________________
૧૬૦.
આગમ કથાનુયોગ-૪
અગંધન. તેમાં અગંધન સર્પ માનવાળા હોય છે. તેથી તે સર્પ અગ્રિમાં પ્રવેશ કર્યો. પણ વમેલું વિષ તેણે ફરી પીધું નહીં. તે રાજપુત્ર પણ મૃત્યુ પામ્યો. ત્યારે રાજાએ રોષ પામીને ઘોષણા કરી કે જે મારી પાસે (સર્પને મારીને) સર્પનું મસ્તક લઈને આવશે, તેને હું સોનામહોર આપીશ. ત્યારે લોકો સોનામહોરના લોભે સર્પોને મારવા લાગ્યા. ત્યારે જે કુળમાં તે સાધુ મૃત્યુ બાદ સર્પપણે ઉત્પન્ન થયેલા તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે રાત્રે જ બહાર નીકળતો હતો, દિવસે બહાર જતો ન હતો. જેથી તેના દ્વારા કોઈ જીવનો ઘાત ન થાય.
કોઈ વખતે કોઈ ગાડીએ રાત્રિના ચરતા એવા તે સર્પને જોયો, તેથી તે આ લપકસર્પના બિલને જોઈને તેના દ્વાર પાસે ઊભો રહ્યો. ઔષધિ દ્વારા તે સર્પને બહાર કાઢવા પ્રયત્ન કર્યો. તે લપકસર્ષે વિચાર્યું કે, જો મારી દૃષ્ટિ પડશે તો નક્કી આ ગારુડી મરી જશે. તેથી તેણે પોતાની પૂછડીને બહાર કાઢે. જેવી તેણે પૂછડી બહાર કાઢી કે પેલા ગારુડીએ તેને છેદી નાંખી. ત્યારપછી તે સર્પ પોતાની પૂંછડીને થોડી-થોડી બહાર કાઢતો ગયો અને ગાડી તેને છેદતો ગયો – યાવત - તેનું મસ્તક પણ છેદાઈ ગયું. તે સપકસર્પ મૃત્યુ પામ્યો. તે સર્પ દેવતાપરિગ્રહીત હતો. તે દેવતાએ રાજાને સ્વપ્નમાં દર્શન દીધા અને કહ્યું કે, હવે તું સર્પને મારતો નહીં. તારો પુત્ર નાગકૂળથી આવવાનો છે તું તેનું નામ નાગદત્ત રાખજે.
તે લપકસર્પ મરીને તે જ રાજાના પુત્રરૂપે જખ્યો. તે બાળકનું નામ નાગદત્ત રાખ્યું. બાળપણામાં જ તેણે દીક્ષા લીધી. તે પૂર્વભવના તિર્યચપણાના સંસ્કારને લીધે અતિ સુધાતુર રહેતો હતો. તે સવારથી ખાવાનું શરૂ કરતો તે છેક સાંજ સુધી ખા–ખા કરતો હતો. પરંતુ તે મુનિ ઘણા જ ઉપશાંત અને ધર્મશ્રદ્ધાળુ હતા.
તે ગચ્છમાં ચાર સાધુ હતા. જેઓ અનુક્રમે ચાર માસ, ત્રણ માસ, બે માસ અને એક માસના ઉપવાસી હતા. રાત્રે દેવતા વંદન કરવાને આવ્યા. રાત્રિના સર્વ પ્રથમ ચોમાસી તપ કરનાર સાધુ હતા, તેની આગળ ત્રિમાસિક તપ કરનાર, તેની આગળ દ્વિમાસિક તપ કરનાર, તેની આગળ એકમાસી તપ કરનાર સાધુ હતા. સૌથી છેલ્લે તે બાળ સાધુ નાગદત હતા. બધાં જ સાધુઓને અતિક્રમીને તે દેવે નાગદત્ત બાળમુનિને વંદન કર્યું.
ત્યારે તે તપસ્વી સાધુઓ રોષાયમાન થયા. દેવતા જ્યારે જતો હતો ત્યારે તેને ચોમાસી તપ કરનાર સાધુએ પકડ્યો અને પૂછયું, તું અમારા જેવા તપસ્વીને વંદન કરતો નથી અને આ કૂરઘટને વંદન કરે છે ? ત્યારે તે દેવે કહ્યું કે, મેં ભાવ સાધુને વંદન કર્યા છે. હું પૂજા સત્કાર માનીને વંદન કરતો નથી. ત્યારપછી તેઓને તે બાળસાધુ પરત્વે ઇષ્ય જન્મી. તેઓ બાળસાધુની અદેખાઈ કરવા લાગ્યા. ત્યારે તે દેવતાએ વિચાર્યું કે, રખે આ સાધુઓ બાળસાધુની નિર્ભર્સના કરશે, તેના કરતા હું તે સાધુની પાસે જ રહું. પછી હું બધાને પ્રતિબોધ કરીશ.
- બીજે દિવસે તે બાળસાધુ ગૌચરી માટે ગયા. પાછા આવીને આલોચના કરીને ચૌમાસી તપ કર્તા સાધુને નિમંત્રણા કરી. ત્યારે તે તપસ્વી સાધુએ તેના પાત્રમાં બળખો ફેંક્યો, બાળસાધુ બોલ્યા. હું “મિચ્છામિદુકડમ્' આપું છું (ક્ષમા માંગુ છું) કે મેં તમને