરીમાં તે સમયે અજિતસેન નામે આચાર્ય અને કીર્તિમતિ નામે મહત્તરિકા સાધ્વીજી હતા. તેણીએ તે મહત્તરિકાસાધ્વીજી પાસે ધારિણીની માફક દીક્ષા Page #370 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૬૯ ગ્રહણ કરી. પોતાનો સર્વ વૃત્તાંત કહ્યો, પણ ગર્ભની વાત ગુરુને ન જણાવી. ધારિણીની કથા અને યશોભદ્રામાં એક જ વાતનો ભેદ હતો કે, તેણીએ બાળકનો ત્યાગ ન કર્યો. કાળક્રમે યશોભદ્રાને એક બાળકનો જન્મ થયો. તેનું સુલકકુમાર એવું નામ રાખ્યું – યાવત્ –દીક્ષા અપાવી તેમજ જ્યારે સુલકકુમારમુનિ દીક્ષા છોડીને ઘેર જવા તૈયાર થયા ત્યારે યશોભદ્રા સાધ્વીના કહેવાથી તે મુનિ બાર વર્ષ દીક્ષામાં રહ્યા.... જ્યારે એ રીતે ૪૮ વર્ષ પ્રવ્રજ્યામાં રહીને પણ દીક્ષા છોડી જવા તૈયાર થયા, ત્યારે યશોભદ્રા સાધ્વીએ તેમને કહ્યું કે, અહીં તહીં ભટકશો નહીં. આ તારા પિતાની મુદ્રિકા અને કંબલરત્ન હું જ્યારે પલાયન થઈ ત્યારે લાવેલી તે લઈ જા. ઇત્યાદિ – ૪ – ૪ – ૪ – ૦ આગમ સંદર્ભ :બુદ.ભા. ૫૦૯૯ + 4 આવનિ ૧૨૮૮ + 9: આવપૂ.ર–પૃ. ૧૯૧, ૧૯૨; -- XX૦ યશોમતી કથા : (આ કથા પૂર્વે શ્રમણ વિભાગમાં ગાગલિની કથામાં, શાલ-મહાશાલની કથામાં પણ આવી ગયેલ છે. કથા જુઓ “ગાગલિ"). તે કાળે, તે સમયે પૃષ્ઠચંપા નામે નગરી હતી. ત્યાં શાલ નામે રાજા હતો. મહાશાલ નામે યુવરાજ હતો. તે શાલ અને મહાશાલને યશોમતી નામે બહેન હતી. યશોમતીના લગ્ન કંપિલપુરના રાજા પિઢર સાથે થયા હતા. આ પિઢર અને યશોમતીને ગાગલિ નામે પુત્ર હતો. – ૪ – ૪ – ૪ – જ્યારે શાલ અને મહાશાલે દીક્ષા લીધી ત્યારે યશોમતી શ્રાવિકા બની. – ૮ – ૮ – ૮ – જ્યારે શાલ અને મહાશાલ મુનિ ગૌતમસ્વામી સાથે પૃષ્ઠ ચંપાનગરીએ પધાર્યા. ત્યારે ગાગલી, પીઢર અને યશોમતી ત્રણે નીકળ્યા. ભગવંત ગૌતમસ્વામીએ ધર્મ કહ્યો. ધર્મનું શ્રવણ કરી યશોમતી આદિ ત્રણે સંવેગ પામ્યા. – ૪ – ૪ – યશોમતીએ દીક્ષા ગ્રહણ કરી. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૭૬૪ની . આવ.ચૂ–પૃ. ૩૮૧; દસ્યૂ.પર; ઉત્ત.નિ. ૨૮૫ + + – ૪ – ૪ – ૦ ધનશ્રી સાધ્વી-કથા (સર્વાંગસુંદરી કથા) - (આવશ્યકમાં આ કથા “માયા–કષાયના અનુસંધાને આપેલ છે.) વસંતપુર નગર હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. ત્યાં બે શ્રેષ્ઠી ભાઈઓ રહેતા હતા, તેમના નામ ધનપતિ અને ધનાવહ હતા. ધનશ્રી તે બંને ભાઈઓની બહેન હતી. તે બાળવિધવા હતી અને પરલોકમાં રત હતી. (પરલોકના વિષયમાં આતુર હતી). ત્યારપછી માસકલ્પ કરવાને માટે ધર્મઘોષ આચાર્ય પધાર્યા. તેમની પાસે ધનશ્રી ૪િ/૪ Page #371 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૪ પ્રતિબોધ પામી. ધનશ્રીના બંને ભાઈઓ પોતાની બહેનના સ્નેહને વશ થઈ તે તેઓ પણ પ્રતિબુદ્ધ થયા. ધર્મશ્રી દીક્ષા લેવાને ઇચ્છતી હતી, તે બંને ભાઈઓ સંસારી સ્નેહને કારણે, તેણીને દીક્ષા માટે અનુમતિ આપતા ન હતા. તેણી ધર્મમાં દ્રવ્યનો પ્રચુર પ્રમાણમાં વ્યય કરતી હતી. ભાઈઓની પત્નીઓ તરફ તે કચકચ કર્યા કરતી. તેણીએ એક વખત વિચાર્યું કે, ચાલ, જોવું કે, આ બંને ભાઈઓ મારી કેટલી વાત માને છે ? પછી માયાપૂર્વક ધર્મશ્રીએ તેણીની ભાભીઓને શયન પ્રવેશ કાળે પુરા વિશ્વાસમાં લઈને ઘણો જ ધર્મ કહેવો શરૂ કર્યો. ૩૭૦ ત્યારપછી જ્યારે તેણીના પતિ અર્થાત્ ધનશ્રીના ભાઈઓ તેણીની વાત સાંભળી રહ્યા છે, તેમ જાણ્યું. ત્યારે એક ભાભીને કહ્યું કે, હવે વિશેષ કેટલો ધર્મ કહું ? પણ પોતાની સાડી ચોખ્ખી રાખવી જોઈએ. (અર્થાત્ જીવનમાં કોઈ દાગ પડવા દેવો ન જોઈએ). ત્યારે તે એક ભાઈએ વિચાર્યું કે નક્કી મારી પત્ની દુચારિણી હોવી જોઈએ. ભગવંતે અસતીનું પોષણ કરવાની ના કહી છે. તેથી મારે આનું પરિષ્ઠાપન અર્થાત્ ત્યાગ કરવો જોઈએ. તેથી તેણીને પલંગ પર બેસતા રોકી (બેસવા ન દીધી). તેણી (તે ભાભી) વિચારવા લાગી કે, અરેરે ! આવું કેમ બન્યું ? પછી તે ભાઈએ પોતાની પત્નીને કહ્યું, મારા ઘરમાંથી નીકળી જા. તેણી વિચારવા લાગી કે, મેં એવું શું દુષ્કૃત કર્યું ? પણ તેણીને કોઈ દોષ જણાયો નહીં. ત્યારપછી ત્યાં જ ભોંયરામાં ચુપચાપ રાત્રિ પસાર કરી. સવાર થયું ત્યારે તે ભાભી મ્લાન અંગવાળી થઈને નીકળી. ત્યારે ધનશ્રીએ તેની ભાભીને પૂછયું કે, તું આવી મ્લાન અંગવાળી કેમ થઈ ગઈ છો ? તેણી રડતા રડતા કહેવા લાગી કે, હું તો મારો કોઈ અપરાધ થયો હોય તેવું જાણતી નથી. મને ઘરમાંથી કાઢી મૂકી. ત્યારે તે ધનશ્રીએ તેણીને કહ્યું કે, તું શાંતિથી અહીં ઊભી રહે. હું તારી સાથે તેનો મેળાપ કરાવી દઈશ. પછી ધનશ્રીએ તેના ભાઈને પૂછ્યું કે, આ બધું શું છે ? તે બોલ્યો, મારે આ દુષ્ટ શીલવાળીની કોઈ જરૂર નથી. ત્યારે ધનશ્રીએ ભાઈને પૂછ્યું કે, તેં કેવી રીતે જાણ્યું કે, તે દુષ્ટ શિલા છે ? ભાઈએ કહ્યું કે, બેન ! મેં તારી પાસેથી જ જાણ્યું, તેં જ ધર્મદેશના વખતે મારી પત્નીને સાડી ચોખ્ખી રાખવા કહેલ. --- ત્યારે ધર્મશ્રીએ કહ્યું કે, અહો ! તારું પાંડિત્ય અને વિચાર ક્ષમતા અને ધર્મમાં પરિણામ કેવા છે ? મેં તો આ વાત સામાન્યથી કહી હતી. આ તો ઘણું જ ખોટું થયું. મેં તો ફક્ત ભગવંતે કરેલી પ્રરૂપણાનો તેણીને ઉપદેશ કરીને તેણીને નિવારી હતી. એટલામાં આ કઈ રીતે દુશ્ચારિણી થઈ ગઈ ? ત્યારે તે ભાઈ ઘણો લજ્જિત થયો. ત્યારે તે ભાઈએ પોતાના પત્નીની ! માફી માંગી – ક્ષમાયાચના કરી. ત્યારે ધનશ્રીએ વિચાર્યું કે, આ ભાઈ તો મારા પડછાયા જેવો છે. બીજો ભાઈ પણ એ પ્રમાણે મારા પડછાયા જેવો છે કે નહીં, તેની મારે પરીક્ષા કરવી જોઈએ. તેથી ધનશ્રીએ ધર્મકથા કરતાકરતા બીજી ભાભીને કહ્યું કે, હાથ ચોખ્ખા રાખવા જોઈએ. આ વાત તેણીના બીજા ભાઈએ સાંભળી બાકી બધું પહેલા ભાઈ સમાન સમજી લેવું. ~ યાવત્ • બીજો ભાઈ ધનશ્રીને પડછાયા જેવો જ પ્રતીત થયો. Page #372 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા આ રીતે ધનશ્રીએ આ માયા વડે અભ્યાખ્યાન દોષ થકી તીવ્રકર્મ ઉપાર્જન કર્યું. પછી તે માયાદોષની આલોચના કે પ્રતિક્રમણ કર્યા વિના ધનશ્રીએ ભાવથી પ્રવ્રજ્યા અંગીકાર કરી. ત્યારે તેના બંને ભાઈઓ ધનપતિ અને ધનાવહે પણ તેણી પ્રત્યેના સ્નેહને કારણે પોતાની પત્ની સહિત પ્રવ્રજ્યા અંગીકાર કરી. ૩૭૧ ત્રણે ભાઈ–બહેન અને બંને ભાભીઓ પોતાનું પૂર્ણાય પાળીને દેવલોકે ઉત્પન્ન થયા. ૦ સર્વાંગસુંદરીનો ભવ : દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને પહેલાં ધનશ્રીના બંને ભાઈઓ ત્યાંથી પહેલા ચ્યવીને સાકેત નગરમાં અશોકદત્ત નામના શ્રેષ્ઠીના પુત્ર સમુદ્રદત્ત અને સાગરદત્ત નામે પુત્રો થયા. ધનશ્રીનો જીવ પણ દેવલોકેથી ચ્યવીને ગજપુર નગરમાં શંખ નામના શ્રાવકની પુત્રીરૂપે જન્મી. તે ઘણી જ સુંદર હોવાથી તેણીનું સર્વાંગ સુંદરી એવું નામ રાખ્યું. બંને ભાઈઓની પત્ની દેવલોકેથી ચ્યવીને કોશલપુરમાં નંદન નામના શ્રેષ્ઠીની શ્રીમતી અને કાંતિમતિ નામની પુત્રીઓ રૂપે જન્મી. બંને યૌવનને પામી. સર્વાંગસુંદરી ગમેતેમ સાકેતપુર આવી પહોંચી. અશોકદત્ત શ્રેષ્ઠીએ તેણીને જોઈ. આ કોની કન્યા છે, તે તપાસ કરાવી. શંખ શ્રેષ્ઠીને સબહુમાન સમુદ્રદત્ત માટે તે કન્યાની માંગણી કરી. શંખશ્રેષ્ઠીએ સ્વીકારી, પછી સમુદ્રદત્ત સાથે સર્વાંગ સુંદરીના વિવાહ કરાયો. કાલાંતરે તેણીને લેવા આવ્યા. બહુમાન–ઉપચાર કરાયો, વાસગૃહ—શયનગૃહ સજાવવામાં આવ્યું. આ સમયગાળામાં સર્વાંગસુંદરીને પૂર્વે ધનશ્રીના ભવે માયા દ્વારા બાંધેલ પ્રથમ કર્મ ઉદયમાં આવ્યું. ત્યારે તેણીના પતિ સમુદ્રદત્તે વાસગૃહમાં સ્થિત એવા કોઈ દૈવિકી પુરુષની છાયાને જોઈ ત્યારે સમુદ્રદત્તે વિચાર્યું કે, મારી સ્ત્રી દુષ્ટશીલવાળી લાગે છે. કંઈક જોઈને તે ગયો. ત્યારપછી સર્વાંગસુંદરી પણ ત્યાં આવી. સમુદ્રદત્તે તેણીને બોલાવી નહીં. ત્યારે તેણીએ આર્ત્ત–દુ:ખથી પૃથ્વી પર જ રાત્રિ પસાર કરી. પ્રભાતે તેણીનો પતિ પોતાના સ્વજન વર્ગને પૂછયા વિના કોઈ બ્રાહ્મણને પૂછીને સાકેતપુર ચાલ્યા ગયો. સાકેતપુર જઈને સમુદ્રદત્ત કોશલપુરે નંદની પુત્રી શ્રીમતીને પરણ્યો. તેનો ભાઈ સાગરદત્ત નંદની બીજી પુત્રી કાંતિમતિને પરણ્યો. આ વાત સાંભળીને સર્વાંગસુંદરી ઘણી જ દુઃખી થઈ. ત્યારપછી તેણીનો ત્યાં જવા—આવવાનો વ્યવહાર વિચ્છેદ પામ્યો. સર્વાંગસુંદરી ધર્મ પરાયણ થઈ ગઈ. ત્યારપછી તેણીએ દીક્ષા અંગીકાર કરી. કેટલોક કાળ પ્રવર્તિની સાથે વિહાર કરતા–કરતા, તેમની સાથે તે સાધ્વી સાકેતપુર ગયા. પૂર્વભવની ભાભીઓને સારી રીતે સમજાવી. આ કાળમાં તેણે પૂર્વભવમાં બાંધેલ માયા દ્વારા બદ્ધ બીજુ કર્મ ઉદયમાં આવ્યુ જ્યારે સર્વાંગસુંદરી સાધ્વી પારણે ભિક્ષાને માટે પ્રવેશ્યા. ત્યારે શ્રીમતી વાસગૃહમાં હાર પહેરવા જતી હતી. શ્રીમતીએ સાધ્વીને આવતા જોયા. તેણી ઊભી થઈ, તે હારને મૂકીને ભિક્ષા વહોરાવવા માટે ઊભી થઈ. તે વખતે ચિત્રકર્મમાં રહેલ મોરે પ્રગટ થઈને તે હાથને ગળી દીધો. ત્યારે તેણીએ વિચાર્યુ કે, આ ખરેખર આશ્ચર્ય છે ત્યારપછી થોડી વાર ત્યાં Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ આગમ કથાનુયોગ-૪ રોકાઈને, ભિક્ષા ગ્રહણ કરીને સર્વાંગસુંદરી સાધ્વી નીકળી ગયા. શ્રીમતીએ જોયું કે, હાર તેને સ્થાને નથી. તેણીએ વિચાર્યું કે, આ કઈ રીતે બન્યું? સ્વજન–પરિજનોને પૂછ્યું કે હાર કયાં ગયો હશે? તેણે કહ્યું કે, અહીં એક સાધ્વીજી સિવાય અન્ય કોઈ આવેલ નથી. ત્યારે તેણીની ઘણી જ નિર્ભર્ચના કરી, પછી છોડી દીધા. સર્વાંગસુંદરી સાધ્વીએ પ્રવર્તિને બધો વૃત્તાંત જણાવ્યો. પ્રવર્તિનીએ જણાવ્યું કે, કર્મના પરિણામો વિચિત્ર છે. ત્યારપછી સર્વાંગસુંદરી સાધ્વી ઉગ્રતરતપમાં રક્ત બન્યા. અનર્થના ભયથી તેઓ તે ઘરમાં કદાપી જતા ન હતા. શ્રીમતી અને કાંતિમતિ બંને પોતાના પતિની મજાકનો ભોગ બન્યા. સર્વાંગસુંદરી સાધ્વી પણ ઉગ્રતરતપમાં રક્ત બન્યા અને પોતાના બાંધેલ કર્મો શેષ (અતિ અલ્પ) કર્યા. આ વખતમાં શ્રીમતી પોતાના પતિ સાથે વાસગૃહમાં જઈને રહી હતી. તેટલામાં તે મોરે ચિત્રમાંથી પ્રગટ થઈ હારને પોતાના પેટમાંથી બહાર કાઢ્યો. ત્યારે તે બંને – સમુદ્રદત્ત અને શ્રીમતી સંવેગ પામ્યા. તેઓને થયું કે, ખરેખર ! તે ભગવતીનું ગાંભીર્ય કેટલું છે કે, તેણીએ આપણને સત્ય વૃત્તાંત જણાવ્યો નહીં. ત્યારે તે બંને તેણીની ક્ષમા માંગવા માટે પ્રવૃત્ત થયા. આ અવસરમાં સવાંગ સુંદરી આર્યાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ આવીને તેમના કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. જ્યારે સમુદ્રદત્ત અને શ્રીમતીએ પૂછયું, ત્યારે તે કેવલી આર્યાએ બનેલો આખો વૃત્તાંત કહ્યો. ત્યારે સમદ્રદત્ત અને શ્રીમતી બંનેએ દીક્ષા અંગીકાર કરી. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૯૧૮ની વૃ આવ.