________________
આગમ કથાનુયોગ–૪
સત્કાર ન થયો. તેથી સાધુએ ધર્મયશમુનિની માફક ભક્તપ્રત્યાખ્યાન કરવું જોઈએ. એ
પ્રમાણે અજ્ઞાતક દ્વાર જાણવું. ૦ આગમ સંદર્ભ :
મરણ. ૪૭૫ થી ૪૭૮;
૧૮૦
આવનિ ૧૨૮૬, ૧૨૮૭ +
* — X
૦ મનક કથા ઃ
શય્યભવ ભટ્ટે દીક્ષા લીધી અને શય્યભવસ્વામી એવા ચૌદ પૂર્વધર બન્યા (તે કથા શર્ષ્યાભવ—શ્રમણ કથાનકથી જાણી લેવી.) જ્યારે તેઓએ દીક્ષા લીધી. ત્યારે તેમની પત્ની ગર્ભવતી હતી. તેમની દીક્ષા વખતે લોકો બોલતા હતા કે આ હજી તરુણ છે, તેના પતિએ દીક્ષા લીધી અને તેણી પુત્રરહિત છે. ત્યારે તેણીને પૂછ્યું કે, શું તારા પેટમાં કંઈ છે ? (ગર્ભ છે ?) ત્યારે તેણીએ કહ્યું, ઉપલક્ષણથી “મના' (કંઈક) લાગે છે. કેટલોક સમય જતા તેણીને પુત્ર જન્મ્યો.
આવ.યૂ.૨૫ ૧૯૦;
બાર દિવસ પૂર્ણ થયા બાદ નિજક–સ્વજનોએ જ્યારે પૂછયું, ત્યારે માતાએ કહ્યું ‘મનક' ત્યારે તેનું મનક એવું નામ કરાયું. જ્યારે તે આઠ વર્ષનો થયો ત્યારે તેણે માતાને પૂછયું કે, મારા પિતા કોણ છે ? માતાએ કહ્યું કે, તારા પિતાએ પ્રવ્રજ્યા અંગીકાર કરી છે. ત્યારે તે બાળક નાસીને પિતાની (શય્યભવસ્વામીની) પાસે જવા નીકળ્યો. શય્યભવ આચાર્ય તે કાળે ચંપાનગરીમાં વિચરતા હતા. તે બાળક (મનક) ચંપાએ પહોંચ્યો. આચાર્ય ભગવંત સંજ્ઞાભૂમિ (સ્કંડીલ ભૂમિ) ગયેલા. તેણે એ બાળકને જોયો. તે બાળકે
તેમને વંદન કર્યા.
આચાર્ય ભગવંતને પણ તે બાળકને જોઈને સ્નેહ ઉત્પન્ન થયો. તે બાળકને પણ આચાર્ય પ્રત્યે સ્નેહ ઉત્પન્ન થયો. શય્યભવસૂરિએ તેને પૂછ્યું, ઓ બાળક ! તું ક્યાંથી આવે છે ? તે બાળકે કહ્યું, રાજગૃહીથી, ફરી પૂછ્યું, રાજગૃહમાં તું કોનો પુત્ર કે ભત્રીજો છે ? તેણે કહ્યું, શય્યભવ નામે બ્રાહ્મણ છે. હું તેનો પુત્ર છું. મારા પિતાએ પ્રવ્રજ્યા અંગીકાર કરી છે. આચાર્યએ પૂછયું, તું કયા કાર્યથી અહીં આવેલ છે ? તેણે કહ્યું, હું પણ દીક્ષા લઈશ.
---
પછી તે બાળકે પૂછયું, હે ભગવન્ ! તમે તેને જાણો છો ? શય્યભવ આચાર્યએ કહ્યું, હા, હું જાણું છું. મનકે કહ્યું, તે ક્યાં છે ? શય્યભવસૂરિએ કહ્યું, તે મારા મિત્ર છે એક શરીરરૂપ છે. તું મારી પાસે દીક્ષા લઈ લે. ત્યારે મનકે આ વાત કબૂલ કરી. શય્યભવસૂરિ ઉપાશ્રયે આવ્યા. આલોચના કરી. મનકે દીક્ષા લીધી. ત્યારપછી શય્યભવ આચાર્યએ ઉપયોગ મૂક્યો આ પુત્ર કેટલો કાળ જીવશે ? તેણે જ્ઞાનથી જાણ્યું કે, મનકનું આયુષ્ય માત્ર છ માસ છે. ત્યારે આચાર્યને એવી બુદ્ધિ સમુત્પન્ન થઈ કે, આટલા ઓછા આયુષ્યમાં તેનું કલ્યાણ કઈ રીતે કરશે ?
-
આવા અવસરે ચૌદ પૂર્વધર કોઈ પણ કારણ ઉત્પન્ન થયે નિર્મૂહણા કરે છે. છેલ્લે દશપૂર્વી તો અવશ્ય નિર્મૂહણા કરે જ છે. મારે પણ આવું કારણ ઉત્પન્ન થયેલ છે. હું પણ (આગમોમાંથી ઉદ્ધરણ) નિયૂહણા કરીશ. ત્યારે તે ઉદ્ધરણા કરવા પ્રવૃત્ત