SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથા ૧૮૧ થયા. તેણે વિકાલે નિર્મૂહણા કરી. ત્યારે થોડો જ દિવસ બાકી રહ્યો હતો. તેથી તેને દશવૈકાલિક કહે છે. તેઓએ દશવૈકાલિક નામના શ્રુતસ્કંધની જે નિર્દૂલણા કરી, તે મનકના નિમિત્તે જ કરી. એવું માનીને કે આ મનક આવા અલ્પ આયુષ્યમાં પરંપરાથી મોટા, ઘોર, દુઃખના સાગર સમાન આ ચાર ગતિ સ્વરૂપ સંસારસાગરમાંથી કઈ રીતે પાર પામે ? તે સર્વજ્ઞના ઉપદેશ વિના શક્ય નથી. અલ્પકાળમાં આ સર્વજ્ઞકથિત સર્વ શાસ્ત્રમાં અવગાહન થઈ શકે નહીં. તેથી આ ભવ્યાત્મા મનકને તત્ત્વનું પરિજ્ઞાન થાય તેવું વિચારીને પૂર્વોમાંથી દશવૈકાલિક શ્રુતસ્કંધની નિસ્પૃહણા કરી. આર્ય મનકે માત્ર છ માસના પ્રવજ્યા કાળમાં આ અધ્યયન ગ્રહણ કરીને કાળ કર્યો. તો પણ સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. તે વખતે શય્યભવ સૂરિની આંખમાંથી આનંદના અશ્રુ ખરી પડ્યા. ત્યારપછી શય્યભવસૂરિને તેમના શિષ્ય યશોભદ્રએ પૂછતાં, તેમણે જણાવ્યું કે, સંસારનો સ્નેહ આવો છે. આ મારો પુત્ર હતો. તે અલ્પ સમયમાં પણ આત્મ કલ્યાણ સાધીને ગયો. ૦ આગમ સંદર્ભ :મહાનિ ૮૧૨ થી ૮૧૪; દસ.નિ. ૧૦, દસ. પૃ. ૭, દસનિ. ૩૭૧, ૩૭૨ની વૃ — ~ – ૦ મહાગિરિ કથા : આર્ય સ્થૂલભદ્રને બે શિષ્યો થયા. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તી. આર્ય મહાગિરિ એલાપત્ય ગોત્રના હતા. તેમને આઠ શિષ્યો થયા. તે આ પ્રમાણે – સ્થવિર ઉત્તર, સ્થવિર બલિસ્સહ, સ્થવિર ધનાઢ્ય, સ્થવિર શ્રી આદ્ય, સ્થવિર કૌડિન્ય, સ્થવિર નાગ્ય સ્થવિર નાગમિત્ર અને સ્થવિર પલુક રોહગુપ્ત. - જિનકલ્પનો વિચ્છેદ થવા છતાં, આર્ય મહાગિરિએ જિનકલ્પની તુલના કરી હતી. આર્ય મહાગિરિ આર્યસુહસ્તિના ઉપાધ્યાય હતા. તેમણે આર્ય સુહસ્તિને ગણનો ભાર સોંપીને જિનકલ્પની તુલના કરેલી. ગચ્છથી અપ્રતિબદ્ધ થઈ વિચારતા હતા. કોઈ વખતે પાટલિપુત્રમાં વિચરણ કરતા એવા આર્ય મહાગિરિ વસુભૂતિ નામના શ્રાવકના ઘેર પ્રવેશ્યા. તેમને જોઈને વસુભૂતિ એકદમ ઊભો થઈ ગયો. તે વખતે આર્ય સુહસ્તિએ આર્ય મહાગિરિના ગુણોની સ્તવના કરેલી કે, જિનકલ્પ વિચ્છેદ થઈ ગયો હોવા છતાં આ મહર્ષિ તે પરિકર્મ કરી રહ્યા છે. વસુભૂતિના મનમાં થયું કે, આવા ઉત્તમ મહર્ષિને દાન આપવાથી મહાન લાભ થાય. બીજે દિવસે આર્ય મહાગિરિ ભિક્ષાને માટે પ્રવેશ્યા. તેણે અપૂર્વકરણ જોઈને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી વિચાર્યું, તે જાણી ગયા કે આને મારા વિશે જાણ થઈ ગઈ છે. તેઓ ત્યાંથી નીકળી ગયા. પછી તેઓ બીજા દેશમાં ગયા. ત્યાં જિતપ્રતિમાને વંદન કરી આર્ય મહાગિરિ એડકાસ ગયા, ત્યાં ગજાગ્રપદે વંદના કરી. ત્યાં આર્ય મહાગિરિએ ભક્ત પ્રત્યાખ્યાન કર્યું, દેવલોકે ગયા. આ રીતે આર્ય મહાગિરિની માફક
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy