________________
આગમ કથાનુયોગ–૪
-
-
અરિહંતોને – યાવત્ – સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત ભગવંતોને મારા નમસ્કાર થાઓ. શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાને મારા નમસ્કાર થાઓ.
300
અહીં રહેલી એવી હું ત્યાં બિરાજમાન ભગવન્ને વંદન કરું છું. ત્યાં રહેલા શ્રમણ ભગવંત મહાવીર અહીં રહેલી એવી મને જુએ. એમ કહીને વંદન–નમસ્કાર કરે છે, વંદન— નમસ્કાર કરીને પૂર્વ દિશા તરફ મુખ કરીને પુનઃ તે શ્રેષ્ઠ સિંહાસન પર આસીન થઈ. ત્યારપછી તે કાલીદેવીને આવા પ્રકારનો માનસિક યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. મારા માટે કલ્યાણ, મંગલ, દેવ, ચૈત્ય રૂપ શ્રમણ ભગવંત મહાવીરને વંદન— નમસ્કાર, સત્કાર—સન્માન કરીને પર્યાપાસના કરવી શ્રેયસ્કર છે. આવા પ્રકારનો તેણીએ વિચાર કર્યો. કરીને આભિયોગિકદેવોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહમાં બિરાજે છે ઇત્યાદિ. જે પ્રમાણે સૂર્યાભદેવે પોતાના આભિયોગિક દેવોને આજ્ઞા આપી હતી, તે પ્રકારે આ કાલીદેવીએ પણ આજ્ઞા આપી ~ યાવત્ – દિવ્ય અને શ્રેષ્ઠ, દેવોના ગમનયોગ્ય વિમાન બનાવીને તૈયાર કરો અને તૈયાર કરાવો. તૈયાર કરી અને કરાવીને જલ્દીથી મારી આ આજ્ઞાને પાછી આપો.
-
તેઓએ પણ આજ્ઞાનુસાર કાર્ય કરીને આજ્ઞા પાછી સોંપી, પણ અહીં એટલી વિશેષતા જાણવી કે, ૧૦૦૦ યોજન વિસ્તારવાળું વિમાન બનાવ્યું. શેષ વર્ણન સૂર્યાભદેવના વર્ણન પ્રમાણે સમજવું જોઈએ. સૂર્યાભદેવની માફક પોતાનું નામ અને ગોત્ર કહ્યા. તેમની માફક જ નૃત્યવિધિ દેખાડી – યાવત્ – પાછી ફરી. ૦ ગૌતમ દ્વારા પૂર્વભવ પૃચ્છા – પૂર્વભવની ઓળખ :
-
હે ભગવન્ ! આ પ્રમાણે સંબોધન કરીને ભગવન્ ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વંદન—નમસ્કાર કર્યા. વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું, હે ભદંત ! કાલીદેવની તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્યદેવદ્યુતિ, દિવ્ય દેવાનુભાવ, પ્રભાવ ક્યાં ચાલ્યો ગયો ? ક્યાં પ્રવિષ્ટ થઈ ગયો ?
હે ગૌતમ ! શરીરમાં ચાલ્યો ગયો, શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયો. અહીં કૂટાગાર શાળાનું દૃષ્ટાંત જાણવું. (ગૌતમે કહ્યું—) અહો ભગવન્ ! કાલીદેવી મહાન્ ઋદ્ધિ, મહાન્ બલ, મહાન્ યશ, મહાપ્રભાવવાળી છે. હે ભગવન્ ! કાલીદેવીને તે દિવ્ય દેવઋદ્ધિ, યુતિ, પ્રભાવ, દેવાનુભાવ કેવી રીતે મળ્યો ? કેવી રીતે પ્રાપ્ત થયો ? કેવી રીતે અધિગત થયો ? હે ગૌતમ ! એ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમને સંબોધિત કરીને આ પ્રમાણે કહ્યું, હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપના ભારતવર્ષમાં આમલકલ્પા નામે નગરી હતી. ત્યાં આમશાલ નામનું ચૈત્ય હતું. જિતશત્રુ રાજા હતો.
-
તે આમલકલ્પા નગરીમાં કાલ નામે ગાથાપતિ રહેતો હતો. જે ધનાઢ્ય હતો – યાવત્ – કોઈથી પણ પરાભવને પ્રાપ્ત કરનારો ન હતો. તે કાલગાથાપતિની કાલશ્રી નામે
-
પત્ની હતી. જે સુકુમાલ અંગોપાંગવાળી – યાવત્ – સુરૂપ હતી.
તે કાલ ગાથાપતિની પુત્રી અને કાલશ્રી ભાર્યાની આત્મજા કાલી નામે પુત્રી હતી.