૧–પૃ પર થી પર૮; ૦ ધારિણી સાધ્વી કથા : (આ કથા શ્રમણ વિભાગમાં ધર્મઘોષ અને અવંતીવર્ધનની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ – ધર્મઘોષ આદિ) ઉજ્જૈનીમાં અવંતિવર્ધન રાજા હતો. તેનો નાનો ભાઈ રાષ્ટ્રવર્ધન યુવરાજ હતો. રાષ્ટવર્ધનની પત્નીનું નામ ધારિણી હતું. તેમનો પુત્ર અવંતિસેન હતો. અવંતિવને ધારિણીમાં આસક્ત થઈને – યાવત્ - રાષ્ટ્રવર્ધને મારી નાખ્યો – ૪ – ૮ – ૮ – ધારિણી કોઈ સાર્થવાદની સાથે નીકળી ગઈ. – ૪ – ૪ – ૪ – કૌશાંબી પહોંચી ત્યાં યાનશાળામાં રહેલા કોઈ સાધ્વી પાસે ધારિણીએ દીક્ષા અંગીકાર કરી – ૮ – ૮ – ૪ – તેણી સગર્ભા હોવાથી પુત્રને જન્મ આપ્યો – ૪ – ૪ – મણિપ્રભ એવું નામ રાખ્યું – ૮ – ૮ – અવંતીસેન અને મણિપ્રભ એ બંને ભાઈઓ જ્યારે પરસ્પર યુદ્ધે ચડ્યા ત્યારે ધારિણી સાધ્વીએ તે યુદ્ધનું નિવારણ કર્યું ઇત્યાદિ. ૦ આગમ સંદર્ભ :આવનિ ૧૨૮૬, ૧૨૮૭ + 9 આવ.રપૃ. ૧૯6; Page #374 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૦ પદ્માવતી સાધ્વી કથા : (આ કથા પ્રત્યેકબુદ્ધ કરકંડુની કથામાં આવી ગયેલ છે.) વૈશાલીના રાજા ચેટકની સાત પુત્રીઓમાંની એક પુત્રીનું નામ પદ્માવતી હતું. તેણીના લગ્ન રાજા દધિવાહન સાથે થયેલા. * * - * - x કોઈ વખતે ગર્ભના પ્રભાવે તેણીને દોહદ ઉત્પન્ન થયો. x - X - X = - દધિવાહન રાજા સાથે હાથી પર નીકળી. (ઘોડા પર નીકળી). - ૪ - ૪ - * - માર્ગભ્રષ્ટ થઈ એકલી પડી ગઈ – × – ૪ – X દીક્ષા અંગીકાર કરી ઇત્યાદિ. ૦ આગમ સંદર્ભ : -- નિસી.ભા. ૧૫૫૭ની ચૂ; આવપૂર-૫ ૨૦૪, ૨૦૫; - X ૦ પ્રગલ્ભા સાધ્વી કથા વિજ્યા સાધ્વી કથા - પ્રગલ્ભા અને વિજ્યા નામે બે શ્રમણીઓ હતા. તેઓ ભ.પાર્શ્વના અંતવાસિની શિષ્યાઓ હતા. સંયમપાલન માટે અસમર્થ હોવાથી તેઓએ પ્રવ્રજ્યાનો ત્યાગ કરી પરિવ્રાજિકાપણું સ્વીકારેલ. કોઈ વખતે શ્રમણ ભગવંત મહાવીર તેઓનું પાંચમુ ચાતુર્માસ કરીને વિચરતા – વિચરતા કૂપિક સંનિવેશે પધાર્યા. ત્યાં આરક્ષકે તેમને ચોર માનીને પકડી લીધા. પછી બાંધીને ખૂબ જ માર માર્યો. X X X ૦ આગમ સંદર્ભ : આવ.નિ. ૪૮૪ની ; 393 X પ્રગલ્ભા અને વિજ્યાએ સાંભળેલ કે અંતિમ તીર્થંકર પ્રવ્રુજિત થયા છે. તુરંત બંને ત્યાં પહોંચી. અંતિમ તીર્થંકર ભગવંત મહાવીરને જોતાની સાથે જ ઓળખી લીધા, ભગવંત તથા ગોશાળાને મુક્ત કરાવ્યા. ત્યાંના આરક્ષકને કહ્યું કે, ઓ ! દુરાત્મનો ! શું તમે જાણતા નથી કે આ છેલ્લા તીર્થંકર અને સિદ્ધાર્થ રાજાના પુત્ર છે. ઇત્યાદિ ભગવંત મહાવીરની કથામાં આ કથા આવી ગયેલ છે. બૃહ.ભા. ૫૦૯૯; ઉત્ત.નિ. ૨૭૫ની વૃ; × - X ૦ પુષ્પચૂલા અને પુષ્પવતી સાધ્વીની કથા ઃ (શ્રમણ વિભાગમાં ‘અર્ણિકાપુત્ર આચાર્ય'ની કથામાં વૈયાવચ્ચ પરાયણા સાધ્વી શ્રી પુષ્પચૂલા તથા તેમના માતા પુષ્પવતી શ્રમણીની કથા આવી જ ગયેલ છે. કથા જુઓ – અર્ણિકાપુત્ર આચાર્ય) ૦ પુષ્પવતી પરિચય : આવચ્૧-પૃ ૨૧૧; પુષ્પભદ્ર (બીજા મતે – પુષ્પદંત) નગરમાં પુષ્પકેતુ રાજા હતો. તેની પત્ની (રાણી)નું નામ પુષ્પવતી હતું. તેણીએ એક યુગલને જન્મ આપ્યો. તે પુત્ર-પુત્રીના નામ પુષ્પચૂલ અને પુષ્પચૂલા રાખવામાં આવ્યા. તે બંને ભાઈ–બહેનને પરસ્પર અતિ ગાઢ સ્નેહ હતો . પુષ્પકેતુ રાજાએ તે બંનેની પરસ્પર પ્રીતિ જોઈને તેઓ છૂટા - X - * * * ન પડે તે માટે પુષ્પસૂલ અને પુષ્પચૂલાના લગ્ન કરાવી આપ્યા. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ આગમ કથાનુયોગ-૪ – આ ઘટનાથી નિર્વેદ પામીને પુષ્પવતીએ પ્રવજ્યા અંગીકાર કરી. – પુષ્પવતી શ્રમણી કાળધર્મ પામીને દેવલોકમાં ઉત્પન્ન થયા. - દેવપણું પામેલા પુષ્પવતીના જીવે અવધિજ્ઞાન વડે પોતાના પુત્ર-પુત્રી એવા પુષ્પયૂલ અને પુષ્પચૂલાનું અઘટિત કૃત્ય જાણ્યું. – પુષ્પચૂલાને પુષ્પવતીદેવે નરકમાં સ્વરૂપનું સ્વપ્ન દર્શન કરાવ્યું – – – ફરી ક્યારેક દેવલોકના સુખ–ભોગના દર્શન કરાવ્યા. – પુષ્પચૂલા પુત્રીને પ્રતિબોધ પમાડી, તે પુષ્પવતીદેવ પોતાના સ્થાને પાછા ફર્યા. ૦ પુષ્પચૂલા આર્યા પરિચય : - “વૈયાવચ્ચથી કેવળજ્ઞાન પ્રાપ્તિ" – રૂપે પુષ્પચૂલાનું નામ પ્રસિદ્ધ છે. - પુષ્પવતીની કથામાં જણાવ્યા પ્રમાણે પુષ્પચૂલાને સ્વપ્નમાં નરકનું ભયંકર દુઃખોનું દર્શન થતા, તેણીએ પુષ્પચૂલ રાજાને બધી વાત કરી – ૪ – ૪ – ૪ – અર્ણિકાપુત્ર આચાર્યએ નરકનું સ્વરૂપ વર્ણવ્યું. પુષ્પચૂલાને સત્યનો સાક્ષાત્કાર થયો. - પુષ્પવતીએ સ્વપ્નમાં પુષ્પચૂલાને દેવલોક-દર્શન કરાવ્યું, – ૮ – ૮ – – અર્ણિકાપુત્ર આચાર્યએ દેવલોકના સુખોનું યથાર્થ વર્ણન કર્યું. - હર્ષિત થયેલ પુષ્પચૂલાએ પુષ્પચૂલ રાજાની અનુમતિથી પ્રવજ્યા અંગીકાર કરીને રાજાએ કરેલ શરત મુજબ સ્થિરવાસ સ્વીકાર્યો. - અર્ણિકાપુત્ર આચાર્યની વિશુદ્ધ ભાવે વૈયાવચ્ચ કરતાં કેવળજ્ઞાન પામ્યા. - અર્ણિકાપુત્ર આચાર્યના તે જ ભવે થનારા કેવળજ્ઞાનનું કથન કર્યું. ૦ આગમ સંદર્ભ :ઠા ૮૯૮ની છે બુહ.ભા. ૧૩૪૯ થી ૧૩૫૧; આવનિ ૧૧૯૪ + 9: આવ રૃ.૧–. પ૫૯૨-5. ૩૬, ૧૭૭, ૧૭૮; નંદી ૧૦૭ની વ – ૮ – ૮ – ૦ પુષ્પચૂલા (૨) સાધ્વીની કથા : (શ્રમણ વિભાગમાં પુષ્પચૂલની કથા તથા તેની ફૂટનોટ ખાસ જોવી. વાંચના ભેદને કારણે અથવા કથાભેદને કારણે બધાં નામોમાં સમાનતા દેખાતી હોવા છતાં કથામાં પાયાનો તફાવત જોવા મળતા પુષ્પયૂલા-ર કથા જુદી નોંધેલ છે. આ કથા શ્રમણવિભાગમાં પુષ્પચૂલ શ્રમણની કથામાં આવી ગયેલ છે.) પુષ્પપુર નગરમાં પુષ્પકેતુ રાજા અને પુષ્પવતી રાણી હતા. કોઈ દિવસે તેણીએ એક યુગલને જન્મ આપ્યો. તેમના નામ પુષ્પચૂલ અને પુષ્પચૂલા રાખ્યા. તેઓને પરસ્પર અત્યંત અનુરાગ હતો. કોઈ દિવસે પુષ્પચૂલ રાજા થયો. તેણે બહેન પુષ્પચૂલાને કોઈ ઘર જમાઈ સાથે પરણાવી. પુષ્પચૂલા આખો દિવસ ભાઈ પાસે રહેતી. માત્ર રાત્રે જ પતિ પાસે જતી. અન્ય કોઈ દિવસે પુષ્પચૂલ રાજાએ પ્રવજ્યા અંગીકાર કરી, ત્યારે તેના રાગને લીધે પુષ્પચૂલાએ પણ પ્રવ્રજ્યા અંગીકાર કરી. – ૮ – ઇત્યાદિ – ૪ – (કથા જુઓ પુષ્પચૂલ) Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૦ આગમ સંદર્ભ : બુહ.ભા. ૧૩૪૯ થી ૧૩૫૧ + ૦ પુરંદરયશા સાધ્વીની કથા :– (શ્રમણ વિભાગમાં ‘સ્કંદક—રશ્રમણ’'ની કથામાં આ પુરંદરયશા સાધ્વીની કથા આવી જ ગયેલ છે. કથા જુઓ – “સ્પંદક–૨”.) કથા પરિચય :– રાજા જિતશત્રુ અને ધારિણી રાણીની પુત્રી પુરંદરયશા હતી જે સ્કંદકની બહેન x - * - X પુરંદરયશાના લગ્ન દંડગી રાજા સાથે થયેલા હતા. હતી. - - ભાઈ કુંકે ૫૦૦ કુમારે સાથે ભગવંત મુનિસુવ્રત પાસે દીક્ષા લીધી. ભગવંતની આજ્ઞા લઈ સ્કંદક આચાર્ય પોતાના પરિવાર સહિત બહેન પુરંદરયશાને ગામ ગયા - x = x ત્યાં તેમને અપરિવાર મારણાંતિક ઉપસર્ગ થયો. – બહેન પુરંદરયશાને પોતાના ભાઈમુનિને મારી નાંખ્યા છે, તે ખબર પડી. (તે અંગેના વિવિધ મંતવ્યો કંદક–ર શ્રમણની કથામાં લખેલા છે.) - -- ભાઈના મૃત્યુના આઘાતથી તેણીએ દીક્ષા લેવા ભાવના કરી, દેવતાએ લાવીને તેણીને મુનિસુવ્રત સ્વામી પાસે મૂકી. તેણીએ પ્રવ્રજ્યા અંગીકાર કરી. ૦ આગમ સંદર્ભ :-- નિસી.ભા. ૫૭૫૧ની ચૂ; વવભા. ૪૪૧૪ની રૃ. - X - = X -- ઉત્ત.નિ ૧૧૧, ૧૨૨ + ; ૦ ભદ્રા સાધ્વીની કથા ઃ (શ્રમણકથા વિભાગમાં અર્હત્રક (અરણીક)મુનિની કથામાં તેમના માતા સાધ્વી ભદ્રાની કથા આવી ગયેલ છે. કથા જુઓ ‘“અહંક’.) ૦ ભદ્રા સાધ્વી કથા—પરિચય :– - - X તગર નામે એક નગરી હતી. ત્યાં દત્ત નામનો શ્રાવક હતો. તેને ભદ્રા નામે પત્ની હતી. તેઓને એક પુત્ર થયો. તેનું અર્હત્રક નામ પાડ્યું. કોઈ વખતે દત્તે પોતાના પુત્ર અત્રક સાથે દીક્ષા લીધી. ત્યારે ભદ્રાએ પણ તેમની સાથે અર્હમિત્ર નામના આચાર્ય સમીપે દીક્ષા અંગીકાર કરી. - ૩૭૫ બુહ.ભા. ૩૨૭૨ની વૃ; ઉત્તચૂ.પૃ. ૭૩; - કેટલાંક કાળે દત્તમુનિ કાળધર્મ પામ્યા. 1 × - X - X × - X માં X કદાપી ગૌચરીએ ન ગયેલા અર્હત્રકને ભિક્ષા માટે નીકળવું પડ્યું. X - X ~ X - કોઈ વણિક સ્રી કે જેનો પતિ પરદેશ ગયેલો, તેણી અર્હત્રકમુનિને જોઈને તેમનામાં આસક્ત થઈ. ઉષ્ણ પરિષહથી પીડા પામેલા મુનિ દીક્ષા જીવનનો ત્યાગ કરીને તેણીની સાથે ભોગ ભોગવવા લાગ્યા. × - * - x --- x = x x · અર્હત્રકમુનિની ક્યાંય ભાળ ન મળતા ભદ્રા માતા પુત્રના શોકથી ઉન્મત્ત–પાગલ જેવા થઈ ગયા. અર્જુન્નક–અર્હત્રક એ પ્રમાણે ઊંચે સ્વરે, ગદ્ગદ્ કંઠે બોલતા, વિલાપ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ આગમ કથાનુયોગ-૪ કરતા આખા નગરમાં ભટકવા લાગ્યા. ભદ્રા સાધ્વી જેને–જેને જોતા તે બધાંને પૂછવા લાગ્યા કે, તમે કોઈએ મારા અત્રક (અરણીક)ને જોયો છે ? આ પ્રમાણે વિલાપ કરતા ભમ્યા કરે છે. – ૮ – ૮ – ૮ - ૪ - – ગોખેથી ઉતરી પગે પડેલા પુત્રને ભદ્રા(માતા) સાધ્વી મધુર વચને સમજાવે છે - પુત્રને દુર્ગતિનો રસ્તો છોડીને, પ્રવજ્યા પંથનો સ્વીકાર કરવા કહે છે ઇત્યાદિ. ૦ આગમ સંદર્ભ :ઉત્ત.નિ. ૦૨ + ૦. ઉત્ત.ચૂપૃ. ૫૮; --- ૪ – ૪ –– ૦ મનોહરી સાધ્વીની કથા - (મનોહરી સાધ્વીજીની કથા અચલ બળદેવની કથામાં આવી ગયેલ છે. અલબત્ત આ બળદેવ ભરતક્ષેત્રના નવ બળદેવમાંના એક નથી, પણ વિદેહક્ષેત્રમાં થયેલા એક બળદેવ છે. તેથી આ કથા શ્રમણ વિભાગમાં જવી કથા જુઓ અચલ (બળદેવ) શ્રમણ). ૦ મનોહરી સાધ્વી કથા–પરિચય : અવર વિદેહમાં સલિલાવતી નામે વિજય હતી. તેમાં વીતશોકા નામે નગરી હતી. ત્યાં જિતશત્રુ રાજા હતો. તેની એક પત્નીનું નામ મનોહરી હતું. જિતશત્રુ અને મનોહરીનો પુત્ર અચલ હતો – » –– » – ૪ – જ્યારે જિતશત્રુનો પુત્ર વિભીષણ વાસુદેવ થયો ત્યારે અચલ બળદેવ થયો. મનોહરીએ કોઈ વખતે અચલને પૂછયું કે, હે અચલ ! મેં પતિ અને પુત્ર બંનેની લક્ષ્મીને ભોગવી છે. હવે હું પ્રવજ્યા લઈને પરલોકનું હિત સાધીશ – ૪ – ૪ – ૪ – મનોહરી માતાના અતિ આગ્રહથી અચલે શરત કરી કે જો તમે દેવલોકમાં જાઓ તો તમારે મને પ્રતિબોધ કરવા આવવું. – ૪ – ૮ – ૪ – પછી મનોહરી રાણીએ દીક્ષા ગ્રહણ કરી. તેણી પરમ ધૃતિ અને બલ વડે અગિયાર અંગોને ભણ્યા. એક કરોડ વર્ષનું તપનું અનુચરણ કરીને સમાધીપૂર્વક કાળ કરી લાંતક કલ્પ ઇન્દ્રપણે ઉત્પન્ન થયા – ૪ – ૪ – વિભીષણના મૃત્યુ બાદ અતિ સ્નેહને વશ અચલ તે વાત સ્વીકારતો નથી. તે વખતે લાંતકેન્દ્ર મનોહરી માતા સાધ્વીના જીવે તëણ ત્યાં આવી વિભીષણનું રૂપ વિકવ્યું – ૪ – ૪ – ૪ – પછી માતા મનોહરીનું રૂપ વિકુવ્યું – ૪ – ૪ – ૪ – અચલ બળદેવને પ્રતિબોધ કર્યો. ૦ આગમ સંદર્ભ :આવ રૃ.૧–પૃ. ૧૭૬, ૧૭૭; ૦ વિગતભયા અને વિનયવતી કથા : (આ એક અત્યંત લઘુકથા છે. બીજા શબ્દોમાં કહીએ તો ધર્મઘોષ અને ધર્મયશ સાધુની કથાનું પ્રારંભ બિંદુ માત્ર છે.) કૌશાંબીએ કોઈ વખતે ધર્મવસૂ નામના આચાર્ય હતા. તેમને બે શિષ્યો હતા. ઘર્મઘોષ અને ધર્મયશ. Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૭૭ વિનયવતી મહત્તરિકા સાધ્વી હતા અને વિગતભયા તેણીના શિષ્યા હતા. તે સાધ્વીએ ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. સંઘે મહાન્ ઋદ્ધિ સત્કારપૂર્વક તેનું નિર્યણા કાર્ય કર્યું હતું. ઇત્યાદિ. (ફક્ત આટલી જ કથા છે.) ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૧૨૮૬ + વૃ ૦ શ્રીદેવી | નંદશ્રી સાધ્વીની કથા : વાણારસીમાં ભદ્રસેન-જીર્ણશ્રેષ્ઠી નામે એક શ્રેષ્ઠી હતો. તેને નંદા નામે પત્ની હતી. તેઓને નંદશ્રી નામે પુત્રી હતી. તે વર રહિત અર્થાત્ કુંવારી હતી. ત્યાં કોષ્ઠક ચૈત્યમાં પાર્થસ્વામી સમોસર્યા. ત્યારે નંદશ્રીએ દીક્ષા ગ્રહણ કરી. ગોપાલિકા આર્યાને શિષ્યા રૂપે સોંપી. નંદશ્રી આર્યા પહેલા તો ઉગ્ર (સંયમ આરાધના સહ) વિચર્યા. પણ પછીથી અવસત્ર (શિથિલાચારી) થઈ ગયા. હાથ–પગને ધોવા લાગ્યા – યાવત્ – દ્રૌપદીના પૂર્વભવ સુકુમાલિકા સાધ્વી અનુસાર બધો વૃત્તાંત સમજી લેવો. જ્યારે નંદશ્રી સાધ્વીને (તેમના આ શરીરબકુશપણાથી) નિવારવા કે રોકવામાં આવ્યા ત્યારે તેઓ જુદા થઈને અલગ વસતિમાં વસવા લાગ્યા. પોતાના તે સ્થાનની (શરીર બાકુશિકપણાની) આલોચના–પ્રતિક્રમણ કર્યા વિના લઘુ હિમવંત પર્વતના પઘકહે શ્રીદેવીરૂપે ઉત્પન્ન થયા. - ત્યાં શ્રીદેવીરૂપે તે મહાન ઋદ્ધિવાળી – યાવત્ – એક પલ્યોપમની સ્થિતિવાળા દેવી થયા. ત્યાં તેમને ૪૦૦૦ સામાનિકદેવીનો પરિવાર હતો – યાવત્ – તેની બાહ્ય, મધ્ય અને અત્યંતર પર્ષદાનું વર્ણન જાણવું. વજસ્વામીને તેણીએ અનુપમેય મહાપદ્મ અર્પણ કરેલ હતું. ઇત્યાદિ૦ આગમ સંદર્ભ :ઠ. ૨૧૧ની જ જંબૂ ૧૨૮ + + આવ.નિ. ૧૩૦૫ + વૃ; આવ..ર-૫. ૨૦૨; ૦ શ્રીકા (અથવા) સિરિતા સાધ્વી કથા : | (આ કથા શ્રમણી વિભાગમાં લક્ષ્મણા આર્યાની કથામાં આવી ગયેલ છે. જેમાં સિરિતા/શ્રીકાનું પાત્ર તો અત્યંત અલ્પ વૃત્તાંતમાં વર્ણવાયેલ છે.) તે કાળે, તે સમયે જંબૂદાડિમ નામનો રાજા હતો. તેની પત્નીનું નામ સિરિતા અથવા શ્રીકા હતું. તેણીને અનેક પુત્રો હતા. સિરિતાએ પુત્રીની પ્રાપ્તિ માટે રાજા સાથે જઈને દેવોની, કુલ દેવતાની, ચંદ્ર-સૂર્ય ગ્રહોની બહુ માનતાઓ કરી હતી. કાલક્રમે તેઓને – ૪ – ૪ – એક પુત્રી થઈ. તેણીનું લક્ષ્મણા એવું નામ પાડ્યું. કોઈ સમયે લક્ષ્મણાદેવી યૌવનવય પામી – ૪ – ૮ – પરણ્યા પછી તુરંત જ તેનો પતિ મૃત્યુ પામ્યો – ૪ – ૪ – કોઈ સમયે તીર્થકર ભગવંત પધાર્યા – ૪ – ૪ – ૪ – ૪ – ભગવંતની વંદના કરી, ધર્મશ્રવણ કર્યું. જંબૂદાડિમ રાજાએ પુત્રો, પુત્રી, અંતઃપુર Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ આગમ કથાનુયોગ-૪ સહિત દીક્ષા ગ્રહણ કરી, ત્યારે સિરિતા રાણીની પણ દીક્ષા થઈ. ૦ આગમ સંદર્ભ :મહાનિ ૧૧૫૧; – ૮ – ૮ – ૦ શિવા સાધ્વી કથા : | શિવા (દેવી) ચેટક રાજાની પુત્રી હતી. રાજા પ્રદ્યોતની સાથે તેના લગ્ન થયેલા. મૃગાવતીની સાથે ભ.મહાવીર પાસે દીક્ષા લીધી. તે આ પ્રમાણે– ઉજ્જૈની નગરીમાં પ્રદ્યોત નામે રાજા હતો. કોઈ વખતે તે રાજ્યસભામાં બેઠો હતો, ત્યારે એક દૂત આવ્યો. તેણે અંજલિ જોડીને રાજાને પ્રણામ કર્યા. પ્રદ્યોતે તેને પૂછયું. કે, તું કોણ છે ? શા માટે આવ્યો છે ? તેણે કહ્યું, વૈશાલી નગરીમાં ચેટક નામે રાજા છે. તેને શિવા નામે એક અતિ સ્વરૂપવાન્ કન્યા છે ઇત્યાદિ. - ત્યારપછી પ્રદ્યોત રાજા સાથે શિવાના લગ્ન થયા. તે વખતે પ્રદ્યોતરાજા પાસે ચાર રત્નો (રત્નરૂપ વિશેષ) હતા. (૧) લોહ૪ઘદૂત, (૨) અચિભીરુ રથ, (૩) અનલગિરિ હાથી અને (૪) શિવા રાણી. અન્યદા ભગવંત મહાવીર સમોસર્યા, શિવા રાણી ધર્મોપદેશ શ્રવણકરવા ગયા. તેણીએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. જ્યારે મહેશ્વર (સત્યકી વિદ્યાધરે પ્રદ્યોત રાજાની તમામ રાણીઓ વિદ્યાના બળે ભોગવી ત્યારે માત્ર શિવાદેવીને ભોગવી ન હતી. કહેવાય છે કે, તેણીને શીળથી ચલિત કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો પણ તે મહાસતી પોતાના વ્રતમાં દઢ રહ્યા હતા.) કોઈ વખતે નગરને વિશે નિરંતર અગ્રિનો ઉપદ્રવ શરૂ થયો. તે વખતે પ્રદ્યોત રાજાએ બુદ્ધિ નિધાન અભયકુમારને (કે જેને પ્રદ્યોત રાજા કપટથી ઉર્જની લાવ્યો હતો) પૂછયું કે, આ અગ્નિ શમતો નથી તેનું શું કરવું? ત્યારે અભયકુમારે જણાવેલ કે, જો કોઈ શીલવતી નારી પોતે અહીં આવીને સર્વ સ્થાને જળનો છંટકાવ કરે, તો તે અગ્નિ જલ્દીથી શાંત થાય. તે વખતે અનેક સ્ત્રીઓએ પ્રયત્ન કર્યો, પણ અગ્નિ શાંત ન થયો, ત્યારે શિવાદેવીએ આવીને સર્વ સ્થાને જળ છાંટ્યુ. ત્યારે તત્કાળ અગ્નિ શાંત થયો. ત્યારથી શિવાદેવી મહાસતીરૂપે ખ્યાતિ પામ્યા. - જ્યારે મૃગાવતીએ પ્રદ્યોતની આજ્ઞા લઈને દીક્ષા અંગીકાર કરી ત્યારે અંગારવતી આદિ પ્રદ્યોતની આઠ પટ્ટરાણીમાં શિવારાણીએ પણ દીક્ષા અંગીકાર કરી. આર્યા ચંદનાની નિશ્રામાં શિવા આર્યાએ વિવિધ પ્રકારના તપકર્મથી આત્માને વિશુદ્ધ કરી મોક્ષને પ્રાપ્ત કર્યો. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૧૩૦૩ + વૃ; આવ.નિ. ૮૭ ની વૃ; આવ.મ.પૂ. ૧૦૪; આવરૃ.૧–પૃ. ૯૧, ૨-૫ ૧૬૦, ૧૭૬; Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૭૯ ૦ સુકુમાલિકા (૨) સાધ્વીની કથા : (સુકુમાલિકાની કથા સંબંધે ઉપદેશપદ ઉપદેશપ્રાસાદ આદિ ગ્રંથોની જૂઆતો ભિન્ન ભિન્ન છે. તેથી પ્રચલિત બનેલી કથાના અંશો અહીં નજરે ન પણ ચડે તેવું બને અને અનુભવાય પણ ખરું – અમારો આધાર ખંભ કેવળ આગમો હોવાથી અમે આ કથા બૂડતુકલ્પ નિશીથ અને ગચ્છાચારની ટીકાને આધારે જ નોધેલ છે) આજ અર્ધભરતક્ષેત્રમાં વારાણસી નગરીમાં વાસુદેવના જ્યેષ્ઠભાઈ એવા જરાકુમારના પુત્ર જિતશત્રુ નામે રાજા હતા. તેમને શશક અને ભસક નામે બે પુત્રો હતા અને સુકુમાલિકા નામે એક પુત્રી હતી. તે સુકુમાલિકા યૌવન વયને પ્રાપ્ત થઈ ત્યારે દેવાંગના તુલ્ય રૂપવાળી હતી. તેણી અતીવ સુકુમાર અને રૂપવતી હતી. ૦ સુકુમાલિકાની દીક્ષા વિશે બે ભિન્ન મત : (૧) નિશીથ ભાષ્ય ર૩પ૧ + ચૂર્ણિ ગચ્છાચાર મૂલ-૮૪ની વૃત્તિ – આ બંને આગમો પ્રમાણે – અશીવને કારણે તેમનો સર્વ કુલવંશ ક્ષીણ થયો ત્યારે માત્ર શશક, ભસક અને સુકુમાલિકા બચ્યા. ત્રણે એ કુમારપણામાં દીક્ષા લીધી. (૨) બૃહકલ્પ ભાષ્ય પર૫પની વૃત્તિ પ્રમાણે : કોઈ વખતે શશક અને ભસક બંને ભાઈઓએ દીક્ષા લીધી. તે બંને ગીતાર્થ થયા. તેમના નગરે પાછા ફર્યા. ત્યારે સર્વ કુળ–વંશનો અશિવ-ઉપદ્રવને કારણે ક્ષય થઈ ગયો જોયો. તે વખતે અતીવ સુકમાર અને રૂપવતી એવી સુકમાલિકાના રક્ષણને માટે કોઈ ઉપાય કરવો જરૂરી હતો, કેમકે તેણી એક જ જીવતી રહેલી. ત્યારે તે બે ભાઈ મુનિએ સુકુમાલિકાને પણ દીક્ષા અપાવડાવી. પછી તુરુમિણિ નગરીએ જઈ મહત્તરિકાને સોંપી. સુકુમાલિકા સાધ્વી અતીવ રૂપવતી હતા, તેથી તેઓ જ્યાં જ્યાં ભિક્ષાવિહાર આદિને કારણે જતા, ત્યાં ત્યાં તરૂણ યુવાનો તેની પાછળ-પાછળ જવા લાગતા. તેને કારણે સુકુમાલિકા ભિક્ષાદિને માટે જઈ શકતા ન હતા. વળી જ્યારે વસતિમાં પ્રવેશ કરે ત્યારે પણ તેણીના નિમિત્તે યુવાનો ઉપાશ્રયમાં પ્રવેશીને રહેતા કે ઉપાશ્રયમાં આવી જતા. સંયતિઓ-સાધ્વીઓ પડિલેહણ આદિ ક્રિયા પણ કરી શકતા ન હતા. ત્યારે તે મહત્તરિકા ગુરુણીને ગુરુ ભગવંતને કહ્યું કે, સુકુમાલિકા સાધ્વી માટે કંઈક કરો, અન્યથા બધું જ વિનાશ પામશે. ત્યારે ગુરુ ભગવંતે શશક અને ભસક મુનિને કહ્યું કે, તમારી બેન સાથ્વીનું તમે સંરક્ષણ કરો. પછી તે બંને મુનિ સુકુમાલિકા સાધ્વીને અલગ ઉપાશ્રયમાં રાખીને તેણીનું રક્ષણ કરવા લાગ્યા. એક ભાઈ મુનિ જ્યારે ભિક્ષાર્થે જાય ત્યારે બીજા ભાઈમુનિ સર્વ પ્રયત્નપૂર્વક બેન સાધ્વીની રક્ષા કરતા હતા. તે બંને ભાઈ મુનિઓ સહઅયોધી હતા અર્થાત્ યુદ્ધમાં એક હજાર જણાને પહોંચી વળવા સમર્થ હતા. જે કોઈ તરુણ–યુવાન ત્યાં આવી ચડતા તેને હતમથિત કરીને ત્યાંથી ભગાડી મુક્તા હતા. તેથી જેની–જેની તેઓ વિરાધના કરતા ત્યાં ત્યાં તેમને ભિક્ષા મળતી નહીં. ત્યારે તેમાંના એક ભાઈમુનિ ભિક્ષા માટે ભ્રમણ કરવા ગયા. પણ ત્રણને પર્યાપ્ત થાય તેટલી ભિક્ષા ન મળી. પછી બીજા ભાઈમુનિ દેશકાળ જોઈને ગયા, પણ ભિક્ષા પ્રાપ્ત ન થઈ. ત્યારે સુકુમાલિકા સાધ્વીએ કહ્યું કે, તમે દુઃખી ન થાઓ. હું ભક્ત પ્રત્યાખ્યાન કરીશ. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ આગમ કથાનુયોગ-૪ એ પ્રમાણે ઘણો કાળ ગયો ત્યારે બંને ભાઈ સાધુની પીડા જોઈને તેણીએ અનશન કર્યું. પચ્ચખાણ વડે મારણાંતિક સમુદ્દઘાત કર્યો. ઘણાં દિવસો ગયા પછી તેણી શરીરે ક્ષીણ થવા લાગ્યા, પછી મૂછિત થઈ ગયા. ત્યારે બંને ભાઈ મુનિને થયું કે, હવે સુકમાલિકા સાધ્વી કાળધર્મ પામ્યા છે. ત્યારે એક ભાઈમુનિએ તેને ગ્રહણ કરી, બીજા ભાઈ મુનિએ તેણીના ઉપકરણો ગ્રહણ કર્યા. માર્ગમાં ચાલતા શીતલવાયુના સ્પર્શને કારણે તેણીની મૂછ ચાલી ગઈ. તેમજ ભાઈના સ્પર્શને લીધે સદા થઈ અર્થાત્ તેને વેદોદય થયો, (પુરુષની ઝંખના જાગી) તેણી પુરુષ સ્પર્શને વેદતી – અધ્યાસિત કરતી મૌનપૂર્વક જ રહ્યા. પછી ભાઈમુનિ તેણીના શરીરને પરઠવીને પોતાના ગુરુ પાસે આવી ગયા. સુકુમાલિકા સાધ્વી રાત્રિના શીતલવાયુથી સારી રીતે આશ્વાસિત થઈ, સચેતન થઈ. તે બંને ભાઈમુનિઓના ગયા બાદ તેણી ઊભી થઈ. પાસેથી પસાર થતા સાર્થવાતું તેણીને ગ્રહણ કરી તેને પોતાની પત્ની બનાવી (બીજા મતે-) એક સાર્થવાહ પુત્રએ તેણીને જોઈ. તેણે સુકુમાલિકાને કહ્યું, જો તું મને ભરૂપે સ્વીકાર, તો હું તારું રક્ષણ કરીશ. પછી સાર્થવાહપુત્રે તેની સારસંભાળ કરી, સુકુમાલિકા તેની પત્ની બની. અન્યદા કોઈ દિવસે તે બંને ભાઈ – શશકમુનિ અને ભસકમુનિ ભિક્ષા માટે ભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે તેણીએ બંને ભાઈઓને જોયા. સંભ્રમપૂર્વક ઊભા થઈને તેણીને ભિક્ષા આપી. તો પણ તે મુનિઓ તેમને નિરખી રહ્યા. ત્યારે તેણીએ કહ્યું કે, હે મુનિઓ ! તમે શું નિરખી રહ્યા છો ? ત્યારે તે બંને ભાઈમુનિએ કહ્યું કે, અમારી બહેન આબેહૂબ તમારી જેવી જ હતી. પણ તેણી મૃત્યુ પામી. અન્યથા અમે આવા શંકિત થઈને ન ઊભા રહેત. ત્યારે સુકુમાલિકાએ કહ્યું, તમે સત્ય જાણો. હું જ તમારી તે બહેન છું. પછી ભાઈમુનિઓને પગે પડી રડવા લાગી. તેણીએ સર્વ પૂર્વસ્વરૂપ અર્થાત્ વૃત્તાંત કહ્યો. ત્યારે તે ભાઈમુનિઓએ તેને સાર્થવાહ પાસેથી મુક્ત કરાવી. પછી સુકુમાલિકાને પુનઃ પ્રાવાજિત કરી – દીક્ષા અપાવી. આલોચના કરી સ્વર્ગે ગયા. એ રીતે બહેન સાધ્વીનું સંરક્ષણ કર્યું. ૦ આગમ સંદર્ભ :– ગચ્છા. ૮૪ની જ નિસી.ભા ૨૩૫૧ થી ૨૩૫૬ + યુ. બુ.ભા. પ૨૫૪ થી પર૫૯ + વૃક ૦ સુજ્યેષ્ઠા સાધ્વીની કથા : વૈશાલિ નગરીમાં ચેટક નામે રાજા હતો. તે ભગવંત પાર્શના શાસનના શ્રાવક હતા. તેઓ હૈહય કુળમાં ઉત્પન્ન થયેલા. તેમને જુદી જુદી દેવીઓથી (પત્ની કે રાણીઓથી) સાત પુત્રીઓ થયેલી, તે આ પ્રમાણે (૧) પ્રભાવતી, (૨) પદ્માવતી, (૩) મૃગાવતી, (૪) શિવા, (૫) સુયેષ્ઠા અને (૬) ચેલણા. તે ચેક શ્રાવકને પર વિવાહકરણના પચ્ચખાણ હતા. તેથી તેઓ જાતે પોતે કોઈ Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૮૧ પુત્રીને કોઈને આપતા ન હતા. અર્થાત્ પોતે કોઈના વિવાહ કરતા ન હતા. તે કન્યાઓ માતા વગેરે દ્વારા રાજાને પૂછીને અન્ય ઇષ્ટ એવા સદશ જન સાથે પરણાવતા હતા. (૧) પ્રભાવતી વીતીભય નગરે ઉદાયન રાજા સાથે પરણાવવામાં આવી. (૨) પદ્માવતીના લગ્ન ચંપા નગરીના દધિવાહન રાજા સાથે કરાયા. (૩) મૃગાવતીનો કૌશાંબીના શતાનીક રાજા સાથે વિવાહ થયો. (૪) શિવાને ઉજ્જૈનીના રાજા પ્રદ્યોત સાથે સાદર અપાઈ. (૫) જ્યેષ્ઠા કુંડગ્રામમાં વર્ધમાન–મહાવીર સ્વામીના મોટાભાઈ નંદીવર્ધન સાથે પરણાવવામાં આવેલ હતી. (૬) સુજ્યેષ્ઠા – અને – (૭) ચલણા હજી કન્યા રૂપે રહેલ હતી. (ઉક્ત સાત કન્યાઓમાં પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી અને શિવા આ ચાર પુત્રીઓએ છેલ્લે દીક્ષા ગ્રહણ કરેલી હતી. તે તેમની તેમની કથામાં નોંધેલ છે.) (ચેટકરાજા ત્રિશલા માતાના ભાઈ અર્થાતું મહાવીરના મામા હતા.) ૦ સુજ્યેષ્ઠા માટે શ્રેણિકની માંગણી : કોઈ વખતે તેના અંતઃપુરમાં એક પરિવ્રાજિકા આવી. તેણીએ પોતાના સિદ્ધાંતોનું (મતનું) સ્થાપન કર્યું. ત્યારે સુયેષ્ઠાએ તેણીને અનુત્તર કરી દીધી અર્થાત્ વાદમાં પરાજિત કરી, વાંદરી જેવું મુખ કરાવી તેને મહેલમાંથી કાઢી મૂકી. તેણી ઘણો જ વેષ ધારણ કરીને ત્યાંથી નીકળી ગઈ. તે પરિવારિકાએ વિચાર્યું કે, હું આને ઘણી શોક્યો હોય તેવા સ્થાનમાં નાંખ. તેથી તેણે ઇ વડે સુજ્યેષ્ઠાનું રૂપ એક ચિત્રફલક પર બનાવ્યું, પછી શ્રેણિક પાસે આવી. શ્રેણિક રાજાએ તે ચિત્રને ધ્યાનથી જોઈને પૂછયું કે, આ કન્યા કોણ છે, તે મને જણાવો. પરિવ્રાજિકા પાસેથી સુજ્યેષ્ઠા વિશે માહિતી મળતા જ તે વિહળ બનેલા શ્રેણિકે એક દૂતને ચેટક રાજા પાસે સુજ્યેષ્ઠાની માંગણી કરવા મોકલ્યો. ત્યારે તે દૂતને ચેટક રાજાને કહ્યું કે, અમે હૈદ્યકુળના છીએ અમે વાડિક કુળમાં કન્યા આપતા નથી. એમ કહી દૂતને પાછો રવાના કર્યો. - જ્યારે દૂતે આવીને શ્રેણિક રાજને પૂરો વૃત્તાંત જણાવ્યો, ત્યારે તે ઘણો જ ખેદ પામ્યો. અતિ દુઃખ અનુભવવા લાગ્યો. પોતાના પિતાનું આવું દુસ્સહ દુઃખ જાણીને અભયકુમાર ત્યાં આવ્યો. શ્રેણિકરાજાને દુઃખનું કારણ પૂછયું, શ્રેણિકે સુયેષ્ઠાનો સર્વ વૃત્તાંત કહ્યો ત્યારે – અભયકુમારે પિતા શ્રેણિકને ધીરજ આપી. આશ્વાસિત કર્યા. હું તમોને સુજ્યેષ્ઠાને મેળવી આપીશ. એમ કહીને અભયકુમાર ત્યાંથી નીકળી પોતાના ભવનમાં ગયો. ૦ અભયની બુદ્ધિથી સુષ્ઠાની પ્રાપ્તિનો ઉપાય : ત્યારપછી મનોમન કોઈ ઉપાય વિચારીને અભયે મનોહર વણિકનું રૂપ ધારણ કર્યું. તેણે પોતાના સ્વર અને વર્ણમાં ભેદ કર્યો અર્થાત્ તેણે પોતાનો સ્વર અને વર્ણ પણ બદલી નાંખ્યા. પછી તે વૈશાલી નગરી પહોંચ્યો. ત્યાં જઈને તેણે કન્યાના અંતઃપુરની નજીક એક દુકાનનું સ્થાપન કર્યું. દુકાનમાં શ્રેણિકનું અદ્ભુત રૂપ આલેખીને પાટિયુ લટકાવ્યું. ત્રણે કાળ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ આગમ કથાનુયોગ-૪ તે પિતાની પ્રતિકૃતિને ઘણાં આદરપૂર્વક ધૂપ, દીપ, પુષ્પાદિથી પૂજવા લાગ્યા. જ્યારે તે અંતઃપુરવાસિની કન્યા આદિ ત્યાં કંઈ ખરીદવાને આવતી, ત્યારે અભય તેને ઘણું વધારે આપતો હતો. તે પણ આ વસ્તુને સંગૃહીત કરતી હતી. તે દાસી વગેરે પૂછતી હતી કે, આ ચિત્રપટ્ટક કોનો છે? અભયકુમાર તેને કહેતો કે, આ શ્રેણિક છે, તે અમારા સ્વામી છે. દાસી આદિ પૂછતી કે મનુષ્યનું શું આવું દિવ્યરૂપ સંભવે છે? અભયે કહ્યું કે, હા, જરૂર સંભવે તેના સમગ્ર રૂપને ચિત્રિત કરવા તો કોણ સમર્થ થઈ શકે? આ તો જેમતેમ દોર્યું છે. ત્યારે દાસચેટીઓએ કન્યાના અંતઃપુરમાં જઈ સર્વ વૃત્તાંત કહ્યો. કન્યાઓએ કહ્યું કે, તમે તે પટ્ટકને (શ્રેણિકની પ્રતિકૃતિને) અહીં લાવો. દાસીઓએ અભય પાસે જ્યારે તે ચિત્રપટ્ટક માંગ્યો ત્યારે અભયે આપ્યો નહીં. જો હું આપુ તો તમે મારા સ્વામીની અવજ્ઞા કરશો. દાસીઓએ વારંવાર માંગણી કરી ત્યારે તે ચિત્રપટ્ટક આપ્યો. પછી ગુપ્ત રીતે પ્રવેશી અભયકુમારે સુજ્યેષ્ઠાને જોઈ દાસીને રહસ્ય જણાવી મોકલી. સુજ્યેષ્ઠાએ પૂછાવ્યું કે શ્રેણિક મારો પતિ કઈ રીતે થઈ શકે ? અભયે કહ્યું કે, જો (સયેષ્ઠાની આવી ઇચ્છા હોય તો) હું શ્રેણિકને અહીં લાવી શકું છું. તેણીએ કહ્યું, શ્રેણિકને અહીં બોલાવો. ત્યારે અભયે ગુપ્તરૂપે એક સુરંગ ખોદાવી. તે સુરંગ રાજગૃહીથી સીધી કન્યાના અંતઃપુરના મધ્યભાગ સુધીની હતી. જ્યારે શ્રેણિક સુજ્યેષ્ઠાને લેવા આવ્યો ત્યારે જ્યેષ્ઠાએ પોતાની પ્રિય બહેન ચેલણાને કહ્યું, મારી સાથે શ્રેણિકને (પરણવા) ચાલ. પછી સુજ્યેષ્ઠા અને ચેલ્લા બંને જવા માટે તત્પર થઈ. ત્યારપછી ચેલણા રથમાં બેસી ગઈ, સુજ્યેષ્ઠાને યાદ આવ્યું કે તેનો ઘરેણાંનો ડાભળો રહી ગયો છે. એટલામાં તેણી પોતાનો ડાભળો લેવા ગઈ, તેટલામાં મનુષ્યો ચિલ્લણાને ગ્રહણ કરીને ચાલવા લાગ્યા. સુજ્યેષ્ઠા પાછી આવી ત્યારે શ્રેણિક તો ચેલણાને લઈને નીકળી ગયો. સુજ્યેષ્ઠાએ કોઈને જોયા નહીં. એટલી તેણી મોટા અવાજે બૂમો પાડવા લાગી કે ચેલણાનું હરણ થયું, દોડો-દોડો. ૦ ચેલણા સાથે શ્રેણિકના વિવાહ : ત્યારે ચટક રાજા કવચ આદિ બાંધીને યુદ્ધ માટે તૈયાર થયો. ત્યારે વીરાંગદ રથિકે કહ્યું, હે ભટ્ટારક ! તમે ન જાઓ. હું જ તેણીને પાછી લાવી આપીશ એમ કહીને તે નીકળ્યો. વીરાંગદ રથિક શ્રેણિકનો પીછો કરવા લાગ્યો. પણ તે દરીમાં (સુરંગમાં) માત્ર