SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણી કથા ૨૯૯ ધારણ કરી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવતરૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ અંગીકાર કર્યો, કરીને તે જીવ–અજીવ આદિ તત્ત્વોનો જ્ઞાતા શ્રમણોપાસક થઈ ગયો. ૦ તેટલીપુત્ર કેવલીનું સિદ્ધિગમન : ત્યારપછી તેટલીપુત્ર કેવલી ઘણાં વર્ષો સુધી કેવલપર્યાય પાળીને – યાવત્ – સિદ્ધ થયા. (આવશ્યકમાં આ દૃષ્ટાંત પ્રત્યાખ્યાનના સંદર્ભમાં આપેલ છે.) ૦ આગમ સંદર્ભ :સૂય. ૨૮; નાયા. ૧૪૮ થી ૧૫૪; વિવા. ૩૪ની વક આવ ચૂપ. ૪૯૯ થી ૨૦૧; આવ.નિ. ૮૭૮ની ; ઋષિભા.ગા. ૮; ૦ કાલી આદિ કથાનક - (નાયાધમ્મકહા–ના બીજા શ્રુતસ્કંધના કાલી આદિ પાંચ શ્રમણીઓના કથાનક છે. તે આ પ્રમાણે - (૧) કાલી, (૨) રાજી, (૩) રજની, (૪) વિદ્યુતક, (૫) મેલા) ૦ કાલી–૧–કથા : તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. ત્યાં ગુણશીલક ચૈત્ય હતું. શ્રેણીક રાજા હતા, ચેલણા રાણી હતી. ભગવંત મહાવીર સ્વામીનું પદાર્પણ થયું. વંદના કરવાને માટે પર્ષદા નીકળી – યાવત્ – પર્ષદા પર્યાપાસના કરવા લાગી. ૦ ચમચંચામાં કાલીદેવી : તે કાળે, તે સમયે ચમરચંયા રાજધાનીના કાલાવતંસક ભવનમાં કાળ નામના સિંહાસન પર કાલી નામક દેવી બેઠી હતી. જે ચાર હજાર સામાનિક દેવીઓ, સપરિવાર ચાર મહત્તરિકા દેવીઓ, ત્રણ પર્ષદા, સાત સેનાઓ, સાત સેનાધિપતિઓ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવોથી પરિવેષ્ટિત થઈને મોટા અવાજે વાગતા નાટ્ય, ગીત, વાદ્ય, તંત્રી, તલ, તાલ, ત્રુટિત, ધન, મૃદંગ આદિના તે સમયે થઈ રહેલા શબ્દધ્વનિની સાથે દિવ્ય ભોગોપભોગોને ભોગવતી એવી વિચરણ કરી રહી હતી અને આ સંપૂર્ણ જંબૂતીપને પોતાના વિશુદ્ધ અવધિજ્ઞાનના ઉપયોગ વડે જોઈ રહી હતી. ૦ કાલીદેવી દ્વારા ભગવંત મહાવીર સમીપ નૃત્યવિધિ : ત્યારે તે કાલી દેવીએ જંબુદ્વીપ નામના હીપના ભરતક્ષેત્રમાં, રાજગૃહ નગરના ગુણશિલક ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવંત મહાવીરને જોયા, જોઈને હર્ષિત–સંતુષ્ટ આનંદિત ચિત્તા, પ્રીતિના, પરમ સૌમનસા અને હર્ષના વશથી વિકસિત હૃદયા થઈને સિંહાસનથી ઉઠી, ઉઠીને પાદપીઠથી નીચે ઉતરી, ઉતરીને પાદુકાઓને ઉતારી, પછી તીર્થકર ભગવંતની અભિમુખ સાત-આઠ કદમ આગળ ચાલી, ચાલીને ડાબા ઘૂંટણને ઊંચો કર્યો, ઊંચો કરીને જમણો ઘૂંટણ ભૂમિ પર ટેકાવીને ત્રણ વખત મસ્તકને ભૂતલ પર નમાવ્યું અને પછી કંઈક ઊંચુ ઉઠાવ્યું, ઊંચુ કરીને કડા અને બાજુબંધથી ખંભિત ભુજાઓને એકઠી કરી, એકઠી કરીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે કહ્યું–
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy