________________
શ્રમણ કથા
૧૮૩
જઈએ, કદાચ ત્યાં જવાથી તેમાંથી કોઈ દીક્ષા લે અથવા સમ્યક્ત્વ પામે. ભગવંત જાણતા હતા કે કોઈ બોધ પામશે.
ત્યારે ભગવંત મહાવીરે તેમની સાથે ગૌતમસ્વામીને મોકલ્યા. પછી ભગવંત મહાવીર ચંપાનગરી ગયા, ગૌતમસ્વામી આદિ પૃષ્ઠચંપા ગયા. તેમના વંદન માટે ગાંગલી, પીઢર અને યશોમતી નીકળ્યા. તેઓ પરમ સંવેગ પામ્યા. ગાંગલી, યશોમતી અને પીઢર ત્રણેએ દીક્ષા લીધી. પછી ગૌતમસ્વામી તેમને લઈને ચંપા નગરી જતા હતા. ત્યારે શાલ–મહાશાલને ચંપા જતા હર્ષ ઉત્પન્ન થયો – અહો ! આમને સંસારથી પાર ઉતાર્યા. ત્યારે તે બંનેને શુભ અધ્યવસાયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ચંપા જઈને ભગવંતને પ્રદક્ષિણા કરી, તેઓ તીર્થને નમસ્કાર કરીને કેવલિની પર્ષદા તરફ ગયા. કાળક્રમે મોક્ષે ગયા.
૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૭૬૪ + જ આવે. ૨.૧–૫. 3૮૧;
ઉત્ત.નિ ૨૮૪+ , – ૪ –– » –– ૦ મુનિચંદ્ર કથા :
ભગવંત પાર્શના શાસનના એક આચાર્ય મુનિચંદ્ર હતા. તેઓ જ્યારે કુમારક સંનિવેશ પધારેલા, ત્યારે એક કુંભારે તેને મરણાંત કષ્ટ આપ્યું અને તેઓ મોક્ષે ગયા. ઇત્યાદિ કથા તીર્થંકર મહાવીરની કથામાં લખાઈ ગઈ છે. જુઓ તીર્થકર મહાવીર કથામાં.
૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૪૭૭ + 4
આવ.૨.૧–૫ ૨૮૫, ૨૮૬, ૨૯૧
૦ મેતાર્ય કથા :
ચંદ્રાવતુંસક નામે રાજા હતો. તેણે સાગરચંદ્ર નામના પુત્રને યુવરાજની પદવી આપેલી અને મુનિચંદ્ર નામના પુત્રને ઉજૈનીનો વહીવટ સોંપેલો. કાળક્રમે સાગરચંદ્ર રાજા થયો (ઇત્યાદિ કથા પૂર્વે ચંદ્રાવતંસક કથામાં આવી ગઈ છે.) કોઈ વખતે અપરમાતાના કૃત્યથી ઉદ્વેગ પામીને સાગરચંદ્રએ દીક્ષા લીધી – યાવત્ – રાજપુત્ર અને પુરોહિતપુત્રને ઉજૈનીમાં દીક્ષા આપી (ઇત્યાદિ કથા પૂર્વે ચંદ્રાવતંસક કથા અંતર્ગતું સાગચંદ્ર કથામાં અપાઈ ગયેલ છે.)
ત્યારે રાજપુત્ર અને પુરોહિત પુત્ર બંને શુદ્ધ ચારિત્ર પાળવા લાગ્યા, પણ પુરોહિત પુત્ર બ્રાહ્મણ હોવાથી સાધુના મલિન વસ્ત્ર–ગાત્રોની દુશંકા કરતો હતો. ત્યાંથી કાળધર્મ પામીને બંને દેવતા થયા. દેવલોકના દિવ્ય ભોગને અનુભવતા તે બંને પૂર્વભવના સ્તંડને લીધે પરસ્પર કહેતા હતા કે, આપણા બેમાંથી જે પહેલો ચ્યવીને મનુષ્ય થાય તેણે આવીને બીજાને પ્રતિબોધ પમાડવો.
પુરોહિત પુત્ર જે દેવ થયેલો તે પ્રથમ દેવલોકથી ચવ્યો. પૂર્વભવે કરેલ દુગંછાના કર્મથી તે ચ્યવીને રાજગૃહ નગરમાં ચાંડાળની સ્ત્રીની કુક્ષિમાં આવ્યો. તે ચાંડલણી કોઈ શ્રેષ્ઠીને ત્યાં કામ કરતી હતી. તે શ્રેષ્ઠી પત્નીને ગર્ભના પ્રભાવે