એક જ રથ પસાર થાય તેટલો માર્ગ હતો. ત્યાં સુલતાના બત્રીશે પુત્રો ઊભા રહ્યા. વીરાંગદે એક જ બાણ વડે તે બત્રીશે સુલસાપુત્રને હણી નાંખ્યા. તે જેટલામાં રથનો પીછો કરીને પકડી પાડે તે પહેલા શ્રેણિક ત્યાંથી પલાયન થઈ ગયો. ત્યાંથી નિવૃત્ત થતા શ્રેણિકે સુજ્યેષ્ઠા સાથે વાત કરવાનું શરૂ કર્યું. તે કન્યા બોલી કે, હું (સુયેષ્ઠા નથી પણ) ચેલ્લણા છું. ત્યારે શ્રેણિકે કહ્યું કે, તું મને મળી તો, તું જ સુજ્યેષ્ઠા શ્રેણિકને હર્ષ પણ હતો અને વિષાદ પણ હતો. બત્રીશ સારથી જેવા સગા ભાઈઓના મૃત્યુનો વિષાદ હતો અને ચેલણાની પ્રાપ્તિ થઈ તેનો હર્ષ હતો. ચેલણાને પણ શ્રેણિકની પ્રાપ્તિ થઈ તેનો હર્ષ હતો અને પોતાની બહેન સુજ્યેષ્ઠાને Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી કથા ૩૮૩ છેતર્યાનો વિષાદ હતો. ૦ સુજયેષ્ઠાની દીક્ષા અને પેઢાલ દ્વારા ઉપદ્રવ : ત્યારપછી સુજ્યેષ્ઠાને થયું કે, આ કામભોગને ધિક્કાર થાઓ. એમ વિચારી તેણીએ પ્રવજ્યા અંગીકાર કરી. એ રીતે ચેટક રાજાની સાત પુત્રીમાંની એક સુજ્યેષ્ઠા નામે પુત્રીના લગ્ન ન થયા. તેણી વૈરાગ્યથી પ્રવજિત થઈ. કોઈ વખતે સુજ્યેષ્ઠા સાધ્વી ઉપાશ્રયમાં આતાપના લઈ રહ્યા હતા. આ તરફ પેઢાલક નામે કોઈ પરિવ્રાજક વિદ્યાસિદ્ધ પુરુષ પોતાની વિદ્યાને આપવા માટે યોગ્ય પુરુષની શોધમાં હતો. તેણે વિચાર્યું કે જો કોઈ બ્રહ્મચારિણી સ્ત્રીથી પુત્ર ઉત્પન્ન થાય તો તે સમર્થ પુત્ર થશે. તે વખતે તે વિદ્યાધરે સુજ્યેષ્ઠા સાધ્વીને આતાપના લેતા જોયા. ત્યારે તેણે ધૂમાડો વિફર્વી વ્યામોહ ઉત્પન્ન કર્યો. પોતે ભ્રમરનું રૂપ લઈ સુજ્યેષ્ઠાના ગુપ્ત ભાગમાં પ્રવેશ્યો, ત્યાં પોતાનું વીર્ય સ્કૂલન કરી, ગર્ભબીજની સ્થાપના કરી. ત્યારપછી સુજ્યેષ્ઠા સાધ્વીનો ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યો. સુજયેષ્ઠાને ધ્રાસકો પડ્યો કે, આ શું આશ્ચર્ય છે? મને સમજાતું નથી કે આ કઈ રીતે બન્યું? હવે માલિત્યના નિવારણ માટે શું કરવું ? મહત્તરિયા સાધ્વીજીને તેણીએ પોતાનો સંદેહ કહ્યો. તેઓ કેવળજ્ઞાની પાસે ગયા. તે અતિશય જ્ઞાનીએ જણાવ્યું કે, આ સુજ્યેષ્ઠા આર્યાના કામવિકારનું ફળ નથી. કોઈ પાપીએ છળકપટથી ગર્ભ ઉત્પન્ન કર્યો છે. યોગ્ય સમયે બાળકનો જન્મ થયો. તે બાળક શ્રાવક કુળમાં વૃદ્ધિ પામ્યો. તેનું સત્યકી એવું નામ પાડવામાં આવ્યું. કોઈ સમયે પરિવ્રાજક પેઢાલે સત્યકીનું સાધ્વીઓ પાસેથી હરણ કર્યું અને સત્યકીને સર્વ વિદ્યાઓ ભણાવી. – ૪ – ૪ – ૪ – તેણે પોતાના પિતા પેઢાલને મારી નાંખ્યો કેમકે – સત્યકીને થયું કે આણે રાજપુત્રી અને સતિસાધ્વી એવી મારી માતાને દૂષિત કરેલી છે. સાધ્વીપણામાં તેણીના વ્રતનો ભંગ કરીને તેણીને મલિન બનાવી છે. માટે પેઢાલના દુષ્ટ વર્તનની શિક્ષા થવી જ જોઈએ. (આ તરફ મહાસતી સુજ્યેષ્ઠા શ્રી વીર પ્રભુના ઉપદેશથી વિવિધ પ્રકારે તપશ્ચર્યા કરતા કાળક્રમે કર્મક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિ પામ્યા.) ૦ આગમ સંદર્ભ :ઠા ૮૭૧ની વૃક આવપૂ.ર–પૃ ૧૬૪ થી ૧૬૬; આવ.નિ. ૧૨૮૪ની વ – – – » –– ૦ સુનંદા સાધ્વીની કથા : (આ કથા શ્રમણ વિભાગમાં વજસ્વામીની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ વજસ્વામી – શ્રમણવિભાગમાં) ૦ સુનંદા કથા પરિચય : અવંતિ જનપદના તુંબ સન્નિવેશના શ્રેષ્ઠી ધનગિરિની પત્નીનું નામ સુનંદા હતું. સુનંદા ધનપાલ શ્રેષ્ઠીની પુત્રી હતી અને તેણીના ભાઈ આર્યસમિતે સિંહગિરિ પાસે દીક્ષા ગ્રહણ કરેલ હતી. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ આગમ કથાનુયોગ-૪ વજસ્વામીની માતા એવી આ સુનંદાએ ધનગિરિ સાથે લગ્ન કર્યા પછી તે ધનગિરિએ દીક્ષા લીધી. વજ(સ્વામી) પણ જન્મથી રડતા હોવાથી સાધુને સોંપી દીધેલા. પછી તેને પાછો મેળવવા સુનંદાએ પ્રયત્ન કર્યા. પણ વજ(સ્વામી)એ જ્યારે રજોહરણ (દીક્ષા) લેવાનું પસંદ કર્યું ત્યારપછી સુનંદાએ પણ દીક્ષા અંગીકાર કરેલી. (વિસ્તૃત કથા માટે – “વજસ્વામી કથા” જુઓ.) ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૦૬૪ ની , આવ..૧–પૃ. ૩૯૦;. ઉત્ત. નિ. ૨૯૫ + ; ૪ ––– » –– મુનિ દીપરત્નસાગર દ્વારા સંપાદિત અને અનુવાદિત એવો શ્રમણી કથા વિભાગ પૂર્ણ – ૪ – ૪ – આગમ કથાનુયોગ ભાગ-૪ સંપૂર્ણ Page #386 -------------------------------------------------------------------------- ________________ | ‘અભાવ હેમ લધુમ્રકેયા''મારી સર્જાયાત્રાનું પ્રારંભબિંદુ ગણો તો મારી આ 'યાણા બાવીસ વર્ષની થઈ. માઢ આcલા. 'વરસોથી લખું છું. છતાં કંથસ્યકૃતિઓની ( સંખ્યાથી કોઈજો આંજી શકું તેમ નથી. વર્ષો સાથે ગણાતળો મેળ બેસાડવા પ્રયoો યહા કર્યો નથી. 'મારાથી થાય એ રીતે શબ્દolી સાયલા કરી રહ્યો છું. શબ્દolી માંગofી બાલી જ્યાં જ્યાં હું ગયો છું - એ મુકામોનો હિસાબ હવે ર૪૦ પ્રકાશનો પહોંચે છે. માસુય કર્મ અને દેહામ કર્મ આદિoો સથવારો હે તો હજી શબ્દોના સંગાથે 'વધુને વધુ પંથકાયવાળી ભાdomi ભાવું છું. જે કંઈ \ લખ્યું છે મો ફરી વાંયવાળો સમય ન મળે એવી , વાટા વચ્ચે જીવવાનું થયું છે. શ્વાસ લઉં છું કે વિયરું છું ત્યારે onહી, વણા કંઈક લખી શકું છું ત્યારે હું જ જીવું છું. છતાંયે લખવામાં જ સમણા જીવઠioો 'વ્યાય આવી જાય છે, એવા ભ્રમમાં યહા નથી. હા, આ સર્જળો પ્રાણાવાયુ સમ જફર બની રહે છે. -મુ6િ7 ૮ીયરછારસાગર