________________
શ્રમણ કથા
૧૦૧
આ વખતે ગાગલિ આદિને પણ એવો શુભ અધ્યવસાય થયો કે, આમને મને રાજ્ય પણ આપ્યું અને સંસારથી પણ છોડાવ્યા. ખરેખર આ મારા મહાનું ઉપકારી છે. આ પ્રમાણે વિચારતા શુભ અધ્યવસાય વડે ત્રણેને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ પ્રમાણે ઉત્પન્ન કેવળજ્ઞાન થયેલા તે સર્વે ચંપાનગરી ગયા. ભગવંત મહાવીરને પ્રદક્ષિણા કરીને તીર્થને પ્રણામ કરીને કેવલિપર્ષદા તરફ ગયા.
૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૭૬૪ની ,
આવ.૨.૧– ૩૮૧; સર્પૃ. ૫ર;
ઉત્ત.નિ. ૨૮૫ + + – ૪ – ૪ – ૦ ગુસંધર કથા :
ગુરંધર નામે એક સ્થવિર ભગવંત હતા. તેઓ દીનતારહિત માનસવાળા હતા, શાશ્વત સુખના અભિલાષી, અતિ નિશ્ચિત્ત દૃઢમનોબળવાળા હતા. શ્રમણપણાના સમગ્ર ગુણોને ધારણ કરતા, ચૌદ પૂર્વધર, ચરમશરીરવાળા, તદ્ભવમુક્તિગામી એવા ગણધર હતા. જેની પાસે ગોવિંદ બ્રાહ્મણે દીક્ષા અંગીકાર કરેલી.
આ કથા સુસઢ કથા અંતર્ગત્ ગોવિંદ બ્રાહ્મણની કથામાં આવે છે. તેથી વિશેષ કોઈ ઉલ્લેખ મળતો નથી.
૦ આગમ સંદર્ભ :મહાનિ ૧૪૯૭
- ૪ - ૪ - ૦ ગુણચંદ્ર/મુનિચંદ્રસાગરચંદ્ર/ચંદ્રાવતંસક કથા :
( કક્કાવારી ક્રમાંક મુજબ ગુણચંદ્રની કથા આવે, પણ અહીં ઉક્ત ચારે પાત્રો પરસ્પર સંકડાયેલ હોવાથી ચારે કથા સાથે લીધી છે.)
(% મુખ્યત્વે આ કથા બ્રહ્મદત્ત ચક્રવર્તીના પૂર્વભવના વર્ણનમાં આવી ગયેલ છે તો પણ અહીં તેનો સમુદિત ઉલ્લેખ કર્યો છે.)
(ક્ર આવશ્યક નિર્યુક્તિ વૃત્તિ અને આવશ્યક પૂર્ણિમાં થોડો કથાભેદ જોવા મળે છે, એ જ રીતે ઉત્તરાધ્યયન વૃત્તિ કે ચૂર્ણિ અને આવશ્યક વૃજ્યાદિમાં પણ આ કથામાં કિંચિંતુ ભેદ જોવા મળેલ છે.)
( ચંદ્રાવતંસક રાજાનું આવશ્યકનું વર્ણન, ઉત્તરાધ્યયનના વર્ણન કરતાં જુદુ પડે છે. કેમકે ઉત્તરાધ્યયન નિર્યુક્તિ વૃત્તિમાં તેની પત્ની એક જ ધારિણી બતાવી છે, જ્યારે આવશ્યક ચૂર્ણિમાં ઘારિણી અને અન્ય એક કહી છે, જ્યારે આવશ્યક વૃત્તિમાં સુદર્શન અને પ્રિયદર્શના કહી છે.)
( આ ઉપરાંત એક મહત્ત્વનો ભેદ એ છે કે, ઉત્તરાધ્યયન વૃત્તિ મુજબના ચંદ્રાવતંસક રાજાએ દીક્ષા લીધી એવો ઉલ્લેખ છે. તેઓ પછી મોક્ષે ગયા છે, જ્યારે આવશ્યકમાં તે (પૌષધ) પ્રતિમાએ સ્થિત છે, તેમ જણાવી, અભિગ્રહ પ્રતિમામાં જ કાળધર્મ પામ્યાનું જણાવેલ છે. આ બંને માન્યતા એકબીજાથી તદન ભિન્ન છે. કેમકે પ્રથમ મત મુજબ તે શ્રમણ છે તેમ સાબિત થાય છે, બીજા મત મુજબ તે શ્રાવક છે તેવું જ પ્રતિપાદિત થાય છે.)
(* આ મુખ્ય તફાવત સિવાય બીજી ઘણી સામ્યતા પણ જોવા મળે છે. તેથી બંને કથા એક