________________
૧૮૨
આગમ કથાનુયોગ-૪
અનિશ્ચિત તપ કરવો જોઈએ.
આચાર્ય મહાગિરિના એક શિષ્ય ધનગુપ્ત હતા, જેના શિષ્ય ગંગય નિલવ થયા. તેણે “ોઝિરિય” બે ક્રિયા સંબંધિ મત કાઢેલો. રોહગુપ્ત પણ નિલવ થયા. તેણે સૈરાશિક મતની સ્થાપના કરેલી – (જુઓ આવ.ચૂ–૧–પૃ. ૪ર૩;)
જ્યારે સ્થૂલભદ્રસ્વામીએ આર્ય સુહસ્તિને પોતાનો ગણ સોંપ્યો, ત્યારથી આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તી પ્રીતિવશ થઈને એક સાથે વિચરતા હતા. કોઈ દિવસે તે બંને વિચરતા કોસાંબીએ આહારને માટે ગયેલા. ત્યાં દુકાળ હતો. તે વખતે તેઓ વસતિ માટે જુદે જુદે સ્થાને રહેતા, કોઈ એક શ્રેષ્ઠિના કુળમાંથી મોદક–ખાજા આદિ ભોજન પ્રાપ્ત કરીને આવ્યા. ત્યારે આર્યસુહસ્તિ પાસે કોઈ રાંક–ગરીબે દીક્ષા લીધી.જે પછીથી સંપ્રતિ રાજા થયો. તેમના દ્વારા અપાતો આહાર આર્યસુહસ્તિ શિષ્યાનુરાગથી ગ્રહણ કરતા હતા
ત્યારે આર્ય મહાગિરિએ પૂછેલ કે, હે આર્ય ! રાજપિંડ કેમ ગ્રહણ કરો છો ? આર્ય સુહસ્તિએ તેનો યોગ્ય ઉત્તર ન આપતા તેમને આર્ય મહાગિરિએ અસંભોગિક – (માંડલી બહાર) જાહેર કરેલા હતા.
૦ આગમ સંદર્ભ:ઠા. ૬૮૮ની વૃ;
કિસી.ભા. ૧૬૦૦, ૫૭૪૪; નિસી.ભા. ૨૧૫૪ની ચૂ બુહ.ભા. ૩૨૮૧ + ; બુહ.ભા. ૩ર૮રની વૃ
આવ.નિ. ૧૨૮૩; આવ.ભા. ૧૩ર થી ૧૩૪; આવ રૃ.૧–પૂ. ૪૨૩; ર–પૃ. ૧૫૫ થી ૧૫૭, ઉત્ત.નિ. ૧૭૧ + : નંદી ૨૫ + +
– ૪ – ૪ – ૦ મહાશાલ અને શાલની કથા :
ભગવંત વર્ધમાનસ્વામી પૃષ્ઠચંપા નગરીના સુભૂમિભાગ ઉદ્યાનમાં સમવસર્યા. ત્યાં શાલ નામે રાજા અને મહાશાલ નામે યુવરાજ હતો. તેમને યશોમતી નામની બહેન હતી. તે યશોમતીના પતિનું નામ પિઠર હતું. તેમનો ગાગલી નામે પુત્ર હતો. ત્યારપછી શાલે ભગવંતની પાસે ધર્મ સાંભળીને કહ્યું, હું મહાશાલને રાજ્ય પર અભિસિંચિત્ કરી ત્યારપછી આપના ચરણોમાં દીક્ષા લેવા ઇચ્છું છું.
ત્યારપછી શાલે મહાશાલ પાસે જઈને કહ્યું, તું રાજા થા. હું હવે દીક્ષા લઈશ. મહાશાલે કહ્યું કે, હું પણ દીક્ષા લઈશ. જેમ તમે અહીં અમારા માટે મેઢી પ્રમાણ – મુખીયા છો. તે પ્રમાણે દીક્ષા લીધા પછી પણ તમે અમારા વડીલ રહો. ત્યારે તેઓએ ભાણેજ ગાંગલીને કંપીલપુરથી બોલાવી તેને રાજ્ય પર અભિષિક્ત કર્યો. ગાંગલીની માતા યશોમતી, કે જેને કંપીલપુર નગરે પિઢરરાજપુત્રને આપી હતી. તેને ત્યાંથી બોલાવી હજાર પુરુષોથી વહન કરાય એવી બે શિબિકા કરાવી.
- જ્યારે તેઓએ દીક્ષા લીધી. ત્યારે તેમની બહેન યશોમતી પણ શ્રાવિકા થઈ. શાલ અને મહાશાલ બંને મુનિઓ અગિયાર અંગો ભણ્યા. કોઈ દિવસે ભગવદ્ મહાવીર રાજગૃહે સમવસર્યા. ત્યાંથી વિહાર કરતા ભગવંતે ચંપા નગરી તરફ પ્રયાણ કર્યું. ત્યારે શાલ અને મહાશાલ મુનિએ ભગવંતને પૂછયું – આપની આજ્ઞા હોય તો અમે પૃષ્ઠચંપા