SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથા ૧૫૯ ૦ નાગાર્જુન કથા : (સંક્ષિપ્ત પરીચય :-) આચાર્ય હિમવંતના એક શિષ્યનું નાગાર્જુન એવું નામ હતું. તેઓ આચાર્ય ભૂતદિન્નના ગુરુ હતા. આગમમાં અનેક સ્થાને તેમની વાચનાનો ઉલ્લેખ મળે છે. વલ્લભીપુરમાં દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણની નિશ્રામાં થયેલ આગમ વાંચનામાં તેઓ મુખ્ય આચાર્ય હતા. તેમના નામથી આ વાંચના નાગાર્જુનીય વાંચના પણ કહેવાતી હતી. તેઓ મૃદુ, માર્દવ, આર્જવ આદિ ભાવોથી સંપન્ન હતા. ક્રમથી વાચક પદ પ્રાપ્ત થયેલ હતું. તથા ઓઘડ્યુતનું સમાચરણ કરનારા હતા. આવા નાગાર્જુન વાચક તપેલા સુવર્ણ, ચંપકપુષ્પ, ખીલેલા ઉત્તમ જાતિના કમળના ગર્ભ તુલ્ય અને ગૌર વર્ણયુક્ત હતા, ભવ્યજનોના હૃદય વલ્લભ, જનમાનસમાં કરુણાભાવ ઉત્પન્ન કરવામાં નિપુણ, વૈર્યગુણ સંપન્ન દક્ષિણાદ્ધ ભરતે યુગપ્રધાન, બહુવિધ સ્વાધ્યાયના પરિજ્ઞાતા, સંયમીપુરુષોને યથાયોગ્ય સ્વાધ્યાયમાં નિયુક્તકર્તા, નાગેન્દ્રકુળની પરંપરાની અભિવૃદ્ધિ કરનારા, ઉપદેશ દેવામાં નિપુણ, ભવભિતિ વિનાશક હતા. ૦ આગમ સંદર્ભ :આયા.યૂ. ૧૧૩, ૨૦૭, ૨૧૯, ૨૩, ૨૩૭, ૨૪૪, ૩૧૩; આય.મૂર૭૨ની વ દસ ચૂપૃ. ૨૦૪; ઉત્ત.ચૂ૫ ૧૪૯; ઉત્તમૂ. ૧૦૭ની વૃ નંદી. ૩૭ થી ૪૧ + વૃ, નંદીગ્ન ૧૦ - X X ---- ૦ નાગદત્ત–૧–કથા :- એક સાધુ હતા. તેમને તપના પારણાનો દિવસ હતો. પોતાના બાળશિષ્ય સાથે ભિક્ષાર્થે ભ્રમણ કરવાનું ચાલુ કર્યું. ત્યારે ક્યાંક કોઈ દેડકી તે સાધુ વડે મરી ગઈ. ત્યારે બાળસાધુએ તેમને પ્રેરણા કરી યાદ કરાવ્યું કે, તમારાથી દેડકી મરી ગઈ. તે સાધુ કોપથી બોલ્યા કે, હે દુશૈક્ષ! તે તો ઘણાં કાળથી મૃત જ હતી. પછી બંને ઉપાશ્રયે પાછા ફર્યા. ફરી પાછા રાત્રે (વિકાલે) આવશ્યક કાળે આલોચના કરતી વેળા તે સાધુએ તે દેડકી મર્યાની આલોચના ન કરી. ત્યારે ફરી તે શિષ્ય તેમને યાદ કરાવતા કહ્યું કે, હે શપક ! તમે દેડકી માર્યાની આલોચના કેમ નથી કરતા ? ત્યારે તે સપક તે શિષ્ય પ્રત્યે રોષાયમાન થયા, તેને કોપ ઉત્પન્ન થયો. તે બાળ સાધુને મારવા માટે શ્લેષ્મ પાત્ર લઈને ઊભા થયા, વેગથી મારવા દોડ્યા. પણ માર્ગમાં થાંભલો આવતા તેની સાથે અથડાયા. મૃત્યુ પામીને તેઓ જ્યોતિષ્ક દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને દૃષ્ટિવિષકૂળમાં સર્પપણે ઉત્પન્ન થયા. ત્યાં એક રાજપુત્ર નગરમાં ચાલતો જતો હતો ત્યારે સર્પ તેને ઇસ્યો. પુત્રના મરણથી કોપ પામેલા રાજાએ ગારુડીને કહ્યું. ત્યારે ગારુડી વિદ્યાથી બધાં જ સર્પોને બોલાવ્યા. ત્યારપછી તેમનો મંડલમાં પ્રવેશ કરાવ્યો. બીજા બધાં સર્પોને તેણે જવા દીધા. માત્ર જે સર્પ રાજપુત્રને ડસ્યો હતો, તેને ત્યાં રહેવા કહ્યું, ત્યારે તે એક સર્પ ત્યાં રહ્યો. ગારુડીએ કહ્યું કે, તું આ વિષને પાછું ખેંચી લે અથવા અગ્નિમાં પ્રવેશ કર. આ અગંધન કુળનો સર્પ હતો. સર્પોમાં બે જાતિ હોય છે. એક ગંધન અને બીજી
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy